Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
33
, હૃદય નયન નિહાળે જગધણી
$
કે ઈસ્ત્રી કરનારો ધોબી હોય, કોઈ પણ હોય એની સાથેના જીવનવ્યવહારની લેતી-દેતીમાં ભાવતાલમાં રકઝક કરી ખોટી રીતે કસ લગાવી સામા આત્માના હૃદયને દુભાવી પૈસા બચાવવાની અને ખાટવાની ખોટી વૃત્તિને પુષ્ટ કરે નહિ. કારણ કે એ ભક્તને એટલી જાગૃતિ છે કે પૈસા બચાવવાના લાભ કરતાં સામા માણસનું હૃદય દુભાય-કચવાય તેનું નુકસાન મોટું છે. જે લાભ થાય છે તે તો જડનો છે અને જડને થાય છે. મન ખાટું થવાના દુઃખનું, જે નુકસાન થાય છે તે, ચેતનનું છે અને ચેતનને થાય છે. એ લક્ષમાં રાખવા જેવું છે કે વસુ (ધન) કરતાં વસ્તુ, વસ્તુ કરતાં વ્યક્તિ, વ્યક્તિ કરતાં વિવેક અને વિવેક કરતાં વિભુ ચઢિયાતા છે,
એ ભક્તજન સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને તો ન દુભાવે પણ એકેન્દ્રિયાદિ જીવોનો પણ બેફામ ઉપયોગ ન કરે કારણ કે તેમ કરવામાં અવ્યક્તપણે તે આત્માઓને-જીવોને દુઃખ પહોંચે છે. પરમાત્માની પૂજા કરવા જે સ્નાન કરવાનું છે તે માટે વપરાતા પાણીના જીવોની પણ મનોમન ક્ષમા માંગી તેના વિકાસની શુભેચ્છાપૂર્વક ઉપયોગ કરાય તો પ્રશંસનીય છે. જંગલ જેવા નિર્જન-ક્ષેત્રમાં ભૂલા પડ્યા હોઈએ; દાતણ, ફળાદિ તોડવા અનિવાર્ય હોય તો આત્મસાક્ષીએ મનોમન અનુમતિ પ્રાર્થીને માફી માંગી હૃદયને અત્યંત કુણું બનાવી તે પ્રવૃત્તિ કરવી જોઈએ. આવી રીતે કરવાથી પોતાની અંદર રહેલ પરમાત્મા અને સામાની અંદર રહેલ પરમાત્મા ઉભયના ભાવપ્રાણોની રક્ષા થાય છે.
પેથડશાની પત્ની ઘરેથી મંદિરે પ્રભુપૂજા કરવા જતાં રસ્તામાં આવતા યાચકોને સવા શેર એટલે કે પચાસ તોલા સોનાનું દાન કરતા હતા. આ રીતે યાચકોને સંતુષ્ટ કર્યા પછી પૂજા કરવામાં આવે તો પૂજા દ્વારા ચિત્તપ્રસન્નતારૂપ ફળ મળે. કર્તવ્યના પાલનની ઉપેક્ષા કરીને, કોઈ
આખો ય સંસાર અનંતાનુબંઘીના રસ ઉપર ઊભો થયો છે.