Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
35
- હૃદય નયન નિહાળે જગધણી
ફળ સ્વરૂપ પ્રાપ્ત થતાં સમ્યગ્દર્શનથી ભવભ્રમણની એક નિશ્ચિત મર્યાદાઅવધિ નક્કી થઈ જતી હોય છે કે હવે અર્ધ પુદગલપરાવર્ત કાળથી અધિક ભવભ્રમણ નથી જ, એવું પણ અર્થઘટન કરી શકાય.
સ્તવનની આ અંતિમ કડીને અનુરૂપ તત્ત્વાર્થ સૂત્ર સંસ્કૃત કારિકાનો હોજોઈ જવા જેવો છે...
* * *. अभ्यर्चनादर्हतां मनः प्रसादस्ततः समाधिश्च। तस्मादपि निःश्रेयसः, अतो हि तत्पूजनं न्याय्यम्।।
અરિહંત ભગવંતોની પૂજાથી મનની પ્રસન્નતા થાય છે. તેથી સમાધિ પ્રાપ્ત થાય છે અને તેથી મોક્ષ મળે છે. માટે તેઓનું પૂજન કરવું, તે ન્યાય સંગત છે. • ( અંતિમસિદ્ધિ જે સિદ્ધપદ છે, તેની પ્રાપ્તિને અનુલક્ષીને અંતિમ ૬ઠ્ઠી કડીનું અર્થઘટન આ રીતે પણ હોઈ શકે છે કે..
દેવપૂજા-પરમાત્મપૂજાનું જો કોઈ અંતિમ ફળ હોય તો તે ચિત્તની પ્રસન્નતા છે. અહીં ચિત્ત-પ્રસન્નતા એટલે આત્મનંદીતા-સહજ પરમાનંદીતાની પ્રાપ્તિ એવો અર્થ કરીએ તો એ સહજાનંદીતાની પ્રાપ્તિથી જ અખંડિતતા, અભંગતા, અવિચલતા, અક્ષતતા, અવ્યયતા, અમ્રુતતા, અગુરુલઘુતા, અવ્યાબાધતાની પ્રાપ્તિ છે. આવી જે અખંડિતતા સત્તામાં પ્રાપ્ત જ હતી તેની પ્રાપ્તિ થવી તે જ અખંડિત પૂજા છે.
પૂજા અખંડિત એહ.” એવી પૂજા ક્યારે થાય ? પૂજાના એ પરમ-ચરમ-અંતિમ ફળની પ્રાપ્તિ ત્યારે થાય છે કે જ્યારે આપણો આત્મા કપટરહિત એટલે
જ્યાં સર્વત્ર પ્રેમનું વિતરણ ત્યાં વીતરાગતાનું અવતરણ.