Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
[3
- હૃદય નયન નિહાળે જગધણી
છે. ભક્તિમાં-ઉપાસનામાં તો “હું કાંઈ જ કરતો નથી !” ભગવાનથી થાય છે અથવા તો મારા માધ્યમથી ભગવાન કરે છે; એવા અકર્તાના ભાવ હોય છે. ભક્તહૃદયીના ભક્તહૃદયનો ધ્વનિ તો એ છે કે..
ભગવાનને જે મંજૂર તે જ મને મંજૂર !” “ભગવાનની ઇચ્છા તે જ મારી ઈચ્છા !”
ભક્તને દાસ્યભાવ-તહરિભાવ હોય છે.
સાધનામાં ઉપાદાનની પ્રધાનતા છે. ઉપાસનામાં નિમિત્તની પ્રધાનતા છે. દ્રવ્યાનુયોગની અપેક્ષાએ કથનમાં-વ્યવહારમાં નિમિત્તની પ્રધાનતા હોય છે. પણ કાર્યમાં-નિશ્ચયમાં ઉપાદાનની પ્રધાનતા હોય છે. પરમાત્માનું આધિપત્ય સ્વીકારી એના શરણમાં રહેવાથી પછી યોગક્ષેમની જવાબદારી એમની રહે છે, જે પ્રમાણે પત્નીની બધી જ જવાબદારી-યોગક્ષેમ પતિએ અને બાળકના યોગક્ષેમ પિતાએ વહન કરવાના હોય છે.
ઋષભ જિનેસર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ.૧
શબ્દાર્થઃ જિનો (કેવળજ્ઞાની)માં પણ જે ઈશ્વર છે, એવા જિનેશ્વર ઋષભદેવ મારા પ્રિયતમ છે અને એમના સિવાય બીજા કોઈને પણ હું કંત-સ્વામી તરીકે ઈચ્છતી નથી-ચાહતી નથી. એ મારો સાહીબો પ્રસન્ન થાય તો, સંગ-સાથ ક્યારેય છોડે નહિ. સાદિ-અનંત એટલે શાશ્વતકાળ નિભાવે એવો છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ જિનેસરની જગાએ કેટલેક ઠેકાણે જિનેશ્વર શબ્દ પ્રયોગ છે.
ચિંતા કોની કરવાની? સાથેને સાથે રહેનાર આત્માની કે છૂટા પડી જનાર શરીરની ?