________________
શાંતિ શાંતિ શાંતિ.
ગીતાહન ]
[ ૩ જે કેટલાક પ્રસંગ અત્રે લોકો સમક્ષ મૂકવા માગીએ છીએ તે પૈકી કેટલાક પ્રસંગવશાત મહર્વિવર્યના મુખમાંથી લહેરમાં અકસ્માત નીકળેલા હોઈ તે વિષે વિશ્વસનીય ખાત્રા કરીને જ લખેલા છે. અમારે આ પ્રયત્ન મહર્ષિવર્યાની ઘેલી ભકિતમાં ય ભાવાવેશને લીધે મોટું સ્વરૂપ બતાવવાનો નથી, પરંતુ સામાન્યતઃ લખી શકાય તેવી દષ્ટનું અવલંબન કરીને લખવામાં આવ્યું છે. અલબત તેમાં થોડુંક લંબાણ થયું છે, છતાં પ્રસંગે વિલક્ષણ હોવાથી અમોએ એ અતિશયોકિત દોષારોપને પણ સ્વીકાર્ય માન્ય છે.
- એક વખતે બ્રહ્મલેકની સભામાં શ્રીમહર્ષિ વસિષ્ઠછ સર્વ દુઃખેનું નિવારણ કરનારા તત્વજ્ઞાનને ઉત્તમ બાધ આપી રહ્યા હતા, તે સાંભળીને સર્વ સભાસદો એટલા બધા તન્મય બની ગયા હતા, કે તે સભામાં નારદાદિપાલદે સાથે વૈકુંઠાધિપતિ ભગવાન આવીને ઉભા રહ્યાં છતાં, સર્વ સભા પથ્થરની જેમ નિશ્રેષ્ઠ, એટલે રમકડાંની માફક તદન નિશ્ચલ જ હતી, તેઓ સની પિતાના ૫ર સ્વરૂપની સાથે તદાકારતા પ્રાપ્ત થયેલી જોઈ, ભગવાન ઘણું જ હર્ષિત થયા. કેટલાક સમય બાદ બ્રહ્મદેવાદિ સહ સભાસદે સમાધિમાંથી જાગ્રત થવા લાગ્યા. તેમણે સાક્ષાત્ કંઠાધિપતિ ભગવાનને યાં, તેમની ક્ષમા માગી અને પાર્ષદાદિનું પૂજન વગેરે કરી યોગ્ય સત્કાર કર્યો. ભગવાન અતિ પ્રસન્ન થયા હતા અને મહર્ષિ વસિષ્ઠજી પ્રત્યે બાલ્યા: –
હે મસ્વરૂપ વસિષ્ઠ મહર્ષિ ! તમારા બ્રહ્મલેકની સભામાં કહેલા આ બધ વડે કૃતકૃત્ય થઈ આ બધા મારા પરસ્વરૂપની સાથે તદાકાર બની ગયા. ખરેખર આ એક અતિ અદ્દભુત પ્રસંગ છે. મારી સૃષ્ટિ રચનાનું સાર્થક થયું એમ હું માનું છું. જેમાં તમારા જેવા સુપૂતે પાકે છે. ત્યાં દુઃખ કયાંથી હોઈ શકે ? પણ તમને ખબર છે ને? મારા અપરસ્વરૂપનાં કેટલાક પ્રહ્માંડમાં ઘોર કલિયુગની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં આ જ્ઞાન અવતીર્ણ થવાની ખાસ જરૂર છે, કેમ કે તેઓ એટલા બધા અવિવેકી, અવિચારી અને મૂઢ બની ગયા છે, કે સ્વસ્વરૂપની કલ્પનાથી પણ અજ્ઞાત છે અને એટલા માટે જ તેઓ ભયંકર દુઃખે ભગવે છે જો કે એ બધું મારી આજ્ઞાથી અપરસ્વરૂપના નિયંતા ઈશ્વર સ્વરૂપે મેં જ નિયત કર્યું છે, છતાં હે મહર્ષિ ! જેઓ મારી પ્રાપ્તિની ઇચ્છા કરી રહ્યા છે, તેવા મારા ભક્તોના ઉદ્ધારને અર્થે તમારા ગોત્રમાં શુદ્ધ અને પવિત્ર કુળમાં કળિયુગના સુમારે ૫૦૦૦ પાંચ હજાર વર્ષે સંપૂર્ણ થયા પછી હું પોતે જ અવતીણ થઈશ અને ઘણું દેહ દ્વારા મારા ભકતોને ઉદ્ધાર કરી છેવટના દેહ વડે તમેએ કહેલું આ શાન હું ત્યાં અવતીર્ણ કરીશ અને તેઓને દુઃખમાંથી છોડાવીશ. હે સભાસદ અને મહર્ષિગણે! તમારે પણ તે સમયે મારા અંશાવતાર પ્રતિ અંશાવતાર રૂપે અવતીર્ણ થવાનું છે અને બધી સંપૂર્ણ વ્યવસ્થા થઈ રહ્યા પછી મને તે વખતના મારા માનેલા દેહ અને માતાપિતા તેમ જ સંબંધીઓમાંથી શ્રી જગત કાર્ય માટે પ્રસ્થાન કરવા જણાવવાનું છે. હે તાત દત્તાત્રેય ! આ કાય તમારી દેખરેખ નીચે કરવાનું છે, કેમ કે કાલદેશાનુસાર હું તમારી અવધૂત પરંપરાથી જગતમાં વિચરવા માગું છું એ પ્રમાણે કહી ભગવાન એકાએક અંતર્ધાન થયા.
વર્ષો પૂર્વે ખેતીમાં ભાગ બટાઈ કિંવા હળની પદ્ધતિ હતી. સરકાર દ્રવ્યરૂ૫માં દાણુ (મહેસુલ) લેતા ન હતા, પરંતુ પાકે તેમાંથી કરાયેલો હિસ્સે કિંવા હળની સંખ્યાના પ્રમાણુ ઉ૫ર દાણું (મહેસુલ) લેવામાં આવતું હતું. તેને ઈજારો આપવામાં આવતો હતો તે પૈકી ગામ દેવઆળ, છલા અહમદનગરના રહીશ, એક અત્યંત પવિત્ર, સદાચરણી ધર્મપરાયણ વસિષ્ઠ ગેપન્ન બહ્મકુલમાં ઉત્પન્ન થયેલા સુશીલ સંગ્રહસ્થ હતા તેઓ પછી રાજપાને પાત્ર થઈ રાજાના મુખ્ય સલાહકાર ને મંત્રી બન્યા હતા. તેમનાં પત્ની પણ પરમ દેવભક્ત દાની અને વાકસિદ્ધિવાળાં હતાં. તેઓને સંતાન ન હતું અને લગભગ આશા પણ મૂકાઈ હતી. પુત્ર પ્રાપ્તિ માટે ઘણાં વ્રત, તપ, યજ્ઞ, ત્યાગ, દાન વગેરે કર્યા. છેવટે વાનપ્રસ્થ લેવાના ઉદ્દેશથી તેઓએ એક વખતે તીર્થ યાત્રામાં જઈ આવવાનું ઠરાવ્યું અને ત્યાંથી આવ્યા બાદ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરવાનો વિચાર કર્યો તે વખતે હાલના જેવા પ્રવાસનાં સાધન ન હતાં, પણ બીજાં ઘણાં સાધન હતાં.
સમારે બેથી અઢી વર્ષ પર્યત તેમણે તીર્થાટન વગેરે કરી, ચારે ધામની યાત્રા પરિપૂર્ણ કરી પિતાને સ્વસ્થાને આવ્યા અને શ્રી ગણેશજીના સંકષ્ટ ચેાથના વ્રતને આરંભ કર્યો અને તે પણ સૂર્યોદયથી રાતે ચંદ્ર ઊગે ત્યાં સુધી આખો દિવસ ઉભા રહેવાનું અને પછી સ્નાન કરી ગણેશજીનું ધડપચાર પૂજન કરી તેમને જે સવારે ૨ હેવી ચઢાવ્યાં હોય તેટલા ખાઈને પારણું કરવાનું. એવું વ્રત દંપતિએ શરૂ કર્યું. વિનહર્તા ગણેશજી પ્રસન્ન થયા અને લગભગ ૬૦-૬૫ વર્ષની વૃદ્ધાને એકાએક પુનઃ યુવા ધર્મ પ્રાપ્ત થશે અને ગર્ભ ધારણ થઈ. આ વાત જેમના જાણવામાં આવી તેઓ આશ્ચર્ય ચકિત બન્યા પણું ઈશ્વરીય લીલા અગાધ છે. દિનપ્રતિદિન ગર્ભ ઉદ્ધિ થઈ રહી તેમાં