Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
27
હૃદય નયન નિહાળે જગધણી
તો જીવ-કર્તુત્વ અને જીવ-ભોકતૃત્વ થયું. એમાં ઈશ્વર કર્તુત્વ ક્યાં રહ્યું?
ઈશ્વરને તો કરવાપણું હોય જ નહિ. કારણ કે જ્યાં કરવાપણું હીય ત્યાં ક્રિયા હોય, કર્મ હોય અને કર્તા હોય. લીલા પણ કર્મ છે અને ઈશ્વરને કર્મ હોય નહિ. કર્તા બનીને કરાયેલ કર્મના કર્મફળને સહુ કોઈએ ભોગવવા જ પડતાં હોય છે. આ તો જીવને શિવ થવા માટે જીવનો કર્તાભાવ કાઢવા માટે અને અને ઓગાળવા માટે, પૂર્વ ઋષિમુનિઓએ બાળજીવો માટે ઊભી કરેલી સાધના વ્યવસ્થા છે. એ માટે જો ઈશ્વરને કર્તા માનીએ તો સારી નરસી બધી જ ઘટનાનો તેને કર્તા માનીને જીવનમાં જે કાંઈ સારું નરસું બને, તેનો સહજ સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈને પણ ક્યારેય દોષિત નહિ જોતાં કશે ફરિયાદ કરવા જવું જોઈએ નહિ. બાકી ઈશ્વર કર્તા નથી. જીવ જ જીવના કર્મનો અજ્ઞાનવશ કર્તા છે અને અજ્ઞાનવશ કર્મફળનો ભોક્તા છે.
તેથી જ યોગીરાજ આનંદઘનજી કહે છે કે લીલા તો દોષવિલાસ છે. જીવે જે જે ગુણ-દોષ સેવ્યા છે તે તે અનુસાર પુણ્યકર્મના ને પાપકર્મના બંધ થાય છે એ પુણ્યપાપકર્મના ઉદય પ્રમાણે ફળરૂપે સુખ કે દુઃખના, શુભ કે અશુભના, અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવી મળે છે.
ગુણ હોય કે દોષ, જ્યાં કરવાપણું છે ત્યાં દોષ જ છે કારણ કે કરવાપણામાં આશ્રવ છે. સારું કરવા વડે શુભાશ્રવરૂપ પુણ્યકર્મબંધ છે તો નરસાપણાથી અશુભાશ્રવરૂપ પાપકર્મબંધ છે. અશુભથી બચવા માટે પ્રાથમિક ભૂમિકામાં ભલે શુભ આશ્રવ કરીએ પણ અંતે તો આશ્રવને સર્વથા હેય એટલે ત્યાજ્ય ગણી સંપૂર્ણપણે આશ્રવથી અટકવાનું છે. એ માટે સંવરમાં રહીને નિર્જરા કરી, સર્વ કર્મબંધથી મુક્ત થઈકર્મરહિત,
ધ્ય દીશ મી તાર લીટી @ ભાવ દસ હજી આવી નથી.