________________
I
આપણે ધર્મ
આપણા કેટલાક વાચકોને ધર્મ સંબધી-ખરી, બેટી, ગમે તેવી-ચર્ચા શિવાય અન્ય વિષય ભાગ્યે જ ગમે છે; તેમ બીજા કેટલાકને ધર્મના નામથી જ કંટાળે ઊપજે છે. અમને ભય રહે છે કે જેઓ તરફથી આ નવીન પત્ર [ વસનત ] નો સત્કાર થવા સંભવ છે તેમાં કેટલોક ભાગ આ બીજા વર્ગમાં પડે છે. તથાપિ અમે આ પત્રમાં ધર્મનો વિષય ચર્ચવા નિશ્ચય કર્યો છે; અને અમે આશા રાખીએ છીએ કે દરેક વિચારવન્ત દેશહિતૈષી અમારે આ નિશ્ચય પસંદ કરશે. અમારે નમ્ર અભિપ્રાય છે કે આપણું શાળાઓમાં ધાર્મિક શિક્ષણના અભાવને લીધે અનેક અનર્થો ઊપજ્યા છે. આપણું મને બળ, આપણે સ્વાર્થત્યાગ, આપણું આશાઓ, એ સર્વ શિથિલ અને મન્દ થઈ પડ્યાં છે, એનું એક મુખ્ય કારણ ધાર્મિક શિક્ષણને અભાવ એ જ છે. જેમ આત્મા એ શરીરથી ભિન્ન છતાં શરીરના અણુઅણુમાં વ્યાપી રહીને શરીરને ચિતન્ય અપે છે, તેમ ધર્મ એ મનુષ્યની સર્વ ઐહિક પ્રવૃત્તિઓથી વિલક્ષણ હેવાની સાથે, સર્વને અન્તમાં પ્રવેશ કરીને એમને ચૈતન્ય અપે છે; અથત, એમનામાં જ્ઞાન, રસ, યે, બળ, અને ગતિ પૂરે છે. માટે આ પત્રમાં બીજા અનેક વિષયના આધાર અને જીવન રૂપે ધર્મની ચર્ચા કરવી આવશ્યક ધારી છે. આજરોજ આ વિષયના મંગલાચરણ તરીકે (૧) ધર્મ એ મનુષ્ય આત્મા સાથે શું સંબંધ ધરાવે છે, અને (૨) આપણું ધર્મમાં ઉત્તમ ધર્મનાં લક્ષણો કેવો રહેલાં છે એ બે વિષયો ઉપર થોડુંક બેલવા ઇચ્છીએ છીએ. આગળ ઉપર એ વિષયનું અધિક સ્પષ્ટીકરણ કરીશું.
૧, “ધર્મ' એ મનુષ્યને સ્વભાવસિદ્ધ છે, તથા આવશ્યક છે. જગલી પ્રજામાં પણ ધર્મ હોય છે એટલું જ નહિ પણ પિતાને નાસ્તિક કહેવડાવવાનું અભિમાન ધરાવનાર મનુષ્ય પણ વસ્તુતઃ ધહીન હોય એમ બની શકતું નથી. વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ, તેનું જ ટુંકું નામ ધર્મ છે, એટલે જ્યાં જ્યાં વ્યવહાર ત્યાં ત્યાં ધર્મ એ નિયમ સ્વતસિદ્ધ છે. ત્યારે