Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
21
- હૃદય નયન નિહાળે જગધણી
- ધાતુ એટલે Root મૂળ, અંતરતમ ટીમ્બર. ધાતુનું ધાતુથી, મૂળનું મૂળથી, અંતરનું અંતરથી, સ્વભાવનું સ્વભાવથી મળવાપણું જ મેળ, મિલન, મિલાપ છે. એ મળેલાને મળેલાં, ભળેલાં, ગળેલાં રાખે છે. એ જ લગનનું સાચું ગલન છે.
અધ્યાત્મક્ષેત્રે ચેતનાનું ચેતન સાથે, ભક્તનું ભગવાન સાથે અને કર્મયોગીનું કાર્ય સાથે જે મિલન છે, તે પણ ધાતુનું ધાતુની સાથેનું મિલન છે અને તે ધાતુમિલાપ છે. કોઈપણ કારણે વસ્તુ એના મૌલિક ગુણોથી યૂત થઈ હોય ત્યારે તેને ધાતુભ્રષ્ટ કહેવાય છે, જેમ સ્ત્રી આદિના ચિત્રો જોઈને કે સાક્ષાત્ સ્ત્રીના દર્શનથી કામુક થઈને વીર્યનું સ્મલન કરનારો વીર્યભ્રષ્ટ કહેવાય છે; ધનનો દુરુપયોગ કરનારો અને ધનને સપ્ત વ્યસનમાં વેડફનારો. અર્થભ્રષ્ટ કહેવાય છે. એમ નિરંતર ભોગવિલાસમાં ચકનાચૂર થઈ મરનારો અંતે ભોગભ્રષ્ટ કહેવાય છે. તેવી રીતે પોતાની જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ધાતુઓને વિકારીભાવો સાથે જોડનારો ગુણભ્રષ્ટ કહેવાય છે અને અભક્ષ્ય-અનંતકાય-માંસાહારનું સેવન કરનારો તપોભ્રષ્ટ કહેવાય છે. ' , - આ રીતે પોતાના મૌલિક ગુણધર્મોથી યૂત થયેલ વસ્તુ ફરીથી પાછી પોતાના મૂળભૂત સ્વરૂપમાં આવી જાય છે ત્યારે તે ધાતુમિલાપ કહેવાય છે. આવો ધાતુમિલાપ થતાં ચિત્ત પ્રસન્નતાને પામે છે, જે આત્માનંદની પ્રાપ્તિનું કારણ બને છે. માટે પ્રત્યેક જીવનું લક્ષણ એનામાં રહેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ છે. જેવા ભગવાનના અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય અને ઉપયોગવંતતા છે; તેવા જ જો આપણા થઈ જાય તો ચેતનાનું ચેતનની સાથે અને ભગવાનનું ભક્તની સાથે સાચું અભેદ મિલન થાય. એ સાદિ-અનંત
પર્યાયમાં ચિત્તની વિશુદ્ધિ હોય અને સ્વરૂપનું લક્ષ્ય તીવ હોય તેટલું અશુભથી બયાય.