Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
A
2
કવિવર્ય યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજાએ વર્તમાન ચોવીશીના ચોવીશે ભગવંતોની, ચોવીશ સ્તવનો દ્વારા સ્તવના કરતાં એક એક સ્તવનમાં એક એક વાત ગૂંથી લઈને ભક્ત સાધકને, ભક્તિયોગની સાધનાનો માર્ગ, સાધ્યની પ્રાપ્તિ માટે, કંડારી આપ્યો છે. આ પ્રથમ જિનેશ્વર ભગવંત આદિનાથ દાદાની સ્તવનામાં એઓશ્રીએ “પ્રીતિયોગ” ને ગૂંચ્યો છે. વળી યોગીરાજજીએ પ્રત્યેક સ્તવનમાં તે તે તીર્થંકર ભગવંતના નામમાંથી નિષ્પન્ન થતા ભાવને તે તે સ્તવનામાં વણી લીધા છે અને નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચારેય પ્રકારના નિક્ષેપાથી પ્રભુજીની સ્તવના કરી છે.
પ્રભુ અને પ્રભુતાની પ્રાપ્તિના બે માર્ગ છે. એક સાધના અને બીજી ઉપાસના. સાધનાનો માર્ગ કષ્ટ સાધ્ય છે. ઉપાસના-ભક્તિનો માર્ગ સરળ-સહેલો છે. “દં બ્રહ્માંડરિમ!” – “હું જ પરમાત્મા છું!”. “અનલહક” એટલે કે “હું (ખુદ) જ ખુદા છું !” એ સાધનાના વિકલ્પથી સ્વમાંથી સ્વત્વનું એટલે કે પરમાત્મત્વનું પ્રાગટ્ય કરવાનું છે, જેમાં ખુદની ખુદાઈ કરીને ખુદમાંથી ખુદાને બહાર લાવવાનો છે. એમાં પોતે પોતાના અહંને ઓગાળવાનો છે. જ્યારે ઉપાસનામાં હું કાંઈ જ નથી અને મારા ભગવાન, પરમાત્મા, એ સર્વેસર્વા સર્વ શક્તિમાન્ સર્વેશ્વર છે; એ વિકલ્પથી એને સ્વામીપદે કે પિતાપદે સ્થાપી ઐણભાવથી કે શિશુભાવથી સમર્પિત બની રહીને એ સર્વેસર્વા છે અને એની આગળ “હું કાંઈ જ નથી” એવા લઘુભાવે, અહં રહિત થઈને જાતને જગન્નાથને સોંપીને એનું શરણું સ્વીકારવાનું હોય છે. આ કૃપા પ્રાપ્ય કારુણ્ય મોક્ષ છે તો પૂર્વોક્ત પ્રકાર પુરુષાર્થપ્રાપ્ય સાધનાસાધિત મોક્ષ છે. સાધનામાંપુરુષાર્થમાં તો “હું કરું છું!” મારાથી થાય છે !” એવો કર્તાભાવ રહે
અભય અને વરદ એ બે હાથરૂપ છે અને સુગતિ ને પ્રગતિ એ બે પગરૂપ છે.