Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
આ પ્રથમ સ્તવનમાં, દેવાલયમાં સ્થાપના-નિક્ષેપે પ્રાણપ્રતિષ્ઠિત થયેલ, ઋષભદેવ પરમાત્માને પ્રીતમ તરીકે સંબોધ્યા છે અને એના દ્વારા દેહાલયમાં રહેલ શુદ્ધ-ચેતનને પ્રીતમ જણાવવા સાથે, યોગીરાજજીએ પોતાની ચેતનાને પ્રેયસીરૂપે કલ્પીને; ચેતન અને ચેતનાના રૂપક દ્વારા સાધના અને ઉપાસનાનો સુભગ સુમેળ સાધ્યો છે. આ પ્રીતમના સંબોધન દ્વારા એઓશ્રીએ પ્રેમ લક્ષણા ભક્તિયોગ સાથે પ્રીતિયોગ ગૂંથવા દ્વારા પ્રથમ સ્તવનથી ઉપાસનાયોગ સહિતના સાધનાયોગનું મંગલાચરણ કર્યું છે. મંદિરમાં ગર્ભદ્વાર એટલે ગભારામાં બિરાજમાન ભગવાન ભક્તને સંક્ત આપે છે, કે જેવો “હું ભગવાન છું એવો જ “તું” પણ ભગવાન છે, તારી જ ભીતરમાં તું છૂપાયેલો છે. એ તારા ભીતરના ભગવાનને તું પ્રગટ કર! - જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. પ્રેમલક્ષણા ભક્તિથી તું જ્ઞાનલક્ષણા ભક્તિને પામ. દર્શનને પામીને જ્ઞાનને પામ !
આ ઉપાસનાયોગમાંથી નિષ્પન્ન થતો સાધનાયોગ છે.
ભગવાનની ભક્તિ કરવી છે, તો તે વ્યક્તિ પ્રીતિ વિના કઈ રીતે સંભવિત બને?. વળી પ્રીતિ પૂર્વે, પ્રીતિપાત્રના પરિચયની પણ આવશ્યકતા રહે છે. ક્રમ એવો છે કે પહેલાં પરિચય થાય, પછી પરિચયમાંથી હૃદયમાં ચાહ એટલે કે પ્રીતિ જાગે અને તે પ્રીતિ જ પછી ભક્તિરૂપે અભિવ્યક્ત થાય. પ્રીતિ એ ભીતરી ચાહના છે અને ભક્તિ એ બાહ્ય દૃશ્યરૂપ વર્તના છે. અર્થાત્ પ્રીતિ એ શ્રદ્ધા છે તો ભક્તિ એ જ્ઞાન અને વર્તનારૂપ
શરીર એ દૂઘનો લોટો છે. આત્મા એ ઘીનો લોટો છે. કોને બયાવશો? કોને સાયવશો?