Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી 10
અવિનાશી એવા પ્રભુ પરમાત્માના વિયોગની વિરહવેદનામાં ધર્મધ્યાન અને આગળ વધતા શુક્લધ્યાનમાં ચઢી જવાય એમાં કાંઈ નવાઈ નથી. એનું જ્વલંત ઉદાહરણ સ્વયં ઋષભદેવના માતાજી મરૂદેવામાતા અને વર્તમાનશાસનપતિ, પ્રભુ વીરના પરમ-વિનીત પ્રથમ શિષ્ય, પરમગુરુ ગૌતમ ગણધર ભગવંત છે. આ બંને ભવ્યાત્માઓ અવિનાશી એવા ભગવાન માટે રડ્યાં. રડવું એ સામાન્યથી આર્તધ્યાન કહેવાય છે તો પણ આશયની શુદ્ધતા હોવાથી અથવા તો રૂદનનો વિષય ઉચ્ચ હોવાથી તેઓ રડવા છતાંય ધર્મધ્યાનની ધારાએ ચઢી શુક્લધ્યાનના શિખરે પહોંચ્યા અને અવિનાશી બન્યા. અર્થાત્ કૈવલ્યને અને સિદ્ધત્વને પામ્યા ! માટે તો જ્ઞાનીઓ કહે છે.
“વિનાશી સાથેનું જોડાણ વિનાશી બનાવે અને અવિનાશી સાથેનું જોડાણ અવિનાશી બનાવે.’’
“જડની પ્રીતિ જડ બનાવે અને ચેતનની પ્રીતિ ચેતન બનાવે’’
પ્રભુભક્તિ તો મરૂદેવા માતા, ગૌતમ ગણધર, રેવતી, સુલસા, શ્રેણિક બનીને કરવાની છે; જેના માટે ચંદનબાળા, મરુદેવામાતા, ગૌતમસ્વામીજી જેવું રૂદન જોઈશે. શ્રીમદ્ આનંદઘનજી જેવો ઝુરાપો જોઈશે. અન્યદર્શનના ચૈતન્ય-મહાપ્રભુ અને રામકૃષ્ણ પરમહંસમાં પણ પ્રભુપ્રાપ્તિની અનન્ય તડપન જોવા મળે છે. જો અન્યદર્શનીમાં આવી તડપન હોય તો વીતરાગ સર્વજ્ઞના અનુયાયીમાં તો કંઈ ગણી અધિક તડપન હોવી જોઈએ.
સંસારની એટલે કે અસત્ની રિચ છે, તે સત્ એવા પરમાત્મસ્વરૂપની રૂચિમાં પલટાવી જોઈશે. જ્યાં રૂચિ-ગમો છે, જેની રૂચિ-ગમો છે, જેવી
જેને (આત્માને) એક ક્ષણ ભૂલવાનો નથી તેને આખા દિવસમાં એક ક્ષણ પણ યાદ કરતા નથી.