Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
15
: હૃદય નયન નિહાળે જગધણી
કરી અનેક માનવી અને પશુઓનો સંહાર કર્યો. દર્પને વશ થઈ એક હસ્તિનાપુરની રાજગાદીના લોભે દુર્યોધને મહાભારતનું ભીષણ યુદ્ધ કર્યું. અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો. આખા કૌરવકુળનો અંત આણ્યો અને અંતે આ બંને રામાયણ અને મહાભારતના ખલનાયકો નરકે સિધાવ્યા.
- પતિ-પત્નીરૂપે બાંધેલી મર્યાદાવાળી સગાઈને જીવ પ્રેમ માની સમય પસાર કરે છે. એ સંબંધને નિભાવવા રાત દિ અનેક પ્રકારના સાચા- . જૂઠા, કુડ-કપટ, વિગેરે પાપકર્મો કરે છે. એના કારણે અનંતકાળ ચાલે એટલો કર્મનો જથ્થો ભેગો કરે છે. આવું અનેક પ્રકારનું ઉપાધિમય જીવન આત્માના પરમાનંદરૂપ ખજાનાને ઉધઈના કીડાની જેમ કોરી ખાય છે. . માનવભવનું ભેગું થયેલું પુણ્ય ખાલી થતું જાય છે. તેથી જ્ઞાની પુરુષ સમાર એવા જીવને સમજાવે છે કે – હે આત્મન્ ! મૂઢતાને છોડ, પામરતાને તોડ, માનને મોડ અને પ્રભુભક્તિમાં તારા પ્રેમને જોડ! રાગ અને મોહનું પાત્ર વસ્તુ અને વ્યક્તિ છે તે પાત્ર બદલ! રાગ અને મોકનું પાત્ર પરમાત્માને બનાવ તો રાગ અનુરાગમાં અને મોહ પ્રેમમાં પલટાશે.
તારી નિરૂપાધિક દશાને શોધ. આધિ-વ્યાધિ-ઉપાધિ એ બધી પ્રકૃતિની અવસ્થા છે. તું શુદ્ધાત્મા એનાથી તદ્દન જુદો છે. પુદ્ગલ વિનાશી છે અને તું અવિનાશી છે.
“વપુ વિનાશી તું અવિનાશી” “યા પુદ્ગલકા ક્યા વિસવાસા, હે સુપનેકા વાસારે; ચમત્કાર બિજલી દે જૈસા, પાની બીચ પતાસા.” તારો અને એનો ક્યાંય મેળ મળે એમ નથી. સંસારી પ્રીતમાં પ્રેમ નથી મોહ છે, ચાહે છે, માંગ છે. પ્રેમમાં ત્યાગ
કાર્યમાં નિષ્ફળતા મળે તો પણ મન બગડવા નહિ દેવું અને પરમાત્માની લગન છૂટવા નહિ દેવી.