Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
11
હૃદય નયન નિહાળે જગધણી
રૂચિ-ગમો છે, ત્યાં, તેની તરફ, તેવું ગમન થાય છે. જ્યાં ગમન છે ત્યાં નમન છે અને તે ગમન પ્રમાણેનું પરિણમન છે.
दधि मधुरं मधु मधुरं द्राक्षा मधुरा सुधापि मधुरैव।
तस्य तदेव हि मधुरं यस्य मनो यत्र संलग्नम् ।। પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ને કોય; પ્રીત સગાઈ રે નિરુપધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ.૨
શબ્દાર્થ : સંસારમાં પતિપત્નીના સંબંધરૂપે થઈને પુત્રપુત્રીનો વિવાહ કરી સગાઈ સંબંધ સહુ કોઈ કરે છે; પણ તે રીતે કરેલી સગાઈ ખરેખરી પ્રીતસગાઈ નથી. કેમકે જ્ઞાનીઓ તો નિરૂપાધિક પ્રીતસગાઈને જ પ્રીતસગાઈ કહે છે. સાંસારિક પ્રીતસગાઈ તો સોપાધિક છે, કે જેમાં આત્મઋદ્ધિરૂપ પોતાનું આત્મધન ખોવાઈ જતું હોય છે અને ખવાઈ જતું હોય છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ જેને પ્રીતમ માની કંત તરીકે ચાહ્યો છે, જે સાહિબાની સાદિ-અનંત એવી સાહ્યબી માણવાના કોડ જાગ્યા છે, ચાહત જાગી છે અને લગન લાગી છે, એની સાથે સગાઈ કરવી જોઈશે અને સંબંધ બાંધવો જોઈશે. તેથી હવે કવિશ્રી એ સગાઈ કેવી હોવી જોઈશે એની વાત આ બીજી કડીમાં કરે છે.
પ્રીતસગાઈ આ સંસારમાં કોણ નથી કરતું? સહુ કોઈ એટલે બધા જ આ જગમાં અર્થાત્ સંસારમાં પ્રીતિ કરે છે. કવિશ્રીને, સહુ લોક કરે છે, એવી લૌકિક પ્રીતસગાઈની કામના નથી કારણ કે એમાં માત્ર સગાઈસંબંધના બંધનો છે પણ પ્રીતિ નથી, તેથી તે કાંઈ પ્રીત સગાઈ નથી. એ તો આકર્ષણ-આસક્તિ છે એટલે કે બંધાવાપણું છે. અપાકર્ષણ હોય તો
0
...
-
જેનાથી યેતના મૂર્ણિત થાય તે પ્રમાદ !