Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
“કંત બને ભગવાન તો આવે ભવ અંત, સંત બનો તમે તો થાઓ સિદ્ધભગવંત.”
સિદ્ધાવસ્થામાં અક્રિયતા છે. કાંઈ કરવાપણું હોતું નથી. તેથી જ સાધકને સંત બનીને કંત બનવાની જે સાધના ભગવાને આપી છે તે ગુપ્તિની અને કર્તા-ભોક્તાભાવ કાઢીને અકર્તા-અભોક્તા થવાની આપી છે. જ્ઞાનીને થવાપણું અને હોવાપણું હોય પણ કર્તાપણું કે ભોગવવાપણું ન હોય. તેથી જ સમવસરણની સર્વોત્કૃષ્ટ રિદ્ધિ-સિદ્ધિની વચ્ચે પણ જિનેશ્વર તીર્થકર ભગવંત વીતરાગ હોય છે, જે પરાકાષ્ટાનો વૈરાગ - પૂર્ણ વૈરાગ એટલે કે વીતરાગભાવ છે. આ ઉપાસનાયોગમાં વ્યક્ત થતો સાધનાયોગ છે.
વળી આગળ કવિશ્રીનો નાભિનાદ ગુંજારવ કરે છે.... “રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે !” જે મારો પ્રીતમ છે અને જેને હું કંત તરીકે ચાહું છું, એવા ઋષભદેવ ભગવંતનો પરિચય આપતાં કવિવર્ય પ્રીતિનું કારણ જણાવે છે. આ તો શાશ્વત ગુણવૈભવ એવી ગુણસમૃદ્ધિને આપનાર માહરો એવો સાહિબો છે. એ જો રીઝે એટલે કે ખુશ થાય, તો પછી એવો તો સંગ-સાથ નિભાવનારો છે કે ઝાલેલો-પકડેલો હાથ ક્યારેય નહિ પરિહરનારો અર્થાત્ નહિ છોડનારો ભવોભવનો સદાયનો સાથી છે, અર્થાત્ શાશ્વતકાલીન સાથી છે.
- આગળ કાળનું માપ એટલે કાળનો પ્રકાર જણાવતાં એઓશ્રી જણાવે છે કે “ભાગે સાદિ અનંત.” ભાંગે એટલે પ્રકારે. રીઝયો સાહિબ સાદિ-અનંત કાળ સંગને-સાથને પરિહરનાર નથી. એક વખતનો પ્રેમસંબંધ સ્થપાયો એટલે સદાકાળ માટે સ્થપાયો. એ પ્રેમમાં પછી વહેમ
જે ગણીને આપે છે અને આપ્યા પછી ગણે છે, તે ગણતરીનું જ મેળવે છે.