________________
- ઉપદ્યાત :
રોગ થાય. મેં બારિકીથી ઊંડા ઉતરી તપાસ કરી તે આ વાતમાં ભ્રાંતિ લાગી. નબળે માણસ આવા બહાના તળે નીચે ઉતરી જાય છે. મેં વિલાયતમાં સોળ સોળ વર્ષથી રહેનાર મનુષ્ય જોયાં છે. તેઓ મક્કમપણે પાક્કા વેજીટેરીઅન રહી શકે છે. યુરોપીઅનમાં પણ વેજીટેરીઅન ઘણા છે. મતલબ, બધો આધાર પિતાના મક્કમ વિચાર અને નિર્ણય ઉપર છે.
જેવું ખેરાક તેવું દારૂના સંબંધમાં સમજવું. નિયમિત ખોરાક લેનારને દારૂ લેવાની જરૂર પડતી નથી. દારૂનું એક ટીપું લીધા વગર ચલાવી શકાય છે. શિયાળામાં પણ જરાપણુ વાધે આવતું નથી. બાકી જેને હદ છોડવી છે તે તે હિંદમાં પણ અત્યાચાર એવી શકે છે અને કઈ કઈ તેમ કરતા હોય એવું અવારનવાર સંભળાયા પણ કરે છે.
વેજીટેરીઅન છું ” એટલું કહેવાથી સરતું નથી. તે માંસ, મચ્છી, ઇડા કે ચીકન ખાતા નથી એમ સ્પષ્ટ કરવું. આ ચારે વસ્તુનાં નામ બોલવાં. યુરોપમાં ઇડાને વેજીટેબલમાં ગણવામાં આવે છે, મચ્છી કેટલાક વેજીટેરીઅન ખાય છે અને ચીકનને (કુકડાના માંસને) કેટલીકવાર માંસમાં ગણવામાં આવતું નથી.
દરેક રેસ્ટોરાંમાં બ્રેડ બટર ટેસ્ટ બે કે ત્રણ વેજીટેબલ ફૂટ અને કેફી તે જરૂર મળે છે અને લંચ માટે તે પૂરતું ગણી શકાય. દશ મીનિટ બેસીએ તે ચોખા (ભાત) તૈયાર કરી આપે છે. યુરોપમાં દહીં (Youghart અથવા Savre Milk) બહુ સારું લગભગ બધે મળે છે અને ભાત સાથે જરા મીઠું લઈ ખાવામાં અનુકૂળ રહે છે. આ સિવાય બીજી અનેક વાનીઓ અનુભવીને પૂછી તૈયાર કરાવી શકાય છે. મને મળ.
બાકી મુસાફરીમાં જરા સહન કરતાં શીખી જવું. સહજ ડું વહેલું થઈ જાય તે ગભરાવું કે અકળાવું નહિ. પિસા પૂરતા રાખવા અને જરા ઉદારતા રાખવી એટલે મુસાફરીમાં કોઈ વાંધો નહિ આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com