Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી A
12
છૂટવાપણું થાય. એ બધાં તો રાગીના રાગના પ્રેર્યા રાગભર્યા પૂર્વ ઋણાનુબંધ એટલે કે પૂર્વ કર્મ અનુસારના લેણદેણના સંબંધો છે. એ રાગને દ્વેષમાં પલટાતા વાર લાગતી નથી, માટે એ બનનારા, ફરનારા, તૂટનારા અને ખતમ થનારા, છૂટી જનારા સાદિ-સાન્ત એવા વિનાશી પરાધીન સંબંધો છે. સ્ત્રી અને પુરુષ-પતિ અને પત્ની ગમે તેટલા એકમેક માટે મરતા હોય તો પણ ક્યારેય અભેદ થઈ શકતા નથી. મરણ એમને છૂટા પાડ્યા વિના રહેતું નથી અને પુનર્મિલન થવાનું શક્ય હોતું નથી.
તો કેવાં સંબંધો હોવા જોઈએ? કેવી પ્રીતસગાઈ હોવી જોઈશે? એના સમાધાનમાં કવિરાજ કહે છે કે આ સાંસારિક પ્રીતસગાઈના સંબંધો તો સંસારની દેહ ધર્યાની એક ઉપાધિ તો છે જ અને એ ઉપાધિને વકરાવનારી, વધારનારી બીજી ઉપાધિ વહોરવા જેવાં ઉપાધિ સહિતના સોપાધિક સંબંધો છે. આકર્ષણ-આસક્તિ થઈ-પ્રીત થઈ, લગન લાગી - અને લગન કર્યા તો એકમાંથી બે થયા અને પછી બેમાંથી બાર થયા. જેની
સાથે બંધાઈએ તેના પૂરતું જ કાંઈ બંધન સીમિત રહેતું નથી. એની સાથે બંધાવાથી એ જેની સાથે બંધાયેલ છે, તે બધાં બંધનો પણ એની સાથેના - બંધનથી કોટે વળગે છે. પતિ થવાની સાથે જમાઈ, માસા, ફુઆ, સાટુ થવું પડે છે અને પત્ની થવાની સાથે વહુ, ભાભી, મામી, કાકી, દેરાણી, જેઠાણી થવું પડે છે. ઉપાધિની જાળમાં ફસાવા જેવું અને નવી-નવી ઉપાધિ પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી, આદિની ઊભી કરવા જેવું થાય છે. એક એવા એ આત્માએ અદ્વૈતમાં જવાને બદલે દ્વૈતમાં જઈ અનેક રૂપો ધારણ કરવા પડે છે. સંસાર એ આત્માના અજ્ઞાનથી ઊભો થયેલ બહુરૂપીનો સ્વાંગ છે એટલે કે વેશ છે, જેમાં સ્વ છૂપાઈ ગયો છે-દટાઈ ગયો છેદફનાઈ ગયો છે, જેથી એમાં પોતાપણું અને પોતાના આત્મિક ધન,
વિષય, કષાય, વિકથા, નિદ્રા, મદ્યપાન એ પ્રમાદ છે.