Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
17
હૃદય નયન નિહાળે જગધણી
મળેલ સંજ્ઞીપણું અને પાંચેય ઈન્દ્રિય પરિપૂર્ણ માનવ શરીર તો આત્મધર્મનેપરમાત્મસ્વરૂપને પામવાને બહુ-બહુ પુણ્યરાશિએ પ્રાપ્ત થયેલ સાધન છે. ફળ પાકી જતાં તે ડીંટાથી કે શાખાથી આપોઆપ છૂટી જતું હોય છે એમ સાધ્યની પ્રાપ્તિ પછી નિર્વાણ થયેથી શરીર તો આપોઆપ સહજ છૂટું પડી જતું હોય છે. શરીરનો નાશ નથી કરવાનો. હા! અવસર આવે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિવેકપૂર્વક અનશન કરી શરીરનો ઉત્સર્ગ એટલે કે ત્યાગ કરી શકાય છે. દેહમાં જ રહીને દેહના મોહ એટલે કે દેહભાવનો ત્યાગ કરી વિદેહી બનીને નિર્વાણ પ્રાપ્ત કરી અદેહી-અશરી-અયોગી થવાનું હોય છે. આત્માના પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ દેહત્યાગથી નથી પણ દેહમોહ ત્યાગથી છે. એટલે કે દેહભાવના ત્યાગથી છે. દેહ છૂટે તે પહેલાં દેહપણું છૂટી જવું જોઈશે: - નિર્વાણ થયેથી જ કંત ઋષભદેવ જે સિદ્ધાવસ્થાને પામ્યા છે, તેવી જ સિદ્ધાવસ્થાને પામીને એમનો અને આપણો મેળ બેસાડી શકીએ એમ છીએ. બાકી અજ્ઞાનક્રિયાથી કોઈપણ કાળે ભવભ્રમણમાંથી મુક્તિ નથી, ઠામ ઠામ ભટકવાનું જ છે. સ્વધામમાં ઠરીઠામ થયા વિના “કઈયે” એટલે કે કદીએ કોઈ કાળે મેળ પડે એમ નથી – મેળાપ થાય તેમ નથી. મેળો-ભેટો-મિલાપ સંભવિત જ નથી; એમ કહીએ (કઈયે કે કહિયે) તો ચાલે એમ છે.
પૂર્વકાળમાં જ્યારે આતતાયીના આક્રમણો થતાં હતા અને વટાળ પ્રવૃત્તિનું બહુ જોર હતું ત્યારે ખાસ કરીને મોગલકાળમાં રાજસ્થાન પ્રદેશમાં શીલરક્ષાના હેતુથી સતી થવાનો રીવાજ હતો. તેને અનુલક્ષીને “કાષ્ઠભક્ષણ'નો અર્થ પતિની પાછળ પત્નીના સતી થવાની પ્રચલિત વાત કરીએ, તો તેમાંય પતિ પાછળ સતી થનારને પતિનો પાછો મેળ
લેવાથી લેવાઈ જવાય જ્યારે આપવાથી છૂટા પડી જવાય.