Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
ગમે તેટલા ઊંચા દ્રવ્યોથી પ્રભુપૂજા કરીએ પણ જો ચિત્ત સંક્લેશવાળું બન્યું રહે, તો તેવી પૂજા અખંડિત નથી બનતી, બલ્ક એવી પૂજા ખંડિત કહેવાય છે. મહામહોપાધ્યાય યશોવિજયજીએ પણ વાસુપૂજ્યજિન સ્તવનામાં ગાયું છે કે કલેશે વાસિત મન સંસાર, લેશ રહિત મન તે ભવપાર..
નાગકેતુને પૂષ્પપૂજા કરતા સર્પદંશ થવા છતા ચિત્તની પ્રસન્નતા અકબંધ રહી તો કેવળજ્ઞાન પ્રગટ્યું.
પૂજન દરમિયાનમાં થયેલ ચિત્તની પ્રસન્નતા પૂજાકાળ બાદ પણ અખંડિત રહે છે તે જ પૂજાનું સાચું ફળ છે. જ્ઞાનીઓ જણાવે છે કે જિનમંદિર અને ઉપાશ્રયમાંથી ધર્મ સમજવાનો અને મેળવવાનો છે અને એને જીવનમાં જીવવાનો હોય છે.
પરમાત્માની દ્રવ્ય-ભાવ પૂજા કરતા ચિત્તપ્રસન્નતારૂપ ફળ આપણે સાધ્યું છે કે નહિ તેનું બેરોમીટર આપણો પોતાનો જીવનવ્યવહાર છે. આપણા પરિચયમાં સવારથી માંડીને રાત સુધી જે કોઈ પણ નાના-મોટા, સુખી-દુઃખી, શ્રીમંત-ગરીબ, બુદ્ધિશાળી કે અબુઝ, બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી, અર્થજીવી, ચારિત્રસંપન્ન, ગુણવાન સજ્જન કે દુર્જન, જે આવે તે બધાયને આપણે, આપણા ઉદાર મન-વચન-કાયાથી પ્રસન્નતા પ્રદાન કરીએ, તો આપણે તે આત્માને સન્માન્યા-સત્કાર્યા કહેવાય અને એમ કરવા દ્વારા એ આત્માની ભાવથી પૂજા કરી કહેવાય.
પરમાત્માનો ભક્ત કોઈના પણ દિલને દુભાવી શકે જ નહિ. તેથી જ તેવો ભક્તજન દાતણ વેચનારી બાઈ હોય, શાક બકાલુ વેચનારો કાછિયો હોય, ઓટોરીક્ષા કે ટેક્ષી ચલાવનાર ડ્રાઈવર હોય, કપડાં ધોનારો
પહેલાં આત્માભિમુખતા છે, પછી આત્મસન્ખતા છે, * જેના પછી મહાત્મા અને અંતે પરમાત્મા છે.