Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી -
24
આવવું એ તપ છે. જેવા ભગવાન સંતૃપ્ત, પૂર્ણકામ, નિરી, ઈચ્છારહિત, નિર્મોહી, વીતરાગ છે, તેવી ભક્તની ચેતના બને, તો તે ભક્ત અને ભગવાનની સમરૂપતા છે, તેમજ ચેતનાની એના ચેતનની સાથેની અભેદતા છે. એ જ શેય-જ્ઞાન-જ્ઞાતા અને દયેય-ધ્યાન-ધ્યાતાની અભેદતા છે, જેવી મહોપાધ્યાયજી યશોવિજયજીએ વાસુપૂજ્યજીની સ્તવનમાં ગાઈ છે...
“ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મીલશું, વાચકયશ કહે હે હળશું. સાહિબા.”
એ બ્રહ્મમાં ચર્યાથી પ્રાપ્ત થતો ચિરકાલીન સ્થાયી સ્વાધીન બ્રહ્માનંદ છે-સચ્ચિદાનંદ છે. - આ તો જેવા સિદ્ધ ભગવંતો છે, તેવા સિદ્ધ ભગવંતોને હૃદયમાં ધારણ કરીને સ્વયંના સિંદ્ધસ્વરૂપને પ્રગટ કરી સિદ્ધશિલાએ રહેલાં સિદ્ધોના મેળામાં સિદ્ધ બનીને મળી જવાનું છે. આ જ ધાતુ મિલાપ છે-એ જ મેળો છે, જે સંભવિત છે પણ અશક્ય નથી.
કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આસ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ.૫ ‘અલખ અલખ તણી રે માં પાઠાંતરે ‘લલક અલખ તણી રે છે.
શબ્દાર્થ ? કોઈ તો એમ કહે છે કે અલખ એટલે કે પરમેશ્વરનીભગવાનની લીલા-કડા કળી નહિ શકાય એવી અલખ છે. એ લીલા લાખો મનોરથ-મનની આશાને પૂરનાર છે. ભગવાન તો દોષરહિત હોય. એવા દોષરહિતને લીલા-ક્રીડા-રમત કરવી યોગ્ય નથી કારણ કે લીલા એ તો દોષ છે.
વર્તમાનમાં રહેવું, નિમિત્તનો સ્વીકાર, પર્યાયની વિશુદ્ધિ અને સ્વરૂપના લક્ષ્યનું સતત સ્મરણ એ સાધકની સાધનાના લક્ષણો છે.