Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
16
છે, સમર્પણ છે. સોપાધિક પ્રીતિમાં આત્માનું સંતોષધન, સમતા-સમાધિનું આત્મધન ખોવાય છે. આત્મા ગુણોથી ખાલી થાય છે. ગુણો દબાય છે અને દોષો ઉભરાય છે. સોપાધિક પ્રીતિથી ચક્રવર્તી બ્રહ્મદત્ત અને તેનું સ્ત્રીરત્ન કુરૂમતી બંને નરકમાં ગયા છે અને આજે ત્યાં બંને એક બીજાના નામની બૂમો પાડે છે પણ હવે ત્યાં ઉપાય શું?
કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરે રે, મિલક્યું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. ઋષભ.૩
‘મેળો’ની જગાએ ‘મેલો’ અને ‘કહિયે’ની જગાએ ‘કઈયે’ એવો કેટલેક ઠેકાણે શબ્દપ્રયોગ-પાઠાંતર મળે છે.
શબ્દાર્થ : કેટલીક સ્ત્રીઓ દોડીને જલ્દીથી પતિનો ફરી મેળાપ કરવા માટે કાષ્ટભક્ષણ કરે છે એટલે કે ચિતા પર ચઢી પતિ પાછળ સતી થાય છે. અથવા તો ચેતન સાથેના શીઘ્ર મેળાપ માટે થઈને કેટલીક
વ્યક્તિઓ કાષ્ટભંક્ષણ કરવારૂપ પંચાગ્નિના આકરા તપ તપે છે. પરંતુ મળવાના ચોક્કસ ઠામ ઠેકાણા નહિ હોવાથી એ મેળો-મિલાપ કદી સંભવિત થતો નથી.
લક્ષ્યાર્થ-વિવેચન : ભવાંત કરનારા કંતને પામવો છે. તેને માટે કેટલાંક કાષ્ઠભક્ષણ એટલે કે પંચાગ્નિ તપ તપે છે, કાશીએ જઇ કરવત મૂકાવે છે, ગંગામાં જલસમાધિ લે છે, હિમાલય જઈ હેમાળે શરીરને ગાળે છે કે જેથી ધાયને એટલે કે દોડી જઈને જલ્દીમાં જલ્દી કંતને મિલસ્યું એટલે કે મળી શકીશું.
આ બધી અજ્ઞાનમૂલક, અજ્ઞાનસૂચક અજ્ઞાન ક્રિયા છે. તેમની આ ક્રિયા એમની ‘શરીરમાદ્યું હતુ ધર્મસાધનમ્'' ની વાતો સાથે સુસંગત નથી.
ઉપયોગનો ઉપયોગ છે કે ઉપયોગનો દુરુપયોગ છે? વિયારો?