Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
18
પડશે કે કેમ તે કહી શકાય એમ નથી. પતિની મરતી વખતે શું મતિ હતી તે જાણી શકાય એમ નથી. મતિ પ્રમાણે ગતિ હોય છે. પતિની પાછળ સતી થનારી પત્નીની મતિ અને મૃત-પતિની મતિનો મેળ મળે એમ નથી. પરિણામે પતિની ગતિ એની મતિ પ્રમાણે ક્યાંક થાય છે તો સતી થનારી પત્નીની ગતિ એની મતિ પ્રમાણે ક્યાંક અન્ય ઠેકાણે થાય છે. એટલે બનેના ઠામ ઠેકાણા જુદા જુદા હોય છે. ભવભ્રમણ કરનારા કોઈના કાયમી ઠામઠેકાણા હોતા નથી, તો તેને શોધવા ક્યાં જવું અને કેમ મળવું? જેનું કોઈ કાયમી સરનામું-ઠામ ઠેકાણું હોય, જે પોતાના સ્વદેશમાં સ્વધામમાં સ્થાયી હોય તો તેનો પત્તો લાગે અને તેને મળી શકાય. બાકી પરદેશમાં પરધામમાં ઠામ-ઠામ ભટક-ભટક કરનાર હોય એની સાથે કદીયે ભેટો સંભવિત થતો નથી.
વળી પતિ-પત્નીનો સંબંધ કર્મના ઉદયથી જોડાયેલો અને અજ્ઞાનથી ઊભો થયેલો છે જેમાં વિવેક નથી. જિન શાસનમાં નિશ્ચયવ્યવહાર, જ્ઞાન-ક્રિયા, ઉત્સર્ગ-અપવાદ, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિકનય, દ્રવ્ય-ભાવ, ઉભય-પક્ષીય વિચારણા અને પ્રરૂપણા છે. તેમાં કોઈ મુખ્ય કે ગૌણ નથી. પરંતુ એમાં વિવેક રાખવો તે મુખ્ય છે. વિવેક ચૂકાય તો વિભાવમાં સરી પડાય અને વિવેક સચવાય તો ઉત્સર્ગ હોય કે અપવાદ, તે વિવેક જ વિભુપદે એટલે કે પ્રભુપદે પહોંચાડે. આ મહારાજા શ્રેણીક અને મહારાણી ચેલ્લણા તથા કૃષ્ણ વાસુદેવ અને એમની આઠ પટરાણીનો મેળ ક્યાં પડ્યો? એકબીજાના ચાહક એવાં બ્રહ્મદત્ત ચક્રવર્તી અને એની રાણી કુરુમતી આજેય અનુક્રમે સાતમી અને છઠ્ઠી નરકમાં એકબીજાને માટે વલખે છે અને પોકાર પાડે છે. પરંતુ મળી શકતા નથી.
ગુણ જ ઘર્મ છે અને દોષ જ અધર્મ છે.