Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
આત્મા દ્રવ્યાર્થિક નયે અનાદિ-અનંત હોવા છતાં પર્યાયાર્થિક નયે સાદિ-સાન્ત અનુભવાય છે. કારણ કે પર્યાયમાં વિકારીભાવો ભળેલા છે. એ વિકારી ભાવો સંપૂર્ણ નીકળી જાય છે ત્યારે, પરમ-શુદ્ધ અવસ્થા પ્રગટે છે. તે શુદ્ધ અવસ્થાની આદિ છે પણ તે હવે કાયમ માટે ટકનાર હોવાથી, તેનો અંત આવવાનો નથી, માટે તે અનંત છે. આમ આત્મા દ્રવ્યાર્થિક નયથી અનાદિ-અનંત હોવા છતાં પર્યાયાર્થિક નયથી વિકારના કારણે સાદિ-સાન્ત બનેલ, તે વિકારો નીકળી જતાં સાદિ-સાન્ત અવસ્થાનો અંત આવે છે અને સાદિ-અનંત એવી સિદ્ધાવસ્થા પ્રગટે છે.
8
આમ સંસાર (જગત). સાદિ-સાન્તપૂર્વક અનાદિ-અનંત હોવાના કારણે જ સાદિ-અનંત એવી મુક્તતા અનુભવાય છે. એ મુક્તતાની આદિ (પ્રારંભ) તો છે પણ તેનો અંત નથી માટે મુક્તાવસ્થા (સિદ્ધાવસ્થા) સાદિ-અનંત છે. વાત થોડી અઘરી છે પણ જો સમજાઈ જાય તો સ્વરૂપ
આવામાં ખૂબ ઉપયોગી છે.
જીવ માત્ર એવા ઈષ્ટ સંયોગ સંબંધને ઈચ્છે છે કે જેની શરૂઆત તો હોય પણ તેનો ક્યારેય અંત નહિ આવે. અર્થાત્ માંગ-ઈચ્છા-ચાહ નિત્યતાની છે, જે મોક્ષ થતાં સિદ્ધાવસ્થામાં જ પૂરી થાય એમ છે.
અન્ય દર્શનમાં શંકર પત્ની ઉમા-પાર્વતીજી અને કૃષ્ણભક્ત મીરાની પણ પુકાર હતી કે....
કોટિ જન્મ લગી ૨૮ હુ હમારી,
વરો શંભું ન તો રહુ કુમારી. -પાર્વતીજી
(આ રટને કારણે જ પાર્વતીજી ‘ઉમા’ કહેવાયા છે.)
આત્મવિસ્મૃતિ - પરમાત્મ વિસ્મૃતિ એટલે ભાવ મરણ.