Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી ક
14
આ તો પોતાના પોતાની સાથેના, ચેતનાના ચેતનની સાથેના, પર્યાયના શુદ્ધ-દ્રવ્યની સાથેના આત્મિક સંબંધની વાત છે કે જે સંબંધ નિયમ નિરૂપાધિક જ હોય. એ તો પ્રાપ્તની જ પ્રાપ્તિરૂપ છે અને તેથી તે ભાવનો ભાવ છે. સાંસારિક સોપાધિક સંબંધમાં સ્વનું પર પ્રતિ બેચાણ છે જે અપ્રાપ્તની પ્રાપ્તિ અને અભાવનો ભાવ છે, જે કાળક્રમે કરીને અમાપ્તમાં-અભાવમાં પરિણમતો હોવાથી એ સોપાધિક છે અને એમાં જે પ્રીતિ છે તે અપ્રીતિમાં પરિણમનાર હોવાથી એ સગાઈમાં પ્રીતિ ખરેખર છે જ નહિ. તેથી જ તો દેવચંદ્રજી મહારાજાએ પણ ઋષભ જિનેશ્વરની સ્તવના કરતાં ગાયું કે...
પ્રીત કરે તે રાગિયા, જિનવરજી હો તુમે તો વીતરાગ; પ્રીતડી જે અરાગીથી, ભેળવવી હો તે લોકોત્તર માર્ગ. 8.૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિવિષ પ્રીતડી, કિણભાતે હો કહો બને રે બનાવ. 8.૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એક પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. ઋ.પ
સાંસારિક લૌકિક પ્રીતિ કેવી ઝેરીલી અને સોપાધિક છે તેનું જ્વલંત દૃષ્ટાંત રાવણનું છે. પર એવી પારકી જણસને પોતાની કરનારા વ્યવહારક્ષેત્રે જેલની સજા પામે છે અને આધ્યાત્મિકક્ષેત્રે નરકગામી બને છે. જે “સ્વ” હોય તે કદી “પર” થાય નહિ અને જે “પર” હોય તે કદી “સ્વ” થાય નહિ.
કંદર્પને વશ થઈ પારકી એવી સીતાને વશ કરવા જતાં રાવણે યુદ્ધ
જેને જીવતાં આવડે તેને મરતાં પણ આવડે જ.