Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001022/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી મુનિસું દરસૂરિવરચિત અ વ્યા તમે ક૯૫મ વિવેચક : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા શ્રી મ હા વીર જૈ ન વિ દ્યા લ ય ગા વા ળિયા 2ક રે ડ, મું" બ ઈ- ૨૬ For Private & Personal use Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળા, ગ્રંથાંક ૧ શ્રી મુનિસુંદરસૂરિવિરચિત અધ્યાત્મ કલ્પદ્રુમ વિવેચનકાર સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા બી. એ., એલ એલ. બી., સેલિસીટર અને નટરી પબ્લિક ૬ શ્રી મહાવીર જે ન વિ ઘા લ ય ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જયંતીલાલ રતનચંદ શાહ શ્રી જગજીવન પટલાલ શાહ ડો. રમણલાલ ચીમનલાલ શાહ માનદ મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, (ગોવાળિયા બેંક રેડ) મુબઈ-૪૦૦૦૧૬ સાતમી આવૃત્તિ વિ. સં. ૨૦૪૨, અષાઢ વીરનિર્વાણ સંવત ૨૫૧૨ ઈ. સ. ૧૯૮૬-જુલાઈ કિંમત પચીશ રૂપિયા મુદ્રક : જસવંતલાલ ગીરધરલાલ શાહ શ્રી પાર્શ્વ પ્રિન્ટરી ૧૪૭, તે બળીને ખાં, દેશીવાડાની પળ અમદાવાદ ૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી “અધ્યાત્મકલ્પદ્રુમ' એ પૂ.આ. શ્રી મુનિસુંદરસૂરિજી મ. સા.ની અધ્યાત્મ વિષયની અણમોલ કૃતિ છે. જીવનમાં આધ્યાત્મિક શાન્તિને પ્રસાર થાય અને જીવન વિશુદ્ધતર અને ઉન્નત બને તે શુભ-આશયથી શ્રી મતીચંદભાઈએ આ ગ્રંથનો અનુવાદ તથા તેનું વિવેચન લખેલ છે. આજ સુધીમાં આ ગ્રન્થની છ આવૃત્તિઓ બહાર પડેલ છે. અધ્યાત્મ જેવા શુષ્ક વિષયમાં આવો વિશાળ જન આદર ઉત્પન્ન કરવાનો યશ સ્વ. શ્રી મોતીચંદભાઈ કાપડીયાની અસાધારણ લેખનકલાની સિદ્ધિને આભારી છે. ઉલટભેર આવકાર પામતા આવા ગ્રંથનું પ્રકાશન એ અમારું પરમ સૌભાગ્ય છે અને તેથી જ આ ગ્રંથની સાતમી આવૃત્તિ પ્રગટ કરતાં અમે અતિ હર્ષ સાથે ગૌરવ અનુભવીએ છીએ. આ ગ્રંથનું મુદ્રણ શરૂ થતાં જ તેની માંગ શરૂ થઈ ગઈ છે જે સામાન્ય વાચક વર્ગની આવા સાહિત્ય પ્રત્યેની સુરુચિ તથા જિજ્ઞાસાનું પ્રતીક છે. જે કે આના પુનઃ પ્રકાશનમાં છેડો વિલંબ થયે છે છતાં અમને ક્ષમા આપી આવા સાહિત્યનો ચાહકવર્ગ આ પ્રકાશનને જરૂર અંતરના આગ્રહથી આવકારશે. આ આવૃત્તિના મુદ્રણ અંગે સંસ્થાની સાહિત્યપ્રવૃત્તિ સાથે વર્ષોથી નિકટપણે સંકળાયેલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પિતાની અસ્વસ્થ તબીયત હોવા છતાં મુદ્રણકાય સુઘડ અને ઝડપી થાય તે માટે સતત કાળજી રાખી છે તે બદલ અમે અન્તઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. જે કે આ ગ્રંથના પુનઃ પ્રકાશન સમયે શ્રી રતિલાલભાઈ આપણે વચ્ચે હાજર નથી તે બદલ અમે ખૂબ દુ:ખ અનુભવીએ છીએ. આ પુસ્તકનું સ્વરછ અને સુઘડ મુદ્રણ અમદાવાદની શ્રી પાશ્વ પ્રિન્ટરીએ કરી આપ્યું, તેના પ્રફરીડિંગનું કાર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ અને બાઇન્ડિંગ ભગવતી બાઇડિંગ વર્કસવાળા શ્રી નાનાલાલ વ્યાસે કરી આપ્યું છે, જે બદલ તેઓ પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ. ઓગસ્ટ ક્રાંતિ માર્ગ શ્રી જયંતિલાલ રતનચંદ શાહ મુંબઈ-૪૦૦૦૩૬ શ્રી જગજીવન પિપટલાલ શાહ ચૈત્ર સુદ ૧૩ ડો. રમણલાલ ચીમનલાલ શાહ તા. ૩-૬–૧૮૬ મંત્રીઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન • • • - અનુક્રમણિકા સૌહાર્દમૂતિ સદગત મોતીચંદભાઈ (શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા) પ્રથમવૃત્તિની પ્રસ્તાવના દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના .. તૃતીયાવૃત્તિનું નિવેદન તથા શુદ્ધિપત્રક ... પૂર્વ પ્રકાશકીય . વિવેચકને ઉપોદઘાત ગ્રંથકારકૃત ઉદ્દઘાત પ્રથમાધિકાર–સમતા દ્વિતીય અધિકાર-સ્ત્રી મમત્વમોચન તૃતીય અધિકાર-અપત્યમમત્વમોચન ચતુર્થ અધિકાર-ધનમમત્વમેચન પંચમ અધિકાર-દેહમમત્વમેચન ષષ્ઠ અધિકાર-વિષયપ્રમાદિત્યાગ સપ્તમ અધિકાર–કષાયત્યાગ અષ્ટમ અધિકાર– શાસ્ત્રાભ્યાસ નવમ અધિકાર–મનોનિગ્રહ દશમ અધિકાર–વૈરાગ્યોપદેશ એકાદશ અધિકાર-ધર્મશુદ્ધિ... દ્વાદશ અધિકાર-ગુરુશુદ્ધિ ... દશ અધિકાર–યતિશિક્ષા ચતુર્દશ અધિકાર–મિથ્યાત્વાદિનિરોધ પંચદશ અધિકાર–શુભ વૃત્તિ ડશ અધિકાર–સામ્યસર્વસ્વ મુનિરાજ શ્રી રંગવિજયજીકૃત ચોપાઈ .. અધ્યાત્મકલ્પદ્રુમના મૂળ લોકને અકારાદિ અનુક્રમ ૧ થી ૧૦ .. ૧૧ થી ૬૪ ૬૫ થી ૭૩ ૭૪ થી ૭૭ ૭૮ થી ૮૮ . ૮૯ થી ૯૭ - ૯૮ થી ૧૦૮ • ૧૦થી ૧૪૪ ૧૪૫ થી ૧૬૨ - ૧૬૩ થી ૧૮૩ ... ૧૮૪ થી ૨૨૧ ... ૨૨૨ થી ૨૩૮ .. ૨૩૯ થી ૨૬૨ .... ૨૬૩ થી ૩૨૨ .... ૩૨૩ થી ૩૪૮ • ૩૪૯ થી ૩૬ ..૩૬૨ થી ૩૭૧ ૩૭૨ થી ૩૯૬ ... ૩૯૭ થી ૪૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઓ મૉલીચંદ પારધરલાલ કાપડૅ (જન્મ: ના ૭-૧ણ- ૧૮૭૯, ભાવનડોર અવસાન તા. ર9-૩-૧૯૫૧ મુંબઇ) Page #7 -------------------------------------------------------------------------- ________________ परोपकाराय सतां विभूतयः । સૌહાર્દ મૂતિ સદ્ગત શ્રી માતીચંદ્રભાઈ [સ્વર્ગસ્થ શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાની ઉજ્જવળ જીવન-કારકીદીને સંક્ષેપમાં રજૂ કરતા, તા. ૧-૪-૫૧ના ‘ પ્રમુદ્ધ જૈન માં પ્રસિદ્ધ થયેલા શ્રી પરમાનંદ કુ ંવરજી કાપડિયાને લેખ નીચે સાભાર ઉદ્ધૃત કરવામાં આવે છે. પ્રકાશક ] જન્મકાળથી માંડીને આજ સુધી જેના તરફથી અખંડ સ્નેહ-વાત્સલ્યનું હું અનુપાન કરતા આવ્યા છું, જેના મારી ઉપર અતિ ઉપકારી છે, તેવા એક અતિ નિકટવર્તી સ્વજનનું પરલેાકગમન અંગત રીતે કોઈ કાળે પણુ ન પુરાય એવી ખાટ પેદા કરે જ છે; પણ સાથે સાથે તટસ્થ દૃષ્ટિએ વિચાર કરુ છું ત્યારે પણ શ્રી માતીચંદભાઈના જવાથી સમાજને પડેલી ખેાટ કાંઈ નાનીસૂની નથી, એમ લાગ્યા વિના રહેતું નથી. શ્રી માતીચંદભાઈ ના જન્મ તા. ૭-૧૨-૧૮૭૯માં ભાવનગર ખાતે થયેલા અને બી. એ. થતાં સુધી તેમણે ભાવનગરમાં જ જીવન પસાર કરેલુ. એલ.એલ.ખી. ના અભ્યાસ માટે તેઓ મુખઈ આવ્યા અને ૧૯૧૦માં તેમણે સેલિસિટરની પરીક્ષા પસાર કરી; અને તેમના મિત્ર શ્રી દેવીદાસ જેકિસનદાસ દેસાઈ પણ એ જ અરસામાં સેાલિસિટર થયેલા, તેમની સાથે મળીને મેસસ માતીચંદ્ર એન્ડ દેવીદાસ એ નામની સેાલિસિટરની પેઢીની સ્થાપના કરી. તેમના પિતા એક ધનિષ્ઠ કુશળ વ્યાપારી હતા. તેમના કાકા એટલે મારા પિતા, જે જૈન સમાજની બહુ જાણીતી વ્યક્તિ હતા, તેમના ખાળામાં જ તે ઊછરેલા અને તેમની પાસેથી જ તેમણે ઊંડા ધાર્મિક સંસ્કારો અને ધર્મ સાહિત્યમાં ઊડી અભિરુચિ પ્રાપ્ત કરેલી. સોલિસિટરની કારકીર્દિ શરૂ કર્યાને આજે ચાલીશ વર્ષ પૂરાં થવા આવ્યાં. આ ચાલીશ વર્ષ દરમિયાન તેમણે એક ધધાદારી સેાલિસિટર તરીકે તા સારી નામના મેળવી, પણ એ ઉપરાંત જાહેર જીવનનાં અનેક ક્ષેત્રમાં તેમણે પ્રવેશ કર્યો અને દરેક ક્ષેત્રને અનેકવિધ સેવાઓ વડે તેમણે શે।ભાળ્યુ. જૈન સમાજની તે એક પણ એવી પ્રવૃત્તિ નથી કે જેને તેમણે જીવન સમપ્પુ ન હોય અને જેમાં તેમણે મહત્ત્વના ફાળા આપ્યા ન હાય, જૈન સમાજમાં પણ જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક વિભાગ એ તેમની સેવાનું વિશિષ્ટ ક્ષેત્ર હતુ. આ વિભાગની એ મુખ્ય પ્રવૃત્તિઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને જૈન શ્વે. મૂ. કાર્ન્સ સાથે તા તેમનું નામ સદાને માટે જોડાયેલુ રહેશે. મુ ખઈમાં કાલેજમાં ભણતા વે. મૂ. વિભાગના વિદ્યાથી એને રહેવા-ખાવાની કાઈ સગવડ નહાતી. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી તેમણે અને તેમના બીજા કેટલાએક સહ-કાર્ય કર્તાઓએ અ. ક. ૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ સાથે મળીને સન ૧૯૧૬ની સાલમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી. આ સંસ્થાના પ્રારંભથી જ તેઓ મંત્રી હતા, તે ગયા વર્ષે જ, પોતાની બગડેલી શારીરિક સ્થિતિના કારણે, રાજીનામું આપીને તે જવાબદારીથી તેઓ મુક્ત થયા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તેઓ માત્ર મંત્રી જ નહોતા, પણ એક પ્રાણપૂરક આત્મા હતા. એ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ વ્યવસ્થાનું વહીવટી કાર્ય ઉત્તરોત્તર વધારે ને વધારે જટિલ થતું ગયું. બીજી બાજુ આ સંસ્થાના ચાલુ સંચાલન માટે દ્રવ્યની અપેક્ષાને કોઈ છેડો જ નહતો. અણઘડ શ્રીમાને પાસેથી પૈસા મેળવવા એ કપરામાં કપરું કામ હતું. માન-અપમાનને જેને સવાલ ન હોય તેનાથી જ આ કામ થઈ શકે. ધક્કા ખાવાનો જેને કંટાળો હોય તે આવા કામ માટે નાલાયક ગણાય. પ્રારંભનાં વર્ષોમાં સદ્દગત શેઠ દેવકરણ મૂળજી, શેઠ મોતીલાલ મૂળજી વગેરે સાથીઓને સાથે લઈને સંસ્થાના ફંડ માટે તેઓ ઘેર ઘેર ભટકથા છે; અનેકનાં અપમાન અને જાકારે તેમણે સહન કર્યા છે; તે કામમાં તેમણે નથી જોયો દિવસ કે નથી જોઈ રાત શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ તેમની વીશે કલાકની ચિંતાનો વિષય હતે. આ સંસ્થા માંથી આજ સુધીમાં સંખ્યાબંધ વિદ્યાથીઓ પસાર થયા છે અને સાંસારિક જીવનમાં સારાં સારાં સ્થાન ઉપર ગોઠવાયા છે. સંસ્થા પણ આજે ખૂબ વિકાસ પામી છે અને તેની અનેક શાખા-પ્રશાખાઓ નિર્માણ થઈ ચૂકી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ તેમની ૩૪ વર્ષની અખંડ તપસ્યાનું એક મૂર્તિમન ચિરંજીવી સ્મારક છે. આવી જ રીતે શ્રી જૈન . મૂ. કેન્ફરન્સને અનેક પ્રતિકૂળ ત વચ્ચે જીવતી અને વેગવી રાખવા માટે તેમણે પારવિનાનો પ્રયાસ કર્યો છે, અને તે ખાતર પણ સમાજના સ્થિતિચુસ્ત વર્ગને અવારનવાર સામનો કર્યો છે. તેમના દિલમાં કોન્ફરન્સ માટે ભારે ઊંડી લાગણી હતી. જૈન સમાજને ટકવા માટે કોન્ફરન્સ સિવાય બીજો કેઈ આરે નથી એમ તેઓ માનતા હતા અને જૈન સમાજના મોટા વર્ગની આ બાબતને લગતી ઉદાસીનતા તેમને ખૂબ ડંખતી હતી. કેન્ફરન્સના પ્રારંભથી તે ચારેક વર્ષ પહેલાં મુંબઈમાં કોન્ફરન્સનું અધિવેશન ભરાયું ત્યાં સુધી એ સંસ્થાનું તેઓ અગ્રસ્થાને રહીને કાર્ય કરી રહ્યા હતા, સમયના પરિવર્તન સાથે તેમના વિચારે અને વલણમાં પણ ઉત્તરોત્તર પરિવર્તન થયે જ જતું હતું અને એક વખત, આટલી બધી અંગ્રેજી કેળવણી છતાં, અપ્રતિમ શ્રદ્ધાળુ જૈન તરીકેની જેમણે ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવેલી, તેમની ધર્મશ્રદ્ધા તે જીવનના અન્ત સુધી એટલી જ જળવાઈ રહેવા છતાં અનેક સામાજિક તેમ જ ધાર્મિક પ્રશ્નો પર તેમનાં બદલાતાં જતાં વલણેને અંગે સ્થિતિચુસ્ત વર્ગની યાદીમાંથી તેમનું નામ લગભગ રદ થવા પામ્યું હતું. આમ વિચારક્ષેત્રમાં વ્યાપક અવલોકન અને અનુભવના અંગે ચાલુ પરિવર્તન થતુ રહેવા છતાં સામાજિક કાર્યોમાં તેમનું વલણ અને કાર્યપદ્ધતિ હંમેશાં સમાધાનની Page #9 -------------------------------------------------------------------------- ________________ રહેતી. તેઓ વિચાર કરતાં કાર્યને વધારે મહત્ત્વ આપતા, સમાજના વિવિધ કોટિના થા સાથે હળીમળી ચાલવું, કોઈને લેશ પણ દુઃખ થાય એમ ન ખેલવુડ કે વવું અને જે સસ્થાઓનુ` એમના હૈડે હિત વસ્યું હતુ. એ સંસ્થાના ઉત્કર્ષ કેમ થાય અને આર્થિક લાભ કેમ થાય એ ધેારણે સૌ સાથે કામ લેવું, એ એમની સહજ વૃત્તિ હતી. ખાંધછેાડ કરવી અને સમાધાન સાધતા રહેવું, જૂના વગને સભાળવા અને નવા વર્ગ સાથે સપર્ક ચાલુ રાખવા આ તેમની કાય નીતિ હતી અને કોઈ પણ શુભ કાર્ય માં—પછી તે કામી હ।, સાંપ્રદાયિક હા કે રાષ્ટ્રિય હો— પોતાથી ખને તેટલા મદદરૂપ થવુ આ તેમની જીવન-એષણા હતી. તેમના હાથે સામાજિક ક્ષેત્રે અનેકવિધ સેવાઓના જે ફાળા નાંધાયા છે તેના પાયામાં આ જ તેમની જીવનદૃષ્ટિ હતી. સતત વિકાસશીલ તેમનુ માનસ હતુ. અને સતત વિકસતી જતી તેમની જાહેર પ્રવૃત્તિ હતી, સેાલિસિટરના ધંધામાં સ્થિર-પ્રતિષ્ઠિત થયા બાદ તેમની દૃષ્ટિ મુંબઈની મ્યુનિસિપલ કે।ર્પોરેશન તરફ વળી. તેમાં તે ૧૯૨૮ની સાલમાં પહેલી વાર ચૂંટાયા. મુ`બઈની કાર્પોરેશનને છૂટીછવાઈ મળીને ૧૫ વર્ષની તેમણે સેવા આપી. બીજા વિશ્વયુદ્ધના કાળ દરમિયાન, જ્યારે ખીજા રાષ્ટ્રસેવક જેલમાં હતા ત્યારે, મ્યુનિસિપલ કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી તેમણે કાર્ય કરેલું. શરૂઆતના જીવનમાં રાજકારણમાં તેએ આછે રસ લેતા અને પેાતાના ખચત સમયના મેાટા ભાગે કોમી પ્રવૃત્તિઓને લાભ આપતા. પણુ દેશમાં ઊઠતાં ઉગ્ર રાજકીય આંદોલનાથી તેમના જેવા સેવાનિષ્ઠ આત્મા કેમ મુક્ત રહી શકે ? પરિણામે ૧૯૩૦-૩૨ ની લડત દરમિયાન તેમના ભાગે બે વર્ષના જેલવાસ આબ્યા, જે તેમણે સહર્ષ સ્વીકારી લીધા. મુખઈની પ્રાન્તિક કોંગ્રેસ ક્રમીટીમાં પણ તેએ અવારનવાર ચૂંટાતા રહ્યા. આ રીતે બિનકામી એવાં અનેક કાર્યક્ષેત્રા તરફ તેઓ આકર્ષાતા રહ્યા. આ તો આપણે તેમના જીવનના કર્માંચાંગની કેટલીક ખાખતા ચી, પશુ જેવા ઉજ્જવળ તેમના કમ યાગ હતા તેવા જ ઉજ્જવળ તેમના જ્ઞાનયેાગ હતા. તેમનુ' વાંચનક્ષેત્ર અતિ વિશાળ હતું અને તેમાં પણ જૈન સાહિત્ય તેમના ઊંડા અવગાહનના વિષય હતા સાહિત્યવાચનના, અને તેટલાં સામયિક પત્રા જોતાં રહેવાના, તેમને નાનપણથી ખૂબ શેાખ હતા. સાથે સાથે લેખનપ્રવૃત્તિ તખ્ તે વિદ્યાથી અવસ્થામાં હતા ત્યારથી વળેલા. ભાવનગરમાં મારા પિતાએ બહુ નાની ઉમ્મરમાં સ્થાપેલી જૈન ધર્મ પ્રસારક સભા આજે પણ વિદ્યમાન છે અને તે સભા તરફથી આજથી લગભગ ૬૭ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ જૈન ધમ પ્રકાશ' નામનુ માસિક આજે પણ ચાલે છે. આ માસિકમાં તેમણે લખવુ. શરૂ કરેલુ.. ત્યારબાદ તેમનાં લખેલાં પુસ્તકા ઉત્તરાત્તર પ્રગટ થવા લાગ્યાં. કેટલાંય વર્ષોથી તેઓ હમેશા સામાયિક કરતા હતા. આ સામાયિકના સમય માટા ભાગે તેએ લખવામાં પસાર કરતા હતા. આજે તેમનુ લખેલુ' જે અડાળું સાહિત્ય આપણી આંખ સામે પડયું છે તે તેમના નિત્ય સામાયિકનુ' જ સ`ચિત ફળ આપે છે. " Page #10 -------------------------------------------------------------------------- ________________ તેમનાં લખાણેને માટે ભાગ જાણીતા જૈનાચાર્યોની વિશિષ્ટ કૃતિઓનાં સવિસ્તર વિવેચનમાં રોકાયેલ છે. અધ્યાત્મ અને વૈરાગ્યપ્રેરક સાહિત્ય તરફ તેઓ મૂળથી જ ઢળેલા હતા. એટલે વિવેચન માટે પસંદગી પણ તેઓ આ ઢબના સાહિત્યની જ કરતા. સૌથી પ્રથમ શ્રી મુનિસુન્દરસૂરિએ રચેલ “અધ્યાત્મકલ્પદ્રુમ” ઉપરનું તેમનું વિવેચન સન ૧૯૦૯ માં પ્રગટ થયું અને એ અત્યન્ત લોકપ્રિય બન્યું. ત્યાર પછી “આનંદઘન પદ્ય રત્નાવલિ'ને પહેલો ભાગ બહાર પડયો. આ દળદાર ગ્રંથમાં શ્રી આનંદઘનજીનાં પચાસ પદનું સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. જૈન મુનિ સિદ્ધર્ષિગણિએ રચેલ ઉપમિતિભવપ્રપંચા કથા સંસ્કૃત ભાષાસાહિત્યને એક ભવ્ય ગ્રંથ છે. તેને આઘન્ત અનુવાદ ત્રણ ભાગમાં તેમણે બહાર પાડશે. તેમાંના એક ભાગમાં સિદ્ધર્ષિના જીવન અને સાહિત્યની અતિ વિસ્તૃત અને અિતિહાસિક સમાલોચના કરવામાં આવી છે. શાન્ત સુધારસ નામના વૈરાગ્યરસપ્રધાન ગેય મહાકાવ્યનું તેમણે ઉલ્લાસભર્યું વિવેચન પ્રગટ કર્યું. ડે. બુલરે લખેલા શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રને તેમણે અનુવાદ કર્યો. આ ઉપરાંત જૈન દષ્ટિએ યાગ, નવયુગને જૈન, યશધરચરિત્ર, મોતીશા શેઠનું ચરિત્ર, બહોત ગઈ ઘેડી રહી આવાં તેમણે લખેલાં અનેક નાનાં-મોટાં પુસ્તકે આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૪૮ના ઓગસ્ટ માસ દરમિયાન તેમની ઉપર માંદગીનો માટે હુમલે આવ્યા અને તેમાંથી ઊગર્યા તો ખરા, પણ એ માંદગીએ તેમનાં સર્વ ગાત્રો શિથિલ કરી નાખ્યાં. અને બહારની પ્રવૃત્તિઓ ચલાવવાની તાકાત તેઓ ગુમાવી બેઠા. પરિણામે ધંધાદારી તેમ જ જાહેર જીવન-ઉભયમાંથી તેમણે નિવૃત્તિ સ્વીકારી લીધી. પણ તેમની લેખનપ્રવૃત્તિ તે જીવનના અન્ત ભાગ સુધી અખંડ ચાલુ જ રહી. ત્યારથી અવસાન સુધીના અઢી વર્ષના ગાળા દરમિયાન “પ્રશમરતિ” નામના જાણીતા ધર્મગ્રંથ ઉપર તેમણે સવિસ્તર વિવેચન લખ્યું. શ્રી આનંદઘનનાં બાકીનાં પદ અને વીશી ઉપર આનંદઘન પદ્યરત્નાવલીના ધોરણે વિવેચન લખી આનંદઘનને લગતું પિતાનું કાર્ય પૂરું કર્યું. છેલ્લા છ આઠ મહિના પહેલાં મહાવીર સ્વામીનું સવિસ્તર ચરિત્ર લખવાની તેમણે યેજના વિચારી. આ યોજના મુજબ તેમની ઈચ્છા મહાવીર સ્વામી વિષે જે કાંઈ કાવ્ય, સ્તવને, ભજનો રચાયાં હોય તે સર્વને એક ગ્રંથાવલિમાં સંગ્રહીત કરવાની હતી. આ ગ્રંથાવલિની યોજનાને તેમણે પચીસ ભાગમાં વહેંચી નાંખી હતી. તેમાંથી મહાવીર સ્વામીના પૂર્વભવને લગતે પહેલે વિભાગ તેમણે પૂરો કર્યો હતો અને બીજો વિભાગ અવસાન પૂર્વે ચેડા સમય પહેલાં શરૂ કર્યો હતે. આમ તેમનું અપ્રગટ સાહિત્ય ડાબંધ પડેલું છે અને પ્રગટ સાહિત્યમાંના ઘણા ખરા ગ્રંથે આજે ઉપલબ્ધ નથી. - તેમના લેખનસાહિત્યને સમગ્રપણે વિચાર કરતાં માલૂમ પડે છે કે તેઓ આમજનતાના માનવી હતા અને તેમની આંખ સામે પણ ઓછું ભણેલી અને કમ-સમજણવાળી ભદ્ર જનતા હતી, તેમને ધર્મમાગે, અધ્યાત્મના પંથે, વૈરાગ્યના રસ્તે વાળવાની તેમના Page #11 -------------------------------------------------------------------------- ________________ દિલમાં ઊંડી તમન્ના હતી. પરિણામે એકની એક વાત ફરી ફરીને કહેતાં, એક જ તત્વને ભિન્ન ભિન્ન સ્વરૂપમાં રજૂ કરતાં, તેઓ કદી થાકતા નહોતા. ધર્મકથામાં પુનરુક્તિ એ દોષ નથી એમ તેઓ માનતા. સામાન્ય જનતા ટૂંકામાં ન જ સમજે એ તેમને અનુભવ હતે. પરિણામે તેમની લેખનશૈલી સાદી, સરલ, જાતજાતના ટુચકાઓથી ભરેલી અને પ્રસ્તુત વિષયને સાધારણ રીતે વિસ્તારથી આલેખવા તરફ સદા ઢળતી રહેતી. જેને ધર્મસાહિત્ય સાથે કરશે સંબંધ નહિ એવાં-ન્યુરોપનાં સંસ્મરણે, વ્યવહારકૌશલ્ય, વ્યાપારકૌશલ્ય, સાધ્યને માર્ગો જેવાં–પુસ્તક પણ તેમણે લખ્યાં છે, પણ પ્રમાણમાં તે બહુ જૂજ. આમ જ્ઞાન અને કમગ-બને દિશાએ અનેક પ્રવૃત્તિઓથી ખીચો ખીચ ભરેલું, સેવામાગે વિચરતા સૌ કોઈને અનુકરણ ગ્ય, વ્યવહાર અને આદર્શને સુન્દર સમન્વય રજૂ કરતું લાંબું જીવન વટાવીને તેઓ આજે અન્ય લોક પ્રતિ સિધાવ્યા છે અને ચિર સ્મરણીય સુવાસ મૂકતા ગયા છે. સામાન્ય સગોમાંથી એકસરખી ધર્મનિષ્ઠાપૂર્વક આગળ વધતે વધતે એક માનવી જીવનના અને સંચિત સેવાકાર્યોને કેવડો માટે સરવાળો મૂકી જઈ શકે છે તેને શ્રી. મોતીચંદભાઈના જીવન ઉપર નજર નાખતાં ખ્યાલ આવે છે અને તેમાંથી આપણને અનેક પ્રેરણા મળે છે. તેમના ગુણને વિચાર કરીએ છીએ તે સૌથી મટે ગુણ તેમને અપ્રતિમ આશાવાદ આપણી આંખ સામે તરી આવે છે. તેમને આશાવાદ અતિરેક તરફ તો નથી ઢળી જતે, એમ મને ઘણી વાર પ્રશ્ન થતા, પણ તેમના સર્વપુરુષાર્થનું ઊગમસ્થાન તેમને એ અસાધારણ આશાવાદ જ હતો એમાં કોઈ શક જ નથી. જ્યારે કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતિને અંગે અન્ય સર્વ અત્યન્ત નિરાશ બની બેઠા હોય, ત્યારે તેમની નજર તેમાંથી પણ કઈ નાનું સરખું આશાપ્રેરક કિરણ પાડતી અને પિતાનું નાવ પૂરા ઉત્સાહપૂર્વક તેઓ હંકારી મૂકતા. બીજા જ્યારે પ્રતિકૂળ સંગોને જ સરવાળે કર્યા કરે ત્યારે તેઓ અનુકુળ સગો ઉપર જ ખૂબ ભાર મૂકે અને જે છે તેમાં પૂર આનંદ, ઉલાસ અનુભવે અને તેમાંથી આગળ ને આગળ ચાલતા રહેવાની પ્રેરણા મેળવે. તેમનો બીજો એક વિશિષ્ટ ગુણ તેમની પ્રકૃતિને વરેલું ઉમદા પ્રકારનું સૌહાર્દ હતું. મરતાને પણ મર ન કહેવું એ તેમનો સ્વભાવ હતે. નાના-મોટા સૌ કોઈને દિલના ઉમળકાથી બોલાવે, કોઈનું પણ કામ કરી છૂટવામાં આનંદ માને, સમાજહિતકારી સર્વ કઈ પ્રવૃત્તિઓ વિષે હાર્દિક સહાનુભૂતિ ધરાવે, અને જ્યાં જેટલો પિતાને હાથ લંબાવી શકાય ત્યાં તેટલે લંબાવવામાં જરા પણ પાછી પાની ન કરે. જૈન ધર્મ પ્રત્યે અપ્રતિમ અનુરાગ તથા શ્રદ્ધા હોવા છતાં અન્ય ધર્મ કે સંપ્રદાય પ્રત્યે લેશ પણ અનાદર ન ચિન્ત–આ તેમનામાં રહેલાં અખૂટ સૌહાર્દનાં જ વ્યક્ત સ્વરૂપે હતાં. આગન્તુક મિત્રે, સ્વજને, સ્નેહીઓ તેમ જ સહધર્મીઓનું આતિથ્ય કરવામાં તેમની ઉદારતાને કઈ સીમા નહતી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું, અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મેટી ચાવી હતી. ૬૯મા વર્ષે તેમને મેટી માંદગી આવી તે પહેલાં થાક શું તે તેમણે કદી જાણ્યું ન હતું. સવારના છ વાગ્યે ઊઠે ત્યારથી રાતના અગિયાર વાગ્યે સૂવે ત્યાં સુધી કામ, કામ ને કામ. ધંધાદારીનું કામ તો સૌ કોઈ કરે, પણ બાકીને વખત પણ આને મળવાનું છે, અની પાસે ફંડફાળા માટે જવાનું છે, આજે અહીં ભાષણ આપવાનું છે, કાલે ત્યાં સભામાં જવાનું છે, આજે આ સંસ્થામાં મેનેજીંગ કમિટિની સભા છે, વળી લગ્નમરણના પ્રસંગે સંભાળવાના હોય જ. આ ઉપરાંત છાપાંઓ, તેમ જ પુસ્તકનું વાંચન ચાલુ, કઈ પણ બાબતમાં પાછળ રહી જવું પરવડે જ નહિ. ઘણી વાર કોંગ્રેસ પ્રચાર નિમિત્તે એક જ રાત્રે ત્રણ ત્રણ ઠેકાણે ભાષણ કરવા જવાનું હોય અને તે પણ કોઈ પિતાના ઘરની મેટરમાં નહિ. આમ છતાં પણ એમની વિચારણમાં થાકની લાગણીને કઈ અવકાશ જ નહતો. કલબજીવન તરફ તે તેમણે કદી નજર સરખી કરી નહોતી. એશઆરામ શું તે તેમણે કદી જાણયું નહોતું. તેમને વિધુર થયાને આજે વીશ વર્ષ ઉપર થવા આવ્યાં. આમ છતાં વિધુર જીવનનું એકલવાયાપણું શું તે તેમણે કદી જાણ્યું નહોતું કે બીજા કેઈને જણાવા દીધું નહોતું. આનું કારણ હતું તેમના ચિત્તનું સતત ઊર્ધીકરણ અને જનસેવાની અદમ્ય તમન્ના અને સાથે સાથે વૈરાગ્યમય ધર્મભાવને તેમના ચિત્ત ઉપર ગાઢ બનતો જતો રંગ, તેમને બીજે એક અનુકરણ યોગ્ય ગુણ નમ્રતાનો હતો. તેમના ભાગે જ્યારે કોઈ પણ વર્ગની કે સંસ્થાની નેતાગીરી આવતી તે તેને તેમણે પૂરી દક્ષતા અને અપૂર્વ કાર્યશક્તિ દ્વારા શોભાવી હતી, તેમના ભાગે જ્યારે કોઈના અનુયાયી બનવાનું આવતું તે તે અનુયાયીધર્મને એવી જ વફાદારી અને કાર્યનિષ્ઠાથી તેમણે સાર્થક કર્યો હતે. તેમણે કેઈની પાછળ ચાલવામાં કદી નાનપ અનુભવી નહતી. જેમાં જેની વિશેષતા ત્યાં તે વિશેષતાને તેમણે આદરપૂર્વક સ્વીકારી હતી. આમ જેમ જેમ આપણે યાદ કરીએ તેમ તેમ તેમની એક યા બીજી વિશેષતા સ્મરણમાં પ્યુરી આવે છે અને આ એક કેવું અણમોલ માનવીરત્ન આપણે ગુમાવી બેઠા છીએ તેનું દુઃખ ચિત્તને ગમગીન બનાવી મૂકે છે. કાળ કાળનું કાર્ય કયે જ જાય છે અને સન્ત, સાધુઓ અને સમાજસેવકે આવે છે, જાય છે અને સમાજ રણની નિત્ય નૂતન પરંપરાઓ નિર્માણ કરતા જાય છે. આવી એક પ્રેરણાદાયી પરંપરા શ્રી મતીચંદ ભાઈ આપણા માટે મૂકતા ગયા છે. તેને અનુસરીને આપણું જીવનને કૃતાર્થ કરતા રહીએ, એ શુભ ભાવનાપૂર્વક તેમના નામનિર્વિશેષ આત્માને આપણે વન્દન કરીએ અને તે માટે શાશ્વત શાન્તિની પ્રાર્થના કરીએ ! પરમાનદ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિની પ્રસ્તાવના સંવત ૧૯૫૭ ની સાલમાં મરકીએ શહેર ભાવનગરમાં પ્રથમ દેખાવ દીધા તે પ્રસંગે ત્યાંથી ચાર માઈલ દૂર અકવાડા ગામમાં કુટુંબ સાથે રહેવાને પ્રસંગ થયે. તે પ્રસંગે મુરબી કુંવરજી આણંદજી અને અમરચંદ ઘેલાભાઈએ આ અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથ પર વિસ્તારથી વિવેચન લખવાની આવશ્યકતા તાવી. તેમ જ ઉપમિતિભવપ્રપંચ ગ્રંથનું સરલ ગુજરાતી અવતરણ કરવાની જરૂરિયાત બતાવી. આ બને ગ્રંથમાં મારે અલ્પ પ્રવેશ હોવાથી તે જોવાની ઈચ્છા થઈ. અકવાડામાં રહી આ અધ્યાત્મકપમ ગ્રંથ ઉપર ઉપરથી જોઈ ગયો અને તે ગ્રંથ પર બહુ પ્રેમ થયો. ત્યાર પછી ઉપર્યુક્ત બને વડીલેની પ્રેરણા અને આજ્ઞાથી તે ગ્રંથ બીજી વાર વાંચી ટૂંકી નોંધ કરી, દરેક કલેકનાં મથાળાં બાંધ્યાં અને તેના છંદને નિર્ણય કર્યો. ત્રીજી વાર ટકી નેટ લખી અને ચોથી વાર વિશેષ વિવેચન કર્યું. પાંચમી વખત જે આકારમાં ગ્રંથ છપાય છે તે આકારમાં વિવેચન લખ્યું. આ સર્વ કાર્યમાં લગભગ છ વરસ થયાં, કારણ કે પરીક્ષાની વચ્ચેના અંતરમાં જ આ કાર્ય બની શકતું હતું. આ ઉપરાંત લખેલ લેખો વારંવાર વાંચી જેટલું બની શકે તેટલું તેને સશાસ્ત્ર અને જમાનાને ઉપયોગી બનાવવા પ્રયત્ન કર્યો છે. આ યત્ન યોગ્ય રીતે અને યોગ્ય વખતે થયે છે કે નહિ તે વિચારવાનું કામ લેખકનું નથી. દેશ અને સંગે હાલ જુદા પ્રકારના વર્તે છે. આ કાળમાં અધ્યાત્મ અથવા ધર્મનાં ગીત ગાવાં એ અપ્રસ્તુત જણાય તેવી સ્થિતિ છે અને તેથી આ કાળમાં વિરાગ્યની–અધ્યાત્મના વિષયની જરૂરિયાત છે કે નહિ. અને છે તો કેવા પ્રકારની અને ક્યાં કારણેથી છે એ વિષય પર ઉપોદઘાતમાં એક ઉલ્લેખ કરવાની આવશ્યકતા જણાઈ છે. હકીકત એવી છે કે ચક્કસ સંગોને લીધે હાલ આત્મિક વિચારણાને જલાંજલિ દેવામાં આવી છે અને તેથી બનવાજોગ છે કે તપ્ત લેહ પર પડેલ જલબિંદુની પેઠે આ ગ્રંથની અસર ક્ષણવારમાં ઊડી જાય. આ સ્થિતિ સુધારવાની બહુ જ જરૂર છે. આપણે હિસાબ આ ભવમાં જ પૂર્ણ થઈ જતો હોય તે જ આવી સ્થિતિ ચલાવી શકાય. અહિક સુખસાધન, મેજ મજા અને ઇંદ્રિયતૃપ્તિના વિષયે પર જમાનાના અગ્રણી નેતાઓનું લક્ષ્ય છે. આ ભવસંબંધને વ્યવહાર મૂકી દેવો એ સર્વથા ઉપદેશ કરવામાં આવે તે અત્ર તદન અવ્યવસ્થા થઈ જાય અને તે એવી થાય કે એ અવ્યવસ્થાને લીધે જ પારલૌકિક હિત પણ સાધ્ય થઈ શકે નહિ. પરંતુ અગ્રણીઓનું કર્તવ્ય એ જણાય છે કે પારલૌકિક હિતને હાનિ ન પહોંચે તે અંતિમ સાધ્ય લક્ષ્યમાં રાખી વ્યાવહારિક કાર્યોમાં જરૂર પડે તે પ્રમાણે જોડાવું. પ્રાકૃત સંપ્રદાય માટે આટલી સામાન્ય હદ સુધીની વ્યવસ્થા પણ હાલ તુરત પૂરતી ગણવામાં આવે તે અયુક્ત નથી. પણ Eat, drink and be merry ખાઓ, પીઓ અને લહેર ઉડા–એ એપીકયુરિયન વિચાર તે અધ્યાત્મ બળને વજથી ઘાત કરનાર છે. દેશના દુર્દેવથી હાલને વિચારપ્રવાહ વિચિત્ર વહે છે, છતાં વસ્તુસ્થિતિ શી છે અને શી હેવી જોઈએ એ બતાવવાની ફરજ વિચારશીલ મનુષ્યોને માથે મૂકવામાં આવી છે. વિરુદ્ધ ટીકા થવાના ભેગે પણ આ પ્રસંગ તેણે વહોરી લે યુક્ત છે એમ મને લાગે છે. અધ્યાત્મ ગ્રંથના વિષયે બહુ શુષ્ક હોય છે. તેમાં પ્રેમ કે વીરરસની વાત આવતી નથી; મનેવિકારને તૃપ્ત કરે એવી મશાલાવાળી કથાઓ આવતી નથી; મશ્કરી કરી આનંદ ઉપજાવે એવા વિદુ કે તેમાં આવતા નથી; ગાયન કરી તૃપ્ત કરે એવી સુંદરીઓ તેમાં દેખાવ આપતી નથી; ભયંકર લડાઈ કરી વીરરસને નમૂને બતાવે એવા ક્ષત્રિયે તેમાં આવતા નથી. તેમાં તો કોઈ પર દ્વેષ ન કરનાર શાંતરસની સ્થાપના અને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય છે. એ વિષયને અનેક આકારમાં મૂકવામાં આવ્યું હોય છે. એના પ્રસંગને લઈને એને પ્રાપ્ત કરવાના ઉપાય, સાધને, રસ્તાઓ અને કૂંચીઓ બતાવવામાં આવી હોય છે. એ રસની વિરુદ્ધના રસનું વર્ણન કરવામાં આવેલું હેતું નથી, પણ એ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિરુદ્ધ રસોનો આ રસ સાથે શો સંબંધ છે તે બતાવવામાં આવ્યું હોય છે. આવાં કારણોને લીધે દુનિયાના રસિયા જીવને શાંતરસનું પાન બહુ પસંદ ન આવે એ ખરું છે, પણ એ કડવું ઔષધ : છે અને ભવવ્યાધિને નાશ કરવા માટે ખાસ જરૂરનું છે, એમ તેના નિદાન કરનારાઓ કહે છે અને કહી ગયા છે. આ પ્રમાણે શુષ્ક અને કટુ લાગતું ઔષધ આપવાની જરૂરિયાત જ્યારે અનુભવી જ્ઞાનીઓ કહી ગયા છે ત્યારે તેનો વિચાર કરી અનુકરણ કરવું એ ખાસ કર્તવ્ય માનવામાં આવ્યું છે. નવીન કૃતિ કરવા માટે જોઈતા અનુભવ, ભાષા પર કાબુ અને પ્રતિભાનો અભાવ અથવા અ૫ભાવ હેાય તે જૂની કૃતિઓનું મૂળ સ્વરૂપે જળવી રાખી તેને નવીન આકારમાં મૂકવી; એથી બે પ્રકારના લોભ થાય છે એમ મારું માનવું છે. એક તો નવીન કતિ તરફ લોકોની અરુચિ રહે છે તેને સંભવ રહે નહિ, અને બીજું, મહાન ભીંતને આશ્રય લઈ છુટથી પણ હદમાં રહીને વિચારો બતાવી શકાય. આવા હેતુથી પ્રેરાઈ અધ્યાત્મ વિષય પર સ્વતંત્ર ગ્રંથ લખવાને બદલે પ્રસ્તુત ગ્રંથ ઉપર જ પુષ્કળ વિવેચન કર્યું છે. આ વિવેચન કરવામાં શ્રી ધનવિજય ગણિની ટીકા વારંવાર દૃષ્ટિ સમીપ રાખી છે અને વિવેચનમાં ઘણી જગ્યાએ તેઓની શહાદત પણ લખી છે. આ પ્રમાણે કરવા ઉપરાંત અત્યાર સુધી વંચાયેલા મામાંથી ફોટેશને (ટાંચ) અને અવતરણે પણ પ્રસંગેપાર મૂક્યાં છે. આ જમાનાને ઉપયેગી થાય તેવી રીતે સરળ ગુજરાતીમાં વિવેચન કરવાનું ખાસ ધ્યાન રાખ્યું છે. પારિભાષિક શબ્દ પર વિસ્તારથી અને ટૂંકામાં, ઘટે તેવી રીતે, નોટ પણ આપવા યત્ન કર્યો છે. દરેક લેકને વિષય સામાન્ય રીતે શું છે તે સમજાય તેટલા માટે તેના પર મથાળું વિચાર કરીને લખેલ છે અને મૂળ ગ્રંથર્તાને આશય કઈ પણ રીતે ભંગ ન થાય તે ખાસ લક્ષમાં રાખવાનો યત્ન કર્યો છે. વિવેચને આ નિયમ પર કરવામાં આવ્યું છે. આ અગત્યના વિષયમાં દષ્ટાંતે બહુ આપ્યાં છે. પણ ઘણીખરી જગ્યાએ નામ આપીને જ સંતોષ પકડવો પડે છે. દરેક દૃષ્ટાંતની કથાઓ લખવામાં આવે તે ગ્રંથની શુકતા મટી જાય એ ખરી વાત છે, પણ ગ્રંથગૌરવ એટલું બધુ થઈ જાય કે તે વાંચવાની રુચિ ગ્રંથનું કદ જોતાં જ અલ્પ થઈ જાય, એ ભયથી ખાસ ચૂંટી કાઢેલા દષ્ટાંતાની જ કથાઓ લખવામાં આવી છે. જેને કથાઓ વાંચવાની ચિ હેય તેમને કથાનુગના ગ્રંથે મળી શકે તેમ છે, તેથી અત્ર સંક્ષેપ કરવામાં આવ્યો છે, છતાં પણ ગ્રંથગૌરવ ધાર્યા કરતાં બહુ થઈ ગયું છે, આ સંબંધમાં ખાસ કારણ જણાશે તે બીજી આવૃત્તિ બે ભાગમાં વહેચી નાખી સુધારો કરવામાં આવશે. કોઈને ગ્રંથ એકલો જ વાંચવું હોય તે તેઓએ મૂળ શ્લોક અને તેની નીચે લખેલ અક્ષરાર્થ વાંચો અને વિવેચન મૂકી દેવું. એથી ગ્રંથકર્તાના વિચારે સીધા માલૂમ પડી આવશે. પાઠ કરી જવા માટે એકલા મૂળ લેક અને અક્ષરાર્થ જુદા નાના કદમાં છપાવવાની આવશ્યકતા પર ભવિષ્યમાં વિચાર કરવામાં આવશે. આ ગ્રંથના દરેક અધિકારની પછવાડે તેના પર પ્રકાશ પાડવા અને અધિકારને આશય એકસાથે ગ્રહણ કરવા અંતિમ રહસ્ય આપવામાં આવ્યું છે. જેની ઉપયોગિતા તે વાંચવાથી સમજાશે; પણ તે છૂટા છૂટા વખતે વાંચેલા વિચારોને એકત્ર કરવાના આશયથી લખાયું છે એમ અત્ર ફૂટ કરવું પ્રાસંગિક ગણાશે. વૈરાગ્યને વિષય, તેની જરૂરિયાત, તેનું અંતિમ સાધ્ય, અધ્યાત્મ શબ્દનો અર્થ, તેના વિષે આ ગ્રંથની ભાષા, શિલી, વિષય, વિભાગે, ગ્રંથકર્તાનું ચરિત્ર, તેમના રચેલા અન્ય ગ્રન્થ, તેમને સમય, તેમના વખતની લોકભાવના, તેમના સમયમાં જૈન શાસનની સ્થિતિ વગેરે વિષય ઉપોદઘાતમાં લખ્યા છે તે પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. એ સવ બાબતે આખા ગ્રંથને સમજવાની ચી પૂરી પાડે છે અને પ્રથમ તેનું બહુ સારી રીતે મનન કરી જવાથી ગ્રંથમાં પ્રવેશ જલદી થશે એમ લાગે છે, તેથી તે સાવંત વાંચી તેનું મનન કરવાની ખાસ ભલામણ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આમુખ (Opening)માં રસનું સ્વરૂપ, તેના સ્થાયી ભાવો, તેના વિભાવે, શાંતરસની વ્યાખ્યા, તેનું રસત્વ, મમ્મટે તેને રસ તરીકે સ્વીકારવા પાડેલી ના, તેની દલીલનું સ્વરૂપ અને તે પર અવલોકન, જગન્નાથ પંડિતના ૨સગંગાધરમાં આ સંબંધમાં પડેલે અભિપ્રાય અને છેવટે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે સ્વરચિત કાવ્યાનુશાસન ગ્રંથમાં રસસ્વરૂપ અને લક્ષણનિરૂપણ પ્રસંગે સર્વ દલીલોને કરેલે પરિકાર અને તે જ વિષય પર સાહિત્યના બીજ વિદ્વાનોએ બતાવેલા વિચારો પર ખાસ તૈયાર થઈ શકે તેમ ન હોવાથી હાલ તે તે વગર જ ગ્રંથ બહાર પાડ્યો છે. આગળ ઉપર તે સંબંધી કાંઈ લખવા ઈચછા રહે છે. એને માટે સાહિત્યશાસ્ત્રનો બારીકીથી અભ્યાસ કરવાની જરૂર છે. તેટલે સમય પરીક્ષા વગેરે વ્યવસાયને લીધે મળી શક્યો નથી. તેથી જ ગ્રંથની આદિમાં પૃષ્ઠ બીજ પર જણાવેલ લેખ લખી શકાયો નથી તે માટે વાંચનાર ક્ષમા કરશે. આ વિષય તદન પારિભાષિક છે અને સાહિત્યના ખાસ શેખીનને જ આનંદ આપે તેવો છે, તેથી ઘણુંખરા વાંચનારાઓને તેની ગેરહાજરીથી નુકસાન જવા સંભવ નથી. આ ગ્રંથનું વિવેચન કરતાં ઘણી વખત એમ લાગતું હતું કે આવા અગત્યના વિષયમાં સંસારના મેહમાં પડેલા અને મગ્ન થયેલા મારા જેવા પ્રાણીને કાંઈ પણ લખવાને અધિકાર નથી, છતાં જે જે ઉત્તમ ફુરણા થાય તે બતાવવી એમાં દોષ નથી અને શાસ્ત્રને સંપ્રદાયને અનુસરી આવા લેખા લખવામાં આવે તે કઈ કઈ પ્રાણીને પણ લાભ થવાનો સંભવ છે, એમ સમજીને આ ગ્રંથમાં કરેલા વિવેચનને પ્રસિદ્ધિમાં મૂકવા હું લલચાલે છું. એમાં કદાચ સાહસ જણાય તો તે એટલું છે કેમમત્વત્યાગ, કષાયત્યાગ; ચિત્તદમન જેવા અગત્યના વિષયમાં લેખ લખનારમાં તેમાંનું કાંઈ ન હેય તે વાંચનારના મન પર તેના લેખની અસર બહુ ઓછી થાય છે. આ સાહસ ખેડવાનું પ્રયોજન એટલું જ છે કે કાર્યક્રમ હંમેશાં પ્રથમ વિચારથી જ શરૂ થાય છે, માટે બને ત્યાં સુધી વિચારો તો ઉચ્ચ જ કરવા: તે વિચારે પિકી બની શકે તેટલા અમલમાં મૂકવા અને ન બને તેને અમલમાં મૂકવા દઢ ઈચ્છા રાખ્યા કરવી. આ હેતુથી વાંચનારાઓ પ્રત્યે ખાસ વિજ્ઞપ્તિ છે કે જ્યાં જ્યાં સુંદર વિચાર મૂળમાં કે વિવેચનમાં જણાય ત્યાં ત્યાં તે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના છે એમ સમજવું. આ હકીક્ત વાસ્તવિક પણ છે, કારણ કે ગમે તેટલો પ્રયાસ કર્યા છતાં પણ જે રણું અને શક્તિથી સૂરિમહારાજે આ ગ્રંથ લખ્યો છે, તેનું પૂરતું ફેટન કરવું મુશ્કેલ જ છે. આવા વિષયમાં ત્યાગ-વૈરાગ્યવાળા મુમુક્ષુઓ બહુ સારી રીતે પ્રવેશ કરી શકે એ સ્વાભાવિક છે. અત્ર તે માત્ર કિચિત ચંચુપ્રવેશ થઈ શકયો છે અને તેમાં પણ સાંસારિક અનેક પ્રત્યવાયો નડેલા હોવાથી ખેલના થયેલ હોવાનું પણ પૂરતો સંભવ છે. ખાસ કરીને યતિશિક્ષા અધિકારના સંબંધમાં લખતી વખતે વારંવાર લાગતું હતું કે તે વિષય પર વિવેચન કરવાને શ્રાવકને અધિકાર નથી. સૂરિમહારાજે બહુ વિચાર કરી પોતાના સમયમાં જણાયેલી અને આગળ આવતા (ભાવી) પડતા કાળમાં સંભવતી શિથિલતા પર વિસ્તારથી ઉલેખ કર્યો છે, તે વિષયને પૌદ્ગલિક સુખમાં આસક્ત અને સાધુવની બહારને પ્રાણી કેવી રીતે પૂરત ખીલવી શકે? ન જ ખીલવી શકે. તેથી એ વિષય મુનિ મહારાજ પાસે ખાસ અંકિત કરાવવો યોગ્ય લાગ્યો. મુનિમહારાજ શ્રી આનંદસાગરજી પંન્યાસ સંવત ૧૮૬૩નું ચાતુર્માસ ભાવનગરમાં સ્થિત થયા તે પ્રસંગને લાભ મને મળ્યો અને તેઓ પાસે બેસી તે અધિકાર અને તેનું વિવેચન તેઓશ્રી પાસે અંકે કરાવ્યું. તેઓ પોતે તે બહુ ઉત્તમ સ્વતંત્ર લેખ લખી શકે, પણ સાધુધર્મ ઉપર કંટાળો ન આવે અને સાધુઓને પણ બોધદાયક થઈ પડે એવું વિવેચન તૈયાર કરવાની મારી ઉમેદ હતી. તેમાં ખલના થતી કરવા તેઓશ્રીએ માથે લઈ મારા ઉપર અને આ ગ્રંથને વાચનથી લાભ લેવા ઈચ્છનાર બંધુઓ ઉપર ઉપકાર કર્યો છે તેની આ સ્થળે ખાસ નોંધ લેવાની મારી ફરજ સમજું છું. અ. ક. ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાસ્ત્રના વિષયમાં મારા અલ્પ પ્રવેશ હાવાથી અને ખાસ કરીને આધ્યાત્મિક વિષયમાં વાચનને પૂરતા અવકાશ મળેલા ન હેાવાથી આ ગ્રંથના વિવેચનમાં અનેક દૂષા થવાં સંભિવત લાગતાં હતાં. તેથી આ ગ્રંથનેા માટે! ભાગ ઉક્ત ચાતુર્માસમાં અવકાશના પ્રમાણમાં પન્યાસજી શ્રી આણંદ્રસાગરજી પાસે ખેસી વાંચીને સુધાર્યાં હતા. તેમ જ મુનિરાજ શ્રી મણિવિજયજી પર છેવટના કાપી છપાતાં પહેલાં મેકલી હતી. આ બન્ને મહાત્માઓએ પરોપકારના હેતુથી, બહુ પ્રયાસ કરી, ગ્રંથની સ્ખલના દૂર કરી છે, તેથી મારા ઉપર અત્યંત આભાર થયા છે. ઉપરાંત, મારા કાકા મુખી કુંવરજી આણંદ્રજીએ આખા ગ્રંથ બહુ સારી રીતે વાંચી અનેક સુધારા સૂચવ્યા છે, તેમ જ કેટલીક જગ્યાએ યથાયોગ્ય વધારા પણ કર્યો છે. તેએશ્રીના મારા પર બાલ્યવયથી જ ઉપકાર છે, પરંતુ આ થળે ખાસ તેાંધ લેવાની જરૂર એટલા માટે છે કે આ ગ્રંથનુ પ્રામાણ્ય ઉક્ત બંને મુનિમહારાજશ્રી અને મારા કાકાના હસ્તથી સિદ્ધ થવાને લીધે મારી જાતને જવાબદારીના ખેાામાંથી બહુ ભાગે મુક્ત થયેલી હું માનું છું... આ ગ્રંથ લખવા માંડયો ત્યારથી તે પૂર્ણ થયે ત્યાં સુધી હું પરીક્ષાઓની ચિંતામાં જ રહ્યો હતા. અવકાશના વખતમાં લખતા. પણ પ્રેસમાંથી બહાર પાડવાની વિડંબના બહુ છે, એ છપાવનારા જ સમજે છે. એ પ્રસંગને અંગે મારા ભાઈ નેમચંદ ગિરધરલાલ કાપડિયાની પ્રુફે સુધારવાની કાળજી માટે મારે નોંધ લેવી યુક્ત છે. આ ગ્રંથ જલદી બહાર પડવાનું તે પણ એક કારણ છે. આ ગ્રંથ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ મૂળ કિંમતે વેચવાની ઇચ્છા જણાવી બહુ ઠીક કર્યું છે. આ ગ્રંથ છપાવવામાં તથા પુ સુધારવામાં સંસ્થા તરફથી થયેલા શ્રમને માટે તેને આભાર માનુ છું. આ ગ્રંથ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા મુદ્રિત કરાવે અને તેની સાથે મારા વડીલશ્રીનું નામ અણુપત્રિકામાં જોડાય એ હકીકતથી મને બહુ આનંદ થયા છે. આ સસ્થા અને મારા વડીલશ્રીને! મારા પર આભાર અમૂલ્ય છે અને ધાર્મિક સંસ્કાર માટે આ બન્નેને એકસરખી રીતે મારા પર ઉપકાર છે. આ ઉભય ઉપકાર કરનારાઓના સંબધથી આ પુસ્તક માટે લીધેલ શ્રમ કેટલેક અંશે ફળીભૂત થયા છે. આ અધ્યાત્મકપદ્રુમ ગ્રંથના દરેક શ્લાક પર ચાપાઈ શ્રી રગવિજય નામના મહારાજે બનાવી છે. આ ગ્રંથની પ્રત રા. રા. કેશવલાલ પ્રેમચંદ તરતથી અડધા ગ્રંથ છપાયા પછી મળી. જૂની ગુજરાતી ભાષા વગેરે જાણવા માટે તે ઉપયેાગી જાવાથી ગ્રંથની છેવટે મૂકવામાં આવી છે. આ ગ્રંથને શુદ્ધ છપાવવા માટે અને શુદ્ધ વિવેચન કરવા માટે બનતા પ્રયાસ કરવામાં આવ્યા છે, છતાં પણ ભૂલ રહી ગઈ હેાય એ બનવાજોગ છે. આ સંબધમાં વિવેકી વાંચનાર સૂચના કરશે તા બીજી આવૃત્તિ બહાર પાડવાનેા કદાચ યાગ ઉત્પન્ન થાય તા તે પ્રસ`ગે ખાસ ધ્યાન આપવામાં આવશે. આ ગ્રંથમાં ભાષા સાદી અને સરળ રાખવા બનતું ધ્યાન આપ્યું છે, તેથી બુદ્ધિશાળી અને સામાન્ય વાચનવાળા સને આ ગ્રંથ કાંઈક નવીન જ્ઞાન આપશે એવી આશા રહે છે. સ્ખલનાએ તરા ધ્યાન આપવા કરતાં સરિમહારાજે જે અત્યુત્તમ ખેાધ આપ્યો છે તે તરફ લક્ષ્ય આપવા ખાસ પ્રાર્થના છે. જે જે ઉત્તમ જણાય તે સૂરિમહારાજનું સમજવું અને અરુચિકર જણાય તેને માટે મારી જવાબદારી સમજી ગ્રંથ સાદ્યંત વાંચવા. એકાદ વખત વાંચ્યાથી તેને ભાવ બરાબર અંતરગામી ન ઊતરે તેા બે-પાંચ વખત મનન કરી ગ્રંથ વાંચવા અને વાંચવા કરતાં પણ વધારે વિચાર કરવા. આથી સૂરિમહારાજ જે ભાવ કહેવા માગે છે તે સમજશે, અને સમાય તેા પછી યથાશક્તિ તે ભાવ વનમાં મૂકવા. આ પ્રમાણે કરવાથી ગ્રંથ લખવાનું, વિવેચન કરવાનું અને પ્રસિદ્ધિમાં મૂકવાનુ` પ્રયેાજન સિદ્ધ થશે. દેાષને માટે ક્ષમાયાચના કરી અત્ર વિરમું છું. વસંતપંચમી, સંવત ૧૯૬૫ મુંબઈ, ગીરગામ એક રાડ. મૌક્તિક Page #17 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના જાહેર પ્રજા તરફથી આ ગ્રંથને ધારવા કરતાં વિશેષ આદર મળ્યો. તેની પ્રથમવૃત્તિની એક હજાર પ્રતને આઠ માસની ટ્રક મુદતમાં ઉઠાવ થઈ જવાથી બીજી આવૃત્તિ છપાવતાં પહેલાં તેમાં બનતો સુધારો-વધારે કરવામાં આવ્યો, કેટલીક જગ્યાએ વિવેચનમાં ખાસ વધારે કરવામાં આવ્યું અને શાસ્ત્રીય દૃષ્ટિએ કઈ પ્રકારની ખલના ન રહે તેટલા માટે પંન્યાસજી શ્રી આનંદસાગરજીએ ફરી વખત આખો ગ્રંથ તપાસી આપે. વળી, વારંવાર પ્રફ જોવાની અગવડ મટાડવા સારુ, બીજી આવૃત્તિની બે હજાર પ્રત છપાવવામાં આવી છે. પ્રથમ આવૃત્તિના ઉપદ્માતમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને તે ફેરફાર શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના ચરિત્રમાં કરવામાં આવ્યો છે. અતિહાસિક વિભાગમાં સંપૂર્ણ માહિતી મેળવવામાં અનેક મુશ્કેલી હોવાથી તેમાં ખલન થવી પ્રથમથી સંભવિત લાગતી હતી. મારા એક વિદ્વાન મિત્ર, જેમને આ વિષયમાં બહુ સારો અભ્યાસ છે અને જેમને જૂની બાબતની શોધખોળ માટે શેખ છે. તેઓએ મને કેટલીક ખલનાઓ સૂચવી અને તેમની સૂચના પ્રમાણે ઘણાખરા સુધારા અર છે. આ તેઓની સૂચનાથી મારા ઉપર અને જૈન જાહેર પ્રજ ઉપર તેઓએ મોટો ઉપકાર કર્યો છે. તેમને આ સ્થળે ઉપકાર માનું છું. અતિ નમ્રપણે તેઓએ પોતાનું નામ જાહેરમાં મૂકવા માટે પ્રતિબંધ કર્યો છે, તેથી તેઓનું નામ લખી શકતું નથી. પણ તેઓ પ્રયાસ કરી મહેનતે જાહેરમાં મૂકશે તે સંવત ૧૦૦૦થી અત્યારથી સુધીને જૈનધર્મ, રાજ્ય અને આચાર્યોને ઉપયેગી ઈતિહાસ તેઓ જાહેર પ્રજાના લાભ ખાતર પ્રગટ કરી શકે એવી સ્થિતિમાં છે. હું તેઓશ્રીને આ પ્રયાસ કરવા આખી કામના નામે વિનંતિ કરીશ. જૈન કેમમાં આવા આત્મશ્લાઘાની ઈચ્છા વગર ગુપ્તપણે કાર્ય કરનારા પણ છે એ હકીકતની નોંધ લેતાં બહુ હર્ષ થાય છે. શાંતરસાધિરાજનું સત્વ સિદ્ધ કરવા માટે એક લેખ લખવાની જરૂર હતી, પણ એ પ્રસંગ મળી શક્યો નથી. તેથી આ આવૃત્તિમાં પણ તે વિષય દાખલ થઈ શક્યો નથી. પુસ્તકના મથાળા પર જે વૃક્ષનું ચિત્ર છે તે સોળ શાખાવાળું કલ્પવૃક્ષ છે અને અધ્યાત્મકઃપવૃક્ષ ગ્રંથના સળ અધિકાર સૂચવે છે. પ્રથમ આવૃત્તિની બુક પર એ જ ચિત્ર એમ્બેસ કર્યું હતું, પણ તે છેવટે તૈયાર થયું તેથી તે તરફ વાચકવર્ગનું ધ્યાન ખેંચી શકાયું નહોતું. આ બીજી આવૃત્તિ નાં પ્રક તપાસવામાં મારા મિત્ર મિઠ ઉજમશી યાળજીએ સાહાસ્ય કરી છે તેને આ સ્થળે આભાર માનું છું, તેમ જ પં. શ્રી આનંદસાગરજીએ બહુ સૂક્રમ દષ્ટિથી અવલોકન કરી અનેક સુધારા કરી આપવા માટે તેઓશ્રીને ફરી વખત આભાર માનું છું. મારા પૂજ્ય દાદા શ્રીયુત આણંદજી પુરુષોત્તમ, જેઓશ્રીને મારા ઉપર અનેક પ્રકારને ઉપકાર છે, તેઓનો પ્રથમવૃત્તિ પ્રગટ થયા પછી થોડા માસમાં દેહોત્સર્ગ થયો. તેઓ આ પર પામ્યા તેથી મારી તેઓ પ્રત્યેની ફરજ અમુક અંશે અદા થઈ એ વિચારથી આનંદ થાય છે. પ્રથમ આવૃત્તિની પેઠે આ નવીન આવૃત્તિ આધ્યાત્મિક જીવન ઉન્નત થવામાં ઉપયોગી થવાથી પ્રયાસની સફળતા થશે. કોઈ પણ જગ્યાએ ખલના જણાય છે તે મારા ઉપર લખી મોકલવા કપા થશે તે ફરી નવીન આવૃત્તિના પ્રસંગે સુધારો કરવા આદર થશે. પ્રિન્સેસ સ્ટ્રીટ. મનહર બિડીંગ. મુંબઈ, શરદ પૂર્ણિમા, ૧૯૬૭ મે. ગિ, કાપડિયા Page #18 -------------------------------------------------------------------------- ________________ તૃતીયાવૃત્તિનું નિવેદન આ ત્રીજી આવૃત્તિ તે સહજ ફેરફાર અને પુરની સૂલે બાદ કરતાં બીજી આવૃત્તિનું પુનરાવર્તન છે. કાગળ તથા મુદ્રણની મેંઘવારીથી કિંમત વધારવી પડી છે. પ્રેસની અગવડને લીધે કેટલાય વખતથી આ પુસ્તક અલભ્ય હેવા છતાં અને બહુ માગણ છતાં બહાર પાડી શકાયેલ નહી તે ખેદરકારક છે. આશા છે કે આ આવૃત્તિને પણ જાહેર પ્રજા ગ્ય આવકાર આપશે. મા. ગિ. કા વિ. ૧૮૮૦, સને ૧૯૨૩. શુદ્ધિપત્રક ૧૧૩ ૧૧૩ ૧૪૭ ૨૦૬ २०८ ૨૧૪ અશુદ્ધ जाव मुद्रा મત,I. आदगम० પાસમાં ગુરુમહાજને दमूता० -પરપટી ચિત્ત શુદ્ધ जीव सुदा મતત,, आदृगम० પાશમાં ગુરુમહારાજને ૨૩૩ द गता० -પર્યટો ચિત્ત ૨૫૦ ૨૮૮ ૩૦૮ ૩૧૫ सुखकृत्त ત્રિફળ્યાઃ सुखकृत्त विडम्बकः જે ! Page #19 -------------------------------------------------------------------------- ________________ પર્વ પ્રકાશકીય શ્રીયુત મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાએ જેમ સમાજ, દેશ અને ધર્મની સેવા કરી હતી, તેમ શાસ્ત્રીય તેમજ બીજા ગ્રંથનું નિયમિત અધ્યયન કરવાની સાથે ધાર્મિક તેમ જ અન્ય પુસ્તકોનું સર્જન-વિવેચન પણ સારા પ્રમાણમાં કયું હતું. સેલિસિટર જેવો જવાબદારીભર્યો તેમ જ અન્ય ધણું સમય અને શક્તિ માગી લે એવો વ્યવસાય યશસ્વી રીતે સાચવી જાણવાની સાથે સાથે આ માટેનો સમય તેઓ કેવી રીતે ફાજલ પાડી શક્યા હશે, એવો સવાલ સહેજે થઈ આવે છે. આને ખુલાસે એક જ છે કે જે પ્રવૃત્તિ સાથે માનવીનું મન એકરસ બની જાય એ માટે એ બધું જ કરી છૂટે છે, અને એમાં પિતાના ચિત્તને સંતોષ થાય એ રીતે પ્રગતિ થાય ત્યારે જ એના મનને નિરાંત થાય છે. શ્રી મતીચંદભાઈ આ સત્યના જવલંત ઉદાહરણરૂપ છે. આવી બધી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત શ્રી મોતીચંદભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જે સેવા બજાવી હતી, તે સાચેસાચ અનુપમ હતી; તેઓ સાચા અર્થ માં સંસ્થાના પ્રાણ હતા. અને એ માટે સંસ્થા તથા સમાજ હંમેશને માટે એમનાં ઓશિંગણ રહેશે. શ્રી મોતીચંદભાઈના ધાર્મિક આધ્યાત્મિક વિવેચનવાળા ગ્રંથે ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેઓના સ્વર્ગવાસને એકવીસ વર્ષ થયા છતાં એમના ગ્રંથની કપ્રિયતામાં ઘટાડો થવા પામ્યું નથી. એ વાતની સાક્ષી તેઓને જે અનેક ગ્રંથે પૂરે છે, તેમને આ ગ્રંથ પણ એક છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ છે. આ મૂળ ગ્રંથ ઉપરનું શ્રી મોતીચંદભાઈનું વિવેચન આજથી ૩ વર્ષ પહેલાં, સને ૧૯૦૩ માં, પહેલી જ વાર, ભાવનગરની જાણીતી શ્રી જનધર્મ પ્રસારક સભા તરફથી પ્રકાશિત થયું ત્યારે શ્રી મેતીચંદભાઈની ઉંમર ફક્ત ત્રીસ જ વર્ષની હતી, શ્રી મતીચંદભાઈમાં અધ્યાત્મ કે ધર્મ જેવા ગહન વિષયમાં પણ નાની ઉંમરથી કેવી પરિપક્વતા આવી હતી, તે આ ઉપરથી જાણી શકાય છે. આ ગ્રંથની પહેલી ત્રણ આવૃત્તિઓ અનુક્રમે સને ૧૯૦૯, અને ૧૯૨૩ માં શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર-તરફથી પ્રગટ કરવામાં આવી હતી. તે પછી પણ આ પુસ્તકની માંગ ચાલુ રહેવાથી શ્રી જૈનધર્મ પ્રસારક સભાની મંજૂરીથી, એની ચોથી આવૃત્તિ સને ૧૯પરમાં અને પાંચમી આવૃત્તિ સને ૧૯૬૫માં, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાના પહેલા ગ્રંથાંક રૂપે પ્રગટ કરવામાં આવી હતી. છેલ્લાં ત્રણેક વર્ષથી આ પુસ્તક ફરી અપ્રાપ્ય થઈ જવાથી અને એની માગણું સતત ચાલુ હોવાથી, અત્યારે એની છઠ્ઠી આવૃત્તિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આ ગ્રંથની આ છઠ્ઠી આવૃત્તિ પ્રગટ થાય છે એ ઉપરથી પણ આ ગ્રંથે કેટલો બધો લોકાદર મેળવ્યો છે તે જાણી શકાય છે. આ આવૃત્તિ પ્રગટ કરવાની અનુમતિ ઉદારતાપૂર્વક આપવા બદલ અમે શ્રી જૈનધર્મ પ્રસારક સભાના સંચાલકોને અંતઃકરણથી આભાર માનીએ છીએ. શ્રી મોતીચંદભાઈ જેવા અનેક સેવાપ્રવૃત્તિઓ અને વિદ્યાપ્રવૃત્તિને સરખી રીતે ન્યાય આપવાની ભાવના, શક્તિ અને નિપુણતા ધરાવતા મહાનુભાવને જીવનપરિચય મેળવવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. આ અંગે “શ્રી આનંદઘનજીનાં પદે, ભાગ બીજે ના સંપાદકીય નિવેદનમાં તથા તેઓને આપવામાં આવેલ અંજલિમાં શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ વિસ્તારથી લખેલું હોવાથી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અહી એની પુનરુક્તિ ન કરતાં જિજ્ઞાસુઓને એ લખાણુ જેવાની ભલામણ કરવી પૂરતી માએ છીએ. આ ગ્રંથનું સ્વચ્છ-સુઘડ મુદ્રણ કરી આપવા બદલ અમે શ્રી ચદ્રિકા પ્રિન્ટરીના આભાર માનીએ છીએ. અંતમાં, જિજ્ઞાસુ અને અભ્યાસીઓને એ વાતની જાણ કરતાં અમને આનંદ થાય છે કે શ્રી માતીચંદભાઈએ શ્રી ઉમાસ્વાતિ વાચક-વિરચિત જાણીતા ‘ પ્રશમરતિ' ગ્રંથ ઉપર પણ વિવેચન લખેલુ છે. જે વિદ્યાલય હસ્તક છે અને હજુ અપ્રગટ છે. આ ગ્રંથ બને તેટલા વહેલા વાચકાજિજ્ઞાસુએ સમક્ષ રજૂ કરવાની અમારી ઉમેદ છે. ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૩૬ શ્રી જયતિલાલ રતનચંદ શાહે શ્રી આલચ'દ ગાંડાલાલ ઢાશી શ્રી રતિલાલ ચીમનલાલ કાહારી વૈરાગ્યરસ भोगे रोगभयं, कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं मौने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं, काये कृतान्ताद्भयं सर्व वस्तु भयान्वितं भुवि नृणां, वैराग्यमेवाभयम् ॥ ભાગાને વિષે રાગાત્પત્તિને; કુલને વિષે ભ્રષ્ટ થવાના. પૈસાને અંગે રાજાનેા, મૌનમાં દીનતાના, નળમાં શત્રુગણના, રૂપને વિષે વૃદ્ધાવસ્થાના, શાસ્ત્રનિપુણતાને વિષે વાદવિવાદના, ગુણુને વિષે દુન પુરુષોને, દેહને અંગે યમરાજના—એ રીતે પૃથ્વીપીઠને વિષે મનુષ્યાને સ વસ્તુ ભયવાળી છે. અભય-ભયરહિત-હેાય તા તે એકમાત્ર વૈરાગ્ય-અધ્યાત્મરસ છે. અધ્યાત્મરસ दम्भपर्वतदम्भोलिः सौहार्दाम्बुधिचन्द्रमाः, अध्यात्मशास्त्रमुत्तालमोहजालवनाबलः । कान्ताधरे सुधास्वादाबूनां यज्जायते सुखं, बिन्दुः पार्श्व तदध्यात्मशास्त्रस्वादसुखोदधेः ॥ ૬ ભરૂપ પર્વતને ભેદવાને વજ્ર સમાન અને મિત્રતારૂપ સમુદ્રની વૃદ્ધિ કરવાને ચંદ્ર સમા અધ્યાત્મશાસ્ત્ર માહાળના વનને બાળવાને દાવાનળ સમાન છે. સ્ત્રીના અધરરસનું પાન કરતાં યુવાન પુરુષને જે સુખ ઊપજે છે, તે સુખ અધ્યાત્મશાસ્ત્રના સ્વાદના સુખરૂપ સમુદ્ર પાસે માત્ર એક બિંદુતુલ્ય છે. —ઉપાધ્યાય શ્રી યશોવિજયજી : અધ્યાત્મસાર Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપદઘાત ચાર પ્રકારના અનુગો-દ્રવ્યાનુયેગ, ચરણકરણનુગ, ગણિતાનુગ અને કથાનુગ–આ ચાર વિભાગમાં ધર્મશાસ્ત્રને સમાવેશ થાય છે. આ ચાર અનુગો પૈકી ધર્મ કથાનુગ બહુ સરળ રીતે ઉપદેશ આપી ખસૂસ કરીને બાળજીવની કલ્પનાશક્તિ પર જબરજસ્ત અસર કરે છે અને તેની અસરથી ચરણકરણાનુગ વડે થતી ક્રિયાની જ્ઞપ્તિ પ્રમાણે જીવનને તદ્દધારા સફળ કરે છે, પણ હેવાભાવાળી યુક્તિઓ અથવા કુયુક્તિઓ શ્રવણગોચર થતાં તેમ જ આત્માનું અસ્તિત્વ, પૃથ્વીનું અનાદિત્વ અને વ્યક્તિગત સૃષ્ટિ. નિરાસ વગેરે પ્રશ્નોનો પ્રસંગ પડતાં તે ગૂંચવાઈ જાય છે, લથડી જાય છે અને ઘણીવાર કેંદ્રમાંથી સરી જાય છે. તે વખતે ચરણકરણાનયોગ, જેને વિષય ક્રિયાકાંડ પર છે, જેને અભ્યાસ દ્રવ્યાનુયોગ કે કથાનુગના અભ્યાસીને ચુસ્ત કરવામાં સહાયભૂત થઈ શકે છે, તેની આવશ્યકતા બહુ ઓછી રહે છે. નવીન અભ્યાસ શરૂ કરનારને ચરણકરણનગને વિષય બહુ ઉપયોગી નથી. ગણિતાનુયોગને વિષય બહુ બહુ કઠીન અને શુષ્ક છે. જેને એ વિષય પર સ્વાભાવિક પ્રીતિ હેય છે તેને તે બહુ આનંદ આપે છે અને ચોક્કસ બનાવે છે, પણ આ વિષય કોઈ દિવસે સીધી રીતે સર્વથા કપ્રિય થયો નથી અને થવાનું નથી. દ્રવ્યાનુયોગ --દ્રવ્યાનુયોગના વિષયની હકીકત આથી તદ્દન જુદી છે. એ વિષય બહુ જ ઉપયોગી છે અને તેના અનેક વિભાગ છે. બુદ્ધિબળને મજબૂત કરનાર અને તેમાંથી જ જન્મનાર આ વિષય ઉપર શાસ્ત્રની મહત્તા, ગંભીરતા, ઉદારતા અને ગહનતાને આધાર રહે છે. માનસિક શક્તિઓ પૈકી કલ્પનાશકિતને પોષણ આપી માગ કરનાર તો બાળજીવો ઉપર જ અસર ઉપજવી શકે છે, પણ તર્કબુદ્ધિ-પ્રજ્ઞા ઉપર અસર કરી કાર્ય કરનાર કદાચ થોડો વખત અપાંશે કે અધિકાંશે ફતેહ પામે, પરંતુ પરિણામે તે તેને જ સંપૂર્ણ વિજય થાય. આ હકીકત સ્પષ્ટ કરવાની જરૂર નથી, કારણ કે બાળજીવોને વર્ગ બિનકેળવાયેલાને બનેલું હોય છે, અને તેઓનું ધાર્મિક તત્ત્વજ્ઞાન કથાશ્રવણ અને ઈશ્વરસ્મરણમાં પરિપૂર્ણ થાય છે : જ્યારે બુદ્ધિમાનનું કર્તવ્ય તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્ય વાંચી-વિચારી-સમજી તેનું તાત્પર્ય શોધવા-સમજવામાં સમાયેલું હોય છે. સામાન્ય નિયમ પ્રમાણે આવા મક્કમ પાયા પર બંધાયેલા શાસ્ત્રને જ જય થવાનો સંભવ છે. પરંતુ તે કાર્ય તેને દ્રવ્યાનુયોગ કેવી સ્થિતિ પર છે, કોણે બતાવ્યો છે, કેવી રાતે બતાવ્યો છે, તેનું અંતિમ સાધ્યબિંદુ શું છે અને તેમાં અરસપરસ કાંઈપણ વિરોધ છે કે નહિ એ પ્રશ્નો પર લટકે છે. આ પ્રમાણે હોવાથી કોઈ પણ ધર્મની મહત્તા સમજવા માટે તેના દ્રવ્યાનુયોગની મહત્તા સમજવાની જરૂર પડે છે અને તેની કિંમત પણ તેનાથી થાય છે. આ દ્રવ્યાનુયોગની મહત્તા કેટલી છે તે વિચારવા જેવું છે. કમની શકિત, તેના બંધ-ઉદયાદિ ચતુષ્ટય, તેના ઉવર્તન, સંક્રમણ, અપવતનાદિ પ્રકાર, પરમાણુને સ્વભાવ, નિગોદનું સ્વરૂપ, આત્મદ્રવ્યનું સ્વરૂપ વગેરે પ્રશ્નો આ અનુયેગમાં ચર્ચાય છે. શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા હોય ત્યારે જ સમકિત થાય અને સમકિત વગરની ક્રિયા તે અંક વગરનાં શ જેવી છે. શ્રદ્ધાને સ્થિર રાખનાર તત્ત્વજ્ઞાન-તવધ જ છે. તત્ત્વજ્ઞાનથી કમનસીબ રહેલો પ્રાણ સહજમાં શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય છે, કારણ કે તેની શ્રદ્ધાને પાયે ઊંડે હોતે નથી; જ્યારે બુદ્ધિમાન વિદ્વાનના સંબંધમાં તેમ બની શકતું નથી. અનેક ઉપયોગી વિષયે ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર તરીકે પ્રસ્થાન ગ જ બહુ ઉપયોગી છે. દ્રવ્યાનુગમાં વિષય-વ્યાનુયેગને વિષય બહુ વિશાળ છે. તેના પેટા વિભાગમાં અનેક ઉપયોગી વિષયોને સમાવેશ થાય છે. દરેક ધર્મને વ્યવસ્થાસર અભ્યાસ, તે સર્વની પરસ્પર સરખામણી Page #22 -------------------------------------------------------------------------- ________________ તક, મીમાંસા, ધર્મશાસ્ત્ર વગેરે વિષયે તેમ જ વસ્તુસ્વભાવશાસ્ત્ર Metaphysics અને નીતિશાસ્ત્ર Ethicsને સમાવેશ પણ દ્રવ્યાનુયેગમાં થાય છે. વસ્તુસ્વભાવશાસ્ત્ર એ આપણે ખરેખરો દ્રવ્યાનુયોગ છે. બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને અરસપરસ સંબંધ, એકબીજા પર થતી અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ દ્રવ્યાનુયેગમાં બતાવવામાં આવેલું હોય છે. એક જીવને નિગદમાંથી નીકળીને નિવૃત્તિ પ્રાપ્ત કરવા સુધીમાં વિકાસ કેવી રીતે થાય છે, કેવી કેવી ગતિઓમાં કેવા કેવા વેશ ધારણ કરે છે, કેવાં કેવાં પ્રાણીઓના વિચિત્ર પ્રકારના સંબંધમાં આવે છે અને આ સર્વ વેશ અને સંબંધનું વાસ્તવિક કારણ શું છે, કર્મ અને પુરુષાર્થને પરસ્પર કેવો સંબંધ છે. એ વગેરે અનેક દ્રવ્યાનુગ બતાવે છે. વ્યવહારનીતિને વિષય આ જ અનુગમાં આવે છે. આથી માલુમ પડશે કે દ્રવ્યાનુયોગ શબ્દ બહુ વિશાળ છે અને તેમાં અનેક વિષયોને સમાવેશ થાય છે. અધ્યાત્મનું સ્થાન અને અધ્યાત્મના વિષયો–દ્રવ્યાનુયોગના પટામાં જે વિષે આપણે જોયા તે પૈકી એક બહુ અગત્યને વિષય અધ્યાત્મ શાસ્ત્રને છે. સામાનમfધાણામF અથવા સાતમનત્ય ૪૬. આત્મા શું છે? કેણુ છે ? તેને વિષય કેવો છે? તેને પૌગલિક વસ્તુઓ સાથે સંબંધ કેવો છે? ક્યારનો છે? કેટલા વખત સુધી છે? તેનાં સગાં-સ્નેહીઓ, મિત્રો અને સંબંધીઓને યોગ કયા કારણથી થયો છે અને તે સર્વમાં વસ્તુસ્વરૂપ યથાસ્થિત શું છે? કેવું લાગે છે? ખોટું સ્વરૂપ સત્ય જેવું લાગે છે તેનું કારણ શું છે ? આત્માની શુદ્ધ દશા કઈ? તેવી કયારે હતી ? નહોતી તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેને માટે કેવો પુરુષાર્થ કરવો પડે ? આત્મા અને કર્મનો સંબંધ કેવો છે ? ક્યાં સુધી છે? આ સર્વ અધ્યાત્મ ગ્રંથના મુખ્ય વિષય છે. એના સમર્થનમાં અનેક પ્રકારની શિક્ષાઓ, સગુણ ગ્રહણ કરવાના પ્રસંગે, સ્થાનો અને કારણે, કમળને દૂર કરવાના ઉપાયે અને વિરાગ્યવાસિત હદય કરવાનાં અનેક સાધન અધ્યાત્મના વિષયમાં ચીતરેલાં હોય છે. ભાવનાનું સ્વરૂપ, ભવની પીડા, પૌલિક પદાર્થોની અસ્થિરતા, રાગદ્વેષનું વિચિત્રપણું, કામનું અંધપણું. ક્રોધનું દુર્જયપણું, કષાયનું કિલષ્ટપણે, વિષયોનું વિરપણું, પાપસ્થાનકનું અધેગમનપણું, પ્રેમનું અનિત્યપણું, જીવનનું ક્ષણિકપણું વગેરે અનેક વિષયે અધ્યાત્મશાસ્ત્રમાં બતાવવામાં આવેલા હોય છે. મનુષ્યની મનોવૃત્તિને બરાબર અંકુશમાં રાખનાર આ અધ્યાત્મ વિષય બહુ જ અગત્યનું છે. દ્રવ્યાનુયોગના અનેક વિષયો પૈકી આપણે પ્રસ્તુત વિષય અધ્યાત્મને છે. તેથી તે શે છે? તેના અધિકારી કોણ છે? તેનાં લક્ષણે ક્યાં છે? આ જમાનામાં આ વિષયની કોઈ પણ રીતે જરૂરિયાત છે કે નહિ? એ બાબતમાં વિચાર કરો અત્રે પ્રસ્તુત છે. આત્મા સંબંધી અને તેને જે જ્ઞાન થાય તેને અધ્યાત્મ જ્ઞાને કહેવાય છે. આત્માનું સ્વરૂપ-રમાત્મા કોણ છે અને કેવો છે, એવો પ્રશ્ન સહજ ઉત્પન્ન થાય તેવો છે. એ વિષયમાં વિશેષ ઊતરવા જતાં અતિ વિસ્તાર થાય, પણ જૈન શાસ્ત્રકાર એના સંબંધમાં શું કહે છે, તે બહુ સંક્ષેપમાં ધ્યાનમાં લેવું, એ આ ગ્રંથ સમજવાનું પ્રથમ પગથિયું છે. આપણા શરીરમાં ગમન કરવાની શક્તિ પગમાં નથી, જેવાની શક્તિ ચક્ષુઓમાં નથી, સૂંધવાની શક્તિ નાકમાં નથી, પણ એક અંતરંગ સત્તા એ સર્વને નિયમમાં મૂકે છે. એમ ન હોય તે મૃત શરીરને પણ પગ, નાક અને ચક્ષુ હોય છે, છતાં તેને તેને કાંઈ ઉપયોગ નશ્રી. એ અંતરંગ સત્તાને આત્મા તરીકે ઓળખવામાં આવે છે. તે પોતે નિલેપ અવસ્થાને પામે ત્યારે તે તદન શુદ્ધ છે અને તેના પ્રદેશે નિર્મળ તેમ જ અરૂપી છે, પરન્તુ કર્મ પગલના અનાદિ સંબંધથી તે વિચિત્ર વેશ ધારણ કરે છે અને તેથી તેનું મનુષ્ય, તિર્યચ, દેવતા અને નારકી વગેરે નામ આપવામાં આવે છે, કર્મ સંબંધથી જ તે કામ-ક્રોધાદિક કરે અને સુખદ:ખ સહન કરે છે. તેની સાથે લાગેલાં અને લાગતાં કર્મો તે સર્વ પૌગલિક જ છે. તેની શક્તિથી Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્માની શક્તિ હણાય છે અને તે સંસારમાં રઝળે છે. વસ્તુ આત્માનું સ્વરૂપ-લક્ષણ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે. સર્વ વસ્તુઓને તથાસ્વરૂપે દરેક સમયે જેવી, જાણવી અને સ્થિરતા રાખવી, આ આત્માનાં લક્ષણ છે. અથવા તે ગુણે અને આત્માને અભેદ છે. આ શુદ્ધ દશા કર્મને લીધે દબાઈ ગઈ છે. આચ્છાદન પામી ગઈ છે, આવાઈ ગઈ છે; જેમ દીવા ફરતે પડદો કરવાથી તેને પ્રકાશ ખે દેખાય છે, પણ જ્યારે જોઈએ ત્યારે અંદર દી તે પ્રકાશિત છે જ. માત્ર આચ્છાદને દૂર કરવાની જરૂર છે; તે જ પ્રમાણે આત્માના સંબંધમાં સમજવું. આ આછાદને દૂર કરવાનું કર્તવ્ય પ્રત્યેક પ્રાણીનું છે, જ્યારે કર્મો તદ્દન દૂર થાય છે ત્યારે આ આત્માએ મોક્ષ મેળવ્યું કહેવાય છે. એક વખત સર્વ કર્મ સાથે સંબંધ છૂટી જાય અને તેને મોક્ષ થઈ જાય તે પછી આત્માને અત્ર ફરી વાર આવવું પડતું નથી, તેથી મોક્ષનું સુખ અવ્યાબાધ કહેવાય છે. જ્યાં સુધી આ જીવ સંસારમાં છે ત્યાં સુધી તેને સ્ત્રી, પુત્ર, ઘર, ઘરેણાં પર મમત્વભાવ છે અને કામ, ક્રોધાદિક કરે છે–આ સર્વ વિભાવદશા છે, પરંતુ કર્માવૃત્ત સ્થિતિને લીધે તે સ્વભાવદશા થઈ પડી છે. પરમ વીર્યસફુરણું કરવાથી આ જીવ પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરી શકે છે. આ મનુષ્યજીવનને મુખ્ય ઉદ્દેશ સર્વ કર્મને તદ્દન દૂર કરવા અથવા તેમ બનવું અશક્ય જણાય તે કર્મનો ભાર જેટલે બને તેટલે ઓછા કરવાનું છે, અથવા વધારે ચોકકસ શબ્દમાં બેલીએ તે, પ્રયાસ તે પ્રકારને હું જોઈએ. અને આ કાર્યની ફતેહ ઉપર જ જિંદગીની ફતેહને આધાર છે. જે કર્મ અને આત્મા બે પૃથફ પૃથફ ન હોય અને તેને પૂર્વ ભવ સાથે સંબંધ ન હોય તે જુદાં જુદાં પ્રાણુઓમાં જન્મથી દેખાતું અ૫–વિશેષ જ્ઞાનીપણું, ધનવાન અને નિધનપણું, શરીરનું આરોગ્ય અને રોગીપણું, માનસિક સ્થિરપણું અને અસ્થિરપણું વગેરે અનેક તફાવત અને તેની અંદરની તરતમતાને ખુલાસે બીજી કોઈ રીતે થઈ શકતો નથી. તેમજ જે પુનર્જન્મ ન હોય તો આ ભવમાં નીતિના નિયમોને અનુસરવાની કોઈ પણ લાલચ રહેતી નથી; ફક્ત વ્યવહારમાં રળી ખાવા ખાતર નીતિને દેખાવ કરવાની જ જરૂર સિવાય વિશેષ આવશ્યકતા જણાય નહિ. આત્માને વિકાસ-કર્મથી આવૃત્ત આત્માને આવી રીતે વિકાસ થાય છે. તે પિતાના કર્માનુસાર ઊંચે ચઢતે જાય છે. અનાદિ નિગોદમાંથી નીકળી વ્યવહારાશિમાં આવી પૃથ્વી, અપ, તેજસ્, વાયુ અને વનસ્પતિપણું પામી, બે ત્રણ અને ચાર ઇંદ્રિય પ્રાપ્ત કરી, પાંચ ઇંદ્રિયવાળો તિર્યંચ થાય છે અને વળી ભવિતવ્યતા પ્રસન્ન થાય અને કર્મ વિવર આપે ત્યારે, મનુષ્ય થઈ કાર્ય સાધે છે. સર્વ કર્મથી મોક્ષ મનુષ્યગતિમાં જ થાય છે. Evolution-વિકાસસિદ્ધાંત અને જૈનની ગતિ-આગતિના સિદ્ધાન્તમાં એક મોટો તફાવત એ છે કે વિકાસવાદવાળા એમ માને છે કે “આ જીવ એક વખત અમુક હદ સુધી આવ્યો ત્યાર પછી તે ગમે તેવાં કાર્યો કરે છે પણ તે નીચે ઊતરતો નથી; પોતાની તે ને તે સ્થિતિમાં તે ગમે તેટલો કાળક્ષેપ કરે પણ તે પાછો પડતો નથી. એક જીવ ચઢતાં ચઢતાં મનુષ્ય થયો તે પછી તે તિયચી થઈ શકે નહિ; ગમે તેવાં પાપ કરે તો પણ તે મનુષ્ય તો થવાને જ. ત્યાં તે સુખદુઃખ પામે તે સર્વ કમ પ્રમાણે પામે છે.” જૈન શાસ્ત્રકાર આ હકીકતના સંબંધમાં જુદી રીતે વાત કહે છે. તેઓ કહે છે કે “વિકાસ અને અપક્રાતિ સાથે જ છે. અશુભ કર્મો કરવાથી આ જીવને પાત થાય છે અને મનુષ્ય મહાપાપી કાર્યો કરે તે પચેંદ્રિય તિર્યંચ તે શું પણ એકેંદ્રિય જેવી અધમ ગતિમાં પણ ચાલ્યા જાય છે.” આ પ્રમાણે જેન શાસ્ત્રકાર આત્માની હયાતિ અને તેને કર્મ જન્ય વિકાસ, અપક્રાન્તિ અને મેક્ષપ્રાપ્તિ થયે સર્વ કર્મને નાશ માને છે. આત્મામાં અનંત શક્તિ હોવાથી આ સર્વ કાર્ય તે પિતે જ કરે છે. તેને આમાં કોઈની મદદ, પ્રેરણા કે ઈછાની જરૂરિયાત રહેતી નથી, પરંતુ જે મદદ કે પ્રેરણા થાય છે તે નિમિત્તકારણરૂપ છે; એની પણ કેટલેક અંશે આવશ્યકતા છે અને તે હેતુ વડે જ આ અ, ક, ૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથને પ્રયાસ છે. નિશ્ચય નયે આત્મા કર્મથી નિલેપ છે અને તે જ તેને સ્વભાવ છે. સુવર્ણમાં જેમ સુવર્ણત્વ ત્રણ કાળમાં રહેલું છે, જ્યારે તે માટીથી વીંટાયેલું ખાણમાં હતું ત્યારે પણ તેનામાં સુવર્ણવ હતું અને જ્યારે તેની સાથેથી માટી છૂટી પાડી, તપાવીને સાફ કરી, પાસે પાડવામાં આવ્યું ત્યારે પણ તેમાં સુવર્ણત્વ છે જ; તેવી જ રીતે આત્મામાં તેનું શુદ્ધ આત્મત્વે ત્રણ કાળમાં છે. પણ તે અપૂર્વ વીર્યસ્કુરણથી જ પ્રગટ થાય તેવું છે. જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી ખાણુમાં રહેલા સુવર્ણની સાથે તેની સરખામણી કરવી. આ જીવનું શુદ્ધ સ્વરૂપ તે સર્વ કર્મથી મુક્ત થાય ત્યારે પ્રગટ થાય છે. એ દશાને મેક્ષદશા કહેવામાં આવે છે. એ સ્થિતિમાં જીવના મૂળ સ્વભાવ-અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણ-પ્રગટ થાય છે. એ સ્થિતિ એક વખત પ્રાપ્ત કર્યા પછી તેમાંથી કોઈને પાત થતો નથી, કર્મની સાથે ફરી વાર સંબંધ થતા નથી અને સંસારનાં દુઃખ ફરી વાર ભેગવવાં પડતાં નથી; કારણ કે કારણને આત્યંતિક નાશ થયેલ હોવાથી ફરીને સંસાર-પરિભ્રમણરૂપ કાર્ય નિષ્પન્ન થતું જ નથી. આત્માને થામાં જે દુઃખે અવ્યક્તપણે ભોગવવાં પડે છે અને નારકી તથા તિર્યંચ ગતિમાં વ્યક્તપણે જે દુઃખ ભેગવવાં પડે છે, તેની સાથે મેક્ષમાં જે અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે તેની સરખામણી કરીએ ત્યારે મોક્ષની મહત્તા સમજાય તેવું છે. આત્માને વિકાસ આવી રીતે થાય છે. અધ્યાત્મશાસ્ત્રનું સાધ્ય–આ આત્મા સંબંધી જ્ઞાન મેળવવું, તેના નિત્યત્વ, અનિત્યત્વ આદિ ધર્મના વિચાર કરવો. તેના ગળાને સમજવા. તેને અને પુદગલને સંબંધ વિચારો. પુ આત્મામાં બાહ્ય દૃષ્ટિએ જણા અભેદ અથવા એકીભાવ સમજો, તેનું મૂળ સ્વરૂપ યથાસ્થિત આકારમાં સમજવું, તે સંબંધનું અનિત્યત્વ વિચારવું, જીવને અને અન્ય સગાંસંબંધીઓને સંબંધ વિચાર, તેનું અનિત્યપણું સમજવું, ઘર, પૈસા અને બીજી પૌગલિક વસ્તુઓ સાથેના સંબંધની વિચારણા કરવી વગેરે વગેરે અનેક વિષયોને સમાવેશ અધ્યાત્મશાસ્ત્રમાં થાય છે. ટૂંકમાં કહીએ તો, આત્મા સંબંધી સીધે વિચાર કરવાનું સ્થાન અધ્યાત્મશાસ્ત્ર છે. એ દ્રવ્યાનુયોગને પેટાવિષય છે એમ આપણે અગાઉ જોઈ ગયા છીએ. કેટલાક ચાકે આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, તેઓની સાથે અધ્યાત્મ ગ્રંથે તકરા૨માં ઉતરતા નથી. અધ્યાત્મગ્રંથે આત્માનું અસ્તિત્વ સ્વીકારીને જ આગળ ચાલે છે. એના સંબંધને વાદવિવાદ કરવાનું યોગ્ય ક્ષેત્ર તર્ક ન્યાયના ગ્રંથ છે. આત્માનું નાસ્તિત્વ માનવામાં કેટલા હેત્વાભાસ થાય છે, કુદરતના કેટલા આવિર્ભા તેથી ખુલાસા થયા વગરના પડી રહે છે વગેરે મુદ્દાઓ પર તર્કશાસ્ત્રની દલીલપુરઃસર વિવાદ ન્યાયગ્રંથમાં ચાલે છે. આ ગ્રંથ અધ્યાત્મને જ હેવાથી આમાં પણ આત્માનું અસ્તિત્વ સ્વીકારીને જ ચાલવાની રીતિનું અનુકરણ કરવામાં આવ્યું છે. આત્મવાદ એટલો લાંબો છે કે ઉદ્દઘાતમાં તે લખવા બેસીએ તા ગ્રંથગૌરવ બહુ થઈ જાય, તેથી તે છોડી દેવો પડ્યો છે. અહીં તે માત્ર એક જ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે અને તે એ છે કે આત્મા વગર આપણે ગતિ કરી શકીએ નહિ, બલી શકીએ નહિ અને શુભાશુભ ફળને અનુભવ કરી શકીએ નહિ. છૂટા પડેલા પથ્થરમાં અથવા શુષ્કકાણમાં અને પ્રાણીઓમાં લાગણી સંબંધી જે તફાવત છે તે માત્ર આત્માની ગેરહાજરી–હાજરીને લીધે જ છે. આ ગૂઢ વિષયમાં અધ્યાત્મ ગ્રંથે પ્રવેશ કરતા નથી, કારણ કે તેમ કરવાની જરૂર જ તેઓને ૨હેતી નથી. પોતાની નિર્માણ કરેલી હદ ઓળંગી આગળ ચાલવું એ નકામે કાળક્ષેપ છે. આત્મવાદ સમજવા યોગ્ય છે; તર્કશાસ્ત્રની રુચિવાળાએ તે ન્યાયના ગ્રંથથી જોઈ લેવો. અધ્યાત્મના ગ્રંથમાં અગાઉ જણાવેલા મુખ્ય વિષયો પર વિસ્તારથી અથવા સંક્ષેપથી ઉલ્લેખ કરવામાં આવ્યું હોય છે અને વિષયની યોગ્યતા જોઈને તેની હદ બાંધવામાં આવી હોય છે. તે સર્વ વિષયને ઉદ્દેશ આત્મા અને પુગલને સંબંધ અને ભેદ બતાવવાને બહુધા હેય છે. આને અંગે પુદ્દગલદ્રવ્યનું સ્વરૂપ, કર્મપ્રકૃતિનું સ્વરૂપ, તેના Page #25 -------------------------------------------------------------------------- ________________ બંધાદિ ચતુષ્ટય (બંધ, ઉદય, ઉદીરણ અને સત્તા), તેની આઠ મૂળ અને એક અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિએ, તેઓનું જુદે જુદે ગુણસ્થાનકે ઓછા વધતાપણું–વધવાઘટવાપણું, કર્મ અને આત્માને સંબંધ, ઉદયક્રિયા વખતે જીવને થતા ફલેશ, જુદા જુદા પ્રકારનાં સુખ-દુઃખનાં કારણે, મેહનીય આદિ કર્મોનું સ્વરૂપ, તેઓની પ્રેરણાથી રમાતે સંસારખેલ, પૌગલિક પદાર્થોનું અસ્થિરપણું, સગાંસંબંધીઓનું અશરણપણું વગેરે વગેરે અનેક વિષે ચર્ચા હેાય છે. મુખ્ય વિષયોની સાથે આડકતરી રીતે આ જીવને સંસારથી વૈરાગ્ય થાય, વસ્તુસ્વરૂપ સમજાય અને ભેદજ્ઞાન પ્રાપ્ત થાય તેટલા માટે બીજા અનેક શિક્ષાના વિષયે અધ્યાત્મશાસ્ત્રમાં પણ ચર્ચવામાં આવે છે. આ સર્વને ઉદ્દેશ માત્ર એક જ હોય છે અને તે આત્માને પિતાનું ખરું સ્વરૂપ અવરાઈ ગયું છે તે પ્રસિદ્ધ કરવા તરફ દેરવાને હેય છે. ગ્રંથના અધિકારી–આટલા ઉપરથી અધ્યાત્મ ગ્રંથના અધિકારી કાણ? એ પ્રશ્નને પણ નિર્ણય થઈ જાય છે. જેઓએ આત્માની હયાતી સ્વીકારી તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા નિર્ણય કર્યો હોય, એટલે કે જેને આપણે મુમુક્ષ છો કહીએ છીએ, તેઓ આવા ગ્રંથના પ્રથમ પદે અધિકારી છે અને ખાસ કરીને તેવાઓને જ ઉદેશીને આવા ગ્રંથો લખાય છે. સામાન્ય અધિકારીમાં બે વિભાગ છે; જેઓ આત્માનું અસ્તિત્વ સ્વીકારતા હોય, પણ તેનું વાસ્તવિક સ્વરૂપ અને તેને પુદગલ સાથે સંબંધ સમજતા ન હોય તેવાઓને રુચિ ઉત્પન્ન કરવા સારુ આવા ગ્રંથા ઠીક કાર્યો બજાવે છે. આવા પ્રાણીઓ આવા પ્રકારના ગ્રંથ વાંચી–વિચારી વૈરાગ્યભાવ ધારણ કરે છે અને પરિણામે થોડા વખતમાં પ્રથમ વર્ગમાં દાખલ થઈ શકે છે. આવા મનુષ્ય પણ ગ્રંથ વાંચવાના અધિકારી છે. બીજા વિભાગમાં ધર્મથી વિમુખ નાસ્તિકે આવે છે. તેઓ આવા ગ્રંથના અધિકારી નથી. તેઓને આવા ગ્રંથેથી લાભ થવાને સંભવ બહુ અપ છે. તેઓએ ગુરુમુખથી અથવા સ્વતઃ અભ્યાસથી આત્માનું અસ્તિત્વ, તેને મોક્ષ અને કર્મનું સ્વરૂપ પ્રથમ સમજી પછી જ અધ્યાત્મગ્રંથને અભ્યાસ કે વાચન કરવું. આવી રીતે કરેલું વાચન જ તેઓને અધિકારી બનાવી શકશે. આવા ગ્રંથની આવશ્યકતા-હવે આપણે સર્વથી અગત્યના વિષય પર આવીએ છીએ અને છે કે આવા અધ્યાત્મ-વૈરાગ્યગ્રંથની આ જમાનામાં કાંઈ જરૂરિયાત છે કે નહિ? અધ્યાત્મ સિવાય દ્રવ્યાનુયોગના વિષયો આડકતરી રીતે આત્મા સાથે સંબંધ ધરાવે છે, ત્યારે આત્મા પોતે કોણ છે? તેનું સ્વરૂપ શું છે? તેને વિષયકષાયાદિ સાથે સંબંધ કેવો છે? કેટલા વખત સુધીને છે? આત્માનું સાધ્ય શું છે? તે કેમ અને કયારે પ્રાપ્ત થાય?—વગેરે બહુ અગત્યના આત્માને લગતા વિષયે અધ્યાત્મશાસ્ત્ર ચચે છે, તેથી તે આત્માને સીધી રીતે બહુ ઉપચગી છે. ગણિતાનુયેગથી બુદ્ધિ વિકસ્વર થાય છે. કથાનુયોગથી થયેલી શ્રદ્ધા દઢ થાય છે અને શુદ્ધ ચારિત્રવાનનું અનુકરણ કરવાની ઈચ્છા થાય છે. ચરણકરણનુયોગથી આત્મા સ્વસ્વરૂપે પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ઉદ્યમવંત થાય છે. આ સર્વ બાબતે આત્મિક ઉન્નતિમાં આડકતરો ભાગ ભજવે છે; જ્યારે અધ્યાત્મશાસ્ત્ર તે આત્માને સીધી રીતે ઉપયેગી થાય તેવી વસ્તુઓ અને વસ્તુત નિરંતર તેના જ્ઞાનચક્ષની સમીપ રાખી મૂકે છે. અધ્યાત્મશાસ્ત્રને મુખ્ય વિષય વૈરાગ્ય છે. સાંસારિક સર્વ પદાર્થો પરથી રાગને દૂર કરી નાંખ એ વૈરાગ્યને મુખ્ય વિષય છે. સાંસારિક પદાર્થોમાં શેને શેને સમાવેશ થાય છે, એ વિચાર ઘણી વખત આવે છે. એમાં સર્વ પૌગલિક વસ્તુઓને સમાવેશ થાય છે. આ જીવને એક ઘડિયાળ કે કપાટ કે કોચ જોઈ તે લેવાનું મન થશે. મળશે તે તેના પર પોલીશ કરાવવાનું મન થશે. પિલીશ થયા પછી કેઈ તેને અડકશે અથવા કોઈ તેને ડાધો પાડશે તો તેને તે ગમશે નહિ. આવી રીતે અજીવ પદાર્થ પર રાગદશાના કારણથી મમત્વ થાય છે. એવી જ રીત પિતાનાં કપડાં, ઘરેણાં અને ધન ઉપર મમત્વ થાય છે. આ મમત્વભાવ એ સખ્ત હોય છે કે શરીર Page #26 -------------------------------------------------------------------------- ________________ પિરના મમત્વ કરતાં પણ ઘણીવાર તે વધી જાય છે. ધનના મમત્વથી પ્રાણી ગમે તેવું દુર્વચન બેલે છે, ગમે તેની સાથે લડે છે, પિતાની સ્તુતિ કરે છે અને ગમે તેવું અકૃત્ય, અપ્રામાણિકપણું કે હિંસા કરવામાં પાછી પાની કરતા નથી. આવી જ જાતનું મમત્વ પિતાનાં પુત્ર, સ્ત્રી અને બીજા સંબંધીઓ પર થાય છે. એને પરિણામે જીવ અનેક પ્રકારનાં નાટક કરે છે, ચાળા કરે છે અને બાળચેષ્ટા કરે છે. આવી જ જાતનું પણ સર્વથી વધારે સખત પિતાની જાત પરનું મમત્વ છે. એના મમત્વ ખાતર છવ માનસિક તેમ જ શારીરિક અનેક ઉપાધિઓ સહન કરે છે. આ મેહ અને મમતાનું વાસ્તવિક સ્વરૂપ સમજવાની બહુ જરૂર છે. સર્વ પૌગલિક પદાર્થો પર છે; એને અને આત્માને કઈ જાતને સંબંધ નથી. આત્માને તે તેઓ પરના મમત્વથી ઊલટું વધારે સહન કરવું પડે છે, વગેરે વિષયે મનમાં સ્કૂટ કરવાની જરૂર છે. તેમ થાય ત્યારે જ સમજાય છે કે આત્મવ્યતિરિક્ત બીજી કઈ પણ વસ્તુ પર મમત્વ રાખવું તે તદ્દન મૂર્ખતા છે, સંસાર છે, પરિભ્રમણ છે. આ સ્થિતિનું નામ વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યમમત્વ-વિનંત જ જરમાન્ પિત્તા, ૨ માદઃ ર્થના –એટલે જેનામાંથી રાગ ગયે તે વિરાગ અને તેનો ભાવ તે વૈરાગ્ય. રાગ અને મમત્વ એ પર્યાયવાચી શબ્દો છે, લગભગ એક જ અર્થવાળા છે. રાગ-દોષ બહુ જ નિકટ સંબંધવાળા હેવાથી આ વિષયમાં જ્યાં જ્યાં રાગ શબ્દ આવે ત્યાં ત્યાં ઠેષ શબ્દ સાથે જ સમજી લેવો. આ રાગ પ્રાણીને ખરેખર ફસાવનાર છે. એનું દુ:ખ એ છે કે રાગ કરતી વખતે ઘણી વેળા પ્રાણીને ખબર પડતી નથી કે હું પૌગલિકદશામાં-વિભાવદશામાં-વતું છું. ટૂંકામાં કહીએ તો, રાગ આ જીવને પિતાને કરીને મારે છે. રાગને તેટલા માટે ઉપમિતિભવપ્રપંચાના કર્તા શ્રી સિદ્ધર્ષિ ગણિ કેશરીનું ઉપનામ આપે છે. આ મોહ-મમત્વ-રાગને દૂર કરવાને ઉદ્દેશ વૈરાગ્યને હેય છે. એ રાગને દૂર કરવાનું કારણ એક જ છે અને તે એ છે કે આ જીવને સંસારમાં ૨ખડાવનાર તે છે. એને લીધે જીવ વસ્તુસ્વરૂપ યથાર્થ રીતે સમજી શકતો નથી અને બહુ નીચી હદમાં રહી ગોથાં ખાધા કરે છે. એને કેફ ચડે છે ત્યારે તે જીવ પોતાના કર્તવ્યાકર્તવ્યનું ભાન પણ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં તે બહુ કર્મબંધ કરે છે; અને રેંટમાળા તુલ્ય સંસાર-અરધદૃઘટીમાં ફર્યા કરે છે. એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ રખડતાં તેને છેડે આવતા નથી. એ મમત્વ-રાગ દૂર કરવાનાં સાધને અનેક હોય છે. તેમાં મુખ્યત્વે કરીને વસ્તસ્વરૂપનું ચિંતવન (ભાવના ભાવવી વગેરે ) છે અને તે વૈરાગ્યગ્રંથમાં અથવા અધ્યાત્મગ્રંથોમાં ખાસ બતાવેલું હોય છે. આધુનિક વાતાવરણ આ જમાનાની કેટલીક ખાસિયત છે. વસ્તુસ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થતું નથી અને શિક્ષણ નવીન પદ્ધતિ પ્રમાણે મળે છે, તેથી કેળવાયેલા વર્ગમાં મોટો ભાગ મટીરીઍલિસ્ટ (જડવ દી) થઈ જાય છે. સ્પેન્સર, મલ, હેગલ વગેરેના લેખ આ વલણને પુષ્ટિ આપે છે. આવા પ્રકારનું ઉન્નતિને વિરોધ કરનારું છે, કારણ કે જ્યાં આત્માનું અસ્તિત્વ જ સ્વીકારવામાં આવતું ન હોય ત્યાં તેની ઉન્નતિ-અવનતિને ખ્યાલ જ કયાંથી આવે ? આત્મિક જ્ઞાન જ્યારે અનુભવપૂર્વક લેવામાં આવે ત્યારે જ ખરેખરો લાભ કરનાર થઈ પડે છે અને તેવા જ્ઞાનની જ બહુ આવશ્યકતા છે. નવીન સંસ્કારવાળાં પ્રાણીઓ તો આ ભવની જાળમાં એટલાં બધાં લપટી જાય છે કે તેઓને પરભવ માટે વિચાર કરવાની કુરસદ પણ મળતી નથી. કાંઈક જીવનકલહ પણ વધતો ચાલ્યો, તેથી ઉદરપૂરણના વ્યવસાયમાં સવારની સાંજ અને સાંજની સવાર પડી જાય છે. કુદરતના સામાન્ય નિયમ વિરુદ્ધ લાંબા કલાક સુધી કામ કરવું પડે છે અને વરસના બાર માસમાં એકબે માસ પણ નિવૃત્તિ મળી શકતી નથી. આવી રીતે પચાસપિસો વરસની જિંદગી પૂર્ણ થાય છે અને કેઈ પણ પ્રકારનું સાધ્ય સાક્યા વગર જિંદગીનો છેડો આવે છે. મોટાં શહેરોમાં આ સ્થિતિ આપણે ખાસ જોઈએ છીએ. નાનાં શહેરેનું વલણ પણ તેવું થતું જાય છે; Page #27 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ગામડાંમાં આળસનું સામ્રાજ્ય ચાલતુ હાવાથી ત્યાં પણ આત્મિક ઉન્નતિ બહુ એછી થાય છે. આ પ્રમાણે કેળવાયેલા માણસાને આત્મિક જ્ઞાન મેળવવાના માનસિક અને સ્થૂળ પ્રસંગે આછા થતા જાય છે એ સ્પષ્ટ હકીકત છે. તેઓને વસ્તુસ્વરૂપના જ્ઞાનની બહુ જરૂર છે. જેઆ કેળવાયેલા હાઈ નિયમ પ્રમાણે કામ કરનારા હેાય છે, તેને કાઈ પણ ઉપયોગી બાબત માત્ર સમજાવવાની જ જરૂર રહે છે. તેના ખ્યાલમાં આવે કે, આત્મિક જ્ઞાન મેળવવાની જરૂર છે, તા પર્શી ગમે તેટલી અગવડે પણ તે તે માટે વખત મેળવે જ, આ વર્ગને તેટલા માટે વૈરાગ્યત્ર થામાં આપેલા વસ્તુવરૂપના ખાધ બહુ જ ઉપયાગી છે. વમાન પરિસ્થિતિ—સામાન્ય રીતે જોઈએ તો હમણાં સાધનાની બહુ ત`ગી જણાય છે, સામાન્ય લેાકેાનું વલણ મહેનત કરવા તરફ હેાતું નથી અને તેને માજશાખ બહુ પ્રિય હાય છે. આ બાબતના અપવાદ્ભૂત કેટલાક માણસા હાય છે, પણ જેઆ મેાજશાખમાં પડે છે તે મેાજશાખનું સ્વરૂપ સમજતા નથી. પૌદ્ગલિક ભાવની સૃદ્ધિ નકામી અને ખાટી છે, એ સમજવા માટે તે સારુ આવા ગ્રંથાની બહુ જરૂર છે. ખીજું,મહેનત આછી કરનારને પેાતાની ભાષામાં સરળ અને સમજી શકાય તેવી રીતે મેધ આપ્યા હાય તે જ ગ્રંથ જોવાના વિચાર કરે તેમ છે, તેથી તેવાઓ માટે ભાષામાં અમુક સાષ્ય લક્ષ્યમાં રાખી આ ગ્રંથ અને તેના વિવેચનમાં વૈરાગ્યવિષય બતાવ્યા છે. ધનવાના ધનનુ ઉપાર્જન અને રક્ષણ એટલી બધી ચોકસાઇથી કરવામાં તત્પર રહે છે કે ધનનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તેં કાનુ` છે? અને કયાં સુધીનું છે?—એ સ વાત ભૂલી જાય છે. આવા ધનવાનોના વ આગલા જમાનામાં પણ હતા અને તે ઘણીવાર ધનના વિચારમાં જ જિ’ગી પસાર કરતા. તેથી ધનવાનોના સબંધમાં અધ્યાત્મગ્રથાની ઉપચાગિતા અગાઉ પણ હતી અને અધુના પણ છે. ગરીબ અને ધનવાનેા વચ્ચેના તફાવત અને અંતર વધતુ જાય છે અને મિલ વગેરે ઉદ્યોગો વધશે તેમ તે વધતુ જશે. આવા સમયમાં ગરીબ માણસાને તે! આખી જિંદગી સુધી રળવા છતાં ઉરનિર્વાહ પૂરતું મેળવવાની પણ મુશ્કેલી પડે છે. એવાં પ્રાણીઓને વૈરાગ્યના વિષય બહુ લાભ કરી શકે. વૈરાગ્યના વિષયમાં ખાસ ધ્યાન રાખવાનું એ છે કે તે દુનિયાથી સર્વ પ્રકારના વિરાગ લાવી તેને ત્યાગ કરવાના જ ઉપદેશ આપતા નથી, પણ જેટલે બને તેટલે આસક્તિભાવ આછે કરવાના ખાસ ઉપદેશ આપે છે, પૌલિક ભાવ સ ંજોગોને લીધે છૅાડી શકાય તેમ ન જ હાય તા પછી તેમાં વૃદ્ધિ ઓછી રાખવી એ ખાસ કવ્ય છે. આ ભવમાં જ બધુ... સુખ ભોગવી લેવાને જ્યાં ઉપદેશ મળતા હાય, શિક્ષણુ મળતું હોય અને વર્તન જોવામાં આવતું હેાય, ત્યાં સુખનું વાસ્તવિક સ્વરૂપ, પુણ્યપાપનાં કારણેા, ભાંતરમાં તેનાં પરિણામા અને અત્ર કરવા યેાગ્ય ખાસ કવ્યાની સમજ આપવી એ અઘ્યાત્મગ્ર ંથાએ કરવાની બહુ અગત્યની સેવા છે. હકીકત એમ છે કે ઘણાખરા માણુસા સંસારના સથા ત્યાગ કરી શકતા નથી અને ધન, સ્ત્રી, પુત્રાદિ પર બહુ મમત્વ રાખે છે. દુનિયાના અનુભવીને આ હકીકતમાં નવીન કાંઈ પણ લાગે તેવું નથી. મમત્વ કેટલી હદ સુધી કામ કરે છે એને ચિતાર આપતાં એક વિદ્વાન માણુસે કહ્યું હતું કે “જો મેાક્ષનાં ગાડાં બંધાતાં હાય અને ગાડાવાળા બે રૂપિયા માગે તો આ જીવ તેની સાથે ખેંચતાણ કરી ભાવ એછે કરવાના પ્રયાસ કરે, રૂપિયા-સવારૂપિયા આપવાની વાત કરે, અને જે આવુ. એસે તે ખરચી વધારા બાળબચ્ચાં માટે મૂકી જવા ઈચ્છે.' સ્થિતિ આ પ્રમાણે છે અને આપણે પોતે તે દરરાજ અનુભવીએ છીએ, ત્યારે એ ધનનું સ્વરૂપ કાંઈક સમજાય, કાંઈક ગૃદ્ધિ ઓછી થાય, કાંઈક આસક્તિ ઘટે અને કાંઈક આત્માનું સત્ય સ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છા થાય એવાં સાધના ચેાજવાની બહુ જ આવશ્યકતા લાગે છે. ચાલુ સમયમાં આ આવશ્યકતા બહુ આકરા સ્વરૂપમાં આપણી સમક્ષ આવી પડેલી છે, કારણ કે સાધ્યબિંદુ ધાર્મિક તત્ત્વચિંતનનુ રહી શકે તેમ નથી. જીવનના સખ્ત કલહેા અને ભાવનાઓનુ` વૈચિત્ર્ય એ આ કાળનાં મુખ્ય જુદાં પડતાં લક્ષણા છે. આપણી ભાવના કાંઈક આધિ Page #28 -------------------------------------------------------------------------- ________________ ભૌતિક, કાંઈક રાજકીય, કાંઈક ઈદ્રિયાર્થરતા અને કાંઈક ઢંગધડા વગરની થઈ પડી છે એમ સમજીએ માને છે, બેલે છે અને અમુક અપેક્ષાએ તેથી દિલગીર બહુ થાય છે. આવા સમયમાં અધ્યાત્મના ગ્રંથ બહુ લાભ કરી શકે છે. * લક્ષ્યસ્પષ્ટતાની જરૂર–આપણી ભાવનાની (અથવા લકયાર્થીની) સ્પષ્ટતા નથી એ હકીકત જરા ફુટ રીતે સમજવાની જરૂર છે ભાવના, જેને ઈંગ્લિશમાં Ideal કહે છે, તે દરેક મનુષ્ય સ્પષ્ટ રાખવી જોઈએ. જેવી ભાવના રાખવામાં આવે તેવા થવાને સર્વ પ્રાણીઓને ઉદ્દેશ હોય છે અને તેમાં જેટલે અંશે અસ્થિરપણું અથવા અચોક્કસપણું હોય છે તેટલે અંશે તે ગોથાં ખાધાં કરે છે. આ જીવનને હેતુ શો છે? જન્મવું, ધૂળમાં રગદેળાવું, સ્તનપાન કરવું, અભ્યાસ કરે, ધન કમાવું, પરણવું, મોજશોખ કરવા અને મરી જવું– એ તે સામાન્ય વાત થઈ. જીવનનો મહાન હેતુ શું છે એ વિચારી તદનુસાર ભાવના –ભાવનામૂર્તિ નિર્માણ કરવી જોઈએ. એ મૂર્તિ નિર્માણ થાય ત્યાર પછી તે મૂર્તિના વર્તન પ્રમાણે અનુકરણ થાય છે, આવી જાતને વિચાર કરવાનું આ જમાનામાં બનતું નથી અથવા બહુ અલ્પ બને છે, તેથી જાગૃતિ લાવવાની ઘણી આવશ્યકતા છે. એવા સમયમાં આવા પ્રકારના ગ્રંથે બહુ લાભ કરી શકે છે. આવા ગ્રંથો જીવને આક્ષેપ કરી, મૃદુતાથી બોલી, સમજવી અનેક પ્રકારનો સત્ય ઉપદેશ આપે છે. આ ઉપદેશ બહુ સારી રીતે તે સત્સંગથી પ્રાપ્ત થાય. જેઓ વસ્તુસ્વરૂપ ઓળખી તેનાથી વિરામ પામી આત્મિક ઉન્નતિ કરવામાં જ જીવન પસાર કરતા હોય, તેઓની પાસે બેસી સત્ય સ્વરૂપ સમજવાની બહુ જરૂર છે. સત્સંગને મહિમા બહુ છે. જેમાં ગુણ ઉત્પન્ન થયા હોય તેઓ જ ગુણને વાસ્તવિક બંધ કરી શકે અને ખરેખરી અસર પણ તેઓના બેધથી જ થાય. દાખલા તરીકે, જે પ્રાણીઓમાં સમતાગુણ પ્રાપ્ત થયે હોય છે અને તે ગુણને જેઓએ ખીલ હોય છે, તેના સંબંધમાં માત્ર અડધા કલાક આવીએ છીએ ત્યારે અંતરાત્મા જે અનિર્વચનીય સુખ અનુભવે છે અને જે આત્મિક આનંદ થાય છે તે અતીવ છે, મહાન છે, અવર્ણનીય છે. આવા મહાત્માઓની નિરંતર સેવા કરવાનું બને છે તે છેડા વખતમાં કાર્ય સિદ્ધ થઈ જાય, પરંતુ એ સંબંધમાં આ કાળમાં બે જતની અગવડ આવે છે ? આવા મહાત્માએ બહુ થોડા છે અને તેને લાભ લેનારાઓને અવકાશ પણ અ૯૫ હોય છે. બાહ્ય દેખાવનું કામ એટલું બધું વધી ગયું છે કે સાચા મહાત્મા કોણ છે? અને કયાં છે? એ બહુ વિકટ પ્રશ્નો છે અને તેને નિર્ણય કરવા જેઓને અવકાશ અને ઈચ્છા છે, તે તે તેમને કદાચ શોધતા હશે અને તેને લાભ લેતા હશે, પણ મોટે ભાગે આ સંબંધમાં કાંઈ થઈ શકતું નથી. વ્યવસાયી માણસને તેટલા માટે પુસ્તકસંગ પણ સત્સંગ જેટલો જ લાભ આપે છે; માત્ર શરત એટલી હેવી જોઈએ કે તેણે વાચન કર્યા બાદ મનન કરવું જોઈએ. અગાઉના કાળમાં પ્રાકૃત માણસમાં વાચનબળ અ૫ હતું અને તેનાં સાધને પણ બહુ અલ્પ હતાં, તેથી પુસ્તકસંગ બહુ અલ્પ બનતે; તે વિષયમાં હાલમાં પ્રાથમિક કેળવણીના વિશેષ પ્રચાર અને મુદ્રણકળાને લીધે સગવડ વિશેષ થયેલી હોવાથી આવા ગ્રંથની આવશ્ય તા ઉત્પન્ન થઇ છે, એટલું જ નહિ પણ તે આત્મિક વિષયની એક મોટી ખોટ પૂરી પાડનાર સાધન થઈ પડે એમ લાગે છે. ઉપર પ્રમાણે આવા ગ્રંથોની આવશ્યકતા સિદ્ધ કર્યા બાદ હવે વૈરાગ્ય અને અધ્યાત્મના વિષય પર કાંઈક વિચાર કરીએ. Page #29 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્ય વિચારકર્તવ્ય–વૈરાગ્યના વિષયને મુખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખવાને, તેના પર પ્રેમ ઉત્પન્ન કરાવવાનો અને પરવસ્તુ કઈ છે તેને શોધી તેની સાથે સંબંધ ઓછા કરાવી ધીમે ધીમે તે તેડી નખાવવાને છે. વસ્તુ પિતાની કઈ છે અને પારકી કઈ છે, એ સંબંધમાં બહુ બહુ વિચાર કરવાની જરૂર છે. આપણે ચાલું વ્યવહાર ઉપર આધાર રાખી શરીર, ધન કે સ્ત્રીપુત્રાદિકને પોતાનાં માનીએ છીએ. આ સર્વનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તેઓને અને આજીવને સંબંધ કે છે? કેટલું છે? કેટલા વખત સુધી છે? શા કારણોથી ઉપન્ન થયેલો છે.--એ સર્વવિચારે અધ્યાત્મના ગ્રંથમાં વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના હેતુથી બહુ મક્કમપણે, પુનરુક્તિ કરીને પણ, વારંવાર ચર્ચેલા હોય છે. વૈરાગ્યને અર્થ જ ઉદાસીનતા છે. સાંસારિક સર્વ વસ્તુઓ અને સંબંધીઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવી તેઓને “પર” તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ આપણા નથી, આપણે તેઓના નથી, તેઓ સાથે સંબંધ આકસ્મિક છે. થોડા વખતને છે અને પરિણામે નિઃસંશય વિયાગ કરાવનાર છે. આ રીતિએ પરવસ્તુ પર ઉદાસીનતા ઉત્પન્ન કરવામાં આવે છે. હવે આ સર્વેમાં વાસ્તવિક શું છે તે વિચારવા યોગ્ય છે. હજારના ખરચથી બંધાવેલા મહેલે નાશ પામે છે, નાશ પામવાની સ્થિતિ પ્રાપ્ત થાય તે પહેલાં તેને બંધાવનાર ચાલ્યો જાય છે, તે ક્યાં ગયો તે કોઈ પણ શકતું નથી. પરમ પ્રિય મિત્રો, પ્રાણાધિક પત્ની, જીવથી વહાલો પુત્ર, પુત્રપ્રેમી પિતા અને વાત્સલ્યભરપૂર માતા જ્યારે સંસાર છોડીને ચાલ્યાં જાય છે ત્યારે ગયા પછી પાછાં તેઓ મિત્ર, પતિ, પિતા કે પુત્રનું શું થયું તેની સંભાળ લેવા પણ આવતાં નથી. આ હકીક્ત જીવોના સ્નેહસંબંધની વિચિત્રતા અને અસ્થિરતા બતાવે છે. આવા પ્રકારને વૈરાગ્યભાવ ઉત્પન્ન કરવાને ' જ મુખ્ય ઉદ્દેશ આખા ગ્રંથને હોવાથી તે પર વિવેચન કરવાની જરૂર નથી. માત્ર અત્ર કહેવાનું એ છે કે વૈરાગ્યને વિષય પર વસ્તુઓ સાથે સંબંધ તેના યથાસ્થિત સ્વરૂપમાં બતાવી તેના પર લાગેલું ખે મમત્વ ત્યાગ કરવાનું શીખવે છે. આ મમત્વ ત્યાગ કરવાનું કાંઈ અકારણ કહેવામાં આવતું નથી, સકારણ કહેવામાં આવે છે. ખરી વાત એ છે કે આ જીવને સંસારમાં રઝળાવનાર મમત્વભાવ જ છે. - જેને આ જીવ પોતાનાં માને છે, જે વસ્તુઓને પોતાની માને છે, તે વસ્તુતઃ તેમ નથી. તેઓને અને આ જીવને સંબંધ અનિત્ય છે. નજીકમાં નજીકના સ્નેહીઓ ચાલ્યા જાય છે, પ્રિયમાં પ્રિય સ્ત્રી દુર નાસી જાય છે, વહાલામાં વહાલી વસ્તુ ભાંગી જાય છે, તૂટી જાય છે, ખસી જાય છે—એ સર્વનું કારણ શું ? જે પોતાની વસ્તુ હોય તે કોઈ દિવસ પિતાની નથી એમ થવું ન જોઈએ. આ વાતમાં કેઈના બે મત પડે તેમ નથી; છતાં આપણે જોઈએ છીએ કે પિતાની માનેલી વસ્તુઓ પિતાની માટી જાય છે અને હમેશને માટે કલેશ આપે છે. ત્યારે પિતાનું શું છે તે સમજવા પ્રયાસ કરતાં પ્રથમ તે એમ જણાય છે કે જે વસ્તુઓને પોતાની માનવામાં આવે છે તે વાસ્તવિક પિતાની નથી; અને બીજું એમ જણાય છે કે પિતાની વસ્તુઓ કઈ છે તેને આ જીવ હજુ બરાબર ઓળખતું નથી. જે આ સ્વરૂપ સમજવામાં આવે તે બહુ લાભ થાય, કારણ કે પિતાનું શું છે અને શું નથી એ સ્પષ્ટ સમજાઈ જાય તે પિતાનું જે હોય તે પ્રગટ કરવા-જાળવવા પ્રયાસ થાય; એમ થતાં સાધ્ય પણ સ્પષ્ટ થાય અને સાધ્ય સ્પષ્ટ થાય તે પ્રયાસ પણ યોગ્ય રીતે યોગ્ય દિશામાં પૂર્ણ જોશ સાથે કરાય. અત્યારે તે સાધ્યના ધડા વગર નકામો પ્રયાસ બહુ થાય છે અને તેના પરિણામે જે પિતાનું નથી, તે સવિશેષપણે મેળવાય છે. પિતાનું અને પારકું સમજવાના જ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન કહેવામાં આવે છે. એ ભેદજ્ઞાન મેળવવાની બહુ જ જરૂર છે અને સમજાય તે તદનુસાર વર્તન કરવાની પણ તેટલી જ જરૂર છે. એકલા સમજવાથી બહુ લાભ નથી, પણ સમજીને ક્રિયા કરવાની-જ્ઞાનને વર્તનમાં મૂકવાની–બહુ જ જરૂર છે. આ Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાથી સાધ્ય પ્રાપ્ત થાય છે. એ સાથે શું છે? એ વિચાર કરવા પહેલાં એટલું જાણવાની જરૂર છે કે વૈરાગ્યને વિષય ઉક્ત ભેદજ્ઞાનનું કારણ અને કાર્ય બને છે. જ્યારે વૈરાગ્યના વિષયમાં પ્રવેશ થાય તેનાથી જીવનું સ્વરૂપ, સગાંસ્નેહીનું સ્વરૂપ, પ્રિય વસ્તુઓ, ઘર, ઘરેણાં, ફરનીચરનું સ્વરૂપ અને તે સર્વની સાથે જીવન સંબંધ સમજાય ત્યારે ભેદજ્ઞાન થાય છે અને ભેદજ્ઞાન થાય ત્યારે તે સર્વ ઉપર વૈરાગ્ય ઉતપન્ન થાય છે. સાક્ષીભાવ જે જીવને વસ્તુ સ્વરૂપ સમજવાથી ભેદજ્ઞાન થાય છે તેને એક મહાન તત્વ પ્રાપ્ત થાય છે. તેનું વર્તન બહુ ઊંચા પ્રકારનું થઈ જાય છે, તે સંસારનાં કાર્યોમાં ફેગટ પડતો નથી, પડે તે તેમાં બહુ જીવ ઘાલતા નથી, પણ નિરંતર તેથી દૂર ને દૂર રહેવા ઈચ્છે છે. ટૂંકમાં કહીએ તે, વેદાંતીએ જેને “સાક્ષીભાવ' કહે છે તેને મળતી અતિ ઉદાત્ત સ્થિતિને પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિમાં આવ્યા પછી કેટલાક સંયોગોને લીધે કદાચ તેને વ્યવહારમાં રહેવું પડે તે તેના અંતઃકરણમાં લેવા મિથ્યા વ્યવહાર પર આસક્તિ હતી નથી, ગૃદ્ધિ હેતી નથી, એકતા હોતી નથી. ઉપરથી સર્વ કાર્યો તે કરે છે, પણ પિતાનું માનીને કોઈ કાર્ય કરતા નથી, અને જેમ કારાગૃહમાં રહેલે પ્રાણી તેમાંથી છૂટવાની ઈચ્છા કર્યા કરે છે તેમ તે સંસારરૂપી કારાગૃહભૂમિમાંથી દૂર ખસી જઈ આત્મિક ભૂમિમાં પ્રવાસ રાખ્યા કરે છે અને જ્યાં સુધી તે ભૂમિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવિશ્રાન્તપણે પુરુષાર્થ કર્યા કરે છે. સાધ્યને ખ્યાલ–આ સાધ્ય શું છે તે પણ હવે જોવું જોઈએ. એ વાતને નિર્ણય છે કે સર્વ પ્રાણીને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. સુખ માટે જેટલે પ્રયાસ કરવો પડે તેટલે આ જીવ કરે છે અને દુઃખથી દૂર રહેવા માટે પણ બનતી દૈશિશ કરે છે. જેઓ વિશેષ સમજ્યા ન હોય તેઓ ગમે તેટલા અભણ હોય તો પણ સુખને સાધ્ય માને છે. સાધ્ય સર્વ પ્રાણુઓનું એક જ છે માત્ર તેને ઓળખવામાં જ્ઞાનની કસોટીની જરૂર છે. કેટલાક જીવો સ્ત્રી સૌંદર્યના ઉપભેગમાં, કેટલાક પુત્રના પ્રેમમાં, કેટલાક ધનના ભંડારમાં, કેટલાક સુંદર મહેલમાં, કેટલાક સારા બાગબગીચામાં, કેટલાક સુંદર ફરનીચરમાં અને કેટલાક મનહર ગાડી-ઘડામાં સુખ માને છે; કેટલાક પ૫કારના કાર્યો કરી, દેશસેવા, કમસેવા, મનુષ્યસેવા કે પ્રાણીસેવા કરી અથવા તનિમિત્તે ધન ખરચી તેમાં સુખ માને છે; કેટલાક પ્રેમ ખાતર પિતાની જાતને ભેગ આપી દે છે, કેટલાક પોતાની જાતને તપ, જપ, ધ્યાનમાં વાપરી સંતોષ પામે છે; કેટલાક વાચન, મનન, નિદિધ્યાસનમાં સમય ગાળી જ્યારે તે વિષયમાં રમણ કરતા હોય છે ત્યારે અત્યંત સુખ અનભવે છે, કેટલાક પ્રાપ્ત થયેલ ઈદ્રિયના ભેગને અસ્વીકાર કરી તેના ત્યાગમાં સુખ માને છે. આવી રીતે જુદી જુદી બાબતમાં સુખ માનવામાં આવે છે. આ સુખનું વાસ્તવિક સ્વરૂપ આ જીવ સમજ નથી તેથી, ઉપર જણાવ્યું તેમ, કલાક સામી બાબતમાં અને કેટલાક ખોટી બાબતમાં સુખ માને છે. અધ્યાત્મગ્રંથે આવા પ્રાણીઓને કહે છે કે તમે સુખ મેળવવાની ઈચ્છા કરે તે પહેલાં ખરું સુખ શું છે અને તે ક્યાં મળે તેમ છે, તેને ખ્યાલ કરે, અભ્યાસ કરે, વિચાર કરે; એક વખત સાધ્ય નક્કી કરીને પછી આગળ ચાલે. બહુધા એમ બને છે કે સત્ય હકીકતને અભાવે આ જીવ તાત્કાળિક પૌગલિક દષ્ટ સુખમાં સંતોષ માની પરિણામે તેથી શતા લાભાલાભ તરફ દૃષ્ટિ રાખી શકતું નથી. વળી, સુખ એ શુભ કર્મને ઉદય છે અને એકઠી કરેલી જમે પૂંછને વ્યય છે; જ્યારે વાસ્તવિક રીતે તે તે પણ આનંદ નથી; આ વાત સમતાનું સુખ સમજે ત્યારે લક્ષમાં આવે છે. ખરા સુખની વાનગી–મોક્ષ એ એવા પ્રકારનું સુખ છે કે જે સુખ પછી દુઃખ કદી પણ આવતું જ નથી. વળી, ત્યાં પૌગલિક નહિ પણ આત્મિક આનંદ નિરંતર છે. એ સ્થિતિમાં અત્ર માની લીધેલ સુખ, જે સોનાની બેડી જેવાં છે અને દુઃખે, જે લોઢાની હેડ જેવાં છે, તે નથી. આ મેક્ષ આપણું પરમ સાખ હેવું જોઈએ, અને એ મેળવવા માટે ગમે તેટલે પ્રયાસ કરે પડતે હેય તે પણ તે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૯ કરવો જોઈએ. એનાં કારણ બહુ વિચારવા ગ્ય છે. આપણે શુભ કાર્યો કરીએ છીએ. દાન, જ્ઞાન, ક્રિયા, દમ વગરને હેતુ શે ? કઈ કહેશે કે જનહિત. જનહિત કરવાનો હેતુ છે? આ પ્રમાણે સવાલ પૂછતાં પૂછતાં છેવટે મોક્ષ પ્રાપ્ત કરવાને હેતુ જ આવશે. આત્મા સર્વ વ્યાવહારિક ઉપાધિઓથી મુકાઈ સ્થિરતામાં રહે એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું સર્વનું અંતિમ સાધ્ય છે. અને તેને માટે જ સર્વ પ્રયાસ છે અથવા હોવા જોઈએ. તાત્કાલિક સુખમાં રાચેલે જીવ મોક્ષસુખને અનુભવ સમજે નહિ, ક૯પી શકે નહિ અને તે પ્રાપ્ત કરવાને લલચાય નહિ, તેટલા માટે એ સુખનું સ્વરૂપ બતાવવા વૈરાગ્યના ગ્રંથે પ્રયાસ કરે છે. તેઓ પ્રથમ સમતાનું સ્વરૂપ બતાવી જીવને સમજાવે છે કે, સ્વર્ગસુખ અને મોક્ષસુખ તો દૂર રહેલાં છે, પણ તારે જે તેની વાનકી જોવી હોય તે સમતાસુખમાં જોઈ લે. આ વૈરાગ્યને વિષય વસ્તસ્વરૂપ અને પ્રાણીઓનો અરસપરસ સંબંધ તેમ જ આ જીવના આચાર, વ્યવહાર, વર્તન વગેરે બાબતે બહુ ઊંડા આશયથી અને સ્પષ્ટ રીતે બતાવે છે. તે વિષયમાં મુખ્ય પેટાવિષયે કયા કયા આવે છે તે જોઈએ. - પ્રેમાદિભાવવિચારણા-પુત્ર, પ્રિયા, પૈસા અને શરીરને પ્રેમ શી ચીજ છે અને તે કેટલો અને કેવો લાભ કે હાનિકર્તા છે એ વૈરાગ્યના વિષયમાં બહુ ઉત્તમ રીતે બતાવેલું હોય છે. એ સિવાય મન અને કર્મગ્રહણને સંબંધ, ચિત્તદમનની જરૂરિયાત, તેથી થતો મહાન લાભ, કષાયનું સ્વરૂપ, વિષયપ્રમાદ વગેરેની રચના ઈત્યાદિ અનેક વિષયો ચર્ચવામાં આવે છે. આ સર્વને હેતુ એક જ છે અને તે એ છે કે વસ્તુસ્વરૂપ બરાબર ઓળખી સ્વવતુ ઉપર દઢ ચિત્ત લગાડવું અને તેને પ્રગટ કરવી અને તેની સાથે જ પરવતુનું સ્વરૂપ સમજી તેને બની શકે તે પ્રમાણમાં ત્યાગ કરવો અને ન બની શકે તે સંબંધમાં વિચાર ચલાવી ગ્ય પ્રયાસ કરો અને ધીમે ધીમે તેને પણ ત્યાગ કરવો. વૈરાગ્યના વિષયને આ હેતુ છે, આ તેનું લક્ષણ છે અને આ તેનું અંતિમ સાધ્ય છે. આ વિષયની પુષ્ટિમાં અને અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવાની શિક્ષા આપતાં બીજી અનેક પ્રકારની વ્યવહારુ અને ધાર્મિક શિક્ષાઓ આવી પડે છે. વૈરાગ્યનો વિષય એટલે વિસ્તૃત છે કે તેને સંબંધ આપણી જિંદગીના નાનામોટા સર્વે બનાવો સાથે હોય છે. આ હકીકતને લઈને એ વિષયની વિશાળતા બહુ રહે છે. એક બાબત ખાસ ધ્યાન આપવા જેવી છે અને તે અનુભવથી સમજાય તેવી છે; તે એ છે કે, વૈરાગ્યના કોઈ પણ વિષય ઉપર વિચાર ચલાવતાં જે આનંદ અંતરાત્મા અનુભવે છે તે અપૂર્વ છે અને તેથી સમજાય છે કે આત્માને પ્રાપ્તવ્ય સ્થિતિ તે એ જ છે. માત્ર પ્રતિસંબંધને લીધે આ જીવ બીજી સ્થિતિ અનુભવે છે અને કોઈવાર પરવસ્તુઓના સંબંધથી આનંદ પામે છે. આપણે એક વાતને વિચાર કરતાં ગૂંચવાતા હોઈએ અને તે વાતને નિર્ણય થાય— એક ગણિતનું મોટું મનેયત્ન કરતા હોઈએ અને દાખલ થઈ જાય, એક પુસ્તક વાંચતા હોઈએ અને તેમાંથી કોઈ મહાન સત્ય સમજાઈ જાય અથવા જાણવામાં આવે તે વખતે બહુ આનંદ થાય છે ને સુખ મળ્યું લાગે છે. એ સ્થિતિ ખરેખર સમજવા યોગ્ય છે. તેને Conscious satisfaction એટલે આત્મિક સંતેષ કહે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ વૈરાગ્યના વિષયનું સાધ્ય છે અને હંમેશને માટે (અવિનાશી) પ્રાપ્ત કરવી એ પરમ સાધ્ય છે. આ કારણને લીધે વૈરાગ્યના વિષયની મહત્તા બહુ છે. અધ્યાત્મશાસ્ત્રનો ઉદ્દેશ વૈરાગ્ય ઉત્પન્ન કરવાનું જ છે. સાંસારિક ભાવ તરફ જેવો આ જીવને વૈરાગ્ય થાય તે આત્મિક જાગૃતિ સાથે જ થાય છે, તેથી અધ્યાત્મગ્રંથે વૈરાગ્યના વિષયને જ પુષ્ટિ આપે છે. વૈરાગ્યના વિષયને આથી શે છે તે સમજાયું હશે. એ બનેનો સંબંધ છે એમ કહેવું તેના કરતાં તેઓ એકબીજાનાં અંગ છે એમ કહેવું વધારે યોગ્ય થઈ પડશે. આત્મા સંબંધી વિચાર કરનાર અધ્યાત્મશાસ્ત્ર આત્માને અનાદિ સંબંધથી થયેલા મોટા પ્રેમ અને મમત્વથી દૂર હઠાવી તે પરની પ્રીતિને નાશ કરવા કહે છે, જે, બીજા શબ્દોમાં કહીએ તો, વૈરાગ્ય છે. અ, ક. ૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ડાળઘાલુની વિપુલતા–આની સાથે એક હકીકત પર ખાસ ધ્યાન ખેંચવાની આવશ્યકતા છે. આ કાળમાં વૈરાગ્યના વિષયના ઉપદેશની જરૂરિયાત છે, તે સાથે વૈરાગ્ય-અધ્યાત્મને ડાળ ઘાલનારાઓ બહુ હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મેઢેથી “હે ચેતન ! હે ચેતના” કરવું અને જીવનના કેાઈ ભાગમાં વ્યવસ્થા નહિ, સરખાઈ નહિ, વિવેક નહિ, વ્યવહારશુદ્ધિ નહિ, એ તેઓનું સ્વરૂપ ઘણું જ ધિક્કારવા યોગ્ય છે. અધ્યાત્મનું મુખ્ય સ્વરૂપ વર્તનમાં પ્રગટ થવું જોઈએ. આત્મા, પરભવ, વૈરાગ્ય વગેરે બાબતોમાં મોટી મોટી વાત કરવી એ બહુ સહેલું છે. જૈનધર્મનું સામાન્ય સ્વરૂપ સમજનાર પણ તેવી વાતો કરી શકે છે; પણ આવી માત્ર વાતથી ખાસ લાભ નથી અને ઘણીવાર હાનિને સંભવ છે. હાનિ એમ થાય છે કે વાત કરનારા પિતે વાત કરવામાં જ સંપૂર્ણતા સમજે છે. આથી અધ્યાત્મજ્ઞાનને અંગે થવી જોઈતી આત્મિક ઉન્નતિ થતી નથી. અને ઘણુંખરી વાર તે તેને સ્થાને દંભ-માયા-કપટ–બાહ્ય દેખાવ નામને દુર્ગુણ પ્રવેશ કરે છે અથવા તેને માર્ગ આપે છે. તેઓનો વિકાસ બહુ ધીમો થાય અને ઘણીવાર તે અપક્રાંતિ થાય છે. અધ્યાત્મ હેવાને ડોળ ઘાલવાનું મન થવાનાં બહુ કારણ છે. દુનિયામાં ઘણાખરા માણસે પ્રાકૃત વ્યવહારમાં મધ્યમ પ્રવાહ પર કે કનિષ્ઠ પ્રવાહ પર જ વહેતા હોય છે; છતાં જનસ્વભાવની એક ખાસિયત છે કે આત્મિક ગુણ પ્રકટ કરનાર અથવા પ્રકટ કરવાની વાતે કરનારને તેઓ બહુ માન આપે છે, તેના તરફ પૂજ્યબુદ્ધિથી જુએ છે અને તેના સંબંધમાં ઉચ્ચ વિશેપાનાથી વાત કરે છે. વગર કિંમતે પ્રાપ્ત થતી આવી સ્થિતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા કેટલીક વાર ઈરાદાપૂર્વક ઉત્પન્ન થાય છે અને કેટલીક વાર અજાણપણે એવો ડોળ ઘાલવાની વૃત્તિ ઉદ્દભવે છે આ બને પ્રકારના આવિર્ભાવોથી મહાદુઃખ પ્રાપ્ત થાય છે અને આત્માની અવનતિ થાય છે. ‘ભગત” પર વિવેચન-વૈરાગ્યને ડોળ ઘાલવાની પ્રબળ ઈચ્છા થાય ત્યારે દંભ કરનારની શી સ્થિતિ થાય છે તે વિચારવી. અવકાશ હોય તેમણે શ્રીમાન યશવિજયજીના અધ્યાત્મસારને ત્રીજે દંભ અધિકાર જરૂર જોવો. એ ગ્રંથમાં આવા ડોળ ધાલનારને બહુ તિરસ્કાર આપે છે અને તેની સ્થિતિ પર બહુ સખ્ત ભાષામાં ઉલ્લેખ કર્યો છે. આ દંભ કરનારાઓથી અન્ય પ્રાણીઓએ પણ બહુ ચેતવાની જરૂર છે. એવાં પ્રાણીઓ આખા સમાજની આધ્યાત્મિક ઉન્નતિને પાછી હઠાવી દે છે, કારણ કે લેકોને તેથી વરાગ્ય તરફ અરુચિ ઉત્પન થાય છે. આવા પ્રાણીઓને લેકે તરફથી “ભગત'નું ઉપનામ આપવામાં આવે છે. ગમે તે કારણ હોય, પણ સમજવા પ્રમાણે ઉક્ત શબ્દ લેકે માં જે બહુ તિરસ્કારને પાત્ર થયો છે તે અધ્યાત્મનો ડોળ ઘાલનારાઓને લીધે જ હોવું જોઈએ એમ જણાય છે. આવા ડોળ ઘાલનારાઓને શુષ્ક અધ્યાત્મી” કહેવામાં આવે છે. થોડા વખત પર એક વિદ્વાન મહાત્મા સાથે અધ્યાત્મ સંબંધી વાત નીકળતાં તેઓએ આ સંબંધમાં મજાક મશ્કરી કરતાં કહ્યું હતું કે-હાવયારિત્નનો માનિ વાજે વાટિદા યથા– કળિકાળમાં અધ્યાત્મીઓ ફાગણ મહિનામાં જેવા બાળકો હોય તેવા લાગે છે.' આમાં ભાવ એ છે કે ફાગણ મહિનામાં નાનાં બાળકે રમતગમતમાં જેમ અશ્લિલ શબ્દો બોલે છે અને તેને વિચાર કરતા નથી તેમ જ કળિકાળમાં અધ્યાત્મીઓ બોલે છે તે વિચાર વિનાના બોલવા જેવું લાગે છે. બીજે પક્ષે જોઈએ તે તેઓ મોટી ઉંમરના છે છતાં આધ્યાત્મિક ઉન્નતિ, જે તેઓનાં વચનને વિષય છે, તેમાં તે બાળક જેવા જ તેઓ લાગે છે. આ વાતમાં રહેલું રહસ્ય સમજવા જેવું છે. ટૂંકામાં વાત એટલી જ છે કે જેઓ આ કાળમાં અધ્યાત્મ હોવાને આડંબર કરે છે તેમાંના સવે વસ્તુતઃ અધ્યાત્મી હોતા નથી. ત્યારે હવે મુશ્કેલી ખરા અધ્યાત્મને અને ખાટા દેખાવ કરનારાઓને શોધવામાં આવે છે. આને ઉપાય બહુ જ સહેલું છે. અમુક માણસ અધ્યાત્મની ગમે તેટલી વાત કરે તેથી તેને અધ્યાત્મી કે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વૈરાગી સમજ નહિ, પરંતુ તેનો વ્યવહાર કર્યો છે, તેનું વર્તન કેવું છે, તેની સમતા કેવી છે એ પર બારીકીથી ખાનગી રીતે દષ્ટિ રાખવી. યુક્તિથી વ્યવહાર ચલાવનારા એટલે સુધી ગોઠવણ કરી શકે છે કે અંતરંગમાં ગમે તેટલો ક્રોધ ચાલતો હોય છતાં મુખમુદ્રા ઉપર જરા પણ રતાશ જણવા દે નહિ, પરંતુ મુદ્દાના પ્રસંગોએ અધ્યાત્મની વાત કરનારની વૃત્તિ કેવી રહે છે, ઇંદ્રિયના વિષયે તરફ ગૃદ્ધિ કેવી હોય છે, મોટા કષ્ટમાં મનની સ્થિરતા કેવી રહે છે અને તે ઉપરાંત તે ગૃહસ્થ હોય તે પૈસા સંબંધી તેને વ્યવહાર નીતિમય, પ્રામાણિક અને સત્યપરાયણ છે કે નહિ એ પર બહુધા અધ્યાત્મીપણને આધાર રહે છે. આ બાબતમાં તપાસ કરતાં કે વિગતે મેળવતાં અને તે પરથી અનુમાન કરતાં બહુ વખત લાગે તેમ નથી. આવી રીતે સાધુઓના સંબંધમાં પણ તેઓની પુસ્તકાદ પર મમતા, શિષ્યવૃદ્ધિની છા સંબંધી પુરતી તપાસ કર્યા સિવાય તેમને સંઘરવાની જણાતી અનિવાર્ય ઈચ્છા, ગૃહરનાં સાંસારિક કાર્યોમાં પ્રવેશ વગેરે અનેક રીતે તપાસ કરી શકાય છે. ઉક્ત હકીકતમાં બે વાત પર ધ્યાન રાખવાનું છે: એક તે પિતે શુષ્ક અધ્યાત્મ થવું નહિ. અને બીજું, શુષ્ક અધ્યાત્મીઓને સંગ કરવો નહિ. આ બન્ને બાબત પર બહુ મક્કમપણે, ધીરજ અને દીર્ધ કરવાની બહુ જ જરૂર છે. દુનિયાને એવો નિયમ છે કે મીઠા દુર્ગણમાં ફસાયલે પ્રાર જલદી બહાર નીકળી શકતું નથી અને અધ્યાત્મ થવું એ બહુ મીઠી વસ્તુ છે; તેટલા માટે થનાર અને નમનાર બન્નેએ બહુ ચેતવાની જરૂર છે. ભૂમિકામાં વૈરાગ્યના વિષયનું આટલું નિરૂપણ કરી હવે ગ્રંથ અને ગ્રંથકર્તા તથા તેના સમય પર પ્રસ્તાવ કરીએ. અધ્યાત્મકલ્પદ્રુમ અધ્યાત્મ –અમુક સાધ્ય લક્ષ્યમાં હેવાથી, ખાસ કારણસર લંબાણ કરીને પણ, આટલે વૈરાગ્યને વિષય, અધિકારી, જરૂરિયાત અને તેનાં તત્ત પર પ્રાસ્તાવિક ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ ગ્રંથને અંગે ઉદ્દાત કરતાં પ્રથમ આ ગ્રંથનું અધ્યાતમકલ્પદ્રુમ' નામ શું સૂચવે છે તે પર વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. આ ગ્રંથના વિષયે ક્યા ક્યા છે અને વૈરાગ્યના વિષયને તે કેવી યુક્તિથી પિષે છે, તે પર વિચાર કરી છેવટે ગ્રંથકર્તા, તેને સમય, તે વખતની જેનોની સ્થિતિ, ગ્રંથની રેલી, ભાષા, ઉદ્દેશ વગેરે વિષય સાથે ગ્રંથકર્તાના રચેલા અને જણાયેલા અન્ય ગ્રંથની સૂક્ષ્મ પણે ટૂંકી આલોચના કરવામાં આવશે. અધ્યાત્મ શબ્દનો અર્થ, આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે, આત્મા સંબંધી વિવેચન કરનાર વિષય એમ થાય છે. “ અધ્યાત્મપનિષદ્' ગ્રંથમાં શ્રીમાન્ યશોવિજયજી મહારાજ અધ્યાત્મ શબ્દને યૌગિક અને રૂઢ બને અર્થ આપે છે. તેઓશ્રી લખે છે કે: आत्मानमधिकृत्य स्याधः पश्चाचारचारिमा । शब्दयोगार्थनिपुणास्तदध्यात्म प्रचक्षते ॥ रूढयथ निपुणास्त्वाहुश्चित्तं मैत्र्यादिवासितम् । अध्यात्म निमलं बाह्यव्यवहारोपबृंहितम् ॥ “અધ્યાત્મ શબ્દને વ્યુત્પત્તિથી અર્થ કરીએ તે આત્માને ઉદ્દેશીને પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર)માં વ્યવહાર–વર્તન કરવું તે થાય છે, અને તેને રૂઢ અર્થ કરીએ તે બાહ્ય વ્યવહારથી મહત્તા પ્રાપ્ત કરેલા મનને મૈત્રી, પ્રમાદ વગેરે ભાવનાથી વાસિત કરવું એ થાય છે. આ બન્ને અર્થ બહુ વિચારવા યોગ્ય છે. શબ્દાર્થ તે આપણે સમજી શકીએ તેવો છે, પણ રૂઢચર્થ સમજવાની બહુ જરૂર છે. બાહ્ય વ્યવહાર, સાંસારિક વ્યવહાર અથવા પ્રાકૃત વ્યવહારને જ કર. એ અત્ર ઉદ્દેશ નથી, પણ એ વ્યવહારનું સ્વરૂપ સમજી તેનાથી મનને આગળ વધારવું, તેનાથી વિશાળ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ બનાવવું અને કાંઈક વધારે કરવો. એવી રીતે વધારે કરેલું મન પિતાના વિષય તરીકે સર્વ જી તરફ પ્રેમભાવ લાવી તેમાં આનંદ પામે છે અને આવા પ્રકારના અધ્યાત્મને શ્રીયુત ઉપાધ્યાયજી નિર્મલ કહે છે. તે જ મહાત્મા અધ્યાત્મસારના બીજા અધિકારમાં કહે છે કેगतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्म जगुर्जिनाः ॥ જે મહાત્માને મેહને વિષય નાશ પામ્યો હોય અને જે આત્માને આશ્રયીને શુદ્ધ ક્રિયા કરી અંતરાત્મામાં પ્રવતે તેની ક્રિયાનું નામ તીર્થકર મહારાજ અધ્યાત્મ કહે છે. અધ્યાત્મના શબ્દાર્થને ગ્રંથકર્તાએ કેટલે દરજજે યોગ્ય કરી બતાવ્યું છે તે આપણે આગળ જોશું. ચાર નિક્ષેપે અધ્યાત્મ-દરેક વસ્તુને જૈન શાસ્ત્રકાર ચાર નિક્ષેપા માને છે. એ કઈ પણ વસ્તુ જુદી જુદી દૃષ્ટિથી જોવાનાં જુદાં જુદાં દ્વાર છે. અધ્યાત્મના પણ તેવી જ રીતે ચાર નિક્ષેપ થઈ શકે છે: નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ અને ભાવ અધ્યાત્મ. માત્ર “ અધ્યાત્મ” શબ્દ બોલ પણ તેને અર્થ સમજ નહિ એ નામે અધ્યાત્મ કહેવાય છે. તેવી જ રીતે અધ્યાત્મને ડોળ ઘાલનાર શુદ્ધ વર્તન વગરના પ્રાણીઓ નામ અયામી કહેવાય છે. આધ્યાત્મિક જીવન વહન કરનારની મૂર્તિની સ્થાપના કરવી અથવા અધ્યાત્મનું અક્ષરવિન્યાસપણું કરવું એ સ્થાપના અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મને ઉત્પન્ન કરનાર ઉપદેશ અથવા દૃશ્ય કે દ્રવ્ય કારણોને દ્રવ્ય અધ્યાત્મ કહેવાય છે. અથવા રેચક. પૂરક, કુંભકાદિકે કરી બાહ્ય વૃત્તિએ એવું ધ્યાન બતાવે કે જેથી લેકે એમ જાણે જે એણે આંતરવૃત્તિએ આત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ કયું દેખાય છે, પણ પોતે તો કરે ને કરે જ હોય, તે પણ દ્રવ્ય અધ્યાત્મ કહેવાય છે. અને નિજસ્વરૂપ સહિત ક્રિયાનું પ્રવર્તવું તે ભાવ અધ્યાત્મ કહેવાય આ ચાર નિક્ષેપો ખાસ વિચારવા યોગ્ય છે. તેમાં પ્રથમના ત્રણ છાંડવા યોગ્ય છે અને ઉપરના કામાં જે પ્રકારનું વર્તન કરવાનું કહેવામાં આવ્યું છે તેવા થવા યત્ન કરવો લાભપ્રદ છે. આ સ્થિતિને ભાવ અધ્યાત્મ કહેવામાં આવે છે, સ્થાપના અને દ્રવ્ય અધ્યાત્મ પણ સાધન તરીકે ઉપયોગી છે, પણ સાધનને સાધ્ય તરીકે માનવાની ભૂલ ન થવી જોઈએ. સાધનને સાધ્ય માનવાની ભૂલ ઘણીવાર થતી જોવામાં આવે છે અને તેથી સાધનમાં જ જીવતર પૂર્ણ થાય છે. દાખલા તરીકે, વ્યાકરણ અભ્યાસનું સાધન છે, સાધ્ય ભાષાજ્ઞાન અથવા ધર્મશાસ્ત્રના ગ્રંથનું વાચન છે, છતાં ઘણું પ્રાણીઓ વ્યાકરણના અભ્યાસમાં જ બહુ વરસે અથવા આખી જિંદગી ગાળી નાખે છે. આવી રીતે ઘણા પ્રાણીઓ સાધ્ય સમજ્યા વગર અથવા તેને નિરંતર દૃષ્ટિમાં રાખ્યા વગર સાધનધર્મોમાં જ પિતાની જિંદગી પૂર્ણ કરે છે. ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે સાધનધર્મોમાં જીવન પસાર થાય છે તેથી નુકસાન નથી, પુનર્ભવ માનનારને તે તેનો લાભ અન્ય ભવમાં આગળ પણ મળે છે; માત્ર હકીકત એમ છે કે સાધ્ય ધમ ઉપર બહુ થોડું ધ્યાન અપાય છે તે વાતમાં ફેરફાર થવો જોઈએ. શ્રી આનંદઘનજી મહારાજ અધ્યામના ચાર નિક્ષેપો પર બહુ મુદ્દાસરનું વિવેચન શ્રી શ્રેયાંસનાથજીના સ્તવનમાં કરે છે. એમાં તેઓશ્રીએ ઉપરના ચાર નિક્ષેપાનાં નામો આપવા પહેલાં એક બહુ અગત્યની વાત કહી છે નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે; - જે કિયિા કરી ચૌગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે. અધ્યાત્મ તેનું નામ જ સમજવું કે જેનાથી ઉપર કહેલ ભાવ અધ્યાત્મ સિદ્ધ થાય, નિજસ્વરૂપરમતા થાય અને નિજસ્વરૂપસ્થિરતા થાય; બાકી ક્રિયાથી ચાર ગતિમાંથી કોઈ શુભ કે અશુભ ગતિ સધાય તેને અધ્યાત્મ ન કહેવાય. આપણે શુભ ક્રિયાઓ કરીએ તે તેથી દેવની કે મનુષ્યની ગતિ Page #35 -------------------------------------------------------------------------- ________________ સધાય છે. પણ આ ક્રિયાને શાસ્ત્રકાર મહત્તા આપતા નથી. શુભ કર્મબંધ કરાવનારી અથવા સ્વરૂપરમણતા કરાવી નિર્જરા કરાવનારી એમ બે પ્રકારની ક્રિયાઓ હોય છે અને અધ્યાત્મરસિક જીએ ' બીજી સર્વ પ્રકારની ક્રિયાઓ મૂકી દઈને સ્વરૂપરમણ કરાવનારી ક્રિયાને જ આદર કરવો યોગ્ય છે. આ હકીકત કહીને પછી તેઓ ચાર નિક્ષેપાનું સ્વરૂપ બતાવે છે, જે પર ઉપર વિવેચન થઈ ગયું છે. તેઓ પ્રાંતે કહે છે કે “ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડે રે, આ વાત કહીને અધ્યાત્મને રસ્તે જ વસ્તુવિચારણું કરવાનો આગ્રહ કરે છે અને બીજાં સર્વ સાધનેનું લબાડપણું સૂચવે છે. “ક૯પમ’ –અધ્યાત્મ શબ્દને આ વિશાળ અર્થ છે. આ અધ્યાત્મ પિતે જ કલ્પવૃક્ષ છે અથવા અધ્યાત્મરૂપ કલ્પવૃક્ષ છે. કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષનું કામ તેની પાસે આવી યાચના કરનારને ઈચ્છિત પદાર્થ આપવાનું છે. કલ્પવૃક્ષમાં પુગળકો જ એવા હોય છે કે જે મનેવગણે પ્રમાણે ઈચ્છિત પૂરે છે. કેટલાંએક કલ્પવૃક્ષ દેવતાધિષ્ઠિત પણ હોય અને તેની પાસે જઈ મીઠાઈ, મેળા, ફળ, વસ્ત્ર, તાંબુલ, પલંગ, રમતગમતની ચીજો વગેરે જે કઈ વસ્તુ માગવામાં આવે છે તે તુરત જ નજરે પડે છે. જેના શાસ્ત્રકાર જ આ પ્રમાણે કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે એમ જ નહિ, પણ અન્ય શાસ્ત્રકારો પણ કલ્પવૃક્ષની વાત કહે છે. ક૯પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિરત્ન વગેરે કથાનુગપ્રસિદ્ધ શબ્દ છે. અત્ર આ શબ્દને ઉપગ અલંકારની ભાષામાં વાપરવામાં આવ્યો છે. જેમ કલ્પવૃક્ષની પાસે જઈ જે કાંઈ વસ્તુ શકે છે. તેવી જ રીતે આ અધ્યાત્મ ગ્રંથરૂપ ક૯પક્ષ છે. એની પાસે આત્મિક સૃષ્ટિને લગતે જે કોઈ પદાર્થ માગવામાં આવશે તે માગનારને અહિં મળશે. આત્મિક વ્યવહાર સાથે તેને લગતે અને દૂર કરવા ગ્ય સાંસારિક વ્યવહાર અને તેનું દુષ્ટ સ્વરૂપ પણ સાથે બતાવવામાં આવ્યું છે, એટલે અધ્યાત્મને લગતા ઘણ ઉપયોગી વિષયો આ ગ્રંથમાં મળી આવે તેમ છે. આ ગ્રંથને શબ્દાર્થ છે, સેળ શાખાઓ-આ વાંછિત પદાર્થો અને સત્ય આપનાર મહાન વૃક્ષની સોળ શાખાએ ગ્રંથ કર્તાએ ક૯પી છે. સેળ શાખાવાળું વૃક્ષ કાંઈ નાનું હોય નહિ અને વિશેષ પત્રપુષ્પાદિને લીધે તે ભવ્ય દેખાય એમાં કાંઈ નવાઈ નથી. ગ્રંથકર્તાએ અધ્યાત્મને વિષય બહુ ઉપયોગી ધારી તે પર અનેક પ્રકારે ઉલેખ કર્યો છે. આ ગ્રંથની યોજના બહુ સુંદર પ્રકારની રાખવામાં આવી છે. સર્વ જીવોનું અંતિમ સાધ્ય મેક્ષ અને તેનું પ્રથમ કારણ સમતા છે. સાંસારિક સ્થિતિમાં રહેનારને તે મુખ્ય સાધ્ય સમતાપ્રાપ્તિનું હોવું જોઈએ, તેથી તે હકીકત ગ્રંથના અંતમાં આવવી જોઈએ, તેને બદલે મુદ્દાની હકીકતને બહુ લંબાવીને કહેવાથી કેટલીક વાર વાંચનારને કંટાળો આવે છે, એમ તેઓના ખ્યાલમાં હશે તેથી તેઓ પ્રથમ અધિકારમાં સમતાનું વિવેચન કરે છે અને છેલ્લા અધિકારમાં પણ પાછું તેનું જ વિવેચન કરે છે. વચ્ચેના સર્વ અધિકારે સમતાના પેટા ભાગમાં આવે છે. કેટલાક સમતાને પરમ સાધ્ય માનવાનાં કારણે પૂરાં પાડે છે, કેટલાંક તેનાં સાધનો પૂરાં પાડે છે અને કેટલાક તેના માર્ગ દેખાડે છે. આ ગ્રંથના સેળ અધિકારમાં વિષયે ક્યા કયા અને કેવી રીતે બતાવ્યા છે તેમાં પ્રવેશ કરવા પૂરત બહુ ટૂંકાણુમાં અત્ર ખુલાસો પ્રાસ્તાવિક છે; વિશેષ હકીકત અનુક્રમણિકા તથા દરેક અધિકારને છેડે લખેલા “અંતિમ વિવેચન પરથી જણાશે. ૧, સમતા-પ્રથમ અધિકારમાં સમતાનું સ્વરૂપ વિચારવામાં આવ્યું છે. સમતા પ્રાપ્ત કરવાનાં સાધને બતાવવાનો ખાસ ઉદ્દેશ આ અધિકારમાં છે. આ વિષયને બહુ સારી રીતે વિકસ્વર કરવામાં આવ્યું નિયાના સર્વ વ્યવહારમાં સમતા રાખવાની બહુ જ જરૂર છે. સમતા ને રાખનાર પ્રાણીની પ્રકૃતિ બહુ અવ્યવસ્થિત બની જાય છે. એ ગમે તેવાં ધર્મસાધન કે પુણ્યનાં કાર્યો કરે, પણ તે સાવ સાધ્ય વગરનાં, વિવેક વગરનાં અને અર્થ વગરનાં થાય છે. જ્યાં સુધી ઐહિક તેમ જ આમુમક કાર્યમાં સમતાને પ્રવાહ Page #36 -------------------------------------------------------------------------- ________________ રેલમછેલ થઈ જતો નથી, ત્યાં સુધી આધ્યાત્મિક શરીર પ્રાણ વગરના હાડપિંજર જેવું છે. મનુષ્ય ગમે તેટલા પૈસા પ્રાપ્ત કરે, ગમે તેટલાં મોજશોખનાં સાધને એકઠાં કરે, ગમે તેટલા વૈભવ ભગવે, ગમે તેટલું માન પ્રાપ્ત કરે, પણ વસ્તુતઃ આધ્યાત્મિક દૃષ્ટિએ જે તેનામાં સમતા ન હોય તે તે શૂન્ય છે, અધમ છે અને તેથી પણ વધારે હાનિકારક છે, કારણ કે તે કારણે અતિ ખરચાળ છે, ઉડાઉ છે, નુકસાન કરનારાં છે અને પરભવે અધોગતિમાં પતન કરાવનારાં છે. સમતામય જીવનની ખૂબી એવી ઉત્તમ અને વિશિષ્ટ છે કે તેની હવામાં, તેના વાતાવરણમાં, તેના પાડોશમાં પણ અખંડ શાંતિનું સામ્રાજ્ય ફુરે છે અને એક વખત આવા જીવનના સંબંધમાં આવનાર પ્રાણી તેના હેતુ, ક્રિયા કે ક્રમ ન સમજતો હય, ન પારખી શકતે હેાય, ન પૃથક્કરણ કરી શકતા હોય, પણ તે અતિ સુખને અનુભવ કરે છે અને એ સતસંગ કરવા નિરંતર હાંશ રાખ્યા કરે છે; અથવા એના સંબંધમાં ગયેલી આનંદદાયક ક્ષણેને બહુ પ્રેમથી વારંવાર સંભાર્યા કરે છે, સમતા આવી પવિત્ર વસ્તુઓને જન્મ આપનાર છે અને સ્વય થઇ છે તેથી તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ મુમુક્ષુ જીવને હોય છે. એને પ્રાપ્ત કરવાનાં અનેક સાધને પૈકી અત્ર ચાર ભાવના, ઈદ્રિના વિષય પર સમભાવ, આત્મસ્વરૂપની વિચારણા અને સ્વસ્વાર્થ ઓળખી તે સાધવામાં રક્તતા એ ચાર સાધન પર બહુ વિસ્તારથી વિવેચન ગ્રંથકર્તાએ કર્યું છે. આખા ગ્રંથનું પરમ સાધ્ય સમતા હોવાથી અને તે વગર કરેલાં શુભ કાર્યો પણ સંસારફળ આપનારાં હોવાથી આ અધિકાર પર બહુ વિચાર કરીને વિસ્તારથી વિવેચન કરવાની આવશ્યકતા જણાઈ હતી અને તે હેતુ પાર પાડવા માટે બનતા પ્રયાસ કરવામાં આવ્યો છે. સમતાને અંગે દૃષ્ટાંત બહુ વિચારવા યોગ્ય છે; તેથી વીર પરમાત્મા, અનાથી મુનિ, ગજસુકુમાળ, શાલિભદ્ર, કંદકાચાર્ય વગેરેનાં દૃષ્ટાંત પર બહુ સારી રીતે મનન કરવું. આ અધિકાર બહુ અગત્યનું છે. ૨. સ્ત્રી મમત્વ-બીજે સ્ત્રી મમત્વાચન અધિકાર અહિક પદાર્થમાં આસક્તિ થવાનાં મુખ્ય કારણ પર ખાસ લક્ષ્મ ખેંચે છે. આ દુનિયામાં અસત્ય વ્યવહાર કરવાનાં કારણે સ્ત્રીરૂપ ઉપાધિથી જ ઉત્પન્ન થાય છે. મનસ્વી પુરુષ એકલો હોય તે તે બહુ આનંદથી રહી પોતાના જરૂર પૂરતું તો પાંચ-પંદર દિવસમાં મેળવી શકે છે, પણ તેને ઘર બાંધવાની, પૈસા એકઠા કરવાની અને બીજા અનેક વ્યવહાર કરવાની જરૂર પડે છે તેનું મૂળ કારણ તે સ્ત્રી જ છે એમ વિચાર કરવાથી માલૂમ પડશે. દુનિયાને વ્યવહાર જોતાં જણાશે કે ખૂને કરવા જેવા પ્રસંગે મોટે ભાગે સ્ત્રીઓના કારણથી જ ઉદ્દભવે છે. સ્ત્રી સાથે પ્રેમ એ વિચિત્ર છે કે જેથી સ્પર્શનેન્દ્રિયને માગ મળ્યા વગર રહે નહિ. એના પરિણામે કલ્પનાશક્તિ પર દેખાતી સુંદર પણ પરિણામે ભયંકર મૂર્તિઓ ખડી થયા કરે અને છેવટે કલ્પનાશક્તિ એટલી બહેર મારી જાય કે માનસિક બળ અને તર્ક વિચારણાનો તેના ઉપર કોઈ પણ પ્રકારને કાબૂ રહે નહિ. આ સ્થિતિ એટલી ખરાબ છે કે તેને કડવે અનુભવ મેળવનારને જ તેને ખ્યાલ આવે તેમ છે. સ્વસ્ત્રીમાં મમત્વ રાખવાની અત્રે ના પાડવામાં આવી છે, તે પછી પરસ્ત્રી સંબંધમાં તે કેટલે તિરસ્કાર હવે જોઈએ એ ખાસ વિચારવાની હકીકત છે. સ્ત્રીને જે હીન વસ્તુઓ સાથે ગ્રંથકર્તાએ સરખાવી છે, તેના પર બહુ વિચાર કરવાની જરૂર છે, એ સર્વ હકીકત અનુભવ અને સંપૂર્ણ વિચારણુ તથા તવજાગૃતિથી જ સમજાય તેવી છે. વ્યવહારદૃષ્ટિથી જોતાં કદાચ એમ લાગશે કે ધાર્મિક વૃત્તિવાળા પુરુષો તે સર્વ ત્યાગ કરવાનું જ કહે, પણ તે બને કેમ ? પરંતુ આ દૃષ્ટિએ વિચાર કરવાનું નથી. બહુ ઉપગપૂર્વક સંસારચક્રનું નિરીક્ષણ કર્યા વગર ઉપરઉપરના હાવભાવમાં રક્ત થઈ જવાય એવા કાળમાં આ અધિકારનું રહસ્ય સમજાવું અને પ્રાપ્ત થવું ઘણું મુશ્કેલ છે. આ અધિકાર આખો પુરુષવર્ગને ઉદ્દેશીને લખાયે છે, કારણ, જૈન શાસ્ત્રકાર પુરુષપ્રધાન ધર્મ કહે છે; તેથી સ્ત્રીઓએ શબ્દરચનામાં ધટ ફેરફાર કરી સ્ત્રી મમત્વમેચન Page #37 -------------------------------------------------------------------------- ________________ અધિકારને પુરુષમમત્વમોચન અધિકાર તરીકે વાંચવો. આ અને હવે પછીના ત્રણે અધિકારો બાહ્ય સંબંધને આશ્રયીને લખાયેલા છે, પણ તે સંબંધ વિભાવદશાને લીધે આત્મિક સંબંધ જેવા થઈ ગયા છે, તેથી તે સંબંધનું સ્વરૂપ, સ્થિતિ અને પરિણામ બહુ બારીકીથી તપાસવાની જરૂર છે, આ અધિકાર મેહનીય કર્મનું સામ્રાજ્ય કેટલું પ્રબળ છે તે બતાવી આપે છે. ૩, પુત્રમમત્વ-ત્રીજો પુત્ર મમત્વમોચન અધિકાર બહુ સંક્ષેપમાં પણ મુદ્દાસર વિષય પર લખાયે છે કેટલાક પ્રાણીઓ પુત્રપુત્રીરૂપ સંસારમાં આસક્ત થઈ “છેકરા મારા સ્વામીવાત્સલ' જેવું કરે છે; મતલબ, પિતાના ઘરમાં આખી દુનિયાને સમાવેશ થયેલો સમજી બીજા કઈ પણ પ્રકારના સામાજિક વિચાર તેઓ કરતા નથી. કેટલીક વાર અપત્યમમત્વને અંગે ફરજ વગેરેના ગૂંચવણ ભરેલા સવાલો ઉતપન્ન થાય છે એવા સવાલોને આ અધિકારમાં સીધી અને આડકતરી રીતે બહુ સારો ખુલાસો કર્યો છે. આ અધિકાર લેખસંખ્યામાં સર્વથી નાનું છે, પણ એની અગત્ય ઓછી નથી. ૪, ધનમમત્વ–ચોથા ધનમમત્વાચન અધિકારમાં બહુ ઉપયોગી બાબતે પર ઉલલેખ થયો. છે. આ દુનિયામાં મોટે ભાગ–લગભગ આખો ભાગ–“પૈસો મારે પરમેશ્વર”એ જ વૃત્તિવાળા હોય છે. પૈસા પેદા કરવાના રસ્તા, ચિંતવન, તેના વિચાર, તેની વાત વગેરેમાં આ જીવને જેટલે આનંદ આવે છે, તેટલે બીજા કોઈ પણ પદાર્થના સંબંધથી આવતું નથી. અનાદિ અભ્યાસ આ પ્રમાણે મેહનીય કર્મના ઉદયથી પડી ગયો છે અને તેથી ઘણીવાર વ્યવહારમાં પૈસાને અગિયારમે પ્રાણ કહેવામાં આવે છે અને તેનું જોર એટલું બધું માનવામાં આવે છે કે પ્રસંગે એ દશ પ્રાણને પણ છોડાવી દે છે. ધનનું મમત્વ એકદમ મૂકવું આકરું લાગે તેવી સ્થિતિ ઘણા પ્રાણીઓની હેવાથી દીર્ધદષ્ટિવાળા ગ્રંથકર્તાએ ધનનો વ્યય કેવી રીતે કરવો તે પણ બતાવ્યું છે. આ સંબંધમાં તેઓશ્રીને કહેવાને મુખ્ય ઉદેશ એ જણાય છે કે પૈસાના વિચાર અને ફડફડાટમાં આત્મિક સાધન છોડી દેવાનું ઘણું પ્રાણુઓને બને છે; એ સંબંધમાં બહુ વિચાર કરવાની જરૂર છે. જે તદ્દન ધૂળ વસ્તુ છે, પૌગલિક છે, ચળ છે, છેવટ સુધી પાસે કદાચ ૨હે તે પણ પ્રાંતે તો અહીં જ પડી રહેવાની છે, એવી વસ્તુ પર મમત્વ કરી પ્રાપ્ત કરેલ અનુકૂળતાઓને લાભ લેતાં ચૂકી જવું નહિ. પૈસા એકઠા કરવા એ તદ્દન નિહેતુક પ્રવૃત્તિ છે. એક અંગ્રેજ કવિ કહે છે કે – Take thou no thought for aught save Right and Truth, Life holds for finer souls no equal prize; Honours and wealth are baubles to the wise. “આ જીવનમાં વિશુદ્ધતર જીવન ગાળનારને સરખે બદલે મળતો નથી, સંગ પ્રમાણે વધતા-ઓછો મળે છે; પણ મારે તે સત્ય અને ખરી વાત સિવાય બીજી કોઈ વસ્તુને વિચાર કરે નહિ. ડાહ્યા માણસને મન માનપાન અને પૈસા તે શેભિતાં પણ કિંમત વગરનાં રમકડાં જેવાં છે.” આ ટૂંકા વાક્યમાં બહુ અગત્યનું રહસ્ય સમાયું છે. ધનમમત્વમોચન અધિકાર બહુ વિચારીને વાંચવા ગ્ય છે. ૫. દેહમમત્વ–પાંચમા દેહમમમેચન અધિકારમાં પણ બીજા અધિકારથી શરૂ થયેલ લય (spirit) ચાલુ રાખે છે. આ શરીર પર અસાધારણ પ્રેમ રાખી તેને આખો વખત પંપાળવું નહિં અથવા તેને શેભાની ટાપટીપથી દીપાવવું નહિ, એને આત્મિક ધમ્મ બજાવવામાં સહાયભૂત સમજી તેનાથી બની શકે તેટલું શુભ કાર્ય કરી લેવું. એ શુભ કાર્યો કરવા પૂરતી તેની સ્થિતિ સારી હોવી જોઈએ. શરીર તરફ તદ્દન ઉપેક્ષા રાખવી એવો હેતુ જણાતું નથી, પણ તેના તરફ અત્યંત ધ્યાન આપી તેને પ્રેરનારને– તેનામાં ચૈતન્ય સ્વરૂપે રહેનારને-ભૂલી જ એમ ન થવું જોઈએ. આ અધિકારમાં સ્વદેહ અને પરદેહ Page #38 -------------------------------------------------------------------------- ________________ બને પર મમત્વ રાખવાનો ગર્ભિત આશય હોય એમ જણાય છે. શરીરને અશુચિમય સમજવાથી અને તેના પર યોગ્ય વિચાર કરવાથી તેનું વાસ્તવિક સ્વરૂપ અને તેને અંગે તેની સાથે વર્તન કરવાને યોગ્ય રસ્તા સારી રીતે ધ્યાનમાં આવે છે. આ પાંચમા અધિકારને વિષય આ શારીરિક સુખમાં મસ્ત બનાવનાર ચાલુ કાળમાં પસંદ ન આવે એ બનવાજોગ છે. પણ તેથી સૂરિમહારાજ તે વસ્તુ સ્વરૂપ સમજાવવાની પોતાની ફરજ ચૂકી જતા નથી. ચાલુ જમાનાની ખાવાપીવાની અને વર્તન કરવાની રીત શરીરને નિરંતરનું પિતાનું મનાવે છે કે જે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ છે એમ આપણે પ્રત્યક્ષ અનુભવ છે. દુનિયામાં જે જે હકીકતો બને તેને માત્ર ઉપ૨ઉપરનો જ ખ્યાલ લેવાની ટેવ હોવાથી ઘણા જીવો આમાં ઊંડા ઊતરી શકતા નથી. એક માણસના મરણ વખતે ઘણુ ખરા કહેશે કે બહુ ખરાબ થઈ ગયું વગેરે; પણ શું ખરાબ થયું, એને વિચાર કરશે નહિ. શરીરને આત્માને વિયોગ, કે જે સ્વાભાવિક ધર્મ છે, એ જ થયું છે એવું પૃથકકરણ કરવાની તેને ઈચ્છા થશે નહિ. દુનિયાના સામાન્ય બનાવોમાં પણ આવું અંતિમ રહસ્ય શોધવાની ટેવ પાડવી બહુ આવશ્યક છે. પ્રમાદિત્યાગ–ઠા પ્રમાદત્યાગ અધિકારમાં પંચેન્દ્રિયના વિષયોનું સ્વરૂપ બહુ વિદ્વત્તાથી બતાવવામાં આવ્યું છે. આ જીવ સ્થૂળ ઇન્દ્રિયસુખમાં આસક્ત થઈ જાય છે. સારા સારા પદાર્થો ખાવામાં, સેન્ટ-લવંડર સૂધવામાં, હાર્મોનિયમ-પીઆને સાંભળવામાં, સુંદર સ્ત્રીઓનું રૂપ વિકારદષ્ટિથી જોવામાં અને તેઓ સાથે વિષયસેવન કરવામાં આનંદ માને છે. પાંચ ઈન્દ્રિયના વિષયો અનેક પ્રકારના છે. જેને અનુભવ દરરોજ થાય છે. આમાં સુખ શું છે? શું માનવામાં આવ્યું ? તેમાં ખરું તત્ત્વ શું છે? ખરા સુખનું સ્વરૂપ શું છે? તે આ જીવને કેમ સમજાતું નથી ? આ સ્થળ સુખો ભગવતી વખતે કેટલું અને કેવું સુખ આપે છે? પરિણામે તેથી શું થાય છે? આમિક સુખ અને સ્થળ સુખમાં તફાવત શો છે?—એ વિષય પર બહુ અસરકારક વિવેચન આ અધિકારમાં કરેલું છે. ઈન્દ્રિયના વિષયમાં આ જીવની આસક્તિ એટલી બધી રહે છે કે તેને કોઈ પણ પ્રસંગ પડતાં જે પિતાને વિશેષ જ્ઞાન અને દઢ શ્રદ્ધા ન હોય તે તે તેમાં મગ્ન થઈ જાય છે. તે પ્રસંગે તેને એટલું પણ ભાન રહેતું નથી કે દુનિયામાં પ્રતિષ્ઠા મેળવનાર મારા જે પ્રતિષ્ઠિત ગણાતે પુરુષ આવા બાળકને છાજતા ખેલ કેમ કરે છે? એક ડાહ્યો ગણાતો માણસ પણ એકાંત ભાગમાં સ્ત્રી સાથે કેવી વિચિત્રતાથી વતે છે એ કલ્પી શકાય તેવું છે. એવી સ્થિતિથી તે વખતે અને ભવિષ્યમાં આ જીવને બહુ હાનિ થાય છે, તે દૂર કરાવવાને અત્ર ઉપદેશ છે. આવા વિષયોમાં વસ્તુ સ્વરૂપ વિચારવાની બહુ જ જરૂર છે. પ્રમાદને માટે અત્ર બહુ લખવામાં આવ્યું નથી, અંતિમ રહસ્યમાં અને ભૂમિકામાં તે વિષયનું સહજ નિરૂપણ કરવામાં આવ્યું છે. ૭, કષાયો–સાતમે કષાયનિગ્રહ અધિકાર છે. આ અધિકારમાં લખેલ હકીકત આપણા દરરેજના અનુભવમાં આવે છે અને કર્મપ્રકૃતિઓ ગ્રહણ કરવાના મુખ્ય દ્વારમાંનું એ એક ઠાર છે. કષાયથી જ સંસારને લાભ અને તેની વૃદ્ધિ થાય છે અને તે આ જીવના સંબંધમાં મોટા ફેરફાર કરી શકે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર તેના ભેદ છે. સવારથી રાત્રી સુધીમાં કષા કરવાના અનેક પ્રસંગ આવે છે: કોઈની પર ગુસ્સો આવી જાય છે; કેઈ વાર પોતાની મોટી મોટી વાતો (આત્મપ્રશંસા) કરવામાં આનંદ મનાય છે: કઈ વાર બગવૃત્તિ ધારણ કરાય છે અને કોઈ વાર પૈસાની માળા ફેરવાય છે. આ ચાર કષાયે અનેક રૂપમાં દેખાવ દઈ આ જીવને કેવા ચાળા કરાવે છે તે સંબંધી આ અધિકારમાં બહુ વિસ્તારથી વિવેચન કર્યું છે. આ ચાર કષાય એવી અસાધારણ શક્તિ ધરાવે છે કે પિતાના પુરજોશમાં જે તે ચારમાં એક પણ હેય તે આ જીવ ગમે તેટલી ધર્મક્રિયા કરે, ગમે તેટલું જ્ઞાન ભણે, ગમે તેટલાં તપ કરે, પણ તે સર્વને કષા નકામાં બનાવી દે છે અને જીવને અધઃપાત કરાવે છે. આવાં કારણોથી કષાયને નિગ્રહ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કરવાની ખાસ જરૂર છે. મને વિકારને તાબે થનાર પ્રાણુની જિંદગી લગભગ નકામા જેવી છે, એમ ઉપરઉપરની દૃષ્ટિથી પણ આપણને લાગે છે, પરંતુ મનેવિકારે કેવા અને કેવી રીતે કામ કરનારા હોય છે એનું ઊંડાણમાં ઊતરી આપણે સ્વરૂપ ન જાણતા હોઈએ ત્યાં સુધી એ સત્ય હકીકત પણ માત્ર વાતના રૂપમાં રહે છે. કષાયને બરાબર ઓળખી, તે કરવાને પ્રસંગ આવતાં તેને નિગ્રહ કરવો અને તેનાથી જિતાઈ ન જતાં તેને જીતી લેવા, એટલું સાધ્ય લક્ષ્યમાં રાખવું યોગ્ય છે. કષાયના દરેક વિષય પર મેટામેટા લેખ લખાય તેમ છે, અને અન્યત્ર તે પ્રયાસ કર્યો પણ છે, તેથી તેમ જ આ અધિકારના વિવેચનમાં ગ્રંથના પ્રમાણપૂરતું વિવેચન થયેલું હોવાથી આ સ્થળે તો આ અધિકારમાં કયા વિષય આવે છે તેનું માત્ર દિગદર્શન જ કરાવવામાં આવ્યું છે. કષાય જિંદગીમાં ઘણો અગત્યને ભાગ ભજવે છે તેથી તેના સંબંધમાં બેદરકાર રહેવું નહિ એટલી ગ્રંથકર્તા વારંવાર ભલામણ કરે છે. ૮. શાસ્ત્રગતિ–ત્યાર પછી આઠમે શાસ્ત્રાભ્યાસને અધિકાર આવે છે. આ અધિકાર બહુ વ્યવહારુ આકારમાં લખાય છે. શાસ્ત્રને અભ્યાસ કરી વિદત્તા દેખાડવાની વૃત્તિ રહે તે શાસ્ત્રાભ્યાસથી બહુ લાભ થતું નથી. અભ્યાસ પ્રમાણે વર્તન હવાની ખાસ જરૂર છે. પંડિતના નામમાત્રથી ખુશી થઈ જવા જેવું નથી, પણ મતિ અનુસાર બુદ્ધિ હોવી જોઈએ અને તે બન્ને અનુસાર પ્રવૃત્તિ હોવી જોઈએ. વિષયપ્રતિભાસ, આત્મપરિણતિ અને તત્વસંવેદન જ્ઞાનનું સ્વરૂપ શ્રીમદ્દ હરિભદ્રસૂરિએ અષ્ટકમાં આપ્યું છે તે બહુ મનન કરવા છે, એ હકીકત વિવેચનમાં ખાસ ધ્યાન ખેંચનારી છે. શાસ્ત્રાભ્યાસને ઉદ્દેશ શો છે તે બહુ વિચારવા યોગ્ય છે અને આ વિષય પર ગ્રંથકર્તાએ અસરકારક રીતે ધ્યાન ખેંચ્યું છે. આ સંબંધમાં બહ ગફલતી થાય છે. ઘણી વખત જ્ઞાનના દેખાવમાં જ સંપૂર્ણતા માનવામાં આવે છે, તે સંબંધમાં યોગ્ય વિચાર બતાવવામાં આવ્યા છે. આ વિષયની સાથે અભ્યાસને અંગે સમજવામાં આવતાં ચતુર્ગતિના કલેશનું વર્ણન કરવામાં આવ્યું છે. નરક કે તિર્યંચ ગતિમાં દુઃખો છે તે તો આ જીવ સમજે છે, પણ મનુષ્ય અને દેવગતિમાં પણ દુઃખ છે એ વાત સ્પષ્ટ કરવાની બહુ જ જરૂર છે. જે ક્રિયા કરવાથી ચઉગીત સધાય તે અધ્યાત્મ નથી એમ શ્રી આનંદધનજી મહારાજ અગિયારમા શ્રી શ્રેયાંસનાથજીના સ્તવનમાં કહે છે અને કદાચ કોઈ ક્રિયાથી શુભ ગતિ બંધાય છે તે પણ ઈષ્ટ નથી, એ ખાસ સમજવું જરૂરનું છે. અધ્યાત્મ વ્યાખ્યા કરતાં પણ આપણે જોયું છે કે જે અધ્યાત્મથી ચઉગતિમાંથી કોઈ પણ શુભ અથવા અશુભ ગતિ બંધાય તે અધ્યાત્મ નથી. ૯ ચિત્તદમન–આખા ગ્રંથના મધ્યબિંદુરૂપ નવમો અધિકાર ચિત્તદમનને આવે છે. ગમે તેટલી ક્રિયા કરવામાં આવે, ગમે તેટલું જ્ઞાન ભણવામાં આવે, ગમે તેટલી તપસ્યા કરવામાં આવે, અને ગમે તેટલી યોગસાધના કરવામાં આવે, પણ જ્યાં સુધી મનની અસ્થિરતા હોય, ચિત્ત આકુળ-વ્યાકુળ હોય, માનસિક ક્ષોભ હોય, ત્યાં સુધી સાધ્ય પ્રાપ્ત થઈ શકતું નથી એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે, જ્ઞાનને, તપને અથવા ક્રિયાને આશય મને પર અંકુશ લાવવાનું હોવું જોઈએ. મનની અવ્યવસ્થિત સ્થિતિથી પ્રાણીનાં કાર્યો કાંઈ પણ ફળ આપી શકતાં નથી. એ શુદ્ધ દૃષ્ટિની અપેક્ષાએ યથાતથ્ય છે. એ સંબંધમાં સામાન્ય રીતે આપણે વિચારો બહુ અચોક્કસ રહે છે. સામાન્ય પ્રકૃતિ બાહ્ય દેખાવ ઉપર બહુ મત બાંધી દે છે, પણ વસ્તુતઃ એમ થવું ન જોઈએ. અમુક પ્રાણીના સંબંધમાં મત બાંધતાં પહેલાં તે પ્રાણીનું મન કેટલું અંકુશમાં આવ્યું છે તે પર બહુ જ વિચાર કરવાની જરૂર છે ગમે તેવા કાર્ય કરવામાં ઉઘુકત થયેલા જીવને મન કેવી રીતે ફેરવી નાખે છે, તેને અનુભવ વિચાર કરવાથી તુરત સમજી શકાય તેમ છે, મન જ મેક્ષ અને બંધનું કારણ શાસ્ત્રકારે કહ્યું અને ક્રિયા ન કહી એનું રહસ્ય આ અધિકારમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. આ અધિકારમાં ગ્રંથર્તાએ, પ્રથમ અધિકારની પેઠે, પિતાની વિદ્વત્તા બતાવી આપી અ. ક. ૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩. છે અને વિવેચન પણ બહુ વિચાર કરીને લખવા પ્રયાસ થયા છે. આ અધિકારના વિષય બહુ ઉપયોગી હાવાથી તે પર ખાસ ધ્યાન આપવા અને વારંવાર મનન કરવા ખાસ સૂચના કરવામાં આવે છે. ૧૦. વૈરાગ્ય—દશમા અધિકાર વૈરાગ્યને આવે છે. એ અધિકારમાં આ સંસારના વિષયે ઉપરથી રાગ ઊડી જાય અને વસ્તુસ્વરૂપ તેના યથાસ્થિત આકારમાં સમાય તેટલા સારુ વિદ્વાન ગ્રંથકાઁએ છૂટા છૂટા વિષયો લઈ વૈરાગ્ય થવાનાં સાધનો બતાવ્યાં છે. મૃત્યુના દોર, લેાકર'જનવાળા ધર્મ'નુ' ઉપરચોટિયાપણુ આ જીવને મળેલી અનેક પ્રકારની જોગવાઇઓ, તેના તેણે લેવા જોઈતા લાભ, ધર્મથી થતા દુઃખક્ષય, સુખનું વાસ્તવિક સ્વરૂપ, પ્રમાથી થતાં દુઃખા, ઇંદ્રિ ચેના વિષયામાં પ્રવૃત્તિ કરવાથી થતાં દુઃખો, તે પર દૃષ્ટાંતો અને આ જીવના વન અને ઉદ્દેશ વચ્ચે વિસંવાદ વગેરે અનેક છૂટી છૂટી બાબતા લઇ તે પર બહુ અસરકારક ભાષામાં પ્રકાશ પાડયો છે. એ પ્રકાશનું સ્વરૂપ બહુ મનન કરવા યેાગ્ય છે. એક પ્રસંગે અજાદિકનાં દૃષ્ટાંતા પણ બહુ યુક્તિથી આપ્યાં છે. જ્યાં સુધી સાંસારિક–પૌદ્ગલિક વિષયા પરથી આ જીવને રાગ ધટે નહિ, ત્યાં સુધી ધર્મ સન્મુખ થાય નહિ, એ સ્પષ્ટ હર્કીકત હાવાથી સર્વ વિષયાનુ અત્રે પૃથ રણુ અને સ્પષ્ટીકરણ કરવામાં અંતિમ હેતુ, તેનુ પરિણામે થતું દુ:ખ સમજી, તેનાથી દૂર રહી, સમતા પ્રાપ્ત કરવાના રાખવામાં આવ્યા છે. આ અધિકાર પણ બહુ જ મનન કરવા યાગ્ય છે. એના દરેક શ્લોકમાં એકેક અથવા તેથી વધારે મહાન સત્યો ઝળકી આવે છે, જે શેાધ કરનારને અને સાધક હાય તેને પ્રાપ્ત થઈ જાય તેમ સ્પષ્ટ રીતે બતાવ્યાં છે. ૧૧. ધમ શુદ્ધિ—અગિયારમા અધિકાર ધમ શુદ્ધિના આવે છે. આ કાળમાં ધર્મના વિષયમાં લખવુ એ જ ધણા જીવાને અપ્રાસ`ગિક લાગે છે, સખત હરીફાઈ અને પુદ્ગલમાં મસ્ત રહેવાના જમાનામાં ધર્મ શબ્દના અભાવ દાખલ થતા હતા, તેમાં હવે કાંઈક ફેરફાર થતા જોવામાં આવે છે. ધર્મની આવશ્યકતા હવે લગભગ સવ` સ્વીકારે છે. તે ધ'માં શુદ્ધિ કેટલા પ્રકારની રાખવી જોઈએ એ અત્ર બતાવવામાં આવ્યું છે. ધર્મમાં દોષો કેવા કેવા આવે છે તેનુ` મુદ્દાસર લિસ્ટ આપી સ્વગુણુપ્રશંસાના દુર્ગુણુ ઉપર અને જનસ્તુતિ ઉપર વિદ્વત્તાભરેલા ઉલ્લેખ ગ્રંથકર્તાએ કર્યાં છે. આ હકીકત પર દરેક વાંચનારનુ ખાસ ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. છેવટે ભાવદ્ધિ રાખવાના ઉપદેશ આપ્યો છે. ભાવ વગરની ક્રિયા કેવી રીતે અલ્પ ફળ આપે છે, તે પર અત્ર વિસ્તાર જોવામાં આવશે. આ અધિકારમાં લેાકસ્તુતિ પર વ્યવહારુ વિવેચન ખાસ વાંચવા યાગ્ય છે. ૧૨. ગુરુદ્ધિ—બારમેા અધિકાર ગુરુશુદ્ધિના છે, એ અધિકારમાં ગુરુમહારાજ કેવા હાવાજોઈએ એસ.બંધમાં સૂરિમહારાજે હુ વિસ્તારથી વિવેચન કર્યું છે. આ અધિકારમાં કેટલાક અગત્યના વિષચેના સમાવેશ કરવામાં આવ્યું! છે; ગુરુપરીક્ષામાં બહુ વિચાર કરવાની આવશ્યકતા ખતાવવામાં આવી છે અને તે માટે કડણ ભાષાના ઉપયોગ પણ કવિચત્ કરેલા જોવામાં આવે છે. આ અધિકારમાં સ`પત્તિ અને વિપત્તિનાં કારણેા બતાવ્યાં છે તે ખાસ મનન કરવા યાગ્ય છે. ૧૩. તિશિક્ષા-તેરમા અધિકાર યતિશિક્ષાના છે. યિત નામથી ઓળખાતા, સંસારને ત્યાગ કરનારા સને ઉદ્દેશીને લખાયેલા આ અધિકાર બહુ ધીરજથી વાંચવાની જરૂર છે. વેશમાત્રથી લાભ નથી, જનર’જનપણાની ક્રાંઇ કિંમત નથી, યતિપણાની ઉચ્ચ પ્રકારની ફરજો શી શા છે? નકામાં વજ્રપાત્રને પરિ ગ્રહ ખેાજારૂપ છે; પરીષહનું સ્વરૂપ શું છે ? સંયમના ભેદો કેટલા છે? ચરણસિત્તરી અને કરણસિત્તરીના ભેદા કયા કયા અને કેટલા છે વગેરે અનેક ઉપયોગી હકીકતનેા આ આધકારમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ અધિકાર સથી વધારે લાંખે છે. એની ભાષા શિક્ષા આપવા યોગ્ય કઠણ શબ્દોમાં લખાઇ છે તે Page #41 -------------------------------------------------------------------------- ________________ તરફ ખપી જીવ ગુસ્સ કરતા નથી, પણ તેનું આંતર સ્વરૂપ સમજવા વિચાર કરે છે. સૂરિમહારાજ પોતાના અભુત ચારિત્રગુણમાં બાલ્યવયથી જ આસક્ત હોવાને લીધે બહુ ઉત્તમ રીતે હદયભાવનાથી ઉપદેશ આપે છે. આ ઉપદેશ સાધુ અને શ્રાવક સર્વને માન્ય કરવા યોગ્ય છે. એ ઉપદેશમાં સાધુધર્મ બહુ વિકટ છે એવો વિચાર આવવાથી તે તરફ ઉપેક્ષા ન થઈ જાય એની ખાસ વિચારણા રાખવામાં આવી છે. આ અધિકારનું રહસ્ય સમજવું સમજાવવું બહુ મુશ્કેલ લાગે છે, તે છતાં જે પ્રયાસ કરવામાં આવ્યું છે તેમાં કોઈ વ્યક્તિ કે સમષ્ટિને દુઃખ લગાડવાનો બિલકુલ ઇરાદે નથી, છતાં એ પ્રસંગ આવી ન જાય તે સારુ આ અધિકાર મુનિમહારાજાઓને વિવેચન સાથે બતાવી તેઓની સંમતિ મેળવી છે; છતાં પણ કોઈ સ્થાનકે દૂષણ રહ્યાં હોય તો તેને માટે અંતઃકરણથી ક્ષમાયાચના છે. સાધુવેગથી બહાર માણસ આવા ગંભીર વિષય ઉપર વિવેચન કરવા જાય તેમાં ગેરસમજુતિ થવા સંભવ છે તેથી આખા ગ્રંથના સંબંધમાં સામાન્ય દોષક્ષમા માગવાની પ્રસ્તાવનાની પ્રચલિત રૂઢીને અનુસરવા ઉપરાંત બારમા અને તેરમા અધિકારના સંબંધમાં વિશેષપણે તેમ કરવાની જરૂર જોઈ છે. સૂરિ મહારાજે જે ગંભીરતા અને લાગણીથી આ અધિકાર લખ્યું છે તે સમજવા માટે યત્ન કરવાની ખાસ ભલામણું છે. ૧૪ સંવર–ચૌદમે અધિકાર મિથ્યાવાદિ સંવરને છે. પાંચ પ્રકારના મિથ્યાત્વનું સ્વરૂપ લખી મન-વચન-કાયાના યોગ પર અંકુશ મેળવવા ઉપદેશ આપ્યા છે. મનગ પર તંદુલમસ્ય અને પ્રસન્નચંદ્રનાં આખ્યાને વિચારવા યોગ્ય છે, વચનગ પર વસુરાજનું દૃષ્ટાંત મનન કરવા યોગ્ય છે, તેમ જ કાયયોગ પર કાચબાનું આખ્યાન ચિંતવવા ગ્યા છે. ત્યાર પછી ઈદ્રિયસંયમ પર પુષ્કળ વિવેચન કરી કષાયસંવર કરવા ઉપદેશ આપે છે અને તેમ કરતાં કરન્ટ અને ઉત્કરટ મુનિનું દૃષ્ટાંત આપી બહુ ઉપયેગી બોધ આપેલ છે. છેવટે નિઃસંગતા પ્રાપ્ત કરવા પ્રેરણા કરવામાં આવી છે. ૧૫. શુભ વૃત્તિ–પંદરમો અધિકાર શુભવૃત્તિશિક્ષાને છે. દરરોજ બે ટંક છ આવશ્યક કરવાં, તપસ્યા કરી કમ નિર્ધાર કરવી, શીલાંગ ધારણ કરવાં, ગર્ધન કરવું, ઉપસર્ગ સહન કરવા, સ્વાધ્યાય-ધ્યાન કરવું, ઉપદેશ દેવ, આત્મનિરીક્ષણ કરવું વગેરે શુભ પ્રવૃત્તિના અનેક શુભ પ્રકાર બતાવી તે પ્રમાણે કરનારને ભવિષ્યમાં કેવા પ્રકારના લાભ થાય છે તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. આ અધિકારમાં જે જે પરચૂરણ વિષય બતાવવામાં આવ્યા છે તે બહુ ઉપયોગી અને મનન કરવા યોગ્ય છે. ૧૬. સામ્ય –ળમાં અને છેલ્લા સામ્યસર્વસ્વ અધિકારમાં આખા ગ્રંથના સારરૂપ સમતા રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સમતાને પરિણામે સુખ કેવી રીતે થાય છે અને તે સુખ કેવા પ્રકારનું છે તે બહુ ઉત્તમ રીતે બતાવ્યું છે. મોક્ષનું સ્વરૂપ વિવેચનમાં બતાવી તે પ્રાપ્ત કરવાનું કારણ સમતા છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ સમતાસની વાનગી છે એમ બતાવી એના અધિકારી કેણ છે તે પણ બતાવવામાં આવ્યું છે. ત્યારપછી કાઈ પણ પ્રકારના આડંબર વગર આ ગ્રંથ પૂર્ણ કરવામાં આવે છે. કૃતિને સમય–આ ગ્રંથ સૂરિમહારાજે કઈ સાલમાં લખે તે સંબંધી કાંઈ નિર્ણય થઈ શકે તેમ નથી. મને એમ લાગે છે કે સૂરિમહારાજે ઉપદેશરત્નાકર વગેરે ગ્રંથો બનાવ્યા પછી* જિદગીના ૧. આ હકીકતને ટીકાકાર શ્રી ધનવિજય ગણિ ટેકો આપે છે. ગ્રંથની શરૂઆતના સથ શબ્દ પર છે તેઓશ્રી કહે છે કે એ શબ્દ અનન્તરતા સૂચવે છે અને અત્ર તેને માટે એમ સમજવું કે આ ગ્રંથ ઉપદેશરનાકર વગેરે ગ્રંથો લખ્યા પછી બનાવ્યો છે. આનું કાંઈ કારણ તેઓ આપતા નથી. પણ સૂરિમહારાજ પછી આપણાથી નજીકના સમયમાં તેઓ થયા છે તેથી તેઓની કહેલી હકીકત કદાચ સંપ્રદાયથી તેઓને જણાઈ હાય. Page #42 -------------------------------------------------------------------------- ________________ છેવટના ભાગમાં પિતાના અનુભવનું રહસ્ય આ ગ્રંથ દ્વારા બહાર પાડયું છે અને આ ગ્રંથના શ્લેકે એક સાથે નહિ પણ જ્યારે જ્યારે મનમાં કુરણ થઈ આવી હશે ત્યારે લખ્યા હશે એમ જણાય છે. સાતમા કષાયનિગ્રહ અધિકારમાં ક્રોધ-માનના સ્વરૂપમાં વચ્ચે માયાના લેક આવે છે. વળી, લભત્યાગ ઉપદેશ પછી કોધત્યાગનું સ્વરૂપ આવે છે. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ જેવા સમર્થ લેખક, જેમણે ઉપદેશરનાકરમાં એક સરખી શૈલી બતાવી એક વિષયને એક છેડાથી બીજા છેડા સુધી નિયમસર લખ્યો છે તે આ પ્રમાણે આડાઅવળા શ્લેકે સંબંધ વગર લખે તેને એક જ રીતે ખુલાસો થઈ શકે છે. તેવી જ રીતે દેવગુરુધર્મશુદ્ધિ અધિકારનો વિષય ગુરુશુદ્ધિ માટે જ લગભગ લખાયો છે, આ પ્રમાણે અનુમાન દયું છે તે જે ખરું હોય છે તેથી ગ્રંથની કિંમતમાં બહુ વધારો થાય છે. કુદરતી રીતે અવલોકન કરતાં હૃદયમાંથી જે ઉગારે નીકળે તે કૃત્રિમ ઉદ્ગારો કરતાં વિશેષ ઉપયેગી જ ગણાય છે. વળી, ઉપદેશરત્નાકર ગ્રંથની આદિમાં મંગલાચરણમાં ધણું બ્લેકે લખ્યા છે; અત્ર તેમાંનું પ્રમાણમાં કાંઈ નથી, તે પણ સામ્યદશા બતાવે છે, અને એ દશા વૃદ્ધાવસ્થામાં સવિશેષપણે પ્રાપ્તવ્ય છે. મારી માન્યતા પ્રમાણે આ ગ્રંથ સંવત ૧૪૭૫ થી ૧૫૦૦ સુધીમાં કકડે કકડે લખાયે હશે એમ લાગે છે. ભાષાશૈલી–આ ગ્રંથની રેલી બહુ જ ઉત્તમ છે. કઈ કઈ જગ્યાએ પુનરાવર્તન જણાય છે, પણ ઉપદેશના ગ્રંથમાં પુનરાવર્તન દોષરૂપ નથી એ આપણે ઉમાસ્વાતિ મહારાજના કહેવાથી જાણીએ છીએ. (જુએ પ્રથમ લેક પર વિવેચન, પૃષ્ઠ ૭) જે વિષય સૂરિમહારાજે લીધા છે તે સર્વ બહુ અસરકારક શબ્દોમાં તેઓએ છર્યા છે. સંસ્કૃત ભાષા ઉપરને તેઓને કાબૂ બહુ ઊંચા પ્રકાર છે અને કઈ કઈ જગ્યાએ અલંકારનો બહુ ઉત્તમ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેઓનાં દૃષ્ટાંત અને ઉપમાને બહુ સ્પષ્ટ અને લાગુ પડતાં છે અને તેઓની વાક્યરચના માર્મિક છે. તેમની ભાષામાં ઉપદેશની ભાષાને સર્વ પ્રકાર સમાવવામાં આવ્યા છે. ઉપદેશની ભાષામાં કેટલીકવાર બહુ જ ઠંડી ભાષા રાખવી યોગ્ય છે. વિષયની * મધુરતા અને પ્રિયપણું પ્રાપ્ત કરાવવા માટે આવી ભાષાની જરૂર છે, કેઈ વખત આક્ષેપક ભાષાને ઉપયોગ કર પડે છે, કોઈ વખત કઠોર શબ્દોને પણ ઉપયોગ કરવો પડે છે. સૂરિમહારાજે પણ આ જીવને કઈ કોઈ વાર “વિધાન” અને કઈ કઈ વાર “મૂઢ' કહ્યો છે, તેમ જ, ઉપર જણાવ્યું તેમ, સર્વ પ્રકારની ભાષાશૈલીને ઉપગ કર્યો છે, તેથી વાંચનાર તથા સાંભળનારને આનંદ અને વિચાર થાય એ સ્વાભાવિક છે. આવી સર્વ પ્રકારની ભાષાશૈલી પર કાબૂ મેળવવો એ સાધારણુ વિદ્વાનથી બની શકે તેવું નથી. યતિશિક્ષા અધિકારમાં તેઓ સહજ કડક થયા છે અને કઈ કઈ જગ્યાએ તે વધારે કડક થય છે. એમાં શૈલીદોષ હોય કે ન હોય પણ તેઓને આશય અતિશય મહાન હતું એમ સ્પષ્ટ જણાય છે. ગોઠવણ-અધિકારની ગોઠવણ બહુ વિચારવા લાયક છે. એક પછી એક અધિકાર વધારે ઉપયોગી હકીકત બતાવનારા લખાયા છે અને ચિત્ત રાખીને વાંચનારને બહુ આનંદ આપે તેવી રીતે તેની ગઠવણ કરી છે. દરેક લેકની ભાષા મધુર અને સ્પષ્ટ હોવા ઉપરાંત શૈલી બહુ સાદી અને અસરકારક છે. પ્રચાર–આ ગ્રંથ મુનિજીવન અને શ્રાદ્ધજીવનના માર્ગદર્શક તરીકે બહુ જ ઉપયોગી છે એમ જણાય છે. આ ગ્રંથ વ્યાખ્યાનમાં અનેક સ્થળે વારંવાર વંચાય છે. તે ઉપરાંત અનેક મુનિમહારાજાઓ આ ગ્રંથ સાયંત કંઠસ્થ કરે છે અને તેને પાઠ પણ નિરંતર કરે છે એમ અનુભવ્યું છે. આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાના સંબંધમાં આટલી હકીકત જ પૂરતી ગણી શકાય તેમ છે. હેતુ–જે મહાન હેતુથી આ ગ્રંથ લખવામાં આવ્યું છે તે ખાસ યાદ આપવાની જરૂર છે. સમતા પ્રાપ્તિને નજીકને હેતુ અને મોક્ષપ્રાપ્તિને પરંપરાગત હેતુ એ બંને અનંતર અને પરંપર હેતુ પ્રાપ્ત કરી શકાય એવી શૈલીથી અને ગોઠવણથી ગ્રંથ લખાયો છે. For Private & Personal Use'Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ટીકા–આ ગ્રંથ પર શ્રીધનવિજયગણિએ અધિરહિણી નામની ટીકા લખી છે; એ ટીકા બહુ જ ઉત્તમ અને વિસ્તારવાળી સંસ્કૃત ભાષામાં છે. ટીકાકાર મહાવિદ્વાન જણાય છે. અત્રે શબ્દાર્થ લખવામાં મેં એ ટીકાને વારંવાર ઉપયોગ કર્યો છે. વિવેચનમાં પણ ઘણી જગ્યા પર તેઓના વિચાર ટાંકી બતાવ્યા છે. જ્યાં તેઓશ્રીનું નામ ન લખાણું હોય ત્યાં પણ તેઓની છાયા હશે જ. હુ દરેક લોક પર વિવેચન લખવા પહેલાં તે ટીકા વાંચતા હતા. આ ઉપરાંત આ ગ્રંથને બાલાવબેધ (ભાષામાં ટૂકે અર્થ) રત્નચંદ્ર ગણિ અને વિદ્યાસાગર ગણિએ કર્યો છે. એ બાલાવબંધ ઉપરથી શા૦ ભીમશી માણેકે શ્રી પ્રકરણરત્નાકરના બીજા ભાગમાં ભાષાર્થ છપાવ્યું છે. જો કે તેમાં આ ગ્રંથના મૂળ તથા અર્થમાં ઘણી ભૂલ રહી છે, છતાં પણ શા. ભીમશી માણેકે તેથી ઉપયોગી સેવા બજાવી છે. આ ગ્રંથના શ્લેકે ભાષામાં ચાપાઈ શ્રીરંગવિજય નામના સાધુએ કરી છે જેની પ્રત મારા મિત્ર તરફથી મેડી મળી તેથી શબ્દાર્થ લખવામાં તેને ઉપયોગ થયો નથી, પણ તે એપાઈ ઉપયોગી જણાયાથી ગ્રંથના છેવટના ભાગમાં આપી છે. અસલ ગુજરાતી ભાષા તેના તે જ આકારમાં જાળવી રાખવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે તેથી તે ચોપાઈની ભાષામાં ફેરફાર કર્યો નથી. ક્ષમાયાચના–આ ગ્રન્થનું વિવેચન લખતાં ગ્રંથકર્તાને આશય શું છે તે પર દર વખત પૂરતો વિચાર કર્યો છે. અન્ય વિદ્વાન લેખકોના આ જ વિષય પરના વિચારો અને પશ્ચિમની કેળવણીના સંસ્કારથી પ્રાપ્ત થયેલ વિચાર અને ટાંચણ આપી બનતી મહેનતે વિવેચન ઉપયેગી બનાવવા યત્ન કર્યો છે, છતાં તેમાં મંદ અભ્યાસને લીધે મતિષ રહી જવા સંભવ છે તે માટે યોગ્ય સ્થળે ક્ષમાયાચના કરી છે તેમ જ અહીં પણ કરવામાં આવે છે. જના–આ ગ્રન્થ પર સંસ્કૃતમાં શ્રી ધનવિજ્ય ગણિની ટીકા છે, તે ઉપરાંત શ્રી રત્નચંદ્ર ગણિની પણ જણાય છે અને તે બીજી આવૃત્તિ છપાઈ ગયા પછી લબ્ધ થઈ છે. એગ્ય અવકાશ મળશે તે બન્ને ટીકાઓનો ઉપયોગ કરી સ્વતંત્ર સંસ્કૃત ગ્રંથ છપાવવા વિચાર છે, આ ગ્રન્થની કાવ્યચમત્કૃતિ અને ઉપદેશપદ્ધતિ એટલી અસરકારક અને સારી છે કે તેને જેમ બને તેમ બની શકે તેટલી રીતે પ્રચાર કરવાની જરૂરિયાત છે. દરરોજના પાઠ માટે, તેટલા સારુ, મૂળ લેક, શબ્દાર્થ અને શ્રી રંગવિજયની પાઈ સાથે એક બત્રીશ પેજી નાની બુકની પણ યોજના કરવાનો વિચાર છે. અધ્યાત્મના વિષય પર લોકોને આદર થશે તે ત્યાર પછી એક-બે અપૂર્વ ગ્રંથ પર પણ આવી રી સંબંધમાં ભેજના કરવાની અભિલાષા રહે છે. હવે આ ગ્રંથના રચનાર યુગપ્રધાન તુલ્ય તપગચ્છાધિપતિ શ્રીમન્સુનિસુંદરસૂરિ મહારાજના ચરિત્ર પર ગવેષણ કરી ઐતિહાસિક નોંધ લઈ ઉપઘાત પૂર્ણ કરવામાં આવશે. શ્રી મુનિસુંદરસૂરિ અને તેમને સમય ઇતિહાસ સંબંધી દુલક્ષ્ય–ઈતિહાસના વિષયમાં હિંદુસ્તાનમાં પ્રથમથી બહુ બેદરકારી બતાવવામાં આવી છે એવી સાધારણ ફરિયાદ છે. પિતાનું નામ પ્રસિદ્ધ કરી જવાની પ્રબળ ઈચ્છા ન હોવાને લીધે કે એ વિષયથી ભવિષ્યની પ્રજાને ખાસ લાભ થવાનું કારણ ખ્યાલમાં ન આવવાને લીધે કે બીજા ગમે મારા એક વિદ્વાન મિત્રે મારું ધ્યાન ખેંચ્યું છે કે આ હકીકત બરાબર નથી. તેઓ વિશેષમાં લખે છે કે મુનિપુગનું સાધ્યબિંદુ અન્ય હેય છે, તેથી પિતાને મહિમા વધારવા સારુ અથવા માનપ્રતિષ્ઠા સારુ તેઓ સ્વની હકીકત બહુ લખતા નથી, પણ ભવિષ્યની પ્રજાના ઉપકારની વાત તેઓના ધ્યાન બહાર જાય એ અવાસ્તવિક છે. જે બરાબર તપાસ કરવામાં આવે તે સંવત ૧૦૦૦થી અત્યાર Page #44 -------------------------------------------------------------------------- ________________ તે કારણથી આ સંબંધમાં ફરિયાદનું કારણ રહ્યું છે આને લીધે આર્યાવર્તની પ્રાચીન કાળમાં શી સ્થિતિ હતી તેને સંપૂર્ણ ખ્યાલ મેળવવામાં બહુ મુશ્કેલી પડે છે. સીધે પુરા આ વિષયમાં ભાગ્યે જ મળી આવે છે; જે મળે છે તે ગ્રંથ ઉપર પડતા આજુબાજુના ઝાંખા પ્રકાશનાં કિરણો જ છે અને તેના ઉપરથી અનુમાન કરવાં પડે છે. અમુક ગ્રંથ કયા વખતમાં લખાય છે એમ જે જાણી શકાય તે તેથી બહુ ખુલાસા થાય છે; તે વખતની સરસાયટીનું બંધારણ, લેટેની વ્યવહારપદ્ધતિ, વિચારપદ્ધતિ અને વિકસ્વરતા કેવા પ્રકારનાં હતાં એ જાણવાનું સાધન પ્રાપ્ત થાય છે અને તેથી આદર્શ તરીકે તે હકીકત ચાલુ જમાનાની. પ્રજાને બહુ લાભ કરી શકે છે. આવા અતિહાસિક લખાણની ગેરહાજરીથી ઘણીવાર ગ્રંથને અર્થ કરવામાં પણ અગવડ પડે છે અને ઘણીવાર અનુમાનના અધૂરા આધાર ઉપર કામ ચલાવવું પડે છે. અતિહાસિક ણ પતે કેટલો લાભ કરે છે તે બહુ અગત્યને અને સમજવા જેવો વિષય છે, પણ અત્ર તે પ્રસ્તુત નથી. ઈતિહાસની ગેરહાજરી હિંદુસ્તાનમાં બહુ જણાય છે, એટલે મુખ્ય ઉલેખ જ હાલ તે પ્રસ્તુત છે. - સાધનો–હિંદુઓના સંબંધમાં જેટલી સીધા એતિહાસિક લેખોની ગેરહાજરી જોવામાં આવે છે તે જ પ્રમાણે જૈનેના સંબંધમાં સમજવાનું છે, પણ અત્ર સ્થિતિ કાંઈક સારી છે. ગુજરાત અથવા હિંદુસ્તાનને ટ્રકે ટૂકે અને કટકે કટકે જે ઈતિહાસ મળી આવે છે તે જૈન ગ્રંથોના આધારે જ લગભગ રચાયેલ છે. શ્રી હેમચંદ્રાચાર્ય અને ત્યાર પછીના ઘણા જૈન વિદ્વાનોએ ઇતિહાસ જેવું કાંઈ કાંઈ લખી મૂકયું છે અને તેમાંથી જે મળી આવે છે તેને ઉપયોગ થાય છે. આ સ્થિતિ સારી છે તેથી આપણને જરા આનંદ થાય છે, છતાં એટલું તે કહેવું જોઈએ કે જેન ગ્રંથમાં પણ નિયમસર ચાલુ ઈતિહાસ મળી આવતા નથી, પરંતુ કટકે કટકે અને બનાવની નંધના રૂપમાં તે બહુધા હોય છે. ઈતિહાસના સંબંધમાં આટલો ઉપકાર જૈન પ્રજએ પિતા ઉપર અને અન્ય પ્રજા ઉપર કર્યો છે એટલું જ નહિ, પણ પોતાની કામમાં થયેલા મહાન આચાર્યોના સંબંધમાં પણ અનેક ગ્રંથની પ્રશસ્તિઓ દ્વારા પ્રકાશ પાડ્યો છે. શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમની પહેલાંના આચાર્યો માટે ચતુર્વિશતિ પ્રબંધ વગેરે ગ્રંથમાં ઇતિહાસ મળે છે અને તે સમય પછીના આચાર્યો માટે તે આધારભૂત પટ્ટાવલિઓ મળી આવે છે. આ ઇતિહાસ પણ લગભગ સલવારી જેવો જ હોય છે. અમુક આચાર્ય સંબંધી કાંઈ ન જાણતા હોઈએ તેના કરતાં થોડું પણ જાણતા હોઈએ તે સારું, એ દૃષ્ટિથી આ વિષયમાં કાંઈક સંતોષ થાય છે, પણ અમુક આચાર્યનું જીવનચરિત્ર લખવું હોય તે એક બે અપવાદ (મારા માનવા પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રી હીરવિજયસૂરિ) સિવાય બીજઓના સંબંધમાં કાંઈ પણ મળે તેમ નથી. સ્થિતિ આ પ્રમાણે છે તેથી આ મહાન ગ્રંથન કર્તા માટે બહુ ઇતિહાસ મળે તેમ તેમ નથી, પણ તપાસ કરી જે થોડું મળી આવ્યું છે તે અત્રે રજૂ કરવામાં આવે છે સુધીને ધર્મ રાજ્ય અને રાજાઓને ઇતિહાસ બરાબર મળી શકે તેમ છે. નાશ પામતા અતિહાસિકગ્રંથે, પ્રતિમાજી ઉપરના લેખે, મંદિરોના લેખે તેમ જ સિક્કાઓ તે હકીકત પૂરી પાડે તેમ છે. શોધક દષ્ટિએ હાંસથી અને ખંતથી કામ કરનાર હોય તો લગભગ સાલસાલનો ઈતિહાસ લગ્ય છે. '. આ હકીકત બરાબર નથી. જુઓ આગલા પૃષ્ઠ પરની નેટ. શોધખોળથી ઘણું આચાર્યોનાં ચરિત્રો મળી શંક તેમ છે. હીરસોભાગ્ય કાવ્ય, ગુરુગુણરત્નાકર, સેમસૌભાગ્ય કાવ્ય, જયાનંદચરિત્ર, વિજયપ્રશસ્તિ કાવ્ય વગેરે અનેક ગ્રંથો ઐતિહાસિક ચરિત્રો પૂરાં પાડી શકે તેમ છે. તે ઉપરાંત અનેક ગ્રંથમાં લખાણ પ્રશસ્તિઓ પણ ઉપયોગી સાધન તરીકે કામ બજાવે છે અને લેખ તથા સિક્કાઓ પણ ઠીક કામ આવે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જન્મ અને દીક્ષા—આ ગ્રંથના કર્તા શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ છે. તેના જન્મ વિક્રમ સંવત ૧૪૩૬માં (સને ૧૩૮૦માં) થયા હતા. તેના જન્મ કયા નગરમાં થયા હતા, તેનાં માતાપિતા કાણ હતાં અને તે કઈ તિના હતા તે સંબંધી કાંઈ પણ હકીકત મળી શકી નથી. તેઓશ્રીએ સાત વર્ષની નાની વયમાં સંવત ૧૪૪૩ની સાલમાં જૈન ધર્મની દીક્ષા લીધી હતી.૧ આટલી નાની ઉંમરે દીક્ષા લેવાનો સંબંધમાં અથવા આપવાના સંબંધમાં હાલ ઘણી બાજુએથી શારમકાર થાય છે, પણ તે સંબંધમાં પૂ કાળમાં વિચારે, હુ જ જુદા પ્રકારના હતા. હાલ અનુભવ વગરના નાની વયવાળાને દીક્ષા આપવામાં કેટલાક ભૂલ થતી માને છે; પૂર્વ કાળમાં સર્વાનુમતે એવેા વિચાર હતા કે ઇંદ્રિયસ્વાદમાં પડી ગયા પછી આ પ્રાણીને તેમાંથી નીકળવું બહુ મુશ્કેલ પડે છે, માટે પૂના શુભ સંસ્કારથી કાઈ પણુ પ્રાણીને લઘુ વયમાં ચારિત્ર લેવા ઇચ્છા થાય તે તેમાં વિલંબ કરવા નહીં, અંતરાય પાડવા નહી. અને તેને સંસારમાં આસક્ત થવાને વખત આપવે! નહીં. ઇતિહાસથી પણ એમ જણાયું છે કે જૈન શાસનમાં તેમ જ અન્ય દર્શનમાં જે જે મહાત્માએ નામ કાઢી ગયા છે, જેએ! અદ્ભુત ગ્રંથકર્તા, તર્ક વેત્તા કે વ્યાખ્યાનકાર થયા છે, તે સ` નાની વયમાં દીક્ષિત થયેલા હતા. શ્રી વજ્રસ્વામી લધુ વયના દીક્ષિત હતા. શ્રી અભયદેવસૂરિને સેાળ વર્ષની વયે તા આચાય પદ આપવામાં આવ્યું હતું. શ્રી હેમચદ્રાચાર્ય સાત વર્ષની વયના હતા ત્યારે તેમને દીક્ષા આપવામાં આવી હતી આ ગ્રંથકર્તાના પૂર્વી પુરુષ સામસુંદરસૂરિ સાત વર્ષીની વયના હતા ત્યારે દીક્ષિત થયા અને શ્રી યશવિજયજી મહા રાજના સબંધમાં પણ તેમ જ સાંભળ્યું છે, શ્રીમાન હેમચંદ્રાચાર્યના સબંધમાં આ બનાવ પર ટીકા કરતાં પ્રા॰ પીટરસન લખે છે કે દૈવયન્તે આવા નાના છેાકરા (ચંગદેવ–હેમચન્દ્ર)ને પોતાના ચેલા બનાવ્યાતે ક્રાઈને નવાઈ જેવું લાગશે, પણ ખરી રીતે જોતાં તેમાં નવાઈ જેવું કાંઈ નથી. એવું ધારણ આ દેશમાં તથા ખીન્ન દેશામાં અસલથી ચાલ્યું આવ્યું છે ને ચાલ્યું આવે છે......માટી ઉંમરે પહેાંચેલા માથુસને જ સાધુ બનાવી શકાય એ ધેારણ સારુ' છે ખરું, પણ ખીજા સઘળા ધર્મોમાં જોઈશું તેા એ જ રીતે નવા આચાર્યોને પસંદ કરવામાં આવે છે, જ્યાં આયાયને લગ્નાદિકના પ્રતિબંધ હોય ત્યાં પેાતાની જગા લેનાર આચાર્ય બનાવવા માટે આમ કર્યા સિવાય છૂટકે જ નથી.' પ્રા॰ પીટરસન જેવા વિદ્વાના આ હકીકતને વ્યવહારુ દૃષ્ટિથી બતાવે છે. પણ તે ઉપરાંત આવા અગત્યના વિષયમાં મનને એક બાજુ નિર્ણય પર લાવ્યા અગાઉ ધાર્મિક અને ઐતિહાસિક દષ્ટિથી સાધુઓનાં બંધારણા ઉપર અને તે સ ંસ્થાની જરૂરિયાતના વિષય ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. અભ્યાસકાળ બાલ્યવયમાં જ પ્રાપ્તવ્ય છે અનેહાલ જેમ ખી. એ., એમ. એ. થતાં લગભગ તેર વર્ષ" । ઇંગ્લિશ અભ્યાસમાં થાય છે તેમ ધાર્મિક જ્ઞાનના એમ. એ. થતાં ધણાં વર્ષો લાગવાં જોઇએ એ સહજ સમજી શકાય તેવું છે. આથી દુનિયા પર ઉપકાર કરવાના સ'યેાગ તા બાલ્યવયમાં દીક્ષા લેનારને જ પ્રાપ્ત થવાના સંભવ છે. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે કેવા કેવા ચમત્કારો કર્યો છે તે આપણે આગળ જોઈશું ત્યારે આ સંબંધને! ખ્યાલ આપણને વિશેષ સ્પષ્ટ રીતે આવશે. દીક્ષાગુરુશ્રી મુનિસુંદરસૂરિ મહારાજને દીક્ષા આપતી વખતે શિષ્ય કેાના બનાવવામાં આવ્યા હતા, તેના કાંઈ ઇતિહાસ મળી શકતા નથી. તેએ, આગળ જણાવવામાં આવશે તેમ, સેામસુંદરસૂરિની પાટે આવ્યા તેથી તેમના શિષ્ય હતા એમ મનાવવામાં આવે છે, પણ આ સેામસુંદરસૂરિના જન્મ સંવત ૧૪૩૦માં થયા હતા અને તેઓએ દીક્ષા સાત વર્ષની ઉમરે સવત ૧૪૩૭માં લીધી હતી, તેથી સંવત ૧૪૪૩, જે મુનિસુંદરસૂરિ ને દીક્ષાકાળ છે, તે વખતે તેઓની (સેામસુંદરસૂરિની ) ઉમર તેર વર્ષની જ ૧. બહુધા એકી વરસમાં દીક્ષા અપાતી નથી એવા સંપ્રદાય સાંભળ્યા છે; તા કદાચ આઠમા વરસની શરૂઆતમાં દીક્ષા આપી હાય એ બનવા જોગ છે, Page #46 -------------------------------------------------------------------------- ________________ હોવી જોઈએ અને તેની નાની વયમાં તેમને શિષ્ય આપવામાં આવે એ બનવાજોગ નથી. વળી, મુનિસુંદરસૂરિએ ગુર્વાવળીમાં દેવસુંદરસૂરિ, જેઓ આ વખતે તપગચ્છની મૂળ પાટે હતા અને ગચ્છાધિપતિ હતા તેઓને સંબંધમાં લગભગ સિત્તેર લોક લખ્યા છે તેથી કદાચ મુનિસુંદરના દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ હેય એમ કલ્પના થાય છે.* સોમસુંદરસૂરિ–દેવસુંદરસૂરિ જેઓ ઉગ્ર પુણ્યપ્રકૃતિવાળા હતા, તેઓ સંવત ૧૪૪રમાં લગચ્છીધિપતિ થયા અને તેઓ સંવત ૧૪પ૭માં કાળધર્મ પામ્યા હતા અને સુધર્માસ્વામથી પચાસમાં ગચ્છાધિપતિ હતા એમ મુનિસુંદરસૂરિ પિતાની ગુર્વાવળીના ગ્લૅક ૩૬૮માં કહે છે. આ આચાર્યની પાટે શ્રી સોમસુંદરસૂરિ આવ્યા. આ સોમસુંદરસૂરિને ઇતિહાસ ખાસ વાંચવા યોગ્ય છે, અને તે “સેમસૌભાગ્યકાવ્ય'માંથી મળી શકે તેમ છે. અત્રે તે તેઓને અને મુનિસુંદરસૂરિને ઈતિહાસ જરૂર પૂરત એકત્ર હોય તેટલે જ સંક્ષેપમાં બતાવવામાં આવ્યો છે. આ સમસુંદરસૂરિ જયાનંદસૂરિના શિષ્ય હતા અને તેમને ૧૪૫૦માં વાચક(ઉપાધ્યાય)પદ પ્રાપ્ત થયું હતું. શ્રીમંત શેઠિયાઓ સૂરિપદની પ્રતિષ્ઠા મહોત્સવ બહુ આડંબરથી કરતા હતા અને ગુરુમહારાજ સંઘના અગ્રણી ગૃહસ્થની વિજ્ઞપ્તિ પરથી પોતાના શિષ્યમાંના શિષ્યને સૂરિપદ આપતા હતા. આવી રીતે સેમસુંદરસૂરિએ છ શિષ્યોને સૂરિપદ આપ્યાં એમ સમસૌભાગ્યકાવ્ય પરથી જણાય છે. દેવરાજ શેઠના આગ્રહથી મુનિસુંદરને, ગોવિદ શેઠને ખરચે જયચંદ્રને, નીંબશેઠને ખરચે ભુવનચંદ્રને, ગુરરાજ શેઠના આગ્રહથી મહુવામાં જિનસુંદર વાચકને, વિશળ શ્રેણીના પુત્ર ચંપકના આગ્રહથી જિનીતિને અને રાણકપુરમાં ધરણેન્દ્ર શેઠના આગ્રહથી સોમદેવ વાચકને સૂરિપદ આપવામાં આવ્યાં હતાં અને તે સર્વ મહોત્સવ બહુ મોટા ખરચથી, અત્યંત આડંબરથી શ્રી સેમસુંદરસૂરિના વખતમાં થયા હતા. આ પ્રમાણે સૂરિ ગમે તેટલા થાય, પણ ગચ્છાધિપતિ તે એક જ સરિ હોય એવું બંધારણ હતું. આ નિયમ પ્રમાણે નરસિંહ શેઠના આગ્રહથી અદ્ભુત મહત્સવ સાથે સોમસુંદરસૂરિને સૂરિપદ સંવત ૧૪પ૭માં પ્રાપ્ત થયું હતું. આ શેઠની ગુરુભક્તિ કેટલી ઉત્તમ હતી આ પ્રમાણે માનવાનું એક બીજું પ્રબળ કારણ છે; ગુર્વાવલી ગ્રંથ શ્રી મુનિસુંદરસૂરિએ સંવત ૧૪૬૬માં પૂર્ણ કર્યો; જે વખતે દેવસુંદરસૂરિને કાળ કરી ગયાને આઠ-નવ વર્ષ થયાં હતાં અને પાટ ઉપર સેમસુંદરસૂરિ હતા, છતાં ગ્રંથને અંતે તેઓ પોતાની જાતને દેવસુંદરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. આ આખે પેરેગ્રાફ આગળ ઉતારી લીધું છે, ત્યાંથી સ્પષ્ટ સમજાઈ જશે. આ સંબંધમાં ચોક્કસ નિર્ણય થઈ શકે તેમ નથી; કારણ કે તે જ ગવળીને ૪ર૦માં લેકમાં લખે છે કે, “તે સોમસુંદરસૂરિને શિષ્ય મારા જેવા ગુણ વગરને પ્રાણી ઉપાધ્યાય મનાય છે. અહીં સેમસુંદરસૂરિને શિષ્ય એ શબ્દ સામાન્ય છે કે વિશેષ છે તે સમજવું મુશ્કેલ છે. બન્ને બાજુની હકીકત તપાસતાં તેઓ દેવસુંદરસૂરિના શિષ્ય હેય એમ માનવાનું કારણ વિશેષ રહે છે, પણ તેનો નિર્ણય થઈ શકતા નથી. વળી, બીજી રીતે જોઈએ તે, તેઓને કદાચ દેવસુંદરસૂરિએ સેમસુંદરસૂરિની નાની વયમાં પણ તેમના નામથી દીક્ષા આપી હોય તે બનવાજોગ છે. સેમસુંદરસૂરિને વશ વર્ષની વયે તે ઉપાધ્યાય પદ મળ્યું છે, તેથી તેરમે વર્ષે તેમને શિષ્ય આપ્યું હોય તો તેમાં પણ વિરોધ જેવું કાંઈ નથી. ૧. પ્રથમ આવૃત્તિના ઉપધાતમાં લખ્યું છે કે દેવસુંદરસૂરિને આચાર્ય પદ સંવત ૧૪૪માં મળ્યું, પણ તે હકીકત બરાબર નથી. જયાનંદસૂરિ સંવત ૧૪૪૧-૪૨માં કાળધર્મ પામ્યા ત્યારે સંવત ૧૪૪૨માં દેવસદરસૂરિ ગચ્છાધિપતિ થયા. જ્યારે ગરછાધિપતિ થયા ત્યારે પણ તેઓ દેવસંદરસૂરિના નામથી જ ઓળખાતા હતા. તેથી તેઓને સૂરિપદવી તે આ સમય પહેલાં મળેલી હશે એમ જણાય છે. ૨, પ્રથમ આવૃત્તિમાં વર્ષ ૧૪૫૮ લખ્યું હતું. તે બરાબર નથી, જુઓ સામસૌભાગ્ય કાવ્ય સર્ગ ૫, શ્લેક પ૧ અને ગુર્વાવળી શ્લેક ૩૩. આ સૂરિપદ અણહિલપુર પાટણમાં આપવામાં આવ્યું હતું. Page #47 -------------------------------------------------------------------------- ________________ અને તે કાળમાં સાધુઓ તરફ સામાન્ય રીતે પણ કે પ્રેમ હતું તે બહુ જ વિચારવા ગ્ય છે. સેમસુંદરસૂરિ ગચ્છાધિપતિ કયારે થયા તે સંવત મળી શકતો નથી પણ તેઓએ બહુ વર્ષ સુધી ગણને ભાર ઉપાડો એમ અનુમાન થાય છે તેઓ સંવત ૧૪૯૯માં કાળધર્મ પામ્યા તેથી ગચ્છાધિપતિપણું લગભગ ત્રીશ-પાંત્રીસ વર્ષ સુધી તે કર્યું જ હશે એમ જણાય છે. ઉપર જણાવેલ સમસૌભાગ્ય કાવ્ય” ગ્રંથ કાવ્યને એક નમૂન છે અને તે તરીકે પણ તે ખાસ વાંચવા જેવો છે; તે ઉપરાંત સમસુંદરસૂરિના શિષ્યરત્ન પ્રતિષ્ઠા સેમે તે સંવત ૧૫૨૪માં બનાવ્યો છે તેથી જેટલું દરજજે તે ઐતિહાસિક હકીક્ત પૂરી પાડે છે તેટલે દરજજે તે બહુ આધારભૂત સીધા પુરાવા જે પણ ગૂણી શકાય તેમ છે. આ ગ્રંથ ઘણી હકીત પર અજવાળું પાડે છે અને આ ઉપધાતના અતિહાસિક વિભાગમાં તેને આધાર વાર વાર લેવામાં આવે છે. આચાર્યપદ ઉત્સવનું સેમસૌભાગ્ય” કાવ્યમાં વર્ણન–શ્રી મુનિસુંદરસૂરિને વાચકપદવી (ઉપાધ્યાય પદવી) વિક્રમ સંવત ૧૪૬૬માં આપવામાં આવી હતી અને તે વખતથી તેઓ મુનિસુંદર ઉપાધ્યાયના નામથી પ્રસિદ્ધ થયા હતા. આ વખતે ગચ્છાધિપતિ સમસુંદરસૂરિ હતા એ હકીકત ખાસ નેધ રાખવા જેવી છે એ જ મહાત્માને દેવરાજ શેઠના આગ્રહથી વિક્રમ સંવત ૧૪૭૮માં સૂરિપદ મળ્યું અને ત્યાર પછી તેઓ મુનિસુંદરસૂરિના નામથી પૃથ્વીતળ પર પ્રસિદ્ધ થયા. આ સૂરિપદવીને મહત્સવ સમસૌભાગ્યમાં બહુ સારી રીતે વર્ણવ્યો છે તેની અત્રે નોંધ કરી છે. વર્ણન કરનાર નજરે જોનાર હતા તેથી અતિશયોક્તિને સંભવ પ્રમાણમાં ઓછો છે. આ હકીકત સમસૌભાગ્ય-કાવ્યના છઠ્ઠા સર્ગમાં બતાવવામાં આવી છે, તેના શરૂઆતના ભાગનો સારાંશ નીચે પ્રમાણે છે. દેવસુંદરસૂરિ સ્વર્ગે ગયા પછી ગ૭ને ભાર સોમસુંદરસૂરિને માથે આવ્યો. તેઓ મહાપ્રતાપી વિદ્વાન હતા આ સૂરિરાજનાં દર્શન કરવાથી પૂર્વના ગૌતમ, જબુ, ધૂળભદ્ર વગેરે મહાત્માઓ યાદ આવે તેમ હતું ગુરુમહારાજ ફરતાં ફરતાં મેટા નગરમાં આવી ચડયા. (નગરનું નામ સમજી શકાતું નથી, કદાચ તે વૃદ્ધર નામનું નગર નાં હોય તે ને નહિ પણ એવા નામથી કઈ હાલનું નામ સમજી શકાતું નથી ) આ નગર બહુ રમણીય હતું (કવિએ અત્રે નગરનું અદ્દભુત વર્ણન કર્યું છે. ૧ આ સમસૌભાગ્યકાવ્ય શ્રી પ્રતિષ્ઠામનું બનાવેલું છે. પણ હીરસૌભાગ્ય કાવ્ય, જે દેવવિમળ ગણિએ બનાવ્યું છે, તેના પહેલા સગના ૧૩માં કલેકમાં તેઓ કહે છે કે તથા પુતિનાપુરાતો માથાશે એટલે દેવવિમળગણિ, જેમણે સદરહુ ગ્રંથ સંવત ૧૬૭૧ થી ૮૧ સુધીમાં બનાવ્યું જણાય છે, તેમના મત પ્રમાણે સેમસૌભાગ્ય-કાવ્ય કર્તા સુમતિસૂરિ હતા એમ જણાય છે. પણ સમસૌભાગ્ય કાવ્યના દશમ સર્ગના ૭૪ના શ્લેકમાં લખે છે કે સાધુના સુમતિનાપુનાવાત્ત વષ્ય નિકમે એને અ સ ત સાધુને આદરથી આ નવું કાવ્ય બનાવ્યું એમ જ કરવો જોઈએ, તેમ જ તે જ સર્ગના ૭૩ મા શ્લોકથી આ ગ્રંથકર્તા પ્રકામ છે. એમ સ્પષ્ટ જણાય છે. દેવવિમળસુરિ બહુ નજીકના સમયમાં થયા છતાં તેઓ આ પ્રમાણે લખે છે તેથી આ હકીકત વિચારવા લાયક છે સુમતિસાધુસૂરિ તપગચ્છની ગાદી ઉપર ૪૫મી પાટે થયા છે સદરહુ દશમા સર્ગને ૭૪ ગ્લૅક ક્ષેપક જેવો ગણાય છે. ૨ આ વૃદ્ધ નામનું નગર તે ગુજરાતમાં વિશનગર પાસે આવેલ વડનગર શહેર છે એમ મારા એક મિત્ર કહે છે તેની પુષ્ટિમાં તેઓએ જે કારણે આપ્યાં છે તે બહુ ખાતરી કરનારાં છે તેઓ કહે છે તે નીચે પ્રમાણે છે મૂળ લેકમાં હકીક્ત છે તેને છૂટી પાડવાથી નીચેનો ભાવ નીકળે છે. સ કૃઢઃ ગુ છુ નાસાનાન્ન આ ગ્રંથને સર્ચ .ન તેરમા શ્લોકમાં જણાવ્યા મુજબ વડનગરના મધ્યભાગમાં અત્યારે પણ આદીશ્વરભગવાન તથા જીવિતસ્વામીનાં બે ચિત્યે મોજુદ છે અને તે સંપ્રતિ રાજાનાં કરેલાં કહેવાય અ ક. ૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪ આ નગરીમાં આદીશ્વર પ્રભુ તથા મહાવીર પરમાત્માના બે ભવ્ય વિહારા હતા. એ નગરની રામા અને આરામે! સરખી રીતે શેાભતાં હતાં. ઈંદ્રની અમરાવતી જેવા આ શ્રેષ્ઠ અને સ'પત્તિના નિધાનરૂપ નગરમાં લક્ષ્મીવાળા અને પેાતાની બુદ્ધિથી વધેલા એક દેવરાજ નામના શેઠે વસતા હતા. એ શેઠને હેમરાજ નામના નાનેા ભાઈ હતા અને ત્રોજો ઘર્મસંહુ નામે ભાઈ હતા. આ બન્ને ભાઈએ પણ બહુ સારા હતા અને મેડટા માઈને બે ભુજારૂપ હતા એક પ્રસંગે દેવરાજ શેઠે પોતાના ભાઈઓને કહ્યું “ બંધુઓ ! નાશ પામનારું' આ ધન કોઈના ઘરમાં સ્થિર રહ્યું નથી અનેક ચક્રવર્તી અને સાવભૌમ રાજાએ આ દુનિયામાં ધનથી પ્રધાન થઈ ગયા છે, તેમ જ વાસુદેવે પણ દ્રવ્યની ઋદ્ધિ-સિદ્ધિથી પ્રસિદ્ધ થયેલ છે. તેમજ શ્રી વિક્રમ, નળ મુજ અને ભેાજરાજા પૃથ્વીપ્રખ્યાત થઇ ગયા છે. આવાએના ઘરમાં પશુ લખીએ સ્થિરપણું કર્યું. નવી, તેવી પ્રાજ્ઞ પુરુષ લક્ષ્મીનું દાન કરી કૃતાં થાય છે. તમે બંને મનમાં વિયાર કરી જે સ'મતિ આપે! તે! હું આ દ્રવ્ય વડે સૂરિષદની પ્રતિષ્ઠા કરુ. '' બન્ને ભાઈઓએ બહુ ખુશીથી સંમતિ આપી એટલે દેવરાજ શેઠ હ થી સામસુ ંદરસૂરિ મહારાજ પાસે આવ્યા અને ગુરુમહારાજને વંદના કરી (હવેના ભાગ વિશેષ પ્રસ્તુત છે તેવી વિસ્તારથી સંપૂર્ણ આપવામાં આવે છે.) व्यजिज्ञपद्विज्ञ शिरोमणिश्च गच्छाधिपं स्वच्छमतिप्रसारम् । श्रीसूरिदीव्यत्पद भूमिवित्तव्ययस्य निर्मापणतः प्रसीद ॥ ३१ ॥ ચતુર પુરુષોમાં પ્રધાન તે શેઠે સ્વચ્છ બુદ્ધિવાળા સૂરિમહારાજને વિનંતિ કરી કે ” આપ દિવ્ય સૂરિપદના સ્થાનમાં મારા પૈસાના વ્યય કરાવવા માટે પ્રસન્ન થાએ.' મતલબ મારા ખરચે કોઇ મુનિના સૂરિપદની પ્રતિષ્ઠા કરાવે (૩૧) ततो गुरुः सौवविनेयवृन्दे ददौ सदौन्नत्यगुरुः स्वदृष्टिम् | श्रीवाचकेन्द्रे मुनिसुन्दराह्न विशेषतो योग्यतया तया च ।। ३२ ।। ત્યાર પછી ઉન્નતિમાં ગુરુ તે ગુરુમહારાજે પેાતાના શિષ્યસમૂહ પર ષ્ટિ નાખી અને ખાસ કરીને વાચકેન્દ્ર શ્રીમુનિસુંદર ઉપર તેની વિશેષ યોગ્યતાને લીધે તેમની દૃષ્ટિ ઠરી, (૩૨) जल्पत्य नल्पं सविकल्पजालं सदाप्यनुस्यूतमतिप्रभूतम् । श्राक् संस्कृतं प्रोन्मदवादिवृन्दं ननाश यस्मिन् किल काकनाशम् ॥ ३३ ॥ જે મુનિસુંદર ઉપાધ્યાય અતિ બુદ્ધિથી વ્યાપ્ત તર્કના જાળને વચનમાથી પ્રવાહ આપે છે. ત્યારે સ'સ્કારવાળા ઉન્મત્ત વાદીઓના સમૂહ કાગડાની પેઠે તત્કાળ નાસી જાય છે; અર્થાત વાદિવવાદમાં વાદીઓને બહુ જલદીથી વાણી વડે પરાસ્ત કરી નાખે તેવા છે. (૩૩) स्वसाध्यसिद्ध्यै सति यत्र हेतूपन्यासमातन्वतिवादभूमौ । प्रावादकोन्मादभरः शरीरे स्वेदेन सार्धं किल जागलीति ॥ ३४ ॥ છે. વળી, સાતમા લેાકમાં ‘સમેલા’ તળાવની હકીકત કહી છે; તે તળાવ પણ હાલ માજૂદ છે અને ઘણું મેાટુ' છે, અને તેનું નામ પણ સમેલા તળાવ જ કહેવાય છે; પથ્થરનુ` બાંધેલુ છે અને તેની ચારે બાજુએ વૈદિકાઓ છે. તળાવ ફરતાં આંબાનાં ઝાડા પણ ઘણાં છે. તદુપરાંત તે જ ગ્રંથના સદરહુ સના પંદરમા શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે વડનગર ફરતાં ૩૬૦ તળાવે છે, પણ કાળે કરીને છીછરાં થઈ ગયાં છે. વળી કુંડા પણુ ધણા છે. વનમાં જણાવ્યું છે તે પ્રમાણે આંબા અને રાયણનાં ઝાડા પણ બહુ છે. આ પ્રમાણે સ વર્ણન મળતુ હેાવાથી વૃદ્ધનગર તે વડનગર હાય એમ માનવામાં ધણાં કારણેા જણાય છે, Page #49 -------------------------------------------------------------------------- ________________ જે વાચકપતિ વાદભૂમિમાં પિતાના સાયની સિદ્ધિને માટે હેતુને ઉપન્યાસ કરે છે (સાધ્ય અને હેતુ બંને તર્કના પારિભાષિક શબ્દો છે) ત્યારે ઉગ્ર વાદીઓના ઉન્માદને સમૂહ શરીરમાં જેમ પરસેવે ગળી જાય તેમ ગળી જાય છે. (૩૪) यन्निमिता श्रीगुरुभव्य काव्य विज्ञप्तिगङ्गा गुणसत्तरंगा । प्रक्षालयन्ती कलिकल्मषौधं हृष्टानकार्षीत्सुमनःसमूहान् ॥ ३५ ॥ જે વાચકેંદ્રની રચેલી શ્રી ગુરુની ભવ્ય કવિતારૂપ ગંગા નદી ગુણરૂપ તરંગથી ઊઠળતી અને કલિકાળના પાપસમૂહને ધોઈ નાખતી અનેક વિદ્વાનોને હર્ષ ઉપજાવતી હતી. (આ કાવ્ય ત્રિદશતરંગિણી, જેને એક ભાગ ગુર્નાવલી છે, તેને સૂચવતું હોય એમ જણાય છે. આ કાવ્ય તેમણે સૂરિપદ મેળવ્યા પહેલાં સંવત ૧૪૬ ૬માં લખ્યું હતું એ આપણે હવે પછી જોઈશું.) (૩૫) येन प्रक्लप्ताः स्तुतयः स्तवाश्च गाम्भीर्यभृन्नव्यसदर्थसार्थाः । श्रीसिद्धसेनादिमहाकवीनां कृतिमतीद्धा अनुचक्रिरे ताः ॥ ३६ ॥ જેમણે રચેલ ગંભીરતાથી ભરપૂર નવીન ઉત્તમ અર્થવાળી સ્તુતિઓ અને સ્તવન શ્રી સિદ્ધસેન દિવાકરાદિ મહાકવિઓની કરેલી બુદ્ધિથી વૃદ્ધિ પામેલી કૃતિઓને અનુસરતી હતી; અર્થાત્ કાવ્યચમત્કૃતિ, રસ અને અલંકારથી ભરપૂર હતી. ( આ કલેક “ સ્તોત્રરાષ’ નામનાં, તેઓનાં પ્રસિદ્ધ સ્તોત્રો અને તે ઉપરાંત બીજાં અત્યારે ન જણાતાં સ્તવને સૂચવતું હોય એમ જણાય છે.) (૩૬ ) सशक्तिभृत्संस्कृतजल्पशक्तिः सहस्रनाम्नां कथनैकशक्तिः । तात्कालिकी नव्यकवित्वशक्तिर्न यं विनाऽन्यत्र समीश्यतेऽद्य ॥ ३७ ।। સયુક્તિથી ભરપૂર સંસ્કૃત બોલવાની શક્તિ, એક હજાર નામોને એકસાથે કહેવાની શક્તિ અને તાત્કાળિક નવીન કવિતા બનાવવાની શક્તિ આમના સિવાય અત્યારે બીજા કોઈમાં જોવામાં આવતી નથી. (સંસ્કૃત ભાષા પર કાબૂ, સહસાવધાનીપણું અને શીઘ્રકવિત્વ–આ ત્રણ વિષય અન્ન પ્રતિપાદન થાય છે.) (૩૭) विद्या न साऽऽस्ते निरवद्यताभृत्कला न सा चास्ति वरा धरायाम् । यस्यां न यस्याङ्गिगणार्चितस्य बुद्धिविशुद्धा प्रसरीसरीति ॥ ३८ ॥ દુનિયામાં એવી કોઈ પણ નિરવદ્ય વિદ્યા નથી અને એવી કોઈ ઉત્તમ કળા નથી કે જેમાં અનેક મનુષ્યના સમૂહે પૂજેલા આ મુનિસુંદર વાચકેંદ્રની બુદ્ધિ સારી રીતે પ્રસાર પામતી ન હોય; અર્થાત તેઓશ્રીની બુદ્ધિ સર્વ વિદ્યાકળામાં પ્રવેશ કરી શકતી હતી. (૩૮) मेधाविनः सन्ति परे सहस्रा अदृष्यवैदुष्यधरा धरायाम् । परं न यस्य प्रसरत्प्रकर्षप्रशस्य विज्ञस्य तुलाभृतः स्युः ॥ ३९ ।। આ દુનિયામાં કોઈ પણ પ્રકારનાં દૂષણ રહિત વિદ્વત્તાને ધારણ કરનારા હજારે બુદ્ધિમાન પુરુષ છે, પણ પ્રસાર પામતી ઉત્કર્ષવાહી બુદ્ધિને ધારણ કરનાર વિદ્વાન મુનિસુંદર ઉપાધ્યાયની સરખામણીમાં આવે તે કોઈ નથી. (૩૯) तं वाचकं सूरिपदाहमहन्मतोन्नतिस्फातिकरं विमृश्य । वचोऽनुमेने सुमना महेभ्यराश्रीदेवराजस्य गणाधिराजः ।। ४० ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આ વાચકેંદ્ર મુનિસુંદરને આહત મતની ઉન્નતિ કરનારા અને સૂરિપદને યોગ્ય જણને શુભ મનવાળા ગ૭પતિ સોમસુંદરસૂરિએ તે મોટા ટી દેવરાજના વચનને અંગીકાર કર્યું. (૪૦) अगादसौ धाम निकाममन्त श्चित्तं प्रहृष्टः कृतिनां गरिष्ठः । श्राक् प्राहिणोत्कुडकुमपत्रिकाश्च कीर्त्या समं भूमितलेऽखिलेऽपि ॥४१॥ પછી કૃતાર્થ પુરુષોમાં શ્રેષ્ઠ તે દેવરાજ શેઠ હૃદયમાં બહુ આનંદ પામતે પિતાને ઘેર ગયે અને તત્કાળ પોતાની કીર્તિ સાથે આખી પૃથ્વી ઉપર કુંકુમપત્રિકાઓ (કત્રિીઓ) મોકલી. (૪૧) समागमन् सङ्घजनाश्च तेनाहूताः परिपूतचित्ताः । तदा च रूपास्तसुपर्वगवैस्तैस्तत्पुरं स्वःपुरवधिरेजे ॥ ४२ ॥ તે શ્રેષ્ઠીએ બોલાવેલા પવિત્ર ચિત્તવાળા ઘણા સંઘાળુઓ એકઠા થઈ ત્યાં આવ્યા. રૂપથી દેવતાઓના ગર્વને પણ તોડનારા આ આવેલા લેકેથી તે નગર સ્વર્ગલેકની નગરની પેરે શોભા આપવા લાગ્યું. (૪૨) भेर्याद्यवाद्यानि जगणुरूर्जस्वलानि माङ्गल्यरयातुलानि । समं च तैः श्राक् सुकृतानि तानि पुराकृतानि प्रथितानि तस्य ॥ ४३ ॥ માંગલિક શબ્દોથી અતુલ્ય ભેરી વગેરે વાજિંત્રો ઉગ્રપણે ઊંચા સ્વરથી વાગવા માંડ્યાં અને તેની સાથે તે શેઠે પૂર્વે (પૂર્વ ભવમાં) કરેલાં સુકૃત્યે પ્રસિદ્ધ થવા માંડ્યાં. (આ ભવમાં લક્ષ્મી મળી છે. તે ગત વનાં સુકૃત્યો સૂચવે છે,) (૪૩) बातोमिवेल्लच्छुचिकेतनानि निकेतनानि व्यवहारिनेतुः ।। बभासिरे तस्य गुणान्वितस्य श्रद्धोज्ज्वलानीव लसन्मनांसि ॥ ४४ ॥ પવનના તરંગથી આ શેઠનાં જે મંદિરોની ધજાઓ ફરકતી હતી, તે મંદિરે જાણે તે–ગુણવાન શેઠનાં શ્રદ્ધા વડે ઉજજ્વળ થયેલ મન હોય તેવાં શોભતાં હતાં. (૪૪) तदा च सुत्रामपुरस्य शोभा शुभां बिभर्ति स्म पुरं तदुच्चैः । पदे पदे यत्प्रमदप्रदात्री निरीक्ष्यतेऽखर्वसुपर्वराजिः ॥ ४५ ॥ તે વખતે તે નગર ઇંદ્રના નગરની ઉત્તમ શોભાને ધારણ કરતું હતું, કારણ કે સ્થાને સ્થાને દેવતાઓની શ્રેણીઓ હર્ષને ઉપજાવતી જોવામાં આવતી હતી; મતલબ કે મનુષ્યની પંક્તિ દેવપંક્તિ જેવી શોભતી હતી. (સુપર્વ એટલે દેવતાઓ અથવા સારા પર્વોત્સવે; એ શબ્દલેષ છે તેથી બહુ સુંદર અર્થ-ચમત્કૃતિ આપે છે.) (૪૫) सर्वाचार्वाभरणाभिरामा रामाः सकामाः प्रददस्तदानीम। न केवलं सद्धवलानि मर्यश्रोतृश्रुतीनामपि च प्रमोदम् ॥ ४६॥ આખા શરીર પર પહેરેલાં રમણીય બેંચાણકારક આભૂષણથી સુંદર લાગતી સકામ રામાઓ તે પ્રસંગે કેવળ ધવળ-વસ્ત્રાદિથી નેત્રોને આનંદ આપતી હતી, એટલું જ નહિ પણ તેઓ ધવળ-મંગળાદિથી શ્રેતાઓની શ્રવણેદિયને પણ આનંદ આપતી હતી. (૪૬) ___ महोत्सवेषु प्रथितेषु तेषु समन्ततः सन्ततमदभुतेषु ।। सोत्कर्षहर्षेण पुरात् पुराणः शोकस्तदानीं निरकासि सद्यः ॥ ४७ ॥ આવી રીતે તે અદ્ભુત મહોત્સવે જ્યારે ચારે તરફ હર્ષના ઉત્કર્ષથી પ્રસરી રહ્યા ત્યારે પુરાણા –જુના શેકને તત્કાળ તે નગરમાંથી દેશવટો આપવામાં આવ્યા હતા. (૪૭), Page #51 -------------------------------------------------------------------------- ________________ मुहूर्तघनेऽथ रमासनाथयुगादिनाथस्य पृथूञ्चचैत्ये । अमण्डि नन्दिर्गुरुभिस्तदानीमुा' च गुळ स्वयश:समृद्धिः ॥४८॥ મુહૂતને દિવસ આવ્યો એટલે શોભાયમાન શ્રી આદિનાથના ઊંચા અને વિશાળ ચૈત્યમાં ગુરુએ મટી પૃથ્વીમાં પિતાના યશની સમૃદ્ધિરૂ૫ નંદી માંડી. (આ નંદી એ ચતુ દીક્ષા અવસરે સમવસરણની રચના કરવામાં આવે છે તે એ છે. એની સમક્ષ સર્વ કિયા થાય છે.) (૪૮) महामहोघे प्रसरत्यनल्पे माङ्गल्यजल्पेऽखिलबन्दिनां च । श्रीवाचकानां बरसूरिमन्त्रं प्रादान्मुदा श्रीतपगच्छनाथः ॥४९॥ જ્યારે મોટા મેટા મહત્સવો થઈ રહ્યા હતા અને સર્વ બંદીઓ માંગલ્ય ધ્વનિ કરતા હતા, તે વખતે શ્રી તપગરના સ્વામીએ શ્રી મુનિસુંદર વાચકને હર્ષથી ઉત્તમ સૂરિમંત્ર આપ્યું. (૪૯) __ सङ्घाधिपः श्रीयुतदेवराजः सदावदातैरवदातकीर्तिः । __ उत्कर्षतो दानजलं प्रवर्षन् प्रावृड्घनाभो ददृशे तदानीम् ॥ ५० ॥ તે વખતે નિરંતર શુદ્ધ કાર્યો કરવાથી જે સંધપતિ દેવરાજ શેઠની કીર્તિ ઉજજવળ થયેલી છે, તે શેઠ ઉત્કર્ષથી દાનરૂપ વરસાદ વરસાવતે ચોમાસાને મેઘ જેવો દેખાવા લાગે. (૫૦) माणिक्यरत्नैः प्रवरैश्च चीरैविभूषणैर्यकृतदूषणैश्च । प्रचक्रिरे तेन नरेन्द्रकल्पाः कल्पांहिपाभेन वनीपकौघाः ।। ५१ ॥ કલ્પવૃક્ષ જેવા તે ઉત્તમ શ્રેષ્ઠીએ ઉત્તમ માણિક્ય રત્નોથી અને નિર્દોષ આભૂષણેથી યાચને સમૂહને રાજ જેવા બનાવી દીધા. (૫૧) મુનિમન્ટારિતારતવરત્નાક્ષતૈઇ . वर्धापयामासुरसीमरूपाः स्त्रियः श्रियः सद्युतिभिर्गुरुंस्तान् ॥ ५२ ॥ અત્યંત રૂપ-સૌંદર્યવાળી સ્ત્રીઓએ તેજવાળાં મુક્તાફળાથી, નિર્મળ કાંતિવાળી કાંતાને ગ્ય રત્નથી અને ઉજ્વળ અક્ષતથી તે ગુરુમહારાજને તે કાળે વધાવી લીધા. (૫૨) गर्जत्यूजितवर्यतूर्यनिकरे दिक्चक्रकुक्षिम्भरिध्वाने सद्धवलध्वनौ च नितरां प्रोत्सर्पति स्त्रीमुखात् । हूहुतुम्बरुजैत्रगायनगणैविस्तार्यमाणे च सद् गीते श्रीगुरवो विनेयसहिताः श्रीधर्मशालां ययुः ॥ ५१ ॥ ઉગ્ર અને ઉત્તમ વાજિંત્રોને સમૂહ ગાજી રહ્યો હતો, સ્ત્રીઓના મુખમાંથી દિશાસમૂહના અંતરને પૂરત ધવલ મંગલને ધ્વનિ અવિચ્છિન્ન પ્રસરતું હતું અને દૂદૂ તથા તુંબર નામના ગંધને જીતે તેવા ગાયક (ગાનારાઓ)ને સમૂહો ઉતમ ગાયનને ગાઈને વિસ્તારતા હતા. એ વખતે શ્રી ગુરુમહારાજ પિતાના શિષ્યોને સાથે લઈને ધર્મશાળામાં પધાર્યા. (૫૩) प्राश्चत्पेशलखण्डिका मृदुलसन्नर्मप्रतिष्ठानिका, श्रीखण्डोजज्वलपट्टमुख्यसिचयैश्चञ्चत्प्रभासश्चयैः । रम्यश्रीयुतसोमसुन्दरमहासूरीश्वराणां व्यधात, पूजां श्रीश्रितदेवराजमहिमा श्रीदेवराजस्तदा । ५४ ।। કુરાયમાન કાંતિવાળા, કમળ અને ઉજજવળ કપડાં વગેરે વાથી તે દેવરાજ શેઠ જે લક્ષ્મીને લીધે દેવરાજ (ઇદ્ર)ના મહિમાને આશ્રય કરતા હતા, તેણે દૂર સુધી સંભળાય તેવાં મધુર ગાયને Page #52 -------------------------------------------------------------------------- ________________ ચાલતાં હતાં ત્યારે શ્રીયુત સમસુંદરસૂરીશ્વરની પૂજા કરી અર્થાત કપડાં વગેરે વચ્ચે વહેરાવ્યાં. (હાલમાં પણ પંન્યાસપઢવી, સૂરિપદવીના મહોત્સવ વખતે આવી જ રીતે વસ્ત્રો પહેરાવવાનો રિવાજ જોવામાં આવે છે. ) (૫૪) - पक्वान्नैर्विविधैः स धीरमुकुटः सद्गन्धकूरोत्करैदालिस्फातिततैः ससौरभवृतधौलामृतैचामितैः । .श्रीसल्यं सकलं कलङ्करहितश्रीजमयामास तत. पूजां चीरचयैर्व्यधाच्च गणनातीतैः प्रतीतैर्गुणः ॥ ५५ ॥ ધીર પુરુષોમાં મુકુટ સમાન અને નિષ્કલંક લક્ષ્મીવાળા તે શ્રેષ્ઠીએ વિવિધ પ્રકારનાં પફવાનેથી, પુષ્કળ દાળની સાથે ઉત્તમ ગંધવાળા કૂર (ધાન્ય) સમૂહથી અને સુગધી ઘીથી ભરપૂર એવા અપરિમિત ઘેબરરૂપ અમૃતથી આખા શ્રી સંઘને જમાડયો અને ગુણેથી પ્રખ્યાત એવા અપરિમિત ચીર(વસ્ત્રો)થી તેની પૂજા કરી. (૫૫) श्रीमान् सूरिपदे पदेऽथ यशसां कारापिते श्रीगुरोरादेशान्मुनिसुन्दरव्रतिवरश्रीसूरिणा संयुतः । युक्तः पञ्चशतीमितैश्च शकटैरुद्यद्भटर्भूयसा, सवेन प्यनघेन तूर्णमचलत् श्रीतीर्थयात्रां प्रति ॥ ५६ ।। શ્રીમાન શ્રેષ્ઠી યશના સ્થાનરૂપ સૂરિપદે તેમને સ્થાપન કરાવ્યા પછી શ્રી ગુરુની આજ્ઞાથી વ્રતધારીઓમાં ઉત્તમ એવો તે શ્રી મુનિસુંદરસૂરિની સાથે પાંચશે ગાડાઓ અને ઘણું સુભટે લઈ મેટા નિર્દોષ સંઘ કાઢી તાકાળ તીર્થયાત્રા કરવા ચાલવા. (૫૬) भैर्याधर्जितहृद्यवाद्य निनोमाङ्गण' गर्जयन् , रङ्गतुङ्गतुरङ्गमक्रमखुराघातैः क्षिति कम्पयन् । चञ्चवर्णसुवर्णदण्डकलशैदेवालयैरुन्नतैः, शोभां बिभ्रददभ्रशुभ्रयशसा शुक्लं सृजन् क्ष्मातलम् ॥ ५७ ॥ श्रीशजयपर्वतेऽपि च गिरौ श्री रैवते दैवतं, श्रीनाभेयजिनं निरस्तवृजिनं नेमीश्वरं भास्वरम् । नत्या तत्र महोत्सवान्नवनवान् कृत्वा च दत्त्वा धनं, भूत्वा सवपतिः कृती निजगृहं चागात्ससङ्घोऽनघः ॥ ५८ ॥ ભેરી વગેરે ઉગ્ર અને મનહર વાજિના શબ્દોથી આકાશને ગજાવતા, ચપળ રીતે ચાલતા 'ઊંચા અશ્વોને ચરણની ખરીઓના આઘાતથી પૃથ્વીને કંપાવતા, સુંદર વર્ણવાળા સુવર્ણના દંડ અને કળશ યુકત ઊચાં જિનાલયોથી શોભાને ધારણ કરતા અને પિતાના અતિ ઉજજવળ યશથી પૃથ્વીને ઉજવળ કરતા તે દેવરાજ શેઠ શ્રી શત્રુંજયગિરિ ઉપર રહેલા, પાપને દૂર કરનારા અને પ્રકાશમાન શ્રી ઋષભદેવ પ્રભુને અને રેવતાચલ (ગિરનાર) પર રહેલા તેવા જ શ્રી નેમિનાથ પ્રભુને નમી, ત્યાં આગળ નવા નવા અનેક પ્રકારના ઉત્સવ કરી, પુષ્કળ ધનનું દાન આપી અને ખરેખરા સંધપતિ થઈ આખા નિર્દોષ સંઘને સાથે લઈ પિતાને ઘેર પાછા આવ્યા. (૫૭-૫૮) श्रीगच्छेन्द्रगिरा सुधारसकिरा शिष्योत्करैः संयुता, गर्षाखर्वकुवादिसिन्धुरघटावित्रासपञ्चाननाः । Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૧ पूर्णेन्दु प्रतिमानना घनजनाह्लादप्रकर्षप्रदाः, श्रीमन्तो मुनिसुन्दराहगुरवः क्षोणौ विहारं व्यधुः || ५१ ॥ પછી ગાઁથી ભરપૂર એવા કુવાદીરૂપે ગજેંદ્રોની ઘટાને ત્રાસ આપવા માટે કેશરીસિંહ જેવા પૂર્ણચન્દ્ર સમાન મુખવાળા અને ઘણા લેાકાને ઉત્કૃષ્ટ આનંદ આપનારા તે શ્રીમાન મુનિસુ'દરગુરુએ અમૃતરસને ઝરતી શ્રી ગચ્છપતિ (સામ દરસૂરિ )ની આજ્ઞાથી શિષ્યાના સમૂહ સાથે ત્યાંથી પૃથ્વીતળ ઉપર વિહાર કર્યો અને જુદે જુદે સ્થાનકે વિહાર કરી ગયા. (૫૯) આવી અદ્ભુત રીતે આ ગ્રંથના કર્તા શ્રી મુનિસુદરસૂરિને આચાર્ય પદના અભિષેક થયા. એ હકીકત વાંચતાં બહુ સાન દાશ્ચ ઊપજે છે. ગચ્છાધિપતિ સામસ દરસૂરિનું રવગમન સવત ૧૪૯૯ માં થયું. એમ ધર્મ સાગર ઉપાધ્યાય પાતાની પટ્ટાવલીમાં લખે છે. આ વખતે સર્વ આચાર્યામાં શ્રેષ્ઠ મુનિસુંદરસૂરિ ગચ્છના અધિકારી થયા. તેઓનું સ્વગમન સવત ૧૫૦૩ માં થયુ. તેઓનું જીવન ૬૭ વર્ષનું થયું. ત્યારે તેમણે કાળ કર્યો. તેમાં ૬૦ વર્ષ દીક્ષાપર્યાય પાળ્યા, ૨૫ વર્ષ આચાર્ય તરીકે પ્રસિદ્ધ રહ્યા અને ગચ્છાધિપતિપણાના ભાર માત્ર ૪ વર્ષ જ વહન કર્યો- જોકે સવિત છે કે ગુરુની વૃદ્દા વસ્થામાં તેઓએ જ ગુચ્છની વ્યવસ્થા ઉપર ગુરુમહારાજની બાજુએ રહીને પૂરતી રીતે ધ્યાન આપ્યું` હશે. વિદ્વત્તા અને યાદશક્તિ—આ સૂરિમહારાજ અસાધારણ વિદ્વત્તા ધરાવતા હતા. તેની યાદશક્તિ બહુ તેજસ્વી હતી અને શાસ્ત્રનું વિજ્ઞાન અદ્ભુત હતું. તે એક હાર અવધાન કરી શકતા હતા. જુદી જુદી એક હાર બાબત પર ધ્યાન આપવું અને તેમાંના કેાઈ પણ ભાગ પૂછવામાં આવે તેને કહી બતાવવા એ જ્ઞાનાવરણીય કર્મના પ્રબળ ક્ષયેાપશમથી પ્રાપ્ત થયેલી અદ્ભુત યાદશક્તિ અને બુદ્ધિબળને નમૂના છે આ કાળમાં વધારેમાં વધારે સેા અવધાન કરનારા સાંભળ્યા છે, જ્યારે દાઇ કાઈ આઠ, દશ કે પંદર સુધી અવધાન કરનારા હેાય છે, તે તરફ પણ વિદ્વાનો અપૂર્વ માનની દષ્ટિથી જુએ છે, તા આવા હજાર અવધાન કરનારની કેવી અદ્ભુત શક્તિ હશે તે ખ્યાલમાં આવી શકવું પણ બહુ મુશ્કેલ છે. આબાલ બ્રહ્મચર્યાં અને મન પર અપૂર્વ કાબૂ વગર આ શકિત પ્રાપ્ત થવી મહામુશ્કેલ છે. તેઓ ‘સહસ્રાવધાની ' તરીકે પ્રથામાં પ્રસિદ્ધ થયા છે. તેઓનુ જ્ઞાન કેટલું અપૂ` હતુ` તેના ખ્યાલ કરવા માટે ખીજી એ હકીકત ઇતિહાસમાં નોંધાયેલી છે. તેને દક્ષિણ દેશના કવિઓએ * કાલી સરસ્વતી 'નું બિરુદ આપ્યું હતુ`. અન્ય કામના વિદ્વાનેા અપૂર્વ વિદ્વત્તા વગર આવુ' ઉપનામ આપે એ અસ`ભવિત છે અને તેમાં પણ દક્ષિણના વિદ્વાના બહુ વિચાર કરીને જ પછી આપે છે. દક્ષિણ દેશના કવિઓની પ્રખ્યાતિ ભતૃ હિરના વખતથી છે. તેઓ એક પ્રસંગે કહે છે કે અત્રેનીä સરસય: પાશ્ર્વતો ટ્રાક્ષિળાચઃ (મેાઢા આગળ ગીત ગવાતાં હાય અને અન્ને બાજુએ દક્ષિણ દેશના કવિએ બિરુદાવલી ખેાલતા હાય વગેરે). આ ઉપાધિના અર્થ શું થાય છે તે બરાબર સમજી શકાતું નથી,૧ પરંતુ કવિત્વતિમાં અદ્ભુત ચાતુ` બતાવનારને તે પદવી મળે છે. એમ માલૂમ પડે છે. તે કવિત્વશકિતમાં આટલા નિપુણ હતા તે ઉપરાંત ત—ન્યાયમાં પણ બહુ નિપુણ હતા. તેઓને મુઝફ્ફરખાન બાદશાહ તરફથી ‘વાદીગેાકુળષ'ઢ 'નુ' બિરુદ મળ્યુ' હતું. વાદીરૂપ ગાયાના સમૂહના તે પિત હતા એટલે તેઆ અનેક વાદીઓને પોતાને કબજે રાખી પરાસ્ત કરી શકે એવી શક્તિવાળા હતા, એમ આ બિરુદના અ થાય છે. આવી રીતે તેની યાતિ, કવિત્વશકિત અને તર્કશિત હુ ખીલેલી હતી એમ જણાય છે. ૧. સરસ્વતીને વર્ણ ધવળ છે, પણ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના વર્ણ કાળા-શ્યામ હતા, તેથી તેએ સાક્ષાત્ સરસ્વતી અવતાર શ્યામ વર્ણમાં હાય એવી ઉપાધિ તેમને મળી હતી, એવે પુ શ્રો ગભીરવિજયજીના અભિપ્રાય છે, Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્મરતિ, કલ્પનાશકિત અને ન્યાયŚિત Memory. Imagination and Reasoning faculty—આ ત્રણ મગજની શક્તિ છે અને એ ત્રણે એક જ પુરુષમાં બહુવિકરવર થયેલી હાય એવા દાખલા જવલ્લે જ જોવામાં આવૈ છે; લગભગ નથી જોવામાં આવતા એમ કહીએ તેા ચાલે. ત્રણમાંથી એકાદ શકિત એછીવત્તી ખીલેલી હાય એવા દાખલા તા બને છે, પણ ત્રણેના એકત્ર યોગ્ય બહુ અલ્પ સ્થાને હાય છે. ૫૨ ચમત્કાર——આ મહાત્મા સૂરિમહારાજની અદ્ભુત શક્તિઓના સંબંધમાં તેમના સમયની નજીકમાં થયેલા વિદ્રાના કૈવેદ્ય અભિપ્રાય બતાવી ગયા છે એ જાણવું પ્રાસંગિક થઈ પડશે. તેઓના વખતમાં જ થયેલ શ્રી પ્રતિષ્ઠાસેામ નામના મુનિરાજ સામસૌભાગ્ય કાવ્યના દશમા સમાં લખે છે કે श्रीसोमसुन्दरयुगोत्तमस्ररिपट्टे, श्रीमान् रराज मुनिसुन्दरसरिराजः । श्रीसूरिमन्त्रवर संस्मरणैकशक्तिर्यस्याभवद् भुवनविस्मयदानदक्षा || श्रीरोहिणीति विदिते नगरे ततीति पश्चात्कृते किल चमत्कृतहृत्पुरेशः । ऊरीचकार मृगयाकरणे निषेधं प्रावर्तयन्निखिलनीवृति चाप्यमारिम् || प्रागेव देवकुलपाटकपत्तने यो, मारेरुपद्रवदलं दलयाञ्चकार । श्रीशान्तिकृत् स्तवनतोऽवनतोत्तमाङ्गभूपालमौलिमणिधृष्टपदारविन्दः । श्रीमान देवशुचिमानसमानतुङ्गमुख्यान् प्रभाविकगुरून् स्मृतिमानयद्यः । श्रीशासनाभ्युदयदप्रथितावदातैस्तैस्तैश्चमत्कृतिकरैः कुमुदाषदातैः ॥ યુગપ્રધાન શ્રી સામસુંદરસૂરિની પાટે મુનિસુ`દરસૂરિ વિરાજિત થયા, જેએની પ્રધાન સૂરિમંત્ર 46 સ્મરણુ કરવાની શક્તિ ત્રણ ભુવનને વિસ્મયનું દાન આપવામાં દક્ષ થઈ હતી. શ્રી રાહિણી નગરમાં મરકીના ઉપદ્રવને દળી નાખવાથી (બધ કરવાથી) આશ્ચર્ય પામી તે નગરના રાએ પેાતે શિકાર કરવાને ત્યાગ કર્યો અને આખા દેશમાં અમારી પ્રવર્તાવી. આ સૂરિરાજને નમ્સ્કાર કરતા રા ના મુગટમાં રહેલા મણિએથી જેએનાં ચરણકમળ ઘસાય છે, એવા તે આચાય. મહારાજે પ્રથમ દેવકુલપાટકર નગરમાં શાંતિને કરનાર એવા શાંતિકર તેાત્રથી મહામારીના ઉપદ્રવનેા નાશ કર્યા હતા. જૈન શાસનના અભ્યુદય કરનાર, કમળ જેવા ઉજ્જવળ અને ચમત્કાર ઉપજાવનાર, ઉજજવળ ચરિત્રથી આ રિમહારાજે શ્રી માનદેવ અને પવિત્ર હૃદયવાળા માનતુ ંગ વગેરે પ્રાભાવિક ગુરુઓને યાદ દેવરાવ્યા હતા. "" આ ટાંચણુ પરથી જણાય છે કે તેએ અદ્ભુત ચમત્કારી તરીકે તે સમયમાં ગણાતા હતા. દેવકુળપાટકમાં મહામારીનેા ઉપદ્રવ ચાલતા હતા ત્યારે શાંતિકર ાત્ર ( સંતિકર) બનાવી તે ઉપદ્રવ દૂર કર્યો એમ આ લેાક પરથી જણાય છે. એ શાંતિકર સ્તાત્ર ત્યાર પછી એટલું બધું લેાકપ્રિય થઈ પડયું છે કે નવસ્મરણમાંનું તે એક ગણાય છે. તેની બારમી ગાથામાં સૂરિ પોતે શ્રી શાંતિનાથની સ્તુતિ કરતાં કહે છે કેઃ— एवं सुदिट्टिसुरगणसहिओ संघस्स संतिजिणचंदो । मज्झवि करेउ रजखं, मुणिसुंदरसूरिथुअमहिमा || ૧. રાહિણી નગર તે હાલ આબુ પાસે રાહિતા-રાડિલા ગામ છે તે સમજવું ( પં. શ્રી ગભીરવિજયજી ). ૨. આ દેવકુલપાટક તે હાલનુ ઉદેપુર પાસેનું દેલવાડા સમજવું. તે અબુ ઉપરનુ દેલવાડા નહિ. અથવા તા રાયસમુદ્ર નામનું ગામ છે તે પણ સંભવિત ( ૫. શ્રી ગંભીરવિજયજી ), પ્રથમ આવૃત્તિમાં પ્રભાસપાટણ લખ્યું છે તે બરાબર નથી. તેને તેા દેવપત્તન કહેવામાં આવતું હતુ', Page #55 -------------------------------------------------------------------------- ________________ “સમ્યગ્દષ્ટિવાળા દેવસમૂહ સહિત એવા હે શાંતિજિનચંદ્ર ! શ્રીસંઘનું રક્ષણ કરે અને મારું પણ રક્ષણ કરો! એ શાંતિનાથ મહારાજની મુનિઓમાં સુંદર શ્રુતકેવલીઓએ અને આચાર્યોએ સ્તુતિ કરી છે.” અત્ર વિદ્વાન સ્તોત્રકર્તાએ પિતાનું નામ પણ ગર્ભિત રીતે સૂચવી દીધું છે. એ જ સ્તોત્રને ચૌદમો કલેક, જે ક્ષેપક હોય એમ માનવામાં આવે છે, તેમાં લખવામાં આવ્યું છે કે – तवगच्छगयणदिणयरजुगवरसिरिसोमसुंदरगुरूण । सुपसायलद्धगणहरविज्जासिद्धिं भणइ सीसो ॥ “તપગચ્છરૂપ ગગનમાં સૂર્ય સમાન યુગપ્રધાન શ્રી સમસુંદરગુરુના સુપ્રસાદે પ્રાપ્ત થયેલી ગણધર વિદ્યાસિદ્ધિને પામેલા શિષ્ય મુનિસુંદરસૂરિ ભણે છે.” આ છેલ્લા કને પાઠ બહુધા કરવામાં આવતું નથી. મહામારીના ઉપદ્રવને નાશ કરવા માટે આ સ્તોત્ર બનાવી વ્યાધિને નાશ કર્યો, તે જ બનાવ શ્રી માનદેવસૂરિના વખતમાં પણ બન્યો હતો અને તેમણે લઘુશાંતિ બનાવી ઉપદ્રવને નાશ કર્યો હતો. શ્રી માનતુંગાચાર્ય તે ભકતામરના કર્તા છે અને તેમણે લેકેના ઉચ્ચાર સાથે બંધ વગેરે તેડડ્યા હતા એમ કહેવાય છે. આવા ચમત્કાર કરનારા પૂર્વાચાર્યોને શ્રી મુનિસુંદરસૂરિએ ફરી યાદ દેવરાવ્યા હતા, એટલે આ મહાત્માને જોઈને તેઓ પણ સાંભરતા હતા. મતલબ, આ સૂરિમહારાજ તેઓની જેવા હતા, એવો શ્રી પ્રતિષ્ઠા મને અભિપ્રાય છે. આ સૂરિમહારાજના સમય પછી સવા સો વર્ષે ૫૮મી પાટે શ્રી હીરવિજયસૂરિ થયા. તેઓએ અકબર બાદશાહને જૈનધર્મ સમજાવ્યો હતો અને તીર્થ સંબંધી અનેક હકકો મેળવ્યા હતા. આ આચાર્યના જીવનકાળનું ચરિત્ર લખનાર શ્રી હીરસૌભાગ્ય નામના મહાકાવ્યના કર્તા પૂર્વાચાર્યોના સંબંધમાં લેખ લખે છે. તેઓ પણ મુનિસુંદરસૂરિના નજીકના સમયમાં થયા છે, તેથી તેઓ મુનિસુંદરસૂરિ માટે શું કહે છે તે પણ જાણવું પ્રાસંગિક થઈ પડશે; पट्टश्रियास्य मुनिसुन्दरसूरिशके, संप्राप्तया कुवलयप्रतिबोधदक्षे । कान्त्यैव पद्मसुहृदः शरदिन्दुबिम्बे, प्रीतिः परा व्यरचि लोचनयोजनानाम् ॥ એ જ ગ્રંથની ટીકા અનુસાર જરા વિસ્તારથી અર્થ લખવાથી આને ભાવ સ્પષ્ટ સમજાશે. આ લેકમાં કહે છે કે “આ (સેમસુંદરસૂરિ )ની પટ્ટલક્ષ્મી ઉપર મુનિસુંદર નામના સૂરિશક્ર (મોટા આચાર્ય), જેઓ કુવલય (પૃથ્વીરૂપી વલય-પક્ષે રાત્રિવિકાસી કમળ)ને જાગ્રત કરવામાં ચતુર શરદ ઋતુના ચંદ્ર જેવા હતા, તેઓ સૂર્યની કાન્તિથી લેની દષ્ટિને બહુ આનંદ ઉપજાવતા હતા.” આ શ્લેકમાં કહેવાનો તાત્પર્યાર્થ એ છે કે, લોકોને બોધિબીજ, દેશવિરતિ, સર્વવિરતિ પ્રમુખનું દાન આપવા વડે કરીને તેઓને વિકાસ કરવામાં આ સૂરિમહારાજ ચતુર-દક્ષ હતા. योगिनीजनितमार्युपप्लवो, येन शान्तिकरसंस्तवादिह । वर्षणादिव तपर्वतप्तयो नीरवाहनिवहेन जनिरे ॥ “શિવપુર નામના નગરમાં વ્યંતરીએ ઉત્પન્ન કરેલ મહામારી (મરકી)ને ભયંકર ઉપદ્રવ ચાલ્યા ત્યારે તે મહાત્માએ સંતિકા સંતિજિળ વગેરે શબ્દોવાળા શાન્તિકર સ્તોત્રથી, જેમ મેઘને સમૂહ રીમ ( ઉનાળા) કાળના તડકાને વરસાદથી હાંકી કાઢે છે તે પ્રમાણે, દૂર કર્યો–મારી હઠા.” આ કલેક પરથી એટલું વિશેષ માલૂમ પડે છે કે શાંતિકર સ્તોત્ર શિવપુર નગરમાં બનાવવામાં આવ્યું હતું. (અગાઉ દેવકુળપત્તનનું નામ આવ્યું છે તેથી શિવપુર નામ જુદું જણાય છે.) અથવા એક ગામનાં બે જુદાં જુદાં નામ હેાય એમ સંભવે છે, અ. ક. ૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૪. बाल्येऽपि रश्मीन्सरमीजवन्धुरिवावधानानि वहन्सहस्रम् । अष्टोत्तरं वर्तुलिकानिनादशतं स्म वेवेक्ति धियां निधिर्यः ।। જેમ નાને સૂર્ય હોય તે પણ એક હજાર કિરણો ધારણ કરે છે, તેમ આ સરિ નાના હતા ત્યારે પણ એક હજાર અવધાન કરી શકતા હતા અને તે બુદ્ધિના ભંડાર આચાર્ય મહારાજ એક સે ને અઠ જાતના વાટકાને નાદ પારખી શકતા હતા.” આ સંબંધમાં ટીકાકાર એક કથાનક કહે છેઃ એક વખત પાટણ શહેરમાં દૂર દેશથી વાદીઓ આવ્યા. તેઓ પત્રાવલંબન વગેરે પણ કરતા હતા. રાજસભામાં વાદવિવાદ છ માસ સુધી ચાલે અને છેવટે પિતાનું અદ્ભુત ચાતુર્ય બતાવવા સાથે મુનિસુંદરને એક સે આઠ વાટકાના જુદા જુદા અવાજ ગમે તે અનુક્રમે પૂછવામાં આવતાં કહી બતાવી બુદ્ધિબળ પ્રગટ કરી સર્વ વાદીઓને પરાસ્ત કર્યા. ___अलम्भि याम्यां दिशि येन कालीसरस्वतीदं बिरुदं बुधेभ्यः ।। रवेरुदीच्यामिव तत्र तेजोऽतिरिच्यते यत्पुनरत्र चित्रम् ॥ - દક્ષિણ દેશને પંડિત તરફથી તેઓશ્રીને “કાલી સરસ્વતીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. સૂર્યનું તેજ તે ઉત્તર દિશામાં વૃદ્ધિ પામતું હોય છે, પણ આમને પ્રતાપ તે દક્ષિણમાં પણ વિસ્તરતા હતા, એ મહા-આશ્ચર્યનું કારણ થયું છે. આ પ્રમાણે તેઓની નજીકના સમયના વિદ્વાને તેઓ માટે શ્રેષ્ઠ મત ધરાવતા હતા. તેઓની શક્તિ બહુ અદભુત હતી તે તો તેઓના ગ્રંથ પરથી પણ જણાય છે. તેઓએ જે વિષ લીધા છે તે સંબંધમાં કોઈ પણ જાતના ક્ષે.ભ કે ભય વગર હિંમતથી અને સત્યતાથી તેઓ જોયા છે. તેઓનું આત્મિક બળ યતિશિક્ષા અધિકાર બહુ સારી રીતે બતાવી આપે છે. આવી બાબતમાં આવા આકરા શબ્દોમાં પિતાના જ વર્ગને શિક્ષા આપવી એ મન પર અસાધારણ કાબૂ અને માનસિક ધર્યા વગર બનતું નથી. એ અધિકારને દરેકે દરેક કલેક સૂરિમહારાજની આમવિભૂતિ બતાવવા માટે પૂરત છે. આ મહાત્મા આચાર્ય સંવત ૧૫૦૩ કાર્તિક સુદ એકમે કાળ કર્યો તેઓની પછી મૂળ પાટ પર શ્રી રત્નશેખરસૂરિ આવ્યા. આ ગ્રંથકર્તાના વખતમાં જૈન સમાજનું બંધારણ કેવું હશે તે વિષે અનુમાન કરતાં પહેલાં એમણે કયા કયા ગ્રંથ બનાવ્યા છે તે જોઈ લઈએ. આ ૨ હાત્માએ ધણ ગ્રંથ બનાવેલા હોવા જોઈએ એવું અનેક કારણથી અનુમાન થાય છે. તેઓ મોટી વય સુધી જીવ્યા છે, બાલ્યકાળથી દીક્ષિત થયા છે, સ્મરણશક્તિ, કલ્પનાશક્તિ અને તર્ક શકિત માટે ઉપનામે મેળવ્યાં છે અને જે ગ્રંથે મળે છે તેમાં તેઓને ભાષા ઉપર કાબુ અસાધારણ માલૂમ પડે છે; પણ ત્યાર પછીના મુસલમાની કાળમાં રાજ્ય તરફના જુલમને લીધે અને લોકોની અસ્ત-વ્યસ્ત રિસ્થતિને લીધે બહુ ગંધ નષ્ટપ્રાય થઈ ગયા અને તેથી પણ વધારે ખુવારી છેલ્લાં ત્રણ વરસમાં શાસ્ત્રાભ્યાસ તરફ વિશેષ અભિરુચિની ગેરહાજરીને લીધે થઈ. એ આપણે અનેક કારણોથી જાણીએ છીએ. તેથી આ ગ્રંથકર્તાના કરેલા ગ્રંથના સંબંધમાં પણ તેમ જ બનવાનો સંભવ છે. તપાસ કરતાં જે ગ્રંથોના નામે મળી શક્યાં છે, તે નીચે પ્રમાણે છે – ૧, ત્રિદશતરંગિણી-આ ગ્રંથમાં વીશ તીર્થકરનું ચરિત્ર અને સુધર્માસ્વામથી મૂળ પાટ ઉપર થયેલા આચાર્યોનાં નામ આપ્યાં છે. એ ગ્રંથના ત્રણ મેટા વિભાગ પાડયા હોય એમ જણાય છે. પ્રથમ વિભાગમાં શ્રી વીર પરમાત્માનું ચરિત્ર, બીજા વિભાગમાં વીશ તીર્થકરોનાં ચરિત્ર અને ત્રીજા વિભાગમાં આચાર્યોનાં વર્ણન આપ્યાં છે. આ ત્રણ વિભાગે પર્યુષણ પર્વમાં હાલ જેમ કલ્પસૂત્ર પરની બાધિકા Page #57 -------------------------------------------------------------------------- ________________ પપ ટીકા વંચાય છે તેમ વાંચવા માટે નિર્માણ કર્યા હશે એમ જણાય છે. આ ગ્રંથ પૈકી પ્રથમના બે વિભાગે લભ્ય નથી. ત્રીજો વિભાગ ગુર્નાવલીના નામથી પ્રસિદ્ધ છે અને તે મૂળ ગ્રંથ શ્રી બનારસ પાઠશાળા તરફથી છપાઈને બહાર પડ્યો છે. તેને અંતે તેઓશ્રી લખે છે કેइति श्रीयुगप्रधानावतारश्रीमत्तपागच्छाधिराजबृहद्गच्छनायकपूज्याराध्य परमाप्तपरमगुरुश्रीदेवसुन्दरमरिगणराशिमहिमाऽर्णवानगामिन्यांतद्विनेयश्रीमुनिसुन्दरगणिहृदयहिमवदवतीर्णश्रीगुरुप्रभावनपद्महदप्रभवायां श्रोमहापर्वाधिराजश्रीपर्युषणापर्वविज्ञप्तित्रिदशतरङ्गिण्यां तृतीये श्रीगुरुवर्णनस्रोतसि गुर्वावलीनाम्नि महाहदेऽनभिव्यक्तगणना एकपष्टिः तरङ्गाः ॥ આ ગુર્વાવલી ગ્રંથના કુલ ૪૯૬ કો છે અને ઐતિહાસિક ગ્રંથ તરીકે તે બહુ જ ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથ તેઓએ સંવત ૧૪૬૬માં પૂર્ણ કર્યો એમ એ જ ગ્રંથના લેક ૪૯૩ પરથી જણાય છે. આ તે જ સાલ હતી કે જે સાલમાં તેઓને વાચકપદ મળ્યું હતું. આ ગ્રંથમાં તેઓ પોતાની જાતને ગણિ તરીકે ઓળખાવે છે. તેઓ એ જ ગ્રંથના ૪૨૦મા લોકમાં પોતાની જાતને ઉપાધ્યાય તરીકે ઓળખાવે છે અને અંતે ગણિ લખે છે તેનું કારણ ગણિપદ ઉપાધ્યાય પદથી મોટું હેવાનું હોઈ શકે. આથી કોઈ પણ પ્રકારનો વિરોધ આવતો નથી. ગણિ અને વાચકપદ એકાWવાચક હશે એ અનુમાન પ્રથમવૃત્તિના ઉઘાતમાં લખ્યું હતું તે અવાસ્તવિક છે; કારણ કે સંપ્રદાય પ્રમાણે તે બને સ્પષ્ટ રીતે જુદી જુદી પદવીઓ છે. શ્રી સેમસુંદરસૂરિ મહારાજ આ વખતે મૂળ પાટ ઉપર હતા, છતાં શ્રી મુનિસુંદરમહારાજ શ્રી દેવસુંદરસૂરિ માટે અતિ માનના શબ્દોમાં લખવા ઉપરાંત પોતાની જાતને તેમના વિનેય (શિષ્ય) તરીકે જણાવે છે, તેથી, આ ઉપધાતમાં ઉપર જણાવ્યું તેમ, મુનિસુંદર મહારાજના દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ હાય એમ અનુમાન કરવા તરફ દોરાઈ જવાય છે. આ ગુર્નાવલી ગ્રંથમાં તેઓને ભાષા પર કાબૂ બહુ ઉત્તમ પ્રકારને જોવામાં આવે છે અને ઈદ પણ વારંવાર બદલાતા જાય છે. ઐતિહાસિક દૃષ્ટિથી આ ગ્રંથ બહુ ઉપયોગી છે અને વિક્રમની પંદરમી સદીમાં તપગચ્છનું જૈન સમાજનું કેવું બંધારણ હતું તે વિષય પર સારે પ્રકાશ પાડે છે, જે આપણે આગળ ઉપર જોઈશું. ૨, ઉપદેશરનાકર–આ ગ્રંથ કઈ સાલમાં બનાવવામાં આવ્યો તે માલૂમ પડતું નથી. આ ગ્રંથમાં ઉપદેશનું તત્ત્વજ્ઞાન આપવામાં આવ્યું છે. તેમાં ઉપદેશ આપવાને વિધિ, ઉપદેશને ગ્રહણ કરવાને ગ્ય તથા અયોગ્ય પુરુષોનાં લક્ષણ, મોહિત ચિત્તવૃત્તિવાળા પુરુષનાં લક્ષણ, કેટલાક પુરુષે ધમી સાધી શકતા નથી, કેટલાક પાળી શકતા નથી તેનું સ્વરૂપ, ધર્મોપદેશની વૃષ્ટિથી થતાં ફળા, ઉપદેશને અયોગ્ય પુરુષોની સર્પ, જળા વગેરે સાથે દાર્જીતિક પેજના, ઉપદેશ આપનાર ગ્ય-અયોગ્ય ગુરુનું વરૂપ, ગુરુ અને શ્રાવક બનેની યોગ્યતાનું સ્વરૂપ વગેરે વગેરે અનેક પ્રકારના વિષયે પર વિવેચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથની યોજના બહુ ઉત્તમ છે અને તેમાં પાડેલા તરંગે આત્માને શાંતિ આપે છે. અધ્યાત્મકપકુમ ગ્રંથની ભાષા કરતાં આ ગ્રંથની ભાષા તદ્દન જુદા પ્રકારની છે. એમાં દરેક વિષય પર બહુ દષ્ટાંત મૂક્યાં છે અને ઉપદેશની એકની એક હકીકત અનેક આકારમાં કહી છે. શ્રોતા અને વક્તા બન્નેએ આ ગ્રંથ મનન કરીને વાંચવા જેવો છે. અધ્યાત્મક૯પદ્રુમ જ્યારે ગંભીર ભાષામાં અને ઉચ્ચ વૃત્તિમાં લખાયેલું છે ત્યારે આ ગ્રંથ આલંકારિક ભાષામાં અને વ્યવહાર વૃત્તિથી લખાયેલું છે. ધર્મ અને રિી કોણ ?–એ આ પુસ્તકમાં બહુ વિસ્તારથી બતાવ્યું છે. બહુ ઉપયોગી વિષયનો અત્ર સમાવેશ થાય છે. આ ગ્રંથ પર વિરતારથી ટીકા પણ મુનિસુંદરસૂરિ મહારાજે પોતે જ રચી છે. આ ગ્રંથને શરૂઆતને ભાગ શ્રી જૈન વિદ્યાપ્રસારક વર્ગ તરફથી છપાયે છે. ૩. અધ્યાત્મક૫મ–આ ગ્રંથ સૂરિમહારાજે કઈ સાલમાં બનાવ્યો છે તે કહી શકાતું નથી, પણ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૬ પ્રસંગે પ્રસંગે અનુભવને ઉદ્દગારરૂપે તેના શ્લેક બનાવ્યા હોય એમ જણાય છે. આ ગ્રંથની ભાષા અતિ ઉત્તમ, હૃદયને અસર કરે તેવી અને વિષયરચના બહુ સાદી પણ ઉપયોગી અને વાંચીને વિચારે તેને મહાલાભ કરનારી છે. આ ગ્રંથના સંબંધમાં ઉપધાતમાં અગાઉ વિવેચન થઈ ગયું છે તેથી અત્ર વિશેષ લખવાની આવશ્યકતા નથી. ૪. સ્તોત્રરત્નમેષ-આમાં અનેક સ્તોત્રો સરિમહારાજનાં બનાવેલાં છે. એમાંનાં કેટલાંક સ્તોત્ર પ્રગટ થયાં છે. આ ગ્રંથ હજુ મારા જોવામાં આવ્યો નથી. તેથી તે પર વિશેષ વિવેચન કરી શકાય તેવી સ્થિતિ નથી, પણ સરિમહારાજનો સંસ્કૃત ભાષા પરનો કાબૂ જોતાં સ્તોત્ર કાવ્ય-ચસ્કૃતિનો નમૂને હશે એમ અનુમાન થાય છે. ૫, મિત્રચતુષ્ક કથા--આમાં ચાર મિત્રોની કથા છે. એ ગ્રંથ નાને પણ ઉપદેશક છે અને લભ્ય છે. એના સંબંધમાં વિશેષ હકીકત હવે પછી તે ગ્રંથ મેળવીને બહાર પાડવા ઇચ્છા છે. ૬, શાંતિકરસ્તેત્ર–શિવપુર–દેવકુળપટ્ટનમાં મહામારીને ઉપદ્રવ થતાં શ્રીસંઘના આગ્રહથી આ પવિત્ર સ્તોત્ર બનાવી સંઘમાંથી ઉપદ્રવ દૂર કર્યો કહેવાય છે. આ સ્તોત્ર માત્ર તેર અથવા ચૌદ ગાથાનું છે, પણ જૈન વર્ગને તે એટલું બધું પ્રિય થઈ પડયું છે કે તેને દરેક પ્રસંગે ગણવાના સ્તોત્રમાં દાખલ કર્યું છે આ શાંતિકરતોત્રમાં કાવ્ય-ચમત્કૃતિ ઉપરાંત મંત્ર-ચમત્કૃતિ પણ છે. અક્ષરના સંગોમાં ચમત્કાર રહેલો છે એમ હવે પશ્ચિમ તરફના લેકે પણ માનવા લાગ્યા છે. આવા અક્ષરસંગો વડે શાસનને અધિષ્ઠાતા દેવ-દેવીઓની સ્મૃતિ, આહ્વાન, નામસ્મરણ વગેરેને આ તેત્રમાં સમાવેશ કર્યો છે. - ૭. પાક્ષિક સિત્તરી–આ નાનું પ્રકરણ છે. તેની બાહોશ લગભગ ગાથા છે. તેમાં પાક્ષિક પર્વ (પફખી)-ચઉદશને દિવસે કરવું જોઈએ તેને નિર્ણય બતાવે છે. ગ્રંથ વિધિવાદને છે. આ ગ્રંથ પણ મારા જેવામાં આવ્યું નથી, પરંતુ લભ્ય છે. ૮. અંગુલસિત્તરી–ઉપરના જેવો જ આ પણ ના પ્રકરણગ્રંથ છે. તેમાં ઉસેધાંગુલ, પ્રમાણગુલ અને આત્માગુલ સંબંધી વિચાર બતાવવામાં આવ્યું છે. - ૯. વનસ્પતિસિત્તરી–આ પણ નાનું પ્રકરણ છે. એમાં વિષય શું છે તેની ખબર નથી, પરંતુ પ્રત્યેક ને સાધારણ વનસ્પતિનાં લક્ષણ અને તેના ભેદ વગેરેનું સ્વરૂપ હેવા સંભવ છે. ૧૦. તપાગચ્છપટ્ટાવલી–ગુર્નાવલી ઉપરાંત તેઓએ તપાગચ્છની પટ્ટાવલી જુદી પણ બનાવી છે, જે મળી શકે છે. ૧૧. શાંતરસરાસ–રસાધિરાજ શાંતરસ પર આ રાસ ગુજરાતી ભાષામાં રચ્યા છે. જૂની ગુજરાતી ભાષાને તે નમૂનો છે. હાલમાં વિશેષ તપાસ કરતાં જણાયું છે કે સદરહુ ગ્રંથે પૈકી પાક્ષિક સિત્તરી, અંગુલસિત્તરી અને વનસ્પતિસિત્તરી એ ત્રણે ગ્રંથ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના બનાવેલા નથી, પણ શ્રી મુનિચંદ્રસૂરિના બનાવેલા છે. મેં અંગુલસિત્તરી તે જોઈ છે અને તે શ્રી મુનિચંદ્રસૂરિની બનાવેલી છે. બીજા ગ્રન્થો માટે હજુ સંપૂર્ણ તપાસ થઈ શકી નથી, પણ બહુધા સંભવિત છે કે તે ગ્રન્થ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના બનાવેલા નહિ હેય. આ સંબંધી વિદ્વાન ગૃહસ્થ હકીકત લખી મેકલશે તે હવે પછી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત તેઓએ (૧૨) ઐવિદ્યગોષ્ટિ (૧૩) જયાનંદચરિત્ર (૧૪) ચતુર્વિશતિજિનતેત્ર અને (૧૫) સીમંધરસ્તુતિ બનાવેલ હશે એમ કેન્ફફન્સ હેરલ્ડ પુ. ૬, પૃ. ૨૧૧ થી જણાય છે. આ સંબંધમાં હજુ વિશેષ તપાસ કરવાની છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પડે. આવી રીતે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે અનેક ગ્રંથ બનાવ્યા છે તેમાંથી ઉપર લખ્યા તે લભ્ય છે. એ ગ્રંથે પણ આ વિદ્વાન આચાર્યની મહત્તા અને અદ્ભુત શક્તિને ખ્યાલ આપવા માટે પૂરતા છે. આ સૂરિમહારાજના સંબંધમાં અહીંતહીંથી આટલી હકીકત મેળવી શકાયું છે. એકંદરે ઐતિહાસિક ગ્રંથની ગેરહાજરીને લીધે આવી અગત્યની બાબતમાં સાધારણ અને આજુબાજુની હકીકત ઉપર આધાર રાખવો પડે છે; છતાં એક ગ્રંથકર્તા માટે આટલી પણ હકીકત પ્રાપ્ત થાય છે એટલું જૈન ઇતિહાસકારોને માટે માનપ્રદ છે. સમાજસ્વરૂ૫–હવે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના વખતમાં જૈન સમાજનું બંધારણ કેવા પ્રકારનું હતું તે હકીકત જાણવામાં આવે તો ગ્રંથ સમજવામાં બહુ ઉપયોગી થાય; કારણ કે ગ્રંથે હમેશાં ચાલુ જમાનાની હવાવાળા હોય છે. આ સંબંધમાં સીધે પુરા ગ્રંથમાંથી મળી શકે તેમ નથી. પણ સૂરિમહારાજે આ અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથના જે વિભાગે પાડ્યા છે તે પરથી કેટલુંક અજવાળું પડે છે. આધ્યાત્મિક જીવન સંબંધમાં લેકની સ્થિતિ બહુ મંદ પડી ગઈ હોય એમ લાગતું નથી, કારણ કે જો એ વિષય પર લેકેની રુચિ તદ્દન ઊડી ગઈ હોય તો તે વિષયને ઉપદેશ બહુ થાય નહિ, છતાં એટલું તે જણાય છે કે આધ્યાત્મિક વિષય તરફ લોકેાની બહુ રુચિ નહિ હોય. કમનસીબે આ સંબંધે સાક્ષી આપે તેવા પંદરમા સૈકાના બીજા ગ્રંથે નથી, તેથી આ સંબંધમાં વિશેષ કહી શકાતું નથી, પણ યતિશિક્ષા અધિકાર જે શબ્દોમાં લખાય છે તે બતાવે છે કે આધ્યાત્મિક જીવન બહુ ઉચ્ચતર રિથતિ તે ભગવતું નહિ જ હેય. આજુબાજુની હકીકત પણ આ બાબતમાં સાક્ષી આપે છે. હિંદુસ્તાનની સ્થિતિ આ સમયમાં બહુ જ અવ્યવસ્થિત હતી. તઘલખ વંશનું રાજ્ય ચાલતું હતું, થોડા વખત પહેલાં જ ૨ ઉદ્દીન ખૂની જેવા ખીલજી વંશના પાદશાહોએ કાળો કેર વર્તાવ્યો હતો અને લેકેના જાનમાલની સલામતી બિલકુલ નહેતી. રાજ્યક્રાતિ પણ વારંવાર થયા કરતી હતી અને મહમુદ ગાંડા જેવા રાજાઓ રાજ્ય પર આવી ગયા હતા અને રાજધાની ફેરવી ગયા હતા. સાધુસ્થિતિ–આવા રાજ્યક્રાતિના સમયમાં જૈન કેમના સંબંધમાં અને મુનિ મહારાજાઓના સંબંધમાં શી સ્થિતિ હતી તે પણ અત્રે જાણવા લાયક છે. ગરછના ભેદ અગિયારમા અને બારમાં સૈકામાં શરૂ થયા તે આ વખતમાં પૂર્ણ જોશમાં પ્રસરતા હતા એમ સમસૌભાગ્ય કાવ્ય પરથી જણાય છે. છઠ્ઠા સર્ગના બીજ શ્લોકમાં કહે છે કે “વિશ્વપ્રસિદ્ધ એ તે સૂરિરૂપ સૂર્ય (સામસુંદરસૂરિ) જ્યારે આકાશમાં વૃદ્ધિ પામે ત્યારે તારાઓની પેઠે વિગ્રહ કરનારા બીજ સૂરીશ્વરોનું તેજ આશ્ચર્ય સાથે અદય થઈ ગયું.” ખુદ તપગચ્છનું બંધારણ બહુ ઉત્તમ હતું, એમ માનવાનાં અનેક કારણો છે; અને તેની સાબીતિએ બહુ મળે છે, જે પર નીચે વિવેચન થશે. ગ્રન્થકર્તાનો તેમ જ લેકેને એ વખતમાં ગુરુ તરફ પૂજ્યભાવ અપૂર્વ હતું, એ સેમસૌભાગ્ય કાવ્ય પરથી અને અધ્યાત્મક૯૫૬મના ગુરુશુદ્ધિ અધિકારથી જણાય છે. પ્રથમ ગ્રંથ વર્તમાન સ્થિતિ ચીતરે છે, જ્યારે બીજો ગ્રંથ ભાવના-Ideal ચીતરે છે અને ભાવના હંમેશાં વ્યવહારુ હદની અંદર રહીને જ બાંધી શકાય છે. તપગચ્છની મૂળ પાટમાં આગળ ઉપર જે સડો પેઠે તે શ્રી મુનિસુંદરસૂરિના વખતમાં નહોતે એમ માની શકાય છે, કારણ કે અપૂર્વ ત્યાગ-વૈરાગ્ય વગર અધ્યાત્મકલ્પદ્રુમની ભાષા હૃદયમાંથી નીકળવી અસંભવિત છે. આ સ્થિતિ શ્રી હીરવિજયસૂરિ સુધી જળવાઈ રહી હતી એમ અનુમાન થાય છે. શ્રી સત્યવિજય પંન્યાસને ક્રિયા-ઉદ્ધાર કરવાનો પ્રસંગ આવે તે બહુ બગાડે અને ગડબડાટ થયા પછી જ લેવું જોઈએ, એમ તે ઈતિહાસથી પણ જણાય છે. પણ લેકસત્કાર વગેરે બાહ્યાચારો માટે સૂરીશ્વરે યતિશિક્ષા અધિકારમાં જે વિસ્તારથી વિચારો જણાવ્યા Page #60 -------------------------------------------------------------------------- ________________ છે તે પરથી એમ લાગે છે કે બગાડાની ધીમી શરૂઆત થવાનાં ચિહ્નો અભુત કલ્પનાશક્તિ ધરાવનાર સૂરિ જોઈ શક્યા હતા. સાધુવર્ગમાં સંપ બહુ ઉંચા પ્રકારને હતા, કારણ કે, તે જ કાવ્યને પાંચમા સર્ગના છઠ્ઠી લેકમાં જણાવે છે તે પ્રમાણે, શ્રી દેવસુંદરસૂરિએ પિતાના પટ્ટશિષ્ય તરીકે મનમાં નિર્ણય કરેલા શ્રી સોમસુંદરસૂરિને શ્રી જ્ઞાનસાગ સૂરિ પાસે અભ્યાસ કરવા મેકલ્યા હતા. આ પ્રમાણે બનતું હાલમાં બહુ અ૬૫ સ્થળે જોવામાં આવે છે અને ખાસ કરીને પ્રિય શિષ્યને બીજાને સોંપવામાં બહુ સં૫ જ કારણભૂત થઈ શકે છે, એ વ્યવહારષ્ટિથી વિચારી શકાય તેવું છે. સાધુઓમાં સંપ બહુ સારો હતો. એના કારણમાં અત્ર જે હેતુ બતાવ્યા છે તે સામાન્ય છે, કારણ કે શ્રી જ્ઞાનસાગરસૂરિ શ્રી દેવસુંદરસૂરિના જ શિષ્ય હતા તેથી તેઓ તેમની અગ્રિામાં હોય એમાં બહુ નવાઈ જેવું નથી, છતાં સાધુઓમાં રપ હોવાનાં ઘણાં કારણો છે. તમામ સાધુએ પોતાના પાના રાજના હુકમને માનતા હતા, તદનુસાર વર્તન કરતા હતા, રાજ જીવતો-જાગતો હતો, સત્તા કબૂલ કરાવવાની શક્તિવાળા હતા અને પ્રજાસત્તાક રાજ્યના નિયમ પ્રમાણે અમુક વર્ષ રાજ બદલાતે નહિ, પણ સર્વની સંમતિથી આજીવન પ્રેસીડન્ટ ની માતા, જે હંમેશાં બહુ વ્યવહારકુશળ, જ્ઞાની અને અદ્દભુત શક્તિપ્રભાવવાળો જોઈને પસંદ કરવામાં આવતો. આથી તે સર્વ ઉપર પોતાને અંકુશ રાખી શકતા, સર્વને સુબદ્ધ રાખી શકતા અને તેની આજ્ઞા પૂર્ણ રીતે મનાતી હતી. સંપ મજબૂત રહેવાનું આ મુખ્ય કારણ છે. તપગચ્છમાં તે સમયના પ્રમાણમાં વિદ્યાને અને સાધુઓ બહુ હતા એમ ગુર્નાવલીના છેલ્લા પચીસ કલેકે પરથી જણાય છે. ગણની સ્થિતિ કેવી હતી તે લખતાં શ્રી મુનિસુંદરસૂરિ કહે છે કે : गणे भवन्त्यत्र न चैव दुर्मदा, न हि प्रमत्ता न जडा न दोषिणः । विरभूमिः किल सोषवीति वा कदापि किं काचमणीनपि क्वचित् ॥ આ ગણમાં અભિમાની, પ્રમાદી; મૂખ અને પાપ સેવનારા થતા નથી. શું વિડૂરભૂમિ કાચને ઉત્પન્ન કરે ?” આ ઉપરાંત ગરછમાં કેવા વિદ્વાન હતા તે; ઉપર કહ્યું તેમ છેલ્લા પચીશ લેકે જોવાથી સમજાશે. આવી જ હકીકત પ્રતિષ્ઠામ સમસૌભાગ્ય કાવ્યના દશમાં સર્ગના ૬૫માં લો. श्रीसोमादिमसुन्दरस्य सुगुरोः श्रीमद्गणे सदगुणे, मोहद्रोहकथाप्रथा न हि मनाक् नैव प्रमादच्छलम् । नो वार्ताप्यनृतस्य तंस्य विकथानामापि न शृयते, राज्यं प्राज्यमनुत्तरं विजयते श्रीधर्मभूमी शितुः ।। શ્રી સમસુંદરસૂરિના શ્રીમાન સગુણું ગરછમાં મોહ અને દ્રોહની કથા ન હતી; પ્રમાદ તથા છળ જરા પણ ન હતાં; અસત્યની વાત જ ન હતી અને વિકથાનું તે નામ જ સંભળાતું નહોતું; તેમાં તે કેવળ ધર્મરાજનું અનુપમ મોટું વિશાળ રાજ્ય વિજયવંત વર્તતું હતું.” - આવાં આવાં અનેક ચિત્રો ગ્રંથકારે મૂક્યાં છે; તેમાં સહજ અતિશયોક્તિ હોય તો પણ સામટી રીતે જૈન ગૃહસ્થની અને સાધુવર્ગની સ્થિતિ સંતોષકારક હતી એમ જણાય છે. શ્રાવકે પણ ગુરુ તરફ દઢ ભક્તિવાળા હશે એમ જણાય છે. ગુણરાજ. દેવરાજ; વિશાળ; ધરણંદ્ર; નીંબ વગેરે શ્રેષ્ઠીઓએ ગુરુની જે શબ્દોમાં સ્તુતિ કરી પિતાની લઘુતા બતાવી છે અને અપૂર્વ મહત્સવથી સૂરિપદવીની પ્રતિષ્ઠા કરાવી છે તે ચારિત્રધર્મ તરફ અને ગુરુ તરફ લેકોનો દઢ અનુરાગ બતાવે છે. ગરપતિ અથવા ગણાચાર્યની આજ્ઞા સર્વ બહુમાનથી ઉડાવતા હતા; એમ પણ અનેક રીતે નિત થાય છે. સાધુઓમાં વિહાર કરવાની બહુ ટેવ હતી અને શ્રી સમસુંદરસૂરિ જેવા આચાર્ય પણ એક સ્થાનકે રહેતા નહતા એમ સમસૌભાગ્ય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કાવ્ય વાંચતાં વારંવાર જણાય છે. આથી શ્રાવકના સંબંધમાં પોતાના અમુક શ્રાવક એમ બહુ ઓછું રહેતું હશે એમ પણ જણાય છે. આચાર્યની અમુક ગામમાં પાટ (મુખ્ય સ્થાન–હેડકવોટર) હોય અને તેની નજીકમાં જ આચાર્ય રહે એવી જન જણાતી નથી, શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાને મહિમા તે કાળમાં જવા-આવવાનાં સાધને બહુ અ૯પ, મોઘાં તથા જોખમવાળાં હોવા છતાં બહુ હતો એમ ત્રણ વખત બહુ આડંબરથી નીકળેલા સંઘના વર્ણન પરથી જણાય છે. અવારનવાર જૈન તેમને રાજ્યકર્તાઓ તરફથી મદદ મળતી હતી એમ ગુણાજ શેઠને અહમદશાહ પાદશાહે તેના સંઘના સંબંધમાં કરી આપેલી સગવડ ઉપરથી અનુમાન થાય છે. (સર્ગ આઠ, શ્લોક ત્રીશ. ) બારિક અવલોકના-જેમ જેમ વધારે બારીકિથી વિચાર કરીને તે સમયના ગ્રંને વાંચવામાં આવે, તેમ તેમ તે વખતના જૈન સમાજનું બંધારણ સારી રીતે સમજી શકાય તેમ છે, એતિહાસિક પર્યાલોચનાથી બહુ લાભ થાય છે. અત્યારે ગરછના ભેદે, સાધુવને પરસ્પર - અસંતોષવાળા સંબંધ અને શ્રાવકો તરફથી તે સંબંધમાં આપવામાં આવતું ઉત્તજન અત્યંત ખેદાપદ છે. શ્રી મુનિસુંદરસૂરિ જેવા અસાધારણ વિચારબળ ધરાવનારા એકાદ બે મહાત્માની આ કાળમાં બહુ જ જરૂર છે. તે સમયે તે ધર્મ સાધના અને શાસન-અભિવૃદ્ધિ માટે બહુ પ્રતિકૂળ હત; અત્યારે તે યંગ્ય રીતે પ્રયાસ કરવામાં આવે અને તેના પર યોગ્ય અંકુશ રહે તે ચેડા વખતમાં શાસનના ડંકા વાગે એવું છે. બાકી, ચાલુ સ્થિતિથી ઘણીવાર ઉમરગવાળા ઉત્સાહી પ્રાણીઓ પણ પાછા હઠી જાય છે. લેખ લખનારા ૨ મનમાં આવે તેમ લખે છે, બેલનારા મનમાં આવે તેમ બેલે છે અને વર્તન સ્વેચ્છા પ્રમાણે ચલાવાય છે. કોઈ પૂછનાર નથી. શાસનની વાસ્તવિક લાગણી કેઈને રહી નથી અને કાઈમાં હેય તે છે હુધા અજ્ઞાનીઓનું જોર હોવાથી પ્રયાસ નકામો જાય છે. અવારનવાર શાસનની ઉન્નતિ કરવાના પ્રયાસ થાય છે, પણ સંપ તેમ જ પૂરતી સમજને અભાવે એકબીજાનાં કાર્યોની અસર ઓછી થાય છે. ઉપદેશકોની સ્થિતિ-ઉપદેશ આપનાર વર્ગની સ્થિતિ તે વખતે બહુ ઊંચા પ્રકારની હતી છે અને તે માનસિક તેમ જ નૈતિક વિષયમાં વ્યવહાર રૂપમાં મુકાયેલી હતી. ઉપદેશકવર્ગ આખી પ્રજ પર અજાયબ જેવી અસર કરી શકે છે. શાસનની ઉન્નતિ કે અવનતિનો આધાર આ વર્ગ ઉપર જ રહે છે. ગચ્છાધિપતિએ દેશકાળના સંપૂર્ણ જાણકાર હતા, અને નવી સંગો ઊભા થતાં શાસ્ત્રમર્યાદામાં રહીને એગ્ય ફેરફાર દાખલ કરવામાં ધર્મના ફરમાનનું વાસ્તવિકપણું સમજતા હતા; હાલની જેમ નિર્નાયક મંડળ નહોતું, તે વખતની સાધુની સંખ્યા બહુ મોટી હતી, તેમ જ તેમાં યોગ્ય છે પણ વિશેષ હતા, તેથી શ્રી સોમસુંદરસૂરિએ પિતાની હયાતીમાં પાંચ મહાત્માઓને સૂરિપદવી આપી હતી; પણ તે સર્વ એક ગચ્છાતિની આજ્ઞામાં જ વર્તનારા હતા. આવા વિષમ કાળમાં ધર્મ જળવાઈ રહ્યો તે આવા મહાત્માઓની વિશાળ દીર્ધદષ્ટિને જ આભારી છે; નહિ તે તે સમય પહેલાં અને પછી એકંદર ચારસે વરસ હિંદુસ્તાન માટે એવાં વિપરીત ગયાં છે કે ધર્મ શબ્દને મૂળથી નાશ થઈ જાય. તે વખતમાં શ્રાવકવર્ગની સ્થિતિ પણ બહુ સારી હશે એમ સૂરિપદવીની પ્રતિષ્ઠા, જિનચેની પ્રતિષ્ઠા અને સંઘયાત્રાના મહોત્સવે બતાવે છે, આર્થિક સ્થિતિ ઘણી સારી ન હોય તો આવા અદ્ભુત મહોત્સવ થઈ શકે નહિ. એક-એક શ્રાવક શાસનના પ્રભાવક જેવા થયા છે તે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે ગુર્નાવલિમાં કરેલ હેમમંત્રી અને લલના પુત્ર નાથા શાહના વર્ણન પરથી જણાય છે. આ શ્રાવકે લગભગ નિઃસંગ જેવા, સાવદ્ય ક્રિયાના સંબંધમાં આરંભથી ડરીને તે નહિ કરવાવાળા અને ગણને ટેકે આપનારા હતા. આવા શ્રાદ્ધવરે ઉત્પન્ન થાય ત્યારે શાસન ટકી રહે એમાં કાંઈ નવાઈ જેવું નથી. શાસનનું કાર્ય કરવામાં સ્વાર્થભંગ બહુ આપવો પડે છે અને વિરુદ્ધ ટીકાઓ સહન કરવી પડે છે, પરંતુ એ સર્વ આત્મિક ઉન્નતિના હેતુ અથે કામ Page #62 -------------------------------------------------------------------------- ________________ કરનારા સહન કરે છે; કારણ કે તેમને હેતુ અહિક માન–પ્રતિષ્ઠા મેળવવાને હેત નથી. સાધુવર્ગમાં આ સમયમાં મહાતપસ્વી, વાદીશ્વર અને અભ્યાસીઓ હતા એમ ગુર્નાવલીના ૪૪૭ પછીના દશ શ્લેકથી જણાય છે. ક્રિયાશિથિલતા સાધુમાં નહતી એમ એ જ કે બતાવે છે. શ્રાવકવર્ગને શાસ્ત્રાભ્યાસ બહુ હોય એમ ગ્રંથ પરથી જણાતું નથી, પણ તે સમયમાં શ્રેતાઓ સારા હશે એમ તો ઉપદેશરનાકરમાં આપેલાં ગ્રહણ કરનારનાં લક્ષણે પરથી જણાય છે. સાધુધર્મમાં કંચનકામિનીને ત્યાગ તો પ્રથમ પદે હોવો જોઈએ. મૂળ પાટમાં જ્યારથી પરિગ્રહને ગડબડાટ દાખલ થયે, ત્યારથી તેઓનું માન ઓછું થયું એમ આપણે જાણીએ છીએ. પરિગ્રહત્યાગના સંબંધમાં શ્રી મુનિસુંદરસૂરિ યતિશિક્ષાના ૨૪ થી ૨૮ સુધીના પાંચે શ્લોકમાં જે વિચારો બતાવે છે, તે વિચારો સંપૂર્ણ રીતે જણાવે છે કે તે વખતના મુનિઓમાં પરિગ્રહને સંભવ બિલકુલ નહતો. તેઓ વૃષભ, ઘોડા ઊંટ પાસે કે ઉપધિ ઉપડાવવાની પણ ના પાડે છે અને તેમ કરનારને અન્ય ભવે વૃષભ કે ઘડાને અવતાર લઈ ભાર ઉપાડી બદલે આપવો પડશે એમ જણાવે છે, તેથી ધનના સંબંધમાં તે સવાલ જ રહેતા. નથી. ધર્મને નામે ઉપકરણદિના આકારમાં પણ પરિગ્રહ રાખવાની ના પાડે છે અને તેના ઉપર મૂરછ રાખવી એને જ તેઓ પરિગ્રહ કહે છે. આ સર્વ વિસ્તારથી વાંચતાં ચકકસ જણાય છે કે તેઓ પરિગ્રહની બાબતમાં નિર્દોષ હતા અને જેવા નાયક હોય તેવો જ તેને અનુસરનારે વર્ગ હોય, તેથી સાધવગમાં પરિગ્રહને પ્રવેશ શ્રી હીરવિજયસૂરિ પછી જ થયો એમ જણાય છે. આવા કારણથી શ્રીમદ્ યશવિજયજી ઉપાધ્યાયના સમયમાં સત્યવિજ્ય પંન્યાસને ક્રિયા-ઉદ્ધાર કરવો પડયો હતો. ક્રિયા-ઉદ્ધાર કરતી વખતે અનેક બાબતોના સુધારા કરવામાં આવ્યા હતા. પણ મુખ્યત્વે કરી કંચન અને કામિન ને ત્યાગ તો દઢપણે કરવામાં આવ્યો હતો. આ ક્રિયા દ્વારા પ્રસંગે ફરીવાર ન આવે તે માટે આ મુદ્દા ધ્યાનમાં રાખી શ્રાવકોએ શિથિલપણાને ઉત્તેજન આપતાં બહુ વિચાર કરવો યોગ્ય છે. વાંચન-વિવેક–આ ઉપોદઘાત પૂર્ણ થાય છે. શાંતિથી પરિપૂર્ણ અને શાંતિ આપનાર ગ્રંથમાં પ્રવેશ કરવાને છે. તે એક સામાન્ય વાર્તાના ગ્રંથ તરીકે ઉપર ઉપરથી વાંચવાને નથી. એની હકીકત વાંચી; સમજી, મગજમાં ઉતારવાની છે અને તેનું મનન અને નિદિધ્યાસન કરી આત્માને અધ્યાત્મરૂપ કરવાને છે. આ પ્રમાણે થાય ત્યારે જ આ ગ્રંથ વાંચવાથી થનારા લાભ પ્રાપ્ત થાય. બાકી એક નવીન ગ્રંથ તરીકે તેમાં શું લખ્યું છે તે ઉપરા-ઉપરથી જોઈ જવું એથી નુકસાન નથી પણ વાસ્તવિક લાભ પણ નથી. આવી જતના વાચનને શોખ હાલ વધતો જાય છે તેની સામે વાંધો લેવાની જરૂર છે, તેથી અત્ર અટલી યાચના કરવી પ્રાસંગિક ગણવામાં આવી છે. ઉપઘાત સાથે આમુખમાં શાંતરસની ૨સસિદ્ધિ લખવાના વિચાર હતા અને તેવા જ હેતુથી તે વિષયનું વિવેચન મંગલાચરણમાંથી હતું; કારણ કે વિષય તદ્દન પારિભાષિક હોવાથી સાહિત્યના શોખીન અને તેના અભ્યાસીને જ આનંદ આપે તેવો એ વિષય છે; પણ આ કાર્ય જેવા રૂપમાં જોઈએ તેવા રૂપમાં અનેક વ્યવસાયને લીધે, તૈયાર થઈ શકયું નથી તેથી દાખલ કર્યું નથી. આધ્યાત્મિક શાંતિને પ્રસાર થઈ જીવન વિશુદ્ધતર અને ઉન્નત બનાવવાની પ્રકૃષ્ટ ઇચ્છાથી ગ્રંથલેખન અને તદ્વિવેચન થયું છે અને તે ઇચ્છા પાર પડે એવી ખરા અંતઃકરણથી પ્રાર્થના છે. તથાસ્તુ. મ. ગિ. ફા. Page #63 -------------------------------------------------------------------------- ________________ વિષયસંક્ષેપ (શ્લોક તથા વિવેચનની વિસ્તારથી અનુક્રમણિકા) ઉપદ્યાત–પીઠિકા-શાંતરસનું રસાધિરાજત્વ; તેમ હવાનાં ત્રણ કારણે. મંગળ; વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી. આ ઉપદેશનું કારણ શું છે તેને નિર્ણય. શાંતરસ ભાવનાનું માહા.... આ ગ્રંથમાં કહેવાના સોળ અધિકાર. પૃષ્ઠ ૧ થી ૧૦ પ્રથમ અધિકાર-સમતા–ભાવના નિરંતર ભાવવા માટે મનને ઉપદેશ. અનાદિ અભ્યાસથી વિભાવ દશા ને પરવશપણું. ઇંદ્રિયસુખ અને સમતાના સુખની સરખામણી. માન્યતાનાં સુખ અને યતિનાં સુખોની સરખામણી. ભર્તુહરિના તે પર વિચારો. ક્ષણમાત્ર સમતા પૂર્વક મૈત્રી રાખવાથી થતા આનંદ. | સ્વરૂપ. શ્રી આનંદઘનજીના તે પર વિચારો. સમતાનું પ્રથમ અગ–ચાર ભાવના : મિત્રી. પ્રમોદ, કરુણ અને માધ્યશ્ય ભાવનાનું વિસ્તારથી સ્વરૂપ, વિવેચન અને તે પર અન્ય વિદ્યાને ના વિચારની અવતરણ. સમતાનું બીજું અંગ-ઈદ્રિયોના વિષયો પર સમભાવ રાખવો. સમતા પ્રાપ્ત કરવાનું ત્રીજુ અંગ–આત્મસ્વરૂપની વિચારણા. આ વિષયમાં જીવની બેદરકારી. પારકાના ગુણસ્તવનથી અને પિતાની નિંદાથો રાજી થાય તે જ્ઞાની. કૃષ્ણનું તે પર દષ્ટાંત. વસ્તુતઃ પિતાના કણ છે અને પારકા કેણુ છે તેને શોધી કાઢવાની જરૂરિયાત. વસ્તુ ગ્રહણ કરવા પહેલાં તેને અને પિતાને કે, કેટલા અને કારને સંબંધ છે તે વિચારવાની આવશ્યકતા. મારા-તારાને વિભાગ રાગદ્વેષકૃત છે, જે બંને તારા દુશ્મન છે. આ વિભાગનું અપ્રમાણપણું. આત્મા અને પુગલના સંબંધ પર લોકપ્રકાશ ગ્રન્થ, માતાપિતાને સંબંધ, તે પર દષ્ટાંતિ અને ઉપદેશમાળાનું વિવેચન. બહુ અપ પ્રાણીઓ સમતાનું સ્વરૂપ જાણે છે. સમતાનું ચર્થ – અંગ – સ્વાર્થ સાધનમાં રત રહેવું. આને માટે પોતાને સ્વાર્થ એાળખવો. સ્વાર્થપરાયણ દુનિયા, તેનાથી ભિન્ન તારે સ્વાર્થ. પૌગલિક પદાર્થો સાથેનો સંબંધ અસ્થિર વાસ્તવિક આનંદ કયાં છે તેની શોધ. મરણ પર વિસ્તારથી વિચાર કરવાની જરૂર અને તેનું વાસ્તવિક સ્વરૂપ. મરણ ઈચ્છવું નહિ, તેમ મરણથી ડરવું નહિ અને નિરંતર તેને માટે તૈયાર રહેવું, મરણ ચક્કસ છે જ, માટે અનુકૂળતા પ્રમાણે સમતા પ્રાપ્તિ તરફ પ્રયાસ દોરવાને વ્યવહાર, કષાય અને શોકનું વાસ્તવિક સ્વરૂપ; તે પર વિચાર અને તે બંનેને ત્યાગ કરવાને ઉપદેશ. રડવા-કૂટવાના હાનિકારક રિવાજમાં રહેલા અસત્ય વ્યવહાર અને તે પૂરું પાડતાં આર્ય સંસારના અધઃપાતનું દષ્ટાંત. અરસપરસ બચાવવાની અસમર્થતા અને તેથી મેહત્યાગનું ગ્યપણું. અનાથીમુનિ. પૌગલિક વસ્તુ સાથેને બહુ ટૂંક સંબંધ અને તે ત્યાગ કરવાનો ઉપદેશ. સુબુદ્ધિ પ્રધાનનું દષ્ટાંત. ઉમાસ્વાતિ વાચકના એ જ વિષય પર વિચાર–આખા અધિકારનું અંતિમ રહસ્ય. પૃષ્ઠ ૧૨ થી ૬૪ બીજો અધિકાર સ્ત્રી મમત્વાચન-પહેલા, બીજ, ત્રીજાચોથા અને પાંચમા અધિકારોને સંબંધ. સ્ત્રી પુરુષને ગળે બાંધેલી શિલા જેવી છે અને દઢ બંધન છે. સ્ત્રી શરીરનું બાહ્ય દર્શન અને મહાઅશુચિય અંતરંગ દર્શન. મહિલકુંવરીનું દષ્ટાંત. છઠ્ઠી ભાવનાનું સ્વરૂપ. સ્ત્રી શરીર પર ભતૃહરિના વિચારે. સ્ત્રીમેડથી આ ભવ અને પરભવમાં થતું ફળ. કપિલ કેવળીનું દષ્ટાંત. એલાયચી કુમારને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨ સ્ત્રીસૌન્દર્યના વ્યામેાહને લીધે થયેલી પીડા. સ્ત્રીના બાહ્ય વૈશ અને અંદર ભરેલુ. ગટરખાનું, મેાહનીય કર્મીનું સામ્રાજ્ય. સંયોગથી ઉત્પન્ન થતી હક-ખાસુષ્મિક પીડાએ. સયાગથી થતા આનંદ જરા પણ હાય તા તે ક્ષણુિક છે; ઊંધમાંથી રાત્રીએ જાગ્રત થયેલા મુમુક્ષુ શી વિચારણા કરે તે પર શ્રી હેમચદ્રાચાર્યું. સ્ત્રી ભૂમિ વગરની વિષક દલી, જંગલ વગરની વાઘણુ, નામ વગરને મોટા વ્યાધિ વગેરે વગેરે તેની અનેક રીતે ઉપમેયતા અને તેનું વાસ્તવિકપણું. અધિકારનું રહસ્ય. પુરુષોને માટે સ્ત્રીએ પણ ઊલટી રીતે સ" વાત સમજવી. પ્રેમની પરિસીમા, સ્વાર્થ સટ્ટનના પ્રસંગો પ્રાપ્ત થયે વર્તન. પરીના ત્યાગ તા અવશ્ય કરવા જોઈએ. આ વિષય પર લખાયેલા અન્ય ગ્રંથે. પૃષ્ઠ ૬૫ થી ૭૩ ત્રીજો અધિકાર-અપત્યમમત્વમાચન-પુત્ર-પુત્રીને જોઈ હ ઘેલા ન થવાના ઉપદેશ, ભવભૂતિ કવિનુ` આ વિષય પર અવતરણ, આ કુમારનું દૃષ્ટાંત, લેાકધર્મ સાથે પિતૃ કે પુત્રધર્મના સટ્ટનના પ્રસંગ આવતાં કામા` લેવા? પુત્ર-પુત્રીનું શલ્યપણું. તેમનું ચલાચલત્વ. પુત્રી સંબંધમાં વિશેષ પિતા. સ્ત્રીની કુક્ષિમાં કીડા અને ત્યાં જ ઉત્પન્ન થતાં પુત્ર-પુત્રી. પ્રેમ બાબતમાં ત્યાં રહેતા ભેદ. અપત્ય પર સ્નેહબદ્ધ ન થવાનાં ત્રણ કારણા : ( ૧ ) આપત્તિમાં પાલન કરવાની અશક્તિ, (૨) સંબંધનુ અનિત્યપણ્ અને (૩) ઉપકારના બદલા વાળવાના સંદેહ, પુત્ર-પુત્રી માટે માનતા માનનારનું મૂખ પણું; તેના સારુ ખીજી સ્ત્રી કરનારનું મંદબુદ્દિપણું. પૃષ્ઠ ૭૪ થી ૭૭ ચેાથા અધિકાર-ધનમમત્વમાચન—લક્ષ્મી પાપના હેતુભૂત છે અને સંસારભ્રમણુ આપનારી છે. મમ્મણ શેઠનુ* દૃષ્ટાંત. સીઝર, પાંપી, એાનાપાટ વગેરેનાં દૃષ્ટાંતા. આ ભવ અને પરભવમાં પૈસા દુઃખ આપનાર છે. નંદ રાજાની સાનાની ડુંગરી, ધનથી ચેાડુ સુખ થાય છે પણ દુઃખ બહુ જ વધારે છે. મારાપણાની માન્યતાથી જરા સુખ થાય છે, પણ તે નામનુ' જ છે, સત્ય સુખ સતાષમાં જ છે; ધર્મ નિમિત્તે ધન મેળવવુ' યુક્ત છે ? એ પ્રશ્નના નિર્ણય. મળેલા ધનનો વ્યય કયાં કરવા? ધનથી થતી અનેક પ્રકારની હાનિ, તેને તજી દેવાના ઉપદેશ; તેનાં ચાર કારણા-પરભવમાં દુતિ, આ ભવમાં ચાલુ ભય અને ધર્મવિમુખતા તેમ જ અન્યથી ઉપભાગપણું, સાત ક્ષેત્રમાં ધનના વ્યય કરવાના ઉપદેશ. પૈસાને વ્યય કરતી વખત લેાકેાની સ્થિતિ અને જરૂરિયાત પર વિચાર કરવાની આવશ્યકતા. જમણવાર કરવા કરતાં વિશેષ ઉત્તમ સ્થાનમાં ધન વાપરવાની જરૂર. આ સ`સારમાં રઝળાવનાર બે વસ્તુમાંથી એક ધન. ધન પરના મેાહનું વૃદ્ધાવસ્થામાં વિશેષ જોર. સાધ્ય વગર માત્ર ધન ખાતર ધન મેળવવા માટે જ પૈસા પેદા કરવાની ઈચ્છા થાય છે. એ ગમે તેટલી સખ્યામાં મળે તાપણુ અતૃપ્તિ રહ્યા કરે છે. ચાલુ સ્થિતિથી અસ`તાષ રાખવે નહિ. સુખ કયાં છે તેની શેાધ. મનુષ્યજીવનના ઉચ્ચતર હેતુ પાર પાડવા તરફ પ્રેરણા. પૃષ્ઠ ૭૮ થી ૮૮ પાંચમા અધિકાર–દેહમમત્વમાચન-અધિકારના ઉદ્દેશ-શરીરને પાપથી પેશવું નહિ. સનત્સુમારના શરીરમદ, ત્રિશંકુનુ શરીરપ્રેમ પરનું પૌરાણિક દૃષ્ટાંત. શરીર-કારાગૃહમાંથી છૂટવાને ઉપદેશ. વાંદરા અને ગાગરમાં ભરેલાં ખેરનું દૃષ્ટાંત. શરીરસાધનથી કર્વ્યા કરવાની પ્રેરણા. દેહાશ્રિતપણાથી દુ:ખ, નિરાલ`બનત્વમાં સુખ. અગ્નિ-લાહના સંબંધનું દૃષ્ટાંત. જીવ અને સૂરિ વચ્ચે થયેલી વાતચીત. શરીરને જરા જરા પે!ષણ આપીને સયમભાર સહન કરવાના ઉપદેશ, શરીરમાં પડતા પદાર્થાની અશુચિ, શરીરમાં ભરેલી અશ્ચ, શરીરની અંતિમ સ્થિતિ. શ્રી મલ્લિનાથે પૂતળી બનાવીને આપેલા ઉપદેશ. છઠ્ઠી ભાવના પર વિચારણા. શરીરધરને ભાડું આપી તેને કરવા જોઈતા ઉપયાગ. શરીર વડે બની શકે તેટલુ આત્મહિત સાધી લેવાના ઉપદેશ. અધિકારના વિષયાનુ પૃથક્કરણ. વ્યવહારથી ખમવાં પડતાં સ` દુઃખા. શરીર સાથે સંબંધ કેવા પ્રકારના રાખવા તે સબધી સંક્ષેપમાં વિચારો. પૃષ્ઠ ૮૯ થી ૨૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધિકાર-વિષયપ્રમાદત્યાગ–અંતરંગ મમત્વ. પ્રમાદ શબ્દના અર્થો, તેના પાંચ તથા આઠ પ્રકાર, વિષયસેવનથી લાગતાં સુખનું ખરું પરિણામ. આ સુખ સાથે સમતાના સુખની સરખામણી, વિષયથી પરિણામે થતી હાનિઓ. તેના ઉપર શ્રી ચિદાનંદજી મહારાજનું કવિત. મેક્ષસુખ અને સંસારસુખ. એ બંનેને વિરોધ. બંનેને કેકથી બતાવેલે વિરોધ. તને દુઃખ શાં કારણોથી થાય છે તેને નિશ્ચય કર. સર્વ ગતિઓમાં થતાં દુઃખનું વર્ણન, સદરહુ નિશ્ચય પર વિચારણું. જન્મ વખતની વેદના; તે પર પ્રવચનસારોદ્વાર અર્થે. પ્રાણીઓને માથે મરણને ભય. તેને સમય આપણે જાણતા નથી, માટે પ્રમાદ ન કરવો, સુખ માટે સેવાતા વિષય ભોગવતી વખતે અને પછી સુખ આપતા નથી. સ્વયં ત્યાગ કર્યાથી થત સંતોષ. તું શા ઉપર વિષયોમાં રાચીમાચી રહે છે? વિષયોના ત્યાગથી થતું મહાસુખ, વિષય સેવનારના સુખને પ્રકાર કેવો છે તે પર શ્રી ધર્મદાસ ગણિ. શાંતિના સુખ પર શ્રી ઉમાસ્વાતિ મહારાજ. આ અધિકારના મુદ્દાઓ. એક એક ઇંદ્રિયપરવશ પડેલ તિર્યચેની દુર્દશા; તે પર ઉપાધ્યાયજી તથા શ્રી ચિદાનંદજી. સુખ માત્ર માન્યતામાં જ છે, તે પર ભર્તુહરિ. પાંચ પ્રમાદ પર સામાન્ય વિચારણ. પૃષ્ઠ ૯૮ થી ૧૦૮, સાતમા અધિકા૨કષાયનિગ્રહ-કષાયના ચાર તથા સેળ ભેદ. તેનું સ્વરૂપ; તેને શબ્દાર્થ. ક્રોધનું સ્વરૂપ; તેને નિરોધ કરવાની આવશ્યકત. ક્રોધ કરનાર પર શાંતિ રાખવી. ગાળ દેનારને ગાળ દેવા દેવી. તે પર ભર્તુહરિ, ચંડકૌશિક, ગજસુકુમાળ, વીર પરમાત્મા. ક્રોધથી પ્રીતિને નાશ. ક્રોધ પર ઉમાસ્વાતિ વાચક. તે પર સૂક્તમુક્તાવલિ. માનને ત્યાગ કરવા ઉપદેશ. માન અને તપને સંબંધ. સામે પ્રાણું દેધ કરે ત્યારે મનસ્વી પ્રાણું કેવું વર્તન રાખે–દમદંતમુનિ. કષાયથી ગુણ કાંઈ થયું નથી અને તેનાથો થતા દોષ નિવારવા ગ્ય છે. કષાયસેવન અને અસેવનના પરિણામ પર વિચારણા. માનનિગ્રહ; તે પર બાહુબલિનું દષ્ટાંત. બહેનોએ તેને આપેલ બોધ. મન ત્યાગ કરી અપમાન સહન કરવાનો ઉપદેશ. વેરની ઈચ્છાને પરભવમાં થનારી વેદના પર વિચાર કરી નિરોધ કરવો. ષરિપુ ઉપર ક્રોધ કર. ઉપસર્ગ સાથે મૈત્રી કરવી. પરિપુની વ્યાખ્યા. ગજસુકુમાર, અવંતિસુકુમાળ, સ્કંધક, અરણિક, મેતાર્યના જીવન પર વિચાર. માયનિગ્રહ–ઉપાધ્યાયજીને માયા સ્વાધ્યાયમાં બોધ. શ્રી ઉદયરત્નજી તથા સિંદૂરપ્રકરકારના વિચારે. લેભનિગ્રહ-તે પર ભર્તુહરિ, સિંદૂરપ્રકરકાર, ઉમાસ્વાતિજી વગેરેના વિચારો. સુભૂમ, ધવળ, રામ વગેરેનાં શાશ્વપ્રસિદ્ધ દષ્ટાંત. સીઝર, નેપોલિયન વગેરે એતિહાસિક દષ્ટાંત. સંતોષનું સુખ. મદમસ્યરનિગ્રહનો ઉપદેશ. તેર કાઠિયા પર વિવેચન, ઈર્ષ્યા ન કરવાને ઉપદેશ. ગુણ પ્રાપ્ત કરવાના ઉપાય. કષાયથી થતે સુકૃતને વિનાશ. કષાયથી થતી હાનિપરંપરાનું લિસ્ટ. મદનો નિગ્રહ કરવા માટે ખાસ ઉપદેશ, પર શ્રી હેમચંદ્રાચાર્યના વિચારે, આઠ મદ અને તે કરનારાઓનાં સંક્ષેપથી દષ્ટાંત. સંસાર મળ-કલા. કષાયના સહચારી વિષયોને ત્યાગ. ધર્મની જોગવાઈની મુશ્કેલી. દશ દૃષ્ટાંતે મનુષ્યભવનું દલભપાણ: તે પર કલેકે અને તેનું વિસ્તારથી વિવેચન. કષાયના સહચારી પ્રમાદને ત્યાગ. ઉદ્ધતાઈને ત્યાગ કરવાને ઉપદેશ. તેં શું મહાન કામ કર્યું છે કે ઊંચે ને ઊંચે ચાલે છે-તે પર વિચારણા. સેળ ભય. અંતિમ રહસ્ય. કષાયત્યાગના વિષયની અગત્યતા સંસારના દરેક કાર્યમાં તેને આવિર્ભાવ. તેને સમજવાની અગત્ય. ક્રોધ, માન, માયા, લેભ એ દરેક પર સ્વતંત્ર મુદ્દાસરને ટૂંકે ઉલેખ. એ દરેકનાં રૂપકે. | પૃષ્ઠ ૧૦૯ થી ૧૪૪ આઠમો અધિકાર–શાસ્ત્રાભ્યાસ–ઉપરચેટિયો શાસ્ત્રાભ્યાસ. હૃદયમાં ભીનાશ વગરને લૂખો અભ્યાસ. વિષયપ્રતિભાસ જ્ઞાનનું સ્વરૂપ; અનેક વાર થતું એ જ્ઞાન; તેની અપ કિંમત. શાસ્ત્રાભ્યાસ છતાં પ્રમાદ કરનારની સ્થિતિ; તેના ભવરોગનું અસાધ્યપણું. આઠ પ્રકારનાં પ્રમાદ. પિતાની પૂજા-પ્રતિષ્ઠા Page #66 -------------------------------------------------------------------------- ________________ માટે શાસ્ત્રાભ્યાસ કરનારાઓ તરફ ઉક્તિ. તેઓની દીપતિમાં પડતાં પતંગિયાં સાથે સરખામણ. વિષયપ્રતિભાસ જ્ઞાનવાળાની પ્રવૃત્તિ તરફ નિરપેક્ષ વૃત્તિ. તેઓમાં રહેતા અંતઃકરણની કેળવણીને અભાવ. ખ્યાતિ મેળવવા માટે શુષ્ક અભ્યાસ કરનારાઓને બે વચન. તેઓનું પેટભરાપણું. શાસ્ત્ર ભણુને શું કરવું યુક્ત છે. સંયમ રાખવાને ઉપદેશ. માત્ર અભ્યાસ કરનાર અને અપાભ્યાસી પણ સાધ્યદષ્ટિવાળામાં શ્રેષ્ઠ કોણ? તત્ત્વસંવેદન જ્ઞાનનું સ્વરૂપ, મુગ્ધ અને પંડિત, આપ્તવચનાનુસાર અનુષ્ઠાન. ઉપસંહાર. માત્ર અભ્યાસથી ફળને અભાવ. શ્રી ધર્મદાસ ગણિને વિચારો. અંતિમ રહસ્ય. નામના પંડિતને બાહ્ય દેખાવ. ક્રિયા અને જ્ઞાનને સંબંધ; તે પર શ્રી યશોવિજયજી મહારાજ. અજ્ઞાનવાદ તરફ અભાવ. અધિકારતગત ચતુગતિ વિવેચન, નરકગતિનાં દુઃખો. ત્રણ પ્રકારની વેદના. તિર્યંચગતિનાં દુખે. મનુષ્યગતિનાં દુઃખે. એ દુઃખસ્ફોટનનું પરિણામ. ઉપસંહાર. આખા દ્વારને પરસ્પર સંબંધ. પાશ્ચાત્ય સુખસૂત્ર અને જન સુખસૂત્રને તફાવત. | પૃષ્ઠ ૧૪૫–૧૬૨ નવમા અધિકાર-ચિત્તદમન–આખા ગ્રંથના મધ્યબિંદુરૂપ આ અધિકાર. મન-ધીવરને વિશ્વાસ કરવો નહિ. મનને પિતાનું માનવું નહિ. મનને વશ થવા પ્રાર્થના દ્વારા ઉપદેશ. મન પર અંકુશ રાખવાને સીધો ઉપદેશ. પ્રસનચંદ્ર રાજષિ અને તંદુ મર્યનાં દૃષ્ટાંત. જી રણશેઠની માનસિક ભાવના. સંસારભ્રમણને હેતુ મન છે. સંસાર ચક્ર છે, તેને ફરતું બંધ રાખવા મજબૂત બ્રકની જરૂર છે. યમ, નિયમ અને મનોનિગ્રહ, નિયમના પ્રકાર, યમના પ્રકાર. મનોનિગ્રહ વગરના દાનાદિ ધર્મેનું વ્યર્થ પણું. પાંચ પ્રકારનાં દાન. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મનને વિરુદ્ધ સ્વભાવ, ભૂલવાની વાતનું વારંવાર સ્મરણ, મનને વશ થનારની રખડપટ્ટી. તીર્થકરભાષિત જહાજ અને મનપિશાચ. કલ્પનાશક્તિનો તીવ્ર વેગ. પરવશ મનવાળાને તેવડો ભય. તે પર શ્રી આનંદઘનજીની ઊર્મિઓ. મનને ઉક્તિ. મનને વશ થનારનું અંતિમ વષ્ય. એક વ્યવહારુ દૃષ્ટાંત, તાર સમાચાર. મને નિગ્રહ વગરનાં તાજપનું નિરર્થકપણું. પુણ્યપાપબંધને મન સાથે સંબંધ. તે પર શ્રી ચિદાનંદજી અને શ્રી યશોવિજયજીને વિચારે. મને નિગ્રહ વગરનું જ્ઞાન. આવતાં આવડવાની વાત પર માર્મિક વિવેચન. જ્ઞાનવાનની વિશેષ જવાબદારી, મનોનિગ્રહથી પરંપરાએ મોક્ષગમન. મનોનિગ્રહના ચાર ઉપાય : સ્વાધ્યાય, સ્વાધિકાર એગ્ય ક્રિયામાં વ્યાપાર. ભાવના અને આત્માવલોકન. ગવ્યાપાર પર શ્રી ઉમાસ્વાતિ મહારાજના વિચારો. ભાવનાની જાગૃતિથી મને પર અસર. અતિમ રહસ્ય. મનની સ્થિતિસ્થાપકતા. મન પર કાબૂ રાખવાની જરૂર. અભ્યાસ પાડવાની આવશ્યકતા અને તેની રીતિ અધિકારમાં બતાવેલા વિષયનું પૃથક્કરણ. સુવર્ણાક્ષરથી કાતરી રાખવા યોગ્ય મુદ્રાલેખ. પૃષ્ઠ ૧૬૩-૧૮૩ દશમે અધિકાર-વૈરાગ્યોપદેશ-મૃત્યુને દોર. જીવનના કાળમાં પરિણામ. હિત માટે યત્ન કરવા ઉપદેશ. શત્રુને ઓળખવાની જરૂર. મરણથી ડરવું નહિ, તેને ઈચ્છવું નહિ, તેને માટે તૈયાર રહેવું. શક્તિ સ્કરણ કરવાને ઉપદેશ. જૈનને પુરુષાર્થ વાદ. કરંજન અને આત્મરંજન, ભરત ચક્રવતીનું દૃષ્ટાંત. દેખાવ ન કરવાથી લાભ. મદત્યાગ અને શુદ્ધ વાસના. પ્રાપ્ત થયેલી જોગવાઈને લેવો જોઈતા લાભ મનુષ્યભવપ્રાપ્તિની દુર્લભતા ઉપર શ્રી ચિદાનંદજી. ધર્મથી થતો દુઃખક્ષય. પગલપરાવર્તનનું વિસ્તારથી સ્વરૂપ. સ્તુતિ, સુખ કે સિદ્ધિ ઈરછવા પહેલાં તેને લાયક થવાની આવશ્યકતા. વારંવાર થતે પરાભવ ક્યાંથી ઉપન થાય છે તે પર વિચારણા પુણ્યનું આદરણીયપણું અને પાપનું ત્યાજ્યપણું. શ્રી ધર્મદાસ ગણિને વિચારે. વિપાકોદય. માની લીધેલું સુખ અને તેનું પરિણામ. સુખ શું છે અને કયાં છે? પ્રમાદથી દુઃખ; તે પર શાસ્ત્રગત બેકડો, કાકિણ, જળબિંદુ, કેરી, ત્રણ વાણિયા, ગાડું હાંકનાર, ભિખારી, દરિદ્ર, કુટુંબ, બે વાણિયા, બે વિદ્યાધર અને નિભંગીનાં વિસ્તારથી ઉપય સાથે દષ્ટાંતો. પ્રત્યેક ઇંદ્રિયજન્ય દુઃખ Page #67 -------------------------------------------------------------------------- ________________ પર તિય"ચનાં દૃષ્ટાંત. પ્રમાદનું ત્યાજ્યપણું. અત્યારે કામ કાઢી લેવાને વખત છે તેથી પુણ્ય કરવાને ઉપદેશ. સુખપ્રાપ્તિના ઉપાય. ધર્મ ધન એકઠું કરવાની જરૂર. સહન કરે છે તેટલાં જ દુઃખો સકામપણે સહન કરવાથી થતા લાભ, પાપકર્મોમાં ડહાપણ માનનાર તરફ ઉક્તિ. શેઠ અને મહંતને વ્યવહારુ દાખલે. આ જીવનાં કર્યો અને તેથી થતી વિપત્તિઓ. શાસ્ત્રશ્રવણ વખત કમકમાટ અને વર્તન વચ્ચે વિરોધ. સહચારી મિત્ર વગેરેના મૃત્યુથી મળતે બેધ. શ્રી ભર્તુહરિ અને શ્રી વિનયવિજયજીના તે પર વિચારે. સગાએ ખાતર પાપકૃત્ય કરનારને ઉપદેશ, વારસો આપી જનાર પિતાને આભાર માનનાર પુત્રોની નિર્જીવ સંખ્યા. પૈસાને સનિપાત. પરલકને પંથોને ધન પર પ્રેમ. પુણ્યધન એકઠું કરવા જાગૃતિ. ન મળ્યા રામ ને ન મળી માયા. છેડા કષ્ટથી બીનાર વિશેષ મળે તેવાં કાર્યો કરે છે. પાપનું કલુષિતપણું. અંતિમ રહસ્ય. ભેદજ્ઞાનનું સ્વરૂપ અને રહસ્ય. દુઃખ. મોહ અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. તાત્કાળિક અને પારિશ્રમિક સુખે. પ્રસંગની અનુકુળતા. વૈરાગ્યનાં અનેક કારણો. આત્માની અનંત શક્તિનું પ્રાકટય. પૃષ્ઠ ૧૮૪–૨૨૧ અગિયારમો અધિકાર-ધર્મશુદ્ધિ-ધર્મને મલિન ન કરવાને ઉપદેશ. ધર્મ શબ્દને અર્થે. સાધનધર્મને સાથે માનવાની થતી ભૂલે. ધર્મપ્રાપ્તિની ઇતિહાસની નજરે દેખાતી જરૂર. શુદ્ધ પુજળમાં મળ. તેનું લંબાણથી લિસ્ટ. પરગુણપ્રશંસા–તેથી થતે ઇઝલાભ. સ્વગુણસ્તુતિની ઈચ્છા ન રાખવી. લેકપ્રશંસા પર આધાર રાખનારા ઠગાય છે તે વાતનું સ્પષ્ટપણું..શત્રુગુણપ્રશંસા. તેમાં રહેલું જ્ઞાનીપણાનું લક્ષણ. પરગણુપ્રશંસાથી થવો જોઈતા આનંદ. ઉદાસીન વૃત્તિને નામે બેદરકારી દાખલ ન થાય તેની ચેતવણી. ગુણસ્તુતિની અપેક્ષા પણ નુકસાનકારક છે. શુદ્ધ ધર્મ કરનારાઓની અલ્પ સંખ્યા. એકડા શીખવા પણ તેમાં જિંદગી ન કાઢી નાખવી. અશુદ્ધ ધર્મથી શુદ્ધ તરફ પ્રયાણનું સાધ્ય. ગુપ્ત ધરમાદ કરનાર. ગુણ ઉપર મત્સર કરનારની ગતિ. પુણ્ય અપ પણ શુદ્ધ હોય તે વધારે સારું, તે કેટલું છે તે કામનું નથી, પણ કેવું છે તે કામનું છે. તે પર દીપક, અમૃત અને તણખાનાં દૃષ્ટાંત. શુદ્ધિ સાથે ભાવની પણ જરૂરિયાત તે પર સૂક્તમુતાલિકાના વિચારે. અનેક પ્રકારે થતે ધર્મ. તે પર ઉપદેશતરંગિણુનું અવતરણ અધિકારમાં આવેલી મુખ્ય ત્રણ બાબતો પર વિવેચન. પૃષ્ઠ ૨૨૨-૨૩૮ બાર અધિકાર–ગુરુશુદ્ધિધર્મને બતાવનાર ગુરુમહારાજ. સર્વ તત્વમાં ગુસ્તત્વની મુખ્યતા. ગુરુપણું ક્યાં ઘટી શકે ? સદોષ ગુરુના બતાવેલા ધમે પણ સદેષ. ઊંટવૈદ્યોનું દષ્ટાંત. ડૂબનાર અને ડુબાડનાર ગુરુએ. વાહન પેઠે ગુરુની શોધ કરવાની જરૂર. કુગુરુની ઉપદેશેલા ધર્મની નિષ્ફળતા. પ્રેમલાએની ભક્તિ. ગચ્છાચારપયનનું વાક્ય. રાગ દૂર કરવા માટે ગુરુ પર રાગ કરવાનું કહેવાના ઉપદેશનું રહસ્ય. દષ્ટિરાગ પર ગંભીર વિચારણા. અંધશ્રદ્ધા ન કરવાને ઉપદેશ.' સ્વરૂપજ્ઞાન બતાવનાર ગુરુ. શાસનના રક્ષકોનું ભક્ષકપણું, તેની સામે પિકાર. આ કાળમાં ધર્માધ્યક્ષોની ફરજ. જડવાદને ચાલતે કાળ. અશુદ્ધ ગુરુને આદરવાથી ભવિષ્યમાં થતો શાચતે મેક્ષ આપી શકે નહિ. તે પર ત્રણ દષ્ટાંતે. ખરે ઉપકાર કરનાર ગુરુ. ધર્મમાં જોડનાર જ ખરાં માબાપ કહેવાય. સંપત્તિનાં સાત કારણે. વિપત્તિનાં છ કારણે. પુણ્યધનનું કરિયાણાપણું. ધર્મશ્રવણ. ગુરુસિંહનું બળ. ગુરુને મેળવી પ્રમાદ ન કરવો, દેવગુરુધર્મ પર અંતરંગ પ્રીતિ રાખવામાં જન્મનું સાર્થક્ય. દેવ કે સંધનાં કાર્યોમાં ધનવ્યય, ગુરુના ચાર વિભાગ. ગુરુનો આશ્રય ક્યાં સુધી જરૂર છે તે પર શ્રી યંશવિજયજીના વિચાર. કુગુરુના પાંચ વર્ગ. ગુરુમહારાજનું ઉપયોગીપણું. તે પર સિંદૂરપ્રકરણનું વાક્ય. ગુરુ વગરનું જ્ઞાને. પૃષ્ઠ ૨૩૯-૨ ૬૨, તેરમે અધિકાર–યતિશિક્ષ- યતિ શબ્દમાં કોને કોને સમાવેશ થાય છે? મુનિ મહારાજ માટે ભાવનામય શુદ્ધ સ્વરૂપ. તેઓના ગુણોનું પૃથકકરણ. સાધુના વેશ માત્રથી બહુ લાભ નથી, મુનિનાં કર્તવ્ય, Page #68 -------------------------------------------------------------------------- ________________ - ૬ પાંચ પ્રકારને સ્વાધ્યાય, અષ્ટ પ્રવચનમાતા, બાર પ્રકારને તપ, કષાય ને નેકષાય, બાવીશ પરીષહ, સાળ ઉપસર્ગ, અઢાર હજાર શીલાંગ-આ પ્રત્યેક પર વિવેચન, વેશ માત્રથી કાંઈ વળતું નથી, ઉપરાંત તેથી દેષ પણ થાય છે. અજાગળકર્તરિ ન્યાય. બાહ્ય વેશનું વાસ્તવિક ફળ. બાહ્યાડંબર પરના પાંચ લેકેનું રહસ્ય. વર્તન વગરનું લેકરંજન; તેનાથી થતે સંસારસમુદ્રમાં પાત. બાહ્ય ડાળ ઘાલનારાને શિક્ષા. લેકસકારને હેતુ. ગુણ વગરની ગતિ. લેકરંજનના બે ક પર વિવેચનલેકરંજનનું વાસ્તવિક રહસ્ય. યતિપણુમાં રહેલું સુખ, તેને અંગે બજાવવી જોઈતી ફરજો. પરિગ્રહત્યાગ કરવામાં યતિધર્મનું મુખ્યપણું. જ્ઞાની પ્રમાદને વશ થાય તેનાં કારણે. સાવધ આચરવામાં યતિને ઍક્તિને લાગતે દેષ. કરેમિ ભંતેને પાઠ અને ભાવ. મન-વચન-કાયાની એકસરખી પ્રવૃત્તિ. સાવદ્યમાં પરવચનને પણ દેષ. સંયમમાં યત્ન ન કરનાર તરફ કટાક્ષયુક્ત ઉક્તિ. નિર્ગુણ મુનિની ભક્તિથી તેને આશ્રય કરનારને ફળને અલાભઃ વિશેષમાં ઊલટે પાપબંધ. નિગુણને થતું આવ્યું અને તેથી ભવિષ્યમાં હાનિ. છ કલેકમાં બતાવેલ પરિગ્રહત્યાગના ઉપદેશનું રહસ્ય. તે પર વિવેચન. વેશ છૂટી ન શકે તે સંવેગમાર્ગ આદરવાની સૂચના. સ્તુતિની ઈચ્છા રાખનારને બેધ. આઠ સિદ્ધિ તથા ગવહન પર નેટ. ગુણ વગર સ્તુતિની ઈચ્છા ન રાખવી. ગુણ વગરનાં વંદન-પૂજન. હિતને તેથી થતો નાશ. પરસ્વતિનું તાત્વિક રહસ્ય. ગુણાર્જન કરવાની આવશ્યકતા. ભવાંતરને ખ્યાલ કરી ગુણસ્તુતિની અપેક્ષા મૂકી દેવાની જરૂર. લોકસત્કારના સાત ઇલેકેની રહસ્ય પર વિવેચન. પરિગ્રહત્યાગને ખાસ ઉપદેશ. નામાંતર કરવાથી ગુણદોષ અ૯૫ થતા નથી. ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ. સોનું ભરેલા વહાણનું દષ્ટાંત. ઉપકરણ શબ્દનો અર્થ. ધર્મોપકરણ પર મૂરછ રાખવી એ પણ પરિગ્રહ છે. તેથી દેષ પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ. ધમૅપકરણ બીજ પાસે ઉપડાવવાથી થત દોષ. સંયમની જરૂરિયાત અને બાહ્ય શોભા. ઉપકરણના વ્યવહાર પર છ કલેકામાં બતાવેલ રહસ્ય પર વિવેચન. ઉપાધ્યાયજીના એ જ વિષય પર વિચારો. પરીષહ સહન કરવાને ઉપદેશ. શરીરનું વિનાશીપણું વિચારી જપતપ કરવાની શિક્ષા. ચારિત્રનાં કષ્ટ અને નારકીનાં કષ્ટ અને નારીનાં કષ્ટો પર વિચાર. પ્રમાદજન્ય સુખ અને મુક્તિનું સુખ–તે પર વિચારે. ચારિત્રનિયંત્રણનું દુઃખ અને ગર્ભવાસનું દુઃખ –તે પર વિચારણું. વવશપણે પરીષહ સહન કરવામાં થતા મહાલાભ. તે પર રાજર્ષિ ભર્તુહરિના વિચારે. વિષયોનું પ્રાબલ્ય, તેનાં ચાલુ દષ્ટાંત. પરીષહ સહન કરવાથી થતાં શુભ ફળા. પરીષહથી દૂર નાસવામાં નુકસાન. પરીષહ સહન કરવાના ઉપદેશના નવ લેક પર વિવેચન. બાવીશ પરીષહનાં નામ તથા અર્થ, ધર્મ કર્તવ્યોનું સુખસાધ્યત્વ. બાર ભાવનાઓનું વિસ્તારથી સ્વરૂપ. ચરણસિત્તરીના સિત્તેર ભેદ પર વિસ્તાર. કરણસિત્તરીના સિત્તેર ભેદ પર વિસ્તાર. ગસંધનની અતિ આવશ્યકતા. મ ગ પર અંકુશ લાવવાને ખાસ ઉપદેશ. પરમત્સર ત્યાગ કરવાને સ્પષ્ટ ઉપદેશ. નિર્જરા કરવા માટે પરીષહ સહન કરવાને ઉપદેશ. વિપત્તિની પ્રાર્થના. ક્રિયામાર્ગના પાંચ કલેક પર વિવેચન. અભ્યાસ પાડવાથી થતે અતિ લાભ. તે પર ધર્મસંગ્રહ ગ્રંથ. યતિનું સ્વરૂપ. ભાવદર્શન. યતિને ગૃહસ્થની ચિંતા કરવાને નિષેધ. તેવી ચિતાનું ફળ. દીક્ષા લેતી વખત કરેલ પ્રતિજ્ઞાનુસાર વર્તન કરવું જોઈએ. પ્રશસ્ત સાવદ્ય પણ યતિને અનાદરણીય. પદવીને ગર્વ કરનાર નિપુણ્યક જીવ, પ્રમાદત્યાગ કરવાને યતિને ઉપદેશ. બોધિબીજપ્રાપ્તિ અને આત્મહિત સાધન કરવાની જરૂર. આ જીવના અનેક શત્રુઓ-તેઓનું લાંબું લિસ્ટ. પ્રાપ્ત થયે ઉપયોગ. સંયમવિરાધના ન કરવાને ઉપદેશ, સંયમથી થતાં સુખ. પ્રમાદથી થતા સુખને નાશ. સંયમનું અિહિક–આમુમ્બિક ફળ. અધિકારનું અંતિમ રહસ્ય. આ અધિકારમાં સમાયેલા અનેક વિષયે. મુનિમાર્ગનું લાગતું કઠણપણું. મુનિના સંબંધમાં અભિપ્રાય બાંધતાં ધ્યાનમાં રાખવા યોગ્ય હકીકતે. હાલમાં ચાલતો પદવીને લેભ. સાધુધર્મનું આદરણીયપણું. અધિકારમાં બતાવેલ કટુ ઔષધ. કઠિન શબ્દો માટે સામાન્ય ક્ષમાયાચના. પૃષ્ઠ ૨૬૩ થી ૩૨૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે અધિકાર–મિથ્યાત્વનિરોધ-સંવરપદેશ–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ–એ. ચારનું બંધહેતુત્વ; તેના ત્યાગને ઉપદેશ. મિથ્યાત્વના પાંચ પ્રકાર પર વિવેચન. બાર અવિરતિ, પચીશ કષાય, પંદર યોગ, મોનિગ્રહ, તંદુલ મત્સ્યનું દષ્ટાંત. મનના વેગ પર પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત. મનની અપ્રવૃત્તિ અને સ્થિરતા હઠયોગ અને રાજયોગ પર વિવેચન. જૈન ભેગમાં તેઓનાં સ્થાને. ધર્મધ્યાનના ચાર પાયા ઉપર વિસ્તારથી વિવેચન, સુનિયંત્રિત મનવાળા પવિત્ર મહાત્માઓ. વચનપ્રવૃત્તિ. વસુરાજાનું વિસ્તારથી દષ્ટાંત. કડવાં વચનનાં ભયંકર પરિણામે, તીર્થકર મહારાજે સ્વદષ્ટાંતથી બતાવેલી વચનગુપ્તિની ઉપાદેયતા. કાયાસંવર, કાચબાનું દૃષ્ટાંત. કાયાની અપ્રવૃત્તિ અને શુભ વ્યાપાર. દ્રિયસંવર-હરણ. ચક્ષુરિંદ્રિયસંવર પતંગ. ધ્રાણેન્દ્રિયસંવર– ભ્રમર. રસેન્દ્રિયસંવર– મચ્છ. સ્પર્શેન્દ્રિયસંવર –હસ્તી. બસ્તિસંયમ-સ્થૂળભદ્રજી. ઈન્દ્રિયની વિશેષ અગત્યતા અને તે પર રચાયેલા ગ્રંથે. સવ ઈન્દ્રિયસંયમને ઉપદેશ. કષાયસંવર –કરટ અને ઉત્કરટ. ક્રિયાવતની શુભ ગમાં પ્રવૃત્તિ. મને યોગના સંવરની મુખ્યતા. નિઃસંગતા અને સંવર. શુભ ચિંતન, શુભ ભાવના. પ્ર૪ ૩૨૩ થી ૩૪૮ પંદરમ અધિકાર–શુભ વૃત્તિ–આવશ્યક ક્રિયા કરવાને ઉપદેશ. છ આવશ્યક પર વિવેચન.એ કરવાના ઉપદેશમાં રહેલું રહસ્ય. તપસ્યા કરવાને ઉપદેશ. કર્મનિર્જરાને અર્થ. તપસ્યા અને તેને સંબંધ. શીલાંગ, યોગ, ઉપસર્ગ, સમિતિ, ગુપ્તિ સ્વાધ્યાય, આગમાર્થ, ભિક્ષા, વિષવાદરહિતપણું, ઉપદેશ, વિહાર. ઉપદેશ નિષ્પાપ જોઈએ અને ધર્મ પ્રાપ્તિની સન્મુખતા તથા સમભાવ ઉત્પન્ન કરનાર જોઈએ. આત્મનિરીક્ષણ, પરપીડાવર્જન, એગની નિર્મળતા, ભાવના, આત્મલય, મેહસુભટને પરાજય, મમત્વભાવને ત્યાગ, રતિ અરતિને ત્યાગ, કષાયત્યાગ, શુદ્ધ પ્રવૃત્તિ કરનારની ગતિ. અંતિમ રહસ્ય. પૃષ્ઠ ૩૪૯ થી ૩૬ સેળ અધિકાર-સામ્યસવસ્વ-સમતાનું ફળ મોક્ષપ્રાપ્તિ. આ શ્લોક પર વિચારણા. સુખદુઃખ આ જીવ પોતે જ છે. સુખનું મૂળ સમતા, દુઃખનું મૂળ મમતા. સમતાની વાનકીનું દર્શન. સહજ પ્રસંગ. સમતાનાં સાધનોના સેવનને ઉપદેશ. આ ગ્રંથ સમતારસની વાનકી છે. સમતાના સ્વરૂપ પર શ્રી ચિદાનંદજીની ઉક્તિ. અનુભવ કરવાની વાંચનારને પ્રાર્થના. આ ગ્રંથના કર્તાનું નામ. પ્રજને, ઉપસંહાર, અંતિમ રહસ્ય. અપાયુષ્યની સ્થિતિ પર વિવેચન. પૃ. ૩૬૨ થી ૩૭૧ આખા અધ્યાત્મકલ્પમ ગ્રંથની રંગવિજયકૃત ગુજરાતી ચોપાઈ અને તેની સાથે સરખામણી માટે સંસ્કૃત શ્લેકની સંખ્યા. પૃષ્ઠ ૩૭૨ થી ૩૯૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પ્રકાશનો श्री मोतीचंद कापडिया प्रथमोळानां पुस्तको આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજની ત્યાગ-વૈરાગ્ય-સંયમબેધક સંસ્કૃત પદ્યબદ્ધ કૃતિનું શ્રી મોતીચંદભાઈએ કરેલ ભાષાંતર તથા વિવેચન, સાતમી આવૃત્તિ: કિંમત રૂા. ૨૫-૦૦ (૨) જેન દષ્ટિએ યોગ લેખક-શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા; ત્રીજી આવૃત્તિ : કિંમત રૂા. ૪-૦૦ ( ૩ ) શ્રી આનંદઘનજીનાં પદો ભાગ પહેલો શ્રી આનંદઘનજીનાં પ૦ પદનું શ્રી મોતીચંદભાઈએ કરેલ ભાષાંતર તથા વિવેચન ત્રીજી આવૃત્તિ; કિંમત રૂા. ૨૫-૦૦ (૪) શ્રી આનંદઘનજીનાં પદો ભાગ બીજો શ્રી આનંદધનજીનાં ૫૧ થી ૧૦૮ સુધીનાં પદોનું શ્રી મોતીચંદભાઈએ કરેલ ભાષાંતર તથા વિવેચને; શ્રી મોતીચંદભાઈના પરિચય સાથે; સંપાદક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ બીજી આવૃત્તિ; કિંમત ૩૦-૦૦ (૫) શ્રી આનંદઘનજીવીશી યોગીરાજ શ્રી આનંદઘનજીકૃત સ્તવનનું શ્રી મોતીચંદભાઈએ કરેલ ભાષાંતર તથા વિવેચન સંપાદક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ બીજી આવૃત્તિ:કિંમત ૨૦-૦૦ (૬) મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત; શ્રી શાંતસુધારસ (વિસ્તૃત વિવેચન તથા ગ્રંથ અને ગ્રંથકારના સવિસ્તર પરિચય સાથે) વિવેચક સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા આવૃતિ પાંચમી : મૂલ્ય રૂ. ૩૦-૦૦ (૭) આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સ્વ. આ. ભ. શ્રી. વિજયવલ્લભસૂરીશ્વરજીનો પરિચય તથા જૈનધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, - કળા તથા સાહિત્યને લગતી લેખસામગ્રીથી સમૃદ્ધ સચિત્ર ગ્રંથ. કિંમત રૂા. ૧૭-૫૦ (સો માટે રૂા. ૧૨-૫૦) (૮) પ્રશમરતિ પ્રકરણ કર્તા ઉમાસ્વાતિ વાચક વિવેચક શ્રી મતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા (છપાય છે) अन्य पुस्तको કાવ્યાનુશાસન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ આ મૂળ ગ્રંથ, એની ટીકા વગેરે સાથે, વિદ્યાલય તરફથી બે ભાગમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. તે અપ્રાપ્ય થઈ જવાથી આ ગ્રંથમૂળ. અલંકારચૂડામણિ' નામે પજ્ઞ ટીકા, “વિવેક' નામે વિવરણ, અજ્ઞાતકર્તી ક બે ટિપણે તથા વિસ્તૃત પ્રસ્તાવના સાથે, ફરી છપાવવામાં આવ્યો છે. સંપાદક શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ તથા ડે. વી. એમ. કુલકર્ણી. કિંમત રૂા. ૧૫-૦૦ ગશાસ્ત્ર (ચાર પ્રકાશ, અનુવાદ યુક્ત) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત ગ્રંથના ચાર પ્રકાશનું ભાષાંતર પ-૦૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ ૪૦૦૦૩૬ - Page #71 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિવિરચિત અધ્યા ત્ય કલ્પદ્રુમ [ મૂળ સસ્કૃત શ્લોકા, અર્થ તથા વિવેચન સહિત ] LI Page #72 -------------------------------------------------------------------------- ________________ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩% ઘરમાત્મને નમઃ | श्री अध्यात्मकल्पद्रुम (સવિસ્તર વિવરણપુર) अथायं श्रीमान् शान्तनामा रसाधिराजः सकलागमादिसुशास्त्रार्णवोपनिषद्भूतः सुधारसायमान ऐहिकामुष्मिकानन्तानन्दसन्दोहसाधनतया पारमार्थिकोपदेश्यतया सर्वरससारभूतत्वाच्च शान्तरसभावनाध्यात्मकल्पद्रुमाभिधानग्रन्थान्तरग्रन्थननिपुणेन पद्यसंदर्भण भाव्यते ॥ હવે સર્વ આગમ વગેરે સુશાસ્ત્રસમુદ્રના સારભૂત અમૃત રસ સમાન રસાધિરાજ શાંતરસને, તે આ લોક અને પરલોક સંબંધી અનંત આનંદસમૂહની પ્રાપ્તિનું સાધન હોવાથી, પારમાર્થિક ઉપદેશ આપવામાં ગ્ય હોવાથી, અને સર્વ રસમાં સારભૂત હેવાથી, તે શાંતરસની ભાવનાવાળા અધ્યા-મકલ્પકુમ નામના પ્રકરણમાં, તે ભાવને સૂચવવામાં નિપુણ પદ્યબંધ વડે, વર્ણવું છું.” વિવેચન–બહુ ગંભીર શબ્દોમાં ગાબંધ રચના વડે પ્રૌઢ વિચાર બતાવવા સાથે ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. શાંતરસનું રસત્વ સિદ્ધ કરતાં બીજા ઘણા પ્રસંગે પણ બતાવી દીધા. શાંતરસનું સત્વ સિદ્ધ કરવામાં ખાસ વિષયને ઉપયોગી ઉલ્લેખ અત્રે પ્રસ્તુત છે; પરંતુ વિષય પારિભાષિક હોવાથી સર્વને ઉપયોગી હેવા કરતાં કાવ્યના ખાસ વિષયના શિખીનેને બહુ આનંદ આપનાર છે, તેથી તેને માટે આમુખમાં જુદે લેખ લખવાને ઈરાદે રાખ્યું હતું, પણ તે પાર પડ્યા નથી. - શાંતરસ એ ઉત્કૃષ્ટ રસ છે. એનાં સર્વ અંગો સાથે એ હોય છે ત્યારે આત્મા જે ઉન્નત દશા ભગવે છે તેનું યથાસ્થિત ચિત્ર આપવું મુશ્કેલ છે. સાંસારિક સર્વ ઉપાધિઓથી વિમુક્ત થયેલું મન શુદ્ધ થયા પછી જે આત્મજાગૃતિનો અનુભવ કરે છે તે અનુભવરસિક પિતે જ સમજી શકે છે. પ્રાકૃત વિષયેથી ઉચ્ચ સ્થિતિમાં વર્તનાર, સપ્તરંગી દુનિયાના વિષયકષાયથી રંગાયેલ, વીર, કરુણ કે હાસ્યાદિ રસેથી તદ્દન જુદા જ પ્રકારની સ્થિતિને અનુભવની સ્થિતિમાં લાવનાર શાંતરસ ઉત્કૃષ્ટ રસ છે એ, અલંકારચૂડામણિ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે તેમ, દલીલથી ગમ્ય છે, એટલું જ નહિ પણ અનુભવથી ય છે. શાંતરસ આ ભવ અને પરભવ સંબંધી અનંત આનંદ મેળવવાનું સાધન છે. શાંતરસ ભાવનારને આ ભવમાં માનસિક અને શારીરિક અને પ્રકારના આનંદ થાય છે. માનસિક આનંદ એટલે ઊંચા પ્રકારને થાય છે કે એ રસનું વિવેચન કરતાં પ્રથમ જ કહે છે કે, Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨ ] અધ્યાત્મકલ્પમ [ પ્રથમ એ શાંતરસ અમૃત રસ છે. એવી દંતકથા છે કે, દેવતાઓએ સમુદ્રમંથન કરી ચૌદ રત્નો ધતાં છેવટે અમૃત મેળવ્યું. એ મેળવતાં બહુ પુરુષાર્થની જરૂર પડી. આચારાંગાદિ અગિયાર અંગે (મૂળ સૂત્રો) અને “આદિ” શબ્દથી પૂર્વાચાર્યવિરચિત ગ, અધ્યાત્મ, ધર્મશાસ્ત્ર વગેરે અનેક વિષયનું પ્રતિપાદન કરનાર ઉપાંગ, પન્ના અને પ્રકરણ વગેરે અનેક ગ્રંથરૂપ સમુદ્ર છે. એ મહાન સમુદ્રમાંથી બહુ પ્રયાસ કરીને શોધી કાઢેલ શાંતરસ છે. મતલબ, એને શોધવામાં પ્રબળ પુરુષાર્થની જરૂર પડી છે અને સમજનારને પડે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત એ છે કે, શાંતરસ સર્વ ધર્મશાસ્ત્રમાંથી મંથન કરીને શોધી કાઢેલ “સાર” છે. આ રસને ઉત્કૃષ્ટ રસ કહેવાનું કારણ એટલાથી જ સ્પષ્ટ થાય છે. એના સમર્થનમાં વિશેષ દલીલની અપેક્ષા રહેતી નથી. ગંભીર શાસ્ત્રસમુદ્રનો જે “સાર’–‘નવનીત –માખણ” હોય તે બહુ ઉપયોગી અને ખાસ જરૂરી હોય એમ કહેવું એ કરતાં સમજી જવું વધારે સુગમ્ય છે, છતાં એને સમર્થનમાં વિશેષ ત્રણ કારણ કહે છે, એ પણ એટલાં જ ઉપયોગી છે. એ ત્રણ કારણે હવે આપણે તપાસીએ– ૧, શાંતરસ આ ભવ અને પરભવ સંબંધી અનતિ આનંદ મેળવવાનું સાધન છે. શાંતરસ ભાવનારને આ ભવમાં માનસિક અને શારીરિક બન્ને પ્રકારના આનંદ થાય છે. માનસિક આનંદ એટલો ઊંચા પ્રકારનો થાય છે કે તેને ખ્યાલ આપે મુકેલ છે. બીજા કઈ પણ માણસને નુકસાન કર્યા વગર આત્મા પ્રત્યેની ફરજ બજાવવાથી જે અનિર્વચનીય આનંદ થાય છે તે અનુભવથી જ સમજી શકાય છે. એ આનંદ કેટલે હશે તેને ખ્યાલ આપવા માટે વાચકપતિ શ્રી ઉમાસ્વાતિ મહારાજનું પ્રશમરતિ ગ્રંથમાંનું નીચેનું વચન યાદ આવે છે – नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य ।। यत्सुखमिहैष साधो-र्लोकव्यापाररहितस्य ॥ १२८ ॥ લોકવ્યાપારથી રહિત એવા સાધુને આ લોકમાં જે સુખ છે, તે સુખ ચક્રવર્તીને અને ઈન્દ્રને પણ નથી.” આટલા પરથી જણાય છે કે શાંતરસ ભાવનારના સુખ સાથે પૌગલિક સ્થળ સુખ સરખાવી શકાય તેમ નથી. દુનિયાની દષ્ટિમાં રાજા, શહેનશાહ, સાર્વભૌમ કે ચક્રવર્તી બહુ સુખી લાગશે અથવા દેવના સ્વામી ઈંદ્ર સુખી લાગશે, પરંતુ લોકવ્યાપારથી રહિત થયેલા સાધુના સુખ પાસે આ સ્થળ સુખ કાંઈ હિસાબમાં નથી. આવી રીતે આ ભવમાં માનસિક સુખ બહુ આનંદદાયી થાય છે. શારીરિક અને માનસિક સુખને પરસ્પર સંબંધ એવા પ્રકારને છે કે માનસિક સુખ હોય ત્યાં શારીરિક * આ દંતકથા લૌકિક છે, પરંતુ રૂપક કરતી વખતે તેને ઉપયોગ કરવામાં શાસ્ત્રને બાધ આવતો નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ આધકાર]. સમતાં [ ૩ સુખ હોય છે જ. આગળ બતાવવામાં આવશે તેમ, સુખ-દુઃખ માન્યતા પર–મનના બંધારણ પર-આધાર રાખે છે, તેથી બંને પ્રકારનાં સુખોમાં માનસિક સુખની જ મુખ્યતા છે. શાંતરસથી પ્રાપ્ત થતું અહિક સુખ પ્રત્યક્ષ છે. તે મેળવવામાં ધનનો વ્યય કરે પડતો નથી, શરીરને શોષવું પડતું નથી, મનને ચિંતામાં નાખવું પડતું નથી, ધમાલ કરવી પડતી નથી, કારણ કે તેનું સાધન શાંતરસ છે. એટલા માટે જ સદરહુ મહાન લેખક કહે છે કે – स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्ष प्रशमसुख, न परवशं न च व्ययप्राप्तम् ॥ સ્વ” સુખ પરોક્ષ છે અને મોક્ષનું સુખ તો એથી પણ વધારે પરોક્ષ છે. પ્રશમસુખ પ્રત્યક્ષ છે, એને પ્રાપ્ત કરવામાં દેઢિયાને ખરચ થતું નથી અને તે પરવશ પણ નથી.” - મતલબ કે આ ભવમાં પ્રત્યક્ષ રીતે મળી શકે અને પિતાને લાભ બતાવી શકે એવું સુખ પ્રશમ જ છે. એને પ્રાપ્ત કરવાનું સાધન શાંતરસ છે. આવી જ રીતે પરભવમાં પણ મહાસુખ આપનાર શાંતરસ છે. આ જીવન શાંત પ્રવાહથી વહન થયું હોય તે તેને ફિલષ્ટ કર્મીપત્તિ થતી નથી અને પ્રાપ્ત કરેલાં ફિલષ્ટ કર્મોનો નાશ થાય છે, તેથી પરભવમાં સ્વાભાવિક રીતે આનંદ મળવાને વધારે સંભવ રહે છે. આવી રીતે આ ભવ-પરભવના આનંદનું સાધન શાંતરસ છે, એટલું જ નહિ પણ અનંત આનંદ-મોક્ષ સુખ, જેની પછવાડે કોઈ દિવસ નિરાનંદપણું પ્રાપ્ત થવાનું નથી, તે પણ શાંતરસથી પ્રાપ્તવ્ય છે. આ પ્રથમ કારણ થયું. ૨. પારમાર્થિક ઉપદેશ કરવા યોગ્ય શાંતરસ છે. બીજા સર્વ રસમાં પાર્થિવ વિષય આવે છે. એ સર્વ રસમાં ઈદ્રિયના વિષયની તૃપ્તિ અને મનના નિરંકુશ વર્તન સિવાય વસ્તુતઃ આનંદદાયક કાંઈ આવતું નથી, પણ આ શાંતરસ એવા પ્રકારે આનંદ આપે છે કે તેથી કેાઈને અગવડમાં ઊતરવું પડતું નથી. વીર, કરુણ, હાસ્ય વગેરે રસે પાર્થિવ છે, એહિક છે, સ્થૂળ છે, બીજાને ભોગે આવિર્ભાવ પામનારા છે અને પરિણામ વગરના છે. આ સર્વ બાબતોમાં શાંતરસ તેથી ઊલટે જ છે. પારમાર્થિક વિષયને પ્રતિપાદન કરનાર અને તેને જ ઉપદેશ આપનાર હોવાથી આ રસ પ્રધાનપણે ઉપદેશવા ગ્ય છે. વળી બીજી રીતે જોઈએ તે, જેઓ પરમાર્થના ઈચ્છુક હોય તેને જ આ રસનું પ્રતિપાદન ઈષ્ટ લાગે છે, તેથી આ રસ તેના અધિકારીની અપેક્ષાએ પણ ઉત્કૃષ્ટ છે; કારણ કે તેના અધિકારીઓ પ્રાકૃત જનસમૂહની સામાન્ય સપાટીથી કાંઈક અથવા બહુ અંશે ઊંચા હોય છે. આ દ્વિતીય કારણ થયું. ૩. શાંતરસ સર્વ રસેને સાર છે. હાસ્યાદિ રસેને કવિઓએ જે ઉત્કૃષ્ટ સ્થાન આપ્યું છે તે ટકી શકે તેવું નથી અને શાંતરસને ખરા રસ તરીકે સિદ્ધ કરવામાં શ્રી હેમચંદ્રાચાર્ય અને બીજાએ ફતેહમંદ થયા છે, એટલું જ નહિ, પણ એ ઉત્કૃષ્ટ રસ છે. અને રસને મહિમા Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ જે સમજે અને અનુભવગોચર કરે તેને હાસ્યાદિ રસો તે સ્થળ લાગે એમાં જરા પણ નવાઈ જેવું નથી. શ્રીમાન હેમચંદ્રાચાર્ય અને રસગંગાધરના કર્તા પંડિત જગન્નાથ તેમ જ રસના અન્ય વ્યાખ્યાનકારોએ, થોડા અપવાદ સિવાય, સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે શાંતરસ સર્વ રસમાં પ્રધાન છે અને તેથી જ અત્ર તેને રસાધિરાજ કહેવામાં આવેલ છે. આ ત્રીજુ કારણ થયું. આ ત્રણે કારણથી શાંતરસનું ઉત્કૃષ્ટપણું બતાવ્યું. આ કારણોને પરસ્પર કાર્ય-કારણ ભાવ છે. આ લોક અને પરલોકમાં અનંત આનંદનું સાધન શાંતરસ છે, તેથી જ પારમાર્થિક ઉપદેશ દેવા ગ્ય છે. અને તે બંને કારણેને લીધે તે રસાધિરાજ છે. આ ગ્રંથનો અર્થ શું છે?—વગેરે હકીકત ઉપોદઘાતમાં લખાયેલી હોવાથી અત્રે તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. અત્ર એટલું જણાવવું ઉચિત લાગે છે કે આ ગ્રંથ મહાવિદ્વાન શ્રી મુનિસુંદરસૂરિ મહારાજને બનાવેલો છે. તેઓશ્રી યુગપ્રધાન તુલ્ય હતા અને મૂળ પાટે થયા હતા, તેઓશ્રીએ બહુ અનુભવ કરીને અતિ પ્રૌઢ ભાષામાં આ ગ્રંથ રચ્યો છે અને તેના પર બહુ વિચાર કરીને નેટ લખવામાં આવી છે. આ ગ્રંથ મનન કરીને વાંચવાનો આગ્રહ કરવામાં આવે છે. આ શ્રી અધ્યાત્મકલ્પકમ ગ્રંથ પર ઉપાધ્યાય મહારાજ શ્રી ધનવિજયજી ગણિએ તથા શ્રી રત્નચન્દ્ર ગણિએ ટીકા લખી છે. પ્રથમ ગધબંધ પ્રબંધની ટીકામાં બહુ ઉપયોગી હકીકત બતાવવામાં આવી છે. અત્ર શ્રી ધનવિજયજી ગણિની ટીકામાં જે ભાગ વિદ્વત્તાથી ભરેલું લાગે છે તે ખાસ ઉપયોગી હોવાથી નીચે ફેંધી લીધે છે – “આ લેકમાં (સામાન્ય રીતે) વિદ્વાનની પ્રવૃત્તિ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે, તેમાં સંસારી પ્રાણીઓને પરસ્પર કાર્ય-કારણભાવ પામેલા અર્થ અને કામ એ બે પુરુષાર્થ છે; પણ મુમુક્ષુ (મેક્ષના અથ) પ્રાણીઓને તે ધર્મ અને મોક્ષ એ બે જ પુરુષાર્થો છે. આ બેમાં પણ ધર્મ કારણ ને મેક્ષ કાર્ય હોવાથી મોક્ષ પરમ પુરુષાર્થ છે. તેના અધિકારી, સહસ્રાવધાનના કરનાર, પ્રત્યક્ષ સરસ્વતીરૂપ સેમસુંદરસૂરિની પાટને ભાવનાર, તપગચ્છના નાયક, યુગપ્રધાન સમાન મુનિસુંદરસૂરિએ આ અધ્યાત્મ કપકમ ગ્રંથ રચ્યો છે, જેમાં મોક્ષના અસાધારણ ઉપાયભૂત અને પોતે અનુભવેલા શાંતરસને પરદેશ માટે પ્રકાશ્યો છે. હું પણ શાંતરસને અથી હોવાથી તેની વ્યાખ્યા કરું છું.” ગ્રંથની આદિમાં મંગલ, વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી એ પાંચમાંથી કોઈ વસ્તુ બતાવવી જોઈએ, એ શિષ્ટાચાર છે. મંગલ કરવાનો હેતુ બેવડો રાખવામાં આવ્યું હોય એમ જણાય છે. ઈષ્ટ દેવની સ્તુતિ અને ગ્રંથપઠન-પાઠનની પ્રવૃત્તિમાં મનને પરાવવાની અભિલાષા, તસૂચક માંગલિક સર્વ ધર્મમાં ઈટ ગણાય છે, છતાં ઘણી વખત તે વગર પણ ચલાવવામાં આવે છે. પ્રથમથી એવો શિષ્ટાચાર છે કે અથ શબ્દને માંગલિકસૂચક ગણવે. Page #77 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] સમતા અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ શબ્દ અને ૩થ શબ્દ માંગલિકસૂચક સમજી લેવા.” આવી રીતે સામાન્ય શબ્દોમાં મંગલ કરવાને સંપ્રદાય સારો હોય તેમ જણાય છે. અથ શબ્દ આરંભસૂચક પણ છે અને “હવે” એવા અર્થમાં પણ તે વપરાય છે. અને તે વખતે, ટીકાકારના કહેવા પ્રમાણે, તે અનંતરતા સૂચવે છે. “ઉપદેશરત્નાકર” વગેરે ગ્રંથની સાથે અનંતરતા સૂચવનાર આ શબ્દથી અવસર-સંગતિ પણ બતાવવામાં આવી ગઈ. આ ગ્રંથમાં વિષય છે આવશે?–તે બીજો અગત્યનો પ્રશ્ન છે અને તેનો ખુલાસો પણ ગદ્યબંધ પ્રબંધમાં થઈ જાય છે. શાંતરસ એ આખા ગ્રંથનો વિષય છે અને તેને પોષવા માટે સર્વત્ર એકસરખી રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્ર જન–આ ગ્રંથ બનાવવાને હેતુ શું છે?—એ જાણવું પણ જરૂરનું થઈ પડે છે. આ વિષય બહુ અગત્યનો હોવાથી સ્પષ્ટ શબ્દોમાં મૂકવાની જરૂર છે અધ્યાત્મનો વિષય જનસમૂહને રુચતું નથી અને તે પર પ્રેમ લાવવા માટે બહુ પ્રયાસ કરે પડે છે, છતાં તે વિષય “આ ભવ અને પરભવમાં અનંત આનંદનું સાધન”હેવાથી તેને પોષવાની બહુ જરૂર છે, એટલું જ નહી પણ એ વગરનું જીવન શૂન્ય જેવું છે. આ શબ્દથી પ્રોજન બતાવ્યું. એ અધ્યાત્મ અને વિરાગ્યને વિષય કેટલું જરૂર છે તેને માટે ઉપદ્દઘાત જુઓ. સંબંધ-આ ગ્રંથ પદ્યબંધ રચનાથી રચવામાં આવશે એમ કહીને વિભાવ્યવિભાવનભાવરૂપ સંબંધ બતાવ્યું. અધિકારી–આ ગ્રંથ વાંચવાને યોગ્ય કેણ ગણાય? મારેલ પારે જે નબળા માણસને શરીરશુદ્ધિ કર્યા વિના આપવામાં આવે તે તેને નાશ થાય છે. અધ્યાત્મશાસ્ત્ર જેવા ગ્રંથે. કેના હાથમાં મૂકવા અથવા કેણે વાંચવા તે બહુ અગત્યનો પ્રશ્ન છે. આવા ગ્રંથોમાં સામાન્ય વચનને વિશેષ વચન તરીકે સમજવાની અથવા અપેક્ષાવાળા વચનને એકાંત સ્વરૂપે સમજવાની ઘણી વાર ભૂલ થઈ જવાને સંભવ રહે છે. એવા પ્રસંગે, ગ્રંથકર્તાને આશય જે લક્ષમાં આવતે નથી તે પરિણામે, કેટલીક વાર હાનિ થઈ જાય છે. એટલા માટે આવા ગ્રંથના અધિકારી “પારમાર્થિક ઉપદેશ્યને પાત્ર થયેલા જ ગણાય છે. આવી રીતે બહુ ઉત્સાહથી ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. પીઠિકા ગદ્યબંધમાં રચી આખો ગ્રંથ પદ્યબંધ રચનામાં બનાવ્યો છે. આ ગ્રંથ છેડે વાંચો, પણ સમજીને વાંચ; વાંચીને વિચારો અને વિચારીને પોતાની સ્થિતિ અને સંજોગ અનુસાર વ્યવહારમાં મૂક, અમલમાં મૂકો. Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મક૫ડુમ [ પ્રથમ શાંતરસ, શરૂઆત, માંગલિક जयश्रीरान्तरारीणां, लेभे येन प्रशान्तितः । તં શ્રાવલિને નત્વા, રસઃ શાન્તો વિમાવ્યતે || ૨ |(અનુષ્ટ્ર * ) જે શ્રી વીર ભગવાને અંતરંગ શત્રુઓની જયલક્ષ્મી ઉત્કૃષ્ટ શાંતિથી મેળવી છે તે પરમાત્માને નમસ્કાર કરીને શાંતરસની ભાવના કરવામાં આવે છે.” (૧) વિવેચન-વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે શત્રુનો નાશ કરવા માટે અને તેના પર વિજય મેળવવા માટે શ્રેષ અથવા ક્રોધ અને માન મુખ્ય ભાગ ભજવે છે, પરંતુ શ્રી વીર પરમાત્માનું મનોરાજ્ય એવું વિશાળ હતું કે તેમણે કષાય ન કરતાં શાંતિ રાખીને સર્વ અંતરંગ શત્રુ પર ફતેહ મેળવી. અંતરંગ શત્રુઓ મેહરાજાના સેવક તરીકે કામ કરે છે. અને તેના લશ્કરમાં વિષય, કષાય, જ્ઞાનાવરણીય વગેરે અનેક પ્રકારની ટુકડીઓ રહેલી છે. માર્ગાનુસારી થયા પછી વિજય મેળવવાની ઈચ્છા રાખનારનું અંતરંગ સિન્ય માર્ગભ્રષ્ટ થતું નથી અને તદનંતર તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી દેશથી અથવા સર્વથી વિરતિગુણ પ્રાપ્ત થાય ત્યારે ઇંદ્રિયદમન, આત્મસંયમ, ક્ષમાધારણ, સત્યવચાર, તેયત્યાગ, અખંડ બ્રહ્મચર્ય અને અધિકારના પ્રમાણમાં બહિરંગ અને અંતરંગ પરિગ્રહનો ત્યાગ વગેરે સદ્દગુણ પ્રાપ્ત થતાં જ આ જીવ અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી ક્રમસર સદરહું અંતરંગ શત્રુઓના કિલ્લાઓ તોડતો જાય છે. શ્રી વીર પ્રભુએ પણ આત્યંતર વૈરીઓનો નાશ કરવા માટે એ જ રસ્તે લીધું હતું. લક્ષમી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે પ્રથમ તો જે પ્રાણીઓએ લક્ષ્મી પ્રાપ્ત કરી હોય તેની સેવા કરવી જોઈએ. સેવા કરવાથી તે પુરુષે ગ્રહણ કરેલા રસ્તાનું જ્ઞાન થાય છે, તેમાં પરમ આદર થાય છે, અધ્યવસાય ઉત્કૃષ્ટ થાય છે અને તેથી અ૫ પ્રયાસે સાધ્ય સિદ્ધ થાય છે. શાંતરસનો કામી મહાપુરુષ પણ તે રસ જેને પ્રાપ્ત થયેલ છે એવા આસન્નઉપકારી શ્રી ચરમ તીર્થકરની સ્તુતિ કરે છે. શાંતિથી અંતરંગ શત્રુ પર તે મહાત્માએ કે વિજય મેળવ્યો તે સંબંધી કથાનક વીરચરિત્રાદિ અન્ય ગ્રંથિથી જાણી લેવું. સંગમ, ચંડકૌશિક, શૂલપાણિ, ગોશાલક વગેરે અતુલ્ય દુઃખ આપનાર તરફ અખંડ શાંતિ રાખનારનું અંતર મને બળ કેટલું વીર્યવાન હશે તે લખવા કરતાં કલ્પવું જ વિશેષ યુક્ત છે, કલ્પી શકાય તેવું છે. આવા પરમાત્માનું નામેચ્ચારણ કરી શાંતરસની ભાવના કરવાને ઉદ્યમ કરવામાં આવ્યો છે. કઈ પણ શબ્દમાત્રને ગ્રહણ કરી તેના પર આ પ્રયોગ લે તેને નિરુક્ત કહે છે; એટલે કેટલાક શબ્દોને વ્યુત્પત્તિથી અર્થ બને નહિ, પણ પ્રયોગથી જ અર્થ બને છે. વીર શબ્દ માટે નિરુક્ત કરતાં વિદ્વાને કહે છે કે – * આઠ અક્ષર દરેક પાદમાં હોય છે. છઠ્ઠો અક્ષર ગુરુ અને પાંચમે અક્ષર લઘુ હોય છે. બીજા તથા ચેથા પદને સાતમે અક્ષર હસ્વ હોય છે. પહેલા તથા ત્રીજાને સાતમો અક્ષર દીધ હોય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા विदारयति यत्कर्म, तपसा च घिराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥ તેઓ કમનું વિદારણ કરે છે, તપસ્યાથી વિરાજમાન છે તથા તપશક્તિવાળા છેઃ આ નિરુક્તથી તે “વીર” કહેવાય છે.” અથવા વ્યુત્પત્તિથી પણ એ જ નિ નીકળે છે. વિરોગ રતિ રતિ રામનતિ વીરઃ ! જે કર્મોને પ્રેરે છે, ધક્કા મારે છે, આત્માથી વિખૂટાં કરી કાઢી મૂકે છે, તે વીર. આવા શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને ગ્રંથનું મંગળાચરણ કરવામાં આવ્યું છે. ટીકાકાર મહારાજ શ્રી ધનવિજયજી ગણિ કહે છે કે શાસ્ત્રની આદિમાં મંગળ, અભિધેય સંબંધ, પ્રોજન અને અધિકારી એ પાંચ વસ્તુ બતાવવી જોઈએ, તે આ શ્લોકમાં પણ બતાવવામાં આવી છે. વીર પરમાત્માને નમસ્કાર કરીને મંગળ કર્યું છે. અભિધેય અથવા વિષય શાંતરસ છે; અંતરંગ શત્રુના જયરૂપ લક્ષમી મેળવવાનું પ્રયોજન છે; શાંતરસને વિભા વ્યવિભાવનભાવ એ સંબંધ છે; અને મોક્ષાર્થી પ્રાણીઓ, જેઓને અંતરંગ શત્રુ પર જય મેળવવાની ઈચ્છા છે, તે આ ગ્રંથના અધિકારી છે. આ પાંચ વસ્તુઓ ગદ્યબંધ રચનામાં પ્રથમ બતાવવામાં આવી છે, છતાં અત્ર ફરી વાર બતાવી તેથી પુનરુક્તિ દેષ થાય એ જે આક્ષેપ કરવામાં આવે તે તેના ઉત્તરમાં જણાવવાનું કે ઉપદેશના ગ્રંથમાં પુનરુક્તિ દેષ લાગતું નથી. સક્ઝાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, પ્રયાણ અને સંતગુણકીર્તનમાં પુનરુક્તિ દેષ લાગતું નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં કહે છે કે – ये तीर्थकृत्प्रणीता भावास्तदनन्तरैश्च परिकथिताः । तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरमेव ॥ यद्वद्विषघातार्थ मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद्रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम् ॥ “તીર્થકરમહારાજ પ્રણીત અને તેના પછીના અવિચ્છિન્ન સંપ્રદાયાગત આચાર્યોએ બતાવેલા-કથન કરેલા-ભાવનું વારંવાર કથન કરવું તે તેને-પ્રશમની રતિને–પુષ્ટિ કરનારું છે. વિષધ્ધાતને માટે વારંવાર મંત્રચાર કરવાથી જેમ પુનરુક્તિ દોષ લાગતો નથી તેમ રાગરૂપ વિષને ઘાત કરનાર અર્થપદે પણ વારંવાર કહેવાથી તે કાર્ય દોષ વિનાનું જ છે.” આખા ગ્રંથમાં એકને એક ભાવ બે-બે વખત અને કઈ ભાવ તેથી પણ વધારે વખત કહેવાય છે, તેમ જ ઉપદેશના અનેક ગ્રંથે હોવા છતાં ફરીવાર ગ્રંથ લખો એ પણ પુનરુક્તિ જ છે, પરંતુ એ સર્વને અત્ર ખુલાસે થઈ જાય છે. આમાં કાવ્યચાતુર્ય બતાવવાનો હેતુ બહુધા હોતું નથી, તેથી દોષ લાગતો નથી, જેમ વ્યાપારી હંમેશાં એક જ રીતે વ્યાપાર કર્યા કરે છે, તેમાં તેની ઈચ્છા વ્યાપારની નથી પણ ધનપ્રાપ્તિની છે, જેમ મંત્રપદને વારંવાર જાપ કરવામાં આવે છે, તેમાં શ્રદ્ધા ગુણ પ્રધાન છે અને સાધ્ય મંત્ર Page #80 -------------------------------------------------------------------------- ________________ ૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ તરફ નથી પણ વિષનાશ તરફ છે; અને જેમ વ્યાધિગ્રસ્ત પ્રાણી એકના એક ઔષધનુ અનેક વાર સેવન કરે છે, તેના હેતુ ઔષધ ખાવાના નથી પર ંતુ વ્યાધિના વિનાશ કરવાના છે, તેવી રીતે શુદ્ધ વ્યાપાર કરવાની ઈચ્છાવાળા અથવા રાગ-વિષ કે માદ્ધ-વ્યાધિના નાશ કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુને અનેક પ્રકારે અનેક વાર તેના તેજ ઉપદેશ આપવામાં આવે તા તેનું સાધ્ય વચનેાચાર કે વચનવ્યાપાર તરફ નથી, પણ રાગ-વિષના નાશ અથવા શુદ્ધ સંસ્કારના સંચય કરવા તરફ જ છે, તેથી તેમાં પુનરુક્તિ દોષ જરા પણ લાગતા નથી. મુનિસુ ંદરસૂરિ મહારાજ પોતાના બનાવેલા સર્વ ગ્રંથેાની શરૂઆતમાં ‘જયશ્રી ’શબ્દ મૂકે છે. એ શબ્દ વડે તેમની ઓળખાણ પડે છે, એ ખાખત ખાસ નાંધ લેવા જેવી છે. (૧) અનુપમ સુખના કારણભૂત શાંતરસના ઉપદેશ सर्वमङ्गलनिधौ हृदि यस्मिन् संगते निरुपमं सुखमेति । मुक्तिशर्म च वशीभवति द्राक्, तं बुधा भजत शान्तरसेन्द्रम् ॥ २ ॥ ( स्वागतावृत्त* ) “સર્વાં માંગલિકના નિધાન એવા શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય તે અનુપમ સુખ પામે છે અને માક્ષનું સુખ એકદમ તેના કબજામાં આવી જાય છે. હું પડિતા ! એવા શાંતરસને તમે ભો, સેવા, ભાવે.” (૨) વિવેચન—સર્વ પ્રાણીઓની પ્રવૃત્તિ અમુક હેતુને લઈ ને થાય છે. પ્રયોજ્ઞનમનુંદ્રિય 7 મોપિ પ્રવર્તતે-પ્રયાજન વગર ભૂખ પણ પ્રવૃત્તિ કરતા નથી. આ સ્વતઃસિદ્ધ નિયમ છે, વ્યાપાર કરનારના હેતુ ધનપ્રાપ્તિના હેાય છે. ભણનારના હેતુ મગજ કેળવવાના અથવા પરીક્ષા પાસ કરવાના હોય છે. ચાનારના હેતુ અમુક જગ્યાએ પહેાંચવાના હાય છે, અને ખેલનારને હેતુ સાંભળનારના મન પર અમુક અસર નિપજાવવાના હોય છે. આ સર્વ હેતુના પર પરાએ છેવટના હેતુ પ્રાણીને સુખ પ્રાપ્ત કરવાના હોય છે. જે પ્રવૃત્તિથી પરિણામે સુખ મળે તેવું ન હેાય તેમાં વિચારવાન પ્રાણી પ્રવૃત્તિ કરતાં નથી, તેથી સર્વ પ્રવૃત્તિના હેતુ સુખ પ્રાપ્ત કરવાના છે એ સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે સવાલ એ થાય છે સુખ શું છે ? અને સુખ કયાં છે ? આ સવાલને જવાખ આપવામાં મહેળા અનુભવજ્ઞાનની જરૂર છે. વાસ્તવિક હકીકત એમ છે કે જે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ જીવ પ્રયાસ કરે છે તેનું સ્વરૂપ તે સમજતા નથી. ઘણા જીવા સારું ખાવામાં, સારાં વસ્ત્ર પહેરવામાં, સારા દેખાવામાં, પ્રથમ પક્તિની ખુરસી મેળવવામાં અથવા વાહવાહ કહે.રાવવામાં સુખ માને છે, પણ એમાં સુખ શું છે? શરીર નાશવંત છે. નામ કેાઈનાં અમર રહેતાં નથી. અને સર્વથી વધારે અગત્યની ટુકીકત એ છે કે આવા પ્રકારના વિષયેાને સુખ માનવામાં પ્રાપ્ત કરેલી સપત્તિ (પુણ્યધન) ખવાઈ જાય છે અને પરિણામે પાછું દુ:ખ થાય છે જે * સ્વાગતાવૃત્તમાં ૧૧ અક્ષર. સ્વાગતા રત્તમમૈનુદ્દળા ૨(૩-૮) Page #81 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ સુખની પછવાડે દુઃખ થાય છે તેને સુખ કેમ કહેવાય? સાંસારિક સર્વ સુખે આવા પ્રકારનાં છે. વિષયજન્ય સુખ માત્ર માન્યતામાં જ રહે છે, તેથી કઈ પણ પ્રકારનો વાસ્તવિક આનંદ થતું નથી. આનંદ લાગે છે તે પણ ખોટે છે, અસ્થિર છે, અલ્પ છે, અલ્પ સમય ચાલે તેવે છે અને એને સુખ માનવું એમાં મોટી ભૂલ થાય છે, સુખ ખરેખરું મનની શાંતિમાં જ છે. જ્યારે મને એક વિચાર કે વિષય પરથી બીજા તરફ દોરાય છે અને એક વસ્તુ પર સ્થિર રહેતું નથી, ત્યારે સમજવું કે હજુ તેને વાસ્તવિક ખ્યાલ થયેલ નથી. આવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાનું પરમ સાધન શાંતરસની ભાવના ચિત્તક્ષેત્રમાં સ્થિર કરવી એ જ છે. એ શાંતરસ ભાવતાં જે સુખ પ્રાપ્ત થાય છે તે અનિર્વચનીય છે, પાર્થિવ વસ્તુમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેની સાથે એ સુખની સરખામણ થઈ શકે. શાંતરસની ભાવના ઉત્કૃષ્ટ રીતે ભાવતાં સર્વ પ્રકારનાં દુ:ખને આત્યંતિક અભાવ થાય છે અને એવી રીતે અવિનાશી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય તેને જ વાસ્તવિક સુખ કહેવું યોગ્ય છે. આવું ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય, ઉપર કહ્યું તેમ, શાંતરસનો વિચારકર અને તે જ પરમ સાધ્ય છે, એમ માનવું એ છે. શૃંગાર, હાસ્ય, વીર વગેરે રસમાં માની લીધેલા પાર્થિવ વિષયસુખથી ક૯િ૫ત, ક્ષણિક, વિનશ્વર આનંદ થાય છે, પરંતુ ખરેખર ચિરસ્થાયી, અંત વગરને આનંદ તે શાંતરસની ભાવનાથી જ થાય છે. અને તે શાંતરસને ભાવવાનો ઉપદેશ અત્ર આપવામાં આવ્યો છે. આખા ગ્રંથમાં આ સાધ્ય રાખવામાં આવેલ છે, તેથી મનનપૂર્વક આ ગ્રંથનો અભ્યાસ કરે એ સુખ-પ્રાપ્તિને ઉપાય સાધવા બરાબર છે. રસે-રસેશ્વર. સિદ્ધાંત એવો છે કે દેહપાત પછી બીજાઓની માની લીધેલી મુક્તિ મળે તે ચોક્કસ નથી, માટે અત્રે રસેન્દ્ર (પારો) ખાઈને શરીરને નિભાવવું; છતાં શરીર તો નાશ પામવાનું જ છે, એમ જે શંકા થાય તે તેના જવાબમાં આ સિદ્ધાંતના અનુયાયીઓ એમ કહે છે કે આ શરીર પડ્યા પછી હરગૌરી સૃષ્ટિમાં શરીર પ્રાપ્ત થવાનું છે તે બહુ મજબૂત મળશે. તેઓના આ મત પર આક્ષેપ કરતાં સૂરિમહારાજ કહે છે કે રસેન્દ્ર (પારો) પણ આ શાંતરસાધિરાજ છે. (આ સિદ્ધાંત માટે જુઓ રસેશ્વર સિદ્ધાંત, અથવા રસાણુંવ -રસાદુદય વગેરે ગ્રંથ.) શાંતરસ સર્વ મંગળનો ભંડાર છે, કારણ કે સવ માંગલિકયમાલા એનાથી જ વિસ્તરે છે. પંડિતો આ ઉપદેશને યોગ્ય છે અને પંડિતે જ શાંતરસની ખૂબી સમજી શકે છે, તેથી સૂરિમહારાજે બુધ શબ્દથી પંડિતેને સંબોધન કર્યું છે. જેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજી પુદગલ અને આત્માને ભેદ સમજ્યા હોય તેને શાસ્ત્રકારો પંડિત કહે છે. (૨) આ ગ્રન્થનાં સોળ દ્વારા समतैकलीनचित्तो, ललनापत्यस्वदेहममतामुक् । વિષયવાવાદ્યવશા શાહપુમિત | અ. ૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] અધ્યાત્મકલ્પમ [ પ્રથમ वैराग्यशुद्धधर्मा, देवादिसत्तत्त्वविद्विरतिधारी । संवरवान् शुभवृत्तिः साम्यरहस्यं भज शिवार्थिन् ! ॥४॥ (युग्मम ) (आर्यावृत्त* ) હે મોક્ષાથી પ્રાણ ! તું સમતાને વિષે લીન ચિત્તવાળે થા ! સ્ત્રી, પુત્ર, પિસા અને શરીર ઉપરથી મમતા છેડી દે! વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે ઈન્દ્રિયોના વિષ અને ક્રોધ, માન, માયા તથા લેભ એ કષાયને વશ થા નહિ ! શાસ્ત્રરૂપ લગામ વડે તારા મનરૂપ અને તું કાબૂમાં રાખ! વૈરાગ્યે કરીને શુદ્ધ-નિષ્કલંક-ધર્મવાનું થા! (સાધુના દશ યતિધર્મ અને શ્રાવકનાં બાર વ્રત તેમ જ આત્મગુણોમાં રમણતા કરવારૂપ શુદ્ધ ધર્મવાળે થા !) દેવગુરુ-ધર્મનું શુદ્ધ સ્વરૂપ જાણનારે થા! સર્વ પ્રકારના સાવદ્ય યોગથી નિવૃત્તિરૂપ વિરતિ ધારણ કર ! (સત્તાવન પ્રકારના) સંવરવાળો થા ! તારી વૃત્તિઓને શુદ્ધ રાખ અને સમતાના રહસ્યને તું ભજ!” (૩-૪) વિવેચન-આ યુગ્મમાં સામાન્ય રીતે પ્રકીર્ણ ઉપદેશ આપવા ઉપરાંત આ ગ્રંથમાં કહેવાના આ સેળ અધિકારો અનુક્રમે સૂચવ્યા છે, તે નીચે પ્રમાણે છે – ૧. સમતા. ૯. ચિત્તદમન. ૨. સ્ત્રી(લલના)મમત્વચન. ૧૦. વિરાગ્યપદેશ. ૩. અપત્યમમત્વમેચન. ૧૧. ધર્મશુદ્ધિ. ૪. ધનમમત્વમેચન. ૧૨. ગુરુશુદ્ધિ. ૫. દેહમમતવમોચન. ૧૩. યતિશિક્ષા. ૬. વિષય પ્રમાદત્યાગ. ૧૪. મિથ્યાત્વાદિ નિરોધ-સંવપદેશ. ૭. કષાયત્યાગ, ૧૫. શુભ વૃત્તિ. ૮. શાસ્ત્રાભ્યાસ અને વર્તન-અંતર્ગત ૧૬. સામ્યસર્વસ્વ. ચતુતિનાં દુખે. આ સોળ વિષય અધ્યાત્મના છે. એના ઉપર આખા ગ્રંથમાં વિવેચન કરવામાં આવ્યું છે અને તેઓને પરસ્પર સંબંધ પણ યુક્ત સ્થાનકે બતાવવામાં આવ્યે છે. એ સર્વ કલ્પવૃક્ષ સમાન છે; એની સેવા કરનારને તે મનવાંછિત આપે છે માટે એનું વાંચન, મનન, નિદિધ્યાસન કરવા આગ્રહ કરી અત્ર પ્રાસંગિક ઉદ્દગાર પૂર્ણ કરવામાં આવે છે અને ગ્રંથની શરૂઆત કરવામાં આવે છે. (૩-૪) ઇતિ ગ્રંથકારકૃત ઉદ્દદ્યાત * આર્યાના ચાર ચરણ હોય છે. દરેક ચરણમાં અનુક્રમે ૧૨, ૧૮, ૧૨, ૧૫ માત્રા હોય છે. એ માત્રામેળ છંદ છે, Page #83 -------------------------------------------------------------------------- ________________ प्रथमः समताधिकारः ॥ ભાવના ભાવવા માટે મનને ઉપદેશ चित्तबालक ! मा त्याक्षी-रजनं भावनौषधीः । यत्त्वां दुर्ध्यानभूता न, च्छलयन्ति छलान्विषः ॥ ५॥ ( अनुष्दुप) હે ચિત્તરૂપ બાળક ! તું ભાવનારૂપ ઔષધિઓને હંમેશાં દૂર કરીશ નહિ, જેથી કરીને છળને શેષનારા દુર્ગાનરૂપ ભૂત, પિશાચે તને છેતરી શકશે નહિ.” (૫) વિવેચન-સમતાદિક અધ્યાત્મના વિષયમાં હજુ આ જીવ બહુ પછાત છે; તેનું ખરું રહસ્ય સમજી તેને અનુસરતો નથી, તેથી તેના મનને બાળક કહેવામાં આવ્યું છે. હે બાળ મન ! તું જરા વિચાર કર. સાંસારિક સગાં-સ્નેહીઓ અસ્થિર છે, પૌગલિક વિષયસુખ અનિત્ય છે, આજ જે રંગ છે તે કાલ રહેતું નથી; સગાં-સ્નેહીઓનું કે શેઠ વગેરે સ્વામીનું કેઈનું વાસ્તવિક રીતે તારે શરણ નથી; તને ખરૂં દુઃખ પડતાં તેઓ કાંઈ પણ ઉપકાર કરી શકે તેમ નથી. વળી, તેઓ સર્વ એક મેળાની જેમ અત્ર મળ્યા છે; પણ તેને છૂટા પડતાં વાર લાગવાની નથી. તું પિતે તે એક જ આવ્યું છે અને એક જ જવાને છે; તું કેઈનો નથી અને તારું કઈ નથી—આમ અનેક રીતે સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેને વિચાર કરવો, પોતાની શુદ્ધ દશા અને વિભાવદશા કઈ છે તેનું સ્વરૂપ સમજી તેનું રટણ કર્યા કરવું, પદ્દગલિક અને આત્મિક તમાં શો ફેર છે તે સમજી તેના પર વિચાર કરે, એને શાસ્ત્રકાર ભાવના કહે છે. એ ભાવના ભાવવાથી સાચી સ્થિર વસ્તુ કઈ છે તેનું સત્ય જ્ઞાન થાય છે અને જ્ઞાનના પરિણામે તદનુસાર વર્તન કરવાનો નિશ્ચય થતાં પરિણામે તેવું વર્તન પણ થાય છે. કઈ પણ કાર્ય થવાનો અથવા કરવાને આ શુદ્ધ ક્રમ છે, અને વિકાસ પણ તદનુસાર જ થાય છે. આવી ભાવનાઓ શાસ્ત્રકાર બાર પ્રકારની અથવા સેન પ્રકારની કહે છે અને તેનું બરાબર સ્વરૂપ યોગશાસ્ત્ર - થોડે વખત પણ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] અધ્યાત્મક૯પમ [ પ્રથમ (ચોથા પ્રકાશમાં), પ્રવચનસારે દ્વાર (ચરણસિત્તરિ-કરણસિત્તરિ દ્વારમાં), શાંતસુધારસ વગેરે ગ્રંથમાં બહુ વિસ્તારથી આપ્યું છે. આ ગ્રંથની નોટમાં પણ આગળ સવિસ્તર તેનું સ્વરૂપ આવવાનું છે. અત્ર કહેવાનું એ છે કે તારે આવા વસ્તુ-સ્વરૂપની સમજણ આપનારી તદ્રુપ ભાવનાઓ નિરંતર મન સન્મુખ રાખ્યા કરવી. તારા દરેક કાર્યમાં તે ભાવના તારે ચૂકી જવી નહિ, તુ ખાતે હો, પીતે હા, વ્યાપાર કરતે હે કે ધર્મકાર્ય કરતા હો, તે દરેક વખતે તારે આ ભાવનાઓને હૃદયચક્ષુ સન્મુખ રાખવી. એ ભાવના એ ધાર્મિક કિયા કરતી વખતે અને ખાસ કરીને સ્વાધ્યાય-ધ્યાન કરતી વખતે જ ભાવવાની છે એમ તું માનીશ નહિ; એ ભાવના તારા દરેક કાર્યમાં ઓતપ્રોત પરોવાઈ જવી જોઈએ. અનાદિ અભ્યાસને લીધે સંસારભાવના આ જીવની સ્વભાવદશા જેવી થઈ ગઈ છે. એને ઘર બંધાવવામાં, ઘરેણું ઘડાવવામાં કે વ્યાપાર કરવામાં જેટલો આનંદ આવે છે, અને જેટલે અંશે તે કાર્ય સાથે તે એકમેક થઈ જાય છે, તેટલો સંસારનું ખરું સ્વરૂપ વિચારતી વખતે તે થતું નથી, થઈ શક્યો નથી, થવાનો વિચાર પણ કરતો નથી અને પરિણામે દુર્ગાનમાં પડી જાય છે. વળી, ઘણીવાર તો એવું વિપરીત બને છે કે તેના ધાર્મિક કાર્યોમાં પણ દુર્થોન દાખલ થઈ જાય છે અને ચિત્તવૃત્તિને ડાળી નાંખે છે. એ દુર્યાન કેવી રીતે કામ કરે છે તે આપણે નવમા ચિત્તદમન અધિકારમાં જોઈશું. અત્રે પ્રસ્તુત એ છે કે જે આ જીવ ભાવના ભાવવાથી વિમુખ થઈ જાય છે તે તુરત જ દુર્ગાનરૂપ પિશાચ તેના હદયમંદિરને કબજે લે છે અને પછી તેની પાસે અનેક પ્રકારના વિચિત્ર અને હાસ્યજનક નાચ નચાવે છે. ભાવનાને તેટલા માટે યંત્રયુક્ત માદળિયું કહેવામાં આવ્યું છે. જગતમાં કેટલાકની એવી માન્યતા છે કે સયંત્ર માદળિયું પહેરનાર પર ભૂત-પિશાચના નામથી પ્રસિદ્ધ થયેલી અમાનુષી પ્રકૃતિઓ અસર કરી શકતી નથી. આ માન્યતા પર રૂપક અલંકાર ગોઠવી વિદ્વાન ગ્રંથકર્તા કહે છે કે જો તું ભાવનામંત્રથી મંત્રિત માદળિયું તારા હાથ પર બાંધીશ તે દુર્ગાનરૂપ ભૂત-પિશાચો તારા હૃદયમંદિરનો કબજે લેશે નહિ, દુર્ગાનનું જોર પ્રબળ આત્મવીર્ય પાસે બિલકુલ ચાલતું નથી. આ જીવ જ્યારે શુદ્ધ આત્મિક દશામાં રમણ કરવા માંડે છે ત્યારે તેનામાં એવું અપૂર્વ વીર્ય ફેરે છે કે તેનું મા૫ અનુભવીથી જ ગમ્ય થઈ શકે છે. માત્ર કમવૃત્ત સ્થિતિને લીધે આ આત્મા ઘણા વખતથી ઊંધ્યા કરે છે તેથી જ તેના પર આવા વિભાવી ભાવો જેર ચલાવે છે; બાકી; જ્યારે ભાવના જળથી તે જાગ્રત થશે કે તુરત જ તે સર્વે ખસી જશે, નાસી જશે અને દૂર જ રહેશે. ટીકાકાર કહે છે કે ગમ્યઅગમ્ય, કાર્ય-અકાય, હેય-ઉપાદેય વગેરે જ્ઞાનમાં વિકળતા હોવાથી ચિત્ત હજુ બાળક છે. ભાવનાથી ધ-સ્થિરતા પ્રાપ્ત થાય છે તેથી તે ઔષધરૂપ છે; અને દુર્ગાનથી પરવશપણું, દુર્ગતિ અને ઉન્માદ થાય છે તેથી ભૂત-વ્યંતર જેવાં છે. સમતાના પ્રથમ બીજ તરીકે ભાવના છે એમ અત્ર ઉપદેશ કર્યો. (૫) Page #85 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [[ ૧૩ આ અધિકારમાં મૈથ્યાદિ ચાર ભાવનાનું સ્વરૂપ બતાવવામાં આવશે. તે પહેલાં સમતાનું સુખ કેવા પ્રકારનું છે તે બતાવે છે – ઇન્દ્રિયેનાં સુખ :: સમતાનાં સુખ यदिन्द्रियार्थैः सकलैः सुखं स्यान्नरेन्द्रचक्रित्रिदशाधिपानाम् । तद् बिन्दवत्येव पुरो हि साम्यसुधाम्बुधेस्तेन तमाद्रियस्व ॥६॥ (उपजातिवृत्त*) રાજા, ચક્રવતી અને દેવોના સ્વામી ઈદ્રોને સર્વ ઈદ્રિયના અર્થોથી જે સુખ થાય છે, તે સમતાના સુખસમુદ્ર પાસે ખરેખર એક બિંદુ તુલ્ય છે, માટે સમતાના સુખને આદર.” (૬). વિવેચન :-અધ્યાત્મજ્ઞાનનું પ્રથમ બીજ સમતા છે. સર્વ સજોગેમાં મનને એકસરખું રાખવું, ગમે તેવા પ્રસંગે આવે તો પણ ચંચળ વૃત્તિ ધારણ કરવી નહિ, એને સમતા કહે છે. એવી મનવૃત્તિ થાય ત્યારે જ ખરેખરું સુખ થાય છે. અને બીજા શ્લોકમાં જે સુખની શોધ કરવામાં આવી છે તે સમતાનું જ સુખ છે. એ સુખ ખરેખરું તે અનુભવગમ્ય છે. તે સુખને બીજી કોઈપણ રીતે ખ્યાલ આપ મુશ્કેલ છે, લગભગ અશક્ય જેવું છે, છતાં આ જીવ તે પોદ્દગલિક સુખમાં આસક્ત છે, તેથી તે સુખને ખ્યાલ અત્યાર સુધીના સાદા અનુભવ અનુસાર આપવાથી જ તે નવીન વાસ્તવિક સુખ પ્રાપ્ત કરવા ઉદ્યમવંતા થાય તેમ છે. આમ હોવાથી તેને કહે છે કે હે જીવ! એક રાજા અનેક પ્રકારના હુકમ કરતો હોય, પણ માગે ત્યાં દૂધ મળતું હોય, ખમા-ખમાં પોકારાતી હોય, અનેક રાણીઓથી પરિવૃત્ત હોય અને સર્વ ઇદ્રિનાં વિષયસુખે સારામાં સારા આકારમાં ભેગવત હોય, તેનું સર્વ સુખ તું ક૯પી લે; તે ઉપરાંત રાજાઓના પણ મુગટમણિ સાર્વભૌમ ચકવર્તીની છ ખંડ ઋદ્ધિનું સુખ એકત્ર કરવું અને દેવપતિ ઇંદ્રના સર્વ પૌગલિક સુખને પણ એકઠાં કર; આ સર્વ સુખોને સરવાળો કર. તારી કલ્પનામાં આથી વધારે સુખ આવવું મુકેલ છે, પરંતુ અમે સ્વાનુભવથી કહીએ છીએ કે આ સર્વ સુખો એકત્ર કરીને કરોડો વર્ષ–યાવત્ અનંત કાળ-અનુભવ્યાં હોય તો પણ સમતાથી જે સુખ થાય છે તેની પાસે તે કાંઈ હિસાબમાં નથી. સમતાનું સુખ સમુદ્ર જેટલું ગણીએ તો આ સ્થૂલ સુખને સરવાળો એક ટીપા જેટલું થાય છે. સર્વસાધનસંપન્ન રાજાઓ કે દિગવિજય કરનારા ચકવતને અથવા બહુ સુખી ગણાતા દેવેંદ્રને પણ સમતાના સુખ જેટલું સુખ નથી. શાસ્ત્રકાર પણ * ઉપેંદ્રવજામાં ૧૧ અક્ષર વિઝા પ્રથમે ના अनन्तरोदीरितलक्ष्मभाजौ पादौ यदियावुपजातयस्ताः । ઈન્દ્રવજા ને ઉપેન્દ્રવજાનાં ચરણે મળી જાય ત્યારે ઉપાતિ છંદ થાય છે. એના દરેક ચરણમાં ૧૧ અક્ષર હોય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] અધ્યાત્મકલ્પદ્રુમ जं च कामसुहं लोप, जं च दिव्यं महासुहं । बीयराय सुहस्से यं णतभागंपि ન−રૂં || બ્લેકમાં જે વિષયાદિકનાં સુખા છે અને દેવલેાકમાં જે મહાસુખા છે તે વીતરાગના સુખ પાસે અનંતમા ભાગે પણ થતાં નથી.” આવું મહાન સુખ તારા યત્નથી સાધ્ય છે, અત્રે જ તને મળી શકે તેમ છે; તેમાં નથી પૈસાની જરૂર કે નથી બાહ્ય મદદની જરૂર; નથી કોઈના રક્ષણની જરૂર કે નથી કાઈ તરફની આકાંક્ષાની જરૂર, માત્ર તારું શુ છે તે સમજી તે મેળવવા અથવા પ્રગટ કરવા પ્રયાસ કર અને બીજી બધી બાહ્ય ઉપાધિ તજી દે, એટલે સમતાસુખ તને આપેઆપ પ્રાપ્ત થઇ જશે, પર`તુ આ ખાખતમાં તારે દૃઢ નિશ્ચય કરવાની જરૂર છે. એક વાર નિશ્ચય કર્યો કે પછી તેનાં સાધને કયાં છે તે બતાવનારા તને મળી જશે; તે સાધના સ્વતઃ તને મળી જશે અને તને બહુ આન ંદ થશે. પૌલિક સ* સુખા નાશવંત છે, પછવાડે દુઃખસંતતિ મૂકી જનારાં છે; ભાગવતી વખત પણ અનેક પ્રકારની શારીરિક અને માનસિક ઉપાધિ કરનારાં છે, ત્યારે અત્ર ખતાવેલું સમતાજન્ય સુખ એ સ પ્રકારની અગવડાથી મુક્ત છે; માટે સમતાસુખ આદર! (૬) સાંસારિક જીવનાં સુખ : : યતિનાં સુખ अदृष्टवैचित्र्यवशाज्जगज्जने, विचित्रकर्माशयवाग्विसंस्थूले । उदासवृत्तिस्थितचित्तवृत्तयः सुखं श्रयन्ते यतयः क्षतार्तयः ॥ ७ ॥ ( वंशस्थवृत्त* ) [ પ્રથમ “ જ્યારે જગતના પ્રાણીઓ પુણ્ય-પાપના વિચિત્રપણાને આધીન છે, અને નાના પ્રકારના કાયાના વ્યાપાર, મનના વ્યાપાર અને વચનના વ્યાપારથી અસ્વસ્થ (અસ્થિર) છે, ત્યારે માધ્યસ્થ્ય વૃત્તિમાં જેમની ચિત્તવૃત્તિ રહેલી છે અને જેએની મનની પીડાએ (આધિ) નાશ પામી છે તેવા યતિઓ ખરા સુખને ભજે છે. (ભાગવે છે.)” (૭) વિવેચન :-ઇઇંદ્રિયજનિત વિષયસુખ અને સમતાસુખનું સ્વરૂપ બતાવી હવે તે બંનેનાં દૃષ્ટાંતા ખતાવીને સમતાસુખની અધિકતા સિદ્ધ કરે છે. પુણ્યના ઉદયથી આ જીવ સારા શરીરવાળા, રૂપાળા, સગાંસ્નેહીથી પરિવૃત, ધનવાન, પુત્રવાન, આયુષ્માન વગેરે અનેક પ્રકારનાં રૂપે ધારણ કરે છે; તે જ જીવ પાપના ઉદયથી તેથી ઊલટાં કુરૂપે ધારણ કરી કંગાળ જેવા દેખાય છે. પુણ્યના ઉયથી આ જીવ સુખી દેખાય છે; વળી, એકાદ પ્રતિકૂળ કર્મીના સપાટા આવે ત્યારે મહાદુ:ખી દેખાય છે. કેાઇવાર ખાળક જેવા થઈ રઝળે છે અને કાઈ વાર કામરસિક થઇ વિષયસેવન કરે છે; કાઇ વાર વિત્ત વગરનેા થઈ જાય છે અને કાઇ વાર સંપૂર્ણ વૈભવવાળા થાય છે; કોઈ વાર ઘરડાખખ થઈ જાય છે અને * વંશસ્થ અથવા વંશસ્થવિલ વૃત્તના દરેક ચરણમાં બાર અક્ષર હાય છે, वदंति वंशस्थविलं जतौ जरौ (५-७) Page #87 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૧૫ કોઈવાર બળવાન થઈ જાય છેઆવાં આવાં અનેક રૂપે વિચિત્ર કર્મોને વશ થઈને આ જીવ ધારણ કરે છે, સંસાર-રંગભૂમિ ઉપર અનેક પ્રકારના ખેલ ભજવે છે અને કાળ આવે ત્યારે યમરાજાની રાજધાનીના પડદામાં પ્રવેશ કરે છે; વળી પાછે સારા કે ખરાબ બીજે વેશ ધારણ કરે છે, એવી રીતે અનેક વાર રખડપટ્ટી કર્યા કરે છે. આખો વખત મન, વચન, કાયાના વ્યાપારમાં મસ્ત રહી વિષયકષાયને આધીને થાય છે અને છેડે સમય પણ સ્થિરતા પામતો નથી. કષાયાદિકમાં પ્રવૃત્તિ કરતી વખતે તે તન્મય થઈ જાય છે અને જાણે પોતે કષાયમય જ હોય એ દેખાવ આપે છે, આવી અનેક હાડમારી આ જીવ ભેગવે છે અને તે હાડમારીને સુખ માને છે. આવી દોડાદેડમાં સુખ હોય કે નહિ તે કહેવા કરતાં માની લેવું જ યુક્ત છે, કારણ કે નિરાંત વગર સુખ હોય જ નહિ,માથે દુઃખની તરવાર લટકતી હોય ત્યાં સુખ હોય જ નહિ આ સંસારી જીવનું સુખ થયું. એનું ખરેખરૂં તાદામ્ય સ્વરૂપ ચિત્રપટ પર શ્રી ઉપમિતિભવપ્રપંચાના સુપ્રસિદ્ધ વિદ્વાન લેખક પૂજ્યપાદ શ્રી સિદ્ધર્ષિ ગણિએ આલેખ્યું છે, તે મનન કરવાથી આ યુક્તિનું રહસ્ય પ્રાપ્ત થાય છે. હવે બીજી બાજુએ સર્વ સુખદુઃખ પર માધ્યશ્ય દષ્ટિ રાખનાર, આત્મારામમાં રમણ કરનાર, દશ યતિધર્મોનું વહન કરનાર, પંચ મહાવ્રત પાલનાર, સાંસારિક સર્વ ઉપાધિઓથી દૂર રહેનાર, ખટપટને સ્વપ્નમાં પણ ખ્યાલ ન કરનાર, પવિત્ર જીવન વહન કરનાર શ્રી ગીમહાત્માઓ-મુનિ મહારાજાઓ કેવા પ્રકારનું સુખ અનુભવે છે તે જોઈએ. આપણે અગાઉ જોયું છે કે સુખ માન્યતામાં જ છે; પુદગલમાં નથી અને વાસ્તવિક સુખ તે સામ્યભાવમાં જ છે. ઉદાર ગીઓ, જેમનું વિસ્તારથી સ્વરૂપ નવમા શ્લોકમાં કહેવામાં આવશે, તેઓને સર્વ સંજોગોમાં આનંદ જ છે. તેઓ સુખથી રાજી થતા નથી, દુઃખથી ડરતા નથી, એટલું જ નહિ, પણ કર્મક્ષય નિમિત્તે દુઃખને આવકારદાયક ગણે છે. તેઓ જાણે છે કે સુખ પુણ્યપ્રકૃતિનો ઉદય છે. અને દુઃખ પાપપ્રકૃતિનો ઉદય છે. અને કર્મપ્રકૃતિ છે, ત્યાજ્ય છે અને તેમાં આનંદ કે શેક માનવે એમાં મૂર્ખતા જ છે. એવા મહાત્માઓને જે અંતર આનંદ થાય છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે, કારણ કે તેઓને દુઃખમાં પણ આનંદ જ છે. માનસિક ઉપાધિનો નાશ થાય છે કે તરત જ સર્વ પાર્થિવ પીડાઓને સ્વતઃ નાશ થઈ જાય છે. અને ઉદારચરિત ભેગીઓ તે સ્થિર મનોવૃત્તિ રાખી માનસિક ઉપાધિઓથી દૂર જ રહે છે અને તેના સંબંધમાં પણ આવતા નથી. એમને તૃણ ને સુવર્ણ સરખું છે. રાય-રંકમાં ભેદ નથી, નિંદા-સ્તુતિમાં દુઃખ કે આનંદ નથી, શત્રુ-મિત્ર પર સમભાવ છે અને રાજા જે દેખીતે તેમને વૈભવ લાગતો નથી, છતાં તેઓ રાજા જેટલે જ વૈભવ અનુભવે છે. એ સંબંધમાં આપણને સૂરિમહારાજ સ્વાનુભવથી સાક્ષી આપે છે. વળી, એ જ - આ આખા ગ્રન્થનું ભાષાંતર વિવેચન કરનારે તૈયાર કર્યું છે, અને ત્રણ ભાગે છપાઈ ગયું છે. એ ગ્રન્થ બહુ ઉપદેશક છે અને ખાસ વાંચવા ગ્યા છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભામાં એ લભ્ય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] અધ્યાત્મક૫મ [ પ્રથમ સંબંધમાં વિરક્ત ભાવનું સુખ અનુભવનાર અને સંસારને પણ અનુભવ લેનાર રાજષિ ભર્તુહરિ સંક્ષેપમાં કહે છે કે-- मही रम्या शय्या विपुलमुपधानं भुजलता, वितानं चाकाश व्यजनमनुकूलोऽयमनिलः । स्फुरदीपश्चन्द्रो विरतिवनितासङ्गमुदितः, सुख शान्तः शेते मुनिरतनुभूतिर्नुप इब ।। જેમ કઈ પુણ્યવાન પોતાની ઈચ્છાની તૃપ્તિથી સકળ અનુકૂળ સંગોમાં નિશ્ચિતપણે સૂવે છે તેમ ત્યાગી પુરુષે પણ સકળ ફલેશ-તાપને શમાવી સમાધિથી સૂવે છે. તે વખતે તેઓને પૃથ્વી સુંદર શય્યા છે, લતા જેવા તેના હાથ વિસ્તારવાળું ઓશિકું છે, આકાશ તેને ચંદરવો છે, અનુકૂળ પવન તેને પંખે છે અને ચંદ્ર તેને દેદીપ્યમાન દીવે છે તથા તે વિરતિ સ્ત્રીની સોબતમાં આનંદ માને છે. આવી રીતે સર્વ રાજ્યચિહનો તે મુનિ પાસે છે અને રાજા કરતાં પણ વધારે શાંતિથી તે સૂએ છે, કારણ કે તેની માનસિક સર્વ ઉપાધિઓ દૂર થયેલી હોય છે.” આવા જ કારણથી સંતપુરુષે વિપત્તિ માગી લે છે, કારણ કે સારા વખતમાં દુઃખ ભગવી લીધું હોય તે પછી અગવડ પડતી નથી અને બાંધેલાં દુઃખો એક વાર ભેગવવાં તે પડવાનાં જ, તેથી તેમાં તેને કાયરતા આવતી નથી. આવી રીતે સાંસારિક જી અને યતિના સુખની સરખામણી કરવામાં આવી છે, એ બને હકીકત હે આત્મા! તું ખાસ ધ્યાનમાં રાખજે ! (૭) સમતાસુખ અનુભવવાને ઉપદેશ विश्वजन्तुषु यदि क्षणमेकं, साम्यतो भजसि मानस ! मैत्रीम् । तत्सुखं परममत्र परत्राप्यनुषे न यदभूत्तव जातु ॥८॥ ( स्वाग तावृत्त) “હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરહિતચિંતારૂપ મિત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જેવું તે કદી પણ અનુભવ્યું હશે નહિ.” (૮) વિવેચન--સમતા સુખ એ અધ્યાત્મનું બીજ છે અને તે માટે સાદું દાંત બતાવ્યું; પરંતુ ખરેખરું સમતાસુખ જાણવાનું સાધન છે તેને અનુભવ જ છે, વથી તે બાબતમાં પ્રેરણા કરતાં કહે છે કે હે ભાઈ ! અમે સમતા-સુખનાં આટલાં બધાં વખાણ કરીએ છીએ, પણ એથી લાભ કેટલો થાય છે તે તને બતાવી શકતા નથી. રસાયણ ખાનારને પરિણામે લાંબા વખત સુધી અનેક લાભ થાય છે, પણ ખાધા સિવાય બોલવાથી તેનો લાભ સમજાવી શકાતે નથી, માટે તું જરા વખત સમતા રાખ. પરહિતનું ચિંતવન કરવું અને પરહિતના વિચારમાં પિતાની જાતના સુખને ભૂલી જવું-સ્વાર્થ ત્યાગ કર-એને મિત્રીભાવના કહે છે. એનું સવિસ્તર Page #89 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૧૭ સ્વરૂપે હવે પછી તેરમા શ્લોકમાં આપવામાં આવ્યું છે. એ મિત્રીભાવ બીજા જીવો પર તું એક ક્ષણવાર પણ રાખ. તેના પરિણામે તું એવું સુ-પુણ્ય બાંધીશ કે તેના વેગથી તને આ ભવ અને પરભવમાં અપૂર્વ સુખને અનુભવ થશે. અત્યાર સુધી તે પદ્દગલિક અને અનુભવ્યાં છે તેથી સુખ પણ તું તેમાં જ સમજે છે; પરંતુ જયારે આત્મિક સુખો અનુભવવા ગ્ય સુ-કર્મ—દળ તું ગ્રહણ કરીશ ત્યારે તને નવીન પ્રકારને જ આનંદ થશે. ગ્રંથકર્તા અત્ર બાળ અધિકારીઓને આશ્રયીને મૈત્રીભાવથી જે સામ્યસુખ પ્રાપ્ત થાય છે તેને પુણ્યકર્મ સાથે સંબંધ જોડે છે. આપણે એથી આગળ વધેલાને કહી શકીએ કે સમતાભાવ ભાવતી વખતે જે અપૂર્વ આનંદ થાય છે તે પણ અનિર્વચનીય છે. એના પરિણામે જે શુભ કમબંધ અથવા કર્મનિર્જરા થાય છે તે તે બાજુ ઉપર રાખીએ, પણ તે ભાવતાં જે માનસિક સંતેષ (Conscious satisfaction) થાય છે તે પણ મહાન છે, ભવ્ય છે, અલૌકિક છે, નૂતન છે, સર્વોત્તમ છે, અનનુભૂતપૂર્વ છે. સમતાથી સુખ થાય છે તે બીજાનું સુખ લઈને અથવા ઓછું કરીને થતું નથી, પણ સ્વસંપન્ન છે, સ્વસંપૂર્ણ છે, પરને ઉપકારી છે અને ઉભયને આનંદદાતા છે. પૌગલિક અને આત્મિક આનંદમાં આ મહાન તફાવત છે. આ સમતાથી થતે આનંદ અનુભવતી વખતે જ એવું સુખ આપે છે કે જેવું આ જીવે અગાઉ સાંસારિક પદાર્થોમાં અનુભવ્યું ન હોય. આ પ્રમાણે હોવાથી હે ભાઈ ! તું એક વાર સામ્યભાવ ધારણ કર, પછી તું તેનું સુખ જેજે. જે તને તેમાં કોઈ અપૂર્વતા માલૂમ પડે તે તે સુખને ફરી વાર અનુભવ કરવાનો વિચાર કરજે; પણ એક વાર તો અમારા આગ્રહથી જ તે રસ્તે પ્રયાણ કર. અમે (ગ્રંથકર્તાએ) એ સુખને સ્વાદ કેઈ કોઈ વાર ચાખ્યો છે અને તેથી તને ભલામણ કરીએ છીએ કે તારે સંસારમાં રહ્યા છતાં મોક્ષસુખની વાનગી ચાખવી હોય તે એ ઉત્તમ માર્ગ છે. (૮) સમતાની ભાવના (Ideal)-તેનું દર્શન न यस्य मित्रं न च कोऽपि शत्रु-निजः परो वापि न कश्चनास्ते । न चेन्द्रियार्थेषु रमेत चेतः, कषायमुक्तः परमः स योगी ॥९॥ (उपेन्द्रवज्रा) “જેને કઈ પણ મિત્ર નથી અને કોઈ પણ શત્રુ નથી, જેને કોઈ પિતાને નથી અને કઈ પારકે નથી, જેનું મન કષાય રહિત હેઈને ઈદ્રિયેના વિષયમાં રમણ કરતું નથી, તે પુરુષ મહાયોગી છે.” (૯). વિવેચન–જે યોગીનું દર્શન સાતમા લોકમાં કરાવવામાં આવ્યું છે તેનું સ્વરૂપ અત્ર બતાવે છે. સમતા ગુણ પ્રાપ્ત કરવાની ઈરછાવાળા પ્રાણીએ પિતાની સનમુખ આ શ્લોકમાં લખી છે તેવી ભાવના રાખવી જોઈએ. કેઈ એક ગુણ પ્રાપ્ત કરવો હોય તે પ્રથમ તેનું શુદ્ધ સ્વરૂપ સમજી બરાબર હૃદયમંદિરમાં તેનું સ્થાપન કરવું જોઈએ અને ત્યાર પછી કઈ પણ પ્રસંગ આવતાં અથવા ગમે તે કાર્ય કરતાં તેની ભાવના સમીપ જ રાખવી -૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૮] અધ્યાત્મક૯૫મ [ પ્રથમ જોઈએ. એ પ્રમાણે કરવામાં આવે તે જ ગુણપ્રાપ્તિ થાય છે, તે વગર ધ્યાન સ્થિર રહેતું નથી. અને સાધ્યની સ્પષ્ટતા ન હોય તે અસ્તવ્યસ્ત પ્રયાસે લગભગ નકામા જેવા થાય છે. ભાવનાનિશ્ચય થયા પછી તેવા થવાની ધારણા થાય છે અને તેવા થવાનો ધીમે ધીમે અભ્યાસ પાડતાં તેવા થઈ જવાય છે. ત્યારે સમતાની ભાવના કેવી હોવી જોઈએ, તે આપણે અત્ર જોઈએ. કોઈ પ્રાણી આ જીવને ગાળે આપે યા તેની નિંદા કરે ને કઈ તેની સ્તુતિ કરે, કેઈ તેને લાખો રૂપિયાનું નુકસાન કરે ને કે તેને કરોડોને ફાયદે કરી આપે, કેઈ તેને તિરસ્કાર કરે ને કેઈ તેને બહુમાન આપે, કે તેની સાથે લડાઈ કરવા તૈયાર થઈ જાય ને કેઈ તેની સાથે મિત્રી વધારવા ઈરછા રાખે–આવા આવા પરસ્પર વિરોધસૂચક દ્વિસંગ ગમે તેટલા કલ્પીએ તે સર્વમાં જેની મતિ એકસરખી જ રહે છે, જેને શત્રુ અને મિત્ર તુલ્ય છે, જે શત્રુતા અથવા મિત્રતાના કારણમાં સામા જીવને કાંઈ પણ દેશ સમજતો નથી, પરંતુ કર્માવૃત આત્મિક સ્વરૂપનું રટણ કરી તે દષ્ટિમાં જાતને લીન કરી દઈ સામા પુરુષ તરફ જરા પણ અપ્રીતિ લાવતા નથી તે પુરુષ ખરેખર યોગી છે જેને પિતાના કે પારકા કેઈ નથી, જેને પુત્ર કે અન્ય સરખા છે તે યોગી છે, જેને પાંચ ઇદ્રિના વિષયોમાં આસક્તિ નથી, જેને મદ બિલકુલ નથી, કષાયને અંશ જે જીવમાં આવિર્ભાવ પામતે નથી, વિકથાનું નામ જેની પાસે સંભળાતું નથી અને જે સર્વદા ધર્મજાગ્રત અવસ્થામાં રહે છે–આવા પુરુષ પરમાગી છે. ટૂંકમાં કહીએ તે, જે મહાત્મા સર્વદા વ્યવહારમાં માની લીધેલાં કાર્યોથી દૂર રહી પિતાનું શું છે તે ઓળખે છે અને ઓળખીને બેસી રહેતા નથી પણ તે અનુસાર વર્તન કરે છે, તે શુદ્ધ યોગી છે. તેમની કાયાની પ્રવૃત્તિ, વચનનો ઉચ્ચાર અને મનના વિચારે નિરંતર શુદ્ધ, જરૂર પડે ત્યારે જ વપરાશમાં આવનારા અને અતિશય સ્થિર હોય છે. આવા મહાત્મા જેવા થવાની ઈચ્છા રાખવી એ સર્વ મુમુક્ષુનું દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. પરમગી આનંદઘનજી મહારાજે શાંતિનું સ્વરૂપ બેધતાં, શાંત જીવનમાં ઘણા પ્રકારે લક્ષણે કહ્યાં છે, તેમાં નીચેનાં લક્ષણે અત્રે પ્રસ્તુત છે – માન અપમાન ચિત્ત સમ ગણે. સમ ગણે કનક પાષાણુ રે; વંદક નિંદક સમ ગણે, ઈસ્ય હેય તું જાણું રે. . શાંતિ૯ સર્વ જગજતુને સમ ગણે, સમ ગણે તૃણમણિભાવ રે; મુક્તિ-સંસાર બહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. . શાંતિ૧૦ આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે; અવર સવિ સાથ સંજોગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ૧૧ાા આવું સમતાવંત જીવનું સ્વરૂપ સંક્ષેપથી છે, એને વધારે વિસ્તાર આગમમાં છે, એમ યોગીશ્રી ભલામણ કરે છે. જુઓ વિસ્તાર માટે શાંતિજિન સ્તવન. આ ભાવના સમતાના અધિકારી જી એ નિરંતર હૃદય સન્મુખ રાખવી. (૯) Page #91 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા સમતાનાં અગા : ચાર ભાવ भजस्व मैत्रीं जगदंगिराशिषु, प्रमोदमात्मन् ! गुणिषु त्वशेषतः । भवादिनेषु कृपारसं सदा - प्युदासवृत्तिं खलु निर्गुणेष्वपि ॥ १० ॥ ( वंशस्थवृत्त) “ હું આત્મા ! જગતના સર્વ જીવા ઉપર મૈત્રીભાવ ધારણ કર, સર્વ ગુણવાન પુરુષા તરફ સંતાષર્દષ્ટિથી જે; ભવ(સ'સાર)ની પીડાથી દુ:ખી થતાં પ્રાણીઓ ઉપર કૃપા રાખ અને નિણી પ્રાણીઓ ઉપર ઉદાસવૃત્તિ-માધ્યસ્થ્યભાવ રાખે.” (૧૦) [ ૧૯ વિવેચન—સમતાની ભાવનાનુ` સ્વરૂપ કહી તે લક્ષ્યમાં રાખવા જણાવ્યું. હવે સમતા પ્રાપ્ત કરવા માટે અનેક સાધના છે તે મતાવે છે. સાધના અનેક પ્રકારનાં હાય છે. પેાતાના સંચાગેા પ્રમાણે કયુ' સાધન અનુકૂળ આવશે તે મુમુક્ષુ પ્રાણીએ વિવેકદૃષ્ટિથી વિચાર કરીને સમજી લેવું. એક જીવને જે અહુ લાભ કરનાર સાધન હોય છે, તે બીજા જીવના માનસિક બધારણ અને વિકાસના પ્રમાણમાં તેટલું જ ઉપકાર કરનારું નીવડતું નથી; તેથી એ સંબંધમાં એક સામાન્ય નિયમ બાંધવા કરતાં સમતા પ્રાપ્ત કરવાનાં અનેક સાધના બતાવવાં અને તેમાંથી પેાતાને ચાગ્ય પસંદગી આ જીવે કરી લેવી એ વધારે સરળ માર્ગ છે, એમ ધારી આ ગ્રંથમાં તેનાં અનેક સાધના બતાવ્યાં છે. લગભગ બધા જીવા પર એક સરખા ઉપકાર કરનાર સાધન ચાર ભાવના ભાવવી તે છે. એ ભાવના એવી ઉત્તમ છે કે, પાંચમા શ્ર્લેકમાં બતાવ્યા પ્રમાણે, તે દુર્ધ્યાનને આવવા દેતી નથી. એ ચાર ભાવના તે આ શ્લાકમાં બતાવ્યા પ્રમાણે મંત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય છે. એનુ વિસ્તારથી સ્વરૂપ તેરથી સાળ ક્ષેાકમાં હવે પછી બતાવવામાં આવશે. એ સાધન તરફ ધ્યાન ખેંચી, તે જ ત્રિષય પર હવે વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. અત્ર પ્રથમ શ્લાકના વિવેચનમાં જણાવ્યુ છે તે પ્રમાણે ઉદ્દેશ-નિર્દે શરૂપમાં પુનરાવૃત્તિદોષની શંકાના સદ્ભાવ જ નથી. (૧૦) ચાર ભાવનાનુ` સંક્ષિપ્ત સ્વરૂપ मैत्रीं परस्मिन् हितधीः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः । कृपा भवा प्रतिकर्तुमीहो - पेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ ११ ॥ “ બીજા સર્વાં પ્રાણીઓ ઉપર હિત કરવાની બુદ્ધિ તે (પ્રથમ ) મૈત્રી ભાવના; ગુણુના પક્ષપાત તે ( બીજી) પ્રમાદ ભાવના; ભવરૂપ વ્યાધિથી હેરાન થતા પ્રાણીઓને ભાવ-ઔષધથી સારું કરવાની ઈચ્છા તે (ત્રીજી ) કૃપા ભાવના; ન ટળી શકે તેવા દાષવાળા પ્રાણી ઉપર ઉદાસીન ભાવ તે (ચાથી ) માધ્યસ્થ્ય ભાવના.” (૧૧) * સૌંસાર અથવા કર્મ. એથી ભાવધ્યા અને દ્રવ્યયા બન્નેના અત્ર સમાવેશ થાય છે. ( उपजाति ) Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ ઉક્ત ચાર ભાવનાઓનુ હરિભદ્રસૂરિષ્કૃત તુય ધાડશકાનુસાર સ્વરૂપ परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥ १२ ॥ ( आर्यावृत्त) "C ( આત્મ વ્યતિરિક્ત ) ખીજા' પ્રાણીએનુ' હિત ચિતવવુ તે મૈત્રી ભાવના; પારકાં દુઃખાના નાશ કરવાની ઈચ્છા અથવા ચિંતા તે કરુણા ભાવના; ખીજાઓનાં સુખને જોઈ આનન્દ્વ પામવા તે પ્રમાદ ભાવના અને બીજાના દોષોની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા ભાવના.” (૧૨) હવે તે દરેક ભાવનાનું સ્વરૂપ કલિકાલસર્વાંત્ત શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત શ્રી યાગશાસ્ત્ર અનુસારે ખતાવવામાં આવે છે. પ્રસંગાપાત્ત અન્ય ગ્રંથાથી એ ભાવનાનું સ્વરૂપ વધારે સ્પષ્ટ કરવાના પ્રયાસ પણ વિવેચનમાં કર્યાં છે. પ્રથમ મૈત્રી ભાવનાનું સ્વરૂપ मा कार्षीत्कोपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । મુખ્યતાં ગાજ્યેષા, મતિમંત્રી નિતે ॥ ૨ || (અનુષ્ટુપ્) “ કાઈ પણ પ્રાણી પાપ કરશ નહિ, કાઈ પણ જીવ દુઃખી થાઓ નહિં, આ જગત કથી મુકાઓ : આવી બુદ્ધિને મૈત્રી કહે છે.” (૧૩) વિવેચન—પાંચમા શ્ર્લાકમાં જે ભાવના-ઔષધિ લેવાનુ` સૂચન કર્યુ” છે તે ભાવનાઓ પૈકી કેટલીક ભાવનાનું સ્વરૂપ હવે મતાવે છે. બાર ભાવના સંસારનું સ્વરૂપ પ્રકટ કરે છે, જ્યારે ચાર યાગની ભાવના ( મૈગ્યાદિ) ખીજા જીવા તરફ કેવા પ્રકારનું વર્તન રાખવુ. તેના યથાસ્થિત ખ્યાલ આપે છે. પ્રથમ મૈત્રી ભાવના ( Universal Brotherhood ) બહું અગત્યના વિષય છે. જમાનાની વિચિત્રતાને લીધે આ ઉત્કૃષ્ટ ચારે ભાવનાએ નાશ પામતી જાય છે. તેને ભાવનારાઓ માલૂમ પડતા નથી, બહુ એછા જણાય છે. જ્યારે ચારે ભાવનાનું સ્વરૂપ ખરાખર સમજવામાં આવશે ત્યારે પ્રત્યેક ભાવના કેટલી મહત્ત્વની છે અને વ્યવહારનાં માની લીધેલાં કર્તવ્યાથી કેટલી મહાન ભૂમિમાં ઉડ્ડયન કરે છે એ જણાશે. એમાં સ્વાર્થીપણાના નાશ પ્રત્યક્ષ જોવામાં આવશે. મૈત્રી ભાવનાનું સ્વરૂપ બાંધતાં શ્રી હેમચંદ્રાચાય કહે છે કે - કોઈ પણ પ્રાણી પાપ કા નહિ ’ એવી બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. કોઇ પણ પ્રાણી પાપ કરા નહિ એવી ઈચ્છા જ્યારે થાય ત્યારે પાપનાં કારણેા બીજા પ્રાણીઓ પ્રાપ્ત ન કરે એવા સરળ વ્યવહાર શેાધી આપવાની સામાન્ય બુદ્ધિ થાય છે અને ખાસ કરીને પાતે તા પાપ કરતા જ નથી. આવી રીતે નવીન ક બંધ થતા નથી, અને, તે ઉપરાંત, શુભ પ્રયાસથી નિર્જરા અથવા શુભ કર્માંધ થાય છે આ પ્રથમ લક્ષણુમાં સ્વાર્થના ત્યાગ પ્રત્યક્ષ છે. · બીજા કોઈ દુઃખી ન થાઓ' એવી બુદ્ધિ રાખવી એ મૈત્રીભાવ છે. આ વિચાર મનની Page #93 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ] ૨૧ સમતા મહાન વિશાળતા ખતાવે છે. ઘણુા જીવા અથવા તા પ્રાયે સર્વ જીવા પેાતાના સુખની દરકાર રાખે છે, પરંતુ બીજા જીવાનું શું થતુ. હશે તે જોવાને કે જાણવાને ઊભા પણ રહેતા નથી. વિશાળ દુનિયાના સર્વ જીવા તરફ મૈત્રીભાવ કરનાર સર્વને સુખી જોવામાં રાજી થાય છે અને પોતે તે કોઈ જીવને કાઈ પણ પ્રકારનું દુ:ખ આપતા જ નથી ‘ આ જગત કર્યાંથી મુકાઓ ’ આવી બુદ્ધિ પણ એ જ વિશાળ મનેારાજ્યમાંથી નીકળે છે, પારકાના હિતનું ચિંતવન કરવુ' એ મત્રીભાવ છે. તીર્થંકર મહારાજને વીશ સ્થાનક તપ કરતાં એવી ઇચ્છા થઈ જાય છે કે “સિવ જીવ કરુ. શાસનરસી, એસી ભાવદયા મન ઉદ્ધૃસી”, અને આ ઉત્કૃષ્ટ ભાવદયાને પરિણામે તી કરનામકર્મના અધ કરે છે. સર્વ જીવા જો શાસનમાં જોડાઈ જાય તા પછી તેઓને આ ભવ-જ જાળ મટી જાય અને તેઓનાં મહાદુ:ખાને પણ નાશ થાય એવી પરાર્થ સાધવાની ઉત્તમ વૃત્તિ થતાં જ સાભૌમ કે દેવેદ્ર પણ જેને નમસ્કાર કરે છે એવું મહાન તીર્થ કરપદ પ્રાપ્ત કરે છે, એથી મૈત્રીભાવ ભાવતાં મન કેટલું સમતામાં સ્થિર થતું હશે તે ખરાખર સમજાય છે. મૈત્રીભાવ ભાવનાર પ્રાણી બહુધા પોતાના સુખના બહુ વિચાર કરતા નથી. હરિભદ્રસૂરિ મહારાજ કહે છે તેમ, ‘પરહિતચિંતા મૈત્રી ’એ ખરાખર સૂત્ર છે. પેાતાના સ્વાના વિચાર કરવા કરતાં પરહિતચિંતવનમાં અપૂર્વ આનંદ થાય છે અને તેથી સ્વહિત તે સ્વાભાવિક રીતે સિદ્ધ થઈ જ જાય છે. આખી દુનિયાને પેાતાના અધુ તરીકે માનનારને મનમાં એવા તા પ્રેમ આવે છે કે પ્રેમથી જ તે મેાક્ષ પ્રાપ્ત કરે છે. આવા જીવના ઉચ્ચાર અને વિચાર પણુ અનુકરણ કરવા ચેાગ્ય હાય છે. તેના સહેજ ખ્યાલ આપતાં ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ શાંતસુધારસમાં કહે છે કે:-~~ या रागदोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु सर्वत्र सर्वे सुखिनो भवन्तु || રાગ, દ્વેષ વગેરે વ્યાધિઓ જે પ્રાણીનાં મન, વચન, કાયાના શુભ યાગાને નાશ કરે છે તે સવ* પીડાએ શમી જાએ, એટલે સવ પ્રાણીઓ વીતરાગ થઈ જાઓ, સર્વ પ્રાણીઓ ઉદાસીન રસ પીએ અને સ ઠેકાણે સર્વ પ્રાણીએ સુખી થાએ!” આખી દુનિયાનાં સર્વ પ્રાણીઓ સુખી થાએ એમ કહેવામાં નથી રાખ્યા જ્ઞાતિભે કે નથી રાખ્યા ધનવાન-ગરીબના ભેદ; નથી રાખ્યા. સપ્રદાયભેદ કે નથી રાખ્યા સેવ્યસેવકભેદ નથી રાખ્યા વખાણુ કરનાર કે નિંદા કરનારના ભેદ્ર કે નથી રાખ્યા-સ્થાન–સ્થળ કે ભૂમિના ભેદ; આખા વિશ્વ ઉપર એકસરખી દૃષ્ટિ થાય એ મૈત્રીભાવનુ ઉત્કૃષ્ટ લક્ષણ છે. શ્રી બૃહત્ક્રાંતિમાં નગરવાસીને, આખા શ્રીસ'ધને, લેાકેાને, રાજાને અને સ જનેાને શાંતિ * વચનમાં પ્રાધાન્ય કરુણાભાવને છે અને સર્વાં જીવા તરફ તે લંબાય છે, તેથી જ અત્ર તે પ્રસ્તુત છે. એના મુખ્ય વિષય કૃપાભાવનાના જ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ ઇત્યાદિ ઈચ્છા બતાવી છે અને પ્રાંતે આપેલુ' આશીવચન પણ એવો જ ગભીર ધ્વનિ બતાવે છે— થા शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥ << આખા જગતનું કલ્યાણ થાએ ! સર્વ પ્રાણીએ પારકુ હિત કરવામાં તત્પર થાઓ ! સર્વ દોષો નાશ પામી જાએ! સર્વ જગાએ પ્રાણીઓ સુખી થાઓ!” કેવા વિશુદ્ધ અને મહાન અંત:કરણમાંથી આ ભાષા નીકળે છે! એ ખેલનારને પવિત્ર કરે છે, એટલું જ નહિ, પણ સાંભળનારને પણ પવિત્ર રહેવાના વિચાર કરાવી દે છે. ઉપર લખેલી ગાથાથી જેવા ધ્વાન પાક્ષિક પણિમાં નીકળે છે તેવો જ મહાન ધ્વનિ નિત્ય અનુષ્ઠાનમાં શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રમાં-પણ ખતાવવામાં આવ્યેા છે. જીએखामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूपसु, वेरं मज्झं न केणई ॥ જીવોને ખમાવું છુ. અને તે મને ક્ષમા કરે એમ ઈચ્છુ છું. મારે છે અને કાઈ સાથે વૈર-વિરાધ નથી.” એટલે ‘હું સ સજીવો સાથે મૈત્રી આવી રીતે ત્યાગ અને ગ્રહણુ બન્ને રીતે મૈત્રી ભાવના ઉત્કૃષ્ટ રીતે ભાવવાની આવશ્યકતા છે. Forbear and Forgive ખમીએ ને ખમાવીએ એ જૈન શાસ્ત્રની શુદ્ધ નીતિ છે, એમાં સામા માણસ ક્ષમા કરશે કે નહિ એ જોવાનું નથી. માન તજી ખમાવનાર તે સર્વથા આરાધક થાય છે. ક્ષમા ગુણુ આદરતાં ક્રોધના સર્વથા ત્યાગ કરવો પડે છે અને વૈર-વિરાધનું તેા નામ પણ લેવામાં આવતું નથી. નિત્ય અનુષ્ઠાનમાં વૈરભાવ ત્યાગ કરવાના જે ઉપદેશ છે તે ભાવનુ સમર્થન કરતાં શાંતસુધારસકાર કહે છે કે— सर्वत्र मैत्रीमुपकल्पयात्मँश्चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । किनिस्थायिनि जीवितेऽस्मिन् किं खिद्यसे वैरिधिया परस्मिन् ? || “ હે આત્મન્ ! તું સર્વ સ્થાનકે મૈત્રી કલ્પી લે અને આ જગતમાં તારા કાઈ પણ શત્રુ છે એમ ચિંતવીશ નહિ. હે ભાઇ ! તું તે અહી કેટલા દિવસ બેસી રહેવાના છે, કે નાહક બીજા ઉપર વેર રાખીને ખેદ પામે છે?” અહી થાડા વખત રહેવુ છે અને પછી બધું અત્ર મૂકીને ચાલ્યા જવુ' છે ત્યારે ખેઢ શા માટે કરવા ? કેાના ઉપર કરવો ?–આવી બુદ્ધિ ક્ષમા રાખવાથી પ્રાપ્ત થાય છે અને તેથી મત્રી ભાવનાનુ એક અંગ ક્ષમા છે. એટલા માટે પુણ્યપ્રકાશના સ્તવનમાં તે જ મહાત્માએ કહ્યુ છે કે- સર્વ મિત્ર કરી ચિંતવા સાહેલડી રે, કૈાઇ ન જાણેા શત્રુ તે; રાગદ્વેષ એમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર તેા. ક્ષમા રાખનાર, ઉત્કૃષ્ટ મત્રી ભાવ રાખનાર, બૈરી ઉપર પણુ સમભાવ રાખનાર ગજસુકુ Page #95 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૨૩ માળ, મેતા ખંધક મુનિ, ચિલાતીપુત્ર, વીર પરમાત્મા, અચંકારી ભટ્ટા વગેરે અનેક દષ્ટાંતે શાશ્વપ્રસિદ્ધ છે. શ્રી વીર પરમાત્માને તો પિતાને દુઃખ દેનાર દુઃખી થશે એ વિચારથી નેત્રમાં આંસુ આવી ગયાં. મિત્રી ભાવનાનું આ ઉત્કૃષ્ટ દષ્ટાંત છે. પંડિત પુરુષ આત્મવત્ત સર્વપુ સર્વ પ્રાણીઓને પોતાના આત્મા જેવા જાણી તેને કોઈ પણ પ્રકારનું દુઃખ દેતા નથી, એટલું જ નહિ પણ બીજાના દુઃખે દુઃખી થાય છે અને બીજાને દુઃખમાંથી દૂર કરાવવા માટે પોતાની પાસે જે કાંઈ હોય તેનો વ્યય કરવામાં આંચકો ખાતા નથી અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - अष्टादशपुराणानां, सारासारः समुद्धृतः । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥ “સર્વ શાને-અઢાર પુરાણો–ખેંચી કાઢેલ સાર એ જ છે કે પરોપકાર (પાસ્કાનું ભલું કરવું) એ જ પુણ્ય અને પરને પીડા કરવી એ જ પાપ.” અને તેથી ઉપરના સતાં વિમૂત: સજજન માણસને જે માનસિક, શારીરિક કે આર્થિક સંપત્તિ પ્રાપ્ત થાય છે તે હંમેશાં બીજા પર ઉપકાર કરવા માટે જ હોય છે, તેઓ ધનથી મોજશોખ માણતા નથી કે સ્થળ વિષયસુખમાં આનંદ પામતા નથી, પણ બીજા જીવને સુખી કરવા અને તે માટે પોતાનું દરેક પ્રકારનું સંપત્તિબળ વાપરવું એ જ સંપત્તિપ્રાપ્તિનો હેતુ સમજે છે. મિત્રીભાવ સર્વ પ્રાણુઓ ઉપર રાખવે, પિતા ઉપર ક્રોધ કરનાર તરફ પણ તે જ ભાવ રાખો અને કદી રાખી ન શકાય તે બીજા પર ગુસ્સે ન થતાં પિતાથી કમસ્થિતિ વિચારી તેના પર જ ખેદ કરો અને નવીન કર્મબંધ તેવા પ્રકારનો ન થાય તે માટે જાગૃતિ રાખવી. મિત્રીભાવ રાખવાનું અનેક શાસ્ત્રકારો કહે છે, પરંતુ જૈન શાસ્ત્રકારની વિશેષ ખૂબી એ છે કે તેમને મિત્રીભાવ પોતાના ધર્માનુયાયીઓમાં જ પર્યાપ્ત થતો નથી, પરંતુ તે આખી દુનિયામાં સર્વ મનુષ્ય તરફ એકસરખી રીતે લાગુ પડે છે અને તેમાં વર્ણ, જ્ઞાતિ કે ધર્મને ભેદ નથી; એટલું જ નહિ પણ તે તિર્યંચ-જનાવરે, પક્ષીઓ તથા જળચર-તરફ પણ પોતાને રક્ષણશીલ હાથ લંબાવે છે; એથી પણ આગળ વધીને તે એ કેન્દ્રિય, દ્વીદ્રિય, ત્રિક્રિય અને ચતુરિંદ્રિય સુધી પણ જાય છે. નાનામાં નાના જીવને કઈ પણ પ્રકારનું દુઃખ દેવું એ મિત્રીભાવથી વિરુદ્ધ છે અને પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ તરફ વધારે લાગણી રાખવી એવો સાથે સાથે ઉપદેશ છે. જૈન શાસ્ત્રકારો વર વિરોધ શમાવવાને ઉપદેશ આપે છે, તે મિત્રીભાવનું કારણ છે; પણ તેનું સાધ્યબિંદુ તો સર્વ જીવો તરફ હિતબુદ્ધિ રાખવામાં છે અને તેથી જ વસિસ એ ગાથા કહેવામાં આવી છે. આ મિત્રીભાવ સમતાનું અંગ છે અને વધારે વિસ્તારથી જેમ જેમ તેના પર વિચાર કરવામાં આવે છે તેમ તેમ તે ગુણના વિષયનું ક્ષેત્ર વધારે વિસ્તીર્ણ થતું જાય છે. તે સાથે આનંદમાં પણ તે તે જ પ્રમાણમાં વધારો બતાવ્યા કરે છે. એ ગુણની Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ ભાવના બરાબર સમજી મનન કરવાથી અનેક પ્રકારના લાભ થવાનો સંભવ છે એમ અનુભવીઓ કહી ગયા છે. (૧૩) દ્વિતીય અમેદ ભાવનાનું સ્વરૂપ — अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । "પુ પક્ષો વા, સ પ્રમોદ્રા પ્રવેશોત્તર | ૪ | (અનુષ્ટ્ર) જેમણે સર્વ દોષ દૂર કર્યા છે અને વસ્તુતત્વને જેઓ જોઈ રહ્યા છે તેઓના ગુણ ઉપર પક્ષપાત તે પ્રમાદ ભાવના કહેવાય છે.” (૧૪) વિવેચન–જે મહાન પુરુષે એ પિતાના સર્વદને મહાન પ્રયાસ કરીને દૂર કર્યા છે, એટલે જેઓના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે મહાન દોષનો નાશ થઈ ગયો છે અને જે વસ્તુસ્વરૂપ બરાબર સમજે છે, એવા મહાત્મા પુરુષના ગુણ તરફ બહુમાન રાખવું તે પ્રમોદ કહેવાય છે. અનેક ઉપસર્ગ સહન કરી, આત્મવીર્ય ફેરવી દુનિયામાં જે અસાધારણ સદગુણ કહેવાય તે પ્રાપ્ત કરનારા શ્રી વીતરાગ મહારાજાઓને ધન્ય છે! તેઓશ્રીએ પિતાનાં સર્વ કર્મોને ક્ષય કરી જિનનામને સિદ્ધ કરી બતાવ્યું છે. વળી, આ દુનિયામાં અનેક સાધુ-મહાત્માઓ થઈ ગયા છે, જેઓએ પાપકાર માટે પિતાના પ્રાણની પણ દરકાર કરી નથી. દુનિયા ઉપર ઉપકાર કરવાના હેતુથી અનેક ગ્રંથ લખી, ઉપદેશ આપી વસ્તુસ્વરૂપનું ભાન કરાવ્યું છે અને તે માટે તેઓએ પિતાના નામની કાંઈ પણ દરકાર કરી નથી. વળી, અત્યારે પણ અનેક સાધુ-મુનિરાજો ઉપદેશ દઈને અન્ય જીવો ઉપર ઉપકાર કરી રહ્યા છે અને પિતાના કર્મને ક્ષય કરવામાં પણ અસાધારણ પ્રયાસ કર્યા કરે છે. એવા સાધુઓને ખરેખર ધન્ય છે! દૌર્યગુણ રાખી પિતાનાં સ્થિતિ અને સંગ અનુસાર ધર્માનુષ્ઠાન અને પરોપકાર કરનારા આનંદ, કામદેવ વગેરે શ્રાવકે અને સ્ત્રી જાતિને પ્રશંસાપાત્ર કરનાર સુલસા વગેરે શ્રાવિકાઓ, જેમને શ્રી વીર પરમાત્મા પણ ધર્મલાભ કહેવરાવતા હતા, એવાં શ્રાદ્ધરત્નને ધન્ય છે ! સંતેષ, સત્ય, અનુકંપા, નમ્રતા, વિનય, દાક્ષિણ્ય, દાન વગેરે અનેક ગુણોથી અલંકૃત નરવીરો બહ થઈ ગયા છે અને કઈ કઈ અત્યારે પણ પૃથ્વીને શેભાવે છે, એ સર્વને ધન્ય છે ! મહાત્મા પુરુષોનાં ચરિત્ર અથવા જીવનવૃત્તાંતે વાંચી અથવા સાંભળી મનમાં તેઓના ગુણ માટે બહુમાન લાવવું એ પ્રમોદ ભાવના છે. એક ગુણ જે સર્વાશે પ્રાપ્ત કરવામાં આવે તે સર્વ ગુણે તેની પછવાડે શ્રેણીબદ્ધ આવી જાય છે એ સિદ્ધ નિયમ છે. અને ગુણ પ્રાપ્ત કરવાનો સિદ્ધ ઉપાય એ છે કે જે મહાત્મા પુરુષોએ તે ગુણે પ્રાપ્ત કર્યો હોય તેઓની ભાવના શુદ્ધ સ્વરૂપમાં હૃદયમાં ગોઠવવી. એવી રીતે ભાવના રાખવાથી ગુણ પર રાગ થાય છે અને તે ગુણે ન હોય તે પ્રાપ્ત કરવા ઈરછા થાય છે, અને જરા વીર્ય ફેરવવાથી તે બહુમાનની લાગણી અથવા મનને આનંદ, સરદારી, Page #97 -------------------------------------------------------------------------- ________________ અધિકાર સમતા [૨૫ ગુણ પ્રાપ્ત પણ થાય છે અને ભાવના ભાવતી વખતે જે તે ગુણે પોતામાં હોય છે તે તે ગુણે વિશેષ સ્વચ્છ બને છે. અમુક પ્રાણીને બહુમાન મળે છે એ જોઈ અસંતોષ ન લાવ અથવા તેના તરફ ઈર્ષ્યા ન કરવી; પરંતુ તેનો ગુણેકર્ષ કરવો એ જ ગુણ પ્રાપ્ત કરવાનું સાધન છે. આવી રીતે વિચાર કરીને તીર્થકર મહારાજને મૈત્રીભાવ, ગજસુકુમાળાદિકની ક્ષમા, વિજય શેઠનું બ્રહ્મચર્ય, શ્રીપાળ રાજાનું દાક્ષિણ્ય, સીતાનું સતીત્વ અને રેવતીને ભક્તિભાવ વગેરે તરફ ધ્યાન આપવું અને સ્તુતિ યોગ્ય ગુણોની અને ગુણવાની પ્રશંસા કરી જિલ્લાની અને કાનની અનુક્રમે ગુણાનુવાદ અને ગુણશ્રવણથી સફળતા કરવી. તત્ત્વાર્થભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ લખે છે કે “અયુત્થાનાદિક વિનય, વંદન, સ્તુતિ, પ્રશંસા, વિયાવચ્ચ ઈત્યાદિકે કરીને સમ્યફવ, જ્ઞાન, ચારિત્ર અને તપસ્યાથી વિશિષ્ટ મનુષ્યમાં બીજાઓએ તથા પોતે કરેલી પૂજાને લીધે થયેલ મનને આનંદ જે સર્વ ઇક્રિયા દ્વારા જણાઈ આવે તે પ્રમોદ ભાવના.” પ્રમોદ ભાવનાની આ વ્યાખ્યામાં પણ મનને આનંદ જ પ્રધાન ભાગ લે છે, પરંતુ વિશેષમાં અત્ર વર્તન પણ સાથે જ ગણવામાં આવ્યું છે. સાધુ (ઉત્તમ) પુરુષોના નામનું તથા ગુણનું માત્ર સ્મરણ કરવાથી પણ અનેક લાભ થાય છે, અને જે કર્મનું સ્વરૂપ સમજે છે, તેઓ જાણે છે કે અમુક સ્મરણથી તેને દઢ સંસ્કાર થઈ જાય છે, તે પછી ગત્યંતરમાં પણ સ્મરણને વિષય ગુણ જરૂર પ્રાપ્ત થાય છે. આવી રીતે પ્રમાદ ભાવનાથી આ ભવ અને પરભવમાં બહુ લાભ થાય છે. કેઈની નિંદા કરતી વખતે એક જાતને માનસિક ક્ષેભ થાય છે, તેનું તે અત્ર દર્શન પણ થતું નથી અને ઊલટું પ્રમોદભાવ ભાવતી વખતે જ અપૂર્વ આનંદ થાય છે. સમતાભાવનું એ જ લક્ષણ છે કે તે કરતી વખતે જ નૂતન આનંદ થાય છે અને તે અનુભવથી જ ખરેખરો સમજાય છે. આ પ્રમાદ ભાવના સમતાનું અંગ છે અને એને ભાવવામાં કોઈ પણ જાતને બાહ્ય પ્રયાસ કરવો પડતો નથી. (૧૪) તૃતીય કરુણું ભાવનાનું સ્વરૂપ दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम् । પ્રતિભાવપરા શુદ્ધિ, વાધ્યમથી તે છે : . (ગુરુ) “અશક્ત, દુઃખી, ભયથી વ્યાકુળ થયેલા અને જીવિતવ્યને યાચનાર પ્રાણીઓ ઉપર તેઓનું દુઃખ ટાળવાની જે બુદ્ધિ તે કરુણા ભાવના કહેવાય છે.” (૧૫) વિવેચન–અનેક સંસારી જી ધન પ્રાપ્ત કરવાના ઇરાદાથી જંગલે જંગલ અથવા દેશ-પરદેશ ફરે છે, પારકી સેવા કરે છે, અનેક કષ્ટ સહન કરે છે અને આવી રીતે લક્ષમી મેળવી વળી પાછે તેને દુરુપયોગ કરી હેરાન થાય છે. લક્ષમી પ્રાપ્ત કરતી વખતે અનેક રીતે દુઃખી થાય છે, તેનું રક્ષણ કરવામાં તેથી પણ વધારે દુઃખી થાય છે, મુંબઈ બેન્કના - અ. ૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] અધ્યાત્મકલ્પમ [ પ્રથમ ભયાની પેઠે લક્ષ્મી ઉપર ચેકી કર્યા કરે છે, તેના વ્યયમાં પણ અનેક રીતે દુઃખી થાય છે, ઉડાઉ માણસ મજશેખથી શરીર બગાડે છે, કંજૂસ માણસ બળી બળીને મનને અને મગજને ખાલી કરે છે અને અતિ-વિષયી માણસ વ્યાધિથી દુઃખી થાય છે. વળી, લક્ષ્મી ઉપર દુમન-ચેર તે હંમેશાં ઊભા જ છે. મનુષ્યને માથે રેગ, ભય, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે શત્રુઓ તો નિરંતર જાગતા જ છે અને તે હંમેશાં દુઃખ આપ્યા કરે છે. ઈતિહાસમાં ભૂમિ ખાતર અનેક રાજાએ લડાઈ કરતા અને હજારો સેનાનીઓ લેહી રેડતા વાંચવામાં આવ્યા છે. મત્સરથી કેસ લડી હજારો-લાખોના ખરચમાં ઊતરી જઈ વખત અને પૈસાને નાશ કરનારા સાંભળ્યા છે; લોભથી અનેક પ્રકારનાં અપ્રામાણિક આચરણ અને હલકા પ્રકારના કાવાદાવા કરનારા પ્રાણીઓ અવલોકન-પથમાં આવ્યા છે, કેટલાક પ્રાણીઓ પાંચ ઈદ્રિયોના વિષયે ભેગવવામાં તલ્લીન થઈ સંસારમાં રાયમાગ્યા રહે છે, એમ દષ્ટિપથમાં આવ્યું છે, કેટલાક પ્રાણીઓ મહા-પાપબંધ કરી અધોગતિમાં જવા ગ્ય કાર્યવ્યવહાર બતાવી તેઓના સંબંધમાં વિચાર કરનારને પણ મહા-ફલેશ કરાવનારા તરીકે અનુભવ્યા છે. આવી રીતે આખું જગત દુઃખથી વ્યાપ્ત છે. કેઈ શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ ઓળખવાની દરકાર કરતા નથી અને અનાદિ મિથ્યાત્વમાં સબડી રખડ્યા કરે છે, કેઈની મગજશક્તિ, સમજણ કે વિચારશક્તિ જાગૃત થઈ શકે તેવી હોય છતાં પણ હિતોપદેશ સાંભળતા નથી, અને સાંભળીને તે પર વિચાર પણ કરતા નથી. આમ અનેક રીતે દુઃખી હોય છે, દુઃખી દેખાય છે, અથવા ભવિષ્યમાં દુખી થવાના એવી પ્રતીતિ થાય છે. આવા પ્રકારના પ્રાણીઓ તરફ કરુણ લાવવી–દયા લાવવી–તે કરુણું ભાવના અથવા કૃપા ભાવના કહેવાય છે. દુઃખ અનેક પ્રકારનાં છે, તેનું લિસ્ટ આપવું અશક્ય છે, તેમ જ જરૂરનું પણ નથી. એ સર્વ દુઃખો માનસિક અને શારીરિક બે પ્રકારનાં હોય છે. બીજી રીતે એને પરકૃત, સ્વકૃત અને ઉભયકૃત એવો પણ વિભાગ થઈ શકે છે. આવાં અનેકરંગી દુઃખમાંથી છોડાવવાની બુદ્ધિને ત્રીજી ભાવના કહી છે. એ ભાવના ભાવતી વખતે વૃત્તિ બહુ નિર્મળ થાય છે. મહાત્મા સાધુઓ અને બીજા અનેક માણસે એક પૈસાની પણ અપેક્ષા વગર આ જગતના પ્રાણુઓને ભવ-બંધનથી છોડાવવા પ્રયાસ કરે છે, તે આ ભાવનાને પરિણામે છે. અને આ ભાવનાયુક્ત લાગણીથી પોતાના જાતિભાઈ, દેશભાઈ અથવા મનુષ્યમાત્રનું દુઃખ દૂર કરવા પ્રયાસ થાય છે. તીર્થકર મહારાજને પૂર્વ ભવમાં સર્વ જીવને શાસનરસીઆ બનાવવાની ઈચ્છા થાય છે, તેમાં મૈત્રીભાવ સર્વ જીવ આશ્રયી લાગુ પડે છે, તે આપણે ઉપર જોઈ ગયા પરંતુ ભગવાનને પ્રેરણા કરનાર ભાવના તે કરુણું જ છે, આ જગતના જીને દુઃખી જોઈ, દુઃખનું સ્વરૂપ અને તેથી પીડા પામતા લોકોને જોઈને તેઓને દુખમાંથી છોડાવવાની તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે અને આ ભાવના ભાવતાં જ તેઓ તીર્થકર નામકર્મને બંધ બહુધા કરે છે. જેમ કંપી જાય તેવા ઉપદ્રવ કરનાર સંગમ Page #99 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૨૭. ઉપર ભગવાન શ્રી મહાવીરસ્વામીની કેવી ઉત્કૃષ્ટ કરુણ ! પિતાને કષ્ટ થયું એ વાત તે તેમના મનમાં પણ આવી નથી, પરંતુ પોતાના સંબંધમાં આવનાર બિચારે આ જીવ દુઃખી થશે, એ વિચારથી જ કરુણું આવી અને તેથી આંખમાં પાણી આવી ગયાં! કરુણા ભાવના ભાવનારની દષ્ટિ બહુ વિશાળ રહે છે. તે સામાન્ સર્વભૂતેષુ- પિતાના જેવા સર્વ પ્રાણીઓને–દેખે છે અને બીજાને દુઃખી જોઈ તેનું મન દગ્ધ થઈ જાય છે; તેઓને દુઃખમાંથી કેવી રીતે છોડાવવા, તેને વિચાર તેને ઉપરાઉપર આવવા માંડે છે. શેક્સપિયર એક જગ્યાએ (Merchant of Venice ના નાટકમાં) કહે છે કે “કરુણું બેવડે આશીર્વાદ છે, તે આપનાર અને લેનાર બન્નેને રાજી કરે છે” આ હકીકત બહુ વિચારવા લાયક છે. પૈસામાં એકને લાભ ને બીજાનું નુકસાન એમ પ્રાચે બને છે, પરંતુ કરુણામાં તે બન્નેને લાભ જ થાય છે. કરુણુ કરનાર પારકાનાં દુઃખને દૂર કરવાના ઉપાય મનમાં ચિંતવે છે, તે પ્રાણ પોતે પણ સુખી થાય છે, કારણ કે ખરેખરી લાગણીથી પરોપકાર કરનારને દુઃખ થતું જ નથી. શાંતસુધારસમાં તેથી જ કહ્યું છે – परदुःखप्रतीकार-मेवं ध्यायन्ति ये हृदि । ___ लभन्ते निर्विकारं ते, सुखमायति-सुन्दरम् ॥ જે પ્રાણી એ રીતે બીજાના દુઃખને ઉપાય હૃદયમાં વિચારે છે તે પરિણામે સુંદર અને વિકાર વગરનું સુખ મેળવે છે.” આવી બુદ્ધિથી સુખ મળે છે અને તે પણ પરિણામે સુંદર સુખ મળે છે. સાધારણ સુખ તે ક્ષણિક અને પરિણામે દુખ કરનાર હોય છે, પણ આ તે પરિણામે પણ સુંદર છે અને વળી તે સુખમાં વિકાર પણ કઈ પ્રકારનું હોતું નથી. આ ભાવના ઉપર બહુ વિચાર કરવાની જરૂર છે. ઘણું પ્રાણીઓ પિતાનું ભરણપોષણ કરવામાં જ જીવનની સફળતા માને છે, પરંતુ પરોપકારી પુરુષો કહે છે કે “કાગડે કે ઢોર પણ પેટ ભરે છે. મનુષ્ય જીવનની ઉત્તમતા ખરેખરી એમાં જ છે કે સંસારના સર્વ સંબંધથી જરા ઊંચા આવી, સ્વને ભૂલી જઈ પોપકારપરાયણ જીવન કરવું.” પરોપકારની વ્યાખ્યા ટૂંકી નથી, કારણ, તેની હદ નથી. પિતાની સ્થિતિ, શક્તિ, સંયેગાદિ અનુસારે આત્મ-વ્યતિરિક્ત પ્રાણીઓને ઉપયોગી થઈ પડવું, એ પરોપકાર છે અને કરુણા ભાવનાનું એ મુખ્ય પરિણામ છે. એ ભાવના રાખવાથી અનેક પ્રાણીઓ સંસારસમુદ્ર તરી ગયા છે, એવું શાસ્ત્રમાં વાંચીએ છીએ અને ઈતિહાસમાં પણ પરોપકારી જીવન બહુ મળી આવે છે. (૧૫) ચેથી માધ્યધ્ય ભાવનાનું સ્વરૂપ क्रूरकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १६ ॥ (अनुष्टुप् ) “કઈ પણ પ્રકારના આંચકા વગર ક્રૂર કર્મ કરનારા, દેવ અને ગુરુની નિંદા કરનારા Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૮] અધ્યાત્મકલ્પમ [પ્રથમ અને આત્મશ્લાઘા કરનારા પ્રાણીઓ તરફ ઉપેક્ષા તે માધ્યચ્ય (અથવા ઉદાસીનતા) ભાવના કહેવાય છે.” (૧૬) વિવેચન—દુનિયામાં અનેક પ્રકારની વિચિત્ર પ્રકૃતિનાં પ્રાણી હોય છે કોઈ પ્રાણીઓ નિરંતર ક્રૂર કૃત્ય કરવામાં મોજ માને છે કેઈ અસત્ય બેલી બીજાને છેતરવામાં સંતોષ માને છે કે ચોરી કરી પરધન હરણ કરે છે, કેઈ અપ્રામાણિકપણે ધનસંચય કરે છે, કઈ પૈસા એકઠા કરે છે, કોઈ પરસ્ત્રીમાં આસક્ત રહી ધન, શરીર અને કીર્તિને નાશ કરે છે, કેઈ ક્રોધ કરી વારંવાર આવેશમાં આવી જાય છે કે જાતિ, કુળ, બળ, તપ, અિશ્વર્ય, વિદ્યા વગેરેને અહંકાર કર્યા કરે છે; કઈ પ્રપંચયુક્ત કાર્યો કરીને શક્તિનો દુરુપયોગ કરે છે; કેઈ કરોડ રૂપિયા મેળવવા પ્રયાસ કર્યા કરે છે, કોઈ પારકી નિંદા કરી વચનને માગ આપે છે; કેઈ ધમાધમ કરવામાં મેજ માને છે, કઈ પરજીવને વિનાશ કરી નીચ મને વિકારને તૃપ્તિ આપે છે કે દેવ-ગુરુની નિંદામાં જ જીવનનું સાફલ્ય સમજે છે–આવાં આવાં પાપકૃત્યોમાં આનંદ માનનારા ઘણા પ્રાણીઓ જોવામાં આવે છે. સંસારનું સ્વરૂપ ડું સમજાયું હોય તેવા પ્રાણુઓને પણ આવી અધમ પ્રકૃતિના માણસે તરફ વધતેઓછે ક્રોધ આવી જાય છે, કારણ કે પાપ અને પાપી સામાન્ય રીતે જનસમુદાયનો તિરસ્કાર પિતાની તરફ ખેચી લે છે. જેનશાસ્ત્રકાર કહે છે કે “આવા છો તરફ પણ તારે ક્રોધ કરે નહિ.” સાંસારિક સ્વાર્થને અંગે પણ કોઇ તે સર્વથા ત્યાજ્ય જ છે, પરંતુ આવી રીતે પણ ક્રોધ કર તારે કાંઈ કામનો નથી. હે ભાઈ! તું વિચાર કર કે આવા પ્રકારના માણસે ઉપર ક્રોધ કરવાથી તને શું લાભ છે? સર્વ જીવો પોતપોતાનાં કર્માનુસાર કાર્યો કરે છે, તેમના ઉપર ક્રોધ કર એ તદ્દન નિહેતુક છે, કારણ કે તારા ક્રોધથી કાંઈ તે પ્રાણીઓ પાપકૃત્યથી પાછા હઠવાનાં નથી. જીવને જ્યારે પાપાનુબંધી પા૫ અથવા પાપાનુબંધી પુણ્યને ઉદય થાય છે ત્યારે દુઃખ અથવા સુખને અનુભવ કરતાં અનુક્રમે ઉપર બતાવ્યાં તેવાં કૃત્ય કરવાનું સૂઝે છે, એ કમનું શાસન છે. જે તેઓને સારે માગે ચઢાવવાની તારામાં શક્તિ હોય તે તે દ્વારા તું તેઓને સમજાવ, તેઓને ઉપદેશ આપ, તેઓ તરફ તારી હિતબુદ્ધિ છે એમ જણાવી દે, પણ જે તારામાં તેવી શક્તિ ન હોય તે તું તારું સંભાળી રાખ, તે કાંઈ આખી દુનિયાને સુધારવાનો કેકટ લીધે નથી. પ્રયત્ન કરીને જીવને સારે રસ્તે ચઢાવવા તેને કરુણું ભાવનામાં સમાવેશ થાય છે, પરંતુ જ્યારે તે રસ્તે તારે માટે ખુલ્લો ન હોય એટલે તારામાં પરોપદેશ કરવાથી શક્તિ ન હોય અથવા ગમે તેટલે ઉપદેશ કરતાં પણ સામે જીવ તેના મહાપાદિયથી સારે રસ્તે આવી શકતો ન જ હોય તે પછી તારે તેના તરફ ઉપેક્ષા રાખવી એ વધારે ઉચિત છે. કેટલાંક પ્રાણીઓ તત્ત્વનું સ્વરૂપ ન સમજે - સર્વ જી તરફ મૈત્રીભાવ રાખવો એ પ્રથમ પદે છે; તેમાં પણ જે જીવો દુઃખી હોય તેમને દુઃખમાંથી છેડાવવા વિચાર કરવો તે કરૂણું ભાવ છે. પ્રયત્ન કરવા છતાં પણ હિત થવાને સંભવ ન રહે ત્યારે ઉદાસીનતા રાખવાની છે. અમેદ ભાવના જુદા વિષય તરફ જાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ અધિકાર સમતા ૨૯ તેવાં હોય છે અને કેટલાંકે ન સમજવાના નિÎય કરેલા હાય છે. આવાં પ્રાણીએ તરફ ઉપેક્ષા રાખવી એ વધારે સારુ છે. એથી એ પ્રાણી પેાતાનાં પાપકૃત્યામાં વધારે ચુસ્ત થતા નથી અને તારી સાથે વિરાધ ન થયા. હાય તા કાઈ દિવસ પણ તારાથી સુસાધ્ય રહે છે. એના તરફ તું એક વાર પ્રગટપણે તિરસ્કાર બતાવી દે, ત્યાર પછી આજીવિતત્ર્ય તે તારી વિરુદ્ધ જ રહે છે. વળી, એવા હલકા જીવા પર ક્રોધ કરવા એમાં તને લાભ નથી. પ્રશસ્ત કે અપ્રશસ્ત ક્રોધ ઉચ્ચ સ્થિતિએ સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે. તેટલા માટે શ્રીમદ્ યશે!વિજયજી મહારાજ દ્વેષની સજ્ઝાયમાં કહે છે કે “ રાગ ધરીજે ડાં ગુણ લહીએ, નિર્ગુણ ઉપર સમચિત્ત રહીએ.” ગુણવાન ઉપર રાગ અને નિર્ગુણી ઉપર સચિત્ત રાખવું, એવા અત્ર સ્પષ્ટ ઉપદેશ છે. એના ભાવ પ્રગટ છે તેથી વિશેષ ઉલ્લેખની જરૂર રહેતી નથી, પરંતુ એ વૃત્તિ પ્રાપ્ત કરવાની ખહુ જરૂર છે, તેથી સમતાના અભ્યાસીનુ એ તરફ ખાસ ધ્યાન ખેચવામાં આવે છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય પણ કહે છે કે “ માયસ્થ્ય ભાવના સાંસારિક પ્રાણીઓને વિશ્રાંતિ લેવાનુ` સ્થાન છે.” આ જગતના જીવા ભિન્ન ભિન્ન કર્માએ કરીને ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જણાય છે, તેથી સર્વાંની ચેષ્ટા એકસરખી હાતી નથી, હાઈ શકે પણ નહિ; ત્યારે સમજુ માણસાએ કેાના પર ગુસ્સે થવું અને કેાના પર સંતુષ્ટ થવું ? તીર્થકર મહારાજ શ્રી વીરપ્રભુએ મિથ્યા ખેાલનાર પાતાના જમાઈ જમાલિને પણ રોકવા માટે ખળાત્કાર કર્યાં નહિ. આટલા ઉપરથી જણાય છે કે તીર્થંકર મહારાજ અનંત વીવાળા હોય છે છતાં પણુ ખળાત્કારથી ધર્મ પ્રવર્તાવતા નથી, પશુ શુદ્ધ ધર્મના ઉપદેશ જ આપે છે. આટલા માટે હૃદયમાં સમતા રાખવી અને મનેાવિકારને વશ થઈ જવું નહિ. ઘણી વખત ખોજા પ્રાણીને હિત કરવાના હેતુથી આ જીવ કલેશ પામે છે અને કેટલીક વાર ખાટી ચિંતા કર્યા કરે છે. કાર્યં કરવું' તે ઠીક છે, પરંતુ તેની ચિંતા નકામી છે; કારણ કે સામા પ્રાણીને કર્યું વિવર કત્યારે આપશે તે બાબતમાં આપણું અજ્ઞાન હાવાથી આપણે દરેક કાર્યમાં સફળ થઈ શકીએ નહિ. વળી, ફળ શુ થશે તે સંબધમાં ચિંતા કરવાના આપણા અધિકાર પણ નથી. એવી જ રીતે અસત્ય ખેલનાર કે અપ્રામાણિક આચરણ કરનાર ઉપર દ્વેષ કરવા નકામા છે; કારણ કે બન્નેને તેથી તા લાભ જ નથી. હિતેાપદેશ ન સાંભળનાર ઉપર પણ દ્વેષ ન કરવા; વિચારવુ` કે હજી તેની સ્થિતિ પાકી નથી. દેવ, ગુરુ કે ધર્મની નિંદા કરનાર ઉપર ક્રોધ થાય એ તા આપણે અનુભવીએ છીએ; ઇતિહાસમાં પણ અનેક ધ્રાંતા છે. શાસ્ત્રકાર તેની પણ અમુક હદે ના પાડે છે. તું ખની શકે તે તેઓને શુદ્ધ સ્વરૂપ સમજાય, પછી શું થાય છે તે જો, જો ન સમજે તા તારા પ્રયાસ નિષ્ફળ થયા છે એમ સમજીશ નહિ. તે તે તારી ફરજ બજાવી છે. તું પછી વિચારજે કે એ બિચારાને હેજી રખડવું' બાકી હશે, તેથી સાચા માર્ગ દેખાતા નથી. આ રેખા તું નિર ંતર ધ્યાનમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] અધ્યાત્મકલ્પમ [ પ્રથમ રાખજે, એથી તને નાસીપાસ પણ થશે નહિ અને શાંતિ જળવાઈ રહેશે. શ્રી શાંતસુધારસમાં કહ્યું છે કે – तस्मादौदासीन्यपीयूषसारं, वारंवारं हन्त सन्तो लिहन्तु । आनन्दानामुत्तरङ्गत्तरङ्गैर्जीवद्भिर्यभुज्यते मुक्तिसौख्यम् ॥ “એ રીતે ઉદાસીનતા એ અમૃત છે અને સંતપુરુષે એ અમૃતને વારંવાર સ્વાદ લે છે, એવા આનંદના ઉચ્ચ તરંગ વડે જીવનારાઓ આ જન્મમાં મુક્તિસુખને ભોગવે છે.” આ ભાવનાથી પુરુષાર્થ કરવાને પ્રતિબંધ થતું નથી, પણ પુરુષાર્થ કર્યા પછી પરિણામે નિષ્ફળતા મળે ત્યારે કેટલીક વાર સામા પ્રાણ પર જે કષાયયુક્ત ઉગ્ર લાગણી થાય છે તેને કાબૂમાં રાખવાને આ ભાવનાનો વિષય છે. મિત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યથ્ય એ ચાર ધર્મધ્યાનની ભાવના છે. એ ભાવના ભાવવાથી જીવ આનં-રૌદ્રધ્યાનમાંથી મુક્ત થઈ ધર્મધ્યાનમાં આવે છે. આ ચાર ભાવના ભાવવાથી મન સ્થિર થાય છે અને સમતા પ્રાપ્ત થાય છે. એ ભાવના ભાવતાં મનમાં અનિર્વચનીય આનંદ થાય છે એ આનંદને સરખાવવા માટે સ્થળ સૃષ્ટિમાં કઈ પણ પદાર્થ નથી. એ ચારે ભાવના, અગાઉ જણાવ્યું તેમ, સમતાનાં અંગ છે અને સમતાને સ્થિરકરનાર છે. શાંતરસના ખપીએ આ ભાવનારૂપ જળનું વારંવાર પાન કરવું. અભ્યાસ પડ્યા પછી રસ્તો સરલ થઈ જશે. અત્ર ચારે ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું છે; વિશેષ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા હોય તેમણે અન્ય ગ્રંથોમાંથી તેનું સ્વરૂપ જોઈ લેવું. બાકી, એનું ખરું સ્વરૂપ તે એ ભાવના ભાવવામાં આવશે ત્યારે જ અનુભવમાં આવશે. એ ભાવના ભાવમાં શરૂઆતમાં તે મનક્ષેત્ર કદાથે સંકોચવાળું લાગશે, પણ ધીમે ધીમે તે વિસ્તૃત થતું જશે. (૧૬) સમતાનું બીજું સાધન : ઈન્દ્રિયના વિષયો પર સમતા चेतनेतरगतेष्वखिलेषु स्पर्शरूपरवगन्धरसेषु । साम्यमेष्यति यदा तव चेतः, पाणिगं शिवसुखं हि तदात्मन् । ॥१७॥ (स्वागतावृत्त) હે ચેતન! સર્વ ચેતન અને અચેતન પદાર્થોમાં રહેલા સ્પર્શ, રૂપ, રવ(શબ્દ), ગંધ અને રસમાં તારું ચિત્ત સમતા પામશે, ત્યારે મેક્ષનું સુખ તારા હાથમાં આવી જશે.” (૧૭) વિવેચન–સમતાના પ્રથમ સાધન તરીકે ચાર સમકિત ભાવના કહી. હવે બીજું સાધન ઇન્દ્રિયના વિષયે પર સમભાવ રાખવાનું છે તે કહે છે. સ્ત્રી, પુત્ર વગેરે ચેતન પદાર્થો અને શયા, વસ્ત્રાદિ અચેતન પદાર્થો, એ બનેને અંગે અનેક પ્રકારના સ્થળ વિષય પ્રાપ્ત થાય છે. કમળ સ્પર્શથી સુખ અને કર્કશ સ્પર્શથી દુઃખ થાય છે. તેમ જ રૂપવાન સ્ત્રી કે વસ્તુ જોઈને પ્રેમ આવે છે અને કુરૂપ જોઈને દ્વેષ થાય છે, તેવી જ રીતે સુગંધ તરફ નાસિકા આકર્ષાય છે અને દુર્ગધથી માં મરડાય છે, તથા મિષ્ટ પદાર્થને સ્વાદ કરતાં જિલ્લામાં પાણી છૂટે છે, ત્યારે અનિષ્ટ પદાર્થ ખાતા માં બગડે છે, સુસ્વર વનિ Page #103 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] સમતા [૩૧ સાંભળી કાન મંડાય છે, ત્યારે કુસ્વર સાંભળી કાનમાં આંગળીઓ નાખવામાં આવે છે. આ પાંચ ઇંદ્રિયોના ત્રેવીસ વિષય છે. એ સર્વ વિષય તરફ જ્યારે તને સમભાવ થશે, એટલે સારું કે ખરાબ એવો કોઈ પણ પ્રકારને ભેદ તારા મનમાં થશે નહિ, ત્યારે મોક્ષસુખ તારા હાથમાં આવી જશે. આ પાંચે ઇંદ્રિયના વિષયે આ જીવને બહુ છેતરે છે અને સંસારમાં રખડાવનારા પણ ખરેખર તેઓ જ છે. નીતિશાસ્ત્રકારે કહે છે કે :इह हि मधुरगीतं नृत्यमेतद्रसोऽयं, स्फुरति परिमलोऽयं स्पर्श एष स्तनानाम् । इति हतपरमार्थ रिन्द्रियैर्धाम्यमाणः, स्वहितकरणधूतः पञ्चभिर्वश्चितोऽस्मि ॥१ આ મધુર રીતે ગવાયેલું ગાયન, આ નાચ, આ રસ; આ સુગંધી, આ સ્તનોને સ્પર્શ–આવી પરમાર્થને હણનારી ઇંદ્રિયે, જેઓ સ્વહિત સાધવામાં ધૂત છે, તે પાંચેથી હું સંસારમાં પરિભ્રમણ કરું છું અને તેઓથી ખરેખર છેતરાઉં છું.” - આ પાંચે ઈદ્રિયો ઉપર અથવા વસ્તુતઃ પાંચેના વિષય ઉપર રાગદ્વેષ ન રાખ એ મોક્ષપ્રાપ્તિને ઉપાય છે. મોક્ષ પ્રાપ્તિને ઉપાય રાગદ્વેષને ત્યાગ જ છે, કારણ કે કષાય, સંસારમાં રખડાવનાર છે અને જેનું સ્વરૂપ આગળ સાતમાં અધિકારમાં વિસ્તારથી બતાવ્યું છે, તે સર્વ રાગદ્વેષથી જ ઉત્પન્ન થાય છે, માટે ઇંદ્રિયોના ક્ષણિક સુખમાં આનંદ ન માનતાં તેના ત્યાગથી મોક્ષનું અવિચિછન્ન સુખ પ્રાપ્ત થાય છે તેને ખ્યાલ લાવી તેમાં પ્રયાસ કરે એ સમતા પ્રાપ્ત કરવાનું અને તે દ્વારા પરંપરાએ અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાનું પરમ સાધન છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. તેટલા માટે શ્રી સિંદૂરપ્રકરમાં કહે છે કે “હે સાધુ! તું ગમે તેટલાં મૌનવ્રત ધારણ કર, ઘરનો ત્યાગ કર, આચારનો અભ્યાસ કર, વનમાં ગમન કર, તીવ્ર તપસ્યા કર, પણ જ્યાં સુધી કલ્યાણવનને ભાંગી નાખનાર મહાવાયુ સમાન ઇન્દ્રિયસમૂહને તે પરાજય કર્યો નથી, ત્યાં સુધી રાખમાં રેડેલા ઘીની જેમ સર્વ વૃથા સમજવું.” તેમ જ શરૂઆતમાં જ ત્યાં કહ્યું છે કે ઈ દ્રિયના સમૂહને પરાજય કરવાથી કલ્યાણ પ્રાસ થાય છે. જે ઇંદ્રિયનું સુખ ક્ષણિક છે તેને કબજામાં રાખી તેના વિષયોથી થતાં સુખદુઃખ પર સામ્યભાવ રાખવો એ અત્ર ઉપદેશ છે. સમતા પ્રાપ્ત કરવાનું આ બીજું સાધન થયું. (૧૭) આત્મશિક્ષા-વિચાર કરવાની જરૂરિયાત સમતાપ્રાપ્તિનું ત્રીજું સાધન के गुणास्तव यतः स्तुतिमिच्छस्यद्भुतं किमकृथा मदवान् यत् । कैर्गता नरकभीः सुकृतैस्ते, किं जितः पितृपतिर्यदचिन्तः ॥ १८॥ (स्वागतावृत्त) તારામાં કયા ગુણો છે કે તું સ્તુતિની ઈચ્છા રાખે છે? તે શું મોટું આશ્ચર્યકારી કાર્ય કર્યું છે કે તું અહંકાર કરે છે ? (તારા) કયાં સુકૃત્યથી તારી નરકની બીક મટી ગઈ છે? તે શું યમને છે કે જેથી તું ચિંતા વગરને થઈ ગયે છે? (૧૮) સિંદૂરપ્રકર, શ્લેક ૭૧. ૨. એજન લોક ૬, પક્તિ ચોથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩ર ] અધ્યાત્મકલ્પમ [ પ્રથમ વિવેચન–સમતાપ્રાપ્તિનું ત્રીજું સાધન વસ્તુસ્વરૂપની અને આત્મસ્વરૂપની વિચારણું છે. જ્યારે આત્મા શું છે અને તેને અને પુદગલને સંબંધ કેવો છે? ક્યાં સુધી ચાલે તેવો છે? વગેરે બાબતનો વિચાર યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે મનમાં શાંતિ થાય છે અને નકામો વ્યવસાય ઘટી જાય છે. સમતાપ્રાપ્તિનું આ ઉત્કૃષ્ટ અંગ છે, એ અંગના સમર્થનમાં આ અધિકારના હવે પછીના ઘણા શ્લોકે છે અને અધ્યાત્મશાસ્ત્ર આ વિષયને જ પુષ્ટિ આપે છે. અનેક પ્રકારે વસ્તુસંબંધ ઓળખવાને અત્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તે પર ધ્યાન રાખી વિચારણા કરવાની બહુ જ જરૂરિયાત છે. જ્યાં સુધી ચગ્ય વિચારણા કરવામાં આવતી નથી ત્યાં સુધી જ આ જીવ પોતાની શક્તિને વ્યર્થ વ્યય કરે છે. તેથી આત્મવિચારણા કરવી એ બહુ જ ઉપયોગી છે. હકીકત એમ છે કે આ જીવ આકાશના તારાઓ અને દેવતાનાં વિમાનને વિચાર કરે છે, દૂર દેશમાં શું છે તે જોવા જાય છે અને પિતાની અપ્તરંગી જિજ્ઞાસાને વિવિધ રીતે તૃપ્ત કરે છે; પરંતુ પિતે કોણ છે? પિતે શું કરે છે? શા માટે કરે છે? તેને અર્થ શું છે? તેનું પરિણામ શું છે? તે સમજાતું નથી, સમજવા યત્ન કરતો નથી, સમજવાની જિજ્ઞાસા જાગૃત કરતો નથી, પરંતુ ઊંચે આકાશમાં જોતાં કૂવામાં પડનાર જ્યોતિષીની પેઠે તે ભૂલ ખાય છે, બીજે દેડવા કરતાં અનેક આશ્ચર્યનું ધામ પિતે કેણ છે? વિશ્વવ્યવસ્થામાં પોતે કઈ જગ્યા રોકે છે? કર્મ અને ભસ્થિતિના કાયદા પિતાને કેવી રીતે લાગુ પડે છે? તેનાથી છૂટવાને ઉપાય શું છે? એ સંબંધમાં વિચાર કરવાની બહુ જ જરૂર છે. આત્મિક વિચારણા તરફ અત્ર તેનું ધ્યાન ખેંચવામાં આવે છે. હે ચેતન! બીજા માણસો તારાં વખાણ કરે, તારી સ્તુતિ કરે, એ સાંભળવાની તું ઈચ્છા રાખે છે; પણ તારામાં ગુણ ક્યા છે ? શ્રી મહાવીર સ્વામી જેવો તપસ્યાગુણ, ગજસુકમાળ જે ક્ષમાગુણ, શ્રીપાળ મહારાજા જેવું દાક્ષિણ્ય, કંઇક મુનિ જેવી સમતા, વિજયશેઠ જેવું બ્રહ્મચર્ય, બાહુબળી જેવો મદત્યાગ, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ કે યશોવિજયજી જેવું શ્રુતજ્ઞાન વગેરે ગુણ તારામાં હોય અને પછી તે સ્તુતિની ઈચ્છા રાખતે હોય તે તે ઠીક ગણાય, પરંતુ તારામાં તે કાંઈ નથી, છતાં શા ઉપર તું વખાણ મેળવવા માગે છે? વળી હે ભાઈ! તે શું મોટું અદ્દભુત કામ કર્યું છે કે તું ઊંચી નજર રાખીને અભિમાનમાં તણાતો જાય છે? જે વેશ્યાના ઘરમાં બાર વર્ષ રહી અનેક વિષયસુખ ભોગવ્યાં, તે જ વેશ્યાના ઘરમાં, તે જ વેશ્યાની પ્રાર્થના છતાં, ચાર માસ સુધી અડગપણે બ્રહ્મચર્ય પાળનાર શ્રી સ્થલિભદ્ર મહારાજ જેવું અથવા તો છ ખંડ સાધનાર ચક્રવતી જેવું કાંઈ મહાન કામ કરીને અહંકાર કરતો હો તો જરા વાસ્તવિક લાગે, પણ તું તે નકામો ટે છેટે અક્કડ થઈને ચાલે છે, તેનું કારણ તું વિચાર કરીને અમને સમજાવ. વળી, હે બંધુ! તે ઘોર તપસ્યા, દેશવિરતિ, સર્વવિરતિ, ચિત્યપ્રતિષ્ઠા, તીર્થયાત્રા, સંઘભક્તિ, સુપાત્રદાન વગેરે કયાં મહાન કાર્યો કરી નાખ્યાં છે કે તારે નરકમાં જવાની બીક મટી ગઈ છે? Page #105 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૩૩ જેણે આ જીવનમાં કોઈ મહાન કાર્ય કર્યું હોય તેને તે બહુધા નરકમાં જવાનું હેતું નથી અને તેના જીવનની સફળતા ગણાય છે, પરંતુ તારે તે હજુ નરક-નિગોદમાં જવાની બીક ઊભી જ છે. વળી હે ભવ્ય ! તું આમ ચિંતા વગરનો થઈને ફર્યા કરે છે તેથી અમને તો મોટું આશ્ચર્ય થાય છે, કારણ કે જેને માથે શત્રુ હોય તે સંભાળ રાખ્યા વગર ફરી શકે નહિ અને ફરે તે દુર્દશા પામે. તારે માથે તે યમ જે અ-પ્રતિહત-શાસનવાળે શત્રુ ગાજે છે, છતાં તું બેદરકાર થઈને ફર્યા કરે છે ત્યારે શું તે શત્રુને તે જીતી લીધું છે ? તું આવા વિચાર કેમ કરતું નથી? ઉપર જણાવેલા ગુણે જે પ્રાણીમાં હોય તેણે પણ સ્તુતિની ઈચ્છા રાખવી ઘટતી નથી અને મહાન આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવાં કાર્યો કરનારને પણ મદ કરો ઘટતો નથી; અને સુકૃત્ય કરનાર પણ બીક તજી દેતું નથી તેમ જ યમના ભયને જીતનાર પણ આત્મચિંતવન મૂકતો નથી અને જે જે મહાન પ્રાણીઓએ એ ગુણે વગેરે પ્રાપ્ત કર્યા છે તેઓએ પણ સ્તુતિની ઈરછા રાખી જ નથી અને અહંકાર પણ કર્યો નથી, એ આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ સૂરિમહારાજ તે આ જીવને કહે છે કે આવા ગુણ વગેરે તારામાં હોય અને પછી સ્તુતિ વગેરેની ઈચ્છા રાખતા હો તો જાણે વ્યાજબી ગણાય, પણ તે કાંઈ તારામાં નથી, છતાં તુ શેના ઉપર મકકમ રહે છે? આવી રીતે પિતામાં કયા ગુણે છે અને પોતે ક્યાં મોટાં કામ કર્યા છે, તેને બરાબર વિચાર કરી અને તેમ કરીશ ત્યારે જ તને આત્િમક સ્વરૂપ સમજાશે. ઉપદેશ દેવાની આ નૂતન પદ્ધતિ બહુ અસરકારક છે, કારણ કે મનુષ્યની તીણ લાગણીને તે પ્રેરે છે અને જાગૃત થવાની ઈચ્છા રાખનાર અભ્યાસી મુમુક્ષુ તેનું તાત્પર્ય સમજી આત્મવિચારણા કરવા ઉક્ત થઈ જાય છે. (૧૮) જ્ઞાનીનું લક્ષણ गुणस्तवैयौँ गुणिनां परेषामाक्रोशनिन्दादिभिरात्मनश्च । मनः समं शीलति मोदते वा, खिद्येत च व्यत्ययतः स वेत्ता ॥१९॥ (उपजाति) બીજા ગુણવાન પ્રાણીઓના ગુણની સ્તુતિ કરે ત્યારે અને અન્ય માણસો પિતા પર આક્રોશ કરે અથવા પોતાની નિંદા કરે તે વખતે જે પિતાના મનને સ્થિતિસ્થાપક રાખે છે અથવા તે વખતે જે આનંદ પામે છે અને તેથી ઊલટી વાત બનતાં (એટલે પરગુણનિદા અથવા આત્મપ્રશંસા થતાં) જે ખેદ પામે છે તે પ્રાણી જ્ઞાની-જાણકાર કહેવાય છે.” (૧૯) વિવેચન-બીજા પ્રાણીઓનાં દાન, લેકસેવા, દેશસેવા, કમસેવા, ધૃતિ, ક્ષમા, બ્રહ્મચર્ય, ઔદાર્ય, ગાંભીર્ય, નિષ્કપટતા, સરળતા વગેરે ગુણોની પ્રશંસા સાંભળીને જ્ઞાની પુરુષ પિતાના મનની સ્થિરતા ખેઈ બેસતો નથી. સામાન્ય માણસો પૈકી ઘણા પરગુણસ્તવન સાંભળી ઈર્ષ્યા કરે છે, ચાલે તે ઘસાતું બોલે છે, કેટલીક વાર ગુણને અવગુણ કરી, અ. ૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩૪]. અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ દેખાડે છે અને તદ્દન અધમ વૃત્તિવાળા તે ગુણિયલ પુરુષની નિંદા કરે છે. જ્ઞાનીનું લક્ષ્ય તે સર્વદા ગુણ ઓળખવાનું અને ગુણ પ્રાપ્ત કરવાનું જ હોય છે. તેથી જ્યારે જયારે તે અમુક વ્યક્તિમાં કઈ પણ સદગુણ છે એમ સાંભળે છે ત્યારે ત્યારે મનને સ્થિર રાખી તે સાંભળે છે, એટલું જ નહિ, પણ ગુણનું અસ્તિત્વ વિચારી આનંદ પામે છે, ગુણને પ્રત્યક્ષ ભાવ જોઈ-જાણી તે તો રાજી રાજી થઈ જાય છે અને ગુણવાન તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. બીજા માણસેના ગુણોને હલકા પાડતા નથી અથવા તેની કિંમત ઓછી કરવા જેવું ગૂઢ વચન બોલતા નથી. જ્ઞાની માણસો આવા હોય છે; કારણ કે ગુણ પ્રાપ્તિને ઉપાય જ તે છે. “રાગ ધરીજે જિહાં ગુણ લહીએ” એ ભાવ જાણકાર માણસ સ્વાભાવિક રીતે જ સમજે છે. માધ્યચ્ય ભાવનામાં નિર્ગુણ ઉપર સમચિત્ત રાખવાને ઉપદેશ આપ્યો હતે. અત્ર ગુણવાન ઉપર ઈર્ષ્યા દૂર કરી પ્રેમ રાખવા અને ગુણ ઉપર રાગ કરવાને ઉપદેશ છે. કહ્યું છે કે : परगुणपरमाणून पर्वतीकृत्य नित्यं, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ આણુ જેવા પારકા ગુણોને પર્વત જેવા માનીને નિરંતર પિતાના હૃદયમાં વિકસ્વરભાવ પામતા સન્ત પુરુષો કઈ કઈ હોય છે.” આવી રીતે ગુણગ્રાહીપણું પ્રાપ્ત કરવાની બહુ જરૂર છે. બીજાના નાના ગુણને પણ માટે સમજી તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરો. આને બદલે જે તે ગુણની ઉપેક્ષા કરવામાં આવે અથવા તેની ઈર્ષ્યા કરવામાં આવે અથવા તે નિંદા કરવામાં આવે તે બહુ હાનિ થાય છે. મરી ગયેલ, દુધવાળે, હાડપિંજરશેષ શ્વાન જોઈને પણ દુર્ગછા ન લાવતાં કૃષ્ણ વાસુદેવે તેના દાંતની પંક્તિનાં વખાણ કર્યા, એ ગુણગ્રાહીપણાનું અપૂર્વ દષ્ટાંત બહુ વિચારવા ગ્ય છે. સાધારણ રીતે એવા શ્વાન તરફ મેં મરડીને કે મોં પર રૂમાલ ઢાંકીને જ ચાલવાની રીત જોવામાં આવે છે. તે છતાં એમાંથી પણ શુભ ગ્રહણ કરવાની બુદ્ધિ બહુ લાભ કરનારી નીવડે છે. હંસને દૂધ અને પાણી જુદાં પાડવાની ટેવ છે એ મોટી વાત નથી, પરંતુ એમાંથી દૂધ જ ગ્રહણ કરવાની ટેવ છે એ મેટી વાત છે અને અનુસરવા યોગ્ય છે. આવા ગુણ ગ્રહણ કરનારા પુરુષે ઓછા હોય છે એ ખરું, પણ તેવા હોય છે ખરા અને આપણે પણ વિચાર કરીએ તે તેવા થઈ શકીએ. ઘણાં પ્રાણીઓની ટેવ આખા સુંદર શરીરમાં ક્ષત ક્યાં છે એ શોધવાની હોય છે. ગુણવાનમાં કઈ સહજ દેષ હોય તે શોધી તે દ્વારા તેનું નબળું બોલનારા બહુ આમિક હાનિ પામે છે. ગુણગ્રાહીપણાની ટેવ બહુ લાભકર્તા છે. જ્ઞાની પુરુષનું બીજું લક્ષણ એ છે કે બીજે કઈ પ્રાણું પિતાની નિંદા કરે અથવા પિતાની ઉપર ક્રોધ કરે તો તે વખતે પણ પિતાના મનને સ્થિરતામાં રાખે; પિતાની નિંદા સાંભળી તે ગુસ્સે થઈ જતો નથી અને તેનું મન તે વખતે અતિવ્યસ્ત થઈ જતું નથી, * જુઓ શ્લોક ૧૬ મો અને તેના પરની નેટ. Page #107 -------------------------------------------------------------------------- ________________ અધિકા૨ ] સમતા [ ૩૫ પરંતુ શાંત રહે છે, એટલું જ નહિ પણ, પિતાની આમિક સત્તાની કટી થવાનો પ્રસંગ જાણી વધારે જ્ઞાની તે તેથી આનંદ માને છે. ઉત્કૃષ્ટ ગુણપ્રાપ્તિની ફુટ ઈચ્છાની અત્ર અવધિ થાય છે. દુનિયાના ઘણાખરા માણસે તે પોતાની સ્તુતિ સીધી રીતે કે આડકતરી રીતે સાંભળવા ઈચ્છા રાખે છે અને સાંભળીને રાજી થાય છે, કેટલીક વાર આત્મલઘુતા બતાવી તે દ્વારા પણ સ્તુતિ કરાવવાની ઈચ્છા રાખે છે; પરંતુ આવી ઈચ્છા ન રાખનારા બહુ થેડા હોય છે અને પોતાની સ્તુતિથી કદાચ મદ ઉત્પન્ન થાય તેવા હેતુથી સ્તુતિ સાંભળી દરકાર ન કરનારા અને તેથી ઊલટા ખેદ પામનારા તે બહુ જ થોડા હોય છે. દુનિયાને માટે ભાગ સાચે રસ્તે હોતો નથી તેને અત્રે પ્રગટ ઉલ્લેખ છે, અને તેથી આ બાબતમાં થોડા પણ સમજુ માણસોને પગલે ચાલવું એ જ શુદ્ધ માગે છે. એવી જ રીતે પારકાના ગુણની નિંદા સાંભળી ખેદ પામવો એ ગુણ તરફ પ્રેમ બતાવે છે અને આ સર્વ લક્ષણ જેનામાં હોય તેને જ શાસ્ત્રકાર જ્ઞાની કહે છે. દ્રવ્યાનુયોગના થોડા ગ્રંથે વાંચ્યા અથવા યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી મેળવી એથી ખરા જ્ઞાની થવાતું નથી. જ્ઞાનની સાથે જ વર્તન શુદ્ધ હેવું જોઈએ. બુદ્ધિના ક્ષપશમથી થોડું સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તેથી મલકાઈ જવાનું નથી, કારણ કે વસ્તુતઃ જ્ઞાનનું ફળ વર્તન જ છે અને ફળ વગરનું જ્ઞાન માત્ર ભા આપે છે, પરંતુ વાસ્તવિક લાભ કરતું નથી. કેળવણીનું પરિણામ આ જ હોવું જોઈએ અને સમજુ પ્રાણીઓ એને જ અનુસરે છે, એ આપણે વારંવાર વાંચીએ છીએ. જ્ઞાનીનું લક્ષણ સાધુ અને શ્રાવકને એક સરખી રીતે લાગુ પડે છે. તેથી જે ખરેખર જ્ઞાની હોવાનો દાવો કરતા હોય તેમણે આ શ્લોકમાં બતાવેલું વર્તન કરવું ખાસ જરૂરનું છે. વસ્તુ સ્વરૂપ ચિંતવવાને આ ત્રીજો ઉપાય અમલમાં મૂકવાથી સમતા પ્રાપ્ત થાય છે. અને તે ચિંતવન વિશે જાણકારને જ પ્રાપ્ય છે, તેથી સમતા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા તત્વજિજ્ઞાસુએ-પછી તે સાધુ કે શ્રાવક ગમે તે હોય તેણે–આત્મપ્રશંસા કરવી નહિ, બીજા કરે એવી ઇચ્છા રાખવી નહિ, કરે છે તેથી આનંદ માનવે નહિ અને પરગુણુ અણુમાત્ર હોય તેને પણ મેટો માનવ, તેની પ્રશંસા કરવી અને બીજા પ્રાણીઓ તેની પ્રશંસા કરે તે સાંભળી રાજી થવું. (૧૯) પિતાના શત્રુમિત્ર-સ્વ૫ર ઓળખવાનો ઉપદેશ न वेत्सि शत्रून् सुहृदश्च नैव, हिताहिते स्वं न परं च जन्तोः । . दुःखं द्विषन् वाञ्छसि शर्म चैतनिदानमूढः कथमाप्स्यसीष्टम् ॥२०॥ (उपेन्द्रवज्रा) “હે આત્મન ! તું તારા શત્રુ અને મિત્રને ઓળખતે નથી, તારું હિત કરનાર અને અહિત કરનાર શું છે તે જાણતા નથી અને તારું પોતાનું શું છે અને પારકું શું છે તે એક “શરતો” તિ ના પદ લજોને છે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ જાણ નથી; (વલી) તું દુઃખ પર દ્વેષ કરે છે અને સુખ મેળવવા ઈચ્છે છે, પણ તેનાં કારણે નહિ જાણતા હોવાથી તું તે ઈચ્છિત વસ્તુ કેવી રીતે મેળવીશ?” (૨૦) વિવેચન–એક સાધારણ નિયમ છે કે શત્રુ પર જય મેળવવા માટે તેને બરાબર ઓળખવો જોઈએ અને તેના બળનો ખ્યાલ કરવો જોઈએ. ટ્રાન્સવાલના રહેવાશી બાર લોકેના બળને ઓછો ખ્યાલ કરવાથી અંગ્રેજ સરકારને શરૂઆતમાં બહુ મુશ્કેલી નડી હતી. તું તો તારા શત્રુઓ કેણ છે તે પણ જાણતું નથી, તે પછી તેઓ કેવા છે એ જાણવાનો તે તને અવકાશ પણ ક્યાંથી હોય? રાગ, દ્વેષ અથવા તજજન્ય કષાય, વેદોદય, માહ અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તારા શત્રુઓ છે અને ઉપશમ વિવેક, સંવર વગેરે તારા મિત્રો છે. આ સર્વને બરાબર ઓળખ અને તે પ્રત્યેકનું તારી વિરુદ્ધમાં અને તારી મદદમાં કેટલું બળ છે, તેને ખ્યાલ કર. આવી રીતે શત્રુ-મિત્રને ઓળખવાથી તે આત્મગુણ-વ્યક્તીકરણરૂપ સોનાની ખાણે તુરત જ પ્રાપ્ત કરી શકીશ. વળી, તને હિત કરનાર શું છે અને કોણ છે ? અને અહિત કરનાર શું છે અને કોણ છે તે પણ તું જાણતા નથી. તારું તાત્કાલિક હિત દેખાતું હોય પણ તેથી પરિણામે તને અહિત થતું હોય તે તે આદરવા યોગ્ય નથી, એ કહેવાની જરૂર નથી. એથી પણ વધારે તારું શું છે અને પારકું શું છે તે પણ બરાબર જાણતા નથી. તું કોણ? તું શરીર નહિ, કપડાં નહિ, આભૂષણો નહિ, પણ કેઈ બીજો છે. શરીરને ગતિમાં રાખનાર, કપડાં પહેરનાર, આભૂષણો ધારણ કરનાર કઈ બીજો જ છે; તે આત્મા છે, તે તું છે. તેની વસ્તુ તે આત્મિક વસ્તુ કહેવાય છે. બાકી ઘર, કપડાં, ઘરેણાં, પૈસા અને શરીર સર્વ પારકાં છે, અપર છે અને અજ્ઞાનતાથી તેમને તું તારાં માની બેઠે છે, પણ તેમાં તારી મોટી ભૂલ થાય છે. પૌગલિક પદાર્થ સર્વથા પારકા જ છે; તેઓ સાથે આવતા નથી અને લાંબે વખત રહેતા પણ નથી. તારું છે તે તે તારા રૂપ જ છે, તારી પાસે જ છે, તારાથી ભિન્ન નથી : આ વિવેક જ્યારે તારામાં આવશે ત્યારે તને વસ્તસ્વરૂપનું બરાબર ભાન થશે અને પછી તને બહુ આનંદ આવશે. અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ તારાં છે અને તે જ તને પરિણામે હિત કરનારાં છે. બાકી સર્વ વસ્તુઓ પારકી છે અને પરિણામે અહિત કરનારી છે, વૈદ્ય પાસે વ્યાધિગ્રરત માણસ જાય ત્યારે પહેલાં તે તેને શે વ્યાધિ છે તેનું વૈદ્ય નિદાન કરે છે, વ્યાધિનું કારણ શોધે છે અને કયો વ્યાધિ છે તેને તે નિર્ણય કરે છે. તને વિભાગ દશામાં રાચવા-માચારૂપ વ્યાધિ થયા છે અને તેમાંથી મુક્ત થઈ તું સુખ મેળવવા ઈરછે છે, તે તેનું કારણ શોધી કાઢ. જ્યાં સુધી આ કારણ તને જડશે નહિ ત્યાં સુધી તારા વ્યાધિઓ જશે નહિ. માટે સ્વ-પર વિવેક લાવી હિતકર અને અહિતકર શું છે તે બરાબર સમજી લે. આ ગ્રંથકર્તાના વિદ્યપણુમાં તને ભરોંસે હોય તો આ ગ્રંથ જોઈ જા, તું બરાબર વિચાર કરીશ તે આ ગ્રંથમાંથી તેનું નિદાન તને જડી આવશે. વળી, આ Page #109 -------------------------------------------------------------------------- ________________ સમતો અધિકાર ] [ ૩૭ ગ્રંથકારે ચિકિત્સા પણ બતાવી છે તે ધ્યાનમાં રાખી શોધી કાઢજે. વસ્તુસ્વરૂપ સમજવાની જરૂર કેટલી છે તે હવે વધારે સ્પષ્ટ થતું જાય છે. જ્યાં સુધી વિસ્તરવરૂપ સમજાય નહિ ત્યાં સુધી સમતા પ્રાપ્ત થાય નહિ અને સમતા પ્રાપ્ત થયા વગર વ્યાધિને નાશ થાય નહિ. તેથી સમતા-પ્રાપ્તિના આ ત્રીજા સાધન ઉપર અનેક રીતે ભાર મૂકવામાં આવ્યો છે. પારમાર્થિક વૈદ્યરાજે બતાવેલા નિદાન પર બહુ ધ્યાન આપવાની જરૂરિયાત છે, તે હવે વધારે પ્રગટ થાય છે. (૨૦) વિચારીને લાંબો વખત ટકે તેવી વસ્તુ લેવી कृती हि सर्व परिणामरम्यं, विचार्य गृह्णाति चिरस्थितीह । भवान्तरेऽनन्तसुखाप्तये तदात्मन् ! किमाचारमिमं जहासि ? ॥२१॥ (उपजाति) આ લોકમાં જે ડાહ્યા માણસ હોય છે તે વિચાર કરીને એવી વસ્તુ ગ્રહણ કરે, જે લાંબે વખત સુધી ચાલે તેવી અને પરિણામે સુંદર હોય, ત્યારે હે ચેતન ! આ ભવ પછી અનંત સુખ મેળવવા માટે આ ધાર્મિક આચારને તું કેમ તજી દે છે”? (૨૧) વિવેચન–વસ્તુસ્વરૂપ અને તે સંબંધીનું જ્ઞાન મેળવવાની જરૂરિયાત કેટલી બધી છે તે આપણે ઉપર જોયું, હજુ પણ તે જ સાધનને વિશેષ પ્રતિપાદન કરવા માટે કહે છે. સમજુ વ્યવહારકુશળ માણસ કઈ પણ વસ્તુ ખરીદ કરતાં બે જાતને વિચાર કરે છે. એક તે તે વસ્તુ ટકાઉ હેવી જોઈએ અને બીજું, તે વસ્તુ ઉપયોગી હોવી જોઈએ. આપણા પિતાના આત્મિક વ્યવહારમાં આ નિયમને ભંગ થતો જોવામાં આવે છે અને તે એક-બે બાબતમાં નહિ, પણ આખો વ્યવહાર જ ઊંધી ઈટથી મંડાયેલે માલૂમ પડે છે. દાખલા તરીકે આપણું યૌવનાવસ્થાના સુખ-ભોગમાં આનંદ લાગે છે; પણ તે સુખને અંતે વૃદ્ધાવસ્થાનું દુઃખ છે અને તે સુખ ચાલે છે ત્યારે પણ બહુ ઘેડે વખત ચાલે છે. ધન મળે છે ત્યારે સુખ લાગે છે. પણ તેને નાશ થાય ત્યારે દુઃખ થાય છે. નેહીને જોઈ આનંદ થાય છે, પણ તેના મરણથી શેક થાય છે. એવી રીતે સર્વ પૌગલિક વસ્તુઓમાં પરિણામે દુઃખ છે, એટલું જ નહિ પણ આનંદ અ૫ કાળ સુધી જ છે (વસ્તુતઃ તે આને આનંદ કહી જ શકાય નહિ.) વળી, થોડા કાળના સુખની ખાતર બહુ કાળના સુખને ભેગ આપ પડે છે, તેથી વ્યવહારકુશળ માણસે વિચાર કરવાની જરૂર છે. તું કેણ? તારું શું ? તારી ફરજ શી છે? આ સર્વ વસ્તુઓ તારી કેવી રીતે છે? તેમને ને તારે શું સંબંધ છે? તારી અન્ય પ્રાણીઓ તરફ તથા વસ્તુઓ તરફ કાંઈ ફરજ છે? છે તે કેવી છે? વગેરે બાબતનો વિચાર કરવાની આવશ્યકતા અનેક વાર પુનરાવર્તન કરી કરીને સમજવાની જરૂર છે. આવી રીતે જ્યારે આત્મનિરીક્ષણ કરવાની ટેવ પડશે ત્યારે વસ્તુસ્વરૂપ બરાબર જણાશે. આ જીવ વિચાર કર્યા વગર, ધર્મબુદ્ધિએ પણ, ઘણીવાર અજ્ઞાનદશાથી મહાપાપો કરી નાખે છે. એનું કારણ એ છે કે કોઈ પણ કાર્ય કરી, તેનું પરિણામ શું થશે અને આત્માને તેથી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] અધ્યાત્મકલ્પમ [ પ્રથમ કેટલી હાનિ થઈ અને પિતાની કેટલી અવનતિ થઈ તથા ગુણથી અર્ધ-અવતરણ કેટલું થઈ ગયું, તે સર્વને તોલ કરવાની આ જીવને ટેવ નથી. ઘણાં સુકૃત્યો આવી રીતે અલ્પ ફળ આપે છે, ઘણુ સદુપદેશે ખાસ આ જીવને ઉદ્દેશીને બોલાયેલા હોય છતાં નિષ્ફળ થાય છે અને હદયભૂમિની સપાટી પરથી ચાલ્યા જાય છે, પરંતુ હૃદયને જરા પણ આદ્ર કરતા નથી. એ સર્વનું કારણ એક જ છે કે આ જીવને આત્મ-વિચારણાની ટેવ નથી. આત્મવિચારણું કરનાર પિતાના દરેક કાર્યને તપાસી શકે છે, અને તેથી કાર્યક્રમમાં ભૂલ કેટલી છે, મેલ કેટલો છે અને દેષ કેટલું છે તે શોધી દૂર કરી શકે છે. આત્મનિરીક્ષણ કરનાર સર્વદા જાગૃત રહે છે અને કદી પણ શક્તિને નાશ કરતો નથી. આવા અનેક કારણોને લીધે આત્મવિચારણાથી બહુ પ્રકારના લાભ થાય છે. તે હે ચેતન ! આવી જાગૃતિને આચાર (વ્યવહાર) તું શા માટે તજી દે છે! એ વ્યવહાર તજી દેવાથી બહુ નુકસાન છે, કારણ કે તારું સાધ્ય તેથી દૂર થતું જાય છે. (૨૧) રાગદ્વેષના કરેલા વિભાગ પર વિચારણું निजः परो वेति कतो विभागो, रागादिभिस्ते त्वरयस्तवात्मन् !। चतुर्गतिक्लेशविधानतस्तत् , प्रमाणयन्नस्यरिनिर्मितं किम् ? ॥ २२॥ (उपजाति) “હે ચેતન! તારું પોતાનું અને પારકું એવો વિભાગ રાગ-દ્વેષે કરેલો છે, ચારે ગતિમાં તને અનેક પ્રકારને કલેશ કરાવતા હોવાથી રાગ દ્વેષ તો તારા શત્રુઓ છે ! શત્રુઓએ કરેલ વિભાગને તું કેમ કબૂલ કરે છે?” (૨૨) વિવેચન-શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અષ્ટકમાં લખે છે કે મતિ મોડ્યું મદર્શ વાચા “ હું અને મારું એ મેહ (રાગદ્વેષલક્ષણ) મંત્રથી જગત અધ થઈ ગયું છે.” એને મળતો ભાવ બતાવતાં ભતૃહરિ કહે છે કે–વવા મોદી પ્રમારમવિક્રમત્તમૂર્ત નતિ –હથી ભરેલી પ્રમાદમદિરા પીને આ જગત ગાંડું થઈ ગયું છે. મેહ આવી રીતે આ જીવ ઉપર અનેક પ્રકારના ત્રાસ ઉત્પન્ન કરે છે તેનું કારણ વિચારીએ. ૧. “આત્મનિરીક્ષણ” ના વિષય ઉપર “શ્રી જૈન ધમ પ્રકાશ માસિકના પુસ્તક ૧૮માં પૃષ્ઠ ૧૦૦ થી શરૂ થતા એક લેખ આ શ્લેક ટાંકીને લખે છે, તે પર ધ્યાન ખેંચવામાં આવે છે. ગ્રન્થગૌરવના ભયથી એ લેખ અત્ર પુનરાવર્તિત કર્યો નથી. “સાધ્યને માર્ગે ' નામના પુસ્તકમાં પહેલા નંબરે એ મુદ્રિત કર્યો છે. ૨. આચાર શબ્દનો અર્થ કેટલાક પંચાચાર એમ કરી તેને ભવાંતરમાં અનંત સુખનું સાધન બતાવી તે અર્થ અત્ર ઘટાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂ૫ પંચ આચાર ભગવતે ઉપદેશ્યા છે, અને તે અપ્રમત્તપણે પાળવા અત્ર ઉપદેશ છે. આ પ્રમાણે કરેલે અર્થ અસમાચીન નથી, પણ મુનિસુંદરસૂરિ મહારાજે યતિશિક્ષાઉપદેશ સિવાયને આ ગ્રંથ જેમ બને તેમ પારિભાષિક ન થવા દેવા યત્ન કર્યો હોય એમ લાગે છે અને તેથી સામાન્ય અર્થ થઈ શકતો હોય ત્યાં વિશેષ અર્થ ન કરવો એ પદ્ધતિ મને વિશેષ અનુકૂળ લાગી છે. ૩, જ્ઞાનસાર, અષ્ટક ચેશું, પ્રથમ કિ. ૪. વૈરાગ્યશતક, લેક સાતમ. Page #111 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતો [ ૩૦ વશમા શ્લોકમાં આપણે જોઈ ગયા છીએ કે આ જીવ પોતાનું અને પારકું શું છે તે જાણતો નથી. આ સત્ય છે? બધા જ ઘણી વસ્તુને પિતાની છે એમ માને છે, પરંતુ એમાં ભૂલ એ થાય છે કે જે પોતાની વસ્તુ નથી તેને પોતાની માની બેસે છે. અને પિતાનું અનંત દ્રવ્ય, જે દરરોજ સાથે રહે છે, સંનિધિમાં જ છે અને જેને શોધવા જવું પડતું નથી, તેને તે ઓળખતા નથી, જાણ પણ નથી અને ભ્રમણમાં રખડ્યા કરે છે! આવી સ્વપરની બેટી વહેંચણ થઈ છે, તેનું કારણ શું? વહેંચણી કરનાર કેણ? આને વિચાર કરે. “ આ દ્રવ્ય મારું છે, આ સ્ત્રી મારી છે, આ ઘર મારું છે” એમ ઓળખાવનાર રાગ છે, એ મોહ છે, એ મદિરા છે. “આ ઘર પારકું છે. આ છોકરે બીજાને છે. આ વસ્તુને નાશ થયો તેમાં અડચણ નથી, કારણ, તે મારી નથી એમ ઓળખાવનાર છેષ છે. એ મદિરા છે, એવી જ રીતે મદથી, ઈર્ષાથી, અહંકારથી, લોભથી સ્વપરનો વિભાગ પાડે છે એ સર્વ મહજન્ય છે. મોહને માર્ગ જગતને અંધ કરીને કામ કરવાનો છે અને વાઈન(દારૂ)ની પેઠે તે પ્રાણીને ઉન્મત્ત બનાવે છે. ટૂંકમાં કહીએ તો, પદ્દગલિક વસ્તુઓને સ્વપરવિભાગ મહજન્ય છે. મેહ આ પ્રાણીને ચારે ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ આપ્યા કરે છે. દેવગતિમાં વિરહદુઃખ અને પત્કર્ષ સહન કરવાનું દુઃખ, મનુષ્યગતિમાં આજીવિકાનું દુઃખ અને સંગવિયેગનું દુઃખ, તિર્યંચગતિમાં મૂંગે મોઢે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરવાનું અને તાપ-ઠંડી સહન કરવાનું દુઃખ અને નરકગતિમાં અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક અસહ્ય દુઃખે મેહ ઉત્પન્ન કરે છે અને તે આ જીવને જરૂર સહન કરવાં જ પડે છે. કષાયો રાગદ્વેષજન્ય છે અને તે બને પિતે મેહના છોકરા છે અથવા મોહ પિતે જ છે. ઉક્ત રીતે અનેક પ્રકારનાં દુઃખ આપનાર મોહને તે આ જીવને ખરેખરે દુશમન કહી શકાય, દુમનને આનંદ આ જીવને ભુલાવે ખવરાવી દુઃખ આપવામાં જ હોય છે. તે જ મેહ સ્વપરવિભાગ કરી આપે છે. આ મારું છે અને આ પારકું છે, એવું પદ્દગલિક વસ્તુમાં આરોહણ કરવું એ પ્રકટપણે ખોટું છે, કારણ કે તેમાં આત્મિક કાંઈ નથી અને આત્મિક ન હોય તે પિતાનું નથી. આવી રીતે વિભાગ કરનાર તો તારા પાકા દુશ્મન છે. ત્યારે દુશમન કરેલ વિભાગ તું શા માટે કબૂલ રાખે છે ? દુનિયામાં કોઈ કારણસર બે પક્ષકારો વચ્ચે તકરાર થાય તે તેને નિવેડો મધ્યસ્થ માણસથી લાવવામાં આવે છે, પરંતુ તે જ નિવેડે કરવાનું કામ જે એક પક્ષના દુશમનને સેંપવામાં આવે તે જરૂર તેનું પરિણામ તેના લાભથી ઊલટું જ આવે છે, અર્થાત્ તેને નુકસાન થાય છે. માટે હે ચેતન ! તારું શું છે અને પારકું શું છે?—તેને વિભાગ તારા હિતસ્વી હોય તેની પાસે કરાવ. એમ કરીશ તે તને કાંઈ પણ લાભ થશે અને આત્મિક દ્રવ્ય; જે અત્યારે તારી સત્તા (potentiality)માં રહ્યું છે, પ્રગટપણે તું પામી શકીશ. શત્રુને હવે તું ક્યાં સુધી તારા તરીકે સમજીશ? તું હવે ઉન્મત્તપણું છોડી દે અને મહિને કરેલ વિભાગ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] અધ્યાત્મકપર્ફોમ [ પ્રથમ તને બહુ અહિત કરનારા છે એ ધ્યાનમાં લે. આ મનુષ્યભવમાં તને વિચાર કરવાના અહુ અવકાા છે, કારણ કે અત્રે તારી સર્વ શક્તિએ થાડે કે વધતે અશે ખીલેલી છે. એથી ખ્યાલ કરી તું સ્વ-પર ખરેખરુ શું છે તે સમજ. આ ભવમાં તને જોગવાઇ મળી છે, તેના ખરેખરો ઉપયાગ કર. (૨૨ ) આત્મા અને બીજી વસ્તુઓના સંબધ પર વિચારણા अनादिरात्मा न निजः परो वा, कस्यापि कचिन्न रिपुः सुहृद्वा । 66 स्थिरा न देहाकृतयोऽणवश्व, तथापि साम्यं किमुपैषि नैषु ॥ २३ ॥ ( उपजाति ) આત્મા અનાદિ છે; કાઈ ને કાઈ પાતાનું નથી અને કાઇ પારકું નથી; કેાઈ શત્રુ નથી અને કોઇ મિત્ર નથી; દેહની આકૃતિ અને (તેમાં રહેલા ) પરમાણુએ સ્થિર નથી તાપણ તેમાં તું સમતા કેમ રાખતા નથી ? ” (૨૩) ?? વિવેચન—આત્મા શુ છે અને કાણુ છે, તેની વિચારણા કરવાના ત્રીને સાધ્ય ઉપાય હજી પણ વિશેષ સ્પષ્ટ કરે છે. રાગદ્વેષે સ્વપરના વિભાગ ખાટો કર્યાં છે, એવું સમુચ્ચયે ઉપર બતાવ્યું. હવે આત્મા કોણ છે અને તેને ખીજાએ સાથે કેવા સબધ છે, તે અત્ર જોઇએ. આત્મા દ્રવ્યરૂપે ધ્રુવ-અનાદિ છે, પર્યાયથી પલટનભાવ પામે છે, પુદ્દગલના સૉંગમાં રહી જુદાં જુદાં જાતિ, નામ, શરીર ધારણ કરે છે; પણ સ્વ-સ્વભાવે શુદ્ધ ચૈતન્યવાન સનાતન છે. એનુ સ્વરૂપ ઘણા ગ્રંથમાં બતાવ્યુ છે. શ્રી લેાકપ્રકાશક ગ્રંથમાં તેનુ સ્વરૂપ બતાવ્યું છે, તેને અત્ર સાર આપીએ છીએ. “ જીવનુ સામાન્ય લક્ષણ ચેતના છે, વિશેષ સ્વરૂપ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન એ ખારેના ઉપયાગ છે. સવ જીવને અક્ષરનેા અનંતમા ભાગ તે સદા ઉઘાડા રહે છે, તેથી ઉપયાગ વગરના કોઈપણુ જીવ ત્રણ લેાકમાં નથી. ગમે તેટલાં આવરણ કરનાર કર્મી હાય તાપણુ આ અક્ષરના અનંતમા ભાગ તા અવરાતા નથી જ. અક્ષર એટલે જ્ઞાન અને દશનને! સંપૂર્ણ ઉપયાગ સમજવા. જેમ સૂર્યાં ઉપર વાદળાં ઘેરાઈ ગયાં હોય, છતાં પણ કાંઈ કાંઈ પ્રભા તા રહે જ છે, તેમ જ આત્માનું અનંત જ્ઞાન અવરાઈ જાય તાપણુ જરા ભાગ તો ઉઘાડા રહે છે અને દિવસ જેમ રાત્રિથી તે જ કારણે ભિન્ન થાય છે, તેમ આત્મા પણુ અજીવથી આ લક્ષણને લીધે જ જુદા પડે છે. જોકે આત્માનું સંપૂર્ણ જ્ઞાનલક્ષણ છે, પણ કર્મથી આવૃત્ત હોવાને લીધે તે પ્રગટ જણાતુ નથી, પરંતુ ખાણમાં રહેલ સેાનામાં જેમ શુદ્ધ કંચનત્વ છે, તેમ આત્મામાં અનંત જ્ઞાન સદા છે જ; ફક્ત તેના પર પડ ફરી વળેલાં છે વ્યક્ત-અવ્યક્તરૂપે જ્યા રે આત્માને ક્ષયાપશમ થાય છે ત્યારે શક્તિ અને કારૂપે જ્ઞાન ઉત્પન્ન થાય છે અને વળી તેજ-વી ચાલ્યુ' જાય છે ત્યારે કાદવ જેમ દર્પણને આવરી મૂકે છે, તેમ કર્યાં જ્ઞાનને આવરી દે છે. પર`તુ જે બહુ પ્રયાસ કરી સ કચરા દૂર કરવામાં આવે તેા અનાદિ શુદ્ધ દ્રવ્યલોક, દ્વિતીય સ`, શ્લોક ૫૩–૭૩. Page #113 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૪૧ સ્વરૂપે પ્રગટ થાય. આત્માનું રૂપ એક જ છે, પરંતુ કર્માવૃત હોય ત્યારે તે વિવિધ રૂપ ધારણ કરે છે.” આવા અનાદિ કાળથી આવરિત સ્વરૂપવાળા આત્માને બીજું કઈ પિતાનું નથી અને કઈ પારકું નથી, તેમ જ કોઈ તેનું શત્રુ નથી અને કોઈ મિત્ર નથી. એનું પોતાનું છે તે એ જ (આત્મત્વ) છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર વગેરે સર્વે અનેક પ્રકારના સંબંધમાં અનંત વાર આવ્યા કરે છે અને તેથી તેઓ પોતાના કહેવાય જ નહિ, પોતાના હોય તે અત્રે રહી જાય જ નહિ, માટે એવા ક્ષણિક સંબંધને પિતાને કે પારકે માન, એ ખોટું છે. આ હકીકતના સમર્થનમાં શાસ્ત્રકાર કહે છે કે – न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुया जत्थ, सव्वे जीवा अणंतसो ॥ એવી કોઈ જાતિ નથી, એવી કઈ યોનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વ જીવો અનંત વાર જન્મ પામ્યા ન હોય અને અનંત વાર મરણ પામ્યા ન હોય.” મતલબ કે સર્વ સ્થાનકે સર્વ સંબંધમાં આ જીવ અનંત વાર ઉત્પન્ન થયેલ છે. અનંત કાળચક્રનું માન જોઈએ અને સાથે વિચાર કરીએ કે આ જીવે અનંત પુદગળ પરાવર્તન કર્યા છે, એટલે આ હકીકત સ્પષ્ટ સમજાઈ જાય છે. વળી, એ પણ આથી સમજાય છે કે આપણે શત્રુ કોને કહેવા અને મિત્ર કેને કહેવા ? આ જીવના સંબંધમાં દરેક શત્રુ, મિત્ર તરીકે અનંત કાલમાં અનંત વાર થઈ ગયાનો સંભવ છે, માટે આ તારાં સગાંઓમાં કઈ તારાં નથી અને કઈ પારકાં નથી, છતાં તું તારાં ને પારકાં માને છે તે સંસારનું સ્વરૂપ, તારું પોતાનું સ્વરૂપ અને સામાન્ય રીતે જીવન કર્મ સાથેનો સંબંધ વગેરે તું જાણતો નથી, તેને લીધે જ છે. આ તારો દેહ છે તે નાશવંત છે. તારા શરીરની આકૃતિ પણ નાશવંત છે. જરાવસ્થામાં તે બદલાઈ જશે અને અંતે રાખ થઈ જશે. આ શરીર પર મોહ તે પારકી વરતુ પર મોહ છે. યૌવન ગયા પછી રૂ૫ રહેતું નથી. દેહ જર્જરિત થાય છે, મોંમાંથી લાળ પડે છે, આંખે ઝાંખ આવે છે, શરીર ધ્રુજે છે, વાળ વેત થઈ જાય છે અને કપાળે કરચલી પડે છે. આવા શરીર પર પ્રેમ કરે, તેને પંપાળ્યા કરવું, તેની દરેક તબિયત જાળવવી, તેને ગમે તેવા અભક્ષ્ય પદાર્થોથી પિષવું એ મૂર્ખતા છે, દગ્ધતા છે, વસ્તુસ્વરૂપનું * એક પુગળપરાવર્તનમાં કેટલો કાળ થાય છે તેને ખ્યાલ આપવો મુશ્કેલ છે. કોડ કે અબજો વર્ષથી તેનું માપ થઈ શકતું નથી. તેને ખ્યાલ કરવા માટે જુઓ સૂક્ષમ અદ્ધાસાગરોપમનું સ્વરૂપ (લેકપ્રકાશ-દ્રવ્યલોક, પ્રથમ સર્ગ, શ્લોક ૯૫). એવા વીશ કેડાડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે અને એવા અનંત કાળચક્રે એક પગળપરાવર્તન થાય છે. એના વિશેષ સ્વરૂપ માટે દશમા અધિકારના સાતમા શ્લોકનું વિવેચન જુઓ.. અ. ૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] અધ્યાત્મકપમ [ પ્રથમ અજ્ઞાન છે, જે વસ્તુ પાતાની નથી તેને પાતાની માની તેની ખાતર ફ્લેશ પામવે અથ વગરના છે. શરીર કેવુ' નાશવત છે અને એના પર મમત્વ રાખવાથી છેવટે કેટલા ખેદ થાય છે, તે ચેાથા દેહમમત્વમાચન અધિકારમાં વિસ્તારથી બતાવ્યુ' છે. લેસ્થિતિ આ પ્રમાણે છે તેથી સર્વ વસ્તુ ઉપર સમભાવ રાખવા, સર્વ પ્રાણીએ ઉપર સમભાવ રાખવા અને આત્મિક દશા ઉન્નત કરવાનુ` સાધ્ય નજર સમીપ રાખવું. આ પ્રમાણે આત્મસ્વરૂપ વિચારવાની જરૂરિયાત કેટલી છે, તે આપણે જોયું. (૨૩) હવે માતા-પિતા વગેરેના સબધ કેવા છે તે કહે છે यथा विदां लेप्यमया न तच्चात् सुखाय मातापितृपुत्रदार|ः । तथा परेऽपीह विशीर्णतत्तदाकारमेतद्धि समं समग्रम् ॥ २४ ॥ ( उपजाति) “ જેવી રીતે ચિત્રમાં આલેખેલાં માતા, પિતા, પુત્ર અને સ્ત્રી વાસ્તવિક રીતે સમજી પ્રાણીને સુખ આપતાં નથી, તેવી જ રીતે આ સ’સારમાં રહેલાં પ્રત્યક્ષ માતા-પિતાદિક પણુ સુખ આપતાં નથી. તે બન્નેના આકાર નાશ પામતાં તે બન્ને સરખાં જ છે,” (૨૪) વિવેચન—જેમ પર-વસ્તુ સાથેના સ ંબંધ અસ્થિર છે તેમ સગાં-સ્નેહીઓના સબંધ પશુ અસ્થિર છે, એ વિષય પર હવે પછીના મમત્વમાચન અધિકારમાં વિશેષ વિવેચન કયુ" છે, તેનું કાંઈક પૂર્વનિરૂપણુ (anticipation) કરતાં અત્ર કહે છે કે હે ચેતન ! તું તારાં માતા, પિતા, સ્ત્રી કે પુત્રના માહમાં મસ્ત થઈ આ સંસારને તારી માની બેઠા છે, પરંતુ તું કાઈ પણ પ્રકારના વિચાર કરતા નથી અને વાસ્તવિક રીતે તેએ તારાં છે કે નહિ તેના પણ તું ખ્યાલ કરતા નથી, એ બહુ અયુક્ત છે. માતા, પિતા, સ્ત્રી કે પુત્રની છમી ચીતરી હોય અથવા તેઓના ફોટોગ્રાફ્ પડાવ્યો હોય તે જેમ કાઈ પણ પ્રકારનું સુખ આપી શકતા નથી * તેવી જ રીતે તું વિચાર કરીશ તા જણાશે કે તારા હયાત સબંધીએ પણ તને ખરું સુખ આપી શકતા નથી. શ્રી વીર પરમાત્માના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણુ + કહે છે કેઃ माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगा य । इह व बहुबिहाई, करंति भयवेमणस्साई ॥ હું આ સ`સારમાં માતા, પિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર, મિત્ર અને પેાતાના સબંધીએ ખહુ પ્રકારના ભય અને મનનાં દુઃખ ઉત્પન્ન કરે છે.” સૂરિમહારાજ કહે છે તેમ, સંબધીએ મરણથી વિયાગજન્ય દુઃખ આપે છે, એટલું જ નહિ, પરંતુ જીવતાં છતાં પણ અનેક પ્રકારનાં દુઃખા આપે છે. એવા દુઃખાત્પાદક સંબંધમાં * આ ઉપરથી તે મેાહકારક થતાં નથી એમ કહેવાની મતલબ નથી. સારા પદાર્થને દેખવાથી સારી અને નબળાને દેખવાથી નબળી અસર તેા હૃદય ઉપર થયા જ કરે છે. + ઉપદેશમાળા, ગાથા ૧૪૪, Page #115 -------------------------------------------------------------------------- ________________ સમતા [ ૪૩ અધિકાર ] બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા ચલણી માતાસંબંધનું દૃષ્ટાંત પૂરું પાડે છે; નકકેતુ પિતાસ’બંધનુ’; કાણિક (શ્રેણિકપુત્ર ) પુત્રસંબંધનુ' અને નયનાવલી – (યશેાધર રાજાની રાણી ) સ્ત્રીસ ખ’ધનું દૃષ્ટાંત પૂરું પાડે છે. આ સ``ધમાં શાસ્રાક્ત દૃષ્ટાંતા જોવા ઉપરાંત દરેક માણસે પોતાના અનુભવ પણ કામે લગાડવા. એક નાની રકમ સારુ ભાઈએ જ્યારે લડે છે ત્યારે વિવેકી પ્રાણી હેતના રંગ અનુભવે છે; સ્ત્રીની ઈચ્છા પાર પડતી નથી ત્યારે ગમે તેવાં અપવચન ખેલે છે; આપત્તિમાં મિત્રા તજી જાય છેઃ માતા-પિતાના સંબંધ પણ સ્વાશ ન થાય ત્યાં સુધી સારા રહે છે. વળી, જેમ ચિત્રના નાશ થતાં નયનને જે સુખ થતું હતું તે નાશ પામે છે તેમ પ્રત્યક્ષ માતા-પિતાના અભાવ થતાં તેએ સુખ આપતાં બંધ થાય છે. શરીર નાશ પામતાં મૃત્યુથી જે દુઃખ થાય છે તે પણ સ્વાર્થને અગે જ છે, તે આપણે છવ્વીશમા શ્લોકમાં વિસ્તારથી જોશું. તેથી નાશ પામતી વખત દુઃખ થાય છે તે પણ પ્રેમને ઉત્તેજન આપનાર નધી, પરંતુ તેથી પણ વૈરાગ્યભાવ જ આવે તેમ છે. આવી રીતે માબાપ, સ્ત્રી કે પુત્ર પર મમત્વ રાખવું એ અજ્ઞાન છે, દુઃખનું કારણ છે અને તજવા ચેાગ્ય છે. એ સબધ કેવા છે, કેટલા છે અને કેટલા વખત સુધી ચાલે તેવે છે એ પર વિચાર કરવાથી આત્મતત્ત્વનુ' સહજ ભાન થઇ જશે. માતા-પિતા ઉપર માહ રાખવા નહિ, એટલેા અત્ર ઉપદેશ છે, પરતુ તે ઉપરથી તે તરફ ગમે તે પ્રકારનું વર્તન ચલાવવું એમ સમજવાનું નથી. શાસ્ત્રના જ્યાં સુધી એકદેશીય અભ્યાસ થયા હોય ત્યાં સુધી ધર્મનાં વિશુદ્ધ ક્માનાનુ` આવુ. મૂર્ખાઇભરેલુ‘ પરિણામ લાવવાને અવિવેકી માણસાના સંબંધમાં બહુ ભય રહે છે. દરેક પ્રાણીએ પુત્રધર્મ, પતિધમ, માતૃધર્મ, પિતૃધમ, મિત્રધમ ખરાબર જાળવવા એવા શાસ્રકારના ખાસ ઉપદેશ છે અને અનેક જગેાએ તે પર ભાર મૂકી મૂકીને કહેવામાં આવ્યું છે. માત્ર સંસાર ઉપરથી વાસના ઊડી જઈ લેાકયજ્ઞ કરવાની વિશુદ્ધ વૃત્તિ હૃદયમાં જાગૃત થાય તે વખતે માહજન્ય સ`ખધથી અને પુત્રધર્માદિક ધર્મના ખાટા અથવા અધૂરા ખ્યાલથી અટકી જવાના સ‘ભવ ન રહે અને સંબધીઓનાં મૃત્યુથી થતા વિયેાગપ્રસંગે પ્રમાણ વગરના અને પિરણામ વગરના શાક ન થાય તે સારુ જ આ ઉપદેશ છે. પિતૃધર્માદિના જ્યારે વિશ્વપ્રાણી તરફના ધર્મ સાથે સ`ઘટ્ટ થાય ત્યારે પ્રથમ ધર્મના કદાચ ભાગ આપવા પડે તેપણુ સામાન્ય શિષ્ટાચાર પ્રમાણે બીજો ( અંત્ય) ધર્મ આદરવા યુક્ત છે. માહથી સાઈ જવું નહિ અને પ્રતિબંધમાં પડી જવું નહિ એ શુદ્ધ આશય છે. આ વિષયને અંગે ચેાથી એકત્વ ભાવના વિચારવા ચેાગ્ય છે. એ ભાવનાના ઉદ્દેશ અને આ શ્ર્લાકને ઉદ્દેશ લગભગ એક સરખા છે. ચાપઇના કર્તાએ આ શ્ર્લાકના અથ જીદ્દી રીતે કર્યાં છે, પણ તેવા અ મૂળ ઉપરથી મને બેસી શકયો નથી. ચાપાઈ કારના કહેવાના ભાવાર્થ એવા જણાય છે કે જેમ + બ્લુએ મારું યશોધરચરિત્ર ભાષાંતર, પ્રકટકર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] અધ્યાત્મકપર્ફ્યુમ [ પ્રથમ વિદ્વાનાને તત્ત્વજ્ઞાન હેાવાચી સુખને માટે મનાયેલાં માતા, પિતા, પુત્ર અને સ્ત્રીએ તેએને લેપકારક થતાં નથી અને નિઃસ ંબંધ રહીને આત્માને નિલેપ રાખે છે, તેવી રીતે ધનધાન્યાદિ પણ તેઓને લેપકારક ( કર્મબંધ કરાવનાર) થતાં નથી, કારણ કે તેઓનુ` માનવું કે છે કે પોતપેાતાના પર્યાય તજીને દ્રશ્ય જુદા જુદા પર્યાયને પામી જતાં બધુ' અપરરૂપ થઈ જાય છે ને તેથી સ સરખું છે. (૨૪) સમતાને ઓળખનારાની સખ્યા जानन्ति कामान्निखिलाः ससंज्ञा, अर्थ नराः केऽपि * च केsपि धर्मम् । जैनं च केचिद् गुरुदेवशुद्धं, केचित् शिवं केऽपि च केऽपि साम्यम् ।। २५ ।। (इन्द्रवन्ना) ઃઃ સર્વ સ’જ્ઞાવાળાં પ્રાણીએ ‘કામ ’ને જાણે છે; તેમાંથી કેટલાંક અથ (ધનપ્રાપ્તિ)ને જાણે છે; અને તેમાંથી પણ કેટલાંક જ ધને જાણે છે; તેમાંથી કેટલાંક જ જૈનધર્મને જાણે છે; અને તેમાંથી બહુ થાડાં શુદ્ધ દેવગુરુયુક્ત જૈનધર્મને જાણે છે; તેમાં પણ બહુ ઘેાડાં પ્રાણી મેાક્ષને આળખે છે અને તેથી પણ બહુ થાડાં પ્રાણીએ સમતાને આળખે છે.” (૨૫) વિવેચન—સ'સારી જીવા કમથી આવૃત હાવાને લીધે સમતાના સ્વરૂપને ઓળખતા નથી અને આદરતા નથી. આ સ્વરૂપ બતાવીને કર્તા સિદ્ધ કરે છે કે સમતાને જાણનારા તથા આદરનારા બહુ ઓછા છે; પતિત થવાના રસ્તા હમેશાં ઉઘાડા હોય છે, અનાદિ અભ્યાસથી આ જીવ એવા નીચે જનારા રસ્તા ઉપર તુરત ઢળી જાય છે. વિભાવદશાને વંશ પડેલા જીવા ક`સત્તાને આધીન થઈ વિષય તરફ દોરવાઈ જાય છે, કારણ કે મૈથુન સંજ્ઞા આ જીવ સાથે અનાદિ સબંધવાળી છે. ધનવિજય પણ કહે છે કે કામ શબ્દ વડે ઉપચારથી શબ્દ વગેરે ઇંદ્રિયાના સર્વ વિષયા સમજવા. એકેદ્રિયને પણ વિષય હાય છે. એ સબધમાં તેઓ નીચેના શ્લેાક ટાંકી બતાવે છેઃ— पंचिदिओ उ बउलो, नरो व्व सव्वविसयउबलंभा । तहवि न भन्नइ पंचिदिओत्ति बज्झिदियाभावा || “અકુલ વૃક્ષ + પાંચે ઈંદ્રિયના સર્વ વિષયા ગ્રહણ કરી શકે છે, માટે ભાવથી પચેન્દ્રિય છે; તેાપણુ બાહ્ય ઇન્દ્રિયાના અભાવ હોવાથી તેને પચે'દ્રિય કહેવાય નહિ.” લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે :— पादाहतः प्रमदया विकसत्यशोकः, शोकं जहाति बकुलो मुखसीधुसिक्तः । आलिङ्गितः कुरबकः कुरुते विकास-मालोकितस्तिलक उत्कलिको विभाति || *‘ઐત્તિ' સ્થાને ર્મ કૃતિ પાટઃ વિત્ યુ તે । + ખેારસલીનું ઝાડ ઃ સ્ત્રી તેને દારૂના કાગળા છાંટે છે ત્યારે તે ફળે છે એવી પ્રાચીન રીતિ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૪૫ અશેાક વૃક્ષને સ્રી પગની લાત મારે ત્યારે તે વિકાસ પામે છે; બકુલ વૃક્ષ પર સ્ત્રી જ્યારે દારૂના કોગળા નાખે છે ત્યારે તે શેાક તજી દે છે; કુરબક (નારંગી ) વૃક્ષને સ્ત્રી આલિંગન કરે છે ત્યારે તે પણ વિકાસ પામે છે, અને તિલક વૃક્ષની સામુ` સ્ત્રી જુએ છે ત્યારે તેને કળિયા આવે છે. 66 આવી રીતે શબ્દાદિ વિષયનું ગ્રહણ કરવુ' સર્વ પ્રાણીઓને હાય છે, તેમાંથી કેટલું ક આ પ્રમાણથી અને કેટલુક અનુભવથી સિદ્ધ છે. પ્રખળ ટીકાકારના આ અર્થ સમીચીન જણાય છે. તિય...ચમાં આપણે જોઈએ તે સર્પને ક્રોધ, હાથીને માન, શિયાળને માયા, ઉદર વગેરેને લાભ વગેરે જુદી જુદી પ્રકૃતિ દેખાય છે, પણ વિષયસુખની ઈચ્છા તેા સર્વ પ્રાણીઓને સામાન્ય હેાય છે. સંજ્ઞા દરેક પ્રાણીને કેટલી હાય છે તેનું સ્વરૂપ બતાવવા માટે શાસ્ત્રમાં બહુ ઉલ્લેખ થયેલા છે. સામાન્ય રીતે દરેક જીવને ચાર સ`જ્ઞા બતાવી છે; આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ સસ'જ્ઞા અનાભાગથી કે આભાગથી સર્વ પ્રાણીઓને હાય છે; એ એકેન્દ્રિયને પણ હોય છે; તેના સમર્થનમાં બહુ ાંતા આપ્યાં છે. તે ઉપરાંત સંજ્ઞા દશ અથવા સેાળ પણ છે. વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ લાકપ્રકાશ * ગ્રંથ જોવા. એમાં શ્રીભગવતી સૂત્ર, સ્થાનાંગસૂત્ર વગેરેના આધારથી બહુ સારી રીતે સ’જ્ઞાનું સ્વરૂપ બતાવ્યુ છે. ત્યાં સિદ્ધ કર્યું છે કે સર્વાં પ્રાણીએને આહારાદિ ચારે સ’જ્ઞાએ અવશ્ય હેાય છે. પરિગ્રહ સ’જ્ઞાને બદલે નિદ્રા સ`જ્ઞા મૂકીને અન્ય ગ્રંથકારા પણ કહે છે કે સાદા નિદ્રામયમૈથુનાનિ સામાન્યમેતસ્વામિનેરાળામ એથી જણાય છે કે ઇંદ્રિયાના વિષયા સર્વ પ્રાણીઓ જાણે છે; એ ખાબતમાં કાઈને શીખવવાની જરૂર પડતી નથી. સ સ`જ્ઞી ( જેને સંજ્ઞા હાય તે) પ્રાણીઓમાંથી મનુષ્ય ધનપ્રાપ્તિના વિષય સારી ( રીતે જાણે છે. ધન બીજો પુરુષાર્થ છે. એનુ ક્ષેત્ર વિશેષે મનુષ્ય લેાકમાં જ છે. કેટલાક તિર્યંચ ધન પર ચાકી કરે છે, પરંતુ તેની પ્રાપ્તિના વિષય તે મનુષ્યમાં જ છે. મનુષ્ય ધન ખાતર અનેક પ્રકારનાં અકાર્ય કરે છે, રાત-દિવસ તે મેળવવા પ્રયાસ કરે છે, તેને માટે દેશ-પરદેશ ફરે છે, નીચ( અધમ )ની નોકરી કરે છે, નાલાયક માણસેાની ખુશામત કરે છે અને પૈસા ખાતર ગમે તેવા ભાગ આપે છે. આવી રીતે ધનપ્રાપ્તિ માટે આ જીવ અનેક પ્રકારના નાચ નાચે છે અને અનેક વેષ ભજવે છે. ભતૃ હિર તેટલા માટે ચેાગ્ય રીતે કહે છે કે-સ્વમારો નોધારો મિલરમતો નર્રાયસિ મામૂ ^ હું આશા ! તારી ખાતર લુચ્ચાએના ઉદ્ભાપ મે. સહન કર્યા, આંસુ મનમાં શમાવી દઈ શૂન્ય મનથી પણ હાસ્ય કર્યું, અ'તઃકરણને મે દાખી રાખ્યુ' અને નીચ માણસેાને મે' નમન પણ કર્યું. હું નિષ્ફળ આશા ! હજી વળી તુ' કેટલા નાચ કરાવીશ ?” ધનપ્રાપ્તિ માટે મનુષ્યા શું શું કરે તેનુ વિશેષ વર્ણન * દ્રવ્યલાક, ત્રીજો સ, લેાક ૪૪૨-૪૬૩. × વૈરાગ્યશતક, લેાક ટ્ટો. Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પમ [ પ્રથમ દાંત સહિત પાંચમા અધિકારમાં કહેવાશે. અત્રે પ્રસ્તુત એ છે કે મનુષ્ય ધનપ્રાપ્તિને વિષય સ્વયં જાણે છે અને આ સંબંધમાં અપવાદ શોધવા મુશ્કેલ પડે તેમ છે. ધનપ્રાપ્તિને વિષય જાણનારા મનુષ્યમાં પણ બહુ થોડાં પ્રાણીઓ ધર્મને ઓળખે છે. ઘણા ખરા તો અખંડ પ્રવૃત્તિમાં અથવા પ્રમાદમાં જીવન પૂરું કરે છે. આ યુષ્ય કરતાં બે વરસનું વધારે કામ હોય એવાં બહુ પ્રાણીઓ હોય છે, જેઓ સંચાની માફક સવારથી તે મોડી રાત્રિ સુધી જરા પણ વિશ્રાંતિ લઈ શકતા નથી અને કેટલાકને બેસવા આડે ઊઠવાની ફુરસદ મળતી નથી. ધનપ્રાપ્તિ, તેનું રક્ષણ, તેને વિચાર, માજશેખ, નકામી વિકથા, ઈદ્રિના ભાગે વગેરેમાં રક્ત રહી ધર્મ એ શબ્દ પણ જાણતા નથી. પાશ્ચાત્ય વિચારોએ આધ્યાત્મિક આર્ય પ્રજા પર પણ પિતાની પ્રવૃત્તિનો સપાટો સજજડ ચલાવ્યો છે. આવા સમયમાં ધર્મને જાણનારા બહુ ઓછા હોય એ સ્વાભાવિક છે. આવા જીવમાંથી પણ શુદ્ધ દેવ-ગુરુના સ્વરૂપને બતાવનારા, ધર્મને ઓળખનારા બહુ જ થોડા હોય છે. ઘણા ધમને નામે હિંસાને પોષે છે, ધર્મના દેખાવ નીચે ઢાંગ કરે છે, ધર્મને નામે માયા કરે છે, ધર્મને ધનપ્રાપ્તિનું સાધન કરે છે. સંસારથી સર્વથા મુક્તિ અપાવનાર, શુદ્ધ આત્મદશાનું સ્વરૂપ બતાવનાર અને મનને તથા શરીરને કષ્ટ કરનાર ઉપાધિઓથી છોડાવનાર શ્રી જિનેશ્વરપ્રણીત શુદ્ધ ધર્મનું સ્વરૂપ જાણનાર બહુ ઓછા પ્રાણીઓ હોય છે. વળી, કેટલાંક પ્રાણીઓને જૈનધર્મ પ્રાપ્ત થઈ જાય છે ત્યાં પણ તેની શુદ્ધ બાજુ પ્રાપ્ત થતી નથી. નિદ્ભવપણું, કુગુરુસેવા, પાસત્યાપણું વગેરે અશુદ્ધ બાજુનાં દૃષ્ટાંત છે. વળી, શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા રહેવી બહુ મુશ્કેલ છે અને પાશ્ચાત્ય સંસ્કારને લીધે જડવાદને પ્રાધાન્ય માનનારાને આ જમાનામાં તે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થવું અને તે જળવાઈ રહેવું બહુ જ મુશ્કેલ પડે છે. ઘણું પ્રાણીઓ શુદ્ધ મોક્ષમાર્ગ ઓળખી શકતાં નથી, તેનું સ્વરૂપ જાણું શકતાં નથી, અને ત્યાં કેવું સુખ છે તે સમજી શકતાં નથી. સ્ત્રી-પુત્રાદિક વગરને ખાવા પીવાના મોજશોખ વગર ત્યાં શે આનંદ આવતો હશે?—એવા અહિક ખ્યાલમાં રહી અનાદિ સંસારમાં રખડવા કરે છે. મહાભાગ્યયોગે મોક્ષનું સ્વરૂપ જણાય તે પણ બહુ ઓછાં પ્રાણીઓ સમતાનું સ્વરૂપ જાણે છે. મોક્ષને પામવાનું સાધન સમતા છે, એ જ્ઞાનનું ક્રિયામાં વતન છે, અને એ સ્વરૂપ જાણવામાં આવે ત્યારે જ વસ્તુતઃ સુખ શું છે તેનો ખ્યાલ આવે છે. આ આખા શ્લોકની મતલબ એ છે કે સંસારના સંબંધનું સ્વરૂપ કહેવામાં આવ્યું, છતાં પણ લે કે સંસારને દુઃખની નજરથી જોતા નથી. સંસારી જીવ તે જાણે આંખ મીંચીને ચાલે જ જાય છે, જરા પણ વિચાર કરતા નથી. સુખ ક્યાં છે? તેને વિચાર કરે. બધે ફરી આવે. રાજાના મહેલે જુઓ, દીવાનની ઓફિસો જુએ, ન્યાયાધીશની કોર્ટે જુઓ, શેઠીઆએના વૈભવ જુઓ, યુરોપિયન કે પારસીઓનો સંસાર જુઓકે કહેવાતા મોટા મોટા માણસોનાં ચરિત્રો જુઓ. તમને તુરત જણાશે કે સંસારમાં સુખ હોય Page #119 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૪૭ તે માત્ર સમતામાં-સંતોષમાં છે, ચાલુ સ્થિતિને સ્વ-કર્મજન્ય માની તેને સમ્યગુ ભાવે દવામાં જ અને અધ્યાત્મ-૨મણુતામાં જ સુખ છે; બાકી બધાં નકામાં ફાંફાં છે, આ પ્રમાણે સ્વરૂપ સમજનારા બહુ ઓછા છે, પરંતુ તે સમજવાની બહુ જરૂર છે. (૨૫) સગાં-સંબંધીઓને સ્નેહ સ્વાથી છે; તેથી પોતાના સ્વાર્થસાધનમાં રક્ત રહેવું એ સમતાનું શું સાધન स्निह्यन्ति तावद्धि निजा निजेषु, पश्यन्ति यावन्निजमर्थमेभ्यः । इमां भवेत्रापि समीक्ष्य रीति, स्वार्थे न कः प्रेत्यहिते यतेत ॥ २६ ॥ उपजाति) “સગાંસંબંધીઓ જ્યાં સુધી પિતાના સગાંઓમાં પિતાનો કાંઈ પણ સ્વાર્થ જુએ છે ત્યાં સુધી જ તેના પર સ્નેહ રાખે છે. આ ભવમાં પણ આવા પ્રકારની રીત જોઈને પરભવમાં હિતકારી પોતાના સ્વાર્થને માટે કેણુ યત્ન ન કરે ?” (૨૬) વિવેચન–અવલોકન કરીને બારીકાથી જેનારને સમજવામાં આવ્યું હશે કે વૃદ્ધ પુરુષ મરણ પામે ત્યારે તેનાં સગાં-સંબંધીઓ કહે છે કે “ભાઈ! એ તો ભાગ્યશાળી થઈ ગયા.” આ નાની હકીકતમાંથી ઘણી શિક્ષા લેવા જેવી વાત છે. આવા ઉદગાર નીકળવાનું કારણ શું હશે ? વૃદ્ધ પુરુષમાં કઈ પ્રકારને સ્વાર્થ રહ્યો હોતો નથી. તેઓ કાંઈ રળીને આપતા નથી, ઊલટા કેટલીક રીતે પુત્રને વારસે મેળવવામાં, તેને યથેચ્છ ઉપયોગ કરવામાં તથા ભોગ માણવામાં તે અનેક પ્રકારે પ્રતિબંધ કરે છે. સ્ત્રીને, પુત્રને કે સગાંઓને વૃદ્ધ પુરુષોથી કોઈપણ પ્રકારને લાભ થવાનો સંભવ હોતો નથી. આ કારણને લીધે વૃદ્ધનું મરણ શુભ ગણવામાં આવે છે. વૃદ્ધના મરણ વખતે રડવામાં આવતું નથી અથવા ઓછું રડવામાં આવે છે, તે કાંઈ સંસા૨ તરફ વૈરાગ્ય બતાવનારું નથી, પરંતુ સ્વાર્થનો અંશ બતાવનારું છે. મરણમાં અને તે પ્રસંગે શોક કરવામાં પણ સ્વાર્થનો ભાગ છે એ હકીકત વિચિત્ર લાગે છે, કારણ કે બાહ્ય દષ્ટિવાનને તે શેકમાં પ્રેમ (હેત)ને ભાગ નજરે આવે છે; પરંતુ વસ્તુતઃ વિચિત્ર લાગે છે તે જ ખરું છે. મરકી થયેલા પ્રાણીને સગાંઓ પણ તજી દે છે. સારા સારા દાખલાઓમાં જોયું છે કે સગાંસ્નેહી અને પુત્ર કે સ્ત્રી પણ ગ્રંથિક સંનિપાતથી વ્યાધિગ્રસ્ત થયેલાની સારવાર કરતા નથી. મરકીને વ્યાધિ લગભગ અસાધ્ય ગણાય છે અને તેના સપાટામાં આવનાર પ્રાણને સારું થવું બહુ મુશ્કેલ છે, થડા વખતના અનુભવથી લોકો ખોટું સમજી ગયા છે કે મરકીના દરદીઓની સારવાર કરનારને પણ મરકી લાગે છે; (આ માન્યતા જૂઠી છે એમ પ્લેગ કમીશનને રિપોર્ટ જણાવે છે; ફક્ત સારવાર કરનારે અલપ ખોરાક, અન્ય સ્થાને શયન, હસ્તમુખ-પ્રક્ષાલન વગેરે નિયમે બહુ ધ્યાનમાં રાખવાની અને પાળવાની જરૂર છે.) અને મરકીના સપાટામાં આવનાર બહુ ઓછા બચે છે. આથી મરકી થનારમાં જરા સ્વાર્થ હોય તે પણ સ્વ-જીવનલભના સ્વાર્થ પાસે તુરછ થઈ જાય છે, પ્રેમીને પ્રેમ સ્વાર્થપરાયણ જ છે, એ મરકીએ બહુ સારી રીતે બતાવી આપ્યું છે. તે ઉપરાંત સામાન્ય Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ વ્યવહારમાં પણ આપણે જોઈ એ છીએ કે યૌવન ગયા પછી સ્ત્રીનું પુરુષ પર કે પુરુષનું સ્ત્રી પર પૂર્વવત્ હેત રહેતું નથી. પૈસા ગયા પછી પુત્રનુ હેત રહેતુ નથી અને દુઃખમાં મિત્રનું હેત રહેતું નથી. આ સર્વાં દૃષ્ટાંતા નવાણું ટકા ખરાં છે. મતલબ એ છે કે દુનિયાના મેટા ભાગ સ્વાથપરાયણ છે; પ્રેમમાં પણ સ્વાથ છે અને રુદનમાં પણ સ્વાર્થ છે. મરને શેાક કેટલે અંશે સ્વાર્થપ્રેરિત છે અને મરણથી કેટલુ ડરવુ' તથા તત્પ્રસંગે શું કરવું એ માબત અત્ર પ્રસ્તુત નથી. તે સબંધી વિશેષ ઉલ્લેખ પાંચમા દેહમમત્વમાચન અધિકારમાં છે અને વિશેષ રુચિવ તે શ્રી જૈન ધર્મ પ્રકાશમાં પ્રસિદ્ધ થયેલા જીવનસધ્યા ”ના લેખ વાંચવા. અત્ર તે પરથી સારાંશ એટલા જ ગ્રહણ કરવાના છે કે દુનિયામાં સર્વ કાર્યા—પછી તે પ્રેમનાં હાય કે શેકનાં હાય તે સવે—સ્વાર્થથી ઉદ્દભવે છે. આ પ્રમાણે છે ત્યારે પણ દુનિયાના પ્રવાહને છેડવા નહિ, કારણ કે તું પણુ હાલ તે। દુનિયાના પ્રાણી છે. ફક્ત તારે દિશા ફેરવી નાખવી. જ્યારે આખી દુનિયા પોતાના સ્વાર્થમાં મચી છે, ત્યારે તું પણ તારા સ્વાર્થ સાધી લે; પણ તારા સ્વાર્થ શે। છે ? કયાં છે ?—તે ઓળખીને પછી. તારા ખરા સ્વાર્થ પરભવમાં તને આનંદ થાય અને તારું' આત્મહિત થાય તેમાં જ છે, કારણ કે સ્વાર્થ શબ્દના અર્થ જ તે છે. આ ષ્ટિથી તારા સ્વાર્થ સાધવામાં તું ઉદ્યુક્ત થજે. પરભવના સ્વાર્થ કેવી રીતે સાધી શકાય તે જાણવા માટે તું પ્રયાસ કર. સામાન્ય રીતે તાત્કાલિક લાભ લેવાની ઈચ્છા છોડી દઈ પરિણામે હિત, લાંબા કે શાશ્વત કાળનું કેવી રીતે થાય તે તું જો, પારમાર્થિક રહસ્ય ખતાવનારા અનેક ગ્રંથામાંથી કાઇ પણ ગ્રંથ તું વાંચીશ, વિચારીશ કે તરત જ તને સ્વાર્થ નુ ભાન થશે. મને નિગ્રહ, સસાર પર ઉદાસીનતા, ગૃહતાના નાશ, સત્ય વ્યવહાર, દાન, દયા, ક્ષમા વગેરેમાં તુ' તારા વ્યવહાર જોડી દેજે એટલે તને સ્વાર્થ સાધ્ય થશે. પર દ્રવ્યના સ‘બધ વિચારીને પછી સ્વાર્થ સાધનમાં તત્પર રહેવુ એ સમતા પ્રાપ્ત કરવાના ચેાથે ઉપાય છે. આ ચાથા ઉપાય જરા વિચાર કરવાથી બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે, કારણ કે એમાં વર્તનની દિશા જ ફેરવવાની રહે છે. આ સાધન તસ્ક્રૂ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. (૨૬) પૌદ્ગલિક પદાર્થોની અસ્થિરતા—સ્વદર્શીન स्वप्नेन्द्रजालादिषु यद्वाप्तै रोषश्च तोषश्च मुधा पदार्थेः । तथा भवेऽस्मिन् विषयैः समस्तैरेवं विभाव्यात्मलयेऽवधेहि ॥ २७ ॥ ( उपजाति) 66 જેવી રીતે સ્વપ્ન અથવા ઈંદ્રજાળ વગેરેમાં પ્રાપ્ત થયેલા પદાર્થો પર રાષ કરવા કે તાષ કરવા તે તદ્દન નકામા છે તેવી રીતે આ ભવમાં પ્રાપ્ત થયેલા પદાર્થો ઉપર પણ નુ પુસ્તક ૨૨, પૃષ્ઠ ૪૭. * Page #121 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [૪૮ (રોષ કો કે તે કરવો તે નકામો છે –આવી રીતે વિચાર કરીને આત્મ-સમાધિમાં તત્પર થા !” (ર૭) વિવેચન-સ્વાર્થ સાધવાનું ચોથું સાધન અત્ર વિશેષ પુષ્ટ કરે છે. “કુસુમપુર નગરમાં એક ભિક્ષુક રહેતો હતો. આખો દિવસ રખડી-રઝળીને જરા ભિક્ષાનું અન્ન લઈ આવ્ય, ગામ બહાર એક ઝાડ તળે બેસી અન્ન ખાધું. અને પાણી પીધું. મંદ પવનની લહેરમાં તે ઊંઘી ગયે. સ્વપ્નમાં જોયું કે પોતાને રાજ્ય મળ્યું, ભેગ મળ્યા, સ્ત્રીઓ મળી, બે બાજુ ચામરે વીંઝાય છે અને ભાટલોકે બિરદાવલિ બોલે છે. કવિ, સિન્ય, પ્રધાનમંડળ વગેરેથી પરિવૃત્ત થઈ નગરમાં પિતે ફરવા નીકળે છે, અને કચેરી વખતે અનેક સામંતવર્ગ તથા રાજાએ તેને માન આપે છે. આવી સ્થિતિમાં મનમાં મોજ માણે છે ત્યાં સ્વપ્ન પૂર્ણ થયું, આંખ ઊઘડી ગઈ, જુએ છે તે ન મળે રાજ્ય, કે ન મળે પ્રધાનમંડળ; ન મળે કવિઓ, કે ન મળે સેનાનીઓ; ન મળે સામંતચક, કે ન મળે ભવ્ય સિંહાસન. એક બાજુ ફાટતૂટી ગોદડી અને બીજી બાજુ અવશિષ્ટ ભિક્ષાન્નથી ખરડાયેલું ઠીકરું પડ્યું છે ! સંસારનું સુખ આવા પ્રકારનું છે. પ્રથમ તે એમાં સુખ જ નથી. કદાચ તેને સુખ કહીએ તો પણ તે કેટલું છે ? સ્વપ્નમાં મળેલા સુખને સુખ કહેવું એ જ પ્રથમ તે ભૂલ છે. વળી તે બહુ અપકાળસ્થાયી છે, પાછી અસલ કે હલકી સ્થિતિ પ્રાપ્ત કરાવનાર છે અને માનસિક ખેદ વધારનાર છે; ત્યારે એ સુખમાં આસક્તિ રાખવી તદ્દન ખોટી છે, એટલું જ નહિ પણ અયોગ્ય છે. ભિખારીના સુખમાં જેમ કાંઈ દમ જેવું નથી, તેમ આ સંસારના માની લીધેલા સુખમાં પણ વસ્તુતઃ કાંઈ જ નથી. આવી જ રીતે આપણને પસંદ ન આવે તે કઈ પદાર્થ પ્રાપ્ત થાય છે તેથી રોષ કરે પણ નકામે છે, કારણ કે વસ્તુ પોતે કઈ પણ રીતે આપણું હિત-અહિત કરી શકતી નથી. એના સંબંધમાં આવનાર મનને કેવા પ્રકારનું વલણ આપવું એ સુજ્ઞના વિચારનું ક્ષેત્ર છે, પરંતુ ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુ પર હર્ષ કે શેષ કરવો એ વસ્તુસ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે. દેવતાઓ અને તેવી શક્તિ પ્રાપ્ત કરેલ મનુષ્યો કઈ કઈ નિમિત્તને લઈને ઇંદ્રજાળ બતાવે છે. અંબડ પરિવ્રાજકનું દષ્ટાંત આપણે સારી જાણી જાણીએ છીએ. વસ્તુતઃ આમાં સત્ય કાંઈ નથી. “ચાર દહાડાનું ચાંદરણું ને ઘોર અંધારી રાત.” સ્વપ્ન અથવા ઇંદ્રજાળમાં દેખાતા પદાર્થોની પ્રાપ્તિ અથવા નાશથી હર્ષ કે શેક કરે તે મિથ્યા છે, તેવી જ રીતે સાંસારિક સર્વ પદાર્થો માટે સમજવું. આ હકીકત જરા વધારે ફુટ રીતે જોઈ એ. આપણને અનુકૂળ કઈ પદાર્થ પ્રાપ્ત થાય ત્યારે તેના પર પ્રીતિ થાય છે અને રાગથી જે સુખ થાય છે તે માની લીધેલું જ છે. એમાં સુખ શું? વળી એ સુખ છે પણ બહુ થડા વખત સુધી ચાલે તેવું. છેવટે અસલની સ્થિતિ તે પાછી જરૂર પ્રાપ્ત થવાની. પૌદ્દગલિક વસ્તુઓને એ ધમ છે કે જ્યાં સુધી એક વસ્તુ પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી તેના પર બહુ પ્રેમ રહે છે, પણ જુએ ફુલસાચરિત્ર અ. ૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] અધ્યાત્મકલ્પમ [ પ્રથમ પ્રાપ્ત થયા પછી થોડા વખતમાં તેના પરથી મન ઊતરતું જાય છે. નાની વયમાં ઘડિયાળ પ્રાપ્ત કરવાની અથવા મેળામાં ગયા પછી નવીન રમકડાં પ્રાપ્ત કરવાની જે હોંશ બાળકમાં જોવામાં આવે છે તેવી હોંશ તે મળ્યા પછી બે-ચાર દિવસે રહેતી નથી, આવી રીતે બીજી સર્વ વસ્તુઓ માટે સમજી લેવું, તેમાં આનંદ છે જ નહિ, માન્ય છે તે પણ અલ્પ છે, અ૯૫ કાળ સુધી ચાલે તેવો છે, અને પરિણામે અધઃપતન કરાવનારો છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. સંસારના સર્વ પદાર્થ અને સંબંધનું સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ વસ્તુ સાથે અથવા ઇંદ્રજાળ સાથે મળતાપણું બહુ મનન કરવા યોગ્ય છે, ચમત્કારી છે અને વિચાર કરવાથી સર્વ બાબતમાં લાગુ પડતી રીતે ઘટી શકે તેવું છે. વસ્તુધર્મ એવા પ્રકારનો છે, એટલે સાંસારેક કોઈ પણ પદાર્થમાં સુખ માનવું અથવા ઈન્દ્રિયના કેઈપણ વિષયમાં સ્થિરતા માનવી એ અયોગ્ય છે, ખોટું છે, આડે રસ્તે દોરનારું છે. ત્યારે સવાલ પ્રાપ્ત થાય છે કે કરવું શું ? જ્યારે પદગલિક વિષમાં આનંદ નથી ત્યારે આનંદ છે ક્યાં ? આ જીવના પિતાના સહજ ધર્મો હોય તે પ્રાપ્ત કરીને તેમાં જે લીનતા કરવામાં આવે તો પરમ સુખ પ્રાપ્ત થાય અને નકામી અસ્થિરતા મટી જાય, માટે બીજી નકામી વાતે બાજુએ મૂકી સ્વગુણ પ્રગટ કરવા માટે આત્મલય કરે એ જ કર્તવ્ય છે. આત્મલય કરવા માટે યમ અને નિયમ પ્રબળ સાધન છે. જ્યારે મને અમુક નિયમથી નિયંત્રિત થઈ કબજામાં આવે છે ત્યારે આત્મ-સ્થિરતા બહુ અંશે પ્રાપ્ત થતી જાય છે અને અભ્યાસથી તે વધારે અંશમાં રમણતા કરાવે છે. સગાંસ્નેહીઓના અસ્થિર સંબંધ અને પદગલિક વસ્તુ પર બેટે પ્રેમ દૂર કરી, આપણું પિતાનું શું છે તેની વિચારણામાં અને તેનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેની વિશેષ ખીલવણી કરવાના કાર્ય માં મગ્ન રહેવું એ સમતા પ્રાપ્ત કરવાનું ચોથું સાધન છે અને પંડિત પુરુષ તેને “આત્મલયનું સાર્થક નામ આપે છે. (૨૭) મરણ પર વિચાર एष मे जनयिता जननीयं, बन्धवः पुनरिमे स्वजनाश्च । द्रव्यमेतदिति जांतममत्वो, नैव पश्यसि कृतान्तवशत्वम् ।। २८ ॥ (स्वागतावृत्त) આ મારા પિતા છે, આ મારી માતા છે, આ મારા ભાઈઓ છે, વળી આ મારા સગાં-સ્નેહીઓ છે, આ મારું ધન છે, એ પ્રમાણે તને મમત્વ થયું છે અને તેથી તારું યમને વશપણું છે, તે તે તું જેતે જ નથી.” (૨૮) - વિવેચન- આ સંસારના સર્વ સંબંધ સ્વપ્ન જેવા છે, તેનું દૃષ્ટાંત બતાવવા અત્ર ઉલ્લેખ કરે છે. આ જીવને સ્ત્રી, કુટુંબ, પુત્ર, સગાંઓ અને ધન પર એવી સજજડ મમતા ચટેલી છે કે તે આ જીવને બહુ દુઃખ આપે છે, છતાં પણ આ સંસારમાં દુઃખ આપનાર મમતા છે એમ આ જીવ જાણતું નથી, પણ તેમાં જ સુખ માની બેઠો છે, આવાં કારણેથી શાસ્ત્રકારે મમતાને મદિરા (દારુ) સાથે સરખાવે છે, દારૂ પીનારને સદસદ્ધિક Page #123 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ પ૧ રહેતા નથી, અસંબદ્ધ બેલાઈ જવાય છે, વસ્તુ-તત્ત્વની ઓળખાણ રહેતી નથી; તેવી જ સ્થિતિ મમતાને વશ પડનાર પ્રાણીની પણ થાય છે. મમત્વને વશ પડેલા દુનિયામાં માટે ભાગે બધા જીવો છે, તેઓનું વર્તન જોઈએ તે જણાશે કે તેઓ કૃત્યકૃત્ય ચૂકી જાય છે, ન કરવા યોગ્ય કાર્યો કરે છે, અસ્થિર પદાર્થો પર પ્રેમ રાખે છે અને સ્થિર પદાર્થોને તજી દે છે. મોહમાં મગ્ન થયેલા પ્રાણીઓ કેવા કેવા ચાળા કરે છે તે જોવા જેવું છે તેને માટે આખી દુનિયા ખુલ્લી છે. શાસ્ત્રકાર એ હકીકત તરફ કેવી દષ્ટિથી જુએ છે તેને સહજ ખ્યાલ આ ગ્રંથના બીજાથી પાંચમા સુધીના અધિકારમાં આપવામાં આવ્યો છે. આ જીવ મારાં-તારાની મમતામાં એટલો બધો મૂંઝાઈ જાય છે કે પિતાને માથે એમને માટે ભય છે તે પણ તેની નજરમાં રહેતું નથી. તેનું સર્વ વર્તન-વ્યવહાર એવા પ્રકાર પર રચાય છે કે જાણે એને કોઈ દિવસ મરવું જ નથી. આ દુનિયામાં મરવું એ ચોક્કસ વાત છે, માટે તે સંબંધમાં વિચાર કરવો એ પણ ઉચિત વાત છે, એટલું જ નહિ પણ બહુ જરૂરની વાત છે. મરણના સંબંધમાં અત્રે પ્રસ્તુત એટલું જ છે કે મરણ ઈચ્છવું નહિ ખરાબ સ્થિતિમાંથી બચી જવા-છૂટી જવા-મૃત્યુ માગવું નહિ, કારણ, કમ ભેગવ્યા સિવાય છૂટકે નથી અને તેવા છે માટે કાંઈ પરલોકમાં પલંગ ઢાળી રાખ્યા નથી. તેમ જ મરણથી ડરવું નહિ. મરકીને વ્યાધિ ગામમાં ચાલતે હેય અથવા પુત્ર ના હોય, સ્ત્રી હયાત ન હોય અથવા સ્થિતિ સાધારણ હોય કે બીજા કેઈ પણ કારણથી મરણથી જરા પણ બીવું નહિ, પરંતુ મરણ માટે હંમેશાં તૈયાર રહેવું; એથી આખી જિંદગીમાં આરાધના બહુ થશે અને મૃત્યુ દષ્ટિ સમીપ રહેશે તે ફરજને અંગે કરવાં પડતાં સાંસારિક કાર્યોમાં પણ એક જાતની મૃદુતા આવી જશે, જેથી ભવાંતરમાં વિકાસના નિયમ પ્રમાણે આ જીવને કર્મ-ક્ષયના સંબંધમાં વધારો થતાં થતાં કર્મને આત્યંતિક નાશ થવાનો સંભવ થશે અને છેવટે નાશ થશે આ સર્વ સ્થિતિ પ્રાપ્ત કરવાને બદલે આ જીવ તે મમત્વને વશ થઈ એવું વિચિત્ર પ્રકારનું વર્તન કરે છે કે બહારથી જોનારને ખરેખર હસવું આવે, અત્ર સર્વ સંબંધની અસ્થિરતા બતાવવા આટલે ઉલ્લેખ થયો. મરણ સંબંધમાં વિશેષ વિચાર કરીએ તે જણાય છે કે તે મનુષ્યને માથે ન હોત તે તેના દરેક કાર્યમાં બહુ કઠોરતા પ્રાપ્ત થયેલી હતી. મરણ માથે છે એવું જાણે છે તે પણ અનેક વખત માન વગેરેમાં તણાઈ જઈ આ જીવ કષાયવશ થઈ જાય છે, તે જે મરણ ન હોત તે પછી તે ભેંય ઉપર પગ પણ દેત નહિ. આથી મરણ વખતે કાંઈ, કેઈ સાથે આવતું નથી એ વિચાર નિરંતર દષ્ટિ સમીપ રાખવો યુક્ત છે. આમાં પણ દીનપણું બતાવવું નહિં, પરંતુ દઢતા સાથે એકત્વભાવ બળવત્તરપણે ધારણ કરવો. શાસ્ત્રકાર તે ભાવ આગળ કરતાં અનેક રીતે ઉપદેશ કરે છે. એક પ્રસંગે તેઓ કહે છે કે – આ સર્વ મુદ્દાઓ સહજ વિસ્તારથી જોવાની ઈચ્છા હોય તેમણે “જીવનસંધ્યાને લેખ જોવે. જુઓ લેક ૨૬ ની નેટ. Page #124 -------------------------------------------------------------------------- ________________ પર 1 અધ્યાત્મકલ્પમ [ પ્રથમ चेतोहरा युवतयः स्वजनोऽनुकूलः, सबान्धवाः प्रणयगर्भगिरश्च भृत्याः । वल्गन्ति दन्ति निवहास्तरलास्तुरङ्गाः, संमीलने नयनयोन हि किश्चिदस्ति ।। “ચિત્ત હરણ કરે તેવી સુંદર યુવતિઓ, અનુકૂળ સગાં-સંબંધીઓ, આબરૂદાર ભાઈઓ, સભ્યતાપૂર્વક ઉચ્ચાર કરનારા નેકરે, હાથીઓના સમૂહ અને ચપળ ઘેડાઓ-આ સર્વ હોય, પણ આંખ મીંચાણું એટલે એમાંનું કાંઈ નથી.” વ્યવહારમાં પણ આપણે સાંભળીએ છીએ કે – જેની કું કે પર્વત ફરે, આભ ઊંડલમાં ભરતા; જેની ચાલે ધરણું દૂજે, તે નર દીઠા મરતા. આવી સ્થિતિ છે, માટે મરણને દરરોજ દષ્ટિ સમીપ રાખી તેને માટે ગમે તે વખતે તૈયાર રહેવું. બાકી તે મોટા મોટા ચક્રવત એ પણ છ ખંડ પૃથ્વી અને હજારે સ્ત્રીઓ તથા પારવગરની ઋદ્ધિ અત્ર મૂકીને જ ગયા છે, તેમની સાથે કેઈ ગયું નથી, કાંઈ ગયું નથી, એ વાત નવી જાણવાની રહી નથી. વળી મા-બાપ, સ્ત્રી, પુત્ર વગેરેનો પ્રેમ પણ જ્યાં સુધી તેઓ સાથે સ્વાર્થને સંઘટ્ટ ન થાય ત્યાં સુધી જ બહુ લાગે છે. “લાગે છે એમ કહેવાનું તાત્પર્ય એ જ છે કે વસ્તુત: તે છે જ નહિ, એક શેઠના છોકરાને પિતાના કુટુંબ પર બહુ પ્રેમ હતો. તેની પરીક્ષા બતાવવા સારુ તેના મિત્રે તેને કૃત્રિમ મંદવાડ હોવાને દેખાવ કરવાનું શીખવ્યું. અને પેટની અસહ્ય (કૃત્રિમ) વેદનાથી શેઠપુત્ર જ્યારે અસાધ્ય લાગતા વ્યાધિના કાંઠા પર પડ્યો ત્યારે ધવંતરિ વૈદ્યનું રૂપ લઈ મિત્રે માથા પરથી પાણી ઉતારી તેમાં સર્વ રોગ સમાય છે અને તે પીનારને તે રેગ આવશે, પણ પુત્ર સાજો થશે, એવું સ્વરૂપ બતાવ્યું ત્યારે તેની નવયૌવના સ્ત્રી, અતુલ પ્રેમ બતાવનારી માતા, કરડેને વારસો આપનાર પિતા, અબજોને વારસ મેળવનાર પુત્ર અને બીજા આશ્રિત સર્વ ખસી ગયા અને કોઈએ તે પાણી પીધું નહીં. કઈ પાણી પીવે એમ માનવું એ જ ખોટું છે, કારણ કે પ્રેમબંધન સ્વાર્થની દેરી પર જ બંધાયેલું છે. સ્વાર્થને દેર તૂટે કે કેઈ જાતને સંબંધ રહેતું નથી અને “કાઢે કાઢે” એ જ ઉરચાર થાય છે. સંબંધનું આવું સ્વરૂપ જાણવા છતાં પણ પ્રાણીઓ કર્તવ્ય-વિમુખ થઈ શા માટે સંસારબંધનમાં ફસાતા હશે એને ખુલાસે જ્ઞાની મહારાજ આપે છે. એમાં અનાદિ મિથ્યાત્વ-વસ્તુસ્વરૂપની અજ્ઞતા-સિવાય બીજું કંઈ પણ કારણ નથી. આથી સ્વપ્ન કે ઈન્દ્રજાળ જેવા સંસારબંધનમાં મૂંઝાઈ ન જતાં આત્મતત્ત્વ કયાં છે તે સમજવું અને સમતા આદરવી એ જ મુખ્ય ફરજ છે, એ સિદ્ધ થાય છે. (૨૮) વિષય પર મેહનું સ્વરૂપ; સમતા આદરવાને ઉપદેશ नो धनैः परिजनैः स्वजनैर्वा, दैवतैः परिचितैरपि मन्त्रैः । । रक्ष्यतेऽत्र खलु कोऽपि कृतान्तानो विभावयसि मूढ ! किमेवम् ॥ २९ ॥ * તેલૈનિતિ વા ઘાટ Page #125 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] સમતો [ ૫૩ तैर्भवेऽपि यदहो सुखमिच्छंस्तस्य साधनतया प्रतिभातैः । मुह्यसि प्रतिकलं विषयेषु, प्रीतिमेपि न तु साम्यसत्त( ? सुत)त्वे ॥ ३०॥ (અર્થતા ગુમ) (વાતાવૃત્ત) “ધન, સગાં-વહાલાંઓ, નોકર-ચાકર, દેવતાઓ, અથવા પરિચિત મંત્ર, કોઈ પણ યમ(મરણ)થી અહીં રક્ષણ કરતું નથી. હે મૂઢ! તું આ પ્રમાણે વિચાર કેમ નથી કરતો? સુખ મેળવવાના સાધન તરીકે દેખાતાં તેઓ (ધન, સગાં, નોકર) વડે સંસારમાં સુખ મેળવવા ઈચ્છતા હે ભાઈ! તું પ્રત્યેક ક્ષણે વિષયોમાં મૂંઝાઈ જાય છે, પણ સમતારૂપ ખરા રહસ્યની પ્રીતિ પામતે નથી.” (૨૯-૩૦) વિવેચન -આપણે ઉપર જોઈ ગયા કે આ પ્રાણી મમત્વને વશ થઈ મરણુભય ભૂલી જાય છે. આ હકીકત વધારે દઢ કરવાના હેતુથી કર્તા કહે છે કે તારી પાસે ગમે તેટલા પૈસા હોય તે પણ તેનાથી તારે મરણુભય જવાને નથી. પૈસા દુનિયાની અનેક વસ્તુઓ ખરીદ કરે છે, પણ યમદેવ તેનાથી ખરીદી શકાતું નથી. તારાં ગમે તેવાં સગાં કે નોકરો હશે, તે પણ તને મોતથી બચાવી શકશે નહિ. શેઠના પુત્રને બચાવી શકાય તેમ હતું તે પણ તેઓએ બચાવ્યો નહિ, તો પછી મૃત્યુથી બચાવ કરવાની તેઓમાં શક્તિ જ નથી, ત્યારે તે તેને વિચાર કરવાને અવકાશ પણ ક્યાં રહે છે? એટલું જ નહિ પણ કદી દેવતાઓ તારે આધીન હશે તો તે પણ તારું રક્ષણ કરવા અસમર્થ છે, કારણ, તેઓ પિોતે જ મરણને વશ છે, અને તારે આધીન ગમે તેટલી મંત્ર-શક્તિઓ હોય તે પણ એક મિનિટ આઘીપાછી થવાની નથી. અનંત વીર્યવાળા શ્રી મહાવીર પરમાત્મા, પાછળ મહા-ઉપકાર થાય તેમ હતું તે પણ, મૃત્યુને દોર એક ક્ષણ પણ અટકાવી શક્યા નથી અને કઈ પણ પ્રકારને ભેદ રાખ્યા વગર સ્પષ્ટ રીતે કહી ગયા છે કે એ કાર્ય કરવાને (મૃત્યુને નિરધાર કરેલ સમય ફેરવવાને) કેઈ પણ સમર્થ નથી. આવી વસ્તુસ્થિતિ છે તેને જાણીને પણ તું તે જ ધન, સગાં વગેરેને સુખનાં સાધન માનીશ? આ સંસારમાં સુખ છે જ નહિ; તેમાંથી સુખ મેળવવાની ઈચ્છા રહે છે એ તારી પ્રથમ ભૂલ થાય છે. બીજી ભૂલ પહેલી ભૂલના પરિણામે થાય છે. તે એ છે કે ધન, સગાં, સ્વજન વગેરેને સુખનાં સાધન માનવામાં આવે છે. આ બન્ને ભૂલને પરિણામે વિષય પર પ્રેમ થાય છે અને ઇન્દ્રિયના વિષય પર પ્રેમ થયો એટલે લક્ષ ચોરાશીમાં ફેરા મારવાનું શરૂ થાય છે. માટે હે બંધુ ! તું વસ્તુ-સ્વરૂપ સમજ અને આ તારી શુદ્ધ દશા નથી એ ધ્યાન પર લાવ. આ વિષય પર પ્રીતિ લાવે છે, પરંતુ, અગાઉ જણાવ્યું તેમ, તેઓ તે ઈન્દ્રજાળ જેવા અસ્થિર છે, તેના પર પ્રેમ બાંધીને સંસારભ્રમણ કરવું એ તારા સરખા સમજુને યુક્ત નથી. શા માટે સમતામાં પ્રીતિ રાખતો નથી ? સર્વ વસ્તુઓનું માખણ સમતા છે, એને આદરનારા અનેક છે સર્વ દુઃખથી વિરામ પામી ગયા છે. એના સંબંધમાં આવ્યા * જુઓ ૨૮ મા લેક પરનું વિવેચન. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૫૪] અધ્યાત્મક૯૫મ [ પ્રથમ પછી તારી સ્થિતિ જરૂર ફરી જશે, માટે બીજી નકામી બાબતોને ત્યાગ કરી તારા સ્વાર્થસાધનમાં તત્પર થા. સ્વાર્થ સાધનનું પ્રથમ અંગ સર્વ જીવ પર, સર્વ વસ્તુઓ પર, સમભાવ રાખવો, કષાયનો ત્યાગ કરે, વિષયથી વિરમવું અને આત્મ-પરિણતિ જાગૃત કરવીટૂંકમાં કહીએ તે સમતા પ્રાપ્ત કરવી—એ જ છે. (૨૯-૩૦) કષાયનું ખરું સ્વરૂપ તેના ત્યાગને ઉપદેશ किं कषायकलुषं कुरुषे स्वं, केषुचिन्ननु मनोऽरिधियात्मन् !। तेऽपि ते हि जनकादिकरूपैरिष्टतां दधुरनन्तभवेषु ॥३१ ॥ (स्वागतावृत्त ) હે આત્મન્ ! કેટલાંક પ્રાણીઓ ઉપર શત્રુબુદ્ધિ રાખીને તું તારા મનને શા સારું કષાયથી મલિન કરે છે ? (કારણ કે, તેઓ માતા-પિતા વગેરે રૂપોમાં તારી પ્રીતિ અનંતા ભમાં પામ્યાં છે.” (૩૧) વિવેચન–કોઈના ઉપર ક્રોધ કરે તે બહુ મુશ્કેલ છે. તે કરતી વખતે મુખને લાલચોળ કરવું પડે છે અને મનને કબજે મૂકી દેવો પડે છે. ક્રોધ કરે એ આત્મિક શુદ્ધ દશા નથી, એ આટલા ઉપરથી જ જણાય છે, કારણ કે એમાં સ્વાભાવિકતા બહુ ઓછી છે. ત્યારે આવી કૃત્રિમ દશા ધારણ કરવામાં લાભ શો છે? એવી દશા શા માટે ધારણ કરવી? સામી બાજુએ ક્ષમાં ધારણ કરવામાં કઈ પણ પ્રકારની મહેનત કરવી પડતી નથી, કેઈ જાતની તૈયારી કરવી પડતી નથી અને કાંઈ વિચાર પણ કરે પડતું નથી. તે શુદ્ધ દશા હોવાથી તેના પર વિચાર કરનારને તે સહજ પ્રાપ્તવ્ય છે, અથવા, અપેક્ષા બરાબર ધ્યાનમાં રાખીને બેલીએ તે, તે પ્રાપ્ત જ છે. આ આખું અપેક્ષાવચન બતાવે છે કે સંસાર-માગ સરળ નથી, પણ મોક્ષમાર્ગ સરળ છે. આવો વાંકેચૂકે કષાયમાગ શા માટે તું આદરે છે? વળી, તું એક બીજે પણ વિચાર કરીશ તો તને જણાશે કે કષાય કરે અનુચિત છે. જેની ઉપર તું કષાય કરે છે તેઓ તારાં માતાપિતારૂપે અનેક વાર તારાં પ્રીતિપાત્ર થયાં છે. એક વાર જે પ્રીતિપાત્ર થયું હોય તેના પર કષાય કરે એ સુજ્ઞનું કાર્ય હાય જ નહિ. કષાય પર વસ્તુ છે, પિદુગલિક છે, પુદ્દગલજન્ય છે, સંસારમાં રખડાવનાર છે, દર્શનથી પણ ખેદ આપે તે વર્ગમાં તેનો સમાવેશ થાય છે. એનું સેવન કરતાં સ્વાર્થ સાધન જરા પણ સિદ્ધ થતું નથી, ઊલટે સંસાર વધે છે. તેથી સંસારને સંબંધ તોડવાની ઈચ્છાવાળા ખપી જીવે કષાયના સંબંધમાં પણ ન આવવું વધારે સારું છે. કષાયના સંબંધમાં વિશેષ વિવેચન સાતમા અધિકારમાં આવશે અત્ર કષાય સમતાને પૂરેપૂરા બાધ કરનારા છે, સમતાના વિરોધી છે અને જેના પર કષાય કરવામાં આવે છે તે ન્યાયદષ્ટિથી કષાયનું પાત્ર થઈ શકતા નથી એટલું જ બતાવે છે. તારું સાય (મોક્ષ) અને તારું સાધન જો વિધવાળું હશે તે તારા * જુઓ, ચાલુ અધિકાર, શ્લેક ર૩ ઉપરનું વિવેચન. Page #127 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૫૫ દરેક કાર્યમાં વિસંવાદ પ્રાપ્ત થશે અને છેવટે સાધ્ય મળશે નહિ. મોક્ષ અને કષાયને વિસંવાદ છે એવું અનુભવસિદ્ધ પુરુષો કહી ગયા છે માટે હવે યોગ્ય વિચારણા કરજે. (૩૧) શેકનું ખરું સ્વરૂપ; તે ત્યાગ કરવાને ઉપદેશ यांश्च शोचसि गताः किमिमे मे, स्नेहला इति धिया विधुरात्मन् ! । तैर्भवेषु निहतस्त्वमनन्तेष्वेव तेऽपि निहता भवता च ॥३२॥ (स्वागतावृत्त ) શું આ મારા સ્નેહીઓ (મરી) ગયા?—આ પ્રમાણે બુદ્ધિથી વ્યાકુળ થઈને જેએને માટે તું શોક કરે છે, તેઓ વડે જ તું અનંત ભામાં હણાયેલ છે અને તેઓ પણ તારા વડે હણાયા છે.” (૩૨) વિવેચન––ઉપરના લેકમાં જે વાત કરી તે જ વાત અત્ર બીજા રૂપે કહે છે. જેવી રીતે કોઈ જીવ ઉપર કષાય કરે ઉચિત નથી તેવી જ રીતે કોઈને મરણ, વિયેગાદિ પ્રસંગે તેને માટે શોક કરે તે પણ ઉચિત નથી. સગાસ્નેહી એટલે પુત્ર, માતા, પિતા, સ્ત્રી વગેરેના મરણ પ્રસંગે શેક કરવાથી આત્મિક ગુણની હાનિ થાય છે, કારણ કે શોક રાગમૂલક છે, અને સંસારને વધારનાર બે મોટા મલ્લમાંનો રાગ એક છે. જેના મરણ માટે શચ કરવામાં આવે છે તેના વડે જ અનંત-ભવ-ભ્રમણમાં આ જીવ અનેક વાર મરા હશે અને તેને અનંત વાર માર્યો પણ હશે. એ તદ્દન બનવાજોગ છે. ત્યારે પછી રેવું શા હેતુએ ? વાસ્તવિક રીતે તે જે સમય પ્રમાદમાં ગયે હોય અને જેટલું આત્મહિત સાધી શકાયું ન હોય તેને માટે પિતાની જાતને અંગે રેવું અથવા નિષ્ફળ કાળનિર્ગમન અને પ્રમાદ માટે શેક કરવો વ્યાજબી છે. આવી જાગ્રત દશા વ્યવહારના દરેક કાર્યમાં રાખવાની ટેવ પડશે. અને સાધ્યદષ્ટિ નિરંતર લક્ષ્યમાં રહેશે ત્યારે બહુ આનંદ થશે. એ વખતે માનસિક આનંદ થવા ઉપરાંત શોકને સ્થાન જ મળશે નહિ, કારણ કે શોકનું મૂળ શું છે અને તે કોને હોય તે બરાબર સમજાઈ જાય છે. આ પ્રમાણે હકીકત છે ત્યારે રીતસર બેસી, ખોટે ઠઠારો કરી, મનમાં ઉમળકે હોય યા ન હોય તે પણ દેખાવ ખાતર પરને ઠગી, એહિક સ્વાર્થ સાધવાની બુદ્ધિએ રાગડા તાણવા તે મહાનિંદ્ય આચરણ છે, અસત્ય વ્યવહાર છે અને કેળવણીની ગેરહાજરી બતાવનાર બાહ્ય આડંબરનું વિચિત્ર દર્શન છે. એ પ્રકાર ધર્મવિરુદ્ધ છે, કારણ કે તેમાં માયામિશ્રિત શેકને દેખાય છે અને શુદ્ધ વ્યવહારનું સ્વરૂપ સમજનારા ધર્મિષ્ઠ ગૃહસ્થ તેમાં ભાગ ઓછા લે છે. સ્ત્રીઓને લજજા વગર કૂટવાની ખાસ તાલીમ આપવામાં આવે છે અને તે પ્રસંગે બોલવાનાં વાક્યોના નિયમિત પાઠ મોંઢે કરાવવામાં આવે છે. આર્યસંસારના અધ:પાતનું આ પણ ખરેખરું દષ્ટાંત છે, કેળવણીની ગેરહાજરી આ ઠેકાણે બહુ જણાય છે અને ધાર્મિક દષ્ટિએ જોતાં તે આ રિવાજ તદ્દન બાલીશતા, મેહના ચાળા અને નૂતન નાટક બતાવે છે, * રાગ અને દ્વેષ : મોહના પુત્ર અને મેટા સેનાનીઓ, Page #128 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] અધ્યાત્મક૯૫૬મ [ પ્રથમ અંતઃકરણથી થતે મોહજન્ય સાચો શેક કરવાની પણ શાસ્ત્રકાર ના કહે છે, તો પછી આ ધાંધલયુક્ત બે વ્યવહાર તે કેમ જ કર્તવ્ય તરીકે માની શકાય? પિતાની શારીરિક સ્થિતિને વિચાર કર્યા વગર પ્રવર્તતા આ જૂના જમાનાના રિવાજમાં એક પણ જાતને અર્થ નથી, વિવેક નથી, વિચાર નથી, તેથી સુજ્ઞ સ્ત્રીઓએ લોકે શું કહેશે તેને ખોટ ખ્યાલ મૂકી દઈ આવા વ્યવહારથી દૂર રહેવું ગ્ય છે. કહેનારા હજારો વરસ બેસી રહેવાના નથી અને જેને માટે કહેશે તેની આત્મિક હાનિમાં તેઓ કાંઈ ભાગ લેવાના નથી, માટે સન્નારીઓ અને પુરુષોએ દરેક રીતે શકનો ત્યાગ કરે અને ખાસ કરીને કૃત્રિમ રાગડા તો છોડી જ દેવા. (૩૨) મેહ ત્યાગ; કેઇ માટે શેક ન કર त्रातुं न शक्या भवदुःखतो ये, त्वया न ये त्वामपि पातुमीशाः । ममत्वमेतेषु दधन्मुधात्मन् !, पदे पदे कि शुचमेषि मूढ ! ॥ ३३॥ (उपजाति) જે નેહીઓને ભવદુઃખથી બચાવવાને તું શક્તિમાન નથી, અને જેઓ તને બચાવવાને શક્તિવાળા નથી, તેઓ ઉપર બે ટુ મમત્વ રાખીને હે મૂઢ આત્મન્ ! તું પગલે પગલે શા સારુ શેક પામે છે ?” (૩૩) વિવેચન--જેને ત્યાં દરરોજ વસ્ત્ર, અલંકાર ને ભેજનાદિકની પેટીઓ ઊતરતી હતી તેવા શાલિભદ્રને પણ જ્યારે જણાયું કે પિતાને માથે હજુ શ્રેણિક નામનો રાજા રાજ્ય કરે છે, ત્યારે સંસારથી વૈરાગ્ય પામી દરરોજ એક-એક સ્ત્રીનો ત્યાગ કરવા માંડ્યો. તેમને જણાયું કે અત્ર જે સુખ લાગે છે તે ખેડુ છે, વાસ્તવિક સુખ તે નથી, માટે એવી સ્થિતિ પ્રાપ્ત કરવી કે જ્યાં પિતા ઉપર કોઈને અમલ ચાલી શકે જ નહિ. જેને શ્રેણિક રાજાના ખોળામાં બેસતાં પણ પરિશ્રમને લીધે પરસેવે થી હતો તે જીવ સવવંત થઈ ચારિત્રના વિષમ માર્ગ પર ચાલવાને વિચાર કરે એ પ્રસંગ બહુ મનન કરવા યોગ્ય છે. આથી પણ વધારે સત્ત્વવંત ધને નાન કરતો હતું ત્યાં પિતાની સ્ત્રી (શાલિભદ્રની બહેન) સુભદ્રાના નયનમાંથી ઉષ્ણ અશ્ર શરીર પર પડતાં તેના શોકનું નિમિત્ત પૂછયું. અને જ્યારે સુભદ્રાએ શાલિભદ્રને દરરેજ એક એક સ્ત્રી ત્યાગ કરવાનો વિચાર સંભળાવ્યું અને આજે સત્તર દિવસ થઈ ગયા છે, એ વાત જણાવી, ત્યારે ધન્નો હસ્યો: “સંસાર અસાર છે એવું જાણ્યા પછી જ્યારે તજવી ત્યારે એક-એક સ્ત્રી શા માટે તજવી? તજવી ત્યારે તો બધી તજી દેવી!” આ ટકાથી આશ્ચર્ય પામેલી સુભદ્રાએ મર્મમાં કહ્યું, “સ્વામી ! કહેવું બહુ સહેલ છે દુનિયામાં કરેલ કામ પર ટીકા કરનારા બહુ હેાય છે, પરંતુ પોતાને કરવાનો વખત આવતાં લગભગ બધા ખસી જાય છે.” ધને ચમક્યો અને બેલ્યો, લે ! મેં તે આ સર્વ તર્યું !” આમ કહીને ખેળ ભરેલા શરીરે તે તરત જ ઊઠો, શાલિભદ્રની પાસે ગયો અને કહ્યું કે “કાયરપણું શા માટે કરે છે? આ સંસારમાં આપણું કઈ નથી, માટે ચાલે, આપણે શ્રી વીર પરમાત્મા પાસે જઈ એ.” પછી બંને જણ પ્રભુ પાસે ગયા ને ચારિત્ર ગ્રહણ કર્યું, Page #129 -------------------------------------------------------------------------- ________________ અધિકાર સમતા | [ ૫૭ અનાથી મુનિને પણ દાહજવર થતાં જણાયું હતું કે પોતાનું કેઈ નથી. જેઓની ખાતર આ જીવ પ્રાણ આપવા તૈયાર થાય છે, જેઓની ખાતર સંસારત્યાગ કરતાં આ જીવને અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થાય છે, તેઓને સ્નેહ અમુક હદમાં જ બંધાયેલો છે.” એવા વિચારથી રસ્તાની સૂઝ કેમ ન પડે ? પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે સૂતરના તાંતણું તેડવા એ પણ આ જીવને વખત પર બહુ મુશ્કેલ પડે છે. આનું કારણ સ્પષ્ટ છે. બાહ્ય દષ્ટિએ તે સૂતરના તંતુ લાગે છે, પણ તે તે મહરાજાએ વીંટેલાં જાડાં દોરડાં છે, અને તેને તોડવા જેટલું આત્મવીર્ય ફેરવનાર જ આ સંસારયાત્રા સફળ કરે છે. બધા જીવો આયુષ્યના પ્રમાણમાં જીવે તે છે જ, પરંતુ જેઓ મોહ-ગ્રંથિનો છેદ કરે છે તેઓનો ફેરો સફળ થાય છે, ત્યારે બાકીના સર્વનો ફેરો ફોગટ (નિષ્ફળ) થાય છે. આ જીવને ખરેખરું દુઃખ તે જન્મ-મરણનું છે; એ દુ:ખમાંથી છોડાવવાને જેઓ તદ્દન અશક્ત છે, તેઓને સારુ અનેક પ્રકારનાં કઇઠ વેઠી ધન એકઠું કરવું, તેઓના માની લીધેલા પ્રસંગ પર વેધ જાળવવા, તેઓના માનેલા વ્યવહાર પ્રમાણે પિતાની મરજી વિરુદ્ધ પણ વર્તન કરવું અને ભવદુઃખ છોડાવનારની સબત કરવા ઈચ્છા થાય ત્યારે તેઓ અનેક પ્રકારના અંતરાય ઊભા કરે તે મૂંગે મેઢે સહન કરવા એ તદ્દન ગેરવાજબી છે. દુનિયામાં તે આષાઢાભૂતિ, નંદિષેણ અને આદ્રકુમાર જેવા જીવો પણ હોય છે. જેઓ સંસારમાં પાછા પડ્યા છતાં પણ વખત આવતાં સંસારને જ મેક્ષનું સાધન બનાવી, તેના પર સ્વારી કરી, તેને કબજે કરી લે છે; અને ગજસુકુમાળ, નેમિનાથજી તથા સ્કદકાચાર્ય જેવા આત્માઓ પણ હોય છે, જેઓ સંસારથી ડરી તેના સંબંધમાં જ આવતા નથી. આ બન્ને વર્ગના પ્રાણીઓ સંસારનું સ્વરૂપ બહુ સારી રીતે સમજેલ છે. આ બન્નેમાંથી કે વર્ગ આદરણીય છે, તેની વિચારણા પિતાના સંયોગ અને મનોબળ પર આધાર રાખે છે, પરંતુ એક વાત તે બન્ને વર્ગમાંથી એકસરખી રીતે અનુકરણ યોગ્ય છે, અને તે એ કે સંસારને સંબંધ ત્યાજ્ય છે, સંબંધીઓ ખાતર ભવ-દુઃખમાં સબડ્યા કરવું એ મેહના ચાળા છે અને વાસ્તવિક વસ્તુ-સ્વરૂપનું અજ્ઞાન છે. સંયમ-આરાધન કરવાની શક્તિ ન હોય અથવા ઇરછા થતી ન હોય તેણે તે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોંશ રાખવી અને શ્રાદ્ધજીવનમાં પણ સત્ય વ્યવહાર ચલાવી અનુકરણ કરવા યોગ્ય દેશચારિત્ર ધારણ કરવું. આશ્રિતોના માની લીધેલા શ્રેય સારુ અનંત ભ સુધી મહા-દુઃખ પ્રાપ્ત થાય તેવું આચરણ ચલાવવું નહિ—એ ખાસ ધ્યાનમાં રાખવા લાયક સદુપદેશ છે. સ્વાર્થ-સાધનામાં રક્ત રહેવાના ઉપદેશને પુષ્ટ કરતાં વગર કારણે તેમાં લપટાવું નહિ એ અત્ર ઉપદેશ કર્યો છે. એ સમતા પ્રાપ્ત કરવાનું ચોથું સાધન છે. (૩૩) સમતાદ્વારને ઉપસંહાર, રાગ-દ્વેષયાગનો ઉપદેશ सचेतनाः पुद्गलपिण्डजीवा, अर्थाः परे चाणुमया द्वयेऽपि । दधत्यनन्तान् परिणामभावांस्तत्तेषु कस्त्वर्हति रागरोषौ ॥ ३४॥ (उपजाति) અ, ૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] અધ્યાત્મકલ્પમ [પ્રથમ “ પુગલ-પિંડને અધિષ્ઠિત જીવા સચેતન પદાર્થો છે અને પરમાણુમય અ (પૈસા) વગેરે અચેતન પદાર્થો છે. આ બન્ને જાતિના પદાર્થો અનેક પ્રકારના પર્યાયભાવ-પલટનભાવ પામ્યા કરે છે, તેથી તેના ઉપર રાગ-દ્વેષ કરવાને કોણ લાયક ગણાય ? (૩૪) વિવેચન—–સ્રી, પુત્ર, સગાં અને સખશ્રીઓ વગેરે સર્વ મનુષ્યા તેમ જ પોપટ અને કાગડો, સર્પ, નાળીએ, મગરમચ્છ અને સાનાની પાંખાવાળા મચ્છ, વીંછી અને તીડ, કીડી અને માખી, શ`ખ અને જળે સર્વાંનાં શરીર પુદ્ગલનાં અનેલ છે; તેમ જ ખાણમાંથી નીકળ્યા પછી સેાનું, રૂપું, લાહુ વગેરે ધાતુએ તેમ જ ઘરમાં રહેલુ સુદર ફરનીચર સ અચેતન છે-જીવ વગરનું પુદ્ગલ છે. આ સં ચેતન અને અચેતન પદાર્થો વાર'વાર પર્યાયભાવ પામે છે, જીવ વારંવાર દેવપણું, મનુષ્યપણુ, તિ ચપણું અને નારકીપણું પામે છે અને તેના તે સ્વભાવ આ અધિકારમાં આપણે બે-ચાર પ્રસંગે રૂપાંતરથી જોઈ ગયા છીએ. કોઈ વાર તે પ્રમાદ કરાવે તેવુ રૂપ ધારણ કરે છે અને કોઇ વાર તે મહા-નિંદ્ય લાગતુ. કુરૂપ ધારણ કરે છે. એવી જ રીતે અચેતન પદાર્થો પણ અનેક પ્રકારનાં સારાં-ખરાબ લેખાતાં રૂપા ધારણ કરે છે, એનું દૃષ્ટાંત સુબુદ્ધિ પ્રધાને ખાઈના જળથી બનાવેલું નિળ જળ પૂરું પાડે છે. એક રાજા અને તેના સુબુદ્ધિ નામે પ્રધાન એક દિવસ બહુ ગંધાતી ખાઇ પાસે નીકળ્યા. રાજાને આ બહુ ખરાબ વાસ આવતી ખાઈની ગધથી ઠીક લાગ્યું નહિ, તેથી તેણે માં મરડયું. પ્રધાન સાથે તેણે આ સબંધી વાતચીત પણ કરી, પ્રધાને તા ૪૩ પેટે જણાવ્યું કે પુદ્ગલને સ્વભાવ સુગધી-દુ ધી થયા કરવાના છે; કારણુ કે દરેક પરમાણુનાં એમાંથી એક ગધહાય જ છે. રાજાને આ વાત રુચી નહિ, પણ અન્ને તે વખત ચૂપ રહ્યા. પ્રધાને ત્યાર પછી તે ખાઇમાંથી કેટલુંક પાણી ભરી મંગાવ્યુ... અને તે પાણીને શુદ્ધ કરાવ્યું. પછી તેમાં કતકચૂર્ણ નાખીને તેની દુગ'ધ દૂર કરી અને કપૂર પ્રમુખથી સુગંધ ઉત્પન્ન કરી. પછી કાઈ પ્રસંગે રાજાને આ પાણી પીવા આપતાં તેણે તે પાણીનાં બહુ વખાણુ કર્યા', એટલે પ્રધાને સર્વ હકીકત નિવેદિત કરી. રાજાને આથી પુદ્ગલના વિચિત્ર ધર્મની પ્રતીતિ થઈ. જે પદાર્થો પર પ્રીતિ કરવી તે પદાથ જો એકસરખી સ્થિતિમાં નિર`તર રહેવાના હાય તા તે પ્રીતિને ચેાગ્ય કહી શકાય. ઘરનુ' સુરમ્ય ફરનીચર ભાંગી જશે, નાશ પામશે, ફૂટી જશે; સુંદર શરીર માટી સાથે મળી જશે; તેમાં રહેલા આત્મા પર્યાયથી અનેક ભાવા પામશે; ત્યારે તેમાં પ્રેમ કેવી રીતે કરવા ? કાના ઉપર કરવા ? શા માટે કરવા ? કરીએ તા તેના અર્થ શું ? આવા વારંવાર બદલાતા સચેતન પદાર્થો પર પ્રેમ કરવા એ આપણા ગૌરવથી નીચુ છે, કરવા ચેાગ્ય નથી. એટલા માટે શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણ(શ્લેાક પર )માં લખે છે કેઃ— Page #131 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સમતા [ ૫૯ तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतोऽस्यानिष्टं न विद्यते किश्चिदिष्टं वा ॥ એક જ વિષય પર દ્વેષ કરનારા છે જ્યારે તે જ વિષયે પરિણુમાંતર પામી સારા થાય છે ત્યારે તે જ પદાર્થોમાં તલ્લીન થાય છે, તેથી આ જીવને નિશ્ચયથી કેઈપણ પદાર્થ ઈષ્ટ અથવા અનિષ્ટ નથી.” આ ટૂંકા પદ્યમાં બહુ અર્થગાંભીર્ય રહ્યું છે તે વિચારવા ગ્ય છે, આવી રીતે કોઈ પણ જીવ કે અજીવ પર રાગ-દ્વેષ કરો અયુક્ત છે, તે સિદ્ધ માનવામાં આવે તો બહુ ખટપટને અંત આવી જાય, એટલા માટે જ “વીતરાગ”ને દેવ માનવામાં આવે છે. વસ્તુ ઉપરથી રાગ ઓછો થઈ જાય, એટલે સ્વાભાવિક રીતે સર્વ ઉપર સમભાવ આવે છે અને સમભાવ પ્રાપ્ત કરે એ સર્વનું સાધ્યબિંદુ છે, સમતા અધિકારને ઉપસંહાર કરતાં સ્વાર્થ સાધન સારું આ ઉત્તમ ઉપાય બતાવ્યો છે તે બહુ મનન કરવા ગ્ય છે. આ સંસારમાં ખરેખર રખડાવનાર “રાગ-દ્વેષ” છે. તે બને મેહજન્ય છે અથવા મેહ જ છે, કારણ કે રાગ-દ્વેષ કરતી વખતે વિવેકને નાશ થાય અને ચિત્તની સમતા ઊડી જાય છે. મેહને મદિરા સાથે સરખાવી આપણે અનેક વાર જોઈ ગયા છીએ કે વિવેકનો નાશ કરે એ મોહનું પ્રથમ કર્તવ્ય છે. રાગ-દ્વેષને નાશ થયા પછી કોઈ કાર્ય બનતું નથી એમ નથી, પરંતુ દરેક કાર્ય કરવામાં જે ચિકાશ હતી તે દૂર થાય છે, સરલ ભાવ પ્રાપ્ત થાય છે અને કર્તવ્ય-અકર્તવ્યનું બરાબર ભાન થાય છે. માટે કઈ પણ પદાર્થ ઉપર ગાઢ રાગબંધન ન રાખવું, એટલું તે હાલ તુરત જરૂર કરવું; અને તેવી જ રીતે આકરું વેર પણ કઈ સાથે ન રાખવું, કારણ કે વસ્તુની રચના જોતાં, પછી તે જીવ હો કે અજીવ હો, પણ તે સર્વ વસ્તુઓ રાગ-દ્વેષને લાયક નથી, તેમાં પણ અચેતન પદાર્થ ઉપર દ્વિષબુદ્ધિ તો અતિ-અનભિજ્ઞતા સૂચવે છે કારણ કે તે કરતી વખતે સામી વસ્તુની અને પોતાની સરખાઈ જવામાં આવતી નથી. સર્વ વસ્તુઓમાં પલટનભાવ પામવાનો સ્વભાવ હેવાથી વસ્તુતઃ કઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ હોઈ શકે નહિ, તેથી રાગ અને દ્વેષ બને કરવા ગ્ય નથી એ વિષયની પ્રતીતિ થાય છે. (૩૪) એવી રીતે પ્રથમ સમતા અધિકાર પૂર્ણ થયો. આખા ગ્રંથની પીઠિકા આ અધિકારમાં છે. આખા ગ્રંથમાં અનેક પ્રયત્નો કરી જે પ્રાપ્ત કરવાની સૂચના કરવામાં આવી છે તેને સીધી કે આડકતરો ધ્વનિ સમતા-પ્રાપ્તિમાં જ પર્યવસાન પામે છે. મમત્વત્યાગ, ચિત્તદમન, કષાયત્યાગ, શુભવૃત્તિ વગેરે સર્વનું સાધ્ય સમતા છે અને સમતાનું પરમ સાધ્ય અક્ષયપદ (મોક્ષ) છે; તેથી આ ગ્રંથના બીજભૂત અને સાધ્યસૂચક આ અધિકારની જેમ કર્તાએ મુખ્યતા ગણી છે, તેમ બહુ સંભાળ રાખીને તેના પર નેટ લખવાનું અને વારંવાર ફેરવીને એકસરખી બનાવવાનું લક્ષ્યમાં રાખ્યું છે અત્ર સામાન્ય રીતે મંગળાચરણ કર્યા પછી સમતા કેવી ઉત્કૃષ્ટ વસ્તુ છે તે પર ગ્રંથકર્તા આપણને લઈ Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકપર્ફોમ ૬૦ ] [ પ્રથમ જાય છે. તેને માટે ચેાગ્ય કાણુ કહેવાય ? વગેરેના સ્પષ્ટ દેખાવા આપણી અતક્ષુ સમક્ષ રજૂ કરી છેવટે સમતાની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે છે. સમતાનેા સામાન્ય અર્થ એ જ થાય છે કે ગમે તેવા અનુકૂળ--પ્રતિકૂળ સજોગો પ્રાપ્ત થાય તાપણું મનને એકસરખી રીતે પ્રવર્તાવવું; અન્ધ થી રાજી થઈ જવું નિહ અને વિપત્તિથી શૈાક કરવા નહિ; ગમે તેવા સુખ કરનારા સાગા પ્રાપ્ત થાય તેા તેથી સંસારમાં રાચી જવું નહિ અને ગમે તેવા ગ્લાનિ કરનારા સચેાગા પ્રાપ્ત થાય તે તેથી અસ્થિર મનવાળા થઇ જવું નહિ. આવા પ્રકારની મનની એકસરખી સ્થિતિને ‘સમતા' કહેવામાં આવે છે. એ સ્થિતિ પ્રાપ્ત કરવાથી આ ભવદુઃખ મટી જાય છે અને તેટલા માટે દરેક પદાર્થાનુ ખારીકીથી અવલેાકન કરી તેના અને પેાતાના ખરા સ’બંધ કેવા પ્રકારના છે તે ખરાખર વિચારી લેવા ચેાગ્ય છે. આવી રીતે અવલેાકન કરવાથી જ વસ્તુનુ સ્વરૂપ બરાબર સમજાય છે. અહી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગમે તેવી સૂક્ષ્મ લાગતી બાબતને પણ તપાસ કર્યાં વગર ચલાવી લેવી નહિ, એટલે વ્યવહારના નાનામાં નાના વિષય ઉપર પણ નજર રાખી તેની ચાગ્ય કિંમત આંકવી. જો તેની પરીક્ષામાં ભૂલ કરી, તેની કિંમત હોય તે કરતાં વધારે કે ઓછી આંકી અથવા તા અવગણના કરી-સૂક્ષ્મ છે એમ ધારી તેને વિચારી મૂકી–અથવા તેની ઉપેક્ષા કરી, તેા તે સૂક્ષ્મ બાબત પણ આપણા ઉપર પેાતાનું સામ્રાજ્ય ચલાવે છે Smiles નામના અંગ્રેજ લેખક પોતાના The Character' નામના ગ્રંથમાં લખે છે કે, ‘Never give way to what is little or by that very little, however small it may be, yov will be practically governed. (તમે નાની બાબતને કદી તાબે ન થાઓ, કારણ કે તે ગમે તેટલી નબળી હશે પણ તેનાથી તમારા ઉપર પૂરુ' જોર ચાલશે, ) અને તે ખરેખરુ' છે. શરૂઆતમાં નાના લાગતા અફીણુ વગેરેના વ્યસનની જો તે વખતે અવગણના કરી ઉપેક્ષા કરી હાય છે; તેા પછી ધીમે ધીમે તે આખા શરીરના કમજો લઈ મનુષ્ય પર પેાતાનું અપ્રતિહત સ્વાતંત્ર્ય. ચલાવે છે, માટે અવલાકન કરવાની ટેવ વારવાર રાખવી અને તે રીતે વસ્તુ ઓળખી તેના પર જય મેળવવા. 39 ‘ સમતા ’ એટલે સ જીવા તથા વસ્તુઓ તરફ રાગ-દ્વેષના અભાવ. જેઓ આત્મિક માર્ગમાં ઊતરવા ઇચ્છતા હાય તેને સમતાના વિષય પ્રથમ અગત્ય ધરાવનારા છે. વિષય બહુ મનન કરવા યાગ્ય છે અને વિચારી વિચારીને તેમાંથી સાર કાઢી લેવા ચાગ્ય છે. સમતા વગરની દરેક ધાર્મિક ક્રિયા બહુ અલ્પ ફળ આપે છે, અને તે ફળ એટલુ બધુ અલ્પ છે કે જે ફળ મેળવવાની ઈચ્છાથી ક્રિયા કરવામાં આવે છે તેની અપેક્ષાએ તા કાંઈ ફળ થતું નથી એમ કહીએ તાપણુ ચાલે; આખા દિવસ ભાર વહન કરનારને એક પાઈ મજૂરીની મળે એના જેવું તે છે, એથી ઊલટું, જયારે સમતા રહિત ક્રિયા કરવામાં * મેાક્ષ મેળવવાની જ ઈચ્છા હેાઈ શકે, બાકી પૌદ્ગલિક ઈચ્છાના સબ્ધમાં તા જૈન શાસ્ત્રકાર નિષેધ કરે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ અધિકા૨] સમતા [ ૬૧ આવે છે ત્યારે તે ક્રિયામાં એક એવી જાતનું સૌંદર્ય અથવા એવી મૃદુતા આવે છે કે જેથી તે ક્રિયામાં એક જાતનો અપૂર્વ (સહજ ) આનંદ વ્યાપી જાય છે. એને સ્પષ્ટ ખ્યાલ આપ બહુ મુશ્કેલ છે, કારણ કે એ દષ્ટાંતને વિષય નથી, પરંતુ અનુભવ-ગમ્ય છે. આ ગ્રંથમાં ઘણું વિષયે અનુભવથી જ સમજાય તેવા છે, જે માટે આપણે નિરુપાય છીએ. તેને રસ જેને ચાખવો હોય તેણે પ્રથમ તેના અધિકારી થવું જોઈએ અને ત્યાં સુધી તે તેનું જે વર્ણન અધૂરા શબ્દોમાં કરવામાં આવ્યું હોય તે ગ્રહણ કરવું જોઈએ. સાકરને સ્વાદ ક્યા શબ્દોમાં વર્ણવે ? ચાખનાર તરત જ અનુભવથી તેના સ્વાદને સમજે છે. એ આ આંતરાનંદ અવર્ણનીય-અનિર્વચનીય છે. શાસ્ત્રકાર કહી ગયા છે કે – સમતા વિણ જે અનુસરે, પાણી પુણ્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ, આવી રીતે સમતા વગર ગમે તે ધાર્મિક ક્રિયા કરવામાં આવે તે છાર ઉપર લીંપવા બરાબર છે. જ્યાં સુધી ભૂમિકા શુદ્ધ કરવામાં આવી ન હોય ત્યાં સુધી તેના પર ગમે તેટલાં ચિત્રા કાઢવામાં આવે તે નકામાં છે. સર્વથી પ્રથમ જરૂર ભૂમિકાને શુદ્ધ કરવાની છે. સમતા ભૂમિકાને શુદ્ધ કરવાનું કાર્ય બરાબર બજાવે છે, ભૂમિકા શુદ્ધ કરવાની આવશ્યકતાના સંબંધમાં સહજ જણાવવાની આવશ્યકતા લાગે છે. એક ચિત્રકારને ચિત્ર આલેખવું હોય તે પ્રથમ વસ્ત્ર શુદ્ધ કરશે, એક પથ્થરને સુંદર મૂર્તિમાં ફેરવો હોય તે તેને સરખો કરવામાં આવશે એક પ્રતિકૃતિ પાડવી હોય તો ડાઘ વગરની પ્લેટ ફેટેગ્રાફર તૈયાર કરશે, તેવી જ રીતે હૃદયમંદિરમાં સુંદર ભાવના-મૂર્તિ સ્થાપન કરવી હોય તે પ્રથમ હૃદયભૂમિકાને શુદ્ધ કરવી જોઈએ. જો તેમાં મલિન વાસનાઓ હશે, જે તેમાં કષાયને કરે હશે, જે તેમાં રાગ દ્વેષના ડાઘા લાગેલા હશે, તો ભાવના મત્તિ તેમાં સ્થિર થઈ શકશે નહિ, અને તેટલા જ માટે આનંદઘનજી મહારાજ શ્રી સંભવનાથજીના સ્તવનમાં કહે છે કે “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખે.” પ્રથમ ભૂમિકાને એટલે હૃદયને આવા પ્રકારની મલિન વાસનાઓથી રહિત કરવું અને તેમ કરવાનું પ્રબળ સાધન સમતા છે. સમતાથી જ્યારે યથાસ્થિત વસ્તુ સ્વરૂપને બંધ થાય છે, ત્યારે મલિન વસ્તુઓ અને મલિન ભાવેનું પરભાવપણું સમજાય છે અને તદનુસાર જ્યારે તેને ત્યાગ કરવાને - તેને ફેંકી દેવાન-નિશ્ચય થાય છે ત્યારે ભૂમિકા શુદ્ધ થતી જાય છે અને ભાવના-મૂર્તિ તેમાં સ્થાપન થાય છે. શુદ્ધ પ્રકાશ પડે તેવી ભૂમિકા થયા પછી તેના પર શુદ્ધ પ્રતિબિંબની છાયા પડતાં તે સ્વયંપ્રકાશ આપી કાર્ય સન્મુખતા પ્રાપ્ત કરાવે છે. આથી ભૂમિકામાંથી કચરે હોય તે કાઢી નાખે અને તે માટે સમતા જેવા પ્રબળ સાધનને ઉપયોગ કરો. સમતા એટલે “સ્થિરતા” આપણું પ્રાકૃત માણસનાં મન કેટલાં બધાં અસ્થિરચંચળ હોય છે તેને ખ્યાલ તરત આપી શકાય તેમ છે. નવકારવાળી ગણવાનો આરંભ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] અધ્યાત્મકપર્ફોમ [ પ્રથમ કરતાં એકાદ નવકાર ધ્યાન રાખીને ચિંતવાય છે; પછી મનના બે વિભાગ+ પડી જાય છે. મનની વિચિત્ર ગતિ શરૂ થાય છે. હાથ પેાતાનુ' કામ કરે છે એટલે મણુકા એક પછી એક પડવા જારી રહે છે. મનના એક વિભાગમાં અસ્પષ્ટપણે નવકારના જાપ ચાલે છે. જે બહુધા યંત્રવત ( Mechanical ) હાય છે; અને તે જ વખતે ખીજા વિભાગમાં મન દુનિયાના કંઇક વિભાગે માં ક્રવા નીકળી પડે છે. આવા જ પ્રકારની સ્થિતિ પ્રતિક્રમણ વખતે પણ અનુભવાય છે. ટેવ પાડવાથી આ સ્થિતિ સુધરી શકે તેમ છે. ધીમે ધીમે એક વસ્તુમાં મનને સ્થિર કરી શકાય છે અને તે પ્રાપ્ત થાય ત્યારે જ કાર્યસિદ્ધિ થાય છે, મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે યમ-નિયમાદિની બહુ જરૂર છે, જે સમતાનાં સાધનને આ ગ્રંથમાં ચર્ચ્યાં છે તે બહુધા યાગના વિષય છે અને તેને માટે જુદો લેખ લખવાની જરૂર છે. અત્ર કહેવાનું એટલુ' જ છે કે સ્થિરતા પ્રાપ્ત કરવાથી બહુ પ્રકારના લાભ થાય છે અને તે જ સમતા છે. સમતાના આવા વિશાળ અર્થ તરફ ધ્યાન ખેંચી ગ્રંથકાર ત્યાર પછી સમતાને મેાક્ષના અગ તરીકે ખતાવે છે. સમતા વગરનાં અનુષ્ઠાને લગભગ ફળ વગરનાં છે એમ આપણે ઉત્કૃષ્ટ ફળની અપેક્ષાએ જોયુ, તેથી આ વિભાગ તા સ્વતઃસિદ્ધ થઈ જાય છે. તેથી આ ગ્રંથકર્તા વિશેષ વિવેચન ન કરતાં સમતા-પ્રાપ્તિનાં સાધના તરફ આપણને દ્વારી જાય છે. આ વિષયને ચાર વિભાગમાં વહેંચી શકાય છે. સાધના અનેક પ્રકારનાં છે અને તે આખા ગ્રંથમાં અનેક રીતે બતાવવામાં આવ્યાં છે. દરેક પ્રાણીને પેાતાને કયુ' સાધન અનુકૂળ થઈ પડશે તે તેણે પાતે પાતાને માટે વિચારી લેવુ. આ અધિકારમાં સમતાને પ્રાપ્ત કરવા માટે મુખ્ય ચાર પ્રકારનાં સાધનો બતાવ્યાં છે : ૧. સમતા પ્રાપ્ત કરવાનું પ્રથમ સાધન મંત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ચાર ભાવના ભાવવી એ છે. આ ચાર ભાવનાએ બહુ ઉપયાગી છે અને જીવાના પરસ્પર સબંધ દર્શાવનારી હોવાથી તે હૃદયને આદ્ર કરે છે. એનુ' વિશેષ વિવેચન ગ્રંથમાં વિવેચન લખતી વખતે આપ્યુ છે ત્યાંથી જાણી લેવું. બીજી ખાર સ’સાર-ભાવના અથવા ભવ-ભાવના છે, તે સંબંધી આ ગ્રંથમાં આગળ વિવેચન કરવામાં આવશે. શરૂઆતમાં આ અગત્યની ચાર ભાવનાઓ પર ખાસ ધ્યાન ખે`ચવાથી સૂરિમહારાજે બહુ ઉપકાર કર્યાં છે. એ ચાર ભાવના ભાવવાથી ઘણા જીવાને સમતા પ્રાપ્ત થઈ શકે છે એ સદૈહ વગરની વાત છે. ૨. સમતા પ્રાપ્ત કરવાનું બીજુ` સાધન ઈંદ્રિયના વિષયા પર સમ-ચિત્ત રાખવાનું છે. સાંસારિક સČ વિષયા સાથે આ જીવને કેવા પ્રકારના સંબંધ છે તે વિચારી જોતાં આ સાધનની ઉપર્યુક્તતા બહુ સારી રીતે સમજાય છે. બાહ્ય દેખાવથી વસ્તુઓમાં ફસાઈ અનુકૂળ વિષયામાં મૂંઝાઈ જવાથી કવિસ્મરણ થાય છે, એ વસ્તુને સહજ ધર્મ છે * ઉપયોગ સમયાંતર હેાવાથી પલટાયા કરે છે, જેનું આપણને ભાન નથી, તેથી આ પ્રમાણે લાગે છે. વસ્તુતઃ બે વિભાગ પડતા નથી, પણ ઉપયોગ બદલાયા કરે છે. ક્રિયાના તા વિભાગ પડે છે. આ દ્રવ્યાનુયાગને અંગે મનના બંધારણના ગહન વિષય છે તેથી અત્ર તેની ચર્ચા કરી નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ]. સમતા [ ૬૩ એમ અનાદિ અભ્યાસને લીધે લાગે છે; પણ તે ઉપર જણાવેલ શુદ્ધ વિચારેથી, સૂર્યથી અંધકાર નાશ પામી જાય છે તેની માફક, આપોઆ૫ નાશ પામી જઈ વિવેક-દિવસનું સુપ્રભાત સર્વત્ર સર્વ દિશામાં સ્થિતિ કરે છે. ૩. સમતાનું ત્રીજું સાધન વસ્તુ-સ્વભાવ ઓળખવાનું છે. પદગલિક વસ્તુઓને જીવ સાથે કેવા પ્રકારનો સંબંધ છે, એને ખ્યાલ કરવાની બહુ જરૂર છે. જ્યાં સુધી આવા પ્રકારનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી જીવ બહુ ભૂલ કરે છે. જે વસ્તુ કદી પિતાની થઈ શકે નહિ તેને પિતાની માને છે, તેના પર પ્રેમ કરે છે, તેના સંગથી આનંદ માને છે, તેને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં શક્તિનો ઉપયોગ કરે છે અને તેના વિયેગથી દુઃખી થાય છે. સગાં-સંબંધીઓ, પુત્ર, સ્ત્રી વગેરે-ને સંબંધ પણ આ સ્થાને વિચારવા યોગ્ય છે અને તેવી જ રીતે દરેક વસ્તુઓનો સંબંધ પણ અવકન કરવા ગ્ય છે. એ સંબંધની સ્થિતિ અને સુખ આપવાની અલ્પતા અથવા અભાવ ધ્યાનમાં લઈ તે સુખમાં મસ્ત ન બનતાં સ્વ” શું છે તે ઓળખવું એ સમતા-પ્રાપ્તિનો રામબાણ ઉપાય છે. આ વિષયને અંગે આત્મશિક્ષા પણ અનેક પ્રકારની આપવામાં આવી છે. ૪. સમતા પ્રાપ્ત કરવાનું ચોથું સાધન, સ્વાર્થ પ્રાપ્ત કરવામાં રક્ત રહેવું એ છે. આ જીવ જયાં સુધી વસ્તુઓની વાસ્તવિક સ્થિતિ જાણતું નથી, ત્યાં સુધી નકામાં પ્રયત્ન કરી સુખ નથી ત્યાંથી સુખ મેળવવા પ્રયાસ કરે છે, તેથી સર્વ પ્રાપ્ત થયેલા અથવા થનારા પદાર્થોને સ્વપ્ન કે ઇંદ્રજાળથી પ્રાપ્ત થયેલ પદાર્થો સાથે સરખાવી, તે સરખામણી ઘટાવી, સ્વાર્થસાધન કરવા માટે કર્તા પ્રેરણા કરે છે. અત્રે જે સ્નેહીવમાં ફસી તેઓની ખાતર મહાપ્રયાસ કરવામાં આવે છે, તેનું કાંઈ પણ ફળ મળતું નથી, કારણ કે સર્વ પ્રયાસ ધન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે, તે પ્રવૃત્તિ તદ્દન નિહેતુક અને ખોટી છે, એથી આ જીવને કોઈ પ્રકારને લાભ થતો નથી. અને જ્યારે આ જીવ સંસારાટવીમાં ભૂલે પડે છે ત્યારે તેને રસ્તે બતાવવા કે મહાભયંકર જનાવરોથી તેનું રક્ષણ કરવા તેવા સ્નેહીઓ આવતા નથી તેમ જ જે પદાર્થો ઉપર તે પ્રેમ કરે છે તે પિતાના રૂપમાં સ્થિર રહેતા નથી, વારંવાર બદલાયા કરે છે અને અંતે નાશ પામી જાય છે. આવા પદાર્થો ઉપર પ્રીતિ કરીને આત્મ-અવનતિ કરવામાં આવે તેના કરતાં જે સ્વાર્થ-સાધન કરવામાં આવે તે મહાકલ્યાણ થઈ જાય. આવી રીતે સમતા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારનાં સાધને આ અધિકારમાં બતાવવામાં આવ્યાં છે. વાત એમ છે કે દરેક બાબતનું નિરીક્ષણ કરવાની ટેવ પાડવાની જરૂર છે, વસ્તુને જોઈ તેનું બાહ્ય નિરીક્ષણ કરવાથી લાભ નથી, પરંતુ તે શું છે? ક્યાંથી આવી છે? તેને અને પોતાનો સંબંધ શું છે? કેટલો છે? ક્યાં સુધીને છે? વગેરે વિચારવાથી સમતા પ્રાપ્ત થાય છે, કારણ કે આ પ્રણાલિકાએ કાર્ય કરનારને આત્મ-જાગૃતિ પ્રાપ્ત થાય Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ છે. આત્મ-નિરીક્ષણ ( Self-examination ) ના અચિંત્ય પ્રભાવ ખડ઼ે લક્ષ્યમાં રાખવા યાગ્ય છે. આ કાળમાં ઉપર ઉપરનુ' વાંચી જવાથી ઘણીખરી ખાખતમાં ઊંડા ઊતરવાની ટેવ પડતી નથી, તેથી ખાસ લાભ કરે તેવી ખાખત પણ જરા આનંદ દેખાડી પસાર થઈ જાય છે. પરંતુ આવેા સામાન્ય ખ્યાલ છેાડી દઈ આત્મ-નિરીક્ષણ કરવાની ઈચ્છા પ્રમળપણે પ્રાપ્ત થાય છે ત્યારે આત્મતત્ત્વ-ગવેષણા થાય છે અને સાધ્યનુ સામીપ્ટ થાય છે. વસ્તુવિચારણા કરવાની ટેવ પડવાથી મનની ચંચળતા મટતી જાય છે, તે વિશેષ સ્થિર થતું જાય છે અને તેમ વારંવાર થતાં અનુભવની જાગૃતિ થાય છે. અને એક વાર અનુભવજ્ઞાન પ્રાપ્ત થયુ' એટલે પછી વિશેષ કાર્ય કરવાની જરૂર રહેતી નથી. ઘણુ' વાંચવાને બદલે મુદ્દામ ઘેાડા ગ્ર'થા વાંચવા, વાંચીને વિચારવા, વિચારીને તેમાં બતાવેલા ભાવાનું પૃથક્કરણ કરવુ, પૃથક્કરણ કરીને અરસપરસ તેના સંબંધ લગાડવા અને તેનું રહસ્ય ન ઊખડી શકે તેવી રીતે સ્થાપન કરવું; તેવી જ રીતે જે શ્રવણ થાય, જે કાર્ય થાય, હિલચાલ થાય તેના સંબંધમાં ખરાખર નિયમસર પૃથક્કરણાદ્વિ કરવામાં આવે અને આંતર તત્ત્વ અને સંબધ વગેરેને સ્થાપવામાં આવે તા જરૂર કૃતિ-વ્યવહાર–માં મહેાળા ફેરફાર થઇ જઈ આત્માનુભવ જાગ્રત થાય; તેથી ભૂમિકાશુદ્ધિના પ્રમળ ઉપાય તરીકે સમતા અને તેનાં ચારે સાધના ધારણ કરવાં અને તેમ કરવા માટે ખસૂસ કરીને વિચારપૂર્વક, નિયમસર, દરેક વખતે, યાગ્ય અવસર લઈ આત્મ-નિરીક્ષણ જરૂર કર્યાં કરવું. આ સમતા-અધિકાર આખા ગ્રંથની કૂંચી છે. આખા ગ્રંથના વિસ્તાર સમતા પ્રાપ્ત કરવા માટે તેનાં અનેક પ્રકારનાં સાધના બતાવવામાં જ સમાઈ ગયા છે. આખી જિંદગીમાં અનુભવ કરી ઉત્તરાવસ્થામાં શ્રી મુનિસુંદરસૂરિએ આ ગ્રંથ લખ્યા હેાય એમ આ અધિકારના પ્રત્યેક શ્લેાકમાંથી ધ્વનિ સ્ફુરે છે. એના દરેક શ્લોક બહુ વિચાર કરવા યાગ્ય છે. આ આખા અધિકારમાં એક જાતની સમતા રેલછેલ થયેલી જણાય છે. સૂરમહારાજના આ ઉચ્ચ આશય લક્ષમાં રાખી તેના પર ઘટતુ વિવેચન કરવા પ્રયાસ કર્યાં છે. સમતા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારની શક્તિના ઉપયાગ કરવા એ આ ગ્રંથ વાંચવાનું અદ્વિતીય પરિણામ હાવુ જોઇએ. ‘ સમતા' આખા ગ્રંથનુ· રહસ્ય છે, તેની સ્પષ્ટતા છેલ્લા અધિકારથી થશે. એ ‘સામ્ય-સÖસ્વ’અધિકાર ગ્રંથને પૂર્ણ કરીને બતાવે છે કે ગ્રંથની આદિ અને અતના એક જ વિષય છે. તેની પુષ્ટિમાં વચ્ચે બીજા અધિકારો લખ્યા છે, પર‘તુ સાધ્ય ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. આ વિષયમાં જો કાંઇ પણ પ્રેમ લાગ્યા હાય, જો ભવ-વાસના જરા પણ ઊઠી હાય અથવા ઉઠાવવા ચાગ્ય છે, એમ લાગ્યુ. હાય તા, હવે પછીના અધિકારામાં દરેક સુજ્ઞ વાંચનારે પ્રવેશ કરવા, એટલી પ્રાર્થના છે. ॥ इति सविवरणः समतानामा प्रथमोऽधिकारः ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः स्त्रीममत्वमोचनाधिकारः ॥ - I - સમતાનું રહસ્ય સમજ્યા પછી તેને પ્રાપ્ત કરવાના સાધન તરફ સ્વાભાવિક રીતે ધ્યાન ખેચાય છે. પ્રથમ સાધન મેહ-મમત્વના ત્યાગ કરવા એ છે. જનસ્વભાવનું અવલેાકન કરનારને અનુભવ થયા છે કે અનેક પ્રકારના મમત્વમાં પણ સ્ત્રી ઉપરના માહ અને મારાપણું વિશેષ ખળવાન હાય છે, તેથી અત્ર પ્રથમ તે ઉપર વ્યાખ્યા કરે છે. બીજો, ત્રીજો, ચેાથા અને પાંચમા અધિકાર પરસ્પર સંબંધ ધરાવે છે, પુરુષને ગળે બાંધેલી શિલા मुसि प्रणयचारुगिरासु, प्रीतितः प्रणयिनीषु कृर्तिस्त्वम् । किं न वेत्सि पततां भववाद्ध, ता नृणां खलु शिला गलबद्धाः || १ || (स्वागतावृत्त) ; “ હું વિદ્વાન્ ! જે સ્ત્રીઓની વાણી સ્નેહથી તને મધુર લાગે છે, તેના ઉપર પ્રીતિથી તું માહ પામે છે; પણ ભવસમુદ્રમાં પડતા પ્રાણીઓને તેઓ ગળે બાંધેલા પથ્થર ( જેવી ) છે એમ શું તું જાણતા નથી ” ( ૧) 6 વિવેચન—અનાદિ અભ્યાસથી માહરાજાના હુકમથી આ પ્રાણી બહારના સુંદર દેખાવ તથા ભાષણથી સ્ત્રી ઉપર માહ પામી જાય છે. પછી તેને નથી રહેતા વિવેક કે નથી રહેતી લજજા, સ્ત્રીના માહ તેને કેટલેા પ્રતિબધ કરનારા છે તે જરા વિચાર કરે તે તરત સમજાઈ જાય તેવુ' છે. સત્તાગત અનત જ્ઞાનવાળા જીવની આ ઠપકાપાત્ર સ્થિતિ તરફ ધ્યાન રાખી તેને જાગ્રત કરવા માટે વિદ્વાન ના ઉપનામથી સોાધીને કહે છે કે હું ભાઈ! દરિયામાં ડૂબતા માણુસને લાકડુ` કે એવા કોઈ હલકા પદાર્થ આલંબન તરીકે જરૂરના છે, કે જેથી તે તરી શકે; પણ તેને બદલે પથ્થર ફેડે બાંધ્યા હાય તા તે દરિયામાં ડૂબતા જ જાય છે. ભવ( સંસાર ) સમુદ્ર છે, અને તેમાં શ્રી આ જીવને ગળે બાંધેલી શિલારૂપ થઈને ડુખાડે છે. એક ભવમાં-એક વખતના સંબંધ માત્રમાં——જ તે એટલા કર્માંધ કરાવે છે કે અન'ત ભવ સુધી રઝળવુ' પડે. આવી જ રીતે વૈરાગ્યશતકકાર પણ કહે છે;—— * कृतिन् किमिति पाठान्तरं क्वचिद दृश्यते અ. ૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પકુમ દ્વિતીય मा जाणसि जीव तुमं पुत्तकलत्ताइ मज्झ सुहहेऊ । निउणं बंधणमेयं, संसारे संसरंताणं ॥ હે જીવ! પુત્ર, સ્ત્રી વગેરે માટે સુખનું કારણ છે એમ તું જાણીશ નહિ; કારણ કે સંસારમાં ભ્રમણ કરતા આ જીવને એ પુત્ર અને સ્ત્રી વગેરે ઊલટાં દઢ બંધન છે.” મેહનું આવું સ્વરૂપ જાણી જેમ બને તેમ મેહ એ છે કરે અને સંસાર પર ઉદાસીન ભાવ રાખવો એ અત્ર ઉપદેશ છે. શંગારના વિષયમાં ગળે આલિંગન કે બંધન કરવું એ ઉત્કૃષ્ટ રસ શગારના કવિએ ગણે છે; એ વાસ્તવિક રીતે શું છે એને ખરો ખ્યાલ કવિએ અત્ર આ છે, હીનામા ન થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખી યથાસ્થિત સ્વરૂપનું દિગ્દર્શન કરાવ્યું છે. (૧; ૩૫) * સ્ત્રીઓમાં રહેલી અરમણીયતા चर्मास्थिमज्जान्त्रवसास्रमांसामेध्यायशुच्यस्थिरपुद्गलानाम् । સ્ત્રીવિષ્ણાતિ સ્થિતેy, જે પિસ્થતિ સ્થમામનું ? ૨ | (w) સ્ત્રીના શરીરપિંડની આકૃતિમાં રહેલાં ચામડી, હાડકાં, ચરબી, આંતરડાં, મેદ, લેહી (રુધિર), માંસ, વિષ્ટા વગેરે અપવિત્ર અને અસ્થિર પુદગલોમાં હે આત્મન ! તું સુંદર શું જુએ છે?” (૨) વિશેષ વિવેચન બીજી અને ત્રીજી ગાથાનું એકસાથે નીચે કરવામાં આવ્યું છે. (૨;૩૬) અપવિત્ર પદાર્થોની દુર્ગધ; સ્ત્રી શરીરને સંબંધ विलोक्य दूरस्थममेध्यमल्पं, जुगुप्ससे मोटितनासिकस्त्वम् । મૃતે તેનૈવ વિખૂટ! ઘોષagsg a gsfમજાપ? A રૂ . ( વા ) “હે જડ! દૂર રહેલી જરા પણ દુર્ગધી વસ્તુ જોઈને તું નાક મરડીને દુર્ગછા કરે છે, ત્યારે તેવી જ દુર્ગધથી ભરેલ સ્ત્રીઓના શરીરની તું કેમ અભિલાષા કરે છે ?” (૩) - વિવેચન–મલ્લિકુવરીને પરણવાની ઈરછાએ આવનાર છે રાજાઓને પ્રતિબંધ પમાડવા માટે સ્વ-શરીરપ્રમાણ પૂતળી કરી, તેમાં ઉત્તમ ઉત્તમ ખાવાના પદાર્થો નાખી રાજાઓ સમક્ષ ખેલતાં દુર્ગધ પ્રસરી, તેથી સર્વ યે રાજાઓને પ્રતિબંધ થયો અને તે પરથી સર્વને ખ્યાલ આવ્યો કે શરીરમાં તે માંસ, રુધિર વગેરે ગટરખાનું જ ભરેલું છે; ફક્ત તે અપવિત્ર પદાર્થો ઉપર ચામડી મઢી લઈ તે શરીરને સુંદર દેખાડ્યું છે. માહથી આ જીવ અંદર જતો નથી, અને તેથી જ તેને ઉપરનું સૌંદર્ય દેખાય છે. “નગરપાળ પરે નિત્ય વહે, કફ મળ મૂત્ર ભંડારે રે, તિમ દ્વારે રે; નર નવ, દ્વાદશ નારીનાં એ.” * અહીં તેમ જ આગળ બધે દરેક ક્ષેકના વિવેચનને અંતે આપેલ આ બે અંકમાં પહેલે અંક તે તે અધિકારના લોકો અંક બતાવે છે, અને બીજો અંક સળંગ લેકને એક સચિત કરે છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ અધિકાર 1 સ્ક્રીમમત્વમાચન [ ૬૭ આવી રીતે પ્રવાહમધ મળમૂત્ર ચાલ્યા જ કરે છે, અને તેથી જ ભતૃહરિએ કહ્યું છે કે ‘મુનિન્દ સર્પ વિજ્ઞનવિરોવષ્ણુ, તં ’—સ્ત્રીઓનુ રૂપ તા તદ્દન નિંદ્ય છે, વારંવાર નિંદ્ય છે, છતાં વિષયમાં મસ્ત થયેલા કલ્પિત ઐહિક સુખના આસક્ત કવિએ તેના દેહને ભારે ભારે ઉપમા આપી તેને આકાશમાં ચઢાવી દે છે, અને સ`સારમાં મગ્ન જના આ કવિઓની પ્રતિભાશક્તિનાં વખાણ કરે છે, પરંતુ સ` પ્રકારને અનુભવ કરીને રાજિષ ભતૃહિર કહે છે કે “ એ વારવાર નિંઢવા ચાગ્ય છે.” “દેખી દુર્ગંધ દૂરથી, તું માંહ મચકાડે માણે રે, નવિ જાણે રે; તેણે પુગળે તુજ તનુ ભર્યું... એ.” ઉપરના શ્લોકના ભાવ અત્ર સમાઇ જાય છે. કચરાપટ્ટીના ગાડાને દૂરથી જતું જોઈ મુખ ઉપર રૂમાલ આડા રાખે છે, અને વિષ્ટામાં પગ પડતાં ધેાઈ નાખે છે, તેવી બુદ્ધિ આગળ કેમ ચાલતી નહિ હોય ? વિષયાંધપણુ' એટલે શું ? તે અહીં સ્પષ્ટ થાય છે. વિષયાંધ થયા એટલે વિવેક ચાલ્યે! જાય છે. શ્રીમદ્ઘિનાથજીનુ દૃષ્ટાંત અત્ર ખડું ઉપયાગી છે, અને તેમાંથી ઘણા સાર લેવાના છે. (૩, ૩૭) સ્રીમેાહથી આ ભવ્ પરભવમાં થતાં ફળનુ દર્શન अमेध्यमांसास्रवसात्मकानि नारीशरीराणि निषेवमाणाः । इहाप्यपत्यद्रविणादिचिन्तातापान् परत्रे ति* दुर्गतीश्च ॥ ४ ॥ ( उपजाति ) "" * વિષ્ટા, માંસ, રુધિર અને ચરબી વગેરેથી ભરેલા સ્ત્રીએનાં શરીરને સેવનારા પ્રાણીએ આ ભવમાં પણ પુત્ર અને પૈસા વગેરેની ચિન્તાના તાપ પામે છે અને પરભવે ક્રુતિમાં જાય છે.” (૪) વિવેચન—ઉપર જણાવ્યુ' તેમ સ્ત્રીઓનુ શરીર અપવિત્ર પદાથૅથી ભરેલું છે તેથી સેવવા ચાન્ય નથી, છતાં પણ કામાંધ જીવા તેને સેવે છે. ત્યાર પછી બહુ દુઃખ સહન કરવાં પડે છે. છેકરા વંઠેલા થાય તા તેથી, અથવા બીજા પ્રકારે, ઘણી સતતિ થવાથી પણ પુત્ર લાલનપાલનની અનેક ચિંતા થાય છે અને પૈસા પણ તેને ખાતર તેમ જ સ્ત્રીએની ખાતર બહુ પેદા કરવા પડે છે. પેાતાનુ પેટ ભરવા ઉપરાંત ખીજાઓનાં પેટ ભરવાં પડે છે અને પાછળ વારસા મૂકી જવા માટે પણ એકઠુ કરવુ' પડે છે, જાળવવુ પડે છે. અને આવી રીતે આખા ભવ તે ઉપાધિમાં પૂરા થાય છે. (પુત્ર અને ધનની શું સ્થિતિ છે તે માટે જુઓ આગળ ત્રોજો અને ચેાથેા અધિકાર.) એક સ્ત્રીની ખાતર કેટલુ' થાય છે તે કપિલ કેવળીના દૃષ્ટાંતથી જણાય છે. કપિલ અભ્યાસાવસ્થામાં એક શેઠની મદદથી કોઈ ખાઈને ઘેર જમતા હતા; ત્યાં તેની સાથે તેને આસક્તિ થઇ અને શરીરસૌંબંધ થતાં તેને ગર્ભ રહ્યો. પ્રસૂતિકમ માટે પૈસાની જરૂર પડી એટલે ત્યાંના રાજા સવારના પ્રથમ * પત્ર પ્રતિતી થા પાઃ । Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પમ [[દ્વિતીય જનાર બ્રાહ્મણને બે માસા સેનું આપતો હતો તેની પાસે જઈ સુવર્ણ મેળવવાને વિચાર કર્યો. પછી પાછલી રાત્રિએ વહેલો ઊઠી રાજાના મહેલ તરફ જવા નીકળ્યો. ચોકીદારોએ તેને ચેર જાણીને પકડ્યો અને સવારના રાજા પાસે જ્યારે તેને ઊભે કર્યો ત્યારે તેણે પિતાની સર્વ હકીકત નિવેદન કરી. તેના સત્યવાદીપણુથી રાજા ખુશ થયો અને કહ્યું કે તારે જે ઈચ્છા હોય તે માગ. કપિલ તે રાજાની આજ્ઞાથી અશોક વાડીમાં જઈ વિચારવા લાગે કે જે બે માસા સુવર્ણ માગીશ તો તેથી માત્ર સ્ત્રીને માટે વસ્ત્ર જ આવશે, પણ - ઘરેણાં નહિ આવે. ત્યારે હજાર સેનિયા માગું? ના, ના, તેના પણ પૂરતાં ઘરેણાં નહિ થાય, ત્યારે ચાલે, લાખ સુવર્ણ મહોર માગીએ, આમ ચઢતાં ચઢતાં યાચનાની હદ ન રહી એટલે પાછો વિચાર થયો કે અરે ! બે માસા સોનાને માટે નીકળેલો, તેને કરોડ સોનામહોરોથી પણ સંતોષ થતો નથી, માટે ધિક્કાર છે આ તૃષ્ણાને ! આવા વિચારથી ત્યાં જ કેશને લગ્ન કર્યો. આ દષ્ટાંતમાં જોવાનું ખાસ એટલું જ છે કે એક સ્ત્રીના સંબંધથી પણ તૃષ્ણા કેટલી વધે છે ! તેને માટે એલાયચી કુમારનું ચરિત્ર પણ પ્રસિદ્ધ છે. સ્ત્રીમોહથી તેને ઘણું સહ્યું. દુનિયામાં જરા નજર નાખશે તો તુરત જણાશે કે સ્ત્રી એટલે ઘર અને ઘર એટલે બધું; માટે સંસારમાં પડનારાઓએ અને પડેલાઓએ બહુ વિચાર કરવાને છે. નારી ઉપર મમત્વ રાખનારને આ ભવમાં આટલી અડચણ અને દુઃખ વેઠવાં પડે છે, તે ઉપરાંત પરભવમાં પણ બહુ દુઃખની પ્રાપ્તિ થાય છે. મેહમાં મગ્ન થયેલાઓના નરક વગેરે ગતિમાં શા હાલ થાય તે સહેજે સમજાય તેવું છે. (૪) ૩૮) સ્ત્રી શરીરમાં શું છે તે વિચારવાની જરૂર अङ्गेषु येषु परिमुह्यसि कामिनीनां, चेतः प्रसीद विश त्त क्षणमन्तरेषाम् । सम्यक् समीक्ष्य विरमाशुचिपिण्डकेभ्य-स्तेभ्यश्च शुच्यशुचिवस्तुविचारमिच्छन्॥५॥(संततिलका)* “હે ચિત્ત ! તું સ્ત્રીઓના શરીર ઉપર મોહ પામે છે, પણ તું (અસ્વસ્થતા મૂકીને) પ્રસન્ન થા અને જે અંગે ઉપર મોહ પામે છે તે અંગમાં પ્રવેશ કર. તું પવિત્ર અને અપવિત્ર વસ્તુના વિચાર(વિવેક)ની ઈચ્છા રાખે છે તેથી બરાબર સારી રીતે વિચાર કરીને તે અશુચિના ઢગલાથી વિરામ પામ.” (૫) - વિવેચન–આ પ્રાણ બહારના દેખાવમાત્રથી ફસાઈ જાય છે. કર્તા કહે છે કે તને શરીરના જે ભાગ ઉપર મોહ થતું હોય તેની અંદર જરા ઊંડા ઊતર અને તેમાં શું છે * ૩ ઘરતત તમન્ના નૌનઃ વસંતતિલકામાં ચૌદ અક્ષર હેાય છે. (૮- ૬) Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ અધિકાર ] સ્ત્રી મમત્વમોચન તે વિચાર. જરા વિચાર કરીશ તે કદી પણ મોહ થશે નહિ. રાવણ સરખા ભૂલ્યા, તે આટલો વિચાર ન કરવાનું જ પરિણામ હતું. અને નેમિનાથ સંસાર છોડી ચાલ્યા ગયા. તે એ વિચાર કરવાનું જ પરિણામ હતું. તેને પ્રથમથી જ સમજાઈ ગયું હતું કે સ્ત્રીસંબંધથી અનેક પ્રકારની ઉપાધિ જરૂર વધશે. અનેક મહાત્માઓ સંસાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે તે આ બંધન તોડવા માટે જ છે. સ્ત્રીના રૂપમાં આસક્ત થયેલા મનુષ્યરૂપ અનેક પતંગિયાં બહારના મોહથી ફસાઈ, સારાં કપડાં પહેરીને શેભીતી થયેલી પરસ્ત્રીરૂપ દીવાની ઝાળમાં પડે છે અને પછી શું થાય છે તે સર્વ સમજે છે. શંગારને પિષણ કરનારા કવિઓની કવિત્વશક્તિ ગમે તેટલી વખાણવા જેવી હોય, પણ તેઓની મનનશક્તિ આટલેથી જ અટકી છે. કોઈ આવા જ પ્રકારના હેતુથી શાંત રસને રસમાં ગણવાની તેમના તરફથી ના પાડવામાં આવી છે! કવિએ પણ મનુષ્ય જ હતા અને મનુષ્યની નબળી બાજુમાં મોહ રહે છે, તેને વશ થઈ જવાથી મોહ તેઓના ઉપર પોતાની શક્તિ અજમાવે એ સ્વાભાવિક છે. - આ શ્લોકનો ભાવ વિચારવા જેવો છે. સંસારમાં ભમાડનાર કર્મો પૈકી મેહનીય કર્મ બહુ તીવ્ર છે, બળવાન છે અને સામે થવામાં જરા મુશ્કેલી પમાડે તેવું છે. ઉપમિતિભવપ્રપંચાકથાના કર્તા સિદ્દર્ષિ ગણિ તેમ જ અન્ય મહાત્માઓ કર્મોની અંદર તેને રાજાની પદવી આપે છે, અને બીજા કર્મોને તેના પ્રધાન, સિપાઈ તરીકે ઓળખાવે છે, ધર્મ-ધનની હાનિ કરનાર મેહનીય કર્મના પ્રભાવથી ધમધનથી રહિત થઈ જઈ આ જીવ સંસારમાં રખડ્યા કરે છે. સંસાર ઓછો કરવા, ભવના ફેરા મટાડવા, સ્વસ્થાન પ્રાપ્ત કરવા અને નિરતિશય આનંદ મેળવવા સ્ત્રી પરનું મમત્વ ઓછું કરવું એ અત્રે ઉપદેશ છે. સાંસારિક બેગ ભેગવનારાએાએ તેને તજતી વખત શાલિભદ્ર અને સ્થલિભદ્રાદિનાં ચરિત્ર વિચારવા અને સંસારમાં ન પડયા હોય તેમણે પડ્યા અગાઉ શ્રીનેમિનાથ અને શ્રીમલિનાથાદિકનાં ચરિત્ર વિચારવાં. (૫ ૩૯) ભવિષ્યની પડાએ વિચારીને મેહ ઓછો કરવો विमुह्यसि स्मेरदृशः सुमुख्या, मुखेक्षणादीन्यभिवीक्षमाणः । समीक्षसे नो नरकेषु तेषु, मोहोद्भवा भाविकदर्थनास्ताः ॥६॥ (उपजाति) વિકસિત નયનવાળી અને સુંદર મુખવાળી સ્ત્રીઓનાં નેત્ર, મુખ વગેરે જોઈ મોહ પામે છે, પણ તેના મોહને લીધે ભવિષ્યમાં ઉત્પન્ન થનારી નરકની પીડાઓને તું કેમ જોતો નથી?” (૬) વિવેચન દૂધ પીવાને લલચાયેલી બિલાડી દૂધને જ દેખે છે, પણ માથે ડાંગ લઈને ઊભેલા પુરુષને દેખતી નથી; બેટે દસ્તાવેજ કરનાર તાત્કાલિક લાભને જ જુએ છે, પણ Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પમ ( દ્વિતીય ન્યાયાસન પરથી થનારા ન્યાયને પરિણામે થનારી મોટી જેલજાત્રા તરફ નજર રાખતું નથી; તેવી જ રીતે મોહાંધ પ્રાણી સ્ત્રીના સુંદર અવયવ અને રેશમી સાડી જ દેખે છે, પણ તેનાથી આ ભવ અને પરભવમાં થનારી પીડાઓને વિચારતે નથી. નરકનાં દુઃખોને ખ્યાલ આવે પણ મુકેલ છે. તેની શીત, ઉષ્ણ વગેરે દશ પ્રકારની વેદનાનું સ્વરૂપ શાસ્ત્રમાંથી વાંચતાં મજબૂત હૃદયનો માણસ પણ કંપી ઊઠે છે. વળી, ક્ષેત્રવેદના ઉપરાંત પરમાધામીકૃત વેદના પણ ઘણુ તીવ્ર હોય છે. આ ઉપરાંત પરસ્પર નારકી જેવા અનેક ઉપઘાત કરે છે તે અ ન્યકૃત ત્રીજી વેદના પણ અતિ અસહ્ય છે. આવી રીતે ક્ષણમાત્રના સુખની ખાતર દીર્ઘ કાળનું મહાદુઃખ વહેરવું પડે છે, તેને હે ભાઈ! તું વિચાર કર. (આ જ મુદ્દા ઉપર આખો શૃંગારરાગ્યતરંગિણી ગ્રંથ લખાયેલું છે, તે વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. (૬; ૪૦) - સ્ત્રીશરીર, સ્વભાવ અને ભેગફળનું સ્વરૂપ अमेध्यभस्त्रा बहुरन्ध्रनिर्यन्मलाविलोद्यत्कृमिजालकीर्णा । चापल्यमायानृतवञ्चिका स्त्री, संस्कारमोहानरकाय भुक्ता ॥७॥ (उपजाति) વિષ્ટથી ભરેલી ચામડીની કોથળી, બહુ છિદ્રોમાંથી નીકળતા મળ (મૂત્રવિષ્ટા)થી મલિન, (નિમાં) ઉત્પન્ન થતા કીડાઓથી વ્યાસ, ચપળતા, માયા અને અસત્ય (અથવા માયામૃષાવાદ)થી ઠગનારી એવી સ્ત્રીએ પૂર્વ સંસ્કારના મેહથી નરકમાં જવા સારુ જ ભેગવાય છે.” (૭) વિવેચન–સ્ત્રી શરીરનું સ્વરૂપ ઉપર બહુ વિવેચનથી બતાવાઈ ગયું. આ શ્લેકમાં કહે છે કે સ્ત્રી વિષ્ટાની કોથળી છે. “યકૃત , વિષ્ટા, લેમ્પ, મજા અને હાડકાથી ભરેલી અને સ્નાયુઓથી વંટી લીધેલી, બહારથી રમ્ય સ્ત્રીઓ ચામડાની કોથળી છે.” વૈદક શાસ્ત્ર પ્રમાણે તેના શરીરનાં અગિયાર-બાર દ્વારા નિત્ય વહ્યા કરે છે. ટીકાકાર વાસ્યાયન શાસ્ત્રમાંથી શ્લોક ટાંકી બતાવે છે કે “સૂક્ષમ, મૃદુ, યોનિના મધ્ય ભાગમાં રહેનારા અને લોહીમાંથી ઉત્પન્ન થતા કૃમિઓ સ્ત્રીઓને ખરજ ઉત્પન્ન કરે છે.” સ્ત્રીશરીર અપવિત્ર છે એ આટલી હકીકતથી સમજાય તેવું છે. અત્ર લૌકિક શાસ્ત્રથી પણ તે અપવિત્ર છે એમ બતાવ્યું. વિચાર કરનારને તે આ વાત વિચારમાત્રથી પણ સમજાય તેવી છે. શાસ્ત્રમાં જોઈએ તે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય શાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં લખે છે કે મુમુક્ષુ જીવ રાત્રે ઊંઘમાંથી જાગી જાય તે વિચાર કરે કે વિષ્ટા, મળ, મૂત્ર, શ્લેષ્મ, મજજા, સ્નાયુ અને અસ્થિની બનાવેલી, બહારથી સુંદર લાગતી સ્ત્રીઓ ચામડાની કોથળી છે. કદાચ એ કથળીમાં જે હોય તેને બહાર કાઢયું હોય, એટલે કે કથળી ઉલટાવી નાખી હાય, તે તેને ઈરછુક પુરુષ શિયાળ અને ગધથી તેનું રક્ષણ કરવા ઊભે રહે ! એટલે Page #143 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] સીમમત્વમેચન [ ૭૧ એ પદાર્થો તરફ પશુઓ ખેંચાઈ આવે એવા પદાર્થો છે.) સ્ત્રીરૂપ શસ્ત્રથી જ જ્યારે કામી જિતાઈ જાય છે ત્યારે કામદેવ શા માટે તદ્દન નામનું શસ્ત્ર હાથમાં લેતો નથી; અર્થાત્ ગમે તેવા શસ્ત્રથી પણ કામી જિતાઈ જશે, એને જીતવા માટે મોટાં શસ્ત્રોની જરૂર પડશે નહિ. સ્ત્રીઓમાં ચાપલ્ય, માયા વગેરે દોષે સ્વાભાવિક હોય છે. નૈતિક શાસ્ત્રમાં કહ્યું છે કે “અસત્ય, સાહસ, માયા, મૂર્ખાઈ, લભીપણું, અપવિત્રપણુંનિર્દયપણું–એટલા દેશે સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે જ હોય છે. આપણે અનુભવ છે કે જૂના સંસારમાં અમદાવાદી કિનખાબ સારુ કજિયા થાય છે ત્યારે સુધરેલા સંસારમાં ફેંચ સિલ્ક સારું કજિયા થાય છે; પરંતુ વાત એકની એક જ છે. ચાલુ જમાનાની ખરાળ જિંદગીમાં સ્ત્રીઓ કેટલે દરજજે જવાબદાર છે તે એક વિચારવા જેવો સવાલ છે. ખાદી–પ્રચારમાં સ્ત્રીવર્ગ કેટલો પછાત છે તેનાં કારણો ખ્યાલમાં લેવા ગ્ય છે. સ્ત્રીભાગનું ફળ શું થાય? વિષયાનંદમાં ધર્મભાવ તે રહે જ નહિ, તેમાં પણ વિશેષે કરીને સ્પર્શેન્દ્રિયના ભાગમાં તે મન-ઈદ્રિય એકાકાર પ્રવર્તે ત્યારે જ આનંદ થાય છે. આનું પરિણામ શું આવે? શાસ્ત્રકાર ફરમાવી ગયા છે કે સાધુ જો સ્ત્રીને સંબંધ કરે તે બહુ પાપ બાંધે; જે પાપનું વર્ણન સાંભળતાં કંપારી થાય તેમ છે; અને સમકિતથી પણ ભ્રષ્ટ થાય. અને ગૃહસ્થને સ્ત્રીભગ નરકગમન કરાવનાર થાય. આવી રીતે જુએ કે સ્ત્રી શરીરમાં કાંઈ વખાણવા જેવું નથી. સ્ત્રીને સ્વભાવ ઉક્ત પ્રકાર છે અને તેને ભેગવવાથી પરિણામે આ ભવમાં અને પરભવમાં મહાદુઃખ થવાનું છે. હવે આટલું બતાવ્યા પછી શું કરવું જોઈએ તે મનમાં જ સમજી જાઓ. ( ૪૧) લલના મમત્વમેચનદ્વારનો ઉપસંહાર અને સ્ત્રીની હીન ઉપમેયતા निभूमिर्विषकन्दली गतदरी व्याघ्री निराह्वो महाव्याधिर्मृत्युरकारणश्च ललनाऽनभ्रा च वज्राशनिः । बन्धुस्नेह विघातसाहसमृषावादादिसन्तापभूः, प्रत्यक्षापि च राक्षसीति विरुदैः ख्याताऽऽगमे त्यज्यताम् ॥८॥ (शार्दूलविक्रीडित)* “ી ભૂમિ વગરની (ઉત્પન્ન થયેલી) વિષની વેલડી છે, ગુફા વગરની વાઘણ છે, નામ વગરને માટે વ્યાધિ છે, કારણ વિનાનું મૃત્યુ છે, આકાશ વગરની વીજળી છે, સગાં અથવા ભાઈઓના સ્નેહને નાશ, સાહસ, મૃષાવાદ વગેરે સંતાપનું ઉત્પત્તિસ્થાન શાર્દૂલવિક્રીડિતમાં ૧૮ અક્ષર હોય છે. મ, ખ, ગ, સ, ર, ત તથા , (૧૨–૭). Page #144 -------------------------------------------------------------------------- ________________ ૭૨] અધ્યાત્મક૫મ [ દ્વિતીય છે અને પ્રત્યક્ષ રાક્ષસી છે : આવાં આવાં ઉપનામે સ્ત્રીઓ માટે આગમમાં આપવામાં આવ્યાં છે, માટે તેને તજી દે.” (૮) - વિવેચન–આ શ્લોકનો ભાવાર્થ સમજી શકાય તે છે. ગુફા વગરની વાઘણની બીક વધારે રાખવાનું કારણ છે ઃ ગુફામાં રહેતી હોય તે તેટલી જ જગ્યાએ બીક રહે છે, નહિ તો આખા જંગલમાં બીક રહે છેઆવી રીતે સ્ત્રીની બીક આખા સંસારવનમાં રહે છે. બાકીને અર્થ સમજી શકાય તે છે. (૮; ૪૨). વિદ્વાન ગ્રંથકારે આ પ્રમાણે સ્ત્રી-મમત્વદ્વાર પૂર્ણ કર્યું. સમતાના અધિકાર પછી તરત જ સ્ત્રી મમત્વકાર લખવામાં ગંભીર આશય છે. સ્ત્રી એ સંસાર છે, એના મમત્વમાં ફસાવાથી સંસારની જેટલી વૃદ્ધિ થાય છે, તેટલી બહુધા બીજા કોઈ કારણથી થતી નથી. સ્ત્રીઓ માટે ગ્રંથકારે આટલું બધું લખ્યું તેને આશય એમ જણાય છે કે સર્વ પ્રકારના મોહ કરતાં સ્ત્રી તરફને મોહ પ્રાણીને બહુ બંધનકર્તા થઈ પડે છે. જેમ પુરુષને સ્ત્રીઓ બંધનરૂપ છે તેમ જ સ્ત્રીઓને પુરુષ બંધનરૂપ છે. આ અધિકારમાં બતાવેલી હકીકત સ્ત્રીઓએ પુરુષના સંબંધમાં તેમ જ સમજવી. વિશેષમાં એટલું પણ જણાય છે કે જોકે સ્ત્રીઓને મને વિકાર વધારે હોય છે, છતાં પણ પુરુષ કરતાં ધારે તે સ્ત્રીઓ મન પર વધારે અંકુશ રાખી શકે. પુરુષની લલચાવી સ્ત્રી લલચાશે નહિ, ત્યારે પુરુષને પીગળી જતાં બહુ ઓછી વાર લાગશે. સ્ત્રી-શરીરબંધારણ વગેરે કેટલાંક કારણો એવાં છે, પણ અત્ર તે પ્રસ્તુત નથી. આ આઠ ગાથામાં સ્ત્રીના શરીરની અશુચિ તરફ ગ્રંથકારે બહુ ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત એક હકીકત એ છે કે પ્રેમ સ્વાભાવિક અને વિષયજન્ય એમ બે પ્રકારના હોય છે. વિષયજન્ય પ્રેમ યુવાવસ્થામાં બળવાન હોય છે, આવો પ્રેમ જ બહુધા દુનિયામાં દેખાય છે અને તેથી કેટલે દરજજે લેવાઈ જવું એ વિચારવા યોગ્ય સવાલ છે, સુરીકાંતા, નયનાવલી વગેરેના પ્રેમ અને સ્વાર્થ તથા મનેવિકારતૃપ્તિ સ્ત્રીઓની કાળી બાજુ બતાવે છે. દુનિયાને અનુભવી માણસ જોઈ શકશે કે પ્રેમની પરિસીમાં ક્યાં કયાં દેરાય છે અને સ્વાર્થ સંઘઠ્ઠન થતાં કેવાં દૂર બેસી જવાય છે. સ્ત્રીસંબંધથી અથવા તન્નિમિત્ત ઘણાં ખૂન અને ફોજદારી કેસો બને છે. આવી રીતે સ્ત્રીસંબંધથી અનંત સંસાર વધે છે એ નિઃસંદેહ છે. વિષયતૃપ્તિમાં વાસ્તવિક કશે આનંદ નથી, એ સર્વ સમજે છે; પણ મને વિકારને તાબે થઈ આ પ્રાણી અનેક ચાળા કરે છે, ખાસ કરીને જેઓ સ્થાને–અસ્થાને, વખતેકવખતે વિષયાધીન થઈ જતા હોય તેઓએ તે બહુ જ વિચારવાનું છે. કદાચ સ્વસ્ત્રીને ત્યાગ ન બને તે પણ પરસ્ત્રી તરફ નજર કરવામાં અથવા તેની સાથે સંબંધ કરવામાં તેના પતિને કેટલે અન્યાય કરાય છે તે બહુ વિચારવા જેવું છે. એવી જ સ્થિતિમાં પિતાની જાતને મૂકવાથી તરત જ તેને ખ્યાલ આવી શકે તેમ છે. સાધારણ વ્યવહારના Page #145 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] સીમમત્વમોચન [ ૭૩ નિયમથી, આબરૂદાર ગૃહસ્થની ફરજ તરીકે પણ પરસ્ત્રીસંબંધને તે વિચાર જ થે ન જોઈએ. દેખીતા સારા અને આબરૂદાર માણસે પણ જ્યારે આ ફંદમાં પડે છે ત્યારે પ્રતિષ્ઠા, ધન અને શરીરની હાનિ કરે છે અને તેઓ પર સંસારની અનેક આપત્તિઓ આવી પડે છે. પિતાની સ્ત્રીનો સંબંધ કરવામાં પણ વખત-સંગ જેવા અને જેમ બને તેમ સંકેચ કરે. મનમાં ઈછા તે નિરંતર વિષય-ત્યાગની જ રાખવી. - આ ઉપયોગી વિષય ઉપર શાસ્ત્રના ઘણા ગ્રંથમાં લેખ છે. તેને માટે ઈદ્રિયપરાજયશતક, ઉપદેશમાળા, શૃંગારરાગ્યતરંગિણી, ભવભાવના પુષ્પમાળા વગેરે ગ્રંથે જેવા. ચાલુ જમાનાના બહારના દેખાવથી ફસાઈ જવું નહિ અને આ જીવનને કાંઈક ઊંચે હેતુ છે, સંસારવૃદ્ધિ અને એશઆરામ સારુ આ જીવન નથી, એટલી સાધ્યદષ્ટિ રાખી ગ્ય પ્રવૃત્તિ કરવામાં આવશે તે તેનું ઝેર કઈક મંદ પડશે. इति सविवरणः स्त्रीममत्वमोचननामा द्वितीयाऽधिकारः ॥ અ, ૧૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽपत्यममत्वमोचनाधिकारः॥ અધ્યાત્મજ્ઞાનના રસિક જીવને સમતાની જરૂર છે અને તેનાં સાધને પૈકી મમત્વત્યાગની પ્રથમ આવશ્યકતા છે. સ્ત્રીઓ પછી આ પ્રાણીને પુત્રનું મમત્વ તજવું આકરું થઈ પડે છે, તેથી પુત્ર-પુત્રી પરના મમત્વને ત્યાગ બતાવનાર આ ત્રીજું દ્વાર સંક્ષેપથી કહે છે. પુત્ર-પુત્રી બંધન છે તેનું દર્શન मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । િિક્ષસથા નાવાસ, દદં નિવો નિëરમમિટ (પતિ) તું પુત્ર-પુત્રીને જોઈને હર્ષઘેલા થા મા; કારણ કે મહારાજા નામના તારા શત્રુએ તને નરકરૂપ બંદીખાને નાખવાની ઈરછાથી આ (પુત્ર-પુત્રીરૂ૫) લેઢાની બેડી વડે તને મજબૂત બાંધે છે.” (૧) વિવેચન “પિતા અને માતા વચ્ચે સ્નેહબંધનરૂપ પુત્ર નામની સાંકળ નાંખવામાં આવે છે” એમ કવિ ભવભૂતિ કહે છે. પુત્રને જોઈને માણસ ગાંઘેલ થઈ જાય છે અને તેની સાથે બોલવામાં, તેને રમાડવામાં, એવી જાતની ચેષ્ટા કરે છે કે જાણે તે પોતે ગાંડે થઈ ગયો હોય. વળી, બાળકની સાથે બાળક થઈ જાય છે. પ્રસંગોપાત્ત ગ્રંથકર્તા તેને સમજાવે છે કે મહરાજાએ આ બંધન કર્યું છે. કેદમાં પડેલા માણસને કેઈપણ પ્રકારને આનંદ થતો નથી, તેને સુખ નથી; તેમ જ આ પુત્રબંધનથી તારી સર્વ સ્વતંત્રતાને નાશ થાય છે. તારે દેશસેવા, પિતૃસેવા કે આત્મસેવા કરવી હશે તે પણ ઓછી થશે અથવા નહિ થઈ શકે. આદ્રકુમાર ફરી દીક્ષા લેવા માટે જવા ઈચ્છતા હતા ત્યારે પુત્રે કાચા સૂતરના બાર તાંતણ તેમના પગ ફરતા વીંટવા; તેવા તાંતણા તે શું? પણ દર્શનમાત્રથી પણ હાથીની સાંકળ તોડવાની શક્તિવાળા હોય એવા અને હજારો માણસને ભારે પડે તેવા આદ્રકુમારથી તે કાચા સૂતરના તાંતણું તૂટ્યા નહિ, અને બાર વરસ વધારે ઘરમાં રહેવું પડ્યું. પુત્ર-પુત્રીઓનું બંધન આવા પ્રકારનું છે ! Page #147 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] અપત્યમમત્વમેચન [ ૭૫ મહારાગ્યભાવ જાગ્રત થતાં કેઈ આસન્નસિદ્ધિ જીવને સંસારત્યાગ કરવાની ઈચ્છા થાય છે ત્યારે સ્ત્ર અને પુત્ર કેટલાં બંધનરૂપ થાય છે, તે અનુભવસિદ્ધ છે. આત્મધર્મ અને ઊંચા પ્રકારની ફરજ અદા કરવા જતાં પુત્રધર્મ અને પતિધર્મને કાંઈ પણ બાધ આવે તે વધારે માન હમેશાં આત્મધર્મને જ મળવું જોઈએ અને જનયજ્ઞ માટે પિતૃયજ્ઞ કે પુત્રયજ્ઞને ભોગ આપવો પડે તે પણ સર્વ ધર્મને તે ઈષ્ટ જ છે. (૧; ૪૩) પુત્ર-પુત્રી શલ્યરૂપ છે તેનું દર્શન आजीवितं जाव ! भवान्तरेऽपि वा, शल्यान्यपत्यानि न वेत्सि किं हृदि ?। चलाचलैर्विविधार्तिदानतोऽनिशं निहन्येत समाधिरात्मनः ॥२॥ (वंशस्थ ) “હે ચેતન ! આ ભવમાં અને પરભવમાં પુત્ર-પુત્રી શલ્ય છે એમ તું તારા મનમાં કેમ જાણુતે નથી? તેઓ થોડી અથવા વિશેષ ઉંમર સુધી જીવીને તેને અનેક પ્રકારની પીડા કરી તારી આત્મસમાધિને નાશ કરે છે.” (૨) વિવેચન–છોકરાંઓ અનેક ઉપાધિનાં કારણ છે તે ઉપરાંત વળી માબાપને શલ્યભૂત છે. જે ચળ એટલે ઓછા આયુષ્યવાળા હોય તે માબાપને શેક કરાવે છે અને જે વિધવા મૂકીને જાય છે તે તે શકનો કાંઈ પાર જ રહેતો નથી. જે અચળ એટલે વધારે આયુષ્યવાળાં હોય છે તે કેળવણી, વેવિશાળ, લગ્ન, સંસારમાં આગળ વધારવાં વગેરે કાર્યોમાં પિતાને અનેક પ્રકારની ઉપાધિ કરનારાં થાય છે. તેમાં પણ પુત્રને ઈચ્છા પ્રમાણે આગળ નહિ વધતો જોઈને પિતાને મનમાં બહુ લાગી આવે છે. વળી, તેઓ ચણાચળ એટલે ચંચળ હોય તો કુક કરીને પિતાના ચિત્તને શાંતિ રહેવા દેતા નથી. વળી, અતિશયાથે દ્વિર્ભાવ લઈ ચળાચળનો અર્થ વિનજર કરીએ તે તેના પુત્ર-પુત્રીથી પણ શાંતિ રહેતી નથી. આવી રીતે પુત્ર-પુત્રીથી સર્વદા વ્યાધિને નાશ તે થાય છે જ.. પુત્ર કરતાં પણ પુત્રીની બાબતમાં વધારે ચિંતા રહે છે. તેને ભણાવવી, સારે વર શોધ અને તેનાં પુત્ર-પુત્રી સુધી દરેક પ્રસંગે પિતે હાથ લંબાવવો અને કમનસીબ હોય તે તેનાં વિધવ્યનાં દુઃખ જેવાં—આ સર્વ અંતઃકરણમાં શલ્યરૂપ જ છે. આવી રીતે આ ભવમાં અપત્યથી સમાધિને નાશ થાય છે અને તે દુર્થાનના પરિણામે આવતા ભવમાં પણ કરીને બેસવાને વારે આવતું નથી. આ શ્લોક જેને પુત્ર ન હોય તેણે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. આ સંબંધમાં આ અધિકારના છેવટના ઉદ્દગારોમાં વિશેષ સ્વરૂપ છે. (૨; ૪૪) આક્ષેપ દ્વારા પુત્ર મમત્વ-ત્યાગને ઉપદેશ कुक्षौ युवत्याः कृमयो बिचित्रा, अप्यस्रशुक्रप्रभवा भवन्ति । ન હૈ રહ્યા ન હિ તી, નાસ્તોડવું . (૩૫નાતિ) Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] અધ્યાત્મકલ્પર્ફોમ [નીય ૮૮ પુરુષનુ વીય અને સ્ત્રીનું રક્ત, તે બન્નેના સ‘ચેાગથી સ્ત્રીની ચેાનિમાં વિચિત્ર પ્રકારના કીડાઓ ઉત્પન્ન થાય છે; તેના ઉપર સ્ત્રીનેા કે તેના પતિના રાગ થતા નથી, ત્યારે પુત્રો ઉપર શા સારુ રાગ થાય છે ?” (૩) વિવેચન—એક જ સ્થાનમાં સ યાગને પરિણામે પુત્ર-પુત્રી અને એઇંદ્રિય જીવા ચેાનિમાં ઉત્પન્ન થાય છે. એક ઉપર પ્રીતિ થાય છે અને બીજા ઉપર દુગ‘ચ્છા થાય છે : આ પ્રેમની વિચિત્રતા છે. સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ ધશાસ્ત્ર અને કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સ્થાન, સમય અને સંજોગમાં એકાકારતા છે, છતાં પણ મનના દ્વિધા ભાવથી પ્રેમમાં આવી વિચિત્રતા છે, એ જોવા જેવુ' છે. આ ઉપદેશ આક્ષેપથી કરેલા છે અહી' જોકે શબ્દો કશ છે છતાં પણ ઉપદેશના ગર્ભમાં જે ઉચ્ચ ભાવ છે તે ધ્યાન આપવા ચૈાગ્ય છે. (૩; ૪૫) અપત્ય પર સ્નેહમદ્ ન થવાનાં ત્રણ કારણા त्राणाशक्तेरापदि सम्बन्धानन्त्यतो मिथोऽङ्गवताम् । सन्देहाच्चोपतेर्माऽपत्येषु स्निहो जीव ! ॥ ४॥ ( માર્યાં ) “ આપત્તિમાં પાલન કરવાની અશક્તિ હેાવાથી, પ્રાણીઓના દરેક પ્રકારના પરસ્પર સબંધ અનંત વખત થયેલા હાવાથી અને ઉપકારના બદલા વાળવાના સમ્રુત્યુ હાવાથી હે જીવ! તું પુત્ર-પુત્યાદિ પર સ્નેહવાળા ન થા.” (૪) વિવેચન—પુત્ર-પુત્યાદિના સ્નેહમાં આસક્ત ન થવાનાં ત્રણ કારણા મતાવે છેઃ (૧) દુઃખમાંથી રક્ષણ કરવાને તેઓ શક્તિમાન નથી. ક*જનિત પાપાય થવાથી આપત્તિ આવે છે, તેમાંથી રક્ષણ કરવાને કોઈ પણ શક્તિમાન હોય તે તે આત્મશક્તિ જ છે, ખીજાનુ કાંઈ પણ ચાલતું નથી. ક સ્વરૂપ સમજતા હોય તેઓને આ દલીલનુ' વાસ્તવિકપણું સમજાઈ જશે. (૨) પ્રાણીઓને પરસ્પર અનેક સબ`ધ થાય છે. દરેક પ્રાણી માતા, પિતા, સ્ત્રી, પુત્રપણે અનંત વાર ઉત્પન્ન થાય છે. સમતાદ્વારમાં આ સંબંધી ઘણું વિવેચન થઈ ગયુ છે; અને અપત્ય પર આસક્ત ન થવાનું આ એક મજબૂત કારણ છે, તેથી અહી તે તરફ ધ્યાન ખેંચવામાં આવે છે. (૩) ઉપકારના બદલે વાળવાના સંદેહ છે. અનેક પુત્રા તે પિતાની પહેલાં જ દુનિયા તજી જાય છે અને કેટલાએક કુપુત્ર નીવડે છે. આવા પુત્રા પિતાને જરા પણુ ઉપયાગી થતા નથી, એટલુ' જ નહિ પણ શેક અને ચિંતાનું કારણ થઈ પડે છે. કાણુકે પોતાના પિતા શ્રેણિકના શા હાલ કર્યા હતા તે પ્રસિદ્ધ વાત છે. વૃદ્ધાવસ્થામાં પુત્રો ડાસાને કેવી રીતે હડધૂત કરે છે, તે અનુભવીએએ જોયુ છે. વારસા લેવાની લાલચે કેટલાએક પુત્ર કેવાં કેવાં કૃત્યા કરે છે તે પ્રસિદ્ધ વાત છે. જગતમાં સુપુત્રા નથી એમ Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૭૭ અધિકાર ] અપત્યમમત્વમોચન કહેવાનો મતલબ નથી; રામ અને અભયકુમાર જેવા પણ છે, * પણ પોતાને પુત્ર કે નીવડશે તે વીમો છે અને તે વીમાની ખાતર પિતાનું આત્મસાધન ન કરવું એ અનુચિત છે. આ ત્રણ કારણથી અપત્યનેહબદ્ધ થવું નહિ. બીજા કાવ્યને છેડે થયેલી શંકાનું અત્ર નિવારણ થઈ જાય છે. (૪, ૪૬) આવી રીતે ત્રીજું અપત્યમમત્વમોચન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. પુત્રપ્રાપ્તિથી અતિ હર્ષ માનવે નહિ, પુત્ર મરણથી દિલગીર થવું નહિ અને પુત્રપુત્ર્યાદિના બંધનથી સંસાર વધારે નહિ એ મુખ્ય ઉદેશ છે. આ સંબંધમાં વધારે અગત્યની બાબત એ છે કે પુત્ર ન હોય તે દુર્બાન કરવું નહિ. પુત્રપુત્રી હોય તે તેને કાઢી મુકાતાં નથી, પણ ન હોય તેણે સંતેષ રાખવું જોઈએ. તેઓએ માનવું કે દુનિયાની મોટી જંજાળથી તેઓ મુક્ત છે અને આત્મસાધન, ધર્મકાર્યમાં દ્રવ્યવ્યય અને દેશસેવામાં જીવન અર્પણ કરતાં તેઓને કશી અડચણ નથી. અત્યંત દિલગીરી સાથે લખવું પડે છે કે મનુષ્યવ્યવહારમાં આથી તદ્દન વિરુદ્ધ દેખાવ નજરે પડે છે, ખાસ કરીને કેળવણીથી બેનસીબ રહેલા માણસે પુત્રપ્રાપ્તિ સારુ શાસ્ત્ર અને સંપ્રદાય વિરુદ્ધ આચરણ કરે છે. જાણે કે પુત્રથી જ મોક્ષ હોય તેમ માની લૌકિક મિથ્યાત્વરૂપ માનતા માને છે, લીલ પરણાવે છે અને આખો દિવસ દુર્બાન કર્યા કરે છે, આટલું જ નહિ પણ કેટલાએક મૂખંનદ તે તેને માટે એક છતાં બીજી સ્ત્રી પણ પરણે છે. આને બદલે તે ભાઈને અથવા સત્રને કે બીજે ચાલાક પુત્ર દત્તક કરી લેવો તે પણ અમુક અંશે સારું છે, કારણ કે તેથી પુત્રપ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થાય છે અને પિતાની સ્ત્રીને અન્યાય થતું નથી. બાકી, એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવામાં તે અભણ સ્ત્રીઓ પોતાને હક્ક સ્થાપન કરી શકતી નથી તેથી તેના ભર્તારે તેની નબળાઈને ગેરલાભ લે છે. પણ આવું સ્વાથી પણું હવેના જમાનામાં ચાલવાનું નથી. પુત્રવાનને શું સુખ છે તે તેઓ જતા નથી. તેમાં બિલકુલ સુખ નથી, પણ દૂરથી જોતાં બહુ પુત્રવાળે સુખી જણાય છે. પુત્રવાનને પુત્રની ખાસ કિંમત નથી, પણ પુત્ર ન હોય તેઓ પોતાની જિંદગીને નિષ્ફળ માને છે. આ તદ્દન અજ્ઞાનતા અને મેહને કેફ છે. તેના પર જ્ઞાનને પ્રકાશ પડવાની જરૂર છે. અપત્ય પર ને રાખી સંસારયાત્રા વધારવી, એ જૈન શાસ્ત્રને ઉદ્દેશ નથી. ચેથા શ્લેકમાં જે ત્રણ કારણે બતાવ્યાં છે તે તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. આ અધિકારમાં સર્વથી ઓછા શ્લોક છે, પણ મુદ્દાની હકીકતને સંક્ષેપમાં સારી રીતે સમાવેશ કરી લીધું છે. इति सविवरणोऽपत्यममत्वमोचननामा तृतीयोऽधिकारः ॥ * આવા પુત્રો થેડા હોય છે, તેથી જ ગ્રંથકર્તા “સંદેહ' શબ્દ મૂકે છે; જ્યારે પ્રથમની બે , બાબતમાં નિર્ણય બતાવે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ चतुर्थो धनममत्वमोचनाधिकारः॥ આ પ્રાણીને માહ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. અનેક પ્રકારના મેહમાં પિસા અને સ્ત્રીપુત્રનો મેહ વિશેષ હેરાન કરે છે. સ્ત્રી તથા પુત્રના મોહ સંબંધી વિવેચન થઈ ગયું. હવે તેનાથી જરા પણ ન ઊતરે તેવ, બલકે તેથી પણ વધારે રખડાવનાર ધનને મોહ કે છે? કેને થાય છે ? શા માટે થાય છે? તેનો પ્રતિકાર શે?—વગેરે સ્વરૂપયુક્ત ચિ અધિકાર બતાવે છે – પૈસા પાપના હેતુભૂત છે - याः सुखोपकृतिकृत्त्वधिया त्वं, मेलयन्नसि रमा ममताभाक् । पाप्मनोऽधिकरणत्वत एता, हेतवो ददति संसृतिपातम् ॥१॥ ( रथोद्धता) લમીની લાલચમાં લેવાયેલે તું (સ્વ)સુખ અને ઉપકારની બુદ્ધિથી જે લમી મેળવે છે તે અધિકરણ હેવાથી પાપની જ હેતુભૂત છે અને સંસારભ્રમણને આપનારી છે.” (૧) વિવેચન-ધન મેળવતી વખતે પિતાને સુખ મેળવવાની અને સ્વજન, કુટુંબ, મિત્રાદિ પર ઉપકાર કરવાની બુદ્ધિ હોય છે. (ગ્રંથકર્તા બહુ સારે ભાવ લઈને આ લખે છે, પરંતુ સત્ય હકીકત જોઈએ તે આવી બુદ્ધિ પણ બહુ છેડાને હેય છે. ઘણું લક્ષમીવાને તે પોતે સુખ ભોગવતા નથી, દાન દેતા નથી, માત્ર લક્ષ્મીની તિજોરી ઉપર ચેકી જે કર્યા કરે છે !) આવા હેતુથી મેળવાતી અને મેળવેલી લક્ષ્મી પણ કર્માદાન વગેરે અનેક પાપથી ભરપૂર જ હોય છે. અને એવાં પાપથી ભારે થયેલે પ્રાણી સંસાર સમુદ્રમાં ડૂબતે જાય છે અને પછી અનંતકાળ સુધી ઊંચે આવી શકતા નથી. મમ્મણ શેઠ પાસે પુષ્કળ દ્રવ્ય હતું, છતાં પોતે તે તેલ ને ચેળા જ ખાતે હતે અને ઘેર અંધારી રાત્રિએ વરસતા વરસાદમાં નદીના પૂરમાંથી લાકડાં ખેંચીને પૈસા સારુ અનેક કષ્ટ વેઠતે હતે. તે મરીને ક્યાં ગયે ? નરકમાં જવાથી સંસારપાત જ થ. ઈતિહાસમાં આપણે જોઈએ છીએ તે ધન-પૈસા ખાતર અનેક જીને નાશ કરવામાં આવે છે અને જેઓ પૈસા મેળવે છે તેઓ પોતાને લેભ પૂરો પાડવા સારુ જ પૈસા મેળવે છે. જુલિયસ સીઝર, પિમ્પી, મેરિયસ, નેપોલિયન બોનાપાર્ટનાં ચરિત્રે એ જ Page #151 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ધનમમત્વમાચન [ 2 અતાવે છે. અને છેલ્લા વખતમાં બેર અને અંગ્રેજોનુ' યુદ્ધુ અને જાપાન તથા રશિયાનું યુદ્ધ પૈસાપ્રાપ્તિ સારું જ હતું' એમ જણાઈ આવે છે. ઇતિહાસમાં લેહીની નદીઓ વહી છે તે સ` આ લક્ષ્મીની પ્રાપ્તિ માટે જ બહુધા થયેલી હાય છે. આવાં કારણેાથી તીથ કર મહારાજ તે થાળી ટીપી ટીપીને કહી ગયા છે કે ભાઈ આ ! પૈસાના લાભ કરશે નહિ, પૈસાથી નરક બહુ નજીક આવે છે. અહી' ગ્રંથકર્તા સુખ મેળવવા ખાતર ધન મેળવવાની પ્રવૃત્તિનું પરિણામ બતાવે છે તે તદ્દન ખ'ધબેસતુ` છે. આપણે તેથી જરા આગળ વધીને જોઈશુ તા જણાશે કે ઘણી વખત તદ્દન હેતુ વગર જ ધન મેળવવાની પ્રવૃત્તિ થાય છે. સુખ તેા ધન પ્રાપ્ત કરનારને મળતું જ નથી, કારણ, તે તે પ્રવૃત્તિમાં જ મગ્ન રહે છે; પણ જેને પેાતાની પાછળ સંતતિ ન હાય, થવાના સ ́ભવ પણ ન હેાય, પાતના ખરચ મર્યાદિત હાય, તેનાથી હજારાગણી લક્ષ્મી પ્રાપ્ત થઈ ગઈ હાય તે પણ રાત્રિ-દિવસ ધનની ધમાધમમાં મચી રહે છે અને તેનુ દ્રવ્ય કાણુ ખાશે તેના પૂરતા ખ્યાલ પણ કરતા નથી. આવી રીતે આખા જીવનમાં પૈસા-પૈસા કરી મરણના કાંઠા નજીક આવી પહેાંચે છે ત્યારે જ તેને સમજાય છે કે પોતે બહુ ભૂલ કરી, હેતુ વગરની પ્રવૃત્તિ કરી. પછી તેને જે પશ્ચાત્તાપ થાય છે તેથી કાંઈ લાભ થતા નથી. આવી રીતે હેતુ વગર, માત્ર ધનના માહથી જ, તે ધનને પ્રાપ્ત કરવા પાછળ પ્રાણી ગાંડા થઈ જાય છે એ અતિ ખેદના અને વિચાર કરવા ચેાગ્ય વિષય છે, (૧,૪૭) ધન એહિક અને આમુષ્મિક દુ:ખ કરનાર છે यानि द्विषामप्युपकारकाणि, सर्पोन्दुरादिष्वपि यैर्गतिश्च । शक्या च नाप मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः || २ || ( इन्द्रवज्रा ) “ જે પૈસા શત્રુને ઉપકાર કરનારા થઈ પડે છે, જે પૈસાથી સર્પ, ઊંદર વગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણ, રાગ વગેરે કાઇ પણુ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી, તેવા પૈસા ઉપર. તે માહ શા ?’” (૨) 6 વિવેચન—વ્યવહારમાં પૈસાદારને આસમાનમાં ચઢાવી દેવામાં આવે છે. સર્વે ગુળાઃ काश्वनमाश्रयन्ते, વસુવિના નર પશુ ’ વગેરે વ્યાવહારિક વાકયો કેટલેક અ'શે આડે માગે ઢારનારાં છે તે અત્ર ખતાવે છે. પ્રથમ પદ્યમાં બહુ સરસ ભાવ ખતાન્યેા છે. શત્રુ ધન લૂટી જઈ, અને તે જ ધનથી ખળવાન થઈ, તારી સામે તે વાપરે છે. પરશુરામે મહાસ‘હાર કરી નક્ષત્રી (ક્ષત્રિય રહિત) કરેલી પૃથ્વી અને દોલત સવ સુભૂમને ભાગ પડયાં. પ્રતિવાસુદેવા મહામહેનત કરી ત્રણ ખંડનુ રાજ્ય એકઠું કરે છે તે વાસુદેવના ઉપભાગમાં આવે છે, અને પ્રતિવાસુદેવનું ચક્ર તેનુ' પેાતાનુ' જ માથુ છેદે છે. આવી રીતે આપણા પૈસાથી આપણા શત્રુ પણ બળવાન થઈ શકે છે. બહુ લાભી પ્રાણીએ મરણ પામીને પેાતાના ધન ઉપર સર્પ કે ઊંદર થાય છે, એવી વાત આપણે શાસ્ત્રમાં વારવાર વાંચીએ છીએ. આ ભવમાં જ નહિ પણ પરભવમાં પશુ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] અધ્યાત્મકલ્પમ [ ચતુર્થ આટલું દુઃખ દેનાર, નીચ જાતિમાં (તિર્યંચમાં) ગમન કરાવનાર પૈસાને માટે શું કહેવું અને તેના પર મોહ કેવે કરે, તે વિચારવા જેવું છે. રાજા, ચક્રવર્તી અને આખી દુનિયાને માથે લેનારા બીજા શૂરવીરે ચાલ્યા ગયા ત્યારે તેઓના પૈસાએ તેઓને બચાવ્યા નહિ, અને મોટા ધવંતરિ વૈદ્યો કે હેકટરે પણ બચાવી શક્યા નહિ, મેટા ધનવાને માંદા પડે છે ત્યારે તેઓને અસાધ્ય વ્યાધિમાંથી પૈસા બચાવી શકતા નથી, તેમ બીજી આપત્તિમાંથી બચાવવાને પણ ધન સમર્થ નથી. આવી રીતે શારીરિક તેમ જ માનસિક, અહિક તેમ જ આ મુમ્બિક અનેક દેનાં મૂળ પૈસા પર મોહ કેમ કરે અને તેવા પૈસાથી આશા શી રાખવી? નંદ રાજાની સેનાની ડુંગરીઓ પણ અંતે કોઈ કામમાં આવી નથી, એ ધ્યાનમાં રાખવા જેવું છે. (૨૪૮) ધનથી સુખ કરતાં દુ:ખ વધારે છે. ममत्वमात्रेण मनःप्रसाद-सुखं धनरल्पकमल्पकालम् । आरम्भपापैः सुचिरं तु दुःख, स्याद् दुर्गतौ दारुणमित्यवेहि ॥३॥ (उपजाति) આ પૈસા મારા છે એવા વિચારથી મનપ્રસાદરૂપ છે અને થોડા વખતનું સુખ પૈસાથી થાય છે, પણ આરંભના પાપથી દુર્ગતિમાં લાંબા વખત સુધી ભયંકર દુઃખ થાય છેઃ આ પ્રમાણે તું જાણ.” (૩) વિવેચન-“આ ઘર મારું, આ ઘરેણાં માર્શ, વટાવખાતામાં આટલી રકમ જમે છે તે મારી” એવા માની લીધેલા મારાપણાના મમત્વથી મન જરા પ્રસન્ન થાય છે અને તેવી મનની પ્રસન્નતામાં આ છ સુખ માનેલું છે. વાસ્તવિક સુખને અનુભવ ન હોવાથી આમાં સુખ લાગે છે, પણ તે સુખ માત્ર નામનું છે, મનની શાંતિમાં અગાઉ જે સુખ બતાવ્યું છે તે સુખ આગળ આની કાંઈ ગણતરી પણ નથી. વળી, આ સુખ બહુ થાડે વખત રહે છે. હાલ મનુષ્યનું બહુ તે સો વર્ષનું આયુષ્ય ગણીએ તે અનંત કાળની પાસે તે કંઈ લેખામાં નથી. વળી, આટલા અલ્પ સમયમાં આરંભાદિ વડે દ્રવ્ય મેળવીને જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ તેને પરિણામે અસંખ્ય વર્ષો સુધી નારકી અને નિગોદનાં દુખે ખમવો પડે છે. શ્રી ધર્મદાસ ગણી કહી ગયા છે કે “જે સુખની પછવાડે દુઃખ હોય તેને સુખ કહી શકાય જ નહિ.” આ સંસારમાં પણ પચાસ વર્ષ સુધી ગૃહસ્થસ્થિતિમાં રહેલો માણસ પછવાડેનાં પાંચ વર્ષ જે દુઃખી થાય છે તે તેનું પ્રથમનું સુખ કાંઈ ગણતરીમાં પણ આવતું નથી. પૈસાથી સુખ કેવું અને કેટલું છે તેનું તત્ત્વજ્ઞાન જાણ્યા પછી તને એગ્ય લાગે તે તેના પર મેહ કરજે. કેટલીક બાબતમાં પ્રાકૃત લકપ્રવાહથી ખેંચાઈ જવું એગ્ય નથી. દુનિયા જે દ્રવ્યવાનને મહાસુખી ધારતી હોય તેના અંતઃકરણને જઈને પૂછવું કે તેને ખરું સુખ છે? દુનિયાના પાકા અનુભવીઓ કહે છે કે પિસાથી એકાંત ઉપાધિ છે; સુખ હોય તે સંતેષમાં જ છે. અને ચાલુ સ્થિતિને તાબે થઈ મનને આનંદમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ [૮૧ આધકાર ] ધનમમત્વમોચન રાખવું એ જ સુખ મેળવવાનો ઉપાય છે. બાકી તે રાવણ, જરાસંધ અને ધવળશેઠનાં ચરિત્રોને વિચાર કરવો, જેથી સુખનું ખરું તત્ત્વ સમજાઈ જશે, (૩૯) ધર્મ નિમિત્ત ધન મેળવવું યુક્ત છે? द्रव्यस्तवात्मा धनसाधनो न, धर्मोऽपि सारम्भतयाऽतिशुद्धः । નિસત્તામાં ત્વતિશુદ્ધિક્યુન્નિત્રિ છત્ત તમf Iક (વિજ્ઞા) ધનનાં સાધનથી દ્રવ્યસ્તવવરૂપવાળ ધર્મ સાધી શકાય છે, પણ તે આરંભચુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી, જ્યારે નિઃસંગતા સ્વરૂપવાળ ધમ અતિ શુદ્ધ છે અને તેથી તે જ ભવમાં પણ એક્ષલક્ષી આપે છે.” (૪) વિવેચન–વિવિધ પ્રકારની પૂજા, બિંબપ્રતિષ્ઠા, સ્વામીવાત્સલ્ય, જિનમંદિર ચણાવવાં ઉપાશ્રય કરાવવા વગેરે દ્રવ્યસ્તવ કહેવાય છે. દ્રવ્યની મદદથી આ પ્રકાર બહુ સારી રીતે સાધી શકાય છે. પુણ્યશાળીઓ મળેલ લક્ષમીન ધર્મમાગે વ્યય કરી મહાપુણ્યોપાર્જને કરે છે. ગ્રંથકાર કહે છે કે આ પ્રકારના ધર્મમાં પણ આરંભ થાય છે, કારણ કે ષટૂકાયા જીવનું મન થાય છે, તેથી આ પ્રકારને ધર્મ અતિશુદ્ધ નથી. ધ્યાન રાખે કે અતિશુદ્ધ નથી, શુદ્ધ તે છે જ. પણ તે ધર્મ કરવાને નિમિત્તે દ્રવ્ય મેળવવું યુક્ત નથી. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ પણ અષ્ટકજીમાં કહ્યું છે કે – धर्मार्थ यस्य वित्तहा, तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पस्य, दरादस्पर्शन वरम ॥ “ધર્મને માટે પૈસા મેળવવાની ઈચ્છા કરવી તેના કરતાં તેની ઈચ્છા ન જ કરવી એ વધારે સારું છે. પગે કચરો લાગ્યા પછી તેને જોઈને સાફ કરવા કરતાં દૂરથી કાદવને સ્પર્શ ન જ કરે, એ વધારે સારું છે.” બાકી, મળેલ દ્રવ્યને તે ધર્મ માર્ગ જ વ્યય કરે. આ ભાવ નીચેના કથી સ્પષ્ટ થશે. દ્રવ્યસ્તવ યુક્ત ઘર્મથી લાંબે કાળે મુક્તિ મળે છે, ત્યારે નવવિધ પરિગ્રહથી નિઃસંગ થયેલા છે તે જ ભવમાં જનમ-જરા-મરણરહિત અયુતપદ પ્રાપ્ત કરે છે. નિઃસંગતા સ્વરૂપવાળે ધર્મ અતિશુદ્ધ છે. કહેવાની મતલબ એ છે કે ધર્મનિમિત્તે ધન મેળવવા વિચાર કરવો નહિ, પુનરાવર્તન કરીને કહેવામાં આવે છે કે આ શ્લોકને ભાવ બરાબર વિચારો. દ્રવ્યસ્તવને જરા પણ નબળું પાડવાને વિચાર ગ્રંથકર્તા નથી, પણ ધર્મમાં પ્રધાનતા નિઃસંગતાની છે તે બતાવવાને છે. દ્રવ્યસ્તવથી મેક્ષ લાંબે કાળે પ્રાપ્ત થાય છે, પરંતુ તે મોક્ષમાર્ગ તે છે જ, મોક્ષ પ્રાપ્ત કરવાના અનેક માર્ગ હોય છે. તેમાંના કોઈ લાંબા, કોઈ વાંકાચૂંકા અને કોઈ સીધા-સરળ હોય છે, જેમ આપણે મુંબઈથી સુરત જવું હોય તે ગ્રાંટરોડથી બેસીને સીધા પણ જવાય, અથવા ભુસાવળને રસ્તેથી ટાસ્ટીવેલીમાં બેસીને જવાય અથવા દરિયા માર્ગે જવાય અથવા બીજા અનેક આડા માર્ગે જવાય; જેમ કે પ્રથમ કરાંચી જાય, - અ. ૧૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મક૯૫મ ત્યાંથી જાફરાબાદ થઈ, ઘોઘે આવી ભગવાડાંડીએ જઈ ત્યાંથી સૂરત જાય. એ પ્રમાણે મોક્ષમાર્ગ કેટલાકને સીધે પ્રાપ્ત થાય છે અને કેટલાક નકામા ચક્કર લે છે. દ્રવ્યસ્તવ એ પ્રયાણે તો મોક્ષમાર્ગ તરફ જ છે, તેનું સુકાન બરાબર દિશામાં મુકાયેલું છે, માત્ર તે લાંબે માગે છે, પણ વિમા કે અપમાર્ગ નથી. દ્રવ્યસ્તવને નરમ પાડવાની કેટલીક વાર વિચારણું જોવામાં આવે છે અને ખાસ કરીને કાંઈક શરમથી અને કાંઈક અવકાશના અભાવથી આ કાળમાં તે વૃત્તિ વિશેષ દેખાતી જાય છે, જ્યારે અગાઉના વખતમાં તે જ વૃત્તિ ડોળઘાલુ અધ્યાત્મીઓ તરફથી બહાર પડતી હતી, તેથી અત્ર તે બાબતનું વસ્તુવરૂપ શું છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક માણસે અન્યાય કે અપ્રામાણિકપણાથી દ્રવ્ય મેળવતાં વિચાર કરે છે કે પૈસા મેળવીને ધર્મમાગે તેને વ્યય કરશું. આ વિચાર તદ્દન ખોટે છે અને શાસ્ત્રકાર એવા નિમિત્ત માટે ધન મેળવવાની ચેખી ના પાડે છે. મહા-આરંભ કર્માદાન અને ક્ષુદ્ર વ્યાપાર કરી તેનાથી જે ધન મળશે તેને ધર્મ માગે ખર્ચ કરશું એવા કેટલાંક પ્રાણીઓ વિચાર કરે છે, તે જૈન શાસ્ત્રનું રહસ્ય સમજનારને તદ્દન વિપરીત લાગે છે. આ શ્લોકને ખાસ ઉદ્દેશ દ્રવ્યસ્તવની અપેક્ષાએ ભાવતવની મુખ્યતા કેટલી છે તે બતાવવાનો છે. અને આ ઉપદેશ શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલું છે દ્રવ્યસ્તવ સાધવા ધનપાર્જન કરી સંસારમાં પડ્યા રહેવાને અથવા ભાવસ્તવ ન આદરવાને વિચાર કરનારાઓને, મહાનિશીથ સૂત્રમાં બતાવેલા વિચારો અનુસારે, આ શ્લેક લખાયેલું છે એમ એક વિદ્વાન મુનિ મહારાજ આ પ્રસંગ માટે જણાવે છે. આ ક્ષેક સાથે નીચેને બ્લેક વાંચો અને લોકમાં આવેલ અતિશુદ્ધ શબ્દ પર અને ગ્રંથકર્તાની અપેક્ષા પર ખાસ ધ્યાન આપવું. (૪, ૫૦) મળેલ ધનનો વ્યય ક્યાં કરે? क्षेत्रवास्तुधनधान्यगवाश्वैर्मेलितैः संनिधिभिस्तनुभाजाम् । क्लेशपापनरकाभ्यधिकः स्यात्को गुणो न यदि धर्मनियोगः ॥ ५॥ (स्वागतावृत्त) “મળેલાં અથવા મેળવેલાં ક્ષેત્ર, વાસ્તુ (ઘર), ધન, ધાન્ય, ગાય, ઘેડા અને ભંડારને ઉપયોગ જે ધર્મનિમિત્ત ન થાય તેથી ફલેશ (દુખ), પાપ અને નરકથી બીજે શે વધારે ગુણ થાય ? (૫) - વિવેચન–ઘણા પુણ્યવાન જીવોને પૈસા મળે છે ત્યારે વધારે મેળવવા અને મળેલાનું રક્ષણ કરવા શ્રમ કરે છે અને અનેક આશ્રવ સેવે છે. દ્રથ વડે કુટુંબમાં કંકાસ થાય, તેથી દુષ્પન થાય છે અને દુર્ગાન વડે દુર્ગતિ થાય છે, ત્યારે ધનને લાભ શે? સાત ક્ષેત્ર, ગરીબ બંધુઓને આશ્રય, સ્ત્રીકેળવણી, ઊંચી કેળવણી, ધાર્મિક કેળવણી કે સંસકૃત કેળવણીને ઉત્તેજન, નિરવદ્ય ઔષધશાળાઓ, સ્કૂલ, બેડિંગ, પારિભાષિક અભ્યાસગૃહે અને અનાથાલય વગેરે ખરેખરી સખાવત ( charity)નાં ખાતાઓમાં Page #155 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ઘનમમત્વમોચન [ ૮૩ જે દ્રવ્યનો વ્યય થાય તો જ તેને સદુપયોગ થ કહેવાય. બાકી, પૈસાના પૂજારી થવું અને તેના ફરતી કી ર્યા કરવી કે મે જશેખ માણવા, એથી કાંઈ લાભ નથી, એટલું જ નહિ પણ એકાંત હાનિ જ છે. આ બંને કને સાથે વાંચવાથી જણાય છે કે ધનની ઈચ્છા રાખવી નહિ, તેની પાછળ ગાંડા થઈ જવું નહિ, ચાલુ સ્થિતિમાં સંતોષ પકડવો, અને મળેલ પૈસાને સારી રીતે જન-સુધારણ અને કેમ-સુધારણામાં વ્યય કરો. ધર્મમાગે ધનને વ્યય કરવો તે સારું છે, પણ નિઃસંગ થઈ તેને સર્વથા ત્યાગ કરવો તે તેથી વધારે સારું છે, અને ત્યાગ કરવા માટે ધન કેઈ જાતની અટકાયત ન કરી શકે, તે યાદ રાખવાનું છે. ધનનો વ્યય કરવાની બાબતમાં કમનસીબે જોઈએ તેવું ધ્યાન અપાતું નથી. જે ખાતાંઓને મદદની જરૂર ન હોય ત્યાં ઢગલા થાય છે અને ખાસ બગડી જતાં ખાતાંઓની સંભાળ લેવાતી નથી. ભૂખથી જેમ મરણ થાય છે તેમ જ અતિ ખોરાક ખાવાથી પણું વિચિકા થઈ મરણ થાય છે, એ સમજવાનું છે. શાસ્ત્રકારનું પણ ફરમાન છે કે જે કાળે જે ક્ષેત્ર સીદાતું હોય તે તરફ પ્રથમ ધ્યાન આપવું. જૈનોની સંખ્યામાં વધારો કરે, તેઓને બરાબર રીતસરનું જ્ઞાન આપવું, નિરુદ્યમીને ઉદ્યમે ચઢાવવા અને આવતા જમાનાને ઉપયોગી થાય તેવું જૂનું અને નવીન સાહિત્ય તૈયાર કરી રાખવું એ ચાલુ ખાસ જરૂરના વિષય છે. આવાં જરૂરનાં ખાતાં તરફ ધ્યાન અપાતું નથી અને ખાલી વરઘોડા વગેરેમાં મોટી રકમ ખરચાઈ જાય છે. સુજ્ઞ બંધુઓએ ધર્મમાગે ધનવ્યય કરતી વખતે પણ વિચાર રાખવાની બહુ જરૂરિયાત છે. વિવેકથી ખરચેલ પૈસે રૂપિયાનું કામ કરે છે અને વિવેક વગર વાપરેલ રૂપિયે પથ્થર કે રણમાં પડેલ વરસાદ પેઠે અથવા અરણ્યરુદન પેઠે ફળરહિત થાય છે, આ વાત ધ્યાનમાં રાખવાની બહુ જરૂર છે. (૫૫૧) ધનથી થતી અનેક પ્રકારની હાનિ; તેને તજી દેવાનો ઉપદેશ आरम्भरितो निमज्जति यतः प्राणी भवाम्भोनिधावीहन्ते कुनृपादयश्च पुरुषा* येनच्छलाद् बाधितुम् । चिन्ताव्याकुलताकृतेश्च हरते यो धर्मकर्मस्मृति, विज्ञा ! भूरिपरिग्रहं त्यजत तं भोग्यं परैः प्रायशः ॥६॥ शादूलविक्रीडित ) આરંભના પાપથી ભારે થયેલ પ્રાણ જે ધનને લીધે સંસાર સમુદ્રમાં ડૂબે છે, જે ધનના પરિગ્રહથી રાજા વગેરે પુરુષો છિદ્ર જોઈને દુઃખ દેવાને ઇચ્છે છે, અનેક ચિંતામાં આકુળ-વ્યાકુળ રાખીને જે પિસા ધર્મકાર્ય કરવાનું તે યાદ આવવા દેતા જ નથી અને ઘણે ભાગે જે પારકાના ઉપગમાં આવે છે, તેવા એ પૈસાના મોટા સંગ્રહને હે પંડિતો, તમે તજી દે !” (૬) * પુર એ કવચિત પાઠ છે, તે પરિગ્રહવંત પુરુષને ઉદ્દેશ છે એમ તેને ભાવ સમજો. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] અધ્યાત્મક૫મ [ ચતુર્થ વિવેચન–સંસાર દરિયે છે. ભારે વહાણ જેમ દરિયામાં ડૂબી જાય છે તેમ પાપથી ભારે થયેલે જીવ સંસાર-સમુદ્રમાં ડૂબી જાય છે. પિસા કમાવામાં, તેનું રક્ષણ કરવામાં અને અકાર્યમાં વ્યય કરવામાં અનેક આરંભ કરવા પડે છે; આરંભથી પાપ થાય છે અને પાપથી આત્મા ભારે થાય છે, માટે પૈસા સંસાર-ભ્રમણનો જ હેતુ છે. રાજાઓ અગાઉના વખતમાં પિસા ખૂંચવી લેતા હતા અને તેમ કરવા સારુ દ્રવ્યવાનનાં છિદ્ર જોયા કરતા હતા. આવા ભયમાં ગૃહસ્થોને હંમેશાં રહેવું પડતું અને તેટલા સારુ પિસા હોય તે પણ ગરીબાઈને દેખાવ કરવો પડતો હતો. અત્યારે પણ ચેર, લુચ્ચાઓ અને સોનેરી ટેળીવાળાથી તથા ઈન્કમટેક્સથી પૈસાદારોને ડરવાનું રહે છે. પૈસાના વિચારમાં આ પ્રાણું એટલે બધે લુબ્ધ થઈ જાય છે કે પિતાના પુત્રધર્મ, પિતૃધર્મ, પતિધર્મ, ભક્તધર્મ વગેરે ધર્મો તદ્દન ભૂલી જાય છે. પૈસાના વિચારમાં જ તેને મજા આવે છે. પૈસા કેમ રળવા, કેમ વધારવા, કેમ ખરચવા વગેરે વગેરે બાબતે તેના મન પર એટલી બેસી જાય છે કે તે પોતાને સર્વ ધર્મ ત્યજી દે છે તેને ધર્મનું નામ પણ યાદ આવતું નથી. ધન તજી દેવાનાં ત્રણ કારણે કહ્યાં : પરભવમાં દુર્ગતિ, આ ભવમાં ચાલુ ભય અને ધર્મવિમુખતા; તે કરતાં પણ શું કારણ વધારે મજબૂત છે. તે એ છે કે પેિદા કરેલા પિસા ઘણે ભાગે બીજાના જ ઉપભેગમાં આવે છે. પૈસા પેદા કરનારા તે આખી જિંદગી વેઠ કરે છે. માટે વારસે મૂકી જનારા પિતે સુખ ભેગવતા નથી; છોકરા હોય છે તે તે સુખ ભોગવે છે, નહિ તો બીજા માલેક થાય છે. ખાસ કરીને કૃપણના ધનનું તેમ જ થાય છે. નીતિશાસ્ત્રમાં કહે છે કે – कीटिकासञ्चितं धान्यं, मक्षिकासश्चितं मधु । कृपणः सञ्चितं वित्तं, परैरेवोपभुज्यते ॥ કીડીએ ભેગું કરેલું અનાજ, માખીઓ સંગ્રહ કરેલું મધ અને કૃપણ પુરુષે એકઠું કરેલું ધન પારકા વડે જ ભગવાય છે.” આ ચાર કારણોને મનથી સમજપૂર્વક વિચાર કરે તે ધન ઉપર મહ શું રહે? આ વિચાર તે કરે. તમારી પાસે પાંચ-દશ લાખ રૂપિયા હોય, તે તેથી મોહ પામી જશે નહિ. શાલિભદ્રને ઘેર દેવતાઈ આભૂષણાદિની દરરોજ નવાણું પેટીઓ ઊતરતી, તે પણ તેને લાગ્યું કે પિતાને માથે રાજા છે, માટે આ સંસાર અસાર છે. તે તમારા બેપાંચ લાખ તે શી ગણતરીમાં છે? તમે સામાન્ય સ્થિતિના હે તે ધનને ત્યાગ બહુ મુશ્કેલ નથી. ધનથી લાભ કાંઈ પણ નથી. કેણ જાણે કેવા અનાદિ પ્રવાહથી આ જીવ લેભમાં તણાતે જ જાય છે અને પૈસાને ત્યાગ કરતાં વિચાર કરે છે કે મારાથી આના વગર રહેવાશે કે કેમ? પણ ભાઈઓ ! ઉપર લખેલા અને બીજા અનેક દેથી ભરેલા પૈસાને તજી દે. પિસા તજી દેવા તે તમે ધારે છે તેટલું મુશ્કેલ નથી, કોઈ પણ વસ્તુને Page #157 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ઘનમમત્વમેચન [૮૫ વિયોગ થાય ત્યારે એમ લાગે છે કે જાણે તે વગર ચાલશે જ નહિ, પણ વસ્તુતઃ તે વગર ચાલે છે. એ જ નિયમ પૈસા માટે પણ સમજ. (૬; પર) સાત ક્ષેત્રમાં ધન વાપરવાને ઉપદેશ क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेतद् , याताऽसि तत्परभवे किमिदं गृहीत्वा ?। तस्यार्जनादिजनिताधचयार्जितात्ते, भावी कथं नरकदुःखभराच्च मोक्षः॥७॥ (वसन्ततिलका) તારી પાસે દ્રવ્ય છે, છતાં પણ તું (સાત) ક્ષેત્રમાં વાપરતે નથી, ત્યારે શું પરભવે ધનને તારી સાથે લઈ જવાનું છે? વિચાર કર કે પૈસા મેળવવા વગેરેથી થયેલા પાપ-સમૂહથી થનારાં નારકીનાં દુઃખોથી તારે મોક્ષ (છુટકારો) કેમ થશે ?” (૭) વિવેચન–પ્રાપ્ત કરેલા પિસા પરભવમાં સાથે આવતા નથી. વળી, તેને પેદા કરવામાં, જાળવવામાં અને તેને વ્યય કરવામાં અથવા નાશ થતાં અનેક દુખપરંપરા થાય છે અને પરભવમાં હીનગતિ થાય છે. હવે ત્યારે કરવું શું? કરવાનું એ જ છે કે પ્રાપ્ત થયેલા પૈસાને શુભ રસ્તે વ્યય કરે. દ્રવ્ય વાપરવાના અનેક રસ્તા છેઃ જિનબિંબસ્થાપન, જિદેરાસરને જીર્ણોદ્ધાર, પુસ્તકો લખાવવાં, છપાવવાં, તેમનું રક્ષણ કરવું અને પુસ્તકભંડારો કરવા, લાયબ્રેરી કરવી તથા કેળવણીનો પ્રસાર કરે, સાધુ-સાધ્વીઓ, સ્વામીભાઈઓ અને બહેનોને ઉત્કર્ષ કરે, અનાથનું પ્રતિપાલન કરવું અને શાસનની શોભા વધારવી–આવાં આવાં અનેક ઉપયોગી થાન છે. તેમાં જે જે સ્થાનકે આવશ્યકતા લાગતી હોય અને જે સ્થાનકે વ્યય કરે સમજણપૂર્વકનો ને ડહાપણભરેલો લાગતો હોય, તે સ્થાનકે વ્યય કર. દ્રવ્યવ્યય કરવામાં લોકોની આધુનિક સ્થિતિ અને જરૂરિયાત પર ખાસ ધ્યાન આપવું. જે આવી ઉત્તમ ભાવનાથી દ્રવ્યવ્યય કરવામાં આવે તે સંસારદુઃખથી છૂટવાનું જલદી બને તેમ છે. શાસ્ત્રકારનું ખાસ ફરમાન છે કે સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરવે, તેમાં પણ જે ક્ષેત્ર સદાતું હોય તે તરફ પ્રથમ ધ્યાન આપવું. જમણવાર કરવાની આ જમાનામાં ઘણું માણસો સમજીને-વિચારીને ના પાડે છે. તેઓને લાડવા કડવા લાગતા નથી, પરંતુ તેઓ સમજે છે કે જમણવાર કરતાં શ્રાવકની રિથતિ સુધારવાની, તેઓને ઉદ્યમે ચઢાવવાની અને અભણને ભણાવવાનાં સાધનો યોજી આપવાની જેન પ્રજાને બીજી પ્રજાઓની સપાટી પર મૂકવાની પ્રથમ જરૂરિયાત છે, તેવી જ રીતે જિનમંદિરે વધારવા કરતાં તેમની પૂજા કરનારાઓને વધારવાની અને જે દેરાસરો છે તેમને જાળવનારા ઉત્પન્ન કરવાની વધારે જરૂરિયાત છે. આ વિચાર સશાસ્ત્ર છે એમ તમને જણાય તે તમારે પણ તેનો આદર કરવો; ફક્ત લેકપ્રવાહથી ખેંચાઈ જવું નહિ. જ્યારે આવી રીતે વિચાર કરીને ધનનો વ્યય કરવામાં આવશે ત્યારે બેવડો લાભ થશે, કેળવાયેલા તથા બિન કેળવાયેલા બંધુઓ પિકી જેમણે કાંઈ પણ શાસ્ત્રીય તત્વજ્ઞાન સંપાદન કર્યું હશે તેઓને સહજ માલૂમ પડશે કે સાત ક્ષેત્ર એ ધમને ઊંડો અને મજ Page #158 -------------------------------------------------------------------------- ________________ [ચતુથ ૮૬ ] અધ્યાત્મક પદુમ બૂત પાયો છે. તેમાં પૈસાને ગમે તેમ વ્યય કરે તે જેમ ગેરવ્યાજબી છે, તેમ જ તેમાંના કઈ પણ ક્ષેત્ર તરફ–અને ખાસ કરીને સીદાતા ક્ષેત્ર તરફ ધ્યાન ન અપાય તે પણ ગેરવ્યાજબી છે. સાત ક્ષેત્રમાં આપણું મહાન સંસ્થા કેન્ફરન્સના સર્વ મુખ્ય ઠરાવોને સાર આવી જાય છે. શ્રી જિનબિંબ, જિનચિત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્ર છે અને તેના ઉદ્ધાર, અભ્યદય, ઉન્નતિ માટે બનતે પ્રયાસ કરે, પિતાનું તન, મન અને ધન તેમાં રોકવું, તેમાં અર્પણ કરવું, તેની સાથે જોડી દેવું, એ પ્રત્યક મુમુક્ષુની પ્રથમ ફરજ છે અને તેમાં પણ અગાઉ જણાવ્યું છે તે જ પુનરાવૃત્તિ કરીને કહેવામાં આવે છે. જે ક્ષેત્રને મદદની વિશેષ જરૂર હોય તેને વધારે પિષવું, તે ક્ષેત્રમાં ધનાદિકને વિશેષ વ્યય કરે. અગાઊ દઢશ્રદ્ધા જાગૃત કરવા દેરાસર તથા પ્રતિમાજીએ વગેરેની જરૂર વિશેષ હતી; હાલ જ્ઞાન-કાળ હોવાથી કેળવણીનાં સાધનની વિશેષ જરૂર છે. એ સર્વ હકીકત ધ્યાનમાં રાખી અપેક્ષા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી ગ્ય ક્ષેત્રમાં ધનનો વ્યય કર, (૭; ૧૩) આવી રીતે ધનમમત્વમેચનદ્વાર પૂર્ણ થયું. આ ધનને વિષય બહુ જ ઉપયોગી છે, એ સમજાવવાની જરૂર નથી. ગ્રંથકર્તાએ વિષય લીધે છે તે પ્રમાણે તેને બે ભાગ થઈ શકે છે. શરૂઆતમાં ધન ઉપર મમતા ન રાખવાનાં કારણે વિગતવાર બતાવ્યાં છે. અત્ર જે કારણે બતાવ્યાં તે પર પ્રાણી વિચાર કરે તે તેનાં ચક્ષુ ઊઘડયાં વગર રહે નહિ. ચોથા ક્ષેકમાં જે તત્ત્વજ્ઞાન બતાવ્યું છે તે બહુ ઉપયોગી છે અને ત્રીજા લેકમાં કહ્યું છે કે મારે મન પ્રસારકુનું આ વાક્ય બહુ રહસ્યથી ભરપૂર છે. ટૂંકમાં કહીએ તે, પ્રથમના ચારે કે માં જે કારણે બતાવ્યાં છે, તે બહુ વિચારવા યોગ્ય, મનન કરવા યોગ્ય અને અનુકરણ કરવા યોગ્ય છે. વિષયના બીજા ભાગમાં મળેલા ધનનો યોગ્ય માગે વ્યય કરવા સૂચના કરી છે અને તે સંબંધમાં કેટલુંક ઉપગી જ્ઞાન આપ્યું છે. મુખ્ય ઉપદેશ અને ઉદ્દેશ ધનત્યાગને જ છે; પણ કદાચ તદ્દન મમત્વ છૂટી શકે નહિ, તે પછી શુભ માગે વ્યય કરવાનું કહ્યું છે. બંધુઓ આ સંસારમાં અનેક પ્રકારે રઝળાવનાર સ્ત્રી અને ધન એ બે વસ્તુઓ છે. એમના ઉપર રાગ એવા પ્રકારને થાય છે કે તેનું વર્ણન જ્ઞાનીઓ પણ પૂરેપૂરું આપી શકતા નથી. આમાં ધન ઉપરનો સ્નેહ વધારે સપ્ત છે કે સ્ત્રી ઉપરને વધારે સપ્ત છે તે કહેવું મુશ્કેલ છે. સ્ત્રી ઉપરને સ્નેહ મોટી ઉંમરે શરૂ થઈ ચેડાં વર્ષમાં એ છે થઈ જાય છે, પણ જેટલો વખત રહે છે તેટલો વખત તેને રસ (intensity ) બહુધા વધારે હોય છે. દ્રવ્ય પરને મેહ દરરોજ વધતું જાય છે અને વૃદ્ધાવસ્થામાં તે પરાકાષ્ઠાએ પહોંચે છે અને જિંદગીને છેડે પણ છૂટતો નથી. સામાન્ય રીતે મારું પિતાનું તો માનવું એવું છે કે દ્રવ્ય પરનો મોહ કદાચ સ્ત્રીમેહથી ચઢિયાત હોય કે ન હોય, પણ તેથી ઊતરે તે તે નથી જ. Page #159 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ધનમમત્વમેચન [ ૮૭ કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં પ્રાણીને અમુક ઈરાદે હોય છે, પણ ધનપ્રાપ્તિમાં તે કાંઈ પણ ઈરાદા વગર માત્ર પૈસાની ખાતર જ પિસા મેળવવા યત્ન કરવામાં આવે છે. પુત્રને માટે વાર આપવાનું પણ બહાનું જ છે. આ દલીલના પુરાવામાં બે હકીકત જેવાની છે. એક તો વગર પુરના અને પુત્ર થવાની આશા વગરના માણસે પણ એટલી જ ખંતથી પૈસા પ્રાપ્ત કરે છે અને પાસેના પિતાને શુભ માર્ગ પણ વ્યય કરતા નથી, અને બીજી એ કે જે આવતા ભવ માટે પૈસા રોકાઈ શકાતા હોય (investing of money) તે કોઈ પણ માણસ પુત્રને વારસો આપવાની દરકાર કરે તેમ નથી. વળી, બીજુ એ પણ જાણવા ગ્ય છે કે દરેક કાર્યમાં અમુક હદ હોય છે એટલે કે અમુક વખત પછી અને અમુક પ્રાપ્તિ થયા પછી તે કાર્ય પૂરું થયું ગણાય. પૈસાની બાબતમાં આ નિયમ પણ જૂઠે પડે છે. હજાર મળે લાખની અને લાખ મળે કરોડની ઉત્તરોત્તર ઈચ્છા વધતી જ જાય છે. વધતી ઈચ્છા અનુસાર કાર્યધુરામાં જોડાઈ જીવન પૂર્ણ થાય છે, પણ પૈસા કમાવાનું કાર્ય કદી પણ પૂરું થતું નથી. કેઈ પણ કામ કરવાને અમુક હેતુ હોય છે અને અમુક સાધ્ય હોય છે; પ્રજન અને સાધ્ય વગર તે સાધારણ અક્કલવાળો માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી, ત્યારે ધન પ્રાપ્ત કરવાનાં હેતુ અને સાધ્ય શું? જરા વિચારો. અનાદિ પદ્ધતિથી તણાઈ ન જાઓ. ધન ખાતર ધન મેળવવામાં ઉદ્યક્ત ના થાઓ, પણ જરા આગળ-પાછળ નજર કરો. તમે ડાહ્યા માણસ છે. તમારે પગલે અનેક માણસ ચાલતા હશે, માટે પ્રવૃત્તિ કરે, તેનાં હેતુ અને સાધ્ય ધ્યાનમાં લઈ કરે. આ દષ્ટિથી વિચારશે ત્યારે જણાશે કે કાર્યસિદ્ધિના ઉપર જણાવેલા બન્ને નિયમે દ્રવ્યપ્રાપ્તિના પ્રયાસ વખતે ખોટા પડે છે. ઘનપ્રવૃત્તિ નિહેતુક છે એ આપણે જોયું, અને તેથી જેઓ તેને ઈચ્છતા ન જ હેય તે ઉત્કૃષ્ટ પ્રશંસાને પાત્ર છે. જેઓ શ્રાવક અવસ્થામાં છે તેમણે સર્વ ત્યાગની ઈચ્છા રાખવી અને સાથે ચાલુ સ્થિતિમાં સંતોષ રાખવો. પોતાની સ્થિતિ સુધારવા ઈચ્છા રાખવી પણ તેમાં આસક્ત બની જઈ દુર્બાન થવા ન દેવું. ચાલુ સ્થિતિમાં આનંદ પામઃ અને ખાસ કરીને કર્મનો સિદ્ધાંતને તાબે થઈ જવું નહિ, પણ પુરુષાર્થ કરે. ગેરસમજૂતી ન થાય તેટલા માટે જણાવવાની જરૂર છે કે સંતોષ ને પુરુષાર્થને વિરોધ નથી પણ દુર્બાન થાય, પૈસાની જપમાળા જપાય, પૈસા-પૈસાનું જ ધ્યાન રહે એવી સ્થિતિ ન થવા દેવી. You may aspire, but don't be dissatisfied with your present lotતમે મેટા થવાની આશા-ઈચ્છા રાખે, પણ તમારા ચાલુ સંગથી અસંતોષી બને નહિ ધન મેળવ્યા પછી શું કરવું એ બાબતમાં ગ્રંથકારે વિવેચન કર્યું છે. ધન મેળ ધનપ્રાપ્તિ, તેના હેતુ વગેરે ઉપર મારો “તૃષ્ણા છેદન લેખ જુઓ, શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક પર. આ વિષયને ઉપયોગી મુદ્દા અત્ર દાખલ કર્યા છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] અધ્યાત્મક૫મ [ ચતુથ વતાં કેવા કેવા કેવા સંસ્કાર થાય છે તે પર જે ધ્યાન આપવામાં આવે તે ઉપદેશ લાગ્યા વગર રહે નહિ. પૈસા માટે પરદેશગમન, નીચસેવા, ટાઢ, તડકા અને તીવ્ર વચને સહન કરવામાં આવે છે. પૈસા માટે ખુશામત કરવામાં આવે છે. પૈસા માટે ખટપટ કરવામાં આવે છે. અને પૈસા માટે અનેક વિડંબના સહન કરવામાં આવે છે. જે કદર્થનાને અંશ સહન કરવાથી મુનિમાર્ગમાં મોક્ષ મળે, તેવી કદઈને પૈસા સારુ અનાદિ મોહ-મદિરામાં ચકચૂર થયેલ છવ કરે છે, પણ વિચારતું નથી કે આ બધું શા સારુ? મૂઢ અવસ્થામાં અથડાઈ–પછડાઈ અનંત કાળ રખડ્યા કરે છે. સિંદુરપ્રકરમાં કહે છે કે “ધનથી અંધ થયેલી બુદ્ધિવાળા પુરુષ વિષમ અટવીમાં ભ્રમણ કરે છે; વિકટ દૂર દેશાંતરમાં ફરે છે, ગહન સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, બહુ દુખવાળી ખેતી કરે છે, કૃપણ પતિની સેવા કરે છે અને હસ્તીઓના સંઘટ્ટથી અપ્રવેશ્ય સંગ્રામમાં જઈ પ્રાણ આપે છે. આ સર્વ લેભનું ચેષ્ટિત છે.” - સુખ ક્યાં છે? પૈસાદારની હવેલીમાં? રાજાના મહેલમાં? ચક્રવતીના આવાસમાં? દ્રના ઇંદ્રાસનમાં ? કે બે ઘોડાની ગાડીમાં ? વિચારીને જવાબ દે એ શરત છે. જરા જુઓ, બહારના આડંબરમાં સુખ નથી. સુખી લાગતા માણસોનાં હદય સળગી જતાં હોય છે. ઘરમાં અનેક ખટપટ હોય છે અને મનમાં તો યુદ્ધ ચાલ્યા જ કરતું હોય છે. સુખ સંતોષમાં જ છે, ચાલુ સ્થિતિને તાબે થવામાં જ છે. ધન અસ્થિર છે, કેઈનું થયું નથી અને કેઈનું થવાનું નથી. પ્રાયે વિદ્યા અને ધનને વર છે. જ્ઞાન વગર સુખ નથી અને પૈસાદારને સુખી માનવા એના જેવી બીજી મૂઢતા નથી, અનેક દોષોથી ભરપૂર ધવળ શેઠ, મમ્મણ શેઠ, સુભૂમ ચકી વગેરેને નરકમાં નાખનાર, એકાંત ઉપાધિથી ભરપૂર, મનની અશાંતિનું પ્રબળ સાધન, અનેક દુઃખને વરસાદ વરસાવનાર, વિદ્વાનોથી અંધનું ઉપનામ મેળવનાર લમીનું સુખ ભોગવનાર ધનિકોને તે સુખ મુબારક હો ? ચાલુ જમાનાના વિચિત્ર રંગથી ભરપૂર જિન્દગીમાં અને ખાસ કરીને સખ્ત પ્રવૃત્તિનાં મધ્યબિંદુ ગણાતાં મેટાં શહેરના સુખી દેખાતા લેકને જોઈ જરા પણ મૂંઝાવું નહિ; જરા પણ અફસોસ કરવો નહિ; તેઓને સુખી માનવા નહિ; કારણ કે તેઓના ખાસ નજીકના સંબંધમાં ગયેલાઓ જાણે છે કે તેઓ સુખી નથી. આપણું સુખ આપણી સાથે જ છે અને આપણે તે પરમાનંદપદ પ્રાપ્ત કરવાની ઈચ્છામાં ચાલું સ્થિતિને તાબે થઈ, શુદ્ધ વૃત્તિએ રહી; ધર્મમય જીવન કરવાને ઉદ્દેશ રાખી, ઉરચતર અને વિશુદ્ધતર જીવન ગાળવાને આશય, ઉદ્દેશ અને ઈચ્છા રાખવી. મનુષ્યજીવનનો ઊંચે હેતુ પાર પાડવા સારુ મન પર અંકુશ રાખવાની અને લોભનો ત્યાગ કરવાની બહુ જરૂર છે. इति सविवरणो धनममत्वमोचननामा चतुर्थोऽधिकारः ॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ पञ्चमी देहममत्वमोचनाधिकारः॥ — – અત્યાર સુધીની હકીકતથી જણાયું હશે કે સ્ત્રી, પુત્ર અને ધનને મહા આ પ્રાણીને બહુ બંધનકર્તા છે. આ ત્રણ પ્રકારના માહ સાથે શરીર પરને મોહ પણ વિચારવા જેવું છે. શરીર પરના મેહથી ફસાઈ પિતાનું કર્તવ્ય ચૂકવું નહિ અને શરીરને અતિ નાજુક તબિયતવાળું બનાવવું નહિ, એવા ઉદ્દેશથી આ અધિકાર લખાયેલું છે. શરીરને પાપથી પિષવું નહિ पुष्णासि यं देहमघान्यचिन्तयंस्तवोपकारं कमयं विधास्यति ॥ कर्माणि कुर्वनिति चिन्तयायति, जगत्ययं वश्चयते हि धूर्तराट् ॥१॥ (वंशस्थ) પાપને અણુવિચારતે જે શરીરને તું પિષે છે તે શરીર તારા ઉપર શું ઉપકાર કરશે? (તેથી તે શરીર માટે હિંસાદિક) કર્મો કરતાં આવતાં કાળને વિચાર કર. આ શરીરરૂપ ધુતારો પ્રાણને દુનિયામાં છેતરે છે. (૧) વિવેચન--શરીરને પિષણ કરવા સારુ, તેને હીન બરાક અને ઉપચાર કરાવવા પડે છે અને તે માટે પૈસા પેદા કરવા પડે છે; હિંસા, અસત્ય વગેરે પાપો સેવવાં પડે છે; શરીર ધીમે ધીમે નાજુક તબિયતનું બની જાય છે. તેને સાબુ ચાળવા, પંખા નખાવવા અને અખાદ્ય પદાર્થો દવારૂપે ખવરાવવા પડે છે. આવી રીતે પોષણ કરેલું શરીર પણ જરાયે બદલે વાળતું નથી, વારંવાર કંટાળો આપ્યા કરે છે અને ઊલટું ઘણી વખત તે રેગનું ઘર થઈ પડે છે. વળી, આવા કર્મો કરતી વખતે પ્રાણીઓ ભવિષ્ય કાળને વિચાર કરે જોઈએ. શરીરને જરા સુખ આપવા ખાતર જેનાં નામ ન આપી શકાય તેવી દવાઓ ખાતાં છતાં, તે તે પોતાનું ધાર્યું જ કરે છે અને પરભવમાં નીચ ગતિ થાય છે તે નફામાં રહે છે. વળી, આવાં કર્મોથી પિષેલ શરીર પણ નાશ તે પામેં જ છે, આપણે તેને પોતાનું * ચેથા પાદમાં જતિને બદલે કોઈ સ્થાનકે નહિ એ પાઠ છે, તેને અર્થ “જગતનાં પ્રાણીએને એમ હોઈ શકે; પણ પ્રથમ પાઠ વધારે સમીચીન જણાય છે. અ. ૧૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] અધ્યાત્મકલ્પમ [ પંચમ માની બેઠા છીએ, પણ વાસ્તવિક સ્વરૂપ તેમ નથી. ખરેખર, વિદ્વાન ગ્રંથકર્તા કહે છે તેમ, શરીરરૂપ ધુતારો સર્વ પ્રાણીઓને ઠગે છે. કહેવાનો મતલબ એ છે કે શરીરને પાપી કાર્યથી પિછવું નહિ, ધાર્મિક કાર્યમાં ઉપયોગી થાય છે તેથી તેને જોઈને નિરવા રાક આપી મમત્વ વગર પાળવું, એટલું જ કર્તવ્ય છે. શરીર પરને મોલ સંસારમાં રઝળાવે છે, એ નિઃસંશય છે. સનકુમાર ચક્રવતીને શરીર પર બહુ પ્રેમ હતો, પણ જ્યારે તે મહ પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે શરીર વિષમય થઈ ગયું. પુરાણમાં ત્રિશંકુ માટે એક દષ્ટાંત આપેલ છે. તે પણ શરીર પર અત્યંત પ્રેમ રાખનારને બોધ આપે તેવું છે. આ ત્રિશંકુ રાજાને શરીર પર એટલે બધો પ્રેમ હતો. કે એ જ શરીરથી સ્વર્ગમાં જવાની તેને ઈરછા થઈ. પોતાના કુળગુરુ વસિષ્ઠને આ વાત જ્યારે કહી ત્યારે તેઓએ તે વાતને હસી કાઢી. ત્યાર પછી પોતાના પુત્રોને પ્રયત્ન કરવા કહ્યું, પરંતુ તેઓએ પણ મશ્કરી કરી વાત ઉડાવી દીધી. આટલા ઉપરથી ત્રિશંકુ ગુસ્સે થઈ ગયો અને વિશ્વામિત્ર પાસે ગયા. વિશ્વામિત્રના કુટુંબ ઉપર દુકાળના વખતમાં ત્રિશંકુએ ઉપકાર કર્યો હતો, તેથી વિશ્વામિત્રે તેની માગણી કબૂલ કરી અને યજ્ઞ કરવા માંડ્યો તપના પ્રભાવથી વિશ્વામિત્રે ત્રિશંકુને આકાશમાં ચઢાવવા માંડ્યો, પણ સ્વર્ગના ગઢ આગળ પહોંચે ત્યાં છે તેને ઊંધે માથે પછાડયા. અધે રસ્તે પહોંચ્યો ત્યાં વિશ્વામિત્રે આ વાત જાણું એટલે બોલ્યા કે તિg fફા તિg! આ ઉરચારથી ત્રિશંકુ ઊંધે માથે વચ્ચે લટકી રહ્યો ન મળ્યું સ્વર્ગ સુખ અને ન મળ્યું સંસારસુખ! શરીર પરના મમત્વથી બને ચું (આપ્ટે ડિફિશનેરી). આ હકીકત પરથી શરીરમાં કેટલું નુકશાનકર્તા છે એ જોવાનું છે (૧; ૫૪) શરીર-કારાગૃહમાંથી છૂટવાને ઉપદેશ कारागृहाद् बहुविधाशुचितादिदुःखान्निर्गन्तुमिच्छति जडोऽपि हि तद्विभिद्य । क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्मवातेन तद्ढयितुं यतसे किमात्मन् ?॥२॥(वसन्ततिलका) મૂર્ખ પ્રાણી હોય છે તે પણ અનેક અશુચિ વગેરે દુખેથી ભરેલા બંદીખાનાને ભાંગીને બહાર નીકળી જવા ઈચ્છા રાખે છે. તારાં પિતાનાં કર્મો વડે જ તેથી પણ વધારે આકરાં શરીર–બંદીખાનામાં તું નખાયે છે, છતાં તે બંદીખાનાને વધારે મજબૂત કરવા શા સારુ પ્રયત્ન કરે છે ? (૨) વિવેચન–કેદખાનામાં સુધા, તૃષા, ગંદકી, સખ્ત કામ વગેરે અનેક દુઃખ સહન કરવાં પડે છે, તેથી તેમાં રહેલા માણસની વૃત્તિ એવી જ હોય છે કે ક્યારે આમાંથી છૂટું ક્યારે લાગ મળે ને આ સળિયા ભાંગી નાસી જાઉં? શરીરરૂપ કેદખાનામાં તે મહા-અશુચિ ભરેલી છે, તેમાંથી નાસી જવાનો યત્ન કરવાને બદલે આ જીવ તેને સુંદર આહાર, આઈસ્ક્રીમ, કેલ્ડ્રીંક, કનિષ્ઠ ઔષધિઓથી ઊલટે પાળે છે, પોષે છે, ચેળે છે, પંપાળે છે અને તેને જરા પીડા થતાં ગાંઘેલ બની જઈ હાયય કરી મૂકે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૯૧ અધિકાર ] દેહમમત્વમેચન વિચારવાનું પ્રાણીએ શરીર-કારાગૃહને સદુપયોગ કરવા જોઈએ, તેના પર એ અમલ ચલાવવો જોઈએ કે ફરીવાર તે કેદખાનામાં આવવું જ પડે નહિ. શરીર પરનું મમત્વ છોડવું, એ જરા પણ મુશ્કેલ નથી. એક ગાગરમાં બોર ભર્યા છે. ગાગરનું માં સાંકડું છે. વાંદરો ગાગર નજીક આવી બોર લેવાની ઈચ્છાથી હાથ નાંખી માટી મુઠ્ઠી ભરે છે. પછી હાથ નીકળતું નથી ત્યારે સમજે છે કે ગાગરે પિતાને પકડી રાખે છે? વાસ્તવિક શું છે ? ગાગરને પોતે પકડી રાખી છે, અને જેવો મદારી એક ચાબખા મારે છે કે હાથ છૂટી જાય છે. તેવી જ રીતે આ જીવ માને છે કે તેને શરીરે પકડી રાખ્યો છે, સ્ત્રી-પુત્રે પકડી રાખે છે. વસ્તુતઃ તે, વાંદરાની પેઠે, પોતે જ તેઓને મૂકતો નથી, મમત્વ છોડવું હોય તે જરા પણ મુશ્કેલી નથી. માટે વિચાર કરે; નહિ તે જ્યારે કાળરૂપ મદારી આવી સપાટે લગાવશે ત્યારે તે પિતાની મેળે જ મુઠ્ઠી છૂટી જશે અને શરીરને એકદમ ત્યાગ કરવો પડશે (૨; ૫૫) શરીરસાધનથી કરવા એગ્ય કર્તવ્ય તરફ પ્રેરણું चेद्वाञ्छसीदमवितुं परलोकदुःखत्भीया ततो न कुरुषे किमु पुण्यमेव ? । शक्यं न रक्षितुमिदं हि च* दुःखभीतिः, पुण्यं विना क्षयमुपैति न वज्रिणोऽपि ॥३॥ (वसंततिलका) જે તું તારા શરીરને પરલોકમાં થનારા દુઃખના ભયથી બચાવવા ઈચ્છતા હોય તે, પુણ્ય જ શા માટે કરતો નથી? આ શરીર (કઈ વડે પણ) પિષી શકાય તેવું નથી, ઇંદ્ર જેવાને પણ પુણ્ય વગર દુઃખની બીક નાશ પામતી નથી.” (૩) વિવેચન–હે ભાઈ! તને કદાચ એમ ભય લાગતું હોય કે આ શરીરને અહીં મૂકીને પરલોકમાં જશું ત્યારે બહુ દુઃખ ભેગવવાં પડશે અને તેથી અહીં જ વધારે જીવી લેવું સારું છેઃ આવા વિચારથી તું રાત્રિભૂજન કરતો હો કે કંદમૂળ, અભક્ષ્ય, અનંતકાય વગેરેનું ભક્ષણ કરતા હો અને શરીરને પોષતે હો, તે તેમાં તારી ભૂલ થાય છે. વધારે ઉત્તમ રસ્તો એ છે કે તારે ખૂબ પુણ્ય કરવું. આથી તારું શરીર આ ભવમાં સારું રહેશે અને તને પરભવ સંબંધી ભય નહિ રહે. હાલ તને જે સ્થિતિહીનતા લાગે છે તે પુણ્ય ઓછું હોવાને લીધે જ છે, અને તે જ કારણથી ઇંદ્ર અને ચકવર્તી એ પણ ભય પામ્યા કરે છે. શરીર-પ્રાપ્તિને હેતુ શે અને તે હેતુ સૌથી સારી રીતે કેવી રીતે પાર પડે, તે વિચારવાની બહુ જરૂર છે. અથવા આ શ્લોકને ભાવ બીજી રીતે પણ સમજવા ગ્ય છે. જે તે શરીરનું રક્ષણ કરવા ઈચ્છતો હે તે પુણ્ય કર, કારણ કે પરભવમાં જે શરીર પ્રાપ્ત થશે તે તેથી સારું પ્રાપ્ત થશે. આનું કારણ એ છે કે આ શરીરને બચાવવા કઈ પણ શક્તિમાન નથી. ઈંદ્ર સરખા પણ અશક્ત છે, માટે પુણ્યધન પ્રાપ્ત કરવું. પુણ્ય વગર પરલેકનાં દુઃખને ભય | # કોઈક પ્રતમાં અત્ર જ છે અને ચતુર્થ પંક્તિમાં જ છે, તેને ભાવ પણ તે જ રહે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ૫ ચમ નાશ પામવાના નથી. ઘડાના નાશ થવાની બીક રાખવા કરતાં ઘડો બનાવવાની કળા શીખી લેવી, જેથી નાશ થાય ત્યારે નવા ઉત્પન્ન કરીને પ્રાપ્ત કરવાની શક્તિ રહે. (૩૬ ૫૬) દેહાશ્રિતપણાથી દુઃખ; નિરાલ`બનત્વમાં સુખ देहे विमु कुरुषे किमघं न वेत्सि, देहस्थ एव भजसे भवदुःखजालम् । लोहातो हि सहने घनघातमग्नि-बधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ||४|| (बसन्ततिलका) “ શરીર ઉપર મેહ કરીને તું પાપ કરે છે, પણ તને ખખર નથી કે સંસારસમુદ્રમાં દુઃખ ખમવાં પડે છે, તે શરીરમાં રહ્યો છે તેથી જ પામે છે. અગ્નિ લેાઢામાં રહ્યો હોય છે ત્યાં સુધી જ હુંઘેાડાના (ઘણુના ) પ્રહારો (ઘા) ખમે છે; તેથી જ્યારે તું આકાશની પેઠે આશ્રયરહિતપણુ અંગીકાર કરીશ ત્યારે તને અને અગ્નિને કાંઈ પણ પીડા નહિ થાય.” (૪) વિવેચન—અત્યાર સુધીમાં પરલેાક-દુઃખ-શકાથી પુણ્યસંચય વધારે કરવાના ઉપદેશ કર્યાં. હવે આ શ્લોકમાં કહે છે કે આ લેકમાં પણ તુ' દુ:ખ શા સારુ પામે છે ? શરીરથી તને કાઈ પણ પ્રકારનુ' સુખ નથી, ઊલટાં તારે જે જે દુઃખ ભોગવવાં પડયાં છે, તે તે શરીરસ ખંધથી ભેગવવાં પડયાં છે. શરીર સાથેના સબંધ છેડી દે તા એકદમ મોક્ષે ચાલ્યા જઇશ. જેએ શરીરને અભક્ષ્યથી પોષે છે, તે તા અને રીતે માર ખાય છે. આ ભવમાં પણુ મોટી ઉંમરે દુ:ખી થાય છે. કદાચ ચઢતા લાહીમાં માલ-મસાલા બે વર્ષ નુકસાન બતાવે નહિ, પણ જરા મેાટી 'મર થતાં તેની અસર જણાયા વગર રહેતી નથી. શરીર થાડા વખતમાં જજરીભૂત થઇ જાય છે, પરલેાકમાં પુણ્ય વગર શા હાલ થાય તે તા પ્રસિદ્ધ જ છે. અને શ્લાકના ઉદ્દેશ એ છે કે હે ભાઈ એ ! પરલેાકમાં સુખ પામવાની મરજી હેાય અને આ ભવમાં શરીરને સામાન્ય રીતે સારી અવસ્થામાં રાખવુ હોય તેા તેને બહુ પ`પાળવું નહિ. ધર્મના સાધન તરીકે શરીર ઉપયાગી છે તેથી તેને વિસારી પણ મૂકવુ નહિ. વિચાર કરીને મધ્યમ માર્ગ પકડવા ઉચિત છે. અગ્નિ જ્યારે લાહના સબંધમાં આવે છે ત્યારે મોટા મોટા ઘણુ તેના પર પડે છે; પણ જ્યારે લાઢામાંથી નીકળી જાય છે ત્યારે બધી પીડા મટી જાય છે. આત્મા અગ્નિ જેવા છે; શરીરરૂપ લેાહના સંબધથી રાગ, દુઃખ વગેરે ખમે છે, પણ જ્યારે તેની સાથેના સંબંધ છેડશે કે તેનાં દુઃખા નાશ પામી જશે. આ જીવ જેને પોતાના આશ્રય માને છે તે શરીર જ આશ્રિતને દુઃખ આપે છે, એ બહુ દુઃખકારક મીના છે; તેથી હવે તે એવું કામ કરવું જોઈ એ કે કાઈ પણ પ્રકારના વિચારને અયેાગ્ય * એવા એ નાલાયક શરીરને આશ્રય જ કરવા પડે નહિ. શરીર પર મમત્વ આછું કરવા માટે આ ઉપમા બહુ ચગ્ય છે. આ ઉપરાંત નીચેના શ્લેાક પણ વિચારવા જેવા છે. (૪૬ ૫૭) * Not deserving any consideration. Page #165 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેહમમત્વમેચન થોડું આપી વધારે લેવાને જીવને ઉપદેશ दुष्टः कर्मविपाकभूपतिवशः कायाह्वयः कर्मकृत् , बद्धवा कर्मगुणैर्छ पीकचषकैः पीतप्रमादासवम् । कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशु च्छलं, गन्तेति स्वहिताय संयमभरं तं वाहयाल्पं ददत् ॥ ५॥ (शार्दूलविक्रीडित ) “શરીર નામને નેકર કર્મવિપાક રાજાને દુષ્ટ સેવક છે, તે તને કર્મરૂપી દેરડાએ બાંધીને ઇદ્રિરૂપી દારૂ પીવાનાં પાત્રો વડે તને પ્રમાદરૂપ મદિરા પાશે. આવી રીતે તને નારકીનાં દુઃખ ખમવાને યોગ્ય કરીને પછી કાંઈ બહાનું કાઢીને તે સેવક ચાલ્યો જશે, માટે તારા પિતાના હિતને માટે તે શરીરને થોડે થોડે સંયમને ભાર આપીને તું વહન કર.”(૫) વિવેચન–એક કર્મવિપાક નામે રાજા ચતુર્ગતિ નગરીમાં રાજ્ય કરે છે. આ રાજાને અનેક સેવકે છે અને શરીર પણ અનેકમાંનો એક સેવક છે. હવે રાજા દરરોજ કચેરી ભરે છે. એક દિવસ આ જીવ યાદ આવ્યો એટલે પિતાના સેવકોને હુકમ કર્યો કે આ જીવને બંદીખાનામાં નાખી દે. નહિ તે કદાચ તે મોક્ષનગરમાં ચાલ્યા જશે, કે જ્યાં આપણી સત્તા ( Jurisdiction) ચાલતી નથી. શરીર નામના સેવકે તૈયારી કરી અને રાજાને કહ્યું કે જીવને કબજે રાખવા સારુ દેરડને ખપ પડશે. કર્મવિપાકે કહ્યું: અરે કાયા ! તેમાં તારે મૂંઝાવાનું નથી. આપણું શાળામાં કર્મ નામનાં હજારે દેરડાં છે, તેમાંથી તારે જોઈએ તેટલાં લઈ લે. ફક્ત તું આ જીવથી સાવચેત રહેજે, નહિ તે તને તે થાપ ખવરાવી દેશે.” વળી પાછો શરીરસેવકને વિચાર થયો કે કામ કરું છે. તેથી રાજાને કહ્યું કે “મહારાજ! આ જીવમાં તે અનંત શક્તિ છે, તેથી મને મારીને હઠાવી દે, માટે કઈ એવી વસ્તુ આપો કે તેના ઘેનમાં તે પડ્યા રહે અને સ્વશક્તિને તેને ખ્યાલ જ આવે નહિ.” આ ઉપરથી બહુ વિચાર કરીને રાજાએ મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદરૂપ આસવ (દારૂ) આપ્યા અને ભલામણ કરી કે ઇદ્રિરૂપ વાસણમાં આ આસવ લઈ તારે જીવને પાયા કર. આવી રીતે પોતાના રાજાને હુકમ થતાં શરીરે તરત જ તેને અમલમાં મૂક્યા. દારૂના ઘેનમાં મગ્ન થઈ ગયેલા જીવને કૃત્યકૃત્યને પણ વિવેક રહ્યો નહિ. અને જ્યારે શરીરને ચોક્કસ થયું કે આ જીવ હવે મોક્ષે જશે નહિ પણ નારકીમાં જ જશે, ત્યારે પિતાનું કાર્ય ફતેહ થયું છે એમ માની આ જીવને છોડીને ચાલ્યો જવાને વિચાર કરવા લાગ્યું. એવામાં અકસ્માતુ ગુરૂમહારાજ (શ્રી મુનિસુંદરસૂરિ) આ જીવને મળી ગયા. બંદીખાનામાં પીધેલ અવસ્થામાં પડેલા આ જીવને જોઈને તેઓને બહુ દયા આવી, એટલે તેમણે તે જીવને કેદખાનાનું સ્વરૂપ સમજાવ્યું અને પછી કહ્યું કે “હે ભાઈ! આ બંદીખાનામાંથી અત્યારે પણ નીકળી જા, આ શરીર જરા લોભી છે, માટે તારે એવી Page #166 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પમ [ પંચક યુક્તિ કરવી કે તેને થોડું થોડું ખવરાવવું અને મોક્ષનું સાધન તેના વડે જ તૈયાર કરવું અને તારે પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખવો ને પાંચ પ્રમાદરૂપ દારૂ તો કદી પીવે જ નહિ.” મુનિસુંદરસૂરિ મહારાજના આ ઉપદેશ ઉપર હાલમાં જીવ વિચાર ચલાવે છે. ઉપદેશ પ્રમાણે અમલ થવાની બહુ જરૂર છે. પણ વાત એમ છે કે આ જીવ પારકી પંચાત કરવી હોય ત્યારે બહુ લાંબા-પહોળો થઈને વાતો કરવા મંડી જાય છે, પણ તેને પિતાના શરીરનું ભાન નથી. તે માંદે પડે તે કરી કરવાનું વૈદ્ય કહે ત્યારે ગોટા વાળશે અને સાજો હશે ત્યારે આખો દિવસ બંદૂકમાં દારૂ ભર્યા જ કરશે. અલ્પજ્ઞ જીવને વસ્તુસ્વરૂપનું જરા પણ ભાન નથી, તેથી મદિરામાં મસ્ત રહી અકાર્ય કરે છે; અનાચરણ સેવે છે અને દુઃખી થાય છે. કોઈ વખત એક નાની ફેડકી થઈ હશે તો હાયેય કરી મૂકશે અને કોઈ વખત તાવ આવ્યો હશે તે પણ કામ છડશે નહિ. વાસ્તવિક રીતે તેનાં સર્વ આચરણો જોવામાં આવે તો દારૂ પીધેલના જેવાં જ લાગશે; પણ દારૂ કે છે અને પાનાર કોણ છે તે આ જીવ સમજતો નથી. અને તેથી જ તેને સીધી રીતે જ્ઞાન થતું નથી. આ લેકમાં તેનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સમજીને શરીર પાસેથી તે કામ કાઢી લેવાનું છે. રીતસર તેને પિષીને તેની પાસેથી સંયમપાલનરૂપ કામ કરાવી લેવું. પુષ્ટિકારક ખોરાક પર તેટલો શક્તિવ્યય ન હોય તો અપચો –અજીર્ણ થાય છે અને થેલી વસ્તુ આપી વધારે કામ લેવું એ વ્યવહારદક્ષતા ગણાય છે. એ નિયમ શરીરના સંબંધમાં પણ લાગુ પડે યુક્ત છે. (૫) ૫૮) શરીરની અશુચિ; તેનાથી સ્વહિત સાધી લેવું એ કર્તવ્ય છે. यतः शुचीन्यप्यशुचीभवन्ति, कृम्याकुलात्काकशुनादिभक्ष्यात् । द्राग् भाविनो भस्मतया ततोऽङ्गात् , मांसादिपिण्डात् स्वहितं गृहाण ॥६॥ (उपजाति) જે શરીરના સંબંધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે, જે કૃમિથી ભરેલું છે, જે કાગડા-કૂતરાને ભક્ષણ કરવાને યોગ્ય છે, જે છેડા વખતમાં રાખ થઈ જવાનું છે અને જે માંસને જ પિંડ છે, તે શરીરથી તું તે તારું પોતાનું હિત સાધી લે.”(૬) વિવેચન–અતિ સુંદર વસ્તુઓ પણ શરીરના સંબંધમાં આવતાં અપવિત્ર થઈ જાય છે. શ્રી મહિલનાથે છ રાજાઓને જે અકસીર ઉપદેશ આપ્યો તે આ શરીરની રચના બતાવીને જ આપ્યું હતું. આવું શરીર જીવતું હોય એટલે કે જ્યાં સુધી તેમાં આત્માચેતન હોય ત્યાં સુધી કૃમિ વગેરેથી ભરેલું હોય છે અને મરણ પામ્યા પછી તે જરા પણ ઉપયોગમાં આવતું નથી. હેરનાં ચામડાં, માંસ, પૂછડાં, શીંગડાં, ખરી, હાડકાં અને ચરબીના પણ પૈસા ઊપજે છે, ત્યારે માણસનું શરીર તે બિલકુલ નકામું જ છે, અને ચાર દિવસ કદી પડ્યું રહે તે રોગનો ઉપદ્રવ કરે છે. તેથી મરણ પછી તેની રાખ કરી નાખવામાં આવે છે. હાલ છે તે પણ માંસનો લોચો જ છે. એવા શરીર પર મોહ શે કર? જે દુર્ગધ દૂરથી જોઈ નાક આડા રૂમાલ દઈ એ છીએ, તેવી જ દુર્ગધ આ Page #167 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેહમમત્વમેચન [ ૯૫ શરીરમાં ભરેલી છે. આ સંબંધમાં છઠ્ઠી ભાવના વાંચવાની ભલામણ કરવામાં આવે છે. પુરુષનાં નવ અને સ્ત્રીનાં બાર દ્વારમાંથી ગટરની જેમ અપવિત્ર પદાર્થો નીકળ્યા જ કરે છે અને સુંદર પદાર્થો શરીરના સંસર્ગથી તે રૂપને પામેલા હોય છે અને પામતા જાય છે. હવે આટલા ઉપરથી જાણવાનું એ છે કે ઉપરના શ્લોકમાં વિસ્તારથી સમજાવ્યું તે પ્રમાણે શરીરને જરા જરા ખવરાવીને તેનાથી આત્મહિત કરી લેવું. જેમ શરીરથી સંસારમાં ડૂબાય છે તેમ તેનાથી જ તરી શકાય છે, માટે આ શરીરને સદુપયોગ કરે. આ જ ભાવ નીચેના બે શ્લોકથી વધારે સ્પષ્ટ થશે. (૬; ૫૯) શરીર ભાડે રાખેલ ઘર છે. परोपकारोऽस्ति तपो जपो वा, विनश्वराद्यस्य फलं न देहात् ।। सभाटकादल्पदिनाप्तगेहमृत्पिण्डमूढः फलमश्नुते किम् ? ॥ ७॥ ( उपजाति) જે નાશવંત શરીરથી પરેપકાર, તપ, જપરૂપ ફળ થતાં નથી તે શરીરવાળે પ્રાણી છેડા દિવસને માટે રાખેલા ઘરરૂપ માટીના પિંડ પર મોહ પામીને શું ફળ મેળવે?” (૭) વિવેચન-નયસારના ભવથી વીરપરમાત્માના જીવે પર પકાર, તપ અને ધ્યાનની શરૂઆત કરી, શરીર પરનું મમત્વ છેડી દીધું અને છેલ્લા ભવમાં સાડાબાર વર્ષ તપ કર્યું અને ઉપસર્ગો સહન કર્યા, તેનું વર્ણન વાંચતાં પણ વિચાર થઈ જાય છે, આવી રીતે શરીરનો ઉપયોગ કરવાનો અત્ર ઉપદેશ છે. આવું જ ન થઈ શકે તે પછી શરીરપ્રાપ્તિથી લાભ શે ? ટીકાકાર શ્રી ધનવિજય ગણિ લખે છે કે “કેઈ પ્રાણીએ ભાડું આપીને થડા દિવસ માટે એક ઘર ભાડે રાખ્યું હોય અને પછી “આ મારું ઘર છે અને વપરાશે તે નાશ પામશે” એમ માની તે ઘરને વાપરતે નથી. પછી મુદત પૂરી થાય છે એટલે ઘર તે છોડી દેવું પડે છે. તેવી જ રીતે આ શરીર જીવને ટૂંક (પરિમિત) આયુષ્યયુક્ત પ્રાપ્ત થાય છે ત્યારે આ જીવ વિચાર કરે છે કે પરોપકાર, તપસ્યા વગેરે કરીશ તે આ શરીર દુર્બળ થઈ જશે, માટે આપણે તે તેવું કાંઈ પણ કરવાના નથી. આવા પેટા વિચારથી મૂઢ બુદ્ધિવાળો જીવ શરીરનો સદુપયોગ કરતા નથી અને આયુષ્ય પૂર્ણ થાય છે કે તરત શરીરને તજી દેવું પડે છે, ત્યારે તે મનુષ્યભવ અને શરીર બંનેથી ભ્રષ્ટ થાય છે.” શરીરને ક્યારે પિષવું, કેમ પોષવું, શા માટે પિષવું વગેરે સવાલને અત્ર નિર્ણય બતાવ્યો છે, તે મનન કરવા ચોગ્ય છે. (૭; ૬૦) શરીરથી કરી શકાતું આત્મહિત मृत्पिण्डरूपेण विनश्वरेण, जुगुप्सनीयेन गदालयेन । - देहेन चेदात्महितं सुसाधं, धर्मान्न किं तद्यतसेऽत्र मूढ ? ॥ ८॥ (उपजाति) Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મક૯૫મ [ પંચમ માટીના પિંડરૂપ, નાશવંત, દુર્ગધી અને રોગના ઘર એવા આ શરીર વડે જ્યારે ધર્મ કરીને તારું પિતાનું હિત સારી રીતે સાધી શકાય તેમ છે ત્યારે હે મૂઢ! તે પ્રકારને યત્ન કેમ કરતે નથી? (૮) વિવેચન–આ શરીર પાર્થિવ માટીના પિંડરૂપ, નાશ પામનાર, દુગછનિક અને વ્યાધિનું ઘર વગેરે દેશોથી યુક્ત છે, ત્યારે હવે તેનાથી કાંઈ લાભ મળવાય તેમ છે? જે આપણને તેનાથી કોઈ પણ પ્રકારનો લાભ મળી શકે તેમ હોય તો તે સાધી લેવો. જ્ઞાની મહારાજ કહે છે કે “ઈદ્રિયદમન, સંયમપાલન વગેરે મહાન કાર્યો આ શરીર દ્વારા થઈ શકે છે. તે કરવાને માટે અત્ર ઉપદેશ આપે છે. વિદ્વાનોનું કર્તવ્ય અને ખૂબી એ છે કે તદ્દન ખરાબ પણ છોડી ન શકાય તેવા પદાર્થને શુભ ઉપયોગ શોધી કાઢવે, એટલે કે આ શરીર ઉપર જણાવેલા અવગુણોવાળું છતાં પણ જ્યારે છોડી શકાય તેમ નથી, ત્યારે તેનાથી જે જે આત્મહિત થાય તેમ હોય તે તે કરી લેવું, તેમાં કિંચિત પણ પ્રમાદ કરે નહિ. અત્યારે ચેતવું નહિ અને પાછળથી પશ્ચાત્તાપ કરે તે મૂખનું કામ છે. (૮૬૧) આ પ્રમાણે દેહ-મમત્વ-મેચન દ્વારા પૂર્ણ થયું. આ કારમાં જે શિક્ષા છે તેને નીચે પ્રમાણે સંક્ષેપ થઈ શકે – ૧. શરીરને પોષવું તે, નિસ્પકારી પર આભાર કરવા જેવું છે. ૨. શરીર તારું પિતાનું નથી, પણ મેહરાજાએ બનાવેલું બંદીખાનું છે. ૩. શરીર તારી નેકરીમાં નથી, તે તો મેહ રાજાની સેવામાં છે. ૪. શરીરરૂપ કેદખાનામાંથી છૂટવા માટે તારે અસાધારણ પ્રયાસ-પુરુષાર્થ કરે ઘટે છે. ૫. શરીરરૂપ કેદખાનામાંથી છૂટવાને ઉપાય સારી કૃતિને સંચય કરો તે છે. ૬. શરીરને ઓછું પંપાળવું અને ઈદ્રિયોને સંયમ કર. ૭. શરીરથી આત્મહિત કરવા ધમ ધ્યાન કરવું. ૮. શરીરને ભાડાનું ઘર માનવું. ૯. શરીરને છોડતી વખતે જરા પણ દુઃખ લાગે નહિ એવી વૃત્તિઓ કરવી. ૧૦. શરીરની અશુચિ પર વિચાર કરે. સ્ત્રી, પુત્ર, ધન અને શરીર પર મોહ રાખશે નહિ, એમ જ્ઞાનીઓ તો પિકાર કરી કરીને વારંવાર કહી ગયા છે; પરંતુ આ જીવ સમજ્યા છતાં પણ મોહ છોડી શકતો નથી. ખાસ કરીને શરીરની બાબતમાં તો દેખીતી ભૂલ થાય છે, કારણ કે શરીરને પંપાળવાથી તે તે એટલી રીતે હેરાન કરે છે કે કાંઈ વાત નહિ; તબિયત નાજુક બનાવી દે છે અને અનેક ચાળા કરાવે છે. આ સર્વને હેતુ એ જ છે કે તેઓ શરીરને ભાડાનું ઘર સમજતા નથી, પણ ઘરનું ઘર સમજે છે. તેમને મરણ વખતે આ શરીર છોડવું બહુ મુશ્કેલ પડે છે. પણ તેવું કોને થાય છે? જેઓને આગામી ભવે સારી જગ્યા મેળવવાની Page #169 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] હમમમમેચન [ ૯૭ આશા નથી તેઓ જ ગભરાય છે. વળી, આપણે સંસારમાં ટાઢ, તડકા, ભૂખ વગેરે સર્વ ખમીએ છીએ, પણ એક ઉપવાસ કરવો હોય તે શરીર અશક્ત બની જાય છે. આવા વર્તનવાળાં પ્રાણીઓને મરણપ્રસંગે ક્યા પ્રકારને આનંદ હોય ? વળી, જેમ શરીર પર બહુ મમતા રાખવી નહિ, તેમ તેની તદ્દન ઉપેક્ષા પણ કરવી નહિ, કારણ કે શરીરની મદદથી જ સંસારસમુદ્ર તરી શકાય છે. શરીરને પિતાની પ્રકૃતિ અનુકૂળ સાદો સાત્તિવક ખેરાક આપે અને કુદરતના નિયમને અનુસરી શરીરને જરા કસરત પણ આપવી. નિયમિત ટેવ અને ગ્ય કસરતથી વ્યાધિઓના પ્રસંગ અલ્પ આવે છે. શરીરને તદ્દન નાજુક તબિયતનું બનાવી દેવું નહિ. છેલ્લા શ્લોકમાં કહ્યા પ્રમાણે શરીરને ભાડું આપી તેના બદલામાં આત્મહિત કરી લેવું. શ્રી શાંતસુધારસમાં છઠી ભાવનાના અંતમાં લખે છે કે “કેવળ મળરૂપ પુગળોને સમૂહ અને પવિત્ર ભેજનને અપવિત્રપણું આપનાર આ શરીરમાં માત્ર એક મોક્ષસાધન કરવાનું સામર્થ્ય છે, તેને જ મોટા સારરૂપ જાણ.” શરીરની મદદથી આત્મહિત કરવામાં લક્ષ્ય રાખવું, શરીર પર મોહ ઓછો કરે અને શરીરપ્રાપ્તિને બરાબર લાભ લે, એ સમજુનું કર્તવ્ય છે. આને બદલે, આ અધિકારના પાંચમા કલેકના વિવેચનમાં જણાવ્યું તેમ, મસ્ત બની આ જીવ શરીરને પૂરતું લાભ લેતો નથી. વેપારી એક માણસને નકર રાખે છે તે પણ વખતેવખત વિચાર કરે છે કે જેટલો તેને પગાર આપવામાં આવે છે તેટલું તે કામ આપે છે કે નહિ; અને જે તે નેકરી બરાબર ન કરતે હોય તે પગારમાં ઘટાડો કરવામાં આવે છે અથવા ભવિષ્યમાં વધારે ધ્યાન આપી કામ કરવાની તેને તાકીદ આપવામાં આવે છે. શરીરના સંબંધમાં પણ તે જ પ્રમાણે વિચાર કરે યુક્ત છે. આ ચાલુ જમાનાને અંગે એક બીજી ખાસ વિચારવા લાયક બાબત અત્ર આડકતરી રીતે સૂચવવાની જરૂર લાગે છે. હલકી વસ્તુને મરી-મસાલાથી સારી દેખાતી બનાવી હોટલ-રેસ્ટોરાંમાં વેચનારાઓ તંદુરસ્તીને બહુ નુકસાન કરે છે. શારીરિક નિયમ સમજનારે તેને ત્યાગ કરવો ઉચિત છે; જેને માટે બીજા પણ ઘણાં કારણે છે, જે પર લખાણ વિવેચનની જરૂર નથી. તે ઉપરાંત ઠંડાં પીણાં, સોડા, લેમન, અંજાર, પીક-મી-અપ વગેરે, અને અતિ હદ બહાર ગયેલાઓના સંબંધમાં સુરાપાન એ સર્વ એકદમ ત્યાગ કરવા યોગ્ય છે. શરીર પાસેથી જે કામ લેવાનું છે, તેમાં તે મદદ કરનાર નથી, પણ નુકસાન કરનાર છે, માટે થોડું ભાડું આપી પૂરતો ઉપભેગ કરનારને તે વેપાર પાલવે તે નથી. આવી વસ્તુઓ ખાઈને પ્રમાદ વધે છે, તેમ થવાથી શરીર કામ કરી શકતું નથી. અને પેલી વસ્તુઓ ખરીદવામાં મોટી રકમને વ્યય થઈ જાય છે તેથી બેવડું નુકસાન થાય છે. માટે એ ધંધે કરવો નહિ. શરીરને જરૂર પૂરતે સાત્વિક રાક આપી, તેનાથી કામ બરાબર લેવું, યથાશક્તિ તપ, દાન, દયા, ક્ષમા, પપકાર કરવા અને શરીરપ્રાપ્તિનું સાફલ્ય કરવું. इति सविवरणः देहममत्वमोचननामा पंचमोऽधिकारः ॥ અ, ૧૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ षष्ठो विषयप्रमादत्यागाधिकारः॥ પાંચમા દ્વારમાં શરીર પરને મેહ ઓછો કરવાનું કહ્યું અને તેવી રીતે મમત્વના મુખ્ય કારણભૂત સ્ત્રી, ધન, પુત્ર અને શરીર પરનું મમત્વ તજવાની વ્યાખ્યા પૂર્ણ થઈ. આ સર્વ બીહા મમત્વ છે. તેનો ત્યાગ કર્યા પછી અંતરંગ મમત્વને પણ ત્યાગ કરે જોઈએ; એટલે કે વિષયો ઉપરથી મન ઓછું થવું જોઈએ અને પ્રમાદ ન રાખવો જોઈએ. પ્રમાદ” શબ્દ બે અર્થમાં વપરાય છેએક અર્થ આળસ થાય છે તે સામાન્ય અર્થ છે, જેના પરિભાષામાં પ્રમાદ શબ્દની અંદર ઘણી વસ્તુને સમાવેશ થાય છે. પ્રમાદ શબ્દમાં વિષયને સમાવેશ થાય છે, તે પણ તેના તરફ ખાસ ધ્યાન ખેંચવાની જરૂર હોવાથી આ અધિકારમાં તેનું જ વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. વિષય પાંચ પ્રકારના છેઃ સ્ત્રીસંગ, તિલમર્દન, બાવનાચંદનાદિ વિલેપન, સ્નાન, ઉદ્વર્તનાદિ સ્પર્શનેન્દ્રિયના વિષયે છે; મીઠા પદાર્થો ખાવા, આહારમાં વૃદ્ધ થવું અને નવા નવા સ્વાદે નિપજાવવા એ રસનેંદ્રિયના વિષય છે, પુષ્પ, અત્તરની સુગંધ લેવી એ ધ્રાણેન્દ્રિયના વિષય છે; પારકી સ્ત્રીઓ સામે જેવું, કટાક્ષ કરવા એ ચક્ષુરિન્દ્રિયના વિષયો છે; અને વેશ્યા તથા ગવૈયા વગેરેનાં ગાયનો તથા વાયોલીન, હારમોનિયમ, સતાર કે બેન્ડ વગેરે વાજિંત્રોના મધુર સ્વરે સાંભળવા એ શ્રાનેંદ્રિયના વિષયે છે. આ પાંચ ઈદ્રિયે જીવને બહુ દુઃખ દે છે. અને આ અધિકારમાં તેના સંબંધનું જ વિવેચન છે. પ્રમાદ પાંચ પ્રકારના છે– मज्जं विसयकसाया, निद्दा विकहा य पंचमी भणिया । एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥ ૧. મદ (આઠ પ્રકારના છેઃ તપ, શ્રત, બળ, અશ્વર્ય જાતિ, કુળ, લાભ, રૂ૫). ૨. વિષય (પાંચ ઇંદ્રિયના ૨૩ વિષયે છે). ૩. કષાય ક્રોધ, માન, માયા અને લોભ. એ પ્રત્યેક ચાર ચાર પ્રકારના હોવાથી સોળ ભેદ થાય છે.). ૪. નિદ્રા (નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્થાનદ્ધિ). ૫. વિકથા (રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભેજનકથા). Page #171 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વિષયપ્રમાદત્યાગ અથવા પ્રમાદ આઠ પ્રકારના છે – पमाओ य मुणिंदेहि, भणिओ अट्ठभेयओ । अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ॥ रागो दोसो मइभंसो धम्ममि य अणायरो । जोगाणं दुप्पणिहाणं, अट्टहा वज्जियव्वओ ॥ અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિબંશ, ધમને અનાદર અને મન, વચન તથા કાયાના યોગેનું દુપ્રણિધાન–આ આઠ પ્રકારના પ્રમાદ જિનેશ્વરે વજેવા યોગ્ય કહ્યા છે.” આ વિષયપ્રમાદને તજવાની શી જરૂર છે? તે આ અધિકારમાં બતાવવામાં આવ્યું છે. વિષયસેવનથી થતાં સુખ-દુ:ખની સરખામણી अत्यल्पकल्पितसुखाय किमिन्द्रियार्थं-स्त्वं मुह्यसि प्रतिपदं प्रचुरप्रमादः । एते क्षिपन्ति गहने भवभीमकक्षे, जन्तूम्न यत्र सुलभा शिवमार्गदृष्टिः ॥१॥ (वसन्ततिलका) “ઘણાં જ થોડાં અને તે પણ માની લીધેલાં (કલ્પિત) સુખ માટે તું પ્રમાદવાન થઈને વારંવાર ઈદ્રિયોના વિષયમાં શા માટે મેહ પામે છે? એ વિષયો પ્રાણને સંસાર રૂપ ભયંકર ગહન વનમાં ફેંકી દે છે, જ્યાંથી મોક્ષમાર્ગનું દર્શન પણ આ જીવને સુલભ નથી.” (૧) - વિવેચન—મિષ્ટ પદાર્થ ખાધે, સ્ત્રીસગ કર્યો અથવા પિચાનાના સુંદર સ્વરો સાંભળ્યા. સુખ કેટલું? કેટલા વખત સુધીનું? હવે પરિણામ જુઓ. ઇદ્રિયજનિત વિષયમાં રમણતા એ શુદ્ધ આત્મિક દશા નથી, તેથી તેના પરિણામે આ જીવ સંસારમાં પડે છે અને એ ઊતરી જાય છે કે મેક્ષ શું છે? ક્યાં છે? કોને મળી શકે છે? એ જોવાને, જાણવા કે સમજવાનો પ્રસંગ જ તેને નથી આવતું. આ સર્વનો હેતુ એટલો જ કે વિષયને સુખ માન્યું. વાસ્તવિક સુખ એ છે જ નહિ, તેને ઠેકાણે શાંત પ્રદેશ હોય, તરફ દશ દશ ગાઉમાં મનુષ્યની વસ્તી પણ ન હોય, અખંડ શાંતિ પ્રવર્તતી હોય અને શાંતિ ભંગ કરનાર કેઈ હોય નહિ, આવા અરણ્યમાં બેસી ધર્મશાસ્ત્રનું અધ્યયન અને મનન થાય ત્યારે ઊંડા અંતઃકરણમાં જે આત્માનંદ થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે; તે સ્વાભાવિક આનંદ છે. સર્વ દેવતાઓનાં ઈદ્રિયજન્ય સુખ કરતાં અનુત્તર વિમાનના દેવતાઓનું જ્ઞાનાનંદનું સુખ અસાધારણ ગણવામાં આવ્યું છે. આ રીતે ઈદ્રિયોના સુખમાં વાસ્તવિક સુખ છે જ નહિ. તે ઉપરાંત સંસારરૂપ વનમાં તે એવી વિચિત્ર ગતિ કરાવે છે કે તેને ખરેખર ખ્યાલ ઉપમિતિભવપ્રપંચાકથાના બીજાથી સાતમા સુધીના પ્રસ્તાવ વાંચવાથી આવી શકશે અને ખરે ખ્યાલ ચેથા પ્રસ્તાવથી આવશે. ઈંદ્રિ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦]. અધ્યાત્મકલ્પમ [ ૧૪ આપણી થઈને મારે છે એ મોટી પિડા છે, કારણ કે તેથી કરીને તે ક્યારે મારે છે તે સમજુ પણ કેટલીક વાર જાણી શકતા નથી. (૧; ૬૨) પરિણામે હાનિકારક વિષયો आपातरम्ये परिणामदुःख, सुखे कथं वैषयिक रतोऽसि ? । जडोऽपि कार्यं रचयन् हितार्थी, करोति विद्वन् ! यदुदर्कतर्कम् ॥२॥ (उपजाति) ભગવતી વખતે માત્ર સુંદર લાગતા, પણ પરિણામે દુઃખ દેનારા વિષયસુખમાં તું કેમ આસક્ત થયે છે? હે નિપુણ ! પિતાનું હિત ઈચ્છનાર મૂ સાધારણ માણસ પણ કાર્યના પરિણામને તે વિચાર કરે છે.” (૨) વિવેચન—ઉપર કહ્યું તેમ, હરકોઈ કાર્યમાં જેવું કે આ કાર્યમાં તાત્કાલિક સુખ છે કે પરિણામે સુખ છે. વિશાળ ભયંકર કૂવામાં નીચે માટે અજગર છે, ચાર મોટા સર્પ ચાર ખૂણામાં ફૂંફાડા મારી રહ્યા છે, ઝાડની ડાળી સાથે પોતે લટકે છે, તે જ ડાળી બે ઉંદરો કાપે છે, છતાં મધનાં ટીપાંની ઈરછામાં આ જીવ વિમાનમાં રહેલા વિદ્યાધરયુમને પણ રાહ જેવા કહે છે. આ મધુબિંદુનું દષ્ટાંત જીવની સમજશક્તિ કેટલી ઓછી છે અને પિતાને સ્વાર્થ સાધવામાં તેનું કેટલું પછાતપણું છે તે બતાવે છે. શ્રી ચિદાનંદજી મહારાજ પણ કહી ગયા છે કે – ઈદ્રિયજનિત વિષયસ સેવત, વર્તમાન સુખ ઠાણે, પણ કિપાકતણું ફલની પરે, નવ વિપાક તસ જાણે, સંતો દેખીએ બે, પરગટ પુદુગળ જાળ તમાસા, વિષયજન્ય સુખ પરિણામે એકાંત દુઃખ દેનારું છે અને તારે એકાંત સુખ મેળવવાની ઈરછા છે. હે ભાઈ! મૂર્ખ પણ જ્યારે કોઈ પણ કાર્ય કરે છે ત્યારે થોડોઘણો પણ પરિણામને વિચાર કરે છે, ત્યારે તારી વિદ્વત્તા કેમ ઊંઘી જાય છે? મગજને તસ્વી આપી વિચાર કર. આ કીમતી જીવન અલ્પ સુખ ખાતર હારી ન જા. આવી સગવડ ફરી ફરી મળવી મુશ્કેલ છે. (૨૬૩) મોક્ષસુખ અને સંસારસુખ यदिन्द्रियार्थैरिह शर्म बिन्दुवद्यदर्णवत्स्वःशिवगं परत्र च । तयोमिथः* सप्रतिपक्षता कृतिन् ! विशेषदृष्टयान्यतरद् गृहाण तत् ॥३॥ (वंशस्थ) ઈદ્રિયથી આ સંસારમાં જે સુખ થાય છે તે બિંદુ જેટલું છે અને પરલોકમાં (તેને ત્યાગથી) સ્વર્ગ અને મોક્ષનું સુખ થાય છે તે સમુદ્ર જેટલું છે. આ બન્ને પ્રકારનાં સુખને પરસ્પર શત્રુતા છે, તેટલા માટે હે ભાઈ! વિચાર કરીને તે બેમાંથી એકને ખાસ ગ્રહણ કર.” (૩) *સ ને બદલે કવચિત ગણિત એવે પાઠાંતર છે. તેથી તfમથોડરિત એવો પાઠ થાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] વિષયપ્રમાદિત્યાગ [૧૦૧ વિવેચન—ઉપરની ગાથામાં ઇદ્રિયજન્ય સુખને પણ આપાતરમgય કહ્યું છે અને મોક્ષનું સુખ પણ રમણીય કહેવાય છે, તેથી બન્ને સુખમાં રમણીયતા એ સમાન ધર્મ છે; પરંતુ બન્નેમાં તફાવત શું છે તે બતાવે છે – સંસારસુખ અને મેક્ષસુખ વચ્ચે જમીન-આસમાનના જેટલો ફેર છે; એકને ટીપું કહીએ તો બીજુ દરિયા જેટલું કહેવાય. બીજુ એ છે કે સંસારસુખ ત્યાં મોક્ષસુખ નહિ અને મોક્ષસુખ ત્યાં જ હોય કે જ્યાં સંસારસુખની અપેક્ષા પણ હેય નહિ. સાંસારિક સુખ થડા વખતનું છે; મેક્ષસુખ જાવજીવનું છે. સાંસારિક સુખ બહુ થોડુ છે; મેક્ષસુખ અનંતું છે. સંસારસુખ અને દુ:ખયુક્ત અને વિનાશી છે; મોક્ષસુખ નિત્ય છે. વસ્તુતઃ શુદ્ધ સ્વરૂપ આ છે. હવે તારી મરજી હોય તે સ્ત્રીઓ ભેગવ, પૈસા પેદા કર, પરદેશ ભમ, મનગમતાં ભજન કર, વિષ સેવ, નોકરી કર અને તારી મરજી હોય તે સંસારબંધન તોડી, જ્ઞાનમાં લીન થઈ, બેંતાળીશ દોષ રહિત આહાર લઈ, પંચ મહાવ્રત ઉત્કૃષ્ટ રીતે પાળી, મન-ઈદ્રિયોનો સંયમ કરી, અનેક જીના સુખ વાસ્તે, તેઓ પણ આવે તો પોતાની સાથે લઇ લેવા સારુ. મોક્ષમાગની તૈયારી કર. સર્વ હકીકત તારી સન્મુખ છે અને વિચાર કરે એ તારી મુનસફી ઉપર છે. એક વાત અત્ર ખાસ ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે ઈંદ્રિયજનિત સુખને અને મોક્ષસુખને પ્રતિપક્ષીપણું છે, એટલે જયાં ઇંદ્રિયસુખ હોય ત્યાં મોક્ષસુખ હોય નહિ અને જ્યાં મોક્ષસુખ હોય ત્યાં વિષયસુખ હેય નહિ. ઉપર આપણે સુખનું પૃથકકરણ કરીને જોયું તે પરથી જણાય છે કે વિષયસુખ તે માત્ર માન્યતામાં જ છે, કારણ કે એ થોડો વખત રહે છે ત્યારે પણ એની હદ તદ્દન સાંકડી હોય છે અને તેની વાસનાઓ અતિ ક્ષુલ્લક, મલિન અને માલ વગરની હેય છે. વિષયસુખના વાસ્તવિકપણું ઉપર વિચાર કર્યો હોય તે એકદમ જણાય તેવું છે કે તેમાં સેવનોગ્ય કશું નથી, પણ આ જીવ તે સંબંધમાં કાંઈ વિચાર કરતા નથી. હવે આ સુખની સાથે મોક્ષસુખને વિરોધ છે; એક હોય ત્યાં બીજું હેય નહિ. મોક્ષમાં કેવા પ્રકારનું સુખ હોય છે તે કલ્પી શકાય તેમ નથી, પણ સ્થળ સુખ કરતાં તે અતિ વિશેષ છે. તમે ચુકલીડનું એક પ્રોબ્લેમ કરતા હે, અંકગણિત કે બીજગણિતને બહુ અટપટો પ્રશ્ન ઉકેલતા હો, ત્યારે મનની એકાગ્રતા થાય છે, સંસારની સર્વ ઉપાધિ ભૂલી જવાય છે અને પ્રશ્નમય થઈ જવાય છે. અને ત્યાર પછી પ્રશ્ન પર એકાગ્રતા થતાં તેમાં પગલે પગલે આગળ વધારે થતો જાય છે અને છેવટે પૂર્ણ પ્રત્યુત્તર બરાબર પ્રાપ્ત થાય છે. એ પ્રથમથી તે છેડા સુધી જે આનંદ થાય છે તેને એક બિંદુ તુલ્ય ગણીએ તે મોક્ષસુખને સમુદ્ર સાથે સરખાવી શકાય. એવા નિર્દોષ આનંદને પ્રાપ્ત કરવાની બહુ જરૂર છે અને તે માટે તેના વિરોધી વિષયાનંદ, જેમાં વસ્તુતઃ આનંદ જેવું કશું નથી, તેને ત્યાગ કરે યુક્ત છે. (૩; ૬૪) દુ:ખ થવાનાં કારણે જાણવાનું પરિણામ भुक्ते कथं नारकतिर्यगादिदुःखानि देहीत्यवधेहि शास्त्रैः । निवर्तते ते विषयेषु तृष्णा, बिभेषि पापप्रचयाच्च येन ॥ ४ ॥ (उपजाति ) Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] અધ્યાત્મકપમ [ Bv “ આ જીવ નારકી, તિય ́ચ વગેરેનાં દુઃખા શા માટે પામે છે તે શાસ્ત્ર વડે જાણુ, તેથી કરીને વિષય ઉપર તૃષ્ણા ઓછી થશે અને પાપ એકઠું થવાની ખીક લાગશે.” (૪) વિવેચન—“ નારકીમાં રહેલા જીવાને એવી ક્ષુધા હાય છે કે ચૌદ રાજલેાકવ્યાપી સર્વ પુદ્દગલાનું ભક્ષણ કરવાથી પણ તેને તૃપ્તિ થાય નહિ, સર્વ સમુદ્રના જળનુ પાન કરવાથી પણ તેની તરસ છીપે નહિ, ટાઢની વેદના વડે અત્યંત પરાભવ પામે છે, અત્ય ́ત તાપથી કદના પામે છે અને બીજા નારકીએ પણ તેને વેદના આપે છે. આવી રીતે પરમાધામી -કૃત, ક્ષેત્રકૃત અને પરસ્પરકૃત વેદનાએ ત્યાં થાય છે. તિયચ ગતિમાં તેના માલિક નાકમાં નાથ પરાવે છે; તેની પાસે પુષ્કળ ભાર ખે‘ચાવે છે, પરાણા વડે માર મારે છે, કાન, પુચ્છ વગેરે છેદે છે, કૃમિ તેને ખાઈ જાય છે અને ભૂખ-તરસ સહન કરવી પડે છે અને ખેલી શકાતુ નથી. મનુષ્યભવમાં વ્યાધિઓ, વૃદ્ધાવસ્થા, દુર્જન મનુષ્યના પ્રસંગ, ઈષ્ટના વિયાગ, અનિષ્ટસ ચાગ, ધનહરણુ, સ્વજન-મરણ વગેરે અનેક દુઃખા છે. “ દેવગતિમાં પણ ઈન્દ્રના હુકમા પરવશપણે માનવા પડે છે, બીજા દેવાના ઉત્કષ જોઈ અસૂયા થાય છે, બીજી દેવાંગનાના સ`ગની ઈચ્છા મનને પીડે છે, પેાતાના ચ્યવન મરણુ (મરણુ ) નજીક આવે છે ત્યારે દેવા બહુ રડે છે, વિલાપ કરે છે અને છેવટે અશુચિમય સ્રીકુક્ષિમાં પડે છે.” —ઉપમિતિભવપ્રપ ચા, પીઠાધ, ભાષાંતર, પૃ. પર આવી રીતે સર્વ ગતિમાં દુઃખ છેતા તું શાસ્ત્ર વાંચીને કે સાંભળીને નક્કી કર કે આવાં દુ:ખાનું કારણ શું હશે ? તું આવેા વિચાર કરીશ તા પછી તને વિષય પર તિરસ્કાર થશે અને પાપકૃત્યાથી પણ પરામ્મુખ થઈશ; કારણ કે દુઃખના હેતુ વિષય-પ્રમાદ છે એમ શાસ્ત્રકારે તા પાકી ખાતરી કરેલી છે. આ હકીકતનેા શાસ્ત્રથી નિણુ ય કરવાના હેતુ એ જ છે કે સામાન્ય બુદ્ધિ આવા ગહન વિષયમાં ઉતરી શકે નહિ. શાસ્ર-નિણૅયનું પરિણામ શ્રી મુનિસુંદરસૂરિએ આખા ગ્રંથમાં બતાવી આપ્યુ` છે. (૪; ૬૫) સદરહુ નિશ્ચય પર વિચારણા गर्भवासनरकादिवेदनाः पश्यतोऽनवरतं श्रुतेक्षणैः । ના વાવિયેષુ માનસ, તે વૃષ ! વિચિન્તયેતિ તાઃ || ખ | (થોદતા ) “જ્ઞાનચક્ષુથી ગર્ભાવાસ, નારકી વગેરેની વેદનાઓ વારવાર જોયા પછી તારું' મન વિષય-કષાય ઉપર ચાંટશે નહિ; માટે હે પ ંડિત! તુ ખરાખર તેના વિચાર કર.” (૫) વિવેચન—શાસ્રષ્ટિથી-જ્ઞાનચક્ષુથી જ્યારે તું જોઈશ ત્યારે તને માલૂમ પડશે કે સાંસારિક દુઃખા કેવાં અને કેટલાં છે. ગર્ભાવાસનું દુઃખ બહુ તીવ્ર છે. તેનેા ખ્યાલ આપવા સારુ શાસ્ત્રકાર કહે છે કે આખા શરીરમાં તપાવેલી લેાહની સાથેા લગાવી હાય તે Page #175 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વિષયપ્રમાદત્યાગ [ ૧૦૩ કરતાં આઠગણું દુખ ગર્ભમાં છે અને જન્મસમયે આથી પણ અનંતગણું દુઃખ છે. પ્રવચનસારદ્વારમાં તે સંબંધમાં કહ્યું છે કે – रम्भागर्भसमः सुखी शिखिशिखावर्णाभिरुच्चैरयःसूचीभिः प्रतिरोमभेदितवस्तारुण्यपुण्यः पुमान् । दुःख यल्लभते तदष्टगुणितं स्त्रीकुक्षिमध्यस्थिती, सम्पर्धेत ततोऽप्यनन्तगुणितं जन्मक्षणे प्राणिनाम् । કેળના ગભ જેવો કોમળ અને અત્યંત સુખી જીવ હોય, તેના દરેક રોમમાં તપાવેલી અગ્નિજવાળા જેવી લાલ લોઢાની સોયે પરવી હોય, ત્યારે તેને જે દુઃખ થાય છે તેનાથી આઠગણું દુઃખ ગર્ભમાં દરરોજ થાય છે અને જન્મસમયે તેથી અનંતગણું દુઃખ થાય છે.” વિવેચન:-નારકી, તિર્યંચનાં દુઃખોનું વર્ણન ઉપર થઈ ગયું છે. આ દુઃખો ઉપર ગંભીર વિચાર થશે ત્યારે વિષય ઉપર મન ઓછું થઈ જશે, કારણ કે દુઃખનાં કારણે તેઓ જ છે. કહેવાની મતલબ એ છે કે વિચાર કરવાની બહુ જરૂર છે. સવારથી સાંજ સુધી ગાડું ગબડાવી જવું અને વચ્ચે મેટે પથ્થર આવે ત્યારે ગભરાઈને ઊભા થઈ રહેવું એ પુરુષાર્થવાળાનું કર્તવ્ય નથી. વિચારો, જુઓ, તપાસે અને પિતાના અંગત સ્વાર્થને બાજુએ મૂકી ચિક્કસ નિર્ણય પર આવે અને તદનુસાર વર્તન કરે. જોકે અત્રે પ્રસ્તુત પ્રસંગ વિષયત્યાગને છે, તથાપિ કષાયને અને તેને એટલે બધે નજીકને સંબંધ છે કે અત્ર તત્સુચનાથ કષાય શબ્દ મૂક્યો છે. કષાય સંબંધી વિશેષ હકીક્ત આવતા પ્રસ્તાવમાં આવશે અને તે પર વિવેચન પણ તે સ્થાને કરવામાં આવશે. (૫ ૬૬) મરણભય; પ્રમાદત્યાગ वध्यस्य चौरस्य * यथा पशोर्वा, सम्प्राप्यमाणस्य पदं वधस्य । शनैः शनैरेति मृतिः समीपं, तथाऽखिलस्येति कथं प्रमादः ? ॥६॥ (उपजाति ) “ફાંસીની સજા થયેલ ચોરને અથવા વધ કરવાને સ્થાનકે લઈ જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જાય છે, તેવી જ રીતે સર્વને મૃત્યુ નજીક આવતું જાય છે, ત્યારે પછી પ્રમાદ કેવી રીતે થાય ?” (૬) વિવેચન:-ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે મા જાણે દીકરો ભેટો થયો, પણ આઉખામાંથી ઓછો થયો. દરેક કલાક, દરેક મિનિટ અને દરેક સેકંડ પોતાનું કામ કર્યો જાય છે, તેથી ઘડીમાંથી પડતી રેતીની દરેકે દરેક કણને સેનાની ગણીને તેનો સદુપયોગ કરે. કુદરતી રીતે શરીરનું બંધારણ પણ ઉદ્યોગ તરફ જ વલણ ધરાવે છે અને શારીરિક કે માનસિક કાર્ય કરતાં પોતાની ફરજ બજાવવા યત્ન કરવો એ કર્તવ્ય-પરાયણતા છે, + ૉર તિ ના પાટા Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] અધ્યાત્મકલ્પદ્રુમ [ ષક વખતની દેવીને અંગ્રેજીમાં આ પ્રમાણે ચીતરી છે. તેના તાળવા ઉપર બાલની ચોટલી છે, પછવાડે માથે બેડું છે. પ્રસંગ-વખત-તક આવતાં તેને જે આગળથી પકડે છે તે તેની ચોટલી પકડી શકે છે અને તેને લાભ મેળવે છે; જે પછવાડેથી પકડવા જાય છે તેના હાથમાં બેડું માથું આવે છે, એટલે કે ગયો અવસર ફરીને આવતો નથી. માટે કોઈ પણ તક હાથમાંથી જવા દેવી નહિ અને હૃદયમાં સોનેરી અક્ષરથી કરી રાખવું કે “વખત પિસે છે. મૃત્યુથી ડરવું એમ અત્ર કહેવાને ઉદ્દેશ નથી, પરંતુ કહેવાની મતલબ એ છે કે મૃત્યુને નજરમાં રાખી આળસ-પ્રમાદ ન કરવા, પણ અહર્નિશ કર્તવ્ય-પરાયણ રહેવું. (૬; ૬૭) સુખ માટે સેવાતાં વિષયોનાં દુઃખ विभेषि जन्तो! यदि दुःखराशेस्तदिन्द्रियार्थेषु रतिं कृथा मा । तदुद्भवं नश्यति शर्म यद् द्राक्, नाशे च तस्य ध्रुवमेव दुःखम् ॥७॥ (उपजाति) હે પ્રાણી! જે તે દુઃખની બીક રાખતે હે તે ઈદ્રિના વિષમાં આસક્તિ કર નહિ. તે (વિષય)થી ઉત્પન્ન થયેલું સુખ તે તુરત નાશ પામે છે અને તે નાશ પામે ત્યારે તે પછી લાંબા વખતનું દુઃખ જ છે.” (૭) વિવેચન–વિષયસુખની બાબતમાં બહુ વિચારવા જેવું છે. એક તો તેના પરિણામે દુષ્કૃત-જન્ય દુઃખ થાય છે; બીજું, તેના અભાવે દુઃખ થાય છે અને ત્રીજું તે છેડે વખત ચાલે છે. આ ત્રણ હકીકત જુદા જુદા રૂપમાં ઉપર જોઈ ગયા. એથી હકીકત એ છે કે જે આપણે તેઓને તજ્યાં હોય તો બહુ આનંદ આપે છે, પણ જો તેઓ આપણને તજી જાય છે તે બહુ દુઃખ દેતાં જાય છે. પરિપકવ ઉમ્મર થયા પહેલાં જેઓ ઇદ્રિયભેગે તજી દે છે, તેઓ શરીર અને મનનાં ઊંચા પ્રકારનાં સુખ પામે છે. ભર્તુહરિ કહી ગયા છે કે ૪૪ ચRT મહુવકન વિથ (જે વિષયને પિતાની મેળે જ તજ્યા હોય તે તેઓ અનંત સુખ આપે છે), પરંતુ વૃદ્ધ ઉંમરે, શરીર અશક્ત થયા પછી જે તેઓ આપણને છોડી જાય તો મનમાં મહાખેદ થાય છેઃ શ્લોકના ચેથા પાદમાં કહ્યું છે તેને આ ભાવ છે. માટે સર્વ પ્રાણીઓએ વિષયત્યાગ કરવાની ઈચ્છા રાખવી અને તેને માટે પ્રયાસ કરો. વિષય સેવવા ખાતર ઉક્ત ચાર પ્રકારની અગવડ સહન કરવી, એમાં જરા પણ ડહાપણ નથી અને તેને ત્યાગ કરવો એ ધારવામાં આવે છે તેટલું મુશ્કેલ નથી. (૭ ૮) તું શા ઉપરથી વિષયોમાં રાચે છે? मृतः किमु प्रेतपतिर्दुरामया, गताः क्षयं किं नरकाश्च मुद्रिताः । જુવાર વિમર્થના :, સૌ વિવિમુરારિ ૮ એ (વંશવૃત્ત) * Gooddess of Time has been personified એટલી પકડવાથી વ્યંતર વશ થાય છે એવી માન્યતા છે, Page #177 -------------------------------------------------------------------------- ________________ [૧૦૫ અધિકાર ] વિષયપ્રમાદત્યાગ - “શું જમ (યમ) મરી ગયે? શું દુનિયામાંથી બધા વ્યાધિઓ નાશ પામી ગયા? શું નારકીનાં બારણાં બંધ થયાં? શું આયુષ્ય, પૈસા, શરીર અને સગાંસંબંધીઓ હંમેશાં બેસી રહેવા ઠર્યા, કે તું આશ્ચર્ય હર્ષ સહિત વિશ્વમાં વિશેષ મહ પામે છે ?” (૮) વિવેચન—જેને મરવાની બીક ન હોય તે તે જાણે વિષયપ્રમાદમાં આસક્ત થાય તે તેને પાલવે, પણ તારે માથે તે યમ જેવા શત્રુ ગાજે છે, વ્યાધિઓને તે પાર નથી, તારાં કૃત્ય નરકમાં જવા યોગ્ય છે, તારું આયુષ્ય અસ્થિર છે, લક્ષ્મી કોઈની પણ થઈ નથી, શરીર ક્ષણવિનાશી છે અને સગાંસંબંધીઓ સ્વાર્થ સુધી તારાં છે, પછી કેઈ કેઈનું નથી; ત્યારે તું શું જોઈને વિષયમાં રામા રહે છે? (જુઓ પ્રથમ અધિકાર, શ્લોક ૧૮.) આ આક્ષેપક શ્લોક છે, પણ સહુદયી જનને આમાંથી બહું શીખવાનું મળે તેવું છે. આશ્ચર્ય પૂર્વક કે હર્ષથી વિષયમાં નિમગ્ન થતાં માથે રહેલું વૈર સ્મરણ બહાર ન જવાની સૂચના કરનારા આ ક્ષેકના ભાવ પર જરૂર વિચાર કરવો યુક્ત છે. (૮, ૬) વિષયપ્રમાદ ત્યાગ કરવાથી સુખ (ઉપસંહાર) विमोह्यसे किं विषयप्रमादैर्धमात्सुखस्यायतिदुःखराशेः । *તો દિ શ્રેય તેનો વારિરિ તા તે (૩પનાતિ) ભવિષ્યમાં જે અનેક દુઃખોનો રાશિ છે, તેઓમાં સુખના ભ્રમથી તું વિષયપ્રમાદ જન્ય બુદ્ધિથી કેમ મેહ પામી જાય છે? તે સુખની અભિલાષાથી મુકાયેલા પ્રાણીને જે સુખ થાય છે, તે નિરુપમ છે, અને વળી ભવિષ્યમાં તે મોક્ષ આપનારું છે.” (૯) - વિવેચનગ્નતત તwજ ન પ્રમ:-સુખ ન હોય ત્યાં સુખ માનવું એ ભ્રમ. વિષયોમાં આ જીવ સુખ માને છે એ ભ્રમ છે, કારણ કે તેમાં જરા પણ સુખ નથી. વળી, ઉત્તર કાળમાં તે માની લીધેલાં સુખથી બહુ દુઃખ થવાનું છે. આવી રીતે બન્ને પ્રકારે અગવડમાં નાખનાર પ્રમાદ અને વિષય છે. તેઓ આ જીવને ઊંધા પાટા બંધાવી ઇંદ્રિય-ભેગમાં સુખ મનાવે છે. વિષય સેવનારને સુખ કેવા પ્રકારનું છે તે પૂજ્ય શ્રી ધર્મદાસ ગણિ લખી ગયા છે – जह कच्छुल्लो कच्छं, कंडुयमाणो दुहं मुणइ सुक्ख । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिंति ॥ જેમ કેઈ માણસને ખસ થઈ હોય અને તેના પર ચળ-ખૂજલી આવે ત્યારે તેને ખણવામાં સુખ માને છે, તેમ મેહમાં આતુર થયેલા માણસો કામ ભેગના દુઃખનેવિષયોને સુખ કહે છે.” પરંતુ આ સુખ ઉપરથી બેટે મોહ ઓછો કરી-અભિલાષા તજી દઈ જ્યારે શાંતિમાં નિમગ્ન થઈ જાય છે, જ્યારે સંસારસના ઊઠી ઉચ્ચ ભાવના અંતઃકરણમાં ____ * तद्गार्यमुक्तस्येति वा पाठः । तद्गतोपममिति वा पाठः ॥ અ. ૧૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] અધ્યાત્મક૯૫૬મ [ ષષ્ઠ વાસ કરે છે, તે વખતે મનમાં જે આનંદ થાય છે તે નિરુપમ છે. દુનિયામાં એવો કઈ આનંદ નથી કે જેની સાથે તે સરખાવી શકાય. ઉમાસ્વાતિ વાચક મહારાજ શ્રી પ્રશમરતિ પ્રકરણમાં લખી ગયા છે કે – नेवास्ति राजराजस्य, तत्सुख नैव देवराजस्य । यत्सुखमिहेव साधो-लोकव्यापाररहितस्य । “જે સુખ લેકવ્યાપારથી રહિત સાધુને છે તે સુખ ચક્રવતીને કે ઈંદ્રને પણ નથી.” આત્માને આનંદ થાય તેથી જે સુખ થાય તે ઉત્કૃષ્ટ જ હોય એમાં નવાઈ નથી. સંસારસુખ તે વિકારજન્ય અને માની લીધેલું છે અને આ તે સાત્વિક સુખ છે. વળી,આ સુખના પરિણામમાં પણ મુક્તિ છે; સંસારસુખથી કર્મબંધ થાય છે અને સમતાસુખથી સંવર કે નિર્જરા થાય છે અને છેવટે મેક્ષ થાય છે. (૯; ૭૦ ) આ પ્રમાણે વિષયપ્રમાદત્યાગ–અધિકાર પૂર્ણ થયો. વિષયસેવન ઉપર ખાસ ભાર મૂકી લગભગ આખા અધિકારમાં તે જ ભાવ ચર્ચવામાં આવે છે. વિષય તાત્કાલિક સારા લાગે છે, પણ પરિણામે દુ:ખ આપે છે; તાત્કાલિક સુખ પણ માન્યતામાં જ માત્ર રહેલું છે અને સંસારની અનેક ઉપાધિ અને ખટપટનું કારણ વિષ છે : આ મુખ્ય મુદ્દા છે. પાંચે ઇદ્રિના વિષયે બહુ રઝળાવે છે એ નિઃસંદેહ વાત છે. આપણે તિર્યંચ જાતિના દાંતથી જોઈશું તે જણાશે કે પ્રત્યેક ઇન્દ્રિયના સંબંધથી મહાદુઃખ પ્રાપ્ત થાય છે. હાથીને પકડવા માટે ખાડામાં કૃત્રિમ હાથિયું રાખે છે અને સ્પર્શનેન્દ્રિયને વશ થઈ હાથી ફસાઈ જાય છે; મિષ્ટ પદાર્થ ખાવાના લોભમાં માછલું આંકડામાં પરવાઈ જાય છે, સુગંધની લહેરમાં ભ્રમર આખી રાત્રિ કમળમાં બેસી રહી હાથીને મુખમાં જઈ પ્રાણ ખોઈ બેસે છે; દીવાની જ્યોતિમાં પતંગ પ્રાણ સમર્પણ કરે છે અને હરણ સુંદર મેરલીના કે વીણાના સ્વર પર લલચાઈ પારધીથી ફસાઈ જાય છે. ઉપાધ્યાયજી ઈદ્રિય-અષ્ટકમાં કહે છે કે – पतङ्गभृङ्गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद्दष्टैस्तैः किं न पञ्चभिः ॥ “આવી રીતે પતંગ, ભ્રમર, માછલું, હાથી અને હરણ એક-એક ઇંદ્રિયના પરવશપણથી દુર્દશા પામે છે, તે જ્યાં પાંચે દુષ્ટ ઈદ્રિયને વશ થવાપણું થાય ત્યાં તે શું ન થાય?” ચિદાનંદજી મહારાજ પણ કહે છે કે – એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુ:ખ પાવે છે તે વિષય છે. પંચ પ્રબલ તે નિત્ય જાકે, તાકૂ કહા ક્યુ કહીએ રે; ચિદાનંદ એ વચન સુણુને, નિજ સ્વભાવમાં રહીએ રે, વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે II Page #179 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વિષયપ્રમાદત્યાગ [ ૧૦૭ આટલા ઉપરથી જણાશે કે ઇંદ્રિયાથી બહુ દુઃખ થવાના સ’ભવ છે અને તેટલા માટે શ્રીમદ્ યશેાવિજયજી પેાતાના ઇંદ્રિય-અષ્ટકની શરૂઆતમાં જ કહે છે કે :~ बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तु स्फोरय स्फारपौरुषम् ॥ “ જો તને સંસારની બીક લાગતી હોય અને માક્ષર મેળવવાની ઇચ્છા રહેતી હાય, તા છિદ્રયા પર અકુશ મેળવવા સારુ અસાધારણ પુરુષાર્થ ફારવ. ” આ પ્રમાણે ઇંદ્રિયાને જીતવા માટે અસાધારણુ પરાક્રમ વાપરવાની જરૂર છે, કારણ કે તેની સાથે અનત કાળના સંબધ છે. બીજી અગત્યની વાત એ છે કે જીવ વિષયજન્ય બાબતમાં સુખ માની બેઠા છે, પણ તેમાં એવું કાંઈ સુખ છે જ નહિ, ભતૃ હિર કહે છે કે વ્યાધિનું ઔષધ કરવું, તેમાં સુખ શુ? ગળે તરસ લાગે ત્યારે સ્વાદિષ્ટ પાણી પીએ છે, એમાં સુખ શું ? પેટમાં ભૂખ લાગે ત્યારે ખાય છે, તેમાં સુખ શુ? શરીરમાં વિકાર થાય ત્યારે કામભાગ સેવે છે, તેમાં સુખ શુ? આવી રીતે સર્વ વ્યાધિનાં એસડા છે, તેને જીવ સુખ માની બેઠા છે. વિષયાથી ઉત્તરાત્તર પણ બહુ દુઃખ છે. આ સંબધમાં દરેક શ્લાકની સાથે જોઈએ તેટલું વિવેચન થઈ ગયું છે તેથી અત્ર પુનરાવર્તન કરવાની આવશ્યકતા નથી. પ્રમાદના સંબંધમાં પહેલા અને છઠ્ઠો શ્લાક છે. આ સંબંધમાં મુખ્ય મુદ્દા એ જ છે કે મૃત્યુ નજીક આવે છે માટે જાગ્રત થા—ગૃહીત રોપુ મૃત્યુના ધર્મમાત્, આવી રીતે પ્રમાદ અને વિષય માટે ખૂબ કહેવામાં આવ્યુ.. અત્યારે લૌકિક પ્રવૃત્તિ અહિક સુખ-સાધને વધારે મેળવવા તરફ ઢારાયેલી છે, તે વખતે દરેક પ્રાણીએ પોતે શે ભાગ લેવા તે વિચારવાનુ છે. નવીન જમાનામાં શરીરભાગતૃપ્તિ અને ઇંદ્રિયવિકાર વધારનારા ખાદ્યોપચાર અને શાભાના એટલા પદાર્થોં આવે છે અને સુધારા તેમ જ ફેશનને નામે એટલા બધા ફેરફાર દાખલ થઈ ગયા છે કે વિચારવાળાએ દરેક ખાખતમાં તે લાભકર્તા છે કે હાનિકારક છે, તે જોવાની જરૂર છે. 6 પ્રમાદ પાંચ છે : મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. તેમાં · મદ્ય ના પ્રચાર આ જમાનામાં અનેક નિમિત્તને લઇને વધતા જાય છે. કોઈ પણ મસ્ત કરે તેવા ખારાક ખાવે અથવા પીવામાં વાપરવા તે મદ્ય છે. રૂઢાર્થમાં આપણે તેને દારૂ, ભાંગ, ગાંજો, તાડી વગેરે સમજીએ છીએ. એ વસ્તુઓ પાતે અતિ અધમ છે. એને તૈયાર કરવામાં લાખા ત્રસ જીવાના નાશ થાય છે અને એને પીવાથી મનુષ્ય પેાતાની જાત ઉપરના અકુશ ખેાઈ એસે છે. પાતાની જાત ઉપરથી અ‘કુશ ગયા પછી એક સામાન્ય મનુષ્યને છાજતી વ્યવહાર-પ્રણાલિકાના પણ તેનામાં દેખાવ રહેતા નથી, સદસદ્વિવેક દૂર જાય છે અને લેાકલજજા માજીએ મૂકવામાં આવે છે. આવી સ્થિતિમાં ગમે તે અકાય થઈ જાય છે, ગમે તેવી અશ્લિલ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] અધ્યાત્મકલ્પમ [ ષષ્ઠ ભાષા બોલી જવાય છે અને મન પર તે જરા પણ અંકુશ રહેતો નથી. આ સ્થિતિ ધન ખરચીને શા માટે વહેરવામાં આવતી હશે તે સમજવું મુશ્કેલ છે. તાકાત વગરના મગજને ઉશ્કેરવા ખાતર અથવા દુઃખને થોડા વખત માટે ભૂલી જવા ખાતર, મગજનું બંધારણ અને સુખ-દુઃખનું વાસ્તવિક સ્વરૂપ નહિ સમજનાર અજ્ઞ છે આ માર્ગ પર મૂર્ખાઈથી ચઢી જાય છે અને પછી તેની એવી ખરાબ લતમાં પડી જાય કે તેની આખી જિન્દગી નકામી થઈ પડે છે. ઉશ્કેરનાર વસ્તુ વગર પગ ઘસવા પડે છે અને શરીર તથા સંપત્તિ બને ઈ બેસાય છે. આ માર્ગ પર ચઢી ગયેલા ભ્રમિત મગજવાળા અભણ અને થોડું ભણેલા યુવકેની નિસ્તેજ સ્થિતિને બરાબર અનુભવી તે માર્ગ તરફ દષ્ટિ પણ ન કરવાની ખાસ વિજ્ઞપ્તિ છે. આર્ય વ્યવહારને એ દુર્વ્યસન ઘટતું નથી. એની જાળમાં સપડાયા પછી એથી છૂટવું મુશ્કેલ છે અને તે હોય તેટલે વખત દરેક પ્રકારની ખરાબી કરનાર છે, એ વાત ધ્યાનમાં રાખી, તેમ જ જૈન શાસ્ત્રકાર અને સાત મેટાં દુર્વ્યસનમાંનું એક ગણે છે એ લક્ષ્યમાં રાખી, એ માર્ગ આચરણમાં મુકાય નહિ એવી ચેતવણી રાખવાની જરૂર છે. એ દુર્વ્યસનથી બહુધા આપણે પ્રજા દૂર જ હતી એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી, પણ પાશ્ચાત્ય સંસર્ગના વેગથી અને આત્મિક વિચારક્ષેત્ર નબળું પડવાથી આ બાબત પર ધ્યાન ખેંચવાની આવશ્યકતા લાગી છે. તાકાતને ઉશકેરનાર એ પદાર્થ છે. એથી ઘેડે વખત જોર વધે છે, પણ પરિણામે જોર ઘટે છે. ખરેખરી તાકાત આપનાર પદાર્થો દૂધ, ઘી વગેરે પુષ્કળ છે અને તેથી અપેય પદાર્થની જરા પણ આવશ્યકતા નથી. પાંચ પ્રમાદમાં આ પ્રથમ પ્રમાદ પર પ્રાસંગિક આટલે ઉલ્લેખ કર્યો. - હવે પછીના બીજા “ વિષય” પ્રમાદ પર ઉપર વિવેચન થઈ ગયું. ત્રીજા કષાય પ્રમાદ પર આવતા “કષાય દ્વારમાં સારી રીતે વિવેચન કરવામાં આવશે. “વિકથા”ના સંબંધમાં રાજકથા, દેશકથા ન્યૂસપેપરને અંગે વધતી જાય છે અને પ્રવૃત્તિને લીધે ધર્મકથા ઓછી થતી જાય છે. આ બાબત વિચારવા યોગ્ય છે. પાંચમે પ્રમાદ “નિદ્રા” છે, તેને વધારવી-ઘટાડવી એ પિતાની ઈચ્છા ઉપર છે. નિદ્રા ઓછી કરવાને ઉપાય સાત્વિક આહાર લેવો એ છે. - પાંચ પ્રમાદનો ત્યાગ કરી, સ્વશક્તિ અનુસાર ગુણમાં વધારો કરી, ગુણસ્થાને ચઢવું એ મનુષ્ય-જીવનનું કર્તવ્ય અને સાફલ્ય છે. બાકી તે અનેક જન્મથી જીવ સાંસારિક ઊંચી સ્થિતિ સંપાદન કરતે આવ્યા છે તેમાં કાંઈ નવાઈ નથી. ઇંદ્રિય પર અંકુશ આવ્યા વગર કાંઈ પણ આત્મિક વધારે ( Spiritual progress ) થઈ શકવાને નથી. ॥ इति सविवरणः विषयप्रमादत्यागनामा षष्ठोऽधिकारः ॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ सप्तमः कषायत्यागाधिकारः॥ સમતા પ્રાપ્ત કરવામાં મુખ્યત્વે કરીને મમત્વ, વિષય અને કષાય આડા આવે છે. તે પૈકી મમત્વનું સંસારપણું અને વિષયનું અંધપણું આપણે જોઈ ગયા; હવે કષાયનું ફિલષ્ટપણું અત્ર બતાવે છે. કષાયમાં મુખ્ય ચારનો સમાવેશ થાય છે: ક્રોધ, માન, માયા, અને લેભ. આ દરેક ઓછી-વધતી તરતમતામાં હોય છે. સ્થૂળતાને અંગે તેના દરેકને વળી ચાર-ચાર ભેદ પાડવામાં આવ્યા છે. શક્તિમત્તાને અંગે તેની સ્થિતિ પણ જણાવી છે. ઉત્કૃષ્ટ પંદર દિવસ રહે તે સંજ્વલન; ઉત્કૃષ્ટ ચાર માસ સુધી રહે તે પ્રત્યાખ્યાની ઉત્કૃષ્ટ વરસ સુધી રહે તે અપ્રત્યાખ્યાની અને યાજજીવ રહે તે અનંતાનુબંધી. આવી રીતે કષાયના સેળ ભેદ થાય છે. વળી, આ કષાયને ઉત્પન્ન કરનાર હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, દુછા અને ત્રણ વેદ છે તે નવ “નેકષાય ના નામથી ઓળખાય છે. અત્રે પ્રસ્તુત વિષય કષાય છે. કષાયને વિદ્વાને અર્થ કરે છે કે કષ એટલે સંસાર, તેને આય એટલે લાભ જેથી થાય છે, અર્થાત્ સંસારમાં રઝળવાનું જેથી થાય છે, તે કષાય. આ અર્થ કેટલે દરજજે ખરે છે તે નીચે વાંચવાથી માલૂમ પડી આવશે. કોધનું પરિણામ; તેને નિગ્રહ કરવાની આવશ્યકતા रे जीव ! सेहिथ सहिष्यसि च व्यथास्तास्त्वं नारकादिषु पराभवभूः कषायैः । मुग्धोदितैः कुवचनादिभिरप्यतः किं, क्रोधानिहंसि निजपुण्यधनं दुरापम् ॥१॥(वसन्ततिलका) “હે જીવ! કષાય વડે પરાભવનું સ્થાન થઈને નારકીમાં તે અનેક પીડાઓ સહન કરી અને હજુ સહન કરીશ; તેથી મનુષ્યએ દીધેલ ગાળ વગેરે ખરાબ વચનથી ક્રોધ પામી જઈને મહામુશ્કેલીથી મળી શકે એવું પુણ્યધન તું કેમ નાશ પમાડે છે?” (૧) વિવેચન--કષાય કરવાથી આ જીવે અત્યાર સુધીમાં અનેક દુઃખ સહન કર્યા; નારકીમાં પરમાધામીએ પડ્યો અને પરસ્પર લડ, નિગદમાં સબડ્યો અને વનસ્પતિમાં રખડો; તેમ જ રાશી લાખ છવાયેનિમાં કઈ બાકી રહી નહિ, એટલું જ નહિ પણ દરેક નિમાં અનંત વાર આંટા મારી આગે; આ સર્વનું કારણ રાગ-દ્વેષ છે. દુનિયામાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] અધ્યાત્મકલ્પદ્રુમ [ સપ્તમ રખડાવનાર, ફસાવનાર અને કર્તવ્યપરાયણતા ભુલાવનાર, તેમ જ તદ્દન ગાંડા અથવા ઉન્મત્ત કરી મૂકનાર આ બે શક્તિઓ છે. તેથી કષાય ઉત્પન્ન થાય છે. કોલ અને માન એ બન્ને દ્વેષરૂપ છે, ત્યારે માયા અને લેભ અમુક નયે રાગરૂપ છે. આ સર્વ કષાયે અનંત કાળ દુઃખ આપનાર છે. આ અધિકારમાં કષાયનું સ્વરૂપ ચાલે છે, તેમાં પ્રથમ ક્રોધને મુખ્યતા આપી છે. કેઈ મૂખ માણસ ગાળ આપે તો સામા ગુસ્સે થઈ જવું નહિ, તે વખતે વિચારવું કે તે બિચારે નાહક સંસાર વધારે છે; અથવા ભર્તૃહરિ કહે છે તેમ કરવું - ददतु ददतु गालीलिमन्तो भवन्तो, वयमिह तदभावाद्गालिदानेऽसमर्थाः ।। जगति विदितमेतद्दीयते विद्यमानं, न तु शशकविषाणं कोऽपि कस्मै ददाति ॥ તમારે દેવી હોય તે ગમે તેટલી ગાળો દે; કારણ કે તમે “ગાળવાળા” છે. અમારી પાસે ગાળો છે જ નહિ તેથી અમે તેને દઈ શકતા નથી. દુનિયામાં જેની પાસે જે વસ્તુ હોય તે તેઓ બીજાને આપી શકે છે. જુઓ, સસલાને શીંગડાં નથી હોતાં તે તે કઈ કઈને આપી શકતો નથી.” ઉપર જણાવેલા પ્રસંગે આવે તે વખતે જે ગ્ય સમતા રાખવામાં આવે તે બહુ લાભ થાય છે અને જે ક્રોધ થઈ જાય તે મહામુશ્કેલીથી મળે તેવું પુણ્યરૂપ ધન આ પ્રાણી હારી જાય છે, જે ધનને છેડે નથી એવું કોડપૂર્વ વર્ષોએ મેળવેલું જ્ઞાનાદિ આત્મધન હારી જાય છે અને તેથી કંધને જય કરે એ લાભના રક્ષણ તેમ જ તેની પ્રાપ્તિ કરવા જેવું છે. દષ્ટાંત જોઈએ તે શાસ્ત્રમાં વિદ્યમાન છે : શિષ્ય પર કોધ કરવાથી ગુરુ કાળ કરીને ચંડકૌશિક નાગ થયા. મહાતીત્ર ઉપદ્રવ પ્રાપ્ત થયા છતાં ગજકુસુમાળ ક્રોધ ન કરતાં શાંત રહ્યા તે તેના પ્રતાપથી તરત જ મોક્ષધન પામ્યા. તેવી જ રીતે મેતાર્ય મુનિ પણ અંતગડ કેવળી થઈમોક્ષલક્ષમી પામ્યા. આસન્ન ઉપકારી વીર પરમાત્માના ક્રોધના જય તરફ નજર કરીએ છીએ ત્યારે તે મહા-આશ્ચર્ય જ થાય છે. તેઓને થયેલા ઉપસર્ગોનું વર્ણન વાંચતાં હૃદય કંપે છે અને ખરેખર જેને વીર પરમાત્મા માટે માન હશે તેને સંગમ ઉપર ક્રોધ આવશે. પણ વિચાર કરવાનું એ છે કે પરમાત્માને શું થયું હતું? સાંભળીને ખરેખર નવાઈ લાગશે કે પિતા પર આવા સપ્ત, પ્રાણાંત કરે તેવા, અનેક ઉપસર્ગો કરનાર સંગમને અનંત સંસાર રઝળવું પડશે, એ વિચારથી પ્રભુની આંખમાં કરુણાશ્ર આવી ગયાં હતાં. ક્રોધના જયની અa પરાકાષ્ઠા આવી જાય છે. અશક્ત પ્રાણી ગમે તેવાં ખૂલ્યાં ખમે, પણ ચક્રવતીથી વધારે બળવાળાને આવા પ્રકારનો ક્રોધને જય ખરેખર અનુકરણ કરવા જેવો છે. દશ પ્રકારના યતિધર્મમાં મુખ્ય પદે પ્રથમ ક્ષમા એટલે ક્રોધનો જય આવે છે. ક્રોધના આવેશમાં કર્તવ્ય-વિચારથી શૂન્ય થઈ જાય છે અને તદ્દન બેભાન અવસ્થામાં આવી જઈ ગમે તેવા હુકમ કે અનર્થો કરી નાખે છે. ક્રોધ પસ્તાવાનું કારણ છે અને તેને Page #183 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કષાયત્યાગ [ ૧૧૧ જય કરવો એટલે પ્રસંગ પ્રાપ્ત થયે શાંતિ રાખવી એ જ ખરું કર્તવ્ય છે. શાંતિ રાખવી એ મુકેલ છે, પણ અશક્ય નથી. ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ કહે છે કે “ઉપશમ સાર છે. પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે.” આવી રીતે શાંતિ રાખવી એ જેન સિદ્ધાંતને સાર છે અને એ વચન ટંકશાળી છે. ઉમાસ્વાતિ વાચક મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં લખે છે કે જાતિવિનામુ -કોધથી સ્નેહનો નાશ થાય છે. આ હકીકતનું યથાસ્થિતપણું બરાબર અનુભવવામાં આવે છે. વળી. તે જ વિદ્વર્ય લખે છે કે – क्रोधः परितापकरः, सर्वस्योद्वेगकारकः क्रोधः । વૈરાનુજન શોધ, ક્રોધ: પુતિનના || કોધ પરિતાપ ઉત્પન્ન કરે છે એટલે મનને બાળ્યા કરે છે અને ક્રોધ સર્વ માણસને ઉગ કરે છે. જ્યારે ક્રોધ કરવામાં આવે છે ત્યારે વાતાવરણ આખું ઉદ્વેગ કરનારું થઈ જાય છે એ મનોવિજ્ઞાનશાસ્ત્રને સાંપ્રત સ્થાપિત નિયમ છે.) વળી, કોધ વૈરસંબંધ કરે છે અને આ સર્વના પરિણામે ક્રોધ સુગતિને નાશ કરે છે.” આવી રીતે ક્રોધ અનેક રીતે નુકસાન કરે છે અને પ્રાણીને અધઃપાત કરે છે, માટે તેને જય કરવા ઉદ્યત થવું, એ કર્તવ્ય છે. શાસ્ત્રકારે કોઈને અગિન સાથે સરખા છે તે યોગ્ય જ છે. વિદ્વાન કવિ ગાઈ ગયા છે કે – વણ દહન દહત, વસ્તુ ક્યું સર્વ બાલે, ગુણ કરણું ભરી , કાધ કાયા પ્રજાલે. પ્રથમ જલદધારા, વઢિ તે ક્રોધ વારે, તપ જપ વ્રત સેવા, પ્રીતિવલી વધારે. ધરણી પરશુરામે, ક્રોધે નક્ષત્રી કીધી, ધરણી સુભુમરાયે, કોધે નિબ્રહ્મી સાધી. નરક ગતિ સહાઈ કાધ એ દુ:ખદાઈ, વરજ વરજ ભાઈ, પ્રીતિ જે જે વધાઈ. આટલા કારણથી ક્રોધ ન કરે તે ઈષ્ટ છે, સુગતિ અને સુખપરંપરાનું કારણ છે. (૧,૭૧) ક્રોધ ન કરવો એ લગભગ ક્ષમા રાખવા જેવું છે. ક્રોધના ત્યાગને મળતા સદ્ગુણ ક્ષમા છે. ક્ષમા કરતી વખતે બહુ આનંદ થાય છે, માટે ક્ષમા કરવી. ક્રોધ કરતી વખતે માનસિક શક્તિ (mental energy)ને બહુ નાશ થાય છે, તેથી શરીર પર પણ બહુ અસર થાય છે અને કેટલીક વખતે આત્મઘાત જેવું ભયંકર પાપ પણ તેનાથી થાય છે. ક્રોધને ત્યાગ અને ક્ષમાનું આચરણ એ ખાસ કર્તવ્ય છે. “ક્ષમા' ના. મથાળાથી “શ્રી જૈન ધર્મ પ્રકાશ” માં બહુ વિસ્તારથી એક ઉલ્લેખ કર્યો છે. જુઓ પુ. ૨૪મું, અંક બીજે અને ત્યાર પછીના અંકે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] અધ્યાત્મકપડુંમ માન-અહંકારત્યાગ * पराभिभूतौ यदि मानमुक्तिस्ततस्तपोऽखण्डमतः शिवं वा 1 मानादृतिर्दुर्वचनादिभिश्रे तपःक्षयात्तन्नरकादिदुःखम् ॥२॥ वैरादि चात्रेति विचार्य लाभालाभौ कृतिन्नाभवसम्भविन्याम् । तपोऽथवा + मानमवाभिभूताविहास्ति नूनं हि गतिर्द्विधैव ॥ ३ ॥ ( उपजाति) [ સક્ષમ બીજા તરફથી પરાભવ થાય ત્યારે જો માનના ત્યાગ થાય તો તેથી અખંડ તપ થાય છે અને તેથી માક્ષ થાય છે. બીજા તરફથી ધ્રુવચન સાંભળતાં જો માનને આદર થાય તા તપના ક્ષય થાય છે અને નરક વગેરેનાં દુ;ખા થાય છે. આ ભવમાં પણુ માનથી વૈર-વિરાધ થાય છે; તેટલા માટે હે પડિત ! લાભ અને નુકસાનના વિચાર કરીને આ સૌંસારમાં જ્યારે જ્યારે તારા પરાભવ થાય ત્યારે ત્યારે તપ અથવા માન (એમાંથી એક)નું રક્ષણુ કર. આ સ ́સારમાં આ એ જ રસ્તા છે. (માન કરવું અથવા તપ કરવું) ” (૨-૩ ) વિવેચન—બહારના માણસથી જ્યારે પરાભવ થયા છે ત્યારે પ્રાણીને ઉછાળા આવી જાય છે. હવે આ ઉછાળા દબાવી પરાભવ ખસી શકાય તા ઇચ્છિત લાભ થાય છે; નહિ તા સ'સારવૃદ્ધિ થાય છે. આ એ શ્લાકમાં કહે છે કે સ’સારી જીવાને માનના પ્રસંગ પ્રાપ્ત થતાં એ રસ્તા છે કાં તે। માન કરી સ`સારમાં ડૂબવુ, અથવા માનને દાખી દઈ પરભવે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરવી. : આ શ્લાકના છેવટના ભાગમાં માન અને તપના સ`ખધ બતાવ્યા છે, એમાં બહુ ખૂબી છે. પરથી પરાભવ થાય ત્યારે સામાન્ય વ્યક્તિ મન પરના અંકુશ ખાઇ દે છે અને તેથી કરીને બાજી બગાડી મૂકે છે. અહંકાર કે ક્રોધ કરવાથી અભ્ય ́તર તપના નાશ થાય છે, વિનય, વૈયાવચ્ચ કે સદૃધ્યાન રહેતાં નથી, આવતાં નથી, નાશ પામે છે અને તેથી કની નિર્જરા થતી નથી; મેાક્ષ તા દૂર જ જાય છે. આવી સ્થિતિ છે; માટે હે વિદ્વાન્ ! તું લાભ-નુકસાનના વિચાર કરી અહ‘કાર ન કરજે, સ`સારના દરેક કાર્યોંમાં વિચાર કરવાની જરૂર છે. અને ગ્રંથકર્તા તે ખાખત વારંવાર ભાર મૂકીને જણાવે છે કે તારે જે કરજે. ગમે તેવા પવનના સપાટાથી ગમે તે ધારેલા ખંદરે પહોંચાડશે નહિ માટે કરવુ હાય તે કરજે, પણ તું પ્રથમ વિચાર તે દિશામાં તારુ આત્મ-વહાણુ ચાલ્યુ જાય તા વહાણના સુકાની થા. ( ૨-૩; ૭૨-૭૩ ) * च इति वा पाठः । x दुर्वचनादिभिश्व इति वा पाठः । + मानमथाभिभूताविति वा पाठः । Page #185 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કાયત્યાગ ક્રોધ ત્યાગ કરનાર ચેાગીને મેક્ષપ્રાપ્તિ श्रुत्वाक्रोशान् यो मुद्रा पूरितः स्यात् लोष्टाद्यैर्यश्राहतो * रोमहर्षी । यः प्राणान्तेऽप्यन्यदाषं न पश्यत्येष श्रेयो द्रागू लभेतैव योगी ॥ ४ ॥ ( शालिनी ) x “જે આકાશ (પરાભવવચન, ઝાટકણી) સાંભળી ઊલટો આનદથી ઊભરાઈ જાય છે, જેને પથ્થર વગેરે વડે માર્યાં હોય તેપણુ જેના રામરાય ઊલટા વિકવર થાય છે, જે પ્રાણાન્ત પણ પારકા અવગુણુને દેખતા જ નથી, તે યાગી છે અને તે તુરત જ માક્ષ મેળવે છે.” (૪) વિવેચન-વ્યવહારમાં બીજા માણસે તારા ઉપર કારણે અકારણે ક્રોધ અનેક વાર કરશે, પણ તે વખત તારે મનની સ્થિરતા જાળવી રાખવી એમાં ખૂખી છે. મન પર અંકુશ રાખનાર ચગી તે વખત્ સ'સારસ્વરૂપના વિચાર કરીને ગુસ્સે ન થતાં આનંદ પામે છે અને ક્ષમા રાખે છે. પથ્થર વગેરેથી માર મારવામાં આવે તેપણ તેનું મન ઊંચું થતું નથી, પરંતુ રામરાય વિકસ્વર થાય છે—જેમ સ્કંધક મુનિમહારાજના સબંધમાં બન્યું હતું. તેના બનેવીએ ચામડી ઉતારી લેવા માણસા માકલ્યા ત્યારે અતિ આનંદ પામી વિચાર કરવા લાગ્યા કે આ માણસા ખંધુ કરતાં પણ અતિ ઉપકારી છે, કારણ, ઘણા કાળે છૂટી શકે એવુ કમ ઋણુ આ લેાકેા તુરત જ મુકાવી દેશે. ગજસુકુમાળને તેના સસરા ઉપર જરા પણ ગુસ્સા થયા નહોતા. અને મેતાય મુનિના મનમાં સાનીએ પ્રાણાંત કષ્ટ કર્યો છતાં પણ હ થયા હતા. તેમ જ દમદતમુનિને કૌરવા એ પથ્થરના ઘા માર્યા પશુ તેઓનુ` મન ચલિત થયુ' નહિ અને પાંડવાએ વિનય કર્યાં તે માટે હષ થયા નહિ. આનું કારણ શું? તેને ખરી વિચારશક્તિ હતી, સ’સારસ્વરૂપનુ યથાસ્થિત જ્ઞાન થયુ હતુ. તેમ જ આત્મા અને પુગળના લેક ખરાબર સમજતા હતા અને તદનુસાર વન કરવાની ઈચ્છા હતી. તે ઈચ્છા આવા વખતમાં ફળીભૂત થઈ જાય છે એમ જોઈ-જાણી તેઓ હર્ષ પામ્યા છે. ક્રોધ પર જય અને માનત્યાગનાં ઉપર જે જે દૃષ્ટાંતા આપ્યાં છે તે ખાસ વિચાર કરવા ચેાગ્ય છે. એ સંબંધમાં ખાસ ધ્યાનમાં રાખવાનુ એ છે કે તેઓ અશક્તિમાન ક્ષમા રાખતા હતા હતા એમ નહેાતું. કેઇ પ્રાણી શરીરે નબળા હોય, વૃદ્ધ હાય, વ્યાધિગ્રસ્ત હોય કે આયલા જેવા હોય, તે ગમે તેવી વર્તણૂક પાતાની અશક્તિને અંગે ખમી જાય, ગમે તેવુ અપમાન સહન કરી જાય, કડવું લાગે તેપણ શું કરે ? શું કરી શકે ? પણ આ મહાત્માઓના સંબંધમાં તેમ નહોતું. તેએ બહાદુર હતા, અસાધારણ ક્ષાત્રબળ વીવાળા હતા, સગ્રામમાં અનેકને ભારે પડે તેવા હત છતાં તે × શાલિનીમાં ૧૧ અક્ષર હેાય છે. मात्तौ गौ चेच्छालिनी वेदलोकैः म त, ग, ग. * હોમ તિ યા પાટ: I ( ૪–૭ ), અ ૧૫ [ ૧૧૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] અધ્યાત્મક ૫કુમ ( [ સપ્તમ જ આત્મબળથી તેઓ ક્ષમા રાખતા, માનનો ત્યાગ કરતા અને મને વિકાર પર સખ્ત અંકુશ રાખતા અને તેથી જ એવા મહાત્માઓને યોગી કહેવા,એમાં જરા પણ અતિશક્તિ જેવું નથી. વળી, આવાં પ્રાણીઓ કેઈનો દોષ દેખતાં જ નથી, તેઓ પોતાનાં કમને જ દેષ સમજે છે. જેમ ચાલતાં ચાલતાં ભીંત સાથે અથડાવાથી ભીત વાગે અને ભીંત પર પ્રહાર કરો અગર દ્વેષ આણવો, એમાં મૂર્ખતા છે, તેમ જ બીજાના આક્રોશ તાડનથી તેના પર ગુસ્સે થવું એમાં મૂર્ખતા છે. અત્ર વર્ણવેલ ક્ષમા ગુણવાળાં પ્રાણીઓ જલ્દી મોક્ષપ્રાપ્તિ કરે એ તદ્દન સ્વાભાવિક છે. (૪, ૮૪) કષાયનિગ્રહ को गुणस्तव कदा च कषायनिर्ममे भजसि नित्यमिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥५॥ (स्वागतावृत्त) તને કષાયોએ ક ગુણ કર્યો? તે ગુણ ક્યારે કર્યો કે તું તેઓને હંમેશાં સેવે છે? આ ભવમાં સંતાપ અને પરભવમાં નરક આપવારૂપ તેઓના દે છે તે શું તું દેખતો નથી?” (૫) - વિવેચન-કષાયથી ગુણ દેખાતું નથી, કે પ્રાણીને કઈ વખતે કઈપણ પ્રકારનો ગુણ થયા હોય એવું સાંભળ્યું પણ નથી. દરેક કષાયથી તેના વિષયમાં કેવી કેવી પીડા થાય છે તે દષ્ટાંત આપીને બતાવી આપ્યું છે. ક્રોધથી તાત્કાલિક મગજને ઉકળાટ, અહકારથી માનભંગ વખતે મગજની બદલાતી સ્થિતિ, માયાથી દરરોજ બેટ દેખાવ કરવાની પીડા અને લોભથી આખી જિન્દગી સુધીની વેઠ, આવે આ ભવને સંતાપ અને પરભવમાં તેના પરિણામે થતી દુઃખસંતતિ પર વિચાર કરી કષાય ન કરો; તેમ ન બને તે છેવટે ઓછો કરે, તેવા પ્રસંગ જ ન આવવા દેવા, આવતા હોય તો અટકાવવા અને સંસારને ચાટતા ન જવું, પણ જરા ઊંચા આવવાને વિચાર કરવો એ સુજ્ઞનું કર્તવ્ય છે. (૫૭૫) કષાયસેવન-અસેવનના ફી પર વિચારણું यत्कषायजनितं तव सौख्य, यत्कषायपरिहानिभवं च । तद्विशेषमथवैतदुदक, संविभाव्य भज धीर विशिष्टम् ॥६॥ ( स्वागतावृत्त ) કષાયસેવનથી તને જે સુખ થાય અને કષાયના ક્ષયથી તને જે સુખ થાય, તેમાં વધારે સુખ કયું છે અથવા તે કષાયનું ને તેના ત્યાગનું પરિણામ કેવું આવે છે તેને વિચાર કરીને, તે બેમાંથી સારું હોય તે હે પંડિત ! આદરી લે.” (૬) વિવેચન- સર્વ પ્રાણીને સુખ મેળવવાની ઈચ્છા સંદેવ હોય છે અને તેથી વિચારવાળાં પ્રાણીઓ કોઈ પણ કાર્ય કરતાં તેમાં સુખ કેટલું અને દુઃખ કેટલું તેને તેલ કરે છે. હવે આપણે એક પ્રાણુ પર ક્રોધ કરીએ કે કપટ કરીએ અથવા મગરૂરી કરીએ, તેમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કષાયત્યાગ [ ૧૧૫ સુખ શું? જ્યારે એકમાં મગજને ઉકાળ થાય છે, ત્યારે બીજામાં હદયને ઉદ્વેગ થાય છે; બહુ બહુ તે તાત્કાલિક મનોવિકારેને જરા પુષ્ટિ મળે છે, પણ કોધ-કપટ કર્યા પછી બે-ચાર કલાકે શાંતિનો સમય આવે ત્યારે શી સ્થિતિ થાય? પસ્તા એટલે તેના પરિણામે ભવિષ્યમાં થવાના પરાભવના વિચારથી અત્યંત દુઃખ. અથવા ક્રોધ-માનનું પરિણામ શું આવે? એમ કહેવાય છે કે જે તમે ક્રોધ કરશે તે સામા તરફથી બદલામાં તે જ મળશે, એટલે પરિણામે ખરાબી. હવે બીજી તરફ કોઈ પણ કષાય ન કરનારની સ્થિતિ જોઈએ તે તેને નથી મગજને ઉકળાટ કે નથી હદયની લાનિ. તે ઉપરાંત જાણે પોતે એક મહાન કાર્ય કર્યું છે, એક ફરજ બજાવી છે, એ વિચારથી તેના મનને બહુ જ આનંદ રહે છે. ક્રોધ કે લોભને પ્રસંગ આવતાં તે ન કરવાથી મનને કેટલો આનંદ થાય છે અને સામે માણસ કેવી કફોડી સ્થિતિમાં મુકાઈ ઊલટે માફી માગે છે, એ સર્વેએ અનુભવ કરવા જેવી વાત છે. આ ઉપરાંત પરભવમાં તે કષાય ન કરવાથી ઘણો લાભ મળે છે. આવી રીતે કષાયત્યાગથી સર્વને સર્વ કાળે આનંદ થાય છે, અને કષાયથી ઉદ્વેગ થાય છે. આ સ્થિતિ પર વિચાર કરીને બેમાંથી એક તને યોગ્ય લાગે તે કર (૬, ૭૬) માનનિગ્રહ-બાહુબલિ सुखेन साध्या तपसां प्रवृत्तिर्यथा तथा नैव तु मानमुक्तिः । आद्या न दत्तेऽपि शिवं परा तु, निदर्शनाबाहुबलेः प्रदत्ते ॥७॥ (उपजाति) - “જેવી રીતે તપસ્યામાં પ્રવૃત્તિ કરવી તે સુખે થઈ શકે તેમ છે, તેવી રીતે માનને ત્યાગ કરે તે સુખે થઈ શકે તેમ નથી જ, કેવળ તપસ્યામાં પ્રવૃત્તિ મોક્ષને આપી શકતી નથી. પણ માનને ત્યાગ , બાહુબલિના દ્રષ્ટાંતની જેમ, મોક્ષ જરૂર આપે છે.” (૭) - વિવેચન—દુનિયાનું અવલોકન કરનારને જણાશે કે તપસ્યામાં પ્રવૃત્તિ કરવી એ મુશ્કેલ છે, પણ તેમાં એક વખત પ્રવૃત્તિ થયા પછી બહુ મુશ્કેલી રહેતી નથી, પણ તેને અથવા બીજી કોઈ પણ છતી વસ્તુ, ગુણ કે ધનને અહંકાર ન કરે એ બહુ જ મુશ્કેલ છે, એટલું બધું મુશ્કેલ છે કે મનુષ્ય અજાણતાં પણ માન-મગરૂબી કરી નાખે છે, જ્યારે પિતાની નમ્રતા ખાસ બતાવવા જાય છે ત્યારે પણ તે દ્વારા લાધ્યતા પ્રાપ્ત કરવાની અંતિ ત્તિમાં પ્રવૃત્તિ હોય છે. આવી રીતે માનમુક્તિ બહુ મુશ્કેલ છે. મનોવિકાર એવી અજબ રીતે કામ કરે છે કે આ પ્રાણી મોહમાં મૂંઝાઈ વસ્તુસ્વરૂપ સમજી શકતો નથી, અંધ બને છે, ઘેનમાં પડે છે, અનેક અકાર્યો કરે છે, પણ તેને હેતુ-ફળ કાંઈ સમજતો નથી. કેવળ તપસ્યામાં પ્રવૃત્તિ જ્યારે એકાંત મોક્ષ આપી શકતી નથી, ત્યારે માનમુક્તિ તુરત જ મોક્ષ આપે છે. (માનમુક્તિનો સમય નવમાં ગુણસ્થાનમાં બહુ ઉરચ સ્થિતિ પર ગયા પછી પ્રાપ્ત થાય છે.) Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] અધ્યાત્મકપદ્યુમ [સપ્તમ મારાથી નાનાભાઈ ને વંદન કેમ કરું?–એવા અહંકારથી બાહુબલિએ એક વરસ સુધી તપ કર્યું અને તે દરમ્યાન વિચાર કર્યો કે તપથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભાઈઓ પાસે જઉ તે વંદન કરવું પડે નહિ. પણ સપ્ત તપસ્યા છતાં સાથે માન હોવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થઈ નહિ. તેમની ઈચ્છા હોત તે દેવ-વૈભવ મળત, પણ તે તો જોઈતા નહોતા. “વીરા મારા ગજથકી ઊતરો, ગજ ચઢળ્યા કેવળ ન હોવે રે” એવા પ્રતિબંધને અવસર થયેલો જાણીને મેકલેલી બહેનને મધુર રવ સાંભળી સુજ્ઞ વીર ચેત્યે, ચમક્ય અને ગજને ઓળખી ગયે. તે ગજને તળે કે તે જ ક્ષણે ઈષ્ટ ફળ પ્રાપ્ત થયું, ત્યારે એક વરસ પર્યન્ત તે ફળ પ્રાપ્ત થયું નહિ. આ વૃત્તિ પ્રાપ્ત કરવાની બહુ જરૂર છે. ગજ પર ચઢવાની વૃત્તિ બહુધા દેખાય છે. જમાનાની પ્રવૃત્તિ માનને અનુકૂળ છે અને સંસારમાં પરિભ્રમણ કરાવનારા આ મહાન દુર્ગણને self-respect, individuality વગેરે ઉપનામ આપી સદ્દગુણમાં બદલાવી નાખે છે. વિવેકવાન પ્રાણુએ આનાથી ચેતવાની જરૂર છે. માનથી પારકા મહાન ગુણો પારખી શકાતા નથી, કદાચ દષ્ટિ તળે આવે છે તે પણ તેની હોય તે કરતાં ઘણી ઓછી કિંમત અંકાય છે, કેટલીક વાર બિલકુલ અંકાતી પણ નથી, અને વિનયધર્મ કે જેને પૂર્વધરે વિપક ધમરણ મૂઢ જૈનધર્મનું મૂળ વિનય છે, એમ કહી ગયા છે તે પર પાણી ફરી વળે છે; પોતાપણું સ્થાપવાની, ન હોય તેવા સદગુણે ધરાવવાને દેખાવ કરવાની અને વિવેક-વિચાર-કર્તવ્યશૂન્ય થઈ જવાની ટેવ પડી જાય છે અને તેથી પરિણમે શૂન્ય આવે છે. આ શ્લેકમાં કેટલીક હકીક્ત ખાસ વિચારવા જેવી છે. પ્રથમ, તપપ્રવૃત્તિની સરળતા અને માનમુકિતની વિષમતા બતાવી છે તે જનસ્વભાવને લઈને છે. મીઠા દુર્ગણે હમેશાં તજવા વધારે મુશ્કેલ પડે છે, કારણ કે તે સેવતી વખતે એક પ્રકારની પૌગલિક લહેજત આવે છે. બાકી, વસ્તુતઃ જઈએ તે, માનમુકિત એ ખાસ વિષમ માર્ગ નથી, જીવનની અસ્થિરતા, માન આપનાર-લેનારની સ્થિતિ, પૌગલિક આત્મિક વસ્તુઓને સંબંધ અને તે ટકી રહેવાને કાળ-એ બાબતને વિચાર કરવામાં આવે તે માન તુરત ખસી જાય તેમ છે. માત્ર વાત એટલી જ છે કે આ જીવ કદી પણ વિચાર કરતા નથી. બીજું, આ જમાનામાં સ્વમાન વગેરેને નામે, ઉપર જણાવ્યું તેમ, કેટલાક દુર્ગણે ઘૂસી ગયા છે એ પણ વિચારવા લાયક હકીકત છે. અમુક હકીકતને તેના બંધાયેલા સ્વરૂપમાં લઈને વિચારવામાં આવે તે કેટલીક વાર ભૂલભરેલાં પરિણામે તરફ ઘસડાઈ જવાય છે, પણ જે પૃથક્કરણ કરીને તેના અવયવો તપાસવામાં આવે તે ગુણદોષપરીક્ષા થાય છે. તેવી જ રીતે સ્વમાન, વ્યક્તિ સ્વાતંત્ર્ય એ સર્વને વિચારવાં, તેમાં આંતર પ્રવાહ શું છે તે તારવી કાઢો, તેને અને આત્મિક દશાને શું સંબંધ છે એ વિચારવું અને પછી તેમાં જે શેષ જેવું પદગલિક કાંઈ પણ ન લાગે તે પછી બેશક તેને આદરવા અને જો તેમાં કષાયનું ૧. સ્વમાન-સ્વત્વ. ૨. સ્વવ્યક્તિત્વસ્થાપન Page #189 -------------------------------------------------------------------------- ________________ અધિકાર 1 બાયત્યાગ [ ૧૧૭ સ્વરૂપ-અંશ જણાય તેા પછી તેને માટે વિચાર કરવા. આ દૃષ્ટિથી ખરાખર તત્ત્વગવેષણા કરી, સ્વમાન, વ્યક્તિ-સ્વાતંત્ર્ય વગેરે આ કાળના મનાતા સગુણાને વિચારવામાં આવશે ત્યારે તેના સખધમાં બેમાંથી એક નિણ્ય આવશે એ શકા વગરની વાત લાગે છે, (૭૬૭૭) માનત્યાગ-અપમાનસહેન सम्यग्विचार्येति विहाय मानं, रक्षन् दुरापाणि तपांसि यत्नात् । मुदा मनीषी सहतेऽभिभूतीः शूरः क्षमायामपि नीचजाताः ॥ ८ ॥ ( उपजाति ) “ આ પ્રમાણે સારી રીતે વિચાર કરી માનના ત્યાગ કરીને અને દુ:ખે મળી શકે તેવાં તપાનુ યત્નથી રક્ષણ કરીને ક્ષમા કરવામાં શૂરવીર એવા વિચારવાન પુરુષ, નીચ પુરુષોએ કરેલાં અપમાના પણુ, ખુશીથી સહન કરે છે.” (૮) વિવેચન—અત્ર કષાયત્યાગની પરાકાષ્ઠા બતાવી, તપસ્યા કરવી અને સાથે માનત્યાગ કરવા એ અગાઉ મતાવ્યું છે. અત્રે કહે છે કે નીચ પુરુષા તરફથી અપમાન થાય તે પણુ ક્ષમા ધારણ કરનારા શૂરવીર પ્રાણી સહન કરે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવાની જરૂર છે. તારા કાઈ દુશ્મન નથી, કરેલાં કમ પર વિચાર કરી જ્યારે જીવ પાતાના આત્માને ઢાષ જોતાં શીખે, અને તેમ કરીને ક્ષમા રાખે, ત્યારે તેની ઉચ્ચ વૃત્તિ થઈ એમ સમજવું. માનત્યાગ, ક્ષમાધારણ અને અપમાનસહન એ ત્રણ બાબત પર અત્ર ઉપદેશ આપ્યા છે, માનનો ત્યાગ કરવા ઉપરાંત અપમાન સહન કરવાના અત્ર ઉપદેશ કર્યો તે બહુ ધ્યાનમાં લેવા યાગ્ય છે. અપમાન એ શી વસ્તુ છે અને અપમાન કરનાર કાણુ છે અને શા માટે કરે છે એ પ્રથમ વિચારવું. પ્રથમ તા એમ ચાક્કસ લાગશે કે ખાનદાની વગરના, અધમ કુળમાં અવતરેલા અથવા સંયાગાને લીધે અધમ પ્રકૃતિવાળા મનુષ્યા જ અપમાન કરવા લલચાશે. સુજ્ઞ, ખાનદાન, ડાહ્યો માણસ કદી તેમ કરવાના સ`કલ્પ પશુ નહિ કરે, તેથી પ્રથમ તા અપમાન કરનારની નીચતા ઉપર વિચાર કરવા. અને બીજી, એવા પ્રસગા પર મનની સ્થિરતા રાખવી અતિ મુશ્કેલ છે; સ'સારમાં રસિયા જીવેાના માનઅપમાનના ખ્યાલ ચિત્ર-વિચિત્ર હાવાને લીધે તે જાળવી રાખવી લગભગ અશકય જેવી છે એમ કહીએ તા ચાલે ત્યારે તેવા વખતમાં—તેવા સ'યાગમાં-મન પર કાબૂ રાખી અપમાન ગળી જવું' તે મહાદુરી છે, મન પરના અસાધારણ કાબૂ છે અને શૂરવીરપણુ' છે; અને તેટલા જ માટે ગ્રંથમાં શૂરવીર શબ્દ મૂક્યો છે. અપમાન સહન કરી જનાર નબળા-નરમ-ખાયલા હાય છે એમ સમજવુ ભૂલભરેલું છે; તે બહાદુરનું કામ છે, પ્રાજ્ઞનું કામ છે. આવી ખામતમાં ચાલુ પ્રવાહના વિચારાને આધીન થઈ ન જતાં દરેક વાતનું પૃથક્કરણ કરતાં શીખવું એ ખાસ લાભ કરનાર નીવડશે. અહિંસા પણ બહાદુર ચીજ છે. ( ૮; ૭૮) Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] અધ્યાત્મકલ્પદ્રુમ : [ સક્ષમ સંક્ષેપથી-કોનિગ્રહ पराभिभूत्याऽल्पिकयाऽपि कुप्यस्यधैरपीमा प्रतिकर्तुमिच्छन् । . न वेत्सि तिर्यङ्नरकादिकेषु, तास्तैरनन्तास्त्वतुला भवित्रीः ॥९॥ (उपजाति) સહજ પરાભવથી પણ તું કે૫ કરે છે અને ગમે તેવાં પાપકર્મોથી તેનું વર વાળવાને ઈરછે છે, પણ નારકી, તિર્યંચ વગેરે ગતિઓમાં પાર વગરની અતુલ પરકૃત પીડાઓ થવાની છે, તેને તે તું જાણત કે વિચારતો પણ નથી.” (૯) વિવેચન–આ જીવ જરા માત્ર પરાભવથી ગુસ્સે થઈ જાય છે અને સામાને શબ્દથી, હસ્તથી કે હથિયારથી મારવા ઊભું થઈ જાય છે અથવા મનમાં દ્વેષ રાખી વૈર શોધ્યા કરે છે, લાગ શોધ્યા કરે છે અને આખો વખત ધમધમાટમાં રહે છે. આ મને વિકારની અસર તળે આવેલા પ્રાણીને કૃત્યાકૃત્યને વિવેક રહેતું નથી અને ભવિષ્યને વિચાર પણ રહેતો નથી. એ તો પિતાના મસ્ત મગજમાં મગ્ન બની નિરંકુશ વૃત્તિએ વતે છે; પણ બિચારા જીવને ખબર પડતી નથી કે તેમ કરવાથી, અગાઉ જણાવ્યું તેમ, આ ભવમાં પણ દુઃખ થાય છે અને તે ઉપરાંત પરભવમાં પણ બહુ દુઃખ ખમવું પડે છે. માનસિક વિકારો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ વગેરેના પરિણામમાં બહુ સખ્ત દુઃખ ખમવું પડે છે. જ્યારે જૂજ વખત કરેલા ભેજનના અંતરાય જેવા સ્થળ પાપનું પરણિામ શ્રી બહષભદેવ પ્રભુને વરસ સુધી ભોજન ન મળવામાં આવ્યું, તો ચિત્તવૃત્તિને તોડી-અસ્તવ્યસ્ત કરી–નાખનાર કષાયે કેવું પરિણામ લાવે તે વિચારવા જેવું છે. (૬ ૭૯) : ષડરિપુ પર ક્રોધ; ઉપસર્ગ કરનાર સાથે મિત્રી धत्से कृतिन् ! यद्यपकारकेषु, क्रोधं* ततो धेह्यरिषट्क एव । अथोपकारिष्वपि तद्भवार्तिकृत्कर्महुन्मित्र बहिद्विषत्सु ॥१०॥ ( उपजाति) । “હે પંડિત! જો તારું અહિત કરનાર ઉપર તું ક્રોધ કરતે હો તે પ રિપુ (છ શત્રુ ઃ ૧. કામ, ૨. ક્રોધ, ૩. લેભ, ૪. માન, ૫. મદ, અને ૬. હર્ષ) ઉપર ક્રોધ કર, અને જે તું તારા હિત કરનારા ઉપર પણ ક્રોધ કરતે હો તે સંસારમાં થતી સર્વ પીડા કરનાર જે કર્મો છે તેઓને હરી જનાર (ઉપસર્ગો, પરિષહો વગેરે ) જે ખરેખર તારા હિતેચ્છ છે અને બાહ્ય દષ્ટિથી જે તારા શત્રુ જેવા લાગે છે, તેના ઉપર ક્રોધ કર.” (૧૦) આ શ્લોકનો ભાવ સમજવા યત્ન કરો. શ્લોક બહુ સારે છે. વિવેચન-વાસ્તવિક રીતે મનુષ્ય પોતાના ઉપર અપકાર-નુકસાન કરનાર પર ક્રોધ કરે છે. નુકસાન કરનાર શત્રુ કહેવાય છે. તે શત્રુ ડાહ્યા માણસોએ શોધી રાખ્યા છે. તેઓનું સ્વરૂપ નીચે પ્રમાણે છે તે ધ્યાનમાં રાખીને વિચારજે ? તે જ માનનિતિ વા વાદાકતર. Page #191 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કથાયત્યાગ [૧૧૮ ૧. પારકી અથવા પિતાની સ્ત્રી સાથે અથવા કુંવારી કે વેશ્યા સાથે વિષયસંબંધ કરે, કરવાની ઈરછા રાખવી, અથવા કુચેષ્ટા કરવી તે કામ. ૨. બીજાં પ્રાણીઓ પર શી અસર થશે અથવા પિતાને કે પરને કેટલું નુકસાન થશે, તેવા કોઈ પણ પ્રકારના પરિણામને વિચાર કર્યા વગર મનનું અવ્યવસ્થિત પણે ગુસ્સામાં પ્રવર્તન તે જ ૩. છતી જોગવાઈએ દાન એગ્યને દાન ન આપવું, નિષ્કારણ પારકું ધન લઈ લેવાની - ઈરછા રાખવી, તૃષ્ણા રાખવી અને દ્રવ્ય અથવા કઈ પણ પૌદ્દગલિક વસ્તુ માટે એકવૃત્તિથી ધ્યાન કરવું તે મ. ૪. પિતાનામાં ન હોય તેવા ગુણ માની લેવા, તેમ જ તે હોવાનો દેખાવ કરવા તે મા, ૫. કુળ, વિદ્યા, ધન વગેરેને અહંકાર કરે તે મર (Pride). ૬. વગર લેવેદેવે પારકાને દુઃખ ઉત્પન્ન કરીને અથવા ત વગેરે વ્યસને આશ્રય કરીને મનમાં ખુશી થવું તે ૪ આ છ ખરેખરા દુશ્મન છે, કારણ કે દુખ આપે તે દુશ્મન. અને તેથી અનંત ભવભ્રમણમાં નરક-નિગદનાં દુખ આપનાર આ દુશ્મન છે. દેખાવમાં સુંદર લાગે છે, પણ તેઓ ખરેખરા શત્રુ છે, માટે તેઓ પર ખરેખર ક્રોધ કરવો, એટલે કે ક્રોધ કરી તેઓની દોસ્તી છોડી નાખવી, એ ઉચિત છે. વળી, સંસારમાં રખડાવનાર કર્મો છે અને તે કર્મોને નાશ કરનાર ઉપસગપરીષહે છે. દુઃખને ઓછા કરાવનાર આ તે તારી વાસ્તવિક મિત્ર થયા. અને તેઓ તેવા છે એમ જાણી જે ઉપકાર કરનારાઓ ઉપર પણ કોધ કરતે હોય તે તેઓના ઉપર પણ કર. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપકાર કરનાર પર કેઈને ક્રોધ હાય નહિ અને તેથી તારું કર્તવ્ય એ જ છે કે ષડ્ડ રિપને તજવા, અને ઉપસર્ગ, પરીષહ વગેરેને મિત્રબુદ્ધિએ ગ્રહણ કરવા તેઓ સાથે મૈત્રી કરવી. ગજસુકુમાળને તેમના સસરા સેમિલ પર પ્રેમ આવે હતે. બાહ્ય દષ્ટિથી તો તે દુઃખ આપતો હતો, પણ વાસ્તવિક રીતે તે તે ઉપકારી હતે; એવી જ રીતે અવંતિસુકમાળને પણ શિયાળણી વાસ્તવિક ઉપકાર કરનારી થઈ પડી હતી. ઉપરાંત સ્કંદક, અરણિક, મેતાર્ય વગેરે મુનિમહારાજાઓનાં દૃષ્ટાંતે પણ વિચારવાં. છે. આ રીતે શ્રેષના ઘરના ક્રોધ અને મનના સંબંધમાં ઉપદેશ કર્યો. તે સંબંધમાં વિશેષ આ અધિકારના છેવટના ભાગમાં લખ્યું છે. હવે રાગના ઘરના માયા અને લોભનું વિવરણ કરે છે. (૧૦; ૮૦) : સ ષડૂ રિપુ બીજી રીતે પણ ગણાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, હર્ષ (હર્ષને સ્થાને ઈર્ષા પણ કવચિત લખેલ છે). Page #192 -------------------------------------------------------------------------- ________________ [ સસસ ૧ર૦ ]. અધ્યાત્મક૫કુમ માયનિગ્રહ ઉપદેશ अधीत्यनुष्ठानतपःशमाद्यान् , धर्मान् विचित्रान् विदधत्समायान् । न लप्स्यसे तत्फलमात्मदेह-क्लेशाधिक तांश्च भवान्तरेषु ॥११॥ (उपजाति) શાસ્ત્રાભ્યાસ, ધર્માનુષ્ઠાન, તપસ્યા, શમ વગેરે વગેરે અનેક ધર્મો અથવા ધર્મકાર્યો માયા સાથે આચરે છે, તેથી તારા શરીરને કલેશ થવા ઉપરાંત ભવાંતરને વિષે બીજું કાંઈ પણ ફળ મેળવવાનો નથી અને તે ધર્મો પણ ભવાંતરમાં મળવાના નથી.” (૧૧) વિવેચન–શાસ્ત્રાભ્યાસ, પ્રતિક્રમણ(આવશ્યક) વગેરે ધાર્મિક અનુષ્ઠાન, બાહ્યાભંતર બાર પ્રકારના તપ, ઉપશમ, દમ, યમ, દાન વગેરે વગેરે અનેક ધર્મકાર્યો કરતાં છતાં પણ સાથે માયા હોય તે વેઠ થાય છે, લાભ થતો નથી. માયા-કપટ-લુચ્ચાઈ-બગવૃત્તિ એને ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. વળી, ક્રોધ તથા માન બહુધા જણાઈ આવે છે; માયા ગુપ્ત રહીને કામ કરે છે, તેથી સામા માણસને તેની ખબર પડતી નથી અને કેટલીક વાર માયા કરનારને પણ ખબર પડતી નથી. જેને લોકે “ભદ્રિક જીવો કહે છે તેવા થવાની બહુ જરૂર છે. એટલું તે સત્ય છે કે આવા ભદ્રિક પ્રાણીઓને કર્મબંધ બહુ ઓછો થાય છે. ઉપાધ્યાયજી મહારાજ કહી ગયા છે કે “કેશને લોચ કરાવો, શરીર પરથી મેલને ત્યાગ ન કરે, ભૂમિ પર શયન કરવું, તપસ્યા કરવી, વ્રત ધારણ કરવાં વગેરે આચરણે આચરવાં તે સાધુને સહેલ છે, પણ માયાને ત્યાગ મહામુશ્કેલ છે.” ૧૯ આવા વિદ્વાન અવકનકારનાં વચન પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. માયા બહુ ઊંડાણમાં થાય છે તેથી બહુધા તે જાણી શકાતી નથી. સિફત, એટીકેટ (ગૃહસ્થાઈને નિયમ), બિનજરૂરિયાતી વિવેક અથવા formality વગેરે માયાના અનેક ભેદે છે. આ જમાનાના જીવનમાં માયાના પ્રસંગો વધતા જાય છે. રાજ્યનું અંગ બહુધા ક્રોધ ને માન હોય છે, તેને બદલે હવે માયા ને લોભ થતાં જાય છે. આ જમાનામાં ઉપર ઉપરની ટાપટીપ વધતી જાય છે અને વધશે એમ લાગે છે. વળી, વાણિયાપણું એ માયાના પર્યાય તરીકે વપરાય છે. આથી જૈનધર્મને અનુસરનારાઓએ મોટા ભાગે આ પાપથી વધારે ડરવાની જરૂર છે. શ્રી ઉદયરત્નજી કહે છે કેમુખ મીઠે જુઠે મનેજી, ફૂડ કપટને રે કેટ; જીભે તે જીજી કરે છે, ચિત્તમાં તાકે ચેટ રે, પ્રાણી! મ કરીશ માયા લગાર. આવી રીતે માયાને ઓળખી, તેને ત્યાગ કરવાની મુશ્કેલી સંબંધી વિચાર કરી. તે પર ચિત્ત લગાડી માયાને ત્યાગ કરવો જોઈએ. હવે શાસ્ત્રકાર કહે છે, તમે ગમે તેવું ધર્મકાર્ય કરે, પણ તમારા અંતરમાં જે માયાકપટ હશે, તે તમને ફેકટની મહેનત જ થશે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કુસુમપુર * માયાની સજઝાય. (અઢાર પાપસ્થાનકની સઝાય પૈકી). Page #193 -------------------------------------------------------------------------- ________________ [૧૨૧ અધિકાર ]. કષાયત્યાગ નામના નગરમાં એક શેઠને ઘેર બે સાધુ ઊતર્યા હતા. એક મુનિ ભેળા સાધારણ બુદ્ધિના, સરળ, ગુણગ્રાહી અને, ટૂંકામાં કહીએ તો, “ભદ્રિક” હતાજ્યારે બીજા બહુવિદ્વાન હતા, પણ કપટી અને નિંદા કરનાર હતા. જ્ઞાની મહારાજ કહે છે કે લેકે કે બીજા સાધુની. વાહવાહ બોલતા હતા, પણ પહેલે સાધુ થોડા કાળમાં મેક્ષે જશે, જ્યારે બીજે ઘણે સંસાર પરિભ્રમણ કરશે. માયાયુક્ત જ્ઞાન પણ નકામું છે, બે કે વધારે નુકસાન કરનારું છે. “શાસ્ત્રમાં બીજી બધી બાબતમાં સ્યાદ્વાદ છે, પરંતુ માયા કરવાના પ્રસંગે (ધર્મોપદેશાદિ) આવે તે વખતે નિષ્કપટી રહેવું એ આજ્ઞા તો જૈન શાસ્ત્રમાં એકાંત છે.* આ ટંકશાળી વચન ઉપાધ્યાયજી મહારાજનાં છે. જેમ માયાથી આ ભવમાં લાભ થત નથી, તેમ પરભવમાં પણ લાભ થતું નથી. શ્રી સિંદૂરપ્રકરમાં કહ્યું છે કે – विधाय मायां विविधैरुपायैः, परस्य ये वश्चनमाचरन्ति । ते वश्चयन्ति त्रिदिवापवर्ग-सुखान्महामोहसखाः स्वमेव ।। જે પ્રાણીઓ અનેક પ્રકારના ઉપાયો વડે માયા કરીને બીજાઓને છેતરે છે, તેઓ મહામહના મિત્ર હેઈને પિતાના આત્માને જ દેવલોક અને પ્રેક્ષના સુખથી છેતરે છે.” આવાં આવાં અનેક કારણોથી માયાને ત્યાગ કરવો એ ઉચિત છે. માયા અંતરનો વિકાર છે અને તેથી બીજા માણસ તેને જોઈને તે સંબંધી ઉપદેશ કે શિક્ષા આપે એ પણ ઘણુંખરું બનતું નથી. (૧૧; ૮૧). લોભનિગ્રહ सुखाय धत्से यदि लोभमात्मनो, ज्ञानादिरत्नत्रितये विधेहि तत् । दुःखाय चेदत्र परत्र वा कृतिन् ! परिग्रहे तद् बहिरान्तरेऽपि च ॥१२॥ (उपजाति) હે પંડિત ! જે તું તારા પિતાના સુખ માટે લેભ રાખતે હે તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્ન મેળવવા માટે લેભ રાખ, અને જે આ ભવ અને પરભવમાં દુઃખ મેળવવા માટે લેભ રાખતે હે તે આંતર અને બાહ્ય પરિગ્રહ માટે લેભ રાખ.” (૧૨) વિવેચન–આત્માના સુખ માટે જે લોભ રાખતે હે તે આત્માના મૂળ ગુણે પ્રાપ્ત કરવા લેભ રાખ. જે બાહ્ય વસ્તુ માટે (ધૂળ) લોભ રાખીશ તે તેથી આંતર અને બાહા પરિગ્રહ વધશે, જે બનેથી આ ભવ અને પરભવમાં નિરંતર દુઃખ પ્રાપ્ત થાય છે. આ ભવમાં મન ચિંતામાં વ્યાકુળ રહે છે ને પરભવમાં અધોગતિ થાય છે. બાહા પરિગ્રહ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સેનું, ધાતુ, દ્વિપદ અને ચતુષ્પદ એ નવવિધ છે અને આંતર પરિગ્રહ છે મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ ષટ્રક અને ચાર કષાય & વિધિ નિષેધ નવી ઉપદિશે, સુણે સંતાજી, એકાંતે ભગવંત–ગુણવંતાજી; કારણે નિષ્કપટી થવું, સુણે સંતાજી, એ આણુ છે તંત–ગુણવંતાજી.—યશવિજયજી, અ, ૧૬. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] અધ્યાત્મકલ્પમ [સપ્તમ એ ચૌદ પ્રકારે છે. આ પરિગ્રહથી અનંત દુઃખ થાય છે તે સ્પષ્ટ છે, માટે સુખ માટે લોભ હેય તે જ્ઞાન વગેરે ત્રણ રત્ન મેળવવા માટે લોભ રાખ આ પ્રશસ્ત લેભ છે. લોભનું સ્વરૂપ સમજવાની બહુ જરૂર છે. લોભ એ એટલે માટે વિશાળ દરિયે છે કે તેના વમળમાં એક વખત પડ્યા પછી તેને પાર પામ મુશ્કેલ છે; કાસ્યું કે દરિયાની દષ્ટિમર્યાદા વધતી જાય છે અને જેમ ધનમમત્વમોચન અધિકારમાં કહ્યું તેમ, સેવાળાને હજારનો અને તે મળ્યા પછી ઉત્તરોત્તર લાખ, કરોડ, અબજ, રાજ્ય, સ્વર્ગ અને ઈદ્રપદવીને લેભ થતું જાય છે. લોભી પ્રાણને કોઈ દિવસ સુખ નથી અને લેભથી બહુ નુકસાન થાય છે. લોભથી મન આખો દિવસ ડેળાયા કરે છે અને લોભથી દુર્ઘટ રસ્ત સંચાર કરવામાં આવે છે. લોભી પ્રાણી શું શું કરે છે તે ભતૃહરિ પોતાના વૈરાગ્ય શતકના ૩-૪-૫-૬-૭ લોકમાં બતાવે છે. સિંદુરપ્રકરમાં કહ્યું છે કે – यद्दर्गामटवीमटन्ति विकटं कामन्ति देशान्तरं, गाहन्ते गहनं समुद्रमतनुक्लेशां कृर्षि कुर्वते । सेवन्ते कृपणं पतिं गजघटासङ्घट्टदुःसञ्चरं, सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फूर्जितम् ॥ ધનથી અંધ થયેલી બુદ્ધિવાળા પુરુષે ભયંકર અટવીમાં રખડે છે, વિસ્તીર્ણ દેશાંતરમાં ભ્રમણ કરે છે, ગહન સમુદ્રમાં અવગાહન કરે છે, બહુ કષ્ટસાધ્ય ખેતી કરે છે, કૃપણ શેઠની નોકરી કરે છે, હાથીની ઘટાને લીધે જેમાં સંચાર કરવો પણ મુકેલ છે એવી લડાઈઓમાં સંચરે છે. આ સર્વ લેભની ચેષ્ટા જાણવી.” લોભથી પ્રાણુ અનેક ચાળા કરે છે, પુરુષ હાઈ સ્ત્રીનો વેશ લે છે, ભીખ માગે છે, અને કોઈ પણ અકાર્ય, અપ્રામાણિકપણું કે વિશ્વાસભંગ કરવામાં આંચકો ખાતે નથી. અતિશય લોભી પ્રાણી ગમે તેવું અકાર્ય પણ કરે છે. લેભીને મન સગપણ કે સ્નેહ હિસાબમાં નથી. શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજ પ્રશમરતિમાં કહે છે કે જીનકિનારા સ્ત્રોમાત - લોભથી સર્વ ગુણેને નાશ થાય છે– એ ખરેખર અનુભવીનું વચન છે. ક્રોધ, માન, માયાથી મુખ્યતાએ જ્યારે એક એક ગુણને નાશ થાય છે, ત્યારે લેભથી સર્વ ગુણેને નાશ થાય છે, તેનું કારણ એ જ છે કે લોભને છેડે આવતું નથી. લોભથી અનેક પ્રાણીઓ દુઃખી થયાં છે અને તેનાં દષ્ટાંતે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. છ ખંડનું રાજ્ય મળ્યા છતાં પણ લેભનો છેડે ન આવ્યો ત્યારે સુભૂમ બીજું અધિક લેવા ચાલ્યા. પરિણામે પૂર્વ-પુણ્યથી પ્રાપ્ત થયેલા છ ખંડ અને પ્રાણ પણ ખેયા અને સાતમી નરક પ્રાપ્ત થઈ. સીતાને થયેલા સેનાના અશક્ય હરિણના લેભથી તેના પતિ રામને હાનિ થઈ અને તેનું પિતાનું હરણ થયું. મમ્મણ શેઠને અતુલ લક્ષમી છતાં તેલ ને ચાળા ખાવાં પડ્યાં. ધનના લાભથી ધવળ શેઠે શ્રીપાળની સજજનતા પારખી નહિ અને છેવટે પિતાને હાથે મરણ પામી સાતમી નરકે ગયે. આવાં આવાં અનેક દૃષ્ટાંતે Page #195 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] કષાયત્યાગ [ ૧ર૩ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ત્યાર પછીના ઈતિહાસમાં પણ સીઝર, નેપોલિયન અને અલેકઝાંડરની તેવી જ દશા થઈ છે અને હિંદુસ્તાનમાં અલાઉદ્દીનથી માંડીને કેટલાક મુસલમાન રાજાઓને લેભના પ્રમાણમાં ઘણું ખમવું પડ્યું છે, આની સાથે હવે નીચેનાં દષ્ટાંતે સરખાવીએ. લોભને દુશ્મન સંતોષ છે. સંતેષ થતાં જ મન ઉપરથી જે બેજો ઊતરી જાય છે, જે આનંદ થાય છે અને જે સુગમતા થઈ જાય છે તેનું વર્ણન લખી શકાય તેમ નથી. એક માણસને રોટલા-શાકથી સંતોષ હોય અને બીજાને ઘેબર-ઘારી પ્રાપ્ત થવા છતાં પણ તેના મનમાં દૂધપાક-પૂરી મેળવવાની ઈચ્છા હોય; અથવા એકને ઝાડની છાલથી અથવા ખાદીનાં કપડાંથી સંતોષ હોય, જ્યારે બીજાને રેશમી કપડાં મળતાં હોય પણ ઈછા કસબી કપડાંની હોય, તે બેમાં સુખી કેશુ? દુનિયાના સમજુ વર્ગમાંથી કઈ પણ બે મત વગર કહી શકશે કે “સંતોષીને ઝાઝું સુખ નીતિકારો કહી ગયા છે કે “મન સંતોષ પામે પછી ગરીબ કેણું અને ધનવાન કેણુ?” સંતેષનું સુખ અતુલ્ય છે. કેનેરીઝ કેલ્ક અથવા ગિરનારની ઊંડી ગુફામાં વાસ કરી ચિદાનંદજી મહારાજની પેઠે સંસાર પર ઉદાસીન રહી, આત્મભાવના ભાવનાર, આગંતુક મળી આવે તે પર નિર્વાહ કરનાર, ધ્યાનમગ્ન મહાયોગી આગળ રશિયાના ઝાર કે ઈગ્લાંડના શહેનશાહનું સુખ કાંઈ બિસાતમાં નથી. વર્તમાન સમયે જૈન કેમમાં પ્રથમ કાળની અપેક્ષાએ આ દોષ વધારે દેખાય છે, તેથી તે પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે. બીજા કષાય જ્યારે નવમાં ગુણસ્થાનના અંત સુધીમાં નાશ પામી જાય છે, ત્યારે લોભ દશમા સુધી રહે છે, જે બતાવે છે કે લેભની સ્થિતિ વધારે છે. આ મનેવિકાર પર જય મેળવવા પૂરેપૂરો પુરુષાર્થ કરે અને તેને ઓળખી પણ લે. (૧૨; ૮૨) મદમસરનિગ્રહ ઉપદેશ करोषि यत्प्रेत्यहिताय किञ्चित् , कदाचिदल्पं सुकृतं कथञ्चित् ।। मा जीहरस्तन्मदमत्सराद्यैर्विना च तन्मा नरकातिथि ः ॥ १३ ॥ ( उपजाति) “કઈ વખત મહામુશ્કેલીઓ આવતા ભવ માટે જરા કાંઈ સારું કામ (સુકૃત્ય) કરવાનું તારે બની આવે તો પછી વળી તેને મદ, મત્સર કરીને હારી જઈશ મા, અને સુકૃત્ય વગર તું નરકને પણ થઈશ મા.” (૧૩) વિવેચન-કઈ વખત તેર કાઠિયા માર્ગ આપે ત્યારે ગુરુમહારાજને વેગ થાય છે અને તેથી અનેક કર્મોને ક્ષય થાય ત્યારે દાન, શીલાદિક ધર્મકાર્ય કરવાની ઈચ્છા થાય છે. મૂળ તે મનુષ્યપણું જ મળવું દુર્લભ છે અને તે મળે તે પણ શ્રાવક કુળ, ઉત્તમ * મનસિ જ રિતુ છોડર્થકાન રિઝ:?–ભર્તુહરિ. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] અધ્યાત્મકલ્પમ [ સપ્તમ જાતિ, ઉત્તમ દેહ, દેવ-ગુરુની જોગવાઈ અને શ્રદ્ધા તથા સમજણ મળતાં નથી. આ સર્વ યોગ પ્રાપ્ત થાય ત્યારે પણ નીચે જણાવેલા કાઠિયા ધર્મકાર્યમાં માર્ગ આપતા નથી. અને કદાચ મોહરાજાનું બંધન તેડી ગુરુ સમીપે જાય છે ત્યાં અહંકાર અથવા મગરૂબી કરી ધર્મધન હારી જાય છે. આવા પ્રસંગે જ્યારે અહંકાર કે મત્સર રાખે છે ત્યારે તેને અધઃ પાત થાય છે અને પાછો ચઢવાનો વારો આવતે નથી, માટે એ પ્રસંગે તું બરાબર ચેતીને ચાલજે. તું ગમે તે ધનવાન, ગુણવાન, પુત્રવાન હો, પણ તારા કરતાં દુનિયામાં વધારે મોટા, તારાથી સવાય ઘણું પડયા છે. વળી, તું ધન, પુત્ર કે સંપત્તિથી ઓછા હે તે તે જેની પાસે હોય તેની ઈર્ષ્યા કરીશ નહિ, કારણ કે એ સર્વ કર્મજન્ય છે. આ તે બધે મેળે મળે છે અને થોડા વખતમાં પાછા બધા ચાલ્યા જશે. જે આવી વૃત્તિ નહિ રાખે તે પરિણામ સારું આવશે નહિ. ગુરુ પાસે ન જાય તે આળસ ઘરકામમાં પડ્યો રહે તે મહ; તેઓ મને ઓળખશે કે નહિ તેવી અવજ્ઞાનો ભય; અભિમાનથી ન જાય તે સ્તંભ; સાધુદર્શનથી ઊલટે પિતે કેપ કરે તે ક્રોધ; મદ્યપાનાદિના વ્યસનથી ન જાય તે પ્રમાદ, જશું તે ટીપ ભરવી પડશે કે કાંઈ આપવું પડશે એમ ધારી ન જાય તે કૃપણુતા; નરક આદિનાં દુઃખનું વર્ણન સાંભળવું પડે તે ભય; ઈષ્ટવિયોગથી ન જાય તે શક; મિથ્યા શાસ્ત્રમાં મોહ પામે તે અજ્ઞાન; બહુ કામમાં હેવાથી ફુરસદ ન મળે તેથી ન જાય તે બહુકતા રમત જેવા ઊભે રહે, તેથી અટકી જાય તે કુતૂહળ; બાળક સાથે રમવામાં પડી જાય તે રમણત્વ–આવી રીતે તેર કાઠિયાનું વર્ણન ટીકાકાર આપે છે. * વધારે જાણવાની ઈરછા હોય તેમણે “શ્રી જૈન ધર્મ પ્રકાશ”માં (પુ. ૧૪, પૃ. ૨૧) તેર કાઠિયાની કથા લખાયેલી છે તે જેવી અને તે જ કથાઓ ચરિતાવળી ભાગ બીજામાં છપાણી છે તે વાંચવી. આ તેર કાઠિયાએ માર્ગ આપ્યા પછી પણ ગયા ન ગયા જેવું થાય, તો તે બહુ જ ખોટું; માટે ધર્મ કરી તેને અહંકાર કે બીજાની ઈર્ષ્યા કરીને તેને હારી જ નહિ એ શિખામણ છે. (૧૩; ૮૩) વિશેષ કરીને ઈર્ષ્યા ન કરવી पुराऽपि पापैः पतितोऽसि संसृतौ, दधासि किं रे! गुणिमत्सरं पुनः १ । न वेत्सि किं घोरजले निपात्यसे, नियन्त्र्यसे शृङ्खलया च सर्वतः ? ॥१४॥ (वंशस्थ) “અરે! પહેલાં પણ તું પાપથી સંસારમાં પડ્યા છે, ત્યારે વળી ફરીથી પણ ગુણવાન ઉપર ઈર્ષ્યા કરે છે? આ પાપથી તું ઊંડા પાણીમાં ઊતરે છે અને તારે આખે શરીરે સાંકળે બંધાય છે તે શું જાણતો નથી ?” (૧૪) વિવેચન–સંસારમાં રખડાવનાર પાપકર્મો જ છે, બીજું કાંઈપણ કારણ નથી. આ * પ્રકાર તરે પણ તેર કાઠિયા કહેલા છે; તેમાં કેટલાકનાં નામ અને હેતુ જુદા છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ]. કષાયત્યાગ [ ૧૨૫ તું જાણે છે, છતાં વળી ગુણવાનની તું અદેખાઈ કેમ કરે છે? ગુણવાન ઉપર ઈર્ષ્યા થાય છે તેનાં ઘણાં કારણો છે. એક તે ગુણવાનને વર્ગ (Class) બીજાથી જુદો પડી જાય છે; અને પછી શામળ ભટ્ટના “વેર સોમ દાતાર, વેર કાયર ને શૂરે” એ છપ્પામાં કહ્યા જેવું થઈ જાય છે, જ્ઞાન, શક્તિ, ધનવ્યય, સંતોષ, ઋજુતા, પ્રાજ્ઞતા, વિદ્વત્તા, બ્રહ્મચર્ય, દયાળુતા, નમ્રતા વગેરે એવા છે કે તે ગુણો જેમાં ન હોય તે માણસ તે ગુણવાળાની અદેખાઈ-ઈર્ષ્યા અથવા સ્પર્ધા કરે છે અને તેથી કરીને મહા-અર્ધગતિ પ્રાપ્ત કરે છે. આથી કરીને સંસાર-બંદીખાનામાં પડેલા પ્રાણીને વધારે સાંકળે બંધાય છે કે જેથી આ જીવરૂપ કેદી તેમાંથી જલદી નીકળી નાસી જઈ શકે નહિ. વાતનો સાર એ જ છે જે સંસારમાંથી છૂટા પડવાની ઈચ્છા હોય તો ગુણવાનની ઈર્ષ્યા કરવી નહિ, પણ ગુણવાન થવું, ગુણવાનનું બહુમાન કરવું. સાદા મનુષ્યની પણ ઈર્ષ્યા ન કરવી એ તે સમજાઈ જાય તેવું જ છે, ખાસ કરીને ગુણવાનના તે પગ ધોવા જોઈએ. ગુણ પ્રાપ્ત કરવાને રસ્તો એ જ છે કે ગુણીની સેવા કરવી. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે.” ગુણના જ્ઞાનનો આ મહિમા સમજે, વિચારો અને ગુણ ગ્રહણ કરે. એ જ કર્તવ્ય છે અને તે માટે જ પ્રેરણું છે. ગુણવાન પર મત્સર કરવાથી સમક્તિની ચાર ભાવના, જેનું વર્ણન પ્રથમ અધિકારમાં કરવામાં આવ્યું છે, તે પૈકી પ્રમોદ ભાવનાને નાશ થાય છે. એ પ્રમોદ ભાવનાને નાશ થવાથી મૈત્રીભાવ રહેતું જ નથી અને ભાવના વગર સમકિતની શુદ્ધિ રહેતી નથી, એટલું જ નહિ પણ છેવટે તેને ક્ષય પણ થઈ જાય છે. માટે ગુણ વાન પર પ્રેમ રાખવો એ શુદ્ધ જીવનનું એક ખાસ કર્તવ્ય છે. (૧) ૮૪) કષાયથી સુકૃતનો નાશ कष्टेन धर्मों लक्शो मिलत्ययं, क्षयं कषायैर्युगपत्प्रयाति च । તિવ્રત્તાવૈતમનં તતા, નિશ ! હી હૃારણે નમતા? શપ ( વંરાથ) મહા કષ્ટથી જરા જરા કરીને “ધ” પ્રાપ્ત થાય છે તે કષાય કરવાથી એક સપાટામાં એકદમ નાશ પામે છે. તે મૂર્ખ ! મહાપ્રયાસથી મેળવેલું સેનું એક ફૂંક મારીને કેમ ઊડાવી દે છે ?” (૧૫). વિવેચન-શ્રુતચારિત્રલક્ષણ ધર્મ મહામુશ્કેલીએ જરા જરા મળે છે, અનંત પુદ્ગલપરાવર્તન કર્યો પછી છેલ્લા પરાવર્તનમાં કાંઈક ધર્મપ્રાપ્તિનો સંભવ થાય છે. તેને પ્રબળ પુરુષાર્થથી રાખી શકાય તેમ છે, પણ કષાય કરવાથી તેને એકદમ એકસાથે નાશ થઈ જાય છે. ગુણસ્થાનમાં ચઢેલાં પ્રાણીઓ પણ કષાયમોહનીયથી એકદમ નીચે પડી જાય છે, * દેવચંદ્રજીકૃત વીરસ્તવન. WWW.jainelibrary.org | Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] અધ્યાત્મકલ્પમ [સપ્તમ અને ઘણુંખરું તો તે વખતે તેઓને એ અધઃપાત થાય છે કે તેમને પાછો ગુણસ્થાને ચઢવાને દાદર મળ પણ દૂર જાય છે. જેમ કોઈ પ્રાણ આખો દિવસ અને રાત્રિ મહેનત કરી સુવર્ણ પ્રાપ્ત કરે અને પછી તેની સંભાળ ન રાખવાથી પ્રાપ્ત કરેલ સુવર્ણરજ ફેંકના એક સપાટામાં ઊડાડી દે, તેવી રીતે મહાકષ્ટથી મેળવેલ ધર્મરૂપ સુવણુ કષાયરૂપ પવનને સપાટે આવતાં, એકદમ નાશ પામી જાય છે. કષાય એટલે સંસારને વધારનાર, ધમને શત્રુ કષાય તેને શરણુવેરણ કરી દેનાર કષાય અને જેનાથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓને ચેતવવાની જરૂર તે કષાય. વિશેષ માટે જુઓ ૧૮મે શ્લોક. ધર્મ મળ કેટલો મુકેલ છે તે વારંવાર બતાવવાની જરૂર રહેતી નથી. એકેદ્રિય, વિકલૈંદ્રિયમાં તો તેની પ્રાપ્તિ લગભગ અશકય છે અને વિકાસકમમાં આગળ ચાલે ત્યારે, ખાસ કરીને મનુષ્યજન્મમાં, તેની પ્રાપ્તિને સંભવ રહે છે. એ મનુષ્ય જન્મ પામ મહા મુશ્કેલ છે તે આપણે આ જ અધિકારના ઓગણીસમા શ્લોકમાં સવિસ્તર જોઈશું એવી મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ મનુષ્યભવ પણ પગલિક ઈચ્છાઓ તૃપ્ત કરવામાં, નકામી ખટપટ કરવામાં, ઉદરપૂરણની ચિંતામાં અને કામગની તૃપ્તિમાં ચાલ્યા જાય છે અને પાપને સંચય થવાથી તેને અને પ્રાણી વળી પાછો નીચે ઊતરી જાય છે અને ફરી મનુષ્યભવ પ્રાપ્ત કરવાની સ્થિતિને પોતાના વતનથી જ દૂર કરી દે છે. મનુષ્યભવમાં પણ શરીરનું સ્વાચ્ય, જ્ઞાન પ્રાપ્ત કરી ગ્રહણ કરવા યોગ્ય માનસિક બળ, તેને બતાવનાર શુદ્ધ ગુરુની જોગવાઈ અને તેને અનુસરવાની પ્રબળ ઈચ્છા પ્રાપ્ત થવી મુશ્કેલ થઈ પડે છે. એવી અનેક મુશ્કેલીમાંથી પસાર થયા પછી કદાચ ધર્મરત્નની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે પણ આ જીવ તેને લાભ લેવાને બદલે કાં તે નજીવી બાબતમાં કોલ કરી નાખે છે; કેઈન ઉપર વર કરે છે; ધર્મને નામે ખોટા ઝઘડા કરે છે, કાં તે પોતે ડું ખરચી કર્ણ જે દાતાર કહેવરાવવામાં આનંદ માને છે, પિતાના ઉત્તમ જ્ઞાનનું અભિમાન કરે છે; પિતાના જે અગાઉ કઈ થયું નથી, આ કાળમાં તે કઈ છે જ નહિ, એમ માને છે, મનાવે છે અને પોતાની વિરુદ્ધ વિચાર ધરાવનારને હાસ્યાસ્પદ કેમ કરવા એના સીધા અને આડકતરી માર્ગ શોધે છે; કાં તે પિતાનામાં કાંઈ ગુણ નથી એમ ઉપર ઉપરથી બતાવી માન શોધે છે, અતિ અધમ આચરણ કરતાં છતાં ઉપરથી મહા-સદ્દગુણ હોવાને આડંબર કરે છે; ધર્મને નામે લોકોને છેતરે છે; પિતાની ધાર્મિક વૃત્તિના દેખાવને ગેરલાભ લે છે અને કાં તે ધર્મમાગે એક દોકડે પણ ખરચત નથી; માન ખાતર લાખ ખરચે છે, પણ ખરી સખાવત ગુપ્ત કરતું નથી; એકવાર ખરચવા ધારેલ પૈસાનું દશ વખત જુદી જુદી રીતે જુદા જુદા આકારમાં માન લે છે અને તેમ કરીને ધર્મધનને ખોઈ બેસે છે, એક ફૂંક મારીને ધર્મ-સુવર્ણરજને ઉડાડી મૂકે છે અને પછી એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પિતાની વસ્તુસ્વરૂપની અજ્ઞતાને લીધે પડ્યા કરે છે. તેને ચેતવણી આપનાર આ લેક બહુ વિચારવા લાયક છે. (૧૫; ૮૫) Page #199 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કષાયત્યાગ [ ૧૨૭ કષાયથી થતી હાનિની પરંપરા शत्रू भवन्ति सुहृदः कलुषीभवन्ति, धर्मा यशांसि निचितायशसीभवन्ति । स्निह्यन्ति नैव पितरोऽपि च बान्धवाश्च,लोकद्वयेऽपि विपदो भविनां कषायैः॥१६॥(वसंततिलका) “કપાયથી મિત્ર શત્રુ થાય છે, ધર્મ મલિન થાય છે, યશ સજજડ અપયશમાં બદલાઈ જાય છે, મા-બાપ અને ભાઈઓ કે નેહીઓ પણ પ્રેમ રાખતાં નથી અને આ લેક તથા પરલોકમાં પ્રાણીને વિપત્તિઓ પ્રાપ્ત થાય છે.” (૧૬) વિવેચન–કષાયથી બહુ હાનિ થાય છે. તેમાંથી અત્ર ડી બતાવે છે – ૧. કષાયથી મિત્ર હોય તે શત્રુ થઈ જાય છે. આ હકીકત બહુ સ્પષ્ટ છે. એક માણસને ક્રોધ કરવાની ટેવ હોય તે તેના મિત્રે તેની પાસે રહેતા નથી, અભિમાની મિત્રને કદી પણ કડવાશ થયા વગર રહેતી નથી, કપટી મિત્રને તો મિત્ર કહેવાય જ નહિ; કારણ, એક વખત તેનું કપટ પ્રગટ થયું, તેની અંદરખાનેથી કામ કરવાની બગવૃત્તિ સમજાણી, એટલે મિત્રો તેને સહજ રીતે તજી જાય છે અને પોતે પાઈને ઘસારે ન ખાનાર, સામાનું ખાઈ જનાર લોભી મિત્રની મિત્રતા ટકતી નથી, આવા કષાય કરનારાઓને કેઈની સાથે મિત્રતા ટકતી નથી, એટલું જ નહિ, પણ મિત્રો હોય છે તે પણ તેની સામે શત્રુ થઈ જાય છે. કેઈ વખત તેનાં આચરણે બીજા પાસે પ્રગટ કરીને શત્રુ તરીકે કામ બજાવે છે, કેઈ વાર તેની પ્રીતિની કિંમત મનમાં સમજી વખત શોધી તેનું પરિણામ બતાવી આપે છે અને કઈ વાર જાહેરમાં માનભંગ થતાં તેને ઉઘાડે પાડી આપે છે. કષાય કરનાર રાજાઓનાં રાજ્ય પણ તેની પ્રજાઓ અથવા બાજુના રાજાઓ પચાવી પાડે છે અને તેને શત્રુ ગણે છે એ ઈતિહાસને પ્રસિદ્ધ વિષય છે. સીઝર, ને પોલીઅન, પિપી, બીજે ચાર્લ્સ, ઔરંગઝેબ, બાલાજી અને કરણઘેલાની પડતીનું કારણ કષા જ હતા. આખી પ્રજા પણ કષાયથી રાજધમ વીસરી જઈ રાજ્ય તરફ પરામુખ થઈ જાય છે એ વિચારવા ગ્ય વિષય છે. ૨. કષાયથી ધર્મ મલિન થાય છે. આગળના લોકમાં આપણે જોયું કે કષાયથી ધર્મને નાશ થાય છે. અહીં બતાવે છે કે તે મલિન થાય છે. ધર્મ મલિન થાય છે એટલે એમ સમજવાનું કે સુકૃત–પુણ્યધન એકઠું કર્યું હોય તેને બદલે પાપ વધારે એકઠું થઈ જાય છે અને પુણ્યને બટ્ટો લાગે છે. આ સંબંધમાં ઉપરના શ્લેકમાં વિવેચન થઈ ગયું છે તેથી અત્ર વિશેષ સ્પષ્ટીકરણ કરવાની જરૂર રહેતી નથી. ૩. યશને અપયશ થઈ જાય છે. જમાવેલી આબરૂ હોય તે ગેરઆબરૂમાં ફેરવાઈ જાય છે. ક્રોધી માણસની સાથે સંબંધ લાંબે વખત ટકી શકતો નથી અને મિત્રો હોય તે જ તેની નિંદા કરનારા થઈ જાય છે. અહંકારી-અભિમાની માણસ એટલે બધે તે અકકડ થઈને ચાલે છે કે તેના સંબંધમાં આવનાર માણસ તેનું વલણ એક વાર જોયા * च स्थाने न इति वा पाठः। Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] અધ્યાત્મકલ્પમ [ સપ્તમ પછી તેને પરિચય કરવા ઈચ્છતા નથી અને કદાચ પૂર્વ પુણ્યના યોગે ધન કે વિદ્યા તેને મળી ગયાં હોય તે તેની ગેરહાજરીમાં તેને એટલો ઉતારી પાડે છે કે અજ્ઞ છોકરાઓ પણ તેની તરફ આંગળી બતાવ્યા કરે છે. કપટ કરનાર માયાવી માણસને તે બધા દૂરથી જ નમસ્કાર કરે છે. તેઓ સમજે છે કે એની સાથે વધારે સંબંધ થશે તે, એ જરૂર નુકસાનીના ખાડામાં ઉતારશે અને તે ક્યારે અને કેવી રીતે ઉતારશે તેની ખબર ન હોવાથી દરેક તક લઈને તેનું સીધી અને આડકતરી રીતે અપમાન કરે છે. લોભી મનુષ્યની ઘરાકી ટકતી નથી. તેના આડતિયાઓ, અસીલો અને નેકરે સમજે છે કે તે માત્ર પોતાના જ સ્વાર્થને જેનારે છે, પિતાના એક પૈસાના લાભ ખાતર સામાન હજાર રૂપિયાના નુકસાનને ધ્યાનમાં પણ લે નહિ તે તે છે. અને વ્યવહારમાં આવી પ્રતિષ્ઠા-હાનિ સહન કરવી એ અધમાધમ છે. આવી રીતે કોધ, માન, માયા કે લોભ કરનાર પ્રાણીને જરા પણ યશ મળતો નથી અને હોય તે અપયશમાં ફેરવાઈ જાય છે. એ માણસ દુનિયાને દેખાડવા કોઈ વખત જમણ કે ઉજાણી કરે તે કરતી વખતે અને કર્યા પછી કે તેને માટે શું બોલે છે એ સાંભળવાથી બરાબર અપયશની ગાઢતાને ખ્યાલ આવશે. ૪. માબાપ અને ભાઈ ઓ તેવા પ્રાણુ ઉપર પ્રેમ રાખતા નથી. માબાપ એ પ્રેમના ઝરા કહેવાય છે, જે કદી પણ સુકાતા નથી. તેઓ અને ભાઈ ઓ જાણે છે કે આ ભાઈ ક્રોધી, અભિમાની, કપટી કે લેભી છે, ત્યારે તેઓ પર હેત રાખતાં બંધ પડે છે. કષાય કરનાર પુત્ર અથવા ભાઈ માત્ર પોતાના હિત તરફ જ જુએ છે અને સ્વાર્થ સંઘટ્ટ વખતે તે અતિ અધમ વર્તન કરે છે. તે વખતે તેને વડીલો કે ભાઈ એ તેને કેવી રીતે ચાહી શકે ? માતા-પિતાને પ્રેમ ત્યાગ કરવા યોગ્ય છે એ ખરી વાત છે, પણ તે ત્યાગની અપેક્ષાએ છે. સંસાર-વ્યવહારની અપેક્ષાએ અને ક્રોધાદિનું સત્ય સ્વરૂપ નિરૂપણ કરવા વખતે વ્યવહાર પર તેની કેવી અસર થાય છે એ બતાવવામાં માબાપને પ્રેમ કે બંધુવર્ગમાં પ્રીતિ એ મનુષ્યના ઉત્તમ સ્વભાવનું દિગ્દર્શન કરાવનાર છે અને તેથી આદરણીય છે. કષાય કરનાર માણસને આવી રીતે ઘરમાં પણ પ્રીતિ હોતી નથી, બહાર પણ અપયશ બેલાય છે અને કેઈ તેની મિત્રતા રાખતું નથી. ૫. કષાયથી આ ભવ અને પરભવમાં અનેક હાનિ થાય છે. આ ભવમાં કેટલી હાનિ થાય છે તેનું કાંઈક સ્વરૂપ આપણે ઉપર જોયું. મલિન અધ્યવસાય અને તેથી મલિન વર્તન કરનાર પુણ્યબંધ કરતું નથી, પાપબંધ કરે છે અને કર્મનિર્જરા તે તેને હેય જ નહિ. તેથી તે પરભવમાં પણ અનેક દુઃખો સહન કરે છે. ત્યાં કેબીને પરતંત્રતા, અભિમાનીને નીચગેત્રાદિક, માયાવીને સ્ત્રીપણું અને લોભીને દરિદ્રતા વગેરે અનેક દુઃખપરંપરા થાય છે. તેને ભોગવવામાં વળી અનેક પાપો તે વહોરી લે છે અને એમ ઉત્તરોત્તર એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ પડતું જાય છે અને ઊંચે આવી શકતો નથી. આવી રીતે કષાયથી હાનિની પરંપરા ચાલે છે, એ બહુ ધ્યાનમાં લઈ સમજીને વિચાર કરવા યોગ્ય છે. (૧૬, ૮૬) Page #201 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] કષાયત્યાગ [૨૯ મદનિગ્રહ; ખાસ ઉપદેશ रूपलाभकुलविक्रमविद्याश्रीतपोवितरणप्रभुताद्यैः । कि मदं वहसि वेत्सि न मूढानन्तशः स्म+ भृशलाघवदुःखम् ॥१७॥ (स्वागता) “રૂપ, લાભ, કુળ, વિક્રમ, વિદ્યા, લક્ષ્મી, તપ, દાન, અિશ્વર્ય વગેરેને મદ તું શું જોઈને કરે છે? હે મૂખ! અનંત વખત તને લઘુતાઈનું દુઃખ વહન કરવું પડ્યું છે, તે શું જાણુતે નથી?” (૧૭) વિવેચન–જેમ ઉપરની બાબતમાં અનેક વાર લઘુતાઈ પામ્યું છે, એમ કહ્યું, તેવી રીતે શ્રી હેમચંદ્રાચાર્ય પણ કહે છે કે – जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतैः । कुर्धन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ એટલે એ આઠને મદ કરતાં તે જ વસ્તુઓ નબળી મળે છે; આઠ મદ કરનારના શા હાલ થયા છે તેની વિસ્તારથી કથા જેવી હોય તેમને જૈનકથા રત્નકેષ ભાગ ૬ઠ્ઠામાં ગૌતમકુલકના પૃષ્ઠ ૯૩ થી વાંચવાની ભલામણ છે. (૧) જાતિમદઃ હું ઉત્તમ જાતિને છું એ ફાંકે રાખવે. હરિકેશી મુનિ આ મદ કરવાથી ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા (૨) લાભદઃ છ ખંડના લાભથી મદમાં આવી જઈ સર્વ ચક્રવતીઓથી માટે થવા સુભૂમ સાતમો ખંડ સાધવા ગયે અને પ્રાણ ખેયા. અત્યારે પણ વ્યાપારમાં બેસ્ટ જાય ત્યારે કર્મની નિંદા થાય છે અને લાભ થાય ત્યારે તેને મદ થાય છે. (૩) કુણીમદઃ અમે આવા, અમારા બાપદાદાએ આવાં આવાં મોટાં કામ કરેલાં વગેરે. મરીચિને પિતાના કુળને મદ થઈ ગયે તે નીચ ગોત્ર બાંધ્યું અને તે અનેક ભવમાં વેઠવું પડયું. (૪) ઐશ્વર્યમદ દશાર્ણભદ્રને થયો હતે. અત્યારે રશિયાના ઝાર પ્રમુખને થાય છે. બીજાઓ પણ અધિકાર, સ્વામિત્વાદિ પ્રાપ્ત થયે અભિમાની બની જાય છે તે અશ્વયંમદ કહેવાય છે. (૫) બીમદ : શ્રી આદિનાથ પ્રભુના પુત્ર મહાબળવાળા બાહુબલિને આ મદ થયા હતા, તેથી તેણે ભાઈની સાથે પણ યુદ્ધ કર્યું, (૬) રૂપમદઃ સનસ્કુમારને આ મદ થયો હતે; અત્યારે ગોરી કોમેને આ માં થાય છે સ્ત્રીઓમાં આ મદ વિશેષ હોય છે, પરંતુ તેથી પરિણામે હાનિ છે. (૭) તપમદ : તપસ્વીને મદ થઈ જાય છે તેથી ત૫ના ફળને હારી જાય છે, જુઓ કુરગડુ અને ચાર મુનિનું દષ્ટાંત. (૮) શ્રતમદ : વિદ્યાનો મદ આ જમાનામાં ઘણાને થાય છે. સ્થૂલભદ્રજીમે થયે હતું, જેથી પાછલાં પૂર્વ શ્રીસંઘને આગ્રહ થવાથી માત્ર સ્વરૂપે મળ્યાં અર્થથી મળ્યાં નહીં. આ આઠ મદ બહુ વિચારવા જેવા છે. સીધી કે આડકતરી રીતે દરેક + # રથને સ્વ તિ વા વાઃ | * વિવેચન લખ્યા પછી થોડાં વર્ષમાં એ મદનાં ફળ બેઠાં છે, તે આધુનિક ઈતિહાસને વિષય છે અ. ૧૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] અધ્યાત્મકપ મ [ સપ્તમ માસ તેમાં ફસાઈ જાય છે અને સ`સાર દીર્ઘ કરી નાખે છે. એને વશ ન થવું એમાં મન પર અકુશ અને જીવનયાત્રાની સફળતા છે. ઘણાખરા લેખકે માન અને મદ વચ્ચે કાંઈ તફાવત હાય એમ ધારતા નથી. અછતા ગુણાના સદ્ભાવ અને છતા ગુણ્ણાના ઉત્કષ બતાવવા એને આપણે અનુક્રમે માન અને મ સમજીએ તા મદના સાઁબંધમાં બહુ વિચારવા જેવું રહે છે. મદ શા માટે કરવા એ જરા વિચારો. અશ્વ, ધન કે વિદ્યા પ્રાપ્ત થાય અથવા જાતિ, કુળ કે ખળ પ્રાપ્ત થાય તા તેમાં મદ Àના કરવા ? પૂર્વ શુભ કમના ઉયથી એ સવ પ્રાપ્ત થાય છે, તેમાં તારે પોતાને શે। મઢ કરવાના છે? વળી, તારા કરતાં જ્ઞાન, ધન, સપત્તિ, બળ વગેરેમાં ઘણા જખરા માણસેા થઈ ગયા છે, અત્યારે પણ તારે માથે સવાશેર દુનિયામાં ઘણા છે, તા શેના અહંકાર કરે છે? જે વસ્તુ તારી પેાતાની નથી, રહેવાની નથી, કોઈની થઈ નથી, તેને અશ પ્રાપ્ત કરી તું કેમ અક્કડ થાય છે ! લેાજકુમારે તેના કાકાને કહેવરાવ્યું હતું કે માંધાતા જેવા માટા રાજાએ ચાલ્યા ગયા તેમની સાથે પૃથ્વી ગઈ નથી, પણ મને લાગે છે કે, કાકા ! તમારી સાથે તેા તે જરૂર આવશે !’ આ નાની હકીકતમાં બહુ રહસ્ય છે. આખા છ ખંડ સાધનાર ચક્રવતી પણ ઉઘાડે હાથે ચાલ્યા જાય છે, ત્યારે તુ કાણુ માત્ર છે ? તને શું મળ્યુ છે ? મળ્યું છે તેમાંથી તારું શું ? અને તારી સાથે તેમાંથી તું આવવાનું છે ? એ વિચાર અને નકામી ખટપટ દૂર કરી, તારે સીધે રસ્તે કામ કર. ( ૧૭૬ ૮૭) સસારવૃક્ષનુ' મૂળ-કષાય विना कषायाम भवार्तिरा शिर्भवेद्भवेदेव च तेषु सत्सु । मूलं हि संसारतरोः कषायास्तत्तान् विहायैव सुखीभवात्मन् ! ॥ १८ ॥ ( उपजाति ) કષાય વગર સસારની અનેક પીડા આ થાય નહિ, અને કષાય હાય ત્યારે પીડાએ જરૂર થાય છે. સસારવૃક્ષનુ મૂળ જ કષાય છે. તે હું ચેતન ? તેને તજીને સુખી થા. (૧૮) વિવેચન--આખા અધિકારના અત્ર સાર છે, અર્થ સ્પષ્ટ છે. કષાય ત્યાં સસાર અને કષાય નહિ ત્યાં સસાર નહિ. કષાય એટલે સ'સારના લાભ, સંસરણુ–ગતિ કરાવે તે સસાર અને કષાય તેવી જ રીતે ગતિ કરાવે છે. કાને ? આત્માને. અને ત્યાગ થાય એટલે ગતિ અટકી જાય છે. આ અન્વય-વ્યતિરેક ધમ ખરાખર સમજવા, વિચારવા, મનન કરવા, હૃદયમાં સ્થાપન કરવા. કષાય ન હોય તા સસારરૂપ ઝાડ ઊગે જ નહિ, કદી કષાય થવાથી ઊગ્યુ. તા હવે તેને પાડી નાખવું, અને ફરી ઊગે નહિ એમ કરવા માટે તેનાં મૂળા ખળી નાખવાં. (ઝાડ ખાળવામાં પાપ છે તેથી ડરીશ નહિ. આ કષાયઝાડ તા અનંત દયાના સ્થાન પરમાત્મા તીર્થંકરાએ પણ મૂળથી ઉચ્છેદી નાખ્યું હતું) દરેક ભવ્યાત્માએ ઘરમાં આ વાકય કારી રાખવુ કે “મૂજી સંસારસોઃ જાય:” આ વાકયના ખરેખરા સમજવા પર ભવિષ્યની સ્થિતિના આધાર છે. (૧૮; ૮૮) Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૧ અધિકાર ] કષાયત્યાગ કષાયોના સહચારી વિષયોને ત્યાગ समीक्ष्य तिर्यङनरकादिवेदनाः, श्रुतेक्षणैधर्मदुरापतां तथा । મોક્ષે ક્રિષદૈઃ સૌતતત્તવાતમ! વિચૈવ ચેતના છે ૨૧. (વંરાથ) શાસ્ત્રરૂપ આંખોથી તિર્યંચ, નરક વગેરેની વેદનાને જાણી, તેમ જ ધર્મ મળવાની મુશ્કેલી પણ જાણ, તેમ છતાં પણ કુતૂહળવાળા વિષયમાં તું આનંદ માનશે તે હે ચેતન ! તારું ચેતનપણું તદ્દન નકામું છે.” (૧૯). વિવેચન—વિષય અને પ્રમાદને પરસ્પર સાધમ્ય છે અને વિષય તથા કષાય સહચારી છે, તેથી કષાયદ્વારમાં વિષયને ઉપદેશ કરે છે. દેવતાને યવન સમયે અનંત દુઃખ છે મનુષ્યભવમાં પ્રવૃત્તિ, વિયેગ, વ્યાધિ, જરા, મૃત્યુ વગેરે દુઃખ છે, તિર્યંચને પરસ્વાધીન વૃત્તિનું દુઃખ છે અને નરક તે દુખમય જ છે. એ સર્વ હકીક્ત તે શાસ્ત્રમાં વાંચી છે, એટલે શાસ્ત્રરૂપ જ્ઞાનચક્ષુથી તે જોઈ છે. વળી, તું સારી રીતે સમજે છે કે, અનંત કષ્ટથી પંચેંદ્રિયપણું મળે છે અને ધર્મ તે બહુ મુશ્કેલીમાં મળે છે. આટલું આટલું નજરે જોયા છતાં પણ તારી વૃત્તિ ફરે જ નહિ, તને જરા પણ નિર્વેદ થાય નહિ, તે જાણ કે તારું ભણ્ય-ગણ્યું ધૂળ છે, વાગાડંબર છે, દેખાવમાત્ર છે, નિષ્ફળ છે, વંધ્ય છે. ધર્મ કેટલી મુશ્કેલીમાં મળે છે તે પ્રસિદ્ધ છે. દશ દષ્ટાંતથી મનુષ્યભવની દુર્લભતા જણાઈ આવે છે. આ દશ દષ્ટાંતાના સંબંધમાં ટીકાકારે દશ શ્લેક આપ્યા છે તે મુખપાઠ કરી હૃદય પર આલેખવા જેવા અને સરળ અર્થવાળા છે તેથી અત્રે ઉતારી લીધા છે: विप्रः प्रार्थितवान् प्रसन्नमनसः श्रीब्रह्मदत्तात् पुरा, क्षेत्रेऽस्मिन् भरतेऽखिले प्रतिगृहं मे भोजनं दापय । इत्थं लब्धधरोऽथ तेष्वपि कदाप्यनात्यहो द्विः स चेद् , भ्रष्टो मत्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥१॥ स्तम्भानां हि सहस्रमष्टसहितं प्रत्येकमष्टोत्तरं, कोणानां शतमेषु तानपि जयन् धूतेऽथ तत्सङ्ख्यया । साम्राज्यं जनकात्सुतः स लभते स्याच्चे दिदं दुर्घट, भ्रष्टो मयंभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥२॥ वृद्धा कापि पुरा समस्तभरतक्षेत्रस्य धान्यावलिं, पिण्डीकृत्य च तत्र सर्षपकणान् क्षिप्त्वाढकेनोन्मितान् । * सुकौतुकः इति पाठोऽपि क्वचिद् दृश्यते । * મનમાં જ્યારે કોઈ વિષય બરાબર પ્રકટ થયો હોય ત્યારે તેનું જ્ઞાનચક્ષુ સમીપ સ્પષ્ટ દર્શન થાય છે. ને જોયેલી વસ્તુઓનું વર્ણન સાંભળી તેને ઉલેખ આપણે ઘણીવાર કરીએ છીએ. એટલા માટે અત્ર જોઈ છે એમ કહ્યું. એને ભાવાર્થ એમ છે કે તે તે અનુભવી છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ २३२] અધ્યાત્મકપમ प्रत्येकं हि पृथक्करोति किल सा सर्वाणि चान्नानि चेद् , भ्रष्टो मर्त्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥ ३ ॥ सिद्धद्यतकलाबलाद्धनिजनं जित्वाथ हेम्नां भरैचाणक्येन नृपस्य कोशनिवहः पूर्णीकृतो हेलया । देवादाढयजनेन तेन स पुनर्जीयेत मन्त्री क्वचित् , भ्रष्टो मर्त्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥४॥ रत्नान्याढयसुतैर्वितीर्य वणिजां देशान्तरादीयुषां, पश्चात्तापवशेन तानि पुनरादातुं कृतोपक्रमः ।। लभ्यन्ते निखिलानि दुर्घटमिदं दैवाद् घटेत्तत्क्वचित् , भ्रष्टो भर्त्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥ ५ ॥ स्वप्ने कार्पटिकेन रात्रिधिगमे श्रीमूलदेवेन च, प्रेक्ष्येन्दुं सकलं कुनिर्णयषशादल्पं फलं प्राप्य च । स्वप्नस्तेन पुनः स तत्र शयितेनालोक्यते कुत्रचित, भ्रष्टो मत्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥६॥ राधाया पदनादधः क्रमवशाच्चक्राणि चत्वार्यपि, भ्राम्यन्तीह विपर्ययेण तदधो धन्वी स्थितोऽवाङ्मुखः । तस्या वामकनीनिकामिषुमुखेनैवाशु विध्यत्यही, भ्रष्टो मर्त्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥७॥ दृष्ट्वा कोऽपि हि कच्छपो हृदमुखे सेवालबन्धच्युते, पूर्णेन्दु मुदितः कुटुम्बमिह तं द्रष्टुं समानीतवान् । सेवाले मिलिते कदापि स पुनश्चन्द्रं समालोकते, भ्रष्टो मर्त्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥ ८॥ शम्या पूर्वपयोनिधौ निपतिता भ्रष्टं युगं पश्चिमाम्भोधौ दुर्धरवीचिभिश्चि सुचिरात्संयोजितं तद् द्वयम् । सा शम्या प्रविशेद्युगस्य विवरे तस्य स्वयं क्वापि चेत, भ्रष्टो मर्त्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥ ९ ॥ चूर्णीकृत्य पराक्रमान्मणिमयं स्तम्भं सुरः क्रीडया, मेरौ सन्नलिकासमीरवशतः क्षिप्त्वा रजो दिक्षु चेत् । स्तम्भं तैः परमाणुभिः सुमिलितः कुर्यात्स चेत्पूर्ववत, भ्रष्टो मर्त्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥ १०॥ ભેજન–બ્રહ્મરાજાને પુત્ર બ્રહ્મદર બે વરસની વયનો હતો ત્યારે તેને પિતા મરણ પામ્યા. રાયકાર્ય દીર્ઘ નામના મંત્રીને સોંપવામાં આવ્યું. આ મંત્રીની સાથે બ્રહ્મરાજાની રાણું ચલણી પ્રેમમાં પડી અને વિષય સેવવા લાગી. બ્રહ્મદત્તને આ વાતની ખબર પડતાં તેણે આ દુષ્ટ સયાગ તોડી નખાવવા આડકતરી રીતે પ્રયાસ કર્યો, પણ Page #205 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કષાયત્યાગ [૧૩૩ રાણીએ તે ઊલટો તેનો જીવ લેવાનો નિશ્ચય કરી એક લાક્ષાગૃહ બનાવ્યું અને તેમાં નવપરિણીત વધૂ સાથે કુંવરને મોકલ્યો અને રાત્રે આગ લગાડવાને વિચાર કર્યો. આ દુષ્ટ નિર્ણયની ખબર કુંવરને બીજા મંત્રીએ કરી અને ભૂમિમાં કરેલી સુરંગને રસ્તે થઈ કુંવરને બહાર સહીસલામત કાઢો. અરણ્યમાં એકલા ફરતાં કુંવર મહાઅટીમાં આવી પહોંચ્યા. તે વખતે એક બ્રાહ્મણ સાથે થયે અને અટવી ઉતારી. રાજય મળે ત્યારે આવવાનું કહી બ્રહ્મદરે કૃતજ્ઞપણું બતાવ્યું. અનુક્રમે કેટલેક કાળે બ્રહ્મદત્તને કાંપિલ્યપુરનું રાજ્ય મળ્યું અને છ ખંડ પૃથ્વી સાધી ચક્રવતી થયા. ઉક્ત બ્રાહ્મણ આ હકીક્ત જાણી કાંપિલ્યપુર આવ્યું અને બહુ પ્રયાસે ચક્રવતીને મળે. ચક્રવર્તીએ યથારુચિ વર માગવા કહ્યું. બ્રાહ્મણે વિચાર કરી જવાબ આપવા જણાવ્યું. ઘરે આવી પોતાની સ્ત્રીને પૂછતાં તેણીએ વિચાર કર્યો કે જે આને ગામગરાસ મળશે તે તેના વહીવટની ખટપટ કરવી પડશે અને ઋદ્ધિને અંગે ગરીબ અવસ્થામાં પરણેલી સ્ત્રી પસંદ આવશે નહિ તે મારે ત્યાગ કરશે. આથી તેણીએ એવી સૂચના કરી કે આપણું કુટુંબને દરરોજ એક એક ચૂલે ખાવાનું મળે અને એક મહોર દક્ષિણ મળે એવું વરદાન માગો. બ્રાહ્મણે આવું જ વરદાન માગ્યું. રાજાએ બ્રાહ્મણની પશ્ચિમબુદ્ધિ માટે ખેદ બતાવ્યું. હવે બ્રાહ્મણને પ્રથમ દિવસે બ્રહ્મદત્તને રસોડે જમવાનું હતું, ત્યાં જમી મહેર મેળવી. પછી ચક્રવતીની એક લાખ બાણુ હજાર અંતેઉરીને ત્યાં જ. આવી રીતે છ ખંડમાં દરેક ઘરે જમવાનું હતું, પણ પ્રથમ દિવસે ભજનમાં જે મીઠાશ આવી હતી તે ફરીવાર આવી નહિ અને દરરોજ પ્રથમ દિવસનું જમણ સંભાર્યા કરે. આથી પ્રથમ શ્લોકમાં કહે છે કે “પ્રસન્ન મનવાળા બ્રહ્મદત્ત ચક્રવતી પાસે બ્રાહ્મણે પ્રાર્થના કરી કે “મને આખા ભરતક્ષેત્રમાં પ્રત્યેક ગૃહે ભેજન અપાવે.” આ પ્રમાણે વરદાન પ્રાપ્ત કરેલ તે બ્રાહ્મણ કદાચિત પ્રથમ દિવસે કરેલ ભેજન બીજી વાર મેળવે; પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતું નથી.” (૧) ઘત–એક રાજા બહુ વૃદ્ધ થયે, પરંતુ કઈ પણ પ્રકારે મરણ પામે નહિ, તેને પુત્ર માટી વયને થયો હતો, અને પ્રત્યેક દિવસ તે પિતાના મરણની રાહ જોતો હતે. વૃદ્ધ રાજાને પણ રાજ્યમહ બહુ તીવ્ર લાગ્યું હતું, તેથી પુત્રને રાજ્ય આપી શકતો નહોતે. પુત્રને છેવટે ઈચ્છા થઈ કે પિતાને મારીને પણ રાજ્ય લેવું. વૃદ્ધ રાજાને આ વાતની ખબર પડી એટલે તેણે એક યુક્તિ કરીઃ રાજસભામાં એક હજાર ને આઠ થાંભલા હતા અને પ્રત્યેક થાંભલે એક સે ને આઠ હાંસો હતી. રાજાએ પુત્રને કહ્યું કે મારે તને હવે રાજય સેંપી દેવું છે, પણ આપણા કુળને એવો રિવાજ છે કે પુત્રે રાજ્ય લેવા પહેલાં પિતા સાથે ઘત રમવું અને ઘતમાં એક વાર જીતે ત્યારે એક હાંસ જીતી ગણાય. અને તેવી રીતે એક સે આઠ વાર જીતે ત્યારે એક સ્તંભ જ ગણાય. આવા એકસો આઠ સ્તંભ જીતે ત્યારે પુત્રને રાજ્ય મળે, પણ રમતાં રમતાં વચ્ચે એક વાર હારી જાય તે અગાઉની સર્વ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] અધ્યાત્મકલ્પમ [ સપ્તમ છત વ્યર્થ જાય અને નવે નામે પહેલી હાંસથી શરૂ કરવું પડે. આ વાત પુત્રે કબૂલ કરી અને વ્રત રમવા માંડયું. આ પ્રમાણે રમતાં રમતાં કેટલીક વાર જીતે અને વળી હારી જાય. પણ સંપૂર્ણ તો કઈ કાળે થાય જ નહિ. આથી દ્વિતીય શ્લોકમાં કહે છે કે “એક સે આઠ થાંભલા પૈકી પ્રત્યેક સ્તંભને એક સો આઠ હસે છે અને પ્રત્યેક હાંસને પુત્ર પિતા સાથે ધ્રુત રમતાં જીતે ત્યારે તેને સામ્રાજ્ય મળે તે દુર્ઘટ તે છે જ; પણ કદાપિ તેમ બની આવે, પણ જે કમનસીબ પ્રાણ મનુષ્યભવ પામી હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતું નથી.” (૨) ધાન્ય–એક રાજાએ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થતાં સર્વ પ્રકારનાં ધાન્ય કૌતુક માટે એકઠાં કર્યા અને તેમાં એક પાલી સરસવના દાણું નાખ્યા. પછી એક વૃદ્ધ ડેસીને બોલાવી, ધાન્યના ઢગલામાંથી સરસવના સર્વ દાણું છૂટા પાડી આપવા આજ્ઞા કરી. બિચારી ડોસી આ કેવી રીતે કરી શકે? તેથી ત્રીજા ક્રમાં કહ્યું છે કે “આખા ભરતક્ષેત્રના સર્વ ધાન્યના સમૂહમાં એક પાલી સરસવ નાખેલા હોય અને તે જ દાણાઓને જુદા કરી આપવાનું એક વૃદ્ધ ડેસીને કહ્યું હોય હવે કદાચ તે ડોસી સર્વ દાણાઓને અને સરસવને જુદા પાડી આપે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતા નથી.” (૩) પાસા–ચાણકય નામને બ્રાહ્મણપુત્ર નંદ રાજાની સભામાં આવ્યો અને સિંહાસન ઉપર બેસી ગયા. રાજા તે વખતે રાજસભામાં હતું નહિ, પણ દાસીએ ચાણક્યને તિરસ્કાર કરી દૂર કર્યો. ચાણકયે ત્યાં ઘેર પ્રતિજ્ઞા કરી કે જો હું ખરો ચાણક્ય હેલું તે નંદ રાજાને સમૂળ ઉમૂળ કરી નાખ્યું. રાજ્ય ગ્ય કુંવરને શોધતાં તે એક મયૂરપિષકની દીકરી પાસે ગયો. તેને ચંદ્રપાન કરવાને દેહદ થયા હતા. ચાણક્ય જન્મતાં જ પુત્રને સોંપી દેવાની શરત કરી, યુક્તિથી દેહદ પૂર્ણ કર્યો. તે એવી રીતે કે એક છિદ્ર યુક્ત તૃણનું ઘર કરાવ્યું અને એક પુરુષ છિદ્ર ઢાંકવા સારુ ઉપર બેઠે. એક વિશાળ થાળમાં પરમાન્ન (ખીર) ભરી છિદ્ર નીચે તે થાળ મૂક્યો અને પુત્રીને ચંદ્રનું પાન કરવા કહ્યું. સ્ત્રી પાન કરતી જાય છે અને છાપરા ઉપર બેઠેલો પુરુષ છિદ્ર ઢાંકતા જાય છે. આવી રીતે તેને દેહદ પૂરે કર્યો. સંપૂર્ણ કાળે પુત્ર થયો, તેનું નામ ચંદ્રગુપ્ત પાડ્યું. ચંદ્રગુપ્ત બાળવયથી જ રાજા થવાનાં લક્ષણ બતાવવા લાગ્યા. નાના બાળકની સભાઓ કરી તેમાં પોતે રાજા થાય, ન્યાય ચૂકવે, ગામગરાસ ભેટ આપે, સજાઓ કરે અને યુદ્ધ પણ કરે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત અનેક સિદ્ધિઓ સાધી પાટલીપુરને ઘેરે નાખીને પડ્યા. નંદ રાજા લડવા આવ્યો અને ચાણક્યના સૈન્યમાં ભંગાણ પડ્યું. ચાણકય ભાગ્ય અને તેને મારવા રાજાએ મારા મોકલ્યા. ચંદ્રગુપ્તને કૂવામાં સંતાડી પિતે બાવાને વેશ ધારણ કરી કાંઠે બેઠે અને મારાઓને કહ્યું કે ચંદ્રગુપ્ત અંદર સંતાઈ ગયું છે. મારા હથિયાર મૂકી અંદર ઊતરવા ગયા કે લઘુલાઘવી કળાથી તેઓનાં શસ્ત્રથી જ તેઓને મારી નાખ્યા. Page #207 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ]. કષાયત્યાગ [ ૧૩૫ આવી રીતે અનેક કષ્ટમાંથી ચંદ્રગુપ્તને બચાવી પિતે પણ યુક્તિથી બો. ચાણક્ય નીતિશાસ્ત્રમાં બહુ હોંશિયાર હતે. અને યુક્તિ કેમ કરવી, જાળ કેમ પાથરવી અને ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ પિતાનું કાર્ય કેવી રીતે સાધવું એ તે બહુ સારું સમજતો હતો. એક પર્વત નામના રાજાને પિતાનો કરી નંદ રાજા ઉપર ફરી વાર છાપો માર્યો, પણ આ વખતે પાટલીપુર ઉપર સીધે ઘેરે ન ઘાલતાં આસપાસનાં ગામોને સર કરવા માંડયાં. નંદ રાજા પડ્યા અને ચંદ્રગુપ્ત સિંહાસનારૂઢ થયે. પર્વત રાજા વિષકન્યાના સંયોગથી મરી ગયા અને તેથી વચ્ચેથી ફાંસ ગઈ. પાટલીપુરના લોકોને કર બહુ આપ પડ્યો, તેથી પ્રજા અસંતોષી બની ગઈ અને ચંદ્રગુપ્તની પાસે ફરિયાદ કરવા આવી. ચાણકયે વિચાર્યું કે લેકે અસંતેષી બનશે તો ઉચાળા ભરી ચાલ્યા જશે, આથી તેણે લેકોને કર રહિત કર્યા. પૈસા પ્રાપ્ત કરવાને એક બીજો ઉપાય ચિંતવતાં તેણે દેવતા પાસેથી અજેય પાસા મેળવ્યા. ગામના આગેવાન શેઠિયાઓને બેલાવી તેઓ સાથે વ્રત રમવા માંડયું અને તેમાં પોતે મોટી બીટ મૂકે અને તે તે પ્રમાણમાં બહુ ઓછી વસ્તુ લે. એવી હેડ કરતાં પણ સર્વ લે કે તેની સાથે રમતાં હારી જતા, પણ ચાણક્ય. કેઈ દિવસ હારે નહિ. આથી ચોથા શ્લોકમાં કહ્યું છે કે “સિદ્ધની પાસેથી મેળવેલ ઘૂત રમવાના પાસાના ઉપગથી અનેક લોકોને જીતીને ચાણકયે રમતમાત્રમાં રાજાને ભંડાર સુવર્ણથી ભરી દીધા. કદાચ દેવકૃપાથી ગામના શેઠિયા લોકે તે મંત્રીને જીતી લે પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતું નથી.” (૪) ધન્નો--વસંતપુર નગરમાં બન્ને નામે એક શેઠ રહેતો હતો. તેને પાંચ પુત્ર હતા. આ ધન્ના શેઠ રત્નની પરીક્ષામાં બહુ કાબેલ હોવાની તેને રત્નપરીક્ષકના નામથી સર્વ ઓળખતા હતા. શેઠની એક એવી પ્રકૃતિ પડી હતી કે બહુ મૂલ્યવાળાં જે જે રત્નો આવે તે ખરીદી સંગ્રહી રાખે પણ વેચે નહિ. પુત્રે પણ વારંવાર કહે કે બમણું તમણાં દામ આવે છે, છતાં શા માટે વેચતા નથી? આ પ્રમાણે વારંવાર થયા કરે તે પણ શેઠ તે વેચવાની વાત જ કરે નહિ. એક વખત શેઠ પરદેશ ગયા અને કેટલાક દિવસ પછી પાછા આવ્યા, ત્યારે માલુમ પડ્યું કે પિતાના પુત્રએ સર્વ રને પરદેશી માણસને વેચી નાખ્યાં છે. શેઠે તે આ સમાચાર સાંભળી સર્વ પુત્રને ઘરબહાર કાઢી મૂક્યા અને સર્વ રને લઈને જ ઘરે પાછા આવવાનું કહ્યું. પુત્રો તે બાપડા પરદેશ નીકળ્યા, પણ એ જ સર્વ રને પાછાં કેવી રીતે મેળવી શકે? તેથી પાંચમા શ્લોકમાં કહે છે કે “શેઠના છોકરાઓએ પરદેશથી આવેલા વ્યાપારીઓને રત્નો વેચી દીધાં અને વળી પશ્ચાત્તાપ કરીને તે જ પાછાં મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યા. કેઈ દેવની સહાયથી કદાચ તે જ સર્વ રને વણિકપુત્ર પાછાં મેળવે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતા નથી.” (૫). સ્વપ્ન—ઉજજયિણી નગરીમાં એક મૂળદેવ નામને ચતુર રાજપુત્ર હતું. તે દેવદત્તા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] અધ્યાત્મક૯૫મ [ સપ્તમ વેશ્યા ઉપર રાગાસક્ત હતા. એક દિવસ એક શેઠે તેનું અપમાન કરી ત્યાંથી દૂર કર્યો. તેથી તે પરદેશમાં ભમવા લાગ્યા. અનેક પ્રકારના સૃષ્ટિવૈભવ તો તે એક વખત એક મઠમાં રાતે સૂતા હતા, તેવામાં તેણે સ્વપ્ન દીઠું ચંદ્ર પોતાના મુખમાં પ્રવેશ કરે છે. સ્વપ્ન દેખી તે જા. તે વખતે એક ગોંસાઈના ચેલાએ પણ તેવું જ સ્વપ્ન દીઠું. તેણે પણ જાગી સ્વપ્નને વિચાર પિતાના ગુરુને પૂછળ્યા. ગુરુએ કહ્યું કે, તું આજ છૂત-ખાંડ સહિત જેટલો પામીશ.” શિષ્યને તે પ્રમાણે ભોજન મળ્યું. હવે મૂળદેવ તે શાસ્ત્રવિદ છે તેથી મઠમાંથી બહાર નીકળી ફળ-ફૂલાદિક લઈ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્વપ્ન પાઠક પાસે તે મૂકી તેને સ્વપ્નવિચાર પૂછયો. સ્વપ્ન પાઠકે કહ્યું કે “તમને રાજ્ય મળશે.” મૂળદેવે આ વચન માન્ય કર્યું. નગરમાંથી અન્ન મેળવી કઈ માપવાસી સાધુને ભેજન કરાવ્યું અને દેવતા તુષ્ટમાન થતાં હજાર હસ્તી બંધાય તેવું રાજ્ય દેવદત્તા ગણિકા સહિત એક વચનમાં માગી લીધું. સાત દિવસ પછી, મરણ પામેલા એક અપુત્ર રાજાના ગામમાં પ્રવેશ કરતાં પંચ દિવ્ય પ્રગટ થયાં અને મૂળદેવને રાજ્ય મળ્યું. પેલા ગોસાંઈના શિષ્ય આ હકીકત સાંભળી ત્યારે તેને બહુ ખેદ થયે. એક જ પ્રકારનાં સ્વપ્ન બનેને આવ્યાં, છતાં પોતાને વિધિનું જ્ઞાન ન હોવાથી, મહાલાભ ઈ નાખે, એ હકીકત તેના હૃદયમાં સાલવા લાગી. આથી તે દરરેજ મઠમાં જઈ સૂવે અને ફરી વાર તે જ સ્વપ્ન જોવાની આશા રાખે, પણ તે સ્વપ્ન દેખાય નહિ. તેથી છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે કે “મૂળદેવે અને કાપેટિકે (ગોસાંઈના શિષ્ય) સ્વપ્નમાં ચંદ્ર દેખ્યો, પણ કા૫ટિકે કુનિર્ણય કર્યો તેથી અલ્પ ફળ પામે. ફરી વાર તે જ જગાએ જઈને તે સૂવે અને કદાચ દેવયોગે તે જ સ્વપ્ન તે ફરી વાર દેખે, પણ જે કમનસીબ પ્રાણ મનુષ્યભવ હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતો નથી.”(૬) ચક–ઇદ્રપુર નગરમાં ઈંદ્રદત્ત રાજા વસે છે, તેને બાવીશ રાણીઓથી થયેલા બાવીશ પુત્ર છે. રાજા વળી તેવીશમી સ્ત્રી, જે પિતાના જ મંત્રીની પુત્રી હતી, તેને પરણ્ય. પણ તુરત જ રાજાને તેની સાથે છેષ થયે, તેથી તે પિતાના પિતાને ઘેર જઈ રહી. એક દિવસ રાજા ફરવા નીકળે છે ત્યાં રૂપસૌંદર્યની ભંડાર સ્ત્રીને ગેખમાં જઈ તેના પર આસક્ત થયો, પણ તેને ઓળખી નહિ. રાજા રાત્રિ ત્યાં જ રહ્યો અને સંગબળથી તે જ રાત્રે મંત્રીપુત્રીને ગર્ભ રહ્યો. મંત્રીએ સર્વ બનાવ કાગળ પર લખી લીધે. સંપૂર્ણ કાળે બહુ સુંદર પુત્ર અવતર્યો. તેને કળાચાર્ય પાસે ભણવા મૂક્યો. તે બહુ વિદ્વાન અને ધનુર્વિદ્યામાં નિપુણ થયે. ગર્વિષ્ઠ રાજપુત્રો બહુ સારું ભણી શક્યા નહિ. મંત્રીપુત્રીના પુત્રનું નામ સુરેન્દ્રદત પાડવામાં આવ્યું હતું. હવે મથુરા નગરીના જિતશત્રુ રાજાની નિવૃત્તિ નામની પુત્રી રૂપયૌવનસંપન્ન થઈ શણગાર સજી, પિતા પાસે આવી ત્યારે સ્વયંવરથી વર વરવા પિતાએ ઈચ્છા બતાવી, પુત્રીએ પણ રાધાવેધ સાધનારને પરણવા ઈચ્છા બતાવી ઊંચાં કુટુંબમાં ઈરછાવર વરવાને નિયમ પૂર્વ કાળમાં હતા એમ ઘણા પ્રસંગે જણાય છે. રાજાએ પણ પુત્રીની ઈચ્છા અનુસાર સર્વ દેશોમાંથી રાજ Page #209 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કષાયત્યાગ [ ૧૩૭ પુત્રોને બોલાવ્યા. ઇદ્રદત્ત રાજા પણ પુત્ર સહિત આ મંત્રી સુરેંદ્રદત્તને પણ સાથે લઈ આવ્યો. સ્વયંવરમંડપની શોભા અદભુત કરી હતી. મંડપની વચ્ચે સ્તંભ ઊભો કર્યો. તેની ઉપર ચાર ચાર ચક્ર મંડાવ્યાં. એક એક ચક્રમાં બહુ આરા કર્યા અને દરેક ચક્રને એવી રીતે યંત્ર દ્વાર ગોઠવ્યું કે એક જમણી બાજુએ ફરે અને એક ડાબી બાજુએ ફરે. તે સ્તંભની ઉપર એક સુંદર પૂતળી માંડી અને તેનું મુખ નીચું જોતું કરાવ્યું. નીચે મોટી તેલની કડાઈ માંડી. તેની બાજુમાં કન્યા પંચવણી ફૂલમાળ હસ્તમાં લઈ ઊભી રહી. નીચેની કઢાઈમાં નજર રાખી, ઉપર આઠ ચકમાં પસાર કરી, રાધાની ડાબી આંખને વીધે, એવી રીતે જે રાજપુત્ર બાણ મારે તેને વરવું, એવી તેની પ્રતિજ્ઞા હતી, રાજપુત્રએ કાર્ય શરૂ કર્યું. કેટલાક તે પિતાની જગ્યા પરથી ઊઠયા જ નહિ, કેટલાક કઢાઈ સુધી જઈ પાછા આવ્યા; કેટલાક ધનુષ્ય પડતું મૂકી ચાલ્યા અને એવી રીતે સર્વ નષ્ટભ્રષ્ટ થયા. ઇંદ્રદત્ત રાજાના બાવીશ પુત્રોને પણ એ જ હાલ થયા ત્યારે રાજા બહુ ખિન્ન થઈ ગયે. મંત્રીએ પછી ત્રેવીસમા પુત્રની હકીકત કહી, રાજાને સંબુદ્ધ કર્યો. રાજાને સર્વ હકીકત યાદ આવી. સુરેંદ્રદત્તને કાર્ય કરવા રાજાએ આજ્ઞા કરી. તે ઊઠો, ચાલ્ય, ધનુષ્ય લીધું, નીચી દષ્ટિ કરી, ધનુષ્ય વાળ્યું, બાણને વેગ કર્યો અને સર્વ ચકો જ્યારે અમુક સ્થાનમાં આવ્યાં, ત્યારે બાણ છોડયું, જેણે આઠ ચકોની વચ્ચે થઈ કઈ પણ આરાને સ્પર્શ કર્યા વગર રાધાની ડાબી આંખને વીધી. તુરત જ કુંવરીએ વરમાળા તેના ગળામાં | આરે પણ કરી. આ હકીકત પર વિચાર કરતાં સાતમા લેકમાં કહે છે કે “રાધાના મુખ નીચે ચક્રો અનુક્રમે એકબીજાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે અને તેની નીચે ધનુર્ધર પુરુષ નીચું મુખ કરીને ઊભે રહ્યો છે. કદાચ કોઈ ભાગ્યવંત નિપુણ તે રાધાની ડાબી આંખ બાણના મુખથી વીંધી શકે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતો નથી.” (૭) ફર્મ–એક બહુ મેટે કહે છે, તેમાં એક કાચબો રહે છે. તેણે એક વખત પાણી ઉપરની સેવાળ તૂટવાથી આસો સુદ પૂર્ણિમાની રાતે આકાશમંડળમાં સકળકળાસંપૂર્ણ નયનાનંદકારી, સમગ્ર નક્ષત્રે બિરાજમાન ચંદ્ર દીઠે. આથી તેને બહુ આનંદ થયો. આ કુદરતી દેખાવ પિતાના કુટુંબને દેખાડવા તે ડૂબકી મારી પાણીમાં ગયે અને કુટુંબને લઈને પાછો આવ્યા, ત્યાં તે સેવાળ મળી ગઈ હતી. આથી ચંદ્રદર્શન કર્યા વિના જ તેના કુટુંબને પાછું ફરવું પડ્યું. પૂર્ણિમાની રાત્રિ, સેવાલનું સફેટન અને કુટુંબ સહિત પિતાની હાજરી, એ સર્વ વેગ ફરી વાર મળવા મુશ્કેલ છે. આથી આઠમા શ્લોકમાં કહે છે કે “સેવાળ-બંધ છૂટવાથી એક સરોવરમાં રહેલ કાચ પૂર્ણચંદ્રનાં દર્શન કરવાથી બહુ આનંદ પાયે અને તેનું દર્શન કરવા માટે પિતાના કુટુંબને લઈ આવે, પણ સેવાલ મળી ગઈ. આ પ્રમાણે પુનર્દશન કદાચ તે કરે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે તે તેને ફરી વાર પ્રાપ્ત કરી શકતું નથી.” (૮) અ. ૧૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] અધ્યાત્મકલ્પદ્રુમ [ સક્ષમ યુગ–“પૂર્વ સમુદ્રમાં શમી(ખીલી) નાખીએ અને પશ્ચિમે યુગ (સરું) નાખીએ અને બંને સમુદ્રમાં દુર્ધર તરંગ આવ્યા કરતા હોય. કદાચ આ યુગમાં શમીને પ્રવેશ થાય, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શક્તો નથી.” બળદની ડેક પર નાખેલું ધંસરું તે યુગ કહેવાય છે. તેમાં જોતર બાંધવા માટે નાખેલી ખીલી તે શમી કહેવાય છે. અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર મૂક્યા પછી છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર અધરાજ પ્રમાણ આવે છે. તેને પશ્ચિમ છેડે યુગ હોય અને બીજી બાજુના પૂર્વ છેડે શમી હોય, એ બન્નેનો યોગ કેમ થાય? સમુદ્રમાં મહાજળ તરંગ થતા હોય છે એ હકીકત લક્ષમાં રાખવાની છે. (૯) પરમાણુ–“દેવતાએ કીડા કરતાં કરતાં એક પાષાણના સ્તંભના વજી વડે ચૂરેચૂરા કરી નાખ્યા અને પછી મેરુપર્વત પર ઊભા રહી એક નળીમાં સર્વ પરમાણુ એકઠા કરી ફૂંક મારી, ચારે દિશામાં તે સર્વ પરમાણુ ઊડાવી દીધા. તે જ પરમાણુઓને બનાવેલ સ્તંભ ફરી વાર કદી તે તૈયાર કરે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ પામી હારી જાય છે, તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતું નથી” લાખ જન ઊંચા મેરુ ઉપરથી પવનના સપાટા સાથે ઉડાડેલા પરમાણુઓની પાછળ દેવતાની જબરજસ્ત ફૂંક, એ સર્વને સાથે લેતાં અને પરમાણુની અણુતાને વિચાર કરતાં ઉપરની હકીકત લગભગ તરંગ જેવી જ લાગે છે. (૧૦) દશે દષ્ટાંતનું એ જ પ્રમાણે સમજવું. દરેક દષ્ટાંતમાં બહુ ખૂબી છે. દરેક દષ્ટાંત મનન કરીને સમજવા જેવું છે. મનુષ્યભવની દુર્લભતા બહુ વિચારવા લાગ્યા છે. દષ્ટાંતની સત્યતા કરતાં હંમેશાં તેમાંથી ફલિત થતે ભાવ બહુ વિચારવા જેવો છે. દેવકૃત મંત્ર, ચમત્કાર કે બીજી વાત છૂળ વાદના આ જમાનામાં ગળે ન ઊતરે તે તેની સામે વિચાર કરવાની અગત્ય નથી, પરંતુ દરેક દષ્ટાંતમાં એક અદભુત ભાવ છે અને તે એ છે કે આ મનુષ્યભવ મહાકટે મળે છે તે ફરી મળ મહામુશ્કેલ છે. એના પરિણામ તરીકે મનુષ્યભવની સફળતા કરવા ખાસ ઉપદેશ છે. ધર્મ સામગ્રી મુખ્યત્વે મનુષ્યભવમાં જ મળી શકે છે, તેથી આ સર્વ દુષ્ટતાનું મુદ્દામપણું પ્રાપ્ત થાય છે. આટલા ઉપરથી ધર્મની દુરાપતા સમજી, કષાય ન કરવા અને તેટલા સારુ તેના સહચારી પાંચ ઇંદ્રિયેના ત્રેવીશ વિષયને ખાસ કરીને ત્યજવા. (૧૯, ૯) કષાયના સહચારી પ્રમાદને ત્યાગ चौ रैस्तथा कर्मकरेंगृहीते, दुष्टः स्वमात्रेऽप्युपतप्यसे त्वम् । અમાસ્તનુમિત્ર પુષ્પ નં વેર ફુટયમાન ? | ૨૦ | (૩પજાતિ) ચાર અથવા કામકાજ કરનારા (નોકર-ચાકર) તારું જરા પણ ધન ઉપાડી Page #211 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કષાયત્યાગ | ૧૩૯ જાય છે, તાપણુ તું તપી જાય છે, જ્યારે પુષ્ટ અથવા પાતળા પ્રમાદો તારૂ પુણ્યધન લૂંટી લે છે તે તું જાણતા પણ નથી ?” (૨૦) વિવેચન—ઘરમાં સહજ ચારી થાય તે ધાંધલ મચાવી મૂકે છે, પેાલિસને ખેલાવે છે, સજા કરાવે છે અથવા કાયદા હાથમાં લઈ ચારનાં હાડકાં ખાખરાં કરે છે. આ સર્વ શાને માટે? ધનને માટે, સ્થૂળ દ્રવ્ય માટે પણ મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રારૂપ પ્રમાદ-ચેારા તારુ પુણ્યધન તૂટી જાય છે તેના તે` વિચાર કર્યાં ? વિષય, કષાય એ પુષ્ટ ચારી છે અને વિથા, નિદ્રા, નાકષાય એ પણ પાતળા ચારા છે, પણ ખધા ચાર એકઠા થઈ તારા ગુપ્ત પુણ્યધનના ભંડાર પર ધાડ પાડે છે તેથી જરા ચેત. ગરથ ગયા પછી જ્ઞાન આવશે તે નકામુ છે, તુ મૂઢની જેમ બેઠા બેઠા જોયા કરે છે, એમાં તારી મૂર્ખાઈ છે; માટે ઉઠે, જાગ્રત થા, વિચાર. (૨૦; ૯૦) જરા નીચું જોઇને ચાલ : ઉપસંહાર मृत्योः कोऽपि न रक्षितो न जगतो दारिद्र्यमुत्त्रासितं, रोगस्तेननृपादिजा न च भियो निर्णाशिताः षोडश । विध्वस्ता नरका न नापि सुखिता धर्मैस्त्रिलोकी सदा, तत्को नाम गुणो मदश्च विभुता का ते स्तुतीच्छा च का ? ॥ २१ ॥ ( शार्दूलविक्रीडित ) “હે ભાઈ ! તેં હજી સુધી કાઇ પણ પ્રાણીનું મરણથી રક્ષણ કર્યુ નથી, તે કાંઈ જગતનું દળદર ફિટાડડ્યુ' નથી, તે રાગ, ચાર, રાજા વગેરેએ કરેલા માતા સેાળ ભાના નાશ કર્યા નથી; તે કાંઇ નરકગતિના નાશ કર્યાં નથી અને ધમ વડે તેં કાંઈ ત્રણ લેાકને સુખી કર્યા નથી; ત્યારે તારામાં ગુણુ શા છે કે તેના મદ કરે છે ? અને વળી એવું કાંઈ પશુ કા કર્યા વિના તું સ્તુતિની ઇચ્છા પણ શેની રાખે છે ? (અથવા શું તારા ગુણુ અને શે! તારા મદ! તેમ જ તારી શી માટાઈ અને શા તારા ખુશામતના પ્રેમ !)” (૨૧) વિવેચન—અરે જીવ ! તું લાંષા-પહાળેા થઈ ને ચાલે છે, પણ તે શું જખરુ. કામ કર્યુ છે કે તેનેા ફાંકા રાખે છે? તારુ' તુ ધન છે તેને પણ તું શેાધી શકતા નથી. રે ચેતન ! જરા વિચાર કર. આ જિંદગીમાં મરણુના માટો ભય છે. તેં એક પણુ પ્રાણીને તેમાંથી બચાવ્યેા ? અરે ! તારા પેાતાના માથેથી જ તેવા ભય આછે થયા ? આખા હિંદુસ્તાનમાં ગરીમાઈ વધતી જાય છે, ચાર કરાડ માણસે દિવસમાં એક વખત રોટલા કુશકા ખાઈ ને, પાણી પીને સૂઇ રહે છે. ઉપરાઉપરી દુષ્કાળમાં લાખા જીવ અન્ન વિના મરણુ પામે છે. આવું દળદળ તે કોઈ નું ફિટાયુ' ? ફિટાડવા યત્ન કર્યાં ? ત્યારે શું તે માટા ક્ષય, અતિસાર જેવા વ્યાધિ મટાડયા ? કે સેાળ ભયથી ધ્રુજતાં પ્રાણીઓને તેમાંથી મચાવ્યાં ? આ ભવમાં તે'શું લીલું કર્યું` ? આવતા ભવ માટે તે નરક કાપી નાખી ? તને ગેરંટી મળી છે કે તુ કદી નરકમાં તે જઈશ જ નહી? અથવા તે નરકના જ નાશ કર્યો છે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] અધ્યાત્મકલ્પમ [ સપ્તમે કે જેથી કોઈ પણ પ્રાણીને ત્યાં જવું પડે નહિ? તારી ફરજ બજાવી તે જનસમૂહ કે પ્રાણીસમૂહનું સુખ વધાર્યું? આમાંનું ડું કે ઘણું કાંઈ કરી શકયો નથી અને તેને અહંકાર થાય છે અથવા પારકી માણસ પાસેથી સ્તુતિ સાંભળવાની ઈચ્છા થાય છે તે તદ્દન અસ્થાને, અમેગ્ય, અણઘટતી વાત છે, તારે તેના ઉપર કશે હક નથી. ચેત, જરા વિચાર. આવા ગુણુવાળા માણસે તો તેને ફાંકા રાખતા જ નથી, પણ તારે તે ફાકે રાખવાનો હક પણ નથી. જે ચેતીશ નહિ તો અનંત કાળચકના પ્રવાહમાં તણાઈ જઈશ અને તારે પ લાગશે નહિ. અનુકૂળ સમય, સ્થાન અને સંજોગોને શીધ્ર લાભ લઈ લે. ઉપરની ગાથામાં સેળ ભય કહ્યા છે તેનાં નામ—રોગ, પાણી, અગ્નિ, સર્પ, ચેર, શત્રુ, મત્ત હસ્તી, સિંહ, યુદ્ધ એ નવ અને ઈલેકભય (મનુષ્યને મનુષ્યથી ભય તેવી જ રીતે સ્વજાતીય ભય), પરલોકભય (મનુષ્યને તિર્યંચ અથવા દેવતા કે અસુરથી ભય), આદાનભય (ધન ચોરાઈ જવાને ભય), અકસ્માતભય (ઘરમાં બેઠા બેઠા કેઈ પણ કારણ વગર ભય લાગે તે), આજીવિકાભય (કેવી રીતે પેટ ભરાશે તેની નિધનને ચિંતા થાય છે તે ભય), મરણુભય, અશ્લેકભય (લકમાં અપકીર્તિ થવાની બીક.) (૨૧૯૧) આવી રીતે આપણા સંસારના દરેક કાર્યમાં અગત્યને ભાગ ભજવનાર બહુ જ અગત્યને વિષય સંપૂર્ણ થયે. એ વિષયની અગત્યતા એટલા માટે છે કે જ્યારે લોકે બાહ્યાચાર અને દેખાવ ઉપર બહુ ધ્યાન આપે છે. ઘણીવાર તેથી ભૂલ પણ ખાય છે, ત્યારે શાસ્ત્રકાર તેથી તદ્દન ઊલટી દષ્ટિએ જુએ છે. દુનિયાના દેખાવમાં “ભગત”ના નામથી ઓળખાનારા કેટલીક વાર તીવ્ર વિષયી હોય છે, જ્યારે તદ્દન ભદ્રિક જી શાસ્ત્રકારની દૃષ્ટિમાં મહાભાગ્યશાળી ગણાય છે. આ વાતનું કેટલીક વાર સ્પષ્ટ ભાન થાય છે, પણ જરૂરને વખતે બધું ભૂલી જવાય છે. અધ્યવસાય અને આંતર વૃત્તિ ઉપર કેટલો આધાર છે અને તેથી કર્મબંધમાં કેટલે ફેર પડે છે તે માટે એક જ દાખલે બસ છે. છોકરે. નિશાળે ન જતો હોય અથવા કુચાલે ચાલતો હોય ત્યારે તેના પર શિખામણ આપવા લાલ આંખ કરવામાં આવે છે, તેમ જ ગાળ દેનાર ઉપર પણ લાલ આંખ થાય છે, પણ તે બંને લાલાશમાં બહુ ફેર છે. આ ફેર સમજવામાં ખૂબી છે, પણ આવા સામાન્ય પ્રસંગે બાદ કરતાં કેઈ પણ મનુષ્ય-પ્રકૃતિને માટે બાહ્ય દેખાવ પરથી દેરવાઈ જઈ ઘણી વાર છેતરાવાના પ્રસંગે આવે છે. સંસારનાં સર્વ કાર્યોમાં કષાય એક કે બીજી રીતે જોડાયેલું રહે છે. રાગ અને દ્વેષ વગર સંસારનાં કાર્યો બનતાં નથી અને તેથી ગુપ્તપણે કે ઉઘાડી રીતે કષાય થઈ જાય છે. કષાયને ઓળખવાની બહુ જ અગત્ય છે. તેથી તેના દરેક શ્લોક પર વિવેચન કરવા ઉપરાંત, અત્રે પણ દરેક માટે કંઈક નવીન રૂપમાં વિવેચન કરવાની તક લેવામાં આવે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૧ અધિકાર ]. કષીત્યોગ ક્રોધ–ક્રોધ ઉપર પહેલો અને ચોથે એ બે શ્લેકે છે. એને શાસ્ત્રકાર ભુજંગનું રૂપ આપે છે, તે પર વિવેચન થઈ ગયું છે. ગૌતમકુલકમાં કહે છે કે કોfમમા તુ તિ-ક્રોધીને સુખ મળતું નથી.” ભવભાવનામાં સૂર નામના બ્રાહ્મણની કથા છે, તેને ક્રોધ કરવાથી અનત ભવ રખડવું પડયું હતું કોઇ એ શ્રેષ છે અને વિવેકને ભુલાવી નાખે છે. શાસ્ત્રકાર કહે છે કે જો રિ નથિ-ક્રોધ જેવું કોઈ દુશમન નથી. મહાત્માઓ ભાવિતાત્મા અનગારો અને સાધુઓ પણ ક્રોધથી રખડી પડ્યા છે. ક્રોધ શું શું કરે છે, તેને સંબંધમાં એક વિદ્વાન લખે છે કે सतापं तनुते भिनत्ति विनयं सौहार्दमुत्सादयत्युद्वेग जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीतिं कृन्तति दुर्मति वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥ ક્રોધ સંતાપ કરે છે, વિનયધર્મને નાશ કરે છે, મિત્રતાને છેડે આણે છે, ઉદ્વેગ કરાવે છે, અવદ્ય (પાપકારક) વચન બોલાવે છે; ફલેશ કરાવે છે, કીર્તિને નાશ કરે છે, દુર્મતિ ઉત્પન્ન કરે છે, પુણ્યદયને હણે છે અને કુગતિ આપે છે.” આવા આવા અનેક દેશે ક્રોધથી ઉત્પન્ન થાય છે, સુજ્ઞ તે અનુભવથી સમજી શકે છે. ક્રોધ કરવાથી નુકસાન પ્રત્યક્ષ છે. સિંદુરપ્રકર, ઉપાધ્યાયજીની સઝાય વગેરે અનેક ગ્રંથોમાં તે સંબંધી ઘણું વિવેચન છે. ક્રોધનો ત્યાગ એટલે ક્ષમા. ક્ષમા એ જૈન શાસ્ત્રને સાર એમાં અહિંસા, અભયદાન, અનુકંપા આદિ અનેકને સમાવેશ થઈ જાય છે. અંદકાચાર્ય ક્રોધથી રખડવા અને તેના ત્યાગથી ગજસુકમાળ, મેતાર્ય વગેરે ઘણા જીવો સુખી થયા. માન--આને માટે ૨-૩-૭-૮-૧૭ નંબરના ગ્લૅકે છે. આ મીઠે કષાય છે, સર્વને કરે ગમે છે. ઘણી વાર પિતે નિર્ગુણ છે એમ બતાવતાં પણ અંતરંગમાં અહંકાર હોય છે. કેટલાક મગરૂબ હોય છે તે છતી વસ્તુ માટે હોય છે, એને Pride (મદ) કહે છે, કેટલાક મગરૂબ હોય છે, તે અછતી વસ્તુ માટે ડોળઘાલુ હોય છે, એને Vanity hypocrisy કહે છે. મગરૂબી કે ફાકે રાખો તેના કરતાં પણ દંભ રાખવે એ વધારે ખરાબ છે. હાલના સમયમાં માણસ દંભી વધારે હોય છે. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે આ જમાનામાં કેટલાક દુર્ગુણોને સદગુણમાં ગણવામાં આવે છે. કેટલાક માણસો self-respect સ્વવ્યક્તિ-સ્થાપન” અથવા “જાતીય-માન'ના નામથી અહંકાર કરે છે. આવી બાબતથી * ધ અને તાવ (તાપ-ફીવર) બરાબર સરખા છે. કેધથી આંખ લાલ થાય છે, તાવથી પણ તેમ જ થાય છે. ક્રોધથી મુખ લાલ થાય છે, તાવથી પણ તેમ જ થાય છે. તાવથી મુખમાં પાનીની તૃષા લાગ્યા કરે છે, ક્રોધથી પણ તેમ જ થાય છે. તાવથી નાડી તથા હૃદય બહુ વેગમાં ચાલે છે, ક્રોધ વખતે પણ તેમ જ થાય છે. તાવથી ભૂખ લાગતી નથી, કાધ વખતે પણ અને રુચતું નથી વગેરે વગેરે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] અધ્યાત્મકપમ સપ્તમ ખાસ ચેતતા રહેવાની જરૂર છે. એમાં ખૂખી શુ છે તે વિચારવાની જરૂર છે. પેાતાની જાતને ફેકી દેવી, દરેક અપમાનને પાત્ર બનાવવી, એમ કહેવાની મતલબ નથી; પશુ એ દેખાવના રૂપમાં અહંભાવ પેસી જાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહંકાર કે દંભ અનેક પ્રકારના છે. શાસ્ત્રકાર મદ આઠ પ્રકારના કહે છે, તે ઉપર જણાવ્યા છે અને તે મદ કરવાથી હેરાન થયેલાનાં દૃષ્ટાંતા પણ સાથે ખતાવ્યાં છે.× આ જમાનામાં આ બાબતથી સાવચેત રહેવાની ખાસ જરૂર છે. ભવભાવનામાં એક ઉજ્જિતકુમારની કથા છે, તે આ ખાખતમાં ધ્યાનમાં રાખવા જેવી છે. માનથી વિનયને! નાશ થાય છે, અક્ડ રહેવાનુ` મન થાય છે અને લેાકેા તેથી અભિમાની માણસા સાથે સખ'ધ આછે કરી નાખે છે. ભલા માણુસ ! આખી દુનિયામાં હિંદુસ્તાન કયાં ? તેમાં ગુજરાત કયાં ? અને તેમાં તારું ગામ કાં ? અત્યારની ગણતરી પ્રમાણે જણાયેલી દુનિયામાં લગભગ એક અખજ ને સાઠ કરોડ માણસા છે, તેમાંનું એક પણ માણસ સે વરસ પછી અહીં રહેશે નહિ, ત્યારે તું તે શું જોઈને મદ્ય કરે છે? વળી, છેલ્રી ગાથામાં કહ્યું તેમ, તારામાં એવા કયા અસાધારણ ગુણ છે કે તુ' માન કરે છે ? જરા વિચાર, જરા ઊંડા ઉતર, શાસ્ત્રકાર માનને ‘હાથી' કહે છે.+ તેના ઉપર બેસનાર ડાલે છે. અને ઉપાધ્યાયજી કહે છે કે માનત્યાગના રસ્તા એ જ છે કે પૂર્વે માટા મોટા પુરુષા થઇ ગયા હોય તેમનાં દૃષ્ટાંત વાંચી-વિચારી તેઓની પાસે પેાતાની લઘુતા વિચારવી. વિદ્વાના કહી ગયા છે કેઃ— बलिभ्यो बलिनः सन्ति, वादिभ्यः सन्ति वादिनः । धनिभ्यो धनिनः सन्ति, तस्मादर्पं त्यजेद् धः ॥ હું ખળવાનથી પણ મળવાન, વાદીથી પણ વાદી અને ધનવાનથી પણ વધારે ધનવાન પ્રાણીઓ દુનિયા પર છે, માટે ડાહ્યા હોય તેમણે અહકાર કરવા નહિ.” શેરને માથે સવાશેર ઘણા પડયા છે. સુજ્ઞને આટલી શિખામણુ ખસ છે. વળી, ઉદયરત્ન મહારાજ કહે છે કે, માનથી વિનયના નાશ થાય, વિનય વગર સમકિત-પ્રાપ્તિ ન થાય, સમતિ વગર ચારિત્ર ન થાય, અને ચારિત્ર વગર સ'સાર-અ'ધનથી માક્ષ ન થાય, તેથી પર’પરાએ માનથી માક્ષ થતા નથી. આ બધુ વિચારવાનને હસ્તામલક જેવુ છે, સુજ્ઞને ચેતવણી આપીને સ્વાત્મહિત સાધવા આ સત્ર પ્રેરણા કરે છે. માયા...એને શાસ્ત્રકાર નાગણી કહે છે, એને માટે અગિયારમા શ્લોકમાં વિવેચન કર્યુ· છે. આ કષાય બહુ મીઠા છે. આ કરવાથી જીવ મહા-તીવ્ર પાપના સ'ચય કરે છે. એ દોષ આ આઠ પ્રકાર પણ ઉપલક્ષણરૂપ સમજવા. × જુએ આ અધિકારના સત્તરમા શ્ર્લેક પરની નોંધ. + શ્રી હેમચંદ્રાચાર્ય. માનને વૃક્ષ કહે છે, એ વડલાના વ્રુક્ષ જેવુ છે. એને કાપ્યુ. હાય તાપણુ ઊગે છે. એને નાશ કરવાના ઉપાય તરીકે નદીનું પૂર આણવાની જરૂર છે. અને જયારે એ વૃક્ષના મૂળમાંથી ઉચ્છેદ થાય ત્યારે જ એને ફરી વધવાના સંભવ દૂર થાય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] કષાયત્યાગ [ ૧૪૩ સામાન્ય માણસ કરતાં દુનિયાની નજરમાં હોંશિયાર-કરમી કહેવાતી વ્યક્તિમાં વધારે હોય છે. ગાંડી માના ડાહ્યા દીકરાઓને એ ખાસ ગુણ મનાણે છે; “વણિક તેહનું નામ જેહ જૂઠું નવ બેલે ઈત્યાદિ શામળભટ્ટે કહ્યું તેમાં નવાઈ લાગે છે. હાલ તે વાણિયાવેડા-વીસાપણું-એ માયાવીપણાના પર્યાય શબ્દ થઈ પડયા છે. એ માયા કરવાથી મન બહુ વ્યાકુળ રહે છે. શાસ્ત્રકાર કહે છે કે “માણાકિ તિ ઘર -માયાવી માણસો પારકાના નેકર થાય છે” એ તદ્દન અનુભવસિદ્ધ છે. એક બાબતમાં માયા-કપટ કર્યું તેને નભાવવું એ બહુ મુશ્કેલ છે; પછી અનેક યુક્તિઓ લગાવવી પડે છે, અસત્યની પરંપરા ચાલે છે અને છતાં પણ મનમાં પકડાઈ જવાની ધાસ્તી રહે છે, વાણિયાવેડા કરવાની માયા તેમ જ રાજખટપટની માયા એ તો દેખીતી રીતે ત્યાજ્ય છે. એ માયા કરનારમાં બગવૃત્તિ, ખોટે દેખાવ બહુ હોય છે, એટલું જ નહિ પણ, શ્રી મલિલનાથના દષ્ટાંતથી જણાય છે કે પ્રશસ્ત માયા પણ કરવી નહીં. ખસૂસ કરીને કેમ, નાત કે સંઘના આગેવાને, દેરાસરના ટ્રસ્ટીઓ વગેરે નેતા પુરુષએ તો એવા સરળ થવું જોઈએ કે બીજાઓ તેનું અનુકરણ કરે. વાચક! નાત કે સંઘની મીટિંગમાં જવાને તને કઈ વાર પ્રસંગ આવ્યો છે ત્યાં શું થાય છે? એ કોમની અને આખા દેશની સ્થિતિ બતાવે છે, એ પાયમાલીનું ચિહ્ન છે; એ બતાવે છે કે આર્યાવર્તમાં જ્યાં સુધી સરળતા નથી, સ્વાર્પણ નથી, પક્ષબુદ્ધિનો ત્યાગ નથી, સ્વાત્મભોગ નથી ત્યાં સુધી જાપાનના પાડોશી હોવાની મગરૂબી કરવાને તેને જરા પણ હક્ક નથી. ભલા ભાઈ! તારાં સાંસારિક કાર્યોમાં તો માયા, પણ તારાં ધાર્મિક કાર્યોમાં પણ માયા! તું જેન છે કે હિંદુ છે કે કોઈ પણ હા, તું સાધુ હો કે સંન્યાસી હો કે પાદરી હો, પણ તારું જીવન જો ! તું દેખાવ કેટલો કરે છે? કરંજન કરવા માટે, વાહવાહ બેલાવવા માટે કેટલું કરે છે? તે જે! વિચાર ! બહુ નકામું ચાલ્યું જાય છે, તું સમજ્યો નથી, સમજવા યત્ન કરતો નથી, તેથી બધી ભૂલ થાય છે. - લોભ-એને શાસ્ત્રકાર “આકાશ” સાથે સરખાવે છે. * આકાશનો છેડે આવતો નથી તેમ લેબને છેડે આવતું નથી. બારમી ગાથામાં તેનું વિવેચન થઈ ગયું છે શાસ્ત્રકાર કહે છે કે “સાવિનરાજં મજૂ-લોભથી સર્વ ગુણેને નાશ થાય છે. અલંકારમાં આટલા માટે જ પૈસાને અગિયારમાં પ્રાણ કહેવામાં આવે છે. એ દશ પ્રાણને મુકાવે છે, પિતાના ગુણોનાં વખાણ કરાવે છે, નાચ કરાવે છે. આખી દુનિયાને મારી પર નચાવનાર આશા-તૃષ્ણ અનેકરૂપે કામ કરે છે. રાજયના, ધનના કે પુત્રના લોભથી અનેક અકાર્યો થાય છે. એણે અબજો રૂપિયાના ધણી મમ્મણ શેઠને અંધારી રાત્રિએ નદીના પૂરમાં તણાતાં લાકડાં ખેંચવા સૂચવ્યું, અને એણે કણિકને પિતાની માના બાપ ચેડા મહારાજા સાથે * શ્રી હેમચંદ્ર મહારાજ એને “સમુદ્ર સાથે સરખાવે છે. એ દેખાય છે મર્યાદાવાળા, પણ જ્યારે ઉછાળો મારે છે ત્યારે હદપાર વધી જાય છે, એનું તળિયું દેખાતું નથી, વગેરે રૂપક ઘટાડવાં. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] અધ્યાત્મકપદ્ગમ [સક્ષમ માટુ' યુદ્ધ કરાવ્યું. એણે ધવળ શેઠને સાતમી નારકીએ માા અને એણે નેપાલિયનને સેટ હેલીનામાં કેદ કરાવ્યા. એણે ઘણાને ભમાવ્યા, રખડાવ્યા અને ભેાંયભેગા કર્યાં. આટલા માટે અઢારમી ગાથામાં કહ્યુ` છે કે ‘મૂઢ દિ સંતરો: વાયાઃ—સ’સારરૂપ વૃક્ષનું મૂળ જ કષાય છે. કષાયત્યાગ એટલે સ'સારત્યાગ. એ કષાયાના અનુયાયી અને સહચારી તરીકે વિષય અને બીજા પ્રમાદ આવે છે અને તેના સમધમાં અન્યત્ર વિવેચન થઈ ગયું છે. વળી, સામાન્ય રીતે કષાયત્યાગ કરવા માટે પ-૬-૧૫-૧૬-૨૧ એ શ્લાકો છે અને વિષયપ્રમાદ ત્યાગ માટે ૧૯-૨૦ એ બે શ્લોકા છે. આ વિષય બહુ જ અગત્યના છે. મનુષ્યજીવનના માટો ભાગ આ મનાવિકાર પર ફતેહ પામવાથી જ સફળ કરી શકાય છે; તેને જીતવા એ મનુષ્યજીવનની કસાટી છે. આ વિષયની અગત્ય જોઈને અનતાં સુધી દરેક શ્લાક પર સારી રીતે વિવેચન કરવાના પ્રયાસ થયા છે. કષાયના વિષય એટલો બધો વિસ્તૃત છે કે તે પર ઘણું વિવેચન થઈ શકે, પરંતુ ગ્રંથગૌરવ વધી જાય તેથી અત્ર મુદ્દાની હકીકત પર ખાસ ધ્યાન ખેચ્યું છે. આ ચારે કષાયા પર અન્યત્ર ઘણા વિસ્તારથી આ લેખકે ઉલ્લેખ કર્યો છે, તે વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાને ઉપયાગી થઇ પડે તેવા સ`ભવ રહે છે. શ્રી જૈન ધમ પ્રકાશ” માં સૌજન્ય ’ ના વિષય નીચે એ લેખા છપાયા છે. અત્ર મુખ્યત્વે કહેવાનુ' એ જ છે કે તારે ગમે તેવે પ્રયાસ કરીને કાયા પર જય મેળવવા. એ પ્રમાણે કરવાથી આ જીવનની સાર્થકતા છે, એમ કરીશ તા જ આ ભવયાત્રા સફળ થશે અને નહિ તે। અનંત કાળચક્રમાં ફરતા આવ્યા છે, તે પ્રમાણે આ ભવ પશુ એક ફેરા સમાન થશે. " इति सविवरणः कषायनिग्रहनामा सप्तमोऽधिकारः ॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ अष्टमः शास्त्रगुणाधिकारः ॥ અત્યાર સુધી અગાઉના સાત અધિકારોમાં મમત્વમોચન અને કષાયત્યાગ તથા પ્રમાદિત્યાગને ઉપદેશ કર્યો. આ સર્વ ઉપદેશની અસર મન પર શાસ્ત્રાભ્યાસ હોય તે કાયમ રહે છે, નહિ તે ચાલી જાય છે. જ્ઞાન-સમજણ વગર કઈ પણ વસ્તુને ત્યાગ થતું નથી; થાય તે બન્યો રહેતું નથી અને છેડે વખત રહે, તે પણ પાછી અસલ સ્થિતિ થઈ જવાને ચાલુ ભય રહ્યા કરે છે. શાસ્ત્રાભ્યાસ કેવા પ્રકારને જોઈએ, તેથી કેવા કેવા પ્રકારના લાભ છે, તે વધારે સ્પષ્ટ કરવા માટે સૂરિમહારાજ હવે પ્રવૃત્તિ કરે છે. ઉપરચોટિ શાસ્ત્રાભ્યાસ શિકાતરામે દહિ તે વન્તિ, વિશક્તિ સિદ્ધાતરસ ન વાન્તઃ | यदत्र नो जीवदयार्द्रता ते *, न भावनाक्रूरततिश्च लभ्या ॥१॥ ( उपेन्द्रवज्रा) “શિલાની સપાટી જેવા (કઠણ) તારા હૃદય પર થઈને સિદ્ધાન્ત જળ ચાલ્યું જાય છે, પણ તેની અંદર પ્રવેશ કરતું નથી, કારણ કે તેમાં (તારા હૃદયમાં) જીવદયારૂપ ભીનાશ નથી અને ભાવનારૂપ અંકુરાઓની શ્રેણિ પણ નથી.” (૧) વિવેચન–સાધુનાં વ્યાખ્યાન, ગ્રંથનો અભ્યાસ, શાસ્ત્રનું શ્રવણ વગેરે પ્રસંગે હૃદયતટ પર જ્ઞાનલહરીને સુગંધી પવન જરા વખત વાય છે અને ઘણાખરા મનુષ્યને તે, તે જરા આનંદ આપી ચાલ્યો જાય છે. જેમાં પાણીનો પ્રવાહ શિલા ઉપર થઈને ચાલ્યો જાય છે અને અર્ધા કલાક પછી જુઓ તે પાછી શિલા જેવી ને તેવી હાલતમાં પડેલી હોય છે, તેમાં ભીનાશ પણ રહેતી નથી અને તેના પર અંકુરા પણ ઊગતા નથી, તેના પર દિવસેના દિવસે સુધી પાણી ચાલ્યું તે તદ્દન નકામું થઈ જાય છે, કારણ કે જળ પિતાની અસર કાંઈ પણ સ્થાપન કરી ગયું નહિ. બીજી દષ્ટિથી જોઈએ તે, શિલામાં કેઈએ સ્વભાવ રહેલું છે કે પાણી પ્રાપ્ત થયું, તેને લાભ લેવાની તેનામાં શક્તિ નથી. ત્યારે શિલા જેવા હૃદયથી લાભ નથી. જે જ્ઞાન ઉપર ઉપરથી ચાલ્યું જાય તેનાથી વિશેષ લાભ * ત્તે તિ વા પાટા ચિત્તે ! અ, ૧૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] અધ્યાત્મકલ્પમ [અષ્ટમ પણ શું? શાસ્ત્રકાર આવા જ્ઞાનને વિષયપ્રતિભાસ જ્ઞાન કહે છે. મતિઅજ્ઞાનના ક્ષપશમથી એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ એ મતિજ્ઞાન વિષય હોઈ અજ્ઞાન જ છે. એથી કેટલીક વસ્તુઓનું ઇંદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન થાય છે; પરંતુ બાળકને જેમ વિષ, કંટક કે રત્નમાં હેય-ઉપાદેયપણનું જ્ઞાન નથી, તેમ આવા ઉપર ઉપરના જ્ઞાનવાળાને વસ્તુતઃ હેય-ઉપાદેયપણાનો બેઘ નથી. વ્યવહારથી મહાતત્વજ્ઞાની કે ફિલાઑફર પણ કહેવાય, પરંતુ જ્યાં સુધી તેની પ્રવૃત્તિ નિરપેક્ષ છે, ત્યાં સુધી તેનું જ્ઞાન લાભ આપનાર થતું નથી. હૃદય જ્યારે ખેતરની ફળદ્રુપ ભૂમિ જેવું થાય અને તેના પર સિદ્ધાન્તજળ પડે, ત્યારે પછી તેમાં સર્વ જીવ પ્રત્યે મરીભાવરૂપ આદ્રતા પ્રાપ્ત થાય છે. અને તેમ થાય ત્યારે જ ભાવનારૂપ અંકુરાઓ પણ ત્યાં ઊગે છે. એવી રીતે વર્તન પર અસર કરનાર તવસંવેદનજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે શાસ્ત્રાભ્યાસ બહુ ઉપયોગી થઈ પડે છે. મતિઅજ્ઞાનના ક્ષપશમથી જરા જરા વસ્તસ્વરૂપ જાણવાનું બની શકે તે તદ્દન ઉપર ઉપરનું થાય છે, પરંતુ જયારે વસ્તુતઃ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે વર્તન પર પણ તેની અસર થાય છે. લેકેનું જ્ઞાન બહુધા ઉપગિતા કરતાં આડંબર માટે અને સ્વાત્મગુણવૃદ્ધિના વિકાસ કરતાં સ્વકીર્તિરૂપ ક્ષુલ્લક અહિક વૃત્તિથી ઉત્પન્ન થયેલું હોય છે, જે કોઈ પણ રીતે જ્ઞાનના નામને યોગ્ય નથી. આટલા માટે આ અધિકારના આઠમાં શ્લેકમાં કહે છે કે “આગમ કાંઈ અભ્યાસમાત્રથી ફળ આપનાર થતાં નથી.” વિષયપ્રતિભાસ જ્ઞાન જીવને ઘણી વાર થાય છે, પણ સાધ્ય તો તત્ત્વસંવેદન જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. (૧ ૯૨) શાસ્ત્ર ભણેલા પ્રમાદીને ઉપદેશ यस्यागमाम्भोदरसैन धौतः, प्रमादपङ्कः स कथं शिवेच्छुः ? । रसायनर्यस्य गदाः क्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥ २॥ ( उपजाति) જે પ્રાણીનો પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદના જળપ્રવાહથી પણ વાત નથી તે કેવી રીતે મુમુક્ષુ (મક્ષ મેળવવાની ઈચ્છાવાળા) હોઈ શકે? ખરેખર, રસાયણથી પણ જે કઈ પ્રાણીને વ્યાધિ નાશ પામે નહિ, તે પછી તેનું જીવન રહેવાનું જ નહિ એમ જાણવું.” (૨) વિવેચન-જ્યારે શાસ્ત્રશ્રવણથી પણ પ્રમાદનો નાશ થાય નહિ ત્યારે પછી આ જીવને અનંત કાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરવાનું જ છે, એમ સમજવું. પ્રમાદ આઠ પ્રકારના છેઃ ૧. સંશય, ૨. વિપર્યય (ઊલટે બધ), ૩. રાગ, ૪. શ્રેષ, ૫. મતિષશ, ૬. મન-વચન-કાયાના યોગેનું દુપ્રણિધાન, ૭. ધમ પર અનાદર, ૮. અજ્ઞાન અથવા પાંચ પ્રકારે પણ પ્રમાદ છેઃ મધ, વિષય, કષાય, વિકથા ને નિદ્રા. આનું વિશેષ સ્વરૂપ છઠ્ઠા અધિકારમાં બતાવાઈ ગયું છે. અત્રે આઠ પ્રકારના પ્રમાદને ત્યાગ સમજવો. શાસ્ત્રાભ્યાસ કે શ્રવણ પછી તે બન્યા જ રહે, તે પછી થઈ રહ્યું ! વૈિદકશાસ્ત્રોક્ત વિધિપૂર્વક મારેલાં Page #219 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શાસ્ત્રગુણ [ ૧૪૭ તામ્ર કે પારદ પ્રમુખના પ્રયોગથી પણ જ્યારે વ્યાધિ મટે નહિ, ત્યારે તે કેસની આશા છેડી જ દેવી. તેમ જ સંસાર દુઃખરૂપ વ્યાધિ પણ તેને માટેના રસાયણરૂપ શાસ્ત્રથી પણ જે મટે નહિ, તે જાણવું કે તેવા વ્યાધિવાળો પ્રાણ “દુઃસાધ્ય” કે “અસાધ્ય”ના વર્ગમાં છે. દરેક ભૂલને સુધારવાના ઉપાય હોય છે, દરેક વિમાર્ગગમનને સુમાર્ગે લાવવાનાં સાધન હોય છે, દરેક વ્યાધિનાં ઔષધ હોય છે. પ્રમાદને પારિભાષિક અર્થ ન કરીએ તે સામાન્ય ભાષામાં તેને આળસ-પુરુષાર્થને અભાવ-એ અર્થ થાય છે. દરેક વ્યક્તિ, પછી તે ઉપાધિ સહિત કે રહિત હોય, તેને કર્તવ્યથી ભ્રષ્ટ કરનાર આ મહાદુગુણ છે. એની હાજરી હોય ત્યારે કઈ પણ કાર્ય થઈ શકતું નથી અને દરેક પગલે ખલના પ્રાપ્ત થાય છે. સાધુજીવનમાં પ્રમત્ત અવસ્થા અધઃપાત કરાવનારી થાય છે અને સાધ્યને રસ્તે વધારે કરાવવાને બદલે એક પગલું પાછા હઠાડે છે. આ પ્રમત્ત અવસ્થા દૂર કરવા માટે શાસ્ત્રાભ્યાસ પરમ ઉપાય છે. શાસ્ત્રાભ્યાસથી પિતે કેણ છે? પિતાની ફરજ શી છે? પિતાનું સાધ્ય શું છે? તે સાધ્ય પ્રાપ્ત કરવાના ઉપાય શા છે ?–તે જાણવાનું–સમજવાનું બની આવે છે અને તેથી જ પ્રમાદને દૂર કરવાની યેગ્યતા શાસ્ત્રાભ્યાસીને પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ પણ મનનપૂર્વક અને વર્તન પર અસર કરનારે જોઈએ. વાગડંબર કે ચપળતા કરાવનારે શાસ્ત્રાભ્યાસ બહુ લાભપ્રદ નથી; કારણ કે એવી સ્થિતિમાં વ્યાધિના ઔષધ તરીકે તેમાં જે ગુણ રહેલે છે તે નાશ પામે છે અને ધારેલ પરિણામ ન નિપજાવનાર ઔષધ નકામું થઈ પડે છે. તેમ શાસ્ત્રાભ્યાસ પણ આવા સગોમાં ઉપયોગ વગરને થઈ પડે છે. તેથી રસાયનનું ઉક્ત દષ્ટાંત બરાબર ઉચિત છે. કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રાભ્યાસ બહુ મનનપૂર્વક કરે તે પ્રમાણે વર્તન કરવું અને પ્રમાદ વગેરે દુર્ગુણે હોય તેને દૂર કરવાનું સાધ્ય લક્ષમાં રાખવું. પરમ સાધ્ય તે “શિવ (મોક્ષ) છે એ ખાસ ધ્યાનમાં રાખવું અને બુદ્ધિ તથા શક્તિને આવિર્ભાવ આપનારા આવા અનુકૂળ પ્રસંગે પ્રાપ્ત થયા છતાં તેનો સદુપયોગ ન થાય અને દરેક શુભ કાર્યમાં પ્રમાદ થયા જ કરે એ સ્થિતિ દૂર કરવાની આવશ્યકતા સમજવી અને વર કરવા પરમ પુરુષાર્થ પ્રગટ કરે. (૨૬ ૯૩) - સ્વપૂજા માટે શાસ્ત્રાભ્યાસ કરનારા પ્રત્યે अधीतिनोऽर्चादिकृते जिनागमे, प्रमादिनो दुर्गतिपाप'तेर्मुधा । કયોતિર્વિમૂઢ દિ જાતિનો, ગુજય મૈ શસ્ત્રમય રહ્યુf? રૂ . ( વંથ) “દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણ પિતાની પૂજા માટે જૈન શાસ્ત્રનો અભ્યાસ કરે છે १. पनीपत्यत इति पापतिः। यङन्तपत्धातोरिदं किप्रत्ययान्तम् । “आदगमहनजनः किकिनौ लिट् च।” (३-२-१०१) पाणिनिकृताष्टाध्यायीस्थसूत्रं, तत्रस्थेन सासहिवावहिचाचलिपापतीनामुपसंख्यानमिति कार्तिकेन । Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] અધ્યાત્મકલ્પમ [ અષ્ટમ તે નિષ્ફળ છે. દીવાની જાતિમાં ફસાયેલા, દીવામાં પડનાર પતંગિયાની આંખે તેને શો લાભ કરનારી છે?” (૩) વિવેચન-આંખ વગર જીવન અકારું છે, પણ તે જ આંખોને દુરુપયોગ થાય તે તેઓ જ આ જીવનને નાશ કરે છે. પતંગિયું આંખથી જ ફસાય છે. શાસ્ત્રાભ્યાસ અને વર્તન વગર દુર્ગતિને નાશ થતો નથી, પણ જ્યારે તે જ અભ્યાસ પોતાના આદરસત્કાર માટે તેમ જ પહેલી ખુરશી મેળવવા માટે થયે હોય ત્યારે નિષ્ફળ થાય છે, એટલું જ નહિ પણ નુકસાન કરનાર થાય છે. જરા માન મળે તેને લાભ કહે તો ભલે, પણ શાસ્ત્રકાર એને નુકસાન કહે છે. શાસ્ત્રાભ્યાસના પરિણામે બધું મળે છે, માન મળે છે, પ્રમુખની ખુરશી મળે છે, ગ્રંથકાર થવાય છે, પણ અભ્યાસીની અભ્યાસના ફળ તરીકે એ ઈરછા ન હોવી જોઈએ; એ ઈચ્છા થઈ કે બધું ગયું એમ સમજવું. શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ તેટલા માટે વિષયપ્રતિભાસ જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહે છે કે એ જ્ઞાનથી પ્રવૃત્તિ કેવી કરવી તે સંબંધમાં તદ્દન નિરપેક્ષ વૃત્તિ રહે છે અને વર્તન વગરના જ્ઞાનથી લાભ થતો નથી. તે જેમ અત્ર દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેમ અષ્ટકમાં તેવા જ્ઞાનને મહાઅપાયને કારણરૂપ કહ્યું છે ક આપણે વ્યવહારમાં પણ એ વાતને વારંવાર અનુભવ કરીએ છીએ. જેઓ અવ્યવસ્થિતપણે બહુ અભ્યાસ કરી ગયા હોય છે, તેઓને પિતાની પ્રવૃત્તિના સંબંધમાં બહુ વિવેક રહેતું નથી. એકલું મગજ કેળવાયું હોય અને અંતઃકરણ પર તેની છાપ ન પડી હોય ત્યારે આવું ભયંકર અણુકપેલ પરિણામ આવે છે. Mental Education (માનસિક કેળવણી અને Moral Education (અંતઃકરણની કેળવણુને)ને તફાવત અત્ર સારી રીતે દષ્ટિગોચર થાય છે. એક વિદ્વાન ગણતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તતે દેખવામાં આવે ત્યારે સમજવું કે તેનું જ્ઞાન હજુ પ્રથમની નિર્દિષ્ટ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને યથાસ્થિત લાભ-અલાભને સદભાવ બતાવનાર જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે, અને તે જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે “અજ્ઞાન” જ કહે છે. આ અને હવે પછીના બે શ્લોક આડે રસ્તે ઊતરી ગયેલા, પંડિત હેવાનો ફાંકે રાખનારા અને શુષ્કવાદીઓ ઉપર સખત ફટકો મારે છે. દરેક અભ્યાસીએ આ બાબત પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. અને દષ્ટાંત પણ સમજાય તેમ જ લાગુ પડે તેવું છે. (૩; ૯૪) પરલોકહિતબુદ્ધિ વગરના અભ્યાસ કરનારાઓને मोदन्ते बहुतर्कतर्कणचणाः केचिज्जयाद्वादिनां, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । * જુએ શ્રી હરિભદ્રસૂરિજીના અષ્ટક નવમાને ત્રીજો લેક. Page #221 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શાસગુણ [ ૧૪૯ ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ફૂમ પ્રેક્તિ તુ જાનિ જ્ઞાન ગુલિમરીને જ્ઞાન + ૪. (શાર્દૂષિરહિત) કેટલાક અભ્યાસીઓ બહુ પ્રકારના તર્કવિતર્કોના વિચારોમાં પ્રસિદ્ધ હોઈ વાદીઓને જીતીને આનંદ પામે છે, કેટલાક કલ્પના કરીને કાવ્યો રચીને કવિ તરીકે ખ્યાતિ મેળવી, આનંદ માને છે અને કેટલાક જ્યોતિષશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ધનુર્વેદ વગેરે શાસ્ત્રના અભ્યાસ વડે ખુશી થાય છે, પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય તરફ જે તેઓ અજ્ઞ (અથવા બેદરકારી હોય તે અમે તેઓને પેટભરા જ કહીએ છીએ.” (૪) વિવેચન—ઉપરના લેકમાં કહી તે જ હકીકત સ્કુટ કરે છે. કેટલાક ન્યાય (Logic) ની કોટિમાં ઊંડા ઊતરી આનંદ માને છે, જ્યારે કેટલાક કવિ થાય છે, કેટલાક જોશી, નાટકકાર, મુસદ્દી, સામુદ્રિક જ્ઞાનમાં કુશળ, શસ્ત્રવિદ્યામાં પારંગત અને કેટલાક રસાયનશાસ્ત્રી (Chemist), આંકડાશાસ્ત્રી (Statistician), અર્થશાસ્ત્રી (Economist), ખગોળવેત્તા (Astronomer), ભૂતળવેત્તા (Geologist), વનસ્પતિવિદ્યાકુશળ (Botanist), ગણિતશાસ્ત્ર માં પ્રવીણ (Mathamatician), વૈયાકરણ (Grammarian) વગેરે વગેરે થાય છે; ઉદ્યોગ, ગુરુકૃપા અને ક્ષયોપશમ પ્રમાણે વિદ્વત્તા મેળવે છે, પણ જો તેમને ભવની બીક નથી, તે આવતા ભવમાં હિતકારી ધર્માનુષ્ઠાન કરી શકતા નથી અને ધર્માનુષ્ઠાન કર્યા સિવાય આવતા ભવ માટે તૈયારી નથી અને તે ધમી હવા કરતાં ધમી હવાને દેખાવ માત્ર કરે છે. આ પ્રમાણે હોય તે જાણવું કે તે માણસ પેટભરા જ છે અને કાળની સપાટીમાં લાગનારા પવન અનુસારે તણાઈ જવાના છે. અષ્ટકજીના ટીકાકાર કહે છે કે – अविसे सिया मइ श्चिय सम्महि ट्ठिस्स सा मइनाणं । मइअन्नाणं मिच्छादिहिस्स सुयंपि एमेव ॥ સમ્યગ્દષ્ટિની બુદ્ધિ તે “મતિજ્ઞાન છે અને મિથ્યાદષ્ટિની બુદ્ધિ તે “મતિઅજ્ઞાન છે. મતિમાં કાંઈ ફેરફાર નથી. શ્રુતજ્ઞાનના સંબંધમાં પણ તે જ પ્રકારે સમજવું.” મહાત કરનાર હોય તે પણ જ્યાં સુધી જ્ઞાનની અસર આત્મિક શુભ પ્રવૃત્તિમાં થતી નથી ત્યાં સુધી તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અજ્ઞાન જ કહે છે. અને અજ્ઞાન તે કષાયાદિ મહારિપુઓથી પણ વધારે ખરાબ છે. આથી અમુક વ્યક્તિ વિદ્વાન હોય તો તેથી કાંઈ બહુ ખુશી થઈ જવા જેવું નથી. વાસ્તવિક તુલના તે પ્રવૃત્તિ ઉપર જ રહે છે અને જેઓ અમુક કાર્યને, આત્મિક ઉન્નતિ–અવનતિને અંગે, શું સંબંધ છે તે વિચારતા નથી અથવા વિચાર કરવાની દરકાર કરતા નથી અને વિચાર કરીને ઉન્નતિને માગે પ્રવૃત્તિ કરતા નથી, તેઓ વસ્તુતઃ અજ્ઞાની જ છે, સંસારરસિક જ છે, સંસારમાં રખડનારા જ છે અને તેથી તેઓને “પેટભરા કહેવા યુક્ત જ છે. જેઓ પિતાના પિટપૂરતે વિચાર કરી બેસી રહે છે તેઓ પેટભરા કહેવાય છે. અત્ર સંસારના વધારનારને તે નામ આપવું બહુ સાર્થક છે, વિચાર કરીને સમજવા યોગ્ય છે અને સમજાઈ જાય તેવું છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦] [ અષ્ટમ અધ્યાત્મકલ્પદ્રુમ “અમે' કહીએ છીએ એમ શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ ભાર મૂકીને કહે છે. ગ્રંથકારને બહુવચનથી લખવાને હક્ક છે; એમાં માન જેવું કશું નથી. લેકનાં મન પર વિષય ઠસાવવા માટે ભાર મૂકીને કહેવાની આ પદ્ધતિ બહુ અસરકારક છે. ટીકાકારના કહેવા પ્રમાણે તે સમાન ધર્મવાળાઓની એકવાક્યતા એટલે સરખા વિચાર ધરાવનારાઓને સર્વાનુમતે થયેલો નિર્ણય બતાવે છે. (૪; (૫) શાસ્ત્ર ભણીને શું કરવું? किं मोदसे पण्डितनाममात्रात्, शास्त्रेष्वधीती जनरजकेषु । तत्किञ्चनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद् येन भवाब्धिपातः॥५॥ (उपजाति) લકરંજન કરનારાં શાસ્ત્રોને અભ્યાસી થઈને તું પંડિત નામમાત્રથી કેમ રાજી થઈ જાય છે ? તું કાંઈ એ અભ્યાસ કરે અને પછી કાંઈ એવું અનુષ્ઠાન કર કે જેથી તારે સંસારસમુદ્રમાં પડવું પડે જ નહિ.” (૫) વિવેચન—ઉક્ત હકીક્ત સ્પષ્ટ કરે છે કે શાસ્ત્રાભ્યાસથી રાજી થઈ જવાનું નથી, પણ કાંઈ કરવું–કાંઈ દાન, શીલ, તપ, ભાવ અથવા શુદ્ધ વર્તન, વિવેક, અનુકંપા, વર્તનમાં આવે એવું કાંઈ કરવું જોઈએ; એના સંગમાં આબરૂ-કીર્તિ આવે તે ભલે આવે, પણ તેને લેવા જઈશ નહિ. તારે તો આંખો મીંચીને ઊંચી પદવી પર જવા, ગુણસ્થાન આરોહણ કરવા, મેક્ષ સન્મુખ કરવા આગળ ચાલ્યા જવું. અભ્યાસને આ જ હેતુ છે, આ જ ફળ છે અને આ જ પરાકાષ્ઠા છે. જ્ઞાન બે પ્રકારનું છે. એકમાં માત્ર મગજ કેળવાય છે. બીજામાં હૃદય કેળવાય છે. જે વાદવિવાદ કરવા માત્રમાં જ કુશળ હોય, જેઓ ભાષણ કરવા માત્રમાં જ કુશળ હોય, જેઓ લેખ લખવા માત્રમાં જ કુશળ હોય, તેઓએ કઈ પણ પ્રકારે આનંદ પામવાનું નથી. એવા જ્ઞાનથી અટકી ન જતાં હૃદયને કેળવવાની જરૂર ઘણી છે. શાસ્ત્રકાર કહે છે કે જનમનરંજન ધર્મનું મૂલ્ય ન એક બદામ અમુક અપેક્ષાએ આ વચન સત્ય છે અને એ અપેક્ષા ધ્યાનમાં રાખીને જ આ અધિકારને ઉલ્લેખ થયે છે. - બીજું આત્મપરિણતિમ જ્ઞાન છે. તેમાં અમુક કાર્યથી આત્મિક ગુણ વિકસ્વર કરવામાં લાભહાનિ કેટલી છે, તે બહુ સારી રીતે સમજાય છે, પરંતુ અનર્થને ત્યાગ થઈ શકતું નથી. આ જ્ઞાન શુદ્ધ શ્રદ્ધાવાળા અવિરતિને હોય છે. એ જ્ઞાનમાં તથા પ્રકારની પ્રવૃત્તિ હોતી નથી. પણ તે જ્ઞાનવાન શુદ્ધ માર્ગની સન્મુખ છે અને વૈરાગ્ય ઉત્પન્ન થવાનું તેને કારણ પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનવાળાએ પણ ખુશી થઈ જવા જેવું નથી. જ્યાં સુધી એવા પ્રકારને અભ્યાસ ન કરવામાં આવે, કે જેથી ભવચકની રખડપટ્ટી મટી જાય, ત્યાંસુધી જ્ઞાન જોઈએ તેટલું ઉપયોગી થતું નથી. (૫, ૯૬) Page #223 -------------------------------------------------------------------------- ________________ અધિકા૨] શાસગુણ [ પા શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખવે એ સાચું જ્ઞાન છે. धिगागमैर्माद्यसि रञ्जयन् जनान् , नोद्यच्छसि प्रेत्यहिताय संयमे ।। दधासि कुक्षिम्भरिमात्रतां मुने !, क ते क्व तत् कैप च ते भवान्तरे ? ॥६॥ (उपजाति) “હે મુનિ ! સિદ્ધાંત વડે તું લેકેને રંજન કર ખુશી થાય છે અને તારા પિતાના આમુમ્પિક હિત માટે યત્ન કરતે નથી તેથી તને ધિક્કાર છે! તું માત્ર પેટભરાપણું જ ધારણ કરે છે, પણ હે મુને ! ભવાંતરમાં તે તારા આગમે ક્યાં જશે ? તે તારું જનરંજન ક્યાં જશે? અને આ તારે સંયમ ક્યાં જશે ?” (૬) - વિવેચન–શાસ્ત્રાભ્યાસ કરીને શું કરવું?-તે ઉપર સામાન્ય શબ્દોમાં કહ્યું. અત્ર સ્પષ્ટ શબ્દોમાં મુનિને ઉદ્દેશીને કહે છે કે જે પાંચ ઈદ્રિ પર સંયમ ન હોય તે અભ્યાસ વ્યર્થ છે, પેટભરાપણું જ છે એટલે કે સર્વસંપન્કરી ભિક્ષા અધિકારી તું થઈ શક્તા જ નથી. આવા સાધુઓ નથી સાધતા આ ભવનું અને નથી સાધતા પરભવનું. તેવી જ રીતે પંડિત હવાને દેખાવ કરનારા કેટલાક આ વર્ગમાં આવે છે. અભ્યાસનું ફળ આત્મપરિણતિ સુધારવી એ જ હવું ઘટે. એ ન બને તે પછી અભ્યાસ વધ્ય થાય છે. ગ્રંથકાર પિતે તે નીચેની આઠમી ગાથામાં આથી પણ નીચી હદે તે વાત મૂકે છે. જીવનને હેતુ, અભ્યાસને હેતુ શું છે? ક્યાં રહી શકે છે તે વિચારે. લોકરંજન કરનાર અભ્યાસીનું પેટભરાપણું ચોથા સ્લેકમાં આપણે વિસ્તારથી જોયું છે. આમાં ખાસ વિચારવા યોગ્ય એટલું છે કે પરભવમાં તું ક્યાં જઈશ? તારા આગમે ક્યાં જશે? અને તારે સંયમ કળ્યાં જશે? વળી તારું પ્રત્યહિત ક્યાં જશે? અને જેઓની પાસેથી તું કીર્તિની ઈચ્છા રાખે છે તેઓ ક્યાં જશે? જરા માની લીધેલા માન નામના મનોવિકારને તૃપ્ત કરવા ખાતર તારું બહુ બગડે છે અને તૃપ્તિ પણ પૂરી થતી નથી. અત્ર મરણ તે અનિવાર્ય છે અને ત્યાર પછી તારી ગતિ તું જાણતા નથી અને છેવટે સંસારસમુદ્રના મેટા ખડક ઉપર તારું જીવનવહાણ તને ખરાબે ચઢાવી દેશે, ત્યારે પછી તારો કીર્તિને લાભ અને તે ખાતર સહન કરેલા પરીષહો તને કાંઈ ઉપગી નહિ થાય. ઉદ્દેશ અત્ર એ જ છે કે શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખ. ટીકાકાર નોટ લખે છે કે “પિતા પુત્રને શિખામણ આપવા સારુ તિરસ્કારને શબ્દ લખે તે યુક્ત જ છે.” (૬ ૭). કેવળ અભ્યાસ કરનારા અને અભ્યાભ્યાસી સાધકમાં શ્રેષ્ઠ કેણુ? धन्याः केऽप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, दुःसाध्येषु परोपदेशलवतः श्रद्धानशुद्धाशयाः । * જુઓ હરિભદ્રસૂરિકૃત અષ્ટક પાંચમું. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] અધ્યાત્મકપમ केचित्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसाः, त्राहितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः १ ॥ ७ ॥ ( शार्दूलविक्रीडित ) “ કેટલાંક પ્રાણીઓએ શાસ્ત્રના અભ્યાસ કર્યાં ન હોય તેાપણુ ખીજાના જરા ઉપદેશથી, મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુભ અનુષ્કાના તરફ આદરવાળા થઈ જાય છે અને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેને ધન્ય છે ! કેટલાક તે આગમના અભ્યાસી હાય અને તેનાં પુસ્તકા પાસે રાખતા હોય, છતાં પણ આ ભવ-પરભવનાં હિતકારી કાર્યાંમાં પ્રમાદી થઈ જાય છે અને પરલેાકને હણી નાંખે છે, તેનું શુ થશે ?” (૭) વિવેચન—વિદ્યા અને મુક્તિપ્રાપ્તિને કેવા સ'ખ'ધ છે તે વિચારવા જેવુ છે. વિદ્વાનાને જ મેાક્ષ મળે છે એમ નથી, પણ અભ્યાસની સાથે સરળતા, સદ્ઘતન જોઈએ. Smiles નામના એક પ્રખ્યાત ગ્રંથકાર કહે છે કે ‘અસાધારણ વિદ્વત્તાની સાથે હલકામાં હલકા દુર્ગુણા કેટલીક વાર મળેલા હોય છે, અને ઉચ્ચ ચારિત્રને વિદ્યા સાથે કાંઈ પણ ખાસ સંબંધ નથી.' દેવ-ગુરુ-ધર્મ પર શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ વન અને સરળ સૌમ્ય પ્રકૃતિથી ઘણા ભદ્રિક જીવા તરી ગયા છે. હકીકત આમ છે, છતાં પણ વિદ્યાવાનને સંસાર તરવા સહેલા પડે છે એમાં તેા જરા પણ શક નથી. જ્ઞાનીને વિચારણા-વતન સારાં થઈ જવાને બહુ સભવ છે અને અજ્ઞાની કરોડો વર્ષે જે ક ક્ષય કરે તે, જ્ઞાની એક શ્વાસેાચ્છ્વાસમાં કરી શકે છે. પણ આવી સગવડ છે તે સાથે જ જો જ્ઞાની પ્રમાદી થઈ જાય, આડંબર કરનારા થઈ જાય, વાહવાહ ખેલાવનારા થઇ જાય, આશીભાવ રાખી ધર્માચરણ કરે, તા તેને માટું નુકસાન થાય છે અથવા ઢંકામાં તેનેા અધઃપાત થાય છે. જેમ કમ ક્ષયનુ પ્રખળ સાધન જ્ઞાનીના હાથમાં રહે છે, તેમ તીવ્ર કર્માંબધ અને જવાબદારીનું જોખમ પણ તેને માથે વધારે છે. જ્ઞાનવાને-વિદ્યાવાને બહુ વિચારીને દરેક કાય કરવાની જરૂર છે. મૂળ શ્લાકમાં શાસ્ત્રના અભ્યાસ નહિ કરનાર એમ કહ્યુ' છે તે અલ્પ અભ્યાસ કરનારા માટે હાય એમ સમજાય છે. આ àાથી અજ્ઞાનવાદને પુષ્ટિ આપી નથી તે ખાસ સમજવાની જરૂર છે. આ આખા અધિકારમાં જ્ઞાનને અલ્પાંશ પદ આપવામાં આવ્યું હોય, ત્યાં વિષયપ્રતિભાસ જ્ઞાનને અંગે તે કથન છે એમ સમજવુ. તત્ત્વસ વેદન જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તા આ અધિકારમાં વર્ણવેલી સ્થિતિ હેાય જ નહિ. તે જ્ઞાનવાનને હૈય-ઉપાદેયના શુદ્ધ નિશ્ચય હાય છે, તેની વૃત્તિ સ્વસ્થ હેાય છે અને તેની મુખમુદ્રા પર શાંત રસ ઢળેલા હાય છે. તેવા જ્ઞાનવાળાનું વર્તન પણ બહુ શુદ્ધ હેાય છે અને તેની અને અલ્પ અભ્યાસીની કદી પણ સરખામણી થઈ શકે જ નહિ. શાસ્ત્રકાર અજ્ઞાનવાદની કદી પણ પુષ્ટિ આપતા નથી એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. બાકી જ્ઞાનનાં પુસ્તકાના ભ’ડાર કબજામાં રાખવાથી અને માટી સભાએ જીતવામાત્રથી કાંઈ બહુ લાભ નથી એ અત્ર ઉદ્દેશ છે. (૭;૯૮) * જીએ હરિભદ્રસૂરિજી અષ્ટક ( – ૬ ). [મ્મમ . Page #225 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શાસગુણ [ ૧૫૩ મુગ્ધબુદ્ધિ વિ. પંડિત धन्यः स मुग्धमतिरप्युदिताहंदाज्ञारागेण यः सृजति पुण्यमदुर्विकल्पः पाठेन किं व्यसनतोऽस्य तु दुर्विकल्पै-र्यो दुस्थितोऽत्र सदनुष्ठितिषु प्रमादी॥८॥(वसन्ततिलका) માઠા સંકલ્પ નહીં કરનાર અને તીર્થકર મહારાજે ફરમાવેલી આજ્ઞાઓના રાગથી શુભ ક્રિયા કરનાર પ્રાણી અભ્યાસ કરવામાં મુગ્ધ બુદ્ધિવાળો હોય, તે પણ ભાગ્યશાળી છે. જે પ્રાણી માઠા વિચારો કર્યા કરે છે અને જે શુભ કિયામાં પ્રમાદી હોય છે, તેવા પ્રાણીને અભ્યાસથી અને તેની ટેવથી શું લાભ છે?(૮) વિવેચન તીર્થંકર મહારાજે કહ્યું છે તે ખરું છે, બાકી સર્વ મિથ્યા છે” એવી સામાન્ય બુદ્ધિવાળા પ્રાણી સંસારસમુદ્ર તરી જાય છે; પણ જે પ્રાણી માઠા વિચાર કરતે હેય, સંસારમાં રામા રહેતે હેય, રાજકથાદિક વિકથામાં આસક્ત હોય અને શુભ ક્રિયામાં પ્રમાદી હોય તે પ્રાણી વિદ્વાન હોય તે પણ કામ નથી. શુદ્ધ શ્રદ્ધા કેટલો લાભ આપે છે તે અત્ર જોવાનું છે. શુદ્ધ શ્રદ્ધા વગર કાંઈ લાભપ્રદ થઈ શકતું નથી. ગણતરીમાં પણ જીવ ત્યારે જ આવે છે. અતીન્દ્રિય વિષયમાં શ્રદ્ધા રાખવાની જ જરૂર છે. મનુષ્યપ્રવૃત્તિમાં પ્રાણીને વિચાર કરવાને પણ બહુ વખત મળતું નથી, તેથી જેઓએ વિચાર કર્યો હોય તેઓ પર આધાર રાખી તેઓને પગલે પગલે ચાલવું શ્રેષ્ઠ છે. મનુષ્યજીવનકાળ અલ્પ છે, બુદ્ધિ મંદ છે અને અન્ય વ્યવહારમાં કાળક્ષેપ બહુ થાય છે, તેથી મેટે ભાગે તે જેઓનાં વચન આપ્ત લાગતાં હોય તેની પરીક્ષા કરીને તેને અનુસરવું, એ જ માર્ગ ગ્રહણ કરવા યોગ્ય જણાય છે. એક માણું મગ રસોઈ માટે ચૂલા પર ચઢાવ્યા હોય તો તેની પરીક્ષા માટે એક મગ બસ છે, તે પ્રમાણે આપ્તતાની પરીક્ષા કરવી. વીતરાગદશા, શુદ્ધ માર્ગકથન, અપેક્ષાઓનું શુદ્ધ સ્થાપન, નયસ્વરૂપને વિચાર અને સ્યાદ્વાદવિચારશ્રેણી –એ આતતાની પરીક્ષા માટે પૂરતાં છે. વિશેષ કૃપશમ હોય અને અનુકૂળતા હોય, તેણે વિશેષ પ્રકારે પરીક્ષા કરવાને અત્ર નિષેધ નથી, પરંતુ ગમે તેમ કરી આપ્તનાં વચન પ્રમાણે અનુષ્ઠાન કરવાની આવશ્યકતા અત્ર સ્વીકારી છે. અત્ર જે માર્ગનું દર્શન કરાવવામાં આવ્યું છે તેમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો નિષેધ નથી, પણ દુર્વિકલ્પને ત્યાગ કરવાને ઉપદેશ છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. (૯૯૯) શાસ્ત્રાભ્યાસ–ઉપસંહાર अधीतिमात्रेण फलन्ति नागमाः, समीहितैर्जीव ! सुखैर्भवान्तरे । स्वनुष्ठितै किं तु तदीरितैः खरो, न यत्सिताया वहनश्रमात्सुखी ॥१॥ (वंशस्थ ) માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઈચ્છિત સુખ આપીને આગમ ફળતા નથી, * નુ કા પટઃ | અ. ૨૦. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] અધ્યાત્મકલ્પમ [ અષ્ટમ પરંતુ તેમાં બતાવેલ શુભ અનુષ્ઠાન કરવાથી આગને ફળે છે. જેવી રીતે સાકરને બે ઉપાડવાના શ્રમથી ગધેડે કાંઈ સુખી નથી.” (૯) વિવેચન–માત્ર અભ્યાસ અને પરભવમાં તેથી સુખ, એ વાતને વ્યભિચાર છે; અધ્યયન ઉચ્ચ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાનું એક કારણ છે, પણ તેથી તે મળે જ છે એમ નથી. કારણ કે અભ્યાસી હોય છતાં મળતું નથી એમ બને છે; તેમ જ વળી અન્યાસી ન હોય, છતાં ફળપ્રાપ્તિ થાય છે એમ પણ બને છે. આથી માત્ર અભ્યાસ ઉપર કાંઈ ખાસ આધાર નથી. સુખ-આત્મિક સુખ-મેળવવાને ઉપાય શાસ્ત્રમાં ફરમાવેલા અનુષ્ઠાનચારિત્ર-વર્તનમાં છે. જેવી રીતે ગર્દભ સાકરને બે ઉપાડે તેથી તેને કાંઈ મીઠાશ આવતી નથી, તેવી રીતે જ્ઞાન પણ વતન વગર માત્ર બે જ છે; એટલે જ્ઞાન પ્રમાણે વર્તન કરે તે જ જ્ઞાનની મીઠાશ પ્રાપ્ત થાય છે. ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસ ગણી કહે છે કે – जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए ॥ “જેવી રીતે ચંદનને-સુખડને ભાર વહન કરનારે ગધેડે ભારને ભાગી છે પણ ચંદનને નથી, તેવી જ રીતે વર્તન વગરના જ્ઞાનને જાણનારો જ્ઞાનને ભાગી છે, પણ સુગતિને નથી.” આ હકીકત ઉપરના કલેકમાં પણ તે જ રૂપમાં કહી છે. (૧૦૦) શાસ્ત્રાભ્યાસ અને વર્તન એ ઉપર વિવેચન થયું. પ્રથમ બે શ્લોકમાં શ્રવણ કરનારાઓને અને બાકીના શ્લોકમાં અભ્યાસ કરનારાઓને બહુ ધડો લેવા જેવું બતાવ્યું છે. જેમાં અભ્યાસની ખાતર જ અભ્યાસ કરતા હોય, સભાઓ જીતી પોતાના વિજયડંકા વગાડવાની ઈરછા રાખતા હોય, અકારણે શાસ્ત્રને શુષ્કવાદ કરવાનું આમંત્રણ કરતા હોય, તેઓએ ચેાથે શ્લોક ગોખી રાખવા જેવો છે. આ ઉપરાંત કહેવાતા “પંડિત” ઉપર આ અધિકારમાં સપ્ત ચાબખો છે. “હે ચેતન ! એ તે જ્ઞાની મહારાજ ભાખી ગયા છે કે....વગેરે.” ચેકસ ગંભીર શબ્દ યુક્ત ભાષામાં બોલતા આવા ડોળઘાલુઓની તે વખતની બલવાની ઢબછબ, મુખને રંગ અને આંખના તથા હાથના ચાળા જોયા હોય, તે જાણે મહાગહન તત્ત્વજ્ઞાનીનું ભાષણ ચાલ્યું. વળી, તે વખતે શ્રોતાને એમ પણ લાગે કે આવા માણસ તે અત્રેથી ઊઠીને આરંભાદિકમાં કે આશ્રવમાં પ્રવર્તતા પણ નહિ હોય; પણ ખાનગી રીતે જે ખાવાપીવામાં, સાંસારિક સુખગમાં, વ્યવહારમાં, લેણદેણમાં અને પ્રામાણિકપણામાં તેઓને વ્યવહાર જોયો હોય, તે તેના જ્ઞાનની અસર માત્ર પણ તેમાં જણાતી નથી. સાથે બેસનારને ડુબાડે છે, તેમ જ ધર્મને પણ વગોવે છે. અમુક હદ સુધી જ્ઞાન અને ક્રિયાની જરૂર છે. આટલા ઉપરથી અમે ક્રિયાને એકાંત પક્ષ કરનારા છીએ એમ માનવાનું નથી, જ્ઞાનાભ્યાસની જરૂર ઘણી છે તે અમે સ્વીકારીએ છીએ, પણ કેટલાક પ્રમાદી છે તેનું Page #227 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શા ગુણ [ ૧૫૫ બહાનું કાઢી ક્રિયા તરફ અપ્રીતિને દેખાવ કરે છે, એટલું જ નહીં પણ શુદ્ધ ક્રિય કરનારને હસી કાઢે છે, તેઓ નીચેનાં બે મહાનું વાક્ય લક્ષમાં લેવાની આવશ્યકતા છે– “કિયા રહિત જ્ઞાનમાત્ર નિષ્ફળ છે. રસ્તાનો જાણનાર પણ ગતિ કર્યા વગર વાંછિત નગરે પહોંચતો નથી.” (જ્ઞાનસાર, ૯-૨). શ્રીમદ્દ યશોવિજયજી “ક્રિયા બિના જ્ઞાન નહી કબહું, ક્રિયા જ્ઞાન બીનું નાહી; કિયા જ્ઞાન દેઉ મિલત રહત હૈ, જ્યાં જલસ જલમાંહી; પરમ ગુરુ જન કહે કયું છે?” આ પણ એ જ ધુરંધર વિદ્વાનનું મહાવાક્ય છે. કહેવાનો મતલબ એ જ છે કે દેખાવ કરો નહિ, શુદ્ધ વર્તન કરે; દરેક માણસ મોટે થવા કે ધનવાન થવા બંધાયેલ નથી, પણ ભલે–સાર થવા બંધાયેલે છે. આ અધિકારમાંથી એટલું પણ જણાય છે કે વિશેષ અભ્યાસ ન કર્યો હોય તે પણ શુદ્ધ શ્રદ્ધાથી ક્રિયા કરનાર જીવ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે. છેલ્લા શ્લોકમાં “ગદંભનું દૃષ્ટાંત મનન કરવા જેવું છે. જ્ઞાન ભણવાની પૂરેપૂરીબહુ જ જરૂર છે, પણ ભણીને પછી આગળ વધવું, અહંકાર કે દેખાવ કરવો નહિ. મુખ્ય રસ્તો એ જ છે કે જ્ઞાનને અભ્યાસ કરી પોતાને ગ્ય ક્રિયા કરી શુદ્ધ વ્યવહાર કરે, કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, નહિ તે તે જ્ઞાન વધ્યું છે. સાધુ તે સંસારની અસારતા વિચાર, ધર્મોપદેશ આપી લોકોને ચગ્ય રસ્તે દેર, ઇંદ્રિયો પર સંયમ કર, મન પર અંકુશ રાખ, તું શ્રાવક હે તો વ્રતદઢતા રાખ, વ્યવહાર શુદ્ધ રાખ, ચિત્તવૃત્તિમાંથી કચરે કાઢી નાખ, દેખાવ કરવાની ચાહનામાં ફસાવાનું કારણ બાહ્ય દેખાવ જ છે અને તેમાં ઘણા માણસે લલચાઈ જાય છે. ચૌદ પૂર્વધર જ્યારે પ્રમાદવશ થઈ નિગદમાં રખડે છે ત્યારે સારી રીતે સામાયિક કરનાર મોક્ષ જાય છે, તેનું કારણ સૂક્ષમ બુદ્ધિએ વિચારવા યોગ્ય છે. શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન સિવાય અંગારમદકાચાર્યનું જ્ઞાન શું કામ આવ્યું અને સ્કદકાચાર્યના પાંચ શિષ્યની ગતિ મેક્ષની થઈ અને તેઓની પિતાની ગતિ જ્ઞાન છતાં પણ શમના અભાવે કેવી થઈ? મુદ્દે જ્ઞાન સાથે ઉરચ વર્તન, ઇદ્રિયદમન, ચિત્ત પર અંકુશ વગેરે હોય તે ધારેલ લાભ થાય છે. આ વિષયને અંગે શ્રી હરિભદ્રસૂરિનું નવમું અષ્ટક બહુ મનન કરવા ગ્ય છે. જ્યાં સુધી વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે, ત્યાં સુધી બહુ લાભ થતું નથી. ચાલુ જમાનામાં જ્ઞાનની તંગી નથી, જ્ઞાનીની પણ નથી, પરંતુ બહુધા ઉપર કહ્યું તેવું જ જ્ઞાન જોવામાં આવે છે. આના પરિણામે ત્યાગ અને ગ્રહણનું શુદ્ધ સ્વરૂપ પણ મળતું નથી અને તેથી ત્યાગવૈરાગ્ય પણ થતા નથી. શાસ્ત્રકારે આ જ્ઞાનને અજ્ઞાન જ કહે છે. જ્યારે વસ્તુ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] અધ્યાત્મકલ્પદ્રુમ [ અષ્ટમ સ્વરૂપનું શુદ્ધ ભાન કરાવનાર તત્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ જ્ઞાની હેવાને દાવે કરી શકાય અને તેવા જ્ઞાની માટે આ આખા અધિકારમાં કાંઈ કહેવા જેવું રહેતું નથી. અત્ર જે આક્ષેપ છે તે પ્રથમના દેખાવમાત્ર જ્ઞાન માટે જ છે. ચતુતિનાં દુખે શાસ્ત્રાભ્યાસના દ્વારમાં જે હકીક્ત કહી છે તે જાણ્યા પછી શાસ્ત્રના સારરૂપ એક હકીકત અત્ર બતાવે છે. તે એ છે કે આ સંસારમાં ગમે ત્યાં જાઓ પણ સુખ નથી. સંસારના સર્વ જીવોને ચાર ગતિમાં સમાવેશ થાય છેઃ ૧ નારકી, ૨ તિયચ (તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિ તથા જળ, માંકડ, વીંછી, પક્ષીઓ, જળચર, ઢાર વગેરે જીવોને સમાવેશ થાય છે), ૩ મનુષ્ય અને ૪ દેવ. એ ચાર ગતિમાંથી એકેમાં સુખ નથી એમ બતાવી, શાસ્ત્રનું રહસ્ય બતાવે છે અને તેને પરિણામે જીવને સંક્ષેપમાં ઉપદેશ આપવાને ઈરાદે છે. નરકગતિનાં દો दुर्गन्धतो यदणुतोऽपि *पुरस्य मृत्यु-रायूंषि सागरभितान्यनुपक्रमाणि । स्पर्शः खरः क्रकचतोऽतितमामितश्च, दुःखावनन्तगुणिती भृशशैत्यतापौ ॥१०॥ तीव्रा व्यथा सुरकृता विविधाश्च यत्रा-क्रन्दारवैः सततमभ्रभृतोऽप्यमुष्मात् । किं भाविनो न नरकात्कुमते ! बिभेषि, यन्मोदसे क्षणसुखैविषयैः कषायी ॥११॥ युग्मम् ॥ (થતિ ) જે નરકસ્થાનની દુર્ગધીના એક સૂક્ષ્મ ભાગ માત્રથી (આ મનુષ્યલોકના) નગરનું (એટલે નગરવાસી જનનું, મૃત્યુ થાય છે, જ્યાં સાગરેપમથી મપાતું આયુષ્ય નિરુપક્રમ હોય છે, જેને સ્પર્શ કરવતથી પણ બહુ કંકશ છે, જ્યાં ટાઢ-તડકાનું દુઃખ અહીં કરતાં (મનુષ્યલક કરતાં) અનંતગણું વધારે છે, જ્યાં દેવતાઓની કરેલી અનેક પ્રકારની વેદનાઓ થાય છે અને તેથી રડારોળ અને આકંદ વડે આકાશ ભરાઈ જાય છે–આવા પ્રકારની નારકી તને ભવિષ્યમાં મળશે એ વિચારથી હે કુમતિ ! તું બીત નથી કે કષાય કરીને અને થોડો વખત સુખ આપનારા વિષય સેવીને આનંદ માને છે?”(૧૦-૧૧) વિવેચન–નરકગતિની દુર્ગધ એટલી બધી હોય છે કે તેને બહુ સૂક્ષમ ભાગથી જ સમસ્ત નગરવાસી જનનાં મરણ થઈ જાય. મનુષ્યનું આયુષ્ય મહામારી, શઘાત, ભય વગેરે કારણેથી નાશ પામે છે, એટલે તે સેપકમ હોય છે, પણ નારકીના જીવનું આયુષ્ય તે ગમે તે કારણથી તૂટતું જ નથી. શરીરના ઘણા કટકા થઈ જાય, તપણે પારાની પેઠે તે જોડાઈ જાય છે. વળી, નારકોનું * पुरस्य स्थाने परस्य इति पाठान्तरम्; अन्यजनस्य-मनुष्यस्य इत्यर्थः । Page #229 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શાસ્ત્રગુણ [ ૧૫૭ આયુષ્ય સાગરેપમથી ગણાય છે. સાગરોપમ એટણે અસંખ્યાતા વર્ષનું એક પાપમ અને દશ કટાર્કટિ પલ્યોપમે એક સાગરોપમ. પલ્યોપમને પણ ખ્યાલ આવી મુશ્કેલ છે. (પાંચમાં કર્મગ્રંથની ગાથા ૮૫મી જુઓ.) આવું મેટું આયુષ્ય અને તેમાં દુખ, દુઃખ ને દુઃખ જ છે એટલે ક્ષણમાત્ર પણ સુખ નથી. નરકભૂમિને સ્પર્શ કરવતની ધાર કરતાં પણ કઠોર છે અને ત્યાંની ઠડી આગળ ઉત્તર ધ્રુવની ઠંડી અને તાપ આગળ સહરાના રણને તાપ કાંઈ ગણતરીમાં નથી. ક્ષેત્રવેદના બહુ જ સત છે. કેટલાંક ક્ષેત્રો તદ્દન ઠંડાં છે, ત્યાંની ઠંડી નહન થઈ શકે નહિ; જ્યારે કેટલાંક ક્ષેત્રે તદ્દન ગરમ છે. એનાં દુઃખને ખ્યાલ એટલા પરથી આવશે કે નારકેને ઉષ્ણ ક્ષેત્રમાં એટલી વેદના થાય છે કે તેને ઉપાડી ખેરના અંગારાની ખાઈમાં ભર ઉનાળામાં સુવાડવામાં આવે તે જેમ મનુષ્ય કમળની શય્યામાં સુખેથી સૂઈ રહે તેમ, છ માસ સુધી નિદ્રા કરે. આ પ્રથમ પ્રકારની ક્ષેત્રવેદના છે. જિજ્ઞાસુએ તેનું વિશેષ સ્વરૂપ બીજા ગ્રંથાથી જાણી લેવું. બીજા પ્રકારની પરમાધામીકૃત વેદના છે. આ હલકી જાતના અસુરે ને દુઃખ દેવામાં જ આનંદ માને છે. તેઓ તેને મારે છે, કૂટે છે, તેના શરીરને તેડે છે, કાપે છે, તેને રાડો પડાવે છે, એક પર બીજાને નાખે છે, કરવતથી વેરે છે, જીભ ખેંચે છે અને એવી એવી બીજી અનેક પ્રકારની વેદનાઓ કરે છે, તેને ખ્યાલ આવી મુશ્કેલ છે. આ ઉપરાંત ત્રીજી અ ન્યકૃત વેદના છે. અગાઉના વિરભાવથી જે પરસ્પર કપાઈ મરે છે, લડે છે અને કદર્થના પામે છે, પમાડે છે, ઉપરની હકીકત ઉપરથી જણાયું હશે કે કોધી, અહંકારી, કપટી, લોભી, વિષયમાં આસક્ત જીવ સદરહુ ગતિમાં જાય છે. જે તારી કલ્પનાશક્તિ સારી હોય તો ઉપરનું સ્વરૂપ જાણ્યા પછી પણ તને નરકની બીક લાગતી નથી? વિષયજન્ય સુખ-માની લીધેલું સુખ-ક્ષણવાર, પાંચ મિનિટ, કલાક, દિવસ જ ચાલે છે અને તેના બદલામાં નારકીનાં દુખે સાગરોપમ ચાલે છે, માટે હવે તારી મરજી પ્રમાણે ગમે તે પ્રકારનો આદર કર. (૧૦-૧૧; ૧૦૧-૧૦૨) તિર્યંચગતિનાં દુખે बन्धोऽनिशं वाहनताडनानि, क्षुत्तृड्दुरामातपशीतवाताः । निजान्यजातीयभयापमृत्युदुःखानि तिर्यविति दुस्सहानि ॥१२॥ (उपजाति) “નિરંતર બંધન, ભારનું વહન, માર, ભૂખ, તરસ, દુષ્ટ રેગે, તડકે, ઠંડી, પવન, પિતાની અને પારકી જાતિને ભય અને કુમરણ–તિર્યંચગતિનાં આવા પ્રકારનાં અસહ્ય દુખે છે.” (૧૨) વિવેચન-બંધન તે ગાડાં, હળ, ચક્કી વગેરેમાં તડકે, ઠંડી અને પવન તે અનુક્રમે ઉનાળો, શિયાળો અને ચોમાસાની ઋતુના ઉપદ્રવ છે. પોતાની જાતિને ભય તે હાથીને Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] અધ્યાત્મક૯પમ [અષ્ટમ હાથી, ગેધાને ગોધાન વગેરે અને પરજાતિને ભય તે મૃગને સિંહને, ઉદરને બિલાડીને વગેરે. વળી નાક-કાનનું છેદવું વગેરે બહુ પ્રકારનાં દુખે તિર્યંચાને છે. બિચારાથી બેલી શકાય નહિ, સહનશીલતા રાખવી પડે. આવી પીડાઓ વિષયકષાયમાં રાચનારને ખમવી પડે છે, માટે ચેતે. અત્ર તિર્યંચગતિનાં દુઃખ વર્ણવવામાં આવ્યાં છે, તે સર્વ જીવોની અપેક્ષાએ છે. એ ઉપરાંત અમુક જાતિને માટે દુઃખ વિચારીએ તે ઘણું વિવેચન થઈ જાય. દાખલા તરીકે કેટલાંક દુઃખો અને ખાસ હોય છે, કેટલાંક બળદને ખાસ હોય છે, કેટલાંક સ્પાનને ખાસ હોય છે, તે દરરોજના અનુભવને વિષય છે, તેથી ગ્રંથગૌરવના ભયથી અત્ર વિસ્તાર કર્યો નથી. એકે ક્રિયાદિકના અવ્યક્ત દુઃખનું વર્ણન કરવું પણ અશક્ય છે. તે ગતિમાં સુખ નથી, એ આ શ્લોકને સાર છે. (૧૨; ૧૦૩) દેવગતિનાં દુઃખ मुधान्यदास्याभिभवाभ्यस्याभियोऽन्तगर्भस्थितिदुर्गतीनाम् । एवं सुरेष्वप्यसुखानि नित्यं किं तत्सुखैर्वा परिणामदुःखैः ? ॥१३॥ (उपजाति) ઇંદ્રાદિકની નિષ્કારણ સેવા કરવી, પરાભવ, મત્સર, અંતકાળ, ગર્ભસ્થિતિ અને દુર્ગતિને ભય-આવી રીતે દેવગતિમાં પણ નિરંતર દુખે છે. વળી, જેને પરિણામે દુઃખ છે તેવા સુખથી શું ?” (૧૩) વિવેચન–૧. મનુષ્ય પારકી ચાકરી કરે છે તેનો હેતુ ગુજરાન ચલાવવાનો હોય છે, પણ દેવતાને આજીવિકાનું કારણ નહિ છતાં તેમ જ દ્રવ્યપ્રાપ્તિને હેતુ નહિ છતાં પણ આભિયેગાદિક ભાવનાએ પૂર્વોપાર્જન કરેલા કર્મના આધીનપણથી વગર કારણે ઇંદ્રાદિની ચાકરી કરવી પડે છે. ૨. પિતાથી વધારે બળવાન દેવ પિતાની સ્ત્રીને ઉપાડી જાય ઈત્યાદિ અભિભવપરાભવ. ૩. પરને ઉત્કર્ષ સહન ન કરે તે અસૂયા. દેવતાને બીજા દેવનું વિશેષ સુખ જોઈને ઈર્ષ્યા બહુ થાય છે. ૪. દેવતાને મરણની બીક લાગે છે. ફૂલની માળાનું કરમાવું વગેરે મરણનાં ચિહ્ન જોઈ, છ માસથી તે તે વિલાપ કરવા માંડે છે. ૫. મરણ પછી ગર્ભમાં નવ માસ અશુચ કર્દીમમાં ઊંધું લટકાવું પડશેએવા વિચારથી મૂરછ પણ પામે છે; અથવા ઢેર, પક્ષી કે એ કેન્દ્રિયમાં જવું પડશે તેની બીક બહુ લાગે છે. ૬. એ જ રીતે દુર્ગતિમાં જવાની બીક બહુ લાગ્યા કરે છે. વળી, દેવતાઓમાં ખટપટ બહુ ચાલે છે, લડાઈ એ પણ ઘણું વાર થાય છે અને ચિત્તવ્યગ્રતા બહુ રહે છે. એકલી ઋદ્ધિ પ્રાપ્ત થયેલી હોય છે, પણ તેથી કાંઈ માનસિક સુખ મળતું નથી અને એ સુખ દેવતા ભેગવી શકતા નથી. Page #231 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શાસ્ત્રગુણ | ૧૫૯ વળી, પૌદ્ગલિક સુખ જરા જરા છે એમ માનીએ તેપણુ દેવગતિમાં કરેલી વિષયાસક્તિને પરિણામે અધઃપાત થાય છે, ત્યારે એને સુખ કેમ કહેવાય ? ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસ ગણી કહે છે કે “ચ્યવન સમયે દેવતા પાતાનુ' પૂનુ' સુખ ને ભાવીમાં પ્રાપ્ત થનારું દુઃખ વિચારીને માથું ફૂટે છે અને ભીંત સાથે માથું અફાળે છે.” પાંચ ઇંદ્રિયના વિષયમાં આસક્ત, અંગભંગ અને મગાસાંથી છ માસ પહેલાં જાગ્રત થતા દેવા કરાડા વનાં સુખને અંતે બધુ હારી જાય છે. પૌલિક સુખ એ સુખ જ નથી, એ અત્ર સ્ફુટ થઈ જાય છે. જ્યાં સુધી માનસિક સુખ-જ્ઞાનાચંદ નથી, ત્યાં સુધી સ્થૂળ પૌદ્ગલિક સુખ ગમે તેટલું હાય, તેથી જરા પણ આનંદ થતા નથી. દેવગતિમાં સ્થૂળ સુખા તે! કદાચ પરાકાષ્ઠાએ પહેાંચે તેટલાં લભ્ય થઈ શકે, તાપણ તે હોય ત્યારે પણ સુખ નથી અને પછી તેા મહાક” આપનાર થાય છે. દેવ જેવી એકાંત સુખ આપનારી લાગે તેવી ગતિમાં પણ સુખ નથી એ ખાસ વિચારવા ચેાગ્ય છે. (૧૩) ૧૦૪) મનુષ્યગતિનાં દુ:ખા सप्तमीत्यभिभवेष्टविप्लवानिष्टयोगगददुः सुतादिभिः 1 * स्याच्चिरं विरसता नृजन्मनः, पुण्यतः सरसतां तदानय || १४ || ( स्वागता ) ર સાત ભય, પરાભવ(અપમાન), વ્હાલાના વિયાગ, અપ્રિયના સયાગ, વ્યાધિ, માંડી વાળેલ છોકરા વગેરે વડે મનુષ્યજન્મ પણ લાંખા વખત સુધી વિરસ ( ખારા ધવા ) થઈ જાય છે, તેટલા માટે પુણ્ય વડે મનુષ્યજન્મનુ' મધુરપણું પ્રાપ્ત કર, ' (૧૪) વિવેચન—આ લોકના ભય, પરલેાકના ભય, આદાન(પેાતાની વસ્તુ ચારાઈ જવાના ભય, અકસ્માત્મય, ભરણપાષણ (આજીવિકા)ના ભય, મરણભય અને અપકીર્તિભય + એ સાત ભય મનુષ્યભવમાં બહુ પીડા કરે છે. વળી, એ ઉપરાંત, આ મનુષ્યભવમાં રાજા, ચાર વગેરે તરફથી પરાભવ થાય છે. વહાલા પુત્રનું મરણુ, સ્ત્રીના વિયાગ, ધનકીત્ર્યદિના નાશ વગેરે અનિષ્ટને સયાગ (ધ્રુવિયેાગ, અનિષ્ટસયાગ એ ચૈતન અચેતન આદિ સ પદાર્થના સબધમાં હાય છે); એ ઉપરાંત ખરાબ સજાગામાં રહેવુ', મૂખ રાજા અથવા શેઠની નાકરી કરવી, મૂખ સ્ત્રી સાથે ભવ કાઢવા, પુત્રપ્રાપ્તિ ન થવી, ઘણી દીકરીઓના પિતા થવું, દ્રવ્ય ખાતર પરદેશમાં રખડવું, નીચ શેઠિયાઓના ફાંટાદાર મગજમાંથી નીકળતા વિચિત્ર હુકમાના અમલ કરવે—એ આ મનુષ્યભવમાં મનાતાં અનેક દુઃખોમાંનાં થાડાં છે, પરંતુ આ જીવ તા વિચાર જ કરતા નથી. સંસ્કૃતમાં એક જગ્યાએ કહે છે કે “પ્રથમ તેા, માની કૂખમાં બહુ દુઃખ છે, ત્યાર પછી નાનપણમાં પરાધીનવૃત્તિનું દુઃખ, ૩જીટુમ્બિરિતિ થા વાટ (ખરાબ કુટુખીઆઓરમાન માતા વગેરે). + લેાકાપવાદ ભય અથવા અપયશને ભય. ** Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] અધ્યાત્મક૯૫૬મ [ સપ્તમ: યુવાવસ્થામાં વિયેગનું દુઃખ અને ઘડપણ તે દુઃખનું ભરેલું હોવાથી અસાર જ છે. આ મનુષ્યજન્મમાં હે ભાઈઓ! કહે કશું સુખ છે? હોય તે બેલે.” આવું જાણે છે તે પણ સંસારમાં રામા રહે છે. કોઈ નેહી સગાના મરણ વખતે મોટી પિક મૂકીને રડે છે, પણ વિચાર નથી કે આ મનુષ્યભવ અમર કરી દેવામાં આવે તે અહીં ગેડે તેમ નથી. એ તે પચાસ-સાઠ વરસ રહેવાનું છે, તે જરા ઠીક લાગે છે. બાકી તે મેટા થયા પછી શોકાદિન નિમિત્ત, જવાબદારી અને પંચાતી એટલી વધી જાય છે કે એવી જે જિંદગી અમર થઈ ગઈ હોય તે દુનિયા છોડી ચાલ્યા જવું પડે. આવી રીતે મનુષ્યભવમાં પણ દુઃખ જ છે તે દુઃખથી કડવા થયેલા મનુષ્યજન્મને પારમાર્થિક ધાર્મિક કાર્ય કરવા દ્વારા પુણ્યોપાર્જન કરી મધુર કર. હવે ચાર ગતિમાં થતાં દુખે બતાવી તે દુઃખ ન થાય તેવો પ્રયત્ન કરવા ઉપદેશ આપે છે. (૧૪, ૧૦૫) ઉકત સ્થિતિદર્શનનું પરિણામ इति चतुर्गतिदुःखततीः कृतिन्नतिभयास्त्वमनन्तमनेहसम् । हृदि विभाव्य जिनोक्तकृतान्ततः, कुरु तथा न यथा स्युरिमास्तव ॥१५॥ (द्रुतविलंबित ) એ પ્રમાણે અનંત કાળ પર્યત (સહન કરેલી), અતિશય ભય આપનાર ચાર ગતિનાં દુખેની રાશિઓને કેવળી ભગવતે કહેલા સિદ્ધાંતથી હદયમાં વિચારીને હે વિદ્વાન એવું કર કે જેથી તને તે પડાએ ફરી થાય નહિ.” (૧૫) વિવેચન–પીડા જાણી, વિચારી, અનુભવી, તેનું પરિણામ એ થવું જોઈએ, પુરુષાર્થ કરીને ઉપાય-પ્રતિકાર એ કર જોઈએ, કે જેથી ભવિષ્યમાં એ પીડા થાય જ નહિ. સર્વ પ્રાણી કલ્પિત સુખ મેળવવાની ઈચ્છા રાખે છે અને માન્યતા પ્રમાણે તે મેળવે છે, પણ સિદ્ધાંતના ફરમાનથી વાસ્તવિક રીતે વિચારતાં જણાય છે કે આ સંસારમાં સુખ જ નથી અને દુઃખ ભર્યું છે તે દૂર કરવા ઉપાય કરવો એ આ જીવની પ્રથમ ઈરછા અને પ્રેરણું છે. શાસ્ત્રાભ્યાસ કરવાથી સંસારની સર્વ ગતિઓમાં કેટલાં અને કેવા પ્રકારનાં દુખે છે તે જણાવ્યું અને તેને પરિણામે હવે જે તને સુખ મેળવવાની ઈચ્છા હોય તે ચતુર્ગતિના કલેશ ન થાય તેવું કાર્ય કર. શાસ્ત્રાભ્યાસ દ્વારને ચતુર્ગતિદુઃખદર્શન સાથે શું સંબંધ છે તે અત્ર સ્પષ્ટ થાય છે. (૧૫; ૧૦૬) આખા દ્વારને ઉપસંહાર आत्मन् ! परस्त्वमसि साहसिकः श्रुताक्षर्यद्भाविनं चिरचतुर्गतिदुःखराशिम् । पश्यन्नपीह न बिभेषि ततो न तस्य, विच्छित्तये च यतसे विपरीतकारी॥१६॥(वसंततिलका) હે આત્મન્ ! તું તે જબરે સાહસિક છે, કારણ કે ભવિષ્યકાળમાં લાંબા વખત સુધી થનાર ચાર ગતિઓનાં દુઃખને તું જ્ઞાનચક્ષુથી જુએ છે તે પણ તેઓથી બીતે નથી. Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૧ અધિકાર ] શાષણ અને વળી ઊલટા વિપરીત આચરણ કરી તે દુ:ખાના નાશ સારુ જરા પણ પ્રયાસ કરતા નથી. ” (૧૬) ,, વિવેચન—શત્રુઓને આંખે દેખીને પણ તેની ઉપેક્ષા કરે તે બેવકૂફ઼ જ ગણાય. તેં ચાર ગતિનાં દુઃખા અનુભવ્યાં છે, ભાગળ્યાં છે, સાંભળ્યાં છે અને હમણાં જ તારી જ્ઞાનષ્ટિ સમક્ષ રજૂ થયાં છે. આટલું છતાં પશુ તું તેને કાપી નાખવા યત્ન કરીશ નહિ તા પછી તારું ડહાપણ ફોગટનુ કહેવાશે અને તુ મૂર્ખ ગણાઇશ. (૧૬, ૧૦૭) * એવી રીતે આઠમુ દ્વાર પૂર્ણ થયુ.. પ્રથમ ભાગમાં શાભ્યાસનું ફળ ખતાવ્યુ, તેમાં જે પ્રાણી અભ્યાસાનુસાર વર્તન કરતા નથી તે ચતુ`તિમાં ૨૫ડે છે એમ બતાવ્યુ.. ઉત્તર વિભાગમાં સૂરિમહારાજ ટૂંકામાં ચાર ગતિનાં દુઃખા બતાવે છે, તે વિચારવા લાયક છે. શાસ્ત્રકારની ફરજ વસ્તુસ્થિતિનું ખરુ' ચિત્ર શ્રોતા લોકો પાસે મૂકવું એ જ છે. અને શાસ્ત્ર વાંચનારની ફરજ એ છે કે વસ્તુસ્વરૂપનું ભાન હૃદયમાં ભાવી તે પર વિચાર કરી વર્તન કરવું. આ ચાર ગતિનાં દુઃખનું વર્ણન શાસ્ત્રાભ્યાસઢારમાં લીધું છે તેના હેતુ ઉપર જણાવ્યા પ્રમાણે વિચારવા જેવા છે. ‘વિષયપ્રતિભાસ' જ્ઞાન ઘણા જીવાને થાય છે, ત્યારે તે વસ્તુસ્વરૂપના ભાસ જાણે છે, વસ્તુનાં આકૃતિ, ગુણુ જાણે છે, પણ એ નકામુ છે, જ્યાં સુધી તત્ત્વસ વેદન' જ્ઞાન હાઈ ને, તેના અતાવ્યા પ્રમાણે વર્તન થતું નથી, જ્યાં સુધી હેય, જ્ઞેય, ઉપાદેયના તફાવત સમજીને તે પ્રમાણે ત્યાગ કે આદર થતા નથી, જ્યાં સુધી જ્ઞાનના હેતુ પોતાના મહત્ત્વમાં વધારા કરવા એ જ રહે છે. ત્યાં સુધી બધુ... નકામુ છે. એમાં નથી ચઢતા જીવ ઊ'ચી પાયરીએ કે નથી થતા એના ઉત્ક, જ્ઞાન ભણી, ચાર ગતિની એટલે સંસારની વાસ્તવિક સ્થિતિ શી છે, એના ખાસ વિચાર કરવા એ પ્રથમ ક બ્ય છે. પાશ્ચાત્ય સુખસૂત્ર અને જૈન સુખસૂત્રમાં આ માટા તફાવત છે. પાશ્ચાત્ય તત્ત્વવેત્તાએ અત્ર સુખ શાધે છે. જૈન શાસ્ત્રકારશ કહે છે કે એ બધાં ફાંફાં છે. જ્યાં વાસ્તવિક સ્થાયી સુખ છે જ નહિ ત્યાં શેાધતાં મળશે કયાંથી ? માટે વાસ્તવિક ચિરસ્થાયી સુખ મેળવવા પ્રયાસ કરો. આ સ`સારના વિષયની વાસના તજી ઢા, ઈચ્છા ઓછી કરા, ઇંદ્રિયાનુ દમન કરા અને મન પર અંકુશ રાખેા. જૈન સિદ્ધાંતનેા-શાંત રસનેા-સાર એ જ છે કે આ ભવના માની લીધેલા જરા જેટલા સુખ સારુ તમે અનંત ભવની વૃદ્ધિ કરી નહિ. શાસ્ત્રભ્યાસને આ જ સાર છે અને એની જ જરૂર છે; બાકી બધા વિતંડાવાદ છે, બહુધા લાકપ્રિય થવાના પ્રયાસ છે અને તે શાસ્ત્રકારની દૃષ્ટિમાં શૂન્ય છે. શાસ્ત્રભ્યાસને અને વર્તનને ખડ઼ે નજીકના સબંધ છે તે આપણે તત્ત્વસ વેદન જ્ઞાનની વ્યાખ્યા પરથી જોયુ. શાસ્ત્રાભ્યાસ દ્વારમાં ચતુતિકલેશવન આપવામાં ગ્રંથકર્તાના * ત્યાગ કરવા ચાગ્ય શું છે અને આદરવા યોગ્ય શું છે તેના નિશ્ચયવાળું શુદ્ધ જ્ઞાન, અ. ૨૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] અધ્યામકમ [ આમ આશય ઘણે ઊંડે જણાય છે. આ પ્રાણી ઝેરમાં સુખ માની બેઠે છે, તેની એ માન્યતા કેટલી ખોટી છે, તે સામાન્ય શબ્દોમાં બતાવી, વિશેષપણે અનુભવથી અવલોકન કરવાને તેમને આગ્રહ જણાય છે. વસ્તુતઃ સુખ સંસારમાં નથી. એ આપણે પ્રથમ સમતા અધિકારમાં બહુ વિસ્તૃત કલ્પના અને પ્રમાણથી જોઈ ગયા છીએ. એ મૃગતૃષ્ણના લોભમાં આકર્ષાયેલો અલ્પસરવી પ્રાણ દોડાદોડ કરે છે, પરંતુ એ કાંઈ પ્રાપ્ત કરી શકતો નથી. ઉક્ત ચતુગતિદુખવર્ણન માટે કદાચ એમ ધારવામાં આવે કે દુખ સાથે સુખ પણ છે અને સુખ ઉપર ભાર શા માટે મૂકતા નથી? દુઃખને શા માટે આગળ કરે છે? શાસકાર તેના જવાબમાં કહે છે કે સુખ છે જ નહિ, છે તે માત્ર માનેલું જ છે; હોય તે અમને તે સુખને પાછળ પાડી દેવાની અગત્ય નથી. આખા અધિકારનો સાર એક જ છે કે શાભ્યાસ સારી રીતે કરે અને પિતાનું સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખવું. એ સાધ્ય પ્રાપ્ત થવામાં જે જે કારણે પ્રતિબંધ કરનારાં હોય, તેને શોધી કાઢી તેને દૂર કરવા અને સાધ્યપ્રાપ્તિની સડક સીધી કરી નાખવી. સ્થૂળ કચરો કાઢવા ઉપરાંત માનસિક કચરે પણ દૂર કરે. તે શો છે? ક્યાં છે? કેમ દૂર કરાય?—વગેરે માટે આવતા અધિકારમાં વિચાર કરવામાં આવશે. tત વિવરચાત્યાશ્રિતોમિતોમાં સારો ધિર Page #235 -------------------------------------------------------------------------- ________________ नवमश्चित्तदमनाधिकारः ॥ ઇન્દ્રિયા પર અકુશ, પ્રમાદ્ય-કષાયના ત્યાગ, સમભાવ–એ સવ હકીકત કહી, તેના હેતુ એ જ છે કે મન પર અકુશ રાખવા. મન પર અકુશ ન હોય ત્યાં સુધી શાસ્ત્રાભ્યાસ અને ધાર્મિક બાહ્ય ક્રિયા, તેથી પ્રાપ્ત થવા ચાગ્ય ફળની અપેક્ષાએ, બહુ અલ્પ ફળ આપે છે; ત્યારે પાપકાીમાં પણ પરાધીનતાએ પ્રવનાર અકુશિત મનવાળાને અમુક મૃદુતા આવી જાય છે, અને દોષ અલ્પ લાગે છે. આવી માટી ઉપચેગી હકીક્ત બતાવનાર આખા ગ્રંથના મધ્યબિંદુરૂપ આ સર્વાંથી ઉપયાગી કેન્દ્રસ્થ દ્વાર લગભગ બરાબર મધ્યમાં આવે છે. આ અતિ ઉપયાગી દ્વારના દરેકેદરેક શબ્દ મનન કરવા ચાગ્ય છે. મનધીવરનો વિશ્વાસ ન કરવા कुकर्मजालैः कुविकल्पसूत्र जै र्निबध्य गाढं नरकाग्निभिश्विरम् । विसावत् पक्ष्यति जीव ! हे मनः कैवर्त कस्त्वामिति मास्य विश्वसी ॥१॥ (वंशस्थविल) હું ચેતન ! મનધીવર (મચ્છીમાર) ધ્રુવિકલ્પ દોરીએની બનાવેલી કુકર્મ જાળ પાથરીને તેમાં તને મજબૂત રીતે ગૂંથી લાંખા વખત સુધી માછલાની પેઠે નરકાશમાં ભુજશે, તેટલા માટે તેના પર વિશ્વાસ રાખીશ નહિ.” (૧) વિવેચન—વિષયની શરૂઆતમાં જ પ્રથમના બ્લેક બહુ આલંકારિક ત્રાપો છે. શરૂઆતમાં મન પર અંકુશ હાતા નથી, ત્યારે શુ કરવુ તે અત્ર બતાવે છે. હે ચેતન 1 તું એમ માને છે કે આ મન તા તારું પેાતાનું છે, પણ તે તેા એક ધીવર જેવું ખરાખ છે અને તારું પેાતાનું નથી, એમ ચાક્ક્સ માનજે. તે તા માટી માટી જાળ પાથરશે અને તને તેમાં પકડી લેવા યત્ન કરશે અને પકડીને પછી નરકરૂપ અગ્નિમાં ભ્રુજશે. આવા આવા તારા હાલહવાલ કરી નાખશે; માટે હે જીવરૂપ માછલા ! તું તારા શત્રુમનરૂપ ધીવરના વિશ્વાસ કરીશ નહિ. માધ્યુ· ખિચારુ પૌદ્ગલિક ઈચ્છાથી લેવાઈ જાય છે, તેને ધીવરે પાથરેલી જાળની ખર પડતી નથી; તેમ જ આ અજ્ઞાની જીવ મનધીવરની વળમાં સપડાઈ જાય છે, સાઈ જાય છે અને નીકળી શકતા નથી. એ સાવનારી વાળ તારા કુવિકલ્પરૂપ સૂત્રથી બનેલી છે. આ ઉપરથી સાદ્ય લાગતા પણુ ભારૠળા શબ્દોમાં Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] અધ્યાત્મક૫મ [ નવમ જ્ઞાની મહારાજ ભલામણ કરે છે કે મનને વિશ્વાસ કરે નહિ. માછલાં પકડવા માછીમારે જાળ કેવી પાથરે છે તેને અનુભવ હોય તે સમજી શકશે કે એક વાર તેના સપાટામાં આવેલું માછલું પછી નીકળી શકતું નથી. આપણે મન પર વિશ્વાસ રાખીએ અને પછી વાડ જ ચીભડાં ગળવા માંડે ત્યારે કશો બચાવ કે ઉપાય રહેતું નથી, માટે ભાગેલી ડાળ પર બેસવાનો વિશ્વાસ ન રખાય, તેમ તેના પર વિશ્વાસ જ કરો નહિ. મન કુવિકલ્પથી બનેલી જાળ કેવી રીતે અને કેવ કેવે પ્રસંગે પાથરે છે તેનું સહજ દષ્ટાંત જેવું હોય તે પ્રતિક્રમણમાં મન કેવા કેવા દૂર દેશમાં મુસાફરી કરી આવે છે તે યાદ કરવું. આવી શુદ્ધ જગ્યામાં, શુદ્ધ આસન ઉપર, શુદ્ધ ગુરુમહારાજની સમક્ષ પણ તે સખણું રહેતું નથી, માટે તેને શે વિશ્વાસ કરે? મનને વિશ્વાસ કરનાર નરકગતિનાં દુઃખો ખમશે, એટલું જ નહિ પરંતુ અત્ર તેનું એક પણ કામ સિદ્ધ થઈ શકશે નહિ; માટે તેને વિશ્વાસ ન કરતાં તેને પિતાના કબજામાં રાખવું. (૧; ૧૦૮) મનમિત્રને અનુકૂળ થવા પ્રાર્થના चेतोऽर्थये मयि चिरत्नसख ! प्रसीद, किं दुर्विकल्पनिकरैः * क्षिपसे भवे माम् । बद्धोऽअलिः कुरु कृपां भज सद्विकल्पान् , मैत्री कृतार्थय यतो नरकाद् विभेमि ॥२॥ वसंततिलका) હે મન ! મારા લાંબા વખતના મિત્ર! હું પ્રાર્થના કરું છું કે મારા ઉપર કૃપા કર. ખરાબ સંક૯પ કરીને શા માટે મને સંસારમાં નાખે છે? (તારી પાસે) હું હાથ જોડીને ઊભું રહું છું, મારા પર કૃપા કર, સારા વિચાર કર અને આપણી લાંબા વખતની દસ્તી સફળ કર, કારણ કે હું નરકગતિથી બીઉં છું.” (૨) - વિવેચન-મનને વિશ્વાસ ન કર એ તે ખરું, પણ તે તે અસ્તવ્યસ્તપણે ચાલ્યું જાય છે. ત્યારે હવે આત્મા તેને સમજાવે છે, તેની ખુશામત કરે છે. મન અને જીવને ઘણા વખતથી સંબંધ છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયપણાની સ્થિતિમાં જીવ આવે છે ત્યારથી તેને મન હોય છે, તેથી તેને લાંબા વખતના મિત્રની સંજ્ઞાથી બોલાવે છે. વળી, કઈ પાસેથી કાર્ય સાધવું હોય ત્યારે તેને મીઠાશથી બેલાવવાથી જલદી કામ થાય છે. હે મિત્ર મન ! તું શું કરવા મને સંસારમાં ફેંકી દે છે? તું ખરાબ સંકલ્પ કરે છે તે છેડી દે, તે મારા ભવના ફેરા મટી જાય. જે લાંબા વખતના મિત્ર હોય તે એકબીજાનું સાંભળે છે, તે મહેરબાની કરી હવે આ બધું તોફાન છોડી દે. મનને આવી રીતે પુનઃ પુનઃ પ્રાર્થના કરવાથી તે બાબતમાં ચીવટ થાય છે અને છેવટે વિક ઓછી થાય છે. આમ પ્રાર્થનાનું વારંવાર પુનરાવર્તન થાય તે પછી મન પર નિવારે રુત્યપિ પીચ સાથી રર Page #237 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ચિત્તદમન [૧૬૫ અંકુશ આવી જાય છે, એ બીજું પગથીયું (Stage) છે. એ પગથિયું આવતાં જીવ તેના સાધ્યબિંદુની બહુ નજીક થઈ ગયો એમ સમજવું. નરકથી બીઉં છું” એટલે આ ભવ અને પરભવમાં થતી અનેક પીડાઓથી બીઉં છું એમ સમજવું. મનને પ્રાર્થના કરવી એટલે તે વાત મન પર વારંવાર ઠસાવવી. કાર્યસિદ્ધિનું આ પ્રથમ પગથિયું છે. (૨; ૧૦૯) મન પર અંકુશનો સીધે ઉપદેશ स्वर्गापवर्गों नरकं तथान्तर्मुहूर्त्तमात्रेण क्शाक्शं यत् । ददाति जन्तोः सततं प्रयत्नाद्वशं तदन्तःकरणं कुरुष्व ॥३॥ (उपजाति) વશ અને અવશ મન ક્ષણવારમાં સ્વર્ગ, મોક્ષ અથવા નરક અનુક્રમે પ્રાણને આપે છે. માટે પ્રયત્ન કરીને તે મનને જલદી વશ કર.” (૩) વિવેચન-મન પર વિશ્વાસ કરે નહિ અને દુર્વિકલ્પ કરવા નહિ, એ બે વાત થઈ. હવે ત્યાંથી આગળ ચાલતાં બીજે પગથિયે મન પર અંકુશ રાખ, મનને વશ રાખવું, એ બહુ જ અગત્યનું-જરૂરનું છે. મન વશ હોય તે દેવસુખ અને મોક્ષનું સુખ મળી શકે છે અને જે મન વશ ન હોય તે બધું ધૂળધાણી થાય છે અને દુઃખ ઉપર દુઃખ આવી પડે છે. સંસારથી મુક્ત, મહાતપસ્યા કરનાર, દૂતની વાત ઉપરથી ધારેલા વિશ્વાસઘાતી સૂર મંત્રીઓ સાથે યુદ્ધ કરવાના વિચારમાં મનને પરતંત્ર થયેલા, પુત્ર ઉપરના સ્નેહથી શુદ્ધ માર્ગથી માનસિક રીતે ભ્રષ્ટ થયેલા પ્રસનચંદ્ર રાજર્ષિ અઘેર તપ તપતાં છતાં સાતમી નારકીએ જવાની તૈયારીમાં હતા, પણ થેડી જ વારમાં સંકલ્પમાં પિતાનાં શસ્ત્ર ખૂટતાં મુગટને શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માથે હાથ મૂકતાં સુજ્ઞ મનસ્વી ચેત્યા, મનને વશ કરવા માંડયું અને પાંચ મિનિટમાં સર્વે કર્મને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અસંખ્ય ભવમાં જે બનવું મુશ્કેલ તે પાંચ મિનિટમાં સાધ્યું ! આટલા ઉપરથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે “મન gવ મનુકથા વર વન્યો :એટલે અનંત સંસારમાં ભમવાનું અને મેક્ષે પહોંચી જવાનું કારણ મન જ છે. આમાં ભાર મૂકીને કહેવામાં આવ્યું છે તે બરાબર ધ્યાન આપવા યોગ્ય છે. આવી જ રીતે બાપડે તંદલમસ્ય મગરમચ્છની આંખની પાંપણમાં ઉત્પન્ન થઈ ત્યો બેઠે બેઠે જુએ છે. મગરમચ્છ માછલાંનું ભક્ષણ કરે છે તે વખતે પ્રથમ પાણી મુખમાં લે છે અને પછી માછલાંઓને રેકી પાણી કાઢી નાખે છે; પણ તેમ કરવામાં તેના દાંતની વચ્ચે અંતર હોવાથી સંખ્યાબંધ ઝીણાં માછલાં પણ પાણી સાથે નીકળી જાય છે. તેની પાંપણમાં રહેલો તંદુલમસ્યા ત્યાં બેઠે બેઠે વિચાર કરે છે કે જે હું આવડા Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પમ : [ નવય મેટા શરીરવાળે હોઉં તે એક પણ માછલાને જવા દઉં નહિ. આ વિચાર કરીને તેત્રીશ સાગરોપમનું આયુષ્ય બાંધીને સાતમી નરકે જાય છે. - જીરણ શેઠે શ્રી મહાવીર ભગવાનને પારણું કરાવવા મનથી જ શુભ ભાવના ભાવી બારમે દેવલોક પ્રાપ્ત કર્યો અને દેવદુંદુભિ ન વાગે હોત તે ચડતી ધારાએ થોડા વખતમાં મક્ષ મેળવત. આ ત્રણે દwતેથી મન વશ હોય તે મેક્ષ સહજ મળી જાય છે અને મન વશ ન હોય તે નારકી મળે છે એ સમજાયું. એ સંબંધમાં શાસ્ત્રમાં બીજા અનેક દષ્ટાંત છે. આ દષ્ટાંતેનું તાત્પર્ય એ છે કે આ પ્રકારની મનની સ્થિતિ વતે છે, તેને વશ કરી બરાબર ઉપયોગમાં લીધું હોય તે તેનાથી મોક્ષ પણ મળે છે અને મોકળું મૂકી દીધું છે, તો તેથી સાતમી નારકી પણ મળે છે; માટે અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા ઈરછા રહેતી હોય તે મનને વશ કરવાનો માર્ગ પકડો. કાર્યસિદ્ધિનું આ દ્વિતીય સે પાન છે. (૩; ૧૧૦) સંસારભ્રમણનો હેતુ-મન सुखाय दुःखाय च नैव देवा, न चापि कालः सुहृदोऽरयो वा । भवेत्परं मानसमेव जन्तोः , संसारचक्रभ्रमणैकहेतुः ॥४॥ (उपजाति) દેવતાઓ આ જીવને સુખ કે દુઃખ આપતા નથી, તેમ જ કાળ પણ નહિ, તેમ જ મિત્રો પણ નહિ અને શત્રુ પણ નહિ. મનુષ્યને સંસારચક્રમાં ભમવાને માત્ર એક હેતુ મન જ છે.” (૪) | વિવેચન–દરરોજ સુખદુઃખ થયાં કરે છે. કેટલીક વાર જીવ એમ ધારે છે કે ગોત્રદેવતા કે અધિષ્ઠાયક દેવતા દુઃખ આપે છે અથવા સુખ આપે છે; કેટલીક વાર વખત ખરાબ છે એમ બેલે છે; કેટલીક વાર સ્નેહીથી સુખ મળે છે અથવા શત્રુથી દુઃખ મળે છે એમ આ જીવ ધારે છે. આ બધું ખોટું છે. શાસ્ત્રકાર કહે છે કે સુખ દુઃખ કાણુ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આ૫ જે આચર્યા, ભોગવીએ સાય.” કર્મના ઉદયથી જ બધું સુખદુઃખ થાય છે. કર્મબંધ મનના સંકલ્પ પર આધાર રાખે છે તે સ્પષ્ટ છે અને તે પર હજુ વિશેષ વિવેચન કરવામાં આવશે. તેથી મિત્રો સુખ આપે કે વખત અનુકૂળ થઈ જાય તે પણ મન પર આધાર રાખે છે. સંસારભ્રમણને હેતુ પરવશ થતું મન છે. - સંસાર એ બરાબર ફરતું ચક્ર છે. એને એક વાર જેસથી ધરી પર ફેરવ્યા પછી તેને અટકાવવા સારુ મજબૂત છેક (brake) ની જરૂર પડે છે અને તે પ્રેક તે મન પર અંકુશ છે. એ મન પર અંકુશરૂપ બ્રેક ચડાવી દેતાં જ સંસારચક્રની ગતિ મંદ પડતી જાય છે અને જે બહુ જ મજબૂત બ્રેક હોય તે એકદમ અટકી જાય છે. મનના સંકલ્પ Page #239 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ચિરામન સંસારગમન-સંસરણ-માં કેટલું કાર્ય બજાવે છે, તે આ ઉપરથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સંસારને ચક્ર સાથે સરખાવવામાં બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે. એ રૂપક બહુ સાથે છે અને અનેક રીતે અર્થઘટનાયુક્ત છે. ચક્રને એક વખત ખૂબ જેસથી ચલાવવા માંડ્યા પછી તેને ગતિ આપવામાં ન આવે તે પણ તે ચાલ્યા કરે છે, તેમ જ સૃષ્ટિ (સંસાર વ્યવહાર–આશ્રમ) માંડ્યા પછી થોડા વખત પ્રાણ દૂર જાય તે પણ તે તે ચાલ્યા જ કરે છે. એક ચક અનેક ચક્રોને ચલાવે છે, તેવી જ સૃષ્ટિની રચના જોઈ લેવી. તેને અટકાવવા હાથ લગાડવામાં આવે તે હાથ ભાંગી જાય. તેને અટકાવવાના બે જ ઉપાય છે ? કાં તે સ્ટીમ (જે ચક્રગતિનું કારણ છે તે) કાઢી નાખવી અને કાં તો ચક્ર પર મજબૂત ઇક ચઢાવવી. આપણે સર્વ પ્રયાસ તો સ્ટીમ કાઢી નાખવાને જ છે, પણ તે જ્યાં સુધી થઈ શકે નહિ ત્યાં સુધી મજબૂત બ્રેક ચઢાવવી, એ પરમ હિતકર્તા છે અને સાધ્યને નજીક લાવનાર છે. (૪, ૧૧૧). મનોનિગ્રહ અને યમનિયમ वशं मनो यस्य समाहितं स्यात् , किं तस्य कार्य नियमैर्यमैश्च । इतं मनो यस्य च दुर्विकल्पैः, किं तस्य कार्य नियमैर्यमैश्च ? ॥५॥ (उपजाति) “જે પ્રાણીનું મન સમાધિવંત હોઈને પિતાને વશ હોય છે તેને પછી ચમ-નિયમથી શું? અને જેનું મન દુવિકલ્પથી હણાયેલું છે તેને પણ યમનિયમથી શું ?” (૫) વિવેચન–જે પ્રાણીનું મન સર્વ સંજોગોમાં એકસરખું રહે છે, જેને સુખદુઃખની લાગણીના પ્રસંગે મનની સ્થિરતા કાયમ જળવાઈ રહે છે, એટલે જે ખરેખર મન પર અંકુશવાળા હોય છે, તેઓને યમ-નિયમથી કાંઈ વિશેષ લાભ થતું નથી. યમ-નિયમ વગેરે વશ કરવાનાં સાધને છે અને સાધ્ય કબજામાં આવ્યા પછી સાધનની કાંઈ અપેક્ષા રહેતી નથી. મનને નિયમમાં રાખવાની આવા મહાત્માઓને જરૂર રહેતી નથી, પણ સ્વાભાવિક રીતે જ તેનું વર્તન તદનુસાર થાય છે. તેવી જ રીતે જે પ્રાણીના મનમાં સંકલ્પવિક થયા કરે છે તે પ્રાણીને યમ-નિયમથી લાભ શો થવાનું છે? આવા પ્રાણીને સાધન પરિણામ વગરનું થાય છે. અત્ર કહેવાની મતલબ એમ નથી કે યમ-નિયમ નકામા છે, તેઓ ચિત્તદમનનાં પરમ સાધન છે, પણ અત્ર બીજે જ હેતુ છે. મતલબ એ છે કે યમ-નિયમ છતાં પણ મન વશ ન આવે તે બધું નકામું થાય છે, માટે યમ-નિયમના ખરા ફળની ઈચ્છા હોય તો મનને વશ કરતાં શીખે, અભ્યાસ પડે. ટીકાકાર યમ-નિયમ પર નીચે પ્રમાણે ઉપયોગી નેટ આપે છે જેનાથી ચિત્ત નિયમમાં– અંકુશમાં આવે તે નિયમ પાંચ પ્રકારના છેઃ ૧. કાયા અને મનની શુદ્ધિ તે શૌચ. ૨. નજીકનાં સાધનથી વધારે મેળવવાની આકાંક્ષાની ગેરહાજરી તે સતેષ. ૩. મોક્ષમાર્ગ અવયવનારાં શાનું અધ્યયન અથવા પરમાત્મજપ એ સ્વાધ્યાય. ૪. જે કર્મોને અપાવે Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] અધ્યાત્મકપર્ફોમ [નવસ તે ચાંદ્રાયણ વગેરે તપ. ૫. વીતરાગનુ ધ્યાન તે દેવતાપ્રણિધાન, યમ પાંચ પ્રકારના છે : અહિં‘સા, સૂદ્ભુત, અસ્તેય, બ્રહ્મચય અને અચિનતા; એ પાંચ પ્રસિદ્ધ છે. આ યમ અને નિયમ પર વિચાર કરીને તેના આદર કરવા એટલે મન પર અ'કુશ આવી જાય છે. એમાં કાર્યકારણુભાવ અરસપરસ છે, એ જરા વિચારથી સમજાઈ જશે. આવી જ કટાક્ષ ભાષામાં અન્યત્ર શાસ્ત્રકાર લખે છે કેઃ— रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् ? | तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ? || જો રાગદ્વેષ હાય તા પછી તપનું શું કામ છે? તેમ જ જો તે ન હેાય તે પછી પણ તપનું શું કામ છે?” આ સર્વ હકીકતના સાર એ જ છે કે મનને વશ રાખવાની બહુ જ જરૂર છે. એ જ હકીકત નીચેના શ્લેાકમાં વધારે સ્પષ્ટ કરે છે. (૫; ૧૧૨) મનોનિગ્રહ વિનાના દાનાદિ ધર્મા दानश्रुतध्यानतपोऽनादि, वृथा मनोनिग्रहमन्तरेण । कषायचिन्ताकुलितोज्झितस्य, परो हि योगो मनसो वशत्वम् || ६ || ( उपजाति) “દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વ મનાનિગ્રહ વગર નકામાં છે. કષાયથી થતી ચિંતા અને આકુળવ્યાકુળતાથી રહિત એવા પ્રાણીને મન વશ કરવુ એ મહાચાગ છે.” (૬) વિવેચન—દાન પાંચ પ્રકારનાં છે : કોઇ પણ જીવને મરણુથી બચાવવા તે અભયદાન, પાત્ર જોઈ ને યાગ્ય સમયે ચાગ્ય વસ્તુનુ ચેાગ્ય રીતે દાન દેવુ‘ તે સુપાત્રદાન. દીન -દુઃખીને જોઈ દયા લાવી દાન આપ્યુ. તે અનુક...પાદાન.સગાં-સંબંધીઓને કે કોઈ ને યથાયાગ્ય અવસરે યથાયાગ્ય અર્પણ કરવું તે ઉચિતદાન, અને પાતાનું નામ જાળવી રાખવા આમરૂ ખાતર દાન આપવુ. તે કીતિદાન. આ પાંચમાંથી પ્રથમનાં એ ઉત્તમ પ્રકારનાં ડાઇને મેક્ષપદ આપનારાં દાન છે અને બાકીનાં ત્રણ ભાગ-ઉપભાગની પ્રાપ્તિ આદિ ફળ આપે છે. જ્ઞાન એટલે શાસ્ત્રનુ અધ્યમન, અધ્યાપન, શ્રવણ, મનન વગેરે. ધ્યાન એટલે ધમ ધ્યાન, શુકલધ્યાન વગેરે. તપ એટલે માર પ્રકારનાં કમને તપાવનાર, નિર્જરા કરનાર તપ. પૂજા એટલે ત્રણ, પાંચ, આઠ, સત્તર, એકવીશ, એક સેા આઠ વગેરે ભૈયુક્ત દ્રવ્યપૂજા. આ સવ વસ્તુઓ-આ સર્વ માહ્ય અનુષ્ઠાન-સારાં હાય છતાં પણ જો મન તાખે ન હોય તેા બધાં નકામાં છે, ઉપરના શ્લેાકમાં કહ્યું કે મનેાનિગ્રહ વગર ચમ-નિયમ નકામાં Page #241 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ચિતદમન [ ૧૬૦ છે. અત્ર બાહ્ય અનુષ્ઠાનેનું વ્યર્થપણું બતાવે છે. શબ્દોમાં કહે છે કે જેને મન વશ નથી તેનું ભણવું, તપ કરે કે વરઘોડા ચઢાવવા વગેરે બાહ્ય આડંબર લગભગ નકામા જ છે. માટે ઉત્તમ અનુષ્ઠાને સાથે મનને વશ રાખતાં શીખવું એ બહુ જરૂરનું છે. જે મનમાં કષાય ન હોય એટલે કે કષાયથી મનમાં જે ચિંતા અને આકુળવ્યાકુળતા રહે છે તે ન હોય, તેવા શુદ્ધ થયેલા પ્રાણીને પોતાનું મન વશ રાખવું એ “રાજયોગ” છે; અથવા, ગની પરિભાષામાં કહીએ તે, એ “સહજયોગ” છે. અત્રે ઉદ્દેશ ને ઉપદેશ એટલો જ છે કે મનમાં જે ખોટા સંકલ્પ વિકલ્પ થાય છે તેને દૂર કરી નાખે અને મનને એકદમ અંકુશમાં રાખો. એને છૂટું મૂકવું એ નુકસાનકારક છે, ભય ભરેલું છે, દુઃખશ્રેણીનું કારણ છે. (૬; ૧૧૩) મન સાધ્યું તેણે સઘળું સાયું जपो न मुक्त्यै न तपो द्विभेदं, न संयमो नापि दमो न मौनम् । न साधनाद्यं पवनादिकस्य, किं त्वेकमन्तःकरणं सुदान्तम् ॥ ७॥ (उपजाति ) જાપ કરવાથી મોક્ષ મળતું નથી, તેમ જ નથી મળતું બે પ્રકારનાં તપ કરવાથી તેવી જ રીતે સંયમ, દમ, મૌનધારણ અથવા પવનાદિકની સાધના વગેરે પણ મેક્ષ આપી શકતાં નથી, પરંતુ સારી રીતે વશ કરેલું એકલું મન જ મોક્ષ આપે છે.” (૭) વિવેચન–અર્થ સ્પષ્ટ છે. ૩ડકારાદિના જાપ કરે કે ઉપવાસાદિ તપ કરે, ધ્યાન કરે કે આશ્રવને રોકો, ઇંદ્રિયોનું દમન કરે કે મૌન ધારણ કરીને બેસી જાઓ, આસનસ્થ રહો કે ધ્યાનને આડંબર કરે, ગુફામાં પેસે કે હિમાલયના શિખર પર જાઓ, જનસમૂહની વચ્ચે રહો કે ગાઢ જંગલના મધ્ય ભાગમાં બેસી જાઓ, પણ જ્યાં સુધી મન તમારા કબજામાં આવ્યું નથી, જ્યાં સુધી તે દૂર દેશમાં મુસાફરી કર્યા કરે છે, જ્યાં સુધી તેને વપરને ખ્યાલ નથી, જ્યાં સુધી તેને ઈર્ષ્યા થયા કરે છે, જ્યાં સુધી તે અમુક નિયમનુસાર ચાલી શકતું નથી, ત્યાં સુધી તે સર્વે કાંઈ હિસાબમાં નથી; સર્વ પ્રયાસ અસ્થાને છે, અગ્ય છે, દુઃખદાયી છે, દેખાવમાત્ર છે, આટલા ઉપરથી અનુભવી રોગી શ્રી આનંદઘનજી મહારાજ કહી ગયા છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ટી.” અનુભવરસિક મહાત્માના આ શબ્દો પૂરેપૂરા સાર્થક છે, સૂચક છે, ધડો લેવા લાયક છે. અને તેની સાથે જ જ્યારે તેઓ કહે છે કે કઈ પણ માણસ એમ કહેતું હોય કે તેણે મન સાધ્યું છે તે તે જેમ તેમ માનવામાં આવશે નહિ, કારણ કે મન સાધવુંમનેનિગ્રહ કર-એ તે બહુ જ મોટી વાત છે. આટલા ઉપરથી જ સમજાય છે કે મને નિગ્રહ એ રાજયોગ છે. સહજયેગ. અ. ૨૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] અધ્યાત્મકલ્પકુમ [ નવમ મનની ખાસિયત એ છે કે તેને જેમ જેમ એક બાબતમાં અનુકૂળ કરવા જઈએ તેમ તેમ તે પ્રથમ તે વિરુદ્ધ થતું જાય છે, સામું પડે છે. આમ થતું ઘણી વખત અનુભવવામાં આવે છે. દાખલા તરીકે, તમે એમ વિચારે કે અમુક બાબત તો આજે મનમાં સંભારવી જ નથી, તે ખસૂસ કરીને તે હકીકત દિવસમાં અનેક વખત મન પર આવશે. આવી રીતે મન દરેક બાબતમાં વિરુદ્ધ આચરણ કરે છે; છતાં અભ્યાસ પાડવામાં આવે તે આ શરૂઆતમાં દેખાતી મોટી મુશ્કેલી ઓછી થતી જાય છે અને ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે. | સર્વ હકીકતને સાર એ જ છે કે મન વશ હોય તે જ સંસારદુઃખથી નિવૃત્તિ મળી શકે છે, એટલે કે મેક્ષ મેળવવાને તે એક જ રસ્તે છે. (૭; ૧૧૪) મનને વશ થયો તે રખડયો लब्ध्वापि धर्म सकलं जिनोदितं, सुदुर्लभं पोतनिभं विहाय च । મન પિશાસ્ટિીશ્નરઃ પતન, માવુથી નાયતિ નો વનઃ ( સંશરથ ) સંસારસમુદ્રમાં ભટકતાં મહામુશ્કેલીઓ પ્રાપ્ત થઈ શકે તેવું, વહાણ જેવું તીર્થ. કરભાષિત ધર્મવહાણ પ્રાપ્ત કર્યા પછી જે પ્રાણ મન-પિશાચને તાબે થઈ તે વહાણને તજી દે છે અને સંસારસમુદ્રમાં પડે છે મૂર્ખ માણસ લાંબી નજર પહોંચાડનાર નથી.” (૮) વિવેચન–તમે કઈ વખત દરિયાની મુસાફરી કરી હશે તે જણાશે કે દરિયે એટલે વિશાળ, અગાધ અને લાંબે છે કે વહાણ કે સ્ટીમર વગર તેને પાર પામી શકાય નહિ, તેમ જ ભરદરિયે વહાણ ભાંગ્યું હોય કે સ્ટીમર બગડી હોય તે પાર પામી શકાય નહિ અને ગમે તેમ થાય તે પણ વહાણ કે સ્ટીમરને તજી તે શકાય જ નહિ; અને કઈ વહાણને કે સ્ટીમરને તજી દે તે તેને મૂર્ખ સમજ. એવી જ રીતે સંસારસમુદ્ર છે, તેને પાર પામી દુઃખનો અંત કરી મેક્ષમાં જવું, એ સર્વનું દષ્ટિબિંદુ છે અને તેને પાર પામવા માટે ધર્મનૌકાનું સાધન જોઈએ. ધર્મ એટલે આત્મસ્વરૂપમાં સ્થિરતા અને રમણતા એ અર્થ સમજ. એ ધર્મથી ભ્રષ્ટ કરવા મનપિશાચ હંમેશાં આ જીવને પ્રમાદમદિર પાઈને વિચારશૂન્ય અંધ જેવું બનાવી દે છે. એને વશ જે પ્રાણી પડે છે, તેને નથી રહેતું કાર્યકાર્યને વિચાર કે નથી રહેતું ફરજનું ભાન. અને કદાચ જરા ભાન હોય તે તે પણ ભૂલી જાય છે. આ સ્થિતિ હોય ત્યારે આત્મસ્વરૂપરમણતા તે હેય જ કયાંથી? એના પરિણામે પ્રાણી ધર્મભ્રષ્ટ થાય છે એટલે સમુદ્ર તરવાનું વહાણ કે તરવાની સ્ટીમર તજી દે છે અને પરિણામે સંસારસમુદ્રમાં આડાંઅવળાં થાં માર્યા કરે છે. જરા વારમાં તળિયે જાય છે અને જરા વારમાં ઉપર આવે છે, પણ વહાણ કે સ્ટીમર વગર તેને નિસ્તાર થતું નથી, ઊલટે અનંત વાર ચોરાશી લક્ષ યોનિમાં ભમ્યા કરે છે. આવી રીતે પ્રાપ્ત થયેલું શુભ વહાણ તજી દેનાર જીવને મૂર્ખ કહેવો એ સાર્થક છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ અધિકાર 1 ચિત્તમન [ ૧૭૧ પિતાની ફરજ બજાવવા માટે પ્રાપ્ત થયેલા આવા સારા પ્રસંગે માણસે ઘણીવાર જતા કરે છે, તેની ઉપેક્ષા રાખે છે, તેને ઈરાદાપૂર્વક પણ તજી દે છે. વસ્તુસ્થિતિ એવી છે કે ગત પ્રસંગ ફરી પ્રાપ્ત થતો નથી અને તેથી માટે લાભ હાથથી સરકી જાય છે. મન સંસારસમુદ્રમાં કેવી રીતે ફેંકે છે તે અનુભવસિદ્ધ છે. મનુષ્યને કલ્પના અને તર્કશક્તિ એ બે માનસિક શક્તિઓ હોય છે અને તે બેની ઉપર કાર્યરેખા અંકિત થાય છે. હવે જ્યાં સુધી તર્કશકિત-વિચારશક્તિનું પરિબળ વધારે હોય છે, ત્યાં સુધી તે કાર્ય સારાં જ થાય છે; પરંતુ ઘણીવાર બને છે એમ કે એક કાર્ય કરવા પહેલાં કલ્પનાશક્તિ બહુ બહુ સંકલપ કરે છે, શુભ કાર્યમાં ન ધારેલી આફતો આવી પડશે એમ તે બતાવે છે અને જરાજરામાં તે મોટા મોટાં ડુંગરે ખડા કરી દે છે. આ કલ્પનાને વશ થઈ અલ્પમતિ જીવ આગામી કાળનો વિચાર કર્યા વગર કાર્યરેખા અંકિત કરે છે, તેને પરિણામે વાસ્તવિક લાભને બદલે દેખીતા લાભ તરફ અથવા લાંબા વખત સુધી ચાલે તેવા પણ આગામી કાળમાં મળનારા લાભને બદલે થોડા પણ તાત્કાલિક લાભ તરફ જ લક્ષ્ય રાખે છે. આવા પ્રકારના મનને વશ થયેલા જી ધર્મભ્રષ્ટ થઈ જાય છે અને સંસારસમુદ્રમાં ઘસડાય છે. સુજ્ઞનું કર્તવ્ય એ છે કે મનને નિરંકુશ કલ્પના કરવા દેવી નહિ, તેના પર ઊંચી તર્કશક્તિને કાબૂ રાખે. આવા સમજુ વડીલના અંકુશ તળે વિકસ્વર થયેલું મનરૂપ બાળક જ્યારે મોટી ઉંમરનું થાય છે ત્યારે કૂર્મીપુત્રની જેમ જગતમાં પ્રતિષ્ઠા મેળવે છે અને ખસૂસ કરીને તેની વૃત્તિ અસ્તવ્યસ્ત સ્થિતિમાં રહેતી નથી. (૮૧૧૫) પરવશ મનવાળાને ત્રણ શત્રુથી ભય सुदुर्जयं हि रिपुवत्यदो मनो, रिपूकरोत्येव च वाक्तनू अपि । त्रिभिर्हतस्तद्रिपुभिः करोतु किं, पदीभवन् दुर्विपदां पदे पदे ॥९॥ (वंशस्थ) મહામુશ્કેલીથી જીતી શકાય એવું એ મન શત્રુના જેવું આચરણ કરે છે, કારણ કે તે વચન અને કાયાને પણ દુશ્મન બનાવે છે. આવા ત્રણ શત્રુઓથી હણાયેલે તું સ્થાને સ્થાને વિપત્તિઓનું ભાજન થઈને શું કરી શકીશ?” (૯) વિવેચન–અત્રે જે કહેવામાં આવ્યું છે તે પરવશ મનને માટે છે. પરવશ મન સ્વછંદ આચરણ કરે છે, એટલું જ નહિ પણ શત્રુવટ કરે છે. પિતે અગ્ય વિચારે કરે છે તેની સાથે વચન અને કાયાને પણ શત્રુ બનાવી દે છે અને તેથી જીવને વચન પર અંકુશ રહેતો નથી અને તે નીતિ, ધર્મ કે મર્યાદાની દરકાર કર્યા વગર કાયાથી પાપ સેવવા મંડી જાય છે. આવી રીતે પરવશ થયેલું મન પિતે શત્રુતા કરવા ઉપરાંત બીજા બેને સાથે લે છે અને એ ત્રણ દંડથી દંડાયેલો જીવ અપમાન પામે છે, દુઃખ પામે છે, ગ્લાનિ પામે છે, માર ખમે છે અને મદ્યપાનીની પેઠે રખડડ્યા કરે છે. બિલાડી દૂધ જોઈને લલચાય છે, પણ માથે પડનારી ડાંગ જોતી નથી. રસ્તા ઉપર પડેલી થેલીને જ ચોર Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ નવમ જુએ છે, પણ છૂપા વેશમાં નજીકમાં ઊભેલા ડિટેકટીવને (છૂપી પિોલીસને) જેતે નથી. જૂઠી સાક્ષી પૂરનાર લાંચને જ જુએ છે, પણ પછી કેદની સજા થવાની છે તે તરફ નજર પહોંચાડતો નથી. આ સર્વ મનની શત્રુતા છે, મન એને બેટે રરતે દોરે છે. એનું કારણ, ઉપરના શ્લોકમાં કહ્યું તેમ, કલપનાશક્તિનું જોર અને તર્કશક્તિના અંકુશને અભાવ છે; અને તેથી જ અનુભવરસિક યોગી ગાઈ ગયા છે કે – મુગતિતણું અભિલાષી તપીયા, જ્ઞાન ધ્યાન અભ્યાસે, વૈરીડું કાંઈ એહવું ચિતે, નાખે અવળે પાસે હો કુંથુજિન ! મનડુ કીમહી ન બાઝે.” આવી રીતે મહાજ્ઞાની મુમુક્ષુઓને પણ ઊંધા પાટા બંધાવનાર મન છે. અને, ત્રીજા શ્લેકમાં કહ્યું છે તેમ, જે તે જ મન વશ હેય તે એક ક્ષણવારમાં મેક્ષસુખ સન્મુખ કરી દે છે. વચન ઉરચારવાં કે કાયાની પ્રવૃત્તિ કરવી એ મનના હુકમ ઉપર આધાર રાખે છે, તેથી જે મન પરવશ પડી ગયું તે પછી વચન અને કાયા ઉપર કાંઈ પણ અંકુશ રહે. નથી. મન, વચન, કાયાને કબજે રાખવાં એ બહુ મુશ્કેલ, પણ તેટલી જ જરૂરની ફરજ છે અને તે ત્રણેને સંબંધ એવો છે કે એક મન જે વશ થયું તે પછી બીજું સર્વ વશ થઈ ગયું સમજવું. (૯ ૧૧૬) મન પરત્વે ઉક્તિ रे चित्तवैरि ! तप किं नु मयाऽपराद्धं, यदुर्गतौ क्षिपसि मां कुविकल्पजालैः । जानासि मामयमपास्य शिवेऽस्ति गन्ता, तत्किं न सन्ति तव वासपदं ह्यसंख्याः १ ॥१०॥ | (વરજોતા ) હે ચિત્તરી ! મેં તે તારો શો અપરાધ કર્યો છે કે તું કુવિકલ્પજાળ વડે મને બાંધીને દુર્ગતિમાં ફેંકી દે છે? શું તારા મનમાં એમ આવે છે કે આ જીવ તને તજીને મોક્ષમાં ચાલ્યો જવાનો છે ( અને તેથી મને પકડી રાખે છે)? પણ તારે શું રહેવાનાં બીજાં અસંખ્ય સ્થાનકે નથી?” (૧૦) વિવેચન–શાંત થાનમાં, શાંત વખતે, અનુકૂળ સંજોગોમાં, શાંત જીવ પિતાના પાછળનાં કુ-વિચાર-વર્તન-નું અવલોકન કરે છે ત્યારે તેને અત્ર વર્ણવેલી સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે વખતે બરાબર * શીશી મૂકનારને બોર બોર જેવડાં આંસુ પડે છે, સંસાર કડ ઝેર લાગે છે અને મનને પછી ઉપદેશ આપી ભવિષ્યમાં એમ ન કરવા સૂચવે છે. આ સ્થિતિ પ્રતિક્રમણાદિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. જોકે લખવું અપ્રસ્તુત નથી તેથી લખાય છે કે આવશ્યક ક્રિયા આવી રીતે વિચાર કરીને કરવાની બહુ જ જરૂર છે. ગડબડ * થરમૉમિટર રૂપક છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] ચિદમન [ ૧૭૩ કરી વિશ મિનિટમાં પ્રતિક્રમણ ખલાસ કરી આત્માનો ઉદ્ધાર થયે એમ માનનાર ગમે તેમ માને, પણ થયેલ પાપ પર નિરીક્ષણ કરી, અંતઃકરણથી પસ્તાવો કરી, ફરી ન કરવાનો નિરધાર કરવો, ન કરવાને અભ્યાસ પાડે, એ આવશ્યક ક્રિયાને ઉદ્દેશ છે. ન કરવી એમ કહેવાને ઉદ્દેશ નથી, પણ ઉક્ત રીતે શુદ્ધ મનથી કરવું, તેમ ન થઈ શકે ત્યાં સુધી તે દશાની ભાવના રાખી, પ્રમાદરહિતપણે કરવાનો અભ્યાસ પાડે, એ જ નિર્દેશ છે. એવી શાંત અવસ્થામાં આ જીવ ઊંચી પાયરીએ, ગુણસ્થાન પર ચઢતે જાય છે. એક ને એક ગુણસ્થાનમાં પણ ગુણેની બહુ તરતમતા છે. જીવ ઊંચી સ્થિતિ પર જાય છે ત્યારે વિચાર શુદ્ધ થતા જાય છે. મનને તે અત્ર ફક્ત આક્ષેપ છે. મનને કહે છે કે વળી તને બીક લાગતી હશે કે આ જીવ કાંઈક મારી દોસ્તી છેડી દેશે, પણ તારે તે મારા જેવા અસંખ્ય જીવ રહેવાનાં સ્થાનક તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. વાતને સાર એ છે કે જ્યારે શાંત ભાવ પ્રાપ્ત થાય ત્યારે મનને સારી રીતે સમજાવી, વસ્તુસ્થિતિનું ભાન કરાવી તેને કબજામાં લઈ લેવું. (૧૦, ૧૧૭) પરવશ મનવાળાનું ભવિષ્ય xपूतिश्रुतिः श्वेव रतेर्विदूरे, कुष्ठीव संपत्सुदृशामनहः ।। પશિવસંતિમન્દિરપુ, નાëવેલું મનોહતો ? ( ગા) “જે પ્રાણીનું મન ખરાબ સ્થિતિમાં હોવાથી સંતાપ પમાડ્યા કરે છે તે પ્રાણુ કૃમિથી ભરપૂર કાનવાળા કૂતરાની પેઠે મોજમજાથી બહુ દૂર રહે છે, કોઢિયાની પેઠે લકમસુંદરીને વરવાને અગ્ય થઈ જાય છે અને ચંડાળની પેઠે શુભગતિમંદિરમાં પ્રવેશ કરવાને લાયક રહેતું નથી.” (૧૧) વિવેચન–અસ્થિર મનવાળા માણસે મે જમજા, પૈસા કે સારી સેબત પામી શકતા નથી. આખા શરીરે ખસ નીકળી હેય, શરીરે અને કાન પર ગડેલા લાગેલા હોય, ખરજ આવતી હેય—એવા શ્વાનને બિચારાને કઈ ઠેકાણે ચેન પડતું નથી. એવી જ સ્થિતિ અસ્થિર મનવાળાની થાય છે. જેને મન વશ ન હોય તેઓ આ બરાબર અનુભવી શકશે. જરા વાર-ટપાલ આવી, કાગળ ફેક્યો, વાં, લખ્યું છે કે પુત્રને એકદમ સખ્ત મંદવાડ થઈ ગયો છે અને જલદી તેડાવે છે. ટ્રેન મળવાને ૧૦ કલાકની વાર છે અને તરત જ ઉક્ત શ્વાનની પેઠે ખરજ આવવા માંડે છે. તાર ઉપર તાર છૂટે છે, ડોકટરની સલાહ લેવા દેવાય છે, આંખમાં આંસુની ધાર ચાલે છે, મનમાં ઉકળાટ ઉકળાટ થઈ જાય છે, ખાવું ભાવતું નથી, પુત્રનું અશુભ થયું હશે એવો વિચાર આંખ આગળ ખડો થાય છે. આ સર્વ કેને? પરવશ મનવાળાને, કર્મસ્થિતિ સરજનાર, ભાવી પર ભરોસે રાખનાર, મન પર અંકુશવાળા પ્રાણીનું હૃદય ફરકતું નથી. છતાં ખૂબી એ છે કે એની x पूतिश्रुतिश्वेव इति वा पाठः । Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] અધ્યાત્મકલ્પમ [ નવમ લાગણી બૂઠી થઈ ગયેલ હોતી નથી. લાગણી રહે છે અને વસ્તુસ્થિાતનું ભાન બરાબર તાદામ્ય બની રહે છે. તે ટ્રેનમાં જાય છે ખરો, પણ બિચારા પરવશ છવને ગામ પહોંચતાં રૌદ્રધ્યાનની ધારા ચાલે છે, ત્યારે આપણે સ્વવશ મનવાળે વીર કમવિપાકની વિચારણામાં લીન થઈ નિર્જરા કરે છે. આ સર્વ અનુભવસિદ્ધ છે; પણ ગ્ય સમયે મન પર જય કરે, એમાં જ રાજવટ છે, વાતે કરવામાં કાંઈ સાર નથી. ' કુષ્ટ રેગવાળાને જેમ કેઈ સુંદરી વરતી નથી તેમ જ પરવશ મનવાળાને સંપત્તિ વરતી નથી. લક્ષ્મીની પાછળ પડનારને તે મળતી નથી અને મળે છે તે થોડા વખતમાં નાશ પામે છે. ડરબીની લોટરીમાંથી એકદમ પૈસાદાર થવાની ઈછાવાળાએ દશ રૂપિયાની ટિકિટ લીધી, મનમાં થયું કે જે દેવગે આ વખત ઘેડે લાગી જાય તે રૂપિયા ચાર લાખ મળે; તેમાંથી બિરી પરણું, બંગલે બંધાવું, વ્યાપાર કરું, નારંગ મજા ઉડાવું વગેરે. આવા વિચાર કરનારને લક્ષમીસુંદરી કેમ મળે? અને મળે તે વિરભાવે મળે એટલે છેડે વખત આનંદ આપી ચાલી જાય અને પરિણામમાં દુઃખશ્રેણી મૂકતી જાય. જેમ ચંડાળ ઉત્તમ મનુષ્યના મંદિરમાં પ્રવેશ કરી શકતું નથી, તેમ પરવશ મનવાળો માણસ સદગતિમંદિરમાં જઈ શક્તો નથી. આથી કરીને તેને સારી સેબત થઈ શકતી નથી અને સત્સંગતિ વિના મન વિશુદ્ધ દશામાં જતું નથી અને ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવાની તેને હેશ પણ રહેતી નથી. આ ગ્રંથ લખાય ત્યારે ચાંડાળ અસપૃશ્ય મનાતા હતા. વર્તમાન રંગ જુદે છે. આવી રીતે પરવશ મનવાળા પ્રાણને આ ભવમાં સંપત્તિ મળતી નથી, આનંદ મળતે નથી, તેમ જ પરભવમાં પણ તેને સદ્દગતિ મળતી નથી. (૧૧; ૧૧૮) મનેનિગ્રહ વગરનાં તપ, જપ વગેરે ધર્મો तपोजपाद्याः स्वफलाय धर्मा, न दुर्विकल्पैहतचेतसः स्युः । तत्खाद्यपेयैः सुभृतेऽपि गेहे, क्षुधातृषाभ्यां म्रियते स्वदोषात् ॥१२॥ (उपजाति) જે પ્રાણીનું ચિત્ત દુર્વિકલથી હણાયેલું છે તેને તપ, જપ વગેરે ધર્મો પિતપોતાનું (આત્મિક) ફળ આપનારા થતા નથી; આવા પ્રકારનું પ્રાણી ખાનપાનથી ભરેલા ઘરમાં પણ પિતાના દેષથી ભૂખ અને તરસ વડે મરણ પામે છે.” (૧૨) વિવેચનગમે તેટલી તપસ્યા કરે, ખરે બપોરે સખ્ત ઉનાળામાં નદીને કાંઠે વેળુમાં જઈને આતાપના લે, પણ “તબ લગ કણક્રિયા સબ નિષ્ફળ, ગગને ચિત્રામ; જબ લગ આવે નહીં મન ઠામ.” એ વાત ખરી છે. તપ કરો, યાન કરે, જાપ કરે, પણ ભગત ભયા પણ દાનત બૂરી.” મનમાં લાગ આવે કે છરી મૂકવાની દાનત હય, મનમાંથી વાસના ઊડી ન હોય, સંસાર પર પ્રેમ એ ને એ ચીકણે હોય, ત્યાં સુધી કણકિયા નિષ્ફળ છે, એમ મુનિસુંદરસૂરિ મહારાજ કહે છે. અને તેવા જ વિચારે સિદ્ધ અનુભવી શ્રી Page #247 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ચિત્તમન [ ૧૭૫ આનંદઘનજી મહારાજ બતાવે છે. સંસારના રસિયા જીવડાને આ વાત ગળે ઊતરતાં વખત લાગશે. તેને તે પ્રવૃત્તિ કરી, પૈસા મેળવી, ધર્મ કરે છે, પણ શાસ્ત્રકાર તેમાં ધર્મ પણ નથી અને સુખ પણ નથી, એમ કહે છે. સુખ આત્મારામાપણામાં, વિકલ્પ રહિત સ્થિર મનમાં છે અને તેવી સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેમ ખોરાક અને પાણીથી ભરપૂર ઘરમાં પ્રમાદી માણસ ભૂખ્યો-તરસ્ય પડ્યો રહે છે, તેમ આ જીવ સર્વ સગવડ છતાં મનને વશ થઈ પિતાના દેથી જ દુર્ગતિભાજન થાય છે. આ વિચાર શ્લેક પાંચમામાં વિસ્તારથી વિચાર્યું છે, તેથી અત્ર પુનરાવર્તન કરતા નથી. (૧૨; ૧૧૯) મન સાથે પુણ્ય-પાપનો સંબંધ अकृच्छ्रसाध्यं मनसो वशीकृतात्, परं च पुण्यं न तु यस्य तद्वशम् । स वञ्चितः पुण्यचयैस्तदुद्भवैः फलैश्च ही ही हतकः करोतु किम् ? ॥१३॥ (वंशस्थविल) “વશ કરેલા મનથી મહાઉત્તમ પ્રકારનું પુણ્ય બિલકુલ કષ્ટ વગર સાધી શકાય છે. જેને મન વશ નથી તે પ્રાણ પુણ્યની રાશિથી છેતરાય છે અને તેથી થનારાં ફળ વડે પણ છેતરાય છે (એટલે પુણ્યબંધ થતો નથી અને તેથી થનારાં સારાં ફળ પણ પ્રાપ્ત થતાં નથી). અહો અહો ! આ હતભાગી જીવે બિચારો શું કરે ? (શું કરી શકે?)” (૧૩) વિવેચન-મન વશ હોય તે અહીં ઇંદ્રાસન ખડું કરી શકાય છે, મોક્ષ સન્મુખ કરી શકાય છે, એટલે કે વશ મનવાળાને કોઈ કાર્ય અશક્ય નથી. બીજી રીતે જેને મન પર અંકુશ નથી, જેનું મન અસ્થિર છે અને જેને મનમાં સંકલ્પવિકલ્પો થયા કરે છે તેને એક પણ કામ સિદ્ધ થતું નથી. ચિદાનંદજી મહારાજ તેટલા સારુ ગાઈ ગયા છે કે – બચન કાય ગેપે દત ન ધરે, ચિત્ત તુરંગ લગામ; તમે તું ન લહે શિવસાધન, જિઉ કણબુને દાન જબલગ આવે નહિ ઠામ, એટલે જ્યાં સુધી ચિત્તઘોડાની લગામ તારા હાથમાં નથી ત્યાં સુધી, તને મોક્ષસાધન મળવાનું નથી. એવી જ રીતે શ્રીમદ્યશવિજયજી મહારાજ પણ સ્વકૃત જ્ઞાનસારમાં કહી ગયા છે કે: अन्तर्गत महाशल्यमस्थैर्य यदि नोद्धृतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ અસ્થિરતારૂપી હૃદયગત મહાશલ્ય જે હૃદયમાંથી કાઢી નાખ્યું ન હોય તે પછી ક્રિયારૂપ ઔષધ ગુણ ન કરે તે તેને શે દેષ? આવી રીતે મનમાંથી અસ્થિરતા કાઢી * પિતાના અનેક પ્રકારના દેથી આ જીવ દુર્ગતિભાજન થાય છે. દાખલા તરીકે કલેશ, મન્દતા, પ્રમાદ વગેરે સ્વદેષો આવા પ્રકારના છે. (ધનવિજય). Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ નવસ નાખી તેને દઢ બનાવી દેવું જોઈએ. મનની વકતા, જડતા, શૂન્યતા અને અસ્થિરતા આ જીવને બહુ ફસાવે છે. અને વાત એમ છે કે જેવા તેવા વિચાર કરનાર પણ એ જીવ, અને વિચાર પર અંકુશ રાખનાર પણ એ જ જીવ; તેથી જ્યાં સુધી અંકુશ રાખવાની જરૂરિયાત અને મનનું બંધારણ બરાબર સમજાયું ન હોય ત્યાં સુધી ઘણું જીવ તે એ વિષય પર ધ્યાન પણ આપતા નથી. આટલી હકીકત ઉપરથી જણાય છે કે મનને શુભ યોગમાં પ્રવર્તાવવાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે. વળી, મનગને સર્વથા નિરોધ કરવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે અને મનને નિરંકુશ મૂકી દેવાથી અધઃપાત થાય છે. આ ત્રણ નિયમ બરાબર ધ્યાનમાં રાખવા જેવા છે. મનને તદ્દન નિષેધ બહુ ઉત્કૃષ્ટ સ્થિતિએ થાય છે તેથી તે ઊંચી હદના અધિકારીઓ માટે છે. અત્ર આખા પ્રસ્તાવમાં મનમાંથી સંકલ્પવિકલ્પ ઓછા કરવા, અસ્થિરતા દૂર કરવી અને તેમ કરી મનને શુભ કાર્યોમાં દેરવું એ બતાવ્યું છે. વધારે અધિકારી માટે શાસ્ત્રના વિશેષ ગ્રંથ છે. ઉક્ત ન્યાયથી પરવશ મનવાળા જીવને પુણ્ય થતું નથી, પાપ થાય છે અને પાપના ફળ તરીકે દુઃખને અનુભવ થાય છે. એક વાર પડવા માંડયા પછી સ્થિર થવું અને ચઢવા માંડવું બહુ મુશ્કેલ પડે છે. ડુંગર પરથી ગબડેલા પથ્થરના દષ્ટાંતે એ સ્પષ્ટ છે. એવી સ્થિતિમાં અટવાતે જીવ બહુ ખરાબ હાલત પ્રાપ્ત કરે છે અને નીચે ઊતરતે જાય છે (૧૩; ૧૨૦) વિદ્વાન પણુ મને નિગ્રહ વિના નરકગામી થાય છે अकारणं यस्य च* दुर्विकल्पैर्हतं मनः शास्त्रविदोऽपि नित्यम् । घोरैरनिश्चितनारकायुम॒त्यो प्रयाता नरके स नूनम् ॥ १४ ॥ (उपजाति) જે પ્રાણીનું મન નિરર્થક માઠા સંકલ્પથી નિરંતર પરાભવ પામે છે તે પ્રાણી ગમે તે વિદ્વાન હોય તે પણ ભયંકર પાપ વડે નરકનું નિકાચિત આયુષ્ય બાંધે છે અને મરણ પામે છે ત્યારે જરૂર નરકમાં જનારે થાય છે.”(૧૪) વિવેચન-શાસ્ત્રનું યોગ્ય જ્ઞાન ધરાવનાર પ્રાણી જ્યારે અલ્પજ્ઞને પણ ન કરવા ચિગ્ય કાર્યો કરે ત્યારે વ્યવહારમાં શાસ્ત્રરહસ્યના અજાણ લોકે–અજ્ઞાન બાળ જી-ઘણીવાર બોલે છે કે ભાઈ એ તે “જાણકાર” છે, એને “આવતાં આવડે છે વગેરે. શાસ્ત્ર ભણેલે જયારે તેવાં પાપાચરણ કરે છે ત્યારે તેને માટે બીજા માણસને આવી ટીકા કરતાં સાંભળ્યા છે. આ ભાષા આડે દેરનાર છે, અણસમજથી ઉત્પન્ન થયેવી છે. જે શાસ્ત્રને જાણે, પાપને પાપ તરીકે જાણે અને એક નિયમ તરીકે, નિઃશૂકપણે, માત્ર મોઢેથી આવી જાય પણ બીજે દિવસે તેવી જ ચિકાશથી તે જ પાપકાર્યો કરે, તે તેને અવિદ્વાન કરતાં * કુ તિ ના પાઠ Page #249 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ચિત્તદમન [ ૧૭૭ વધારે પાપ લાગે છે, કારણ કે પિતે સારી સ્થિતિએ પહોંચે છે અને બીજાને આલંબન ભૂત થયો છે. આ હકીકત વધારે સમજવાની જરૂર છે. પાપબંધ કે પુણ્યબંધx પડે છે તે વખતે પ્રદેશબંધની સાથે રસબંધ પડે છે, એટલે કે જે કર્મ બંષાય છે તેને શુભાશુભતા તેમ જ તીવ્રતા-મંદતા (intensity ) કેવી છે એ નિર્માણ થાય છે. દાખલા તરીકે લાડુ ગળ્યા હોય, પણ કેટલાકમાં મણે દશ શેર સાકર હોય અને કેટલાકમાં મણે દેઢ મણ સાકર હયતેમ જ ઔષધમાં કડવાપણાની તરતમતા હોય, એ પ્રમાણે રસમાં ફેર પડે છે. હવે જે રસબંધ પડે તે અધ્યવસાયની ચીકાશ પર પડે છે. અને અનુભવથી એમ માલુમ પડે છે કે જ્ઞાનવાળા નિરપેક્ષપણે જે પાપકાર્યમાં પ્રવર્તે તો તે જેટલી ચીકાશથી પાપકાર્ય કરે છે તેટલી જ ચીકાશ સાપેક્ષવૃત્તિવાળા અલ્પજ્ઞ અથવા અજ્ઞને રહેતી નથી અથવા હેતી નથી. ઘણીવાર તે કહેવાતા વિદ્વાનના પરિણામ તદ્દન નિર્વસ બની ગયેલા હોય છે. વળી, જવાબદારી હંમેશાં જ્ઞાન પ્રમાણે હેાય છે. જેમ જ્ઞાન વધારે તેમ જવાબદારી વધારે ભણેલ માણસ ભૂલે, તે ઠપકો વધારે અને ગુને કરે તે સજા પણ વધારે તેવી જ રીતે આપણે જોઈએ છીએ કે અજ્ઞાની માણસ તે ઘણીવાર અજ્ઞાનપણથી જ પાપ કરે છે. એને પાપબંધ થતો નથી એમ નથી, પણ તેની ચીકાશ, ઉપર જણાવ્યું તેમ, બહુ ઓછી હોય છે, માટે ભણેલ છે, એ તે આલોવી નાખશે એમ કહેનાર અને સમજનાર શાસ્ત્રનું રહસ્ય સમજતા નથી, તેમ કહેવાતે જ્ઞાની પણ, તેવાં પાપાચરણ કરતા હોવાથી, રહસ્ય સમયે નથી. જ્ઞાનને જે દુરુપયોગ થાય તે મારી દે છે અને તે જ જ્ઞાનનો સદુપયોગ થાય તે તે કાર્ય સિદ્ધ કરી દે છે. રાજ્યકારી જિંદગીનાં રેહણાં જુઓ તે અકારણે હજારે માઠા સંકલ્પ-વિકલ્પ કરવા પડે અને ઊથલપાથલ કરવી પડે તેવી જ રીતે મોટા વ્યાપારમાં અને તેવી જ રીતે મહાઆરંભોમાં થાય છે. આવી સ્થિતિનો માણસ વિદ્વાન હોય છે તેમાં તે શઠ નહિ, પણ તેના જ્ઞાનને સદુપયોગ થતો નથી અને મનના રાજ્યમાં તણુઈ પોતાને હાથે જ ગળામાં ફાંસી નાખી રાવણ, દુર્યોધન, જરાસંધ, સુભૂમ વગેરેની ગતિ પ્રાપ્ત કરવી પડે છે. વિદ્વાનેએ કદી પણ એમ ન સમજવું કે જ્ઞાન છે માટે વર્તનની જરૂર નથી. જ્ઞાન એવી વસ્તુ છે કે જે તેને સદુપયોગ ન થાય તે તે વિપરીત પણ કરી નાખે છે. જે જ્ઞાની બે જ્ઞાનબળથી અકાર્યને અકાર્ય સમજ અશકયપણું વગેરે કારણથી તેમાં ત્રાસ પામતા ચિત્ત પ્રવર્તે છે અને નિરંતર તેમાં પ્રવૃત્તિ ન કરવા ઈચ્છે છે, તેને ઉદ્દેશીને આ લેખ લખાયો નથી, પણ જેઓ વિદ્વાન ગણતા છતાં રાચામાચીને બહુ કપટ કેળવી પાપકાર્યમાં પ્રવર્તે છે અને પિતાને ખોટે બચાવ કરવા તત્પર થાય છે તેવાઓને માટે આ લેખ છે એમ સમજવું. (૧૪, ૧૨૧) * અશુભ પ્રકૃતિને બંધ. * શુભ પ્રકૃતિને બંધ. અ. ૨૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] અધ્યાત્મકલ્પમ [ નવમ योगस्य हेतुर्मनसः समाधिः परं निदानं तपसश्च योगः । तपश्च मूलं शिवशर्मवल्ल्या, मनःसमाधि भज* तत्कथश्चित् ॥१५॥ (उपजाति) મનની સમાધિ (એકાગ્રતા-રાગદ્વેષરહિતપણું) યોગનું કારણ છે, વેગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે. અને તપ શિવસુખ-વેલડીનું મૂળ છે તેટલા માટે કોઈ પણ રીતે મનની સમાધિ રાખ.” (૧૫) વિવેચન–શાસ્ત્રને કઈ પણ ગ્રંથ વાંચતાં જણાશે કે, તેરમા શ્લોકમાં કહ્યું તેમ, મનોનિગ્રહથી અશુભ કર્મબંધ રોકાય છે, પુણ્યબંધ થાય છે, એટલું જ નહિ પણ તેથી પરિણામે મોક્ષપ્રાપ્તિ પણ થાય છે. શાસ્ત્રકાર કહે છે કે આત્માને ઊંચી પાયરીએ ચઢાવવા પહેલાં શુદ્ધ ભૂમિકા કરવી જોઈએ. એક ભીંત પર ચિત્ર કાઢવાં હોય તે પ્રથમ તે સાફ કરવી જોઈએ. મનમાં દ્વેષ, ખેદ, વિકલ્પ, અસ્થિરતારૂપ ઝાંખરાં અને કચરે બાઝેલ હોય ત્યાં સુધી ભૂમિકા અશુભ કહેવાય છે અને તેની ભૂમિકા પર ગમે તેટલાં ચિત્ર કરો અર્થાત્ વાંચન વાંચે, વિચારો સાંભળે, પણ અસરકારક રીતે શોભતાં થશે નહિ; તે થવા સારુ મનને સ્થિર, એકાગ્ર, રાગ-દ્વેષ-સંકલ્પ રહિત કરવાની પ્રથમ જરૂર છે. એક વખત સમતા પ્રાપ્ત થઈ, સ્થિરતા આવી, એટલે મન પર કબજે આવશે. આવી રીતે જ્યારે યોગ પર જય થાય ત્યારે ઈદ્રિયો પર અંકુશ આવે છે અને તેથી છ બાહ્ય અને છ આત્યંતર તપ કરવાનું સૂઝે છે અને કરેલાં તપ કર્મ તપાવવાનું-નિર્જરા કરવાનું–પિતાનું કામ પણ ત્યારે જ કરે છે, ત્યાં સુધી ઘણુંખરું તે તપ કરવાનું મન જ થતું નથી, અથવા અજ્ઞાન કષ્ટરૂપ તપ ફળની ઇરછા સાથે થાય છે, જે શાસ્ત્રકારની દષ્ટિમાં લગભગ નકામાં જ છે; તેથી મનઃસંયમપૂર્વક તપ થાય છે તેનાથી કર્મનિર્જરા દ્વારા તરત જ મેક્ષપ્રાપ્તિ થાય છે. એક્ષપ્રાપ્તિ કરી આ સંસારના હંમેશાંના કચકચાટને, રખડપાટાને છેડે આણુ એ સર્વ અંતરંગ હેતુ છે અને તેનું મૂળ સાધન મનસમાધિ છે. સુજ્ઞ પુરુષએ મનની સમાધિ રાખવા યત્ન કરે એ ખાસ જરૂરનું કર્તવ્ય છે. (૧૫; ૧૨૨) મનેનિગ્રહના કેટલાક ઉપાયો स्वाध्याययोगैश्चरणक्रियासु, व्यापारणैर्द्वादशभावनाभिः । सुधी स्त्रियोगी सदसत्प्रवृत्ति-फलोपयोगैश्च मनो निरन्ध्यात् ॥ १६ ॥ (उपजाति ) “સ્વાધ્યાય (શાસને અભ્યાસ), ગવહન, ચારિત્રક્રિયામાં વ્યાપાર, બાર ભાવના અને મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિના ફળના ચિંતવનથી સુજ્ઞ પ્રાણ મનને નિષેધ કરે” (૧૬) * મત તિ પાડા , મર=ધર, . Page #251 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ચિત્તમન [ ૧૭૮ વિવેચન-શાસ્ત્રાભ્યાસ-સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે: વાચના (ભણવું), પૃચ્છના (સવાલે કરવા), પરાવર્તન (પુનરાવર્તન-રીવીઝન), અનુપ્રેક્ષા (મનમાં ચિંતવન) અને ધર્મકથા (ધર્મઉપદેશ). એગ એટલે મૂળ સૂત્રોના અભ્યાસની ગ્યતા માટે કિયા તથા તપશ્ચરણ. આ ગોહન મનોનિગ્રહનું પ્રબળ સાધન છે અને ઉત્તમ બીજ વાવવા માટે એ ભૂમિકાને શુદ્ધ કરનાર મજબૂત ઉપાય છે. એ બનેને એકઠો અર્થ “સ્વાધ્યાયમાં વ્યાપારથી મનને રોધ કર” એવો પણ થાય છે. આ અર્થ પણ સુંદર છે. એ રીતે વચનયોગ પર જય મેળવવાની સૂચના કરી, અને વળી એમ પણ કહ્યું કે જ્ઞાન એ મુખ્ય મક્ષસાધન છે. મનોનિગ્રહનું બીજું સાધન ક્રિયામાર્ગ છે. શ્રાવકોગ્ય દેવપૂજા, આવશ્યક, સામાયિક, પૌષધ વગેરે તથા સાધુને આહાર, નિહાર, પ્રતિલેખન, પ્રમાજન, કાત્સગ વગેરેમાં કાયાની શુભ પ્રવૃત્તિ, જેઓ ક્રિયામાર્ગ તરફ કટાક્ષની નજરથી જોતા હોય તેમણે ખાસ યાદ રાખવું કે ક્રિયામાર્ગ એ પણ મને નિગ્રહનું પરમ સાધન છે. પ્રવૃત્તિવાળા જીવને તે જે નિરાંત મળે તે કંઇક જાતનું તેફાન આદરી બેસે તેને માટે ક્રિયા બહુ જ ઉપયોગી છે, એટલું જ નહિ પણ ખાસ જરૂરી છે, આ રીતે કાયયેગ પર જય કરવાની સૂચના કરી. આ સંસારમાં કઈ વસ્તુ બેસી રહેવાની નથી. સર્વ નાશવંત છે (અનિત્ય), આ જીવને મરતી વખતે કેઈથેભી રાખનાર નથી (અશરણ), સંસારની રચના વિચિત્ર છે (ભાવ), આ જીવ એકલો આવ્યો છે (એકત્વ), બીજા સવથી જુદે છે (અન્યત્વ), શરીર મળ-મૂત્ર વિષ્ટા વગેરેથી ભરેલું છે (અશુચિ), મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગથી કર્મ બાંધી જીવ સંસારમાં રખડે છે (આશ્રવ), પણ તે જ જીવ જે સમતા રાખે, મનને નિગ્રહ કરે, તે કર્મબંધને રોકે છે (સંવર), અને તપસ્યા કરે તે નિકાચિત કર્મોથી પણ મુકાય છે(નિર્જર), ચૌદ રાજલકનું સ્વરૂપ ચિંતવવા એગ્ય છે (લેક સ્વભાવ), સમ્યક્ત્વ પામવું ખરેખરું દુર્લભ છે (બેધિ), ધર્મને કહેનારા ઘણા થયા છે, પણ અરિહંત મહારાજ જેવા નીરાગી કહેનારા બહુ થોડા છે (ધર્મ) એવી રીતે બાર ભાવનાઓને વારંવાર ભાવવી, તે પર વિચાર કરે એ મને નિગ્રહને ત્રીજે ઉપાય છે. એ ઉપાયથી મન પર અંકુશ આવે છે. આ બાર ભાવના *શાંત સુધારસ ગ્રંથને મુદ્દો છે. શુભ પ્રવૃત્તિ કરવામાં આવે તેનું ફળ સારું થાય છે ખરાબ પ્રવૃત્તિ કરવામાં આવે તેનું ફળ ખરાબ થાય છે એ સંબંધી વિચારણા કરવી, આત્મનિરીક્ષણ કરવું, આત્માનેલોકન કરવું, એ મને નિગ્રહને ચેાથે ઉપાય છે. જે પ્રાણી પિતાની પ્રવૃત્તિ પર વિચારણા કરે છે, તેને મનોનિગ્રહ બહુ જલદી થઈ જાય છે. અત્ર મનોનિગ્રહના ચાર ઉપાય કા શાસ્ત્રાભ્યાસ, ચારિત્ર અને ક્રિયામાં શુદ્ધ વર્તન, ભાવનાનું ભાવન અને આત્મનિરી * કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાય, પ્રગટકર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ] અધ્યાત્મકલ્પદ્રુમ [[નવમા ક્ષણ. શાસ્ત્રકાર કહે છે કે આત્માને નિરંતર સંયમયોગોમાં પ્રવૃત્ત રાખે, તેથી ઘણી જાતના ફાયદા થાય છે. જે એને છૂટો મૂકયો હોય તે, ઉપર જણાવ્યું તેમ, એ ઘણું જાતનાં ફાન કરે છે. તેટલા માટે ઉમાસ્વાતિ વાચક કહે છે કે – पैशाचिकमाण्यान, श्रुत्वा भोपायनं च कुलवध्वाः ॥ संयमयोगैरात्मा, निरन्तरं व्यावृतः कार्यः ॥x પિશાચની વાત અને કુળવધૂનું વૃત્તાંત સાંભળીને આત્માને નિરંતર સંયમમાં રેવેલો રાખ.” એક વાણિયાએ પિતાનું કાર્ય સાધવા માટે એક પિશાચની સાધના કરી. મંત્રયોગે તે પિશાચ સિદ્ધ થયો, તેણે પિશાચને પિતાનું કામ બતાવ્યું, મનસાધ્ય કામ કરનાર પિશાચે અલ્પ સમયમાં કાર્ય સિદ્ધ કરી આપ્યું. પછી તે વાણિયાને કહે છે કે હવે મને કામ બતાવ, નહિ તે તને મારી નાખું, ઉદ્યમવાળાઓ નવરા બેસતા નથી. વાણિયો બુદ્ધિશાળી હતું. તેણે કહ્યું કે અત્રે ખાડે ખેદ. ખાડો ખોદાવતાં તેમાં પાણી આવ્યું એટલે કહ્યું કે તેમાં એક વાંસ નાખ. પછી એક કાણો વાટકે તેને આપી તે વાંસ પર બંધાવ્યું અને કહ્યું કે તારે કૂવામાંથી પાણી કાઢી વાટકે ભરી દે, અને એનું કાણું પુરાઈ ન જાય એ ધ્યાનમાં રાખવું. જ્યાં સુધી હું તને બીજું કામ ન બતાવું ત્યાં સુધી તારે આ કામ કર્યા કરવું. કુળવધૂનું દૃષ્ટાંત પણ એવું જ છે. પતિ પરદેશ જવાથી તેને દુરાચાર કરવાની ઈચ્છા થઈ છે, એમ સસરાએ દાસી મારફત જાણ્યું ત્યારે તે વહુને માથે ઘરને સર્વ કારભાર મૂક્યો અને એટલા કામમાં નાખી દીધી કે એને વિષય સંબંધી વિચાર કરવાની પણ ફુરસદ મળે નહિ. આવી રીતે તે સુધરી ગઈ. આ નિયમ ધ્યાનમાં રાખી આત્માને નિર તર સંયોગમાં પ્રવૃત્ત થયેલ રાખે, કે જેથી તેને અસ્ત-વ્યસ્તપણે જ્યાં ત્યાં રઝળવાની ટેવ પડે નહિ અને પડી હોય તે મટી જાય. (૧૬; ૧૨૩) મને નિગ્રહમાં ભાવનાનું માહાત્મ્ય भावनापरिणामेषु, सिंहेष्विव मनोवने । सदा जाग्रत्सु दुर्ध्यान-सूकरा न विशन्त्यपि ॥१७॥ (अनुष्टुप् ) મનરૂપ વનમાં ભાવના–અધ્યવસાયરૂપ સિંહે સદા જાગ્રત હોય ત્યારે દુધ્ધનરૂપ સુવરા તે વનમાં પ્રવેશ પણ કરી શકતા નથી.” (૧૭) વિવેચન—ઉપર મોનિગ્રહના ચાર ઉપાય કહ્યા, તેમાં પણ ભાવને ઉપાય બહુ અસરકારક, તાત્કાલિક અને ધારેલ અસર ઉપજાવનારે છેજ્યાં સુધી મનમાં શુદ્ધ ભાવના ( ૪ પ્રશમરતિ પ્રકરણ લેક ૧૨૦ મે. અને તેના પર મારું વિવેચન, જરા ફેરફાર સાથે. આ બંને કથા ત્યાં આપી છે. * મધને દૂર પર ' Page #253 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] ચિદમન [ ૧૮૧ ચાલતી હોય છે, ત્યાં સુધી એક પણ બેટે વિચાર મનમાં આવતું નથી. એક જંગલને રાજા સિંહ જ્યાં સુધી જંગલમાં ફરતો હોય છે, ત્યાં સુધી ડુક્કર કે એવાં બીજાં પ્રાણીઓ એ જગલમાં રહી તે કેમ જ શકે? પણ ત્યાં પ્રવેશ પણ કરી શકતાં નથી; એવી જ રીતે જ્યાં સુધી મનમાં શુભ ભાવના હોય છે ત્યાં સુધી દુર્ગાન-માઠા સંક-થતા નથી. આ હકીકત અનુભવસિદ્ધ છે, દરેક વાંચનારને તેને અનુભવ થયો હશે. દરેક માણસે જિંદગીના કેઈક વખતમાં-જિદગીની એક સુખી ક્ષણમાં-આવી સ્થિતિ જરૂર જોગવી હશે. કઈ વખત દેરાસરમાં પ્રભુના દર્શનથી. કોઈ વખત પૌષધમાં સ્તવન–ગાનની લયમાં, કેઈ વખત પૂજા ભણાવવાની એકાગ્રતામાં, કોઈ વખત અધ્યાત્મગ્રંથોના વાચન અથવા મનનમાં મન એટલું બધું એકાગ્ર થઈ જાય છે કે બહારના વિચાર આવતા નથી, વિકપ નાસી જાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. અત્ર વર્ણવેલ સ્થિતિ તે માત્ર વાનકી છે, બાકી, જ્યારે આ જીવને ભાવના ભાવવાની ટેવ પડી જાય છે ત્યારે તે મનમાં અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે. સંસારના કેઈ સુખ સાથે એ આનંદની સરખામણી કરી શકાય તેમ નથી, કારણ કે સંસારમાં કોઈ સુખ તેવું છે જ નહિ. (૧૭; ૧૨૪) એવી રીતે મને નિગ્રહ દ્વાર પૂર્ણ થયું. મનોનિગ્રહ અથવા ચિત્તદમન એ શબ્દ આ અધિકારમાં વારંવાર વાપરવામાં આવ્યો છે, તેનો ભાવાર્થ એ છે કે મનમાં વારંવાર જે માઠા સંકલ્પો આવે છે તે પર અંકુશ રાખ, અસ્થિરતા દૂર કરવી અને મનની સમતા (epuilibrium) જાળવી રાખવાની ટેવ પાડવી. ઘરમાં કેઈને મંદવાડ થયો હોય ત્યારે, અથવા મરણ થયું હોય ત્યારે, આ જીવની કેવી દુઃખી સ્થિતિ થઈ જાય છે! પોતે જાણે છે કે અત્ર પોતાને પણ બેસી રહેવાનું નથી, છતાં પણ મનમાં અનેક ખ્યાલે કરી પિતાની મેળે દુઃખી થાય છે. પાડોશીના ઘરમાં આગ લાગી હોય ત્યારે સામાન ફેરવવામાં ધમાલ અને પિતાના ઘરમાં આગ લાગી હોય ત્યારે જીવની સ્થિતિ મન પર કાબૂ કે છે, તે બતાવે છે. એ તે જાણે ઊભો ઊભે સળગી જાય છે. આ વખતે સ્થિર પ્રકૃતિવાળા માણસે ભવિતવ્યતા પર ખ્યાલ કરી જોયા કરે છે. જરૂરના પ્રસંગે પ્રાપ્ત થતાં પેટમાંથી પાણી પણ ન ચાલે, ત્યાં જાણવું કે આ જીવ હવે ઉચતર સ્થિતિ પ્રાપ્ત કરવાને લાયક થયે છે. વ્યવહારકુશળ માણસ આવું દઢ મન રાખી શકે છે, પણ તેથી આ વિષયની કિંમત ઓછી થતી નથી, કારણ કે વ્યવહારકુશળ માણસે ધાર્મિક સદ્દગુણે તરફ ધ્યાન આપે છે ત્યારે ત્યાં પણ બહુ સુંદર કામ કરી શકે છે. મનના સંક૯પે જવા એ બહુ મુકેલ છે અને તેથી ધ્યાનના પ્રથમ પાયામાં મનને સ્વચ્છ, સ્થિર, રાગદ્વેષ રહિત કરવાનું કહ્યું છે. એમ ભૂમિકા શુદ્ધ થયા પછી યોગક્રિયા થઈ શકે છે અને તેટલા માટે યમનિયમ બતાવવામાં આવ્યા છે. મનને સ્થિર કરવું એ કોઈ પણ ગુણ પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું છે. એને તદ્દન કબજે કરવું અને પ્રભુભક્તિ કે ધ્યાનમાં જોડવું એ વધારે Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ 3 અધ્યાત્મકલ્પમ [ નવમ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. શ્રી મહાત્મા આનંદઘનજી તેટલા જ માટે કહી ગયા છે કે “મન કેમે કરીને પ્રભુમાં બાઝતું નથી.” * શરૂઆતમાં મનના સંકલ્પ તદ્દન દૂર કરવા, એ બનવું મુશ્કેલ છે, તેથી અભ્યાસ પાડવાની ઇરછાવાળાએ મનમાં જે માઠા સંકલ્પ આવે કે તેને દાબી દે; જેમ બાળક ને લાત મારે છે તેમ તેને ચેટિયે ભરે, છતાં મનના બંધારણ પ્રમાણે તે સંક૯૫ પાછો બેવડા જોરથી હલ્લો કરે છે. જે તે વખતે વધારે દઢતા રાખવામાં આવે તે ધીમે ધીમે ટેવ પડવાથી મન પર અંકુશ આવતો જાય છે. બીજું, મનના વિચારે સંજોગાનુસાર થાય છે માટે સંજોગો સારા કરી દેવા, પુખ્ત વિચાર કરીને નિર્ણ કરવા અને પ્રબળ કારણે વગર તે નિર્ણયોને ફેરવવા નહિ. જરા અગવડ પડે તેપણ વિચારે વારંવાર બદલવા નહિ. આ અધિકારમાં નીચેની હકીકત પર ખાસ ધ્યાન ખેંચ્યું છેઃ ૧. મન વશ કરવાની જરૂર. આનાં કારણે માં મનનું ચંચળપણું અને વશ કર્યા પછી તેની શક્તિ તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. (૧-૨-૪) ૨. મન વશ કરવાને ઉપદેશ. ઉક્ત હકીકત વધારે સ્પષ્ટ કરી છે અને સાથે બીક પણ બતાવી છે કે મન વશ કરશે નહિ તે સંસારમાં રઝળશે. (૩). ૩. મોનિગ્રહ વગર બહિઃક્રિયાનું નિષ્ફળપણું. યમ, નિયમ, તપ, ધ્યાન વગેરે સર્વ ક્રિયા, જ્ઞાન અને વર્તન મને નિગ્રહ વગર નકામાં છે એ ચાર શ્લેકથી બતાવ્યું છે. (પ-૬-૭-૧૨). ૪. મનને વશ થવાથી સંસારમાં પાત. ત્રણ દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવેલ છે તે ધ્યાનમાં લેવા જેવું છે. (૧૧) ૫. મનોનિગ્રહથી પરમ પુણ્ય, (૧૩) મોક્ષ (૧૫) અને તે વગર વિદ્વત્તાની નિરર્થકતા. (૧૪) ચોથા વિષયની બીજી બાજુ અવ નિર્દિષ્ટ થઈ છે. ૬. મનોનિગ્રહના ઉપાય. જ્ઞાન, ચારિત્ર, ભાવના અને આત્મવિચારણા. (૧૬) આ છ વિષય જુદા જુદા રૂપમાં વિવેચનમાં સારી રીતે ચર્ચવામાં આવ્યા છે. બધી વાતનો સાર એ છે કે મનને મોકળું મૂકી દેવું નહિ. * આનંદઘનજીકૃત શ્રી કુંથુનાથજીના સ્તવનની પ્રથમ પંક્તિને સાર. Page #255 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ચિત્તઃમન [ ૧૮૩ હવે મનમાંથી સ‘કલ્પે। દૂ૨ ક૨વા અથવા સારા વિચાર કરવા, તેની સાથે જ મનને શાંત રાખવુ', દરિયામાં વારવાર માજા આવે છે તેમ મનમાં પણ તરંગના ઉછાળા આવે છે. એ વખતે મનને સ્થિર રાખવુ એ માટા રાજયાગ છે. આ સૉંબધમાં નીચેની કહેવત ઘરમાં સુવર્ણાક્ષરથી કાતરી રાખવા જેવી છેઃ— Under all circumstances KEEP AN EVEN MIND. Take it Try it, Walk with it. Talk with it, Lean on it, Believe in it, FOR EVER. સર્વાં સંજોગામાં એકસરખું મન રાખેા, આ શિક્ષા લ્યા, તેને અજમાવા, તેની સાથે ચાલા, તેની સાથે વાત કરી, તેના ઉપર આધાર રાખે, તેમાં માન્યતા રાખા, હમેશાં આ જ રાજયાગ, આ જ સસારના પાર, આ જ મેાક્ષપ્રાપ્તિના ઉત્કૃષ્ટ ઉપાય, જીરણ શેઠ આનાથી જ માહ્યે જશે અને તંદુલ મત્સ્ય આ નિયમ ભૂલવાથી જ સંસારમાં રઝળે છે. મન પત્ર મનુષ્યાળાં ધારણ વન્યમોક્ષયોઃ એ નિયમ (૪) અને (૫) વિષયમાં મહુ સ્પષ્ટ લખ્યા છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કરતા નથી. હ ચિત્તદમન એ ઘણા જ અગત્યના વિષય છે તેનાથી કેટલા લાભ થાય છે તે વાંચનારે જોયું હશે. મન સીધું હાય તા કરાડા વરસમાં જે કામ ન થઇ શકે તે એક ઘડીમાં થાય છે. આવા લાભાલાભના વિચાર વાંચીને, વિચારીને, મનેાનિગ્રહ કરવાના ઉપાય બતાવ્યા છે તે અજમાવવા. શુદ્ધ વન અને ભાવના ઉપર મન દોડાવવું, એક વાર લાઈનમાં પડી જવાશે એટલે પછી આગળ કેમ વધવું તે સૂઝી રહેશે. છેવટે મન સાધ્યુ તેણે સઘળું સાધ્યું” એ શ્રી આનંદઘનજી મહારાજના અનુભવસૂત્ર પર ફરી ધ્યાન ખે‘ચવામાં આવે છે, ॥ इति सविवरणश्चित्तदमननामा नवमोऽधिकारः ॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ दशमो वैराग्योपदेशाधिकारः ॥ મનેાનિગ્રહ કરવાનાં ચાર સાધના પૈકી ભાવનાનું ઉપયેગીપણું ગત અધિકારના સેાળમા શ્ર્લાકમાં કહ્યું, હવે મનને ભાવનાવાસિત કરવા માટે સ`સાર કેવા છે, તેની સ્થિતિ કેવી છે, તે પર વિચાર ચલાવવાની જરૂર છે. તત્ત્વચિંતકાએ વિચાર કરી કહ્યું છે કે વિચાર કરતાં વૈરાગ્ય આવશે એટલે સ`સાર પરથી મન ઊઠી જશે. સસાર ધનને તાડનાર આ અધિકારના વિષય પણ બહુ ઉપયોગી છે અને તેના શ્લેાકા પર ઘટતું વિવેચન કરવામાં આવ્યું છે, ખાસ વૈરાગ્યના વિષય આ જમાનામાં કેટલા ઉપયાગી છે તે સમધમાં આ ગ્રંથના ઉપેાઘાતમાં ઘટિત વિવેચન કરવામાં આવ્યું છે. મૃત્યુના દાર,, તેના ય અને તે પર વિચાર किं जीव ! माद्यसि हसस्ययमीहसेऽर्थान् कामांश्च खेलसि तथा कुतुकैरशङ्कः । चिक्षिप्सु धोरनरकावटकोटरे त्वा-मभ्यापतल्लघु विभावय मृत्युरक्षः ॥ १ ॥ आलम्बनं तव लवादिकुठारघाता-रिछन्दन्ति जीविततरुं न हि यावदात्मन् ! | तावद्यतस्य परिणामहिताय तस्मि - रिछन्ने हि कः क्व च कथं भवतास्यतन्त्रः રા “અરે જીવ ! તું શુ' જોઈ ને અહંકાર કરે છે? કેમ હસે છે ? પૈસા અને કામભાગાને શા માટે ઈચ્છે છે ? અને શા ઉપર નિઃશંક થઈ ને કુતૂહળથી ખેલ કરે છે? કારણ કે નરકના ઊંડા ખાડામાં ફેંકી દેવાની ઈચ્છાથી મૃત્યુરાક્ષસ તારી નજીક ઉતાવળા આવતા જાય છે તેના તા તું વિચાર કર. (૧) જ્યાં સુધીમાં લવ× વગેરે કુહાડાના પ્રહારા તારા આધારરૂપ જીવનવ્રુક્ષના છેદ કરે નહીં ત્યાં સુધીમાં હું આત્મન્ ! પરિણામે હિતને માટે યત્ન કર, તેના છેદ થયા પછી તુ... પરતંત્ર થઈશ, એટલે કાણ જાણે કાણુ (શુ') થઇશ અને કત્યાં થઈશ અને કેવી રીતે થઈશ ?” ( ૨ ) * * स्वतन्त्रः इत्यस्य स्थाने स्वतन्त्रः इति वा पाठः, त्वं कथं स्वायत्तः भविष्यसीत्यर्थः । × કાળવિક્ષેપ; બે ઘડીને સત્તોતેરમા ભાગ. એક આંખના પલકારા મરાય તેને નિમેષ કહે છે, અઢાર નિમેષના એક કાષ્ઠ થાય છે અને એ કાષ્ઠના એક લવ થાય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] વૈરાગ્યોપદેશ [૧૮૫ વિવેચન-હવે વૈરાગ્ય-અધિકાર શરૂ થાય છે. તેના સર્વ શ્લોકો હૃદય પર અસર કરનારા અને હૃદયને ઉદ્દેશીને લખેલા છે. તે બરાબર વાંચવા અને વિચારવા ગ્ય છે. અરે ચેતન ! તુ બહુ ભૂલ્યો, જરા વિચાર, આ અહંકાર કરે છે, જરા જરામાં હસી પડે છે, ગમે તેવું લાવે છે, વાંકેચૂકે ચાલે છે અને જાણે કે તારા જે આ પૃથ્વી પર બીજે કોઈ ડાહ્યો નથી એમ માની અભિમાનમાં લેવાતું જાય છે; પણ તારી સ્થિતિ કેટલી છે તે જેતે નથી, એ બહુ મોટા ખેદની વાત છે. તારે માથે મૃત્યુ ભમે છે, તારા પર જીત મેળવીને તને નરકમાં નાખવાની તદબીર રરયા કરે છે. સંતાનની તું સંભાળ લે. તું આમ નિ:શંક થઈને ફરે છે, તે તને ઘટિત નથી તું બરાબર વિચાર કર અને તારા શત્રુને ઓળખી રાખ કે જેથી તે તને વિશેષ નુકસાન કરી શકે નહિ. વળી, આમ કહેવાનું બીજું કારણ એ છે કે આ શરીર ધર્મકરણીમાં સાધનભૂત છે, પણ તે પ્રત્યેક સમયે, પ્રત્યેક કલાકે, પ્રત્યેક દિવસે ક્ષીણ થતું જાય છે. તેને કાળના સપાટા લાગે છે અને મૃત્યુ નજીક આવતું જાય છે, માટે એ શરીરના સાધનથી કાંઈ એવું કામ કરી લેવું જોઈએ કે જેથી પરિણામે આત્મહિત થાય. માણસ ઘણુંખરું તાત્કાલિક લાભ તરફ જુએ છે, પણ વાસ્તવિક રીતે પરિણામે થતા લાભ તરફ જેવું જોઈએ. એક સ્ત્રી પર બળાત્કાર કરનારને કદાચ પાંચ મિનિટ સુખ લાગે, પણ પછી દશ વરસ સુધી જેલજાત્રા કરવી પડે અથવા જીવન પર્યત દેશપાર થવું પડે તેનું નામ સુખ ન જ કહેવાય. આ આપણું ક૯પી લીધેલું સુખ ઉક્ત પ્રકારનું છે, માટે તે હકીકતનું સ્વરૂપ વારંવાર સમજી પરિણામ તરફ, લાંબી દષ્ટિએ, જોવાની ટેવ પાડવી, વધારે વિચાર કરવાથી જણાશે કે દાન, શીલ, તપ, ભાવ, સંયમ, ધૃતિ, કષાયત્યાગ વગેરે આ કટિમાં આવે છે, તેથી સુજ્ઞ માણસે તેના તરફ લક્ષ્ય આપવું. આ પ્રમાણે જે તું નહિ કરે તે પણ આયુઃસ્થિતિ પૂરી થયે મૃત્યુ તે તેના દેર તારા ઉપર ચલાવશે અને પછી તું કઈ ગતિમાં જઈશ? કયા સ્થાનકે જઈશ? ત્યાં શું કરી શકવાને શક્તિમાન રહીશ? એ કાંઈ કહી શકાય નહિ; કારણ કે તારા હાથમાં તે વાત રહેશે નહિ; તું પરતંત્ર થઈ જઈશ. માટે જે સ્વતંત્ર રહેવા ઈરછા હોય તે પુરુષાર્થ વડે બધી તૈયારી મૃત્યુ પહેલાં કરી લેવી જોઈએ. મૃત્યુ એ વિભાવદશા છે, પણ વિભાવ દશા એ હાલ સ્વભાવદશા થઈ પડી છે. સુજ્ઞનું કામ એ છે કે તેણે કદી પણ મરણથી ડરવું નહીં, કારણ કે વહેલા-મોડા મરવું તે છે જ. તેમ જ તેણે મૃત્યુની ઈરછા પણ રાખવી નહિ. સંસારથી કંટાળેલા અજ્ઞ પ્રાણીઓ મનમાં ઈચ્છે છે કે આના કરતાં મારી ગયા હોઈએ તે છૂટકે થાય, પણ બિચારાને ખ્યાલ આવતો નથી કે મરણ પછી કયાં પલંગ ઢાળી રાખ્યા છે? (અને ઢાળી રાખ્યા હોય તે પણ તે તેને માટે?) એવી * Sec. 376 Indian Penal Code, અ, ૨૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] અધ્યાત્મકપર્ફોમ રીતે મરણુથી ડરવુ* તૈયાર રહેવુ', એટલે તેમ, તૈયાર રહેવુ. આ [ મ નહિ, ભરણુ ઈચ્છવુ' નહિ. પણ તેને માટે દરેક વખતે ધાર્મિક કાર્યો કરી, જેમ પરગામ જવાનું ભાતું બાંધી રાખે છે પ્રમાણે કરનારને મૃત્યુસમયે દુઃખ થતું નથી, પશ્ચાત્તાપ કરવા પડતા નથી અને સમાધિમાં કાળ કરીને તે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરે છે. (૧, ૨ : ૧૨૫, ૧૨૬) આત્માની પુરુષાની સિદ્િ त्वमेव मोग्धा * मतिमांस्त्वमात्मन् ! नेष्टाप्यनेष्टा सुखदुःखयोस्त्वम् । दाता च भोक्ता च तयोस्त्वमेव, तच्चेष्टसे किं न यथा हिताप्तिः १ ॥ ३ ॥ ( उपजाति ) “હું આત્મન્ ! તું જ મુગ્ધ ( અજ્ઞાની ) છે અને તું જ જાણકાર; સુખની વાંછા કરનાર અને દુઃખના દ્વેષ કરનાર પણ તું જ છે અને સુખ-દુઃખને દેનાર અને ભાગવનાર પણ તું જ છે; ત્યા રે તને પાતાને હિતની પ્રાપ્તિ થાય તેવેા પ્રયાસ શા માટે કરતા નથી ?” (૩) વિવેચન—ઉપરના લેાકમાં પરિણામહિત માટે યત્ન કરવા ભલામણ કરી, પણ શિષ્ય શંકા કરે છે કે ચત્ન તા દેવાધીન છે, માટે અમારે કેવી રીતે પરિણામહિત માટે યત્ન કરવા ? તેને ગુરુ કહે છે કે હે શિષ્ય ! આ આત્મા જ અજ્ઞાની છે અને જ્ઞાની છે, એટલે જ્યાં સુધી તેને જ્ઞાનાવરણીય કર્માં લાગેલાં છે, ત્યાં સુધી તે અજ્ઞાની છે અને તે ખસેડી નાખવાથી જ્ઞાની થાય છે. સુખને તે પસંદ કરે છે અને સર્વ સ ંજોગામાં દુઃખને તે ધિક્કારે છે, તે સુખદુ:ખને પેદા કરનાર પણ પાતે જ છે. કારણ કે સુખદુઃખની પ્રાપ્તિ કખ ધ પર આધાર રાખે છે. આ હકીકત બતાવે છે કે કર્યા કર્યાં ભાગવ્યા વગર છૂટકા નથી. આ વિચારથી સમજવાનું એમ નથી કે નિરાંતે કર્મી પર નજર રાખી બેસી રહેવું. આ વિચારનું પરિણામ એ હેવુ જોઇએ કે નવાં કર્મી ન કરવાં અને પૂર્વે કરેલાં કર્મી આત્માથી છૂટાં પડે (નિર્જરા થાય) એવા પ્રકારના પ્રયાસ કરવા. Y કેટલાકેા ધારે છે કે જૈનીએ કમ વાદી છે, પણ તે ખરાખર નથી. પ્રાણીએ પુરુષાર્થ કરવા અને તેમાં કૂત્તેહ ન થાય તેા સમજવું કે ‘ક અનુકૂળ નથી.’ આ જૈન શાસ્રના મુખ્ય સિદ્ધાંત છે, પણ લેાકેા તે ભૂલી જવા લાગ્યા છે અને ભૂલથી જૈનને કમ વાદી માનવા લાગ્યા છે. જો તેએ કેવળ કર્મવાદી હાય તા કદી પણ મેાક્ષે જઈ શકે નહિ; વ્રતાદિક અનુષાનેાનુ... ફરમાન પણ્ પુરુષાર્થને અંગે જ છે, કમને વશ પડેલા જીવ કેવળ કર્મવાદના હઠથી મુક્ત થઈ શકે નહિ; પુરુષાર્થ વગર સર્વથા કની પ્રચુરતા હોય ત તેના નાશ થઇ શકે જ નહિ; પુરુષાર્થ વગર સથા કક્ષય થવા સ`ભવિત છે અને માક્ષ માનનાર જૈનો પુરુષાર્થથી કર્મના સવથા ક્ષય માને છે તેથી તેએ એકાંત કમ વાદી નથી એ સમજાય તેવું છે. શ્રી સુનિસુંદરસૂરિ મહારાજ તેટલા માટે પ્રખળ પુરુષાથ ફારવવાની ભલામણ કરે છે. ટીકાકારશ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાઠે ટાંકીને બતાવે છે કેઃ— * મનિતા કૃતિ વા વાટ, માતા દ્દત્યર્થઃ ( Page #259 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યપદેશ अप्पा नइ वेयरणी, अप्पा मे कुडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ॥ મારી આત્મા વૈતરણી નદ્દી છે અને તે જ શામલી વૃક્ષ છે. વળી, તે જ કામદુઘા ગાય છે અને તે જ ન'નવન છે.” સારા સંજોગા નિષ્પન્ન કરવાની શક્તિ ધરાવનાર મહાન આત્માઓનાં ચિત્રા જગવિખ્યાત છે. (૩૬ ૧૨૭) [ ૧૮૭ લેાકરજન અને આત્મરજન कस्ते निरञ्जन ! चिरं जनरञ्जनेन, धीमन् ! गुणोऽस्ति परमार्थदृशेति पश्य । तं रज्जयाशु विशदैश्चरितैर्भवाब्धौ, यस्त्वां पतन्तमबलं परिपातुमीष्टे ||४|| (वसन्ततिलका) “ હેનિલે પ ! હે બુદ્ધિમાન ! લાંબા વખત સુધી જનર ંજન કરવાથી તને કયા લાભ થશે તે પરમાર્થ દૃષ્ટિથી તુ જો; અને વિશુદ્ધ આચરણ વડે તું તાતેનુ' (ધમનું) રંજન કર કે જે બળ વગરના તારા આત્માનું સ’સારસમુદ્રમાં પડતાં રક્ષણ કરવાને શક્તિમાન હાય.” (૪) વિવેચન—તારે સારાં સારાં કપડાં પહેરી કે મીઠાં મીઠાં ભાષણા કરી લેાકાને રીઝવવાના નકામા ઠઠારા શા માટે કરવા પડે છે ? વળી, તારે સૌંસારમાં મસ્ત રહી વૈરાગી હાવાના દભ કેાને માટે કરવા પડે ? તું જરા વિચાર કર કે તને તેથી જરા પણુ લાભ છે? જેએ જરા વિચારણા કરે છે તેઓ સમજી શકે છે કે જનરંજન નકામુ` છે. ત્યારે કરવું શું? એવા પ્રકારનું રંજન કરવું કે જેથી આવતા ભવ સુધરે અને અત્યારે પણ આત્મા પ્રસન્ન થાય. આ ઉપાયના સમાવેશ આડંબરરહિત ધમ કરવામાં સમાય છે, એટલે કે શુદ્ધ વર્તન, ક્રૂરજનું યથાસ્થિત ભાન તેમ જ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાનાં સાધનરૂપ દાન, શીલ, તપ, ભાવ, ધ્યાન, ધૃતિ, દયા, સત્ય વગેરેનું આચરણ કરવામાં સમાય છે. આવાં ર્જનથી સર્વ પ્રકારના લાભ થાય છે એમ મન કબૂલ કરશે. શ્રીમદ્ યશે।વિજયજી મહારાજ શ્રી મલ્લિનાથજીના સ્તવનમાં કહે છે કે રજન એ પ્રકારનાં છે : એક લેાકરજન અને બીજી લાકોત્તર 'જન. આ એમાં શુ કરવા યાગ્ય છે ? ભરત ચક્રવતીના મનમાં પણ આ જ સવાલ થયા હતા. ચક્રરત્નની પ્રથમ પૂજા કરવી કે પિતાશ્રીને કેવળજ્ઞાન મહોત્સવ પ્રથમ કરવા ? આવા પરસ્પર ગૂ'ચવણવાળા સવાલે (questions of relative duties) દુનિયામાં આપણને ઘણીવાર મૂંઝવે છે, ઉપાધ્યાયજી તા કહી ગયા છે કે ‘રીઝવવા એક સાંઈ, લાક તે વાત કરેરી,' લેાકો ગમે તેમ વાતા કરે પશુ આપણે તેા સાંઈને-પ્રભુને રીઝવવા છે, એટલે કે લેાકેાત્તર રંજન કરવુ' છે, આવું જ્યારે મનનું વલણ થાય ત્યારે આત્મા સિદ્ધ સન્મુખ થઈ જાય છે. આ જમાનામાં દેખાવ કરવાનું કામ વધતું જાય છે, શ્રાવકો શ્રાવકધના આચારના દેખાવ માત્ર કરે છે, તેમને અત્ર ઉપદેશ છે; તેવી જ રીતે યતિ, ગોરજી અને સાધુને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] અધ્યાત્મક૯પમ | [ દશમ પણ ઉપદેશ છે. લેકોને દેખાડવા , મુહપત્તિ રાખવાં અને મોટાં મોટાં વ્યાખ્યાને આપવાં અને પ્રચ્છન્નપણે ગમે તેવી આચરણ કરવી તે પેટભરાપણું અથવા નરકગામીપણું બતાવે છે. બધી વાતનું તાત્પર્ય એ છે કે હાથીની જેમ બે પ્રકારના દાંત રાખવા નહિ; લોકોને દેખાડવાનું વતન જુદું અને વાસ્તવિક વર્તન જુદું, એમ ન રાખવું. દંભ દૂર કરે. સાધુ કે શ્રાવક તરીકે ઓળખાતા દરેકે આ લૈક વિચારવા જેવું છે. સમ્યકત્વવાળા અથવા વિરતિવાળા પ્રાણીને ભાવી નિર્લેપતાથી નિર્લેપ એવી રીતે સંબંધી શકાય; તેથી જ શ્લોકમાં નિરંતર એવું સંબોધન આપ્યું છે અને કોમળ આમંત્રણે બેલાવવાથી જીવનું મન પ્રસન્ન થાય છે અને સાંભળવા તત્પર બને છે, તેટલા માટે બુદ્ધિમાન એવું સંબોધન આપ્યું છે. (ટીકાકાર) જૈન શાસ્ત્રકારે વસ્તુની પ્રરૂપણું કરતાં બે નયમાંથી કઈ પણ એક નયની મુખ્યતા રાખી પ્રરૂપણા કરે છે. કઈ જગ્યા પર વ્યવહારની મુખ્યતા હોય છે અને કેઈક જગ્યા પર નિશ્ચયની મુખ્યતા હોય છે. તેમાં વ્યવહારની અપેક્ષાએ જોકે આ જીવ નિરંજન નથી પણ નિશ્ચયની અપેક્ષાએ આ જીવ નિરંજન જ છે, કારણ કે કોઈ પણ અસત્ વસ્તુની ઉત્પત્તિ નિશ્ચયનય માનતો નથી ને તેથી જ નિશ્ચયના મત પ્રમાણે કોઈ અજ્ઞાની કે મિથ્યાત્વી જીવ જ્ઞાન કે સમ્યકત્વને પામતો નથી, પણ જ્ઞાની સમ્યકત્વી જ તેને પામે છે, અર્થાત્ જે સત્તારૂપે અમલ હેય તે આવિર્ભાવરૂપે થાય છે, એમ તેની માન્યતા છે. તે માન્યતાને આધારે જ અત્રે ઉપદેશ્ય જીવને નિરંજન એવા સંબંધનથી બેલાવે છે. વ્યવહારનયની અપેક્ષાએ તે આ જીવ મલિન છે, માટે “હે નિરંજન!” એમ સંબંધન તેને થાય નહિ. (૪; ૧૨૮) મદત્યાગ અને શુદ્ધ ભાવના विद्वानहं सकललब्धिरहं नृपोऽहं, दाताहमद्भुतगुणोऽहमहं गरीयान् । इत्याद्यहङ्कतिक्शात्परितोषमेषि, नो वेत्सि किं परभवे लघुतां भवित्रीम् ॥५॥ (घसंततिलका) હું વિદ્વાન છું, હું સર્વ લબ્ધિવાળો છું, હું રાજા છું, હું દાનેશ્વરી છું, હું અદ્દભુત ગુણવાળો છું, હું મોટો છું--આવા આવા અહંકારને વશ થઈને તું સંતેષ પામે છે, પણ પરભવમાં થનારી તારી લઘુતા શું તું જાણતો નથી ?” (૫) - વિવેચન–સર્વ લબ્ધિ એટલે પંડિત પદપ્રાપ્તિ અથવા ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર, વ્રતપ્રાપ્તિ અથવા આમર્ષ ઔષધિ વગેરે લબ્ધિની પ્રાપ્તિ.” (ટીકાકાર). આ જીવને દરેક બાબતમાં હું અને હુની જ વાત છે, એને નથી દુનિયાના નિયમનું ભાન કે નથી કર્મનો સિદ્ધાંતનું જ્ઞાન. એ તો જરા સારું કામ થશે કે મેં કર્યું, એમ કહી ઝુકાવી પડશે અને જે બરાબર ન થયું તે, કર્મ વગેરેને ઠપકે આપશે. આ અહં. ભાવ એ જ સંસાર છે અને તેટલા માટે જ ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે “અહં અને મમ એ મંત્ર જગતને અંધ કરનાર છે.” આ અહંભાવ મટાડવો એ બહુ અગત્યનું કામ Page #261 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વાગેપદેશ [ ૧૮૯ છે. જેઓ ચાલુ જમાનાના મોહક પ્રવાહમાં ફસાઈ, આ મોટા દુર્ગુણ (પણ જમાનાએ માનેલા સદ્દગુણ)માં ફસી પડે છે, તેઓ બન્ને ભવ બગાડે છે. આ ભવમાં હંમેશાં અસંતોષ રહ્યા કરે છે, કારણ કે દરેક વાત પિતાની ધારી થતી નથી અને શાસ્ત્રકાર કહે છે કે આવતા ભવમાં અહંકૃતિ કરેલી બાબતમાં જ હીનતા પ્રાપ્ત થાય છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજ યોગશાસ્ત્રમાં લખે છે કે -- जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतेः कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ “જાતિ, લાભ, કુળ, એશ્વર્ય, બળ, રૂપ, તપ અને જ્ઞાનને મદદ કરવાથી પ્રાણી તેજ બાબતમાં હીન થાય છે (૫; ૧૨૯) તને મળેલી જોગવાઈ वेत्सि स्वरूपफलसाधनवाधनानि, धर्मस्य तं प्रभवसि स्ववशश्च कर्तुम् । तस्मिन् यतस्व मतिमन्नधुनेत्यमुत्र, किश्चित्त्वया हि न हि सेत्स्यति भोत्स्यते वा ॥६॥ (ાસત્તતિસ્ત્રા) તું ધર્મનું સ્વરૂપ, ફળ, સાધન અને બાધક જાણે છે અને તું સ્વતંત્ર હોઈને ધર્મ કરવાને સમર્થ છે. તે માટે તું હમણાં જ (આ ભવમાં જ) તે કરવા યત્ન કરે; કારણ કે આવતા ભવમાં તારાથી કાંઈ પણ સિદ્ધ થઈ શકશે નહિ અથવા જાણી શકાશે નહિ.” (૬) વિવેચન-ધર્મનું સ્વરૂપ શ્રાવકધર્મ અથવા સાધુધર્મનું સ્વરૂપ. ધર્મનું ફળ–પરંપરાએ મોક્ષ અને તાત્કાલિક નિર્જરા અઘૂવા પુણ્યપ્રાપ્તિ. સાધન–ચાર અનુગ, અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે અથવા ચાર વસ્તુઓ મળવી બહુ દુર્લભ છે. મનુષ્યપણું, ધર્મશુતિ, શ્રદ્ધા અને સંયમમાં વિર્ય. બાધક–કુજન્મ, કુક્ષેત્ર, પ્રતિકૂળ દ્રવ્ય, પ્રમાદ વગેરે. આ સર્વ તું જાણે છે, એટલે તને ધર્મનાં સાધન અને અંતરાયની ખબર છે, તેમ જ તેનું સ્વરૂપ અને તે કરનારને ફળ શું મળે છે તે પણ જાણે છે. વળી, તું સ્વતંત્ર છે. જ્યારે પરમાધામીને વશ થઈશ ત્યારે તો તારાથી કાંઈ બની શકશે નહિ, પરંતુ અત્યારે તે તારે ઘણી સારી જોગવાઈ પ્રાપ્ત થઈ છે કે જે બીજે મળી શકે તેમ નથી. આ આર્ય દેશ, ગુરુની સતત જોગવાઈ, સિદ્ધિક્ષેત્ર (શત્રુજય)નું સાંનિધ્ય, રાજકર્તાની ધર્મ સંબંધમાં સર્વ પ્રકારની છૂટ અને લોકમાં ધમને પુનરુદ્ધાર કરવાની ઈચ્છા ઃ આ સર્વસામાન્ય જોગવાઈ અને તે ઉપરાંત શરીરસંપત્તિ, વિદ્યાભ્યાસ, ધર્મરુચિ વગેરે તને જે ખાસ લાભ મળ્યા હોય, તે સમજી લઈને આ ભવમાં કાંઈ કર. જેમ વ્યવહારમાં * આ સંબંધી વિશેષ હકીકત સાતમા કષાય અધિકારમાંથી મળશે. અને બાકી તે રાવણ, બાહુબલ, સ્થૂલિભદ્ર, સનકુમાર વગેરેનાં દષ્ટાંતો પ્રસિદ્ધ છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ શમ નામ કાઢવાની ખરજ આવે છે, તેમ ધર્મીમાં નામ કાઢવાની ખરજ આવે તેમ કર, તારા પેાતાના આત્મહિત માટે, તારી કામ માટે, તારા દેશ માટે, મનુષ્યસમૂહ માટે, આખી સૃષ્ટિ માટે તારાથી અને તે કર. કાંઈ ન અને તે તું જે સ ંજોગામાં મુકાયલા હૈ। તેમાં ઉત્તમ રીતે તારા પાઠ ભજવ. તુ' આવતા ભવ ઉપર આધાર રાખતા હૈ। તા તારી ભૂલ છે, કારણ કે ત્યાં તને આવી જોગવાઇ મળશે કે નહિ એ કહી શકાય નહિ; અને વળી, તારી જવાબદારી કે ફરજ શું છે તેનું જ્ઞાન અને વિવેક ત્યાં તને રહેશે કે નહિ તે પણ કહી શકાય નહિ; માટે આ સારી જોગવાઈના લાભ લેવા તું યત્ન કર. ચિટ્ટાન ૪જી મહારાજ બરાબર એ જ મતલબનુ' ગાન રેડે છેઃ— ચેતન ચાર ગતિમાં નિશ્ચે, માક્ષદ્વાર એ કાયા કરત કામના સુર પણ ચાકી, જીનકુ` અન`લક માયા રે, પૂરવ પુષ્ય ઉત્ક્રય કરી ચેતન, નીકા નરભવ પાયા રે, રહિરિ જીમ રતન ખાણુ તિમ, ગુણ સહુ યામે સમાયા રે, હિમા મુખથી વરત જાકી, સુરપતિ મન શકાયા હૈ... ।। પૂરવ૦ યા તન વિષ્ણુ તિહુ કાલ કહેા કિન, સાચા સુખ નિપજાયા રે, અવસર પાય ન ચૂક ચિદાનંદ, સતગુરુ યુ· દરસાયા રે. ॥ પૂરવ૦ (૧૩૯) ધર્મ કરવાની આવશ્યકતા; તેથી થતા દુ:ખય धर्मस्याक्सरोऽस्ति पुद्गलपरावर्तैरनन्तैस्तवा यातः सम्प्रति जीव ! हे प्रसहतो दुःखान्यनन्तान्ययम् । स्वल्पाहः पुनरेष दुर्लभतमास्मिन् यतस्वार्हतो, धर्म कर्तुमिमं विना हि नहि ते दुःखक्षयः कर्हिचित् ॥ ७ ॥ ( शार्दूलविक्रीडित ) હું ચેતન ! બહુ પ્રકારે અનેક દુઃખા સહન કરતાં કરતાં અનંતા પુદ્દગલપરાવર્તન કર્યા પછી હાલમાં તને આ ધર્મ કરવાના અવસર પ્રાપ્ત થયા છે; તે પણ થાડા દિવસ ચાલશે. અને ફરી ફરીને તેવે અવસર મળવેા મહામુશ્કેલ છે; માટે ધર્મ કરવામાં ઉદ્યમ કર. આ વગર તારાં દુઃખને કદી પણ અંત થશે નહિ.” (૭) વિવેચન—અનંત દુઃખ ખમતાં અને અનંત કાળ ગયા પછી, કુદરતી રીતે નદીના પ્રવાહમાં અથડાઈ અથડાઈને ગાળ થતા પાષાણના ન્યાયથી, આ જીવ મનુષ્યભવ પામે છે. એની દુર્લભતા કેટલી છે તે ઉપર સમજાઈ ગયુ` છે. એ મનુષ્યભવ પણ વળી બહુ થોડા વખત ચાલે છે. આ જમાનામાં મનુષ્યનુ' ઉત્કૃષ્ટ ૧૦૦ વર્ષનું આયુષ્ય ગણીએ, તે તેમાંથી પ્રથમનાં ૨૦ અને પછવાડેનાં ૩૦ વર્ષ લગભગ નકામાં છે. બાળપણામાં અન્નતા અને ૧. અભિલાષા. ૨. મનુષ્યકાયાની. ૩. અમાપ. ૪. રગિરિ. ૫. ઈંદ્ર. ૬. ભૂલ. ૭. બતાવ્યું. Page #263 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વેરાગ્યપદેશ [ ૧૦૧ વૃદ્ધાવસ્થામાં અશક્તિ આ વને નકામાં બનાવે છે. બાકીના મધ્યના વખતમાં બને તે કર. ફરી ફરીને આવી જોગવાઈ મળશે નહિ. જે અત્યારે ભૂલ્યો તે પાછા ફરીને જલદી ઠેકાણે પડીશ નહિ ધર્મ વગરનું જીવન એ નકામું જીવન જ છે. ધર્મ વગર દુઃખને નાશ થતો નથી અને ધર્મ પ્રાપ્તિ માટે ભાગે મનુષ્યભવમાં જ થઈ શકે છે, તેથી આ અવસરને લાભ લેવા કહ્યું છે. અનંત કાળનું સ્વરૂપ પાંચમા કર્મગ્રંથથી જાણી લેવું. પુદ્દગળપરાવર્તનનું સ્વરૂપ જાણવા જેવું છે. તેના દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી પ્રત્યેકના બાદર અને સૂક્ષમ ભેદ કરતાં આઠ પ્રકાર થાય છે. ઔદારિક, વૈક્રિય, તિજસ, કામણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મનોવણપણે ચૌદ રાજલોકનાં સર્વ પુદગળો પરિણમા એટલે પ્રત્યેક વર્ગણારૂપે દરેક પુદ્દગળપરમાણુ પરિ માવે ત્યારે દ્રવ્યથી બાદર પુદ્ગીપરાવર્તન થાય (કેઈક આચાર્યો પ્રથમની ચાર વર્ગણારૂપે સર્વ પુદ્દગળ પરિણુમાવવાનું કહે છે.) એ જ પુÉગળપરમાણુને પ્રથમ ઔદારિક વગેરણારૂપે ભગવે, ત્યાર પછી અનુક્રમે વિક્રિય વણારૂપે ભોગવે, યાવત્ મવર્ગણરૂપે ભગવે. તેમાં એક પરમાણુને ઔદારિક તરીકે ભગવ્યા પછી, વચ્ચે વૈક્રિયાદિક રૂપે ગમે તેટલા ભગવે તે ગણવા નહિ. એવી રીતે અનુક્રમે સાત વણપણે સર્વ પુદગળો ભગવાય ત્યારે દ્રવ્યથી સૂમ પુદગળપરાવર્તન થાય છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે. તે દરેક પ્રદેશને મરણથી સ્પર્શે ત્યારે ક્ષેત્રથી બાદર પુગળપરાવર્તન થાય છે. અને લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમસર એક પછી એક પ્રદેશે સ્પશર મરણ પામે, એમ સર્વ પ્રદેશને અનુક્રમે સ્પર્શ થાય ત્યારે ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગીપરાવર્તન થાય છે. આમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેને અનંતર પ્રદેશે મરણ થાય તે જ પ્રદેશ ગણા; બાકી અન્ય પ્રદેશેએ વચ્ચેના વખતમાં ગમે તેટલાં મરણ થાય તે પ્રદેશ ગણવા નહિ. ઉત્સર્પિણીના અને અવસર્પિણીના સર્વ સમયે આડાઅવળા મરણથી સ્પશે ત્યારે કાળથી બાદર પુદ્ગીપરાવર્તન થાય છે. અને, ઉપર બતાવેલી રીત પ્રમાણે, એક કાળચકેના પ્રત્યેક સમયને અનુક્રમે મરણ વડે સ્પશે, ત્યારે કાળથી સૂક્ષ્મ પુગીપરાવર્તન થાય છે. એમાં ઉત્સર્પિણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેના પછીના જ બીજા સમયે બીજી કઈ પણ ઉત્સર્પિણીમાં કાળ કરે તે જ ગણાય છે, વચ્ચેના મરણસમયે ગણતા નથી. કષાયના કારણથી જે અધ્યવસાય થાય તેને લીધે કર્મબંધ થાય છે. એ કર્મબંધમાં * આ વિષય વધારે પારિભાષિક (technical) છે. એ બરાબર સમજવા માટે ગુરુગમની જરૂર પડશે. કાંઈક જરૂરી હકીકત ઉપમિતિભવપ્રપંચાના પ્રથમ ભાગના ભાષાંતરમાં બતાવી છે. પ્રકાશક, શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ દશમ અહુ તરતમતા હોય છે. કષાય મંદ કે તીવ્ર હોય તેમ કર્મના અનુબંધમાં ફેર પડે છે. એનાં અસખ્ય સ્થાનેા છે અને તેથી અનુબંધસ્થાન પણ અસ`ખ્ય છે, પ્રાણીને જેવી જેવી જુદી જુદી વાસના તેટલા તેટલા જુદા જુદા અધ્યવસાય થાય છે અને તે પ્રત્યેકમાં તરતમતા હોય છે તેથી પ્રત્યેકનુ સ્થાન જુદું પડે છે. એ અનુષ‘ધસ્થાન અસંખ્ય સમજવાં, એ સર્વ અધ્યવસાયસ્થાનક આગળપાછળ ફરસીને પૂરા કરે ત્યારે ભાવથી માદર પુદ્દ ગળપરાવર્તન થાય છે; અને પ્રથમ અપકષાયાયરૂપ અધ્યવસાયે છતા મરણ પામે, ત્યાર પછી બીજા ગમે તેવાં સ્થાનકોએ મરણ પામે તે ગણાય નહિ, પણ ત્યાર પછી તેની અનંતરના અધ્યવસાયસ્થાનકે મરણ પામે તે જ ગણાય. એવી રીતે સર્વ અધ્યવસાયસ્થાનક એ અનુક્રમ પ્રમાણે ચાલતા કાળ કરે ત્યારે ભાવથી સૂક્ષ્મ પુશળપરાવન થાય છે. આ સ્વરૂપમાં ખાદર પુદ્દગળપરાવર્તનના ચાર ભેદ કહ્યા છે એ જરા ઠીક લાગશે. કારણ કે એમાં બહુ ઓછા ભવા કરવા પડે છે (પ્રમાણમાં), પરંતુ શાસ્ત્રકાર કહે છે કે, એ સમજવાથી સૂક્ષ્મ ભેદ ગ્રાહ્યમાં આવે તેથી જ બતાવ્યા છે. બાકી, આ જીવે જે અનંત પુદ્દગળપરાવર્તન કર્યાં અને હજી કદાચ કરશે તા તે સૂક્ષ્મ સમજવાં, હે જીવ! આ સ્વરૂપ વાંચીને વિચારતાં આખા આડે આવશે. આવાં અનંત પુગળપરાવર્તન તે કર્યાં છે અને જો ધર્મ નહિ કરે તે। તેવા અનતા પુગળપરાવર્તન સુધી હજી રખડવુ' પડશે, પણ ન રખડવુ એ તારા હાથની ખાજીના ખેલ છે; માટે ઊઠ, પ્રમાદ ત્યાગ કર, ધર્મ કર અને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કર ( ૭; ૧૩૧). અધિકારી થવા પ્રયત્ન કર गुणस्तुतीर्वाञ्छसि निर्गुणोऽपि सुखप्रतिष्ठादि विनापि पुण्यम् । अष्टाङ्गयोगं च विनापि सिद्धी - र्वातूलता कापि नवा तवात्मन् ||८|| ( उपजाति ) “તારામાં ગુણુ નથી તાપણુ તુ ગુણની પ્રશ'સા થતી સાંભળવા ઇચ્છે છે, પુણ્ય વગર સુખ અને આખરૢ ઇચ્છે છે, તેમ જ અષ્ટાંગ યાગ વગર સિદ્ધિઓની ” વાંછા રાખે છે. તારું વાયડાપણું. તા કાંઈ વિચિત્ર લાગે છે!” (૮) વિવેચન—આ જીવને એક એવી ટેવ પડી ગઈ છે કે પેાતાનામાં ન હેાય, તે ગુણેા હાવાના ફાંકા રાખવા, ગુણ વગર તે હાવાના દાવા કરવા, અથવા તે ગુણેા હોવાની સ્તુતિ થવાની ઈચ્છા રાખવી, એ મૂર્ખાઈ છે. તેવી જ રીતે પુણ્ય વગર શેઠિયા થઇને મેટરમાં ફરવાની કે માન–પ્રતિષ્ઠા મેળવવાની ઇચ્છા રાખવી તે ગેરવાજબી છે. દુનિયાનાં ભાગ્યશાળી પ્રાણીએ તે નથી જોયાં કે જેઓ જન્મે ત્યારથી તે મરે ત્યાં સુધી દુઃખના ખ્યાલ પણ કરી શકતાં નથી શ્રેણિક નામના રાજાને કરિયાણું ધારી શ્રેણિકને વખારે નાખા' એમ * અણિમા વગેરે આઠ સિદ્ધિ છે. જુઓ ધર્મરત્નપ્રકરણ પ્રથમ ભાગ તથા આદીશ્વરચરિત્ર, Page #265 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યઉપદેશ [ ૧૦૩ કહેનાર શાલિભદ્ર કેવા સુખી હશે? પણ પુણ્ય કર્યા વગર એવા સુખની આશા રાખવી એ મૂર્ખાઈ છે. વૃક્ષ વાવ્યા સિવાય ફલની આશા રાખવી વ્યર્થ છે. વળી, આ જીવ એવી વાંછાઓ નિરંતર કર્યા કરે છે તે દરેકને અનુભવસિદ્ધ હકીકત છે, પણ કારણ સેવ્યા વગર કાર્યને ઈરછવું તે તદ્દન મૂર્ખના ખેલ છે. સુખને નિરંતર ઇચ્છવું અને તેના કારણભૂત ધર્મને ન કરવો તે મૂર્ખાઈ નહિ તો બીજું શું? એને સુખ ક્યાંથી મળી શકે તેવી જ રીતે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિ એ અષ્ટાંગ દેગ (જેના સ્વરૂપ માટે જુઓ યેગશાસ્ત્ર +) વગર સિદ્ધિઓ મેળવવાની આશા રાખવી એ મૂર્ખાઈ છે. વાતનો સાર એ છે કે દરેક બાબતમાં હેશ રાખવાને બદલે તેના અધિકારી થવું જોઈએ. લક્ષ્મી એ દાસી છે અને તેના અધિકારી પાસે તે તદ્દન સહેલાઈથી આવે છે. જેમ ઉપરની ત્રણ બાબતની પ્રયાસ વગર ફેગટ વાંછા કરવી એ મૂર્ખાઈ છે, તેવી જ રીતે ધર્મ કર્યા વગર દુઃખક્ષયની આશા રાખવી, એ પણ વાયડાપણું છે એવું કદી બનતું જ નથી. અધિકારી થયા વગર વાંછા ન કરવી એ સામાન્ય નિયમ છે અને તે ઝીણી તથા મોટી દરેક બાબતમાં લાગુ પડે છે. (૮; ૧૩૨) પુયાભાવે પરાભવ અને પુણ્યસાધનનું કરણુયપણું पदे पदे जीव ! पराभिभूतीः, पश्यन् कीमीय॑स्यधमः परेभ्यः । अपुण्यमात्मानमवैषि किं न, तनोषि किं वा न हि पुण्यमेव ? ॥ ९॥ ( उपजाति) “હે જીવ ! પારકાએ કરેલ પિતાને પરાભવ જોઈને તું અધમપણે બીજાઓ તરફ શા માટે ઈર્ષ્યા કરે છે? તારા પિતાના આત્માને નિપુણ્યક (અપુણીઓ) કેમ સમજતો નથી? અથવા પુણ્ય કેમ કરતું નથી ?” વિવેચન–પિતાપણાનું માન ( self-respect) નામને કહેવાતે સદ્દગુણ પણ અહંકારની કટિમાં જ આવે છે. જ્યારે જીવ કઈ ઠેકાણે પરાભવ પામે છે ત્યારે પરાભવ કરનારની ઈર્ષ્યા કરે છે અથવા તેના પર ગુસ્સે થાય છે; પણ પિતાને આત્મા પરાભવ પામવાનો અધિકારી શા માટે થયે તેને વિચાર કરતું નથી. જરા વિચાર કરીશ તે સમજાશે કે પરાભવ પાપથી થાય છે અને તારા પિતાને આત્મા અપુણીઓ છે. તેથી જ તને પરાભવ પ્રાપ્ત થયે છે, માટે તારે બીજાની ઈર્ષ્યા કરવી તે અયોગ્ય છે. માત્ર સન્માન મેળવવા માટે પુણ્ય કરવું, એ અત્ર ઉદ્દેશ નથી, પણ કંઈનાથી પરાભવ થાય તે પ્રસંગે આ-રૌદ્રધ્યાન ન કરવાને અને અચૂકપણે પુણ્યાનુબંધી પુણ્યના હેતુભૂત વિશેષ ધર્મ કરવાને ઉપદેશ છે. (૯; ૧૩૩) * કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય અ-૨૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] અધ્યાત્મક ૫ક્રમ [ દશમ પાપથી દખ અને તેનું ત્યાજ્યપણું किमर्दयन्निर्दयमङ्गिनो लघून् , विचेष्टसे कर्मसु ही * प्रमादतः । એવશsણચંતાÁના સહાનત્તશsધ્યાયમન મરે ? | (વંરાથવિટ) તું પ્રમાદથી નાના છને પીડા આપવાના કર્મમાં નિર્દયપણે શા માટે પ્રવૃત્તિ કરે છે? પ્રાણી બીજાને જે પીડા એક વાર પણ નીપજાવે છે, તે જ પીડા ભવાંતરમાં તે અનંત વાર ખમે છે.” (૧૦) વિવેચન—ઉપરના બે શ્લેકમાં પુણ્ય કરવાને ઉપદેશ આપ્યો અને તેને આદરવાથી લાભ છે એ બતાવ્યું. હવે પાપનું ત્યાજ્યપણું બતાવે છે. પાપ કરતી વખતે જ જાણે મન પ્રથમ તે પાછું હઠે છે, પણ ઘણા કાળના થયેલા સ્વભાવને લીધે પાછું તે માઠા વિકારને વશ થઈ જાય છે. ખૂન કરનારને એક વખત અટકવાનું મન થાય છે, તેવી જ રીતે પરસ્ત્રી સેવનારને પણ થાય છે. આવી રીતે આત્માની શુદ્ધ સ્થિતિને ભાવ દેખાય છે, પણ તેને ઉપર ત્યાર પછી મનોવિકારના તરંગો ઊઠે છે એટલે શુદ્ધ ખ્યાલ (Conscience) નાશ પામી જાય છે અને પાપ લેવાય છે. હવે આવી રીતે પા૫ સેવનારને પરભવમાં ઘણું વેઠવું પડે છે. શાસ્ત્રકાર કહે છે કે બીજાને જે પ્રકારની પીડા નિપજાવી હોય તેનાથી આકરી પીડા તે નિપજાવનારને અનેક વાર સહન કરવી પડે છે. વીર પરમાત્માના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણિ કહે છે કે – वहमारणअब्भक्खाणदाणपरधणविलोवणाईणं । सव्वजहण्णो उदओ, दसगुणिओ इक्कसि कयाण ॥ तिव्ययरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥ અર્થ—“લાકડી વગેરેને પ્રહાર કરે, પ્રાણ-વ્યારે પણ કરવું, જૂઠું કલંક દેવું અને પરધનનું હરણ કરવું વગેરે એક વાર કર્યાને જઘન્ય ઉદય પણ દશ વખત તે થાય છે અને તીવ્ર પ્રઢષથી કરેલ હોય તો સે, હજાર, લાખ, કોડ અને ક્રોડાકોડ વાર પણ ઉદય થાય છે.” આમ કેમ બને? અને આમાં ન્યાય ક્યાં રહ્યો? એમ સામાન્ય જનના મનમાં પ્રશ્ન થાય છે. તેને પણ ખુલાસો છે. પાંચ રૂપિયાની ચોરી કરનારને દંડ કેટલો છે? પાંચ મિનિટ બળાત્કારે વિષયસુખ ભેગવનારને કેટ કેટલાં વર્ષની સજા કરે છે? અમુક પાપ વખત દ્રવ્ય ઉપર બંધાતું નથી, પણ તે વખતે તે પાપકર્મ કરવામાં તીવ્રતા કેવી છે તે પર તેને રસબંધ પડે છે. આ ટૂંકી વાતમાંથી બહુ સાર લેવા જેવો છે. પાપકર્મથી નિરંતર કરતા રહેવું અને ક્ષણિક સુખની ખાતર પાપકર્મ સેવવું નહિ. * પ્રમાતા ને બદલે કવચિત ત; પાઠ છે, તેને અર્થ પણ સારે છે. - - - Page #267 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યેાપદેશ [૧૯૫ હંમેશાં પાપકમ કરતી વખતે વિચારવું કે સામા પ્રાણીની જગ્યાએ આપણે હાઇએ અને આપણુ· મન સાવધાન હોય તે આપણને કેવું લાગે ? પાપ ન કરવું એ જ આ જિંદગીનું સાર્થક છે. અનત કાળથી સસારમાં નવા નવા જન્મ લઈ આંટા માર્યો કરે છે, તેમ આ મનુષ્યજન્મ પણુ એક આંટો માત્ર થઈ જશે, એવી જેને બીક લાગતી હાય તે પાપાચરણ કરે જ નહિ. પાપ કાને કહેવાં તે શેાધવુ... મુશ્કેલ નથી. કેટલીક વાર સૂક્ષ્મ બાબતમાં શકા પડે તે વિદ્વાનાને પૂછી ખુલાસેા કરવા અને સામાન્ય વ્યવહાર માટે તે અઢાર પાપસ્થાનકાનું સ્વરૂપ યથાસ્થિત સમજવુ. જૈન શાસનનુ` મ`ડાણ જીવની દયા પર છે, તેથી અત્ર એ શ્લેાકમાં દયા રાખવી, એ મુખ્ય ઉપદેશ છે અને તે પ્રમાણે સર્વ પાપાને માટે સમજી લેવું. (૧૦૬૧૩૪) પ્રાણીપીડા; તેનુ' નિવારણ કરવાની જરૂર यथा सर्पमुखस्थोऽपि भेको जन्तूनि भक्षयेत् । तथा मृत्युमुखस्थोऽपि, किमात्मन्नर्दसेऽङ्गिनः १ ॥। ११ ॥ ( अनुष्टुप ) “ જેમ સર્પના મુખમાં રહ્યા છતાં પણ દેડકાં અન્ય જતૂનુ` ભક્ષણ કરે છે, તેમ હે આત્મન્ ! તું મૃત્યુના મુખમાં રહ્યો થકી પ્રાણીઓને કેમ પીડા આપે છે?” (૧૧) વિવેચન—અહી’ બેસી રહેવાનુ હોય તા તા જાણે ઠીક, પણ આશા ત માટા ડુંગર જેટલી છે અને મરવું પગલાની નીચે છે. તેમાં કાળ કથારે આવશે તે પણ તે જાણતા નથી, છતાં એક ઘડી પણ નિરાંતે બેસતા નથી; ચાતરફ ધમાધમ કરી મૂકે છે. એક તરફ ગાડી દોડાવે છે, તે ખીજી તરફ નાચ નચાવે છે. આમ પ્રવૃત્તિ અને મોજશેાખમાં, વિષય અને કષાયમાં, અપ્રામાણિકપણામાં અને અભિમાનમાં, આવ્યા છે તેમ જ ખાલી હાથે ચાલ્યા જાય છે, અરે ! કાળના એક સપાટામાં ઊધા પડનાર મેાક્ષાભિલાષી પ્રાણી ! જરા ચેત, પાપાચરણ કરવાની બીક રાખ અને સૌંસારની વાસ્તવિક સ્થિતિ શી છે તેના વિચાર કર ! સપના મેઢામાં પડચો છે, ચવાઈ જવાની એક ઘડીની વાર નથી, તે વખતે પણ દેડકા જીવડાં ખાય છે. આવુ' અજ્ઞાન કેાઈનું હાય ! પણ તારુ' છે! વિચારી જોજે. (૧૧; ૧૩૫ ) માની લીધેલુ' સુખ, તેનુ પરિણામ आत्मानमल्पैरिह वञ्चयित्वा प्रकल्पितैर्वा तनुचित्तसौख्यैः । " માધમે લિન ! સાળિ, સૌગતિ દ્વી નારવુવારીન્ ॥ ૨૨ ૫ (૩૫જ્ઞાતિ) “હું મનુષ્ય ! થાડાં અને તે પણ માની લીધેલાં શરીરનાં અને મનનાં સુખ વડે આ ભવમાં તારા આત્માને છેતરીને અધમ ભવામાં સાગરોપમ સુધી નારકીનાં દુઃખા સહન કરીશ.” Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬]. અધ્યાત્મકલ્પમ [ દશમ વિવેચનસુખ શું? તેનો ખ્યાલ છે? સામાન્ય માણસની નજરમાં કેટલીક વાર પાપાચરણ કરનારા માણસે સુખી દેખાય છે, તેને અત્ર ખુલાસે કરે છે. પાંચ-પચાસ હજાર કે લાખ રૂપિયા મળે તેને સુખ કહેતા હે તે, તે પણ થોડો વખત જ ચાલે છે. અને જેને તમે સુખ કહે છે, તે સુખ નથી પણ માની લીધેલું સુખ છે. બરાબર વિચાર કરજે કે એમાં સુખ શું ? જુઓ દુનિયાનો સર્વે અનુભવ લઈ રાજર્ષિ ભર્તુહરિ પણ લખે છે કે – तृषा शुष्यत्यास्ये पिबति सलिल स्वादु सुरभि, क्षुधातः सशालीन्कवलयति शाकादिवलितान् । प्रदीप्ते रागाग्नौ सुदृढतरमाश्लिष्यति वधू, प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ જ્યારે તરસથી ગળું સુકાઈ જતું હોય ત્યારે ઠંડું પાણી પીને હાશ કરે છે, પણ એમાં સુખ શું? ભૂખથી પીડાય છે ત્યારે ચોખા, શાક વગેરે ખાય છે, પણ એમાં સુખ શું? રાગાગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે સ્ત્રીને સંગ કરે છે, તેમાં સુખ શું? વ્યાધિના ઔષધને આ જીવ ભૂલથી સુખ માને છે. જરા વિચારે તે માલુમ પડશે કે એમાં સુખ જેવું કાંઈ છે જ નહિ. આવા માની લીધેલા સુખના ખોટા ખ્યાલમાં ફસાઈને આ જીવ મહામાઠાં કર્મો બાંધીને અર્ધગતિ પામે છે. આ બધાંનું કારણ માત્ર એક જ છે કે વાસ્તવિક સુખ શું છે? પૌદ્દગલિક સુખ કેવું છે? કેને છે? કેટલું છે? ક્યારે છે? શા માટે છે? શા પરિણામવાળું છે?—તેને પૂરતો વિચાર કરતે નથી વિચાર કરનારાઓ નિવાર્થ બુદ્ધિથી કહેવા આવે છે તે તે ધ્યાનપૂર્વક સાંભળતો નથી અને સંસાર વમળમાં ફસાયા કરે છે. પરિણામે અસંખ્ય વર્ષે થતા એક પોપમ જેવા દશ કેડીકેડી પલ્યોપમથી થતા એક સાગરેપમ જેવા અનંતા સાગરે પમ સુધીને કાળ નરક નિગોદમાં કાઢે છે. અનંત કાળ પરિભ્રમણ કરતાં કંઈક જ વાર મનુષ્યભવ મળે ત્યારે આવી રીતે હારી જાય છે અને પછી બાકીને કાળ સંસારમાં રખડ્યા કરે છે. સાગરોપમનું બરાબર પ્રમાણુ પ્રવચનસારોદ્ધાર ગ્રંથથી જાણું લેવું. અત્ર તે પ્રસ્તુત એટલા માટે છે કે એક બાજુએ આ ભવનું શેડું સુખ મૂકવું અને બીજી બાજુએ તેના પરિણામે સહન કરવાનું નારકી તથા નિગોદનું અત્યંત દુઃખ કેટલાં વર્ષો સુધી સહેવું પડશે તે મૂકવું. સમજવું હોય તેને તે આ ઉપદેશ બરાબર વિચારવા લાગ્યા છે. (૧૨; ૧૩૬) પ્રમાદથી દુખ : શાસ્ત્રગત દષ્ટાંત उरभ्रकाकिण्युदबिन्दुकाम्रवणित्रयीशाकटभिक्षुकाद्यैः । निदर्शनींरितमर्त्यजन्मा, दुःखी प्रमादैबहु शोचितासि ॥९३ ॥ ( उपजाति ) “પ્રમાદે કરીને હે જીવ! તું મનુષ્યભવ હારી જાય છે અને તેથી દુઃખી થઈને Page #269 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યપદેશ [ ૧૯૭ બેકડે, કાકિણી, જળબિંદુ, કેરી, ત્રણ વાણિયા, ગાડું હાંકનાર, ભિખારી વગેરેનાં દૃષ્ટાંતેની પેઠે તું બહુ દુઃખ પામીશ.” વિવેચન–પ્રમાદથી આ જીવ મનુષ્યભવ હારી જાય છે અને દુઃખી થાય છે તે આપણે જોઈ ગયા. નીચેનાં દૃષ્ટાંતે શ્રી ઉત્તરાધ્યયન વગેરે મૂળ સૂત્રોમાં આવેલાં છે, તેમાં મનુષ્યભવ હારી ગયા પછી કે પશ્ચાત્તાપ થાય છે અને તે ભાવ ફરી મેળવે કેટલે મુશ્કેલ છે તે બતાવ્યું છે. આ દષ્ટાંતો ખાસ મનન કરવા યોગ્ય છે, ટીકાકાર કહે છે કે “પ્રમાદના પરવશપણાથી આ જીવ સુકૃત કરતું નથી, તેથી મનુષ્યભવથી ભ્રષ્ટ થાય છે અને દુર્ગતિમાં જાય છે. દુર્ગતિમાં ગયા પછી અત્ર નિદિષ્ટ સ્વરૂપ પ્રમાણે ત્યાં પશ્ચાત્તાપ કરે છે. હે જીવ! તું તો અત્ર સુકૃત કર કે જેથી તારે પરભવમાં લીલાલહેર થાય.” ટકા અને ટબાનુસાર સંપૂર્ણ વિવેચન સાથે હવે દષ્ટાંતો આપીએ છીએ, તે ધ્યાનથી વાંચે. નીચેનાં સર્વ ઉદાહરણે મનુષ્યજન્મની સાર્થકતા અને તેને લાભ ન લેવાથી થતી નિરર્થકતા તરફ ઉપનય બતાવનારાં છે, તે ખાસ ધ્યાનમાં રાખવું. વારંવાર તેનું પુનરાવર્તન ઉપનયમાં કર્યું નથી. અજ-દૃષ્ટાંત : એક વિશાળ નગર હતું. તે નગરમાં એક પુરવાસીને ઘેર એક બેકડે હતે, કઈ સારે પરણે ઘેર આવશે ત્યારે તેનું માંસ કામ આવશે, એમ ધારીને તે બોકડાનું સારી રીતે પોષણ કરવામાં આવતું હતું. તેને દરરોજ સારી રીતે નવરાવવામાં આવતો હતો, તેના શરીર પર પીળાં તિલક કરવામાં આવતાં હતાં, તેની લાલનપાલના સારી રીતે થતી અને તેથી તે સર્વ પ્રકારે સુખી લાગતો અને પુષ્ટ શરીરવાળે માતે થયો હતો, હવે તે જ પુરવાસીના ઘરમાં એક બીજે વાછડો હતો. તેને બાપડાને તેની મા ગાયને દહી રહ્યા પછી બાકીનું અવશેષ દૂધ મળે તે ધાવવું પડતું હતું અને તેની કઈ સંભાળ રાખતું નહિ. વાછડાએ બાકડાની સારી સ્થિતિ જોઈ એક દિવસ તે ક્રોધ અને ઈર્ષોથી દૂધ પીવાની ના પાડી. તેની મા ગાયે તેને સ્નેહથી તેનું કારણ પૂછયું. ત્યારે વાછડે કહે છે કે “અરે મા ! આ બોકડાને તો પુત્રની જેમ મિષ્ટાન્ન મળે છે અને મને મંદભાગ્યને તે પૂરું ઘાસ પણ મળતું નથી અને વખતસર પાણી પણ મળતું નથી. અરેરે ! હું તે પૂરેપૂરો કમનસીબ છું” ગાયે કહ્યું, વત્સ! જે કેઈનું મરણ નજીક આવ્યું હોય અને વિવે આશા મૂકી દીધી હોય, ત્યારે તેને પથ્ય-અપથ્યને વિચાર કર્યા વગર જે ખાવા માગે તે આપવામાં આવે છે, તેવી રીતે આ બેકડો પણ વધ્યું છે અને અત્યારે તે તેની બહુ સારવાર થતી દેખાય છે, પણ આગળ ઉપર તેના હાલ થાય તે જેજે. પોતાની માનું આવું કહેવું સાંભળી કાંઈક સંતોષ રાખી વાછડો જે બને છે તે જોયા કરે છે, પાંચ દશ દિવસ આ પ્રમાણે ચાલ્યા ગયા. એક દિવસ મોટા ઘરના પૈસાદાર સગા મેમાન થઈને આવ્યા, એટલે સવારના પહોરમાં બરાડા પાડતા બેકડાને પકડીને મારી નાખ્યો અને તેના માંસના કકડા કરી ભુજીને આખું ઘર અને મેમાન જમ્યા. વાછડે આ સર્વ હકીકત જોઈ, તે દિવસે પણ પોતાની માતાને ધાવ્યો નહિ અને Page #270 -------------------------------------------------------------------------- ________________ [દશમ ૧૯૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ માતાના પૂછવાથી કહેવા લાગ્યું કે મને તે બહુ બીક લાગે છે. બેકડાની આ સ્થિતિ જોઈ મને તે ધાવવાની ઈચ્છા પણ થતી નથી.” ગાયમાતાએ કહ્યું, “વત્સ! મેં તે તને તે જ વખતે કહ્યું હતું કે આ સર્વ મરવા માટે જ છે.” ઉપનય–જેવી રીતે બોકડો આનંદમાં નિમગ્ન થઈ યથેષ્ટ ખાતો હતો અને પુષ્ટ પણ થયો હતો, પરંતુ જ્યારે પણ આવ્યા ત્યારે તેને શિરચ્છેદ થયો અને તે વખતે રાડ પાડીને રેવા લાગ્યો, તેવી જ રીતે તું પ્રમાદથી વિષય-કષાયમાં આસક્ત રહીને યથેષ્ટ વિચરે છે અને પાપથી પુષ્ટ થાય છે, પણ જ્યારે આયુષ્ય પૂર્ણ થશે ત્યારે મનુષ્યજન્મ હારીને નરકાદિ દુર્ગતિમાં જતાં મનમાં બહુ જ ખેદ પામીશ. પણ પછી તે ખેદ કાંઈ કામ આવશે નહિ; માટે વિચાર કરીને તારે તારું ચેષ્ટિત એવું સારું રાખવું કે જેથી ભવિષ્યમાં ખેદ થવાને સંભવ રહે નહિ. સુખ શું ? ક્યાં મળે ? ક્યારે મળે? કોને મળે ? શા માટે મળે ? તેનું પરિણામ શું થાય?–તેને વિચાર કર. કેટલાક છો વાઈરડાની પેઠે બીજાનાં સાંસારિક સુખોનું અવલોકન કરી પિતાની મંદ સ્થિતિ માટે પસ્તાય છે, પણ તેઓ તેને વાસ્તવિક વિચાર કરતા નથી. તેને જે કઈ ગાયમાતા જેવું સત્ય સ્વરૂપ સમજાવનાર મળી જાય તો સારું, નહિ તે તેને નિરંતર પરિતાપ રહે છે. આ ઉદાહરણ ઘણું અસરકારક છે અને તેના પર વિચાર ચલાવી પિતા પર લાગુ પાડવાથી ઉપયોગી બેધ મળે તેમ છે. ૨. કાકિણનું દૃષ્ટાંત–એક ગરીબ માણસ હતે. તે પૈસા કમાવા સારુ પરદેશ ગયે. પરદેશમાં બહુ મહેનત કરીને હજાર સયા કમાયો. પછી કઈ સાથે પોતાના દેશ તરફ જતો હતો તેને સથવારે તે પણ દેશ તરફ જવા નીકળ્યો. બધી સેનામહોરોને એક વાંસળીમાં ભરી તે વાંસળી કેડ સાથે બાંધી લીધી અને ખરચ સારુ એક મહોરની કાકિણી લીધી. (એક રૂપિયાની એંશી કાકિણી થાય : એક કાકિણી સવા દેકડાની થાય.) હવે સાથે ચાલે, રસ્તે મોટી અટવીમાં એક ઝાડ તળે ભાતું ખાવા બેઠા, ત્યારે તે માણસ એક કાકિણી ત્યાં ભૂલી ગયો. બપોરે મુકામ ઊપડ્યો. સાંજના કાકિણી સાંભળી. સવારે વિચાર થયો કે કાકિણી સારુ સોનામહોર વટાવવી પડશે એ તો ખોટુ. માટે વાંસળીને તે જ ઝાડ તળે દાટીને પિતે કાકિણી લેવા ગયો. જે ઝાડ નીચે ભાતું ખાધું હતું ત્યાં જઈને જોયું તે કાકિણી મળે નહિ. પાછો આવીને જુએ છે, તે ચાર લોકો ખાડે ખેદી વાંસળી ઉપાડી ગયા છે ! આવી રીતે બનેથી ભ્રષ્ટ થયે અને બહુ શેકા થયો. ઘેર ગમે ત્યાં ખાવાના પણ વાંધા પડ્યા અને સગાંવહાલાંઓએ તેને હસી કાઢયા. ઉપનય–જેમ તે ગરીબ માણસ પાસે તેને પ્રથમ કાંઈ પૈસા નહતા, પણ જ્યારે મહાપ્રયાસે મળ્યા, ત્યારે માત્ર સવા દેકડાની એક કાકિણીના લોભથી સર્વ ગુમાવ્યા અને બનેથી ભ્રષ્ટ થઈ દરિદ્રી ને દરિદ્રી રહ્યો; તેવી જ રીતે તું પણ યાદ રાખજે કે અંતરાય કર્મના ઉદયથી સંસારીપણામાં કામગની પ્રાપ્તિ ન થતી હોય, તેથી તું દેશથી અગર Page #271 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યપદેશ [ ૧૮૯ સર્વથી ચારિત્ર લે અને ત્યાર પછી કામગની ઈચ્છા કરે તો તેને પરિણામે કામગ પણ ન મળે અને ચારિત્રથી પણ ભ્રષ્ટ થાય; માટે એવું કરીશ નડિ. ઉભયભ્રષ્ટ થનાર ઘણા મનુષ્યો હોય છે, તેમ જ શેડા લેભની ખાતર, આખો ભવ ઝેર જેવો કરનારા પણ ઘણા મનુષ્ય મળી આવે છે. એવી જ રીતે અમુક વ્રત-નિયમ લઈ પાછો તજેલા પદાર્થોના સેવનની ઈચ્છા કરે છે, પરંતુ દુનિયાને કમ એ છે કે તાજેલી વસ્તુ ફરીને મળતી નથી અને તેની ઈરછા કરનારનું તજવાનું પુણ્ય નાશ પામે છે, આવી રીતે બન્નેથી ભ્રષ્ટ થાય છે. તજવાથી થતો મનને સંતેષ અને ન તજનારને થતો સ્થૂળ કલ્પિત સંતેષ એ બને તેને મળતા નથી. બીજી રીતે આ દષ્ટાંત મનુષ્યજન્મ ઉપર બરાબર ઘટી શકે તેવું છે. વિષય કાકિણું તુલ્ય સમજવા અને હજાર મહોર તે મનુષ્યભવ સમજ. જરા વિચાર કરવાથી કાકિણી સારુ મનુષ્યજન્મ હારનારની મૂખતા સમજી શકાશે. ૩. જળબિંદુનું દૃષ્ટાંત–એક વખત એક મનુષ્ય બહુ તરસ્ય થયો હતો. તેણે ઊભા ઊભા દેવની સ્તુતિ કરી, તેથી કોઈ દેવતા પ્રસન્ન થઈ તેના પર તુષ્ટમાન થયો અને તેને ઉપાડીને ક્ષીરસમુદ્રને કાંઠે લાવીને મૂકો. આ પ્રાણી મૂર્ખ હતો. તેણે તો ત્યાં પણ પાણી પીધું નહિ અને પિતાને ઉપાડી લાવનાર દેવને કહ્યું કે “હે દેવ! મારા ગામની સીમમાં એક કૂવો છે તેના કાંઠા પર દર્ભ ઊગેલે છે અને તે દર્ભના છેડા પર રહેલું પાણીનું બિંદુ પીવાની મારી ઈચ્છા છે, તેથી જો તમે મારા પર તુષ્ટમાન થયા હો તે, ત્યાં લઈ જાઓ.” દેવતાએ જાણ્યું કે એ મંદભાગ્ય મૂર્ખ છે, તેથી તેને ઉપાડીને અસલ જગ્યાએ મૂક્યો. કૂવાકાંઠે જઈને જુએ છે તે પાણીનું બિંદુ તે પવનથી પડી ગયું હતું. તે વખતે ઘણે શોક કરવા લાગ્યો કે હું તે બન્નેથી ભ્રષ્ટ થયો. મેં જળબિંદુ પણ ખોયું અને ક્ષીરસમુદ્ર પણ ખાયો અને નફામાં તરસ્યો રહ્યો. ઉપનય--કેઈક દેવની સહાયથી જેમ તે પ્રાણી ક્ષીરસમુદ્ર પહોંચ્યો અને પોતાની લાલસાને તાબે થઈ પાણી પીધા સિવાય પાછા આવ્યા અને બનેથી ભ્રષ્ટ થયો, તેવી જ રીતે તને પણ દેવગે તપસંયમરૂપ ક્ષીરસમુદ્ર પ્રાપ્ત થાય ત્યારે તું તેનું આરાધન કર્યા વગર ઝાકળબિંદુ તુલ્ય સાંસારિક સુખની લાલસાથી પાછા સંસારી થવા ઈચ્છા કરીશ, તે પરિણામે તને આ ભવમાં સુખ મળશે નહિ અને પરભવનું સુખ તે તું ચારિત્રના પરિ ણામથી ભ્રષ્ટ થયું ત્યારથી જ હારી ગયું છે, કારણ કે તેના ઉપાયભૂત તપ-સંયમને તે મૂકી દીધાં છે. શુદ્ધ ચારિત્ર-વર્તન ન રાખનાર બને રીતે ભ્રષ્ટ થાય છે. સંતેષ રાખનારને, શુદ્ધ વર્તન રાખનારને પ્રવૃત્તિની મારામારીથી થતી મનની વ્યાકૂળતાના અભાવ ઉપરાંત ફરજ બજાવ્યાની શાંતિ અને આનંદ થાય છે, તે પણ તેને મળતાં નથી અને વર્તનનું ફળ પણ મળતું નથી. આ ઉભયભ્રષ્ટ સ્થિતિ બહુ વિચારવા જેવી છે. બીજા કાકિણીના દષ્ટાંતની પેઠે આ દષ્ટાંત પણ મનુષ્યભવ માટે ઘટે છે. અત્રે ઉદયબિંદુ તુલ્ય વિષય, દેવ તુલ્ય ગુરુમહારાજ અને ક્ષીરસમુદ્ર તુલ્ય સમ્યક્ત્વ કે ચારિત્ર સમજવાં, Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] અધ્યાત્મકલ્પદ્રુમ [ દશમ ૪. આ દષ્ટાંત –એક રાજાને કેરી ઉપર બહુ જ પ્રેમ હતો તેથી તે દરરોજ કેરી ખાતે. એક દિવસ શરીરમાં વાયુ પ્રકોપ થયો અને તેનું જેર થવાથી વિસૂચિકા (પેટમાં દુઃખાવો, ઝાડે અને ગુલમ) થઈ આવી. તેની પીડા એવી થઈ કે કોઈ ઠેકાણે રહ્યું જાય નહિ. મોટા મોટા વિદ્યોને બોલાવ્યા, અનેક ઉપાયો કર્યા. છેવટે મહાપ્રયાસે વિસૂચિકા મટી, પણ વૈદ્યોએ હંમેશને માટે તાકીદ કરી કે તેણે કેરી ખાવી નહિ; જે કેરી ખાવામાં આવશે તે તેનાથી જરૂર મરણ થશે, માટે તેના સ્વાદને વિચાર પણ કરવો નહિ અને તેના સામું પણ જેવું નહિ. રાજાને આ વાત પસંદ નહોતી, પણ શરીર ખાતર રાજાએ પિતાના રાજ્યમાંથી સર્વ આંબાઓનો નાશ કરાવી નાખ્યા. હવે બન્યું એમ કે રાજા એક દિવસ શિકારે નીકળે. એક શિકારની પછવાડે જતાં પ્રધાન સાથે પિતાના લશ્કરથી છૂટે પડી ગયો અને અટવીમાં પ્રધાન સાથે એકલો પડ્યો. અટવીમાં ફરતાં ફરતાં અને એક મોટા આંબાના ઝાડ તળે આવી પહોંચ્યા. કેરી જોઈ રાજાને અપૂર્વ પ્રેમ જાગે અને તે ખાવાનું મન થયું. વિનાશકાળે વિપરીત બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને સમજુ હોય તે પણ તે વખતે ભાન ભૂલી જાય છે. પ્રધાને ઘણું વાર્યો, પણ રાજા એકને બે થયો નહિ. રાજાએ કેરી હાથમાં લીધી, વનપક કેરી જોઈ ખુશી થયે, ભાંગી, ખાધી અને તરત જ વિસૂચિકા થવાથી રાજા તે જ જગ્યાએ મરણ પામ્યો. ઉપનય–રાજા જિહા-ઇન્દ્રિય પરવશ થઈ કેરીના સ્વાદમાં ખેંચાય અને જીવિતવ્યથી ભ્રષ્ટ થયે; તેવી જ રીતે આ જીવ ઈદ્રિયને વશ થઈ પ્રમાદથી કામભેગનાં સુખોમાં પ્રવર્તે છે. ઇદ્રિયને વશ પડેલા જીવને કાર્યાકાર્યનું ભાન રહેતું નથી. લોકોમાં પણ કહેવત છે કે “જેની દાઢ ડળકી, તેનો પ્રભુ રૂક્યો” એટલે જે જીભને વશ થયે તેને દુનિયા દારીમાં ઊંચા આવવાને હક ગયો. રાજાને તો હૈડે વખત મન પર કાબૂ રહ્યો એટલોય ઘણીવાર તે આ જીવને રહેતું નથી અને ખાવાની બાબતમાં તે કેટલો ઊંચો-નીચે થયા કરે છે, તે ડેકટર કરી કરવાનું કહે છે ત્યારે જણાઈ આવે છે. ખાવાના લેભથી પિતાના શરીરના લાભને પણ જોખમમાં મૂકવામાં આ જીવ ડરતે નથી. આ દષ્ટાંત પરથી બીજો સાર એ ગ્રહણ કરવાને છે કે આ જીવને સંસારના વિષયેના ઉપભેગથી અસાધ્ય વ્યાધિ થતાં, ગુરૂમહારાજ તેનું નિવારણ કરી, દેશથી અગર સર્વથી ચારિત્ર આપી ફરીને સંસારનાં સુખે સામું જોવાનો પણ પ્રતિબંધ કરે છે, છતાં પૂર્વોક્ત રાજાની જેમ તે પ્રાણી ફરી પાછો સાંસારિક સુખભેગ ભેગવવા ઈરછે છે, ભગવે છે, તે કર્મના અસાધ્ય વ્યાધિને વશ થઈ દુર્ગતિમાં ચાલ્યા જાય છે, ફરીને ઊંચ પણ આવતું નથી. ૫. ત્રણ વાણિયાનું દૃષ્ટાંત–એક ગામમાં કઈ વાણિયે રહેતું હતું. તે વૃદ્ધ વયને હોવાથી તેણે દુનિયાના તડકા-છાયા હતા. તેને ત્રણ પુત્ર હતા. તેઓ કેવા હુંશિયાર છે તેની પરીક્ષા સારુ દરેકને એકેક હજાર સોનામહોરો આપી, કહ્યું કે આટલા દ્રવ્યથી વ્યવહાર ચલાવી અમુક વખત પછી તમારે પાછું આવવું. વ્યવહાર ચલાવીને પાછું Page #273 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ]. વૈરાગ્યપદેશ [ ૨૦૧ આવવું એમ કહ્યું, પણ તેનો અર્થ સ્પષ્ટ ન કર્યો. ત્રણે પુત્રે સોનામહોર લઈ જુદે જુદે ગામ ગયા. એક છોકરો તે બિલકુલ મજશેખ કરે નહિ; તેને ખાવાને, સૂવાને કે ફરવાનો શોખ જ નહિ; તેમ જ પરસ્ત્રી, સટ્ટા કે એવું બીજુ દુર્વ્યસન પણ તેને નહોતું. તેણે તે વેપાર કરીને માટી ૨કમ મેળવી અને ખરચ માપસર રાખવાથી મોટે પૈસાદાર બની ગયે. બીજે ભાઈ એવા વિચારને હતું કે મૂળ રકમ જાળવી રાખવી, બાકી વ્યાજ કે હાંસલ, જે વધે તે, ખરચી નાંખવાં. એટલે એણે મુદ્દલમાં એક પાઈ પણ વધારી નહિ, તેમ ઘટાડી પણ નહિ. ત્રીજો ભાઈ લહેરી હતું. એણે તો ખાવાપીવામાં, મોજમજામાં સઘળા પૈસા ઉડાવી દીધા. વેપાર કર્યો જ નહિ. મુદત પૂરી થઈ ત્યારે સર્વ ભાઈઓ પાછા ફર્યા. ત્રીજા ભાઈની હકીકત સાંભળી સર્વ હસ્યા અને તેના બાપે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. લોકોએ તેની નિંદા કરી. પહેલા ને બીજા ભાઈ માટે અનુક્રમે વિશેષ અને અલ્પ સંતોષ જણાવ્યો. ઉપનયમનુષ્યભવ પામે બહુ દુર્લભ છે. એ પ્રાપ્ત થવામાં અનેક વિદને આવી પડે છે. આવી અનેક મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ મનુષ્યભવ અને તેની સાથે જૈનધર્મ, નીરોગી શરીર, ગુરુને વેગ વગેરે જોગવાઈ-સામગ્રી પ્રાપ્ત થવી પણ તેટલી જ મુશ્કેલ છે. મહાપુણ્યયોગે એ સઘળું પ્રાપ્ત થાય છે. હવે આ મનુષ્યભવ પ્રાપ્ત કરી કેટલાંક દુઃસાધ્ય પ્રાણીઓ તે બાપડાં લાડી, વાડી અને ગાડીની લહેરમાં લહેકાઈ જઈ ધર્મ શું છે, તે સમજતા પણ નથી. આવા જ પુણ્યધન હારી જાય છે. પ્રાપ્ત થયેલ વારસે ગુમાવે છે અને, કપૂતની જેમ, માટે વારસો મળ્યા છતાં ગરીબ થઈ જાય છે. કેટલાક માણસો તે પ્રતિકૂળ સંજોગોને લીધે પાપ સેવે છે, પણ ઉક્ત કનિષ્ઠ પ્રકારના મનુષ્ય તે સારા સંજોગેને જ દુષ્ટ બનાવે છે. મધ્યમ માણસ સાદું જીવન જીવે છે. તેઓ કંઈનું બગાડતા નથી, તેમ મોટો સ્થૂળ કે માનસિક પરેપકાર પણ કરતા નથી. જે ઉત્તમ પ્રકારના “જીવો” છે તે તો અત્ર મહા-ઉત્તમ વર્તન રાખી પરોપકારમાં વિભૂતિઆમિક અને પૌગલિક-વાપરી આ ભવમાં લહેર કરે છે અને પરભવમાં પણ આનંદ પામે છે. જે ત્રીજા ભાઈની પેઠે ધન ગુમાવી દે છે. તેને તે અનંત કાળ પર્યત રાશી લાખ છવયોનિમાં ભટકવાનું છે, તેને છેડે નથી. અને પરાક્રમવાળા જીવોએ મધ્યમ ભાઈની પેઠે બેસી રહેવું સારું નથી. તેજી ઘડાઓ એ તે કામ પાર પહોંચાડવું સારું છે. આ મનુષ્યભવ ફરી ફરીને જલદી મળવાનો નથી, માટે ત્રીજા ભાઈના જેવી સ્થિતિ ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવાની અને પહેલા ભાઈની જેમ વર્તવાની જરૂર છે. આ મનુષ્યભવના સરવૈયામાં પણ ઉધાર પાસું વધે તે તો બહુ જ ખોટું કહેવાય. ૬. ગાડું હાંકનારનું દષ્ટાંત-એક ગાડાવાળાને એક ગામથી બીજે ગામ જવાનું હતું. પોતે તે ગામના સારા તથા ખરાબ બને રસ્તા જાણતું હતું, છતાં તે ગામ જતાં પોતે અ, ૨૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] . અધ્યાત્મક૫મ [ દશમ ખાડા ખડબા અને ડુંગરા-ટેકરીવાળો ખરાબ રસ્તો લીધે. પરિણામ એ થયું કે રસ્તામાં તેના ગાડાને ધરે ભાંગી ગયો, ત્યારે ગાડાવાળા પિતાની અણસમજ પર પસ્તાવા લાગ્યો. ઉપનય–આ લઘુ દષ્ટાંત બહુ ઉપયોગી છે. આમાં વિદ્વાન શ્રોતા અને ભણેલા વાંચનારાઓ પ્રત્યે ઉપદેશ છેઃ હે વિદ્વાન ! તમે જાણો છો કે મોહથી અને પ્રમાદથી સંસાર વધે છે, તમે સંસારની અસ્થિરતા સાંભળી છે, જાણી છે, માની છે અને શમ, દમ, દયા, દાન, ધૃતિ વગેરેથી પુણ્યબંધ અથવા કર્મનિર્ભર છે એ પણ જાણે છે છતાં તમારું વર્તન પાપને રસ્તે થાય છે એ બહુ ખોટું છે. અજાણ્યા ભૂલ કરે એ કાંઈક સંભવિત છે, પણ જાણીજોઈને તમારું ગાડું ખરાબ રસ્તે ચલાવી, પછી તે ભાંગે ત્યારે પસ્તાવો કરે એ તમારે માટે તદ્દન ખોટું છે. તમે સમજુ છે તેથી વધારે કહેવાની જરૂર નથી, પણ તમારા વર્તનનું ઘણું માણસો અનુકરણ કરે છે તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ૭. ભિક્ષુકનું દષ્ટાંત--એક ગામડિયે દરિદ્રી પોતાના ગામમાં કાંઈ પણ કમાતે નહોતે, તેથી ભિક્ષા માગવા સારુ પરદેશ ગયો. તે બિચારે અનેક ગામ રખડ્યો, પણ તેને પેટપૂરતી પણ ભિક્ષા મળી નહિ, ત્યારે આખરે કંટાળીને તે પોતાના ગામ તરફ પાછો ફર્યો. રસ્તે એક ગામમાં યક્ષનું મંદિર આવ્યું, ત્યાં રાત્રિએ સૂતો. પોતાની દરિદ્રતા પર વિચાર કરતે અર્ધ જાગ્રત સ્થિતિમાં સૂવે છે, તેવામાં મધ્ય રાત્રિએ એક સિદ્ધ હાથમાં ચીતરેલો ઘડો લઈ ત્યાં આવ્યું, જમીન પર એક સ્વરછ જગ્યાએ તે ઘડો મૂક્યો અને તરત જ એક સુંદર ઘર બની ગયું. પછી તે બોલ્યો કે “ સ્ત્રી થઈ જાઓ” એટલે ત્યાં નવયૌવના, સુંદર વેશવાળી, રતિના અવતાર જેવી સ્ત્રી ઉત્પન્ન થઈ. ત્યાર પછી તે સિદ્ધ જે જે બેલવા લાગ્યો તે તે સર્વ થવા લાગ્યું. આખી રાત્રિ તે સ્ત્રી સાથે વિવિધ પ્રકારના કામભેગ ભેળવી, સારી રસવતીને આહાર કરી, પ્રભાતસમય નજીક આવતાં તેણે સર્વ સંહરી લીધું. પેલા ભિક્ષુક આ સવ જોયા કરતું હતું અને આ વખત વિચારતો હતો કે “અરેરે! હું તો પૃથ્વી પર તદન દુર્ભાગી છું. મને તે માયા પણ મળી નહિ અને પ્રભુ પણ મળ્યા નહિ, માટે હવે તે હું આ સિદ્ધની સેવા કરું.” આ વિચાર કરી તે ભિખારીએ સિદ્ધનો આશ્રય લીધે અને તેની સેવા કરવા માંડી. ઘણા વખત સુધી એકચિત્તે પેલા સિદ્ધની સેવા કરવાથી, આખરે તે પ્રસન્ન થયા અને કહ્યું કે “બોલ, તારે શેની ઈચ્છા છે?” ત્યારે ભિક્ષુકે કહ્યું કે “હું પણ તમારા જેવા સુંદર ભેગે ભેગવું એવું કરે!” ત્યારે તેને ઘડો કે વિદ્યા બેમાંથી શું જોઈએ છે, એમ સિદ્ધ તેને પૂછ્યું. આ ભિક્ષુક, જે મહાદુર્ભાગી હતું, તેણે ભવિષ્યમાં વિદ્યા સાધવાને કંટાળે ન થાય, તેટલા માટે કહ્યું કે “આપ જે મારા ઉપર પ્રસન્ન થયા છે તો કૃપા કરીને આપને ઘડે મને આપી દે.” મહાનુભાવ સિદ્ધપુરુષે પિતાને ઘડો તરત જ તે ભિક્ષુકને આપી દીધું. ભિક્ષુક પિતાને ગામ ગયે અને, ઘટના પ્રભાવથી ઉત્તમ હવેલી, શય્યા, નવયૌવના સ્ત્રી, ફરનીચર વગેરે અનેક સુખની સામગ્રી ઉપજાવી, પોતે આનંદમાં રહેવા લાગે. પોતાના કુટુંબને Page #275 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વરાગ્યપદેશ [ ૨૦૩ પણ સુખી કર્યું. એક દિવસ દારૂ પીને મસ્ત થયેા અને લહેરમાં આવી જઇને ઘડા લઇને નાચવા લાગ્યા. દુર્ભાગીનાં નસીમ મહાન હતાં જ નથી. વખત ભરાઈ ગયા, પાપ ઉદય આવ્યું, ઘડો માથેથી પડવા અને ફૂટી ગયા ! તે જ વખતે જુએ છે, તે પોતે ઉકરડામાં ઊભા છે. ઘર, સ્ત્રી, ભાગ, સને નાશ થઈ ગયા. તેણે જો વિદ્યા લીધી હાત તે ફરીને પણ સ` નિપજાવી શકત, પણ હવે તેા કાંઇ બની શકે તેમ નહોતું. ઉપનય-પ્રાપ્ત થયેલી સવ સામગ્રી માત્ર પ્રમાદથી ભિક્ષુક હારી ગયા, તે રીતે મનુષ્યભવમાં ધર્મારાધના ચાગ્ય સવ સામગ્રી પ્રાપ્ત થયા છતાં પ્રમાદથી સહારી જાય છે, તેના પરિણામે ભવિષ્યમાં તારે પસ્તાવા કરવા પડશે. આ હકીકત અગાઉના દેષ્ટાંતમાં બહુ સ્ફુટ કરી છે. બીજો સાર એ લેવાના છે કે મનુષ્ય ઘણું ખરુ` તાત્કાળિક લાભ તરફ ધ્યાન આપે છે. જે ભિખારીએ કષ્ટસાધ્ય વિદ્યા લીધી હાત, તેા શરૂઆતમાં તે તેને જરા પ્રયાસ પડત, પણ પછી હમેશની પીડા મટી જાત ! પરંતુ માણસને બેઠાં મળે તા ઊઠવાની ઇચ્છા થતી નથી. આ ટેવ બહુ જ ખરાખ છે. ઘણા માણસા તાત્કાળિક લાભની લાલસાથી જ અન્યાયી કાર્ટીમાં સપડાય છે. ખીજી' એ સમજવાનું છે કે પેાતાની સ્થિતિ કરતાં એકદમ માટા થઈ જવાની હોંશ રાખવી નહિ, નાના બાળકને તા જે પચતુ હાય તે જ પચે, વધારે ભારે ખારાક ખાવામાં આવે તે જ્વરાદિ દ્વારાએ મરણ પ્રાપ્ત થાય છે. ૮. દરિદ્ર કુટુ‘અનુ` દૃષ્ટાંત—કોઈ એક ગામમાં એક દરિદ્ર કુટુંબ વસતું હતુ. એક સારે દિવસે તેઓ કોઇ ગૃહસ્થને ઘેર ગયા, ત્યાં તેઓએ દૂધપાક રધાતા અને ખવાતા જોયા, ત્યારે તેઓને પણ તે ખાવાની ઇચ્છા થઈ. બધાએ એકસાથે નિર્ણય કર્યો કે આજ ભીખ માગીને પણ દૂધપાક ખાવેા. એક જણ કોઇ જગ્યાએથી જેવું તેવું દૂધ લઈ આવ્યા. ખીજો વળી કોઈ ઠેકાણેથી ચાખા લઈ આવ્યેા. પૂરી કરવા સારુ એક જણ ઘી લઈ આવ્યેા. એક લોટ લઇ આવ્યા. આવી રીતે છૂટી છૂટી વસ્તુઓ લાવીને, તેનાં દૂધપાક પૂરી બનાવ્યાં. પોતે જે જે વસ્તુ લાવ્યા હતા તેના પ્રમાણમાં સર્વેએ પોતપોતાના ભાગ પાડવા માંડ્યા; પણ મૂર્ખ હતા તેથી પરસ્પર વાંધા પડયા અને જ્યારે કોઇ રીતે અંદર અંદર સમજી ન શકળ્યા, ત્યારે દરબારમાં ફરિયાદ કરવા ગયા. કેટલાક વખત થયા પછી પાછા ફર્યા અને જુએછે તા માલૂમ પડયુ* કે કૂતરાએ દૂધપાક અને પૂરી વગેરે સવ ખાઈ ગયાં છે ! ઘણા દિવસે મળેલી વસ્તુ આમ એકદમ ચાલી ગયેલી જોઇ તેએને સવને ધ્રાસકો પડયો અને મરણ પામ્યા. ઉપનય—મહાપ્રયાસ કરીને પ્રાપ્ત કરેલ દૂધપાક-પૂરીનુ` જમણુ જેમ સદરહુ કુટુ બી પામી ાકવા નહિ અને ઊલટા તે જ નિમિત્તે મરણ પામ્યા, તેવી જ રીતે મહાપ્રયાસે પ્રાપ્ત થયેલ મનુષ્યભવ વગેરે સામગ્રી રાગ-દ્વેષાદિ કારણેાથી ફળ વગરની થઈ પડે છે, એટલું જ નિહ પણ અનંત જન્મ-મરણુ પણ આપે છે. વળી, પુણ્યવાન ગૃહસ્થાની મોટાઈ જોઈને શક્તિ વગરના રકા તેની સરસાઈ કરવા માગે તે તેમાં પેાતાના જ નાશ થાય છે. અત્ર મુખ્ય ઉપદેશ એ છે કે પેાતાની જે સ્થિતિ હોય તેમાં સ`ષ માનવા. દુનિયામાં Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] અધ્યાત્મકલ્પદ્રુમ | [ દશમ અનેક સ્થાનકે સુખ દેખાય છે, તેથી તે તરફ પિતે લલચાઈ જવું નહિ અને ધર્મસામગ્રી પ્રાપ્ત થયા પછી રાગ-દ્વેષ કરી તે નિષ્ફળ કરવી નહિ. ૯ બે વાણિયાનું દૃષ્ટાંત કઈ ગામમાં બે વાણિયા રહેતા હતા. તેઓ અનેક પ્રકારનાં કામ કરતા હતા, પરંતુ નસીબના માળા હોવાથી પાસે પૈસા એકઠા થતે નહતા. તેઓએ પૈસા પેદા કરવા સારુ કંઈ કંઈ પ્રયત્ન કર્યો, પણ જ્યારે કેઈપણ ઉપાયે પૈસા મળ્યા નહિ ત્યારે નગરની બહાર એક યક્ષનું મંદિર હતું ત્યાં જઈ તેની સેવા કરવા માંડી. એક દિવસ યક્ષ પ્રસન્ન થયા ત્યારે તેઓએ તેની પાસે દ્રવ્ય માંગ્યું. યક્ષે કહ્યું: “હે વત્સ! તમારે પૈસાની બહુ જ ઈચ્છા છે તે જાઓ, હું તમારા પર પ્રસન્ન થયે છું કાળી ચૌદશની રાત્રિએ તમારે બન્નેએ એકેક ગાડું તૈયાર કરી રાખવું. હું તમને બંનેને ગાડાં સહિત તે રાત્રિએ રત્નીએ લઈ જઈશ. ત્યાં અનેક રસ્તે રસ્તામાં પડ્યાં હોય છે. તમને ત્યાં બે પહોર સુધી રાખવામાં આવશે. તમારાથી જેટલાં રત્ન લેવાય તેટલાં લઈ લેજે. બે પહર પછી તમને ગાડાં સહિત ઉપાડીને પાછા અહીં લાવીશ.” વાણિયા તો આ સાંભળી રાજી રાજી થઈ ગયા અને ઉક્ત રાત્રિએ ઘણું સારાં બે ગાડાં તૈયાર કરી લાવ્યા. તેમાં વળી વધારે રને લઈને ગોઠવી શકાય એવી યુક્તિ (સંચા વગેરેથી) પણ કરી રાખી. નીમેલ વખતે યક્ષે બને ગાડાંઓ સાથે તે વાણિયાઓને ઉપાડી રત્નદ્વીપે મૂક્યા. જે જગ્યાએ તેઓને મૂક્યા, ત્યાં બહુ સુંદર રીતે પાથરેલી સુગંધીથી સુવાસિત બે સુંદર શય્યા હતી. એક કલાક સૂઈ લઉં એમ વિચારીને એક વાણિયે સૂતે અને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં બે પહાર ચાલ્યા ગયા. બીજા વાણિયાએ તે બીજુ કામ તજી દઈને રત્નના ગાંસડા બાંધવા માંડ્યા; તેણે બે પહોર સુધી બીજે ધંધે કર્યો જ નહિ. બે પહોર પૂરા થયા કે દેવે તે ગાડાં ઉપાડયાં અને બન્નેને તેમના નગરની સમીપ મૂકી દીધા. વિચક્ષણ વાણિયાએ તે લાવેલાં રત્ન વડે મહેલ બંધાવ્યો અને સુખી થઈ ગયો. અને પેલો પ્રમાદી તે દુઃખી જ રહ્યો અને વિચક્ષણની સંપત્તિ જોઈ પસ્તાવા લાગ્યો, તેમ જ તેને ઢષ કરવા લાગ્યો. ઉપનય–શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની જોગવાઈ એ રત્નદ્વીપ છે; એને મહાપુણ્યગે પ્રાપ્ત કર્યા પછી, કેટલાક મૂર્ખાઓ તે, પ્રમાદી વાણિયાની પેઠે, એશઆરામ કે પ્રવૃત્તિમાં કાળ ગુમાવી હારી જાય છે; તેઓ તેની પેઠે પસ્તાય છે. જેઓ પ્રથમથી જ ચેતી જાય છે. તેઓ વિચક્ષણ વણિકની પેઠે અપ્રમત્તપણે ધર્મક્રિયા કરીને એકલાં રને જ હાથ કરે છે. તેનું મન તો નથી દેડતું વિષય તરફ કે નથી દેડ, કષાય તરફ; એ તો દમ બાંધીને ઉત્તમ વ્યવહાર, ઉત્તમ વર્તન અને દાન, શીલ વગેરે ધર્માનુષ્ઠાન કરી આખો દિવસ અને રાત જાગતા રહે છે અને બીજી વસ્તુ પિતાના ગાડામાં લેતા જ નથી. એ તે રત્નની જ વાત કરે છે, બીજાને અડકતા પણ નથી. મનુષ્યભવનું આયુષ્ય બે પ્રહર જેટલું છે, *દેવના મોટા આયુષ્યના પ્રમાણમાં મનુષ્યાયુ ઘણું અલ્પ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વિરાગ્યપદેશ ( ૨૦૫ તેટલે વખત ધર્મ કરવાથી જે ફળ મળે છે તે ઘણા વખત સુધી સુખ આપે છે, માટે અવ ઈદ્રિયો અને મનને વશ કરી ધર્મ-ધન એકઠું કરી લેવામાં તૈયાર રહેવું, ૧૦. બે વિદ્યાધરનું દૃષ્ટાંત—વૈતાઢય પર્વત પર બે વિદ્યાધર રહેતા હતા. તેઓએ પિતાના વડીલોની બહુ સેવા કરીને, તેમની પાસેથી જગતને વશ કરે તેવી વિદ્યા મેળવી, પછી તે વિદ્યાની સાધના કરવા માટે પૃથ્વી પરના કેઈ ગામમાં આવ્યા અને તે વિદ્યાની આરાધનાના ક૫ અનુસાર ચંડાળની છડી સાથે વેવિશાળની પ્રાર્થના કરી અને બને ઘરજમાઈ તરીકે તેને ત્યાં રહ્યા. તેઓ બે ચંડાળપુત્રી સાથે પરણ્યા અને સાથે રહેવા લાગ્યા; પરંતુ જુદા જુદા ભાગમાં રહીને તેઓ વિદ્યા સાધવા લાગ્યા. ચંડાળ કન્યા નીચ હેવાથી હાવભાવ કરીને તેઓને ક્ષોભ પમાડતી હતી, પરંતુ બેમાંથી એક વિદ્યાધર તે દઢ નિશ્ચયવાળે હોવાથી જરા પણ ડગે નહિ અને છ માસ સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળી વિદ્યા સિદ્ધ કરીને વૈતાઢય પર્વતે ગયો અને સર્વ લક્ષ્મી અને રાજ્યનું સુખ અનુભવ્યું બીજે વિદ્યાધર ચંડાળ કન્યાથી ક્ષોભ પામી ગયો અને તેની સાથે લપટા, બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયે. નીચને સ્પર્શ થતાં જ પોતાની પાસે હતી તે વિદ્યા પણ ચાલી ગઈ અને ચંડાળપણું પામીને દુઃખી થયો. ઉપનય–આ વિદ્યાધરને સર્વ સામગ્રી મળી હતી છતાં ઇન્દ્રિય પરવશ થઈને સવ ગુમાવી બેઠે, તેવી રીતે આ સંસારમાં લાલચના પ્રસંગોથી બહુ ચેતવાની જરૂર છે. લાલચને લાત મારતાં શીખવાની ખાસ જરૂર છે. એ પ્રસંગે મનેવિકારને તાબે થઈ ધમ ધન હારી જવામાં આવે તે બીજા વિદ્યાધરની પેઠે દુઃખી થવું પડે. સત્ત્વવંત પ્રાણી પ્રથમ વિદ્યાધરની પેઠે પોતાનું દષ્ટિબિંદુ, હજારો જાળની વચ્ચે હોય તોપણ, ચૂકતા નથી. અને જે પ્રાણી તેવી રીતે વર્ણન કરે છે તે થોડા વખતમાં તેનાં ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. ૧૧. નિભંગીનું દૃષ્ટાંત–અનેક દેવોની સેવાના કર્યા પછી એક ભિક્ષુક જીવને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું. ચિંતામણિ રત્નને પ્રભાવ એ છે કે, તે જેની પાસે હોય તે તેનું આરાધન કરે તે પછી ઈચ્છિત વસ્તુ તેને મળે. અન્યદા તે પુરુષ સમુદ્રમાર્ગે પિતાને દેશ જતું હતું. એક રાત્રિએ ચંદ્રની કાંતિ સાથે ચિંતામણિ રત્નની કાંતિ સરખાવી તેને ઉડાડવા લાગ્યો. એવામાં હાથ સર્યો, રત્ન પડી ગયું, સમુદ્રમાં ડૂબી ગયું અને પોતે હતે તે દરિદ્ર થઈ ગયે. ઉપનય–મનુષ્યભવ ચિંતામણિ રત્ન સમાન છે. બહુ પ્રયાસથી મળે તેવું જૈન ધર્મરૂપ ચિંતામણિ રત્ન પ્રાપ્ત કરી, પ્રમાદને વશ થઈ, તે ખાઈ બેસવામાં આવે તો પછી ભવિષ્યમાં બહુ પસ્તાવાનું કારણ રહે છે; માટે રત્ન પ્રાપ્ત થાય ત્યારે તેની ખરી કિંમત સમજી તેને જાળવી રાખવું. શાસ્ત્રકારો સવ-પર-ઉપકારની બુદ્ધિથી આવા અનેક દષ્ટાંતે બતાવી ગયા છે. સર્વને Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ દશમ સાર એ છે કે વિષયને વશ ન થવું, મન પર અંકુશ રાખવો, પિતાની જવાબદારી સમજવી, મનુષ્યભવની અને દેવ-ગુરુ-ધર્મની જોગવાઈની પ્રાપ્તિની દુર્લભતા સમજવી અને લાલચમાં લપટાવું નહિ. સાક્ષર અને નિરક્ષરને બેધદાયક હેવાથી આ દષ્ટાંત પર જરૂરી વિવેચન કરવામાં આવ્યું છે. (૧૩; ૧૩૭) પ્રત્યેક ઇદ્રિયથી સ્પષ્ટ દષ્ટાંત पतङ्गभृङ्गेणखगाहिमीनद्विपद्विपारिप्रमुखाः प्रमादैः । शोच्या यथा स्युर्मृतिबन्धदुःखैश्चिराय भावी त्वमपीति जन्तो ! ॥१४॥ (उपजाति) પતંગિયું, ભમરો, હરણ, પક્ષી, સર્પ, માછલું, હાથી, સિંહ વગેરે પ્રમાદથીએક-એક ઈદ્રિયના વિષયરૂપ પ્રમાદને વશ થઈ જવાથી-જેમ મરણ બંધન વગેરે દુખેથી પીડા પામે છે, તેમ છે જીવ ! તું પણ ઇંદ્રિયને વશ પડીને લાંબા વખત સુધી શોચ પામીશ.” (૧૪) વિવેચન-ઉપર સામાન્ય પ્રકારે પ્રમાદ ત્યાગ કરવાનું કહ્યું, તેમાં અનેક દૃષ્ટાંત બતાવીને કહ્યું કે જે પ્રમાદ કરવામાં આવશે તે મહા-દુઃખ પ્રાપ્ત થશે. હવે અત્ર બતાવે છે કે એક ઇંદ્રિયને વશ પડવાથી પણ મહા-દુઃખ થાય છે, બિચારા તિર્યંચોને પણ એક એક ઈંદ્રિયને પરવશ પડવાથી વધ, બંધનાદિ સહન કરવો પડે છે અને છેવટે મરણ પણ થાય છે, તે તારે તો પાંચે ઇન્દ્રિયો નિરંકુશપણે વતે છે, તે તારા શા હાલ થશે તે વિચારજે. ૧. પતંગ-રાત્રિએ છેટેથી સુવર્ણના રંગ જેવો દીવો જેઈને પતંગિયું તેના માહથી આકર્ષણ પામી તેના પર પડે છે, તરત જ બળી જાય છે અથવા તેમાં ડૂબી મરે છે, ચક્ષુરિંદ્રિયને પરવશ થવાથી આ મરણ-દુઃખ થયું. ૨. ભ્રમર–સુગંધીના મોહથી સાંજ સુધી ભમરો કમળમાં બેસી રહે છે અને તેમાં મસ્ત થઈ જાય છે. સાંજે કમળ બિડાવા માંડે છે ત્યારે પણ “ઊડું છું” “ઊડું છું” એમ વિચારે છે, તેવામાં કમળ બંધ થઈ જાય છે પછી તે નીકળી શકતું નથી અને આખી રાત બંધન પામે છે. તેમાં પણ પ્રભાત થયા અગાઉ જે હાથી આવે છે, તો તે કમળને ઉખેડીને ભક્ષ્ય કરી જાય છે, તેથી તે મરણ પામે છે. - હાથીના ગંડસ્થળામાંથી મદ ઝરે છે. તેની સુગંધથી ખેંચાઈ હાથીના મસ્તક પાસે અને પડખે ભમરાઓ ગુંજારવ કરે છે. હાથી કાન ફફડાવ્યા કરે છે, તેના ઝપાટામાં આવવાથી કેટલાક ભમરા મરણ પામે છે. આ નાસિકાછદ્રિયને પરવશ પડવાથી થયેલું દુઃખ છે. ૩. હરણ-જ્યારે હરણને પાસમાં ફસાવવાં હોય છે, ત્યારે પારધી સુંદર વાંસળીથી મધુર ગાન કરે છે. તે સાંભળી જંગલનાં હરણો આવે છે. બિચારાને ખબર નથી Page #279 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યપદેશ [ ૨૦૭ કે સાંભળવા જતાં પ્રાણ નાશ થશે તે વખતે પાથરેલી જાળ પારધી સંકેચી લે છે, અને ભેળે મૃગ તેને ભેગા થઈ પડે છે. આ દુઃખ શ્રવણુદ્રિયને પરવશ પડવાથી થયું. ૪. પક્ષી-નીચે ઘઉં, જાર, બાજરો વગેરે અનાજ વિસ્તારી, તેના પર જાળ પાથરી પારધીઓ દૂર ખસી જાય છે. અનાજના લોભથી ભેળાં કબૂતરો અને બીજા પક્ષીઓ લલચાય છે અને, અન્ન ખાવા જતાં, જાળમાં ફસાઈ જાય છે. આવનાર પક્ષી દાણું જુએ છે. લાલચને એક જ આંખ ખુલ્લી હોય છે અને તેથી પાથરેલી જાળ જોવામાં આવતી નથી. બિચારાં અનેક પક્ષીઓ આવી રીતે જાળમાં ફસાઈ જાય છે. જિહવાને વશ થવાથી થયેલું આ દુઃખ સમજવું. ૫. સપ––કર્ણને વશ થઈને સર્પ વાંસળીને સ્વર સાંભળવા પિતાના રાફડામાંથી બહાર નીકળે છે અને પછી ગારુડી તેને પકડી લે છે, એટલે જન્મપર્યત કેદખાનું સહેવું પડે છે. આ કણને વશ થવાથી બંધને પામવાનું બીજુ દષ્ટાંત થયું. ૬. માછલું-મચ્છીમાર લોહના આંકડામાં ખાવાનો પદાર્થ ભરાવી તે જળાશયમાં મૂકી રાખે છે. માછલું તે પદાર્થના રસથી આકર્ષાઈ તે ખાવા આવે છે. તે પદાર્થ ખાવાનું તે દૂર રહે છે, પણ આંકડો તળાવામાં પિસી જાય છે અને માછલું મરણ પામે છે. જીભને વશ થવાથી મરણુભય થવાનું આ બીજું દષ્ટાંત થયું. ૭. હાથી–હાથીને પકડવાનો રસ્તો નીચે પ્રમાણે છે જ્યારે તેને પકડવો હોય છે ત્યારે ઘર વિભાગમાં એક હાથણીને ઊભી રાખે છે. અને તેની આડો એક મેટે ખાડો દે છે. કેટલીક વખત એવા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે ને હાથણીનું મૂત્ર ફરતુ છાંટે છે. તેની ગંધથી આકર્ષાઈ હાથી ત્યાં આવે છે. ખાડાની અંદર તૃણ વગેરે ભરી ઉપરથી ઢાંકી દે છે અને હાથી જેવો દૂરથી આવે છે, તેવો હાથણીને જોઈ કામવિકારને વશ થાય છે, તેથી દેડો દેડતે હાથણી પાસે જવા જાય છે, તે જ તે ખાડામાં પડે છે. ત્યાર પછી તેને બંધન વગેરે મહાદુઃખ પ્રાપ્ત થાય છે. આ બધું સ્પશેટ્રિયને વશ પડવાથી થતું દુઃખ છે. ૮. સિહ-સિંહને પકડ હોય છે ત્યારે એક મેટા પાંજરાના બે વિભાગ બનાવે છે એક ભાગમાં એક બેકડાને પૂરે છે અને તેને મજબૂત બંધ કરે છે. બીજા ભાગ ઉઘાડ રાખી તેના ઉપર માણસે બેસે છે. સિંહ લેભથી આવે છે અને બેકડાના માંસની લાલચે જે અંદર પેસે છે કે ઉપરના માણસે દરવાજો પાડી નાખી તેને કેદ કરે છે. અથવા બાકડે ખુલ્લો રાખે છે તો તેને મારવા જતાં સિંહ સપડાઈ જાય છે. આ દુઃખ જીભને પરવશ પડવાથી થયેલું છે. આવી રીતે એક-એક ઈદ્રિયને વશ પડવાથી ઉક્ત તિર્યંચે મરણકષ્ટ જેવું અથવા મરણનું જ દુખ પામે છે. તેમાં સમજશક્તિ ઓછી છે. તું સમજુ છે, સંસારનું સ્વરૂપ જાણે છે, છતાં મેહને વશ પી ઈંદ્રિ પર અંકુશ રાખીશ નહિ, તે મન પર અંકુશ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ક્રેશમ રહેશે નહિ; અને જ્યારે મન પર અંકુશ રહેશે નાંડે ત્યારે પછી બધી મહેનત લગભગ નકામા જેવી થશે; માટે ચેત, જો, જાગ્રત થા, વિચાર કર. ( ૧૪; ૧૩૮ ) પ્રમાદનું ત્યાજ્યપણુ पुराऽपि पापैः पतितोऽसि दुःखराशौ पुनर्मूढ ! करोषि तानि । मज्जन्महापङ्किलवारिपूरे, शिला निजे मूर्ध्नि गले च धत्से ॥ १५ ॥ ( उपजाति) “ હે મૂઢ ! પૂર્વે પણ પાપ વડે તુ' દુઃખના ઢગમાં પડયો છે અને વળી હજુ પણ તે જ કરે છે, મહાકાદવવાળા પાણીના પૂરમાં પડતાં પડતાં ખરેખર તું તા તારે ગળે અને મસ્તકે માટા પત્થર ધારણ કરે છે !” ( ૧૫ ) વિવેચન—પાપથી સંસારમાં ડૂબે છે અને વળી તે જ કરે છે. ડૂબતા માણસ સાથે ઘંટીનું પડ અથવા મેટા પથરા ગળે બાંધે તેા તે વિશેષ ડૂબી જાય છે અને તેનું મડદુ‘ પણ હાથ આવતુ' નથી, કારણ કે તેનેા ભાર વધારે થવાથી ઊંચા આવતા જ નથી. પાપી ડૂબતાં ડૂબતાં પણ એવાં પાપા કરે છે કે જેથી વિશેષ ને વિશેષ ડૂબતા જ જાય છે. અથ સ્પષ્ટ છે. (૧૫, ૧૩૯ ) સુખપ્રાપ્તિ અને દુ:ખનાશના ઉપાય पुनः पुनर्जीव तवोपदिश्यते, बिभेषि दुःखात्सुखमीहसे च चेत् । कुरुष्व तत्किञ्चन येन वाञ्छितं भवेत्तत्वास्तेऽवसरोऽयमेव यत् ।। १६ ।। ( वंशस्थ ) “ હે ભાઇ ! અમે તો તને વારવાર કહીએ છીએ કે તું દુઃખથી બીતા હો અને સુખની ઈચ્છા રાખતા હો તો તુ કાંઇક એવુ' કર કે જેથી વાંછિત થઈ જાય કારણ કે આ તને પ્રાપ્ત થયેલા અવસર છે ( આ તારા વખત છે).” (૧૬) વિવેચન—જ્ઞાની ગુરુમહારાજ દયાના ભડાર હાય છે. તેઆને આ જીવની દુઃખી સ્થિતિ જોઈ અત્યંત દયા આવી જાય છે, તેથી તેને બધા ઉપદેશના સાર કહે છે કે હું ભાઈ! તું અત્યારે પચે દ્રિયપણું, આ ક્ષેત્ર, મનુષ્યભવ, ધર્મ' સાધવા માટે સવ ઇંદ્રિયાની અનુકૂળતા, જૈનધમ, સત્યતત્ત્વાપદેશક ગુરુમહાજના યેાગ અને એવી એવી બીજી અનેક જોગવાઇ પામ્યા છે, માટે અમે તને ટૂંકામાં કહીએ છીએ--જે આખા શાસ્ત્રમાં કહ્યું છે તેના સાર તને અર્ધા શ્લેાકમાં કહીએ છીએ—કે તુ' કંઇક કર કે, જેથી તારું યાંછિત સફળ થાય. આ વખત તે એવું અભિનવ તપ, સયમ, ધૃતિ, વ્યવહારશુદ્ધિ વિરતિ આદિ કર કે તારે બધી ભવની પીડા મટી જાય. અત્યારના વખત એ તારા હાથમાં સેાના જેવી તક છે. આવા અવસર ફરી ફરીને આવતા નથી અને પછી ગરથ ગયા પછી-જ્ઞાન-અને વય ગયા પછી-વૈરાગ્ય વ્યથ છે. સસ્કૃતમાં એક કહેવત છે કે અવાશિમાત્ર મવેત્તાણુ, છુટા નારી પતિવ્રતા ! અશક્તિમાન હેાય તે સાધુ થઈ ને બેસે અને Page #281 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યેાપદેશ [ ૨૦૯ વૃદ્ધ સ્ત્રી પતિવ્રતા હૈાવાના દાવા કરે તેમાં કાંઈ વિશેષપણું નથી, જે વખતે શરીરની સ ઈંદ્રિયા મજબૂત હોય, કામ કરવાની શક્તિ હાય, તે વખતે ઈંદ્રિયા પર અકુશ રાખવેા, સુકૃત્યમાં જ શક્તિના વ્યય કરવા એ પ્રશસ્ય છે. સુખ મેળવવાની ઈચ્છા હાય અને દુઃખના ત્યાગ કરવાની કામના વતી હાય તા આવી ઉત્તમ જોગવાઈના બનતા લાભ લઈ લે. સદ્ગુણ પ્રાપ્ત કરવાની પ્રખળ ઈચ્છા સાથે દુર્ગુણા પર દેઢ વિરાગ આવી જતાં ધીમે ધીમે તારું સાધ્ય સન્મુખ થતુ. જશે, એ હવે તને વારવાર સમજાવવાની જરૂર રહી નથી. તેમ કરવાની આ ભવમાં તને ઉત્તમ તક મળી ગઈ છે, તેથી પૂરતા લાભ લઈ લે. ( ૧૬; ૧૪૦) સુખપ્રાપ્તિના ઉપાય-ધમ સવ સ્વ દ धनाङ्गसौख्यस्वजनानसूनपि त्यज त्यजैकं न च धर्ममार्हतम् । भवन्ति धर्माद्धि भवे भवेऽर्थितान्यमून्यमीभिः पुनरेष दुर्लभः ॥ १७ ॥ ( वंशस्थ ) એક પૈસા, શરીર, સુખ, સગા-સમધીએ અને છેવટે પ્રાણ પણ તજી દે, પણ વીતરાગ અર્હંત પરમાત્માએ બતાવેલા ધમ તજીશ નહિ; ધર્માંથી ભવાભવમાં આ પદાર્થો, ( પૈસા,સુખ વગેરે ) મળશે, પણ એથી ( પૈસા વગેરેથી ) તે ( ધર્મ ) મળવા દુર્લભ છે.” (૧૭) વિવેચન--ગત લેાકમાં કહ્યું કે તારે અત્યારે ધમ કરવાના સમય છે, તે હકીકત અત્ર વિશેષ સ્ફુટ કરે છે. ધર્મ માટે સર્વ તજી દેવું એ યાગ્ય છે, પણ કોઇ પણ વસ્તુ માટે-ગમે તેવા લાભ માટે-ધના ત્યાગ કરવા, એ યેાગ્ય નથી. માણસ પાંચ-દશ રૂપિયા માટે ધર્મના ત્યાગ કરે છે, જૂઠુ બાલે છે અને કેટલાક જીવા તે એક દમડી માટે સે સાગન ખાય છે, ઇંદ્રિયાને તૃપ્ત કરવા અભક્ષ્ય ભક્ષણ કરે છે, અકાળે ભાજન કરે છે, અપેયનું પાન કરે છે અને ગમે તેમ ખેલે છે. આ સવ થાય છે. તેનુ કારણ બહુ વિચારવા જેવું છે. આ જીવને પેાતાનુ શું છે અને પારકુ શુ છે? આત્મિક શું છે. અને પૌગલિક શું છે ?–તેનુ` ભાન નથી, એટલે ભેદજ્ઞાન નથી. આ જ્ઞાન જ્યાં સુધી યાગ્ય રીતે થતુ નથી, ત્યાં સુધી સ` નકામુ છે. એ જ્ઞાન વગર જીવ જેટલાં કહે તેટલાં માઠાં આચરણા કરે છે; પણ બિચારી સમજતેા નથી કે— धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथं शुभायतिर्भावी स स्वामिद्रोहपातकी ॥ “ જે ધર્માંના પ્રભાવથી અશ્વય પ્રાપ્ત કરે છે, તે જ ઐશ્વર્યથી તેના ધણી ધર્મના નાશ કરે છે, ત્યારે તેનું સારું તે કેમ થાય ? તે તા સ્વામીદ્રોહી છે અને તેથી મહાપાપી છે.” આવી રીતે ધર્મના નાશ કરનાર સ્વામીદ્રોહ કરે છે અને સ્વામીદ્રોહ કરનાર આ ભવ અને પરભવમાં દુઃખી થાય છે. શાસ્ત્રકાર કહે છે કે “ધમ અર્થ ઈાં પ્રાણુને જી, છડે પણ અ. ૨૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ ] અધ્યાત્મકલ્પદ્રુમ [અષ્ટમ નહિ ઘમ” સત્ત્વવંત પ્રાણી હોય છે તે ધર્મને માટે જીવિતવ્ય તજે, પણું જીવિતવ્યને માટે ધર્મ ન તજે; કારણ કે ધર્મ એ સર્વસ્વ છે અને એનાથી સર્વ મળે છે. પણ જ્યારે ધર્મને ગુમાવી દેવામાં આવે છે ત્યારે પછી એશ્વર્ય, યૌવન, વૈભવ કાંઈ પણ મળતું નથી અને રાખેલું હોય છે તે પણ જાય છે, માટે પ્રાણુત કષ્ટ પણ ધર્મને ત્યાગ ન કરવો આ હેતુથી જ સૂક્તમુક્તાવલિકારે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ પુરુષાર્થોમાં કેવળ ધર્મને જ પ્રધાન કહ્યો છે. તarfi બર્મ પ્રવરે નિત્ત-તે ત્રણે પુરુષાર્થોમાં ધર્મ પુરુષાર્થને જ્ઞાનીએ શ્રેષ્ઠ બતાવે છે. ગૃહસ્થોએ ત્રણે પુરુષાર્થ સરખી રીતે સાધવા ગ્ય છે, એમ જે કહેવામાં આવે છે તે પણ જ્યારે ધર્મને બાધ ન થતો હોય ત્યારે જ સમજવું. (આ વિષય પર વિશેષ હકીકત બારમા અધિકારમાંથી મળશે.) (૧૭૧૪૧) સકામ દુ:ખ સહન; તેનાથી લાભ दुःख यथा बहुविधं सहसेऽप्यकामः, कामं तथा * सहसि चेत्करुणादिभावैः । अल्पीयसाऽपि तव तेन भवान्तरे स्या-दात्यन्तिकी सकलदुःखनिवृत्तिरेव॥१८॥(वसन्ततिलका) “વગર ઈછાએ જેમ તું બહુ પ્રકારનાં દુઃખ સહન કરે છે તેમ જ જો તું કરુણાદિક ભાવનાથી ઈચ્છા પૂર્વક થોડાં પણ દુખે સહન કરીશ તે ભવાંતરે હંમેશને માટે સર્વ દુઃખની નિવૃત્તિ થશે જ.” (૧૮) વિવેચન–આ પ્રાણી પૈસા ખાતર અને કર્મના પરાધીનપણથી, ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે સર્વ વેઠે છે, બે વાગે ખાય છે, આ બે દિવસ ભૂખ્યા રહે છે, ચિડાઉ શેઠિયાઓના ફટાવાળા હુકમ ઉઠાવે છે, માર ખમે છે અને સ્વાધીન અને પરાધીનપણે સર્વ પ્રકારનાં દુઃખ ખમે છે. આ જ પ્રકારનાં કષ્ટો કર્મક્ષયની ઈરછા સહિત સહન કરવાથી યતિએ મોક્ષ મેળવે છે. આ જીવને ઇરાદો ફેર હોવાથી તેને લાભ મળતો નથી. જે પ્રથમ અધિકારમાં કહ્યું છે તેવા સ્વરૂપવાળી મિસ્ત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના ભાવીને રીતસર દુઃખ સહન કરવામાં આવે, તે તે કામ થઈ જાય. મેઘકુમારે હાથીના ભવમાં કરુણું લાવી ત્રણ દિવસ પગ ઊંચે રાખ્યો તેથી કેટલું સુખ પામ્યા ! હજારે વરસ સુધી ઘેર તપસ્યા કરે, છતાં મનમાં ઈછા પૌગલિક સુખની હોય, તે અજ્ઞાન, કષ્ટ વડે ઊલટે સંસાર વધારે છે. વળી, બીજી રીતે જોઈએ તો, એકેદ્રિય બેઇઢિય. તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિયપણામાં તેમ જ પંચેદ્રિય તિર્યચપણમાં આ જીવ કર્મક્ષયની ઈચ્છા વિના ઘણાં દુઃખે સહન કરે છે. હવે જે દુઃખ આ જીવે સહન કર્યા છે તેથી થોડાં દુખે પણ તે પૌગલિક સુખની વાંછા સિવાય સહન કરે, તે તેને હંમેશને માટે દુઃખને છેડે આવી જાય. આવાં દુખે સમકિત દષ્ટિ જીવો મુદ્દગળના સુખની બુદ્ધિ સિવાય સહન કરે છે, તેથી તેને સકામ નિર્જરા થાય છે. સકામ” * एकाचार्यमतेनानित्यमात्मनेपदमनुबन्धनिर्दिष्टमिति परस्मैपदम् । Page #283 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યપદેશ [ ૨૧૧ શબ્દને અર્થ અત્ર વિચારવા જેવો છે. સકામ એટલે ઈચ્છાપૂર્વક–જાણી જોઈને-સમજીને કરેલું કાર્ય પણ એમાં ફળાપેક્ષા હોતી નથી અથવા હોય છે તે માત્ર કર્મક્ષય કરવાની જ હોય છે, પૌદ્દગલિક સુખ મેળવવાની હોતી નથી. અમુક ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી જ્યારે અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે, એટલે જ્યારે આત્મપરિણતિ એવી સીધી થઈ જાય છે કે વગર ધારણએ પણ શુદ્ધ વર્તન જ થાય, ત્યારે પછી “કર્મ ક્ષચ” ની પણ કામના રહેતી નથી, કીર્તિ, લાભ કે એવી ઈરછા રાખીને અનુષ્ઠાન કરવાની આજ્ઞા નથી, પણ કર્મક્ષયનું નિમિત્ત ધ્યાનમાં રાખી, તે કામનાથી અનુષ્ઠાન કરવાની આજ્ઞા છે. અને જ્યારે અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે, ત્યારે તે કામના પણ પોતાની મેળે જ જતી રહે છે. ભક્તિમાર્ગની પુષ્ટિને અંગે પ્રભુચરણે સર્વ અર્પણ કરવાને જે પ્રવાદ શ્રીમદ્દભગવદ્ગીતામાં કહે છે તેને આ વિષય સાથે બહુ સંબંધ નથી; કારણ કે એમાં પિતાની સ્થિતિ, અધિકાર કે ગ્યતા વગર કાંઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર કાર્ય–કર્મ કરવાની આજ્ઞા છે, એવા પ્રકારનું વર્તન અત્ર ઈષ્ટ નથી. કર્મક્ષયનું નિમિત્ત રહે, તે જ નવાં બંધાતાં અશુભ કર્મોને ડર અને મોક્ષ મેળવવામાં અનુકૂળ થઈ પડે તેવા શુભ કર્મો પર સારું લક્ષ્ય રહે. આવા પ્રકારનાં અનુષ્ઠાનને જૈન પરિભાષામાં “કામ” અનુષ્ઠાન કહેવામાં આવે છે. (૧૮; ૧૪૨) પાપકર્મોમાં ડહાપણુ માનનાર પ્રત્યે प्रगल्भसे कर्मसु पापकेष्वरे ! यदाशया शर्म न तद्विनानितम् । વિમવયંશ વિનશ્વર તુર્ત, જિમેર જિંતુતિવતો દિ? ? ( વંશરથ) જે સુખની ઈચ્છાથી તે પાપકમાં મૂર્ખાઈથી તલ્લીન થાય છે, તે સુખ તે જીવિતવ્ય વગર કાંઈ કામનાં નથી; અને જિંદગી તે શીધ્ર નાશવંત છે, એમ જ્યારે તું સમજે છે, ત્યારે અરે ભાઈ! તું દુર્ગતિનાં દુઃખથી કેમ બનતો નથી ?”(૧૯) વિવેચન—ઘણું જ પાપમાં પણ મગરૂબી માને છે. પિતે પોપકારી વ્યાપાર કરતે હોય, તે બીજાને જણાવે છે કે અરે ભાઈ ! આ વ્યાપારથી આ લાભ છે અને અર્થશાસ્ત્રીઓને આ વિચાર છે અને આમ છે ને તેમ છે વગેરે. વ્યાપારની પ્રવૃત્તિમાં જે અસદ્દવ્યાપાર કરે છે અને તેનાથી જે સુખ મેળવવા ઈચ્છે છે તે સુખને આધાર તે માત્ર જિંદગી ઉપર છે, એટલે પ્રાપ્ત કરેલું સુખ બહુ તે આ ભવ સુધી ચાલશે, તેથી વધારે કાંઈ પણ સાથે આવતું નથી. પેદા કરેલા પૈસા, બાંધેલી હવેલીઓ, વાડીઓ, સુંદર ઘેડાની જોડીઓ અને પહેરવાનાં કપડાં તથા છાંટવાનાં સેન્ટ-લવંડર-સર્વ અહી જ રહેવાના છે. વળી, જિંદગીને ભરોસો નથી. પૂરેપૂરો તંદુરસ્ત દેખાતે માણસ પળવારમાં ઊડી જાય છે, વળી, જિંદગી આવી અસ્થિર છે અને પાપકર્મોથી આગામી ભવમાં દુઃખ તે બહુ પડવાનું છે, Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ દશમ ત્યારે તને આ દુઃખા વધારે આકરાં લાગે છે કે અહીંનું જરા સુખ વધારે સારું લાગે છે ? હે ભાઇ ! જરા વિચાર કર; પાપકર્મો કરી તેના પર પડિતાઈના તીવ્ર રસ ચઢાવી નિષ્કાસિત બંધ કર મા! અમુક પ્રવૃત્તિ કર્યા વગર ચાલે તેવું ન જ હોય તે તે અણુછૂટકે કરવી, પણ તેના પર વળી અભિમાન કરી નવા રસ ચઢાવવા એ વિદ્વત્તાનુ' લક્ષણ નથી. શેઠ અને મહંત—આ સંબંધમાં એક છાત બહુ મનન કરવા ચેાગ્ય છે. એક શેઠે સુદર ખગલા ધાબ્યા. તેમાં બહુ સારુ. ફરનીચર વસાવ્યુ. અને રગરગાન કરી ભવ્ય મંદિર તૈયાર કરી દીધું. પેાતાને ત્યાં જેટલા પરાણા આવે, તેને બંગલાના દરેક વિભાગમાં ફેરવી બતાવે અને વખાણ સાંભળી મનમાં મલકાય. એક વખત તેને ત્યાં એક મહંત આવ્યા. ખીજાની પેઠે, તેને પણ આખા બગલા ખતાન્યે અને વારવાર તેની પાસેથી વખાણ સાંભળવાની આશા રાખી. પણ મહુત મહારાજ તે કાંઈ મેલે નહિ ! આ પ્રમાણે જોઈ શેઠ મેલ્યા કે ‘સાહેબ! પ્રથમ હૌલમાં આપને ખતાવેલ ફરનીચર ચીનથી આર કરી મગાવ્યુ` છે; દીવાનખાનાનુ` સ ફરનીચર જાપાનીઝ છે; ડોક્ટંગ રૂમનુ સ ફરનીચર ઈંગ્લીશ છે; કખાટા પર ફ્રેન્ચ પોલિશ ખાસ કારીગર પાસે કરાવ્યેા છે; ચીની કામ સ જર્મન છે; અને રંગ વાનીશ સર્વ જયપુરના ચિતારાને ખેલાવી કરાવ્યાં છે.’ આ સવ હકીકત સાંભળવા છતાં પણ મહત તે મૌન જ રહ્યા. કારણ વગર વખાણ કરવાથી આરંભના ભાગી થવાય છે, એ નિયમ મહંતના મનમાં સુવિદિત હતા. છેવટે શેઠે કહ્યુ સાહેબ! આપ કેમ તદ્ન મૌન રહ્યા છે! ? કેમ કાંઈ ખેલતા નથી ? આપ શુ વિચાર કરી છે ?” મહંત પ્રસગ જોઈ માલ્યા : શેઠ ! હું તમારા ઘરના ફરનીચર, બાંધણી વગેરેના જ વિચાર કરું છું, પણ તમે ઘરની બાંધણીમાં એક માટી ભૂલ કરી હોય, એમ મને જણાય છે.' શેઠ તા ચમકથા કે આવા સુંદર ફરનીચરથી ફ્નીશ કરેલા બંગલામાં વળી ભૂલ તે શુ` રહી ગઇ હશે ! સ્વાભાવિક રીતે ‘ભૂલ શી છે ? ’ એવા સવાલ કર્યાં. પ્રત્યુત્તરમાં મહંત ખેલ્યા કે ‘શેઠ! તમે આ બારણાં મૂકયાં છે તે ન મૂકવાં જોઈ એ. ’શેઠે પૂછ્યું' : ‘સાહેબ ! આપ આ પ્રમાણે કેમ એલા છે ? ખારણાં વગરનાં તે ઘર હોય ? મહંત કહે છે કે ‘હું સકારણ જ મેલુ' છુ.... એક દિવસ એવા આવશે કે ખીજા' માણસે તને આ ખારાંમાંથી બહાર કહાડશે અને તારાથી કઢી ફરી પ્રવેશ પણ થઇ શકશે નહિ ! તું પ્રવેશ કરવા ઈચ્છા રાખીશ તા ખીજા તને આવતા જોવા ઈચ્છશે પણ નહિ; માટે જો તે ખરણાં મુકાવ્યાં ન હેાત, તે તારે બહાર જવું પડત નહિ.’ શેઠ આના ભાવા સમજી ગયા અને ઘર પરનું મમત્વ મૂકી દીધુ.. મહાદાનેશ્વરી થઈ, સર્વ ત્યાગ કર્યા પછી મહડત પાસે જ વ્રત લઈ આત્મકમમાં ઉદ્યત થઈ ગયા. આ શ્લાકના આ ભાવ વિચારવા ચેાગ્ય છે. (૧૯) ૧૪૩) 6 6 Page #285 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યપદેશ [ ૨૧૩ તારાં કૃત્ય અને ભવિષ્યનો વિચાર कर्माणि रे जीव ! करोषि तानि, यैस्ते भकिन्यो विपदो ह्यनन्ताः । ताभ्यो भिया * तद्दधसेऽधुना किं, संभाविताभ्योऽपि भृशाकुलत्वम् ? ॥२०॥ (इन्द्रवज्रा) હે જીવ! તું કર્મો એવાં કરે છે કે જેના વડે તને ભવિષ્યમાં અનંત આપત્તિઓ થાય ત્યારે સંભવિત એવી વિપત્તિઓના ભયથી અત્યારે અત્યંત આકુળવ્યાકુળ શા માટે થાય છે?” (૨૦) વિવેચન–ગુરુમહારાજ વ્યાખ્યાન વાંચતા હોય છે, તે શાસ્ત્રશ્રવણ વખતે, જ્યારે નરક અધિકાર ચાલતો હોય છે ત્યારે, નરકગતિનાં દુઃખો અને ત્યાં થતી અન્ય કૃત ક્ષેત્ર અને પરમાધામીકૃત વેદનાનું સ્વરૂપ સાંભળીને આ જીવ કમકમે છે, દુઃખી થાય છે અને કંપે છે. બીજા તિર્યંચ વગેરેનાં અવાચ્ય દુઃખો સાંભળીને પણ નિઃસાસો મૂકે છે. પોતે જાણે છે કે પાપકર્મો કરવાથી નારકી, તિર્યંચગતિનાં અનેક દુખ થાય છે, છતાં પિતે તે પાપ કર્યા જ કરે છે, ત્યારે શાસ્ત્રશ્રવણ વખતનો કમકમાટ અને કાર્યરેખા એ બન્ને વચ્ચે દેખીતે વિરોધ જણાય છે જેમ સુખ મેળવનાર સુખના વિચારથી જ દેડે છે અને પછી તે વિચારને અનુસારે ગમે તેટલું કષ્ટ સહન કરીને, સુખ મેળવવા યત્ન કરે છે, તેવી જ રીતે દુઃખને ત્યાગ ઈછનાર તેવા વિચારથી જ તે વિચારને અનુકુળ માગે દેડતા હોય તે નરકગતિનું થાળું ક્યારનુંયે ઓછું થઈ ગયું હોય, મતલબ કે સંસારી જીવોનાં દુઃખો મટી ગયાં હોય. આનો મતલબ એ છે કે જે દુખોનું વર્ણન સાંભળવાથી પણ કમકમાટ-રોમાંચ ઉત્પન્ન થાય છે તે દુઃખ જે પાપકર્મોથી થાય છે તેવાં પાપકર્મો કરવાનું છોડી દે. (૨૦; ૧૪૪) સહચારીના મૃત્યુથી બોધ ये पालिता वृद्धिमिताः सहैव, स्निग्धा भृशं स्नेहपदं च ये ते । यमेन तानप्यदयं गृहीतान् , ज्ञात्वाऽपि किं न त्वरसे हिताय ? ॥११॥ ( उपजाति ) “જે તારી સાથે પળાયા, પિોષાયા અને મોટા પણ સાથે થયા, વળી, જેઓ અત્યંત ઝંક ત્રીજી પંક્તિમાં વેત (તત તે બદલે) પાઠાંતર છે. આ બે પંક્તિને અર્થ આ પ્રમાણે કરવો : “જે તું વિપત્તિઓથી ડરતો ન હોય તે આ ભવમાં કપેલી–આપેલી અથવા ભવિષ્યમાં બનનારી એવી એ વિપત્તિઓથી તું આકુળવ્યાકુળ કેમ થઈ જાય છે ? ” આનો ભાવ એમ છે કે તેને ભવિષ્યમાં અનેક વિપત્તિઓ થાય તેવાં કૃત્યે તું કરે છે, પરંતુ તે ખમી શકવાનું તારું ખમીર નથી, કારણ કે અત્યારે આ ભવમાં સાધારણ રીતે કદાચ માત્ર બને તેવી, અથવા તદ્દન કાલ્પનિક વિપત્તિથી ડર્યા કરે છે અને ભવિષ્યમાં વિપત્તિઓ ભલે થાઓ એવું તું બોલે છે, એ તદ્દન ગેરવાજબી છે, પરસ્પરવિરોધી છે અને અવિચારી છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] અધ્યાત્મકલ્પમ [ નવમ નેહી હતા અને જે તારા પ્રેમપાત્ર હતા, તેઓને યમરાજે નિયપણે ગ્રહણ કર્યા છે, એમ જાણીને પણ તું સ્વહિત કરવા માટે કેમ ઉતાવળ કરતો નથી ?” (૨૧) વિવેચન-જે ભાઈઓ અને શેરીના છોકરાઓ સાથે રમ્યા, સાથે ઊછર્યા, સાથે ઉજાણીઓ જમ્યા, જેના ઉપર બહુ સ્નેહ હતો, જેમાં પ્રાણથી પણ વધારે પ્રિય હતા એવા ઘણા ચાલ્યા ગયા. દરેક પ્રાણીને અનુભવ હશે કે તેના નજીકના મિત્રો, અત્યંત નેહવાન સ્ત્રી કે ભર્તા, પુત્ર પર અત્યંત નેહાળુ માબાપે, નજીકના સહાયવાન ભાઈએ અને પ્રેમ રાખનારાઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે, અથવા તેમને આ દુનિયા છોડવી પડી છે. તેઓનાં અકાળ મરણ જોઈ જે બોધ થ જોઈએ તે એ જ કે અહ! તેઓની પડે, આપણે વારો પણ એક દિવસ આવશે જ, માટે આપણે જે કરવું હોય, તે કરી લેવું, આત્મહિત શું છે તે વિચારવું અને તે કરવું. મરવાથી જરા પણ ડરવું નહિ, પણ પ્રત્યેક ક્ષણે તેને માટે તૈયાર રહેવું. ભર્તુહરિ આવો જ વિચાર વૈરાગ્યશતકમાં બતાવે છેઃ वयं येभ्यो जाताश्चिरपरिगता एव खलु ते, समं यैः संवृद्धाः स्मृतिविषयतां तेऽपि गमिताः । इदानीमेते स्मः प्रतिदिवसमासन्नपतना दमूतास्तुल्यावस्थां सिकतिलनदीतीरतरुभिः ! ॥ એટલે “જેનાથી આપણે ઉત્પન્ન થયા, તેઓ ઘણા વખતથી ગયા, જેઓ સાથે આપણે મોટા થયા, તેઓ સ્મરણમાત્રમાં જ રહ્યા હવે આપણે પણ પડું પડું થઈ રહ્યા છીએ અને આપણી અવસ્થા નદીકાંઠે રેતીમાં ઊગેલા ઝાડના જેવી થઈ છે.” આ વિચારથી જ શાંતસુધારકારે પણ કહ્યું છે કે – यैः समं क्रीडिता ये च भृशमीडिता, यैः सहाकृष्महि प्रीतिवादम् । तान् जनान्वीक्ष्य बत भस्मभूयं गतान , निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ! ॥ આ શ્લોકને ભાવ ઉપર પ્રમાણે જ છે. આવા નજીકના સ્નેહીને ભસ્મ થયેલા જોઈએ છીએ, છતાં અમે તો નિઃશંક થઈને ફર્યા કરીએ છીએ. ખરેખર, પ્રમાદને ધિક્કાર છે ! આ સર્વ હકીકતની મતલબ એ છે કે દરેક પ્રાણીએ સંસારની અસ્થિરતા સમજીવિચારીને સ્વહિત શું છે, તે સમજતાં શીખવું, એટલું જ નહીં પણ આચરણ પણ તેવું જ કરવું કે જેથી સ્વહિત વૃદ્ધિ પામે. (૨૧; ૧૪૫) પુત્ર, સ્ત્રી કે સગાં ખાતરે પાપ કરનારાઓને ઉપદેશ यैः क्लिश्यसे त्वं धनबन्ध्वपत्य* यशःप्रभुत्वादिभिराशयस्थैः । कियानिह प्रेत्य च तैर्गुणस्ते, साध्यः किमायुश्च विचारयैवम् ? ॥ २२ ॥ (उपजाति) ક કવચિત પ્રથમ પંક્તિમાં જૈઃ જિજરારે વજનgavજા એવો પાઠાંતર છે તેને અર્થ બંધન તુલ્ય બંધુ, અપત્ય વગેરેથી તું ફલેશ પામે છે પણ વિ. ” એ પ્રમાણે કરવો. Page #287 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યપદેશ [ ૨૧૫ કલ્પનામાં રહેલાં એવાં ધન, સગાં પુત્ર, યશ, પ્રભુત્વ વગેરેથી (વગેરે માટે) તું કલેશ પામે છે; પણ તું વિચાર કર કે આ ભવમાં અને પરભવમાં તેઓથી કેટલો ગુણ સાધી શકાય તેમ છે અને તારું આયુષ્ય કેટલું છે?” (૨૨) વિવેચન–હે ભાઈ ! પૈસા માટે, અગાઉ બતાવ્યું તેમ, તું અનેક કષ્ટ સહન કરે છે, તેવી જ રીતે છોકરાને માટે વાર આપી જવા માટે મહામહેનત કરે છે, એવી જ રીતે આબરૂ ખાતર પણ મજૂરી કરવામાં બાકી રાખતું નથી અને શેઠાઈ માટે તે પડી મરે છે; પણ તું વિચાર તે કર કે આ ભવમાં તે કારણોથી કાંઈ લાભ સાધી શકાય તેમ છે? પૈસાની ખાતર પૈસા મેળવવા એ તે એક જાતિને સન્નિપાત છે અને છોકરા ખાતર મેળવવા એમાં પણ મૂર્ખાઈ છે. કયા છોકરાઓએ માટે વારસો આપવા માટે પોતાના બાપનો આભાર માન્યો છે?—આ વાકય જરા આકરું લાગશે, પણ ખરું છે. પુત્ર તરફ પિતાની ફરજ નથી એમ નથી, પણ પાપારંભ અને કષ્ટ સહન કરી, વારસો આપવાને કઈ પિતા બંધાયેલ નથી. એવી જ રીતે આબરૂ અનિશ્ચિત છે અને શેઠાઈ ચાલી જતાં વાર લાગતી નથી. આવી રીતે આ ભવમાં તે નકામી મજૂરી જ થાય છે અને પરભવમાં પાપના ભારથી ભારે થયેલે જીવ નરકગતિમાં અને નિગોદમાં અનંતકાળ પર્યત રખડે છે. વળી, કદાચ તકરારની ખાતર આ ભવમાં જરા જરા સુખ છે એમ માને, તે પણ તે કેટલું? મનુષ્ય આયુષ્ય મધ્યમ રીતે આ જમાનામાં પંચોતેર વરસનું ગણાય અને તેમાં પણ મરકી વગેરેના કેપથી અથવા બીજા વ્યાધિ કે અકસ્માતથી વચ્ચે ઊપડી જતાં વાર લાગે તેમ નથી, ત્યારે, અરે જીવ! તું શા વાસ્તે નકામે ખેંચાઈ જઈ બધું બગાડે છે? કેટલીક વાર ખોટી આશામાં તણાયેલા અને કેટલીક વાર ફરજના ખોટા ખ્યાલથી ઘેરાયેલો આ જીવ મુગ્ધપણાને લીધે સારા આશયથી પણ, અનેક ખેટાં કામની શ્રેણી કરી નાખે છે; પણ તે યોગ્ય વિચાર કરતો નથી, તેથી જ આ પ્રમાણે થવા પામે છે. પોતાની ખરી સ્થિતિ અને ફરજ શી છે, તે વિચારવાની બહુ જરૂર છે. વિચાર પણ યોગ્ય અંકુશ નીચે અને રીતસર કરવાની જરૂર છે. કેટલીક વાર પોતાનામાં હોય તે કરતાં વિચાર કરવાની વધારે યોગ્યતા માનવામાં આવે છે. દાખલા તરીકે પિતૃધર્મ, પતિધર્મ, લેકધર્મ અને આત્મધર્મના સંઘટ્ટમાં કર્યો ધમ પ્રથમ કર્તવ્યરૂપ ગણાય ? –એવા અગત્યના સવાલમાં પોતાના એક તરફી વિચારથી દેરાવું નહિ, પણ વધારે માન આપવા લાયક વિવેચક શક્તિવાળા માણસોના વિચાર સમજવા યત્ન કરવો. ગમે તેમ કરી આત્મહિત કરવાનું દષ્ટિબિંદુ ચૂકવું નહિ. (૨૨, ૧૪૬) પરદેશી પંથીને પ્રેમ; હિત વિચારણું किमु मुह्यसि गत्वरैः पृथक् कृपणैर्बन्धुवपुःपरिग्रहैः ? । વિશય હિતોપોનિોડવડમિન પરોવાથ રે! ૨૩ | (mતિ) Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] અધ્યાત્મકપદ્રુમ [ દશમ હે પરલેાકે જનારા પથી! જુદા જુદા ચાલ્યા જનારા અને તુચ્છ એવા ખંધુ, શરીર અને પૈસાથી તુ શું' માહ પામે છે ? આ વખતે તારા સુખમાં વધારો કરે તેવા ઉપાચા ખરેખરા કયા છે તે જ વિચાર.” (૨૩) વિવેચન—સ્ત્રી, પુત્ર, શરીર છૂટાં છૂટાં ચાલ્યાં જનારાં છે: પૈસા ઘેર રહેશે, શ્રી ડેલી સુધી આવશે, પુત્ર શ્મશાન સુધી આવશે અને શરીર ચિતા સુધી આવશે, પણ અંતે તું એકલા જ છે. વળી, આ સર્વે શરભૂત થવાને અસમર્થ છે. અત્ર જે સ મળ્યાં છે, તે એક મેળા જેવુ છે, તીની જગ્યાએ જેમ અમુક દિવસ મેળેા મળે છે અને ખીજે દિવસે પાછુ સવ વીંખાઈ જાય છે, તેમ આંખ મીચીને ઉઘાડીશ ત્યાં આ સર્વ લાપ થઈ જશે અને પાછુ' કલ્યાં જશે તેની ખખર પડશે નહિ. તેટલા માટે કહ્યું છે કે :— જેમ મેળે તીરથ મળે રે, જનવણજની કાજ, કેઈ તાટા કેઈ ફાયદા રે, લેઈ લેઈ નિજ ઘર જાય, — આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે તે આળખ અને પછી સાચું હિતકારક શું છે તે સમજ, તે સમજ્યા પછી, જનસમૂહના લાભનાં કાર્યોં કરી આત્મહિત સાધી આ ભવપ્રપ'ચની ૫'ચાતથી દૂર રહે. સવ ઉપદેશનું દૃષ્ટિબિંદુ એ જ છે કે આત્મહિત કરા, સસાર કાપી નાખે અને સમતારસમાં તરાળ થઈ જાઓ. આ શ્લેકમાં પૌલિક વસ્તુએ અને પ્રેમીના પ્રેમનું વસ્તુતઃ સ્વરૂપ શું છે તે જાણવાની–વિચારવાની સૂચના કરી અને વસ્તુતઃ તારું હિત શું છે તે વિચારીને કરવાની જરૂરિયાત બતાવી. જે વસ્તુઓના ખધનમાં ફસાઈ, આ જીવ તદ્દન ખાદ્ય વ્યવહારમાં સાઇ રહે છે, તે વસ્તુઓ ખધનને અથવા પ્રેમને લાયક નથી, અને તેવી માન્યતાવાળી વસ્તુ મેળવવાની ખટપટમાં આ જીવ એટલેા મસ્ત થઈ જાય છે કે પોતે કાણું ? પાતાનું કાણુ ? પોતાનું હિત શું ? કયાં ? કેવી રીતે પ્રાપ્તવ્ય ? પ્રાપ્ત કરવાની જરૂર ખરી કે નહિ —તે સંબધી વિચાર કરવાના પ્રસંગ પણ તેને મળતે નથી. આ ભૂલ સુધારવાના બેવડા ઉપદેશ અત્ર છે. સગાં-સબ`ધી એટલે સ્ત્રી, પુત્ર કે મિત્રા, શરીર અને પૈસા તારા પ્રેમને ચેાગ્ય પણ નથી, કારણ કે તે તારાં નથી, (૨૩; ૧૪૭) આત્મજાગૃતિ सुखमास्से सुखं शेषे, भुङ्क्षे पिबसि खेलसि । ન નને પ્રતઃ પુનૈ—વિના તે મિવિત્તિ ? ॥ ૪ ॥ (અનુષ્ટુપ્) 66 સુખે બેસે છે, સુખે સૂએ છે, સુખે ખાય છે, સુખે પીએ છે અને સુખે ખેલે છે, પણ આગળ-પરભવમાં પુણ્ય વગર તારા શા હાલ થશે તે હુ' જાણતો નથી.” (૨૪) વિવેચન—હે ભાઈ! સુખાસન કે સિ‘હાસન પર નિરાંતે બેસે છે, વિલાયતી પલંગા પર સુંદર ચાદરો બિછાવી સૂએ છે, જીભને સારા લાગતા ભક્ષ્યાભક્ષ્ય સ` પદાર્થો ખાચ Page #289 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યઉપદેશ [ ૨૧૭ છે, મદિરાપાન કરે છે અને એરેટેડ વાટરના અપેય પદાર્થોના ગ્લાસેા ગળામાં રેડે છે, તેમ જ અનેક રમત રમે છે; પણ તુ' વિચાર તે ખરો કે એ સવ પુણ્યના પ્રતાપે છે, તારે ગામનું લેણુ છે અને તે ઉઘરાણી પતતી જાય છે અને મળેલેા વારસા ખવાતા જાય છે, ધન એછુ થતું જાય છે એટલે પુણ્યધન ખવાતુ' જાય છે. હવે અત્યારે તે તું કાંઈ ધન રાખતા નથી, ત્યારે આગળ તારા શા હાલ થશે? મને તે તારે માટે વિચાર થઈ પડયા છે, પણ તું વિચાર કરતા નથી. જેને અત્ર સુખ, ભાગ, વૈભવ. સ'પત્તિ, આરોગ્ય હાય તેણે સંસારમાં લપટાવુ' એ મળેલી પુજીને ઉડાવી દેવા જેવું છે. અને વૈભવ, આરેાગ્ય વગર સ'સારમાં લપટાવું એ તા તદ્દન મજૂરી કરવા જેવુ છે, અફળ છે, અને કાઈ ડાહ્યો માણસ તેવું કરવાની હા પણ પાડે નહિ, એ સમજાય તેવુ છે. ભતૃહરિએ એક સ્થાનકે લખ્યું છે કે, “માઢા આગળ ગીતા ગવાતાં હોય, પડખે કવિએ બિરુદાવલિ ખેલતા હાય, ખાજુ પર ચામર વીતાં હાય અને માથે સેવકો છત્ર ધરી રહ્યા હાય એવું તારે હાય તા તે તું સંસારરસના સ્વાદ લેવાની ઈચ્છા કરે તે જરા વ્યાજબી પણ ગણાય.” આવું તેા તારે કાંઈ છે નહિ, વાસ્તે તુ' સ’સારમાં લપટાઈશ નહિ. તારે તેા વ્યવહારમાં કહેવત છે તેમ ન મળ્યા રામ, ને ન મળી માયા' જેવુ થાય છે. જરા પુણ્યધન છે તે પશુ ઊલટુ' તું તો હારી બેસે છે. તારી સ્થિતિ ઉચ્ચ કરવા માટે, અસગપણ' પ્રાપ્ત કરવાનાં સાધના મેળવવા માટે અને ચાલુ નકામી ઉપાધિઓથી દૂર રહેવા માટે તારે હજી પુણ્યની બહુ જરૂર છે; માટે જે કાર્ય સુખથી-સરળતાથી કરવાં જોઈ એ તે કર અને ખાવા-પીવાની ઉપર બહુ લક્ષ્ય છે તે છે।ડી દે. તારી હાલની સ્થિતિમાં તા હજુ પુણ્યધનના મોટા સૉંચયની જરૂર છે. તારી જીવનમુક્ત સ્થિતિ આવશે ત્યારે જ તારે પુણ્યને ખપ નથી; તે વખત અમે તને તે સ્વરૂપ અતાવશું અથવા તુ તારી મેળે જ તે સમજી શકીશ. (૨૪, ૧૪૮ ) થોડા કષ્ટથી બીવે છે અન બહુ કષ્ટ થાય તેવુ કરે છે शीतातापान्मक्षिकाकत्तृणादिस्पर्शाद्युत्थात्कष्टतोऽल्पाद्विभेषि । तास्ताश्चैभिः कर्मभिः स्वीकरोषि श्रश्रादीनां वेदना धिग् धियं ते ॥ २५ ॥ ( शालिनी ) ' ટાઢ, તડકા, માખીના ડસ અને કર્કશ તૃણાદિના સ્પર્શથી થયેલાં બહુ થાડાં અને થોડા વખત સુધી ચાલે તેવાં કષ્ટથી તુ' ડરી જાય છે અને તારાં પેાતાનાં કૃત્યાથી પ્રાપ્ત થનારી નરક–નિંગાદની મહાવેદનાઓને અંગીકાર કરે છે ! રંગ છે તારી અક્કલને !” (૨૫) વિવેચન—જ્ઞાની ગુરુને એક અહુ મેટુ આશ્ચય થાય છે. આ જીવ અહી તે એવા સુખશીલીએ થઈ જાય છે કે કપડામાં જરા તણખલુ પેઠું' હાય, તે તે પણુ ખમી શકતા નથી, ઠડડીથી રાડો પાડે છે અને ગરમીના વખતમાં ટટ્ટી, કાલ્ડ ડ્રીન્ક * વૈરાગ્યશતક, લેાક ૫૮ મે. અ. ૨૮ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ રામ વગેરે અનેક ધાંધલ કરી મૂકે છે. એક માખી કે મરછર બેસે ત્યાં તે તેને જીવ નીકળી જાય છે અને તપસ્યા પણ કરતા નથી. એક ઉપવાસ કરે તે જાણે બીજા ઉપર પાડ કરી નાખે છે અને તેમાં આગલે દિવસે સાંજે અને બીજે દિવસે સવારનાં એટલી ધમાધમ કરે છે કે તેવો ઉપવાસ કરવાથી ભગ બમણે થાય છે. આવી રીતે નાની-મોટી દરેક બાબતમાં આ જીવ આગ્રહભરેલી રીતે કષ્ટથી દૂર રહેવા યત્ન કરે છે, પરંતુ પોતાનું વર્તન, વ્યવહાર, આચરણ એવું રાખે છે કે જે દુઃખોથી અત્ર બીવે છે, તેવાં જ દુઃખ તેનાથી લાગણી જોરમાં સહન કરવો પડે. અત્ર પુણ્યધન ખાઈ જાય છે અને પછી તેને દુઃખ ને દુઃખ જ ભેગવવાને વારે આવે છે. ગુરુમહારાજ કહે છે કે “અરે મૂખ! તારી બુદ્ધિને માટે અમારે તે શું કહેવું ? તું ગૃહસ્થ હો કે યતિ છે, પણ તારે એક મુદ્દો અવશ્ય સાચવવું જોઈએ, અને તે એ છે કે મનુષ્યભવને પરિણામે સરવૈયામાં તેટે આવે નહિ. જે પુંછ લઈને આવ્યું છે, તેમાં કાંઈ પણ વધારે થ જોઈએ.” જે ગુરુમહારાજના એ ઉપદેશ પર ધ્યાન આપીશ, તો તે તને અમેઘ લક્ષમી પ્રાપ્ત થશે, તેથી વિચાર કરીને નરક-નિગદનાં દુઃખ સહન કરવો પડે તેવે વખત આવતો અટકાવ પછી તે ગતિમાં જતી વખત તું રાડ પાડીશ કે રેઈશ, તેપણ તારું કોઈ સાંભળશે નહિ. આ શ્લોકમાં એક બીજો ભાવ હોય એમ પણ કુંરે છે. સાધુધર્મ વહન કરવામાં પરીષહ સહન કરવા પડે છે, એ ખરું છે અને તેની બીકથી જ બહુ પ્રાકૃત પ્રાણીઓ તે ધર્મ અંગીકાર કરી શકતા નથી અને તેનાથી ડર્યા કરે છે, પરંતુ તેને બદલે થાય છે એમ કે જે કષ્ટની બીકથી ડર્યા કરે છે, તે જ કષ્ટ વ્યવહારમાં સહન કરે છે. ઠંડી વગેરે પરીષહના રૂપમાં સહન કરતો નથી, પરંતુ પરતંત્રતાથી સર્વ સહન કરે છે એ લગભગ દરરોજના અનુભવનો વિષય છે. આના પરિણામે બંને ભવ બગડે છે. અત્ર કષ્ટ વેઠે છે અને પરભવમાં પાછો દુર્ગતિમાં પડે છે. આવા પ્રકારની તારી પૃથક્કરણ કરવાની બુદ્ધિને રંગ છે ! (૨૫; ૧૪૯) ઉપસંહાર-પાપનો ડર कचित्कषायः क्वचन प्रमादैः, कदाग्रहैः कापि च* मत्सराद्यः । आत्मानमात्मन् ! कलुषीकरोपि, बिभेषि धिङ् ना नरकादधर्मा ॥ २६ ॥ (उपजाति) હે આત્મન ! કઈ વખત કષાય કરીને અને કોઈ વખત પ્રમાદ કરીને, કઈ વખત કદાગ્રહ કરીને અને કઈ વખત મત્સર વગેરે કરીને, આત્માને મલિન કરે છે. અરે ! તને ધિક્કાર છે! તું એ અધમી કે નરકથી પણ બીતે નથી?” (૨૬) વિવેચન-આ જીવ કોઈ વાર ક્રોધ કરે છે, કેઈ વાર અહંકાર કરે છે, કઈ વાર કપટ કરે છે, કેઈ વાર પૈસાની ઝંખના કર્યા કરે છે, કઈ વખત બેટ અભિનિવેશ કરે છે, કેઈ એક રમતઃ તિ વા ઘર Page #291 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વેરાગ્યેાપદેશ ( ૨૧૯ વખત વ્રત-નિયમ ન લેતાં અવિરતિપણામાં આનંદ માને છે, કોઈ વખત મનમાં અશુભ વિચારો શ્રેણીબદ્ધ કર્યાં કરે છે, કોઈ વખત પેાતાના કુળ, બળ, વિદ્યા, ધન વગેરેને મદ કરે છે, કોઈ વખત સ્ત્રીમાં આસક્ત થઈ પડ્યો રહે છે. કેાઈ વખત સારા સારા પદાર્થો ખાવા માટે અનેક આરંભ કરે છે, કોઈ વખત પરસ્ત્રીઓનાં રૂપ જોઇ આનંદ પામે છે, કોઈ વખત રાજકથા કરે છે, કાઈ વખત દેશમાં ચાલતી લડાઈની વાતા કરે છે. કાઇ વખત સ્ત્રીઓની કથા કરે છે, કોઈ વખત ખાટલામાં પડ્યો પડ્યો ક્લાકોના કલાકો સુધી ઊંઘ્યા કરે છે, કાઈ વખત કદાગ્રહમાં પડી જઈ મમત્વ ખાંધે છે, કોઇ વખત મમતને લીધે સંધ કે જ્ઞાતિનું ગમે તેટલુ' બગડતુ' હોય તેની દરકાર કે વિચારણા કર્યા વગર પેાતાનું ધાર્યું કરે છે, કોઈ વખત મત્સર કરે છે, કોઇ વખત કલહ કરે છે, કોઈ વખત અસત્ય ખોલે છે, કાઇ વખત નિંદા કરે છે, કોઈ વખત ચારી કરે છે, કોઈ વખત જીવહિંસા કરે છે—આવાં આવાં અનેક પાપાચરણા કરી આ જીવ મલિન થાય છે, આત્માને મલિન કરે છે અને સંસારમાં રખડે છે. આવા પાપથી આત્માની શુદ્ધતા ઉપર મેલ ચઢતા જાય છે અને તે અનંત સૌંસારસમુદ્રમાં ઝોકાં ખાતુ–ડાલતુ વહાણ હાથ રહેતુ' નથી અને પાણીના વમળમાં અટવાયા કરે છે. હું આત્મન્ ! હું ચેતન ! આ ખાખત બહુ ધ્યાન રાખવા જેવી છે. (૨૬૬ ૧૫૦) * * એવી રીતે વૈરાગ્યેાપદેશદ્વાર પૂર્ણ થયું. આ દ્વારની અગત્યતા ઘણી છે, કારણ કે વૈરાગ્યના વિષય એકંદરે ઘણું મહત્ત્વ ધરાવે છે. આ દ્વારનુ પૃથક્કરણ કરવાની જરૂર રહેતી નથી. દરેક શ્લોકને મથાળે જે નામ લખ્યુ છે, તે નામા જ પૃથક્કરણુરૂપ છે. લગભગ દરેક શ્લાકમાં જુદા જુદા વૈરાગ્યના વિષય પર વિચારા ખતાવ્યા છે. બધી વાતના સાર એ છે કે આ જીવને ભેદજ્ઞાન થવુ જોઈએ; આત્મિક વસ્તુ કઇ છે અને પૌદ્ગલિક વસ્તુ કઇ છે, તેના ખરાબર ખ્યાલ હોવા જોઈ એ; સ્વ-પરની વહેંચણી થવી જોઇએ. ચેતન શુદ્ધ છે, એખ વગરનુ ઝવેરાત છે, કાહીનૂર છે, પણ અનાદિ અભ્યાસથી પેાતાની શુદ્ધિ ઉપર કર્માંનાં પડ ફેરવી વાળ્યાં છે, તેથી એની શુદ્ધતા દેખાતી નથી. તેની શુદ્ધ સ્થિતિ સમજવા માટે હાલની સ્થિતિ એ અશુદ્ધ સ્થિતિ છે, એ એણે સમજવું જોઈ એ, અને તે જ આ આખા અધિકારના વિષય છે. સ'સાર પર નિવેદ લાવવાની બહુ જરૂર છે, કારણ કે જે દુ:ખ થાય છે તે સ‘સાર-ભ્રમણને લીધે થાય છે અને જો વિષયકષાય પર જય મેળવવામાં આવે તે સંસાર-ભ્રમણ મટી જાય તેમ છે. સ`સાર પર નિવેદ આવવાનાં (વૈરાગ્ય થવાનાં) ત્રણ કારા છે: એક ઇચ્છિત વસ્તુનુ નહિં મળવું અને અનિચ્છિત વસ્તુનું મળવું; એને શાસ્ત્રકાર દુઃખગલિત વૈરાગ્ય કહે છે. બીજું, આત્માનુ· ખાટી રીતે જ્ઞાન થવાથી વૈરાગ્ય થાય તેને માહગર્ભિત વૈરાગ્ય કહે છે, અને ત્રીજી; આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણી-સમજી-વિચારી સ‘સાર પર ઉદાસીનતા મ Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મક ૫કુમ [ દશમ ખરેખરા રૂપમાં લાવવી તેને (સદજ્ઞાનસંગત) જ્ઞાનગર્ભિત વરાગ્ય કહે છે. વસ્તુ સ્વરૂપના ખરેખરા જ્ઞાન પછી થયેલ ત્રીજા પ્રકારના વિરાગ્યથી ભવ-ભ્રમણનું દુઃખ મટે છે અને મેક્ષ-સુખ મળે છે. વૈરાગ્યદ્વારને અંગે મનુષ્યભવની દુર્લભતા ખાસ સમજવાની જરૂર છે. આ ભવમાં જે જોગવાઈ મળી છે, તેવી ફરી ફરીને જલદી મળી શકતી નથી. શાસ્ત્રમંતર્ગત કેટલાંક દૃષ્ટાંત તેરમા શ્લોકમાં આપ્યાં છે, તે મનન કરવા લાયક છે. વાચનની કેટલીક હકીકત ચાખવાની હોય છે, કેટલીક ગળે ઉતારવાની હોય છે અને કેટલીક પચાવવાની હોય છે* આ વિષય પચાવવાનું છે. મેમાં નાખી, ચાવી, ગળે ઉતારી, પચાવે એટલે કે એને વાંચી, સમજી, વિચારી, મનન કરી, વારંવાર તેનું પુનરાવર્તન કર્યા કરવું. મનુષ્યો તાત્કાલિક સુખ તરફ વિશેષ ધ્યાન આપે છે, પણ લાંબી નજરે જોતા નથી, એ પણ એટલી જ ઉપયોગી હકીકત છે. આ બાબતમાં વણિકબુદ્ધિ રાખવાની જરૂર છે. દરેક બાબત સંબંધે તેને યોગ્ય સ્થાને પૂરતું વિવેચન કરવા યત્ન કર્યો છે. સંસારમાં કેઈ કેઈનું નથી, સ્વાર્થને મેળે મળ્યો છે, માટે ગૃહસ્થાવાસને કે સંસારને અંગે પિતાની યોગ્ય ફરજ હોય તેટલો વખત તેને સારુ જે કરવું ઘટે તે કરવું. બાકી ખરેખરું કાર્ય તે શાંત સ્થાને બેસી પિતાનું ખરું સ્વરૂપ શું છે તે વિચારવું, એ છે. પ્રવૃત્તિમાં પડી રહેનારને ખરા સુખની વાનકી પણ મળતી નથી. એને મનુષ્યભવ એક ફેરા જેવો થાય છે, નકામે થાય છે અને છેવટે પસ્તા કરાવે છે. આવી અનેક ઉપયોગી હકીકત શાસ્ત્રમાં ભરેલી છે, વિચારને માટે આટલું ઘણું છે. બાકી સંસારયાત્રા સફળ કરવાનું પ્રબળ સાધના પિતાના ક્ષપશમ પ્રમાણે અને ગુરુમહારાજના ફરમાન પ્રમાણે શોધી લેવા દરેકે યત્ન કરે. આ મનુષ્ય ભવ સફળ કેવી રીતે થાય એ વિચારવું બહુ અગત્યનું છે. શુદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે આ પ્રસંગ બહુ અનુકૂળ છે. પાશ્ચાત્ય સંસ્કારોને લીધે કેળવણીમાં પ્રવેશ, રાજ્ય તરફની ધર્મ સંબંધમાં સગવડ, પુસ્તકો પ્રાપ્ત કરવા માટે મુદ્રાયંત્રથી થયેલી અનુકૂળતા, આખા ભારતવર્ષમાં થયેલી જાગૃતિને લીધે સ્વધર્મમર્યાદા પુનઃસ્થાપન કરવા માટે સંસ્કારવાળાઓની અભિરુચિ અને બીજા અનેક સાધનને લઈને છેલ્લા કેટલાક સિકાઓ કરતાં અત્યારનો સમય અનુકુળ કહી શકાય. તેની સાથે જ પાશ્ચાત્ય દઢ સંસ્કારને લીધે ઘમક્રિયાઓ તરફ પરામુખપણું અને ચગ્ય સંસ્કારને અભાવે ધર્મ તરફ પણ ઉપેક્ષાવૃત્તિ પ્રાપ્તવ્ય છે એ ધ્યાનમાં રાખવાનું છે; છતાં સામટી રીતે વખતની પ્રતિકૂળતાના સંબંધમાં ખાસ ફરિયાદ કરવાનું કારણ રહેતું નથી. આ અનુકૂળતાને લઈને આ જીવને પિતાને થયેલી વધારાની ખાસ અનુકૂળતા ધ્યાનમાં લેતાં, વખતનો લાભ લેવો જરૂર છે એમ લાગે છે. * Sea Bacons essay on Studie's. Page #293 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ]. વૈરાગ્યપદેશ ( રર વૈરાગ્યને લગતે આ આખો અધિકાર છે. ઉદ્દઘાતમાં આ વિષયની અગત્યતાના સંબંધમાં સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવશે. અત્ર વૈરાગ્યનાં કારણો શોધવાં હોય, તે તેમાં બહુ મુશ્કેલી પડતી નથી. આપણે સંસારનો કોઈ પણ પ્રસંગ લઈએ, તો તેમાં ઉક્ત કારણ સહજ પ્રાપ્ત થશે; પ્રેમની અસ્થિરતા, પ્રેમીના મરણને સંભવ, વસ્તુને નાશ, યૌવનનું પ્રાગ૯ભ્ય, વૃદ્ધાવસ્થાની મંદતા, પૌગલિક પદાર્થોને પલટને સ્વભાવ, એ સર્વ વૈરાગ્યને ખેંચી લાવે છે; આકર્ષ લાવે છે, મન પર સજજડ છાપ ચટાડે છે. આ તે સામાન્ય વાત થઈ, પરંતુ વ્યવહારને કોઈ પણ પ્રસંગ-સામાન્ય કે અસાધારણ-લેતાં તેમાંથી વૈરાગ્યનું કારણ મળી આવશે. વાધે માત્ર પ્રસંગને અનુકૂળ વિચાર કરવાનું છે. એકના એક પુત્રના મરણપ્રસંગે શોક કરવામાં આવે, તે તે વિચાર કર્તવ્ય નથી, શાસ્ત્રોક્ત નથી, પ્રસંગને અનુરૂપ નથી. શુભ કે અશુભ વ્યવહારના કાર્યને અંગે કંઈક વિચાર આવે છે, પણ સાધ્ય અક્કસ હોવાથી વસ્તુતઃ કર્તવ્યનું ભાન કરાવનારા વિચારે આવતા નથી. અધિકારના દરેક શ્લોક પર વિચાર કરી તેને પોતાના વ્યવહારમાં પણ ઉપયેગી બનાવવામાં આવે તે અવ વર્ણવેલી સ્થિતિને બદલે કાંઈક નવીન પ્રકાશ, નૂતન સકુરણા, અભિનવ અનુભવ થાય; પરંતુ અવકાશના વખતમાં માત્ર વાંચવા ખાતર જ આ અધિકારાંતર્ગત શ્લેકે વાંચવામાં આવે છે તેથી સ્વાત્માનુભવ કે આત્મદર્શન થવાને બહુ સંભવ તુરત તે રહેતા નથી. આત્માની અનંત શક્તિ છે એ હવે નવું જાણવાનું રહેતું નથી એ શક્તિ પ્રકટ કરવા માટે આત્મદ્રવ્ય પર લાગેલા કર્મના સમૂહે દૂર કરવાની જરૂર છે. એ ભાવ પ્રાપ્ત કરવા માટે, શુદ્ધ આત્મદર્શન કરવાની રુચિ થવા માટે વૈરાગ્યની જરૂર છે. કારણ કે સંસાર અને વૈરાગ્યને બનતું નથી અને સંસાર છે, ત્યાં કર્મ છે અને કર્મ છે ત્યાં ઓછી વધતી આત્મ-દર્શનવિમુખતા છે. સંસાર પરથી નિવેદ લાવવા માટે શુદ્ધ વિચારણું કરવાની અને પિતાના દરેક કાર્ય પર નિરીક્ષા કરવાની જરૂરિયાત તેથી સ્પષ્ટ થાય છે. આ અધિકારને પ્રત્યેક લેક તે તરફ પ્રયાણ સૂચવે છે. इति सविवरणो वैराग्योपदेशनामा दशमोऽधिकारः ॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ एकादश धर्मशुद्धयुपदेशाधिकारः ॥ જ્યાં સુધી આ જીવને ધર્મશુદ્ધિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી વૈરાગ્યભાવ કે મનેનિગ્રહથી કાંઈ પણ થઈ શકતુ નથી; અથવા, બીજી રીતે જોઇએ તા, ધ શુદ્ધિ વગર એ બંને ભાવા પ્રાપ્ત થતા નથી. શુદ્ધ દે, ગુરુ અને ધર્મને ઓળખીને આદરવા એ આગળ વધવાનુ પ્રથમ પગથિયું છે અને મેળવવા સારુ અત્ર પ્રથમ ધર્માંશુદ્ધિ કેમ અને કેવી રીતે કરવી તેના ઉપદેશ આપે છે. ધમશુદ્ધિના ઉપદેશ भवेद्भवापायविनाशनाय यः, * तमज्ञ ! धर्म कलुषीकरोषि किम् ? । प्रमादमानोपधिमत्सरादिभिर्न मिश्रितं ह्मौषधमामयापहम् ॥ १ ॥ ( वंशस्थविल ) “હું ભૂખ ! જે ધર્મ તારી સંસાર સબંધી વિડંબનાના નાશ કરનાર છે, તે જ ધર્મને પ્રમાદ, માન, માયા, મત્સર વગેરે વડે શા માટે મિલન કરે છે ? (તારા મનમાં ચેાક્કસ સમજજે કે) મિશ્રિત ઔષધ વ્યાધિના નાશ કરી શકતું નથી. ” (૧) વિવેચન--“ધર્મ” શબ્દ અનેક અર્થમાં વપરાય છે. ધર્મ એટલે પાતાની ફરજ, જેમ કે માતૃધ, પિતૃધ વગેરે; “ધ” એટલે વસ્તુભાવ : વઘુત્તઢાવા ધો. ઐકિસજનના ધર્મ એ છે કે હાઈ ડ્રાજન સાથે મળે ત્યારે પાણી થાય; ધર્મ એટલે પુણ્ય, એ અમાં પ્રાકૃત ભાષામાં તે શબ્દ વપરાય છે. શાસ્ત્રકાર એ શબ્દને ઘણી વાર નીચેના અથ માં વાપરે છેઃ વીતરાગપ્રણીત વચનાનુસાર મન, વચન, કાયાના શુદ્ધ વ્યાપાર, એ શબ્દના અર્થ કરતાં એના ભાવ ઉપર ધ્યાન આપવાની અગત્ય વધારે છે. શબ્દાર્થ તા બારવતીતિ ધર્મ:' (નરકાદિ અધોગતિમાં) પડતા જીવને ઊંચે સ્થાનકે ધારણ કરે તે ધર્મઃ * આ ય: શબ્દ એક જ પ્રતમાં છે, તેની ખાસ જરૂર છે, નહિ તે પ્રથમ ચરણમાં અગ્યાર અક્ષર થાય છે. વાસ્તવિક રીતે તા ૨: ને બદલે ચકૢ જોઈએ, પણ કાઈ જગ્યાએ તેમ નથી, તેથી મૂળમાં અશુદ્ધ જણાતા જ પાઠે રહેવા દીધા છે. આ સંબધમાં ૫. આણુંદસાગરજી જણાવે છે કે ચદૂ શબ્દથી ઉદ્દેશ કરીને ત શબ્દથી વિધેયના નિર્દેશ કર્યાં છે, તેમ જ પ્રથમમાં ધર્મનું સ્વરૂપ અને પછી તેનું કલુષીકરણ જણાવ્યું છે, માટે અહીં ચ: બરાબર છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] ધર્મશુદ્ધિ [ રર૩ दुर्गतिप्रपतजन्तुधारणाद्धर्म उच्यते । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥ ધારણ શા માટે કરે એ વિચાર કરવાથી સમજાઈ જાય તેવું છે. ભારે વસ્તુ પાણીમાં નીચે બેસે છે અને શુદ્ધ વર્તન રાખનાર કર્મથી ભારે થતું નથી, તેથી એને કર્મબંધ એ છે થવાથી તે પરિણામે ઉપર તરી આવે છે, એટલે ઊંચે-અનુક્રમે શિવપુરમાં–જાય છે શુદ્ધ આત્મધર્મ પ્રકટ કરે, એ સાધ્ય ધર્મ છે. દરેક પ્રયાસ, દરેક ક્રિયા, દરેક વર્તનનું સાધ્ય અનંત ગુણ પ્રકટ કરી અક્ષય સુખ પ્રાપ્ત કરવું એ જ છે. આ સાધ્ય ધર્મને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એનાં સાધન સામાયિક, પૂજા, પ્રતિષ્ઠા, દેશસેવા, જનસમૂહસેવા, પ્રાણસેવા વગેરે અનેક પ્રકારનાં છે. યે સાધનધર્મ ક્યા જીવને ઉપયેગી થઈ પડશે એ શોધી કાઢવું, પ્રત્યેક પ્રાણીનું કામ છે. કેટલીક વાર સાધનધર્મને સાધ્યધર્મ સમજવાની મોટી ભૂલ થઈ જાય છે, તેની સામે બહુ વિચાર કરવાની જરૂર છે. સામાન્ય દૃષ્ટિમાં તે ગમે તેટલું ઉપયોગી સાધન હેય, તેપણ જે તે પિતાને પ્રતિકૂળ થઈ પડે, તો તેને તજી દેવામાં અડચણ નથી, પરંતુ સાધ્ય ધર્મને કદી પણ નુકસાન પહોંચવા ન દેવું એ રેખા અનુસાર દરેક ક્રિયા કે વર્તન આદરવાં. એ ધર્મપ્રાપ્તિની એટલી બધી જરૂર છે કે તેનું વર્ણન કરી શકાય નહિ. જે જે પ્રાણી અથવા પ્રજા ધર્મને ત્યાગ કરે છે, તે ઈતિહાસનાં પાનાં પરથી અસ્ત થઈ જાય છે. રિમન પ્રજાએ જ્યારે ધર્મને ત્યાગ કર્યો ત્યારે તેણે રાજ્ય ખોયું અને ધીમે ધીમે સર્વ યું. ચાલુ જમાનાની પાશ્ચાત્ય પ્રજામાં ધાર્મિક સંસ્કાર ઓછા થતા જાય છે તેને માટે તત્ત્વચિંતકે બહુ ચિંતાતુર રહે છે. તેને લીધે આત્મહત્યા, અસંતેષ, મહાપ્રવૃત્તિ થયા કરે છે અને કમનસીબે હિંદુસ્તાનની ધર્મપરાયણ પ્રજા જે આ વર્તણુકનું અનુકરણ કરશે, તે પછી તેને જે માટે વારસો મળે છે, તે બેઈ બેસશે અને ધીમે ધીમે ઈતિહાસના 'પૃષ્ઠ પરથી નાશ પામશે, પણ તેના વિચારશીલ પુત્રો આ ભૂલ હવે જોવા લાગ્યા છે અને તેથી પડતી થતી અટકવાનો સંભવ કાંઈક ઉત્પન્ન થયેલ છે. નવયુગની પ્રજાએ આ વાત જરૂર લયમાં રાખવા જેવી છે. આધુનિક સુધારા (civilization) માં અતિ વ્યવસાય, અતિ ખરચાળપણું, નવીન પદાર્થોને વ્યામોહ, નૂતન વસ્તુઓ પ્રાપ્ત કરવાની કામના અને ધનની ગુલામગીરી પ્રત્યક્ષ દેખાઈ આવે છે, એમાં સ્વાર્થ ત્યાગ, પોપકારપરાયણ વૃત્તિ અને અશક્તનું પાલન થતું નથી. દેડાદોડમાં જે આગળ નીકળે, તેને જય થાય છે. એમાં ધમ શબ્દને લેપ થાય છે, એટલે પછી પ્રેમ, સંતોષ, સ્થિરતા, એ તે આવી શકતાં જ નથી. એ સુધારાને નામે પ્રજાસત્તાક રાજ્ય થાઓ કે સમષ્ટિ-વ્યવહાર વધે, પણ એથી આત્મિક શાંતિ પ્રાપ્ત થવાની નથી, એથી વાસ્તવિક આનંદ થવાને નથી, એથી નિરાંતે બેસી સ્વ-સ્વરૂપ વિચારણા થવાની નથી. આર્ય પ્રજાને ધર્મ એ જ સર્વસ્વ છે અને તેથી નવીન યુગની પ્રવૃત્તિમાં ** Page #296 -------------------------------------------------------------------------- ________________ [દશમ ૨૨૪] અધ્યાત્મક ૫ક્રમ પડવાની સાથે ધર્મતત્વ શું છે તે વિચારવાનો અવકાશ રહે તે કાંઈ પણ મૃદુતા રહેશે નહિ તે ધનના વિચારમાં, રાજ્યકારી ખટપટમાં અને નિર્ણય વગરના વાદવિવાદમાં જીવન પૂર્ણ થઈ જશે. ધર્મશુદ્ધિની આ કાળમાં બહુ જ જરૂર છે એ ખાસ વિચારવા યોગ્ય વિષય છે. અત્ર શરૂઆત કરતાં કવીશ્વર કહે છે કે શુદ્ધ ધર્મથી જન્મ, જરા, મૃત્યુને મોટો ભય નાશ પામે છે. આ જીવ પ્રમાદ, માન, માયા-કપટ વગેરે કરીને પિતાની જાતને અને પિતાથી મનાયેલા ધર્મને મલિન કરે છે. શુદ્ધ ધર્મથી જન્મ, જરા અને મૃત્યુને ભય એ છે થાય છે, નાશ પામે છે, પણ એ ધર્મ શુદ્ધ જોઈએ. આ જીવ વિષય-કષાયાદિ પૌગલિક ભાવમાં ફસાઈ જઈને ધર્મને મલિન કરે છે, એટલે ધર્મરૂપ સંચામાં દુઃખ ટાળવાની જે શક્તિ છે તે સદર પ્રાણીના સંબંધમાં બગડી જાય છે, અટકી પડે છે. ઔષધમાં રેગોને હરવાની શક્તિ છે, પરંતુ જ્યારે તે જ ઔષધમાં વિરુદ્ધ દ્રવ્ય મેળવ્યું હોય ત્યારે તે પિતાને ગુણ મૂકી દે છે; તેવી જ રીતે ધર્મ તે ભવનાં દુઃખ ટાળી શકે છે, પણ પ્રમાદ વગેરે તેને ડોળી નાખે છે. ધર્મ એ શુદ્ધ સુવર્ણ છે, પણ તેમાં અનેક પ્રકારને ભેગા થઈ જાય છે. ધર્મ એ શુદ્ધ જળ છે, પણ તેમાં કચરો નાખવામાં આવે છે. ધર્મ એ ચંદ્ર છે, પણ તેમાં લાંછન લાગતાં જાય છે, એ લાંછને કયાં ક્યાં છે તેનાં શેડાં નામે અત્ર બતાવે છે. (૧; ૧૫૧) શુદ્ધ પુણ્યજળમાં મલ; તેનાં નામો शैथिल्यमात्सर्यकदाग्रहधोऽनुतापदम्भाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसंगतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥२॥ (उपजाति) સુકૃત્યમાં આટલા પદાર્થો મિલરૂપ છે: શિથિલતા. મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુવાપ. દંભ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, કુગુરુ, કુસંગ, આત્મપ્રશંસાશ્રવણની ઈચ્છાઓ-સર્વ પુણ્યરાશિમાં એલરૂપ છે.” (૨) વિવેચનનીચે સ્પષ્ટ કરેલા પદાર્થો પુણ્ય કાંચનની પર મેલ જેવા છે. એ શુદ્ધ જળને ઓળી નાખનારા છે, ચંદ્રમાં કલંક જેવા છે, માટે તેમને ઓળખી કાઢવા. એ આખું લિસ્ટ નથી, પણ આગેવાન ડોળનારા એમાં આવી જાય છે. ધર્મકૃત્ય, આવશ્યક ક્રિયા, ચિત્યવંદનાદિમાં મંદપણું, તે શિથિલ્ય, પરના ગુણોને સહન ન કરવા, તે તરફ ઈર્ષા કરવી, એ માત્સર્ય. પિતાથી થયેલાં અપકૃત્યને પણ વાજબી ઠરાવવા અને તેવા અભિપ્રાય અથવા તકરારને જાણી જોઈને મજબૂતાઈથી વળગી રહેવું એ કદાગ્રહ,ગુસ્સે થવું એ કેધ. કેઈ ને દાન-માન આપ્યા પછી અથવા ટીપ ભરાવ્યા પછી અથવા તે કઈ પણ ધર્મકાર્ય કર્યા પછી, તે કાર્યોને ભૂલરૂપ સમજવાં તે અનુતાપ. માયા-કપટ એટલે વચન અને વર્તનમાં ભિન્નભાવ. શાસ્ત્રમાં બતાવેલી મર્યાદાપુર સર વર્તનને બદલે તેથી ઊલટું કરવું. એ અવિધિ. મેં આ મોટું કામ કર્યું, તેથી હું મોટે એવી Page #297 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] વૈરાગ્યપદેશ [ ૨૨૫ વિચારણા તે ગૌરવ, માન, પ્રમાદ. સમક્તિ અને વ્રતાદિ રહિત ધર્માચાર્ય નામધારી તે કુગુરુ. હલકા માણસની સોબત કરવી એ કુસંગતિ અને બીજા માણસે પિતાની પ્રશંસા કરે એ સાંભળવાની ઈચ્છા લાઘાર્થિતા. આ સર્વ વસ્તુઓ સુકૃત્યમાં મલરૂપ છે, સંસારમાં રખડાવનારી છે. જોકે આ લિસ્ટ પૂર્ણ નથી, તે પણ તેમાં અગત્યની વસ્તુઓ ઘણી આવી જાય છે. હવે આમાંથી સુકૃત્યમાં મળરૂપ કેટલાક મને વિકાર વિષે અત્ર ખાસ વિવેચન કરી બતાવે છે. (૨૧૫૨) પરગુણપ્રશંસા यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी ।। तेषामिमां सन्तनु यल्लमेथास्तां नेष्टदानाद्धि विनेष्टलाभः ॥३॥ (उपजाति) જેવી રીતે તને તારા પિતાના ગુણોની પ્રશંસા વહાલી છે, તેવી જ રીતે બીજાઆને પણ પોતાના ગુણની પ્રશંસા વહાલી હોય છે તેથી મત્સર તજી દઈને તેઓના ગુણની પ્રશંસા સારી રીતે કરવા માંડે, જેથી તેને પણ તે મળે (એટલે તારા ગુણોની પણ પ્રશંસા થાય.) કારણ કે વહાલી વસ્તુ આપ્યા વગર વહાલી વસ્તુ મળતી નથી.” (૩) વિવેચન—ઉપર આપણે જોઈ ગયા કે સ્વગુણપ્રશંસા એ મલરૂપ છે. હવે અત્ર તે મેલરૂપ ન થાય અને મળે પણ ખરી, એવી યેજના બતાવે છે. હે ભાઈ ! જે તને તારા ગુણોની સ્તુતિ સાંભળવાની ઈચ્છા હોય તે, તું પારકાના ગુણોની સ્તુતિ કર; કારણ કે મનુષ્ય-સ્વભાવ બધે એકસરખો છે. દુનિયાના નિયમ પ્રમાણે “રાખપત અને રખાપત” અરસપરસ હોવાથી, જે તું તારી પ્રિય વસ્તુ બીજાને આપીશ, તે તેઓ પિતાની પ્રિય વસ્તુ તને આપશે, દરેકને પોતાના ગુણની પ્રશંસા પ્રિય છે, એવું તું તારા પિતાના દષ્ટાંતથી જાણી શકે છે, માટે તારે તારી પિતાની ઈષ્ટપ્રાપ્તિના લાભ માટે પર-ગુણસ્તવન કરવું, એ ખાસ જરૂરનું છે. આ તે વ્યવહારની વાત કરી, પણ જ્યારે નિષ્કામ વૃત્તિથી પારકા ગુણની પ્રશંસા થાય છે, ત્યારે કરનારને બહુ આનંદ આવે છે. સદ્દગુણુ એ એવું શુદ્ધ કાંચન છે કે એની પ્રશંસા થાઓ કે ન થાઓ તો પણ એ ત્રણ કાળમાં સોનું જ રહેવાનું છે. એના પર એપ ચઢે તે દેખાવ સારો લાગે છે, પણ એની મૂળ કિંમત તે ઓપ વગર પણ ત્રણ કાળમાં એકસરખી જ રહે છે. એવા પારકાના એક નાના સદગુણને પણ માટે માની એનાં સ્તુતિ, સ્તવન, પ્રશંસા કરવામાં આવે ત્યારે કરનાર આડકતરી રીતે ગુણ માટે માન, ગુણવાન થવાની ઈચ્છા અને પિતાનું ગુણીપણું બતાવે છે; એથી પારકા ગુણની પ્રશંસા કરવી, એ આડકતરી રીતે પિતાની જ પ્રશંસા કરવા જેવું છે. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે વાણિયાને હિસાબ બતાવ્યો છે કે તમે આપશે તે તે તમને મળશે, પણ તેને ખરેખર અ. ૨૯ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] અધ્યાત્મકલ્પકમ [એકાદશ ભાવ અત્ર બતાવ્યું તે જ છે. ભર્તુહરિ કહે છે કે સંત લોકો પર-ગુણસ્તવન કરીને પિતાના ગુણ પ્રસિદ્ધ કરે છે, એ તેમનું ચરિત્ર આશ્ચર્યથી ભરપૂર છે. વાતનો સાર એ છે કે પારકા ગુણ જોઈને ઈર્ષ્યા કરવાનું તે સ્વપ્ન પણ લાવવું નહિ, પણ તેના તરફ સ્વાભાવિક પ્રેમથી જ જેવું. ગુણ-પ્રાપ્તિ અને સ્વામ-શુદ્ધદશા પર આરોહણ કરવાને એ મુખ્ય ઉપાય છે. (૩; ૧૫૩) પિતાનાં ગુણસ્તુતિ અને દેશનિન્દામાં મન ન રાખવું जनेषु गृह्णत्सु गुणान् प्रमोदसे, ततो भवित्री गुणरिक्तता तव । મૃત્યુ ૨ *, મનુ કોષાવિ મુfથતંત૪ | (વરાથ) બીજા માણસે તારા ગુણની સ્તુતિ કરે ત્યારે તું હર્ષ પામીશ તો તારામાં ગુણની શૂન્યતા થશે અને લોકો તારા દે તને બતાવે ત્યારે ખેદ પામીશ, તો તે દેશે તારામાં નિશ્ચળ-દઢ થશે.” (૪) વિવેચન-આપણામાં કાવ્યચાતુર્ય, પ્રામાણિક વ્યવહાર, તપ, દાન, ઉપદેશ દેવાની અદ્દભુત શક્તિ કે એવો કોઈ પણ સદ્દગુણ કે સદ્દવર્તન હોય, તેની આપણાં નેહી, સગાં કે રાગીઓ પ્રશંસા કરે, તે સાંભળી આપણને આનંદ થાય કે તરત મદ ચઢે છે, કેટલીક વાર આ બનાવ આડકતરી રીતે બને છે. માયાથી કે દેખાવ કરવાની ટેવથી આ જીવ તે વખતે બોલે છે કે “એમાં કાંઈ નહિ, એ તે મારી ફરજ હતી વગેરે.” પણ એમાં ઘણી વખત માયા હોય છે. બીજા માણસો ગુણસ્તુતિ કરે એ સાંભળવાની ઈચ્છા થાય, પિતાનું વર્તન બીજાને જણાવવાની ઈચ્છા થાય અને બીજા તેનાં વખાણ કરે તે સાંભળી આનંદ થાય, ત્યાં ગુણપ્રાપ્તિને છેડે આવે છે. જેને ગુણ ઉપર ગુણ ખાતર જ પ્રેમ હોય છે તે લેકે શું બોલે છે, શું ધારે છે, એની દરકાર જ કરતા નથી; એનો વિચાર પણ કરતા નથી. એ જ નિયમ પ્રમાણે, જ્યારે પોતાના દોષ સાંભળીને ખેદ થાય છે, ત્યારે પછી દેષ દૂર કરવાની વિચારણા કે કર્તવ્યનું ભાન રહેતું નથી. એને બીજા માણસો શું કહે છે, તે તરફ તેનું ધ્યાન રહે છે. તેથી ખેલ બગડે છે, અને તેને લીધે દે જામી જાય છે, દેષ પર સીલ થાય છે અને એને દોષ છોડવા એ પિતાની પ્રિય વસ્તુ છોડવા જેવું થઈ પડે છે; અથવા ઘણુ વાર દેષને દેષ તરીકે ઓળખી શકાતે જ નથી અને દેષ છુપાવવાને પ્રયત્ન થાય છે, કારણ કે અમુક વિચાર, ઉચ્ચાર કે આચાર તરફ એનું ધ્યાન રહેતું નથી પણ લોકે તેને માટે શું ધારે છે કે બોલે છે, તે તરફ ધ્યાન રહે છે. લોકોનું ધારવું બરાબર ન હોય તે આ જીવ છેતરાય છે. લેકમાં આંતર હેતુને વિચાર કરી મત બાંધનારા અલ્પ હોવાથી ધારણામાં ભૂલ કરનારા વિશેષ હોય છે, અને તેથી લોકપ્રશંસા કે જનચિ * चेद् स्थाने रे इति वा पाठः । - स्तव इति वा पाठः । WWW.jainelibrary.org Page #299 -------------------------------------------------------------------------- ________________ [રર૭ અધિકાર ] ધર્મશુદ્ધિ પર આધાર રાખનારા બહુધા છેતરાય છે. હવે ગુણ-દેષને અંગે કર્તવ્ય શું છે તે વિશેષ સ્પષ્ટ રીતે જોઈએ. (૪; ૧૫૪) શત્રુગુણપ્રશંસા प्रमोदसे स्वस्य यथान्यनिर्मितैः, स्तवैस्तथा चेत्प्रतिपन्थिनामपि । विगर्हणैः स्वस्य यथोपतप्यसे, तथा रिपूणामपि चेत्ततोऽसि वित् ॥५॥ ( वंशस्थ ) બીજા માણસેએ કરેલી તારી પ્રશંસા સાંભળીને જેમ તું ખુશી થાય છે, તેવી જ રીતે શત્રુની પ્રશંસા સાંભળીને પણ તને પ્રમોદ થાય, અને જેવી રીતે તારી પિતાની નિંદા સાંભળીને ખેદ પામે છે, તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને ખેદ પામે, ત્યારે તું ખરેખરો જાણકાર છે એમ સમજવું.” (૫) - વિવેચન–પોતાના કે પારકાના ગુણેની સ્તુતિ સાંભળી ગુણ ઉપર પ્રભેદ થાય અને પોતાના કે પારકાના દેશની નિંદા સાંભળી દોષ ઉપર તિરસ્કાર થાય, એવું વલણ કરવાને અત્ર ઉપદેશ છે. એમાં પોતાની કે પારકી સ્તુતિ ગણવાની જ નથી અને પ્રમોદ થાય છે તે ગુણને થાય છે, ગુણ ઉપર થાય છે, ગુણ પ્રત્યે થાય છે. એમાં ગુણવાન કેણ છે, એ જ જોવાનું છે. ગુણવાન માણસ ભલે શત્રુ હોય, હાડરી હોય, પણ તેના સદ્દગુણ માટે તેના તરફ આકર્ષણ થાય છે. ટૂંકમાં, ગુણ ઉપર ગુણુ ખાતર જ પ્રેમ થાય છે. આવી સ્થિતિ જરા અવલોકન કરી વિચાર કરવાની ટેવ પાડવાથી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે જેમ પિતાની નિંદા સાંભળી ખેદ થાય છે તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને પણ ખેદ થાય, ત્યારે જે કાર્ય કરવાનું છે તે સિદ્ધ થયું સમજવું. સમજણ જ્ઞાન, વિદ્વત્તા એ સર્વનો સમાવેશ આ નાની વાતમાં થાય છે. ગુણ તરફ ગુણ ખાતર જ પ્રેમ રાખે એ ઉપદેશ છે. ભર્તુહરિ કહે છે કે પારકાના નાના સદ્દગુણને પણ જે માટે પર્વત જે કરી તેને માન આપે છે, તે સંત જાણવો. પણ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ તે આગળ વધી જણાવે છે કે જે પ્રાણુ ગુણને ગુણ ખાતર માન આપે તે જ જાણકાર છે, શાસ્ત્ર વાંચ્યાં હોય તેનું ફળ એ જ છે અને તેવી જ રીતે દેષ ઉપર દોષ ખાતર જ અપ્રીતિ રાખે તે જ ખરે જ્ઞાની છે. આવી રીતના વર્તનનું ફળ શત્રુમિત્ર પર સમભાવમાં આવે છે. એવી રીતના વર્તનથી મનને જે ટેકે અને શાંતિ મળે છે તે અનિર્વચનીય છે, અને, વાસ્તવિક રીતે કહીએ તે, તે અનુભવગમ્ય જ છે. ઉપાધ્યાયજી કહી ગયા છે કે “રાગ ધરીજે જહાં ગુણ લહીએ.” જે જગ્યાએ ગુણ હોય ત્યાં રાગ રાખ; એમાં ગુણવાન કેણ છે તે જોવાનું જ નથી; જ્યાં ગુણ હોય ત્યાં રાગ રાખવો. (૫, ૧૫૫) પગુણપ્રશંસા स्तवैर्यथा स्वस्य विगर्हणैश्च, प्रमोदतापौ भजसे तथा चेत् । इमौ परेषामपि तैश्चतुव॑प्युदासतां वासि ततोऽर्थवेदी ॥६॥ (उपेन्द्रवज्रा ) Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ એકાદશ “ જેવી રીતે પાતાની પ્રશ'સા અને નિંદાથી અનુક્રમે આનંદ અને ખેઢ પામે છે, તેવી જ રીતે પરની પ્રશ'સા અને નિંદાથી આનદ અને ખેદ થતા હાય, અથવા તે ચારે ઉપર ઉદાસીન વૃત્તિ રાખતા હોય, તે તું ખરા અના જાણકાર છે.” ( ૬ ) વિવેચન—ઉપર કહ્યું તે જ અત્ર કહ્યુ છે. પારકે માણસ ગમે તે હાય, ભલે તે મિત્ર હોય કે શત્રુ હાય, પરંતુ જ્યારે તેના ઉપર ગુણવાન હેાવાથી પ્રમેાદ જ થાય ત્યારે શાસ્ત્રના રહસ્યનુ જાણકારપણું' પ્રાપ્ત થયું છે એમ સમજવુ'. અથવા તે તે ચારે વસ્તુ સ્વગુણપ્રશ’સા, સ્વદોષનિંદા, પરશુશુપ્રશંસા, પરદોષનિંદા એના ઉપર ઉદાસીન વૃત્તિ આવી જાય, તો તે પણ વધારે સારુ છે, એટલે એ તરફ ધ્યાન આપવાનું વલણુ જ ન થાય, ફક્ત પોતે પેાતાને ચેાગ્ય રસ્તે કામ ચલાવ્યા કરે, એવી ઉદાસીન વૃત્તિ પ્રાપ્ત થાય તા વધારે ઠીક છે. પણ કેટલીક વાર ઉદાસીન વૃત્તિને નામે બેદરકારી દાખલ થઈ જાય છે, તેનાથી ચેતવાની જરૂર છે. અત્ર ાસીન વૃત્તિ કહી છે તે જાણીજોઈને અજ્ઞ રહેવુ એમ નથી, પણ તે જાણવા તરફ સ્વાભાવિક વલણ જ ન રાખવુ એ છે. આખા શ્ર્લોકને ઉપરના શ્લાકની નોટ બરાબર લાગુ પડે છે. શ્રી આનંદઘનજી મહારાજ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કે :~ માન અપમાન ચિત્ત સમ ઞણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિવ્રુક સમ ગણે, ઇન્શ્યા હાય તું જાણું રે. શાંતિજિન ! એક મુજ વિત, આવી સ્થિતિ પ્રાપ્ત કરવાના અત્ર ઉપદેશ છે. ( ૬; ૧૫૬) ગુણસ્તુતિની અપેક્ષા નુકસાનકારક છે. भवेन्न कोऽपि स्तुतिमात्रतो गुणी, ख्यात्या न बह्वयापि हितं परत्र च । तदिच्छुरीर्ष्यादिभिरायतिं ततो, मुधाभिमानग्रहिलो निहंसि किम् ? ॥ ७ ॥ ( उपजाति ) “ લેાક વખાણ કરે તેથી કેાઈ ગુણી થતા નથી; વળી, બહુ ખ્યાતિથી પણ આવતા ભવમાં (પરલાકમાં) હિત થવાનું નથી; તારે જો આવતા ભવમાં તારુ' સારું કરવાની ઇચ્છા છે, તે નકામા અભિમાનને વશ થઈ ને, ઇર્ષ્યા વગેરે કરી, આવી ભવ શા માટે બગાડે છે ? ” ( ૭ ) વિવેચન—દેવચંદ નામના માણસ અથવા ખીજાસા-ખસે। હીરાચંદની સ્તુતિ કરે, તેથી હીરાચ'દમાં કાંઈ ગુણુ આવી જવાના નથી. તેનામાં હીર હશે તેા રહેશે, અને કદાચ સ્તુતિથી તો ઊલટું નુકસાન થવાનું હશે તા થશે. વળી, અત્ર ગમે તેટલાં વખાણુ થાય, ભાટચારણા આકાશમાં ચઢાવી દે, તાપણ પરલેાકમાં તેની અસર થતી નથી. ત્યાં કાંઈ વખાણુ પામેલા માટે પક્ષપાત નથી, તેમ જ તે માટે કાંઇ જુદી જગ્યા નથી. સ્તુતિને પાત્ર થવાની જરૂર છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ધર્મશુદ્ધિ [ ર૨૯ અત્ર એક ઘણી અગત્યની બાબત પર ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. આપણે આપણું વર્તન ગુણને અનુસરીને રાખવું. ઈરાદાપૂર્વક આપણાં વખાણ થાય, તેવી રીતે દુનિયાને બતાવવા ખાતર વર્તન કરવું નહીં, છતાં વખાણને પાત્ર આત્માને બનાવવામાં અડગ્રણ નથી, બલકે તેવા જ થવાની જરૂર છે. લોકો સ્તુતિ કરે તેમાં ગુણહાનિ થતી નથી, પરંતુ જેની સ્તુતિ થાય છે તેણે તે કરાવવાના હેતુથી કાંઈ પણ વર્તન કરવું જોઈએ નહિ અને વિદ્યમાન ગુણનો પણ સ્તુતિ સાંભળીને તેના પર મન આપવું જોઈએ નહીં. અત્ર આ જીવમાં દેખીતો વિરોધ છે તે બતાવે છે. એક તો દરેકને આવતા ભવમાં સારું થાય તેવું કરવાની ઈચ્છા અને બીજું તેથી તદ્દન વિરુદ્ધ વર્તન. હે ભાઈ ! જે તું આવતા ભવમાં માનસિક કે શારીરિક સુખ મેળવવાની ઈચ્છા રાખતે હો તે પછી આ ભવમાં ઈર્ષ્યા કે અભિમાન કરી, પારકામાં ગુણ છતાં નિંદા, કે પોતામાં દોષ છતાં પ્રશંસા કે ઈર્ષ્યાથી બીજાના ગુણને પ્રકાશમાં ન આવવા દેવા વગેરે વગેરે નિષિદ્ધ કાર્યો કરી શા માટે સુખ મળવાના ઉપાયોને કાપી નાખે છે ? તારે તારા ગુણ બહાર પાડવાની ઈચ્છા રાખવી નહિ. વળી, યાદ રાખજે કે, ગુણ છે તે દાબડામાં નાખેલી કસ્તૂરી છે. જોકે કરી પિતે ઈરછા રાખતી નથી કે પોતાની સુગંધ બધે પ્રસરે, પણ ગુણનો તેમ જ કસ્તૂરીને સ્વભાવ છે કે તે પિતાના મૂળ ધર્મથી જ આપોઆપ સર્વત્ર પ્રસરે. વસ્તુ અવલોકન કરનાર તત્ત્વો સારી રીતે સમજે છે કે પ્રશસા-આબરૂ-ની પછવાડે દોડનારને તે મળતી નથી, પણ તેને જે લાયક થાય તેને વરવાને હાથમાં માળા લઇને તે આતુર ઊભી હોય છે અને ઈચ્છા કે અનિચ્છાએ તે વરે છે, એવો આ જગતનો ક્રમ છે. (૭; ૧૫૭) “શુદ્ધ” ધર્મ કરવાની જરૂર : કરનારાઓની સ્વપતા सृजन्ति के के न बहिर्मुखा जनाः, प्रमादमात्सर्यकुबोधविप्लुताः ? । નાઢિષમા મમસામૂવુક્ષ્ય શુદ્ધ સુઝત ચરાવરિ ! ૮ | ( પંચાસ્થવિર) પ્રમાદ, મત્સર અને મિથ્યાત્વથી ઘેરાયેલા કેટલાએક સામાન્ય માણસે દાન વગેરે ધર્મો કરે છે, પણ આ ધર્મો મલિન છે; તે તેઓની ઉપેક્ષા કરી શુદ્ધ સુકૃત્ય લેશમાત્ર એક અણું જેટલું પણ કર. (૮) વિવેચન–મા, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રમાદ છે. પરઋદ્ધિ કે ગૌરવ તરફ ઈર્ષા એ મત્સર. અને દષ્ટિરાગ વગેરે મિથ્યાત્વ; એને લીધે જીવ દાન, શીલ, તપ વગેરે કરે છે. મિથ્યાત્વથી માનતા માને છે, દષ્ટિરાગથી હજારો રૂપિયા ભેગી ભ્રમરના પગ આગળ સમર્પણ કરી દે છે, અજ્ઞાનથી લાંઘણે કરી કાયક્લેશ કરે છે, અહંકારથી નામની ખાતર લાખ રૂપિયાની સખાવત કરી દે છે અને વર્તમાનપત્રમાં નામ આવવા ખાતર મોટી રકમ ફંડમાં ભરી આપે છે, પણ આવી રીતે કરેલ ધર્મકાર્ય કલંકિત Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] અધ્યાત્મકલ્પમ [ એકાદશ છે, ચંદ્રમાં કલંક તુલ્ય છે, સોનાની થાળીમાં લોઢાની મેખ છે, અનાદરણીય છે, ઈષ્ટ ફળ રેકનાર છે. સંસારમાં રઝળાવનાર છે. જે તારે ખરેખરું કામ કાઢવાની ઈચ્છા હોય તે એક જરા વખત પણ શુદ્ધ ધર્મ કર. ઉપર પહેલા કેઈ પણ પૌદગલિક ભાવો છોડી દે, સંસારને કાપી નાખ. પછી તું ખૂબી જજે, તને તે વખતે તારા મનમાં જ એ અપૂર્વ આનંદ થશે કે આખી જિંદગી તે એ આનંદ અનુભવ્યું નહીં હોય. શુદ્ધ આત્મિક સ્થિતિમાં રમણ કરવું એ સ્વાભાવિક દશા છે અને એવી દશા એક વાર પ્રાપ્ત કરી. પછી શું કરવું એ તને આપોઆપ સૂઝી આવશે. આ શ્લોકને ઊંડે આશય વિચારવા યોગ્ય છે. મોટાં મોટાં પુસ્તક વાંચવા યોગ્ય જ્ઞાન મેળવવા માટે એકડા શીખવાની જરૂર છે, અને સુંદર મંદિર ચણવા માટે પાયા ખોદવા જેવું કામ કરવાની પણ જરૂર છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની આવશ્યક્તા છે. એકડા જાણ્યા વગર અને પાયા છેદ્યા વગર સુંદર પરિણામ બતાવનારાં કાર્યો થતાં નથી એ સ્પષ્ટ છે. પણ સાથે યાદ રાખવું કે નિરંતર એકડા જ ઘૂંટવાનું કામ કરવાનું નથી, નિરંતર પાયા ખોદવાનું કામ કરવાનું નથી. સાધ્ય દષ્ટિમાં રાખીને જ આ બન્ને કાર્યો આદરણીય છે. મલિન ધર્માચરણે પણ અભ્યાસ પાડવા માટે ઉપયોગી છે, કારણ કે એ એકડા ઘૂંટવા જેવાં કાર્યો છે. અનાદિ અભ્યાસથી પ્રમાદ, માત્સર્ય, કષાય વગેરેને ત્યાગ સર્વથી બન ઘણું માણસને અશક્ય લાગે છે, પરંતુ પુરુષાર્થ કરવાથી તેને ત્યાગ થઈ શકે છે. ત્યાગ કરે છે એવી ચીવટ મનમાં હોય તો પણ બહુ ફેર પડે છે. આ તદ્દન જુદી વાત છે. અભ્યાસ પાડવા માટે એકડા ઘૂંટવાની ખાસ જરૂર છે, પરંતુ એકડાનું ને એકડામાં જ સુંદર રંગવાળું જીવન પૂર્ણ થાય, તે ઈષ્ટ નથી. ઉપાધ્યાયજી તે જ મતલબનું કથન અધ્યાત્મસારના બીજા અધિકારના વશમા કોકમાં કરે છે. મલિન ધર્મકાર્યોથી લાભ નથી એમ નથી, પણ તે બહુ અલ્પ છે, મુમુક્ષુ જીવની સાધ્ય મેળવવાની અપેક્ષાએ તદ્દન લાભ નથી, એમ કહીએ તો ચાલે. આ સર્વ હકીકતનું તાત્પર્ય એ જ નીકળે કે પ્રશસ્ત ધર્માચરણ કરવાં. આપણે એક સામાન્ય દાખલો લઈએ તે આ વાત વિશેષ સ્પષ્ટ થશે. એક પ્રાણીને દશ હજાર રૂપિયા ખરચવાની આપણે પ્રેરણા કરીએ. તે જીવ વ્યવહારુ છે, કમના અગમ સિદ્ધાંતને સમજાતું નથી, દુનિયાને કહે છે, આથી તેને માનની ઈચ્છા છે આવા પ્રસંગે તેને માન લઈને પણ દાન કરવા માં હરકત નથી. તેના દ્રવ્યને આ રસ્તે વ્યય થતાં થતાં તે દાનધર્મની ઉત્કૃષ્ટતા સમજશે અને પછી ગુપ્ત ધર્માદાથી અંતરંગ શાંતિ અને સંતોષ કે થાય છે તે ધીમે ધીમે સમજશે. અભ્યાસ પાડવા માટે પ્રથમ તેને માનની ઈચ્છાની તૃપ્તિ કરવી તે પણ ઈષ્ટ છે. વિશેષ સમજુ પ્રાણ પ્રથમથી જ આ વાત સમજી શકે છે અને તેનાં કાર્યો કઈ પણ એણિક મનોવિકારને તૃપ્ત કરવા માટે હોતાં નથી, પણ પરમ સાધ્ય પ્રાપ્ત કરવાના શુદ્ધ અધ્યવસાયથી ઉત્પન્ન થાય છે. છેલ્લો માગ Page #303 -------------------------------------------------------------------------- ________________ [ અધિકાર ધર્મ શુદ્ધિ - [ ર૩૧ પરમ ઈષ્ટ છે, મહાકલ્યાણ આપનાર છે અને તે ગ્રહણ કરવાને અથવા ગ્રહણ કરવાની ઈચ્છા અને ભાવના રાખવાને અત્ર ઉપદેશ છે. (૮; ૧૫૮) પ્રશંસા વગરના સુકૃત્યનું વિશિષ્ટપણું आच्छादितानि सुकृतानि यथा दधन्ते, सौभाग्यमत्र न तथा प्रकटीकृतानि । ब्रीडानताननसरोजसरोजनेत्रा-वक्षःस्थलानि कलितानि यथा दुकूलैः॥९॥ (वसन्ततिलका) આ દુનિયામાં ગૂઢ પુણ્યકર્મો-સુકૃત્યે જેવી રીતે સૌભાગ્ય આપે છે, તેવી રીતે પ્રકટ કરેલાં સુકૃત્ય આપતાં નથી. જેમ કે લજજાથી નમાવ્યું છે મુખકમળ જેણે એવી કમળનયના સ્ત્રીનાં સ્તનમંડળ વસ્ત્રથી આચ્છાદિત હોય, ત્યારે જેટલી શોભા આપે છે તેટલી શેભા ઉઘાડાં હોય ત્યારે આપતાં નથી.” (૯) વિવેચન–સ્પષ્ટ છે. દુનિયામાં ખાનગી (ગુપ્ત) ધર્માદે કરનારા ખરેખર લાભ બાંધી જાય છે. દુનિયા તેના ગુણ ગાઓ કેન ગાએ, તેની તેને દરકાર રહેતી નથી, હોતી નથી. કાંચળી પહેરી ઉપર સાડી પહેરેલી હોય ત્યારે સ્ત્રીના હૃદયભાગની જે શેભા સામા માણસને લાગે છે, તેટલી ઉઘાડા સ્તન હોય છે ત્યારે લાગતી નથી. આપણે પિતાનું શરીર પણ વસ્ત્રથી વીંટાયેલું હોય છે ત્યારે જ શોભા આપે છે, તેવી જ રીતે સુકૃત્યે ઢાંકેલાં હોય છે ત્યાં સુધી વધારે સૌભાગ્ય આપે છે. ગુપ્ત સુકૃત્ય કરતી વખતે કરનારને બહુ શાંતિ આપે છે અને તેનું સ્મરણ કરવાથી આત્મિક સંતોષ આપે છે, એ ખાસ લક્ષમાં રાખવા ગ્ય છે. દરેક કાર્યની અસર આત્મિક સૃષ્ટિમાં કેવી થશે, તે વિચારવાની જરૂરિયાત આથી જણાઈ આવે છે. માન-કીર્તિથી કદાચ સ્થળ આનંદ છેડે વખત લાગે, પણ અપૂર્વ આત્મિક શાંતિ, જે મેળવવાનો પ્રયાસ સર્વ મુમુક્ષુઓને છે, તે તે શાંત સ્થિતિમાં શાંત રહીને કરેલ ગુપ્ત કાર્યોથી જ થાય છે. ગમે તે કારણથી, પણ પ્રચલિત વ્યવહાર આથી તદ્દન ઊલટ થઈ ગયું છે, એમ સર્વથા નહિ તે સેંકડે નવાણું ટકામાં જોવામાં આવે છે. એક માણસને એક લાખ રૂપિયા ખરચવાની ઈચ્છા થઈ તે ખર્યા પહેલાં જ તેનાં ઢોલ-નગારાં વગડાવવા પ્રયત્ન કરતે તે જોવામાં આવે છે. ખરચ કરવાને વખત પ્રાપ્ત થાય ત્યારે તેને કબજે છોડતું નથી, વ્યાજ વાપરવા ઈછા બતાવે છે, ન્યૂસપેપરમાં મોટા મોટા રિપોર્ટો મેકલે છે અથવા મોકલાવે છે અને એક વાર ખલા પૈસાનો ચાર-પાંચ વખત જુદી જુદી રીતે લાભ લે છે! આવી રીતે ઘણુંખરું અપ્રામાણિકપણે પેદા કરે છે અને અભિમાનથી ખચે છે. એક ધન ખરચવાની હકીકત થઈ તેવી જ રીતે બીજાં અનુષ્ઠાને માટે પણ સમજી લેવું. જીવને અનાદિ સ્વભાવ અભિમાન કરવાનું છે, તે સીધી અને આડકતરી રીતે શુભ કૃત્યમાં પણ થઈ જાય છે અને તેનું કારણ વાસ્તવિક તત્વષણું નહિ એ જ છે. વિચાર કરતાં જણાય છે કે વસ્તસ્વરૂપ આથી ઊલટું જ છે. એક સુકૃત્ય કરવા પહેલાં Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર ] અધ્યાત્મક૯પકુમ [ એકાદશ અથવા કરતી વખતે તેને ખાનગી રાખવાથી બહુ જાતના બહુ લાભ થાય છે. અભિમાન ન થઈ જાય તે બહુ મોટો લાભ છે, કારણ કે અભિમાનથી સુકૃત્યનું ફળ અહીં જ રહી જાય છે. લોકમાં કીર્તિ બેલાય અથવા બહુ તો દેવગતિ મળે, પણ નિર્જરા થવી મુશ્કેલ છે. એ ઉપરાંત ગુપ્ત સુકૃત્ય કરતી વખત અપૂર્વ માનસિક આનંદ થાય છે, આત્મસ્વરૂપમાં રમણ થાય છે અને ફરજ બજાવવાને શુદ્ધ ખ્યાલ આવે છે–એ સર્વ લાભે જુદા જ છે. ( ૧૫૯) સ્વગુણપ્રશંસાથી લાભ જરા પણ નથી. स्तुतैः श्रुतैर्वाप्यपरै निरीक्षितैर्गुणस्तवात्मन् ! सुकृतैर्न कश्चन । ત્તિ નૈવ પ્રોટીૌવો, ઝૂમા દિ પૂર્નિપતfજ સ્વધા (પંરાથવિત્ર) તારા ગુણ અથવા સુકૃત્યોની બીજા સ્તુતિ કરે અથવા સાંભળે અથવા તારાં સારાં કામ બીજા જુએ, તેથી હે ચેતન! તને કાંઈ પણ લાભ નથી. જેમ કે ઝાડનાં મૂળ ઉઘાડાં કરી નાંખ્યાં હોય તે તેથી ઝાડ ફળતાં નથી, પણ ઊલટાં ઊખડી જઈને ય પર પડે છે (તેમ જ સારાં કામે પણ ઉઘાડાં પડવાથી ભય પડે છે.) (૧૦) વિવેચન–એક માણસે પૃથ્વી પર સુંદર ઝાડ વાવ્યું અને તેનાં મીઠાં ફળ થશે એમ તેને લાગ્યું, તેથી તેનું મૂળ કેવું હશે તે જોવાની ઈચ્છા થઈ. આમ વિચારી બીજાને બતાવવા સારુ તથા પોતે જેવા સારુ મૂળ ફરતાં જે માટી-કચર વગેરે હતાં તે દૂર કર્યા અને મૂળ બધાએ જોયું. પણ પરિણામ શું આવ્યું? ફળ તો ન મળ્યું, પરંતુ ઝાડ પણ નાશ પામી ગયું ! આવી જ રીતે સારાં કામને યશ સારો બોલાશે, એમ ધારી આ જીવ સુકૃત્યરૂપ મૂળ બીજાને જોવા સારુ ઉખેડી તેની ફરતી અપ્રસિદ્ધતારૂપ માટી વગેરે હોય છે, તે દૂર કરે છે. તેમ કરવાથી જોકે યશ તો બોલાય છે, પણ તેના ફળનો નાશ થાય છે અને સુકૃત્યના નાશથી તે પિતે પણ નાશ પામી જાય છે. અત્ર જના આ પ્રમાણે છે–(૧) સુકૃત્યની મૂળ સાથે જના, (૨) આત્માની વૃક્ષ સાથે, (૩) (સુકૃત્યોનાં) સ્તવન, શ્રવણ, નિરીક્ષણની (વૃક્ષના) પ્રકટીકરણ સાથે, (૪) (સુકૃત્યના) ગુણને અભાવ, તેની વૃક્ષના ફળવાના અભાવ સાથે અને (૫) ધર્મનાશની વૃક્ષના અધઃપાત સાથે યોજના કરવી. વિચારશે તો છે પણ તેમ જ પારકા માણસે આપણું ગુણ કે સારા કામની સ્તુતિ કરે તેમાં લાભ શું છે? તાત્વિક વિચાર કરતાં જણાય છે કે કીર્તિ કે માનની ઈચ્છા પણ અજ્ઞાનજન્ય છે; એમાં કાંઈ દમ જેવું નથી, અને વિચક્ષણ માણસો કદી તેની ઈચ્છા કરતા નથી. આગંતુક રીત્યા તે મળી જાય તે ભલે મળે, પણ તેની ખાતર ચારિત્ર્યવાન પોતાનું વર્તન કરે, એ ચારિત્રને જ છાજતું નથી. અને ઘણુંખરું દુનિયામાં બને છે પણ એમ કે, જે એની પછવાડે દોડે છે તેને એ વરતી નથી અને ઊલટો પછવાડે દોડવાને કલેશ આપે Page #305 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ધર્મશુદ્ધિ [ ૨૩૩ છે. કીર્તિના લોભીને સુકૃત્યને નાશ થાય છે અને ઘણી વાર ઊલટું અપમાન મળે છે. આ સર્વ હકીકત અનુભવગમ્ય છે અને અવલોકન કરનાર તુરત પામી જાય તેવી છે. (૧૦૧૬૦) ગુણ ઉપર મત્સર કરનાર તેની ગતિ तपःक्रियावश्यकदानपूजनैः, शिवं न गन्ता गुणमत्सरी जनः । अपथ्यभोजी न निरामयो भवेद्रसायनैरप्यतुलैयंदातुरः ॥११॥ (वंशस्थविल ) “ગુણ ઉપર મત્સર કરનાર પ્રાણી તપશ્ચર્યા, આવશ્યક ક્રિયા, દાન અને પૂજાથી મેલે જતે નથી; જેમ કે માંદે માણસ જે અપથ્ય ભોજન કરતો હોય, તે પછી તે ગમે તેટલું રસાયણ ખાય તો પણ સાજે થતું નથી.” (૧૧) વિવેચન –જેવી રીતે પિતાનાં સુકૃત્યની સ્તુતિ સાંભળવાની ઈચ્છા રાખવી, એ ધર્મશુદ્ધિમાં મળરૂપ છે, તેવી જ રીતે પારકાના સારા ગુણ તરફ ઈષ્ય–અદેખાઈ કરવી, એ પણ મળરૂપ છે. પારકે મત્સર કરનાર માણસ ગમે તેટલાં ધર્મકૃત્ય કરે, છ અઠ્ઠમ કરે, યોગ-ઉપધાન વહે, પ્રતિકમણ, પરચખાણ વગેરે આવશ્યક ક્રિયાઓ કરે કે પાંચ પ્રકારનાં દાન આપે, યા તે મહા-આડમ્બરથી અષ્ટ, સત્તર, એકવીશ કે એક સો આઠ પ્રકારી પૂજાઓ રચાવે, પણ તે મોક્ષે જશે નહિ. જેમ કે માંદે માણસ કરી કરે નહિ અને ખાંડ, ખટાશ વજર્ય હોય છતાં છાની રીતે ખાય, પછી તેને તમે પંચામૃત–પરપટી, વસંતમાલતી કે ગજવેલ ખવરાવો, તે પણ લાભ થશે નહિ, તેવી જ રીતે તપ, ક્રિયા, દાન વગેરે રસાયણ છે, તેની સાથે જ જો ગુણ તરફ મન્સરરૂપ અપથ્ય ભેજન લેવામાં આવે તે પછી શિવગમનરૂપ નીરોગીપણું આ જીવરૂપ વ્યાધિગ્રસ્ત પ્રાણીને પ્રાપ્ત થતું નથી. એ પ્રમાણે દષ્ટાંત-દાર્ણતિક રોજના સમજવી. ઘોર તપસ્યાના પરિણામે દેવલોકનાં સુખ મળે, એ શા કામનું? આવશ્યક ક્રિયા કરીને પાછું તે જ કૃત્ય તે ભાવે ફરી ફરી વાર કરવાના વમળમાં ફરવું પડે તે શા કામનું? દાન આપ્યા પછી પાછું દાન લેવાનો વારો આવે, તે શા કામનું ? અલબત્ત, જા જા ક્રિયા ના ન પાટષતા એ સૂત્ર ખરેખરું છે, પણ, ઉપર જણાવ્યું છે તેમ, માણે જનારની અને મોક્ષે જવાની ઈચ્છા રાખનારની નજરમાં એ લાભ તદ્દન અલ્પ છે. તેથી નિષ્ફળ છે એમ કહીએ તો પણ ખોટું ગણાય નહિ. હે ચેતન ! તું પરગુણ-અસહિષ્ણુતા તજી દે અને તેમ કરી તારા કમરૂપ રોગોને દૂર કર. (૧૧; ૧૬૧) શુદ્ધ પુણ્ય અ૫ હોય તોપણ સારું मन्त्रप्रभारत्नरसायनादिनिदर्शनादल्पमपीह शुद्धम् । दानार्चनावश्यकपौषधादि, महाफलं पुण्यमितोऽन्यथाऽन्यत् ॥१२॥ (उपजाति ) મંત્ર, પ્રભા, રત્ન, રસાયણ વગેરેનાં દષ્ટાંતથી (જણાય છે કે, દાન, પૂજા, આવશ્યક અ. ૩૦ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] અધ્યાત્મકલ્પદ્રુમ [એકાદશ પૌષધ વગેરે ( ધ ક્રિયા ) બહુ થાડાં હોય, તાપણ જે શુદ્ધ હાય, તેા મહાફળ આપે છે અને બહુ હોય છતાં અશુદ્ધ હોય તે મેાક્ષરૂપ ફળ આપતાં નથી.” ( ૧૨ ) વિવેચન—શુદ્ધ મત્રાચ્ચારથી અસલના વખતમાં પુણ્યના પ્રખલપણાથી દેવ પ્રસન્ન થતા હતા; તે જરા હોય તેપણુ બહુ કામ થતું હતું. તેવી જ રીતે સૂર્ય-ચ'દ્રની પ્રભા જરા પડે તાપણ આખી દુનિયામાં પ્રકાશ કરે છે. પાંચ રૂપિયાભાર લેાતું અને તેટલા જ વજનનાં રત્ન ( મણિ, માતી, માણેક કે હીરા) હાય તા કિંમતમાં લાગણા ફેર પડી જાય છે. રસાયણ-મારેલ પારા વગેરે-એક તલભારથી ઓછું ખવરાવવામાં આવે તાપણ જે તે શુદ્ધ હાય તા, શરીરને બહુ ગુણ કરે છે. એવી જ રીતે, દાન, પૂજા, પૌષધ વગેરે અનુષ્ઠાને માટે સમજવુ. આપણા લેકે હુ'મેશાં સખ્યા તરફ઼ે જુએ છે અને તેથી છેતરાય છે, પણુ સમજીએ તેની શુદ્ધતા-સુંદરતા-તાત્ત્વિકતા તરફ જોવુ જોઈએ. Never look to the quantity of your actions but pay particular attention to the quality thereof આ વાકયમાં બહુ ખૂખી રહેલી છે. આપણે કેટલું કર્યું તે જ જોનારા છીએ, પણ કેવુ' કર્યું' તે જોવાની ખાસ જરૂર છે. આખા જીવનમાં પ્રભુભક્તિમાં એક વખત વીર્યોદ્યાસ થઈ જાય તાપણુ ભવની ભાવ ભાંગી જાય. તેવી જ રીતે આવશ્યક ક્રિયામાં વિચારણાને પરિણામે ખરાખર પશ્ચાત્તાપ થાય, કે પૌષધમાં અપૂર્વ ભાવશુદ્ધિ થઈ સમતા પ્રાપ્ત થાય, તા આપણું કામ થઈ જાય. અને તેવી સ્થિતિ પ્રાપ્ત કરાવવાને માટે જ સર્વાં શાસ્ત્રકારાના પ્રયાસ છે. આથી ઊલટુ, જો શુદ્ધિની અપેક્ષા વગર બહુ બહુ ક્રિયા કરવામાં આવતી હોય પશુ શુદ્ધતા જરા પશુ ન હાય અને ઊલટી અશુદ્ધતા દાખલ થતી હોય તેા ફળપ્રાપ્તિ થતી નથી, જે હેતુથી ક્રિયા કરવામાં આવે છેતે હેતુ જળવાતા નથી અને કદાચ અલ્પ લાભ થાય છે તા તે રૂપિયે એક બદામ જેટલા થાય છે. આ આખા અધિકારના ઉદ્દેશ એ જ છે કે થાડું કર, પણ બરાબર કર, બહારની કિંમત કે દેખાવથી લાભાઇ જા નહિ. (૧૨; ૧૬૨) ઉક્ત અર્થ પર દૃષ્ટાંત दीपो यथाऽल्पोऽपि तमांसि हन्ति, लवोऽपि रोगान् हरते सुधायाः । तृण्यां* दहत्याशु कणोऽपि चाग्ने-धर्मस्य लेशोऽप्यमलस्तथांहः ॥ १३ ॥ ( उपजाति ) “ એક નાના દીવા પણ અંધકારને હણી નાખે છે, અમૃતનુ એક ટીપુ પણ અનેક રાગેાના નાશ કરે છે, અને અગ્નિની એક ચિનગારી પણુ ખડના માટા ઢગલાને બાળી મૂકે છે; તેવી જ રીતે જો ધર્મના અંશ પણ નિર્મળ હોય તેા તે પાપને હણી નાખે છે.” (૧૩) વિવેચન—સ્પષ્ટ છે. અલ્પ દીવા પણ વિસ્તૃત જગ્યામાંથી અંધકારને દૂર કરી નાખે છે, તેવી જ રીતે સર્વ ખાખતમાં સમજવું. આ સર્વાં હકીકત એ જ બતાવે છે કે શુદ્ધિ तृणं इत्यपि पाठोऽन्यत्र दृश्यते * Page #307 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ધર્મ શુદ્ધિ [ ૨૩૫ તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હવે શુદ્ધિ સાથે ભાવની કેટલી જરૂરિયાત છે તે બતાવી અધિકાર સમાપ્ત કરે છે. (૧૩; ૧૬૩) ભાવ અને ઉપયાગ વગરની ક્રિયાથી કાયાક્લેશ; ઉપસ’હાર માવોપયો શૂન્યા, ઉર્વનાવથી યિાઃ સર્વઃ । તેહેશે હમસે, છમાસિ નૈવ પુનાસામ્ ॥ ૨૪ || (આf) '* ભાવ અને ઉપયાગ વગર સર્વ આવશ્યક ક્રિયા કરતાં તને માત્ર કાયકલેશ (શરીરની મજૂરી) થશે, પણ તું તેનુ ફળ મેળવી શકીશ નહિ જ.” (૧૪) , વિવેચન— ભાવ’ એટલે ચિત્તના ઉત્સાહ (વીટ્લાસ ) અને ‘ ઉપયાગ ' એટલે સાવધાનતા (જાગ્રતપણું'), જેમ કે આવશ્યક ક્રિયામાં સૂત્રાર્થ, સૂત્ર, અથ, વ્યંજન, દીર્ઘહસ્વાચ્ચાર વગેરે બાબતમાં સાવધાનપણુ. ભાવ અને ઉપયાગ વગરની ક્રિયા કરવી એ માત્ર કાયક્લેશ છે અને તેમાં ફળ તદ્દન અલ્પ છે; કાંઈ નથી. શાસ્ત્રકાર કહે છે કે— ભાવ વિના દાનાદ્રિકા, જાણા અલૂણા ધાન; ભાવ રસાંગ મળ્યે થકે ટે ક્રમ નિદાન. ભાવ વગર દાન વગેરે ક્રિયા કરવી, એ મીઠા વગરના ભાજન જેવી છે. તેવી જ રીતે સુક્તમુક્તાવલીકાર પણ કહે છે કે— મન વિષ્ણુ મિલવા જ્યું, ચાવવેા દ'તહીણે; ગુણ વિણ ભવે જ્યુ, જીમવે। જ્યુ. અલૂણું, જસ વિષ્ણુ બહુ જીવી, જીવતે જ્યું ન સેહે, તિમ ધર્મ ન સોહે, ભાવના જો ન હેાહે. એ ઉપરથી સ્પષ્ટ રીતે જણાય છે કે ભાવ વગરની ધર્મક્રિયા તદ્દન શુષ્ક છે, નકામી છે, જીણુ છે, અનનુકરણીય છે, અનિષ્ટ છે. એ મન વગરના મેળા છે અને દાંત વગરનાં ચાવણુાં છે. તેટલા માટે જ શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજા શ્રી કલ્યાણમંદિર સ્તંત્રમાં કહે છે કે હે પ્રભુ ! અનત સ'સારમાં ભવભ્રમણુ કરતાં મને તારું દન એક વાર પણ થયુ. હાય, એમ લાગતું નથી, કારણ કે થયું હેત તેા પછી મારી આ સ્થિતિ હોય નહિ.” મતલખ એ છે કે વાસ્તવિક દર્શન થયું નથી, કારણ કે કદાચ પ્રભુનાં દર્શન થયાં હશે, પ્રભુની પૂજા કરી હશે કે દેશના સાંભળી હશે, પણ ચિત્ત વગરનુ કયુ હશે. ચસ્માત ક્રિયા: પ્રતિષ્ઠન્તિ ન માયન્યા: જે કારણ માટે ભાવ વગરની ક્રિયા ફળ આપતી નથી, તેથી પ્રભુનુ વાસ્તવિક દર્શન થયુ' જ નથી-એમ કહીએ તે ચાલે, ભાવની સાથે સાવધાનપણું-જાગ્રત વિવેકની પણ તેટલી જ જરૂર છે, એકલી ભક્તિ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અધ્યાત્મકપર્ફોમ [ એકાદશ ફળતી હોય, તે રાત્રિએ ઊઠીને શ્રી નેમિનાથજીને વંદન કરવા જનાર પાલકની શુષ્ક ભક્તિમાં કચાશ નહોતી, પણ ત્યાં ભાવ તથા ઉપયાગ નહાતાં. વીરા શાળવીએ અઢાર હજાર સાધુને વાંદ્યા અને શ્રીકૃષ્ણે પણ વાંઘા. જ્યારે શ્રીકૃષ્ણને મહાલાભ થયા, સાતમી નારકીને ચોગ્ય આયુષ્યનાં દળિયાં મેળવ્યાં હતાં, તે શુદ્ધ થઈ ત્રીજી નારકીને યાગ્ય થઈ ગયાં, એ અને બીજા લાભ પણ થયા; ત્યારે વીશ શાળવી બિચારા માત્ર કાયલેશ પામ્યા. એકસાથે એકસરખી ક્રિયા કરનારમાં આટલું અંતર પડી જાય છે, એનુ` કારણ ભાવ અને ઉપયાગની તીવ્રતા અને મ'દતા જ છે. વ્યવહારમાં પણ એ બાબત અનુભવસિદ્ધ છે. એક મિત્ર મળે અને સામાન્ય રીતે માં મલકાવ્યા સિવાય આપ કેમ છે ?” એમ પૂછે, તેના કરતાં ચિત્તના પ્રેમથી પૂછે, ત્યારે તેની માંની આકૃતિ પણ મલકાય છે. ચિત્તથી પ્રેમ બતાવનાર તરફ નાનું બાળક પણ ખે'ચાય છે અને શેઠના પ્રેમ વગર ગરીબ નાકર પણ બરાબર નાકરી કરતા નથી. શ્રાવકના દીકરા છીએ એટલે શરમ ખાતર દેહરે જવું જોઇએ, તેમ ધારી દેહરે જવામાં કે પૂજા કરવામાં અને પ્રભુના ગુણ ઓળખી પ્રભુને શુદ્ધ રાગથી પૂજવામાં બહુ ફેર છે. ભાવશુદ્ધિ અને તેની વૃદ્ધિ કરી, સમજણુ રાખી પાતાના અધિકાર પ્રમાણે ક્રિયા કરવી અને ખીજાં સર્વ વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો પણ તે જ રીતે કરવાં એ વ્યાવહારિક મુખ્ય ઉપદેશ છે. (૧૪; ૧૬૪) * એવી રીતે અગિયારમા ધર્માંશુદ્ધિ અધિકાર પૂર્ણ થયે. એ આખા અધિકારમાં મુખ્ય ત્રણ ખાખત કહી છે. એ વિષે કાંઇ પણ એલીએ તે પહેલાં એક બાબત પર ધ્યાન ખેચવાની જરૂર છે. ઉપદેશતર ગિણીમાં કહે છે કે “નાગિલાને તજનાર ભવદેવના ભાઈ ભવદત્તની પેઠે લજ્જાથી ધમ થાય છે; મેતા મુનિને હણનાર સાનીની પેઠે ભયથી ધર્મ થાય છે; ચ'રુદ્રાચાય ના શિષ્યની પેઠે હાસ્યથી ધર્મ થાય છે; સ્થૂલિભદ્ર પર માત્સ કરનાર સિંહગુફાનિવાસી સાધુની પેઠે માત્સથી ધર્માં થાય છે; સુહસ્તિ મહારાજે પ્રતિખાધેલા વ્રમકની પેઠે લાભથી ધમ થાય છે; બાહુબલિની પેઠે હઠથી ધર્મ થાય છે; દશાણુ ભદ્ર, ગૌતમસ્વામી, સિદ્ધસેન દિવાકરની પેઠે અહંકારથી ધમ થાય છે; નામ-વિનમિની પેઠે વિનયથી ધમ થાય છે; કાર્તિક શેઠની પેઠે દુઃખથી ધર્મ થાય છે; બ્રહ્મદત્ત ચક્રીની પેઠે શૃંગારથી ધમ થાય છે; આભીર તથા આરક્ષિત આચાય ની પેઠે કીતિથી ધ થાય છે; ગૌતમસ્વામીએ પ્રતિબેાધેલા ૧૫૦૩ તાપસાની પેઠે કૌતુથી ધર્મ થાય છે; ઈલાપુત્રની પેઠે વિસ્મયથી ધર્મ થાય છે; અભયકુમાર તથા આકુમારની પેઠે વ્યવહારથી ધર્મ થાય છે; ભરત ચક્રી તથા ચંદ્રાવત ́સની પેઠે ભાવથી ધર્મ થાય છે; કીર્તિ ધર સુકાશલ વગેરેની પેઠે કુળાચારથી ધમ થાય છે; અને જંબૂસ્વામી, ધનગિરિ, વસ્વામી, પ્રસòચા તથા ચિલાતી પુત્રની પેઠે વૈરાગ્યથી ધમ થાય છે. * Page #309 -------------------------------------------------------------------------- ________________ અધિકાર 1 ધશુદ્ધિ [ ૨૩૭ “ માને વિષે ગજસુકુમાળ, કુરગડુ મુનિ, વીરપ્રભુ, પાપ્રભુ, સ્કંધક મુનિ વગેરેનાં છાંતા જાણવાં. શીલ વિષે સુદર્શન શેઠ, મલ્રિપ્રભુ, નેમિનાથજી, સ્થૂલિભદ્ર, સીતા, દ્રૌપદી, રાજીમતીનાં દૃષ્ટાંત જાણવાં, પ્રાભાવિકપણા વિષે શ્રી હેમચંદ્રાચાર્ય, જીવદેવસુર, કાલિકાચાર્ય, જિનપ્રભસૂરિ, વિષ્ણુકુમાર, યશેદેવસૂરિ, આય ખપુટાચાર્ય, બપ્પટ્ટિસૂરિ, પાદલિપ્તસૂરિ, ધર્માંદ્યાવસૂરિ, માનદેવસૂરિ, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ વગેરેનાં દૃષ્ટાંતે જાણવાં. વધારે શું કહેવું? સર્વ પ્રકારથી કરેલેા ધર્મ મહા-લાભકારી છે.” આ માટુ' વાકય ટાંકીને કહેવાના આશય એ છે કે ધર્મ કાંઈ અમુક હેતુથી જ પ્રાપ્ત થાય છે એમ નથી, ગમે તે હેતુને આશ્રયીને તે કરી શકાય છે અને તે તે પ્રસંગે તે ફળ આપે છે. આખા અધિકારમાં એ જ હકીકત આડકતરી રીતે જણાવી છે. ધર્મથી કીર્તિ, વિદ્યા અને લક્ષ્મી મળે છે. તેમ જ ધર્માંથી એકાંત શાંતિ મળે છે, એવા ધને કોઈ પણ કારણે ન કરવાના કે ધર્મની કોઈ પણ બાહ્ય ક્રિયાના નિષેધ કરવાના ઉદ્દેશ અત્ર ગ્રંથકર્તાને કે વિવેચનકર્તાને નથી. મુખ્ય ઉપદેશ એ છે કે તમે કરે તે વિચારીને કરી, અલ્પમાં કે અશુદ્ધમાં સ`તેષ પામી જુએ નહિ. આ જમાનાની ખૂબી-અથવા ખાડ-એ છે કે અસતાષ રાખવા અને કોઈ પણ બાબત પૂરી કરવી નહી.. વ્યવહારમાં પણ આરપાર નીકળનારા આછા મળશે, ત્યારે ધર્મ કરવાની આવશ્યક્તા જો સર્વ કોઈ સ્વીકારે છે, જો સર્વ સમજે છે કે રાજ્યવૈભવ કે સંતતિસુખ, શરીરસ ́પત્તિ કે સુલક્ષણી ભાર્યા, શાંત સ્થાન કે ફળદ્રુપ બાગબગીચા, માનસિક કે શારીરિક ઉપાધિરહિતપણુ, જે જીવને પ્રાપ્ત થાય છે તે, ધર્મને લીધે જ પ્રાપ્ત થાય છે, ત્યારે તા પછી તે ધર્મને શુદ્ધ રીતે કરવા જોઈએ, અત્ર જે ઉદ્દેશ છે તે કોઈ પણ પ્રકારની ક્રિયાના નિષેધ કરવાને નથી, પણ શુદ્ધ રીતે કરવાના છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. આ અધિકારમાં મુખ્ય ત્રણ ખાખત પર ધ્યાન ખેચાય છે : ૧. ધદ્ધિની આવશ્યકતા—શુદ્ધિ શબ્દથી જ સમજાય છે. એ ધર્મશુદ્ધિ એવા પ્રકારની રાખવી જોઈએ કે તેમાં કોઇ જાતની મલિનતા આવે નહિ, શુદ્ધ ધર્મરૂપ જલને ડાળનાર પ્રમાદ. મત્સર વગેરે (શ્લાક બીજો ) પદાર્થોથી સાવચેત રહેવું. જ્યારે જ્યારે એ મિલન પદાર્થા ધર્મરૂપ જળમાં દેખાય ત્યારે પાણી ગળી નાખવુ. અથવા ગમે તેમ કરી કચરા દૂર કરવા. જો ધ જળ શુદ્ધ હશે તે તેના પાનથી રાગ વગેરે વ્યાધિએ નાશ પામી જશે અને ચિર શાંતિ પ્રાપ્ત થશે. ૨. સ્વગુણુપ્રશંસા અને મત્સર—ધશુદ્ધિને ડાળનારા ઘણા પદાર્થો છે, તેમાં આ બે દોષો બહુ આકરા છે. એને લીધે જીવને પેાતાની શુદ્ધિ રહેતી નથી. પેાતાનાં વખાણુ કરાવવાના આકણુમાં પરવશ ખની જાય છે. દરેકને પેાતાની સ્તુતિ પ્રિય લાગે છે (શ્લાક ત્રીજો); પણ સ્તુતિ કરાવવા જેવું છે શુ' ? સારા કપડાં પહેરવાં કે શુદ્ધ વર્તન Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ એકાદશી રાખવું એ તો ફરજ છે; ફરજને વખાણની જરૂર નથી. અને જે વ્યવહાર શુદ્ધ ન હોય, છતાં શુદ્ધ છે એવાં વખાણ કરાવવાની ઈચ્છા રહે છે તે દંભ છે, જે વર્ય છે, માટે ગમે તે રીતે પોતાનાં વખાણની ઈચ્છા રાખવી એ અનુચિત છે. તેવી જ રીતે પારકાનાં ધન, સુખ કે કીર્તિની ઈર્ષ્યા કરવી એ પણ વજર્યું છે. કોઈ પણ કાર્ય પ્રશંસા મેળવવાના ઈરાદાથી કરવું નહિ. જે આ જીવને વસ્તુસ્વભાવને ભરોસો હોય તો સમજે કે શુભ કાર્યની અનુમોદના એની મેળે થાય છે જ; દુનિયા પાસે તેના ઢોલ વગાડવા પડતા નથી. ઝવેરાતમાં અવાજ નથી પણ તેજ છે, કસ્તુરી કહેતી નથી કે મને સૂ, ચંદન કહેતું નથી કે મને લે, પણ જરા વિચારવાની તસ્દી લેશે તે આ બધું સ્પષ્ટ થઈ જાય તેવું છે. ૩. ભાવશુદ્ધિ અને ઉપયોગ–દરેક ધર્મકાર્યમાં ભાવ અને સાવધાનતાની જરૂર છે. જે ક્રિયા, જપ, તપ, ધ્યાન કરવાં તે શુદ્ધ ભાવથી અને ઉપયોગથી કરવાં, ભાવ હોય છે તે અ૯પ ક્રિયા પણ બહુ ફળ આપે છે. નિરાદરપણું, અવિવેક, અનુત્સાહીપણું વગેરેને ત્યાગ કરવા. ધર્મરૂપ રાજાનાં દાન વગેરે અંગ છે અને તેમાં ભાવનારૂપી જીવ છે. શાસ્ત્રકાર ઘણીવાર સ્પષ્ટ રીતે કહે છે કે ભાવ વગરની ક્રિયામાં બહુધા કાયફલેશ થાય છે. શ્રી રત્નમંદિર ગણિ ઉપદેશતરંગિણીમાં કહે છે કે “ભાવ ધર્મને દિલેજાન દોસ્તદાર છે, કર્મરૂપ કાણોને બાળવામાં અગ્નિ સમાન છે, પુણ્ય-અન્નમાં ઘી સમાન છે અને મેક્ષ લક્ષ્મીની કટિમેખલા છે.” એ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન આ અધિકારમાં ખેંચી ધર્મશુદ્ધિ જેમ બને તેમ રાખવા ઉપદેશ કર્યો છે. એમાં સ્વગુણપ્રશંસારૂ૫ મીઠા દુર્ગુણથી બચવા અસાધારણ પ્રયાસ કરવાની સૂચના પ્રત્યેક સુજ્ઞને કરવી પડે છે. વળી, કરંજન માટે ધર્મ કર નહિ, પણ પિતાના ભાવથી આત્મ-નિર્મળતા માટે સમજીને સર્વ ધર્મકાર્યો કરવા અને તેમાં જે જે દેષ પ્રાપ્ત થતા જાય તે સમજીને તજવા. આવતા અધિકારમાં આ ધર્મને સમજાવનાર ગુરુ સંબંધી વિવેચન કરશે. इति सविवरणो धर्मशुद्धथुपदेशनामैकादशोऽधिकारः ॥ Page #311 -------------------------------------------------------------------------- ________________ द्वादशः देवगुरुधर्मशुद्धयधिकारः ॥ અગિયારમા અધિકારમાં ધર્મશુદ્ધિ કેવી રાખવી એ બતાવ્યું. આ ધર્મને બતાવનાર–ઓળખાવનાર ગુરુમહારાજ છે અને તે ધર્મને પ્રરૂપનાર તીર્થંકર દેવ છે. તેમની આજ્ઞા અને પુષ્ટાવલંબનરૂપ ભાવના ( ideal) મળવાથી જીવ તેના જે થવા યત્ન કરે છે અને થાય છે. અત્યારે તીર્થંકર દેવે કહેલા ધર્મને દર્શાવનાર ગુરુ છે. તે ગુરુ-નેતા કેવા પસંદ કરવા જોઈએ એ બહુ વિચાર કરવા જેવું છે. અને સૂરિમહારાજે આ અધિકારના મોટા ભાગમાં એ બાબત પર વિચાર કર્યો છે. ધર્મશુદ્ધિ ઉપર અગિયારમે અધિકાર છે. ત્યાં જે ધર્મશુદ્ધિ બતાવી છે, તે શુદ્ધ ધર્મને મલિનતા ન લાગવા દેવાની છે અને શુદ્ધ ધર્મને કયા કયા પ્રકારની મલિનતા લાગવાથી તે ખરાબ થાય છે, તે તરફ ધ્યાન ખેંચ્યું છે. અત્ર તે પદર્શનમાંથી ક્યા શુદ્ધ દર્શનને સ્વીકારવું એ બતાવ્યું છે, તેથી પુનરુક્તિ દોષને સંભવ નથી. બધી બાબતનો આધાર તેના પર પડતા પ્રકાશ પર રહે છે; અને પ્રકાશ પાડનાર કેણુ છે, તે પર પણ મેટો આધાર છે. પરભવ, વ્યવહાર, નિશ્ચય, શુદ્ધિ વગેરે પર પ્રકાશ પાડનાર કેવા હોવા જોઈએ તે હવે આપણે વિચારીએ. આ બાબતમાં દષ્ટિરાગ બહુ ચાલે છે તે નબળાઈ દૂર કરી નીચેની હકીકત પર ધ્યાન ખેંચવામાં આવે છે. - ગુરુતત્ત્વની મુખ્યતા तत्त्वेषु सर्वेषु गुरुः प्रधानं, हितार्थधर्मा* हि तदुक्तिसाध्याः । श्रयंस्तमेवेत्यपरीक्ष्य मूढ ! धर्मप्रयासान् कुरुषे वृथैव ॥ १ ॥ ( उपजाति) સર્વ તત્ત્વોમાં ગુરુ મુખ્ય છે, આત્મહિત માટે જે જે ધર્મો કરવાના છે, તે તે તેઓના કહેવાથી સાધી શકાય છે. તે મૂર્ખ ! તેઓની પરીક્ષા કર્યા વગર જ તું તેઓને આશ્રય કરીશ તે તારા ધર્મ સંબંધી કરાતા પ્રયાસે (ધમના કામમાં લેવામાં આવતી મહેનત) નકામાં થશે.” (૧) * દિતfષમf ના પાઠ ! Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] અધ્યાત્મકપર્ફ્યુમ [દ્વાદશ વિવેચન—દેવ અને ધર્મને ઓળખાવનાર ગુરુમહારાજ છે અને તેટલા માટે સ તત્ત્વમાં ગુરુતત્ત્વની મુખ્યતા છે. સિદ્ધ મહારાજા વિશેષ ગુણી છે, છતાં તેમની પહેલાં અરિહંત મહારાજને નવકારમાં પ્રથમ નમસ્કાર એથી જ કરવામાં આવે છે. અમુક કાર્ય કરવા જેવું છે કે નહિ, અમુક રસ્તે જવા જેવું છે કે નહિ વગેરે વગેરે કાર્યાકા. પેયાપેય ભઠ્યાભક્ષ્યના વિવેક ગુરુમહારાજ અતાવે છે. આથી સર્વ તત્ત્વમાં ગુરુતત્ત્વની મુખ્યતા છે હવે સ`થી અગત્યના પ્રશ્ન તેને કેવી રીતે શોધી કાઢવા તે છે. જો અચેાગ્ય માણસને ગુરુસ્થાન આપવામાં આવ્યુ, તે તે, આગળ ઉપર કહેવામાં આવશે તેમ, પેાતાની જાતને અને આશ્રય કરનારને સ'સારસમુદ્રમાં ડુબાવે છે. ત્યારે વ્યવહારના તેમ જ ધર્મના એક ખહુ અગત્યના સવાલની તપાસ પર આપણે આવીએ છીએ. ગુરુસ્થાન લેવા માટે વધારે ચાગ્યતા સાધુની ગણાય. સાધુની વિશેષ પરીક્ષા કરવાનુ... કદાચ ન બની આવે તાપણુ, ગુરુ તરીકે માન્ય કરવા પહેલાં એટલુ તા વ્યવહારમાં અવશ્ય જોવુ' જોઈએ કે તે કંચન અને કામિનીના ત્યાગી છે કે નહિ. આ ખાખત ખાસ જોવી જોઈએ, કારણ કે ત્યાં ગુરુપણું ઘટતું જ નથી. × ત્યાર પછી ખની શકે તેા તપસ્યા, જ્ઞાન, ધ્યાન, વર્તન, ગુપ્તિ, કષાયદમન, સાત્ત્વિક પ્રકૃતિ વગેરે જોવાં. ખાસ કરીને મુદ્દાની બાબતમાં ભૂલ ન થાય એ બહુ બારીકીથી જોવું. ગુરુમહારાજની પસ ંઢંગી પર આખી સ'સારયાત્રાની ફતેહને આધાર છે, તેથી તેની પરીક્ષા કાચી કરવી નહિ, અને તેમ કરવામાં વ્યવહારની કે વિવેકની હદ ઉદ્ભવીએ છીએ, એમ પણ સમજવુ' નાંહે. એ બાબતને નિર્ણય કરવા એ પ્રત્યેક મુમુક્ષુની ફરજ છે. (૧૬ ૧૬૫) સદોષ ગુરુના બતાવેલા ધર્મો પણ સદોષ भवी न धर्मैरविधिप्रयुक्तैर्गमी शिवं येषु गुरुर्न शुद्धः । रोगी हि कल्यो न रसायनैस्तैर्येषां प्रयोक्ता भिषगेव मूढः ॥ २ ॥ ( उपजाति) “ જ્યાં ધર્માંના બતાવનાર ગુરુ શુદ્ધ નથી ત્યાં અવિધિએ ધર્મ કરવાથી પ્રાણી માણે જઈ શકતા નથી; જે રસાયણુ ખવરાવનાર વદ્ય મૂર્ખ હોય તે ખાવાથી વ્યાધિગ્રસ્ત પ્રાણી નીરાગી થઈ શકતા નથી.” ( ૨ ) × કંચન અને કામિની એ એ અત્ર લખવાના ઉદેશ એ છે કે તે બન્ને સ` મૂળ ગુણ્ણાનેા નાશ કરે છે. મહાવ્રત પાંચ છે, પણ તેમાંના ખીજાને નાશ થયે તે પૂરતા નાશ થાય છે, જ્યારે કંચન અને કામિની ગુને સર્વથા ધાત કરે છે. કંચન અને કામિની સ` સૌંસારના મૂળભૂત છે અને તેઓ હાય છે ત્યાં સ`સારના ખીજા સ દુર્ગુણા એક પછી એક ચાલ્યા આવે છે, બારીક અવલાકન કર્યા પછી જ શાસ્ત્રકારે ક્માવ્યુ છે કે ચતુર્થી વ્રતનું ઉલ્લંધન થાય તેા તદ્દન નવેસરથી દીક્ષા લેવી. આ છેદપ્રાયશ્ચિત્તના અનુશાસન–માં જે મહત્તા અને દીર્ધ દૃષ્ટિ રહી છે તે બહુ મનન કરવા યોગ્ય છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] . દેવગુરુધર્મશુદ્ધિ [ ર૪૧ વિવેચન–વહાણને કપ્તાન મૂખ હોય, તે તે વહાણ ધારેલ બંદરે પહોંચતું નથી; ગાડી હાંકનાર માગને અજાણે હોય તે, આડે રસ્તે ચઢી જઈ ફેરે ખવરાવે છે, પણ ઈચ્છિત સ્થળે પહોંચી શકાતું નથી, ઘડિયાળની રચના ન સમજનાર તેને સુધારવા જતાં ઊલટું નુકસાન કરે છે, તેવી જ રીતે શુદ્ધ ધર્મ ન સમજનાર તથા ન કરનાર પોતાની સાથે આવનારને પણ ભેખડે ભરાવે છે. અનુભવથી જણાય છે કે જે વિષયમાં પોતાનું જ્ઞાન ન હોય તેવા વિષયમાં માથું મારનાર દુનિયાનાં બહુ પ્રાણી હોય છે. રોગી પાસે જતાં દરેક માણસ ઔષધ બતાવવા મંડી જાય છે અને જાણે પોતે માટે વિદ્ય હોય એવી સત્તાથી લે છે. આવા ઔષધથી દુનિયાને બહુ નુકસાન થયું છે, પણ આંધળી દુનિયા લેભથી કે રાગથી આવા ઊંટવૈદ્યોને જ બહુમાન આપે છે ! રસાયણ જે લેગ્ય રીતના અનુપાનથી ખાવામાં આવે તે શરીરને બહુ મજબૂત કરે છે, પણ જે તેની ક્રિયામાં ફેરફાર થઈ જાય, તે આખી જિંદગી સુધીનું દુઃખ થાય છે, કારણ કે ઘણુંખરું તે શરીરે ફૂટી નીકળે છે, મૂર્ખ વૈદ્ય જે રસાયણ ખવરાવે, તો જરૂર ગફલતી થાય છે, તેમાં ધારેલ લાભ મળતો નથી, પણ કેટલીક વાર ઊલટું પિતાનું હોય તે પણ જાય છે. આવી જ રીતે અજ્ઞાની કે વિકારી ગુરુના બતાવેલા ધર્મથી પણ મિક્ષને બદલે સંસારવૃદ્ધિ થાય છે. આ શ્લોકમાં સંસારી જીવને રોગી સાથે, ધર્મને રસાયણ સાથે અને ગુરુને વૈદ્ય સાથે દાંત-દાર્ટીતિક સંબંધ છે. (૨, ૧૬૬) . તે ડૂબે અને બીજાને ડુબાવે તેવા કુગુરુ समाश्रितस्तारकबुद्धितो यो, यस्यास्त्यहो मज्जयिता स एव । ओघं तरीता विषमं कथं स, तथैव जन्तुः कुगुरोर्भवाब्धिम् ॥३॥ ( उपजाति ) આ પુરુષ તારવા સમર્થ છે, એવી બુદ્ધિથી જેનો આશ્રય કરવામાં આવે, તે આશ્રય કરનારને જ્યારે આશ્રય આપનાર જ ડુબાડનાર થાય ત્યારે પછી આ આકરો (અથવા ચપળ) પ્રવાહ તે પ્રાણી કેવી રીતે કરી શકશે? તેવી જ રીતે કુગુરુ આ પ્રાણીને સંસાર સમુદ્રથી કેવી રીતે તારશે?” (૩) ' વિવેચન–જે વહાણમાં કપ્તાનના ભરેસાથી બેઠા હોઈએ તે જ કપ્તાન જ્યારે વહાણને ગાબડું પાડે, ત્યારે તેને પણ વિનાશ થાય છે અને વહાણમાં બેસનારાઓને પણ વિનાશ થાય છે. સંસારસમુદ્રની યાત્રા કરવા માટે ગુરુરૂપ કપ્તાન (ડેલ)ના આશ્રય તળે ચાલનાર ધર્મરૂપ વહાણુમાં બેઠા પછી, અગ્ય આચરણ કે મદિરાપાન કરનાર કપ્તાન જ્યારે વહાણને ડુબાડે છે, ત્યારે પોતાને અને બાકીના સર્વને વિનાશ થાય છે, તેટલા માટે ગુરુની પસંદગી બરાબર કરવી અને તેમ કર્યા પછી તેને આધુનિક અને ભાવી જીવન સેંપી દેવું. અ. ૩૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પમ [ હાલ જેઓ ગુરુનું નામ ધારણ કરી ચામર, છત્રની શોભા ઉપરાંત માથે પટિયા પાડી સ્થળ વિષયમાં આસક્ત રહે છે અને સામાન્ય માણસને પણ ન છાજતાં દુશ્ચરિત્રે આચરે છે, તેઓએ આ લેકથી બહુ ધડો લેવાનું છે. અત્ર જેઓ શુદ્ધ માર્ગ બતાવતા નથી, જેઓ શુદ્ધ માર્ગનું સેવન કરતા નથી, તેવા ચોથા પ્રકારના ગુરુનું વર્ણન કર્યું છે. પોતે ડૂબે અને બીજાને ડુબાડે, એવા પથ્થર સમાન ગુરુથી એક પણ જાતને લાભ થવા સંભવ નથી. આ પ્રમાણે વરતુસ્થિતિ સમજીને જીવે એગ્ય ગુરુને આશ્રય કરે ઉચિત છે. આ શ્લેકમાં કુત્સિત ટંડેલની કુગુરુ સાથે અને પ્રવાહની સંસાર સાથે દષ્ટાંત-દાખું. તિકતા સમજવી. (૩; ૧૬૭) શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ભજવાને ઉપદેશ गजाश्वपोतोक्षस्थान् यथेष्टपदाप्तये भद्र ! निजान् परान् वा । भजन्ति विज्ञाः सुगुणान् भजैवं, शिवाय शुद्धान गुरुदेवधर्मान् ॥ ४॥ (उपेन्द्रवजा) હે ભદ્ર! જેવી રીતે ડાહ્યા પ્રાણીઓ, ઈછિત જગ્યાએ પહોંચવા સારુ પોતાનાં અથવા પારકાં હાથી, ઘેડા, વહાણ, બળદ અને રથ સરસ જોઈને રાખી લે છે, તેવી જ રીતે મેક્ષ મેળવવા માટે શુદ્ધ દેવ-ગુરુ-ધમને ભજ.” (૪) વિવેચન–મેક્ષનગર પહોંચવા માટે દેવ, ગુરુ અને ધર્મ એ વાહન છે. જેમ પરગામ જવા માટે સારામાં સારાં વાહન માટે માણસે જોગવાઈ કરે છે, ઘરનાં તયાર કરે છે અથવા માગી લાવે છે, તેવી જ રીતે મોક્ષનગર પહોંચવા માટે તારે અઢાર દુષણ રહિત દેવ, પંચ મહાવ્રતના ધરનાર ગુરુ અને આપ્તપ્રણીત ધર્મને આશ્રય કરે. જે રથના હાંકનારનું સ્થાન ગુરુમહારાજાને મળેલું હોય અને જેની ઉપર ધર્મની ધજા ફરકતી હોય અને જેને માર્ગ અખલિત વહન કરાતો હોય, તે ધર્મરથ મનગર જલદી પચે, એ સ્વાભાવિક છે. તારા પોતાના કુળદેવ, કુળગુરુ કે કુળધર્મ જે ઉપર કહ્યા તેવા સારા હોય, તે તેને માની લેજે, તેને સેવજે, પણ બરાબર પરીક્ષા કરીને પછી તેમ કરજે. તેમાં પિતાના કે પારકો છે એ જોવાનું કામ નથી, પણ શુદ્ધ હોય તેને આદરવા એ કામ છે. ઘરને ઘેડે ખરાબ હોય, વાહન સારું ન હોય અને પારકું સારું હોય તે તેમાં બેસી જવું; કારણ કે દરેકને ઉદ્દેશ ઈચ્છિત સ્થાનકે પહેચવાને છે. પોતાના કે પારકામાં કાંઈ ખાસ વિશેષતા નથી. “પ્રસ્તુત ચાલુ વિષય ગુરુશુદ્ધિને છે. છતાં પણ વિષયને અનુકૂળ ધર્મ અને દેવ યાદ આવતા હોવાથી તે બન્નેનું પ્રતિપાદન નકામું નથી.” (૪ ૧૬૮) * ધનવિજય ગણિ. Page #315 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેવગુરુધર્મશુદ્ધિ કુગુરુના ઉપદેશથી કરેલે ધર્મ પણ નિષ્ફળ છે फलाद् वृथा स्युः कुगुरूपदेशतः, कृता हि धर्मार्थमपीह सूद्यमाः ॥ ત૬ દિવાલ પશુ મદ્ર દે! સુઇ વિરુદ્ધ મા પદ્ધિતાáસિ . . (રાદથવૃત્ત) “સંસારયાત્રામાં કુગુરુના ઉપદેશથી ધર્મને માટે કરેલા મોટા પ્રયાસ પણ ફળની બાબતમાં જોઈએ તે વૃથા નીવડે છે, તેટલા માટે હે ભાઈ ! જે તું હિતની ઈચ્છા રાખત હો તે દષ્ટિરાગ પડતો મૂકીને અત્યંત શુદ્ધ ગુરુને જ ભજ.” વિવેચન–દષ્ટિરાગથી બે રીતે વાત બગડે છે. પ્રથમ તે અમુક ધર્મ–દર્શન માટે દષ્ટિરાગ થાય છે, પછી તેને મેટામાં મેટા ધર્માધ્યક્ષે ગમે તેવા દુરાચારી હોય, “મહારાજા લાઈબલ કેસ જેવા ફજેતા કોટે ચઢી જગતની બત્રીશી પર ચઢતા હોય, છતાં પણ ભેળા પ્રેમલાઓ તે જ ભાવથી “જે જે કરવા મંડ્યા રહે છે. બીજું, દષ્ટિરાગ અમુક વ્યક્તિ પ્રત્યે થાય છે. પોતાના ગુરુ ગમે તેવા વિષથી સંસારદશાવાળા અથવા આત્મદશામાં ઊંઘતા હોય, છતાં પણ, ચોથા શ્લોકમાં કહ્યું તેમ, તેના જ વહાણુમાં બેસી રહેનારા છો સંસારયાત્રામાં નિષ્ફળ નીવડે છે. હવે આવી રીતે દષ્ટિરાગથી ગ્રહણ કરેલા ગુરુની ફરમાસથી ધર્મ માટે ગમે તેટલાં સદાચરણ કર્યા હોય, પણ દષ્ટિરાગરૂ૫ મિથ્યાત્વશલ્ય નષ્ટ ન થવાથી તેનું ફળ કાંઈ થતું નથી. મિથ્યાત્વરૂપ અજ્ઞાનથી છવાયેલ અગીતાર્થ ગુરુ દેશકાળાદિ જ્ઞાને રહિત હોય છે, અને એક વખત તેના ઉપર ઉપરથી સારા લાગતા ઉપદેશથી દાન, તપસ્યા, ઉજમણાં કે વરઘોડા ચઢાવવામાં આવે, તે પણ તેથી નશ્ચયિક જ્ઞાનના અભાવે વપરવિવેચન વિનાના કેવળ શુભ વ્યવહારબળે લાભ થતું નથી. જમાનાની જરૂરિયાત ન સમજનાર, વિષયમાં આસક્ત અને બહારના આડંબરવાળા ગુરુના વચનને અનુસરવાની જરૂર નથી, એમ શાસ્ત્રમાં પણ ફરમાન છે. ટીકાકાર “ગરછાચારપયન્ના'માંથી નીચેની ગાથા ટાંકે છે? अगीयस्थस्स वयणेणं अमियपि न घुटए । गीयत्थस्स षयणेणं, विस हालाहलं पिबे ॥ એટલે “અગીતાર્થના વચનથી અમૃત પણ ન પીવું, જ્યારે ગીતાર્થના વચનથી હલાહલ ઝેર હોય તે તે પણ પી જવું.” આનું કારણ સ્પષ્ટ છે. દેખીતા વિરુદ્ધ લાગતા હુકમો પણ ગીતાર્થ બહુ વિચાર કરીને કરે છે, ત્યારે અધૂરી તપાસ અને અવલોકનને આધારે પિતા પૂરતી સમજણ અનુસાર થયેલે અગીતાર્થને હુકમ દેખીતે સારે અને મનગમતો હોય, તે પણ લાભ કરતું નથી, પણ નુકસાનકારક થઈ પડે છે. કેટલીક વાર તદ્દન સંસારવાસમાં સુખ માનનારા વિષયાનંદી ગોરજી અને શ્રીપૂ તરફે દષ્ટિરાગી શ્રાવકે બહુ ભાવ બતાવે છે, પણ શાસ્ત્રકાર અત્ર સ્પષ્ટ અક્ષરોમાં કહે છે કે તેઓના આશ્રય તળે રહીને કરેલ ધર્મ ઘણ નિષ્ફળ છે, આ ઉપરાંત સાધુ કહેવાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] અધ્યાત્મકલ્પમ [ દ્વાદશ તેમાં પણ દષ્ટિરાગ કરવાનું નથી. “આ મારા ગુરુ અને આ મારા ગચ્છના” એ વિચાર ગુણાનુરાગીને હોય નહિ. વેષ માન્ય છે, અવગુણે ન માલૂમ પડે ત્યાં સુધી દરથી સામાન્ય રીતે નમન કરવા ગ્ય છે, પણ પૂજા તે ગુણની જ છે અને અંતર રાગ પણ તે પર જ હે જોઈએ. તેમ જ ગુરુ થવા ગ્ય સાધુને તે “આ મારા શ્રાવક છે એવી વૃત્તિ સ્વાર્થ સાધવાની બુદ્ધિએ ન જ હેવી જોઈએ. આટલા ખુલાસા પછી ઉપાધ્યાયજીનું કહેલું વચન સમજાશે, ઉપાધ્યાયજી કહે છે કેરાગ ન કરશે કેઈ જન કેઇશુ રે, નવિ રહેવાય તે કરજો મુનિશું રે; મણિ જેમ ફણી વિષને તેમ તેહે રે, રાગનું ભેષજ સુજસ અને રે દષ્ટિરાગ મિથ્યાત્વજન્ય છે. રાગ તે કેઈની સાથે કરે નહિ, પણ મેહનીય કર્મના ઉદયથી રાગ કર્યા વિના ન રહેવાય તે ગીતાર્થ ગુરુ ઉપર રાગ કરે, કારણ કે આ જીવ સંસારદશામાં છે, તેથી એકદમ રાગથી મુક્ત થઈ શકતું નથી, રાગ દશા ટાળી શકતા નથી, તેથી જે ગીતાર્થ ગુરુ પર રાગ થાય તે ગુરુ ધીમે ધીમે તેને રસ્તા પર લાવી, વ્યક્તિ ઉપર નહિ, પણ ગુણ ઉપર રાગ કરતાં શીખવે. અને ગુણ ઉપર રાગ થતાં જ તે ગુણને પિતાને કરતાં શીખે અને છેવટે એ ગુણ પ્રાપ્ત કરે, એટલા માટે જ મલિન; ચીકણાં વસ્ત્રને સાબુ લગાડવાથી જેમ તેની મલિનતા અને ચીકાશને નાશ થાય છે, તેમ જ ગીતાર્થ ગુરુ પરના રાગથી અપ્રશસ્ત રાગને નાશ થાય છે. આ પ્રમાણે હકીકત છે, માટે અમુક દર્શન કે વ્યક્તિ પર દષ્ટિરાગ ન રાખતાં ગુણવાન જ્ઞાની ગુરુની શોધ કરી આ સંસારયાત્રા સફળ કરવા યત્ન કર. કુગુરુને ઉપદેશ સારે ન હોય; હોય તે અસરકારક ન હોય; અસર કરે તે પણ તદનુસાર વર્તન થઈ ન શકે અને વર્તન થાય તે પણ એવું વિચિત્ર થાય કે તેનું ફળ બેસે નહિ. આગલા શ્લોકમાં દષ્ટિરાગ દૂર કરવાનું કહ્યું તે પણ વળી અત્ર તેનું પુનરાવર્તન કરવાને હેતુ એ છે કે કામરાગ અને નેહરાગ એ બન્ને સામાન્ય કારણ મળે નાશ પામી જાય છે; કામીને વ્યવહારનાં કાર્યોમાં મૂકવાથી કામરાગ ઘટી જાય છે, તેમ જ દૂર દેશ જવાથી અગર ઘણું કાળનો વિરહ પડવાથી નેહરાગ ઘટી જાય છે, પરંતુ દષ્ટિરાગ એવા પ્રકારનો છે કે તે બહુ મુશ્કેલીથી પણ ખસી શકતો નથી, એટલું જ નહિ પણ સમજુ માણસે પણ એ સંબંધમાં ભૂલ કરે છે. શ્રી વીતરાગસ્તોત્રમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય તેટલા માટે પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે– कामरागस्नेहरागावीषत्करनिवारणौं । दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥ કામરાગ અને નેહરાગ અલ્પ પ્રયાસથી નિવારી શકાય છે, પરંતુ પાપી દષ્ટિરાગ તે સજજન માણસને પણ દુર છેદ છે. (મહા મુશ્કેલીથી કાપી શકાય તે છે.)” Page #317 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેવગુરુધર્મશુદ્ધિ [ ર૪૫ આ હેતુથી, એ બાબત વારંવાર દઢ કરવામાં આવી છે. દૃષ્ટિરાગ એટલે અમુક વ્યક્તિને જોઈને તેના પર રાગ થઈ જાય તે સમજે નહિ, પણ મિથ્યાત્વજન્ય મેહનીય કર્મના ઉદયથી થતો અસ્વાભાવિક પ્રેમ સમજવો. આ પ્રસંગે એક બહુ અગત્યની બાબત ઉપર ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. જૈન શાસ્ત્રકાર વિચાર કર્યા વગર અંધશ્રદ્ધાથી ધર્મ કબૂલ કરાવવાને આગ્રહ કઈ જગ્યાએ કરતા નથી, એ ખાસ નેંધ લેવા જેવી હકીકત છે. વારંવાર સ્પષ્ટ રીતે કહે છે કે તમે વિચાર કરો, તપાસ કરે, મનન કરો, તજવીજ કરે, સરખામણી કરો. જો તમને ન્યાય શાસ્ત્રના સામાન્ય જ્ઞાનથી તુલનાશક્તિ અને તેને પરિણામે થતી નિશ્ચયપદ્ધતિ (Power of indenpedent judgment ) પ્રાપ્ત થઈ હોય તે તેને તમે પૂરતો અવકાશ આપે; અન્ય ધર્મની સરખામણીમાં જે તમને જૈન તત્વજ્ઞાનમાં કાંઈ અપૂર્વ વસ્તસ્વરૂપ અને પરસ્પર વિરોધને અભાવ જણાતો હોય, તો અત્ર કહેવામાં આવે છે તે આદરો, જૈન શાસ્ત્રકારે કદી પણ કહેતા નથી કે અતીરિજાતુ રે માવા, તieતા થાત ! અતીન્દ્રિય વિષયોમાં તર્ક ચલાવે નહિ. આ વચન કેવું હોય તે વિચારવા લાગ્યા છે. જે શાસ્ત્ર ન્યાયની અપૂર્વ કેટિ એ ઉપર બંધાયેલું હોય, તેમાં આ મનુષ્યબુદ્ધિને પછાત નાખી દેનારે, તેની અવગણના કરનારે, તેનું ઊગતાં જ મન કરી નાખનારે વિચાર બતાવવાની આવશ્યક્તા હોય જ નહિ. આ સાથે એટલું પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દરેક ફિલોસેફ તર્ક (teason) ઉપર જ બંધાયેલી છે અને તેમ બંધાયેલી હોય તેને જ ફિલોસેફી કહી શકાય. ધર્મ (religion) માં શ્રદ્ધા (faith)ને અંશ વિશેષ હોય છે, તેમ ફિલેફીમાં હેતું નથી, પરંતુ જેના દર્શન તરવજ્ઞાનથી ભરપૂર છે, તક પર બંધાયેલ છે. જૈનધર્મ એ જુદે જ વિષય છે અને પ્રાકૃત વ્યક્તિના શુદ્ધાચરણ માટે વિકરવર કરેલું તેનું સ્વરૂપ છે. તત્વજ્ઞાનના ભંડાર તરીકે તેના સંબંધમાં અથવા બીજા કઈ દર્શનના સંબંધમાં તર્ક-વિચાર-ન્યાયને સારી રીતે અવકાશ આપવો. આ પરીક્ષા બતાવવા માટે સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર પડે છે અને તેને માટે ગુરુની જરૂર પડે છે. એ ગુરુ જે શુદ્ધ હોય તે તે શુદ્ધ તત્ત્વજ્ઞાન બતાવે છે અને તે પ્રાપ્ત કરવા માટે કેટલાક વર્તનધર્મો પણ બતાવે છે. એ વર્તનધર્મો સાધ્ય નથી પણ સાધન છે, સાધન ગમે તેવાં પ્રબળ હોય પણ સાધ્યનું લક્ષ્ય ન હોય, તે જોયું ન હોય, જાયું ન હોય તે નકામાં જ છે. આ કારણથી ગુરુની અગત્ય કેટલી છે તે સમજાય છે. આ હેતુથી અમુક દર્શનની પરીક્ષા કરવા પહેલાં તેના બતાવનાર ગુરુની પરીક્ષા પ્રથમ કરવાની આવશ્યક્તા સિદ્ધ થાય છે. (૫, ૧૬૯) Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૪] અધ્યાત્મક૯૫મ [ દ્વારા વિરને વિનતિ : શાસનમાં લૂટારાનું જોર न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये प्राक् त्वया, लुण्टाकास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौ । विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः, पूत्कुर्मः * किमराजके ह्यपि तलारक्षा न किं दस्यवः ? ॥६॥ (शार्दूलविक्रीडित) હે વીર પરમાત્મા! મોક્ષમાર્ગના વહન કરનારા તરીકે (સાર્થવાહ તરીકે) જેને તે પૂર્વે મૂક્યા હતા (સ્થાપિત કર્યા હતા, તેઓ કળિકાળમાં તારી ગેરહાજરીમાં તારા શાસનમાં મેટા લૂંટારા થઈ પડ્યા છે! તેઓ યતિનું નામ ધારણ કરીને અલ્પ બુદ્ધિવાળાં પ્રાણીઓની પુણ્યલમી ચોરી લે છે. અમારે તે હવે શું પકાર કરે? ધણી વગરનું રાજ્ય હોય, ત્યાં કોટવાળ પણ શું ચેર નથી થતા ?” (૬) વિવેચન–પાંચ વરસ ઉપર ઉચ્ચારેલા શબ્દો ત્યાર પછીના બનાવે વધારે સત્ય કર્યા છે. શ્રી મુનિસુંદરસૂરિએ સ્પષ્ટ અક્ષરમાં ઘણી હિંમતથી સત્ય બહાર પાડ્યું છે. ઉપર કહ્યું તેમ, વ્યક્તિ પરના દષ્ટિરાગથી ઘણુ જીનું બગડે છે, પણ બગાડનાર તે મહાકમ બંધ કરે છે. શિથિલાચાર, પ્રમાદ, વિનયને અભાવ, અહમિંદ્રતા વગેરે સંવેગી સાધુઓમાં પણ દષ્ટિગોચર થાય છે. બિચારા જતિ, ગેરછ અને પાટધારી શ્રી પૂજે તે ચોથા વર્ગના ગુરુ છે; તેઓ તે શાસનને ખરેખરા લૂંટારા છે, પણ જે સ્થાનેથી એકાંત શાંતિની આશા રાખી શકાય, ત્યાં પણ જરા જરા સડો પેસતું જાય છે અને વધતું જાય છે. શ્રી સુધર્માસ્વામીને પ્રભુએ પાટ સોંપી, તેની પરંપરાએ આગળ જતાં કેટલાક કાળે જેઓ થયા તેઓ શાસન બરાબર ચલાવી શક્યા નહિ અને ધણીધારી વગરના રાજયમાં કોટવાળ જ લૂંટારા થઈ પડે તેમ થયું. લેકની પુણ્યલક્ષમી વધારવાને બદલે સંસારમાં રખડાવી પા૫પંક વધારનારા થયા. આ મહાજુલમ થયો છે. અમારે પિકાર કે સાંભળતું નથી. અમારે ફરિયાદ કેની પાસે કરવી? જ્યારે વાડ જ ચીભડાં ગળવા માંડે ત્યારે બચાવ કયાંથી થાય? હે કોટવાળ! તમે તમારી ફરજ સમજે, આંખ ઉઘાડે. તમારી જવાબદારી બહુ જબરી છે. જે તમે લોકોને રખડાવશે તે તમારા વિસ્તાર થશે નહિ ધર્માધ્યક્ષોની ફરજ આ જમાનામાં ખાસ વધારે છે, તે સ્પષ્ટ હકીકત છે. પાશ્ચાત્ય વિચારને ઘેધબંધ પ્રવાહ, કેટ વગેરે નવીન તત્વજ્ઞોના સ્થૂળ તત્ત્વવાદ (Materialism)ના ઉલેખો, મીલ વગેરે અર્થશાસ્ત્રીઓના સ્વતંત્ર લેખો, પૂર્વના દઢ સંસ્કારોને થતો વિષમ સંગમ અને આજુબાજુની હવાને અંગે મહાન ફેરફાર લક્ષ્યમાં રાખી, હાલ શું જોઈએ છે તેને અભ્યાસ કરે, તેનું ચિંતવન કરવું અને સ્વશક્તિ અનુસાર તેને અનુરૂપ Page #319 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેવગુરુધ શુદ્ધિ [ ૨૦ થવા યત્ન કરવા એ પ્રત્યેક ધર્માધ્યક્ષની ખાસ ફરજ છે. ખાસ કરીને શક્તિના નકામાં વ્યય, વિત'ડાવાદ અને કલહ-કુસંપ દૂર કરી સન્નદ્ધબદ્ધ થઈ શાસનને જાળવી રાખવા પ્રયાસ કરવાની અત્યારે બહુ જરૂર છે. આ સવ કાય. તેમનુ છે, તેઓએ કરવાનુ છે, તેને બદલે ઊલટો પ્રયાસ કરી શ્રી મુનિસુંદરસૂરિએ અત્ર આપેલા ઉપનામને સાર્થક કરે તે ભવિષ્યમાં બહુ શાચ કરવાના સમય આવે તેમ છે, એ ચાક્કસ સમજવુ. કામ્પ્ટન અને હેગલના સ્થૂળવાદ આકર્ષીક છે અને તેમાં છેલ્લા ફિલેસેસર હટ સ્પેન્સરે બહુ વધાર કર્યો છે. એ પશ્ચિમની ક્લિાસેાફી કાલેજમાં શીખવાય છે અને નવીન પ્રજા તેના સારી રીતે અભ્યાસ કરે છે. એ નવીન ક્િલાસેાફીમાં પુદ્દગલ (matter)ને બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખાસ ખૂબીની હકીકત એ છે કે જૈન તત્ત્વજ્ઞાનને જો આ નવીન ફિલાસેાફીના પ્રકાશ સાથે મેળવીને સમજાવવામાં આવે, તે સર્વ હકીકત બહુ બંધબેસતી આવી જાય તેમ છે. પ્રા. હેન જેકેાખી, જેઓએ જૈન તત્ત્વજ્ઞાનના બહુ સારા અભ્યાસ કર્યો છે, તે જણાવે છે કે કેન્ટની ફિલાસાફીનાં ખડું તત્ત્વા જૈન તત્ત્વજ્ઞાનને મળતાં છે. અલખત્ત, આત્મવાદ, આત્મક્રમ સ`ખધ, આત્માના વિકાસક્રમ વગેરે ભાવા જૈન તત્ત્વજ્ઞાનમાં સવિશેષ છે અને પુદ્ગલનું જે અદ્ભુત સ્વરૂપ આંધ્યું છે તે નવીન ફ઼િલાસાફરોને પણ વિચાર કરવા ચૈાગ્ય જાણ્યુ છે. આ સત્તુ' સમેલન કરી, મન્નેમાં તફાવત અને જૈન તત્ત્વજ્ઞાનમાં વિશેષતા શી છે અને તે કેવી રીતે સિદ્ધ કરી શકાય છે, તે નગીન પદ્ધતિ અનુસાર સમજાવવાની ભારે ક્રૂરજ ગુરુને માથે છે અને તે થઈ શકે તેમ છે. આ સ્થિતિ સમજાય અને તેના પ્રતીકાર થાય તા શ્રી મુનિસુદરસૂરિના શબ્દોના કાંઈક ખલા વળે તેમ છે. અતઃકરણની ઊંડી લાગણીથી નીકળેલા આ વિચારના સર્વાંને આદરણીય છે. સાધુઓને ઉદ્દેશ જીવનની ઉન્નતિ કરવાના હોય તો તેમણે શ્રી મુનિસુ ંદરસૂરિ તરફ સત્ય કહેવા માટે આંખ ચઢાવવી નહિ, પણ માર્ગ સરળ અને ચાખ્ખા કરવા. યતિ, ગોરજી કે શ્રીપૂજ્યા એ પટિયા પાડવા નહિ, અયેાગ્યાચરણ કરવું નહિ, પેાતાને માટે આરભ કરવા નહિ અને ઇંદ્વિચાના વિષયેમાં આસક્ત થવું નહિ. આ કડવા ઘૂંટડા છે, પણ સંસારરોગ મટાડવા રામખાણુ ઉપાય છે, શુદ્ધ ખપી જીવને ઉપયાગી છે અને શ્રી સૂરિમહારાજના પ્રયાસ તેને માટે જ છે. આ શ્લાક જે આશયથી સૂરિમહારાજે લખ્યા છે તે આશય ધ્યાનમાં રાખવાની જરૂર છે. એમણે અંતઃકરણની ઊંડી લાગણીથી ખરેખરા ઉદ્ગારા બહાર પાડવા છે, એ બહુ જ મનન કરવા ચેાગ્ય છે. આ શ્લોકમાં ‘લૂટારા’ શબ્દથી વેવિડ બક એટલે સાધુનુ નામ અને વેશ ધારણ કરી દુશ્ચરિત્ર સેવનારા અને કુમાગ પ્રવર્તાવનારા મહાસ’સારરસિક ક્રુગુરુ તેમ જ ધર્મને નામે પાપાચરણમાં પ્રવનાર શ્રીપૂજ્ય યતિ, ગારજી વગેરે સમજવા. ( ૬; ૧૭૦ ) Page #320 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકપમ અશુદ્ધ દેવ-ગુરુ-ધમ : ભવિષ્યમાં શાચ माद्यस्यशुद्धैर्गुरुदेवधर्मैधिंग् दृष्टिरागेण गुणानपेक्षः । अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयार्त्तः ॥ ७ ॥ ( उपजाति ) “ દૃષ્ટિરાગથી ગુણની અપેક્ષા તું અશુદ્ધ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે હષ બતાવે છે, માટે તને ધિક્કાર છે! જેવી રીતે ક્રુશ્ય ભાજન કરનાર મહાપીડા પામીને હેરાન થાય છે, તેવી જ રીતે આવતા ભવમાં તું તે (કુદેવ-ધર્મગુરુસેવન)નુ ફળ પામીને શાચ કરીશ.” (૭) ૨૪૮ ] [ કાશ વિવેચન—ગુણવાન ગુરુના આશ્રય કરવાની જરૂર કેટલી છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. અને એવા ગુરુને જ નમન કરવું એ ખાસ કતવ્ય છે. એવા ગુરુએ ખતાવેલા એકાંત ગુણવાળા દેવને તેની જેવા થવા માટે ભાવથી ભજવા અને એવા ગુરુ અને દેવના બતાવેલા ધમ આદરવા એ ગુણાપેક્ષીપણુ' છે. આવી રીતે જે પ્રાણી ગુણુની અપેક્ષા રાખતા નથી અને માત્ર પૌદ્ગલિક પદાર્થો જેવા કે પુત્રપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, અનેક રાગાદિનાશની આશંસા અને મિથ્યાત્વજન્ય દૃષ્ટિરાગથી ગમે તેવા વિષયી ગુરુને ભજી, સંસાર વધારનાર અધર્માચરણ કરે છે, તે પ્રાણી ભવિષ્યમાં બહુ પસ્તાય છે. આ જીવને સંસારરોગ તા થયેલા જ છે, તેમાં પાછુ‘કુગુરૂના પ્રસંગથી અયેાગ્ય આચરણરૂપ ક્રુશ્ય ભેાજન પાતે કરે છે અને ગુરુના અાગ્ય આચરણને પુષ્ટિ આપતા જાય છે એટલે રાગ વધતા જાય છે; અને ગુરૂસેવાના હેતુ, જે સસાર ઘટાડવાના છે, તે નાશ પામતા જાય છે. મુખ્ય મુદ્દે ગુરુમહારાજની જોગવાઈ બરાબર થવાની જરૂર છે; પછી દેવ અને ધર્મ તા તેમના ઉપદેશથી નિયમસર શુદ્ધ જ મળતા જશે. જેએ આ ખાખતમાં ગફલત રાખી તપાસ કરતા નથી, તે આ ભવમાં પણ કેટલીક વાર પસ્તાય છે. હિંદુસ્તાનમાં ધર્મને નામે ગાસાંઇએ, મહત, કાજી, આગાખાન, શ્રીપૂયા તથા ગારજીએ શાં શાં કામા કરે છે તે અવલેાકન કરનારના જોવા-સમજવામાં આવી જાય તેમ છે. અજબ છે કે અવિવેકી, અવિચારી, પ્રેમલા અનુયાયીએ અને ભગતો તે ખાબતમાં આંખ ઉઘાડવાની પણ દરકાર કરતા નથી ! (૭; ૧૭૧) અશુદ્ ગુરુ મેક્ષ આપે નહિ; દૃષ્ટાંત ना सुसिक्कोsपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । તુથ્થો રૃપો નૈવ મુસેવિતઃ શ્રિયં, ધર્મ શિવ ના મુને સંશ્રિતઃ * ॥૮॥ ( XXX) “સારી રીતે સીચેલેા લીખડા કી કેરી આપતા નથી; (શેરડી, ઘી, તેલ વગેરે) રસા ખવરાવીને પુષ્ટ કરેલી વધ્યા ગાય દૂધ દેતી નથી; (રાજ્યભ્રષ્ટતા જેવા ) ખરામ સજોગામાં આવેલા રાજાની સારી રીતે સેવા કરી હોય તેપણ તે લક્ષ્મી આપી ન્યાલ * સૈવિતઃ કૃતિ થા પાટઃ | Page #321 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેવગુરુથર્મશુદ્ધિ [ ૨૪૮ કરતું નથી, તેવી જ રીતે કુગુરુને આશ્રય કરવાથી તે શુદ્ધ ધર્મ અને મોક્ષ આપીઅપાવી શકતા નથી.” - વિવેચન પાંચમાં શ્લોકમાં બતાવેલી હકીક્ત પર અત્ર દઇ છે. અર્થ સ્પષ્ટ છે. (૮; ૧૭૨ ) તાવિક હિત કરનાર વસ્તુ कुलं न जातिः * पितरौ गणो वा, विद्या च बन्धुः * स्वगुरुधनं वा । हिताय जन्तोन परं च किञ्चित् , किन्त्वाहताः सद्गुरुदेवधर्माः ॥९॥ (उपजाति ) કુળ, જાતિ, મા-બાપ, મહાજન, વિદ્યા, સગાંસંબંધીઓ, કુળગુરુ અથવા પૈસા કે બીજી કઈ પણ વસ્તુ આ પ્રાણીના હિતને માટે થતી નથી, પરંતુ આદરેલા (આરાધન કરેલા) શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ જ (હિત કનારા થાય છે.)” (૯) વિવેચન—ઊંચા કુટુંબમાં કે ઉત્તમ જાતિમાં જન્મ થયો હોય અથવા બહુ વિદ્યા ભણ્યો હોય, અથવા બહુ ધનપ્રાપ્તિ થઈ હોય કે કરી હોય, તેથી આ જીવનું કાંઈ હિત થતું નથી. પૂર્વે મમત્વમેચનના ચારે અધિકારમાં આપણે જોઈ ગયા છીએ કે પુત્ર, કલવ, ધનાદિ વસ્તુઓ તે જેમ જેમ વધારે પ્રમાણમાં મળે છે, તેમ તેમ સંસારબંધન વધારનારી થાય છે, પણ ભવચકને એક પણ આરો ઓછો કરનારી થતી નથી. અનાદિ કાળથી રાગમાં રાચેલે રંક છવ નવીન કાંઈ કરતો નથી અને ધન, સ્ત્રી, વૈભવ કે વિદ્યાના મદમાં કે મેહમાં મસ્ત રહી મહા-દુઃખ-પરંપરા પ્રાપ્ત કરે છે. દુખપરંપરાથી હંમેશાને માટે બચવું હોય તે શાસ્ત્રકાર તેનો એક ઉપાય બતાવે છે અને તે એ છે કે શુદ્ધ ગુરુને આશ્રય કરવો અને પછી તેમના બતાવેલા દેવની સેવા કરવી અને તેમના બતાવેલા ધર્મોનું પાલન કરવું. આ રીતે જે પ્રાણી વર્તે છે તે પૂર્વ પાપનો નાશ કરી મહાસુખસાધન પામી છેવટે સર્વ દુઃખને અત્યંતભાવ કરે છે. આ શ્લોકમાં અને અન્યત્ર પણ દેવ શબ્દની પહેલાં ગુરુ શબ્દ મૂકે છે એ સૂચક છે. અગાઉ જણાવ્યું તેમ, “દેવને બતાવનાર પણ ગુરુમહારાજ હોવાથી શિષ્યની અપેક્ષાએ “ગુરુ”ની દેવ કરતાં પણ મુખ્યતા બતાવી છે; જો કે “દેવ” તે ગુરુ અને શિષ્ય બન્નેને એકસરખી રીતે આરાધ્ય છે. (૯ ૧૭૩) ધમમાં જેડે તે જ ખરાં મા-બાપ माता पिता स्वः सुगुरुश्च तत्त्वात्प्रबोध्य यो योजति शुद्धधर्म । न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥१०॥ (उपजाति) ___ * पितरौ स्थाने पितरो इति पाठान्तरं, पितृवंश इत्यर्थः । ४ श्च इति पाठान्तरम् । અ. ૩૨ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] અધ્યાત્મકલ્પમ [દ્વાદશ જે ધર્મને બોધ આપીને શુદ્ધ ધર્મમાં જોડે, તે જ તત્વથી ખરેખર મા-બાપ, તે જ ખરેખરા પિતાના હિતસ્વી અને તે જ સુગુરુ સમજવા. જે આ જીવને સુકૃત્ય અથવા ધર્મના વિષયમાં અંતરાય કરીને સંસાર સમુદ્રમાં ફેંકી દે છે તેના સરખો કઈ દુશમન નથી.” (૧૦) વિવેચન- તિ વિતાજે પાળે તે પિતા, ત્યારે નરક-નિગદનાં મહાદુઃખથી જે ઉગારે તેને જ ખરેખરા પિતા કહી શકાય. તેમ જ “દુઃખથી તારે તે માતા.” અને પિતાના પણ તે જ કહેવાય કે જેઓ આપણું પરિણામે સારું થવાની આશા રાખે અને તેને લગતી યોજનાઓ કરી આપે. ગુરુમહારાજ પણ તે જ કહેવાય કે જેઓ શુદ્ધ ધર્મમાં જોડે. ધર્મના પ્રતાપથી દુઃખનો નાશ થાય છે. અનાથી ઊલટું, જેઓ ધર્મમાં અંતરાય કરે છે, તેના સમાન કેઈ દુશ્મન નથી. આ ભાવ સ્પષ્ટ છે. ઉપદેશમાળામાં આ જ ભાવ બીજા રૂપમાં કહ્યો છે. ત્યાં કહે છે કે “માતા-પિતા બાળક પર જે ઉપકાર કરે છે તે અનહદ છે અને તે એટલે બધે છે કે કરડે વર્ષો સુધી એકાગ્ર ચિત્ત તેમની સેવા કરવાથી પણ તેને બદલે વાળી શક્તા નથી. તે બદલે વાળવાને ઉપાય એક જ છે અને તે એ છે કે મા બાપને ધર્મને બોધ જે પુત્રથી થાય તે બદલ વળે.” સંસાર પરથી ઉદ્વિગ્ન ચિત્તવાળા વૈરાગ્ય-રસિક જીવને જ્યારે આત્મિક ઉન્નતિ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે સર્વ ઉન્નતિ કરવાની ઈચ્છા પણ પ્રબળ થાય છે. અને તેને પ્રસંગે સંસારની અસારતા જોઈ તેનાથી જરા અળગા રહેવાના પ્રયત્ન વખતે મા-બાપ કે સગાં-સ્નેહી આડાં આવે છે, તેને સૂરિમહારાજ દુશ્મનના વર્ગમાં મૂકે છે. અને તેમની અવજ્ઞા કરી સરસ્વતીચંદ્રની જેમ યજ્ઞ માટે પિતૃયજ્ઞને ભોગ આપવામાં કાંઈ અડચણ નથી, પણ મહાન લાભ છે, એ વિચારને તેઓ પુષ્ટિ આપે છે. એક નાના વાક્યમાં આવા ગંભીર પ્રશ્નને સૂરિમહારાજે ખુલાસે કર્યો છે, જે જોઈએ તેટલો સ્પષ્ટ અને વિચારવા લાયક છે. (૧૦; ૧૭૪) સંપત્તિનાં કારણે दाक्षिण्यलज्जे गुरुदेवपूजा, पित्रादिभक्तिः सुकृताभिलाषः । પરોપાવ્યવહાદ્વી, કૃમિહામુત્ર જ સંપ શુ છે ? (૩ષજ્ઞાતિ) દાક્ષિણ્ય, લજજાળપણું, ગુરુ અને દેવની પૂજા, મા-બાપ વગેરે વડીલ તરફ ભક્તિ, સારાં કાર્યો કરવાની અભિલાષા, પોપકાર અને વ્યવહારશુદ્ધિ મનુષ્યને આ ભવમાં અને પરભવમાં સંપત્તિ આપે છે.” (૧૧) વિવેચન–૧. દાક્ષિણ્ય* –એટલે મનની સરળતાથી સામા માણસને અનુકૂળ થઈ * જુઓ ધર્મન, પ્રથમ ભાગ, સાતમો ગુણ. Page #323 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેવગુરુધર્મશુદ્ધિ [૨૫૧ જવાની મનની વિશાળતા. દાક્ષિણ્યમાં સ્વતંત્રતાનો નાશ થતો નથી, પણ તેના કરતાં મહાન સદ્દગુણ, જે સરળતાનો છે, તે પ્રાપ્ત થાય છે. શ્રાવકના ગુણેમાં “દાક્ષિણ્યને એક ગુણ કહેવામાં આવ્યો છે અને તેની વ્યાખ્યા કરતાં તેનું શુભ માગે વ્યવસ્થાપન અત્ર સ્પષ્ટ બતાવ્યું છે. ૨. લજજાળુપણું આ ગુણથી નકામી સ્વતંત્રતાને નાશ થાય છે અને વિનય સચવાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ ગુણ ભૂષણરૂપ ગણાય છે, અને પાપકાર્યમાં પ્રતિબંધ કરનાર તરીકે સ્ત્રી-પુરુષ બન્નેને અતિશય લાભ આપનાર છે. ૩. ગુરુદેવપૂજા–દ્રવ્ય અને ભાવથી અવલંબનની જરૂરિયાત સર્વ જીવને બહુ રહે છે. ગુરુના વચન પ્રમાણે વર્તન કરવું એ પણ પૂજા છે અને ભાવના માટે હૃદય સમક્ષ અને ચક્ષુ સમક્ષ ભાવમય અને સ્થૂળ સાકાર વૃત્તિએ નિરાકાર પદ પામવા માટે તે ગુણ પ્રાપ્ત કરેલા ભગવાનનું ધ્યાન કરવું-અર્ચન કરવું-એ બહુ ઉપયોગી છે, ખાસ જરૂરનું છે, મહાલાભ કરનાર છે. ૪. પિત્રાદિ ભક્તિ-ધર્મકાર્યમાં અગવડ ન આવે, તે ધ્યાનમાં રાખી,પિતા, માતા વગેરેની અનન્યચિત્તે ભક્તિ કરવી, તેઓને સંતોષ આપવો, એ દરેક સુપુત્રની ફરજ છે. આદિ શબ્દથી દરેક વડીલ સમજવા. ૫. સુકૃતાભિલાષ–સારાં કાર્યો કરવાં, વારંવાર કરવા અને તેનું ચિંતવન કર્યા કરવું. કાર્યક્રમ એ છે કે પ્રથમ વિચાર અને પછી આચાર. શુભ સંસ્કાર જગાડવા માટે સારા વિચારોની જરૂર છે. સારાં કૃત્યને વિચાર પછી સારાં કૃત્ય થાય છે, એ સંશય વગરની વાત છે. સંજોગ પ્રતિકૂળ હોય તો કદાચ અમલમાં તરત ન મૂકી શકાય, પણ વિચાર કર્યો હોય તે અનુકૂળતાએ શુભ કાર્યો થઈ શકે છે. વિચારથી સંસ્કાર બંધાય છે અને, કાંઈ નહિ તે છેવટે, આવતા ભવમાં પણ તે સંસ્કાર જાગ્રત થાય છે, તેટલા માટે માળે વિચાર કરી કરે નહિ અને શુભ કાર્યોની ભાવના નિરંતર રાખવી. આથી અનેક પ્રકારના લાભ થાય છે, નકામી કૂથલી ઓછી થાય છે અને મન શુભ માર્ગે ચઢતાં શીખે છે. ૬. પરોપકાર–આત્મભોગ વગરનું જીવન નથી, એટલે કે સ્વમાં સંતોષ માની, શરીર પંપાળી, પુત્રને રમાડી, સ્ત્રીને શેલાવી, તિજોરીઓ ભરવી એમાં કાંઈ સાર નથી. પિતાની લહમી, જ્ઞાન કે શક્તિને લાભ કેમ, દેશ કે જનસમૂહના હિત માટે કરો એ કર્તવ્ય છે. ૭, વ્યવહારશુદ્ધિ-શ્રાદ્ધરત્નના ગુણ પ્રાપ્ત કર્યા પહેલાં માર્ગાનુસારીના ગુણેમાં જ આ ગુણ પ્રથમ પંક્તિ ધરાવે છે. શ્રાવકરત્ન તે શુદ્ધ વ્યવહારવાળો જ હોય એ વિવાદ વગરની હકીકત છે. ઉપર લખેલી સાત બાબત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ, એ દરેક બાબત ઉપર એકેક માટે લેખ લખાય તેવું છે, પણ ગ્રંથગૌરવના ભયથી અવ સામાન્ય સ્વરૂપને Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] અધ્યાત્મકલ્પમ [ એકાદશ નિદેશ કર્યો છે. એ સર્વે શુભ વર્તન છે અને તેના નિમિત્તભૂત પણ છે. શુભ વિચાર અને વર્તનથી શુભ કર્મબંધ થાય છે અને જેવો બંધ તે ઉદય થાય છે, તેથી તે વડે આ ભવમાં અને પરભવમાં માનસિક અને શારીરિક આનંદ પ્રાપ્ત થાય છે. ઉપર લખેલા સાત સદ્દગુણેમાંથી કેઈ પણ સદગુણ મહાલાભનું કારણ છે, પરંતુ સાધ્ય દષ્ટિવાન્ પુરુષ જ્યારે ચીવટ રાખી તેમાંથી બેચારને અથવા સાતેને આદરે અને અનુસરે, ત્યારે તે તેનાં ફળ વખતે મનમાં ભારે આનંદ થાય, તે શક વગરની વાત છે. પણ તે કાર્યો કરતાં જ આનંદ થાય છે. તે વખતે મનમાં જાણે એમ જ લાગે છે કે હું એક મહાન કાર્ય કરું છું, એક મહાન્ ફરજ બજાવું છું. અત્રે પ્રસ્તુત વિષય ગુરુદેવપૂજાને છે. તેમના તરફ ભક્તિભાવથી સંપત્તિ મળે છે તે બતાવવા સારુ તેના સહચારી સદ્દગુણો અથવા ક્રિયાઓ પ્રસંગે બતાવી છે. (૧૧) ૧૭૫) વિપત્તિનાં કારણે जिनेष्वभक्तिर्यमिनामवज्ञा, कर्मस्वनौचित्यमधर्मसङ्गः । पिताापेक्षा परवश्चन च, सृजन्ति पुंसां विपदः समन्तात् ॥ १२ ॥ (उपजाति) જિનેશ્વર ભગવંત તરફ અભક્તિ (આશાતના), સાધુઓની અવગણના, વ્યાપારાદિ કામમાં અનુચિત પ્રવૃત્તિ, અધમીને સંગ, માબાપ વગેરેની સેવા કરવામાં ઉપેક્ષા (બેદરકારી) અને પરવંચન (બીજાને ઠગવું તે)–આ સર્વ પ્રાણીને માટે ચોતરફથી આપદાઓ ઉત્પન્ન કરે છે.” (૧૨) વિવેચન–૧. જિનેશ્વભકિત–રાગદ્વેષ રહિત, કર્મને હણનાર, દ્વાદશ ગુણલંકૃત શ્રી જિનેશ્વર મહારાજ તરફ અભક્તિ, તેઓનાં વચન તરફ બેદરકારી, તેની અરુચિ, તેઓના સાકાર સ્વરૂપનું વિગેપન. તેને બીજી કઈ પણ રીતે અનાદર, તેઓ તરફ અપ્રીતિ અને અવિનય. ૨. ગુરુની અવજ્ઞા– ગુરુમહારાજ શુદ્ધ માર્ગ બતાવનાર છે. તેઓ કેટલું ઉપયોગી કાર્ય બજાવે છે તે આ અધિકારમાં શરૂઆતથી જોતા આવીએ છીએ! તેઓને વિનય રાખવે, તેઓ તરફ ગેરવર્તણુક ચલાવવી નહિ, તેઓ સાથે કલહમાં ઊતરવું નહિ અને તેઓ તરફ કઈ રીતે તિરસ્કાર બતાવે નહિ, એટલું જ નહિ પણ તેઓનું વચન માન્ય કરવું. એથી ઊલટું કરનાર ગુરુદ્રોહી છે, આત્મ-અવનતિ કરનારો છે, પતિત છે. ૩.કર્મમાં અનૌચિત્ય—પોતાને ગ્ય વ્યાપારી ક્રિયામાં અનુચિત આચરણ કરવું તે. આમાં બે પ્રકારના ભાવ છે: એક તે વ્યાપારમાં અનીતિ, અશુદ્ધ વ્યવહાર, અપ્રામાણિક આચરણ અને ભાષણ. બીજું, પોતાની ફરજથી વિરુદ્ધ વર્તન, પરદારાગમન, સટ્ટો, ધત વગેરે દુર્ગુણેને અત્ર સમાવેશ થાય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ [ અધિકાર દેવગુરુધ શુદ્ધિ [ ૨૫૩ ૪. અધમ સ’ગ—ધર્મ નામને ચેાગ્ય ધર્મની પરીક્ષા કરી તેને અનુસરવુ' એ ધર્માંસંગ, એથી ઊલટી રોતે પરીક્ષા ાગ્ય રીતે ન કરતાં ‘સ્વધર્મમાં મરણુ સારું' એ સૂત્રને અનુસરવું એ અધસંગ; અથવા નિયમ વગરના મૂર્ખ માણસાની સેાખત કરવી એ પણ અધર્માંસંગ જ છે. સેાબતથી બહુ તાત્કાળિક અસર થાય છે અને તેથી સત્સંગની જરૂરિયાત વારવાર બતાવેલી છે. દુલ્હનના સંગ કરવાથી અનેક અગવડો આવે છે. અધમી ના સંગ કરવાથી પાતે પણ સાખતી જેવા થઈ જાય છે. ૫. પિતા વગેરે તરફ બેદરકારી-પુત્રધમ ના આથી નાશ થાય છે, મહામુશ્કેલી ઊભી થાય છે અને ઘણું કરીને તરતમાં દુઃખ-પરંપરા પ્રાપ્ત થાય છે. ૬. પવચન—સ્પષ્ટ છે. કાયદામાં પણ એ ફેાજદારી ગુન્હા છે : ( Cheating). ઉપર લખેલી છ બાબતો સર્વ પ્રકારની આપત્તિએ ઉત્પન્ન કરે છે. કેટલીક વખત અમુક પાપના ઉદય અમુક કાર્ય સાથે મેળવી શકાતા નથી, કારણ કે આપણને તેવુ' જ્ઞાન નથી; પણ કારણ વગર કાર્ય થતુ નથી અને મનની અનેક વ્યથા અને શરીર પર ગભી વ્યાધિઓ થાય છે, તે સ અમુક કારણને લઈને જ થવી જોઇએ અને તેના મુખ્ય ભાગ અત્ર આપવામાં આવ્યે છે. આ શ્લાકને અગિયારમા શ્લોક સાથે સરખાવી, તેના ભાવ સમજવાના છે, અગિયારમા શ્ર્લાકમાં સપત્તિનાં કારણેા બતાવ્યાં છે. આમાં વિપત્તિનાં કારણે! બતાવ્યાં છે. સ'પત્તિનાં કારણેા સેવવા કરતાં વિપત્તિનાં કારણેા તજવાની વધારે આવશ્યકતા છે, તેથી અગિયારમા શ્લોક કરતાં આ લેાકમાં કહેલ ભાવ વધારે મનન કરવા યાગ્ય છે. જિનેશ્વર તરફ અભક્તિ અને ગુરુની અવજ્ઞા એ અને ધર્મની પણ અયેાગ્યતા બતાવે છે. વ્યાપારાદિમાં અનુચિત આચરણ ને અધમી ના સંગ, આ છે ધર્મભ્રષ્ટપણું સૂચવે છે. અને માતાપિતાની ઉપેક્ષા તથા પરને ઠગવાની બુદ્ધિ, એ વ્યવહારથી પણ વિમુખતા સૂચવે છે. આ છ દોષવાળાને પગલે પગલે વિપત્તિ થવી જ જોઇએ. તે છતાં કદી કોઈ વખત સારી જાય, તા તે કાંઈક પૂર્વના જ પુણ્યાય સમજવા. આવા શ્લોકો ખાલી વાંચી જવાથી વિશેષ લાભ કરતા નથી, માટે, આ ગ્રંથમાં અગાઉ કહેવામાં આવ્યું છે તેમ, વારંવાર તેનું મનન કરવું અને પેાતાના અનુભવ લાગુ પાડી, વારંવાર પુનરાવર્તન કર્યા કરવુ.. ( ૧૨, ૧૭૬) પરભવમાં સુખ મેળવવા માટે પુણ્યધન भक्त्यैव नार्चसि जिन सुगुरोश्च धर्म, नाकर्णयस्यविरतं विस्तीर्न धत्से । सार्थं निरर्थमपि च प्रचिनोष्यधानि, मूल्येन केन तदमुत्र समीहसे शम् १ ||१३|| (वसंततिलका) “ હે ભાઇ ! તું ભક્તિથી શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતા નથી; તેમ જ સારા ગુરૂમહારાજની સેવા કરતા નથી; નિરંતર ધમ સાંભળતા નથી; વિરતિ (પાપથી પાછા હેઠવુ', વ્રત–પચ્ચક્ખાણુ કરવાં તે)ને તે ધારણ પણ કરતા નથી; વળી, પ્રચાજને કે વિના Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] અધ્યાત્મકપર્ફોમ [દ્વાદશ પ્રત્યેાજને, પાપને પુષ્ટિ આપે છે; ત્યારે તું તારી કઈ લાયકાતથી આવતા ભવમાં સુખ મેળવવાની ઇચ્છા રાખે છે ?” ( ૧૩) વિવેચન—હે ભાઈ! પ્રભુની પૂજા કરતા નથી; વળી, તું સુગુરુની સેવા તેમ જ તેમના પાસેથી ધર્મનું શ્રવણ કરતા નથી; ઉપરાંત, એક દિવસ પણ ત્યાગવૃત્તિ કરતા નથી; ઇંદ્રિયના વિષયે ભાગવવામાં અહર્નિશ આસક્ત રહે છે; કાંઈ પણ પ્રસ'ગ આવ્યા કે પાપકા કરવા મ`ડી પડે છે; પુત્રનાં લગ્ન કે વ્યવહારમાં, કોઈ પણ બહાનાના જોગ મળતાં, હિંસા, ક્રાધ, અભિમાન કરવા મડી જાય છે, અને તેવા પ્રસંગ આવે ત્યારે તને ધનુ લક્ષ્ય પણ રહેતુ નથી. વળી, પ્રસંગ વગર પણ અનદંડથી દંડાય છે : નાટક જેવાં, સસ જોવાં, હવેલીઓ જોઈ તેનાં વખાણ કરવાં, રાજકથા તથા લડાઈની વાતા કર્યા કરવી વગેરે કરી નકામી પાપરાશિ વહેારી લે છે. આવી રીતે શુદ્ધ દેવ, ગુરુ, ધનુ' આરાધન કરતા નથી, ઇંદ્રિયદમન કરતા નથી, અને કારણે અકારણે મહાપાપાના સચય કરે છે. સર્વ પ્રાણી સુખ ઇચ્છે છે અને તેમાં પણ વર્તમાનમાં સુખ હોય કે ન હોય, પણ સુખ મેળવવાની ઈચ્છા તા સર્વાંને રહે છે. પણ હે ભાઈ ! સુખ તે કરિયાણુ` છે, એને ખરીદ કરવા માટે પુણ્યધનની જરૂર પડે છે, તે તા તુ' અત્રે હારી જાય છે; ઊલટો તેને બદલે પાપરૂપ કચરો એકઠો કરે છે. ત્યારે તુ' સુખ શા વડે મેળવવાની ઈચ્છા રાખે છે? સુખ કાંઈ ધર્મ કર્યા સિવાય મફ્ત મળી શકવાનું નથી, માટે કાઈ પણ કાર્ય કરતી વખતે એટલેા વિચાર અવશ્ય કરજે કે શુભ કાર્ય કર્યાંથી આવતા ભવમાં સુખ પ્રાપ્ત થાય છે અને અશુભ કા કર્યાથી દુઃખ પ્રાપ્ત થાય છે. વળી, નકામાં પાપકમ સેવવાથી તે આ જીવને કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી. આટલી સમજણુ રાખવાથી અને તેને પ્રવૃત્તિમાં મૂકવાથી તારી કેટલીક ખાખત સીધી થઈ જશે. ધર્મ શ્રવણની જરૂરિયાત બહુ જ છે. અગાઉ જણાવ્યું તેમ, વિચાર વગર વર્ઝન થતું નથી, પણ વિચાર શુભ આવવા માટે શાસ્રશ્રવણની અહુ અગત્ય છે. શ્રવણુ ઉપરથી મનનની પણ તેટલી જ જરૂર છે. આ શ્લાક બહુ ઉપયાગી છે. મેાક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ શરૂઆતમાં નીચેના નિયમાને અનુસરવુ' જોઇએ, એમ આ શ્ર્લાકમાંથી ભાવા તરીકે સ્ફુટ પ્રાપ્ત થાય છે ઃ૧. ભક્તિપૂર્વક પ્રભુનું પૂજન કરવું. ૨. ધર્માંશ્રવણ નિરતર સદ્ગુરુ પાસેથી કરવુ. ૩. સ્થૂળ વિષયાથી દૂર રહી, તેનેા બનતી રીતે ત્યાગ કરવા. ૪. પ્રયાજન હોય કે ન હેાય પણ પાપકાય માં જોડાવું નહિ. (૧૩; ૧૭૭) Page #327 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેવગુરુધર્મશુદ્ધિ [ ર૫૫ સુગુર સિંહ; કુગુરુ શિયાળ चतुष्पदैः सिंह इव स्वजात्यैमिलन्निमांस्तारयतीह कश्चित । सहैव तैर्मज्जति कोऽपि दुर्गे, शुगालवच्चेत्य मिलन् वरं सः ॥ १४ ॥ (उपेन्द्रवजा) જેવી રીતે પિતાની જાતિનાં પ્રાણીઓને મળીને સિંહે તાર્યા હતાં, તેવી રીતે કેઈક (સુગુરુ) પિતાના જાતિભાઈ (ભવ્ય પંચેન્દ્રિયોને મળીને આ સંસારસમુદ્રથી તારે છે, અને જેવી રીતે શિયાળ પિતાના જાતિભાઈઓની સાથે ડૂબી મૂઓ, તેવી રીતે કોઈક (કુગુરુ) પિતાની સાથે સર્વને નરકાદિક અનંત સંસારમાં ડુબાવે છે, માટે આવા શિયાળ જેવા પુરુષ તો ન મળ્યા હોય તો જ સારુ.” (૧૪) વિવેચન–અત્ર પહેલા અને ચોથા પ્રકારના ગુરુનું વર્ણન કર્યું છે. પહેલા પ્રકારના ગુરુ પોતે તરે છે અને આશ્રિતને તારે છે; તેઓ વહાણ જેવા છે. ચેથા પ્રકારના ગુરુ પોતે ડૂબે છે અને આશ્રય કરનારને પણ ડુબાવે છે, એ પથ્થર સમાન કુગુરુ સમજવા. આ સંસારમાં રઝળતાં, જ્યારે કોઈ વખત સુગુરુને જગ થાય છે ત્યારે તેઓ આ જીવને ઉપદેશ આપી, સંસારથી ઉદ્વિગ્ન ચિત્તવાળે કરી, છેવટે તેને વૈરાગ્યવાસિત કરી સંસારથી સલામ લેવરાવે છે. આવા ગુરુ સિંહ સમાન છે. ટીકાકાર તે સંબંધમાં પંચે પાખ્યાનનું પ્રસિદ્ધ કથાનક કહેતાં જણાવે છે કે “બહુ ઝાડીથી ભરપૂર એક મોટું જંગલ હતું. ત્યાં ભયનું કારણે ઉત્પન્ન થવાથી સર્વ વનવાસી પ્રાણીઓએ મળીને સિંહને રાજાની પદવી આપી. હવે કઈક કાળે દાવાનળ પ્રકટ થયે, ચતરફ અગ્નિ ફેલાવા લાગ્યો અને બચાવનાં સાધનો અપ થતાં ગયાં. તે વખતે આ મહાન પશુરાજે સર્વ પ્રાણીઓને પિતાની સાથે લીધાં અને નદી કાંઠે ગયે. નદીમાં મહાપૂર હતું, છતાં પણ સર્વ વનવાસી પ્રાણીઓને પિતાને પૂછડે વળગાડી દીધાં અને એક છલંગ મારી સામે પાર સર્વેને પહોંચાડી દીધાં, વળી, જયારે તે જ જગલ નવપલ્લવિત થયું ત્યારે સર્વને પાછાં ત્યાં લઈ આવ્યું. આવી રીતે મહા મુશ્કેલીમાં પણ તેણે પિતાના જીવનની દરકાર ન કરી, પણ આશ્રિતોને તારવાના મહાપ્રયાસમાં ગમે તેટલો સ્વાત્મભેગ આપવા તૈયારી બતાવી એ સુગુરુનું લક્ષણ સમજવું. હવે ઉક્ત સિંહનું ચરિત્ર જોઈને એક શિયાળ પણ નજીકના જંગલનો સ્વામી બન્યો અને તે જ પ્રસંગ પ્રાપ્ત થતાં પશુ સહિત નદી ઓળંગવાને પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ તેનામાં આત્મબળ કે અધિકાર ન હોવાથી તે પોતે પણ ડૂબી ગયો અને આશ્રિતેને પણ ડુબાવી દીધા! આવી રીતે અગીતાર્થ કુરુ પોતે સંસારસમુદ્રમાં ડૂબે છે અને આશ્રિતને ડુબાવે છે.” આ સિંહ અને શિયાળના દષ્ટાંતની એક બીજી હકીકત એ પણ સમજાય છે કે જેઓ આત્મભેગ આપવાની તૈયારી બતાવ્યા સિવાય અને અધિકારની પ્રાપ્તિ વગર અધિપતિપણાનું પદ ધારણ કરવા ઈચ્છે છે, તે પિતાની જાતને પણ મહાનુકસાન કરે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] અધ્યાત્મકલ્પકુમ [ દ્વાદશ સૂરિમહારાજ કહે છે કે છેલ્લા પ્રકારના ગુરુ તે ન મળ્યા હોય તે જ સારું; તેમને તે ન દીઠાથી જ કલ્યાણ છે! ગમે તેવા કુગુરુ હેય, સંસારવાસનાયુક્ત હોય, છતાં પણ વીરને વેશ છે એમ ધારી, ગુણ-અવગુણની પરીક્ષા કર્યા વગર, ગમે તેને નમસ્કાર કરી ગુરુપણે આદરના આ ટૂંકા પણ સૂચક શ્લોકથી ઘણો બેધ લેવાને છે. શાસ્ત્રકાર એવા દષ્ટિરાગને કે અંધ અનુકરણને ઉત્તેજન આપતા નથી. (૧૪) ૧૭૮) ગુરુને યોગ છતાં પ્રમાદ કરે તે નિર્ભાગી पूर्णे तटाके तृषितः सदैव, भृतेऽपि गेहे क्षुधितः स मूर्खः । વને સંય િહી રિદ્રો, પુડિ િદિ પ્રમવી છે . (૩viાતિ) ગુરુમહારાજ વગેરેની બરાબર જોગવાઈ છતાં પણ જે પ્રાણ પ્રમાદ કરે તે તળાવ પાણીથી ભરેલું છે છતાં પણ તરસ્ય છે, (ધન-ધાન્યથી) ઘર ભરપૂર છે છતાં પણ તે મૂખ તે ભૂખે જ છે અને પિતાની પાસે કલ્પવૃક્ષ છે, તે પણ તે તે દરિદ્રી જ છે.” (૧૫) વિવેચન–પષ્ટ છે, ગુરુમહારાજની જોગવાઈ થાય અને તેનાથી દેવ તથા ધર્મ ઓળખાય, ત્યાર પછી તે ત્રણે મહાન તને લાભ લેવા ચૂકવું નહિ, શુદ્ધ દેવ, સુગુરુ અને તેને બતાવેલ શુદ્ધ ધર્મ, એના ઉપર જરા પણ શંકા વગરની, તરણતા રણ તરીકે શુદ્ધ શ્રદ્ધા થાય, ત્યારે જ આ જીવનો એકડે નોંધાય છે. શ્રદ્ધા વગર જેટલી ક્રિયા કે તપ-જપ-ધ્યાનાદિ કરવામાં આવે તેનાં મીંડાં મુકાય છે. એ મીંડાં પણ કીમતી છે, પણ તેની આગળ એકડે હોય તે. લાખ પર ચડેલું એક મીંડું નવ લાખ વધારે છે, પણ સેવે મીંડાં એકડા વગર નકામાં એક પણ મીડાં કરવાના અભ્યાસ પછી જ આવડે છે આ વાત અભ્યાસ શરૂ કરનારા એ ભૂલી જવાની નથી. અત્ર કહેવાને હેતુ એ છે કે, ગુરૂમહારાજ વગેરે યોગ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ, જે આ જીવ શુદ્ધ વર્તન કરતા નથી અને આળસમાં રહે છે, તે પછી તેના જે નિર્ભાગી કઈ સમજ નહિ. જે જોઈએ તે પ્રાપ્ત કર્યા છતાં પણ તેને લાભ ન લેવામાં આવે તે ખોટું કહેવાય. આ શ્લેક અને નીચેના બને કલેકમાં કર્તવ્ય સંબંધી બહુ ઉપયેગી ઉપદેશ આપ્યા છે. ખાસ વિચારવા ગ્ય વાત એ છે કે આ સુંદર મનુષ્યભવ, આર્યક્ષેત્ર, શરીરની અનુકૂળતા, સાધુઓને ભેગ, મનની સ્થિરતા અને બીજી અનેક પ્રકારની સામગ્રીઓને સદ્દભાવ આ જીવને પ્રાપ્ત થયેલ છે, છતાં પણ એ પ્રમાદમાં વખત કાઢી નાખશે, તે પછી એને આરે આવવાનું નથી. અનંત ભવ કર્યા પછી પણ આવી અનુકૂળતા પ્રાપ્ત થવી દુર્લભ છે, મુશ્કેલ છે, અશક્ય જેવી છે. ગ્રંથકર્તા કહે છે કે તળાવે જઈને તરસ્યા આવવા જેવું આ થાય છે અને તે હકીકત યથાસ્થિત વસ્તુસ્વરૂપ બતાવે છે. આવા Page #329 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેવ-ગુરુ-ધર્મશુદ્ધિ [ ર૫૭ પ્રસંગેનો તે એવો સારી રીતે લાભ લેવો જોઈએ કે પછી આ ભવના ફેરા અને પારકી કરી અથવા આશીભાવ નિરંતરને માટે મટી જાય. (૧૫, ૧૭૯) દેવ-ગુરુ-ધમ ઉપર અંતરગ પ્રીતિ વિના જન્મ અસાર છે न धर्मचिन्ता गुरुदेवभक्ति-र्येषां न वैराग्यलवोऽषि चित्ते । तेषां प्रसूक्लेशफलः पशूना-मिवोद्भवः स्यादुदरम्भरीणाम् ॥ १६ ॥ ( उपजाति ) જે પ્રાણીને ધર્મ સંબંધી ચિંતા, ગુરુ અને દેવ તરફ ભક્તિ અને વૈરાગ્યને અંશ માત્ર પણ ચિત્તમાં હેય નહિ તેવા પેટભરાઓને જન્મ, પશુની પેઠે, જણનારીને ફલેશ આપનારો જ છે.” (૧૬) વિવેચન–મારૂં કર્તવ્ય શું છે ? મારી જનસમૂહ પ્રત્યે ફરજ શી છે? હું કેણ છું! મારી ફરજ બજાવવા માટે મેં આખા દિવસમાં શા શા પ્રયત્ન કર્યો છે? તેમાં હું કેટલે દરજજે ફતેહમંદ થયો છું? આજના કાર્યમાં નિષ્ફળતા કેટલી મળી? શા કારણથી મળી? આજે મૂક્યું છે ત્યાંથી આવતી કાલે કેવી રીતે શરૂ કરવું? ફરજ બજાવવાઉપકાર કરવા માટે આજના જે માંગલિક દિવસ એક પણ નથી. આનું નામ શાસ્ત્રકાર ધર્મચિતા-કર્તવ્યપરાયણવૃત્તિ કહે છે. આ અધિકારમાં બતાવેલી રીત પ્રમાણે પસંદ કરેલા ગુરૂમહારાજ અને તેમના બતાવેલા દેવ તથા ધર્મ ઉપર એકાંત શ્રદ્ધા અને ભક્તિ, એ ભક્તિમાં દેખાવ કે આડબર નહિ, પણ અંતઃકરણની ઊર્મિઓને ઉત્સાહ, “ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું છે. પૂજા અખંડિત એહ” એ વાક્યમાં બતાવેલા ભાવનું યથાશ્મ, એનું નામ દેવગુરુભક્તિ. આ સંસારના સર્વ પદાર્થ અસ્થિર છે, અલ્પ સમયસ્થાયી છે, પદ્દગલિક છે. આ જીવ શુદ્ધ નિરંજન નિર્લેપ છે, અનંત જ્ઞાન-દર્શનચારિત્રરૂપ છે. ઉપાધિ સહિત દેખાય છે, તે તેની વિભાવદશા છે, કર્મજન્ય છે. શુદ્ધ દશામાં એ, એ સર્વથી રહિત છે. આત્મિક વસ્તુ આદરી પદગલિક વસ્તુને ત્યાગ કરે, તે બે ભેદ પાડી દે, તેને બરાબર ઓળખીને પૌદ્દગલિક ભાવ તજી આત્મિક ભાવ આદર, એનું નામ વૈરાગ્ય છે. પ્રત્યેક પ્રાણીએ ધર્મચિંતા, ગુરુભક્તિ અને વિરાગ્યવાસિત હૃદયવાળા થવું જોઈએ. જ્યારે આ ત્રણે ભાવ હૃદયમાં ઊંડી જગ્યા લે ત્યારે જ સંસારને છેડે આવે. જેઓ આ ત્રણ ભાવ હૃદયમાં ધારણ કરતા નથી તેઓ, ભલે બહારથી સારો દેખાવ કરનારા હોય, પણ વાસ્તવિક રીતે આ ભવના સુખમાં મગ્ન અને તેને પ્રાપ્ત કરવાનાં સાધને એકઠાં કરનારા અને પેટભરા જ છે, તેઓ જન્મ લઈને પોતાની માને પ્રસવની મહાવેદના અને યૌવનના નાશનું કષ્ટ માત્ર આપે છે, પણ પિતે તે આવા ઉત્તમ મનુષ્યભવની છેવટે અનંત સંસાર વધારી, કર્મકાદવથી ખરડાઈ રખડવા કરે છે. અ. ૩૩ WWW.jainelibrary.org Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અધ્યાત્મદ૯પમ [ અષ્ટમ આ શ્લેક પર મનન કરજે. એને “લાઈન કલીઅર 'આપીશ નહિ. જરા વિચાર કરજે કે તું કોણ છે? ક્યાં છે? કેના ઘરમાં છે? તારું શું છે? તું કોને છે?—આ સવાલો રાતના સૂતી વખત અથવા સવારના ઊઠતી વખત વિચારજે; એથી બહુ લાભ થશે. (૧૬; ૧૮૦) દેવ, સંઘાદિ કાર્યમાં દ્રવ્યવ્યય न देवकार्ये न च सङ्घकार्ये, येषां धनं नश्वरमाशु तेषाम् । तदर्जनाद्यैर्वृजिनर्भवाब्धी, पतिष्यतां किं * त्ववलम्बनं स्यात् ॥१७॥ ( उपजाति) ધન-પૈસા એકદમ નાશવંત છે આવા પૈસા જેની પાસે હોય છે તેઓ જે તેને દેવકાર્યમાં અથવા સંઘકાર્યમાં વાપરતા નથી તો તેઓને સદરહુ દ્રવ્ય મેળવવા માટે કરેલાં પાપોથી સંસારસમુદ્રમાં પડતાં કોને ટેકો મળશે? વિવેચન–પૈસા મેળવવા માટે પ્રાણી કેવાં કેવાં કાર્યો કરે છે, તે આપણું અનુભવ બહાર નથી. એને માટે એમ જ કહીએ તે ચાલે કે પૈસા માટે એવું કંઈ પણ અયોગ્ય કામ નથી કે જે પ્રાણી કરતા ન હોય. એના પર વિસ્તારથી વિવેચન ધનમમત્વમોચન અધિકારમાં થઈ ગયું છે. વળી, પૈસા કેટલા બધા અસ્થિર છે, નાશવંત છે, તે પણ આપણે વાંચ્યું છે, અનુભવ-ગમ્ય છે અને મહાવિગ્રહ બતાવી આપ્યું છે. આવી રીતે પાપથી મેળવેલા પૈસા નાશવંત છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પૈસા બાંધ્યા રહેતા નથી, પુણ્યપ્રકૃતિ ફરે છે ત્યારે હજારે, લાખે કે કરોડોની પૂંજી એક ક્ષણમાં-બહુ થોડા વખતમાં-હતી ન હતી થઈ જાય છે. છેવટે પણ આ દેલત અત્રે મૂકીને ઉઘાડે હાથે ચાલ્યા જવું પડે છે. હવે પૈસા પ્રાપ્ત કરતી વખતે અનેક આશ્રવ સેવવા પડે છે, હિંસા કે અસત્યને મોટે ભાગે તે વખતે થાય છે અને તે ઉપરાંત અનેક પાપ લાગે છે. એ સર્વ પાપકર્મ જીવને સંસાર-સમુદ્રમાં ફેંકી દે છે. હવે જે તે વખતે કાંઈ પણ અવલંબન-ટેકે હોય તે જીવ ટકી રહે છે, નહિ તે તળિયે બેસે છે. પ્રાપ્ત કરેલા પૈસાને જે જ્ઞાનેદ્વાર, જીર્ણોદ્ધાર, શાસદ્ધાર, દેવપૂજા, પ્રતિષ્ઠા, તીર્થ યાત્રા, અષ્ટાદ્ધિકા-મહોત્સવ વગેરેમાં ખરચવામાં આવે તે સંસારમાં પડતાં તે એક પ્રકારનું આલંબન આપે છે. તેવી જ રીતે ધનને જે સ્વામિવાત્સલ્યમાં એટલે ગુણી સ્વામિબંધુઓની ભક્તિમાં કે નિરાશ્રિત ધર્મબંધુઓને આશ્રય આપવામાં અથવા કેન્ફરન્સ વગેરે મહાન યોજનાઓ ઘડી તેના વડે શાસનના અભ્યદયની વૃદ્ધિમાં અથવા નિજ ધર્માનુયાયીઓને ધાર્મિક તથા વ્યાવહારિક શિક્ષણ આપવામાં જે ખરચવામાં આવે તે, સંસારમાં પડતા આ જીવને ટેકે મળે છે. * યથાજો ય ત વ પટઃ | Page #331 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] દેવ-ગુરુ-ધર્મશુદ્ધિ [૨૫૯ દ્રવ્ય સાથે પોતાની શક્તિનો ઉપયોગ એવી જ રીતે હાનિ અને લાભ કરનારે થઈ પડે છે, એ સ્પષ્ટ સમજી શકાય તેવું છે. ધન મળવું એ નવીન નથી. આ જીવને અનેક વાર ધન મળ્યું હશે, પણ અભિમાન કે દુર્વ્યસનમાં ધનને વ્યય કરી તે નીચે ઊતરી જાય છે, વળી પાછો ધન મેળવે છે અને ફરી ઊતરી જાય છે. આ ચક્રબ્રમણમાંથી બચવાને જે કાંઈ પણ ઉપાય હોય તે પિતાના ધનને સમુદાયના કામમાં–લોકોના હિત માટે વ્યય કરો એ જ છે. પોતાની જાતને ભૂલી જવી અને તેના ભાગે બીજાને લાભ આપે એને સ્વાર્પણ કહે છે. સ્વાર્પણ વગર કોઈ કામ થઈ શકતું નથી અને ખાસ કરીને ધર્મ કાર્યમાં સ્વાર્પણની પ્રથમ આવશ્યક્તા છે. જમાનાની જરૂરિયાત વિચારી આખી કેમને હિત કરનાર, આખા દેશને ઉદય કરનાર, આખી મનુષ્યજાતિને લાભ આપનાર શુભ સંસ્થાઓ છે. શાસ્ત્રકાર સીદાતા ક્ષેત્રને પિષવાનું કહે છે. સાધનધર્મને પુષ્ટિ બહુ અપાઈ ગઈ છે, હાલ સાધકોને ઊંચે લાવવાને યોગ્ય વખત છે, જરૂર છે, આવશ્યકતા છે. આવી રીતે મનન કરી વ્યય કરેલા પૈસા પ્રસંગે પ્રાપ્ત થતાં આ જીવને જરૂર બચાવે એ સંશય વગરની હકીકત છે, વસ્તુસ્વરૂપ પ્રત્યક્ષ જેનારે કહી છે અને વિચાર કરવાથી સમજી શકાય તેવી છે. (૧૭૧૮૧) એવી રીતે બારમે દેવગુરુધર્મશુદ્ધિ અધિકાર પૂરે થાય છે. એમાં, ઉપર જણાવ્યું તેમ, ગુરુતત્વની મુખ્યતા છે. એક સદગુરુને સત્સંગ થઈ જવાથી આ મનુષ્યભવમાં કેટલા લાભ થાય છે તે અત્ર સવિસ્તર બતાવવામાં આવ્યું છે. પરદેશી રાજાને ગુરુથી કેટલો લાભ થયો હતો તે આપણે જાણીએ છીએ. ગુરુ બે પ્રકારના છે: એક ધમહીન વૃત્તિવાળા, જેને આપણું લોકે મિથ્યાત્વી કહે છે, અને બીજા ધર્મપરાયણ વૃત્તિવાળા. પ્રથમ પ્રકારના ગુરૂ માટે આ યોગ્ય જગ્યા નથી. અત્ર જે હકીકત છે, તે તેમને લગતી નથી. ધર્મના ગુરુઓના, બીજી રીતે જોઈએ તે, ચાર પ્રકાર છે. કેટલાક પિતે તરે અને આશ્રય લેનારને સદુપદેશ આપી શુદ્ધ માગે ચલાવી તારે, એવા ગુરુ તે સદ્દગુરૂ છે અને એમને આશ્રય કરે એ જ કહેવાનો ઉદ્દેશ છે. બીજો પ્રકાર પિતે તરે અને બીજાને ડુબાડે, એ પ્રકાર ગુરુ આશ્રી થાય છે, પણ તેમ હતું જ નથી, તેથી એ ભાંગે શૂન્ય છે. જે પિતે તરે, તે બીજાને તારે યા ન તારે પણ ડુબાડે તે નહીં જ. ત્રીજા વર્ગમાં પિતે ડૂબે અને આશ્રય કરનારને તારે એવા સાધુએ હોય છે. આ વર્ગમાં અભવ્યાદિને સમાવેશ થાય છે. ઉપદેશ આપવામાં પાછી પાની કરે નહિ; પણ એકાંતમાં પિતે વિષયકષાય સેવે, અથવા તેવા ઉપદેશની અસર તેના પિતાના હૃદય પર લાગે જ નહિ, તેને ખરી શ્રદ્ધા જ આવે નહીં. પરીક્ષા * Self-sacrifice. Page #332 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ ] અધ્યાત્મક૫મ | [ દ્વાદશ કાચી હોય, તો આવા ગુરુને જેગ થાય છે. એવાને આશ્રય કરવામાં પણ જરા પણ લાભ નથી, એટલું જ નહિ પણ અનેક પ્રકારનાં શલ્ય હૃદયમાં પેસે છે કે જે અનંત ભવે પણ જવાં મુકેલ થાય છે. આવા ગુરુ કદાચ શુદ્ધ ઉપદેશક હોય, છતાં 4G ના કg –આત્મા આત્માને જાણે છે–મને મન સાક્ષી છે-એ નિયમ પ્રમાણે એવા ઓળઘાલુના ઉપદેશની ખરી અસર થતી નથી. દંભી, કપટી, માયાવી ગુરુને પણ આ વર્ગમાં સમાવેશ થાય છે. અપવાદ માગે આ વર્ગ આદરતા કેટલાક ઉત્તમ છે તેના ઉપદેશથી તરી પણ જાય છે. ચોથા વર્ગમાં પોતે ડૂબે અને આશ્રય લેનારને પણ ડૂબાડે-એવા પથ્થર સમાન ઉસૂત્રપ્રરૂપક શિથિલાચારી કુગુરુ સમજવા. એ વર્ગમાં પોતે ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારની પુષ્ટિ કરનારા ગોરજી, યતિ, શ્રીપૂજય વગેરે આવે છે. તેઓ સંસારના સર્વ વિષયમાં આસક્ત, ધર્મને નામે ઢાંગ ચલાવનારા અને ધર્મ પર આજીવિકા ચલાવનારા છે. હવે પછીના અધિકારમાં સૂરિમહારાજ એ વર્ગને ઘટતો ન્યાય આપે છે, તેથી અત્ર લખવાની બહુ જરૂર રહેતી નથી. આ ચાર પ્રકારના ગુરુમાંથી પહેલા ભાંગાના શુદ્ધ ગુરુ શેાધી તેને ઉપદેશ ગ્રહણ કરે. ગુરૂમહારાજને અનુસરવું એ ખાસ ફરજ છે. ઉપાધ્યાયજી ત્યાગાષ્ટકમાં કહે છે કે – गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरुत्तमः ।। આત્મતત્વ પ્રકારે કરીને (પરમાર્થ સ્વરૂપની પ્રાપ્તિ થઈને) ગુરુએ આપેલી શિક્ષામાં થવી જોઈતી તલ્લીનતાએ આ જીવ જ્યાં સુધી ગુરુત્વને પામે નહિ, ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા કરવી.” શાસ્ત્રકાર કુગુરુના પાંચ વર્ગ પાડે છે: પાસ, ઉસ, કુશીલ, સંસત્ત, યથા દે-આ સર્વ ક્રિયામાર્ગમાં તથા જ્ઞાનમાર્ગમાં જુદી જુદી રીતે શિથિલતા બતાવનારા છે. એના ઉપર આવતા અધિકારમાં વિવેચન કરવામાં આવશે. તેની વિશેષ સમજણ મેળવવા માટે સંબોધસિત્તરીની ટીકા, ધમદાસ ગણિકૃત ઉપદેશમાળા અને ઉપાધ્યાયજીની કુગુરુની સક્ઝાય વાંચવાં. એ પ્રમાણે સદ્દગુરુનું અને કુગુરુનું સ્વરૂપ છે. આ મનુષ્યભવની સફળતા ગુરુની જોગવાઈ અને પસંદગી પર છે. ગુરુને શાસ્ત્રકાર એટલું બધું માન આપે છે કે એક તરફ ગુરુ હોય અને એક તરફ દેવ હોય તો, અમુક અપેક્ષાએ, પ્રથમ ગુરુને નમસ્કાર કર્યો પછી દેવને વંદન કરી શકાય. આનું કારણ સ્પષ્ટ છે. જોકે દેવ તે ગુરુ અને શિષ્ય બંનેને એકસરખા આરાધ્ય છે, પરંતુ, શિષ્યની અપેક્ષાએ જોઈએ તો, ગુરુ દેવને બતાવનાર છે, ઓળખાવનાર છે. કેટલીક વાર એ દષ્ટિરાગ થઈ જાય છે કે તેથી ગમે તેવા ગુરુનો આશ્રય કરવાની વૃત્તિ થાય છે. એના સંબંધમાં સાતમા શ્લોકમાં યથાર્થ વિવેચન થયું છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ વિકાર ] દેવ-ગુરુધ શુદ્ધિ [ ૨૬૧ આ જીવને ખરેખરા ઉપયેાગી ગુરુમહારાજ છે. સ'સારથી તારનાર, હાવાને લીધે તે ખરેખરા લાભકારક કહી શકાય. તેના ઉપકારના બદલા વાળવા મુશ્કેલ છે. શ્રી સિંદૂરપ્રકરમાં ગુરુ અધિકાર કહે છે કે :~ * નરકરૂપ ખાડાને વિષે પડતા જીવાને પુણ્ય અને પાપનું ફળ પ્રકટ ખતાવી આપનારા ગુરુ વિના બીજા કોઈ પિતા, માતા, ભાઈ, પ્રિય સ્ત્રી, પુત્રના સમૂહ, મિત્ર, મદોન્મત્ત હસ્તી, અશ્વ, સુભદ્ર અને રથ, સ્વામી કે સેવકવર્ગ આ પ્રાણીનું રક્ષણ કરવાને સમર્થ નથી. ” पिता माता भ्राता प्रियसहचरी सुनुनिवहः सुहृत् स्वामी माद्यत्करिभटरथाश्वः परिकरः । निमज्जन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं, गुरोर्धर्माधर्मप्रकटनपरात्कोऽपि न परः || તેટલા માટે સૌંસારસમુદ્રમાં પડતાં બચાવનાર ગુરુમહારાજ ખરેખરા માતા, પિતા, મધુ, મિત્ર કે જે કહીએ તે છે, એવા સદ્ગુરુની શેાધ કરી તેમની સેવા કરવી અને તેમનાથી શુદ્ધ દેવ અને ધર્મને ઓળખવા. ગુરુની સેવામાં વિનય પ્રધાન છે. એ ગુણથી ધ પ્રાપ્તિ, વિદ્યાપ્રાપ્તિ વગેરે જલદી થાય છે. ગુરુમહારાજની સેવા કરી શુદ્ધ ધર્મ આદરવા. તેનુ વિસ્તૃત સ્વરૂપ અગિયારમા તથા ખારમા શ્લોકમાં બતાવ્યુ છે. વધારે વિગત ગુરુમહારાજથી જાણવી. આ જમાનામાં ગુરુ વગર સર્વ જ્ઞાન મેળવવાની આકાંક્ષા બહુ રહે છે, પરાધીન વૃત્તિ પસંદ આવતી નથી; પરતુ જૈન શાસ્ત્રની રચના અને પદ્ધતિ પ્રમાણે એ બનવું મુશ્કેલ છે. એવા જ્ઞાનથી લાભ કરતાં હાનિ ઘણીવાર થાય છે અને, વાસ્તવિક વિચારીએ તા, ચાલુ જમાનાની કેળવણી પણ ગુરુના બતાવ્યા વગર મળી શકતી નથી. આ બાબત ધ્યાનમાં રાખવાની બહુ જરૂર છે. આવતા અધિકારમાં સાધુ કેવા હેાવા જોઈ એ તે બહુ સ્પષ્ટ રીતે બતાવાશે. ગુરુને શાસ્ત્રકાર આવી મહત્ત્વવાળી જગ્યા આપે છે, તેના બદલામાં તેએ પાતાની જવાબદારી સારી રીતે સમજે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઘટતા ફેરફારો કર્યા કરે, ઉપદેશ અને ઉદ્દેશ લેાકરુચિ પ્રમાણે નહિ, પશુ આગળ-પાછળના પુષ્કળ વિચાર કરી શુદ્ધ વસ્તુસ્વરૂપ બતાવે અને સ્વીય અને પરકીયના તફાવત રાખે નહિ—— —આવા પુરુષા અને મહાત્માએ ગુરુસ્થાનને શેાભાવે છે. ધર્મ શુદ્ધિના સ`ખંધમાં આ અધિકારમાં કાંઈ ઉલ્લેખ નથી, અગિયારમા અધિકારમાં તે સબધમાં ઉલ્લેખ કરવામાં આવ્યા હતા અને ગુરુતત્ત્વની મુખ્યતા કરવાથી અને તેની પસંદગીમાં ભૂલ ન કરવાથી ધર્મતત્ત્વ પ્રાપ્ત થાય છે એ નિયમને અનુસરીને ધર્મ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] અધ્યાત્મકપર્ફોમ [કાશ સંબંધી અત્ર કાંઈ પણ ઉલ્લેખ કર્યો નથી એમ જણાય છે. આ અધિકારના પાંચમા શ્લાક પર વિવેચન કરતાં જણાવ્યું છે તેમ, ધર્મની પસ‘ઢગીમાં પેાતાના તર્કને–વિચારશક્તિને પૂરતા અવકાશ આપવા. ખાસ કરીને ધર્મમાં પ્રતિપાદન કરેલા દેવનું સ્વરૂપ જોવુ'. તેએ રાગ-દ્વેષ વગરના અને ખીજા અસાધારણ ગુણાથી વિરાજમાન હોય તે તે ગમે તે હાય તેને આદરવા. આધુનિક સ્થિતિ એવી છે કે ધમાઁ તરફ અતઃકરણના પ્રેમ ઓછા થતા જાય છે. તેનું કારણુ સપૂર્ણ અભ્યાસ કરવામાં પ્રમાદ સિવાય બીજી' કાંઈ પણ નથી. સામાન્ય સ્વરૂપ જાણતાં તેમાં અનેક તર્ક થાય અને તેનું નિવારણ કરવાના અવકાશ ન મળે અથવા સાગ ન મળે અથવા લજ્જાથી ન પુછાય. આ સર્વ ખાબતમાં નવીન પદ્ધતિસર અભ્યાસ કરનાર ધર્મગુરુઓ અને તદનુસાર લેખ લખનાર અને વ્યાખ્યાન કરનાર વિદ્યાના ખડુ કરી શકે, તર્કની પ્રાચીન કાર્ટિને બદલે વિજ્ઞાનશાસ્ત્રની અર્વાચીન શેાધા નવીન સંસ્કારવાળાને તરત અસર કરે છે. આ સવ ખાખતમાં ગુરુમહારાજ વિચાર કરી શકે. સાધુવના ગુરુમહારાજમાં શ્રી મુનિસુ ંદરસૂરિના વખતમાં પણ કેટલેાક સડા પેઠેલા જણાય છે. ચાલતા અધિકાર તદ્દન વ્યવહારુ દૃષ્ટિ (Practical point of view) થી લખાયેલેા છે. इति सविवरणो देवगुरुधर्मशुद्धिनामा द्वादशोऽधिकारः । Page #335 -------------------------------------------------------------------------- ________________ त्रयोदशो यतिशिक्षोपदेशाधिकारः ॥ ગુરુ મહારાજને સ્વીકારીને તેમને અનુસરવાથી થતા લાભ આગલા અધિકારમાં જોયા. વધારે અગત્યને સવાલ ગુરુને પિતાને જીવન વહન કેમ કરવું એ છે; તેથી આ અધિકારમાં યતિગ્ય શિક્ષા આપે છે. યતિ શબ્દમાં સંસારથી વિરક્ત રહેવાની પ્રતિજ્ઞા કરનાર સાધુ, જતિ, મહાત્મા, શ્રીપૂજ, દ્રવ્યલિંગી અને ભટ્ટારક-એ સર્વને સમાવેશ થાય છે, તેમ જ, બીજી શુદ્ધ અપેક્ષાએ જોઈએ તે, સંસારભાવથી વિરક્ત એવા સર્વને સમાવેશ થાય છે. એ અપેક્ષામાં કેવળ વેશમાત્ર જેવાને રહેતું નથી, પણ વર્તન જોવાય છે. આ અધિકારમાં પ્રથમ વર્ગને ઉદ્દેશીને શિક્ષા આપેલી છે. તે વર્ગ સુશિક્ષિત અને વિદ્વાન હોવાથી આ અધિકારમાં તેને માટે વિશેષ વિવેચન કરવાનું ગ્ય ધાર્યું નથી. આ અધિકાર યતિ સિવાયના સર્વને પણ ઉપયોગી છે, કારણ કે દંભી, દુરાચારી, વેશધારીને ઓળખવામાં તે સહાયભૂત થાય છે. આ અધિકાર સર્વથી વિસ્તારવાળે છે, કારણ કે ઉપદેશકને સુધારવા એ પ્રથમ આવશ્યકતા છે. જે શુભેચ્છાથી સૂરિએ આ અધિકાર લખ્યો છે તે જ હેતુથી તેના પર વિવરણ મુનિઆશ્રય નીચે લખવામાં આવ્યું છે. આના અધિકારી તે પર ખાસ મનન અને નિદિધ્યાસન કરશે એટલી આશાની પૂર્વ પીઠિકા કરી હવે શરૂઆતમાં શુદ્ધ યતિ-મુનિની ભાવનામય મૂર્તિનું ચિત્ર દેરી હૃદયદષ્ટિ પર આળેખવા સૂચના કરે છે. મુનિરાજનું ભાવનામય સ્વરૂપ (An ideal Munihood) ते* तीर्णा भववारिधिं मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विपयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् । रागद्वेषविमुक् प्रशान्तकलुष साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति xचाप्तसंयमगुणाक्रीडे भजद्भाबनाः ॥९॥ (शार्दूलविक्रीडित ) જે મહાત્માઓનું મન ઇદ્રિના વિષયમાં આસક્ત થતું નથી, કષાયથી વ્યાસ * ये इति पाठान्तरम् । x चात्मसंयमगुणाक्रीडे इति वा पाठः । Page #336 -------------------------------------------------------------------------- ________________ ર૬૪] અધ્યાત્મકલ્પકુમ [ દશ થતું નથી, જે (મન) રાગ-દ્વેષથી મુક્ત રહે છે, જેણે પાપકાને શાંત પમાડ્યાં છે, જેણે સમતા વડે અતિ સુખ પ્રાપ્ત કર્યું છે અને જે ભાવના ભાવતું ભાવતું સંયમગુરૂપી ઉદ્યાનમાં હમેશાં ખેલે છે–આવા પ્રકારનું જેમનું મન થયેલું છે તે મહામુનીશ્વરો આ સંસારસમુદ્ર તરી ગયા છે અને તેઓને અમે નમસ્કાર કરીએ છીએ.” (૧) વિવેચન–અત્યંત શુદ્ધ દશામાં વર્તનારા મહામુનિ-પંગની સ્થિતિનું પૃથક્કરણ કરતાં નીચેના ગુણેને સ્પષ્ટ આવિર્ભાવ થતે જણાય છે – ૧. શુદ્ધ મુનિરાજ પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયમાં આસક્ત થતા નથી. દષ્ટાંત તરીકે, તેઓને વિલેપન ઉપર રાગ થતું નથી અને દૂધપાક પૂરી જેઈ મોઢામાંથી પાણી છૂટતું નથી, ગટરની અને અત્તરની વાસ સરખી જ લાગે છે અને સ્ત્રી સૌંદર્યાદિ વસ્તુ જઈ મેહ થતું નથી, તેમ જ પિયાને વગેરે સાંભળી મન એકસરખું જ રહે છે. ૨. ક્રોધ, માન, માયા, લેભ, જે પર સાતમ અધિકારમાં વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે અને જે આ સંસારમાં રખડાવનાર છે, તે મહારિપુઓ મુનિપુંગવને પ્રબળ સાધનને અભાવે અસર કરતા નથી. ૩. સર્વ કષાયમય અને સંસારશ્રેણી ઉત્પન્ન કરનાર રાગ અને દ્વેષ છે. એ બન્નેનું સ્વરૂપ તેઓ સ્પષ્ટ રીતે સમજે છે અને તેને ત્યાગ કરેલો હોય છે, એટલે એ બને પર તેઓ વિજય મેળવતા રહે છે. ૪. અશુભ કર્મોનું બંધન થાય તેવું અશુભ અધ્યવસાયરૂપ કારણ તેઓને હોતું નથી એ બીજા અને ત્રીજા ગુણથી વયંસિદ્ધ છે. ૫. સમતારંગથી તેઓ રંગાયેલા હોય છે અને ખરેખર સુખના (અવ્યાબાધ સુખના) જાણકાર હોવાથી અનન્ય સુખ–શુદ્ધ સુખ-આધ્યાત્િમક સુખ-સાથે તેઓને એકતાન લાગેલ હોય છે. ૬. આ મુનિવર સંયમગુણરૂપ ખીલેલા પુષ્પ-ઉદ્યાનમાં કીડા કરે છે એટલે ગુણેમાં રમણ કરે છે. તેઓનું નિશ્ચયિક ચારિત્ર એ જ છે. ૭. ઉપર પ્રમાણે ખેલ કરતાં કરતાં પણ નિરંતર અનિત્યાદિ બાર ભાવના અને મિત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યથ્ય એ ચાર ભાવના ભાવે છે. વળી, તે ઉપરાંત દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે, તે પણ નિરંતર ભાવ્યા કરે છે. આ ખરેખર આદર્શ છે. આવા ગુણોથી વિશિષ્ટ જીવનવાળા મહાશયે પિતે સંસાર તરી ગયા છે, તરી જાય છે અને બાકીના સંસારી જીવોને અનુકરણરૂપ થઈ પડે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૬૫ એવા મહાત્માને અમે નમસ્કાર કરીએ છીએ અને તેમ કરીને તેઓનું બરાબર અનુસરણ કરવાની ભાવના કરીએ છીએ. (૧; ૧૮૨) સાધુના વેશમાત્રથી મોક્ષ મળતું નથી स्वाध्यायमाधित्ससि नो प्रमादः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से । तपो द्विधा नाजसि देहमोहादल्पे हि हेतौ दधसे कषायान् ॥२॥ परिषहानो सहसे न चोषसर्गान शीलाङ्गधरोऽपि चासि । तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं, मुने! कथं यास्यसि वेषमात्रात् ॥३॥युग्मम् ॥ (उपजाति) હે મુનિ ! તું વિસ્થાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય (સઝાય, ધ્યાન) કરવા ઇચ્છ નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને ગુપ્તિ ધારણ કરતો નથી, શરીર પર મમત્વથી બને પ્રકારનાં તપ કરતું નથી, નજીવા કારણથી કષાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતા નથી, (અઢાર હજાર) શીલાંગ ધારણ કરતું નથી, તે છતાં તું મેક્ષ મેળવવા ઇરછે છે, પણ હે મુનિ! વેશમાત્રથી સંસાર સમુદ્રને પાર કેવી રીતે પામીશ?” (૨-૩) વિવેચન–ઉપર ભાવનામય મુનિસ્વરૂપ કહ્યું. અત્ર વ્યવહારુ રીતે તેઓએ શું કરવું જોઈએ, તે કહે છે – ૧. પાંચ પ્રકારનો સ્વાધ્યાય મુનિએ દરરોજ કરવો જોઈએ – વાચના (વાંચવું તે), પૃચ્છના (શંકા પૂછવી તે), પરાવર્તન (સંભારવું - રિવિઝન), અનુપ્રેક્ષા (વિચારણા) અને ધર્મસ્થા–આ પાંચ પ્રકારના સ્વાધ્યાય છે. ૨. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે પ્રવચનમાતા કહેવાય છે, અને સાધુપણાનું ખાસ લક્ષણ છે – નિજીવ માર્ગે સૂર્ય ઊગ્યા પછી સાડાત્રણ હાથ આગળ દષ્ટિ રાખી, જેઈને ચાલવું, તે ઈર્યાસમિતિ, નિરવા, સાચું, હિતકારી અને પ્રિય વચન વિચારીને બેસવું, તે ભાષાસમિતિ. અન્ન, પાણી વગેરે બેંતાળીશ દોષ રહિત લેવાં તે એષણા સમિતિ. કઈ પણ વસ્તુ જીવરહિત ભૂમિ જોઈને તથા પ્રમાર્જના કરીને મૂકવી કે લેવી, એ આદાનભંડમત્તનિક્ષેપણુસમિતિ, મળ, મૂત્રાદિ જીવ રહિત ભૂમિએ તજવાં તે પારિષ્ઠાપનિકાસમિતિ. * “સાધુપદ-અનુસરણના વિષયને અંગે આ લોક ટાંકીને આદર્શ મુનિજીવનના સ્વરૂપ પર મેં વિસ્તારથી વિવેચન “શ્રી જૈન પ્રકાશ પુસ્તક ૨૭, અંક બીજામાં અને તે પછીના અંકમાં કર્યું છે, તે વાંચવાની ભલામણ કરવામાં આવે છે. વિ. ક. ૪ અstતિ પટાતરમ્ | અ. ૩૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ત્રદશ મન પર અશુભ ચિંતવનને અંગે પૂર્ણ અંકુશ રાખવો અથવા સર્વથા મને વ્યાપાર ન કરે, એ મને ગુપ્તિ. કઈ પણ પ્રકારનું સારું કે ખરાબ વચન બોલવું નહિ અથવા સાવદ્ય વજી, નિરવ બોલવું, તે વચનગુપ્તિ. કાયાને અજયણાએ પ્રવર્તાવવી નહિ અથવા સર્વથા પ્રવર્તાવવી નહિ, તે કાયમુસિ. ૩. સાધુએ બે પ્રકારનાં તપ કરવાં જોઈએ:બાહ્ય તપ-ઉપવાસાદિ કરી બિલકુલ ખાવું નહિ, ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી, રસવાળી વસ્તુઓ ઘી વગેરે ન ખાવાં, કર્મક્ષય કરવા માટે શરીરને કષ્ટ આપવું અને અંગોપાંગ, ઇદ્ધિ અને મનને સંકેચી રાખવાં–આ સ્થળ (બાહ્ય) તપ કહેવાય છે. આત્યંતર તપ–કરેલ પાપકૃત્યનું પ્રાયશ્ચિત્ત લેવું, જિનાદિ દશને યથાયોગ્ય વિનય કરે, જિનાદિ દશનું ગ્ય વૈયાવચ કરવું, યાચના વગેરે પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે, ધ્યાન કરવું અને બાહ્ય આત્યંતર ઉપધિનો ત્યાગ કરે–આ આત્યંતર તપ કહેવાય છે. ૪. ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભ તથા તેને જન્મ આપનાર તેમ જ તેની સાથે રહેનાર હાસ્ય, રતિ, અરતિ વગેરે નોકષાય, જેનું સ્વરૂપ સાતમા અધિકારમાં જણાવવામાં આવ્યું છે, તે ન કરવા જોઈએ અથવા બની શકે તેટલો તેને ત્યાગ કરવો જોઈએ અથવા તે પર અંકુશ રાખવો જોઈએ. ૫. ભૂખ-તરસ સહન કરવાં વગેરે બાવીશ પ્રકારના પરીષહે છે. તેનું સ્વરૂપ શાસ્ત્રમાં આપેલું છે અને આ અધિકારના આડત્રીશમાં કલેકના વિવેચન પ્રસંગે તેનું કાંઈક સ્વરૂપ બતાવવામાં આવશે તે, તેમ જ મનુષ્ય અને દેવતા વગેરેના કરેલા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જરા પણ ક્રોધ કે ફલેશ ન આણુ જોઈએ. એવી રીતે પિતાનું વર્તન કરી સમતામય જીવન જીવવું જોઈએ. ૬. શાસ્ત્રકારે ચાર મુખ્ય અને તેના પેટા ભેદથી સોળ પ્રકારના ઉપસર્ગ કહ્યા છે ? ૧, દેવકૃત–૧. હાસ્યથી, ૨. શ્રેષથી, ૩. વિમર્શથી (વિચાર સહન કરી શકે છે કે નહિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), ૪. પૃથવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વિક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે). ૨. મનુષ્યકૃત–૧. હાસ્યથી, ૨. ષથી, ૩. વિમર્શથી, ૪. કુશીલથી (બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને ધમવાસના વિનાને માણસ બ્રહ્મચર્યથી ચળાવવા અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ કરે તે). Page #339 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૬૭ ૩. તિય ચકૃત–૧. ભયથી (મનુષ્યને જોઈને મને અનર્થ કરશે એમ ધારી સામા ધસે તે), ૨. છેષથી, ૩. આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવારણ કરવા માટે, શિયાળ, ગૃધ્રાદિ ઉપસર્ગ કરે તે), ૪. પોતાનાં બચ્ચાંના રક્ષણ માટે. ૪ આત્મકૃત–૧. વાત, ૨. પિત્ત, ૩. કફ, ૪. સંનિપાત. ૭. અઢાર હજાર શીલાંગ ધારણ કરવાં જોઈએ. એ અઢાર હજાર શીલાંગ શું છે, તે સંબંધી જરા લંબાણ પણ ઉપયેગી નૂધ શ્રી ઉપમિતિભવપ્રપંચાના પીઠબંધના મારા કરેલા ભાષાંતરમાંથી અત્રે ઉતારી લેવામાં આવે છે. મેંગ ત્રણ, કરણ ત્રણ, સંજ્ઞા ચાર, ઇંદ્રિય પાંચ, પૃથ્વીકાયાભાદિક દશ અને શ્રમણધર્મ દશ-તે વડે અઢાર હજાર શીલાંગ થાય છે. શીલાંગ એટલે ચારિત્રના અવય (વિભાગ); તે નીચે પ્રમાણે –ગ ત્રણ છેઃ મગ, વચન, કાયાગ, કરણગ ત્રણ છેઃ કરવું, કરાવવું અને અનુમોદવું, સંજ્ઞા ચાર છેઃ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને મિથુનસંજ્ઞા. ઈદ્રિય પાંચ છે : સ્પશનેન્દ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રેઢિય. પૃથ્વીકાયાભાદિક દશઃ પૃથ્વીકાયઆરંભ, અપૂકાયઆરંભ, તેઉકાયઆરંભ, વાઉકાયઆરંભ, વનસ્પતિકાયઆરંભ, બેઇદ્રિયઆરંભ, તેઈદ્રિયઆરંભ, ચૌરિંદ્રિયઆરંભ, ચંદ્રિયઆરંભ અને અજીવઆરંભ યતિધર્મ દશ છેઃ ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભપણું (મુક્તિ), તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય. આમાંનાં દરેકનું એકેક પદ લઈ જુદા જુદા ભેદ કરવાના છે. પ્રથમ ભેદ દાખલા તરીકે નીચે પ્રમાણે કરાય-“મને કરી, આહાર સંજ્ઞા રહિત થઈ, શ્રોત્રંદ્રિયને સંવર કરી, ક્ષમાયુક્ત રહી, પૃથ્વીકાયને આરંભ કરે નહિ. આ વાક્ય કાયમ રાખી ક્ષમાયુક્ત” શબ્દને બદલે “માર્દવયુક્ત” વગેરે દશ ધર્મો મૂકે ત્યારે દશ ભેદ થાય, પણ તે બધા પૃથ્વીકાય સંબંધે જ થયા. તે જ્યારે અપૂકાય વગેરે ઉપર જણાવેલા દશ ભેદ સાથે દશ દશ ભેદ કરે ત્યારે સો ભેદ થાય. તે બધા શ્રોત્રેઢિયે થયા. અને તેવી રીતે બાકીની ચાર ઇદ્રિ સાથે મેળવતાં પાંચસે ભેદ થાય. તે દરેકને આહાર, ભય, પરિગ્રહ અને મિથુન સંજ્ઞા સાથે મેળવતાં બે હજાર ભેદ થાય. મન, વચન, કાયાના યોગ સાથે મેળવતાં છ હજાર ભેદ થાય. અને તેને કરવું, કરાવવું અને અનુમોદવું-એ ત્રણ કરણ સાથે મેળવતાં અઢાર હજાર ભેદ થાય. આ ભેદને માટે શ્રી પ્રવચનસારેદ્દાર ગ્રંથના પૃષ્ઠ ૩૩૯ પર (પ્રકરણરત્નાકર, ભાગ ત્રીજો) એક કષ્ટક આપેલું છે. તેની ખૂબી એવી છે કે તે નજર આગળ રાખવાથી ૧૮૦૦૦ ગાથા બનાવી શકાય છે. જિજ્ઞાસુઓએ તે જરૂર વાંચવું, કારણ કે તે ઉપયોગી હેવા સાથે કર્તાની અપૂર્વ વિદ્વત્તા બતાવે છે. * જીવની બુદ્ધિથી અજીવને મારવાથી તેમ જ ઉપકરણાદિકની પડિલેહણ નહિ કરવાથી જે આરંભ થાય તે અજીવઆરંભ કહેવાય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ ] અધ્યાત્મક૯૫મ [[ ત્રદશ મેક્ષાથી જીવે ઉપર પ્રમાણે વર્તન કરવું જોઈએ. તું નથી કરતે સ્વાધ્યાય, તેમ જ નથી રાખતે ગુપ્તિ; વળી, નજીવા કારણસર કષાય કરી નાખે છે અને તપસ્યા કરતો નથી; તેમ જ પરીષહ-ઉપસર્ગ પણ સહન કરતું નથી અને સદરહુ શીલાંગ ધારણ કરતો નથી. તું જાણે છે કે મેક્ષે જવાના ઉપાય તે, ઉપર કહ્યું તેમ, સઝાય વગેરે છે, તે પછી તું વાં છે છે મોક્ષે જવાનું અને કાર્ય કરે છે તેની વિરુદ્ધનાં. આ મોક્ષનગર દૂર છે; ત્યાં પહોંચવા માટે સંસારસમુદ્રને પાર પામ જોઈએ; તેને ગ્ય નાવ તે તું તૈયાર રાખતે નથી, ત્યારે તું ત્યાં કેવી રીતે જઈશ? તારે યાદ રાખવું કે વેશમાત્રથી મોક્ષ મળે નથી; વેશાનુસાર કરણી-વર્તન જોઈએ. બાકી તે મેરુપર્વત જેટલાં એઘા-મુહપત્તિ કર્યા, તેમાં પણ કાંઈ આત્માનું વન્યું નથી. (૨-૩; ૧૮૩-૧૮૪) વેશમાત્રથી કાંઈ વળતું નથી आजीविकार्थमिह यद्यतिवेषमेष,* धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किं न न बिभेति जगजिघृक्षु-र्मुत्युः कुतोऽपि नरकश्चन वेषमात्रात् ॥४॥वसंततिलका) તું આજીવિકા માટે જ આ સંસારમાં યતિનો વેશ ધારણ કરે છે, પણ કષ્ટથી ડરી જઈને શુદ્ધ ચારિત્ર પાળતું નથી. પણ તને ખબર નથી, કે તમામ જગતને ગ્રહણ કરવાની ઈચ્છાવાળું મૃત્યુ અને નરક કાંઈ કઈ પણ પ્રાણીના વેશ ઉપરથી ડરી જતાં નથી.” (૪) - વિવેચન–કોઈ અજ્ઞાની જીવ સંસારનાં દુઃખથી પીડાઈ, દુઃખગર્ભિત વૈરાગ્યને ડળ ધારણ કરી (યતિ થયા પછી), ત્યાં પણ શ્રાવકે પાસેથી સારી સારી ગોચરી મેળવવાને જ લેભ રાખે છે, પણ ચારિત્રની ક્રિયા કરતો નથી. પ્રથમના ત્રણ શ્લોકમાં ભાવાર્થરૂપે બતાવેલું વર્તન જરા પણ કરતો નથી, પરંતુ એક નવી જાતને જ સંસાર આરંભે છે. કેટલાક નામધારી શ્રીપૂ અને ગોરજીઓ તો ચારિત્રના પ્રાણભૂત ચતુર્થ વત ભંગ કરવા સુધીની હદે પણ પહોંચી જાય છે; તેઓને તો આ અધિકારમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી. શિથિલાચારી, એકલવિહારી, આધાકમી આહાર લેનાર વગેરેને કષ્ટભીરુ કહ્યા છે. પરીષહ-ઉપસર્ગથી ડરી જનારા યતિને ઉદ્દેશીને કહે છે કે આખી દુનિયાને કેળિયે કરી જનાર મૃત્યુ વાટ જોઈ રહ્યું છે, તેના દાંતમાંથી કોઈ બચ્યું નથી અને તેની પેલી બાજુએ ભયંકર અંધકારથી ભરેલ દુઃખનું જ સ્થાન અને કલ્પનામાત્રથી પણ શરીરને ધ્રુજાવનાર નરક દેખાય છે. આ બંને (મૃત્યુ અને નરક) વેશની દરકાર રાખતાં નથી; તેઓ એવાં નિર્દય છે કે કોઈને છોડતાં નથી, છતાં પણ પ્રથમના ત્રણ કલેકમાં ભાવાર્થ તરીકે કહ્યું તેવું આચરણ કરનાર મહાત્માઓ તો તેને પણ જીતી જાય છે કે પાછા ફરીવાર તેનાં દર્શન પણ ન કરે. ટૂંકામાં અજર-અમર થઈ જાય છે, માટે # જે દિ વટાતાં દફત્તે ૪ ઝિષરસુનિતિ Greતરમ | Page #341 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૬૮ શુદ્ધ ચારિત્ર ધારણ કરી મનમાં ખુશી થજે, માત્ર વેશથી રા ચીશ નહિ. સાધુપણાની ફરજ એક બાજુએ અને બીજી બાજુએ નારકી તથા મૃત્યુ ધ્યાનમાં રાખજે. ફરજ ભૂલ્યા બન્ને રાક્ષસે તૈયાર છે, એ મનમાં ચકકસ રાખજે. (૪; ૧૮૫) કેવળ વેશ ધારણ કરનારને તે ઊલટો દેષ वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् !, पूजां च वाञ्छसि जनाबहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ॥५॥(वसन्ततिलका) હે આત્મન ! તું વર્તન (ચારિત્ર) વગર માત્ર યતિના વેશથી જ મકકમ રહે છે (અહંકાર કરે છે, અને વળી લોકોની પૂજાની અપેક્ષા રાખે છે; તેથી ભેળા વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાથી પ્રાપ્ત થતા નરકમાં નું જરૂર જવાનું છે એમ લાગે છે. ખરેખર તું “અજાગલકર્તરી” ન્યાય ધારણ કરે છે.” (૫) વિવેચન–“ઉપધિ” ધર્મોપકરણરૂપ સાધુનાં વસ્ત્ર, પાત્ર વગેરેને સમૂહવાચક શબ્દ છે. લોકે વંદન-નમસ્કાર કરે એવી ઈચ્છા રાખવી અને અનેક પ્રકારની ઉપાધિ મેળવવા ઈરછા રાખવી, એ ગુણ વગર ઠીક નથી. વંદન કોને ઘટે? ઉપાધિ શા માટે રાખવાની છે? એ કાંઈ માજશેખનું સાધન નથી, એ તે સંયમગુણની વૃદ્ધિમાં અગવડ ન પડે, તે સારુ યોજેલ સાધન છે. આવા બાહ્યાચાર ઉપર વૃત્તિ રાખવી અને પિતાનું વર્તન જરા પણ ઊંચું ન રાખવું, એ પિતાને હાથે પિતાને વધ કરવા જેવું છે. જેવી રીતે બકરીને એક ખાટકીએ મારવા તૈયાર કરી અને તે સારું છરી શોધવા લાગ્યો. બીજેથી તેને છરી પ્રાપ્ત થઈ નહિ; પણ જાતિસ્વભાવથી બકરીએ ભૂમિ ઉખેડી, પિતે દીઠેલી છરી દાટી, ઉપર ધૂળ વાળી અને તે ભાગ ઉપર ગળું રાખી તે છરી છુપાવવાની બુદ્ધિએ બેઠી. પરંતુ એમ કરવા જતાં એ જ કાતિ વડે તેને નાશ થયો ! આ “અજાગલકર્તરી” ન્યાય છે. આવી રીતે પિતાના હાથથી જ પિતાને નાશ કરે એ અનુચિત વર્તન છે. માત્ર વેશ યતિને રાખે અને વર્તન છેટું રાખવું એથી દુર્ગતિરૂપ દુઃખ પોતાના હાથે મેળવવા જેવું થાય છે. શુદ્ધ ચારિત્રવાન પણ વંદન, નમસ્કાર કે ઉપધિની વાંછા કરતા નથી, પણ કદી તેઓ કરે તે નીતિની અપેક્ષાએ કાંઈ પણ વાજબી ગણાય, કારણ કે તેમ કરવાને તેઓનો હક્ક છે. પણ તે નામધારી ! તારે તે એક પણ બચાવનું સાધન નથી. (૫; ૧૮૬) બાહ્ય વેશ ધરવાનું ફળ जानेऽस्ति संयमतपोभिरमीभिरात्म-अस्य प्रतिग्रहमरस्य न निष्क्रयोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते, सौख्यञ्च दास्यति परत्र किमित्यवेहि ॥६॥ (वसंततिलका) મારા જાણવા પ્રમાણે હે આત્મન્ ! આવા પ્રકારના સંયમ અને તપથી તો (ગૃહસ્થ પાસેથી લીધેલાં પાત્ર, ભેજન વગેરે) વસ્તુઓનું ભાડું પણ પૂરું થતું નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ત્રયોદશ ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણું શું થશે? અને પરલોકમાં સુખ કેણ આપશે ? તેને હું વિચાર કર.” (૬) વિવેચન—ઉપર જણાવ્યું તેવી રીતે બાહ્યાચાર માત્ર વેશ રાખવામાં આવે અને તપ, સંયમ કાંઈ ન કરવામાં આવે અથવા તદ્દન બાહ્યાડંબર માટે કરવામાં આવે, તેનું ફળ શું તે અત્ર વિચારે છે. ગૃહસ્થ પાસેથી ભેજન, વસ્ત્ર, પાત્ર વગેરે યતિને મફત મળે છે, જેને માટે સૂરિમહારાજ કહે છે કે ઉક્ત દેખાવ માત્રથી કરાતા તપ-સંયમથી તે તેનું ભાડું પણ વળતું નથી, માટે હે યતિ ! તારું દેવું ફેડવા માટે પણ તારે તારું વર્તન બહુ જ ઊંચા પ્રકારનું રાખવાની જરૂર છે. જેઓ દુનિયાના ઉપદેશક હવાને દા કરતા હોય, તેનું ચારિત્ર તે એવું સરસ અને અનુકરણીય હોવું જોઈએ કે એમાં બે ભેદ પડે જ નહિ. બાહ્ય દેખાવ જુદો અને આંતર વર્તન તદ્દન જુદા પ્રકારનું, એ વાત શુદ્ધ દશામાં વર્તનારા જીવોની કલ્પનામાં પણ આવે નહિ અને લોકે પિતાને માટે શું ધારે છે, એ તો એના મનમાં ખ્યાલ પણ ન હોય. તેને કાંઈ ખ્યાલ હોય તે તે પિતાની ઊંચા પ્રકારની ફરજને ખ્યાલ હોય છે. આત્માના આ ભવ અને પરભવના સુખ માટે વેશ અને વર્તનની એકતા કરવાની ખાસ જરૂર છે. (૬; ૧૮૭) * * ૧૮૩-૧૮૭–આ પાંચ શ્લોકમાં બાહ્યાડંબર-વેશ ધારણ કરનારને માટે બહુ કહ્યું છે. ગોરજી, શ્રીપૂ, જતિ અને સંવેગી પક્ષમાં પણ કેટલાક માત્ર વેશધારી હોય, તેમણે આટલી હકીકત ઉપરથી બહુ બહુ સમજવાનું છે. દેરાધાગા કરી, ગૃહકાર્યાદિ સાવદ્ય કાર્યોમાં સલાહકારક બની, દષ્ટિરાગી ભગત બનાવી, મુગ્ધ પ્રાણીઓને ધર્મને નામે છેતરનાર, ધમને બહાને આજીવિકા ચલાવનાર, કેશનાં પટિયા પાડી ધર્મને દુનિયાની દષ્ટિમાં હલકે પાડનાર આવા મૂર્ખાઓ પિતાની જાતને સંસારસમુદ્રમાં પાડે છે અને સાથે ડોકમાં આશ્રિત જનને ડુબાડવાના પાપરૂપ પથ્થર બાંધે છે, તેથી ફરીને ઊંચા આવતા જ નથી. વળી, કેટલીક વાર સંવેગી પક્ષ જેવા શુદ્ધ પ્રવાહમાં પણ કેટલાક નાપસંદ કરવા લાયક દેખાવો જોવામાં આવે છે, સંભળાય છે. ખસૂસ કરીને તેના શુદ્ધ ગુરુજીઓના સમુદાયમાં પણ કેટલાકની સ્થિતિ પર ધ્યાન આપવાની બહુ જરૂર જણાય છે. વેશથી કાંઈ લાભ નથી અને તેથી લોકોને છેતરવારૂપ નુકસાન છે એ સ્પષ્ટ છે. વળી, આટલું લખતા સૂરિમહારાજ સારી રીતે જાણે છે કે વેશથી કોઈ વખત પ્રાણી શરમની ખાતરદેખાવ ખાતર-પણ અગ્ય રસ્તે જતાં અટકે છે. સાધુ-મહંત-ત્યાગી-વૈરાગી જેવા ભાવનામય જીવનને દેખાવ રાખ્યાથી જ લોકે મહાઉત્તમ વર્તનની આશા રાખે છે અને તે જ જગાએ જ્યારે કઈ પણ ચારિત્ર ન હોય, ત્યારે કેટલું ખેદ કરવા જેવું ગણાય, એ વિચાર કરવાથી સમજાઈ જાય તેવું છે. આ પાંચ ક અવશ્ય વિચાર કરવા લાયક છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ર૭૧ વર્તન વિનાનું લકરંજન: બોધિવૃક્ષને કુહાડે किं लोकसत्कृतिनमस्करणार्चनाये, रे मुग्ध ! तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्प्रमादो, बोधिद्रुमाश्रयमिमानि करोति पर्शन् ॥७॥ (वसन्ततिलका) “તારા ત્રિકરણ ચોગ વિશુદ્ધ નથી છતાં પણ લોકો તારો આદરસત્કાર કરે, તને નમસ્કાર કરે, અથવા તારી પૂજા-સેવા કરે, ત્યારે તે મૂઢ! તું શા માટે સંતોષ માને છે ? સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત બેધિવૃક્ષનો જ છે; તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદિથી થતા સંતેષાદિ પ્રમાદ આ(લેકસત્કાર વગેરે)ને કુહાડા બનાવે છે.” (૭). વિવેચન-મનની અસ્થિરતા ઓછી થઈ નથી, વચન પર અંકુશ આવ્યો નથી, કાયાના યે કાબૂમાં નથી અને તેમ છતાં પણ લોકે વંદન, પૂજન, ભક્તિ કરે ત્યારે, તારા મનમાં આનંદ આવે છે, એ કેટલું બેટું છે ! હે સાધુ! તેવાં વદન, પૂજન ઉપર તારે હક્ક શું છે? તું જરા સમજ કે આ સંસાર એ સમુદ્ર છે. એમાં જે ડૂબે છે તેને છેડે અનંત કાળે પણું આવતું નથી, છતાં તેમાંથી બચવા માટે બોધિવૃક્ષ-સમ્યક્ત્વતરું , પ્રાપ્ત થઈ જાય તે બચાવ થાય છે, પરંતુ તેને પ્રમાદ થાય છે તે શિથિલતાને લીધે આ વદન, નમસ્કાર ઉપર કહેલા વૃક્ષને કાપી નાખવામાં કુહાડાનું કામ કરે છે. વૃક્ષને નાશ થયે અને તેથી કરીને એ વૃક્ષને એક વખત પણ આશ્રય તને ન મળે, પછી તું સંસારસમુદ્રમાં ઘસડાઈ જઈશ. ત્યાં તને કેઈ પણ પ્રકારને આશ્રય મળશે નહિ. તારા શુદ્ધ વેશથી તારી જવાબદારી કેટલી વધે છે તેને તું વિચાર કર. દુનિયા તારી પાસેથી તારી પ્રતિજ્ઞાને અનુસારે કેટલા ઊંચા વતનની આશા રાખે, તેને ખ્યાલ કર. હે મુનિ ! જરા અંતરંગ ચક્ષુ ઉઘાડ. આ રોગ-આવી સામગ્રી-તને ફરી મળવી બહુ મુશ્કેલ છે. ડહાપણ વાપરી સમયનો ઉપયોગ કર. ઉપલક્ષણથી, મુનિને અધિકાર છતાં પણ, શ્રાવકે ખાસ આ લેકના ભાવાર્થથી વિચાર કરી સમજવાનું છે કે શ્રાવકપણાને કેળ ધારણ કરી ગુણ સિવાય, મારામારી કરી, ધમાધમીથી નકારસી આદિના જમણ જમવાં, અનેક પ્રકારની પ્રભાવનાઓ વગર ઉકે, અનીતિથી, વગર ગુણે, એક વખતથી પણ વધારે વખત લેવાની તુચ્છતા કરી, તેના હકદાર તરીકે પોતાના આત્માને માનવ, એ બહુ વિચારવા જેવું છે. આ વિચાર શ્રાવકે પણ પિતાના આત્માને માટે આ અધિકારમાં દરેક સ્થળે કરવાનો છે. (૭; ૧૮૮) લોકસત્કારને હેતુ, ગુણુ વગરની ગતિ गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान् । વિના પુન વેવમૂવિમર્ષિ વ, તત¥વના તવ માવિની જતિ ના થરાથવિત્ર) * વાસક્ષેપ, બરાસ વગેરે ઉત્તમ ગધેથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] અધ્યાત્મકલ્પમ [ ત્રયોદશ આ લેકે તારા ગુણોને આશ્રયીને તને નમે છે અને ઉપધિ, ઉપાશ્રય, આહાર અને શિષ્ય તને આપે છે. હવે જે ગુણ વગર ઋષિ(યતિ)ને વેશ તું ધારણ કરતા હઈશ તે ઠગના જેવી તારી ગતિ થશે.” (૮) વિવેચન–અર્થ સ્પષ્ટ છે. તારા સેવકે સારાં કપડાં તને આપવા ઇરછે છે, ઘરમાં સારી વસ્તુ કરે તે તેને પ્રથમ આમંત્રણ કરે છે, પિતે ઝુપડામાં રહે છતાં તને મહેલ જેવા ઉપાશ્રયે રહેવા આપે છે અને છેવટે પિતાનાં વહાલાં પુત્ર-પુત્રીને પણ તારા શિષ્યપણે અર્પણ કરી દે છે; એ બધું તારામાં સાધુપણાના ઉત્તમ ગુણે અને દશ યતિધર્મો છે, એમ ધારીને આપે છે. આ ગુણે વગરના તારા જીવનને તે દંભી-પાપી-ધુતારાની ઉપમા અપાય અને જિંદગીનું ફળ પણ તેવું જ મળે. (૮; ૧૮૯). ૧૮૮-૧૮૯–આ બન્ને કલોકેમાં લેકરંજનથી અટકી મુનિપણને ગુણ ગ્રહણ કરવા ઉપદેશ કર્યો છે. દંભ-કપટ વગેરે કરીને બહારથી દેખાવ કરનારને આ ઉપરથી બહુ સમજવાનું છે. સ્વમાન( self-respect)ના રૂપમાં આ જમાનામાં દંભને સારું રૂપ આપવામાં આવે છે. બુદ્ધિમાન યતિએ તેમાં દંભ ક્યાં છે તે સમજી જવું જોઈએ. આ મીઠે અવગુણ બેધિવૃક્ષને ઘાત કરે છે અને પ્રાણીને પિતાની ખરી ફરજ શી છે તેને ખ્યાલ આવવા દેતા નથી. દરેક યતિ-સાધુએ યાદ રાખવું કે તેનું કામ લોકોને કેવળ ખુશી કરવાનું નથી, પણ બરાબર શુદ્ધ માગે દેરવાનું છે. દુનિયાના ઉપદેશક હોવાને દા કરી એકાંતમાં કુકમ કરે, એવા શેખીનેને માટે તે અધેલક તૈયાર છે, પણ અત્ર કલ્પેલા મુનિવર્ય તે મનમાં પણ ખરાબ વિચાર લાવે નહિ અને કાયાનું વર્તન તો બહુ જ શુદ્ધ રાખે. આવા મુનિ તે જ સાધુ કહેવાય. બાકી તે યતિના જતિ અને ગુરુજીના ગારજી થઈ ગયા છે, તે શબ્દની માફક વર્તનમાં પણ અપભ્રંશ બતાવે છે. વીર પરમાત્મા શુદ્ધ પવનને ફેલા કરે ! લકરંજન એ વાસ્તવિક રીતે શું છે? લકે થોડે વખત કહે કે અમુક યતિ સારા છે, એમાં વળ્યું શું? જ્યાં સર્વ સુખદુઃખને આધાર કર્મબંધ ઉપર છે, ત્યાં બાહ્ય દષ્ટિની કિંમત કેવળ મીંડા માત્ર છે. વળી, બને છે એમ કે, શુદ્ધ વર્તનવાળા પુરુષને કેટલાંક કારણસર કેટલીક વાર નુકસાન જાય છે ત્યારે કે તેની નિંદા કરે છે, પણ સાધુને તેવું કાંઈ હેતું જ નથી. શ્રી મલ્લિનાથના સ્તવનમાં ઉપાધ્યાયજીએ લકરંજન અને કેન્સર ૪ આ શ્લેક પરથી વૈરાગ્યવાન પુત્ર-પુત્રીને શિષ્ય તરીકે વહેરાવવાને પ્રચાર અગાઉ હતો એમ જણાય છે. એ બાબતમાં ગૃહ અને માતા ઉદારચિત્ત રહેતાં હતાં; તેમ જ સાધુઓ પણ શિષ્યને વહોરી લેતા હતા, એમ જણાય છે. એ સંબંધમાં હીરવિજયસૂરિ વગેરેનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એ સંબંધમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય એગશાસ્ત્રમાં ત્રીજા પ્રકાશને છેડે સાત ક્ષેત્રના નિરૂપણમાં પુત્ર-પુત્રી વહેરાવવાને ક્રમ સ્પષ્ટ બતાવે છે અને તે જ વિષયમાં શ્રી માનવિજયજી ઉપાધ્યાય ધર્મ સંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ Page #345 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૭૩ રંજનનો તલ કરી લોકોત્તર રંજનને પ્રાધાન્ય આપ્યું છે. અનંત કાળચક્રના રેલામાં ઘસડાઈ જનાર પામર જીવ ! તારા માની લીધેલા નાના સર્કલના ઉપર ઉપરના વખાણ માટે તું બધું ગુમાવી દેવાની ભૂલ કરીશ નહીં. - યતિપણાનું સુખ અને ફરજ नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, *नो राजभीश्च भगवत्समयं च वेसि । शुद्ध तथापि चरणे यतसे न भिक्षो ! तत्ते परिग्रहभरो नरकार्थमेव ॥ ९॥ (वसन्ततिलका) તારે આજીવિકા, સ્ત્રી, પુત્ર વગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની બીક નથી અને ભગવાનના સિદ્ધાંતે તું જાણે છે અથવા સિદ્ધાંતનાં પુસ્તકે તારી પાસે છે, છતાં પણ હે યતિ ! જે તું શુદ્ધ ચારિત્ર માટે યત્ન કરીશ નહીં, તે પછી તારી પાસેની વસ્તુઓને ભાર (પરિગ્રહ) નરક માટે જ છે.” (૯) વિવેચન–તારે બે-પાંચનાં પેટ ભરવાં નથી, સ્ત્રી સારુ સાડી કે બંગડીઓ લેવી નથી, પુત્રનું વેવિશાળ કે તેનાં લગ્ન કરવાં નથી કે કુટુંબની અનેક ઉપાધિઓ કરવી પડતી નથી; તારે કમાવાની માથાકૂટ નથી અને સખ્ત હરીફાઈના જમાનામાં તારે હાથ પણ હલાવે પડતો નથી; તારી પાસે મોટી પૂંજી પણ નથી, કે અગાઉના વખતમાં જેમ રાજ્ય તરફથી ભય હતો અને હાલના વખતમાં નકામા કજિયાના ખરચમાં લૂંટાવાને ભય છે, તે ભય તારે હેય. આ સર્વ ઉપરાંત તે જ્ઞાની છે, સમજુ છે, શાસ્ત્રવિદ્ર છે અને વીર પરમાત્માએ સર્વ સમયને અનુકૂળ થાય તેવા બતાવેલા સિદ્ધાંતનું રહસ્ય જાણનાર છે; આટલી સગવડ છતાં પણ જે તું શુદ્ધ ચારિત્ર પાળતું નથી, તો પછી તારું ભવિષ્ય અમને તે સારું લાગતું નથી. તું તારી પાસે નકામે સંચય શા માટે કરે છે? તું પરિગ્રહના ભારમાં દબાઈ જઈ નરકમાં જઈશ. અત્ર કહ્યો છે તે સામાન્ય પરિગ્રહ વસ્ત્ર, પાત્ર, ઉપધિરૂપ જ સમજ. પંચ મહાવ્રતધારી હેઈ, જેઓ પૈસા કે સ્ત્રીને પરિગ્રહ કરે છે તે પ્રત્યક્ષ દુરાચારી છે. ગાડીડા રાખે, વાડી-ખેતર રાખે, છડી પોકરાવે અને પધરામણુએ કરાવે, તેની વાત સૂરિમહારાજ બાજુ ઉપર જ મૂકે છે. જેનધર્મનું બંધારણ બહુ જ ઉત્તમ છે, સાધુ અને શ્રાવકના વ્યવહાર બહુ વિચારીને બંધાયેલા છે. તેમાં કેટલાક પેટભરા બગાડો કરી પિતાની જાતને સંસારના અનંત પ્રવાહમાં ઘસડાવે છે ! (૯ ૧૯૦.) જ્ઞાની પણ પ્રમાદને વશ થાય, તેનાં બે કારણે शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि+ गृहिणीपुत्रादिवन्धोज्झितोऽप्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । * नो राजभी/रसि चागमपुस्तकानीति वा पाठः ।+ दृढव्रतोऽपीति पाठः। અ, ૩૫ Page #346 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકપમ तन्मोह द्विषतस्त्रिलोकजयिनः काचित्परा दुष्टता, बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ॥ १० ॥ ( शार्दूलविक्रीडित ) “ શાસ્ત્રને જાણનારા હાય, વ્રત ગ્રહણ કરેલાં હાય, તથા સ્ત્રી પુત્ર વગેરેનાં અ`ધનથી મુક્ત હોય, છતાં પ્રમાદને વશ પડીને પારલૌકિક સુખરૂપ લક્ષ્મી માટે આ પ્રાણી કાંઇ યત્ન કરતા નથી, તેમાં ત્રણ લેાકને જીતનાર માહ નામના શત્રુની કોઈ અવાચ દુષ્ટતા કારણુરૂપ હાવી જોઈએ, અથવા તા તે નરપશુ અગાઉ આયુષ્ય ખધેલ હોવાને લીધે જરૂર દુગતિમાં જનાર હોવા જોઈએ.” (૧૦) ૨૦૪ ] વિવેચન—ઉપરના શ્લોકમાં કહ્યુ` તેમ, હે યતિ ! તારે સગા બહુ અનુકૂળ છે, દુનિયાના સામાન્ય માણસે કરતાં તારી સ્થિતિ બહુ સારી છે. વળી, તું જ્ઞાની છે, વ્રતધારી છે, ગૃહ કે સ્ત્રીનાં બંધનથી રહિત છે, છતાં પણ તારી ક્રજ બજાવતા નથી અને અસ્તવ્યસ્તપણે ઇંદ્રિય-અવ્ા જ્યાં ઉપાડી જાય ત્યાં જાય છે તેનુ કારણ શું ? મને તેા લાગે છે કે જે માહરાજા પેાતાનું સામ્રાજ્ય ચલાવી આ આખા જગતને પ્રમાદ-મદિરાનુ પાન કરાવી નચાવે છે, તેણે તને પણ છટકવા દીધા નથી; તું પણ તેના પજામાં સપડાઇ ગયેલા છે અથવા તે તુ અવશ્ય નર૪માં જનારી છે. [ ત્રયાશ બન્ને કારણામાં વાત એકની એક જ છે, માહવશ પ્રાણી ઈંદ્રિયદમન, આત્મસ‘યમ કરી શક્તા નથી અને તેથી પ્રશસ્ત ઉદ્યમ થતા નથી, આયુષ્ય'ધ ભાગવ્યા વિના છૂટકો નથી, છતાં પણ અસાધારણ વીર્યાહ્વાસ ફારવે તા સંજોગાને એવા અનુકૂળ કરી મૂકે કે તે અશુભ આયુષ્ય ભાગવતી વખતે, પાછી ફરીને અશુભ કર્મોની સંતતિ ઉત્પન્ન ન થાય. હે મુનિ ! તારા સરખા પવિત્ર ઋષિ-સન્યાસીએ તેા માહ-મારાપણાની બુદ્ધિના અને હુંપણાના ત્યાગ કરવા જોઈ એ. (૧૦૬ ૧૯૧ ) યતિ સાવદ્ય આચરે તેમાં સૃષાક્તિના પણ દોષ उच्चारयस्यनुदिनं न करोमि सर्वे, सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवञ्चनभारितात्तत्, सावद्यतो नरकमेव विभावये ते ॥ ११ ॥ ( वसन्ततिलका) “તું હમેશાં દિવસ અને રાતમાં થઇ નવ વાર ‘કરેમિ ભંતેને પાઠ ભણતાં ખેલે છે કે હું સર્વાંથા સાવદ્ય કામ ડુિ કરુ' અને પાછા વારવાર તે જ કર્યા કરે છે. આ સાવદ્ય કર્મો કરી. તુ ખાટુ' ખેલનાર થવાથી પ્રભુને પણ છેતરનાર થાય છે અને તે પાપના ભારથી ભારે થયેલા તારે માટે તે નરક જ છે એમ હું ધારુ છું.” ( ૧૧) વિવેચન-મિ મંતે ! નામા સબ્ધ સાયાનોનું વામિ નાયીયાપ તિષિદ્ ત્તિનિર્દેન ત્યાર એટલે આ આખા જીવનમાં મન, વચન, કાયાથી સ સાવદ્ય કાર્ય જાતે કરીશ નહિં, ખીજા પાસે કરાવીશ નહિ અને કરનારાઓને મનમાં સારા જાણીશ નહિ—— Page #347 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ર૭પ, એવી રીતના શબ્દો તું દરરોજ બને ટંકના પ્રતિક્રમણમાં અને પિરિસિ ભણાવતાં વારંવાર બોલે છે અને છતાં પણ પાછું વર્તનનું ઠેકાણું રાખતું નથી, એ તે સ્પષ્ટ રીતે ગેરવ્યાજબી લાગે છે. એથી તે તું બેવડે ભારે થાય છેઃ સાવદ્ય કર્મથી તને પાપ લાગે છે અને અસત્ય વચન બોલવાથી પણ પાપ લાગે છે. વચન અને વર્તન એકસરખાં પ્રવર્તાવવાં જોઈએ. જ્યાં મન-વચન-કાયાની ત્રિપુટી ત્રણ રસ્તા લે ત્યાં દુઃખના દરિયા ઊછળે છે. વચન-દેખાવ-ઉપદેશ જુદા પ્રકારનો કર અને વર્તન વિપરીત રાખવું એથી પરભવમાં અનેક જાતની માનસિક ઉપાધિઓ ઉપરાંત નરકના જેવી મહાભયંકર શારીરિક પીડાઓ ભોગવવી પડે છે અને આ ભવમાં પણ દેખાવ જાળવી રાખવા કેટલીક બેટી ખટપટ કરવી પડે છે. વિદ્વાને કહી ગયા છે કે – यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रियाः । चित्ते वाचि क्रियायां च, साधूनामेकरूपता ॥ એટલે જેવા વિચાર તેવી જ વાચા અને વાચા તેવું જ વર્તન : એવી રીતે સાધુને મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં એકીભાવ હોય છે. અત્ર એટલું જણાવવું આવશ્યક થઈ પડશે કે અભ્યાસદશામાં જેવી વાણું તેવું જ સર્વથા વર્તન હોઈ શકતું નથી, પણ શુદ્ધ ચિત્તથી મનમાં તે વતન પિતામાં હવાને દાવો કર્યા સિવાય અને ઓટો ડોળ કર્યા સિવાય અભ્યાસ કરવામાં બાધ નથી. (૧૧; ૧૯૨) યતિ સાવધ આચરે તેમાં પરવચનનો દોષ वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुक्षे च शेषे च सुखं विचेष्टसे, भवान्तरे ज्ञास्यसि तत्फलं पुनः ॥१२॥ (उपजाति )* વેશ, ઉપદેશ અને કપટથી છેતરાયેલા ભદ્રિક લોકો તેને હાલ વાંછિત વસ્તુઓ આપે છે, તું સુખે ખાય છે, સૂવે છે અને ફરતે ફરે છે, પણ આવતા ભવે તેનાં ફળ જાણીશ.” (૧૨) વિવેચન—ઉપર ચેથા અને પાંચમા શ્લોકમાં આ બાબતમાં બહુ કહ્યું છે. હે યતિ ! ભદ્રિક જી તને ગુણવાન ધારીને પિતે ન ખાય તેવી વસ્તુઓ તને ખાવા માટે આપે છે, તેમ જ તને દરેક પ્રકારની સગવડ કરી આપે છે, તેને તુ ગેરલાભ લે છે સાધુ પણાને યોગ્ય તારું વર્તન ન હોય તો તારે તે વસ્તુ પર કઈ પણ પ્રકારને હક્ક નથી. હક વગર તું કાંઈ પણ ગ્રહણ કરીશ તે દેવાદાર થઈશ અને તે ઉપરાંત દંભ કરવાથી મહાદુર્ગતિમાં જવું પડશે. જદ્રવંશા અને વંશસ્થને સંકર થવાથી એક ઉપજાતિ થાય છે. આ ઉપજાતિ તે જાતને છે. જુઓ છંદેનુશાસન. Page #348 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ] અધ્યાત્મકલ્પકુમ [ ગયેશ દંભ કરનારને ભવાંતરે તે મહાકષ્ટ થાય છે અને અત્રે પણ બહુ ઉપાધિ થઈ પડે છે ઃ ખોટો દેખાવ જાળવી રાખવા અનેક ખટપટો કરવી પડે છે, અસત્ય બોલવું પડે છે, ખુશામત કરવી પડે છે અને છતાં પણ ખુલ્લા પડી જવાના ચાલુ ભયમાં રહેવું પડે છે. ઉપરના શ્લોકમાં કહેલી હકીકત ઉપાધ્યાયજી ટૂંકા શબ્દોમાં કહે છે : “જે જઠે દીએ ઉપદેશ, જનરજનને ઘરે વેશ, તેને જુઠો સકળ કલેશ હે લાલ-માયામાસ ન કીજે.” ત્યારે ઉપદેશ અને વર્તન જુદાં રાખવાં એ માયામૃષાવાદ થયે એટલી વાત હાલ તુરત ધ્યાનમાં રાખવી . આગળ ઉપર પ્રસંગે એ બાબત પર વધારે ખુલાસે થશે. (૧૨;૧૯૩) સયમમાં યત્ન ન કરનારને હિતબોધ आजीविकादिविविधातिभृशानिशार्ताः, कृच्छ्रेण केऽपि महतैव सृजन्ति धर्मान् । तेभ्योऽपि निर्दय ! जिघृक्षसि सर्वमिष्ट, नो संयमे च यतसे भविता कथं ही?॥१३॥(वसंततिलका) આજીવિકા ચલાવવી વગેરે અનેક પ્રકારની પીડાઓથી રાતદિવસ બહુ હેરાન થતા કેટલાક ગૃહસ્થ મહામુશ્કેલીએ ધર્મકાર્યો કરતા હોય છે, તેઓ પાસેથી પણ છે દયાહીન યતિ ! તું તારી સર્વ ઈષ્ટ વસ્તુઓ મેળવવા ઈચ્છા રાખે અને સંયમમાં યત્ન કરતું નથી, ત્યારે તારું શું થશે ? (૧૩) વિવેચન–સૂરિ મહારાજ અત્ર બેવડી દયાના ખ્યાલમાં છે. બિચારા ભદ્રિક શ્રાવકે મહામુશ્કેલીમાં પૂરું કરતા હોય છે, તેવા સામાન્ય સ્થિતિના શ્રદ્ધાળુ બંધુઓ પણ સાધુને જોઈને પોતાની સારામાં સારી વસ્ત્રપાત્રાદિ વસ્તુ આપી દેતાં અચકાતા નથી. આવા ખરા પરસેવાથી મેળવેલા દ્રવ્યથી ખરીદેલી વસ્તુઓ તું લે છે અને તારા પિતાના ફરજના કાર્યમાં તું સુસ્ત રહે છે ! તું ઇદ્રિને સંયમ કરતું નથી કે મન પર અંકુશ રાખતા નથી, કે પાંચ મહાવ્રત બરાબર નિરતિચારપણે પાળતું નથી. ત્યારે હે યતિ ! તું જરા વિચાર કર કે તારા આવા વર્તનનું શું પરિણામ આવશે ? દુનિયાનો વ્યવહાર છે કે દૂધ પીવાની ઈચ્છા રાખનાર બિલાડી હવને જ જુએ છે, પણ માથે પડનારી ડાંગને જતી નથી. પરંતુ ઘણીનું કાર્ય કરી પિતાની ફરજ બજાવી, સૂકે રેટ પણ કેટલે સ્વાદિષ્ટ લાગે છે તેને તું અનુભવ કરજે, અથવા અનુભવથી જાણી લેજે; તારી પિતાની તારા તરફ ફરજ શી છે તે વિચારજે અને સાથે સાથે સર્વ જી તરફ તારી ફરજ શી છે તેને ખ્યાલ કરજે. કેટલીક વાર સાધુને ન છાજતાં વર્તન કઈ કઈ વ્યક્તિમાં જોવામાં આવે છે. મહાવ્રતને ભંગ થતે જોવામાં આવે છે, અથવા અભિમાનથી અન્ય ગુણવાનને નહિ નમવાપારું, સ્વદેષઢાંકણ અને દંભની હકીકત સાંભળવામાં આવે છે. દુનિયાની સ્થળ મર્યાદાથી ૪ દંભને માટે પ્રકરણરત્નાકર પ્રથમ ભાગમાં છાપેલા અધ્યાત્મસારને ત્રીજો અધિકાર જુઓ. Page #349 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૭૭ ઊંચી સપાટી પર ગયેલા હે યતિવર્ય! આ સર્વ સંસારને હેતુ છે. આવા વર્તનમાં લાભ નથી, પણ એકાંત હાનિ છે. તારાં કપડાંથી મોક્ષ મળવાનું નથી. મનને જયારે સંયમરંગ લગાડીશ ત્યારે જ આરે આવવાનું છે. બાકી તે દંભબુદ્ધિથી જે વેશ પહેરે, એ માત્ર નાટક ભજવવા જેવું છે. (૧૩; ૧૯૪) નિગુણ મુનિની ભક્તિથી તેને તથા ભક્તોને ફળ થતું નથી आराधितो वा गुणवान् स्वयं तरन् , भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः फलं तवैषां च किमस्ति निर्गुण ? ॥१४॥ | (સંવંરા અને વંરાથ-જ્ઞાતિ) આ ગુણવાન પુરુષની આરાધના કરી હોય, તે તે ભવસમુદ્ર તરે ત્યારે આપણને પણ તારશે, એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણું માણસે તારે આશ્રય કરે છે તેથી હે નિર્ગુણ ! તને અને તેઓને શું લાભ છે?” (૧૪) વિવેચન–આ સાધુ ગુણવાન છે એમ ધારી કેટલાક શ્રાવકે ભક્તિભાવથી તને વહોરાવે છે, પણ તેથી તેઓને પુણ્યબંધ થશે, એમ કપી, તેના કારણભૂત થવાથી તેને પુણ્યબંધ થશે, એમ તું ધારતો હો તે તારી ભૂલ છે, કારણ કે તારામાં તેમણે ધારેલા સારા ગુણે જરા પણ નથી. તારામાં ગુણ હોય અને ભવસમુદ્ર તરવાની શક્તિ હોય તે જુદી વાત છે; બાકી ખાલી કલ્પનાઓ કરવામાં તને કાંઈ પણ લાભ થવાને નથી, એટલું જ નહિ પણ, હવે પછીના શ્લેકમાં જણાવવામાં આવશે તેમ, તારા આ વર્તનથી તે તને પાપનો બંધ જ થશે. બિચારા અલ્પજ્ઞાની છે ભદ્વિકભાવથી તારે ધર્મબુદ્ધિએ આશ્રય કરે છે, તે સંસારસમુદ્ર તરવામાં તારી સહાયની ઈરછાથી કરે છે. એવી સહાય તે તું કાંઈ આપતો નથી, આપી શકતા નથી, ત્યારે તને શું લાભ થાય ? (૧૪; ૧૫) નિર્ગુણ મુનિને ઊલટે પાપબંધ થાય છે स्वयं प्रमादैनिपतन भवाम्बुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि ? प्रतारयन् स्वार्थमृजून शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ॥१५॥ (वंशस्थविल) તું પિતે પ્રમાદ વડે સંસારસમુદ્રમાં પડતે જાય છે, ત્યાં પિતાના ભક્તોને તું કેવી રીતે તારવાનું હતું ? બિચારા મેક્ષાથી સરળ જીને, પિતાના સ્વાર્થ માટે છેતરીને, પિતાથી અને અન્ય દ્વારા પાપ વડે તું ખરડાય છે. (૧૫) વિવેચન–મોક્ષ મેળવી સંસારજાળથી ફારગત થવાની ઈચ્છાવાળા સરળ જીવો તારો આશ્રય કરી તારા ઉપદેશ પ્રમાણે વર્તન કરે છે, તેઓને છેતરીને તું “અન્ય દ્વારા” પાપબંધ કરે છે અને તે લીધેલાં પચ્ચખાણ (મહાવ્રતો)ને વિષય-કષાયાદિ પ્રમાદસેવનથી ભંગ કરી “પિતાથી” પાપબંધ કરે છે. આવી રીતે હે મુને ! તું નિર્ગુણ છે Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] અધ્યાત્મકલ્પમ [બાદ તેથી તને લાભ થતું નથી એ તે નિઃસંશય છે, તારા જેવા દંભી અને લેકસત્કારના અથીને વસ્ત્ર કે અન્ન આપવાથી આપનારને લાભ થાય અને તેનું નિમિત્ત તું હોવાથી તને લાભ થાય, એવો દાંભિક ખ્યાલ છોડી દે અને સમજી લેજે કે આવા વર્તનથી તે તું બેવડો ભારે થાય છે, મહાપાપ-પંકમાં ખરડાય છે અને અનેક મે સુધી ઊંચે આવી શકે નહિ, એવા સંસાર-સમુદ્રમાં ગળે પથ્થર બાંધીને ડૂબતો જાય છે. હે યતિ ! તારા હાથમાં સંસારસમુદ્રને તરવાનું વહાણ આવી ગયું છે. તેને આવી રીતે વાપરવાની તારી મૂખતા તજી દે, કપ્તાન થા, પવન છે અને પેલે છેડે મેક્ષનગર છે, તે સાધ્યબિંદુ નજરમાં રાખી ત્યાં પહોંચવા યત્ન કર ! વચ્ચે ખરાબા કે ડુંગરે આવે છે તે ધ્યાનમાં રાખ અને મનમાં હિંમત રાખ. આ નૌકાનો જે સાધુ ઉપયોગ કરતા નથી અને તેને સ્વતઃ નાશ કરી બચાવનાં સાધનોને જ ઊલટાં ડુબાડવાનાં સાધનોમાં ફેરવી નાખે છે, તે કઈ પણ રીતે પિતાને તેમ જ પોતાના આશ્રિતને કલ્યાણનો માર્ગ લેતા નથી અને સંસાર સમુદ્રમાં રખડ્યા કરે છે અથવા તળિયે જઈને બેસે છે. (૧૫, ૧૬) નિર્ગુણને થતા ઋણુનું પરિણામ गृह्णासि शय्याहृतिपुस्तकोपधीन, सदा परेभ्यस्तपसस्त्वियं स्थितिः । तत्ते प्रमादाद्भरितात्प्रतिग्रहै-ऋणार्णमग्नस्य परत्र का गतिः ? ॥ १६॥ ( उपजाति) તું બીજાઓ પાસેથી વસતિ (ઉપાશ્રય), આહાર, પુસ્તક અને ઉપાધિ ગ્રહણ કરે છે. એ સ્થિતિ તે તપસ્વી લેકની (શુદ્ધ ચારિત્રવાળાઓની) છે (એટલે એ લેવાને હક્ક તપસ્વી લોકોને છે); તું તે વસ્તુઓનો સ્વીકાર કરીને પાછો પ્રમાદવશ પડી જાય છે, ત્યારે મોટા દેવામાં ડૂબેલા એવા તારી પરભવે શી ગતિ થશે?” (૧૬) વિવેચન-કર્તા કહે છે કે હે મુનિ ! તું તે બેવડા દેવામાં ડૂબતો જાય છે. એક તે ચારિત્ર ગ્રહણ કરીને પ્રમાદ સેવે છે અને શુદ્ધ ચારિત્ર પાળ્યા વગર આહાર વગેરે લે છે, તેથી દેવામાં ડૂબેલે માણસ જેમ ઊંચું માથું કરી શકતા નથી, તેવી તારી ગતિ થશે. (૧૬, ૧૯૭) * * ૧૯૯૨-૧૯૭– છેલ્લા + છ કલેકમાં બતાવેલ ઉપદેશ બહુ વિચારવા યોગ્ય છે. જરૂરગ વસ્તુ, પાત્ર, પુસ્તકાદિ ધર્મોપકરણ સિવાય પરિગ્રહ ન રાખવા માટે મુનિને ખાસ ઉપદેશ છે. મુનિમાર્ગ મહામુકેલ છે એ શંકા વગરની વાત છે, પરંતુ એક વખત તે માર્ગની ફરજો માથે લીધા પછી તેને અનુસારે વર્તન કરવાને જીવ પ્રતિજ્ઞાથી બંધાય છે, એટલું જ નહિ પણ, તે ધોરણથી જે જરા પણ પાછા પડે તે મહાકર્મબંધ કરે છે. સૂરિમહારાજ કવચિત્ કઠોર ભાષાનો ઉપયોગ કરે છે તે સહેતુક છે અને લાયક 1 . * આ ઉપસંહારને કેટલેક ભાગ એક વિદ્વાન મુનિરાજ તરફથી પૂરા પાડવામાં આવ્યું છે, તેથી જેમ તે કીમતી છે, તેમ જ તે મનન કરવા ગ્ય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ]. યતિશિક્ષા [ ૨૭૮ પુત્રને કંઈ પણ નહિ જેવી ભૂલ થતાં, ભવિષ્યમાં તેવી ભૂલ ન થવા માટે, જેમ ઠપકે આપવામાં આવે છે તેના જે એ ઠપકે છે. ભૂલ વખતે ઠપકો મળતાં બુદ્ધિમાન શિષ્ય ભૂલ સુધારવા પ્રયાસ કરે છે, પણ પિતે ધારણ કરેલી ધૂંસરી તજી દેતા નથી, તેમ આ ઉપદેશથી ભૂલ સુધારવાની જરૂર છે, પણ તેથી કંટાળે ખાઈ, સર્વ સંયમભાર છોડી દઈ, માથે ફેટ-પાઘડી બાંધી, ગૃહસ્થી થઈ એશઆરામ કરવા-કરાવવા આ ઉપદેશને ઉપયોગ કરવાનું નથી. સાધ્ધ દશામાં રહીને જ સિદ્ધ દશા પ્રાપ્ત કરાય છે. સાધ્ય દશા અને સિદ્ધ દશા વચ્ચેનો તફાવત ધ્યાનમાં રાખી, આ ઉપદેશને સારરૂપે પરિણાવવામાં આવે તે જ લાભ થવાનો સંભવ છે, નહીંતર તે “શાસ્ત્ર’માંથી એક કાને કાઢી નાખતાં “શસ્ત્ર’ બની જાય તેવું બને, શાસ્ત્રમાં આપેલાં અશુદ્ધ અભ્યાસક્રમનાં વચને અને આવા ઉપદેશનાં સખત વચનેની પૂર્વાપર અવિરધીપણે વ્યવસ્થા બાંધવાની અને વિચારવાની આ જમાનામાં ઘણી જરૂર છે. મૂળ તથા ઉત્તરગુણ સંબંધી દૂષણે સેવવાની દિન ૫ર દિન વૃદ્ધિ થતાં, જે કેઈ પણ પ્રકારની સાધ્યદષ્ટિ ન રહે અને કેવળ “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા ?” એ કહેવતની માફક બુદ્ધિ થાય, તે સર્વથા મનુષ્યભવ એળે ગુમાવવા કરતાં અધ્યાત્મસારના ત્રીજા અધિકારમાં બતાવેલાં ઉપાધ્યાયજી મહારાજનાં વચનને અનુસરી શાસ્ત્રોક્ત પ્રકારે વેશ છેડી દઈ, ઉત્તમ શ્રાવકપણું અંગીકાર કરી લઈ જન્મનું સાફલ્ય કરવું. વેશ છોડવાથી આત્માનું તદ્દન બગડી જશે તેમ લાગે અગર તે વેશને આગ્રહ છૂટે નહિ, તે સદરહુ અધિકારમાં તે જ મહાત્માએ બતાવેલા માર્ગને અનુસરી સંવેગપક્ષ ધારણ કરીને પણ, આત્મહિતની દષ્ટિ ચૂકવી નહિ અને નિશ્ક કે અતિ પ્રમાદી થઈ સાધ્યદષ્ટિ રહિતપણે અનંતે સંસાર ઉપાર્જન કરવો નહીં. કવચિત્ કર્મ ઊછાળે મારતાં અમુક અનાચરણરૂપ દૂષણો લાગી જાય, તેથી વેશ છેડી દેવાની બિલકુલ જરૂર નથી. જે તેમ હોત તે તે પછી દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત આગમમાં કહેવાની જરૂર રહેત જ નહિ. પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય, છતાં પણ વારંવાર મોહના ઊછાળાથી તેનું તે જ અનાચક્ષુ, શાસન-ઊડાહના નિરપેક્ષ થઈ સેવ્યા કરી અનંત કાળચક્ર સુધી બેલિબીજનું દુર્લભપણું થવા દેવું, તેના કરતાં તે સંવેગ પક્ષીપણું સ્વીકારવું એ એકાંત આત્માને હિતકારી થાય, એમાં સંશય કરવા જેવું નથી. આ સંબંધમાં વિચાર રહિત ન થતાં તેમ જ સ્વેચ્છાએ પ્રવૃત્તિ ન કરતાં તેવા ગૂંચવાડા વખતે, ગીતાર્થનું શરણ લેવું કે જેથી ખાસ આત્મહિત બને; બાકી ઉપદેશ તો ખાસ ઊંચે રસ્તે ચઢાવવાને જ આવી સખત રીતે સૂરિમહારાજે કરેલ છે. અત્ર કેઈના ઉપર ખાસ આક્ષેપ કરવા કે કોઈને ઉતારી પાડવા કે કેઈની નિંદા કરવા આ પ્રયાસ થયેલો નથી, પરંતુ કેવળ માર્ગમાં ઊંચા ચઢે, અગર ન બને તો તેથી નીચા ન પડે, એ મધ્યબિંદુ રાખીને જ આ પ્રયાસ કરેલો છે. વિષયકષાયના ત્યાગની પ્રતિજ્ઞા કરી કેટલાક ભેળા મુનિએ થેડા મમત્વ ખાતર મહાલાભ ચૂકી જાય છે અથવા પ્રમાદ કરીને લોકોને સન્માર્ગને ઉપદેશ આપવાની પોતાની ફરજ ભૂલી જાય છે, તેઓ ઉપર આક્ષેપ દ્વારા ઉપદેશ કરવાની પ્રાચીન પદ્ધતિનું તેમણે અનુકરણ કર્યું છે, Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] અધ્યાત્મકલ્પદ્રુમ [ ત્રદશ અલબત, જેઓ સંયમને અનુપયોગી પણ માટે પરિગ્રહ સાથે રાખે છે અને સંસારના વિષયોમાં આસક્ત રહે છે, તેઓને તે અત્ર સ્થાન પણ નથી–They have no locus standi here. તેઓએ યતિ, શ્રીપૂજય કે ત્યાગી શા માટે કહેવરાવવું જોઈએ? -તે સમજાતું નથી. ધર્મને નામે આજીવિકા ચલાવનારા, આશ્રિત ભક્તોને છેતરનારા, શાસ્ત્રને દુરુપયોગ કરી મંત્ર, દેરા કે ઢોંગ કરી લોકોમાં પિતાને માટે ખેટે ખ્યાલ કરાવનારા, સુસ્ત, પ્રમાદી, શ્રાવક લોકો ઉપર બેજારૂપ, આવા અધોગતિગામી. કહેવાતા મહાત્માઓ જ્યારે આ વિષય પર ખરેખર હિતબુદ્ધિથી વિચાર કરશે ત્યારે તેઓની અને સાથે તેઓના આશ્રિતોની સ્થિતિ સુધરશે. લોકરંજન અને સ્તુતિ ઈરછા માટે જેકે અગાઉ વિવેચન કર્યું છે, તો પણ તે વિષય બહુ જરૂર છે તેથી તે ઉપર રૂપાંતરથી કર્તા ઉપદેશ આપે છે. (૧૬, ૧૯૭) તારા કયા ગુણ માટે તું ખ્યાતિની ઈચ્છા રાખે છે? न काऽपि सिद्धिर्न च तेऽतिशायि, मुने ! क्रियायोगतप:श्रुतादि । तथाऽप्यहङ्कारकदर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ्क मुधा किम् ? ॥१७॥ ( उपजाति) હે મુનિ! તારામાં નથી કઈ ખાસ સિદ્ધિ કે નથી ઊંચા પ્રકારનાં ક્રિયા, ગ, તપસ્યા કે જ્ઞાન, છતાં પણ અહંકારથી કદથના પામેલા હે અધમ ! તું પ્રસિદ્ધિ પામવાની ઈરછાથી નકામે પરિતાપ શા માટે પામે છે ?” (૧૭) વિવેચન-અણિમા સિદ્ધિ * વગેરે આઠ સિદ્ધિ તારામાં હોય અથવા ઊંચા પ્રકારની * આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે – ૧. અણિમા સિદ્ધિ–એથી શરીર એટલું સૂકમ કરી શકાય છે કે જેમ સેયના કાણામાંથી દોરે ચા જાય છે, તેમ તેટલી જગ્યામાંથી પિતે પસાર થઈ શકે. ૨. મહિમા સિદ્ધિ-અણિમા સિદ્ધિથી ઊલટી. એટલું મોટું રૂપ કરી શકે કે મેરુપર્વત પણ તેના શરીર આગળ જાનુ પ્રમાણ થાય. ૩. લઘિમા સિદ્ધિ-પવનથી પણ વધારે હલકા (તેલમાં) થઈ જાય છે. ૪. ગરિમા સિદ્ધિ–વજથી પણ અત્યંત ભારે થઈ જાય, એ ભાર એટલે બધે થાય કે ઇંદ્રાદિક દેવતા પણ સહન કરી શકે નહિ. ૫. પ્રાપ્તિશક્તિ સિદ્ધિ–શરીરની એટલી બધી ઊંચાઈ કરી શકે કે ભૂમિ ઉપર રહા છતાં અંગુલિના અગ્રભાગ વડે મેરુપર્વતની ટોચ અને પ્રહાદિકને સ્પશે. (ક્રિય શરીરથી નહિ.) ૬. પ્રાકામ્ય શક્તિ–પાણની પેઠે જમીનમાં ડૂબકી મારી શકે અને જમીનની પેઠે પાણીમાં ચાલી શકે. ૭. ઈશિત્વ-ચક્રવતી અને ઈદની ઋદ્ધિ પ્રગટ કરવાને શક્તિમાન થાય. ૮. વશિત્વ-સિંહાદિ દૂર જંતુઓ પણ વશ થઈ જાય. શ્રી આદીશ્વર ચરિત્ર, સર્ગ ૧ લે, લે ૮૫-૮૫૯ Page #353 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૮૧ આતાપના સેવારૂપ કે ઘર પરીષહ-ઉપસર્ગાદિ સહેવારૂપ કિયા હેય કે યોગવહન x અથવા ગચૂર્ણાદિ તને પ્રાપ્ત થયા હોય, વા ઘોર તપસ્યા-માસખમણાદિ તે કરેલ હોય, અથવા તે સૂવસિદ્ધાંતનું રહસ્ય પામવા તેમ જ વિદ્યાદિકનું ગીતાર્થ ચગ્ય જ્ઞાન તેં મેળવ્યું હોય અને માન મેળવવાની વાંછા કરતો હોય, તે તે જાણે સમજ્યા (જોકે એવા વિદ્વાન કે તપસ્યાવાન કદી માન કરતા જ નથી); પણ તું તે શું જોઈને અભિમાન કરે છે? તારામાં એ ક અસાધારણ ગુણ છે કે તું પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છાથી કદર્થના પામી તે મળતી નથી એટલે સંતપ્ત રહ્યા કરે છે. અરે સાધુ! ગુણ તે કસ્તુરી જે છે; તેથી જે એ હોય છે તે પિતાની મેળે ભભૂકી ઊઠે છે, માટે નકામાં ફાંફાં મારવાં મૂકી દે અને તારું કર્તવ્ય કર. તારામાં લાયકાત હશે તે સ્વાભાવિક રીતે ખ્યાતિ વધશે, એ તું નિઃસંશય સમજી રાખજે. (૧૭; ૧૯૮) નિર્ગુણ હોય છતાં સ્તુતિની ઈચ્છા રાખે તેનું ફળ हीनोऽप्यरे भाग्यगुणैर्मुधात्मन् ! वाञ्छंस्तवार्चाद्यनवाप्नुवंश्च । ईर्ण्यन् परेभ्यो लभसेऽतितापमिहापि याता कुगति परत्र ॥१८॥ ( उपजाति ) હે આત્મા +! તું નિપુણ્યક છે, છતાં પણ પૂજા વગેરેની ઈચ્છા રાખે છે, અને xયોગવહન-સૂત્ર સાધુથી વાંચી શકાય, અમુક વરસના દીક્ષા પર્યાય પછી વાંચી શકાય અને ગવહનની ક્રિયા કર્યા પછી વાંચી શકાય? આ ત્રણે બાબત બહુ ઉપયોગી છે, પણ તેના હેતુ સંબંધી વિશેષ વિવેચન કરવાનું અત્ર સ્થળ નથી; પરંતુ શાસ્ત્રના ઉપયોગી રહસ્ય ઉપર એ હકીકત બંધાયેલી છે. શ્રાવક આરંભમાં રક્ત હોય ત્યાં રહસ્યની વાત જાણવામાં આવતાં અપવાદ સેવી જાય. સાધુ પણ અમુક દીક્ષા પર્યાય પછી જ અપવાદમાર્ગો ગ્રહણ કરી શકે, કારણ કે સંયમમાં અમુક વખત સુધી રમણતાથી અને ગવહન કરવાથી, મન-વચન-કાયા પર યોગ્ય અંકુશ અને સ્થિરતા આવે એ યોગવહનના સામાન્ય હેતુ છે. યેગવહનની ક્રિયામાં અમુક વિધિ અને તપસ્યા કરવા પછી પાઠ વાંચવાને આદેશ મળે છે, એને ઉદેશ કહેવામાં આવે છે. એથી વધારે યોગ્યતા થાય ત્યારે ગુરુમહારાજ એ પાઠનું પુનરાવર્તન કરવા અને સ્થિર કરવા તથા તે સંબંધમાં શંકા-સમાધાન વગેરેની વાતચીત કરવાની રજા આપે છે, એ સમુદ એથી પણ વધારે ગ્યતા થાય ત્યારે તે જ પાઠ ભણાવવાની, સંભળાવવાની અને તેને ગમે તે લાયક ઉપયોગ કરવાની રજા આપવામાં આવે તે અનુજ્ઞા. આ ત્રણ બાબત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. * યોગચૂ–પુદ્ગળની અનંત શક્તિ છે, બે વસ્તુના સંગથી અથવા ઘણું વસ્તુના સંયોગથી એવા પ્રકારનાં ચૂર્ણો નીપજાવી શકાય છે કે તેથી ઘણું ચમત્કાર બતાવી શકાય. દાખલા તરીકે, એ ચૂર્ણ પાણીમાં નાખવાથી માગ્લાં થઈ જાય, જળ માર્ગ આપે વગેરે વગેરે અનેક આશ્ચર્ય થઈ શકે છે. પુદગળની અનંત શક્તિ છે તે Chemistry (વસ્તુવિજ્ઞાનશાસ્ત્ર)ના અભ્યાસીને તુરત સમજાઈ જાય તેવું છે. + આત્માની અચિંત્ય શક્તિ અને નિર્લેપપણું યાદ દેવરાવી પિતાના સ્વભાવમાં રમણતા કરવા માટે પ્રતિનાયકને ઉદ્દેશીને આ સંબંધન મૂકયું છે. અથવા પ્રતિનાયકને પિતાને ઉદ્દેશીને આ ગ્રંથ વાંચતે કે વિચારતા હોય તે તેના શુદ્ધ સ્વરૂપને ઉદ્દેશીને પિતાના આત્માને આવી રીતે કહી શકે, તેટલા માટે આ સંબંધન મૂકવામાં આવ્યું છે. એ. ૩૬ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ગયોદક્ષ તે મળતાં નથી ત્યારે બીજા ઉપર છેષ કરે છે; (પણ તેમ કરવાથી ) આ ભવમાં બળતરા વહેરી લે છે અને પરભવે મુગતિમાં જવાનું છે.” (૧૮) વિવેચન–તું નસીબને મળે છે, પરભવે દાનાદિ કર્યા નથી, છતાં આ ભવમાં પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખે છે અને નથી મળતી ત્યારે ખેદ પામે છે. પણ તેમાં તારી ભૂલ છે. કોઈ પણ બાબતની ઈચ્છા રાખ્યા પહેલાં, તેને માટે લાયક થવાની ઘણી જરૂર છે. જે સ્તુતિ મેળવવાની તારી ઈચ્છા હોય તો ગુણવાન થા, અભ્યાસ કર, તારી ફરજ બજાવ. સ્તુતિ એવી વસ્તુ છે કે જે તેને ઈચ્છે છે, તેનાથી તે દૂર જાય છે; પણ જે તેને લાત મારી તેનાં કારણે મેળવે છે, તેને તે વળગતી આવે છે. મતલબ, સ્તુતિને ઈરછવાની જરૂર નથી, પણ ગુણ પ્રગટ કરવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. અને ખાસ કરીને તું કેણુ છે ? એક રીતે જોઈએ તે તદ્દન વહેવારુ જીવ છે, અનંત જીવસમુદાયમાંના માત્ર એક સમુદાયમાં તું એક છે, ત્યારે સ્તુતિ શી ? કેટલો વખત ચાલશે? કોણ યાદ રાખશે ? વળી, બીજી રીતે જઈશ તે, તું સાધુ છે, વીર પરમાત્માને જયેષ્ઠ પુત્ર છે, તેનું શાસન તારા પર વતે છે; વીર પરમાત્મા કદી સ્તુતિની ઈરછા કરતા હતા? ઇદ્રના મહોત્સવથી કે દશાર્ણભદ્રના સામૈયાથી તેઓના મન પર જરા પણ અસર થઈ હતી? તારા વડીલ-તારા ઉપકારીને પગલે ચાલ, લાયક થા અને આ સારે પ્રસંગ મળે છે, તેને સદુપયોગ કરી લે. છતાં પણ જે તું સ્તુતિની ઈચ્છા કરીશ તે તેથી તને શું લાભ છે ? ગુણ વગર કઈ તારી સ્તુતિ કરશે?નહિ કરે, એટલે તને ખેદ થશે. વળી, સ્તુતિ મેળવવા માટે તારે ફોકટ પ્રયાસ કરવો પડશે તે લાભમાં રહેશે. બાકી તે, અત્ર સંતાપ અને પત્ર દુર્ગતિ. માટે First deserve and then desire-પહેલાં લાયક થા અને પછી ઈચ્છા કર. (૧૮; ૧૯૯) ગુણ વગર સ્તુતિની ઈચ્છા કરનારનું રણ गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिग्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिविना ततस्ते भविता न निष्क्रयः ॥१९॥ (वंशस्थ ) “તું ગુણ વિનાને છે, છતાં પણ લોકો તરફથી વંદન, સ્તુતિ, આહારપાણીનું ગ્રહણ વગેરે ખુશી થઈને મેળવવા ઈચ્છા રાખે છે, પણ યાદ રાખજે કે પાડા, ગાય, ઘેડ, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વગર, તું તે દેવામાંથી છૂટે થઈ શકીશ નહિ.” (૧૯) વિવેચન–દેવું ભારોભાર તળી આપવું પડશે, લેણદેણ પતાવવી પડશે અને હિસાબ ચૂકતે કરવું પડશે. તું સમજીશ નહિ કે લોકે તને વાંદે છે, પૂજે છે, આહાર વહરાવવા સારુ આડા પડીને ઘેર લઈ જાય છે, તે તને મફતમાં પચી જશે. જે અત્રે Page #355 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૮૩ તારી ફરજ બજાવીશ, તે તું તે સર્વ મેળવવા માટે હકદાર છે, નહિ તે આવતા ભવમાં બળદ કે પાડા થઈને ભાર ખેંચી દેવાં પૂરાં કરવાં પડશે; અથવા ગધેડા કે ઘડા થઈને વાહન ખેંચવાં પડશે; ભરૂચના પાડા થઈને દેવું આપવું પડશે કે દ્રામના ઘોડા થઈ દુઃખ વેઠી, હવાલા નખાવવા પડશે! માટે ગુણ વગર સ્તુતિની ઈચ્છા રાખ નહિ, ગુણ માટે પ્રયાસ કર. પડાઈ પછવાડે પૂંછડું ચાલ્યું આવે છે, તેમ ગુણ પછવાડે સ્તુતિ તે ચાલી જ આવે છે. (૧૯ ૨૦૦) ગુણ વગરના વંદન-પૂજનનું ફળ गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः, प्रगीयसे यैरपि वन्द्यसेऽय॑से । ગુલિત પ્રત્વ તિ નોf તૈત્તિ રામમવષ્યs a | ૨૦ | (વંરાથવિટ) - “હે મુનિ ! જે તું ગુણ મેળવવા યત્ન કરતો નથી, તે પછી જેઓ તારી ગુણસ્તુતિ કરે છે, તને વાંદે છે અને પૂજે છે, તેઓ જ જ્યારે તું યુગતિમાં જઈશ ત્યારે તને ખરેખર હસશે અથવા તારે પરાભવ કરશે.” (૨૦) વિવેચનસ્પષ્ટ છે. ગુણ ગાન, વંદન, પૂજન એ સર્વ ગુણ હેય તે જ શોભે છે, નહિ તે શોભતા નથી, એટલું જ નહિ પણ પરભવમાં મહાદુઃખ આપે છે, કૃતકર્મ ભેગવવાં પડે છે. અત્યારે બાહા દંભ ચાલે છે, પરંતુ પરભવમાં તેને બદલે ભગવો પડશે ત્યારે બહુ આકરું પડશે અને ત્યાં કઈ પણ પ્રકારને દંભ ચાલશે નહિ. (૨૦, ૨૦૧) ગુણ વગરનાં વંદન-પૂજન: હિતનાશ दानमाननुतिवन्दनापरैर्मोदसे निकृतिरञ्जितैजनैः ।। न त्ववैषि सुकृतस्य चेल्लवः, कोऽपि सोऽपि तव लुट्यते हि तैः ॥ २१ ॥ (रथोद्धता) “તારી કપટજાળથી રંજન પામેલા લોકે તને દાન આપે, નમસ્કાર કરે કે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણતા નથી કે તારી પાસે એક લેશ સુકૃત્ય હશે તે પણ તેઓ તૂટી જાય છે.” (૨૧) વિવેચન-પ્રગટ છે. બાહ્ય વેશ, બેટે ઉપદેશ અને આડંબર કરી તું કપટજાળ પાથરે છે. એ જાળમાં અજાણ્યાં પક્ષીઓ જેવા મનુષ્ય ભૂલથી ફસાઈ જાય છે અને પછી તને દાન, માન વગેરે આપે છે ત્યારે તું રાજી થાય છે. પણ મૂર્ખ તારામાં જરા પુણ્યને અંશ કદાચ હોય, તે પણ તું ખાતો જાય છે, પાપ બાંધે છે, તેને વિચાર કરે છે? તું માને છે કે પક્ષી ઠીક સપડાયું છે, પણ પક્ષી તે નિર્દોષ છે, તે શુભ ઈરાદાથી આવ્યું છે, તેથી તે તે લાગ આવે છેવટ છટકી જશે, પણ જશે ત્યારે તને મોટું નુકસાન થશે, તારી પક્ષીને મેળવવાની જે સાધનશક્તિ હતી તે પણ જશે. આવી રીતે તને લાભ કરતાં હાનિ ઘણું વધારે થાય છે તે તું જ. તે ઉપરાંત બાહ્ય દેખાવ જાળવી રાખવા, અત્યારે જે યુક્તિએ તારે રચવી પડે છે તે તે જુદી. (૨૧; ૨૦૨). Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] અધ્યાત્મકલ્પદ્રુમ [ ત્રયાશ . સ્તવનનું રહસ્ય-ગુણર્જન भवेद्गुणी मुग्धकृतैर्न हि स्तवैर्न ख्यातिदानार्चनवन्दनादिभिः । . विना गुणानो भवदुःखसंक्षयस्ततो गुणानर्जय किं स्तवादिभिः १ ॥ २२ ॥ (વંરારથ અને સ્ત્રઘંરા-પાતિ ) “ભેળા એ કરેલી સ્તુતિથી કઈ માણસ ગુણવાન થતું નથી, તેમ જ પ્રખ્યાતિ પામવાથી અથવા દાન, અર્ચન અને પૂજન મેળવવાથી પણ કેઈ ગુણવાન થતું નથી. ગુણ વગર સંસારનાં દુઃખને ક્ષય થતો નથી, તેટલા માટે હે ભાઈ! ગુણ ઉપાર્જન કર. આ સ્તુતિ વગેરેથી શું લાભ છે ?”(૨૨) વિવેચન–અનેક વાર જોઈ ગયા કે સર્વ પ્રાણીની ઈરછા દુઃખને નાશ કરવાની અને સુખને પ્રાપ્ત કરવાની હોય છે, જે સુખ પછવાડે ફરી દુઃખ થાય, તેને સુ સુખ કહેતા નથી. અવ્યાબાધ સુખ તે મોક્ષ થાય ત્યારે જ મળે છે; મેક્ષ મેળવવા માટે અસાધારણ ગુણે ઉત્પન્ન કરવા જોઈએ. તેથી જણાય છે કે આ જીવનસાફલ્ય માટે ગુણ ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે. કેટલાંક પ્રાણી ભેળા જે સ્તુતિ કરે તે સાંભળી રાજી થાય છે. મહારાજ! આપ તે શાંતરસના દરિયા છે અને કૃપાસિંધુ છે. પરંતુ એથી ગુણવાન થવાતું નથી. ગુણવાન તે ગુણ હોય તે જ થાય છે, માટે ગુણ મેળવ. વંદન-નમસ્કાર મીઠાં લાગે છે, સારાં લાગે છે, પણ તે પરિણામે ખેટાં છે, ફસાવનારાં છે, રખડાવનારાં છે, અને તારું જીવન અફળ કરનારાં છે. કોધનો જય, બ્રહ્મચર્ય, માન-માયાને ત્યાગ, નિઃસ્પૃહતા, ન્યાયવૃત્તિ અને શુદ્ધ વ્યવહાર વગેરે ગુણોની તારામાં જમાવટ કર અને પછી તેની સુવાસ ચિતરફ ફેલાવ. સારું અને સાચું વર્તન કરતી વખતે તારા મનમાં જે અપૂર્વ આનંદ થશે તે વર્ણવી શકાય તેવું નથી. આ જન્મનું સાર્થક કરવાને એ એક મુખ્ય અને કદી નિષ્ફળ ન થાય તેવો રસ્તે છે. (૨૨; ૨૦૩) ભવાંતરને ખ્યાલ લોકરંજન પર અસર अध्येषि शास्त्रं सदसद्विचित्रालापादिभिस्ताम्यसि वा समायैः । येषां जनानामिह रजनाय, भवान्तरे ते क्क मुने ! क च त्वम् १॥२३॥ (उपजाति) જે મનુષ્યનું મનરંજન કરવા માટે તું સારા અને ખરાબ અનેક પ્રકારનાં શાસ્ત્ર ભણે છે અને માયાપૂર્વક વિચિત્ર પ્રકારનાં ભાષણેથી (કંઠશેષાદિ) ખેદ સહન કરે છે, તેઓ ભવાંતરે ક્યાં જશે અને તું ક્યાં જઈશ?”(૨૩) વિવેચન–હવે જો એમ કહેતા હોય કે આપણે તો બધું જનરંજન કરવા માટે જ * જુઓ હદયપ્રદીપષત્રિંશિકા, લેક ૧૯મો. Page #357 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ]. યતિશિક્ષા [ ૨૮૫ કરીએ છીએ અને સભાને રીઝવવા સારુ વ્યાખ્યાન વાંચીએ છીએ અથવા કેકશાસ, કામશાસ્ત્ર વગેરે શીખીએ છીએ, અથવા માયાયુક્ત વર્તન અને વચનરચના રાખીએ છીએ, તે તને કહેવાનું કે હે ભાઈ! આવું કરંજન કેટલો વખત ચાલશે? અત્યારે પાંચ પચાસ માણસ તારાં વખાણ કે સ્તુતિ કરે, તેમાં શું થઈ ગયું ? સે વરસ પછી તું ક્યાં હઈશ અને તેઓ ક્યાં હશે? વળી, તારા મરણ પછી તારું શું બેલાશે તે તારે ક્યાં સાંભળવું છે? માટે આ બધો બાહ્યા વ્યાપાર છેડી દે, ખરેખર લાભ પ્રાપ્ત કરવા માટે પ્રયાસ શરૂ કરી દે અને ખસૂસ કરીને મન-વચન-કાયાના વ્યાપારોને એકસરખા પ્રવર્તાવવા પ્રયાસ કર. જે આ પ્રમાણે કરીશ તે લાભ થશે બાકી, જરા વિચાર તે ખરો કે, જનરંજનથી લાભ શું? તને ક્ષણિક સુખનો પણ ખરેખરો ખ્યાલ નથી. તું વિચાર કર્યો વગર દેરવાઈ ગયો છે. વિચાર, જાગ્રત થા ! (૨૩; ૨૦૪). - ૯ ૧૯૮–૨૦૪–આ સાત શ્લેકમાં લેકસસ્કાર અને લોકરંજન પર વિવેચન કર્યું છે. મનુષ્યના મનોવિકારો પૈકી આ ઘણે નબળો મનોવિકાર છે, અને, જરા વાસ્તવિક વિચાર કરવામાં આવે છે, એ મનેવિકારનું પોકળપણું તુરત જણાઈ આવે તેમ છે. વાસ્તવિક રીતે લોકસત્કાર કે વંદન-પૂજનમાં કાંઈ દમ જેવું નથી, છતાં આ જીવ એવી વિભાવદશામાં આવી ગયો છે કે પાંચ માણસ એનું સારું બોલે તે સાંભળીને-જાણીને રાજી થાય છે. તેમાં સત્ય હકીક્ત છે કે હું માન મળે છે, તેને પણ આ જીવને ખ્યાલ રહેતો નથી. નજીવી બાબતમાં ફૂલણજી બની જાય છે અને કેઈ કામ કદાચ સારું કરે તો પણ તે કામ પચીશ માણસે કેવી રીતે જાણે અને પિતાને મુબારકબાદી આપે તેની જ સંકલના હૃદયમાં કર્યા કરે છે. આવી રીતે આ જીવ પોતાનું હિત થાય તેવું કાંઈ કરતું નથી તેથી, અથવા કરીને ધોઈ નાખે છેતેથી, તે લાભ પ્રાપ્ત કરતું નથી; માનહાથી પર બેસીને જગતને મંદ સ્થિતિવાળું ગણે છે. જગતના જી પણ પ્રાયે અભિમાની હોય છે, તેથી આ બિચારો વારંવાર પાછો પડે છે, વળી ઊઠે છે અને એમ ને એમ જિંદગી પૂરી કરે છે. ભલા સાધુ ! તું એક વાત વિચારઃ તને અત્યારે કેટલાંક માણસે ઓળખતાં હશે ? સામાન્ય માણસને અત્યારે પ્રાયઃ બે હજારથી વધારે માણસ સાથે ઓળખાણ હોતી નથી. હવે અત્યાર સુધી જણાયેલી અને પ્રચારવાળી પૃથ્વી પર એક અબજ ને સાઠ કરેડ માણસે છે, ત્યારે તને બે હજાર માણસે માન આપે કે ન આપે, તેમાં દમ શો છે? વળી તું કેણુ? તું ગુણચંદ? ભૂલ્ય. ગુણચંદ તે આ શરીર ને આત્માના સંબંધને લીધે સ્થાપેલું નામ છે. તારી અત્ર સ્થિતિ કેટલી? ગુણચંદ તરીકે તને માન મળશે તે કેટલા વખત સુધી ? પછી તું ક્યાં જઈશ? તારા ગુણચંદ નામના વખાણને અને તને શું સંબંધ રહેશે? આ દષ્ટિથી વિચારીશ તે સમજાશે કે વંદન, પૂજન કે લોકસત્કારમાં કાંઈ દમ જેવું નથી. ત્યારે દમ શેમાં છે? ગુણમાં–લાયકાતમાં-ફરજ બજાવવામાં એ ગુણપ્રાપ્તિના પ્રયાસમાં આનંદ છે, કારણ કે વૃત્તિ શાંત છે, ગુણપ્રાપ્તિમાં Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] અધ્યાત્મકપર્ફ્યુમ | સાક્શ તે અદ્ભુત આનંદ છે અને તેના અનુભવમાં તે વર્તમાન અને ભવિષ્યમાં પણ આનંદ છે; ગુણપ્રાપ્તિના વિચારમાં પણ આનંદ છે. આની સાથે જ લેાકસત્કારનો પ્રયાસ, નિષ્ફળતા, લેકેનું અભિમાન, એ સર્વ સરખાવતાં જણાય છે કે આપણું કર્તવ્ય તા ગુણુ ઉત્પન્ન કરવાનું છે, લેાકર’જન થાય કે ન થાય, તે જોવાનું આપણું કામ નથી. ફળની ઈચ્છા રાખવી નહિ; ફરજ બજાવવી. ઘણી વાર તા ગુણની સુગધ જણાઇ આવે છે, પણ કોઈ વાર ન જણાય, જણાતાં વખત લાગે, તેા ધીરજ રાખવી. આ બહુ અગત્યની ખાખત છે અને જરા વિચાર કરતાં ઉઘાડી રીતે સમજાઈ જાય તેવી છે; છતાં ડાહ્યા માણસા પણ ભૂલ ખાતા જોવામાં આવે. લેાકેાના વિચારથી દારવાઈ જવું કે ખાદ્ય દૃષ્ટિથી તણાઇ જવુ, એ અણુસમજીનુ કામ છે. હે યતિ ! બહિરાત્મભાવ તજી, અંતરાત્મભાવમાં લીન થઇ પરમાત્મભાવ પ્રગટ કરવાના તારા પ્રયાસ હોવા જોઈએ; તે પછી તું આવી બહિરાત્મદશામાં હજી કેમ વર્તે છે ? ગુણુ હાય તાપણુ; લોકસત્કારની ઈચ્છા રાખવી નહિ અને ન હેાય તા તા રાખી શકાય જ નહિ. (૨૩; ૨૦૪) પરિગ્રહત્યાગ परिग्रहं चेद्वयजहा गृहादेस्तत्किं नु धर्मोषकृतिच्छलात्तम् * । करोषि शय्योपधि पुस्तकादेर्गरोऽपि नामान्तरतोऽपि हन्ता ॥ २४ ॥ ( उपेन्द्रवज्रा ) “ ઘર વગેરે પરિગ્રહને તેં તજી દીધા છે, તેા પછી ધર્મના ઉપકરણને બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વગેરેના પરિગ્રહ શા માટે કરે છે ? ઝેરને નામાંતર કર્યાંથી પણ તે તે મારે છે.” (૨૪) વિવેચન— ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ્રુ વગેરે સર્વ સાંસારિક પરિગ્રહના હૈ મુને ! તે' ત્યાગ કર્યા છે. મહાકષ્ટ વેઠી તે આ પૈસા અને ઘર, મહેલ વગેરે પરના માહ ઉતાર્યાં છે. આવી રીતે તું સ'સારસમુદ્ર તરી જવાની અણી ઉપર આવી ગયા છે, ત્યારે હવે તારી પાસે શય્યાની પાટ, પુસ્તક કે ખીજા ઉપકરણા છે, તેના પરિગ્રહ શા માટે કરે છે ? એ વસ્તુની મૂર્છારૂપ પરિગ્રહ પણ તજી દે. આ પ્રસગે પરિગ્રહ શુ' છે અને પરિગ્રહ કાને કહેવાય ?-તે સમજવુ. ઉપયાગી થઈ પડશે ઉપકરણા તજી દેવાના કે પુસ્તકેના ત્યાગ કરવાના અત્ર ઉદ્દેશ નથી. પરિગ્રહ એટલે મૂર્છા-મુચ્છા નહો વૃત્તો-એક વસ્તુ ઉપર મારાપણાની બુદ્ધિ થાય-મમત્વ થાય, એના ત્યાગ કરતાં ખેદ થાય, એ પરિગ્રહ છે. એવા પ્રકારની મૂર્છા કોઇ પણ વસ્તુ ઉપર રાખવી નહિ; ધનાં ઉપકરણને નામે પણ સાંસારિક રાગ સાધુમાં કાઈ વાર થઈ જાય છે, એ મનુષ્યસ્વભાવની નબળાઇ કહેા કે પચમ કાળના પ્રભાવ કહા કે વિભાવદશાની સ્વભાવદશામાં પલટન પામેલી સ્થિતિના આવિર્ભાવ કહા, ગમે તે કહેા, પરતુ એટલે સ્થૂળ * મિતિ યા પાઠઃ | Page #359 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૮૭ પરિગ્રહ પણ ત્યાજ્ય છે. જે વસ્તુઓ ધાર્મિક ક્રિયામાં સાધનરૂપ છે, તે તેટલે અંશે રાખવા ચોગ્ય છે, પણ તેના ઉપર મારાપણાની બુદ્ધિ અથવા તે એને વારસે મુકરર કરવાની પિતાની સત્તા, કે એને લગતી કેઈ પણ જાતની ખટપટ ત્યાજ્ય છે. આ બાબતમાં જે કાંઈ પણ અપવાદ હોય તે તે ગુણનિષ્પન્ન ગીતાર્થ આપતિ માટે છે, જેના સંબંધમાં અત્ર ઉલ્લેખ નથી. આ છ ગ્લૅકમાં આ વિષય બહુ દષ્ટાંત આપીને ચ છે. અધિપતિ વ્યતિરિક્ત વ્યક્તિએ શાસ્ત્રમાં ગણાવેલાં ઉપકરણથી અધિક રાખવાં એ પણ પરિગ્રહ છે એ ઉપલક્ષણથી સમજી લેવું. હે મુનિ ! તું કઈ પણ વસ્તુને ધાર્મિક ઉપકરણનું નામ આપી તેના પર મૂછાં કરીશ તે, તે તને ભવાંતરમાં દુઃખ આપશે જ; નામ ફેરવવાથી કાંઈ પરિણામ ફરી જતું નથી, પરિણામ તે અભિપ્રાય ફેરવવાથી ફરે છે. ઝેરી કિપાકને “ફળ” કહી નામાંતર કરવામાં આવે તો, તેથી તેનું દારુણ ફળ મળ્યા વગર રહેતું નથી, અથવા “મીઠાઈનું નામ આપવાથી ઝેર પોતાનું ફળ આપ્યા વગર રહેતું નથી; એવી જ રીતે પરિગ્રહને બીજું કંઈ પણ કલ્પિત નામ આપવાથી કામ થતું નથી. તારી મરજી હેય તે તેને ધર્મોપકરણ કહે કે ગમે તે કહે, પણ જે તેના ઉપર તારી મૂચ્છી હશે તો તે તને પિતાને દુર્ગુણ બતાવ્યા વગર રહેશે નહિ. (૨૪; ૨૦૫). ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ परिग्रहात्स्वीकृतधर्मसाधनाभिधानमात्रात्किमु मूढ ! तुष्यसि ? । રેસિ નાતિમારિતા તરી, નિમન્નચિકિનમવુ તૂત? આ ર૧ (વંરાથ) હે મૂઢ! ધર્મનાં સાધનને ઉપકરણાદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તું કેમ હર્ષ પામે છે ? શું જાણતા નથી કે વહાણમાં જે સેનાને પણ અતિ ભારે ભર્યો હોય તે તે પણ બેસનાર પ્રાણીને તુરત જ સમુદ્રમાં ડુબાવે છે?(૨૫) વિવેચન–સેનું સર્વને પ્રિય લાગે છે; તેને રંગ જોઈને પ્રાણી મોહમાં પડે છે; છતાં પણ એક વહાણમાં તેને અતિ ભાર ભરવામાં આવે, તે તે વહાણ પણ ડૂબે છે અને બેસનારને ડુબાડે છે, તેવી રીતે જ પરિગ્રહ પ્રિય લાગે છે, બાહ્ય રૂપ જોઈ તેના પર મહ લાગે છે અને ખાસ કરીને ધર્મને નિમિત્તે કરવામાં આવતે પરિગ્રહ તે જરા પણ છેટે છે એમ કેટલીક વાર, વિચાર કર્યા વગર, સમજવામાં પણ આવતું નથી, છતાં પણ યતિજીવનરૂપ વહાણમાં એ બહારથી સુંદર દેખાતા પરિગ્રહરૂપ સુવણને અતિ ભાર ભરવામાં આવે તે ચારિત્રનૌકા સંસાર સમુદ્રમાં નાશ પામે છે અને એનો આશ્રય કરનાર મૂહ જીવ પણ ડૂબે છે. * સંયમના નિર્વાહ માટે કામે લાગતાં વસ્ત્ર-પત્રાદિકને “ઉપકરણ” કહેવામાં આવે છે. અને જે નકામાં મમતાબુદ્ધિથી એકઠાં કરેલાં હોય તેવાં ઉપકરણને અધિકરણ કહેવામાં આવે છે. (યતિદિનચર્યા) આ જ હેતુથી તેવાં અધિકરણને અત્ર અતિ ભારરૂપ કહેવામાં આવેલ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] અધ્યાત્મક૫મ [ ત્રયોદશ આવી રીતે જીવ આત્મવંચન કરે છે એ માને છે ધમ, પરંતુ પિતાને મૂરછ થાય છે તે સમજાતું નથી. પુસ્તકની માટી લાઈબ્રેરી રાખે કે ભંડાર રાખો, તેની સાથે અત્ર સંબંધ નથી. અત્ર કહેવાને ઉદ્દેશ એ છે કે કઈ પણ વસ્તુ ઉપર, ધર્મને નામે પણ, હૃદયમાં મારાપણાની બુદ્ધિને અહેમમભાવને-ત્યાગ કરે; એ પ્રમાણે થશે નહિ ત્યાં સુધી તમે પરિગ્રહથી મુક્ત છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, પોતાની પાસે પૈસા રાખવા; અથવા અમુક નિમિત્ત મનમાં કલ્પી શ્રાવકને ત્યાં જમે રખાવવા કે શાસ્ત્રને આદેશ દૂર કરી, ઉત્સર્ગ અપવાદના નિમિત્ત વગર, વધારે વસ્ત્રપાત્રાદિ રાખવાં એ તે અત્યાચાર જ છે અને બહુધા સંસાર વધારનાર જ છે, અત્ર તે જે હોય તેના પર મમત્વબુદ્ધિ તજવાને ઉપદેશ છે. (૨૫ ૨૦૬) ધર્મોપકરણ પર મૂચ્છ-એ પણ પરિગ્રહ येऽहःकषायकलिकर्मनिबन्धभाजनं, स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः । तेषां रसायनवरै रपि सर्पदामयै-रार्तात्मनां गदहृतेः सुखकृत्त किं भवेत् ? ॥२६॥(मृदङ्ग)* “જેના વડે ધર્મસાધનની વાંછા રાખી હોય, એવાં પુસ્તકાદિ વડે પણ જે પ્રાણીઓ પાપ, કષાય, કંકાસ અને કર્મબંધ કરે ત્યારે તેઓને સુખનું સાધન શું થાય ? જે પ્રાણીના વ્યાધિઓ, ઉત્તમ પ્રકારનાં રસાયણથી પણ ઊલટા વધારે પ્રસરતા જાય તેને, વ્યાધિની શાંતિ માટે શું સાધન થઈ શકે ?”(૨૬) વિવેચન-પુસ્તક પ્રભુનાં વચન સંગ્રહ છે અને આ કાળમાં સંસાર તરવાનું મુખ્ય સાધન છે, છતાં કેટલાંક મુગ્ધ પ્રાણીઓને તે પણ અનેક પ્રકારના કર્મબંધનું કારણ બને છે. ખપથી વધારેને સંગ્રહ કરવાને લીધે બરાબર સંભાળ ન રખાવાથી, છત્પત્તિ થઈ જઈ, તેને વિનાશ થાય છે અથવા પુસ્તક લેનાર પર કષાય થઈ જાય છે; તેવી જ રીતે કંકાસ પણ થઈ જાય છે. જેમ પુસ્તકની બાબતમાં તેમ જ બીજા ધાર્મિક ઉપકરણોની બાબતમાં પણ સમજવું. હવે આવાં ઉપકરણે, જે સંસારનાશનાં પરમ સાધન છે, તેનાથી જ સંસાર વૃદ્ધિ પામે ત્યારે પછી ઉપાય શું કરે ? જે રસાયણથી સર્વ વ્યાધિનો નાશ થાય છે, તેનાથી જ જ્યારે વ્યાધિ વૃદ્ધિ પામે ત્યારે સુખસાધન શું રહ્યું ? માટે ધર્મનાં ઉપકરણ ઉપર પણ મમત્વબુદ્ધિ રાખવી નહિ, તેની ખાતર મન બગાડવું નહિ અને કોઈ સાથે કંકાસ કરે નહિ. આ હકીકત જરા વિચારવા જેવી છે. એના સંબંધમાં ધ્યાન આપવા જેવું એ છે કે માત્ર મમત્વ ખાતર ધારેલી ધારણું ધૂળ મળે છે અને સંસાર વધી જાય છે. આ * મૃદંગમાં પંદર અક્ષર હોય છે. ત ભ. જ. જ. ૨ ભી કો મૃદંગઃ દાનુશાસન, Page #361 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] અતિશિક્ષા [ ૨૮૯ બાબતમાં હજી વધારે સ્પષ્ટ શબ્દોમાં ગ્રંથકર્તા ઉપદેશ આપે છે તે પર વાંચનારનુ ચિત્ત ખે*ચવા ઇચ્છીએ છીએ. (૨૦૭) ધર્મપકરણ પર મૂર્છાથી દોષ रक्षार्थ खलु संयमस्य गदिता येऽर्था यतिनां जिनैसः पुस्तकपत्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः । मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक् ! | * स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यहुष्प्रयुक्तं भवेत् ॥ २७ ॥ ( शार्दूलविक्रीडित ) વસ્ત્ર, પુસ્તક અને પાત્રાં વગેરે ધર્મોપકરણના પદાર્થો શ્રી તી'કર ભગવાને સચમની રક્ષા માટે યતિઓને બતાવ્યા છે, તે છતાં મદબુદ્ધિવાળા મૂઢ જીવા, વધારે મેહમાં પડીને, તેને સંસારમાં પડવાના સાધનભૂત બનાવે છે, તેઓને ખરેખર ધિક્કાર છે! મૂર્ખ માણુસ વડે અકુશળતાથી વપરાયેલું શસ્ત્ર ( હથિયાર ) તેના પેાતાના જ નાશનુ નિમિત્ત થાય છે.” (૨૭) વિવેચન—આ ઉપદેશ વધારે સ્પષ્ટ શબ્દોમાં છે. મૂર્છા એ જ પશ્ત્રિહું છે એમ સમજાઈ જાય, તા પછી આ હકીકતમાં વિશેષ પ્રકાશ પાડવાની જરૂર રહેતી નથી. વાત એ છે કે આ જીવ સમજતા નથી કે પદાથ પ્રાપ્તિમાં સુખ નથી, પણ સંતાષમાં સુખ છે. સર્વાશે આ હકીકતની સત્યતા સમજેલ સાધુનું વર્તન, ઉપરના શ્લેાકમાં લખ્યુ છે તેથી તદ્દન ઊલટુ' જ હાય છે. આ તા ભગવાને દીઘ વિચાર કરીને રાખવાની રજા આપેલી એવી ઉપધિ-પાત્રાં કે પુસ્તકાદિ વસ્તુ-જે રાખવાના ઉદ્દેશ સયમપ્રવૃત્તિને જ છે, તે જ, મમતાથી સંસાર વધારે છે, તેમાં પાડે છે અને પાછે ઊંચા આવવા દેતી નથી. શસ્ત્રથી પરને ભય ઉત્પન્ન કરાય છે, હરાવાય છે અને પ્રાણ પણ લેવાય છે, પણ ખંદુકના ખરા ઉપયાગ કરી ન જાણનાર જો દારૂ ભરીને તેને પાતાની તરફ જ તાકે તેા તેથી પાતાનુ જીવન પણ ખાઈ એસે છે, તેવી જ રીતે સંસારના નાશ કરવાના પ્રબળ સાધનરૂપ ધર્મોપકરણ પર મૂર્છા રાખવાનું થાય, તેા યતિજીવનના બહુધા નાશ થાય છે. હે મુનિ ! અનુભવીના ઉપર લખેલા શબ્દો પર ખરાખર મનન કરજે. એ ચમત્કારી ચાર લીટીમાં બહુ ઉત્તમ શિક્ષાના સમાવેશ કરવામાં આવ્યા છે. સમજુ વગને ઉપદેશેલા પદ્મ પર વિશેષ ટીકાને અવકાશ આપવાની આવશ્યકતા અલ્પ જણાય છે. (૨૭૬ ૨૦૮) ધર્માંપકરણ ઉપડાવવાથી દોષ संयमोपकरणच्छलात्परान्भारयन् यदसि पुस्तकादिभिः । गोखरोष्ट्रमहिषादिरूपभृत्तच्चिरं त्वमपि भारयिष्यसे ॥ २८ ॥ ( रथोद्धता ) “ સચમ-ઉપકરણના બહાનાથી પુસ્તક વગેરે વસ્તુઓના બીજા ઉપર તું ભાર મૂકે છે, અ. ૩૭ Page #362 -------------------------------------------------------------------------- ________________ ર૦૦] અધ્યાત્મક૯પમ [ દશ પણ તે ગાય, ગધેડા, ઊંટ, પાડા વગેરેનાં રૂપ તારી પાસે લેવરાવીને, ઘણુ કાળ પર્યત તને ભાર વહન કરાવશે.” (૨૮) વિવેચન–ઉપકરણના બહાનાથી બીજા ઉપર અનેક જાતનો ભાર નાખે છે. પૈસાના ખરીને બેજે, લહિયાને ત્યાં આંટા ખાવાનો બોજો, તૈયાર કરવાને બેજે, ભાર વધી જવાથી વિહાર વખતે ઉપાડવાને બેજે અને તેવા અનેક પ્રકારના બેજા અન્ય પર નાખે છે અને તેમાં સંયમના ઉપકરણનું બહાનું કાઢે છે. તે વસ્તુઓને તું સંયમનાં ઉપકરણ તરીકે જ વાપરતો હઈશ, અને તે પણ તારા ઉપયોગ પૂરતું હશે, ત્યાં સુધી તે સમજ કે કદાચ કાંઈ વાંધો આવશે નહિ; પણ જે તું તેના પર મમત્વ કરતો હોઈશ, તેના પર મૂરછ રાખતે હઈશ, તે પછી તારા હાલ બહુ ખરાબ થશે. ભરૂચના પાડા કે દ્રામના ઘડા કે મારવાડના રણના ઊંટ થઈને, ભાર ખેંચી-ખેંચીને, તારે મહાકષ્ટ ભેગવવું પડશે અને તેમ કરીને તારું ઋણ પૂરું કરવું પડશે. (૨૮; ૨૦૯) સંયમ અને ઉપકરણની શેભાની સ્પર્ધા वस्त्रपात्रतनुपुस्तकादिनः, शोभया न खलु संयमस्य सा । *आदिमा च ददते भवं परा, मुक्तिमाश्रय तदिच्छयैकिकाम् ॥ २९ ॥ (रथोद्धता) “વા, પાત્ર, શરીર કે પુસ્તક વગેરેની શોભા કરવાથી કાંઈ સંયમની શોભા થતી નથી. પ્રથમ પ્રકારની શોભા ભવવૃદ્ધિ આપે છે અને બીજા પ્રકારની શોભા મેક્ષ આપે છે, માટે આ બન્નેમાંથી તારી મરજીમાં આવે તે એક શોભાને આશ્રય કર. અથવા તેટલા માટે તે વસ્ત્ર, પુસ્તક વગેરે શેભાને ત્યાગ કરીને, હે યતિ ! મોક્ષ મેળવવાની ઈચ્છાવાળે પણ તે સંયમની શોભામાં કેમ યત્ન કરતે નથી?” (૨૯) વિવેચન-શોભા બે પ્રકારની છે : બાહા શોભા અને અંતરંગ શેભા. સંસાર વધવાના નિમિત્તભૂત બાહ્ય શેભાને ત્યાગ કરી, પરિગ્રહ મમતા પરિહરી, અંતરંગ શોભા માટે યત્ન કર. સત્તર પ્રકારના સંયમ અથવા ચરણસિત્તરી અને કરણસિત્તરીની શોભા કરવી એ તારું કર્તવ્ય છે. વળી, સાથે એટલું પણ ધ્યાનમાં રાખજે કે જ્યાં બાહ્ય શભા કરાય છે ત્યાં અંતરંગશોભા કરી શકાતી નથી, તેથી તારે એકને જ આશ્રય કરવો યુક્ત છે. (૨૯; ૨૧૦) * * ૨૦૫-૨૧૦–આ છ લોકોમાં બહુ ઉપયોગી હકીકતનો સમાવેશ થયેલ છે. કેટલાક વહેવારુ જી કહે છે કે જ્ઞાન દશન-ચારિત્રનાં સાધનને પરિગ્રહ કહેવાય નહિ. સૂરિમહારાજ કહે છે કે તમારું તે કહેવું બરાબર છે, પણ એમાં જરા ફેર છે. અમુક સંજોગોમાં તેને પણ પરિગ્રહ કહેવાય. જે સંયમનાં ઉપકરણે ઉપર મારાપણાની બુદ્ધિ થાય. એનો વિયોગ કણકર થઈ પડે, એને વારસે કોને મળે, એ નિર્ણય કરવાની પિતાની સત્તા માનવામાં આવે, કે, ટૂંકમાં કહીએ તે, સાક્ષીભાવ ઉપરાંત ધણીપણાની કોઈ પણ * પાછળનાં બે પદ આ પ્રમાણે છે: તાં તવારિદ્ધા સંકે, હિંદ ! જ યત રિવા?િ . Page #363 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ર૦૧ પ્રકારની સત્તા કે કોઈ પ્રકારને હક્ક જોગવવાની ઈચ્છા થાય, તે તરત જ તે પરિગ્રહની કેટિમાં આવી જાય છે. આ ઉપકરણે સાધુપણુમાં સ્થિર કરવાના ઈરાદાથી, સંયમનું રક્ષણ કરવાના ઈરાદાથી અને મહરાજા પર જય કરવાના શસ્ત્ર તરીકે વાપરવાના ઈરાદાથી રાખવાનું ફરમાન છે, તેને બદલે તે જ જયારે સંસારમાં રખડાવનારાં થાય ત્યારે કેટલું બધું નુકસાન થાય છે તેને વિચાર કર. ઘર, સ્ત્રી, પૈસા વગેરેનું મમત્વ મુકાવું બહુ મુશ્કેલ છે. એ સર્વને ત્યાગ કરી, માત્ર પાનાં-પુસ્તક પર મમત્વ બંધાવું, એ પૂરેપૂરી નબળાઈ છે. પરંતુ જરા વિચાર કરવાથી તેનો ત્યાગ થઈ શકે તેમ છે. એમાં અગાઉના મહાત્માઓનાં દૃષ્ટાંતો લઈએ તે તો કામ થઈ જાય અને કેવળ સ્વહિત માટે છેલ્લા છેલ્લા થયેલા શ્રી આનંદઘનજી અને ચિદાનંદજીનાં દૃષ્ટાંતે જોતાં પણ, પરિગ્રહત્યાગને નમૂને હૃદયપટ પર ખડો થાય છે. જેઓ ધર્મને નામે ગ્યાના, પાલખી કે ગાડીડા રાખે, તેઓના શા હાલ થશે તે તે ખ્યાલમાં પણ આવી શકતું નથી. સંસારસમુદ્રના લગભગ કાંઠા પર આવી, ગળે પથ્થર બાંધી, પાછા પડનારા આ મૂઢ છ દશ-વીશ વરસની વિનશ્વર અનિયમિત સાહાબી ખાતર, અનંત કાળ સુધી દુઃખ મળે એવો સંસાર વધારે છે. તેઓ એ ઉપાધ્યાયજીને નીચેને બ્લોક વિચાર : सुखिनो विषयतृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥ અસંતુષ્ટ પરિગ્રહભર્યા, સુખીયા ન ઈદ નરી, સલુણે સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ, સલુણે; પરિગ્રહ-મમતા પરિહર. આ શ્લેકના મન પર દુનિયાના એક મહાન પ્રશ્નનો આધાર છે અને તે પર વિવેચન કરતાં વિચારની વધારે જરૂર છે. એનું રહસ્ય સમજી, તદનુસાર સંતોષ રાખવા યત્ન કરે બહુ જ જરૂર છે, એટલું જ નહિ પણ સંસાર સમુદ્ર પાર ઊતરવાને સીધે અને સિદ્ધ ઉપાય છે. પરીષહસહન-સંવર शीतातपाद्यान्न मनागपीह, परिषहांश्चेत्क्षमसे विसोढुम् । વર્થ તો નાપામવાસ–સુવાનિ સોરિ મવારે ? રૂ (૩વજ્ઞાતિ ) આ ભવમાં જરા પણ ઠંડી, તાપ વગેરે પરીષહે સહન કરવાને શક્તિમાન થતું નથી, તે પછી ભવાંતરમાં નારકીગતિનાં તેમ જ ગર્ભવાસનાં દુખે કેવી રીતે સહન કરીશ?” (૩૦) વિવેચન-હવે જુદા જુદા વિષય ઉપર પ્રકીર્ણ માં ઉપદેશ આપે છે. એનું Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ત્રયાદશ લક્ષ્ય મુનિજીવન છે અને બહુધા એક વિષય ખીજા વિષય સાથે ખાસ સ`કલના ધરાવત હાય એવું ધારણ નથી; છતાં આ અને હવે પછીના આઠ શ્ર્લાકમાં પરીષહ સહન કરવાના મુખ્ય ઉપદેશ છે. હું મુનિ ! જે દ્વારા નવાં કર્મો આવતાં અટકે એને શાસ્ત્રકાર ‘સ‘વર’ કહે છે. વિભાવદશામાં મનેાવૃત્તિ ઘણુ કરીને વિનાશને (અધેા) માગે જ ગમન કરે છે, કારણ કે તેના પર આધિપત્ય રાગ-દ્વેષ વગેરેનું હોય છે. આ જીવને પ્રતિકૂળ વિષયેા મળે છતાં પણ ચલાવી લેતાં શીખવુ. અને રાગાદિ શત્રુઓના દોર અટકાવવા એ સંવરનું કામ છે અને તે ખાસ કરીને પરીષહાને જીતવાથી જ બની શકે તેમ છે. એ પરીષહા જૈન શાસ્ત્રકાર ખાવીશ ગણાવે છે, જેમાંના કેટલાક અનુકૂળ પણ હાય છે. એનુ સામાન્ય સ્વરૂપ આ જ અધિકારમાં આગળ આવે છે, એ પરીષહ સહન કરવાથી નવીન કર્મી અટકી પડે છે અને પૂર્વપાર્જિત પ્રખળ કર્મો ક્ષય પામે છે, એ બહુ જ મોટા લાભ થાય છે. હે મુનિ તારા જીવનમાં આ પરીષહસહન તે બહુ જ અગત્યના જ ભાગ ભજવે, એમ હાવુ જોઈએ અને, યાદ રાખજે કે, જો અત્ર તે ખુશીથી સહન કરવામાં પાછા પડીશ તે કુંભીપાક અથવા ગર્ભવાસનાં દુ:ખા તેા ખમવાં જ પડશે. ફેર એટલે કે અત્ર સ્વવશથી માત્ર થોડા વખત પરીષા સહન કરવા પડશે, જ્યારે ભવાંતરમાં એથી વિપરીત થશે. ૪ (૩૦; ૨૧૧) વિનાશી દેહ; જપ-તપ કરવાં मुने ! न किं नश्वरमस्वदेहमृत्पिण्डमेनं सुतपोवताद्यैः । निपीड्य भीतिर्भवदुः खराशेहित्वात्मसाच्छैवसुखं करोषि ? ॥ ३१ ॥ ( उपजाति ) “ હે મુનિ!! આ શરીરરૂપી માટીના પિંડ નાશવંત છે અને પેાતાના નથી. તેને ઉત્તમ પ્રકારનાં તપ અને ત્રતા કરીને પીડા આપી, અન ́ત ભવમાં પ્રાપ્ત થનારાં દુઃખા દૂર કરીને, મેાક્ષસુખને આત્મ-સન્મુખ કેમ કરતા નથી ?” (૩૧ ) વિવેચન—શરીર ઉપચાગી છે, પણ તેનાથી ધસાધન, ઉચ્ચ મનેાવૃત્તિ અને શુદ્ધ બ્યવહારમય જીવન વહન કરી શકાય તેા જ. એ નાશવ'ત અને ક્ષણિક છે એ આપણે પાંચમા અધિકારમાં દેહમમત્વત્યાગના વિવેચનમાં જોઈ ગયા. એ પેાતાનું નથી એ તા સ્વતઃસિદ્ધ છે; જો તારુ' હાત તા તારી સાથે આવત, પણ અનેક મિત્ર, સગા કે સ`ખ'ધીન દાંતા જોઇ, ચાક્કસ થાય છે કે એ તે અત્ર રહી જાય છે, ત્યારે, વાસ્તવિક રીતે તે, એ એક માટીનેા પિડ છે. ત્યારે એ માટીના પિંડને ધર્મવ્યવહારરૂપ ચાક પર ચઢાવી તપ જપ, વ્રત, ધ્યાન વગેરે આકૃતિ આપી, જ્યાં સુધી એ પાત્ર ચાલે ત્યાં સુધી, એને તારા ખરા ઉપયાગમાં શા માટે લેતા નથી ? સમજણુ રાખીશ તે એ પિડથી દુઃખના અત્યતાભાવ થશે અને તેથી જ અનંત સુખ પ્રાપ્ત થશે અને સ'સારના પ્રસગ જ દૂર * જીએ આગળ ક્ષેાક ૩૮ની નાટ. × જીએ આગળ શ્લેક ૩૫, એ Page #365 -------------------------------------------------------------------------- ________________ અધિકાર યતિશિક્ષા [ ર૯૩ જશે. વ્રત કે તપાદિક કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને પરભવે મહાસુખ મળે છે, એમ બેવડે લાભ થાય છે. (૩૧; ૨૧૨) ચારિત્રક (વિરુદ્ધ) નારકી-તિર્યંચનાં કશે यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यङ्नरकेषु यत्पुनः । તથિઃ સતિષક્ષતા સ્થિતા, વિરોષદાચતાં નહિ તર રૂ . (પૈરાથષિ૪) ચારિત્ર પાળવામાં આ ભવમાં જે કષ્ટ પડે છે અને પરભવમાં નારકી અને તિર્યંચ ગતિમાં જે કષ્ટ પડે છે, તે બંનેને અરસપરસ પ્રતિપક્ષીપણું છે, માટે સમજણ વાપરીને બેમાંથી એકને તજી દે.” (૩૨) વિવેચન–ચારિત્ર એટલે વર્તન. શુદ્ધ વર્તન રાખવામાં અને આત્મગુણરમણતા કરવામાં અભ્યાસકાળે કેટલુંક સહન કરવું પડે છે, ખાસ કરીને કેટલીક વાર તાત્કાલિક લાભને ભેગ આપવો પડે છે. એ “ચારિત્રને જૈન પરિભાષામાં “સાધુજીવન' એ એક અર્થ થાય છે અને તે જીવન પાળવામાં ઉપાધિત્યાગ, પરિગ્રહત્યાગ, ગૃહત્યાગ, સ્વાદિષ્ટ ભજનને ત્યાગ, ભૂમિશય્યા, અપ્રતિબદ્ધ વિહાર, કેશને લેચ વગેરે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરવો પડે છે. આ સર્વ વ્યાવહારિક કષ્ટ છે, હવે બીજી બાજુએ નારક તથા તિર્યંચનાં દુઃખ સુપ્રસિદ્ધ છે. નારકીને જીવોને સહેવાં પડતાં કુંભીપાક, વૈતરણ વગેરેનાં દુખે અને જાનવરને સહેવાં પડતાં વધ, બંધન, પ્રહારાદિનાં દુઃખે અન્યત્ર વર્ણવ્યાં છે. * આ પણ કષ્ટ છે. હવે ચારિત્રનાં અને પરભવનાં દુઃખને પરસ્પર વિરોધ છે. એટલે કે એક હોય ત્યાં બીજુ નહિ, એમ છે. જેઓ અત્ર ચારિત્ર પાણી અનેક પ્રકારનાં કષ્ટ સહન કરે છે, તેઓ આવતા ભવમાં મનુષ્ય કે દેવગતિ પામે છે, અને વધારે સ્થિરતાવાળે જીવ તે મેક્ષ પણ પ્રાપ્ત કરે જ્યારે અત્ર વ્યસન સેવનાર, વિષયી, કપટવ્યવહારવાળા જીવને પરત્ર દુર્ગતિ પ્રાપ્ત થાય છે. હે મુનિ ! આ બે પ્રકારનાં કષ્ટો છે, તેમાંથી એક પ્રકારનાં તે સહેવાં જ પડશે, માટે વિવેકપૂર્વક વિચાર કરી બેમાંથી એક ગ્રહણ કરી લે, એવી અમારી ખાસ ભલામણ છે. બન્ને પ્રકારનાં કષ્ટમાંથી ક્યા કષ્ટનું જોર વધારે છે, ક્યાં વધારે વખત ચાલે છે અને કયાં શુભ શશિની પરંપરા ઉત્પન્ન કરે છે–એ સર્વ બાબત પર વિચાર કરી એ બેમાંથી એક વસ્તુ રહણ કર, અથવા, શ્લેકની ભાષામાં કહીએ તે, બેમાંથી એક કષ્ટ ત્યાગ કરવાને નિર્ણય કર. (૩૨ ૨૧૩) પ્રમાદજન્ય સુખ (વિરુદ્ધ) મુક્તિનું સુખ शमत्र यद्विन्दुरिब प्रमादजं, परत्र यच्चाब्धिरिव द्युमुक्तिजम् । તો નથઃ સતિપક્ષતા પિતા, વિશેષરવાડના તવ રૂણા (વંરાથ૪િ) એક જુઓ અધિકાર આઠમે, ચતુર્ગતિદુઃખવર્ણન. * પુસુશિમિતિ પાત્તા Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] અધ્યાત્મકલ્પમ [ ત્રયોદશ “આ ભવમાં પ્રમાદથી જે સુખ થાય છે તે બિંદુ જેટલું છે અને પરભવમાં દેવ લોક અને મેક્ષ સંબંધી જે સુખ થાય છે તે સમુદ્ર જેટલું છે; આ બને સુખને પરસ્પર પ્રતિપક્ષીપણું છે, માટે વિવેક વાપરીને, બેમાંથી એકને તું ગ્રહણ કર.” વિવેચન–ભાવ ઉપરના શ્લેકને મળતું જ છે. મા, વિષય, કષાયાદિકમાં સુખ ડું, ચેડા વખતનું અને પરિણામે દુખ લાવનારૂં હોય છે, જ્યારે સ્વર્ગ કે મોક્ષનાં સુખ અનુક્રમે લાંબા કે અનંત-ચિરસ્થાયી અને ખરા સુખને જ ખ્યાલ કરાવનારાં છે. આ બને સુખને વિરોધ છે : એક હોય ત્યાં બીજું ન હોય. માટે વિવેક રાખી, વિચાર કરીને, પ્રમાદનું કે સ્વગમોક્ષનું સુખ મેળવવા નિશ્ચય કર. (૩૩, ૨૧૪) ચારિત્રનિયંત્રણનું દુઃખ (વિરુદ્ધ) ગર્ભવાસ વગેરેનું દુ:ખ नियन्त्रणा या चरणेऽत्र तिर्यकत्रीगर्भकुम्भीनरकेषु या च ।। तयोमिथः सप्रतिपक्षभावाद्विशेषदृष्टयाऽन्यतरां गृहाण ॥ ३४ ॥ (उपजाति ) “ચારિત્ર પાળવામાં, આ ભવમાં તારા પર નિયંત્રણ થાય છે; અને પરભવે તિર્યંચ ગતિમાં, સ્ત્રીના ગર્ભમાં, અથવા નારકીના કુંભીપાકમાં નિયંત્રણ (કષ્ટપરાધીનપણું) થાય છે, આ બન્ને નિયંત્રણાને પરસ્પર વિરેાધ છે, માટે વિવેક વાપરીને બેમાંથી એક ગ્રહણ કર.” (૩૪) વિવેચન–સ્પષ્ટ છે. બેમાંથી એક પ્રકારનું કષ્ટ સહન કરવું જ પડશે. અત્ર Choice between the two evils—બે દુઃખમાંથી એકને પસંદ કરી લેવાનું છે. નારકી કષ્ટ કે તિર્યંચનું કષ્ટ બહુ સખત છે અને દીર્ઘકાળનું છે; જ્યારે સાધુજીવનમાં નિયંત્રણાનું કષ્ટ એ અતિ અલ્પ, અલ્પ સમય ચાલે તેવું અને ભવિષ્યમાં હિત કરનારું હોય છે. સર્વ પ્રકારનો વિચાર કરી, બેમાંથી એક ગ્રહણ કરવા તત્પર થજે. તાત્કાલિક સુખથી લેવાઈ જઈશ નહિ, પરિણામસુખ પર વિચાર કરજે. (૩૪; ૨૧૫) પરીષહ સહન કરવાને ઉપદેશ (સ્વવશતામાં સુખ) सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्वति भूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कञ्चन ॥३५॥ (द्रुतविलम्बित) તું તપ, યમ અને સંયમની નિયંત્રણ સહન કર. પિતાને વશ રહીને (પરીવહાદિનું દુઃખ) સહન કરવામાં માટે ગુણ છે; પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવું પડશે અને તેનું ફળ કાંઈ પણ થશે નહિ.” (૩૫) વિવેચન–તપ બાર પ્રકારનાં છેઃ છ બાહ્ય અને છ આત્યંતર. બાહ્ય તપમાં ઉપવાસ વગેરે આવે છે અને અંતરંગ તપમાં પ્રાયશ્ચિત્ત વગેરે આવે છે. તેના ઉપર અગાઉ * વ્રત વગેરેને લીધે સહન કરવું પડતું કષ્ટ તથા તીર્થકર મહારાજ, ગુરુમહારાજની આજ્ઞાનું પરાધીનપણું. * મુળ મહાન તિ થાને ાિર ગુખ તિ વા વાયા Page #367 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૯૫ વિવેચન થઈ ગયું છે. યમ પાંચ છેઃ જીવવધત્યાગ, સત્યવચન-ઉચ્ચારણ, અસ્તેય (નષ્ટ થયેલું, પડેલું, વિસ્મરણ થયેલું અથવા ફેકેલું પરદ્રવ્ય ન લેવું તે, અથવા સર્વથા ચારે પ્રકારના અદતને ત્યાગ કરવો તે), અખંડ બ્રહ્મચર્ય અને ધનની મૂચ્છો ત્યાગ. એટલે ટૂંકામાં કહીએ તે, પાંચ અણુવ્રતોનું કે મહાવ્રતનું આદરવું એ યમ છે. સંયમ સત્તર પ્રકારે છે. ઉપર લખેલાં પાંચ મહાવ્રતનું આચરણ, ચાર કષાયને ત્યાગ, મન-વચન- - કાયાના મેગે પર અંકુશ અગર નિરોધ અને પાંચ ઇંદ્રિયનું દમન-એ સત્તર પ્રકારે સંયમ છે. આ તપ, યમ અને સંયમને પાળવામાં થતા બાહ્ય કષ્ટને યંત્રણા કહે છે. એ કષ્ટ તે છે, પણ તે સ્વહસ્તે વહેરેલું અને પરિણામે શુભ ફળ આપનારું છે. એ દુઃખને, ભવિષ્યમાં મહાન લાભ દેનાર જાણ, સડન કરવામાં આવે, તે તેમાંથી પણ આનંદ મળે છે અને મનમાં શાંતિ રહે છે. વળી બીજી પંક્તિમાં કહે છે તે બહુ અગત્યનું છે. સ્વવશપણે સહન કરવામાં બહુ લાભ છે. ભર્તુહરિ કહે છે કે – अवश्यं यातारश्चिरतरमषित्वाऽपि विषया. वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय ममसः, स्वय त्यक्ता ह्यते शमसुखमनन्तं विदधते ।। “ઘણા વખત સુધી રહ્યા પછી પણ વિષયો આખરે તે જવાના જ છે. લેકે જે તેને પિતાની મેળે તજી ન દે, તો પણ તેને વિગ થવાને, તેમાં કાંઈ બે મત છે જ નહિ. જો તેઓ પિતાની મેળે જશે તે મન પર મહાશોકની અસર મૂકીને જશે; જ્યારે આપણે જે તેઓને તજી દઈ એ તે તેઓ મહાશાંતિ આપે છે.” આ હકીક્ત અનુભવસિદ્ધ છે. ઘડપણમાં ઇન્દ્રિયોના વિષય, શરીરની નબળાઈથી તજવા પડે છે. ત્યાર પછી પૂર્વની ઈચ્છાને લીધે બાળચેષ્ટાઓ કરવી પડે છે. દાખલા તરીકે, ગાંઠિયાને લોટ કરવો પડે છે અને પાનને સૂડીમાં મૂકી કાપવું પડે છે. મોટી વય સુધી વિષે તજવાની ટેવ ન પડવાને લીધે આવી હાસ્યાસ્પદ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેને બદલે જે તે ઉમ્મર પ્રાપ્ત થાય તે પહેલાં સ્વયમેવ વિયેને તજવામાં આવે તે બહુ આનંદ થાય છે. વળી, આ મનુષ્યભવમાં દશ, વિશ, પચીશ કે પચાસ વરસ સંયમ પાળી સ્વવશપણે જે આત્મવિભૂતિ પ્રાપ્ત થાય છે, તેનું ફળ જ્યારે ચિરકાળ સુધીના સ્વર્ગમાં સુખ વા અનંત કાળ સુધીનાં મેક્ષનાં સુખ થાય છે ત્યારે અનુભવમાં આવે છે. અને અહીં જે તેમાં ગફલતી કરવામાં આવે છે, તે પરભવે પરવશપણે અત્યંત દુઃખ સહન કરવો પડે છે અને કાંઈ લાભ પ્રાપ્ત થતો નથી. આવી રીતે આ જ ભવમાં પરીષહ સહન કરવામાં જ્યારે અનેક પ્રકારના લાભ છે, ત્યારે તે પરભવ ઉપર મુલતવી રાખવામાં દેખીતું નુકસાન છે. એ બાબતનો વિચાર કરી અત્ર શુદ્ધ વર્તન રાખી તપ, જપ, ધ્યાન, સંયમ ઈંદ્રિયદમન વગેરે બાબતમાં વારંવાર વધારે કરવા ચીવટ રાખવી એગ્ય છે. (૩૫ ૨૩૬) Page #368 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પદ્રુમ પરીષહુ સહન કરવાનાં શુભ ફળ अणीयसा साम्यनियन्त्रणाभुवा, मुनेत्र कष्टेन चरित्रजेन च । यदि यो दुर्गतिर्भवासाऽसुखावलेस्तत्किमवापि नार्थितम् ॥ ३६ ॥ ( वंशस्थविल ) ૨૯ ] સમતાથી અને નિય‘ત્રણા ( પરિષદ્ધસહન )થી થયેલા થોડા જ કષ્ટ વડે તેમ જ ચારિત્ર પાળવાને લીધે થયેલા ઘેાડા કષ્ટ વડે જો દુર્ગતિમાં જવાની અને ગભવાસમાં રહેવાની દુઃખપરપરાના ક્ષય થઈ જતા હાય, તા તે પછી તું શુ` ઇચ્છિત પામ્યા નહિ ?” ( ૩૬ ) વિવેચન—સમતા પ્રાપ્ત કરવા મનેોનિગ્રહ વગેરે કરવાં પડે છે. સમતા આત્મિક ધમ હેાવાને લીધે, તે કરવામાં જરા પણુ કષ્ટ પડતું નથી, ઊલટું સહજ સ્વરૂપમાં રહેવાથી અને ઈંદ્રિયની પ્રવૃત્તિ તજવાથી પરમ આનંદ અને સહેજ આત્મિક શાંતિ જળવાઇ રહે છે અને સંકલ્પવિકલ્પરૂપ દાહજન્ય કષ્ટ થતું નથી; તેમ જ ચારિત્ર પાળવામાં બાહ્ય કષ્ટ છે, પણ આત્મસાષ અપરિમિત છે, એટલે એને કષ્ટ કહેવાય જ નહિ. છતાં તકરાર ખાતર એને થાડું કષ્ટ કહેા તાપણુ એનાથી જો પરભવમાં થનારી ગર્ભવાસની અને નરક, તિર્યંચગતિની અનંત વેદના મટી જતી હાય તા તા પછી ખીજુ` વધારે શું જોઈએ ? [દ્વાદશ શાસ્ત્રકાર અનેક સ્થાને વારવાર કહે છે કે ચારિત્ર અને સમતાથી દુર્ગતિના નાશ થાય છે અને માક્ષનાં અનત સુખ મળે છે. વળી, ઉપર ખત્રીસમા શ્લેાકમાં પણ આપણે આચાર્ય શ્રીના શ્રીમુખથી એ વચનની સત્યતા સાંભળી સ્વીકારી છે; તેથી ચારિત્રના કષ્ટને અને નરક-તિય ઇંચના કષ્ટને પ્રતિપક્ષતા છે એ સ્પષ્ટ ભાસે છે. આવી રીતે થાડી ક્રિયા પણ બહુ લેખે લાગે છે, માટે તદનુસાર વર્તન કરવા પ્રયાસ કરવા. (૩૬; ૨૧૭) પરીષહથી દૂર ભાગવાનાં માઠાં ફળ त्यज स्पृहां स्वः शिवशर्मलाभे, स्वीकृत्य तिर्यङ्नरकादिदुःखम् । सुखाणुभिश्चेद्विषयादिजातैः, संतोष्यसे* संयमकष्टभीरुः || ३७ || ( उपजाति ) સયમ પાળવાનાં કષ્ટથી ડરી જઈ ને વિષય-કષાયથી થતા અલ્પ સુખમાં જ તું સંતેાષ પામતા હોય, તેા પછી નરક-તિય ચગતિનાં આગામી દુઃખા સ્વીકારી લે અને સ્વર્ગ તેમ જ મેાક્ષ મેળવવાની ઈચ્છાને તજી દે.” (૩૭) વિવેચન —ઉક્ત અર્થના વ્યતિરેક પણ કહે છે : હે સાધુ ! જો તને સયમ કે જેમાં કષ્ટ નથી, તેમાં પીડા લાગતી હાય અને વિષય સેવવામાં સુખ લાગતુ. હાય, તેા પછી માક્ષની આશા છોડી દે, તેની ઈચ્છા પણ છેાડી દે અને નરક-તિય ચગતિનાં ભયકર દુઃખા સ્વીકારી લે. અર્થ સ્પષ્ટ છે અને એમાં ગ્રંથકર્તાના હૃદયભાવ સમજવા જેવા છે. જીવની * પાઠાંતર સંતોષ્યતે એ પાઠ લેવા હેાય ત્યારે કર્તા તરીકે આત્માને લઈ ખીજાને ઉપદેશ આપ્યા છે એમ સમજવું. Page #369 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] યતિશિક્ષા [ ૨૯૭ વર્તમાન દશા સુધારવાની શુભ ઈરછામાં પ્રવૃત્ત થયેલા સૂરિ કટાક્ષરૂપે કડવી ઔષધિનું પાન કરાવે છે, એ બરાબર સમજીને એના આશય પ્રમાણે વર્તન કરવું. (૩૭; ૨૧૮) પરીષહ સહન કરવામાં વિશેષ શુભ ફળ समग्रचिन्तातिढतेरिहापि, यस्मिन्सुखं स्यात्परमं रतानाम् । परत्र चन्द्रादिमहोदयश्रीः, प्रमाद्यसीहापि कथं चरित्रे ? ॥ ३८ ॥ (उपजाति ) “ચારિત્રથી આ ભવમાં સર્વ પ્રકારથી ચિંતા અને મનની આધિને નાશ થાય છે, તેથી તેમાં જેને લય લાગી હોય તેઓને મોટું સુખ થાય છે અને પરભવમાં ઈંદ્રાસન કે મેક્ષની મહાલક્ષમી મળે છે. આ પ્રમાણે છે છતાં પણ આ ચારિત્રમાં શા માટે પ્રમાદ કરે છે ?” વિવેચન–ચિંતા-રાજભય ને ચારભય. આતિ-પિતાના અને બીજાના ભરણપોષણ વગેરેથી થતી માનસિક પીડા. સાધુજીવનમાં મોટે ભાગે self-denial સ્વાત્મસંતોષ અને લત્ય વસ્તુને પણ ઈરછાપૂર્વક ત્યાગ જેવામાં આવે છે. એ સ્વાત્મસંતોષ અને સ્વયં ત્યાગમાં કેટલો આનંદ છે તે આપણે અનેક પ્રસંગે અગાઉ જઈ ગયા છીએ. એમાં ચિંતા કે બીજા કોઈ પણ પ્રકારની માનસિક ઉપાધિની ગેરહાજરી જોવામાં આવે છે. આ મોટા લાભ આગળ બીજી સર્વ વસ્તુઓ અ૫ છે, નકામી છે, અવગણનાને યોગ્ય છે. એ માનસિક સુખ પ્રાપ્ત કરવા માટે ગમે તે પ્રકારની અગવડ સહન કરવી પડે તે પણ તેમાં પાછા હઠવું જોઈએ નહિ. આ સ્થળ સુખ ઉપરાંત આત્મિક વૃત્તિ શુદ્ધ થવાથી નવીન કર્મબંધ થતું નથી અથવા થાય છે તે શુભ થાય છે. પ્રથમથી (કર્મબંધના અભાવે) એક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય છે, ત્યારે બીજાથી (શુભ કર્મબંધથી) ઈદ્ર, મહદ્ધિક દેવ વગેરેની મહાલક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચારિત્રથી સર્વત્ર આનંદ છે. ટીકાકાર તેટલા માટે જ કહે છે કે – न च राजभयं न च चौरभयं, न च वृत्तिभयं न वियोगभयम् । इहलोकसुखं परलोकसुख, श्रमणत्वमिदं रमणीयतरम् ॥ એટલે “સાધુજીવનમાં રાજભય, ચારભય, વૃત્તિ (આજીવિકા)ભય કે વિયોગભય નથી, આ ભવમાં પણ સુખ છે અને પરભવમાં પણ સુખ છે; તેથી સાધુપણું રમણીય છે.” આમ હકીકત છે, ત્યારે તે આત્મન્ ! તું સર્વ પ્રકારે લાભ કરે તેવા જીવનને પ્રાપ્ત કરવામાં અથવા પ્રાપ્ત કરીને તેને નિર્વાહ કરવામાં શા માટે પ્રમાદ કરે છે? (૩૮; ૨૧૯) * * ૨૧૧-૨૧૯ સુધીના નવ શ્લોકે બહુ અસરકારક છે અને ખાસ યતિ જીવને ઉદ્દેશીને લખાયા છે. એમાં પરીષહસાહન અને પ્રમાદિત્યાગને વિષય મુખ્ય છે. એ બાવીશ પરીષહ સહન કરવાથી મુનિજીવન સફળ થાય છે. એ બાવીશ પરીષહ નીચે પ્રમાણે છે – અ. ૩૮ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] અધ્યાત્મકનુંમ ૧. સમતાથી ક્ષુધા સહન કરવી. ૨. સમતાથી તૃષા સહુન કરવી. ૩. સમતાથી ઠં‘ડી-ટાઢ ખમની. ૪. સમતાથી તાપ-ગરમી ખમવી. ૫. સમતાથી ડાંસ-મચ્છરના ડંસ ખમવા. ૬. વસ્ત્ર પ્રમાણાપેત રાખવાં. ૭. સયમમાં અપ્રીતિ ન કરવી. ૮. સ્ત્રીસ'સર્ગ'' સર્વથા તવા. ૯. અપ્રતિબદ્ધ વિહાર કરવા, ૧૦. અભ્યાસના સ્થાનની મર્યાદા સાચવવી. ૧૧. ગમે તેવી શય્યાને લીધે રાગદ્વેષ ન કરવા. ૧૨. સમતાથી અન્યકૃત તિરસ્કાર સહન કરવા. ૧૩. સ્વવધ થાય તોપણ ધર્મત્યાગ ન કરવા. ૧૪. ચાગ્ય યાચના કરતાં શરમાવું નહિ. ૧૫, યાચના કરતાં છતાં ન મળે, પણ મનની સમસ્થિતિ ખાવી નહિ. ૧૬. રાગની પીડા સમતાથી સહેવી. ૧૭. ડાભ–તૃણાદિકના સ્પર્શ ખમવા. ૧૮. શરીરના મળ ઉપર જુગુપ્સા કરવી નહિ. ૧૯. સત્કાર-આદર થાય કે નહિ, તેની દરકાર રાખવી નહિ અને થાય ત્યારે ફુલાઈ જવું નહિં. ૨૦. જ્ઞાનીપણાને લીધે અહંકાર કરવા નહિ. ૨૧. અજ્ઞાનપણાથી ન આવડે, તે ભણતાં ક‘ટાળવુ નહિ. ૨૨. શ્રદ્ધા દેઢ રાખવી. [ યાદશ એ ખાવીશ પરીષહ મધ્યે અનુકૂળ અને પ્રતિકૂળ સવ પરીષહ સહન કરવાથી મહાસવર થાય છે, એટલે તે વખત દરમ્યાન જીવ નવાં કર્મી ગ્રહણ કરતા નથી. એ સ્થૂળ પરીષહ છે એટલુ જ નહિ પણ માનસિક પણ છે. એના આભાસ મનારાજ્યમાં તેવી જ પ્રખળતાથી થાય છે અને એની હાજરીથી જીવને બહુ વીઔદ્યાસ થાય છે. એક એક પરીષહનું સ્વરૂપ ધ્યાન રાખી વિચારવાથી જણાશે કે સ્થૂળ અગવડ સહન કરવામાં તૈયારી બતાવવાથી આ જીવ બહુ સુખ મેળવી શકે છે. સાધુજીવનને ઉદ્દેશીને લખાયેલા આ વિચારા ઘણે અંશે ગૃહસ્થાને પણ અનુકરણીય છે, જેએ પરભવ, આત્મા અને પુગળના ભિન્ન ભાવ અને પ્રત્યેકની ભિન્ન ભિન્ન હયાતી સ્વીકારતા હોય તેને જ આ આધ્યાત્મિક Page #371 -------------------------------------------------------------------------- ________________ અધિકાર 1 િિશક્ષા [ ૨૯૯ આનદ આવે એવુ છે. એ વિષયમાં ઊંડા ઊતરવાની ખાસ જરૂર છે, પણ અત્ર તા તેવા વ્યવહારની હાજરી સ્વીકારીને જ થયેાજના થઇ છે. આવા પ્રકારના આસ્તિક જીવાએ ઘેાડા કષ્ટના ભાગે સદાનુ` મહાસુખ પ્રાપ્ત કરવા સારુ પ્રબળ પુરુષાર્થ ફારવવા એ ખાસ જરૂરનું છે, એટલું જ નિહ પણુ, મહાલાભકારક છે. આ યતિશિક્ષા’ના વિષયમાં વારવાર પુનરાવર્તન આવે છે, પરંતુ તે દોષ નથી, કારણ કે આ અનાદિ મિથ્યાભ્યાસી જીવને શુદ્ધ ઉપદેશ વારવાર ઠસાવવા સારુ ચાક્કસ ઈરાદાથી થયેલું એ પુનરાવર્તન છે, અને એના આશય બહુ ગંભીર હોવા સાથે શુભ છે. સુખસાધ્ય ધર્મ કે વ્ય—પ્રકારાંતર महातपोध्यानपरीषहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः । तद्भावनाः किं समितीश्च गुप्तीर्धत्से शिवार्थिन मनः प्रसाध्याः ॥ ३९ ॥ ( उपजाति) “ઉગ્ર તપસ્યા, ધ્યાન, પરીષહ વગેરે સત્ત્વથી સાધી શકાય તેવાં છે તે સાધવાને તું શક્તિમાન ન હોય, તાપણ ભાવના, સમિતિ અને ગુપ્તિ, જે મનથી જ સાધી શકાય તેમ છે, તેને હું મેાક્ષાર્થી ! તું કેમ ધારણ કરતા નથી ? ” (૩૯) વિવેચનનથ શ્લોકમાં પરીષહુ સહન કરવાના ઉપદેશ આપ્યા. છ માસાદિક તપસ્યા અને મહાપ્રાણાયામાદિક ધ્યાન તેમ જ માટા ઉપસ, પરીષહેા સહન કરવાનું કદાચ પંચમ કાળના પ્રભાવે હાલ શારીરિક બળ જેએમાં ન હાય, તે માટે પણ રસ્તા બંધ નથી; તેએ ગુ ધારે તે લાભ પ્રાપ્ત કરી શકે તેમ છે. મન પર અકુશ હોય, તા તેને અનુસાર ઈંદ્રિયદમન, આત્મસયમ, ચોગરુ ધન વગેરે શારીરિક કષ્ટ વગરનાં મહાવિકટ કાર્યો પણ ખની શકે છે. તેથી જ ઉપર કહ્યુ` છે કે તારાથી માસખમણુ વગેરે તપસ્યા, મહાપ્રાણવાયુદમન (મહાપ્રાણાયામ) વગેરે ધ્યાન અથવા સ્થૂળ બાવીશ પરીષહસહન વગેરે સહન કરવાનું ન ખને તાપણ તારે ધબુદ્ધિને અંગે ઉત્પન્ન થતી સંસારની અનિત્યતા ભાવવી, તારું એકત્વપણું વિચારવુ, શરીરને અશુચિના પિંડ સમજી તેના પરથી મમતા ઘટાડવી વગેરે સુપ્રસિદ્ધ ખાર ભાવના ભાવવી એ તારુ ખાસ કન્ય છે, તેમ જ પ્રથમ અધિકારમાં વણુ વેલી મૈત્રી, પ્રમેાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચારે ભાવના નિરંતર ભાવવી એ પણ તારી ફરજ છે. એ ઉપરાંત કોઈ પણ વસ્તુ લેતાં-મૂકતાં, ચાલતાં, બેસતાં, મેાલતાં ઉપયાગ રાખવા—એમાં સમિતિના સમાવેશ થાય છે; જ્યારે મન-વચન-કાયાની પ્રવૃત્તિ પર અંકુશ રાખવા એ ગુપ્તિ કહેવાય છે. એ સમિતિ-ગુપ્તિ ધારણ કરવી, તે તારા મનેાખળ પર આધાર રાખે છે અને તું ધારીશ તે એને અંગે ઘણું કરી શકીશ. એ સંબ`ધમાં હજી આગળ વિસ્તારથી વિવેચન કરવામાં આવશે. (૩૯; ૨૨૦) * જુએ નીચેના ચાળીશમા શ્લાક પરનું વિવેચન, Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] અધ્યાત્મકલ્પમ [ ત્રયોદશ ભાવના-સંયમસ્થાન; તેને આશ્રય अनित्यताधा भज भावनाः सदा, यतस्व दुःसाध्यगुणेऽपि संयमे । जिघत्सया ते त्वरते ह्ययं यमः, श्रयन् प्रमादान भवाद् विभेषि किम् ॥४०॥ (वंशस्थविल) અનિત્યપણું વગેરે સર્વ ભાવનાઓ નિરંતર ભાવ; જે સંયમના (મૂળ તથા ઉત્તર) ગુણો મુશ્કેલીથી સાધી શકાય છે, તેમાં યત્ન કર. આ યમ (કાળ) તને ખાઈ જવા માટે ઉતાવળ કરે છે, ત્યારે પ્રમાદને આશ્રય કરતી વખતે તું શું સંસાર-ભ્રમણથી બીતે નથી?” (૨૪) વિવેચન–બાર ભાવનાની વધારે વિગત શાંતસુધારસ ગ્રંથમાં આપી છે – આ સંસારમાં કઈ વસ્તુ નિત્ય નથી, સર્વ નાશવંત છે, માત્ર આત્મા નિત્ય છેઃ આ અનિત્ય ભાવના. ૨. આ જીવને જિનવચન સિવાય કોઈને આધાર નથી, તે ધારે તે પોતાની સત્તા સિદ્ધ કરી, પિતાના પગ ઉપર ઊભા રહી શકેઃ આ અશરણુભાવના. ૩. આ સંસારમાં ભ્રમણ કરતાં જીવ અનેક વખત રંક અને રાજા થાય છે, ભિક્ષુ અને ઇંદ્ર થાય છે, રોગી અને પુષ્ટ થાય છે; તેમ જ સંબંધમાં પણ પુત્ર હોય તે પિતા થાય છે, સ્ત્રી હોય તે માતા થાય છે, માતા સ્ત્રી થાય છે વગેરે અનેક પ્રકારની વિચિત્રતા થયા જ કરે છે. આ સંસારભાવના. ૪. આ જીવ એકલે આવે છે, એકલો જવાનો છે, એનું કોઈ નથી, એ કેઈને નથી; એની સાથે કઈ જવાનું નથી ? એ એકત્વભાવના. ૫. જેને હે આત્મન્ ! તું તારું ગણે છે, તારાં ગણે છે, તે તારુ નથી કે તારાં નથી. પિગલિક વસ્તુઓ પર છે, વિનાશી છે, ત્યાજ્ય છે; તેમ જ સગાંસ્નેહી, સ્ત્રી, પુત્રાદિ પણ તારાં નથી, તું સર્વથી ભિન્ન છે ? આ અન્યત્વભાવના. શરીર પર તને મહામહ છે, પણ તેમાં અશુચિ ભરેલી છે, દુગધી વસ્તુથી તે ભરપૂર છે, તેમાંના એક પદાર્થ પર પણ પ્રીતિ થાય તેવું નથી. માંસ, રુધિર, ચરબી, હાડકાં અને ચામડી એ સવ અપવિત્ર પદાર્થોનું તે બનેલું છે, માટે શરીર પર મમત્વ છોડી દેવું? આ અશુચિભાવના. ૭. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન-વચન-કાયાના યોગોથી જ કર્મબંધ થાય છે એ કર્મોનું શુભાશુભપણું સમજવું અને એને પ્રવાહ વિચાર એ આશ્રવભાવના કહેવાય છે. ૮. તેવી જ રીતે સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, ચારિત્ર, પરીષહસહન વગેરેથી કમબંધ થત - ह्ययं यम इति स्थानेऽसंयमः इति पाठः प्रसिद्धार्थः । - Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અધિકાર ]. યતિશિક્ષા | [ ૩૦૧ અટકે છે, કર્મનું પ્રવેશદ્વાર બંધ થાય છે. એ સંબંધી વિચાર કરે એને સંવરભાવના કહેવામાં આવે છે. ૯. એ ઉપરાંત આત્મપ્રદેશ સાથે લાગેલાં જૂનાં કર્મોને બાહ્ય આત્યંતર તપ કરીને ખેરવી નાખવાં, એને વિપાકેદય થવા દેવે જ નહિ, એ પ્રબળ પુરુષાર્થને નિરા કહેવામાં આવે છે. એની વિચારણને નિર્જરાભાવના કહેવામાં આવે છે. વિશ્વમંડળની રચના, નરકના પાથડા તથા આંતરનું સ્વરૂપ, મૃત્યુલેકને પ્રદેશ, બાર દેવલોક, રૈવેયક, અનુત્તર વિમાન અને મોક્ષનું સ્થાન, તેમાં રહેલા જ અને તે સર્વ સાથે પિતાના સંબંધ અને તે સર્વ સ્થળમાં થયેલાં અનંતવાર જન્મ મરણ વિચારવાં એ વિશ્વરચનાભાવના. ૧૧. ધર્મ જીવને દુર્ગતિમાં પડતે બચાવે છે; એ કરતી વખતે મનમાં આનંદ થાય છે અને કોઈને નુકસાન થતું નથી. એ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર રૂપે, અથવા સાધુના દશ યતિધર્મરૂપે, શ્રાવકનાં બાર વ્રત તેમ જ એકવીસ ગુણરૂપે, માર્ગાનુસારીના પાંત્રીશ ગુણરૂપે, એમ અનેક રૂપે શાસ્ત્રમાં વર્ણવ્યું છે, તેને કહેનાર ઉત્તમ પુરુષની દુર્લભતા વિચારવી એ ધર્મભાવના. ૧૨. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને ઓળખવા મુશકેલ છે, ઓળખીને તેને પૂજવા, વાંચવા ને આરાધવા એ વધારે મુશ્કેલ છે, પરંતુ તે જ ખરું કર્તવ્ય છે, એ સાધક અરિહંત ભાવના, આ બાર ભાવના નિરંતર ભાવવી. એ ઉપરાંત મૈત્રી, પ્રદ, કરુણ અને માધ્યત્ર્ય એ ચાર ભાવનાઓ ખાસ નિરંતર ભાવવી. (એનું સ્વરૂપ પ્રથમ અધિકારમાં અને શાંત સુધારસમાં સ્પષ્ટ કર્યું છે.) હે સાધુ! તારે ચરણસિત્તરી અને કરણસિત્તરી બહુ સારી રીતે પાળવી જોઈએ. એ દરેકના સિત્તેર સિત્તેર ભેદ લખતાં લંબાણ થાય તેમ છે, છતાં પણ સંક્ષેપથી એ સિત્તેર ભેદનું સ્વરૂપ અત્ર બતાવીએ છીએ, કારણ કે એ સાધુજીવનમાં બહુ જ ઉપયોગી છે. પ્રથમ ચરણસિત્તરીના ૭૦ ભેદ બતાવીએ છીએx वयसमणधम्म संजम, वेयावच्चं च बंभगुत्तीओ । नाणाइतियं तव कोहनिग्गहाई चरणमेयं ॥ પાંચ મહાવ્રત–એ સુપ્રસિદ્ધ છે. સાધુએ લેવાનાં પાંચ મહાવ્રતો. દશ યતિધર્મ–એ બહુ જ ઉપગી છે. એ યતિજીવન જ છે - * શાંતસુધારસ ગ્રંથ બે ભાગમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ (ભાવનગર) પ્રકટ કરેલ છે. ૪ વિશેષ વિસ્તારથી આનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસુએ “પ્રવચનસારોદ્ધાર” પ્રકરણરત્નાકર ભાગ ત્રીજનાં પૃષ્ઠ ૧૬૦ થી ૨૨૮ સુધી જેવો. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] ૧. ક્ષમા ધારણ કરવી. ૨. અહંકારના ત્યાગ કરવા. ૩. સરળતા રાખવી. ૪. લેાભના ત્યાગ કરવા. ૫. તપસ્યા કરવી. અધ્યાત્મપર્ફોમ [ ત્રયાશ ૬. આશ્રવની વિરતિ કરવી. ૭. સત્ય ધારણ કરવુ. ૮. સયમમાં નિરતિચારપણું રાખવું ૯. ધનમમત્વત્યાગ-ધનના ત્યાગ કરવા. ૧૦. અખંડ બ્રહ્મચર્ય પાળવું, વિગત માટે જીએ પ્ર. ૭ પ્રશમતિ સત્તર પ્રકારે સંયમ—પાંચ આશ્રવનુ વિરમણુ; નવા કર્મ બધ કરાવનાર પ્રાણાતિપાતાદિ પાંચ મહાદોષોથી વિરામ પામવે; પાંચ ઇંદ્રિયાનું દમન; ચાર કષાયના ત્યાગ; મન-વચન-કાયાના (ત્રણ) દ'ડથી વિરતિ—એ સત્તર પ્રકારે સંયમ છે. એ સિવાય બીજી રીતે પણ સત્તર ભેદ ગણી શકાય છે. તેને માટે પણ “ પ્રવચનસારોદ્ધાર ” ગ્રંથનુ` પૃષ્ઠ ૧૬૪મું જોવુ’. દશ પ્રકારે વડીલાનુ વૈયાવચ્ચ—૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. નવદીક્ષિત શિષ્ય. પ. રાગી સાધુ, ૬. સામાન્ય સાધુ, ૭. સ્થવિર, ૮. સ`ઘ, ૯. કુળ અને ૧૦. ગણું ( એક વાચનાવાળા સાધુઓના સમુદાય તે ગણુ કહેવાય છે. ગણુના સમૂહને કુળ કહે છે અને કુળના સમૂહને સધ કહે છે.) એ સવને અધિકાર અને ગ્યતા પ્રમાણે આહાર આપીને, તેમની તજવીજ કરીને કે સેવા કરીને તેમને યાગ્ય સમાધિસાધન તૈયાર કરી આપવાં તે વૈયાવચ્ચ, નવ ખાચય ગુપ્તિ—એને શિયળની નવ વાડા કહે છેઃ-~~ ૧. જે સ્થાનમાં સ્રી, પશુ અને નપુસક હોય ત્યાં વસવું નહિ. ૨. સ્ત્રી સાથે કથા કરવી નહિ, સ્ત્રી સ`ખ'ધી કથા કરવી નહિ, સ્ત્રી સાથે એકલા વાત કરવી નહિ. ૩. સ્ત્રી જે આસન પર બેઠી હાય તે આસન પર સાથે બેસવું નહિં, તેના ઊઠી ગયા પછી પણ તે આસન પર બે ઘડી સુધી બેસવું નહિ. ૪. સ્ત્રીના કાઈ પણ અવયવ ઉપર તાકીને જોવુ નહિ. સામાન્ય રીતે જોવાઈ જાય તા ષ્ટિ ખેંચી લઈ તે અવયવની સુંદરતા સંબધી ચિંતવના કરવી નહિ, ૫. પતિની કામવિકારાદ્વિજન્ય વાત જે ઓરડાની પડખેના ઓરડામાં થતી હોય તેવા એરડામાં સૂવું કે બેસવુ' નહિ. ૬. અગાઉ સાંસારિક સુખવિલાસ ભાગળ્યા હાય તે યાદ લાવવા નહિ. ૭. સ્નિગ્ધ, માદક વસ્તુ ખાવી નહિ; અવિકારી ખારાક લેવા. ૮. અવિકારી ખારાક પણ અધિક ખાવા નહિ, ફક્ત શરીરધારણ સારુ નિર્વાહ પૂરતા જ લેવા. ૯. શરીરની વિભૂષા કરવી નહિ. Page #375 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા જ્ઞાનાદિ ત્રય-શુદ્ધ અવાધ, શુદ્ધ શ્રદ્ધા અને નિરતિચાર વતન. બાર તપસ્યા–છ બાહ્ય અને છ આત્યંતર– ૧. ઉપવાસાદિ કરવા-ખાવું નહિ તે અનશન, ૨. ઓછું ખાવું તે ઊદરિકા, ૩. ઓછી વસ્તુઓ ખાવી તે વૃત્તિસંક્ષેપ, ૪, વિયત્યાગ કરવી તે રસત્યાગ, ૫. શરીરને જે ક્રિયાથી ફલેશ થાય-કષ્ટ પડે-તે કાયકલેશ, ૬. શરીરનાં અંગોપાંગ - સંકેચી રાખવાં તે સંલીનતા. ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવરચ, ૪. જ્ઞાનાભ્યાસ, ૫. ધ્યાન અને ૬. ઉત્સર્ગ ચાર કષાયત્યાગ. –એ ચરણસિત્તરીના ૭૦ ભેદ થયા. હવે કરણસિત્તરીના ૭૦ ભેદ લખીએ છીએ :– ચાર–પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્ર અકલ્પનીય લેવાં નહિ. પિંડવિશુદ્ધિના ૪૨ દેશહિત આહાર લે. સેળ દેષ પિંડની ઉત્પત્તિને લગતા છે. પિંડ શુદ્ધ હોય તે પણ સંજોગબળથી સળ દોષ પ્રાપ્ત થાય છે. દશ દેષ એષણને લગતા છે. શુદ્ધ આહારને લેતી વખતે જેવાતા શંકા વગેરે દોષો.. (એ બેંતાળીશ દોષનું સ્વરૂપ બહુ વિસ્તારથી સમજવા ગ્ય છે. અત્ર લખતાં ગ્રંથગૌરવ થાય તેમ છે, તેથી લખ્યું નથી. જુઓ પ્રવચનસારે દ્વાર, પ્રકરણરત્નાકર, ભાગ ૩, પૃષ્ઠ ૧૬૮; તેમ જ ઉપમિતિભવપ્રપચા કથા-ભાષાન્તર, પ્રસ્તાવ થાનું પરિશિષ્ટ.) પાંચ સમિતિ– ૧. સાડાત્રણ હાથ આગળ દષ્ટિ રાખી, જેઈને ચાલવું. ૨. નિર્દભપણે સત્ય અને સર્વને અભિમત થાય તેવું, થોડું પણ મુદાસર અને હિતકારી બેલિવું. ૩. દેષ વગરનાં આહાર-પાણી વગેરે લેવાં. ૪. વસ્તુઓ લેતાં મૂકતાં પ્રમાજનાદિ ઉપગ રાખવે. ૫. લઘુશંકા, વડીશંકા વગેરે કરતાં ભૂમિશોધન કરવું. બાર ભાવના–તેનું સ્વરૂપ વિસ્તારથી ઉપર આવી ગયું છે. વિશેષ માટે જુએ શ્રી શાંતસુધારસ. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] અધ્યાત્મકલ્પદ્રુમ [ ત્રયોદશ બાર સાધુની પ્રતિમા–વાઋષભનારાચસંઘયણવાળે, ધીરજવાળે, સરવવંત પ્રાણી, શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે, મુનિની બાર પ્રતિમા વહન કરે. વિસ્તારથી સ્વરૂપ સદરહુ પ્રવચનસારોદ્ધાર ગ્રંથના પૃષ્ઠ ૨૧૭થી જોઈ લેવું. પાંચ ઈદ્રિયનિધ–સ્પષ્ટ છે. પચીસ પ્રતિલેખના –સવારે, બપોરે અને સાંજે સર્વ ઉપકરણોની પ્રતિલેખના કરવી. (જુઓ પ્રવચનસારે દ્વાર, પૃષ્ઠ ૨૨૫). ત્રણ ગુતિ-મન-વચન-કાયાના યોગે પર અંકુશ રાખવો, અગર તેમને રુંધવા. ચાર અભિગ્રહ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ-નિયમ કરવા તે. ચરણસિત્તરી નિત્ય અનુષ્ઠાન છે અને કરણસિત્તરી પ્રજનવશાત્ પ્રાય અનુષ્ઠાન છે. આ સર્વ સાધુ યોગ્ય કર્તવ્યમાં તું પ્રવૃત્તિ કરજે. પ્રમાદથી સંસાર વધતો જાય છે, મૃત્યુ નજીક આવતું જાય છે અને ગયેલ વખત ફરી મળતું નથી, તેમ જ આ મનુષ્ય દેહ ફરીને મળ મહાદુર્લભ છે. (૪; ૨૨૧) ગાંધનની આવશ્યકતા * हतं मनस्ते कुविकल्पजालैर्वचोऽप्यवद्यैश्च वपुः प्रमादैः । लब्धीश्च सिद्धीश्च तथापि वाञ्छन् , मनोरथैरेव हहा हतोऽसि ॥४१॥ (उपजाति) તારું મન ખરાબ સંકલ્પ-વિકલ્પથી હણાયેલું છે, તારાં વચન અસત્ય અને કઠોર ભાષણથી ખરડાયાં છે અને તારું શરીર પ્રમાદથી બગડયું છે, છતાં પણ તું લબ્ધિ અને સિદ્ધિની વાંછા કરે છે. ખરેખર ! તું (મિથ્યા) મનરથથી હણાય છે.” વિવેચન-મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ મહાન નિયમની સત્યતા ચિત્તદમન અધિકારમાં આપણે જોઈ ગયા છીએ. એવી જ રીતે વચન અને કાયાને નિગ્રહ કરવાની જરૂરિયાત પણ આપણે જોઈ ગયા છીએ, એ ત્રણે યોને છૂટા મૂકીને પછી લબ્ધિસિદ્ધિની ઈચ્છા રાખવી એ તદ્દન મિથ્યા છે, અસંભવિત છે, અવિચારી છે. એ પ્રસંગે લબ્ધિ થવાની કે સિદ્ધિ થવાની ઈચ્છા રાખવી, એ મનમાં નકામે ફલેશ કરાવનાર થઈ પડે છે, એનું પરિણામ કાંઈ આવતું નથી અને ખેદ થવાથી ઊલટી આત્મ-અવનતિ * प्रथमपक्तिस्थाने “दग्धं मनो मे कुविकल्पजालैः” चतुर्थपक्तिस्थाने “ मनोरथैદેવ દ રિજેtત વા પાઢ: આ પાઠાંતરમાં બીજા પુરુષને ઉદ્દેશીને કહેવાને બદલે આત્માને ઉદ્દેશીને પ્રથમ પુરુષમાં તે જ ભાવ કહે છે. એ પાઠ પણ સમીચીન છે. એને અર્થ “મારું મન કવિકલપથી બળી ગયું છે, વચન અસત્ય અને કઠોર ભાષણથી ખરડયાં છે અને શરીર પ્રમાદથી છે; છતાં પણ લબ્ધિ-સિદ્ધિની વાંછી કરીને અરેરે ! હું મનરથથી હણા છું.આ અર્થને ભાવ સમજાય તે છે આને માટે જુઓ ચાલુ અધિકારને લેક ૧૮મો. ઉપર મૂળમાં જે પાઠ બતાવે છે તે આની પછીના ત્રણું લેકને અનુરૂપ છે તેથી તે વધારે બંધબેસત છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૩૦૫ થાય છે. માટે ત્રણે ચેગાને માકળા મૂકી દઇ લબ્ધિસિદ્ધિ મેળવવાના નકામા મનારથા કરવા જ નહિ. શ્રી ગૌતમસ્વામીને લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, એ આપણે જાણીએ છીએ, પર’તુ એનું ચેાગવશીકરણ એટલું તેા ઉત્તમ હતું કે વીરપ્રભુ પર રાગ ન હેાત, તે પરમ જ્ઞાન પણ ઘણું જલદી મેળવી શકયા હાત. હે સાધુ! યાગને વશ કરવાની બહુ જ જરૂર છે. સ'સારદુઃખના આત્યંતિક નાશ અને સિદ્ધિ-લક્ષ્મીના પ્રસાદ તેનાથી બહુ જ જલદી પ્રાપ્ત થાય છે એટલું ધ્યાનમાં રાખી ચેાગગુપ્તિ માટે હવે જરા ધ્યાન રાખી નીચેના ત્રણ શ્લોક વાંચ. (૪૧; ૨૨૨) મનાયેાગ પર અકુશ-મને ગુપ્તિ मनोवशस्ते सुखदुःखसङ्गमो मनो मिलेद्यैस्तु तदात्मकं भवेत् । प्रमादचौरैरिति वार्यतां मिलच्छीलाङ्गमित्रैरनुषज्जयानिशम् ॥ ४२ ॥ ( वंशस्थ ) “તને સુખદુ:ખની પ્રાપ્તિ થવી એ તારા મનને વશ છે. મન જેની સાથે મળે છે તેની સાથે એકાકાર-એકમેક થઈ જાય છે; તેથી પ્રમાદરૂપ ચારને મળતા તારા મનને રોકી રાખ–અટકાવ, અને શીલાંગરૂપ મિત્રાની સાથે તેને નિર'તર જોડવા કર.” (૪૨) વિવેચન—મન ય મનુષ્યાં ક્ષાર વષમોક્ષર્ચા:। એ સૂત્રનુ રહસ્ય ચિત્તભ્રમન અધિકારમાં આપણે જોઈ ગયા. કર્મબંધ પર સુખદુઃખના આધાર છે અને બંધનુ કારણ મન છે; તેથી સુખદુ:ખપ્રાપ્તિ કરવી એ મનને વશ છે. આ એક હકીકત થઈ. એનું કારણ એ છે કે મન જેને મળે, તેના જેવુ તે થઈ જાય છે. શાસ્ત્રકાર તેને તેલ સાથે સરખાવે છે. તેલ થોડુ' હોય પણ પાણીમાં નાખે તા જેમ ફેલાઈ જાય છે, તેમ સંસારસમુદ્રના જળમાં મનને માકળુ' મૂકયુ' હાય તા તે દોડાદોડ કરી મૂકે છે. વળી, તેલની સાથે જેવાં પુષ્પ મેળવીએ તેવી તેની ગંધ થાય છે; ઊંચુ અત્તર પણુ તેલ મળવાથી થાય છે, અને તેલમાં મેાગરા, ચએલી વગેરે મેળવવાથી તેવી ગંધ થાય છે; માટે જો મનને સારી વસ્તુ સાથે મેળવવા પ્રયત્ન કરીશ, તેા તે સારું થશે અને નહિ તા વિપરીત થશે. તાદાત્મ્ય થવાને અગે જળનું દૃષ્ટાંત જાણવા જેવુ છે : જેમ પાણીમાં ર'ગ નાખ્યા હોય તેા તે એકરૂપ થઈ જાય છે, તેવી જ રીતે સાંસારિક કાર્યમાંનાં કોઈપણુ સાથે મનરૂપ જળને મેળળ્યું હાય, તેા મન તેના જેવુ થઈ જાય છે, તેમ જ શીલાંગ સાથે મન જોડથુ હાય તા તે તદ્રુપ થઈ જાય છે. આ પ્રમાણે મનની સબધક વસ્તુ સાથે થતી તાદાત્મ્યરૂપ પ્રાપ્તિ તરફ ધ્યાન ખેંચી કહે છે કે હું પતિ! આ પ્રમાણે વસ્તુસ્વરૂપ છે, તેથી તારા મનને પ્રમાદની સાખત થવા ઇશ નહિ, નહિ તેા એ પ્રમાદી બની જશે. એને તે શીલાંગ સાથે જોડી દેવુ', સમતા; દયા, ઉદારતા, સત્ય, ક્ષમા, ધીરજ વગેરે સગુણા સાથે તેને જોડી દેવું અને બીજો કઈ પણ પ્રકારના નીચ સંબંધ તેને ન થાય તે ધ્યાનમાં રાખવુ. (૪૨, ૨૨૩) અ. ૩૯ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] અધ્યાત્મકલ્પમ [ ત્રયોદશ અસત્યાગ ध्रुवः प्रमादैर्भववारिधी मुने ! तव प्रपातः परमत्सरः पुनः । જે નિવસિરોપમોડક્તિ ૨૦થે તવોન્મળનમવાસ્થતિ છે ૪રૂ | (વંથ) હે મુનિ! તું પ્રમાદ કરે છે તેને લીધે સંસારસમુદ્રમાં તારો પાત તે જાણે નકકી જ છે; પણ વળી પાછો ઉપર મત્સર કરે છે તે ગળે બાંધેલી મોટી શિલા જેવો છે, ત્યારે પછી તે તું તેમાંથી ઊંચે પણ કેવી રીતે આવી શકીશ?” (૪૩) વિવેચન–પ્રમાદિત્યાગ’ અધિકારમાં જોઈ ગયા કે પ્રમાદ કરવાથી સંસાર સમુદ્રમાં પાત થાય છે. સાધુધર્મમાં આત્મજાગૃતિ રાખવી એ મુખ્ય ધર્મ છે. જાગૃતિ રાખ્યા વગરને વ્યવહાર નિંદ્ય છે, હેય છે, અધઃપાત કરાવનાર છે. આત્મજાગૃતિ ચૂકનાર પ્રમાદને વશ પડે છે અથવા પ્રમાદવશ પડેલો હોય તે આત્મજાગૃતિ કરી શકતો નથી. આ બન્ને વચન બરાબર સત્ય છે. સાધુને અપ્રમત્ત અવસ્થામાં રહેવાનું તેટલા માટે જ ફરમાન છે, અને છદ્મસ્થપણુમાં અપ્રમત્ત દશા તેમ જ પ્રમત્ત દશાની સ્થિતિના સંબંધમાં જે શાસ્ત્રકારને લેખ છે, તે યથાસ્થિત છે. અત્ર તે વિશાળ અર્થવાળા પ્રમાદાચરણમાં–મધ, વિષય, કષાય વિકથા અને નિદ્રામાં-ન પડવાને ઉપદેશ છે, એ પ્રમાદ કરનારે જીવ અવશ્ય વિકાસકમમાં નીચે પડી જાય છે અને સાથે જે મત્સર-ઈર્ષ્યા કરે, તે તે પછી અધઃપાત થતી વખત ગળે માટે પથરે બાંધે છે, તેથી એનાથી તરીને ઉપર આવી જ શકાતું નથી અને બિચારો ક્ષણિક સુખ ખાતર, અનંત કાળ સુધી સંસાર સમુદ્રને તળિયે સબડ્યા કરે છે. અત્ર પર મત્સર ન કરે, પરઅવર્ણવાદ ન બેલ અને પ્રમાદ ન કરવો એ ઉપદેશ છે. સાધુજીવનમાં આ ઉપદેશ ખાસ ઉપગી છે, પણ બીજાને તેનું ઉપગીપણું ઓછું નથી. (૪૩; ૨૨૪) નિર્જરા નિમિત્ત પરીષહસહન महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यदि निर्जरार्थम् । कं प्रसङ्गागतमप्यणीयोऽपीच्छन् शिवं किं सहसे न भिक्षो ! ॥४४॥ (उपजाति ) “જયારે મોટા ઋષિમુનિઓ કર્મની નિર્જરા માટે, ઉદીરણ કરીને પણ, આતાપનાદિ સહન કરે છે, તે તું મેક્ષની ઈચ્છા રાખે છે ત્યારે પિતાની મેળે પ્રાપ્ત થયેલ અત્યંત અલ્પ કષ્ટને પણ તે સાધુ! તું કેમ સહન કરતું નથી ? (૪૪) વિવેચન-કર્મનો ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં તેને પુરુષાર્થથી આકર્ષણ કરી 9 રાક ગરમ મા મારા “ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ.” એ વાક્ય પ્રમાદનું અત્યંત અનર્થ કારીપણું બતાવવા માટે જ સમય સમય સરખા સૂકમ કાળને માટે પ્રવતેલું છે. કેમ કે સમયપ્રમાણુ ઉપયોગ છદ્મસ્થને હેત નથી, પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે, Page #379 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૩૦૭ ભોગવી લેવાં તેને ઉદીરણ કહે છે. (પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરવા માટે તેની સ્થિતિ પ્રાપ્ત થયા પહેલાં તેને ઉદયમાં લાવી ભેગવીને, આત્મપ્રદેશથી ખંખેરી નાખવા માટે કાદિ સહન કરવું તે “ઉદીરણા” કહેવાય છે.) અદ્દભુત ચારિત્રવાળા મહાત્માઓ આત્મલાભની પ્રાપ્તિ માટે કષ્ટને શોધે છે, પરમાત્માની પ્રાર્થના કરે છે કે “અમને એવાં કષ્ટ આપે, “જપ સરંતુ : રાક્ષ-અમને નિરંતર વિપત્તિ હો–આ પ્રમાણે સ્તુતિ કરીને પણ શુદ્ધ દૃષ્ટિથી આત્મકલ્યાણ માટે વિપત્તિ ભેગવનાર ધીર, વીર, પુરુષાર્થ કરનાર મધ્યાહને નદીની વેળમાં આતા પના લે છે, પિસ માસની ખરી ઠંડીમાં કપડાં વગર નદીના તીર જેવાં અતિ ઠંડીનાં સ્થળો ઉપર કાઉસ્સગ ધ્યાને રહે છે અને બીજાં અનેક કષ્ટ ખમે છે. માક્ષસન્મુખ થવાની ઈચ્છા હોય તેને આ પ્રમાણે કરવાની ખાસ જરૂર છે. અને તે સાધુ! તારી ઈચ્છા છે તે જ પ્રાપ્ત કરવાની છે, છતાં જરા કષ્ટ પડે કે તું હાય કરે છે અથવા નિઃસાસા મૂકે છે એ તને છાજતું નથી. ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક સ્વાર્થને પણ ભેગ આપે પડે છે, પરંતુ આમાં તે તેવું પણ કાંઈ નથી. આગન્તુક કષ્ટ પણ સહન કરવામાં તું પાછો શા માટે પડે છે? આને બદલે ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવી, એ તો તારો સ્વાર્થ છે. (૪૪; ૨૨૫) * ૨૨૧-૨૨૫–આ પાંચ શ્લોકમાં સાધુગુણની મુખ્યતા બતાવી. એમાં ચરણસિત્તરી, કરણસિત્તરી, ભાવનાની પ્રધાનતા અને મુખ્ય વૃત્તિએ નિર્બળ શરીરવાળા વગેરે અસમર્થને માટે પણ ત્રણ ગુપ્તિનું પ્રબળ સાધન બતાવ્યું. એ અભ્યાસથી સાધ્ય વસ્તુ છે, એમાં બાહા વસ્તુની સામગ્રી પૂર્ણ પણે ન મળી હોય તે પણ ચાલી શકે છે. વળી, દુનિયામાં કઈ પણ વસ્તુ એવી નથી કે જે અભ્યાસથી સાધી શકાય નહિ. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે – एवं च विरतेरभ्यासेनाविरतिर्जीयते । अभ्यासादेव सर्वक्रियासु कौशल्यमुन्मिलति, अनुभवसिद्धं चेदं, लिखनपठनसंख्यानगाननृत्यादिसर्वकलाषिज्ञानेषु सर्वेषां, उक्तमपि अभ्यासेन क्रियाः सर्वा, अभ्यासात्सकलाः कलाः । अभ्यासाद ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥ “વિરતિને અભ્યાસ પાડવાથી અવિરતિને પરાજય થાય છે. અભ્યાસથી સર્વ ક્રિયામાં કુશળતા પ્રાપ્ત થાય છે. લેખન, પઠન, સંખ્યાન, ગાયન, નૃત્ય વગેરે સર્વ કળાવિજ્ઞાન અભ્યાસથી થાય છે, એ પ્રમાણે સર્વ વિદ્વાનેને અનુભવસિદ્ધ છે. કહ્યું છે કે “ અભ્યાસથી સર્વ ક્રિયાઓ થઈ શકે છે, અભ્યાસથી સર્વ કળાઓ પ્રાપ્ત કરાય છે, અભ્યાસથી ધ્યાન, મૌન વગેરે થાય છે. અભ્યાસની પાસે શું મુશ્કેલ છે? આવી રીતે અભ્યાસ પાડવાની જરૂર છે. ગુપ્તિને પ્રવચનમાતા કહેવામાં આવે છે, તેનું કારણ પણ એ જ છે. એ બરાબર પ્રાપ્ત કરવાથી ભગવાનની સર્વ આજ્ઞા પળાય છે. હવે પછીના તેર શ્લોકમાં મુનિને સીધી રીતે અને આક્ષેપરૂપે શિક્ષા આપી છે, તે બહુ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] અધ્યાત્મકપર્વમ [ત્રયે દશ ઉપયાગી છે, તે પ્રકી હાવા સાથે યથાસ્થિત છે, તેથી તે પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. યતિસ્વરૂપ-ભાવદન यो दानमानस्तुतिवन्दनाभिर्न मोदतेऽन्यैर्न तु दुर्मनायते । अलाभलाभादिपरीषहान् सहन् , यतिः स तत्त्वादपरो बिडम्बकः || ४५ || ( इंद्रवंशा ) “જે પ્રાણી દાન, માન (સત્કાર), સ્તુતિ અને નમસ્કારથી ખુશી થઈ જતા નથી અને તેથી વિપરીતથી (અસત્ય, નિંદા વગેરેથી નાખુશ ધતા નથી, અને અલાભ વગેરે પરીષહાને સહન કરે છે તે પરમાથી યત્તિ છે; બાકી ખીજાએ તા વેવિડ‘ખક છે.” (૪૫ ) વિવેચન—કાઈ માણુસ આદરસત્કાર કરે, સ્તુતિ કરે અને કેાઈ તિરસ્કાર કરે, નિદા કરે, તે બન્ને ઉપર એકસરખા જ ભાવ રહે, એ સ્મૃતિસ્વરૂપ છે; એમાં ભાવધર્મનું સૂક્ષ્મ આચરણ થાય છે. માનસિક ક્ષેત્રમાં આવી રોતના ઉચ્ચ ભાવ વર્તતા હોય અને શારીરિક ક્ષેત્રમાં અનુકૂળ-પ્રતિકૂળ સ પરીષહ સહન કરવામાં દઢતા હોય, તે જ તત્ત્વથી તિપણું છે, અને તે જેનામાં હોય તે જ પરમાથ થી તિ-સાધુ કહેવાય છે. બાકી બીજા તા વેશની વિડંબના કરનારા છે, વેશધારી નટ જેવા છે. ભર્તૃહરિના નાટકમાં તેના પાઠ ભજવનાર નાટિકા પેાતાની જાતમાં કેટલા ગુણુ નિષ્પન્ન કરી શકે, એ દૃશ્ય દૃષ્ટાંતથી વેશ ધારીનું સ્વરૂપ સમજી લેવું. વેશધારીને તે એ પણ એક જાતના વ્યવહાર જ થઈ પડે છે; પછી ધાર્મિક જીવનના છેડા આવે છે. નાટકના પાઠ ભજવવા મૂકી દઈ શુદ્ધ દશા જાગ્રત કર. પૂર્ણ અનુકૂળ જોગવાઈ છતાં, પ્રસ`ગ ખાઈશ તા પસ્તાવા થશે. (૪૫; ૨૨૬) યતિએ ગૃહસ્થની ચિંતા ન કરવી दधद् गृहस्थेषु ममत्वबुद्धि, तदीयतप्त्या परितप्यमानः । अनिवृतान्तःकरणः सदा स्वैस्तेषां च पापैर्भ्रमिता भवेऽसि ॥ ४६ ॥ ( उपजाति ) ગૃહસ્થ ઉપર મમત્રબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખદુઃખની ચિ'તા વડે તપવાથી, તારું અંતઃકરણ સર્જંદા વ્યાકુળ રહેશે, અને તારાં અને તેનાં પાપથી તુ' સ'સારમાં રખડવા કરીશ.” (-૬) વિવેચન—આ મારા શ્રાવક છે, આ મારા ભક્ત છે' એ મમત્વબુદ્ધિ છે. એ રાગનુ કારણ છે, માહને નિષ્પાદન કરે છે અને એક જાતના નવા વ્યાપાર કરાવે છે. રાગ * એનેા સામાન્ય વિષય મુનિહિતશિક્ષા છે, બાકી દરેક નથી. અને કહેવત-maxims કહી શકાય. હકીકતને તે સિવાય બીજો કાંઈ સંબંધ x जयन् इति वा पाठ: । અપમાન વિષે જે સરખા હાય” તેમ જ + કહ્યું છે કે “તમો ય માળાવમાñસુ—માન અને “વિ સલ્લું જોદ ટૂર્ના—તેને દ્વેષ કરવા લાયક કાઈ પણ નથી.' Page #381 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા ( ૩૦૦ વધારે થાય છે ત્યારે ભક્ત-રાગી શ્રાવકનાં સુખદુઃખથી તેવા યતિનું મન પ્રસન્ન થાય છે અથવા બળે છે. પરિણામે મનમાં કઈ જાતની નિવૃત્તિ રહેતી નથી, સમતાને છેડે આવતે જાય છે અને અનેક પ્રકારના સાવદ્ય આદેશ-ઉપદેશ કરતાં અને ગૃહસ્થના સલાહકારક થતાં સાધુપણું નાશ પામે છે. હે યતિ ! આ તારા રાગી છે અને આ બીજા સાધુના રાગી છે એવી મુદ્ર બુદ્ધિ રાખવી એ તારા જેવા ઊંચી હદના પ્રાણીઓને શોભે પણ નહિ. ઉપાધ્યાયજી કહે છે કે તમારાથી ન રહેવાય તો મુનિ ઉપર રાગ કરજો, કારણ કે જેમ વિષનું ઔષધ વિષ છે, તેમ રાગનું ઔષધ મુનિ પરનો રાગ છે. આને આશય સમજ, શ્રાવકને મુનિ પર રાગ કરવાનું કહ્યું છે, તે એટલા માટે કે નીરાગી મુનિ પ્રેમ દ્વારા ભક્તિ કરતા શ્રાવકોને શુદ્ધ માર્ગે લાવશે. એવો જ રાગ શ્રી ગૌતમસ્વામીને શ્રી વીરપ્રભુ પ્રત્યે થયેલ સમજવો, પણ ગુરુનો રાગ તો તદ્દન પ્રશસ્ત હોય; આને બદલે તું મારા-તારા શ્રાવક કરે અને દૃષ્ટિરાગ કરાવી તે દ્વારા પિતાને અને તેઓને અનંત કાળચક્ર સુધી સંસારમાં ભમાટે, તે તે બહુ જ છેટું કહેવાય. - રાગ ઓછો કરવાના બે ઉપાય છે : ગૃહસ્થને ઓછો પરિચય જિસિંઘે જ જ્ઞા ગૃહસ્થને અપરિચય, નકામી વાર્તાને ત્યાગ, અભ્યાસમાં ચિત્તક્ષેપન, શાસ્ત્રોક્ત રીતે નવકલ્પી વિહાર અને એક સ્થાન પર ઘડપણ, અશક્તિ, રેગાદિ કારણ સિવાય વિશેષ સ્થિરતા ન કરવાની ટેવ—એ પ્રથમ ઉપાય છે, જે બાહ્ય વર્તનને લગત છે; અને બીજો ઉપાય રાગનું કહુવિપાકપણું, આત્મ-પરિણતિનું ડબાવાપણું વગેરેની ચિંતવના કરવી એ છે. (૪૬; ૨૨૭) ગૃહસ્થચિત્તાનું ફળ त्यक्त्वा गृहं स्वं परगेहचिन्तातप्तस्य को नाम गुणस्तवर्षे ? । आजीविकास्ते* यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुनिवारा ॥ ४७ ॥ ( उपजाति ) પિતાનું ઘર ત્યજીને પારકા ઘરની ચિંતાથી પરિતાપ પામતા હે ઋષિ ! તને શે લાભ થવાને છે? (બહુ તે) યતિના વેશથી આ ભવમાં તારી આજીવિકા (સુખે) ચાલશે પણ પરભવમાં મહામાઠી દુર્ગતિ અટકાવી શકાશે નહિ.” (૪૭) વિવેચન–તારે સંસારીપણાનું એક ઘર હતું, તેની ચિંતા મૂકીને હવે શ્રાવકનાં ઘણાં ઘરની ચિંતા તું કરે છે તેથી લાભ શો? આ તે “લેને ગઈ પૂત ઔર ખે ૧. અથવા સપના વિષનું ઔષધ સપનો મણિ છે તેમ * સાવિવાહૈ એ પ્રમાણે પાઠ સર્વત્ર જણાય છે, તેનો અર્થ શબ્દાર્થમાં આપ્યો છે તેમ થઈ શકે છે, પણ સકારની જરૂર બહુ લાગતી નથી. ‘તારી આજીવિકા” એવો અર્થ વિશેષ યોગ્ય જણાય છે. ગાયિશા મારતે એમ ભાવ નીકળી શકે એટલે યતિશથી તારી આજીવિકા વર્તે છે– ચાલે છે: આ પ્રમાણે અર્થ કરવાથી ભાવ બેસતે આવે છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] અધ્યાત્મકલ્પમ [ ત્રિવેદી બેઠી અસમ' એના જેવું થાય છે. તારું કામ શું છે? તને લાભ શું છે? આ પિટ ભરવું એ તું મુશ્કેલ ધારે છે અને તેને માટે મુનિને વેશ લીધે હય, તે તને યતિશથી આ ભવમાં ખાવાનું તે મળશે, એટલો લાભ થશે, પણ પરભવમાં મહાદુર્ગતિમાં જવું પડશે, વળી, પેટ ભરવું એમાં કાંઈ વિશેષ નથી. તારા જેવા પ્રબળ પુરુષાથી તે એક દિવસમાં આખા વર્ષનું ગુજરાન રળી શકે, માટે નકામા કારણ માટે બધું વ્યર્થ હારી જા મા. મુદ્દે ગૃહસ્થચિંતા કરી તું બધું હારી જાય છે તે વિચાર. (૪૭૨૮) તારી પ્રતિજ્ઞા-વિરુદ્ધ તારું વર્તન कुर्वे न सावधमिति प्रतिज्ञां, बदन्नकुर्वन्नपि देहमात्रात् । રાવ્યાદ્રિા ગુન હૃથાન, હા જરા વારિ વાર્થ મુમુક્ષુ? I૪૮ (૩vજ્ઞાતિ) “હું સાવદ્ય કરીશ નહિ એવી પ્રતિજ્ઞાનું દરરોજ ઉચ્ચારણ કરે છે, છતાં શરીર માત્રથી જ સાવદ્ય કરતા નથી અને શય્યા વગેરે કામોમાં તે મન અને વચનથી ગૃહસ્થને પ્રેરણા કર્યા કરે છે ત્યારે તું મુમુક્ષુ શાને ?” (૪૮) વિવેચન–ાર્થ સાથi si gવવામિ નાયકના તિળિ ત્યાદિ. એટલે “હે પ્રભુ! સર્વ પ્રકારનાં સાવદ્ય કાર્યોને જીવન પર્યત ચિંતવીશ નહિ, કરવાને આદેશ આપીશ નહિ, કરીશ નહિ અને તે સર્વ મન-વચન-કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, એટલું જ નહિ પણ કરનારને સારા જાણીશ નહિ”-આવી સખત પ્રતિજ્ઞા તે ચારિત્ર ગ્રહણ કરતી વખતે લીધી છે, એટલું જ નહિ પણ દરરોજ તે પ્રતિજ્ઞા નવ વાર બોલે છે, પુનરાવર્તન કરે છે, દઢ કરે છે; પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો તું માત્ર કાયાથી સાવદ્ય કરતો નથી (કારણ કે સાધુના વેશને તે છાજે નહિ), લોકભય, દેખાવ અને એવાં કેટલાંક બાહ્ય કારણોથી કાયાથી વિરત રહે છે; બાકી વચન અને મનથી તે અનેક પ્રકારના આદેશ અને ઉપદેશ સીધી અને આડકતરી રીતે કરે છે, કરાવે છે અને અનુમોદે છે. આવી રીતે પ્રતિજ્ઞા નહિ પાળવાથી જીવ મૃષાવાદ બલવાને પણ દેષ કરે છે. નિવૃત્તિનું ખરું સ્વરૂપ ધ્યાનમાં હોય તે જ ચિંતવનમાં પણ સાવદ્ય ત્યાગ થઈ શકે છે. સંસાર પરથી વિરક્ત ભાવ જેને આવ્યો હોય, તેવો પ્રાણ તે વધારે ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. ત્યાગ કરેલા–વમેલા સાવદ્ય ચે તરફ તે દષ્ટિપાત પણ કરતો નથી. હે યતિ! કેટલીક વાર દેખીતા બીજા શબ્દોમાં પણ સમજાઈ જાય તેવા સાવ આદેશ તારાથી થઈ જાય છે તેથી સાવધ રહેજે. તારે મુમુક્ષુ થવું હોય તો એ હાનિકારક પ્રણાલિકા બંધ કરી દેજે. (૪૮; ૨૨૯) + વાgિ tતિ વા પાઠઃ | Page #383 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૩૧૧ દેખીતાં પ્રશસ્ત સાવધ કર્મોનું ફળ कथं महत्त्वाय ममत्वतो वा, सावद्यमिच्छस्यपि सङ्घलोके । न हेममय्यप्युदरे हि शस्त्री, क्षिप्ता क्षणोति क्षणतोऽप्यमन् किम् ॥ ४९ ॥ (उपजाति ) મહત્વતા માટે અથવા મમત્વપણાથી સંઘલેકેમાં પણ સાવદ્ય કેમ વાંછે છે? યુ સેનાની છરી હોય તે પેટમાં મારવામાં આવે ત્યારે તે એક ક્ષણવારમાં પ્રાણનો નાશ કરતી નથી ?” (૪) વિવેચન–આ સ્થાને પ્રતિષ્ઠાલેખ છેતરાશે, તેમાં મારું નામ રહેશે, લોકમાં પ્રસિદ્ધ થશે–આવી કાંઈક યશકીર્તિ મેળવવાની બુદ્ધિથી, કાંઈક મારાપણાના મોહથી અને વિશેષે કરીને અજ્ઞાનથી સાવદ્ય કર્મોને આદેશ-ઉપદેશ થઈ જાય છે. કઈ પણ કાર્યમાં જે જરા પણ પીદ્દગલિક આશા રાખી, અભિમાન કે કપટ કર્યું તે તે અશુદ્ધ કર્મ જ થાય છે, પછી તે પ્રશસ્ત હો કે અપ્રશસ્ત છે, પણ તેવાં કૃત્યથી પાપબંધ અને તેનાં ભયંકર પરિણામો અવશ્ય થાય, તે તું શા માટે કરે છે? છરી હોય, પછી તે સોનાની હેય કે રત્નજડિત હોય, પણ ઉદરમાં બેસી હોય તો જરૂર આંતરડાં બહાર કાઢે છે અને પ્રાણ લે છે. આવી રીતે વસ્તુસ્વભાવના પેટા ખ્યાલથી કેટલાક ધર્મને બહાને અપ્રશસ્ત આચરણ કરી, પોતાના આત્માને છેતરનારા તનિમિત્ત અનંત સંસાર વધારે છે. વાત એ છે કે મમતા કે મહત્ત્વતાને અંગે જે અપ્રશસ્ત આચરણ થાય છે તે નુકસાન કરનાર થાય છે. તે સિવાયનાં કાર્યો પ્રશસ્ત હેતુથી કરવામાં આવ્યાં હોય તે તેને અત્ર નિષેધ નથી. સેનાની છરી જે પેટમાં મારી હોય તે આંતરડાં કાપી નાખે છે, પણ જે તેને મ્યાનમાં રાખવામાં આવે તો તે શોભા આપે છે અને બચાવ કરે છે. એ દષ્ટાંત બહુ ઉપયોગી છે. પ્રાજ્ઞ ધીમાન્ સંત એવાં સાવદ્ય કાર્યોથી દૂર રહે છે, ઉપદેશ કરે છે, તે પણ પદગલિક વાંછા વગર શ્રોતાના એકાંત લાભની અપેક્ષાએ જ કરે છે. મમત્વ અને મહત્ત્વતાને અંગે સંઘ માટે પણ થતું સાવદ્ય ચિંતવન આત્મજીવનરૂપ ઉદરમાં નાખવાથી સંયમપ્રાણને હરી લે છે. છરી લેઢાની જ છે, પણ તે સંઘલોકને અંગે વપરાવાથી સેનાની છે એમ ગણવામાં આવ્યું. અત્ર મમત્વ અને મહત્વતાને શસના-છરીને મૂળ સ્થાનકે રાખવામાં આવ્યાં છે; ઉદર તે આત્મપરિણતિ અને પ્રાણસ્થાને ચારિત્રજીવન; એમ ભેજના કરી છે. (૪૯; ૨૩૦) નિપુણ્યકની ચેષ્ટાફ ઉદ્ધત વર્તન, અધમ ફળ रङ्कः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादाद् गुरोवर्षे प्राप्य यतेः कथञ्चन कियच्छास्त्रं पदं कोऽपि च । मौखर्या दिवशीकृतर्जुजनतादानार्चनैर्गर्वभागआत्मानं गणयनरेन्द्रमिव धिग्गन्ता दूतं दुर्गतौ ॥५०॥ (शार्दूलविक्रीडित) Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ત્રયાદશ કાઈ ગરીખ-રાંક માણસ લેાકેાના અપમાનને ચાગ્ય સ્થાન તજી દઈને ગુરુમહારાજની કૃપાથી, મુનિના વેશ પામે છે, કાંઇક શાસ્ત્રાના અભ્યાસ કરે છે અને કોઈ પદવી મેળવે છે, ત્યારે પોતાના વાચાળપણાથી ભદ્રિક લોકેાને વશ કરીને, તે રાગી લેાકેા જે દાન અને પૂજા કરે છે તેથી પાતે ગવ માને છે અને પોતાની જાતને રાજા જેવી ગણે છે, આવાઓને ખરેખર ધિક્કાર છે ! તેઓ જલદી દુષ્કૃતમાં જવાના છે. (અનતાં દ્રવ્યલિંગા પણ આવી દશામાં વવાથી જ નિષ્ફળ થયાં છે.)” (૫૦) વિવેચન—સાંસારિક સર્વ ભાવ અપમાનને પાત્ર છે. ગરીબ કુળ, પરની અપેક્ષા, દાસપણું, પરતંત્રતા વગેરે સંસારને અગે થતા અનિવાય સહચારી ભાવે છે. એના ત્યાગ થવા એ મહાપુણ્યના ઉદય છે. ગુરુમહારાજની મહાકૃપા થાય ત્યારે જ સદુપદેશધારા આ જીવરૂપ ક્ષેત્રમાં પડે છે; તેથી મુનિપણાના ઉદ્દગમ થાય છે, અને ઉક્ત અપમાનનાં સ્થાનકાના ત્યાગ થાય છે. આવા મહાન્ લાભ પ્રાપ્ત થયા પછી જીવ્ર શાસ્ત્રાભ્યાસ કરે છે, પડિતપદ વગેરે પદવી મેળવી પ ંડિત તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થાય છે અને વ્યાખ્યાન આપવા બેસે છે. ચેાગ્ય જીવા ઉપદેશ સાંભળી દાન, શીલાદિ તથા પૂજા, પ્રભાવનાદિ ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ આ જીવ બિચારા ધર્મક્રિયામાં પણ સ`સાર ચલાવે છે, એટલે સાંસારિક ભાવ-પૌદ્ગલિક ભાવ-ના ત્યાગ કરી શકતા નથી. એને તે વખતે અહંકાર આવે છે કે અહા! મારા ઉપદેશથી આ ધર્મ કરે છે, મારા હુકમ માને છે, હું રાજા જેવા છુ' વગેરે. અત્ર તારા હુકમ માને છે એમ લાગે છે, પણ વસ્તુતાએ તેમ નથી, સિપાઈ વૌર’ટ લઈ ને આવે, તે તેને તાબે થનાર પ્રાણી સિપાઈના હુકમને તાબે થતા નથી. પણ માજીસ્ટ્રેટ તરફથી નીકળેલા વારટને તાબે થાય છે; તેમ તારી પાસે ધર્માંનુ વારટ (જિનેશ્વર મહારાજનાં વચનરૂપ સિક્કો અને તેઓએ પહેરવા ફરમાવેલ વેશરૂપ યુનિામ*) છે, તેને જ તેઓ તાબે થાય છે અને તેને જ માન આપે છે. એમાં તારા અ'ગત માનની માન્યતા હાય, તા એ બન્ને તારી પાસે નહાતાં તે વખતની તારી અગાઉની સ્થિતિ તપાસી લે, યાદ કર. શ્રી ઉપમિતિભવપ્રપ’ચાના – પીઠમ ́ધમાં ગ્રંથકર્તા શ્રી સિદ્ધર્ષિ ગણુ પેાતાનુ ચરિત્ર આપે છે, તેમાં નિપુણ્યક નામના પેાતાના રંક જીવ ગુરુના પ્રસાદથી સાધુભાવ પામે છે ત્યારે પાછે અહંકાર કરી કેવા અધઃપાત પામે છે એનું સ્પષ્ટ ચિત્ર આપ્યુ છે, (જુઓ મૂળ પૃષ્ઠ ૧૪૨, ભાષાંતર પૃષ્ઠ ૧૬૫) અને વાસ્તવિક હકીકત પણ એ જ છે. વિષયકષાયમિશ્રિત દંભથી ગમે તેટલી ધર્મકરણી કરવામાં આવે, તેમાં કાંઇ લાભ નથી, એમાં પુણ્ય મધ થાય તે તે પણ સંસાર છે, માટે પૌલિક ફળની અપેક્ષા રાખ્યા વગર શુદ્ધ અધ્ય*દરેક પેલિસ અથવા લશ્કરીને હેાદ્દાની રૂઇએ પહેરવા પડતા એકસરખા ડ્રેસ. + પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. Page #385 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૩૧૩ વસાયથી ધર્મક્રિયા કરવી. અભિમાનથી તે આ જીવ અનેક વખત ધન ખરચે છે, ક્રિયા કરે છે, કષ્ટ વેઠે છે અને પ્રાણાંત ઉપસગે પણ ખમે છે, પરંતુ એના આશય શુદ્ધ નથી તેથી તેવી ફળપ્રાપ્તિ થતી નથી. (૫૦; ૨૩૧) ચારિત્રપ્રાપ્તિ-પ્રમાદત્યાગ प्रायापि चारित्रमिदं दुरापं, स्वदोषजैयेद्विषयप्रमादैः । भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो ! हतोऽसि दुःखैस्तदनन्तकालम् ॥ ५१ ॥ ( उपजाति) મહાકથી પણ મળવુ` મુશ્કેલ એવુ. આ ચારિત્ર પ્રાપ્ત કરીને પેાતાના દોષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદા વડે હું ભિક્ષુ! તું સંસારસમુદ્રમાં પડતે જાય છે અને તેના પરિણામે અન’ત કાળ સુધી દુઃખ પામીશ.’ ( ૫૧ ) વિવેચન—સ્પષ્ટ છે. ઉપરના લેાકના ભાવ અત્ર પ્રગટ કર્યાં છે. કખ ધન દ્વારા તારા પેાતાના ઉત્પન્ન કરેલા વિષય-પ્રમાદા છે અને તેના જો પ્રસાર થવા ઈશ, તેા પછી અન’ત કાળ સુધી તારે દુઃખા ખમવાં પડશે. મુખ્ય વાત એ જ છે કે વિષય, પ્રમાદ અને તજન્ય ક્રિયા ભવભ્રમણને જ હેતુ થાય છે. સુજ્ઞ જીવ ગમે તેવું વન ચલાવે, તા પછી વાસ્તવિક રીતે અનત દુઃખસમુદ્રમાં ડૂબતે જાય તેમાં નવાઈ નથી. ( ૫૧૬ ૨૩૨ ) બાધિમીજપ્રાપ્તિ-આત્મહિતસાધન कथमपि समवाप्य बोधरत्नं, युगसमिलादिनिदर्शनाद् दुरापम् । कुरु कुरु रिपुवश्यतामगच्छन्, किमपि हितं लभसे यतोऽर्थितं शम् ||५२ || ( पुष्पिताग्रा)* યુગસમિલા વગેરે સુપ્રસિદ્ધ દૃષ્ટાંતાથી મહામુશ્કેલીથી મેળવી શકાય તેવું આધિરત્ન ( સમકિત ) પામીને શત્રુઓને તાબે થઈ ન જતાં કાંઈ પણ આત્મહિત કર, જેથી કરીને ઇચ્છિત સુખ પ્રાપ્ત થાય.” (પર) વિવેચન—સમતિ થવાનાં શાસ્ત્રકાર અગિયાર કારણેા કહે છે ઃ અનુક ંપા, અકામ નિર્જરા, અજ્ઞાન તપ, દાન, વિનય, અભ્યાસ, સચૈાગ-વિયેાગ, દુઃખ, ઉત્સવ, ઋદ્ધિ અને સત્કાર. એ સમક્તિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. મનુષ્યજન્મની દુલભતા ખતાવવા માટે શાસ્ત્રમાં દશ ષ્ટાંતા કહ્યાં છે, જે અતિ પ્રસિદ્ધછે, એના પર સ`પૂર્ણ વિવેચન કથાસહિત આ ગ્રંથમાં અગાઉ થઈ ગયું છે× તે દૃષ્ટાંતા પૈકી ચુગ-સમિલાના દૃષ્ટાંતમાં‡ આપણે વાંચ્યું. હતું કે બે ખાજીએ થઈને અધ રાજ પ્રમાણુના સ્વયંભૂરમણ નામના સમુદ્ર છે, તેમાં * ન, ન, ર, ય (૧–૩); ન, જ. જ, ર, ૩. (૨-૪). અક્ષર દરેક ચરણમાં અનુક્રમે ૧૨-૧૩, ૧૨-૧૩ છે. ‘અપરવક્ત’ની ઉપર એક ગુરુ અક્ષર ઉમેરવાથી ‘પુષ્પિતાત્રા’ થાય છે. એ વિષમ વૃત્ત છે. ગન્ત પુષ્પિસામ્રા છંદોનુશાસન, યુત્તિ નથુનરેવતો ચહારો, યુત્તિ ચ નનૌ નમશ્ર પુષ્વિતાપ્રા / વૃત્તરત્નાકર. × જુઓ પૃષ્ઠ ૧૩૨ થી આગળ ચાલુ. → પૃષ્ઠ ૧૩૮. આ ૪૦ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] અધ્યાત્મકલ્પદ્રુમ [ aોદરા એક દિશાએ ધંસરું અને બીજી દિશાએ તેની સમિલા (ધસરામાં જોતર ભરાવવા માટે નાખવાની ખીલી) નાખી હોય, તે તરતાં તરતાં આટલું મોટું અંતર ભાંગીને એકઠાં થાય, એ બનવું જ મુશ્કેલ છે; કદી એક જગ્યાએ આવે, પણ પાસે પાસે થાય, તે પણ મુશ્કેલ છે. અને થયા પછી યુગમાં સમિલા પરવાઈ જાય તે તે અતિ મુશ્કેલ છે, લગભગ અશક્ય જેવું છે. કદાચ આ તે શક્ય થાય, પણ મનુષ્યભવ પ્રાપ્ત થવો તે તે એથી પણ વધારે મુશ્કેલ છે અને બે ધિબીજ પ્રાપ્ત થવું એ તે તેથી પણ વધારે મુશ્કેલ છે. સમકિત પ્રાપ્ત કરી વળી પાછા કામ, ક્રોધાદિક શત્રુને તાબે થઈ જઈશ, તે વધારે રખડપટ થશે. હે યતિ! તેટલા માટે તારે તે આત્મહિત કરવામાં જ ઉદ્યમ કરે અને તને તારું ઈચ્છિત સુખ પ્રાપ્ત થાય નહિ-મોક્ષ મળે નહિ-ત્યાં સુધી પ્રબળ પુરુષાર્થ કર્યા જ કરે. (પર; ૨૩૩) શત્રુઓનાં નામની ટીપ द्विषस्त्विमे ते विषयप्रमादा, असंवृता मानसदेहवाचः । असंयमाः सप्तदशापि हास्यादयश्च बिभ्यच्चर नित्यमेभ्यः ॥५३॥ (उपेन्द्रवज्ञा) “તારા શત્રુઓ વિષય, પ્રમાદ, વિના અંકુશે પ્રવર્તાવેલાં મન, શરીર અને વચન, સત્તર અસંયમનાં સ્થાનક અને હાસ્યાદિ છ છે. તેઓથી તું નિરંતર ચેતતે (બી) ચાલજે.” (૫૩) - વિવેચન–આ લોકમાં તારા શત્રુઓનાં નામની ટીપ આપી, તેને ઓળખાવે છે અને તેઓથી નિરંતર સાવચેત રહેજે, એ તેમાં ઉપદેશ છે, શત્રુઓનાં નામે – સ્પર્શ (૮), રસ (૫), ગંધ (૨), રૂપ (૫) અને શબ્દ (૩)એ પાંચ ઈદ્રિયોના મૂળ પાંચ અથવા ઉત્તરભેદરૂપ ત્રેવીશ વિષય. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રમાદ. મન, વચન અને કાયાના સંયત કર્યા વગરના વ્યાપારે. સંયમને સત્તા સ્થાન પર અભાવ અથવા અનુપગ તે અસંયમ. પાંચ મહાવ્રત, પાંચ ઇન્દ્રિયનું દમન, ચાર કષાયને ત્યાગ અને ત્રણ ભેગનું રૂંધન, એ સત્તર ભેદે સંયમ છે. એની ગેરહાજરી એ અસંયમ છે. હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય અને દુર્ગછા એ છ નેકષાય છે, કષાયને ઉત્પન્ન કરનારા છે અને સંસાર વધારનારા છે. તેમ જ સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ-એ ત્રણ પણ નોકષાય છે અને ખૂબ સંસાર વધારનાર છે. આ સર્વ મહાશત્રુઓ છે. તેમાંના કેટલાક મિત્રભાવે દુશમનાવટ કરે છે અને જીવને આકુળવ્યાકુળ કરી નાખે છે. એનાથી સાવધ રહેવાની બહુ જરૂર છે. નામ આપવાનું કારણ પણ એ જણાય છે કે આ જીવ તેને ઓળખી, ચીવટ રાખીને તેઓથી સાવધ રહે. (૫૩૨૩૪) Page #387 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] ાિંશક્ષા સામગ્રી તેના ઉપયાગ गुरूनवाप्याप्यपहाय गेह - मधीत्य शास्त्राण्यपि तत्ववाचि । निर्वाहचिन्तादिभराद्यभावेऽत्यृषे ! न किं प्रेत्य हिताय यत्नः ॥ ५४ ॥ ( उपजाति) “ હું યતિ ! મહાન ગુરુની પ્રાપ્તિ થઈ, ઘરબાર છાંડડ્યાં, તત્ત્વ પ્રતિપાદન કરનારા ગ્રંથાના અભ્યાસ કર્યાં અને નિર્વાહ કરવાની ચિંતા વગેરેના ભાર ઊતરી ગયા, છતાં પશુ પરભવના હિત માટે પ્રયત્ન કેમ થતુા નથી ? ’' (૫૪) વિવેચન—હૈ સાધુ ! તને સદ્ગુરુ મળ્યા, તે ઘરમાર છેડયાં, પૈસા છેાડવા, શ્રી છેાડી અને સથી વધારે દ્રવ્યાનુયાગની ફ઼િલાસૌફીનુ' તને જ્ઞાન પ્રાપ્ત થયું', તેમ જ એ સવથી વધારે તારે ભરણપાષણ કરવાની ચિંતા મટી ગઈ, તારે વ્યાપાર કરવાની, અરજી લખવાની, દવા આપવાની, નામું' માંડવાની, હિસાબે ચૂકવવાની, ખટપટ કરવાની, રાજ્ય ચલાવવાની કે એવી કાઈ પણ જાતની ચિંતા રહી નથી. તેમ જ તારે પુત્ર-પુત્રીઓને ઉછેરવાની, ભણાવવાની કે પરણાવવાની ચિંતા નથી; સ્ત્રી સારુ ઘાટ ઘડાવવા નથી કે સાડીએ ખરીથ્વી નથી, ઘર બાંધવાં નથી કે રિપેર કરારવાં નથી—આવી કોઈ પણ જાતની ઉપાધિ નથી; છતાં તું સંસારમાં-વિષયકષાયમાં-રાચ્યા-માચ્યા રહે છે, એ તારી ભૂલ છે. સંસારમાં ડૂબવાનાં સાધના-નિમિત્તો તે દૂર કર્યાં છે, છતાં પણ્ સ'સારને વળગતા જાય છે એ તારું દીર્ઘદશી'પણું નથી. તુ' આ બધુ જાણે છે, છતાં પરભવનુ હિત થાય, તેવા પ્રયાસ શા માટે કરતા નથી ? તું અને ભવનુ` બગાડે છે; માટે વિચાર કર, જાગ્રત થા અને કાર્યસિદ્ધિના રસ્તા પર આવી જા, (૫૪; ૨૩૫) ( [ ૩૧૫ સચમની વિરાધના કરવી નહિ विराधितैः संयम सर्वयोगैः, पतिष्यतस्ते भवदुःखराशौ । શાસ્રાપ્તિ શિષ્યોવધિપુસ્તહાથા, મારૢ હોળા ગાળાય નાહમ્ ॥॥ (વજ્ઞાતિ) “ સંયમના સવ ચાગેાની વિરાધના કરવાથી, તું જ્યારે ભવદુઃખના ઢગલામાં પડીશ, ત્યારે શાસ્ત્રા, શિષ્યા, ઉપધિ, પુસ્તક અને ભક્ત લેાકેા વગેરે કાઈ પણ તને શરણુ આપવાને શક્તિમાન થવાનાં નથી.” (૫૫) વિવેચન—સયમના સત્તર ભેદની વિરાધનાનાં ફળ શું થશે તે ઉપરના શ્લેાકેામાં આપણે અનેક વાર જોઈ ગયા. દુર્ગાતિગમન અને અનંત ભવભ્રમણ એ સંયમવરાધનાનાં અનિવાર્ય ફળ છે, આ નિર્વિવાદ વાત છે. ત્યારે પછી તારો આધાર શે! છે એને વિચાર કર્યાં ? સમજ કે તે` માટાં આચારાંગાદિ સૂત્રેા વાંચ્યાં હશે કે માટા શિષ્યના પરિવાર એકઠા કર્યો હશે, ઉપધિ સંગ્રહી હશે, પુસ્તક-પાનાંના ભંડાર કર્યો હશે કે તને નમન કરનારા અનેક શ્રાવકા તારા ભાવિકા હશે, પરંતુ દુર્ગતિએ જતાં એ કોઈ પણ તારી પડખે Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] અધ્યાત્મકપર્ફોમ * ત્રયોદશ ઊભાં રહેવાનાં નથી, તને મદ કરવાનાં નથી; ઊલટા કેટલાક તા તને પડતાં પડતાં ધક્કો મારતા જશે. આવી રીતે તને કોઈ આધાર આપવાને શક્તિમાન થવાનુ નથી. વાસ્તવિક હકીકત એ છે કે તારે સયમગુણની વિરાધના કરવી નહિ. પરવસ્તુની આશા ખેાટી છે. પુદ્દગળ કે પરજીવ આ જીવને મદદ કરતા નથી, આ જીવ એકલે જ છે, માટે પરભવ માટે આવાં આલંબના શેાધવા કરતાં એવા પ્રસંગ જ ન આવે એવુ કાર્ય કર. મતલખ કે સાધુ તરીકે સયમ પાળવાની તારી ફરજ છે, તે સમજી તનુસાર વર્તન કરી, આત્માને અનંત દુઃખરાશિમાં પડતા બચાવ. (૫૫; ૨૩૬) સયમથી સુખ : પ્રમાદથી તેને નાશ यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्य- कोटीर्नृणां द्विनवतां ददाति । किं हारयस्यधम ! संयमजीवितं तत्, हा हा प्रमत्त ! पुनरस्य कुतस्तवाप्तिः १ ॥ ५६ ॥ ( વસન્તતિા) “જે (સંયમ)ની એક ક્ષણ (મુહૂત') પણ ખાણું ક્રોડ પલ્યાપમથી વધારે વખત સુધી દેવલાકનાં સુખા આપે છે, એવા સંયમજીવનને હું અધમ ! તું કેમ હારી જાય છે ? હે પ્રમાદી ! ફરીવાર તને આ સયમની પ્રાપ્તિ પણ કત્યાંથી થશે ? ” (૫૬) વિવેચન—ટીકાકાર શ્રી ધનવિજય ગણિ લખે છે કે સયમજીત્રનની એક ક્ષણ પણુ મનુષ્યને દેવલાકનાં સુખા ખાણું ક્રોડ પલ્યેાપમથી વધારે વખત સુધી આપે છેઃ— सामाइयं कुणतो, समभावं सावओय घडियदुगं । आउं सुरेसु बंधइ, इत्तियमित्ता पलियाई ॥ areas कोडीओ, लक्खागुणसट्ठि सहसपणवीसं । नवसय पणवीसाए, सतिहा अडभागपलियस्स ॥ “સામાયિક કરતાં શ્રાવક બે ઘડી સુધી સમભાવમાં વર્તે ત્યારે તે આટલુ' દેવતાનુ આયુષ્ય બાંધે છે: ખાણુ' ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવશે ને પચીશ અને ત્રણ આઠમા ભાગ (૯૨,૫૯,૨૫,૯૨૫ )પલ્યેાપમનુ દેવાયુ ખાંધે છે. ” ઇતિ પ્રતિક્રમણુસૂત્રવૃત્તૌ. એક ક્ષણ * માત્ર ચારિત્ર પાળવામાં આટલા કાળ સુધી દેવતાનું મહાસુખ પ્રાપ્ત થાય છે. એ સુખના ખ્યાલ આવવા પણ મુશ્કેલ છે. માત્ર એક દિવસનુ` ચારિત્ર પાળી કેટલાક જીવા ઘણા કાળ સુધીનુ અનંત સુખ પામ્યા છે, એવાં દૃષ્ટાંતા શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. એવુ સુખ કયારે મળે ? જ્યારે સામાયિક બરાબર પાળ્યુ હોય, વિરાધના ન કરી હોય, ત્યારેજ તે સુખ પ્રાપ્ત થાય છે, અને આ જ હેતુથી શાસ્રકાર ભાવસ્તવથી અ`તર્મુહૂર્તમાં માક્ષ કહે છે. * મુદ્દ–બે ઘડી (શ્રી ધનવિજય ગણિ ) Page #389 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૩૧૭ સામાયિક એટલે સમતાને જેમાં લાભ થાય છે તે સાધુ આ વખત સામાયિકમાં જ વર્તે છે. વાંચનારને નવાઈ લાગશે, પણ સાધુ ખાતાં-પીતાં અને નિહારાદિ દરેક ક્રિયા કરતાં પણ સામાયિકમાં જ છે, કારણ કે સર્વ કાળ તેઓ આત્મિક ઉન્નતિ અને સંયમ પાળવાના ઉદ્યમમાં જ વતે છે. એક ક્ષણમાત્ર સામાયિકમાં હોય તે ઉપર કહ્યું તેટલું તે સ્થળ સુખ મળે છે. આવું મહાઊંચા પ્રકારનું સાધુનું જીવન તને પ્રાપ્ત થયું છે. હવે જરા પ્રમાદ કરીને જે તું આળસમાં વખત કાઢીશ કે વિષય-કષાયમાં પ્રવૃત્તિ કરીશ, તે અનંત સંસાર વધશે, ઉપર કહેલે મોટો લાભ મળશે નહિ અને ફરી વાર સંયમની પ્રાપ્તિ થવી પણ મુશ્કેલ પડશે. (પ૬; ૨૩૭) સંયમનું ફળ–ઐહિક, આમુમિક; ઉપસંહાર नाम्नापि यस्येति जनेऽसि पूज्यः, शुद्धात्ततो नेष्टसुखानि कानि । तत्संयमेऽस्मिन् यतसे मुमुक्षोऽनुभूयमानोरुफलेऽपि किं न ? ॥५७ ॥ (उपजाति) “સંયમના નામમાત્રથી પણ જે તું લેાકોમાં પૂજાય છે, તે જે ખરેખર તે શુદ્ધ હોય તે કયું ઈષ્ટ ફળ તને ન મળે ? જે સંયમનાં મહાન ફળ પ્રત્યક્ષ અનુભવવામાં આવ્યાં છે, તે સંયમમાં હે યતિ ! તું કેમ યત્ન કરતું નથી ?” (૫૭) વિવેચન-ગંભીર આશયવાળે આ શ્લોક તેના અધિકારીએ બહુ જ વિચારવા ગ્ય છે. હે મુનિ ! તને વસ્ત્ર, પાત્ર, આહાર આપવા માટે લોકો પડી મરે છે, તને વાંદે છે, પૂજે છે, નમે છે અને માન આપે છે, એ સર્વનું કારણ શું? તું સંયમવાન છે, એટલા નામમાત્રથી જ તને આવું મોટું માન મળે છે. જે રાજાઓ અથવા શેઠિયાઓ, ગવર્નર પાસે ડેક નમાવતાં પણ વિચાર કરે, તે તારી પાસે પંચાંગ પ્રણામ કરે છે, એ સંયમના નામને છે. કેટલાક અપ્રામાણિક વ્યાપારીઓ પૈસા પેદા કરી જાય છે, પણ તે દેખાવમાં પ્રામાણિક રહે તે જ તેમ કરી શકે છે. સ્પષ્ટ રીતે કહે કે “હું અપ્રામાણિક છું' તે તેને વ્યવહાર ચાલે નહિ. એવી રીતે સંયમના મહાન ગુણે તારામાં છે એમ ધારી તને લોકે નમન-પૂજન કરે છે. એ જ ગુણે જે ખરેખર તારામાં હશે તે પછી તેને મોટે લાભ થશે. દુનિયામાં એવી કઈ પણ વસ્તુ નથી કે જે સંયમવાનને મળે નહિ. સંયમવાનને ઈચ્છા જ થતી નથી એ ખરું છે, પરંતુ મોક્ષસુખ તે તેને પણ ગમે છે અને એ સુખ પણ સંયમથી મળી શકે છે. આવાં સંયમનાં ફળ વિચારીને મુમુક્ષુ જીવ શાંત ચિત્તે આદરવા ગ્ય હોય તે જ આદરે છે. આ ની બાબત પર સાધુજીવનને આધાર છે, તેથી દરેક અધિકારીએ આ વિષય પર શાંતિના વખતમાં, એકાગ્ર ચિત્તે, લાંબા કાળ સુધી, વિચાર કર. સંસારની દઢ ભાવના છૂટવાનું અને પિતાની ફરજ બજાવવાનું દ્વાર આ વિચાર ઉઘાડી આપશે. (૫૭; ૨૩૮) Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] અધ્યાત્મક ૫મ [ ત્રદશ એવી રીતે આ યતિશિક્ષા અધિકાર પૂર્ણ થશે. આ અધિકાર બહુ જ ઉપયોગી છે. વેશમાત્રથી રિઝાવું નહિ, કરંજન કરવા પ્રવૃત્તિ કરવી નહિ. આત્મિક ઉન્નતિનું શુદ્ધ દષ્ટિબિંદુ હૃદયભાવના સન્મુખ સર્વદા રાખવું, મન-વચન કાયાના ગેની શુભ પ્રવૃત્તિ કરવી, લોકસન્માનથી આત્મિક ગુણો પર થતી અસર, પ્રમાદથી થતો અધઃપાત, કોઈ પણ વસ્તુ પર મૂર્છા ન રાખવાને ઉપદેશ, પરિગ્રહ કેને કહેવાય તેનું શુદ્ધ સ્વરૂપ, ઉપધિ, વસ્ત્ર, પાત્ર ઉપર મૂડ્ઝ ન કરવાનું સબળ કારણ, વિષય અને પ્રમાદને ત્યાગ, ભાવના ભાવવાનાં ફળ, સંયમગુણનું સ્વરૂપ, તે પાળવાનાં ફળ, તે વિરાધવાના દુષ્ટ વિપાક, સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ, સાધુપણામાં સુખ, તેની સરખામણી, સાવદ્ય કૃત્ય અને મુનિવૃત આદેશને પરસ્પર સંબંધ, છેવટે સંયમથી થતું સ્થળ સુખ અને સંયમના નામમાત્ર તરફ લોકોનો પૂજ્ય ભાવ વગેરે હકીકતે થોડા શબ્દમાં પણ બહુ જ ભાર મૂકીને એના ખપી જીવના મન પર ઠસાવવામાં આવી છે. અત્ર બતાવેલી દરેક હકીકત સાધુજીવનને મુખ્ય અસર કરનારી છે અને મુમુક્ષુ ભક્ત જનને પણ શુદ્ધ ગુરુની ઓળખાણ માટે અને વિશેષ ગુણપ્રાપ્તિની ઈરછા ઉત્પન્ન કરવા માટે તેનું સ્વરૂપ જાણવાની ખાસ જરૂર છે એટલા પૂરતી આ હકીકત તેને પણ ઉપયોગી છે. અનેક હકીકતને આ અધિકારમાં સમાવેશ કર્યો છે, તેથી બીજા સર્વ અધિકાર કરતાં આ અધિકાર માટે છે, પરંતુ વસ્તુની ગંભીરતા જોતાં કાંઈ વિશેષ લખાયું હોય એમ જણુતું નથી. વળી, અત્ર લખેલા દરેક શ્લોક પર બહુ વિવેચન થઈ શકે તેમ છે, કારણ કે આશય ગંભીર છે, તેમ છતાં પણ અધિકારીની ઉચ દષ્ટિ અને સૂરિમહારાજના વિષય સાથે વાચકવર્ગને વિશેષ પરિચય થઈ ગયો છે, એટલા માટે અત્ર ઓછું વિવેચન કરવામાં આવ્યું છે. વળી, ગ્રંથને આ વિભાગ બહુ જ ઊંડા હેતુથી લખાયો જણાય છે. એક તે યતિવર્ગ વિદ્વાન વર્ગ છે, તેઓને માટે આટલું વિવેચન જોઈએ તેટલું છે. જેઓ યોગ્ય છતાં પણ રસ્તા પરથી ઊતરી ગયા છે, તેઓને રસ્તા પર આણવા માટે આટલા શબ્દો પૂરતા છે. જેઓ સંયમના રસ્તા પર આવ્યા જ નથી તેઓ પણ તેમાં રહેલાં સુખ અને પરિણામ તરફ લય આપી શકે, તેવી યોજના ગ્રંથકર્તાએ રાખેલી છે અને તે પેજના પર લક્ષ્ય રાખીને જ વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન વાંચતાં આ વર્ગના મનમાં ભય વધી જાય અને તેઓ સંયમ સન્મુખ થતાં જ અટકી જાય, એમ ન થવા દેવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પરંતુ ચોથા વર્ગ, જે વક હોઈ પિતાનાં દુષ્ટ આચરણને બચાવ કરે છે, સમધારી હોવા છતાં ગૃહસ્થી કરતાં પણ વિશેષપણે ઈદ્ધિને મોકળી મૂકી દે છે અને સાધુના વેશમાં (શ્રી મુનિસુંદરસૂરિના શબ્દોમાં કહીએ તો) આજીવિકા જ ચલાવે છે, તેઓ સામાન્ય ઉપદેશથી કઈ દિવસ સુધરવાના નથી. તેઓ પર ગમે તેવા સામાન્ય વાફપ્રહાર કરવામાં આવે તે નકામાં જ જાય છે. આવાને માટે કઈ કઈ વાર જરા આકરા શબ્દ વાપર્યા છે, પરંતુ તેથી પણ જો તેઓ ચાનક લગાડી Page #391 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] યતિશિક્ષા [ ૩૧૯ સુધરે તે ગ્રંથને માટે ઉદ્દેશ પાર પડે; છતાં ગ્રંથકર્તાએ પિતાની નેમ પાર પાડવા માટે, તેઓ તરફ પણ પૂરતાં કટુ વચન વાપર્યા નથી અને વિવેચનમાં પણ એ મુદ્દા ઉપર બહુધા લક્ષ્ય આપ્યું છે. આ જીવને મુનિમાર્ગ બહુ કઠણ છે એમ લાગે છે. એનું કારણ એ છે કે જીવને અનાદિ અભ્યાસ ઈદ્રિયોનાં સુખ ભોગવવાં અને મનને નિરંકુશ છોડી દેવું એ થઈ ગયે છે. પ્રસંગ મળતાં પ્રમાદ અને કષાય કરવામાં આ જીવ વિચાર કરતા નથી. ડુંગર ચઢવું મુશ્કેલ લાગે છે, તેમ જ ગુણસ્થાન પર ચઢવું એમાં પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે. એ પુરુષાર્થ થાય નહિ ત્યાં સુધી એ માર્ગ અતિ મુશ્કેલ લાગે છે, પરંતુ એક વખત રાગ-દ્વેષ અને સંસારનું ખરું સ્વરૂપ જાણ્યા પછી અને આમિક તથા પૌગલિક ભાવ વચ્ચે તફાવત સમજ્યા પછી, સંસાર કડે ઝેર જેવો લાગે છે. આવા જ્ઞાનગર્ભિત વિરાગ્યવાસી જી એક વખત વમેલા સાંસારિક ભાવેને ચાહતા નથી, ઘૂંકેલું ગળતા નથી અને તત્ત્વતઃ તેના પર દુગછા રાખે છે. જેઓ આ સ્વરૂપ બરાબર સમજ્યા ન હોય, અથવા સમજીને પતિત થયા હોય, તેઓ કેઈ વખત વિષયાદિકને આધીન થઈ જાય છે, પૈસા રાખે છે, સ્ત્રીસંબંધ કરે છે અને ધર્મના બેટા બહાનાથી યાંત્રિક વિહાર જેવા ત્યાજ્ય કાર્યો પણ કરે છે. આ સર્વ સંસાર છે. એમાં વસ્તુસ્થિતિનું ખરું જ્ઞાન નથી, એ શ્રદ્ધા પણ નથી અને સંપ્રદાયના પ્રચલિત રિવાજોનું અનુસરણ પણ નથી. આવા પ્રકારની ચેષ્ટા જોઈ કવચિત્ મુનિમાર્ગ પર અપ્રીતિ ન કરવી. એ માર્ગ બહુ જ ઉત્તમ છે, એટલું જ નહિ પણ સર્વોત્તમ છે, સમતામય છે, મોક્ષસુખની પ્રસાદી છે અને સર્વ કલેશને નાશ કરનાર છે. એ માર્ગમાં આત્મકલ્યાણ તરફ લક્ષ્ય રાખી જેટલો પ્રયાસ કરવામાં આવે છે તેટલો લાભ થાય છે અને મળેલ લાભ જતું નથી. વળી, જેઓ એ માગ આદરી શકતા ન હોય, તેવાઓએ પણ એના ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી અને તેના તરફ શુભ દષ્ટિ રાખ્યા કરવી. ઈચ્છા રાખવાથી તે પ્રયાસ કરવાથી ઈચ્છિત વસ્તુ કાળે પ્રાપ્ત થાય છે. જેઓ દુનિયાના વ્યવહારથી બહાર હેઈ દુનિયાને ઉપદેશ દેવાની જગ્યા લેતા હોય, તેઓના સંબંધમાં અભિપ્રાય આપતાં ધારણ ઊંચા પ્રકારનું તે રાખવું જ જોઈએ. જેઓ ધાર્મિક બાબતે પર મોટાં ભાષણ આપતા હોય, દુનિયાની નજરમાં કામ ક્રોધાદિકથી મુક્ત ગણાતા હોય, તેઓ પણ પ્રાકૃત મનુષ્યની માફક વિષયાંધ અથવા ઇદ્રિયવશ થઈ જાય, તે માફ ન થઈ શકે તેવું વર્તન ગણાય. અને એવા ક્ષુલ્લક મનુષ્યને તે સમુદાય તુરત જ દૂર કરી નાખે છે, છતાં કેટલીક વખત દેખીતી બાબતમાં પણ મનુષ્યસ્વભાવ સરાગ દષ્ટિથી ભૂલ કરે છે. દોરા-ચિઠ્ઠી કરનાર, છડી પોકરાવનાર, રેલવેમાં મુસાફરી કરનાર, સ્ત્રીસંબંધ કરનાર અથવા વાડી-ગાડી રાખનાર આવા યતિ, ગોરજી કે સાધુઓ ધર્મને વગેવનારા થાય છે. તેવાઓને રાગથી સન્માન મળે છે તે અનિષ્ટ છે. આવું વર્તન તે Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] અધ્યાત્મકપડુંમ [ત્રાશ સામાન્ય માણસને માટે પણ હાસ્યાસ્પદ ગણાય છે, અને એવા વર્તનવાળાને દૂર કરવામાં વિલબ ન જ થવા જોઈએ. ખાસ કરીને સાધુએએ પેાતાનુ· વન ઉચ્ચ રાખવા માટે વિચાર કરવા જોઈએ. તેઓ બીજા સ`સારી જીવાના વર્તનથી બહુ ઊંચા વર્તનવાળા હોવા જોઈએ. સ્થૂળ બાબતમાં જ નહિ પણ માનસિક વિચારા અને કષાયાદિકની મ`તા માં પણ તેઓ ઉચ્ચ ભૂમિકા પર હાવા જોઈએ. આ હકીકત પર આખા અધિકારમાં વારંવાર ભાર મૂકવામાં આવ્યા છે. જમાનાના રંગ બદલાતા જાય છે. પ્રપંચ, અજ્ઞાન અને ઇંદ્રિયવશતાનેા ત્યાગ કરી નવા જમાનાને યાગ્ય શુદ્ધ ઉપદેશ આપવાની બહુજ જરૂર છે. સાધુઓના વર્તન માટે વિશિષ્ટ ધારણ જોઈ એ, છતાં આજકાલ અભિમાનને અંગે થતા સમુદાયભેદ અને ચેાગ્યતા ન હોવા છતાં, પદવી માટે લાભ, ઘણે સ્થાનકે જોવામાં આવે છે. શ્રી મુનિસુંદરસૂરિ આ સ્થિતિને પાંચમા આરાના ભાવ જ કહે છે. એથી વધારે શું કહી શકાય? જમાનાની જરૂરિયાત સમજી, અંદરના વિક્ષેપ દૂર કરી, ધર્મપ્રભાવના કરવા સારુ સાધુઓએ ઉદ્યત થવુ જોઈએ. છતાં, કાળ માહાત્મ્ય કહેા કે ગ્રહ અવળા કહા કે ગમે તે કહો, પણ સાધુજીવન પાસેથી જે સ્પષ્ટ ઉપદેશની અને ઉદ્દેશની ઇચ્છા રખાય, તે તે વના જ સમજીએ જોઈ શકતા નથી. નકામા સમુદાયભેદ હવે છેડી દેવા જોઈ એ અને શાસ્ત્રક્ત નિયંત્રણાએ કબૂલ રાખી શાસનના સામાન્ય હિત માટે એકસરખા ઉદ્યમ કરવા જોઈએ, કારણ કે તેમ કરવાની બહુ જરૂર છે. આ વિષયમાં સાધુએ બહુ કરી શકે તેમ છે. વળી, ધાર્મિક ઉન્નતિ થવા સાથે પુણ્યબળ જાગશે, એટલે સામાન્ય સ્થિતિ પશુ સુધરી જશે, સાધુ વગેરે ધન! સરક્ષણકાર્યમાં ઘણું કરી શકે, તેનું કારણ એ છે કે તેઓને સ'સારની ઉપાધિ નથી, ભરપાષણની ચિંતા નથી, દીકરા દીકરી પરણાવવાં નથી, ઘરહાટ ચણાવવાં નથી અને મનને અન્યત્ર શકવુ પડે એવું કાઈ પણ કાર્ય નથી, તેમ જ કાઈની પરવા નથી. આ અધિકારમાં કોઈ કોઈ વાર પુનરાવર્તન થયુ' છે. વિષયની ગભીરતા અને ગહનતાને લઈને પ્રેરણા કરવા સારુ એમ કરવુ" યુક્ત છે, દરેક વિષય પર પ્રસંગ મળતાં નોટ લખી છે તેથી ઉપસ'હારમાં વિશેષ લખવાની જરૂર નથી. આ યતિશિક્ષા-ઉપદેશમાં સુરિમહારાજે ઘણુ કહ્યુ` છે. હે યતિ ! મનુષ્યભવ વગેરે જોગવાઈ મળ્યા પછી અને સંસારમાંથી નીકળવાનુ` આવું ઉત્તમ દ્વાર પ્રાપ્ત થયા પછી પણુ જો તું પૂરતા લાભ લઈશ નહિ તા પછી તને પસ્તાવે થશે. આ ભવમાં ઘેાડા વખત સુધી મન ૫૨ અંકુશ રાખી ઈંદ્રિયના વિષયા અને કષાયા તજીશ, તેા પછી તને મહાસુખ પ્રાપ્ત થશે, દુઃખના નાશ થશે અને પરવસ્તુને આશીભાવ મટી જશે, હું સાધુ ! તારું... જીવન સમિતિ અને ગુપ્તિમય છે. એ અષ્ટ પ્રવચનમાતા છે અને એને પાળવા માટે તારે યત્ન કરવા એ તારુ' મુખ્ય કર્તવ્ય છે. વિશેષ વિસ્તારથી તારે સયમના સત્તર ભેદો અને ચરણ-કરણ-સિત્તરી પાળવી એ તારુ' સાધ્યબિંદુ છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ કાર ] ચતિશિક્ષા [ ૩૨૧ હે શ્રાવક! સાધુમા તું ધારે તે ન બની શકે તેવા નથી. મન પર જરા અંકુશ લાવ, વસ્તુસ્થિતિના ખરાખર વિચાર કર અને તારું શું છે અને તને શું ગમે છે તેના બરાબર ખ્યાલ કર; પછી જો કે સંયમમાં કાંઈ મુશ્કેલી છે? ગુણ પ્રાપ્ત કરવા માટે ગુણી પુરુષના ચરણની સેવા કરવી એ તારું કામ છે. દેશવિરતિ જીવ સર્વવિરતિ ગુણ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે, તાજ તેના દેશિવેરિત ગુણુ બન્યા રહે એવા શાસ્રકારના ઉલ્લેખ છે. તું સાધુ પર પ્રેમ રાખજે અને બની શકે તા તેવુ જીવન ગ્રહણ કરજે. આ લેખ સાધુઓની પરીક્ષા માટે લખાયેલે હાવાથી શ્રાવકોને તેટલે ઉપયાગી નથી કે જેટલે સાધુઓને ઊ'ચી હદે ચઢવા અને આત્મહિત વિચારવા ઉપયોગી હોય; પર`તુ શ્રાવકા પણુ સાધુના વેશની પેઠે પેાતાના શ્રાવકપણાના વ્રત-ઉચ્ચારણાદિના વેશ કલ્પી, વિચાર કરે તા તેઓને પણ પાતાના આત્માને ઊ'ચી હદે ચઢાવવા માટે આ લેખ અક્ષરશઃ ઉપયાગી થાય તેમ છે. તથાપ્રકારના જીવના અનાદિ સ્વભાવ હાવાને લીધે, જીવ મીજાનાં સરસવ જેવાં દૂષણને મેરુ જેવાં દેખવા હજારો નેત્રવાળા થઈ પડે છે, પણ પોતાની હદમાં રહેલાં પેાતાનાં મેરુ જેવાં દૃષ્ણને સરસવ જેવાં પણ દેખી શકતા ન હેાવાથી તે માટે તેને એકેય નેત્ર મળ્યુ' હોય તેમ માલૂમ પડતુ' નથી. સમિતિ, દેશવિરતિ કે સવિરતિના ગુણ્ણા દિન-પરદિન વિશેષે લાવવા માટે સર્વ ભવ્ય જીવાએ તે સવ ગુણાના ઉત્સ માગ જોઈ વિચાર કરવા જોઈએ. ઉત્સગ માર્ગીમાં ઘણે ભાગે પેાતાના હૃદયની કેવી સ્થિતિ છે એ જ વિચાર ડાય છે. બીજા જીવા સમકતવ'ત, દેશવિરતિવ ́ત કે ચારિત્રવત છે કે નહિ, તેની પરીક્ષા તેનાં બાહ્ય આચરણે! ઉપરથી જ કરવાની છે. નહિ તેા અલ્પ જ્ઞાનદશાને લીધે પેાતાને માટે અપવાદ માગે` વિચાર કરતાં સર્વ પેાતાના આત્માને ગુણનિષ્પન્ન માની લે અને ખીજાને માટે ઉત્સર્ગમાગે પરીક્ષા કરવા જતાં, ખીજાઓનું હૃદય વિશિષ્ટ જ્ઞાન સિવાય છદ્મસ્થને ગમ્ય ન હોવાને લીધે, કોઈ પણ ખીજા ગુણી માલૂમ પડે નહિ. આવુ થતાં પોતે અભિમાની બની સર્વ ગુણીઓને અવગુણી માની, તેએની અવજ્ઞા કરી, એધિષ્મીજ અન'ત કાળ સુધી ન મળે એવુ' પરિણામ લાવી મૂકે, માટે જ અ'તિમ શ્રુતકેવળી સુધી ભદ્રબાહુસ્વામી મહારાજાએ વંદનનિયુક્તિમાં રહેવાનુ સ્થાન, વિહાર વગેરે બાહ્ય અનુષ્ઠાન ઉપર ષ્ટિ દઈને સાધુપણાની પરીક્ષા કરવાનું લખ્યુ છે. ત્યાં તે મહાત્મા એટલે સુધી ખાતરી આપે છે કે કદાચિત્ અભવ્યાક્રિકનાં શુદ્ધ આચરણ દેખી, તેને શુદ્ધ માની જો શુદ્ધિથી, આશીભાવ સિવાય, વંદન કરવામાં આવે તે વંદન કરનારને કાઈ પણ પ્રકારનુ નુકસાન ન થતાં ખાસ લાભ જ થાય છે. આ જમાનામાં ઉપર કહેલા વિચાર ખરાખર ધ્યાન પર લાવવાની જરૂર હોવાથી * આ હકીકતને અને ગુરુશુદ્ધિ અધિકારમાં ખીજા-ત્રીજા લેાકમાં કહેલી હકીકતને જરા પણ વિરાધ નથી એ સાએ વિચારી લેવું. કારણૢ કે વંદન કરનાર પરીક્ષામાં પ્રવર્તે છે ને તે સાધુસ્થાન વગેરેમાં યથાર્થ સાધુ પ્રમાણે જ વર્તે છે અને અમ હાવાથી વંદન કરનારને શુદ્ધ ફળની પ્રાપ્તિ થઈ શકે છે ને થાય છે. અ. ૪૧ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] અધ્યાત્મક૯પમ [ત્રયોદશ: લંબાણથી વિવેચન કર્યું છે. હંમેશાં બાહ્ય આચરણ કાળાનુસાર પ્રાપ્ત થયેલી સંઘયણ આદિ સામગ્રી અનુસાર જ બની શકે છે. આ પિતાની વ્યક્તિ ઉપર પિતાની હદને વિચાર કરવાથી તરત જ અનુભવમાં આવે તેવું છે. જે શાસ્ત્રનાં દરેક વચન સુપરિણામે પરિણમવામાં ન આવે તે તે શાસ્ત્ર શસ્ત્રરૂપે પરિણામ પામી, પ્રાણીને પિતામાં ગુણીપણું મનાવી, બીજા ગુણીઓમાં અવગુણીપણું મનાવી, તેઓની અવજ્ઞા અને પિતાના ઉત્કર્ષ દ્વારા અનંત કાળચક્ર સુધી સંસારમાં રઝળાવે છે. મુનિજીવન એકાંત પોપકાર-પરાયણ છે. એમાં આળસરૂપ નિવૃત્તિ નથી, પરંતુ વિશુદ્ધ પ્રવૃત્તિગર્ભિત નિવૃત્તિ છે અને તારા સર્વ પુરુષાર્થને પૂરતું માગ આપી પરેપકાર કરવાની તારી વૃત્તિને રસ્તો આપે એ પરમ વિશુદ્ધ એ માર્ગ છે. એ માગની એક ક્ષણ પણ અસંખ્ય વરસો સુધી ઉત્કૃષ્ટ સુખ આપે છે અને એનું નામ પણ વંદન, નમસ્કાર, સ્તુતિ મેળવે છે. * હે યતિ ! આ અધિકારમાં કડવું ઔષધ આપ્યું છે, પરંતુ આપનાર વિદ્ય(સૂરિ)ને અંતરંગ આશય સમજવા યત્ન કરજે. સંસારત્યાગ એ ચતિજીવન છે. વેશ બદલો એ ખરો સંસારને ત્યાગ નથી, પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરાદિ અંતરંગ શત્રુને નાશ કરવો એ સંસારત્યાગ છે. આટલી ટૂંકી હકીકત ધ્યાનમાં રાખી તારાથી બીજા કેઈને ઉપકાર ન બને તે ભલે, પણ તું તારા આત્માનું તે બગાડીશ નહિ. પરનિંદા, મત્સર, ઈર્ષ્યા, માયા વગેરે સુપ્રસિદ્ધ અઢાર પાપસ્થાનકોને ત્યાગ કરજે અને તારી ફરજ શી છે, તેને અહર્નિશ વિચાર કરજે, તેમ જ તારે ગ્ય આવશ્યક પડિલે. હાદિક ક્રિયામાં સાવધાન રહેજે. જે તારામાં શક્તિ હોય તે જ્ઞાનથી પોપકાર કરજે; લોકેને ઉપદેશ આપીને અથવા લેખે લખીને આ જમાનાને અને આવતા જમાનાને ઉપકત કરજે. આ જમાનાને તારા જેવા પાસેથી નિઃસ્પૃહ ઉપદેશ સાંભળવાની બહુ જરૂર છે. સાંસારિક જીવન પ્રવૃત્તિમય થઈ જવાથી ધાર્મિક અભ્યાસ ઘટતું જાય છે અને તેવા વખતમાં જે તારી તરફથી કાંઈ અસાધારણ ચમત્કારી અસર થાય તે ઉપદેશ થશે તે ઘણા માણસને જ્ઞાન-ક્રિયાની પ્રવૃત્તિ દ્વારા એ તેને લાભ મળી શકશે અને તે લાભથી તારા આત્માને પણ લાભ થશે. તું ગમે તેમ કરી તારી પંક્તિના યતિઓને ફરજનું ભાન કરાવજે અને એટલું થશે તે પછી જે હેતુથી તારો પ્રયાસ છે તે જરૂર પાર પડશે. - આ અધિકારમાં કોઈ સ્થાને કઠિન શબ્દોમાં લખાયું હોય તે ક્ષમા કરજે. જેમ બને તેમ ઓછું જ લખવા નિશ્ચય કર્યો હતો, છતાં લાગણીના બળથી કાંઈ વિશેષ લખાયું હોય તો અંત:કરણથી ક્ષમાયાચના છે. તમારા અંતઃકરણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જેવી અદ્દભુત જ્ઞાનશક્તિ, શ્રી હીરવિજયસૂરિ જેવી અદ્દભુત ઉપદેશશક્તિ અને શ્રી હરિભદ્રસૂરિ જે દેહ શાસનરાગ વધે એવી અંતઃકરણની પ્રાર્થના છે. સાધુજીવનને અંત:કરણથી નમસ્કાર છે અને ગમે તેટલું લખવા છતાં તે જીવન તરફ ઉરચ ભાવ અને વિશેષ બહુમાન રાખવાની ફરજ નિરંતર ખ્યાલમાં રાખી છે અને છે. इति सबिवरणो यतिशिक्षोपदेशनामा त्रयोदशोऽधिकारः ॥ Page #395 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशो मिथ्यात्वादिनिरोधाधिकारः ॥ :: તેરમા અધિકારના મુખ્ય ઉદ્દેશ સાધુને માટે ઉપદેશના હતા. આ સાધુ પ્રાયે દેશવિરતિ શ્રાવકવગ માંથી ઉત્પન્ન થાય છે, તેને મન-વચન-કાયાના યાગ પર અકુશ, ઇંદ્રિયાનું દમન અને મિથ્યાત્વ વગેરે ખંધહેતુના ત્યાગ કરવાના અત્ર ઉપદેશ છે. ગ્રંથકર્તા તેટલા માટે લખે છે કે અથ સામાન્યતો તીન વિરાવતો ધર્મવૃત્તિળશ્રાશ્રિત્યે મિથ્યાસ્ત્રોવિષવરોપવેરાઃ—તેથી આ ઉપદેશ યતિને સામાન્ય છે અને દેશવિરતિ ગૃહસ્થને વિશેષપણે ઉદ્દેશીને લખેલા છે. આના અધિકારીને ચગ્ય વિવેચન પણુ નીચે માલૂમ પડશે. અહેતુના સવર કર मिथ्यात्वयोगविरतिप्रमादान, आत्मन् ! सदा संवृणु सौख्यमिच्छन् । असंवृता यद्भवतापमेते, सुसंवृता मुक्तिरमां च दद्युः ॥ १ ॥ ( उपजाति) “હું ચેતન ! જો તું સુખની ઇચ્છા રાખતા હા તા મિથ્યા, ચાગ, અવિરતિ અને પ્રમાદના સંવર કર, તેઓના સંવર કર્યા ન હેાય તા તે સંસારના તાપ આપે છે, પણ જો તેએના સારી રીતે સવર કર્યાં હાય તા તે માક્ષલક્ષ્મીને આપે છે.” (૧) વિવેચન—મિથ્યાત્વના ત્યાગ કર્યા વગર સમકિત કે વિરતિ કઈ પણ પ્રાપ્ત થતુ નથી. એ મિથ્યાત્વનું સ્વરૂપ આળખવાની બહુજ જરૂરી છે. ધસંગ્રહમાં તેનું ટૂંકામાં પણ સપૂર્ણ સ્વરૂપ આપ્યું છે તેના ભાવાર્થ અત્ર આપીએ છીએ. મિથ્યાત્વ એ પ્રકારનું છેઃ લૌકિક અને લેાકેાત્તર. તે દરેક એ બે પ્રકારનાં છે ઃ * દેવગત અને ગુરુગત. (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ—હરિ, હર, બ્રહ્મા વગેરે પરધર્મ પાતાના દેવ તરીકે અંગીકાર કરેલા, સ્ત્રી, શસ્ત્ર આદિવાળા દેવને દેવ માનવા અને તેની પૂજા-સેવા કરવી તે. (૨) લૌકિક ગુરુગત—બ્રાહ્મણ, સન્યાસી વગેરે મિાપદેશી આર્ભ પરિગ્રહે. વાળાને ગુરુ માનવા, નમવું, તેમની કથા સાંભળી અને અંતઃકરણથી તેમને બહુમાન આપવુ. (૩) લેાકેાત્તર દેવગત-કેશરીઆજી, મશ્ર્વિનાથજી વગેરેની માનતા કરવી, આ * અન્યત્ર ત્રણ ત્રણું પ્રકાર પણ કહ્યા છે, તેમાં લૌકિક ને લેūાત્તર પ^ગત મિથ્યાત્વ વધારે ગણેલ છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪]. અધ્યાત્મકલ્પમ [ ચતુદશ લેકના લાભ અથે પૂજા કરવી. (૪) લકત્તર ગુગત–તેરમા અધિકારમાં જૈનાભાસ તરીકે ગણેલા ગે રજી, યતિ, શ્રીપૂજ્ય, પાસથ્થા, કુશળીઓ વગેરે કુગુરુની ગુરુપણે સેવા કરવી, તેમ જ કેવળ આ લેકના ફળની લાલસાએ શુદ્ધ સાધુઓની સેવા કરવી. અથવા મિથ્યાત્વ પાંચ પ્રકારનું છેઃ ૧ આભિગ્રહિક ૨ અનભિગ્રહિક, ૩ આભિનિવેશિક; ૪ સશયિક, ૫ અનાભોગિક. એનું સ્વરૂપ :– આભિગ્રહિક–કલિપત શાસ્ત્ર ઉપર મમત્વ રાખવું, પરપક્ષ પર કદાગ્રહ કરે. શ્રી હરિભદ્રસૂરિ કહે છે: “મને વીર તરફ પક્ષપાત નથી, કપિલ પર ઠેષ નથી, યુક્તિમાન વચન હશે તે આદરવું છે.” આવી બુદ્ધિ રાખવી એ તે ઉક્ત મિથ્યાત્વને અભાવ છે. ગીતાર્થ ઉપર નિષ્ઠા રાખવી અને ગુણવાનનું પરતંત્રપણું રાખવું તે દેષ નથી, કારણ કે સર્વ જેનો બુદ્ધિવૈભવ વિશાળ હોતો નથી. અનાભિગ્રહિક–સર્વે દેવે વાંદવા યોગ્ય છે, કોઈ નિંદવા ગ્ય નથી; એમ જ સર્વે ગુરુ અને સર્વ ધર્મો સારા છે. આવી સામાન્ય વાણી, આળસ કરીને બેસી રહેવાની અને સત્યની પરીક્ષા ન કરવાની વૃત્તિ, એ બીજું મિથ્યાત્વ. આમાં સુવર્ણ ને પિત્તળ, હીરે ને કાચ બંને સરખા ગણવામાં આવે છે તે મિથ્યાભાવ છે. આભિનિવેશિક–ધર્મનું પિતે યથાર્થ સ્વરૂપ સમજે, છતાં કોઈ પ્રકારના દુરાગ્રહથી વિપરીત પ્રરૂપણું કરે, અહંકારથી નવો મત સ્થાપવા કે ચલાવવા માટે અથવા વંદન, નમસ્કારાદિ પ્રાપ્ત કરવા માટે ઘણું દુર્ભવી છે આવા પ્રકારનું મિથ્યાત્વ સેવે છે. સાંશયિક–શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ સાચા હશે કે બેટા એવી શંકા, સૂક્ષમ અર્થને સંશય તે સાધુને પણ થાય છે, પરંતુ તેઓ તે તત્વ કેવળીગમ્ય, એ છેવટના નિર્ણય પર રહે છે, તેથી તે મિથ્યાત્વરૂપ નથી, પણ ખરું સમાધાન જાણવાની ઈચ્છારૂપ છે. ૧. દેવ આદિ તત્વને અંગે શંકા તે સાંશયિક મિથ્યાત્વ. ૨. તેના સ્વરૂપને અંગે શંકા તે શંકા. ૩. તેને જાણવાની ઈરછા તે જિજ્ઞાસા ને તેના કાર્યભૂત થતે પ્રશ્ન તે આશંકા, અનાગિક–વિચારશૂન્ય એકેન્દ્રિય જીવને અથવા વિશેષ જ્ઞાનથી રહિત છને થાય છે. જે જે કર્મબંધ થાય છે તે તે ભોગવવાં પડે છે (ઉદય સમય પ્રાપ્ત થયે). એ બંધ થવાના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર છે. એના પ૭ ભેદ છે. એ સત્તાવન બંધહેતુનું સ્વરૂપ સમજવાની બહુ જ જરૂર છે. તેમાં પ્રથમ પાંચ પ્રકારના મિથ્યાત્વ છે તે ઉપર જોઈ ગયા. હવે બાકીના ત્રણ હેતુને વિસ્તાર કહે છે. બાર અવિરતિ–પાંચ ઈદ્રિય અને મનને સંવર ન કરો અને છકાય જીવને વધ કરવા તે બાર પ્રકારની અવિરતિ કર્મબંધના હેતુભૂત છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] મિથ્યાત્વાદિનિધિ [ ૩૨૫ કષાય–સંસારનો લાભ. તે ૨૫ છે. તે પર વિષયકષાયદ્વારમાં પૂરતું વિવેચન થઈ ગયું છે. કોધ, માન, માયા, લોભ એ પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. ઉત્કૃષ્ટ પંદર દિવસ ચાલે અને દેવગતિ પ્રાપ્ત કરાવે તે “સંજવલન'; ઉત્કૃષ્ટ ચાર માસ ચાલે અને મનુષ્યગતિ પ્રાપ્ત કરાવે તે “પ્રત્યાખ્યાનાવરણ, ઉત્કૃષ્ટ વરસ ચાલે અને તિર્યંચગતિ પ્રાપ્ત કરાવે તે “અપ્રત્યાખ્યાની” અને ઉત્કૃષ્ટ યાજજીવ ચાલે અને નરકગતિ પ્રાપ્ત કરાવે તે અનંતાનુબંધી.” એ અનુક્રમે યથા ખ્યાત ચારિત્ર, સર્વવિરતિ, દેશવિરતિ અને સમકિતગુણ પ્રાપ્ત થવા દે નહિ. એ સેળ ભેદ થયા. તેમાં હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા તથા સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ નોકષાય મેળવતાં પચીશ કષાય થાય છે. તે કમબંધના પ્રબળ હેતુ છે. યેગ પંદર છે. મનેયેગના ચાર ભેદ છે – ૧. સત્ય મનોગ–ખરેખરા વિચાર કરવા તે. ૨. અસત્ય મનાયેગ-ખોટા વિચાર કરવા તે. ૩. મિશ્ર મનાયેગ–જે વિચારમાં કેટલીક વાત સાચી ને કેટલીક ખોટી હોય એ મિશ્ર મનોગ. ૪. અસત્યામૃષા મને ગ–એમાં સામાન્ય વિચારે; ખોટા કે સારાના ભેદ વગર; ચાલુ પ્રવાહ. (જેમ ઘડે ઝરે છે, પર્વત બળે છે, નદી વહે છે.) વચનગના ચાર ભેદ છે: સત્ય વચનગ, અસત્ય વચનગ, મિશ્ર વચનગ, અસત્યામૃષા વચનેગ, અર્થ ઉપર પ્રમાણે. કાગના સાત ભેદ છે – ' ૧. તેજસ-કર્મણ કાય–જ્યારે જીવ એક ગતિથી બીજી ગતિએ જાય છે ત્યારે તેને અનાદિ કાળથી સાથે રહેનારા ભવમૂલ તરીકે પ્રખ્યાતિ પામેલાં બને (તેજસ ને કામણ) શરીર સાથે હોય છે, જેમાંના તજસથી આગળના ભવમાં આહાર લે તે પચાવી શકે છે. અને કામણથી નવી નવી અવસ્થાએ પામવા સાથે નવ પુદગલે ગ્રહણ કરી શકે છે. ૨. ઔદારિકમિશ્ર–આગળના ભવથી જીવ પોતાની સાથે તેજસ-કામણ લાવે છે તે અને ઔદારિક શરીરની જેકે શરૂઆત કરી છે, પણ નિષ્પત્તિ થઈ નથી તે તે દારિકમિશ્ર કહેવાય છે. એવી રીતે વિકિય ને આહારક માટે પણ જાણવું. ૩. ઔદારિક–જે શરીરનાં પુદ્ગલ સ્થળ તેમ જ પ્રાયે અસ્થિ, માંસ, રુધિર અને ચરબીમય હોય છે તે. ૪. વેકિયમિશ્રર્દશ્ય થઈને અદશ્ય થવું, ભૂચર થઈને બેચર થવું, મોટા થઈને Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] અધ્યાત્મકલ્પમ [ ચતુશ નાના થવું, એવી અનેક પ્રકારની ક્રિયાઓ કરનાર સાત ધાતુ વિનાનું શરીર તે વૈક્રિય. તેની શરૂઆત થયા છતાં સમાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ક્રિયમિશ્ર. ૫. વૈક્રિય–ઉપર જણાવેલું શરીર પૂર્ણ થાય એટલે તે વૈક્રિય. ૬. આહારકમિશ્ર–ચૌદ પૂર્વને જાણનારા મહાપુરુષ કેઈ સૂફમ શંકાનું નિવારણ કરવા માટે કેવળી મહારાજ પાસે મોકલવા જે શરીર તૈયાર કરે (જે કેવળ શુદ્ધ અને શુભ રૂ૫ જ હોય છે, તેની સમાપ્તિ પહેલાંની અવસ્થા. ૭. આહારક–ઉપર જણાવેલા શરીરની સંપૂર્ણ અવસ્થા. ઉપર જે સાત પ્રકારનાં શરીર જણાવવામાં આવ્યાં છે તે સંબંધી જીવને જે જે પ્રયત્ન હોય તે તે નામને યોગ સમજવો; જેમ કે આપણે અત્યારે દારિક અને તેજસ કામણને અંગે પ્રયત્નવાળા છીએ. અહીં ધ્યાન રાખવાની જરૂર છે કે તેજસ સિવાય કાર્મણ કે કામણ સિવાય તેજસ હોતું નથી–ઇત્યાદિ કારણોને લીધે તૈજસકાર્પણને શરીર તરીકે ભિન્ન ગણવા છતાં, રોગ તરીકે એકઠાં કરી એક જ ગણેલ છે. આ સત્તાવન બંધહેતુને સંવર કર્યો હોય, તે કર્મબંધની પ્રણાલિકા બંધ થાય છે અને આગળ બાંધેલાં કર્મોને ક્ષય થઈ જતાં જીવ સ્વતંત્ર અનવધિ સુખ પ્રાપ્ત કરે છે. આ અધિકારમાં ગનિષેધ અને ઇંદ્રિયદમન પર ખાસ વિવેચન કરવામાં આવશે. મિથ્યાત્વ વિષે વિવેચન આ લોકમાં થઈ ગયું છે. અવિરતિના સંબંધમાં ઈદ્રિયદમન, મને નિરોધ અને દયા માટે અગાઉ સારી રીતે લખેલું હોવાથી ખાસ વિશેષ લખવાનું નથી. કષાય માટે વિષયકષાય અધિકારમાં લખાઈ ગયું છે અને તેથી બંધહેતુઓ પૈકી ગ પર અત્ર ખાસ વિવેચન છે, તે બહુ જ મનન કરવા ગ્ય છે. (૧; ૨૩૯) મનેનિગ્રહ-તંદુલમસ્ય मनः संवृणु हे विद्वन्नसंवृतमना यतः । याति तन्दुलमत्स्यो द्राक्, सप्तमी नरकावनीम् ॥ २॥ (अनुष्टुप् ) હે વિદ્વાન ! મનને સંવર કર; કારણ કે તંદુલમસ્ય મનને સંવર કરતે નથી તે તરત જ સાતમી નરકે જાય છે.” (૨) વિવેચન-મન:સંવર-મનોનિગ્રહ અધિકાર (નવ) આ જ વિષય પર લખાયેલે છે. અત્રે વધારે સ્પષ્ટ શબ્દોમાં મનેનિગ્રહ કરવાની ભલામણ કરે છે. સર્વ યુગમાં મને ગનું ધન વધારે મુશ્કેલ છે, પણ તે તેટલું જ વધારે ફળદાયી છે. વળી, જે મનેગને નિરોધ કરવામાં આવતું નથી, અને મનને ગમે તેમ રખડવા દેવામાં આવે છે, તે તે મહા પાપબંધ કરાવે છે. તંદુલમસ્ય મનના વેગથી જ મહાતીવ્ર પાપબંધ કરે છે. એનું દષ્ટાંત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. એ તંદુલમસ્ય મોટા જબરા મગરમરછાની આંખની પાંપણમાં Page #399 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] મિથ્યાત્વાદિનિધ [ ૩૨૭ ગર્ભજપણે ઉત્પન્ન થાય છે. અંતમુહૂર્ત ગર્ભમાં રહે છે અને પછી તેની માતા મગર મચ્છની પાંપણમાં જ તેને પ્રસવે છે. ગર્ભજ હોવાથી તેને મન હોય છે. તેનું શરીર તંદુલ (ચેખા) જેવડું હોય છે, અને આયુષ્ય અંતમુહૂર્તનું હોય છે. મગરમચ્છની આહાર લેવાની રીત વિચિત્ર છે. એ પાણીને માટે જ મેઢામાં ભરી લે છે અને તેમ કરતાં સંખ્યાબંધ માછલાંઓ તેના મેઢામાં જાય છે. પછી તેના મેઢામાં જાળી (દાંતની બેવડ) હોય છે, તેમાંથી તે પાણી પાછું કાઢી નાખે છે, પણ આ જાળીમાં છિદ્રો મોટાં હેવાથી સંખ્યાબંધ ઝીણાં ઝીણાં માછલાંઓ નીકળી જાય છે. આ વખતે દુર્યાની તંદુલમસ્ય આંખની પાંપણમાં બેઠે બેઠે વિચાર કરે છે કે જે હું આ મગરમસ્યના સ્થાને હોઉં તે આમાંથી એક પણ માછલાને નીકળવા દઉં નહિ. આવા દુર્યાનમાં જ નરકાયુ બાંધી, કાળ કરી, તેત્રીશ સાગરોપમને આઉખે સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે. ઉક્ત પાપ તદ્દન માનસિક છે, છતાં પણ તેની વૃત્તિ બહુ જ ખરાબ હોય છે. મન પર અંકુશ ન હોય, તેની આવી જ સ્થિતિ થઈ જાય છે. જેઓ આખો વખત ગામની વાત કરતા હોય, કૂથળી કરતા હોય, તેઓએ આ નાની હકીકતથી બહુ સમજવાનું છે. સ્ત્રીઓએ પણ વિકથાત્યાગ કરવા ખાસ વિચાર કરે જોઈએ, એમ આ દષ્ટાંત બતાવે છે. વળી, જેમ મનથી મહા પાપબંધ થાય છે તેમ તેને સંવર ક્યથી મહાલાભ થાય છે તે માટે હવે જુઓ. (૨; ૨૪૦). મનને વેગ વિત્ર પ્રસન્નચદ્ર प्रसन्नचन्द्रराजर्षे-मनःप्रसरसंवरौ । नरकस्य शिवस्यापि, हेतुभूतौ क्षणादपि ॥३॥ (अनुष्टुप् ) ક્ષણવારમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને મનની પ્રવૃત્તિ અને નિવૃત્તિ અનુક્રમે નરક અને મેક્ષનું કારણ થઈ.” (૩) વિવેચન-મનને વેગ અત્યંત છે. શુભ અધ્યવસાયની ધારા જ્યારે માનસિક રાજ્ય દ્વારા આત્મકુંજ પર પડે છે તે વખતે તેના પરનો મેલ એકદમ ખસી જાય છે, પડી જાય છે, હઠી જાય છે અને જીવ અલ્પ સમયમાં પિતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે. પ્રસનચંદ્ર રાજર્ષિનું ચરિત્ર શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તેઓને પણ એ જ પ્રમાણે થયું હતું. મેતાર્ય મુનિ, ધના-શાલિભદ્ર, ગજસુકુમાળ વગેરે અનેક મહાપુરુષે મનોરાજ્ય પર અંકુશ પ્રાપ્ત કરી શુભ ગતિના ભાગી થયા છે. ધનવિજય ગણિ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર આપે અંતર્મુહૂર્તના ઘણા ભેદે હેવાથી નાનાં નાનાં કેટલાંક અંતર્મદૂ મળીને પણ અંતર્મુહૂર્ત જ કાળ કહી શકાય. ૪ તંદુલમસ્ય તથા પ્રસન્નચંદ્ર રાજર્ષિની હકીકત છેડી થોડી નવમા અધિકારમાં લખી છે, તેને પણ ખાસ કારણથી તેનું અત્ર પુનરાવર્તન કર્યું છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] અધ્યાત્મકપકુમ [ ચતુર્દશ છે તદનુસાર અત્ર ટૂંકામાં લખીએ છીએ. ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક નગર હતુ. વિચિત્ર પ્રકારની શાભાથી આખા વિશ્વને તે પેાતાના તરફ આકર્ષણ કરતું હતું. અનેક દુકાન, બજારા અને હર્યાંથી તે નગર ખડું શે!ભતુ હતું. પ્રસન્નચંદ્ર નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. વિશાળ ભુજાબળવાળા આ મહારાજા શત્રુદમનમાં કુશળ અને ન્યાયના નમૂના હતા. તેની પ્રજા સર્વ પ્રકારે સુખ ભાગવતી હતી. રાજ્યસુખ ભાગવતા હતા તેવામાં શ્રીવીર પરમાત્મા એક વખત તે નગરની બહાર સમવસર્યા. રાજાએ સમાચાર સાંભળ્યા, એટલે ભગવતને વંદન કરવા સારું ગયા. સંસારના અસ્થિર ભાવનું સ્વરૂપ સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા, સ`સારવાસના ઊડી ગઈ અને અર્દિષ્ટ જાગ્રત થઈ. માલ્યાવસ્થાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી તેમણે દીક્ષા લીધી. અભ્યાસ કરતાં ગીતા થયા અને રાજિષ તરીકે આળખાવા લાગ્યા. અન્યદા ધર્મતત્ત્વનું ચિંતવન કરતા અને શુભ ભાવના ભાવતા તે રાષિ રાજગૃહ નગરની બહાર કાયાસ ધ્યાને રહ્યા છે. હવે તે વખતે વીર પરમાત્મા નજીકના ભાગમાં સમવસર્યા છે. તેમને વંદન કરવા માટે લેાકેા ટોળે મળીને જાય છે. લેાકેાના સમૂહમાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુરના એવાણિયા હતા. આ બન્ને જણા વાતા કરતા કરતા શ્રીવીરપ્રભુને વદન કરવા જતા હતા, તેવામાં તેઓએ પેાતાના પૂના રાજાને ક્રીઠા, એટલે વૃદ્ધ વણિક ખેલ્યા : “અહા ! રાજલક્ષ્મીના ત્યાગ કરી આ રાજિષ એ તપલક્ષ્મીના સ્વીકાર કર્યો છે, તેથી તે ધન્યાત્મા છે, ભાગ્યશાળી છે!” ખી વાણિયા ખેલ્યા : “ અરે, જવા દે ને ! આ મુનિને ધન્યવાદ તે શે! ઘટે છે? તેને તે ખરેખરા ઠપકા ઘટે છે ! એમણે દીક્ષા લીધી ત્યારે પુત્ર બહુ નાની વયના હતા, ખળ વગરના હતા, પણ એ વાતના વિચાર કર્યા વગર, તેને રાજય પર સ્થાપી, પોતે તા ત્રત લઈ લીધું, એટલે કૃતકૃત્ય થઈ ગયા! હવે એના સગાવહાલા બિચારા બાળરાજાને હેરાન કરે છે, આખા શહેરને ઉપદ્રવ કરે છે અને લેાકેામાં કાળો કેર વરતાઈ રહ્યો છે. આટલા માટે આ મુનિની તા સામુ જોવું પણ યાગ્ય નથી !” આવા વાર્તાલાપ કરતા કરતા તે તા કણ પથથી દૂર થયા, પરંતુ તેની વાત સાંભળી રાષિ` પ્રસન્નચંદ્ર ધ્યાનભ્રષ્ટ થયા, તેમને ક્રોધ ઉત્પન્ન થયા અને સ'સારમાંથી એક વાર નિવૃત્ત થયેલું મન પાછુ. સ`સારમાં રખડવા માંડયુ, આર્ત્ત ધ્યાન ચાલ્યું અને વિચાર થયા કે અહા ! અહા ! હુ બેઠાં પુત્રની આવી હાલત કેમ થાય ? આવા વિચારની સાથે જ મનમાં તેમના વિષીઓની સાથે યુદ્ધ કરવા માંડ્યુ આવી રીતે મુનિમહારાજના મનમાં પ્રચંડ યુદ્ધ ચાલી રહ્યું છે, તે વખતે વીરપ્રભુના પરમ ભક્ત શ્રી શ્રેણિક નૃપતિ તેમને વંદન કરવા ચાલ્યે. રસ્તામાં મુનિને જોઈ વાંઘા, પરંતુ મુનિએ તેના પર નજર પણ કરી નહિ. શ્રેણિકે ધાર્યું... કે આ મહાત્મા આ વખતે શુકલધ્યાનારૂઢ થયા હશે. શ્રેણિક પ્રભુ પાસે ગયા, સવિનય નમસ્કાર કર્યા, વાંધા, દેશના સાંભળી; પછી પૂછ્યું, “ હે ભગવન્ ! જે સ્થિતિમાં મે' પ્રસન્નચ'દ્ર રાજર્ષિને વાંદ્યા, તે જ સ્થિતિમાં તે વખતે તેઓ કાળ કરે તે કઈ ગતિમાં જાય?” ભગવાન ખેલ્યાઃ “સાતમી નરકે જાય !” શ્રેણિક રાજાને આ પ્રત્યુત્તર સાંભળી બહુ આશ્ચર્ય સાથે દિલગીરી થઈ. Page #401 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] મિથ્યાત્વાદિનિધ | [ ૩૨૯ હવે પ્રસન્નચંદ્ર રાજર્ષિને શું થયું તે જોઈએ. તેઓ તે મનમાં મોટી લડાઈ કરવા મંડી ગયા. મેટા સમરાંગણમાં સર્વ શત્રુઓને મારી નાખ્યા, પણ બાકીમાં એક પ્રધાન શત્રુ રહ્યો. આ વખતે સર્વ શ ખૂટી ગયાં, હાથમાં તરવાર સરખી પણ રહી નહિ, છતાં ક્ષત્રિય વીર ડર્યો નહિ. હિંમત મજબૂત રાખી માથા પરના ટોપથી એને મારી નાખીશ, એમ વિચાર કર્યો. હવે પોતાના માથા પર ટેપ લેવા હાથ ઊંચે કર્યો અને માથા પર હાથ ફેરવે છે તે કેશલુચિત તાલકું મળ્યું ! સુજ્ઞ વીર ચેત્ય, જ્ઞાનદષ્ટિ જાગી, વિપર્યાસભાવ ભાગ્ય અને સંવેગ પ્રાપ્ત થયે. વિચાર્યું કે અરે જીવ! આ તું શું કરે છે? કેના પુત્ર અને કોનું રાજ્ય ? વગર વિચાર્યું તે પ્રથમ વ્રતને ભંગ કર્યો. આવા શુદ્ધ અધ્યવસાયમાં ધ્યાનારૂઢ થતાં, સ્વઆચરણની નિંદા કરવા માંડી અને અતિચાર આલોવવા માંડયા. મનથી બાંધેલ કમ મનથી જ ખપાવી દીધાં અને સાતમી નરકને ચગ્ય દળિયાં એકઠાં કર્યાં હતાં, તે વિખેરી નાખ્યાં. હવે વીર પ્રભુને શ્રેણિકે શેડો વખત જવા દઈ ફરીને પ્રશ્ન પૂછો કે “હે પરમાત્મન્ ! તે રાજર્ષિ કદાચ અત્યારે કાળ કરે તે ક્યાં જાય ?” પ્રભુએ ઉત્તર આપ્યો કે “અનુત્તર વિમાને દેવ થાય.” શ્રેણિકને આ ઉત્તરથી વધારે આશ્ચર્ય થયું, તેથી તેનું કારણ પૂછ્યું. મને રાજ્યનું સ્વરૂપ, તેનું જે, તેને વશ કરવાથી થતી અનંત ગુણની પ્રાપ્તિ વગેરે પ્રભુએ સમજાવ્યું. તે સમયે દેવદુંદુભિને અવાજ થયો. શ્રેણિકે પૂછ્યું, “હે પ્રભુ! આ દુદુભિ શેની વાગે છે?” પ્રભુએ કહ્યું કે “ શ્રેણિક રાજા ! એ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે.” શ્રેણિક રાજાને આ હકીક્ત જાણી મનને વેગ કે બળવાન હોય છે તે બરાબર સમજાયું. આ દષ્ટાંતથી મને રાજ્યની વેગવાળી ભાવના સમજાણી હશે એ અગત્યના વિષયમાં વારંવાર પર્યાલોચન કરવાની જરૂર છે. મનનું બંધારણ પણ જાણવા જેવું છે, જેને માટે નીચેના બે શ્લોક મનન કરવા યે ગ્ય છે. (૩; ૨૪૧). મનની અપ્રવૃત્તિ-સ્થિરતા __ मनोऽप्रवृतिमात्रेण, ध्यानं नैकेन्द्रियादिषु । धर्मशुक्लमनःस्थैर्य-भाजस्तु ध्यायिनः स्तुमः ॥ ४ ॥ (अनुष्टुप् ) મનની પ્રવૃત્તિ ન કરવા માત્રથી જ ધ્યાન થતું નથી, જેમ કે એકેદ્રિય વગેરેમાં (તેઓને મન ન હોવાથી મનની પ્રવૃત્તિ નથી); પણ જે ધ્યાન કરનાર પ્રાણીઓ ધર્મ ધ્યાન અને શુધ્યિાનને લીધે મનથી સ્થિરતાના ભાજનભૂત થાય છે, તેઓની અમે સ્તુતિ કરીએ છીએ.” (૪) વિવેચન–શ્રી અધ્યાત્મપનિષદ (યોગશાસ્ત્ર)ના પાંચમા પ્રકાશમાં અનુભવી યોગી શ્રીમાન્ હેમચંદ્રસૂરિ કહે છે કે પવનરોધ વગેરે કારણેથી પ્રાણાયામનું સ્વરૂપ અન્ય દર્શનકારોએ બતાવ્યું છે તે બહુ ઉપયોગી નથી; તે તે કાળજ્ઞાન માટે અને શરીર આરોગ્ય માટે જાણવા જેવું છે. આમ કહીને ત્યાર પછી તેનું સ્વરૂપ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ અ ૪૨ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] અધ્યાત્મકલ્પમ [ચતુશ આગળ બતાવે છે. તે કહે છે કે એ બહુ લાભ કરતું નથી, તેનું કારણ એ છે કે એમાં મનની પ્રવૃત્તિ જ થતી નથી. એવી પ્રવૃત્તિ ન કરવી એ તે મનને નાશ કરવા જેવું છે. એકેદ્રિયાદિકને તથા વિકસેંદ્રિયોને મન હોતું નથી, પણ તેથી તેઓને લાભ થતું નથી; પરંતુ મનને બરાબર ઉપગમાં લેવા માટે તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવાની જરૂર છે મનની પ્રવૃત્તિને પ્રવાહ અટકાવ એમાં લાભ નથી, પણ તેને ધ્યાનમાં પ્રેરવું, તેમાં જ રમણ કરાવવું અને તે સંબંધી જ પ્રેરણા કરવી અને પ્રેરણા દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરાવવી, એ આદરણીય છે. “હઠાગ ” જૈન શાસ્ત્રના મત પ્રમાણે બહુ ઓછા લાભ કરે છે. કાય ગ પર તેથી જરા અંકુશ આવે છે. પણ મનનું બંધારણ સમજી તેને ધ્યાનમાં જોડી દેવાની રીતિ સર્વત્ર અનુસરવા ચગ્ય છે. મનને રોધ કરવાની પણ આવશ્યકતા છે, પરંતુ તે અવસ્થાપરત્વે છે. ધ્યેય ચાર પ્રકારના છે પિંડસ્થ (એની પાર્થિવી, આનેયી, મારુતી, વાણી અને તત્રભૂ એવી પાંચ ધારણ હોય છે), પદસ્થ (નવકારાદિ), રૂપસ્થ (જિનેશ્વર મહારાજની મનિ) અને પાતીત ( શદ્ધ સ્વરૂ૫. અખંડ આનંદ ચિદઘનાનંદરૂપ, પરમાત્મભાવપ્રકાશ). એ ધ્યેયમાં મનને જોડી દેવું, તે ધ્યાન છે અને તેમ કરીને મનની સ્થિરતા લાવવી એ રોગનું મુખ્ય અંગ છે. આથી જ જૈન શાસ્ત્રકારે ધ્યાનનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે રાજાવિરદં શાં રાગાદિને કૂટવામાં સમર્થ હોય તેને ધ્યાન કહેવાય. ધ્યાન ચાર પ્રકારનાં છે; તેમાં આર્ત અને રૌદ્ર એ દુર્થાન છે. અત્ર ધર્મ અને શુક્લ એ બે શુભ ધ્યાનની વ્યાખ્યા પ્રસ્તુત છે. એનું સ્વરૂપ બહુ સૂક્ષમ છે. એ દરેકના શાસ્ત્રકાર ચાર ચાર ભેદ પાડે છે. ધર્મધ્યાનના ચાર ભેદોમાં પ્રથમ ભેદ ” આજ્ઞાવિચધ્યાનને છે. સર્વજ્ઞના વચનમાં પરસ્પર વિરોધ નથી, એવું સમજી એની ચિંતવના કરવી, એની ખૂબી સમજવી એ પ્રથમ ધર્મધ્યાન છે. ત્યાર પછી ” અપાયવિચધ્યાન” આવે છે એમાં રાગ, દ્વેષ, કષાય, પ્રમાદ કેવી કેવી જાતિનાં દુઃખે ઉત્પન્ન કરે છે તે વિચારવું, અને પાપ કાર્યોથી પાછા હઠવું એ ધર્મધ્યાનને બીજે ભેદ છે. ત્રીજે ભેદ “વિપાકવિચધ્યાન” છે. કર્મને બંધ અને ઉદય વિચારો, તેનું સામ્રાજ્ય, તીર્થકર, ચકવતી જેવા પર પણ તેની ચાલતી શક્તિ અને જગતનો વ્યવહાર કર્મવિપાકથી જ ચાલે છે એ સંબંધી વિચાર કરે તે ધર્મધ્યાનને ત્રીજો ભેદ છે. છેલ્લું “સંસ્થાનવિચધ્યાન ” છે. એમાં લોકનું સ્વરૂપ વિચારવાનું છે ચૌદ રાજલક, ઉત્પત્તિ, સ્થિતિ અને લયવાળા જીવ, અજીવાદિક છ દ્રવ્યયુક્ત લોકાકૃતિની ચિંતવના કરવી છે. આવી જ રીતે શુલધ્યાનના ચાર ભેદ છે (–પૃથફવિતર્કસવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સુમક્રિય અને ઉછિન્નક્રિય) એ ધ્યાનની હકીકત વધારે સૂક્ષમ છે. એ ધ્યાનનું સ્વરૂપ યોગશાસ્ત્રથી જાણી લેવું. અત્ર કહેવાની હકીકત એ છે કે આવા ધર્મ અને શુકલધ્યાનમાં મનને જેડી દઈ સ્થિરતા પ્રાપ્ત કરવાથી મહાલાભ થાય છે. જુઓ મારો “જૈન દષ્ટિએ યોગ.” ચિત્તસ્થિરતા પ્રાપ્ત કરવાનો ઉપાય એ જ છે કે મનને નિરંતર સુધ્યાનમાં પ્રેર્યા કરવું. ઉક્ત ધ્યાનથી પ્રાણીને ઇંદ્રિયેથી અગોચર આત્મસંવેદ્ય સુખ થાય છે. (૪; ૨૪૨) Page #403 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] મિથ્યાત્વાદનિરોધ [ ૩૩૧ સુનિયંત્રિત મનવાળા પવિત્ર મહાત્માએ साथै निरर्थकं वा यन्मनः *सुध्यानयन्त्रितम् । विरतं दुविकल्पेभ्यः, पारगांस्तान् स्तुवे यतीन् ॥ ५ ॥ (अनुष्टुप् ) સાર્થકતાથી અથવા નિષ્ફળ પરિણામવાળા પ્રયત્નથી પણ જેઓનું મન સુધ્યાન તરફ જોડાયેલું રહે છે અને જેઓ ખરાબ વિકથી દૂર રહે છે તેવા, સંસારને પાર પામેલા યતિઓને અમે સ્તવીએ છીએ.” (૫) વિવેચન–કઈ પણ પ્રાણી કાર્યના પરિણામ માટે જોખમદાર નથી. તેણે શુભ પરિણામ આવશે એ પ્રમાણે વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. આ શુભ ધ્યાનથી કરેલા કાર્યનું પરિણામ ખરાબ આવતું નથી, પણ કદાચ ખરાબ આવે, તે પણ કાર્ય કરનારને પાપને અનુબંધ થતું નથી. પોતાના ક્ષયોપશમ પ્રમાણે તેણે દીર્ઘ દૃષ્ટિ પહોંચાડવી જોઈએ. જેઓ હંમેશાં સારાં કાર્ય કરવાના મનોરથ કરે છે અને ખરાબ સંકલ્પ કરતા નથી, તેઓ ખરેખરા ભાગ્યશાળી છે. “ સાથે ” એટલે શુભ પરિણામવાળું કાર્ય. આવા જ હેતુથી પરિણામ માટે બહુ ચિંતા ન રાખવાનું શાસ્ત્રમાં કહ્યું છેઃ भवन्ति भूरिभिर्भाग्यैर्धर्मकर्ममनोरथाः । फलन्ति यत्पुनस्ते तु तत्सुवर्णस्य सौरभम् ॥ “ ધર્મકાર્ય કરવાના મનોરથે જ મહાભાગ્યથી થાય છે અને જો તેઓ શુભ ફળ આપે તે તે સેનામાં સુગંધ ભળી એમ સમજવાનું છે.” | મન ખોટા વિચારો કરીને કેટલી જાતનાં પાપ બાંધે છે તે આપણે ચિત્તદમન અધિકારમાં જોયું છે. કલ્પનાશક્તિ પર જ્યાં સુધી સુનિયંત્રિત વિચારશક્તિને અંકુશ ન હેય, ત્યાં સુધી સુકાન વગરના વહાણની જેમ મનેવિકારરૂપ પવનથી આ આત્મા સંસારસમુદ્રમાં અસ્ત-વ્યસ્તપણે કાં ખાય છે અને જરા ઝપાટે આવતાં એક દિશાએ તણાઈ જાય છે, વળી પાછો બીજી દિશામાં આવે છે. માટે આd, રૌદ્રાદિ દુર્થાનને તેઓના યથારૂપે સમજીને, તજી દેવાં અને ધર્મધ્યાન તથા શુકલધ્યાન ધ્યાવવાં. (૫; ૨૪૩). વચનઅપ્રવૃત્તિ-નિરવ વચન - वचोऽप्रवृत्तिमात्रेण, मौनं के के न बिभ्रति ? । । નિવર્ઘ વ વેપ, વોરંતુ તાન તુવે છે ૬ છે (અનુષ્ટ્ર) “વચનની અપ્રવૃત્તિમાત્રથી કણ કણ મૌન ધારણ કરતું નથી ? પણ અમે તે જે વચનગુપ્તિવાળાં પ્રાણીઓ નિરવ વચન બોલે છે તેઓની સ્તવના કરીએ છીએ.”(૬) વિવેચન-વચનસંવર-અનેક કારણોથી વચનની પ્રવૃત્તિ થતી નથી, એકે કિય___ * सध्यान इति वा पाठः । Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] અધ્યાત્મકપકુમ [ ચતુર્દશ પણામાં સ્વાભાવિક શરીર ઉપરાંત બેઈદ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિય સ્પષ્ટપણે બેલી શકતા નથી. રાગ, સભાક્ષોભ અથવા મૂંગાપણુથી મનુષ્ય પણ બેલતા નથી, પણ એથી કાંઈ લાભ થતો નથી. બલવાની શક્તિ હોય છતાં નિરવદ્ય વચન બેલવું, તેમાં જ ખરેખરી ખૂબી છે. વચનગુપ્તિ ધારણ કરી હોય, ભાષા પર અંકુશ હોય અને બેલે ત્યારે સત્ય, પ્રિય, મિત અને પશ્ય વચન જ બોલે તે નિરવદ્ય વચન કહેવાય છે. અશક્તિમાન સાધુ થાય તેમાં નવાઈ નથી; શક્તિ હોય છતાં કારણ વગર બેલે નહિ, ગંભીરતા રાખે અને બેલે ત્યારે પણ વિચાર કરીને, પ્રમાણપત અને ખપ જેટલું જ હિતકારી બેલે તેઓ સંયમવાનું કહેવાય છે. (૬; ૨૪૪) નિરવધ વચન-વસુરાજા निरवद्यं वचो अहि, सावधवचनैर्यतः । प्रयाता नरकं घोरं, वसुराजादयो द्रुतम् ॥ ७ ॥ ( अनुष्टुप ) “તું નિવઘ (નિષ્પા૫) વચન બોલ, કારણ કે સાવદ્ય વચન બેલવાથી વસુરાજા વગેરે એકદમ ઘર નરકમાં ગયા છે.” (૭) વિવેચન–ઉપર કહ્યું તેમ નિરવદ્ય-પાપરહિત-વચન બેલવાની જરૂર છે. નિરવદ્ય વચનમાં સત્ય, પ્રિય અને પથ્ય એ ત્રણે ગુણેને સમાવેશ થાય છે એમ સમજવું. વચન સત્ય હોય છતાં પણ અપ્રિય હોય તે તે નિરવદ્ય નથી. અને વળી, વચન બોલતાં જેને તે કહેવામાં આવે તેને હિત કરનારું તે વચન હોવું જોઈએ. સાવદ્ય વચન બોલવાથી ભાષા પર અંકુશ રહેતું નથી, દુનિયામાં બે જ પડતું નથી અને પિતાના વિચારે ગંભીર રહી શકતા નથી; બોલતી વખત મનમાં ક્ષેભ રહ્યા કરે છે અને પછી મગજ ખાતે. જાય છે. નિરવદ્ય વચન બોલનારની શુભ ગતિ થાય છે. નરો વા કુકા કા એટલું ગર્ભિત વચન બેલનાર ધર્મરાજા પણ એટલે અંશે સત્યધર્મથી ભ્રષ્ટ થયા. તેટલા માટે સત્ય બોલવું, પૂરેપૂરું સત્ય બોલવું અને સત્ય સિવાય કાંઈ પણ બોલવું નહિ એ ત્રણે સૂવ બરાબર યાદ રાખવાનાં છે. કાંઈ મુદ્દો પકડીને અમુક હકીકત સાચી બેલીએ તે સામે માણસ સમજી શકે નહિ, પણ તે શુદ્ધ સત્ય ભાષા કહેવાય નહિ. આવા પ્રસંગે આપણે ઘણીવાર જાણતા પણ હોઈએ છીએ કે સામે માણસ તે ખોટા અર્થમાં જ સમજવાને છે. વસુરાજા અસત્ય બોલવાથી નરકે ગયે. જે સત્ય વચન પર આખી દુનિયાને આધાર હોય તે તે સ્પષ્ટ રીતે સત્ય લેવું જોઈએ. વસુરાજાનું દષ્ટાંત બેધદાયક હવાથી ટીકાનુસાર અત્ર લખીએ છીએ. વિરતારચિએ આવશ્યકાદિકથી જોઈ લેવું. પૃથ્વીમાં વિખ્યાત થયેલી કૃતિપુર નામની નગરી હતી. એ નગરીમાં મહાતેજસ્વી અભિચંદ્ર નામે રાજા રાજય કરતા હતા. તેને સત્ય બેલનાર વસુ નામે એક પુત્ર હતે. બાલ્યવયથી આ વસુ મહાબુદ્ધિશાળી હતો અને સત્યવચને ચારના ગુણ માટે પ્રસિદ્ધ Page #405 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૩ અધિકાર ] મિથ્યાત્વાદિનિધિ થયો હતો. પિતાએ તેને ક્ષીરકદંબ નામના કળાચાર્ય પાસે અભ્યાસ કરવા મૂક્યો. અહીં તેની સાથે તે જ ગુરુને પુત્ર પર્વત અને એક નારદ નામે બ્રહ્મચારી અભ્યાસ કરતા હતા. ગુરુની ત્રણે શિષ્યો પર અપૂર્વ પ્રીતિ હતી અને બહુ સંભાળથી અભ્યાસ કરાવતા હતા. એક દિવસ ગુરુ સૂતા છે તે વખતે બે ચારણ મુનિ વાત કરતા કરતા આકાશમાં ચાલ્યા જતા હતા. તેઓની વાતચીત પરથી ગુરુ સમજ્યા કે ત્રણ શિષ્યો પૈકી બે નરકમાં જશે અને એક સ્વર્ગમાં જશે, એમ તેઓએ કહ્યું. આ હકીકત સાંભળી ગુરુને બહુ જ ખેદ થયા. આ ત્રણમાંથી સ્વર્ગમાં જવા કેણ ભાગ્યશાળી થશે, તેની તપાસ કરવા સારુ ગુરુએ ત્રણેને પોતાની પાસે એકસાથે બે લાવ્યા અને દરેકને જવના લોટથી બનાવેલ બનાવટી એકેક કૂકડે આપીને કહ્યું કે જે જગ્યાએ કોઈ પણ ન દેખે ત્યાં જઈને એને વધ કરી આવો. વસુએ અને પર્વતે તો એકાંત જગ્યાએ જઈને કૂકડાને મારી નાખે ! મહાત્મા નારદ પણ નગર બહાર ગયા અને એક તદ્દન એકાંત જગ્યા શોધી. ચારે દિશાએમાં નજર ફેરવી વિચાર કરવા લાગ્યો ગુરુએ કઈ પણ ન દેખે એવી જગ્યાએ આ કૂકડાને વધ કરવાની આજ્ઞા આપી છે, પણ અહીં તો તે પોતે (કૂકડે) દેખે છે અને હું દેખું છું, આ ખેચર આકાશમાં ઊડતા ઊડતા દેખે છે અને લોકપાળો જુએ છે તથા દિવ્ય ચક્ષુથી જ્ઞાની મહારાજ પણ દેખી રહ્યા છે, ત્યારે એવું એક પણ સ્થાન નથી કે જ્યાં કઈ પણ દેખે નહિ; માટે ગુરુની વાણુનો અર્થ એ જ થાય છે કે કૂકડાને મારા નહિ. ગુરુ ખરેખર દયાળુ છે અને તેમણે આવા પ્રકારની હિંસા ફરમાવી હોય એ બનવાજોગ પણ નથી. આ વિચાર કરી કૂકડાને માર્યા વગર પાછા લાવ્યું અને તેમ કરવાનું કારણ ગુરુને કહી બતાવ્યું. નારદ સ્વર્ગમાં જશે એમ ગુરુના મનમાં નિશ્ચય થયો. ગુરુએ તેને “બહુ સારું ” એટલો જવાબ આપ્યો. થોડા વખત પછી પર્વત અને વસુ આવ્યા અને ગુરુને જણાવ્યું કે નિર્જન વનમાં કોઈ ન દેખે એવી જગ્યાએ પોતે કૂકડાને માર્યો છે. ગુરુએ કહ્યું કે “મૂર્ણાનંદ ! તમે પોતે દેખતા હતા, છતાં શા માટે માર્યો?” કળાચાર્યના મનમાં બહુ ખેદ થયો કે આ બંને શિષ્ય નરકમાં જશે. વસુ રાજાનો પુત્ર છે અને પર્વત પિતાનો પુત્ર છે, તે બન્ને પર લીધેલી મહેનત નકામી જશે અને વહાલો પુત્ર અને તેથી પણ વધારે વહાલે વસુ નરકમાં જશે, માટે હવે આ ઘરમાં (સંસારમાં) રહેવામાં શે સાર છે? એવી રીતે વૈરાગ્યભાવ થવાથી તેમણે સંસારને ત્યાગ કર્યો. હવે પિતાએ દીક્ષા લીધા પછી પર્વત ગુરુસ્થાનકે અભ્યાસ કરાવવા લાગ્યું. નારદ ત્યાંથી ચાલ્યા ગયે. અને ત્યાર પછી થોડા વખતે અભિચંદ્ર રાજાએ વ્રત ગ્રહણ કર્યું, તેથી વસુને તેની ગાદીએ બેસાડવામાં આવ્યો. વસુરાજાએ બહુ સારી રીતે રાજ્ય કર્યું અને ન્યાય તથા ધર્મથી અને પિતાના શુદ્ધ વર્તનથી જગતમાં પ્રસિદ્ધિ મેળવી, દુનિયામાં સત્યવાદી તરીકે જાણીતું થયું અને તે પદવીને જાળવી રાખવા ખાતર તે કાયમ સત્ય જ બોલતે રહ્યો Sain Education International Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] અધ્યાત્મક૫મ [ ચતુશ આવી રીતે ઘણા સમય પસાર થઈ ગયા. એક વખત એક મોટું આશ્ચર્ય બન્યું: એક શિકારી જંગલમાં પશુ પર બાણ ફેંકતે હતું, પણ તેનાં બાણ વરચે અટકી જવા લાગ્યાં. શિકારી આનું કારણ કાંઈ સમજે નહિ, તેથી તે જગ્યા પર જઈને હાથ ફેરવ્ય તે સ્ફટિકની શિલા દેખાણી. તે એટલી તે પારદર્શક હતી, કે હાથ લગાડ્યા વગર તે છે એમ પણ દેખાતું નહોતું. આવી સુંદર શિલાને જોઈ મહાભાગ્યવાનું વસુ રાજાને જ તે યોગ્ય છે એમ શિકારીએ ધાયું. વસુ રાજા પાસે જઈ ખાનગીમાં તે હકીકત નિવેદન કરીને વસુને શિલા ભેટ કરી. રાજ બહુ ખુશી થયો અને શિકારીને બહુ ભેટ આપી. પછી રાજાએ હશિયાર શિલ્પીઓને રાખી તેમની પાસે પેલી સ્ફટિક શિલાની સુંદર વેદિકા તૈયાર કરાવી અને પ્રચ્છન્નપણે તે ઘડનારાઓને પછી ઘાત કરી નાખ્યો ! આ વેદિકા પર સિંહાસન મૂકહ્યું જેથી લોકેએ એમ જાણ્યું કે સત્યના પ્રભાવથી વસુ રાજાનું સિંહાસન આકાશમાં અધર રહે છે. લોકોમાં વાત ચાલી કે સત્યના પ્રભાવથી દેવતાઓ રાજાની પાસે રહે છે અને તેની સેવા કરે છે. સિંહાસનના પ્રભાવથી કેટલાક રાજાએ તેને વશ થઈ ગયા અને તેની કીર્તિ દશે દિશામાં વધારે પ્રસરવા લાગી. હવે નારદ એક વખત તે શહેરમાં આવ્યા. તે પર્વતને મળવા ગયા. તે વખતે પર્વત શિષ્યોને વેદ ભણાવતા હતા. તેમાં એ વાત આવી કે થી યજ્ઞ કરો. પર્વતે તે ઋચાને અર્થ સમજાવતાં કહ્યું કે મન એટલે બેકડાનું બલિદાન કરી યજ્ઞ કરો. આ વખતે નારદ નજીક બેઠે હતું. તેણે કહ્યું કે ભાઈ પર્વત ! તું આવે બેટે અર્થ કેમ કરે છે? ગુરુએ તે આપણને શીખવ્યું છે કે જેનાથ તિ અનઃ – વાગ્યાથી ન ઊગે તેવું સૂકું ત્રણ વરસનું ધાય” (ડાંગર-શાલિ) એ અર્થ = શબ્દને થાય છે, એ વાત તું કેમ વીસરી ગયો ? આ પ્રમાણે છેટે અર્થ કરે અયુક્ત છે, પાપબંધ કરાવનાર છે અને પરભવમાં દુર્ગતિમાં પાડનાર છે.” પર્વત બોલ્યો : “તમારું કહેવું છેટું છે. ગુરુએ આપણને એ અર્થ કહ્યો જ નથી. વળી નિઘંટુમાં આ શબ્દનો અર્થ “બકરો” થાય છે.” નારદે જવાબ આપ્યો : “ભાઈ પર્વત! શબ્દની અર્થઘટના મુખ્ય અને ગૌણ બે પ્રકારની છે, તેમાંથી ગુરુએ આપણને ગૌણ અર્થ કહ્યું હતું. ગુરુ ધર્મોપદેષ્ટા હતા, કૃતિ (વેદ) ધર્મમય છે, છતાં તું ગુરુ અને વેદથી વિપરીત કહીને પાપ વહાર નહિ.” પર્વતે ઉત્તરમાં આક્ષેપ કરીને કહ્યું: “ગુરુએ તે એટલે બકરે એમ કહ્યું છે અને ગુરુએ કહેલા શબ્દાર્થને વિપરીત કરવાથી તે પાપ વહોરી લે છે. આ બાબતમાં જે હારે તેણે પિતાની જિ હા કાપી નાખવી, એવું હું પણ (પ્રતિજ્ઞા) લઉં છું અને આ શબ્દને અર્થ આપણું સહાધ્યાયી વસુ રાજા જે કહે તે પ્રમાણ છે. નારદે આ સર્વ અંગીકાર કર્યું, કારણ કે સત્ય બોલનારને ક્ષોભ તે નથી. - હવે પર્વતની માતાએ એકાંતમાં પર્વતને કહ્યું કે “જે કે હું ઘરના કામકાજમાં નિરંતર ગૂંચવાયેલી રહેતી હતી, છતાં મને ચેકકસ ખ્યાલ છે કે શબ્દનો અર્થ Page #407 -------------------------------------------------------------------------- ________________ અધિકાર મિથ્યાત્વાદિનિધ [ ૩૨૫ તારા પિતાજી ત્રણ વરસની જૂની (શાલિ) ડાંગર કહેતા હતા, તેથી તે વગર વિચાર્યું અહંકારમાં જિ હા છેદવાનું પણ લીધું છે.” પર્વતે કહ્યું : “હવે મેં તે આ પ્રમાણે કહી દીધું, તે ન કહ્યું થવાનું નથી, માટે તમને ઠીક લાગે તે રીતે તેનું નિવારણ કરે.” માને દીકરાનું સ્વાભાવિક રીતે હેત લાગ્યું, તેથી હૃદયમાં પીડા પામતી તે વસુ રાજા પાસે ગઈ. પુત્રને માટે માતા શું નથી કરતી? “હે માતા ! આપના દર્શનથી આજ ક્ષીરકદંબક ગુરુનાં દર્શન થયાં, આપને હું શું આપું અથવા આપને માટે શું કરું? મને ફરમાવે.” આ પ્રમાણે વસુ રાજાએ તેમને કહ્યું. માતા બેલી : “વત્સ ! મને પુત્રભિક્ષા આપ. હે પુત્ર ! પુત્ર વગર ધનધાન્ય શા કામનાં છે?” વસુ રાજાએ કહ્યું : “માતા ! આ શું બોલે છે ? પર્વત તો મારે પાલ્ય અને પૂજ્ય છે; ગુરુપુત્રને ગુરુતુલ્ય માન, એવી કૃતિની આજ્ઞા છે. આજે યમરાજે કોનું પાનું ઉઘાડ્યું છે કે જે મારા ભાઈને મારવા તૈયાર થયો છે? માટે હે માતા ! તમે જે હકીકત હોય તે જલદી બેલે.” પછી પર્વતની માતાએ નારદનું આગમન, શબ્દની વ્યાખ્યાના સંબંધમાં થયેલો વાદવિવાદ, પર્વત તથા નારદની તકરાર, જિહાદનું પણ અને વસુ રાજાની કરેલી સાક્ષી–એ સર્વ હકીકત કહી બતાવી, પછી કહ્યું કે “તારી પાસે ન્યાય કરાવવા આવે ત્યારે હે ભાઈ! પર્વતનું રક્ષણ કરવા માટે તું અત્ત એટલે બકરો એમ કહેજે. મેટા માણસે પ્રાણથી પણ બીજા ઉપર ઉપકાર કરે છે, તે વાણીથી કરે એમાં તે સવાલ જ શું છે?” વસુ રાજા બોલ્યા : “હે માતા ! મિથ્યા વચન હું કેવી રીતે બેડલું? પ્રાણનો નાશ થાય તે પણ સત્યવ્રતી પુરુષે કદી પણ અસત્ય બોલતા નથી. પાપથી ડરનાર પ્રાણીએ કઈ પણ બાબતમાં અસત્ય બોલવું જોઈએ નહિ. તે પછી ગુરુની વાણી અન્યથા કરવા સારુ બેટી સાક્ષી પૂરવી એ તે બહુ જ ખોટું કહેવાય.” “ભાઈ ! તારે તે ગુરુના પુત્ર કરતાં પણ સત્યવ્રતને આગ્રહ વધારે છે તો ઠીક છે ! મારું નસીબ !” આટલું બોલતાં ગુરુપત્નીએ દયદ્ર મુખ કર્યું ત્યારે રાજા લેવાઈ ગયે અને તેનું વચન અંગીકાર કર્યું. ગુરુપત્ની રાજી થઈને પિતાને ઘેર ગઈ. હવે નારદ અને પર્વત રાજસભામાં આવ્યા. સભામાં અનેક સભ્ય, વિદ્વાને અને માધ્યચ્યવૃત્તિવાળા પુરુષે બિરાજ્યા હતા. રાજા સ્ફટિકની વેદિકાના પ્રભાવથી અધર દેખાતા સિંહાસન પર આરૂઢ થયો હતો. રાજાએ ગુરુપુત્ર અને સહાધ્યાયી નારદને આદર આપ્યો. નારદે અને પર્વતે પિતાને પક્ષ સ્થાપિત કર્યો અને રાજાનું પ્રમાણ અંગીકાર કર્યું, સત્યને મહિમા બતાવ્યું અને રાજાને સત્ય બોલવા સૂચવ્યું. આ પ્રમાણે સર્વ હકીકત કહ્યા છતાં, જાણે તે સાંભળી જ ન હોય, પિતાના સત્યવાદીપણુની પ્રસિદ્ધિને અંગે પિતાને માથે લટકતી મહા ફરજનો ખ્યાલ જાણે ક્ષણવાર દૂર જ ગયે હોય, તેમ ગુરુપત્નીનાં વચનને માન્ય રાખી વસુ રાજાએ ન્યાય આપ્યો કે “ગુરુએ આ શબ્દનો અર્થ “બકરો” શીખવ્યું છે.” આ અસત્ય વચન બોલતાં જ દે તેના પર કોપાયમાન Page #408 -------------------------------------------------------------------------- ________________ 33 ] અધ્યાત્મકપઙ્ગમ [ ચતુર્દશ થઈ ગયા અને જે સ્ફટિક વેદિકા પર તે બેસતા હતા તેના ચૂરેચૂરા થઈ ગયા. રાજા ભૂમિ પર પડવો, તેના પર સિંહાસન પડ્યુ અને વસુમતી( પૃથ્વી )ના નાથ વસુરાજા મરણ પામી વસુમતીને તળિયે ગયા ! અત્યારે પણ તે નારકીની મહાવેદના સહન કરે છે. જે વચન પર જગતના પ્રવાહ ચાલતા હાય છે અથવા ભવિષ્યમાં ચાલવાના સ`ભવ હાય છે તે વચન તેા બહુ જ વિચારીને ખેલવુ' જોઈ એ. સત્ય વચન ખેલવાની અગત્ય આ કથાથી સ્પષ્ટ સમજાઈ જાય તેમ છે, (૭; ૨૪૫) દુર્વાચાનાં ભયંકર પરિણામ इहामुत्र च वैराय, दुर्वाचो नरकाय च । 66 અવિશ્થાઃ પ્રરોહન્તિ, દુર્વાષાઃ પુનર્ન ૢિ || ૮ || (અનુષ્ટુપ્ ) દુષ્ટ વચન આ લાક અને પલેાકમાં અનુક્રમે વેર કરાવે છે અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી મળેલુ ફરી વાર ઊગે છે, પણ દુષ્ટ વચનથી મળેલાં હાય તેમાં પછી ફરીવાર સ્નેહાંકુર ફૂટતા નથી.” (૮) વિવેચન—આ શ્ર્લાકમાં એ વાત સમાવી છે, આ લેાકમાં અને પરલેાકમાં દુચનનુ ફળ શું એસે તે સૂચવ્યુ છે. દુચનથી આ લાકમાં વૈર ઉત્પન્ન થાય છે અને પરલેાકમાં નરકગતિ પ્રાપ્ત થાય છે. આ લેાક આશ્રી ફળના સબંધમાં વિશેષ રીતે સમજૂતી આપવા કહે છે કે ધાન્ય વાળ્યાથી ઊગે છે, પણ જો તે ધાન્ય મળી ગયુ, તા ખીજત્વ નાશ પામે છે, તેથી તે ઊગતું નથી. પણ કાઈ કાઈ કઠણુ બીજ મળ્યા છતાં પણ ઊગે છે; પણ જે દુર્વાંચનથી મળેલા હોય છે તેમનામાં ફરીને પ્રેમના અંકુર ઊગતા જ નથી. અનુભવીએ જાણે છે કે વચનખાણુ હૃદયમાં શલ્ય જેવું કામ કરે છે અને એક વાર વાગ્યાં હાય તા તે ભૂલી શકાતાં નથી; આટલા માટે નકામું' એટલવાની ટેવ ખ'ધ કરવી. કેટલાક માણુસા પેાતાની વિદ્વત્તા કે ડહાપણુ મતાવવા સારુ અકારણે પણ અપ્રસ્તુત ખેલ્યા કરે છે અને તેમ કરીને પોતાની લઘુતા કરે છે. ખાસ કરીને નકામું એલવુ નહિ અને કડવુ પણ ખેલવું નહિ. (૮; ૨૪૬) તીર્થંકર મહારાજ અને વચનગુપ્તિની આદેયતા अत एव जिना दीक्षाकालादा केवलोद्भवम् । अवद्यादिभिया ब्रूयुर्ज्ञानत्रयभृतोऽपि न ॥ ९ ॥ (અનુષ્ટુ) “તેટલા માટે જોકે તી કર મહારાજને ત્રણ જ્ઞાન હાય છે, તાપણુ દીક્ષાકાળથી માંડીને કેવળજ્ઞાન થતાં સુધી, પાપની મીકથી, તે કાંઈ પણ ખેાલતા નથી. ” ( ૯) વિવેચન- તેટલા માટે' એટલે સાવદ્ય બેલવાથી અનિષ્ટ ફળ થાય છે, તેટલા માટે, તીર્થ"કર મહારાજ પણ છદ્મસ્થ અવસ્થામાં મૌન ધારણ કરે છે. માટા જ્ઞાનીને પણ Page #409 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] મિથ્યાત્વાદિનિધ - [૩૩૭ આવો ભય રહે છે, તે પર બહુ ખ્યાલ કરવા જેવું છે. આ તે જાપાનમાં આજે આમ થયું અને વીસુવિયસ જવાળામુખી ફાટક્યો, પાર્લામેન્ટમાં આવી તકરાર થઈ અને રાજ્યમાં આવી ખટપટ ચાલે છે–આવી આવી વાત કરીને નકામે કાળક્ષેપ કરવામાં આવે છે. ચાલુ ઈતિહાસ જાણ એ જુદી વાત છે, પણ પછી એ સંબંધી વાત કરી, વિચારે બતાવી, નકામો કર્મબંધ શા માટે કરે ? શાસ્ત્રકાર એક વ્યવહારુ વચન કહે છે કે “બહુ બેલે તે બાંઠે.” આમાં બધી વાતને મુઠ્ઠી આવી જાય છે. (૯; ૨૪૭) કાયસંવર–કાચબાનું દૃષ્ટાંત कृपया संवृणु स्वाङ्गं, कूर्मज्ञातनिदर्शनात् । संवृतासंवृताङ्गा यत्, सुखदुःखान्यवाप्नुयुः ॥ १० ॥ (अनुष्टुप् ) “(જીવ ઉપર) દયા લાવીને, તારા શરીરને સંવર કર, કાચબાના દષ્ટાંતથી શરીરનો સંવર કરનાર અને નહિ કરનાર અનુક્રમે સુખ-દુઃખ પામે છે.” () વિવેચન-કાયસંવર–મન અને વચનની પ્રવૃત્તિ જેમ નુકસાન કરનારી છે, તેમ કાયાની પ્રવૃત્તિ પણ, સાવદ્ય હોય તે, અનંત સંસાર-પરિભ્રમણ કરાવે છે. કાગની પ્રવૃત્તિ કરવી તે પણ શુભ હેતુપૂર્વક કરવી. નિષ્ફળ અને હાનિકારક પ્રવૃત્તિને સંવર કરવાની આવશ્યક્તા બહુ જ છે. હઠાગ વગેરેથી શરીર પર જય થાય છે, તે તે માત્ર આરગ્યાદિ અહિક લાભ માટે થાય છે. જૈન શાસ્ત્રકાર એને બહુ અગત્ય આપતા નથી. એક વગડામાં જમીન પર બે કાચબા ચાલ્યા જતા હતા. તે વેળા કેઈ હિંસક જનાવર આવ્યું. તેને જોતાં જ બને કાચબાએ પિતાનાં પગ ને માથું અંદર લઈ લીધાં. પછી તે જનાવર દૂર ઊભું રહી તેના પગ ને માથું બહાર કાઢવાની રાહ જોવા લાગ્યું. કેટલીક વાર એક કાચબાએ અકળાઈને પગ અને માથું બહાર કાઢયાં, એટલે પેલા જનાવરે તે પકડીને તેને મારી નાખ્યું. બીજા કાચબાએ ઘણો વખત થયા છતાં પણ, પગ કે માથું બહાર કાઢયાં નહિ, તેથી છેવટે થાકીને પેલું જનાવર જતું રહ્યું. આ બે કાચબામાં જે કાચબાએ પિતાનાં અંગોપાંગ ગેપવી રાખ્યાં, તે સુખ પામે અને બીજે દુઃખ પામે, માટે કાયાને સંવર કરવાની પણ ખરેખરી જરૂર છે. (૧; ૨૪૮) કાયાની અપ્રવૃત્તિ વિ. કાયાને શુભ વ્યાપાર कायस्तम्भान्न के के स्युस्तरुस्तम्भादयो यताः । શિવા દેવાં, વાયdig હુવે રતન છે ? ! (અનુષ્ટ્રમ્ ) “ માત્ર કાયાના સંવરથી ઝાડ, તંભ વગેરે કણ કણ સંયમી ન થાય? પણ જેઓનું શરીર મેક્ષ મેળવવા માટે ક્રિયા કરવામાં ઉદ્યત થાય છે, તેવા યતિની અમે સ્તુતિ કરીએ છીએ. ”(૧૧) અ. ૪૩ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮]. અધ્યાત્મકલ્પકુમ [ ચતુ વિવેચન—ઉપર વચનયોગ માટે કહ્યું તેમ જ કાયાની અપ્રવૃત્તિ માત્રથી કાંઈ લાભ થતું નથી, પરંતુ જરૂરનું એ છે કે કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ થવી જોઈએ, એટલે તેના વડે શુભ ક્રિયા અનુષ્ઠાન કરવાં જોઈએ. આ પ્રમાણે મન-વચન-કાયના પેગેની પ્રવૃત્તિ સંબંધી ઉપયોગી ઉપદેશ આપ્યો. હવે પાંચ ઇન્દ્રિયના સંવરની વાત કરે છે. (૧૧; ૨૪૯). શ્રોત્રેન્દ્રિયસંવર श्रुतिसंयममात्रेण, शब्दान् कान् के त्यजन्ति न ?।। इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥ १२ ॥ ( अनुष्टुप् ) કાનના સંયમમાત્રથી કોણ શબ્દને ત્યજતું નથી ? પણ ઈષ્ટ અને અનિષ્ટ શબ્દ પર રાગ દ્વેષ તજી દે, તેને મુનિ સમજવા.” (૧૨) - વિવેચન–કુદરતી સંયમ બે રીતે આવે છે. ચઉરિન્દ્રિય સુધી શ્રોત્રેન્દ્રિય હતી જ નથી, તેને અથવા બહેરાને સ્વભાવે શ્રોત્રસંવર થાય છે. કૃત્રિમ સંયમ કાનમાં આંગળી નાખી કે પૂમડાં નાખી, બેસી રહેવાથી થાય છે. આવી રીતે બાહ્યા સંયમથી ઇન્દ્રિયને સંયમ તે અનેક વાર થાય છે, પરંતુ એવા પ્રકારના કર્માધીનપણે થયેલા બાહ્ય સંયમથી કાંઈ લાભ થતો નથી, પણ એક તરફ વાયોલિન, હારમોનિયમ, પિયાને અથવા વેણુ, મૃદંગ, દિલરૂબા વગેરેના કોમળ વનિ ચાલતા હોય અને એક બાજુ કૂતરાનું ભસવું, બેસૂર અને સાસૂર જેવા અવાજથી ચાલતું ગાયન, અથવા ગધેડાનું ભૂંકવું ચાલતું હોય, એ બને સાંભળીને મનમાં જરા પણ પ્રેમ કે ખેદ આવે નહિ, સમભાવ રહે, એમાં જ ખરેખરું મહત્તવ છે. એ જ મુનિપણું છે અને એવી સમવૃત્તિવાળા પ્રકૃષ્ટ જીવનને વૃદ્ધિ પામતાં વખત લાગતો નથી. ( શ્રોત્રેન્દ્રિય વશ ન રાખવાથી હરણ બહુ દુઃખી થાય છે. પારધી જ્યારે જાળ પાથરે છે ત્યારે હરણને તેમાં ફસાવવા સારુ વાંસળી વગાડે છે. સુંદર સ્વરથી આકર્ષાઈ ગયેલું ઇદ્રિય-પરવશ હરણ પારધીના સપાટામાં આવી જાય છે. સાંભળવાની તેમાં તેને બીજી દિશાનું ભાન રહેતું નથી. તેટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “જીવિતવ્યને અશાશ્વત જાણી; મોક્ષમાર્ગના સુખને શાશ્વત જાણું અને આયુષ્યને પરિમિત જાણીને ઈદ્રિયભેગથી વિશેષ કરીને નિવર્તવું.” (ઇદ્રિયપરાજયશતક) (૧૨; ૨૫૦) - ચક્ષુરિન્દ્રિયસંવર चक्षुःसंयममात्रात्के, रूपालोकांस्त्यजन्ति न ? । इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥ १३ ॥ ( अनुष्टुप् ) માત્ર ચક્ષુના સંયમથી કેણ રૂપpક્ષણ તજતા નથી? પણ ઈષ્ટ અને અનિષ્ટ રૂપમાં જેઓ રાગ દ્વેષ છોડી દે છે, તે જ ખરા મુનિ છે. (૧૩) વિવેચન–તેઈદ્રિય સુધીના સર્વ જીવે ચક્ષુ વગરના હોય છે. વળી, પંચેન્દ્રિય Page #411 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૮ અધિકાર ] મિથ્યાત્વાદિનિધ મનુષ્ય અને તિર્યંચમાં પણ કેટલાક અંધ હોય છે, પરંતુ આવા પ્રકારના સંયમથી શું ? તેમ જ આંખ મીંચીને બેસી રહે, તેથી પણ શું ? તેથી કાઈ મહાલાભ થતું નથી; કદાપિ જરા જરા લાભ થાય છે તે હિસાબમાં નથી, પરંતુ જ્યારે સુંદર સ્ત્રીનું રૂપ જુએ, તેની હંસગતિ અને સુંદર મુખ, હૃદયવિસ્તાર અને કાળી જંઘા જુએ, અથવા નાટક કે કુદરતની સુંદર સિનેરી જુએ ત્યારે, તેમ જ કુછ દુર્ગધ અને રેગથી બગડેલ શરીરવાળાને જુએ ત્યારે, બન્ને ઉપર સમદષ્ટિ રહે તે જ ચક્ષુરિંદ્રિયને સંવર થયો કહેવાય. આનું નામ ખરેખર સંયમ છે. બાહ્ય સંયમ તે ઘણી વાર થાય છે, થઈ જાય છે. તેટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “તે જ પુરુષને ધન્ય છે, તેને જ અમે નમસ્કાર કરીએ છીએ કે જે પુરુષના હૃદયમાં અરધી આખે જેનારી અર્થાત્ કટાક્ષ નેત્રે જેનારી સ્ત્રી અટકતી નથી.” (ઇંદ્રિયપરાજયશતક) ચક્ષુરિન્દ્રિયને સંયમ ન કરવાથી પતંગિયું બહુ દુઃખ પામે છે. દિવાના રૂપથી આકર્ષાઈ ચક્ષુરિન્દ્રિયને પરવશ થઈ તેમાં ઝંપલાવીને પિતાના પ્યારા પ્રાણ ખુએ છે. (૧૩; ૨૫૧) ધ્રાણેન્દ્રિયસંવર घ्राणसंयममात्रेण, गन्धान् कान् के त्यजन्ति न ? । દાનિg તૈg, રામદેવ ચાલ્પનિઃ + ૨૪ છે (અનુષ્ટ્ર) નાસિકાના સંયમમાત્રથી કેણ ગધને ત્યજતું નથી ? પણ ઈષ્ટ અને અનિષ્ટ ગમાં જેઓ રાગદ્વેષ ત્યજી દે છે, તે જ મુનિ કહેવાય.” (૧૪) વિવેચન—ઉપર પ્રમાણે ભાવ સમજ. સેંટ, લવંડર, અત્તર કે સુગંધી પદાર્થોની ગંધ આવવાથી રાગ ન થાય અને વિષ્ટા વગેરેની દુર્ગધથી ઠેષ ન થાય, ત્યારે ધ્રાણેન્દ્રિયને સંવર થયો સમજો. ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુ પર સમભાવ રાખ, એ સંવર છે. જેઓ ઇદ્રિયગમાં ચોંટી રહેતા નથી, ગૃદ્ધિભાવ કે આસક્તિ રાખતા નથી, તેઓ ખરા સંયમવાન કહેવાય છે. તેટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “લીલે અને સૂકે એવા બે માટીના ગોળા ભીંત તરફ ફેંકયા તે બે ગેળા ભીતે અથડાયા આ બેમાં જે લીલો મેળો હતે તે ભીંતે ચૂંટી રહ્યો અને સૂકો મેળે ન ચેટી રહ્યો. એ પ્રકારે ઇન્દ્રિયોગમાં લંપટી અને દુબુદ્ધિ પુરુષે સંસારરૂપ ભીતમાં ચોંટી રહે છે અને જે કામગથી વિરામ પામ્યા છે, તે સૂકા ગોળાની પિઠે સંસારભીંત પર ચેટી રહેતા નથી.” (ઈદ્રિયપરાજયશતક) અત્ર ચીકાશ તે રાગદ્વેષજન્ય સમજવી. ભીંત આગળ જતાં સુધી તે બન્નેની ગતિ સરખી જ હોય છે, પણ પછી સ્થિત્યંતર થઈ જાય છે. કમળની સુગંધમાં લપટાઈ ભ્રમર તેમાં આસક્ત થઈ જાય છે અને શહેરમાં આવી જઈ તેમાં બેસી રહે છે; જાણે છે કે સૂર્ય અસ્ત થતાં કમળ મીંચાઈ જશે અને પિતે કેદખાને પડશે, છતાં હમણાં ઊડું છું, ઊડું છું, એવા વિચારમાં ને વિચારમાં આસક્ત Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] અધ્યાત્મક૫મ [ચતુર્દશ પણામાં પડ્યો રહે છે. અંતે સાંજે કમળ મીચાઈ જાય છે અને નિર્દોષ પણ ઈદ્રિયપરવશ ભ્રમણ સુગંધના લેભમાં તેમાં સપડાઈ જાય છે. પ્રભાતે નીકળવાની આશા રાખે છે, તેવામાં જો કોઈ હાથી આવે છે, તો તે કમળને તેડીને ખાઈ જાય છે. એ રીતે તે પિતાને પ્રાણ અર્પણ કરે છે. (૧૪; ૨૫૨ ) રસનેન્દ્રિયસંવર जिह्वासंयममात्रेण, रसान् कान् के त्यजन्ति न ? ।। મનસા વ્યક તાનિદાન , વીસિ તw રપ (મનુષ્ટ્ર ) જિલ્લાના સંયમમાત્રથી કોણ રસને ત્યજતું નથી? હે ભાઈ! જે તું તપનું ફળ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે સુંદર લાગતા રસોને તજી દે.” (૧૫) વિવેચન~વ્યવહારમાં પણ કહેવત છે કે “જેની દાઢ ડળકી, તેને પ્રભુ રૂઠયો.” સંસારમાં અનત ભવ પર્યત રખડાવનાર આ ઇક્રિય છે. સારું ખાવાના વિચારમાં અને તેને ગ્ય સાધન તૈયાર કરવામાં સારા ખાવાના પદાર્થો મેળવવામાં અને છેવટે સારું ખાવામાં આ જીવ ધન્યતા માને છે. દુનિયામાં ખાઈપીને આનંદ માનનારા ધર્મો પણ નીકળેલા છે ! ખાવા પીવામાં જ મોક્ષ માનનારા જિલ્લાના લાલચુ જીવો મનુષ્યનું ખરું સાધ્યબિંદુ શું છે તે ચૂકી જાય છે. વળી, આવા બાહ્ય રસપષણથી ઈદ્રિય તૃપ્ત થતી નથી; અનંત વખત મેરુપર્વતના ઢગલાથી પણ અનંતગણે બરાક ખાધે, છતાં જીવને તૃપ્તિ થતી નથી. તેથી રસનેન્દ્રિયને વશ કરવા માટે અસાધારણ પ્રયાસ કરવાની જરૂર છે. એટલા માટે શાસ્ત્રકાર કહે છે કે “જો તું સંસારથી બીતે હું અને મેક્ષપ્રાપ્તિની ઈરછા રાખતો છે, તે ઈદ્રિનો જય કરવા માટે અસાધારણ પુરુષાર્થ ફેરવ. (શ્રીમદ્ યશોવિજયજી; ઈદ્રિયજયાષ્ટક) માછલાંને પકડવા માટે માછીમાર લોઢાને કાંટો પાણીમાં મૂકે છે, તેની સાથે મિષ્ટ લેટની પીંડીઓ બાંધે છે. રસનાની લાલચે માછલું તે ખાવા આવે છે; તે ખાતાં ખાતાં કાંટામાં ભેંકાઈ જાય છે. આવી જ રીતે અનેક પક્ષીઓ પણ ખાવાની લાલચે જાળમાં ફસાઈ જાય છે. શાસ્ત્રકાર સર્વ ઈદ્રિયમાં રસનેન્દ્રિયને જીતવી મુશ્કેલ કહે છે. __ अक्खाण रसणी, कम्माण मोहणी, वयाण तह चेव बंभषयं ॥ गुत्तीण य मणगुत्ती, चउरो दुक्खेहि जिप्पंति ॥ –“ઈદ્રિયમાં રસનેન્દ્રિય, કર્મમાં મોહનીય કર્મ, તેમાં બ્રહ્મચર્યવ્રત અને ગુપ્તિમાં મને ગુપ્તિ એ ચારે વધારે મુશ્કેલીથી જીતી શકાય છે.” (૧૫, ૨૫૩) સ્પર્શનેન્દ્રિયસંયમ त्वचः संयममात्रेण, स्पर्शान् कान् के त्यजन्ति न ? । मनसा त्यज तानिष्टान् , यदीच्छसि तपःफलम् ॥ १६ ॥ ( अनुष्टुप् ) Page #413 -------------------------------------------------------------------------- ________________ અધિકાર 1 મિથ્યાત્વાદિનિરાધ [ ૩૪૧ “ ચામડીના સ્પર્શ ન કરવા માત્રથી કાણુ સ્પના ત્યાગ કરતું નથી ? પશુ જો તારે તપનુ' ફળ મેળવવુ' હોય તે ઇષ્ટ સ્પર્શીને મનથી ત્યાગ કર. (૧૬) '' વિવેચન—સસામાં વધારે રખડાવનાર આ ઇન્દ્રિય છે. એના વિશેષ આવિર્ભાવ સ્ત્રી-સયાગ વખતે થાય છે. તેને તજવાની ખાસ અગત્ય ખતાવવા સારુ એક ખાસ શ્લોક આપવામાં આવ્યા છે. સુંદર સ્ત્રીના કે બાળકના ગાલના સ્પર્શથી મનમાં રાગ ન થાય, અને ચામડી પર કુઇ જેવા વ્યાધિ થાય તેથી અથવા ડાંસ, મચ્છર, તાપ કે શીતના અનિષ્ટ સ્પર્શોથી મનમાં દ્વેષભાવ ન થાય એ સ્પર્શનેન્દ્રિયના સયમ છે અને ખાકી બધી ફાગટની વાતા છે. સ્પર્શનેન્દ્રિયને પરવશ પડીને હસ્તી મહાદુઃખ પામે છે. હાથીને જ્યારે પકડવા હોય છે ત્યારે એક મોટો ખાડા ખેાદી તેના પર ખડ નાખી ઢાંકી દે છે. ખાડાની સામી બાજુએ કાગળની સુંદર હાથણીને ર'ગીને ઊભી રાખે છે. એના ઉપર આસક્ત થયેલા હાથી તેને ભાગવવા માટે ઉતાવળ કરી દોડતા જાય છે; ત્યાં વચ્ચે તૃણુથી ઢાંકેલા ખાડામાં પડી જાય છે. પછી કેટલાક દિવસ સુધી તેને ભૂખ્યા રાખવામાં આવે છે, માર મારવામાં આવે છે અને પછી હુમેશને માટે કેદખાને પૂરવામાં આવે છે, અર્થાત તે હંમેશ માટે પરવશ પડે છે. આ સર્વાં દુ:ખનું કારણુ સ્પર્શીનેન્દ્રિય-પરવશપણુ‘ છે. ( ૧૬; ૨૫૪) 66 મૂત્રાશયના સંયમમાત્રથી કાણુ લેાકેા બ્રહ્મચર્ય ધારણ કરતા નથી ? હું ધીર ! જો તને બ્રહ્મચય ના ફળની ઈચ્છા હાય તા મનના સંયમ કરીને બ્રહ્મચર્ય ને ધારણ કર. ” (૧૭) વિવેચન—સ્પર્શ નેન્દ્રિયના વિષયમાં સ્ત્રીસ યેાગના વિષય મહાગૃદ્ધિનુ' કારણ છે, અને તેનું ખાસ મનન કરવા માટે એક જુદા લેાકમાં તેની વ્યાખ્યા કરી છે. એથી એ પાંચથી જુદી ઇંદ્રિય છે એમ સમજવાનુ' નથી; એ સ્પર્શનેન્દ્રિયના એક વિભાગ છે. આ ઈંદ્રિય કેટલી ભયંકર છે તે એટલા ઉપરથી જણાશે કે શાસ્ત્રકાર કહે છે કે બાકીની ઇન્દ્રિયાના વિષયાને ભાગવતાં કેવળજ્ઞાન થવું શકય છેઃ સુગંધ લેતાં, સુસ્વર સાંભળતાં, રૂપ જોતાં અને ઉત્તમ પદાર્થ ખાતાં જો આત્મસ્વરૂપ વિચારે અને પૌદ્ગલિક ભાવના ત્યાગ વિચારે, તેા કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે, પણ સ્ત્રીસંચાગ કરતાં તે ખની શકે તેમ નથી. એકાંત દુર્ધ્યાન થાય, સાત ધાતુની એકત્રતા થાય અને મહાક્લિષ્ટ અચ્વસાય થાય, ત્યારે જ સ્ત્રીસયાગ બની શકે છે. આવી રીતે એકાંત અધઃપાત કરનારી સ્પર્શનેન્દ્રિય કાંઈ અજય્ય નથી, પણ શુદ્ઘન્દ્રિયના બળાત્કારે સ'યમ કરવા પડે, તેથી બહુ લાભ નથી. અસ'જ્ઞ, પચે'દ્રિય સુધી તા નપુÖસકવે છે. પણ તે પુરુષવેદ મસ્તિસયમ बस्तिसंयममात्रेण ब्रह्म के के न बिभ्रते ? । મનાથમતો બેહિ, થી! ચૈત્ત હાઐત્તિ ॥ ૨૭ || (અનુષ્ટુપુ) Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] અધ્યાત્મકપડુંમ [ ચતુર્દેશ કરતાં વધારે સખત છે. તેએ તથા નારકીના જીવા અને કૃત્રિમ નપુ ંસક બળદ અથવા અવા બ્રહ્મચર્ય પાળે તેમાં કાંઈ લાભ નથી, પર`તુ સામી રંભા અથવા ઉગી આવીને ઊભી હોય, પ્રાર્થના કરતી હોય, પેાતાની પાસે પૈસા તથા શક્તિ હાય, સ્થાન એકાંત હાય અને બીજી સર્વ ખાખતાની અનુકૂળતા હાય, છતાં મન પર સંયમ રહે ત્યારે જ ખરેખરું મુનિપણું પ્રાપ્ત થાય છે. પરસ્વાધીનપણાદિ કારણથી તે ઘણી વાર અશ્વને પણુ બ્રહ્મચય પાળવુ પડે છે, પરંતુ એમાં અશ્વની ઇચ્છા જેમ વિરામ પામતી નથી, તેમ આ જીવ માટે પણ સમજી લેવુ. સ્ત્રીને માટે શાસ્ત્રકારોએ બહુ કહ્યુ છે. (આ સર્વ સ્રીએ પુરુષ માટે સમજી લેવું. ) એ સ`ખ'ધી વિચાર કરતાં આ છત્ર શુદ્ધ સ્વરૂપ સમજી જાય તેમ છે આ જ ગ્રંથના સ્રીમમત્વમાચન અધિકારમાં બહુ વિસ્તારથી તેનું સ્વરૂપ સમજાવવા યત્ન કરવામાં આવ્યેા છે; માટે વિદ્વાન માણસે સ્રીસચેાગ કરતાં વિચાર કરવા. એ સંચાગની સત્તા કેવી પ્રખળ છે અને દૃઢ સત્ત્વવંત મહાત્માએ તે સત્તાના તેનાં પુષ્કળ પ્રખળ કારણેા છતાં પશુ કેવી રીતે જડમૂળથી નાશ કરે છે, એ સિંહગુફાવાસી મુનિ અને સ્થૂળભદ્રજીના દૃષ્ટાંતથી સમજાઈ જાય છે. ચાર માસ સુધી મિષ્ટાન્ન ખાઈ ને વેશ્યાને ત્યાં રહ્યા છતાં ગુરુએ તેમનુ` કા` મદુષ્કર કહ્યુ અને ચાર માસના ઉપવાસ કરીને પ્રાણાંત ભયમાં રહી આત્મજાગૃતિ રાખનાર સિંહગુફાવાસીનું કાર્ય માત્ર દુષ્કર કહ્યું, એ ગુરુના નિષ્પક્ષપાતપણાને જે પડિતા સમજી ગયા છે, તે મૂત્ર, માંસ, રુધિર અને ચામડીની કોથળી પર રાગાંધ અની સંસારકૂપમાં પડતા બચી ગયા છે. એ સ્પર્શનેન્દ્રિયને વશ પડી ઇલાચીપુત્ર નાટિકા થયેા; એને વશ પડી એનાતટ નગરીના રાજા ઇલાચીપુત્રનું મરણુ ઇચ્છવા લાગ્યા; એને વશ પડી “ ભયવ ! જા સા સા સા ” વાળી સ્ત્રી પાંચ સે। પુરુષને ભાગવતાં છતાં પણ અસતષી રહેતી હતી; એને વશ પડેલા બ્રહ્મદત્ત ચક્રી સાતમી નારકીમાં રહ્યો રહ્યો પણ “ ચારુદત્તા, ચારુદત્તા ’· એમ પાકાર કર્યા કરે છે; એને વશ પડેલા રાવણે પોતાનાં દશ મસ્તક અને મહાઋદ્ધિ રણમાં ગુમાવી; એને વશ પડેલા જીવા, એક માબાપથી અવતરેલા સગા ભાઈ એ સાથે કલેશ કરે છે; એને વશ પડેલા વિવેક ભૂલી જાય છે, અધ બને છે, અનેક પાપે કરે છે, અને, ટૂંકમાં કહીએ તા, ક્ષણિક સુખની ખાતર મનુષ્યજન્મમાં જે મહાલાભ પ્રાપ્ત કરી પરિણામે અનંત સુખ પ્રાપ્ત કરી શકાય તેમ છે તે સવ ગુમાવે છે. આ બહુ અગત્યના વિષય માટે વિદ્વાનાએ રચેલા અનેક ગ્રંથા છે. ટૂંકમાં જાણવાના જિજ્ઞાસુઓએ ઇંદ્રિયપરાજયશતક ” ‘શૃ’ગારવૈરાગ્યતર’ગિણો ’’+ અને “ શીલેાપદેશમાળા ” એ ત્રણ ગ્રંથ વાંચવા. અત્ર વિસ્તારભયથી વિશેષ કહેવામાં આવતુ નથી, પરંતુ એટલું તા પુનરુક્તિ કરીને કહેવામાં આવે છે કે હું બધુ ! તમે સુખ શુ' છે અને તે કાં છે, તેનું ખરુ સ્વરૂપ સમજો. પ્રાકૃત માણસેાના અવગણનાને પાત્ર * જૈન સુખાધપ્રકાશ ભાગ ખીજો. + પ્રકરણરત્નાકર ભાગ બીજો. 6: Page #415 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] મિથ્યાત્વાદિનિધ [ ૩૪૩ પ્રવાહ પર ચાલ્યા જવાની અનાદિ પદ્ધતિ છેડી દે. અનંત ગુણ તમારા આત્મામાં જ ભરેલા છે; એ પ્રાપ્ત કરવા જવા પડે તેમ નથી, ફક્ત તેને પ્રગટ કરવાની જરૂર છે. બ્રહ્મચર્ય પાળ્યા વગર અને તેમ ન બને તે પણ સ્પર્શનેન્દ્રિય પર સારી રીતે સંયમ રાખ્યા વગર એ ગુણ પ્રકટ થાય તેમ નથી, માટે પિતાનું (આત્માનું) જાણવું અને પારકું (પુદગલનું) તજવું એ સામાન્ય જણાતા સૂત્ર પર વ્યવહાર કરવો એગ્ય છે. (૧૭; ૨૫૫) સમુદાયથી પાંચે ઈન્દ્રિયોના સંવરને ઉપદેશ विषयेन्द्रियसंयोगाभावात्के के न संयताः ? । રાજપમનોયોગામ વાઘે 1 મિ તાન ૨૮ ( અનુz ) વિષય અને ઇન્દ્રિયને સંગ ન થવાથી કેણ સંયમ પાળતું નથી પરંતુ રાગ-દ્વેષને યોગ જેઓ મનની સાથે થવા દેતા નથી, તેઓની તે હું સ્તવના કરું છું.”(૧૮) વિવેચન –મધુર સ્વર, સુંદર રૂપ, સુગંધી પુષ્પ, મિષ્ટ પદાર્થ અને સુકોમળ સ્ત્રી–આ પાંચ વિષયે છે. તેઓ ઇન્દ્રિયને મળે નહિ, એટલે કાનને સુસ્વર મળે નહિ, આંખને સુરૂપ મળે નહિ, રસનાને અનુકૂળ પદાર્થ મળે નહિ, ઈત્યાદિ, ત્યારે તે વૃદ્ધા ના તિવ્રતા' જેવું થાય છે, પણ એનું નામ આત્મસંયમ કહેવાય નહિ; ઈદ્રિયના સારા વિષયે પર રાગ ન થાય અને ખરાબ વિષય પર દ્વેષ ન થાય એનું નામ સંયમ છે. વાસ્તવિક રીતે વિકાલિક વસ્તુસ્વરૂપ વિચારતાં કઈ વસ્તુ સારી કે ખરાબ છે જ નહિ, કારણ કે સ્વાભાવિક રીતે જ અમુક વસ્તુ ખરાબ હોય તો તે સર્વદા ખરાબ જ રહેવી જોઈએ, પણ અવલોકન કરતાં આથી વિરુદ્ધ અનુભવ થાય છે. લીંબડો કડવો લાગે, તેથી રસનાને અપ્રિય લાગે છે, પણ મંદવાડ વખતે વ્યાધિનો નાશ કરે છે અને તિય તે આનંદથી ખાય છે, ત્યારે વસ્તુનું ખરાબ પણું અથવા સારાપણું મનના માનવા ઉપર જ થાય છે, એમ સિદ્ધ થાય છે. અને ઘણુંખરું તે તેને ગ્રહણ કરનાર વ્યક્તિના મનના ચલન વિચલન સ્વભાવ પર જ તે આધાર રાખે છે. તેટલા માટે નીતિકાર કહે છે કે न रम्यं नारम्यं प्रकृतिगुणतो वस्तु किमपि, વિથ કરતૂનાં મવતિ રાહુ બાવરાત ! “કઈ પણ વસ્તુ પ્રકૃતિથી સુંદર કે અસુંદર નથી; સુંદર અથવા અસુંદરપારું વસ્તુના ગ્રાહક પર આધાર રાખે છે.” ત્યારે હવે જે સવાલ રહે છે તે વસ્તુ પર નહિ, પણ આપણે પોતાના મનના વલણ પર આધાર રાખે છે. એ મનને અનુકૂળ ઇંદ્રિયોને જય કરે એ પ્રબળ પુરુષાર્થ છે. અને તેથી જ ઈદ્રિયસંયમ કર્તવ્ય છે. જરા આત્મવીર્ય કુરાવી, મનમાં ચોક્કસ નિયમથી કાર્યતંત્ર Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] અધ્યાત્મક૫મ [ચતુ વહન કરવાને દઢ સંકલ્પ કરવામાં આવે, તે ઈદ્રિયવિષય ઉપભેગને માર્ગ અંકિત થઈ જાય. અને એક વાર આ અભ્યાસ થોડા વખત પાડવામાં આવે તે પછી તે નિસર્થિક પ્રવાહ થઈ જાય. આવા આત્મિક શુદ્ધ પ્રવાહમાં રમણ કરનારા, ઇન્દ્રિયોને શુભ માર્ગે પ્રવર્તાવનારા મહાત્માઓની અમે સ્તુતિ કરીએ છીએ. (૧૮) ૨૫૬) કષાયસંવર–કરટ અને ઉત્કરટ कषायान् संघृणु प्राज्ञ :, नरकं यदसंवरात् । મહાતપસ્વિનો થાક, રોટવિયા | ૨૬ (અનુષ્ટ્ર) હે વિદ્વાન્ ! તું કષાયને સંવર કર. તેનો સંવર નહિ કરવાથી કરટ અને ઉત્કરટ જેવા મહાતપસ્વીઓ પણ નરકને પામ્યા છે.” (૧૯) વિવેચન–મિથ્યાત્વત્યાગ અને યોગસંવર માટે કહ્યું હવે કષાયસંવર માટે જરા સૂચના કરે છે. વિષય પરત્વે આખે અધિકાર અગાઉ લખાયે છે તેથી અત્ર વિશેષ લખવાની જરૂર રહેતી નથી. એ સર્વ હકીકતનો મુખ્ય સાર એ છે કે કષાયને ત્યાગ કરે; તે (કષાય) કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તે પણ કરવા નહિ અને આત્મિક ચિંતવના કર્યા કરવી. કષાય એ જ સંસારને લાભ છે અને સંસારની વૃદ્ધિ કરનાર છે એને પ્રસાર થવા દીધાથી બહુ મોટું નુકસાન થાય છે. કષાયથી અનેક જ દુગતિ પામ્યા છે, જેનાં દષ્ટાંત આ ગ્રંથના સાતમા અધિકારમાં યોગ્ય સ્થાને બતાવવામાં આવ્યાં છે. કટ અને ઉત્કરટ મુનિનું દષ્ટાંત જાણવા લાયક છે, તેથી શ્રી ધનવિજયસૂરિની ટીકા ઉપરથી અત્ર લખવામાં આવ્યું છે. કરટ અને ઉત્કરટ નામના બે ભાઈઓ હતા. એ બને સગા ભાઈ મહેતા, પણ માસી-માસીના દીકરા હતા. તેઓ બન્ને અધ્યાપકને બંધ કરતા હતા. એક વખત સંસાર પર વૈરાગ્ય આવ્યે તેથી બન્ને ભાઈઓએ વ્રત ગ્રહણ કર્યું. તેઓ બહુ તપસ્યા કરતા હતા. પૃથ્વીતળ પર વિહાર કરતા કરતા તેઓ કુણાલા નગરીમાં ચોમાસું કરવા આવ્યા અને ગામ ફરતા કિલ્લાના ગરનાળામાં રહી ઘેર તપસ્યા કરવા માંડી. વરસાદ થશે તે તેમાં આ સાધુ તણાઈ જશે એ વિચારથી ક્ષેત્રદેવતાએ વરસાદને કુણાલા નગરીમાં વરસવા દીધું નહિ. અટકાવી રાખ્યો. તે નગરી સિવાય આજુબાજુ બહુ સારી રીતે વરસાદ થયો. ગામના લેકે આનું કારણ સમજી ગયા, તેથી તે મુનિઓને અંત:કરણથી શ્રાપ આપવા લાગ્યા. અને છેવટે સર્વ લોકોએ એકઠા થઈ મુનિઓને યષ્ટિ-મુષ્ટિ વગેરેના પ્રહારો કરી ગામથી દૂર કાઢી મૂક્યા. આ વખતે લોકોએ કરેલા તાડન તર્જનથી ગુસ્સે થઈ તેઓ બોલ્યા - A # જુએ “કષાયત્યાગ ” નામને સાતમે અધિકાર Page #417 -------------------------------------------------------------------------- ________________ આધકાર 1 મિથ્યાત્વાદિનિરાધ કરટ—વર્ષ મેથ ! Fળાહયાં । હું વરસાદ ! તું ફુલાણામાં વરસ, ઉત્કરટ—વિનાનિ વા પંચ ચ । ૫દર દિવસ સુધી, કરટ—મુરાજીપ્રમાળધારામિ: । મૂશળ પ્રમાણ ધારાએ થી, ઉત્કરટ—ચથા પાત્રો તથા વિયા । જેમ રાત્રે તેમ જ દિવસે. વરસાદ તરત શરૂ થયા અને મૂશળધારાએ કુણાલામાં પંદર દિવસ સુધી વરસ્યું; જરા પણ વિસામા લીધા નહિ. આખા ગામમાં પાણી ભરાઈ ગયુ... અને તેથી સર્વે લેાકા તણાઈ ગયા. મહાસ'હાર થઈ ગયા. આ મહાપાપનું પ્રાયશ્ચિત્ત લીધા વગર, પાપને આલેાવ્યા વગર, ત્રીજે વરસે બન્ને સાધુઓએ સાકેતપુર નગરમાં કાળ કર્યાં અને સાતમી નરકે કાળ નામના નરકાવાસમાં ખત્રીશ સાગરાપમને આઉષે ઉત્પન્ન થયા. મહાક્રોધનું આવુ... પરિણામ આવ્યુ...! ક્ષણિક ક્રોધ સારુ અસંખ્ય વરસ સુધી નરકનાં મહાદુ:ખ સહન કરવાં પડશે. તેવી જ રીતે સનકુમાર માનથી, શ્રી મદ્ઘિનાથજી માયાથી અને ધવળ મમ્મણ-સાગર શેઠ વગેરે લાભથી મહાદુઃખ પામ્યા છે. આ સ દેષ્ટાંત પર વિચાર કરી કષાયના સવર કરવા. ખ હેતુમાં એની ખાસ જગ્યા છે, એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. (૧૯; ૨૫૭) ક્રિયાવ ́તની શુભ ચેાગમાં પ્રવૃત્તિ હોવી જોઇએ તેનુ કારણ यस्यास्ति किचिन्न तपोयमादि, ब्रूयात्स यत्तत्तुदतां परान् वा । यस्यास्ति कष्टाप्तमिदं तु किं न, तद्भ्रंशभीः संवृणुते स योगान् ॥ २० ॥ ( इन्द्रवज्रा ) ગમે તેવુ· ખેલે અથવા બીજાતપસ્યાક્રિક પ્રાપ્ત કરેલ છે, તે “ જેને તપસ્યા, યમ વગેરે કાંઇ પણ નથી, તે તેા એને પીડા ઉપજાવે, પણ જેઓએ મહાકષ્ટ કરીને આ તેના નાશ થઈ જવાની બીક રાખીને ચેાગના સવર કેમ ન કરે ? ” (૨૦) [ ૩૪૫ વિવેચન—અનત કાળથી મિથ્યાત્વના પ્રવાહમાં તણાતા પ્રાણી ગમે તે એલે, મનવચન-કાયાના અશુભ યાગાની પ્રવૃત્તિ કરીને ગમે તેને દુઃખ કે, પીડા ઉપજાવે, કષ્ટ આપે કે ગમે તે કરે, તે તેને પાલવે એમ છે. એને વધારે સુખ પ્રાપ્ત થયું નથી, પ્રાપ્ત કરવાની તેની ઈચ્છા પણ નથી અને પ્રયાસ પણ નથી; પણ જેએ ઘાર તપસ્યા કરે છે, મહાપચ્ચકખાણ કરે છે, અને બીજા તેવા જ અસાધારણ પ્રયાસથી વિરતિ ધારણ કરે છે, તેઓએ તા યાગના સંવર જરૂર કરવા જોઈ એ; ગમે તેટલા પૌદ્ગલિક ભાગ આપવા પડે તાપણુ તેમ કરવામાં પોતાની સર્વ શક્તિના ઉપયાગ કરવા જોઈ એ. ગ્રંથકર્તા આશ્ચય બતાવે છે કે આવી રીતે તપસ્યાદિક કરતાં છતાં પણ, તેના નાશ થવાની ખી લાગતી હોય તેા, ચેગના સચમ કરવા જોઈએ એમ જાણતાં છતાં એના અધિકારી જીવા શા માટે ચાગસંવર કરતા નહિ હોય ? પ્રયાસથી મળેલ વિરતિગુણુને નાશ થઈ જશે, મહેનત ફાકટ જશે અને પરિણામે પસ્તાવા થશે, માટે ચૈાગસવર કર. (૨૦૬ ૨૫૮) અ. ૪૪ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] અધ્યાત્મકપમ [ચતુ મનેગના સંવરની મુખ્યતા भवेत्समग्रेष्वपि संवरेषु, परं निदानं शिवसंपदां यः । त्यजन् कषायादिजदुविकल्पान्, कुर्यान्मनःसंवरमिद्धधीस्तम् ।। २१ ॥ (उपजाति) મેક્ષલક્ષમી પ્રાપ્ત કરવાનું મોટામાં મોટું કારણ સર્વ પ્રકારના સંવરોમાં પણ મનને સંવર છે, એમ જાણીને સમૃદ્ધબુદ્ધિ જીવ કષાયથી ઉત્પન્ન થયેલા દુર્વિકલ્પને તજી દઈને, મનને સંવર કરે.” (૨૧) વિવેચન–સુખ પ્રાપ્ત કરવું, એ સર્વ પ્રવૃત્તિને હેતુ છે. તેમાં પણ મોક્ષસુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્કૃષ્ટ હોય છે, કારણ કે એ સુખ અનંત છે. ત્યારે પાછી વાત તે મનઃસંયમ પર જ આવીને અટકે છે. સંવર કરે, એ મોક્ષપ્રાપ્તિને પરમ ઉપાય છે, તેમાં પણ મનસંવર કરવો, એ સર્વોત્કૃષ્ટ સાધન છે. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” અને મન મનુષ્ઠાનાં વાળ કપમોક્ષ :” –એ પ્રબળ સૂત્ર પર રચાયેલું માનસશાસ્ત્ર મનની પ્રવૃત્તિ પર આધાર રાખે તો તેમાં નવાઈ જેવું નથી. મનની ઉપર માટે આધાર છે; તેમાં પણ જ્યારે કષાયથી થતા સંકલ્પ વિકલ્પ ત્યજી દીધા હોય, ત્યારે મનમાં જે શાંતિ, પ્રેમ, મૈત્રીભાવ ઉત્પન્ન થાય, તેને અપૂર્વ આનંદ તે અનુભવી જ સમજી શકે. એનો ટૂંકામાં ખ્યાલ આપ હોય તો એટલું જ કહી શકાય કે છ ખંડના અધિપતિ ચક્રવર્તીનું સુખ પણ મનના સુખ આગળ વિસાતમાં નથી, હિસાબમાં નથી; અને, વધારે સ્પષ્ટ રીતે કહીએ તે, તેની પાસે કાંઈ જ નથી. તેથી તે બંધુઓ ! વારંવાર સૂચના છે, પ્રેરણું છે, ઉપદેશ છે કે મનને સુધારો, ખરાબ વિચારો કરતું અટકાવે, કષાયજન્ય દુર્ગાન અને દુર્વિકને ત્યાગ કરો અને શુભ વિચાર તરફ પ્રવૃત્તિ કરે છેવટે ધ્યાનધાર ધારણ કરી, કર્મની નિર્જરા કરી, નીચેના શ્લોકમાં બતાવેલું સુખ પ્રાપ્ત કરે અથવા તે પ્રાપ્ત કરવાના અધિકારી થાઓ. (૨૧; ૨૫૯) નિઃસંગતા અને સંવર; ઉપસંહાર तदेवमात्मा कृतसंवरः स्यात् , निःसङ्गतामाक् सततं सुखेन । નિમાવતથ સંરક્તસ્ શિવાર્થ સુપર | ૨૨ . (૩વજ્ઞાતિ). ઉપર કહ્યું તે પ્રમાણે કર્યો છે સંવર જેણે એ આ આત્મા તરત જ વગર પ્રયાસે નિઃસંગતાનું ભાજન થાય છે. વળી, નિઃસંગતાભાવથી સંવર થાય છે, માટે મોક્ષને અભિલાષી જીવ આ બન્નેને સાથે સાથે જ ભજે.” (૨૨) વિવેચન–મિથ્યાત્વનો ત્યાગ કર્યો હોય, અવિરતિ દૂર કરી હોય, કષાય પાતળા કરી નાખ્યા હોય અને યોગનું સંધન કર્યું હોય, ત્યારે પછી સ્વાભાવિક રીતે જ મમત્વભાવ ઘટતા જાય છે. મમત્વ ઘટે એટલે સંસાર સાથે જે દઢ વાસના છે તે ઘટે છે અને * પુત્ર, સ્ત્રી, ધન વગેરે પર મમતારહિતપણું. Page #419 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] મિથ્યાત્વાદિનિધ [૩૪૭ વાસના ઘટવાથી વિષય સાથે એકાકારવૃત્તિ થતી અટકે છે. છેવટે વાસના પણ જાય છે અને મમતા પણ જાય છે. એ જાય એટલે મોહ ગયો અને મોહ ગયે એટલે ભવભ્રમણ ગયું, એટલે અવ્યાબાધ મેક્ષસુખ મળ્યું. કેટલાક જીવોને પ્રથમ મોહત્યાગ થાય છે, વિરાગ્યનિમિત્ત પ્રાપ્ત થતાં સ્ત્રી-પુત્રાદિ પર પ્રેમ ઘટે છે, ત્યાર પછી આત્મ-જાગૃતિ થાય છે, કાયા, વચન અને મનના મેંગોની પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે અને કષાય પાતળા પડે છે. આવી રીતે સંવરથી નિઃસંગતા અને નિઃસંગતાથી સંવર પ્રાપ્ત થાય છે. કયા જીવને કો માર્ગ અનુકૂળ આવશે તેને માટે એક સામાન્ય નિયમ કહી શકાય નહિ; એને આધાર પુરુષ, કાળ, સ્થાન અને સંજોગો પર છે. અમુક પ્રાણીને કયે માર્ગ અનુકૂળ આવશે તે તેણે પોતે, વિચાર કરીને, સમજી લે. વધારે સારે રસ્તે એ છે કે યોગાદિકનો સંવર કરે અને મમતાને ત્યાગ કરે, એ બને કાર્યો સાથે જ કરવાં, બનેથી મહા-લાભ છે અને બન્ને એકસાથે થઈ શકે તેવાં છે. (૨૨; ૨૬૦) આવી રીતે મિથ્યાત્વાદિનિરોધ અને સંવરેપદેશ અધિકાર પૂર્ણ થશે. આ અધિકારમાં પણ અનુભવી સૂરિમહારાજે હદ કરી છે. એક ગામમાં પદેશથી આવતા માલ પર જકાત લેવાને ઠરાવ થયો. તે ગામ બંદર નહોતું પણ મોટું શહેર હતું. અનેક જાતના વ્યાપાર, અનેક વેપારી અને દુકાને હોવાથી તેનો ક્યાં મેળ રાખવે, કેવી રીતે રાખ, કેટલા દેખરેખ રાખનારા રાખવા–એ વિચારમાં અધિકારીઓ ગભરાઈ ગયા. પછી એક માણસે યુક્તિ બતાવી કે શહેરમાં દાખલ થવાનાં નાકાં પકડો અને ત્યાં રોકી રાખે. આ યુક્તિથી પાંચ કે છ માણસો રાખવાથી આખા ગામ પર અમલ થઈ શક્યો. એવી જ રીતે પાપ-પુણ્યની અનેક પ્રકૃતિઓ, બંધનાં વિચિત્ર સ્થાને અને તેને અટકાવવાની મહામુશ્કેલી વિચારતાં પાર આવે તેમ નથી. તેથી સૂરિમહારાજ અત્ર નાકાં બતાવે છે; એને પકડીને કબજે કરવાથી આખા કર્મપુર પર સામ્રાજ્ય ચાલી શકશે. એ નાકારૂપ ચાર બંધહેતુ કહ્યા ઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ. એની અંતરંગ વાટિકાઓ જોઈએ તે સત્તાવન હેતુ થાય છે. સૂરિમહારાજે મિથ્યાત્વ પર વિશેષ વિવેચન ન કરતાં તેને ત્યાગ કરવાનું જ કહ્યું છે, કારણ કે આ ગ્રંથના અધિકારી બહુધા મિથ્યાત્વી ન જ હોય, એટલે જ તે પર બહુ વિવેચન ન કરતાં, યેગને અગત્યને વિષય હાથ ધર્યો છે. તેમાં મને નિગ્રહ, વચનનિગ્રહ, કાયનિગ્રહ અને અંતરંગમાં ઇન્દ્રિયદમન માટે જે વિચારો બતાવ્યા છે તે બહુ જ ઉપયોગી છે. મનની અપ્રવૃત્તિ અને મને નિગ્રહ એ બેમાં બહુ તફાવત છે. મનના વ્યાપારોને છૂંદી નાખવા, તેને કાંઈ પણ કાર્ય કરવા દેવું નહિ અને હઠયોગ કર એ શાસ્ત્રશૈલીથી વિપરીત છે, એથી પૂરતે લાભ થતું નથી. કેટલાક પ્રાણીઓ આ રસ્તે કાર્ય કરી લાભ મેળવવા ઇરછે છે. એથી Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] અધ્યાત્મકલ્પમ [ ચતુર્દશ શરીરની તંદુરસ્તી કે કાળજ્ઞાનાદિ અ૫ લાભ થાય છે, એમ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય તેઓના યોગશાસ્ત્રમાં કહે છે; પણ પ્રયાસના પ્રમાણમાં કાંઈ લાભ થતો નથી. મનને સંબંધમાં કરવા જેવું કાર્ય એ છે કે મને જ્યારે ખોટે રસ્તે જતું હોય ત્યારે તેનાં પરિણામે વિચારી, તેને પાછું વાળવું, ખોટા વિચાર કરવા દેવા નહિ, પરંતુ એની શુભ પ્રવૃત્તિ પર અંકુશ મૂકવાની જરૂર નથી. શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ, એ જ મહાગ છે અને તેને માટે જ ધર્મ–કલાદિ ધ્યાનનો વિસ્તાર છે. “હું કયારે બેંતાળીશ દેષ રહિત આહાર કરીશ ? ક્યારે પૌદ્દગલિક ભાવને ત્યાગ કરી, આત્મિક તત્વમાં રમણ કરીશ?” વગેરે વગેરે રામ મનોરથો કરવા એ પણ પ્રશસ્ત મનોગની આચરણમાં જ ગણાય છે. આવી જ રીતે વચનયોગ અને કાગ માટે પણ સમજવું. વચન કે કાયાની પ્રવૃત્તિ તદ્દન અટકાવવી અગત્ય નથી, પરંતુ એની પ્રવૃત્તિની દિશા ફેરવવી, એ ખાસ કર્તવ્ય છે. કાયમના સંબંધમાં ઈદ્રિય પર સંવર કરવાનું કહેવામાં આવ્યું છે તે પણ તેટલું જ ઉપયોગી છે. એક સામાન્ય નિયમ એવો છે કે જ્યાં સુધી બાા ઈદ્રિ પર અંકુશ આવતો નથી ત્યાં સુધી મન વશ થવું મુશ્કેલ છે. વળી, મન પર અંકુશ આવ્યું ન હોય ત્યાં સુધી ઇદ્રિ પર અંકુશ આવે મુકેલ છે. આવી રીતે મન અને ઇન્દ્રિયે એકબીજા પર અસર કરે છે અને તેઓ બનેને દમન કરવા માટે અસાધારણ આત્મવીર્ય સ્કુરાવવાની જરૂર પડે છે. એ કાર્ય અશક્ય નથી, પણ અનુભવ ન હોય તેને બહુ વિષમ લાગે છે. બાકી જ્યારે તેની ટેવ પડી જાય છે ત્યારે તે ઇન્દ્રિયના વિષયોને ભેગ ઉચ્છિષ્ટ ભજન જેવો લાગે છે. આવી રીતે ગરૂંધન કરવાનો પ્રયાસ કરવા સાથે જ કષાયને જય કરવાની પણ જરૂર છે. અંતરંગ શત્રુઓમાં કષાયે પ્રબળ શત્રુઓનું કામ કરે છે અને તેથી તેના સંબંધમાં પણ પુરુષાર્થ ફેરવવાની જરૂર પડે છે. ગચંધન અને કષાયવિજય સાથે સાથે ચાલતા હોય છે ત્યારે વિરતિગુણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. આવી રીતે બંધહેતુ શિથિલ પડતા જાય છે, ઓછા થતા જાય છે અને છેવટે નાશ પામે છે. આ જન્મમાં ધન, સ્ત્રી, પુત્ર પામવાં એ મુશ્કેલ નથી. કેટલાકને મુશ્કેલ લાગે છે, તે પણ છેટું છે. અનાદિ કાળથી એ વસ્તુઓ મળ્યા કરે છે; એને મેળવવા માટે પ્રયાસ કરે એ નકામે છે, એટલું જ નહિ પણ તે સંસારમાં રખડાવનાર છે; એમાં રાચેલ, માચેલ પ્રાણી કર્તવ્યનું ભાન ભૂલી જાય છે અને માનદશામાં લેવાઈ જાય છે, એને નિરાંતે બેસી આત્મચિંતવન કરવાનું સૂઝતું નથી. છેલ્લી ગાથામાં નિઃસંગભાવ પ્રાપ્ત કરવા માટે આપેલ ઉપદેશ બહુ મનન કરવા યંગ્ય છે. ખાસ સમજવાનું એ છે કે અનંત કાળ સુધી પ્રયાસ કર્યા છતાં, જે મળ્યું નથી તે અત્ર સૂરિમહારાજે બતાવ્યું છે. એ યંગસંધન, કષાયવિજય અને મિથ્યાત્વનિષેધ કરવા ખાસ પ્રયાસ કરવો. જેઓ એ રસ્તે ચઢી આત્મિક કાર્ય કરશે તે સુખી થશે અને છેવટે ઘોર સમુદ્ર તરી, તેને કાંઠે પ્રાપ્ત કરશે. इति सविवरणो मिथ्यात्वादिनिरोध-संवरोपदेशनामा चतुर्दशोऽधिकारः ॥ Page #421 -------------------------------------------------------------------------- ________________ पंचदशः शुभवृत्तिशिक्षोपदेशाधिकारः ॥ :0: ચિત્તદમન, વૈરાગ્યઉપદેશ અને યતિયાગ્ય શિક્ષા કહી; ગત અધિકારમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગના નિરોધ કરવાના ઉપદેશ આપ્યા અને પ્રસંગે સંવર કરવા ગર્ભિત ઉપદેશ આપ્યા. હવે કેવા પ્રકારની વૃત્તિ કરવી, તે બતાવે છે. અમુક પ્રણાલિકા ખંધ થાય ત્યારે યંત્રની શક્તિના ઉપયોગ કરવા માટે નવીન પ્રવાહા શેાધવા જોઈએ, નહિ તા શક્તિના લય થાય છે અથવા અસ્ત-વ્યસ્ત દિશામાં ચાલી જાય છે. આ અધિકારમાં જે વૃત્તિ-વર્તન ખતાવેલ છે તેમાંની ઘણી સાધુયેાગ્ય છે અને કેટલીક શ્રાવકાગ્ય છે. વાંચનારે પોતાની ચાગ્યતા પ્રમાણે શિક્ષા ગ્રહણુ કરવી. આ અધિકાર ખાસ સાધુને ઉદ્દેશીને લખાયેલા છે. દરેક શ્લાકના પ્રસંગ પર વિવેચન કરવામાં આવ્યું છે. આવશ્યક ક્રિયા કરવી आवश्यकेष्वातनु यत्नमाप्तोदितेषु शुद्धेषु तमोऽपहेषु । न हन्त्यभुक्तं हि न चाप्यशुद्धं, वैद्योक्तमप्यौषधमामयान् यत् ॥ १ ॥ ( उपजाति) “આપ્ત પુરુષોનાં ખતાવેલાં શુદ્ધ અને પાપને હરનારાં એવાં આવશ્યકે! કરવામાં યત્ન કર; કારણ કે વૈદ્ય ખતાવેલું ઔષધ ખાધું ન હોય અથવા (ખાધા છતાં પણ જે ) અશુદ્ધ હાય તા તે રાગના નાશ કરી શકતું નથી. ” ( ૧ ) વિવેચન—આવશ્યક એટલે અવશ્ય કરવા ચાગ્ય નિત્યક્રમ, અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તા સાધુ અને શ્રાવકની ફરજિયાત નિત્યક્રિયા. એ જ છે ઃ—— ૧. સામાયિક—એ ઘડી સુધી સ્થિર ચિત્ત સ્થિર આસન ઉપર સમતા રાખી શાંત જગ્યામાં, આત્મિક જાગૃતિ કરવી તે. એમાં અભ્યાસ, તત્ત્વચિંતવન, ધ્યાન અને જાપ ઇત્યાદિ ક્રિયામાંથી પાતાની શક્તિ પ્રમાણે કર્તવ્ય છે. આ શ્રાવકને માટે છે અને સાધુ માટે તફાવત એટલા જ છે કે તેએ નિર'તર સામાયિક દશામાં જ વતે છે, * मामयापहमिति पाठान्तरम् । रोगहरणक्षममित्यर्थः । Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ]. અધ્યાત્મકલ્પમ [ પંચદશ ૨. ચતુર્વિશતિજિનસ્તવન–જગત પર મહાઉપકાર કરનાર, મહાપ્રભાવક પરમાત્માની નામાદિરૂપે સ્તુતિ. ૩. વંદન–ગુરુ વગેરે વડીલ પુરુષોને વંદન કરવું. ૪પ્રતિકમણું–આખા દિવસ કે રાત્રિ સંબંધી, અગર પંદર દિવસ, ચાર માસ કે વર્ષ સંબધી કાર્ય, ઉરચાર કે ચિંતવનથી થયેલ દો, ફરમાવેલ કાર્યો અને અનુદેલ અપવર્તન સંબંધી દેશે માટે અંતઃકરણથી પશ્ચાત્તાપ. નહિ કરવા સંબંધી વિચાર કરવો જોઈએ તે ન કર્યો હોય તે સંબંધી વિચારણા એ સવથી વધારે ઉપયોગી આવશ્યક છે. એનો હેતુ બતાવતાં શ્રાવક પ્રતિક્રમણ સૂત્રમાં કહે છે કે “નિષેધ કરેલાં કાર્યો કર્યા હોય, આદેશ કરેલાં કાર્યો ન ર્યા હોય, જીવાદિક પદાર્થો પર શ્રદ્ધા ન કરી હોય અને ધર્મવિરુદ્ધ પ્રરૂપણ કરી હોય, તે સર્વનું ક્ષમાયાચન કરવું એ પ્રતિકમણ છે.” (ગાથા ૪૮). ૫. કાયોત્સર્ગ–દેહને ઉત્સર્ગ કરો, ત્યાગ કરે એટલે તે સંબંધી બાહા વ્યવસાય મંદ પાડી, અંતરથી આત્મજાગૃતિ કરવી તે. ૬. પચ્ચખાણુ–સ્થળ પદાર્થોના ભંગ અ૫ કરવા, તદ્દન બંધ કરવા અને બની શકે તેટલે ત્યાગભાવ કરે તે. આ છ આવશ્યકે સર્વ જૈનોએ અવશ્ય કરવાનાં છે. શાસ્ત્રપ્રણીત છે, પરમાત્માના મુખથી નિર્દિષ્ટ થયેલાં છે અને સ્વતઃ નિર્દોષ છે. વળી એ પિતે નિર્દોષ છે એટલું જ નહિ, પણ ભવોગ મટાડવા માટે ઔષધરૂપ છે. એની ઔધુપણાની શક્તિ સર્વજ્ઞપ્રણીત છે અને અનુભવથી સમજાય છે. ઔષધ બતાવનાર વૈદ્ય ગમે તે વિદ્વાન હોય છતાં પણ, તેનું બતાવેલું ઔષધ ખાવાથી જ વ્યાધિને નાશ થાય છે, માત્ર નામ જાણવાથી કામ થતું નથી. એવી જ રીતે આવશ્યકરૂપ ઔષધ ખાવાથી જ ભવરોગ મટે છે. વળી, ખાધા છતાં પણ ઔષધ શુદ્ધ ન હોય તે એ વ્યાધિ મટતે નથી, એ બાબતમાં પણ ચિંતા કરવા જેવું નથી. અનેક પ્રાણીઓ ઉપર પ્રયોગ થયા પછી અને અતીન્દ્રિય ચક્ષુથી તેને લાભ પ્રત્યક્ષ નજરમાં આવ્યા પછી જ તે બતાવવામાં આવ્યું છે અને તેના બતાવનાર સર્વ પ્રકારનો વિચાર કરી શકે તેવી સ્થિતિમાં હતા, તેથી એ ઔષધ ફૂટી નીકળશે કે વ્યાધિ વધારશે એવી પણ ચિંતા કરવા જેવું નથી. આવશ્યક ક્રિયાની બહુ જરૂર છે. તેનાથી આત્મા બહુ નિર્મળ રહે છે, જુનાં પાપ અંશે અંશે છેડી દેતો જાય છે, નવીન ગ્રહણ કરતું નથી, તેથી તે ધર્મસન્મુખ રહે છે અને તેની આંતર વૃત્તિ જાગ્રત રહે છે. આવશ્યક ક્રિયામાં લાગતા દેશે સમજવાની જરૂર છે. સામાયિકના ૩૨ દેશ, કાર્યોત્સર્ગના ૧ દેષ વગેરે ક્રિયામાર્ગના ગ્રંથેથી જાણવા અને તેને ત્યાગ કરવા નિશ્ચય કરે. દોષ વગરનાં આવશ્યક મહાફળ આપે છે અને એ સ્થિતિ અભ્યાસથી પ્રાપ્ત થાય છે. દરમ્યાન શુદ્ધ દશાના ખપી થવું; પણ સદોષ ક્રિયા કરતાં ક્રિયા ન કરવી સારીએવી વિપરીત વૃત્તિ રાખવી નહિ. Page #423 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શુભવૃત્તિશિક્ષપદેશ [ ૩૫૧ આ શ્લોકમાં સર્વજ્ઞ ભગવાનનો વૈદ્ય સાથે, આવશ્યક ક્રિયાને ઔષધ સાથે અને ભવપર્યટનને વ્યાધિ સાથે ઉપમાન-ઉપમેય સંબંધ છે. (૧ ૨૬૧) તપસ્યા કરવી तपांसि तन्याद्विविधानि नित्यं, मुखे कटन्यायतिसुन्दराणि । નિયત્તિ તાજ્જૈવ રાશિ , રસાયનાની દુકામયાન વર | ૨. (૩જાતિ) શરૂઆતમાં કડવા લાગે તેવાં પણ પરિણામે સુંદર બન્ને પ્રકારનાં તપ હમેશાં કરવાં. તે કુકર્મના ઢગલાને તુરત વિનાશ કરે છે–જેવી રીતે રસાયણ દુષ્ઠ રોગોને દૂર કરે છે તેમ.” (૨) વિવેચન–બાહા અને આત્યંતર એમ બે પ્રકારનાં તપ છે. ન ખાવું (અનશન), ઓછું ખાવું, ઓછા પદાર્થો ખાવા, રસને ત્યાગ કરે, કષ્ટ સહન ફરવાં અને અંગોપાંગ સંકેચી રાખવાં એ છ બાહ્ય તપ છે. કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવું, વડીલને વિનય કર, બાળવૃદ્ધગ્લાનનું વૈયાવૃત્ય કરવું, અભ્યાસાદિ કરવાં, ધ્યાન કરવું અને કાયાને ઉત્સર્ગ કરે એ છ આત્યંતર તપ છે. આ સર્વ તપ કરતાં કષ્ટ પડે છે, જરા આકરું પણ લાગે છે, પણ આત્માની સાથે અનાદિ કાળથી જે કર્મસમૂહ લાગ્યો છે, તેને એકદમ દૂર કરે હોય, ભગવ્યા સિવાય તેને ત્યાગ કરવો હોય, જૈન પરિભાષામાં કહીએ તે કર્મની “નિરા” કરવી હોય, તો તેનો આ જ રસ્તો છે. દરેક સમયે સાત અગર આઠ કમ બાંધનાર જીવ ભગવતી વખત બધાં કર્મો વિપાકેદયે જ ભગવે એ નિયમ નથી; તેથી જે તપસ્યા કરી આત્મપ્રદેશથી ભેગી કર્મને ખેરવી નાખે તે જ એને કટુક વિપાકેદય વેદ ન પડે. તપસ્યા કરવામાં જરા આકરું લાગે છે, કારણ કે તેમાં સ્થળ ભેગોને ત્યાગ કરે પડે છે, સ્થિરતા રાખવી પડે છે એ વગેરેથી જરા મુશ્કેલી આવે છે, પણ તે શરૂઆતમાં જ આવે છે, તેનું પરિણામ ઘણું સારું છે અને આગળ જતાં અભ્યાસ પડયા પછી અભ્યાસની શરૂઆતમાં માલુમ પડેલી મુશ્કેલીઓ પણ લાગતી નથી. જે ઈદ્રિયદમન માટે ચૌદમા અધિકારમાં કહ્યું છે અને જેથી મહાલાભ થઈ શકે છે તે ઈદ્રિયદમનનું પરમ સાધન તપ જ છે. આવી રીતે તપસ્યાથી મહાલાભ થાય છે. રસાયણ જેમ ખાતી વખતે, “કરી” પ્રમુખ સાચવવી પડતી હોવાને અંગે, સપ્ત લાગે, પરંતુ શરીરમાં ગયા પછી દુઃસાધ્ય લાગતા વ્યાધિઓને પણ મટાડે છે, તેવી જ રીતે જે સુગુરુરૂપ સુધે બતાવેલા તરૂ૫ રસાયણ, શાસ્ત્રાનુસાર વિધિ પ્રમાણે અપથ્યને ત્યાગ કરી, ભક્ષણ કરવામાં આવે તે આ સંસારી જીવને કર્મ રગ સુસાધ્ય થઈ નાશ પામે અને પરિણામે તેને અનંત સુખ મળે. ગ્રંથકર્તા કહે છે કે તપ કુકમને નાશ કરે છે, એટલું જ નહિ પણ કુકમની Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] અધ્યાત્મકલ્પમ [ પંચદશ રાશિને નાશ કરે છે, એ બાબત પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. સહજ લાભ થતો હોય તે બાબત સામાન્ય ગણાય, પણ આ તે ઢગલાબંધ લાભ છે. (૨; ૨૬૨) શીલાંગ, ગ, ઉપસર્ગ. સમિતિ, ગુતિ विशुद्धशीलाङ्गसहस्रधारी, भवानिशं निर्मितयोगसिद्धिः । સોreતવૃનિર્મમ સર્, મારા પુતી સમિતી સંસ્થમ્ રૂ . ( ગ્રા) “તું (અઢાર) હજાર શુદ્ધ શીલાંગને ધારણ કરનારો થા, યોગસિદ્ધિ નિષ્પાદિત થા, શરીર પરની મમતા દર મૂકીને ઉપસર્ગોને સહન કર, સમિતિ અને ગુપ્તિને સારી રીતે ભજ.” (૩) વિવેચન–૧. શીલાંગ એટલે ચારિત્રનાં અંગ. એના દશ યતિધર્મ સાથે અઢાર હજાર ભેદ થાય છે, જે આ ગ્રંથમાં અન્યત્ર સવિસ્તર વર્ણવ્યા છે કે અત્ર સાધુનું શું કાર્ય છે તે બતાવતાં તેનું સ્મરણ માત્ર આપે છે. ૨. મન વચન-કાયાના ચેગેને વશ કરી લે અને તેના સાધન તરીકે અષ્ટાંગ ગની સાધના કર. ગરુંધનનું માહાસ્ય કેટલું છે, તે ચૌદમા અને નવમા અધિકારમાં સવિસ્તર જોઈ લેવું. સંસાર-સમુદ્રમાંથી ઊંચા આવવાનું પરમ સાધન ગરું ધન જ છે. ૩. શરીર પરની મમતા છોડી દેવી અને પરિષહ તથા ઉપસર્ગો યથાશક્તિ સહન કરવા. શરીર શું છે? શેનું છે? કોનું છે? અને તેને સ્વભાવ શું છે ? એ આપણે દેહમમત્વમેચન નામના આ જ ગ્રંથના પાંચમા અધિકારમાં જોયું છે. ૪. સમિતિ અને ગુપ્તિ૮ રાખી શુદ્ધ વર્તન કરવું. આ કમાં શુભ પ્રવૃત્તિ કેવી રીતે રખાય, તેને માર્ગ દેખાડવા માટે નામમાત્ર નિર્દેશ કર્યો છે. આ શ્લોક ખાસ મુનિ મહારાજને ઉદ્દેશીને લખાય છે. આ આખા અધિકારમાં આ જ રીતિ ગ્રહણ કરી છે. ચૌદ અધિકાર વાંચીને આવનાર આ અધિકાર સહજ સમજી જાય તેમ હોવાથી, વિશેષ વિવેચનની અપેક્ષા મૂળ ગ્રંથકર્તાએ પણ યોગ્ય ધારી નથી. (૩; ૨૬૩) સ્વાધ્યાય, આગમાર્થ, ભિક્ષા ઈત્યાદિ स्वाध्याययोगेषु दधस्व यत्न, मध्यस्थवृत्त्यानुसरागमार्थान् । अगारवो भैक्षमटाविषादी, हेतौ विशुद्धे वशितेन्द्रियौधः ॥४॥ (उपजाति ) “સઝાય-ધ્યાનમાં યત્ન કર, મધ્યસ્થ બુદ્ધિથી આગમના અર્થને અનુસર, અહંકાર મૂકી દઈને ભિક્ષા માટે ફર, તેમ જ ઇન્દ્રિયના સમૂહને વશ કરીને શુદ્ધ હેતુમાં વિખવાદ રહિત થા.” (૪) ૯ જુઓ શ્લોક ૨-૩, અધિકાર તેરમ, પૃષ્ઠ ૨૬પ. ૪ જુઓ વિવેચન ગ્લૅક ૨-૩, અધિકાર તેરમ, પૃષ્ઠ ૨૬૫. Page #425 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શુભવૃત્તિશિક્ષપદેશ [ ૩૫૩ વિવેચન – ઉપરના શ્લોકમાં જેમ નામનિર્દેશ કર્યો છે તેમ જ અત્ર પણ સાધુને ઉદ્દેશીને શુભ પ્રવૃત્તિ માટે વિશેષ કાર્યો નામમાત્રથી બતાવ્યાં છે – ૧. હે યતિ ! તું સ્વાધ્યાયમાં કાળ નિર્ગમન કર. તારે નકામી વાત કરવી કે પંચાત કરવી અયોગ્ય છે, કેમ કે તેથી ભાષાસમિતિ અને જીવયતના નહિ જળવાતાં, સાવદ્ય ઉપદેશ અને સાવદ્ય ચિંતવન તને ખ્યાલ ન આવે તેમ થાય છે. અભ્યાસથી જ્ઞાનદષ્ટિ જાગ્રત થાય છે અને પરોપકાર કરવાનું પ્રબળ સાધન મળે છે. વળી, તારે યોગ વહન કરવા. આગમનું જ્ઞાન મેળવવાની યેગ્યતા મેળવવા માટે ઉદ્દેશ, સમુશ, અનુજ્ઞારૂપ અનુષ્ઠાન કરવાં (શ્રી ધનવિજય). ચોગવહન કરવાની જરૂરિયાત શાસ્ત્રમાં બતાવી છે. એની ક્રિયા જોતાં એથી ગસિદ્ધિ અને મન-વચન કાયાના પેગો પર પણ સારો અંકુશ પ્રાપ્ત થાય છે. ૨. આગમમાં કહેલા ભાવને મધ્યસ્થ બુદ્ધિએ ગ્રહણ કર, કદાગ્રહ કરીને, તાણી-તેડીને આગમના અર્થ કરવાનું તજી દે અને તારું શુદ્ધ દષ્ટિબિંદુ હૃદયચક્ષુ સન્મુખ નિરંતર રાખી શુદ્ધ પ્રરૂપણ કર. ૩. તારે નુપાદિકૃત સત્કારને, સારા પદાર્થો મળવાને કે તંદુરસ્તીને અહંકાર કરે નહિ. * એ અહંકાર કરવાથી કેવાં દુખે થાય છે, તે આપણે કષાયમોચન દ્વારમાં જઈ ગયા છીએ. ૪. તારે મનમાં પણ વિષાદ આણ નહિ. ખેદ કરવાથી આત્મિક તત્ત્વ ક્ષીણ પડે છે અને સંસારભાવ વૃદ્ધિ પામે છે. ૫. ઈદ્રિયના સમૂહને તારે વશ કર. એ કેટલું દુઃખ આપે છે તે આપણે ચૌદમા અને દશમા અધિકારમાં જોઈ ગયા છીએ, તેમ જ વશ કર્યા પછી કે આનંદ આપે છે તે પણ એ જ સ્થળોએ જોઈ ગયા છીએ.૪ ૬. શુદ્ધ હેતુ માટે ભિક્ષા લેવા સારુ પર્યટન કર. સાધુ માધુકરી વૃત્તિ કરે છે એટલે જેવી રીતે મધમાખ એક ફૂલથી બીજા ફૂલ પર બેસીને (તે ફૂલના દેખાવને બગાડવા વગર) તેમાંથી મધ ચૂસે છે, તેવી રીતે સાધુ શાસ્ત્રોક્ત ગેમૂત્રરેખાદિ આકાર પ્રમાણે છૂટાં છૂટાં ઘરોમાંથી, બોજારૂપ થયા વગર, શુદ્ધ આહાર લઈ, જે મળે તેમાં સંતોષ માની બેસી રહે છે. એનાં. આહારપાણી શુદ્ધ હેતુ માટે જ હોય છે, શરીર પિષવા સારુ આહાર નથી, પણ ધર્મકાર્યમાં શરીર ઉપયોગી થઈ પડે, તેવા શુદ્ધ હેતુથી શરીરને ભાડારૂપે આહાર આપવાને તેમાં આશય હોય છે. (૪; ૨૬૪) ઉપદેશ, વિહાર ददस्व धर्माथितयैव धान् , सदोपदेशान् स्वपरादि साम्यान्+ । जगद्धितैषी नवभिश्च कल्पै मे कुले वा विहराप्रमत्तः ॥ ५ ॥ ( उपजाति ) * જેને પરિભાષામાં તે અનુક્રમે ઋદ્ધિ, રસ અને શીતાગારવ કહેવાય છે. ૪ જુઓ પૃષ્ઠ ૩૩૮ થી શરૂ કરીને આગળ છ શ્લોક સુધી; તેમ જ શ્લોક ૧૪, અધિકાર દશમે, પૃષ્ઠ ૨૦૬. + સાળા એ પાઠાંતર છે. પિતાના પક્ષ અને બીજાના પક્ષ તરફ રાગ-દ્વેષની વૃત્તિરહિતપણે ઉપદેશ આપવો એ અર્થ છે, અ. ૪૫ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] અધ્યાત્મકલ્પમ [ પંચદશ “હે મુનિ ! તું ધર્મ પ્રાપ્ત કરવાના હેતુથી એવા પ્રકારના ધર્માનુસાર ઉપદેશ આપ કે જે સ્વ અને પરની બાબતમાં સમાન પણું પ્રતિપાદન કરનારા હોય. તું જગતનું સારું ઇરછીને પ્રમાદ વગર થઈને, ગામ અથવા કુળમાં, નવકલપી વિહાર કર.” વિવેચન–૧. હે સાધુ! ઉપદેશ આપ એ તારો ધર્મ છે. તારા ઉપદેશમાં ત્રણ ગુણ હોવા જોઈએ ? (અ) ઉપદેશ નિષ્પાપ હવે જોઈએ, એટલે તેમાં સાવધ આચરણની આજ્ઞા કે સૂચના ન હોવી જોઈએ; (બ) તે ઉપદેશ ધર્મપ્રાપ્તિના એકાંત હેતુથી જ આપેલ હવે જોઈએ અને તે ઉપદેશ આપતી વખતે કોઈ પણ જાતને સ્વાર્થ ન હૈ જોઈએ; ફક્ત પારમાર્થિક હેતુથી જ તે ઉપદેશ આપવો જોઈએ. અને (ક) તે ઉપદેશ પોતાની અને પારકી આત્મિક અને પૌગલિક વસ્તુઓ ઉપર સમભાવ ઉત્પન્ન કરનારો હો જોઈએ; એ ઉદ્ધતાઈ ભરેલો કે સ્કર્ષ બતાવનાર ન હોવું જોઈએ, સાંભળનારને મણિ અને પથ્થર પર, લવંડર અને વિષ્ટા પર સમભાવ આવે તેવો તે હવે જોઈએ. ઉપદેશના આ મુખ્ય ગુણ છે. એના પેટામાં અનેક વિષયે સમાઈ જાય છે. દાખલા તરીકે વિષય સર્વસામાન્ય જોઈએ, અંગત છેષબુદ્ધિએ, અમુક વ્યક્તિને અપેક્ષીને, કાંઈ બોલવું ન જોઈએ. ભાષા પ્રૌઢ જોઈએ. વચન પદ્ધતિસર અને વિચાર નિયમસર એક પછી એક કુદરતી રીતે અનુસરનારા હોવા જોઈએ. વિષયની પ્રૌઢતા સાથે શાકત દષ્ટાંતથી સંકલિત ભાવ હોવો જોઈએ. ભાષા શ્રોતાને પ્રિય પણ હિત કરનારી, પ્રસંગ પ્રાપ્ત થયે દુર્ગાનાં કટુ ફળ સમજાવનારી છતાં નિરંતર સત્ય હોવી જોઈએ. દલીલ વાયસર અને કદાગ્રહને અભાવ દર્શાવનારી હોવી જોઈએ—આ વગેરે અનેક ગુણે ઉપદેશમાં હોવા જોઈએ. ટૂંકામાં કહીએ તે, સાંભળનારના મન પર એવા પ્રકારની છાપ પડવી જોઈએ કે જાણે તે શ્રવણ દરમ્યાન કેઈ બીજા વ્યવહારમાં જોડાઈ ગયે છે અને તેને ચાલુ વ્યવહાર વીસરી ગયે છે. આવા અસરકારક ઉપદેશ પથ્થરને પણ પિગળાવી શકે છે. ૨. સાધુએ નવક૯પી વિહાર કરવા જોઈએ. કાર્તિકી પૂર્ણિમાથી અષાડ સુદ ચૌદશ સુધીના આઠ માસના આઠ વિહાર અને ચોમાસાને એક વિહાર એમ નવ વિહાર તે અવશ્ય કરવા જોઈએ; એમાં કદી પ્રમાદ કરે નહિ અને જગતનું હિત દષ્ટિ-સન્મુખ રાખવું. આ બાબત સાવ સાધુ-યતિને ઉપયોગી છે. ખાસ અભ્યાસ, રેગ. વૃદ્ધાવસ્થા અથવા તે શાસનને અપૂર્વ લાભ થવાના શાસ્ત્રોક્ત કારણ સિવાય,એક સ્થાનકે સાધુએ રહેવું નહિ. એક સ્થાનકે રહેવામાં ઘણી જાતની હાનિ છે. મોટામાં મોટું નુકસાન ગૃહસ્થના પ્રતિબંધનું થાય છે? મારા શ્રાવકો અથવા મારે પક્ષ – એમ થઈ જાય છે; અને, આ કાળમાં ચાલતા પ્રવાહની જેમ, આ અમુક સાધુને ઉપાશ્રય, એમ પણ થઈ જાય છે. નગરમાં રહેવાની આજ્ઞાને આપનાર સ્થવિરકલ્પને ધીમે ધીમે અત્યંત દુરુપયોગ કરવામાં આવે છે. વિહાર કરવાથી ઉપદેશને લાભ સર્વ ગામના લોકોને મળી શકે છે, કરવા ધારેલાં કાર્યો પાર પડે છે અને જીવન-સાફલ્ય થાય છે. એક જગ્યાએ રેગાદિ કારણ સિવાય સંયમ Page #427 -------------------------------------------------------------------------- ________________ અધિકાર]. શુભવૃત્તિશિક્ષપદેશ [ ૩૫૫ નિર્વાહ યોગ્ય અન્ય ક્ષેત્રો છતાં પણ લાંબે વખત રહેવું એ, શાસ્ત્રજ્ઞા વિરુદ્ધ છે, અનુચિત છે અને પરિણામે પ્રત્યક્ષ રીતે સંસાર વધારનાર છે. આ લેકમાં એક ઘણું અગત્યના સવાલને નિર્ણય કર્યો છે. સાધુજીવનમાં નિવૃત્તિ પ્રધાન છે કે પ્રવૃત્તિ પ્રધાન છે ? સાધુને એકાંત સ્થાનકે બેસી રહી કાંઈ ન કરવું એ અત્ર ઉદ્દેશ નથી અને એવી નિવૃત્તિની સ્થિતિ પ્રાપ્ત કરવા પહેલાં અપ્રમત્ત પ્રવૃત્તિ કરવી પડે છે. અલબત્ત, એ પ્રશસ્ત પ્રવૃત્તિ છે અને, વાસ્તવિક રીતે કહીએ તે, એ નિવૃત્તિ જ છે. ઉપદેશ દે, સભાઓ ભરવી, ફરજે સમજાવવી, વિહાર કરવા, ગ્રંથે રચવા, અભ્યાસ કરે, આવશ્યક ક્રિયા કરવી, ગવહન કરવા વગેરે પ્રશસ્ત પ્રવૃત્તિ જ છે. અને સાધુજીવનને વખાણવાને હેતુ ઘણેખર આ પ્રશસ્ત પ્રવૃત્તિ ઉપર જ બંધાયેલો છે. કેટલીક વાર પ્રવૃત્તિ શબ્દથી જ ગભરાઈ જઈને લોકો તેની વિરુદ્ધ બોલે છે; પરંતુ બહુ વિચાર પછી નિર્ણય થાય છે કે જેને શાસ્ત્રમાં નિવૃત્તિહેતુક પ્રશસ્ત પ્રવૃત્તિ પણ ખાસ આદરણીય છે. અધિકારવિશેષ પ્રાપ્ત થયા પછી શું કર્તવ્ય છે તે અધિકારી શોધી કાઢે છે. (૫) ૨૬૫) સ્વાત્મનિરીક્ષણ–પરિણામ कृताकृतं स्वस्य तपोजपादि, शक्तीरशक्तीः सुकृतेतरे च । सदा समीक्षस्व हृदाऽथ साध्ये, यतस्व हेयं त्यज चाव्ययार्थी ॥६॥ ( उपजाति) “તપ, જપ વગેરે તે કર્યો છે કે કર્યા નથી, સારાં કામે અને નઠારાં કામ કરવામાં શક્તિ-અશક્તિ કેટલી છે તે સવ બાબતને હમેશાં તારા હૃદય સાથે વિચાર કર. તું મક્ષચક્ષુ મેળવવાની ઈચ્છાવાળે છે, તેથી સાધવા ગ્ય (બની શકે તેવાં) કાર્યોમાં યત્ન કર અને ત્યાગ કરવા યોગ્ય કાર્યોને છોડી દે.” (૬) વિવેચન-આત્મવિચારણા કરવાથી બહુ પ્રકારના લાભ થાય છે. પિતે શાં કાર્યો કરે છે તેને ખ્યાલ આવે છે અને તેમાંથી ક્યાં કાર્યોને ત્યાગ કરે, શું ગ્રહણ કરવું, વગેરે સંબંધી વિચાર આવે છે. પરિણામે કાર્યરેખા અંકિત કરવાનો નિશ્ચય થાય છે અને શુદ્ધ વર્તન થવાનું નિમિત્ત પ્રાપ્ત થાય છે. હે પ્રાણી! તું તપ, જપ અને આદિ શબ્દથી પૂજા, પ્રભાવના, સ્વામિવાત્સલ્ય (ફક્ત જમણવાર નહિ, પણ તેથી સ્વધર્મના લોકોને ઉત્કર્ષ થાય, એવા ઉપાયે વત્સલ ભાવથી વિચારવા અને તદનુસાર જનાઓ કરવી) વગેરેમાંથી શું શું કરી શકે છે અને શું શું કરી શકતા નથી તે વિચાર–આ શ્રાવકને અંગે છે. સાધુને અને તે કેટલી લોકોને ઉપદેશ આપે, તે પિતે પઠન-પાઠન કેટલાં કર્યા, ક્યારે કર્યા? શાસન ઉદ્યોત કે કેવો કર્યો, તે વિચાર, અને કેમ કરી શકતું નથી, તે પર ધ્યાન આપ. શરીરની અશક્તિ છે કે મનની નબળાઈ છે, તે શોધી કાઢ. વળી, સુકૃત્યમાં તારી શક્તિ અને મને કેટલાં Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] અધ્યાત્મક ૫કુમ [ પંચદશ પ્રવર્તે છે તેમાં તારી, શી સ્થિતિ વતે છે, તું કેવી તાદાસ્ય વૃત્તિથી સારાં કાર્યો કરે છે તે, અને અંતરથી કેટલાં ખરાબ કામ કરે છે કે તારા સંબંધમાં એથી ઊલટું જ છે, એટલે સારાં કામ ઉપર ઉપરથી કરે છે, અને ખરાબ કામ તાદાસ્ય વૃત્તિથી કરે છે–એ સર્વ બાબતોના સંબંધમાં તારા હૃદય સાથે વિચાર કર. વળી, કેટલાં સુકૃત્યમાં કે અપકૃત્યમાં તારી અશક્તિ વતે છે, એ પણ તું વિચારી જે. આવી રીતે આત્મનિરીક્ષણ કરી જાગૃતિ પામેલો જીવ અનેક પાપમાંથી સહજ રીતે બચી જાય છે. અથવા તે પાપકાર્યમાંથી બચવાનું એને પ્રબળ નિમિત્ત પ્રાપ્ત થાય છે. તેટલા માટે આત્મ-વિચારણા કરી જે સાધ્ય કાર્યો જણાય, એમાં જ તારે લક્ષ્ય આપવું અને એ સાધવા પાછળ જ પુરુષાર્થ કરે, અને જે ત્યાગ કરવા યોગ્ય કાર્યો લાગે, તે તજી દેવાં. કહેવાની મતલબ એ છે કે આત્મવિચારણા કરીને બેસી રહેવું નહિ, પણ પછી જે કરવા યોગ્ય કે તજવા યોગ્ય લાગે, તે અનુક્રમે કરવું અને તજવું. ચૌદ નિયમ આ જ ધોરણ પર ધારવાનું શાસ્ત્રકાર કહે છે. તેથી જેમ સ્થળ પદાર્થો પર અંકુશ આવે છે, તેમ જ આંતર પ્રવૃત્તિ પર અંકુશ રાખવા માટે આત્મ-જાગૃતિ બહુ ઉપયોગી છે અને અને તેથી જ ચૌદ નિયમ પર અંકુશ આવે છે. એને ઉપગ સાધુજીવન અને શ્રાવકજીવનમાં એકસરખે છે. (૬; ૨૬૬) પરપીડાવજનઃ યોગનિર્મળતા परस्य पीडापरिवर्जनात्ते, त्रिधा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्चाप्यनघप्रवृत्ति ॥ ७ ॥ (उपजाति ) બીજા અને ત્રણ પ્રકારે પીડા ન કરવાથી તારા મન-વચન-કાયાના વેગોની ત્રિપુટી નિર્મળ થાય છે. મને માત્ર સમતામાં જ લીન થઈ જાય છે. વળી, તે તેના દુર્વિકલ્પ તજી દે છે અને વચન પણ નિરવદ્ય વ્યાપારમાં જ પ્રવૃત્ત થતું રહે છે.” વિવેચન–માનસિક, વાચિક અને કાયિક હિંસાને યથાધિકાર ત્યાગ કરવાના મૂળ સિદ્ધાંત પર જૈનધર્મની રચના છે. મસા પરમો ધર્મ: એ સૂત્ર સર્વ સંજોગોમાં સત્ય છે અને એ સિદ્ધાંત પર જ બંધાયેલે ધર્મ હોય તે, તે નામને યોગ્ય છે, એ જૈનો વર્તનથી અને દલીલથી સિદ્ધ કરી આપે છે. આત્મ-વ્યતિરિક્ત કઈ પણ પ્રાણને પીડા કરવી, બીજા પાસે કરાવવી અથવા કરનારને મદદ કરવી કે તે કાર્યની પ્રશંસા કરવી કે તેની પુષ્ટિ કરવી, એ સર્વ વર્યું છે. અને એને વર્જવાથી મન, વચન અને કાયાના પેગો બહુ નિર્મળ થાય છે. જેનાચાર્યો કોઈ પણ કાર્યનું તરતમતાએ શુભત્વ-અશુભત્વ તેના હિંસા સાથેના સંબંધ પરથી જ કરે છે જે કાર્યમાં અ૫ હિંસા તે કાર્ય તેટલે અંશે સારું. હિંસાના સંબંધમાં એટલું યાદ રાખવાનું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે કરવા એ પણ (ભાવ) હિંસા જ છે, કારણ કે એમાં આત્મગુણને ઘાત થાય છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શુભવૃત્તિશિક્ષપદેશ [ ૩૫૭ બાહ્ય હિ`સા અને 'તરગ હિંસાના ત્યાગ થાય છે ત્યારે જ સમતા અને ક્ષમારૂપ મહાગુણા પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી ગુણશ્રેણીએ ચઢતાં વખત લાગતા નથી. સમતા વગરના કોઈ પણ કાર્યને શાસ્ત્રકાર નકામુ' ગણે છે, એટલું જ નહિ પણ કેટલીકવાર નકામા કરતાં પણ વધારે ખરાબ ગણે છે; જ્યારે રમતવાળાં કાર્યોમાં એક એવી જાતના આનંદ્ન આવે છે કે જે અનુભવથી જ જાણી શકાય. વળી, હિંસાના ત્યાગ થતાં મનમાંથી સ જાતના માઠા વિકલ્પો દૂર થાય છે, કારણ કે દુર્વિકલ્પાનુ કારણ હિંસા જ છે, જ્યારે પારકુ` મન દુખાવવુ એ પણ હિંસા છે એમ સમજવામાં આવે અને એના ત્યાગ કરવા ઉપાય લેવામાં આવે ત્યારે સંકલ્પાનુ* ઉત્પત્તિસ્થાન નાશ પામી જાય છે. આવી રીતે હિંસા તજવાથી મનયાગ સાધ્ય થાય છે અને વચનપ્રવૃત્તિ પણ નિરવદ્ય થાય છે તેનુ' કારણ ઉપર કહ્યું તે જ સમજવું, ગ્રંથકર્તાએ મનયાગ અને વચનયાગની શુદ્ધિ સ્પષ્ટ શબ્દોમાં કહી; એ બન્નેની અપેક્ષાએ કાયયેાગદ્ધિ સુસાધ્ય છે, તેથી સ્પષ્ટ કહી નથી, પણ અથ અને સંબંધ પરથી સમજી લેવી. (શ્રી ધનવિજય ગણિ. ) શ્રીમદ્ ચશેાવિજયજી મૌનાષ્ટકમાં લખે છે કે :~~ सुलभं वागनुच्चार मौन मेकेन्द्रियेष्वपि । पुनलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ॥ “ વાણીના અનુચારરૂપ મૌન એકેદ્રિયાદિને વિષે પણ સુલભ છે, પરંતુ યોગાનુ પુદ્ગલને વિષે અપ્રવ્રુત્તિરૂપ મૌન ઉત્તમ છે. આ ભાવ ખરાખર હૃદયમાં રાખવાની જરૂર છે. (૭; ૨૬૭) ભાવના; આત્મલય मैत्री प्रमोदं करुणां च सम्यकू, मध्यस्थतां चानय साम्यमात्मन् ! । सद्भावनास्वात्मलयं x प्रयत्नात्, कृताविरामं रमयस्व चेतः ॥ ४ ॥ ( उपजाति ) હે આત્મન્ ! મૈત્રી, પ્રમેાદ, કરુણા અને મધ્યસ્થતાને સારી રીતે ભાવ, (અને તે વર્ડ) સમતાભાવ પ્રગટ કર. પ્રયત્ન કરી સદ્ભાવના ભાવીને આત્મલયમાં વિસામે પામ્યા વિના (તારા) મનને ક્રીડા કરાવ. 66 ,, (૮) વિવેચન—૧. મત્રીભાવ, પ્રમેાદમાવ, કરુણાભાવ અને માધ્યસ્થ્યભાવ તારા હૃદયમાં નિરંતર ભાવ. એ ચાર ભાવના બહુ ઉપયાગી છે. એમાં આત્મરમણ કરવાથી પરમ સાધ્ય પદાર્થી અનુભવગાચર થાય છે અને મનને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. એનુ` સૂક્ષ્મ સ્વરૂપ પ્રથમ અધિકારમાં બતાવવા પ્રયાસ કર્યાં છે.+ એ ભાવના શુભ વૃત્તિનું મુખ્ય અંગ છે. * सात्म्यमिति पाठान्तरम् आत्मना सहेकीभावमित्यर्थः । x स्वाप्तल्यमिति वा पाठः સંપ્રાપ્તતમયસ્થમાનું યથા ચાત્તયેત્વર્થઃ । + જુએ પ્રથમ અધિકાર, શ્લાક ૧૩-૧૬, પૃષ્ઠ ૨૦-૩૦, Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ પંચદશ ૨. ભાવના ભાવતાં ભાવતાં શુદ્ધ સમતાનો ઉદય થાય છે. એ સમતા આત્મિક ગુણ છે અને સ્થિરતા એ એને પાયો છે. જ્ઞાન, ધ્યાન, તપ અને શીલયુક્ત મુનિએ પણ સમતાયુક્ત મુનિ જેટલો ગુણ નિષ્પાદન કરી શકતા નથી, એમ જયારે વાચકવર્ય ઉમાસ્વાતિજી તેમ જ શ્રીમદ્દ યશોવિજયજી કહે છે ત્યારે સમતાના લાભની પરાકાષ્ઠા સમજાય છે. ૩. આ પ્રમાણે શુભ પ્રવૃત્તિ કરતાં કરતાં જ્યારે સમતા પ્રાપ્ત થાય છે, ત્યાર પછી જીવ આત્મજાગૃતિ કરે છે, એને સાંસારિક સર્વ કાર્યો તુરછ લાગે છે; એનું મન આત્મ-પરિણતિમાં ડે છે; એને સર્વ દિશા પ્રફુલ્લિત લાગે છે અને આત્મરમણ એ જ કાર્ય લાગે છે. શુભ ધ્યાનધારાને વરસાદ થાય ત્યારે આત્મલય થાય છે અને એ વખતે જે આત્માનંદ થાય છે તે વચન-અગોચર છે, આમરમણ કરવા માટે પ્રબળ પુરુષાર્થ ફેરવવાની જરૂર પડે છે અને મને જ્યારે તે બાબતમાં ફેકાય છે ત્યારે તેને બાહ્ય વસ્તુનું ભાન પણ રહેતું નથી. એવા આત્મ-રમણમાં જરા પણ અન્યત્ર વિસામે લીધા વગર પ્રવૃત્તિ કર, એટલે નિરંતર આત્મ-૨મણુતાના કાર્યમાં ઉઘુક્ત થા ! (૮) ૨૬૮) મેહના સુભટને પરાજય कुर्यान्न* कुत्रापि ममत्वभावं, न च प्रभो रत्यरती कषायान् । इहापि सौख्यं लभसेऽप्यनीहो, ह्यनुत्तरामर्त्यसुखाभमात्मन् ! ॥९॥ ( इन्द्रवन्ना) હે સમર્થ આત્મા ! કઈ પણ વસ્તુ ઉપર મમત્વભાવ ન કરવો, તેમ જ રતિ, અરતિ અને કષાય પણ ન કરવાં, જ્યારે તું વાંછા રહિત થઈશ ત્યારે તે અનુત્તર વિમાન માં રહેનારા દેવતાઓનું સુખ પણ તને અહીં મળશે.” (૯) વિવેચન–શુભ વૃત્તિનાં સાધનોનું વિશેષ દર્શન કરાવતાં કહે છે ઃ ૧. હે ચેતન ! તારું છે તે તારી પાસે જ છે. દેહ તારે નથી, પુત્ર તારા નથી. સ્ત્રી તારી નથી અને ઘન તારું નથી. એ ચારેનું મમત્વ અત્ર મહાપીડા કરનારું છે, એટલું જ નહિ પણ પરભવમાં મહાદુઃખ આપનાર છે જે વસ્તુઓ તારી નથી તેને તારી માનીને તેઓના ઉપર શા માટે રાચી માચી રહે છે ? તારો આત્મા મેહ મદિરામાં ચકચૂર થઈ સત્યાસત્યને વિવેક ચૂકી જાય છે, તેથી તે સ્થિતિ દૂર કરી મમત્વભાવને ત્યાગ કરી દે. ૨-૩. તારે સુંદર વસ્તુ જોઈને રાજી થવું નહિ, અને તને પ્રિય ન લાગે એવી વસ્તુ જેઈને નારાજ થવું નહિ. વસ્તુ કઈ ખરાબ કે સારી નથી; એ બાબતમાં તારી માન્યતા જ બેટી છે. એ બેટી માન્યતા પર બાંધેલા વિચારો તને હેરાન કરે છે, માટે રતિ-અરતિને ખ્યાલ છોડી દે. પછી તને આઠમ ફ્લેકમાં ઉપર કહ્યું તેવો અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. * कुर्या न इति वा पाठो मा विदध्या इत्यर्थः । + વિશેષ હકીકત માટે જુઓ આ ગ્રંથને અધિકાર બીજે, ત્રીજો, એથે તથા પાંચમે. Page #431 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શુભવૃત્તિશિક્ષાપદેશ [ ૩૫૯ ૪, સ’સારમાં ભ્રમણ કરાવનાર કષાયાને તારે છેાડી દેવા એનુ* સ્વરૂપ સાતમા અધિકારમાં આપણે જોયુ છે. આ સર્વ માહરાજાના સુભટો છે, તે તારા પર જય મેળવવા આવ્યા છે; જો એને ફાવવા દઈશ નહિ, તે તને લાભ થશે અને જો તુ' તેને જીતી લઈશ અને મારીને કાઢી મૂકીશ તા તા તને મહાસુખ થશે, કારણ કે કષાય અને મમત્વ જશે એટલે તું નિઃસ્પૃહ થઈ જઈશ. શ્રી ઉપાધ્યાયજી કહે છે કે ઃ— परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ નિઃસ્પૃહ વૃત્તિ એ માટામાં માટુ' સુખ છે. અનુત્તર વિમાનના દેવાને સવથી વધારે સુખ છે, કારણ કે ત્યાં સ્વામી-સેવકભાવ નથી તેમ જ કામવિકારથી થતી શારીરિક કે માનસિક વિડંબણા નથી. આ સુખ તને પ્રાપ્ત થશે. અરે! અમે તે કહીએ છીએ કે તને તેથી પણ વધારે સુખ પ્રાપ્ત થશે, કારણ કે નિઃસ્પૃહ જીવ પર દુઃખ અસર કરતું નથી અને દુઃખ કદાચ જ પડે છે, એટલા માટે જ શુદ્ધ ચારિત્ર પાળતાં અખંડપણે એક વર્ષ વીતી ગયા પછી ચારિત્રવાનને અનુત્તર વિમાનના દેવા કરતાં પણ વધારે સુખ - આગમકાર બતાવે છે. દુઃખ કે સુખ એ પણ મનનાં માનેલાં છે અને તેથી તને આ મહાન લાભ મળશે તે ધ્યાનમાં લે. આત્મામાં અનત જ્ઞાન છે અને અનંત વીચ છે. વીર પ્રભુ જેવુ મળ, અભયકુમાર જેવી બુદ્ધિ, હેમચદ્રાચાર્ય' જેવુ' શ્રુતજ્ઞાન, કયવન્ના શેઠ જેવુ' સૌભાગ્ય અને ગજસુકુમાળ જેવી સમતા શક્તિરૂપે સર્વ આત્મામાં ભરેલી છે; પુરુષાથ કરી તેને વ્યક્ત કરવાની જરૂર છે. આ હેતુથી જ આત્માને ‘સમ” એમ ઉદ્દેશીને અત્ર લાગ્યેા છે. શુભ પ્રવૃત્તિનાં સ્થાને અત્ર ખતાવ્યાં અને કિંચિત્ ફળ નિર્દિષ્ટ કર્યું. (૯; ૨૬૯) ઉપસંહાર : શુદ્ધ પ્રવૃત્તિ કરનારની ગતિ sa afratशिक्षां योऽवधार्य व्रतस्थ - श्ररणकरणयोगानेकचित्तः श्रयेत । सपदि भवमहाब्धि क्लेशराशि स तीर्चा, विलसति शिवसौख्यानन्त्यसायुज्यमाप्या||१०|| मालिनी “ યતિવાના સબધમાં ( ઉપર પ્રમાણે ) ખતાવેલી જે શિક્ષા વ્રતધારી ( સાધુ અને ઉપલક્ષણથી શ્રાવક ) એકાગ્ર ચિત્તથી હૃદયમાં ઠસાવે છે અને ચારિત્ર તથા ક્રિયાના યાગાને સેવે છે, તે સંસારસમુદ્રરૂપ કલેશના ઢગલા એકદમ તરી જઇ ને, મેાક્ષના અનંત સુખ સાથે તન્મયપણું પામી, પાતે આનંદ કરે છે, ” વિવેચન—આ પ્રમાણે તીથકર મહારાજાઓ, ગણધરો અને પૂર્વાચાર્યાં શિખામણ આપી ગયા છે. તેએ આ જીવ ઉપર એકાંત ઉપકાર કરવાની નિઃસ્પૃહ વૃત્તિથી દ્વારાયા હતા અને તેથી, આ જીવને શુભ રસ્તે દ્વારવા સારુ, કોઈ ખાખતમાં કહેવામાં બાકી Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] અધ્યાત્મક૯પમ [ પંચદશ રાખ્યું નથી. આવા પરમોપકારી મહાત્માઓના શબ્દ લક્ષ્યમાં રાખી, જે પ્રાણું ચારિત્ર અને ક્રિયામાં ઉદ્યત થઈ જાય છે, તે પ્રભુના આજ્ઞાંકિત સેવકો કહેવાય છે. આ ઉપદેશમાં સાધુએ પિતાને ગ્ય અને શ્રાવકે પિતાને ચગ્ય ઉપદેશ ગ્રહણ કરવાનો છે. એ નિયમનુસાર જે પ્રાણી ચરણકરણ ગુણોને અનુસરે છે, તે થોડા વખતમાં સંસારસમુદ્ર ઉલંઘી જાય છે અને જે મોક્ષસુખનું વર્ણન પણ કરવું અશક્ય છે, તેને પોતાના આત્મા સાથે અનંત” શબ્દ સહિત ગ કરાવે છે, એટલે અનંતકાળ સુધી તે સુખ પ્રાપ્ત કરે છે. એક મહાસુખ અને વળી તે અનંતકાળ સુધી, એટલે પછી એમાં વિચારવાનો પણ કઈ અવકાશ રહેતું નથી. એને પ્રાપ્ત કરવા બનતા પ્રયાસ કરે એ જ કર્તવ્ય છે. (૧૦; ૨૭૦) એવી રીતે શુભવૃત્તિઉપદેશ નામને પંદરમે અધિકાર સંપૂર્ણ થયે. આ અધિકારમાં વૃત્તિ એટલે વર્તન અથવા પ્રવૃત્તિ એ અર્થ સમજવાનો છે. શુભ પ્રવૃત્તિના અનેક પ્રસંગે અત્ર બતાવવામાં આવ્યા છે. તે સર્વને વિષય સાથે સામાન્ય સંબંધ છે, પરંતુ એકબીજા સાથે ખાસ સંબંધ નથી. આ અધિકારમાં મુખ્ય ઉપદેશ સાધુને આશ્રયી છે, પરંતુ કેટલીક હકીકત શ્રાવકને પણ ઉપયોગી છે. પ્રવૃત્તિના વિષેનું પૃથક્કરણ કલેકે માં જ કર્યું છે, તેથી અત્ર પુનરાવર્તન કરવાની જરૂર રહેતી નથી. શુભ પ્રવૃત્તિની અનેક હકીકતો છે; તે અત્ર બતાવી શકાય નહિ, તેથી સૂરિમહારાજે બહુ જ જરૂરના વિષયને જ હાથ લગાડ્યો છે. એ સર્વ બાબત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આવશ્યક ક્રિયાની જરૂરિયાત પ્રથમ જ બતાવી છે અને તે આ જમાનામાં ખાસ જરૂરી છે. પ્રવૃત્તિ (અપ્રશસ્ત) વધતી જાય છે અને ધર્મસાધન અ૮૫ થતાં જાય છે, તેટલા માટે નિત્ય આવશ્યક કિયા અવશ્ય કરવી જોઈએ. જેમ દરરેજનું પેપર વાંચનારને પાંચ દિવસ પેપર ન મળે તે દિશાશૂન્ય જેવું લાગે છે, તેવું જ આવશ્યક ક્રિયામાં રટણ થઈ જવું જોઈએ. તપશ્ચર્યાની બાબત પણ એટલી જ ઉપયોગી છે. જમાને જ્યારે પાપબંધનાં અનેક કાર્યો શીખવે છે, ત્યારે છોડવાનાં આ પ્રબળ સાધને મંદ થતાં જાય છે, એ ખેદ કરવા જેવું છે. જ્ઞાનાભ્યાસનો પણ આ જ વિષયમાં સમાવેશ થાય છે, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ત્યાર પછીના વિષમાં અનિયત વિહાર કરવા માટે સાધુને ઉપદેશ છે. સૂરિમહારાજ ગમે તેવા આકરા શબ્દમાં કહે, તે તે કહેવાને તેઓ હકદાર છે. વિહારના વિષયને અંગે શ્રાવકે એ પણ વર્ષના થડા દિવસે કોમના ભલા માટે અર્પણ કરી, ધાર્મિક વિષય પર વિવેચન-ભાષણ કરવા ધ્યાન આપવું, એ ઉપલક્ષણથી સમજવાનું છે. આત્મનિરીક્ષણ માટેની સૂચના તે બહુ જ ઉપયોગી છે. એનાથી પિતાનાં સર્વ કાર્યો પર કાબૂ આવે છે અને ધાર્યા વગરનું કઈ પણ કાર્ય થતું નથી. અથવા થયું હોય તે પણ ભવિષ્યમાં ન થવા માટે નિશ્ચય કરવાનો પ્રસંગ પ્રાપ્ત કરાવે છે. અઢાર પાપસ્થાનકને અંગે જે દરરોજ આત્મનિરીક્ષણ થાય, તે અપૂર્વ લાભ પ્રાપ્ત થવાને પૂરત સંભવ છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] શુભવૃત્તિશિક્ષપદેશ [૩૬૧ એ શુભ પ્રવૃત્તિને મુખ્ય ઉદ્દેશ મન, વચન અને કાયાને શુભ રસ્તે પ્રવર્તાવવા પ્રયાસ કરે એ જ છે અને તે હેતુ ઉપર પણ સૂરિમહારાજ ધ્યાન ખેંચ્યા વગર રહ્યા નથી. જ્યાં સુધી મનમાં વિચાર જુદા, વચન જુદું અને વર્તન ત્રીજા પ્રકારનું હોય ત્યાં સુધી સર્વ ફેગટ છે. ત્રિપુટીને ત્રણ રસ્તે ચલાવવી નહિ. એ ત્રણમાં પણ મનને વશ કરવાની વિશેષ જરૂર છે. એ જેમ જેમ વશ થતું જાય છે તેમ તેમ કર્મબંધમાં બહુ ફેર પડતો જાય છે. એ જ્યારે નિર્મળ થાય છે ત્યારે આત્મ-પ્રદેશમાંથી શુભ ભાવના ઊઠે છે, શુભ ભાવનાથી આત્મ-લય થાય છે. આત્મ-લયથી કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે પછી જ મુક્તિ થાય છે. મુક્તિ પ્રાપ્ત કરવી એ જ કર્તવ્ય છે અને એ જ પ્રાપ્તવ્ય છે. હેય, શેય, ઉપાદેયનું સ્વરૂપ સમજી, સ્વાનુકૂળ ક્રિયામાં પ્રવૃત્તિ રાખવી એ આપણું કામ છે. પરિણામ સુલભ છે અને આ ભવમાં પણ અનુભવ-ગોચર છે. એક વખત કાર્ય કરો અને પછી શુભ ફળ મળી આવશે, એ ચોક્કસ માનજે. આ શુભ વૃત્તિ રાખવાના શિક્ષાપાઠ આપ્યા છે તે હૃદયપટ પર ચીતરી રાખવા જેવા છે. इति सविवरणः शुभवृत्तिशिक्षापदेशनामा पञ्चदशोऽधिकारः ॥ અ. ૪૬ Page #434 -------------------------------------------------------------------------- ________________ षोडशः साम्यसर्वस्वाधिकारः॥ હવે આખા ગ્રંથના દેહનરૂપ એક પ્રધાન તત્વ સામ્ય-સમતા સર્વસ્વ જ છે, એ વિષય પર, ઉપસંહાર કરતાં, સંક્ષિપ્ત વિવેચન કરે છે. આ આખા ગ્રંથને ઉદ્દેશ શું છે ? સાધ્યબિંદુ ક્યાં છે? પ્રયોજન શું છે?—એ સર્વ ગ્રંથકર્તા બતાવે છે. બીજી રીતે જોઈએ તે, આ અધિકાર પ્રશસ્તિ જેવો છે. સમતાના સંબંધમાં અત્ર જે વિચારો બતાવવામાં આવ્યા છે તે સંક્ષિપ્ત પણ બહાળા છે. મનોનિગ્રહ, મમવ-ત્યાગ અને શુભવૃત્તિ એ સર્વ સમતામાં પરિસમાપ્તિ પામે છે, તેથી સર્વ દ્વાર પર શિખર ચઢાવનારું આ દ્વાર છે. સમતાનું રહસ્ય ધારણ કરવા અત્ર દિગ્દર્શન કરવામાં આવ્યું છે. સમતાનું ફલ: મેક્ષસંપત્તિ एवं सदाभ्यासक्शेन सात्म्यं, नयस्व साम्यं परमार्थवेदिन् । થતા થાઃ શિવપલ્લે, મવન્તિ સો મવમીતિમત્તા ? (૩૫જ્ઞાતિ ) હે તાત્વિક પદાર્થના જાણનાર ! આ પ્રમાણે (ઉપર પંદર દ્વારમાં કહેલ) નિરંતર અભ્યાસના યાગથી સમતાને આત્મા સાથે જોડી દે, જેથી કરીને ભવના ભયને ભેદનાર તને મોક્ષસંપત્તિઓ એકદમ હસ્તગત થઈ જાય.” (૧) વિવેચન-કાંઈક મમત્વભાવ છોડીને, કાંઈક કષાય છોડીને, કાંઈક ગની નિર્મળતા કરીને અને કાંઈક સ્વાત્મય કરીને શુભ વૃત્તિ કરવી એ આપણે પંદરમા અધિકારમાં જોઈ ગયા. એ સર્વ પ્રશસ્ત પ્રવૃત્તિને હેતુ સમતાની પ્રાપ્તિ કરવાનું જ છે. ત્યારે આ આખા ગ્રંથમાં જે જે સાધન બતાવ્યાં છે, તે સર્વનું સાધ્ય સમતાપ્રાપ્તિ છે. જે તને આ ગ્રંથ વાંચતાં કાંઈ પણ પરમાર્થ સમજાય હેય, તે તે આ જ છે. प्रणिहन्ति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् । ચરન સુથારતીવ્રતા ઘરમffમઃ | (હેમચંદ્રાચાર્ય, ગશાસ્ત્ર) મતલબ, “જે કર્મો કોડે જન્મ સુધી તીવ્ર તપસ્યા કરતાં પણ તેડી શકાય નહિ, તેને સમતાને અવલંબવાથી એક ક્ષણ માત્રમાં નાશ થાય છે.” Page #435 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સામ્યસર્વસ્વ [ ૩૬૩ તારું સાધ્ય સમતા હોવું જોઈએ. તેને અને આત્માને જોડાણ કરવા માટે નિરં. તર અભ્યાસની જરૂર છે, એ પણ આખા ગ્રંથમાં આપણે અવારનવાર જોયું છે. હવે સમતા પ્રાપ્ત કરવાનું પણ કાંઈ નકામું નથી; તે સાધ્ય અને સાધન બને છે. સુખને આદર અને દુઃખનો ત્યાગ એ સર્વ પ્રવૃત્તિનું પ્રથમ કાર્ય છે. સમતાથી જે સુખ મળે છે તે અવર્ય છે, કારણ કે બીજા સર્વ સુખ પાછળ દુઃખ આવે છે. પણ સુખમય સમતાથી થતું મોક્ષનું સુખ તે અનંત છે. એ પરમ સાધ્યબિંદુ દષ્ટિમાં રાખીને સમતા મેળવવા, સમતા રાખવા અત્ર ઉપદેશ છે. મોક્ષનાં સુખ અનિર્વચનીય છે. મોક્ષમંદિર પર ચઢવા માટે ચૌદ પગથિયાં (ગુણસ્થાન) છે. એનું આરોહણ કરવા સારુ અત્ર દાદર બતાવવામાં આવે છે. એ મંદિરના ઘટે વગાડવા માટે ગુણસ્થાન પર આરહણ કરવાને પુરુષાર્થ કરવો ઉચિત છે. હે બંધુઓ ! એક વખત તદ્દન નિરુપાધિ, નિજ સ્વરૂપમાં લીનતા, અજરામરત્વ, દેખાદેડને અભાવ અને અખંડ શાંતિ તથા સ્થિરતાનો ખ્યાલ કરે. એમાં કાંઈ પણ પ્રાપ્તવ્ય લાગે, તો એના પ્રબળ કારણ સમતાને પ્રાપ્ત કરવા પ્રયાસ કરો અને તે પ્રાપ્ત કરવા માટે આ આખા ગ્રંથમાં બતાવેલા જુદા જુદા વિષયો ઉપર ધ્યાન આપે. દઢ પ્રયત્ન, દઢ નિશ્ચય અને ચાલુ અનુસરણ જરૂર ઈછિત પરિણામ લાવશે અને મોક્ષ મંદિરમાં તમારા નામના ઘંટ વાગશે; પણ તે માટે ઊઠે, ઉદ્યમ કરો. યાદ રાખજો કે અત્યારે જેવો અવસર છે, જેવી જોગવાઈ છે, તે વખતે અને તેવી અનુકૂળતા ફરી ફરીને મળતાં મહામુકેલી થશે. (૧; ૨૭૧) અવિદ્યાત્યાગ એ સમતાબીજ त्वमेव दुःखं नरकस्त्वमेव, त्वमेव शर्मापि शिवं त्वमेव । ત્વમેવ ળિ મનવમેવ નીહવિદ્યામ વદિ વારમન ! ૨(ત્રણગ્રા) “હે આત્મન ! તું જ દુઃખ, તું જ નરક, તું જ સુખ અને મોક્ષ પણ તું જ. વળી, તું જ કામ અને મન પણ તું જ. અવિદ્યાને તજી દે અને સાવધાન થા.” (૨) વિવેચન–હે આત્મન્ ! તું જ દુઃખ છે, કારણ કે દુઃખને નિષ્પાદન કરવા માટે જે કર્મ જોઈએ તે તે જ કર્યા છે. દુઃખનાં સાધને પણ તું જ તૈયાર કરે છે અને સુખ-દુઃખની સાચી-બેટી કલ્પના પણ તું જ કરે છે. એ જ નિયમાનુસાર નરક પણ તું જ છે. વળી, દુઃખને સંચય કરનાર અને સમજનાર તું જ છે. તેમ સુખ માટે પણ તું જ અધિષ્ઠાતા અને વિવેક કરનાર છે. તારી ઓછી-વધતી સમજણ માટે તુ અમુક લાગણીને સુખ માની બેઠે છે તે પણ તું જ છે અને જે પ્રબળ પુરુષાર્થ કરે તે સર્વ સુખ-દુઃખને અત્યંતભાવ કરી મેક્ષમંદિરમાં ચિરકાળ સુધી આનંદ ભેગવે તે પણ તું જ છે. તેથી, વાસ્તવિક કહીએ તો, મિક્ષ તારે છે, એટલે તું જ મોક્ષ છે. ન્યાયના એક કે "જાં ઘાટાત્તરે કાં એટલે અવજ્ઞાને ત્યાગ કરી દે, એટલે અનાદરનો ત્યાગ કર. આ કરતાં સવિઘાં પાઠ વધારે બંધબેસતે અર્થ બતાવનાર લાગે છે.. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] અધ્યાત્મકલ્પમ [ ડિશ નિયમ પ્રમાણે ધર્મ અને ધર્મીને અભેદ છે. મીઠું ખારું છે, ત્યાં ખારાપણું એ ધર્મ થ, મીઠું એ ધમ થયું; અત્ર ખારાશ અને મીઠું એ જુદાં નથી, તેથી ધર્મ અને ધર્મીને અભેદ થયે; તેવી જ રીતે જીવ કર્મ કરીને સંસ્કૃત અને અસંવૃત છે, છતાં પણ પર્યાય અને પર્યાયીને ઉપરના નિયમ પ્રમાણે અભેદ છે. એ જ નિયમ પ્રમાણે કર્મને કરનાર અને મનને પ્રેરનાર પણ તું જ હેવાથી કર્મ અને મન પણ તું જ છે. જૈન શાસ્ત્રમાં આત્મા ઉપર જ બધે આધાર રહે છે. એને કોઈ મદદ કરતું નથી, તેમ જ એને બહારની મદદની અપેક્ષા રહેતી પણ નથી. એની અખંડ સ્થિતિમાં એ શુદ્ધ, અક્ષય, અવિનાશી; નિત્ય છે. કર્મના સંબંધથી એની શુદ્ધ દશા પર પડ ફરી વળ્યાં છે. એ પડ દૂર કરવા માટે પ્રબળ પુરુષાર્થ ફેરવવો જોઈએ અને તેટલા માટે અસાધારણ ઉદ્યોગ કર જોઈએ. આ આત્મામાં અનંત શક્તિ છે. એ ધારે તે પર્વતને પણ તેડી શકે છે અને વીર પરમાત્મા જેટલું જ્ઞાન અને ઋદ્ધિ મેળવી શકે છે. એટલા માટે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે अप्पा नइ वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुधा घेणू, अप्पा मे नंदनं धनं ॥ આ સિદ્ધાંતનું વાક્ય છે અને તુરત સમજાઈ જાય તેવું છે. એમાં કહે છે કે “આત્મા કામદુઘા ગાય છે અને આત્મા નંદનવન છે.” એની પાસેથી કામ લેતાં આવડે તો એ સર્વ ઈછિત સુખે (સ્થળ અને માનસિક) આપે છે. એ સર્વ છે એ વાત તે ખરી પણ તે તારામાં છે, એમ બતાવી આપ. એ બતાવી આપવા માટે અવિદ્યાને ત્યાગ કરે. અજ્ઞાનથી અંધ સમાન અવસ્થા રહે છે, અજ્ઞ જીવન એ લગભગ નકામું થઈ જાય છે, માટે અવિદ્યાને ત્યાગ કરી તારાં યોગ્ય કર્તવ્યોમાં સાવધાન થઈ જા. શાસ્ત્રકાર કહે છે કે અજ્ઞાનં રાહુ મો વાઈ, ધારિ sfપ : એ ક્રોધાદિક તીવ્ર પાપોથી પણ અજ્ઞાન મહાકષ્ટ આપનાર છે. જ્યાં સુધી અજ્ઞાનને નાશ થશે નહિ ત્યાં સુધી સાધ્ય નજરમાં આવશે નહિ, માટે હે ભાઈ! તું જાગ્રત થા, ખડો થા, પુરુષાર્થ પ્રગટ કર, વીર્ય ફેરવ. (૨; ૨૭૨) સુખ-દુખનાં મૂળ : સમતા-મમતા निःसङ्गतामेहि सदा तदात्मन्नर्थेष्वशेषेष्वपि साम्यभावात् । अवेहि विद्वन् ! ममतैव मूलं, शुचां सुखानां समतैव चेति ॥३॥ (उपजाति) હે આત્મન્ ! સર્વ પદાર્થો ઉપર સદા સમતાભાવ લાવીને, નિઃસંગપણું પ્રાપ્ત કર. હે વિદ્વાન ! તું જાણી લેજે કે દુઃખનું મૂળ મમતા જ છે અને સુખનું મૂળ સમતા જ છે.” (૩) Page #437 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] સામ્યસર્વસ્વ [૩૬૫ વિવેચન—આપણે જોઈ ગયા કે સુખ, દુઃખ, મોક્ષ કે નરક એ આત્મા જ છે, કારણ કે તેનું ઉપાદાને કારણુ આત્મા છે. એ આત્મામાં જે સમભાવ આપ્યો હોય, તે તે પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કરીને ઈછિત અર્થ પ્રાપ્ત કરી શકે. એ સમતા પ્રાપ્ત કરવાનાં સાધનો અને રસ્તાઓ આ ગ્રંથમાં બતાવ્યા છે. એ રીતે સમતાભાવ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યાર પછી નિઃસંગવૃત્તિ પ્રાપ્ત થવાને માર્ગ મળે છે. પૌદ્ધગલિક સર્વ વસ્તુઓ અને ભાવ એટલે ઘર, ઘરેણું, પલંગ વગેરે પદાર્થો અને કષાયાદિ ભાવથી છૂટા પડવું, તેને સંબંધ . એ નિઃસંગતી કહેવાય છે. એ હકીક્ત લક્ષ્યમાં રાખીને એને સાધ્યબિંદુ બનાવવું જોઈએ. હવે સુખનું મૂળ શું છે અને દુઃખનું મૂળ શું છે એ ટૂંકમાં કહી દે છે. સર્વ જી પર સમભાવ, સર્વ વસ્તુઓ પર સમભાવ થાય, રાજા કે રંક પર, ધનવાન કે નિર્ધન પર, અથવા એવા વિરોધ બતાવનારા બે શબ્દથી પ્રદર્શિત થતા કોઈ પણ વ્યક્તિયુગલ ઉપર, તેમ જ કોઈ પણ પદાર્થ યુગલ ઉપર ચોક્કસ આકર્ષણ કે અનાકર્ષણ ન થાય એ સમતા છે અને સર્વ સુખનું મૂળ એ જ છે. એક તે સમતા રાખનાર પર દુઃખ પડતું નથી અને બીજું, તેને દુઃખ લાગતું નથી. આવી રીતે સમતા રાખનાર પ્રાણું બને જાતિના સચોગમાં આત્મહિત સાધી શકે છે. બીજી બાજુએ જોઈએ તે, સર્વ દુઃખનું કારણ મમતા છે. આ ઘર મારું છે, આ સ્ત્રી મારી છે કે આ પુત્ર મારે છે, એ મારાપણથી જ દુઃખ થાય છે. પિતાની જાતને સાક્ષીભાવે માનનારા વીર ધુરંધરે ઘરને ધર્મશાળા ગણે છે અને પરિવારને મેળા તુલ્ય ગણે છે. મમતાથી જ દુખ થાય છે, એ સ્પષ્ટ જણાય છે. એને શાસ્ત્રકાર મોહજન્ય કહે છે અને મહિને સર્વ કર્મોમાં શાસ્ત્રકાર રાજાનું પદ આપે છે. સર્વ કર્મોમાં તેની ચીકાશ પણ બહુ હોય છે અને સ્થિતિ પણ બહુ હેાય છે. એ માહરાજાને વશ કરવા માટે ધર્મબંધકર મંત્રી જેવા સત્યવક્તા મહાત્માઓના સંગની બહુ જરૂર છે, એ સંગથી સંસારસ્થિતિ સમજાય, તેથી તેને ત્યાગ કરવા વિચાર થાય, વિચારથી કાર્ય થાય, કાર્યથી સમતાગુણ આવે અને સમતાથી નિઃસંગતા પ્રાપ્ત થાય અને તેમ થાય ત્યારે, વૈરાગ્યશતકકાર કહે છે તેમ, ગાયન અને વિલાપ, નૃત્ય અને વિટંબના, આભૂષણ ને ભાર, કામગ અને દુઃખનાં સાધનામાં તેને કાંઈ તફાવત લાગતું નથી. મમતા અને સમતાનું આ તરવજ્ઞાન બહુ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. સમતા રાખવી એટલે બેસી રહેવું, એ ભાવ નથી. એ ઉપરના વિવેચનથી સ્પષ્ટ થયું હશે. ઈદ્રિયોને શુભ પ્રવૃત્તિ કરાવી, પિતાના જીવનને ધર્મમય કરી દેવું, એ દુઃષમ કાળાનુસાર સ્વ-અધિકાર પ્રમાણે “સમતાનું પ્રથમ આદરણીય લક્ષણ છે. (૩) ૨૭૩). સમતાની વાનકી ફેલાવાપ્તિ स्त्रीषु धूलिषु निजे च परे वा, सम्पदि प्रसरदापदि चात्मन् ! । તહિ સમતા મમતા[[, જેન શાશ્વત સુવાયf I ૪ (થા જતા) Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬] અધ્યાત્મકલ્પમ [પાડા સ્ત્રી ઉપરથી અને ધૂળ ઉપરથી, પિતાના ઉપરથી અને પારકા ઉપરથી, સંપત્તિ ઉપરથી અને વિસ્તૃત આપત્તિ ઉપરથી, મમતા મૂકી દઈને હે આત્મન ! તું સમતા રાખ, જેથી કરીને શાશ્વત સુખ સાથે એક્ય થશે.” (૪) વિવેચન-સમતાને જ ઉપદેશ વિશેષ સ્પષ્ટ કરે છે. હે આત્મન્ ! તારે જે મોક્ષસુખ સાથે અકથ કરવું હોય, અભેદ કરે હેય, એકાકાર વૃત્તિ કરવી હોય, તો હું તને કહું છું. તેમ તું સમભાવ પ્રાપ્ત કર; એ સમભાવ તારું સર્વસ્વ છે, જે તને દુઃખમાંથી છોડાવવા શક્તિમાન છે અને અધ્યાત્મ ગ્રંથને એ જ પ્રથમ પદે ઉપદેશનો વિષય છે. તને જ્યારે સ્ત્રી ઉપર અને ધૂળ ઉપર સમભાવ થશે અને તને પિતાનાં અને પારકાં ઉપર સમભાવ થશે, ત્યારે તારે કાંઈક આરે આવ્યો છે એમ જણાશે. અત્યારે તે એકાએક સમાચાર સાંભળ્યા કે ભાઈ ! તમારો છોકરો પડી ગયો છે, સખત વાગ્યું છે, રુધિર ચાલ્યું જાય છે વગેરે, આ શબ્દ સાંભળતાં આ જીવના ગભરાટને પાર રહેતું નથી. ગમે તેવા કામમાં હશે તે સર્વ છેડી એક તરફ વૈદ્યોને બેલાવવા માણસે મોકલશે અને તે પિતે પણ તે જગ્યા પર જવા ચાલવા માંડશે. રસ્તે કેટલી જાતના સંકલ્પવિકલ્પ મનમાં થાય છે, તે વાંચનાર સમજી શકશે. અડધે રસ્તે પહોંચતાં ખબર પડી કે એ બીજાનો છો પડી ગયું છે. “હાશ ! ઠીક થયું.”—આ ઉદ્દગાર નીકળી જશે. આ સર્વ શું બતાવે છે? જ્યાં સુધી પોતાના છોકરા તરફ અને પારકાના છોકરા તરફ આટલે ભેદ રહે છે ત્યાં સુધી સમભાવ પ્રાપ્ત થયે છે, એમ કહેવાય નહિ. જ્યારે પિતાના અને પારકાના પુત્ર તરફ સરખો પ્રેમભાવ અથવા ઉદાસીનતા રહે (પણ પોતાના ઉપર પ્રેમ અને બીજાના ઉપર ધિક્કાર નહિ) ત્યારે સમતા પ્રાપ્ત થાય અને ત્યારે જ નિઃસંગતા પ્રાપ્ત થાય અને પછી છેવટે અજરામરસુખ પણ ત્યારે જ પ્રાપ્ત થાય. જેમ પિતાના અને પારકાના ઉપર સમભાવ રાખવાની આવશ્યકતા છે તેમ જ સંપત્તિ અને વિપત્તિના પ્રસંગોએ પણ મનની સ્થિરતા જાળવી રાખે, તે જ સમતા પ્રાપ્ત થઈ કહેવાય છે. આ વિષય પરત્વે અન્યત્ર બહુ લખાયું છે તેથી અત્ર વિસ્તાર કરવાની જરૂર રહેતી નથી. (૪; ૨૭૪) - સમતાના કારણરૂપ પદાર્થોનું સેવન કર तमेव सेवस्व गुरुं प्रयत्नादधीष्व शास्त्राण्यपि तानि विद्वन् ! । तदेव तत्त्वं परिभावयात्मन् ! येभ्यो भवेत्साम्यसुधोपभोगः ॥५॥ ( उपजाति ) તે જ ગુરુની પ્રયત્નથી સેવા કર, તે જ શાસ્ત્રને અભ્યાસ કર અને હે આત્મન ! તે જ તત્ત્વનું ચિંતન કર કે જેનાથી તને સમતારૂપ અમૃતને સ્વાદ આવે.” (૫) - વિવેચન–ગુરુમહારાજાની સેવા કરવી ઠીક છે, પણ તેનો હેતુ શે? તેવી જ રીતે શાસ્ત્રાભ્યાસ કરે એ પણ સારો છે અને તત્ત્વચિંતવન કરવું એ પણ સારું છે; Page #439 -------------------------------------------------------------------------- ________________ અધિકાર] સામ્યસવસ્વ [ ૩૬૭ પણ એ બધાં કારણ છે, એનું કાર્ય સમતાભાવની પ્રાપ્તિ જ છે; નહિ તે અભ્યાસ અભ્યાસમાં જ રહે છે અને સેવાથી ખાસ લાભ થતું નથી, એટલા જ માટે ઉમાસ્વાતિ વાચક મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કે दृढतामुपैति वैराग्यवासना येन येन भावेन । તમિન તરિમા, કાયમનોવામિખ્યાઃ | (પ્રશમરતિ શ્લોક ૧૬) જે જે ભાવથી વૈરાગ્યવાસના દઢ થાય, વૈરાગ્યભાવ પિષાય તે તે ભાવ ભાવવા માટે મન, વચન, કાયાથી અભ્યાસ કરે.” સમતા સર્વસ્વ છે એ શ્લેકમાં તેને ઉત્પન્ન કરનાર અને જાળવી રાખનાર ભાવેને વિશેષ જાગ્રત કરવાનો અને અભ્યાસ કરવાને ઉપદેશ કરી, સમતાભાવ સર્વદા બળે રહે એ ઉપદેશ આપ્યું. તે જ ગુરુની સેવા કરવી કે જ્યાંથી સમતાભાવ પિલાય, એ શબ્દથી એ ઇવનિ થયા કે જે ગુરુ પાસે મોજમજા ખાતર સાંસારિક વાતે ચાલતી હેય, ખટપટ ચાલતી હોય, કષાયની વૃદ્ધિ થતી હોય, તેમની પાસે જવાને પરિચય જરા પણ રાખ નહિ. શાસ્ત્રાભ્યાસમાં પણ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. જે શાસ્ત્ર વિષયકષાયને વધારનારાં હય, જેમાં આ સંસારમાં સર્વ પ્રકારનું પૌગલિક સુખ ભોગવી લેવાને ઉપદેશ હેય, જેમાં પરજીવને પીડા ઉપજાવી પિતાને સુખ મેળવવાનું કથન હોય, એ સર્વ શાસ્ત્ર જેવાની ઈચ્છા કરવી નહિ. જે શાસ્ત્ર વાંચી સંસાર સ્વરૂપ બરાબર સમજાય અને મન સમતા પામી જાય, એને જ અભ્યાસ કરે. એવી જ રીતે તત્વચિંતવન માટે પણ સમજી લેવું. (૫) ૨૭૫) આ ગ્રન્થઃ સમતાસની વાનકી समग्रसच्छास्त्रमहाणवेभ्यः, समुद्धतः साम्यसुधारसोऽयम् । નિયતા હૈ વિશ્વધા ! સમક્વમિદાપિ પુ સુવવવ વવ . ૬(ત્રવજ્ઞા) “આ સમતા-અમૃતને રસ મોટા મોટા સમગ્ર શાસ-સમુદ્રોમાંથી ઉદ્ધર્યો છે, જે પંડિતજને ! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની વાનકી અહીં પણ મળ.” (૬) વિવેચન-સમતાવંતનું સ્વરૂપ બતાવતાં અનુભવી યેગી શ્રીમદ્દ કપૂરચંદજી (ચિદાનંદજી) મહારાજ કહે છે કે – જે અરિ મિત્ત બરાબર જાનત, પારસ એર પાષાણ જ્યુ હેઈ, કંચન ચિ સમાન અહે જસ, નીચ નરેશમેં ભેદ ન કેઈ. માન કહા અપમાન કહા મન, એસો વિચાર નહિ તસ કેઈ;. રાગ નહિ, અરુ રસ નહિ ચિત્ત, ધન્ય અહે જગમેં જન સોઈ, ૧ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] અધ્યાત્મકલ્પમ [ડિશ જ્ઞાની કહે, અજ્ઞાની કહે કેઈ, દયાની કહે, મનમાની ક્યું કેઈ; જેગી કહે, ભાવે ભેગી કહે કેઈ, જાકુ જી મન ભાવત હૈઈ. દોષી કહે નિરદેવી કહે, પિંડોષી કહે કે ગુન જોઈ; રાગ નહિ, અરુ રેસ નહિ જાઉં, ધન્ય હે જગમેં જન સેઈ. ૨ સાધુ સુસંત મહુત કહે કેઈ, ભાવે કહે નીરગંથ પિયારેક ચેર કહે, ચાહે હેર કહે કે, સેવ કરે કે જાન દુહારે. વિનય કરે કે ઉચે બેઠાવ જવું, દૂરથી દેખ કહે કેઉ જારે; ધાર સદા સમભાવ “ચિદાનંદ”, લેક કહાવત સુનત નેરે. ૩. સમતાવંતનું આ લક્ષણ છે. સમતાને માટે છેવટે ઉપાધ્યાયજી કહે છે કે “ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે.” - સમતા એ જ શાસ્ત્રને સાર છે. સંસાર-સુખમાં સુખ જેવું કાંઈ પણ નથી. ગમે તે કાર્યમાં સમતા હોય તે જ સુખ છે, તેથી શાસ્ત્રકાર કહે છે કે સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુષ્યકામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ, ધાર્મિક કાર્યોમાં સમતા હોય તે જ સુખ થાય છે. મોક્ષમાં પણ સમતાનું જ સુખ છે. ત્યાં છોકરાઓનાં વેવિશાળ કે માલની લેવડદેવડને સ્વાર્થ, દેખાવ કરવાને બાહા રંગ અને અંતરંગ કપટવૃત્તિ એવું કાંઈ હેતું નથી. સ્થિરતા એ સમતા છે અને મોક્ષમાં સ્થિરતા એ જ ચારિત્ર છે. મોક્ષસુખમાં જે આનંદ છે તેની વાનકી અત્રે મેળવવી હોય, તે તે સમતા-પ્રાપ્તિથી મળે છે. ગ્રંથકર્તા શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે કેટલો વિચાર કરીને આ ગ્રંથ લખ્યું છે તે આ શ્લેક પરથી જણાય છે. અનેક શાસ્ત્રનું દહન કરી આ ગ્રંથ ઉપસંહારરૂપે તાત્વિક દષ્ટિએ લખાયો છે. શાંતરસાત્મક ગ્રંથનું દેહન કરી કાઢેલો રસ જ્યારે પીવામાં આવે છે ત્યારે મન ડેલે છે, અનિર્વચનીય સુખને અનુભવ કરે છે અને પ્રફુલ્લિત બને છે. એવી રીતે જ્યારે પ્રાણી સમતારસને અનુભવ કરે છે, રસાધિરાજનું સેવન કરે છે, એટલે જ્યારે મમતા મૂકી સમતા આદરે છે, ત્યારે, ઉપર કહ્યું તેમ, મોક્ષસુખની વાનકી આ મનુષ્યજન્મમાં પણ પ્રાપ્ત કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિને ત્યાગ, કષાયને વિરહ અને સ્વાત્મસંતેષ જ્યાં એકઠાં થાય ત્યાં પછી બાકી શું રહે? - પ્રિય વાચક! જરા એક વાર અનુભવ કરજે. આ ગ્રંથ વાંચવાનું ફળ એ જ છે. આત્મદર્શન કરવું હોય, દુખનો સર્વથા નાશ કરવો હોય, તે આ ગ્રંથ દશ–વીશ વાર વાંચજે, વિચારજે, સમજજે. ગ્રંથકારે જે વિચારે બતાવ્યા છે તે પુખ્ત વિચાર કર્યા પછી સિદ્ધ કરેલા વિચારો જ છે. પ્રથમ દષ્ટિએ સામાન્ય લાગતા વિષયો પણ અત્યંત ગંભીર જ અઢાર પાપથાનકમાં છઠ્ઠા ક્રોધ પાપસ્થાનકની સજઝાય, Page #441 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સામ્યસર્વસ્વ [૩૬૯ છે. એ સુખનો આનંદ થયા પછી તને એમાં અપરિમિત આનંદ આવશે, પછી ભલામણ કરવાની જરૂર રહેશે નહિ. (૬; ૨૭૬) કર્તા, નામ વિષય, પ્રોજન शान्तरसभावनात्मा, मुनिसुन्दरसूरिभिः कृतो ग्रन्थः । ब्रह्मस्पृहया ध्येयः, स्वपरहितोऽध्यात्मकल्पतरुरेषः ॥ ७ ॥ (गीति ) । શાંતરસભાવનાથી ભરપૂર અધ્યાત્મજ્ઞાનના ક૯પવૃક્ષ (અધ્યાત્મકલ્પદ્રુમ) ગ્રંથને શ્રી મુનિસુંદરસૂરિએ પોતાના અને પરના હિતને માટે રવો તેનું બ્રહ્મ (જ્ઞાન અને ક્રિયા) પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અધ્યયન કરવું” (૭) વિવેચન-આ ગ્રંથના કર્તા કોણ છે, તેનું પ્રથમ સૂચન કરવામાં આવ્યું છે. શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિ મહારાજ આ ગ્રંથના કર્તા છે. તેઓનું જે ચરિત્ર લભ્ય થયું છે, તે ગ્રંથની શરૂઆતમાં આપ્યું છે. તેઓ સહસાવધાની હોઈ અસાધારણ બુદ્ધિબળ ધરાવતા હતા. જનસમૂહ પર અનેક ઉપકાર કરવામાં અહોનિશ તત્પર થયેલા તેઓ શાંતરસને વરસાદ વરસાવતા હતા. એ સૂરિમહારાજે આ અધ્યાત્મકલ્પકમ ગ્રંથ બનાવે છે. એ નામ કેટલે અંશે સાર્થક થાય છે તે આપણે ઉપોદઘાતમાં જોઈ ગયા. અને ગ્રંથનું અધ્યયન કરતાં એ વિષય ફુટ થયો. આ શ્લોકમાં કર્તાનું અને ગ્રંથનું નામ બતાવ્યું. આ ગ્રંથનો વિષય શું છે તે પણ અત્ર બતાવ્યું છે. શાંતરસની ભાવનાવાળા આ ગ્રંથ છે. એ રસ હૃદયને કેટલું નિર્મળ કરે છે અને તેને શા માટે રસની વ્યાખ્યામાં મૂક જોઈએ, એટલું જ નહિ પણ એને “રસાધિરાજ' શા માટે કહેવામાં આવ્યો છે, તે માટે આપણે ભૂમિકામાં નિરૂપણ કરેલું વિવેચનગ્ન જોઈ ગયા. ગ્રંથ કરવાનું પ્રયોજન શું છે, તે પણ અત્ર ફુટ થાય છે. બ્રહ્મ એટલે જ્ઞાન અને ક્રિયા અથવા પરમાત્મસ્વરૂપે પ્રગટ થયેલું શુદ્ધ આત્મસ્વરૂપ. મેક્ષની ઈરછાવાળા પ્રાણીઓએ તે પ્રાપ્ત કરવા અભ્યાસ કરવો. એ પ્રયોજન બતાવતાં અધિકારી કોણ છે એનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ સ્વપરહિતની દષ્ટિથી બનાવવામાં આવ્યો છે અને તે જ દષ્ટિએ તે પર વિવેચન કરવામાં આવ્યું છે. ગ્રંથકર્તા હંમેશાં પરહિત કરવાની ઉચ્ચ વૃત્તિથી જ દેરાય છે. છતાં પરહિત પણ તત્ત્વથી આત્મહિત જ છે તેથી, તેમ જ સમતા રસપ્રધાન જીવનવાળાનું એ પ્રથમ કર્તવ્ય છે તેથી, સૂરિ મહારાજે આ ગ્રંથ સ્વપરહિત સારુ બનાવ્યા છે. એ જ મહાત્માને પગલે ચાલી અને એને મળતી ઈચ્છાથી પ્રેરાઈ, અત્ર કાંઈક વિવેચન કરવા પ્રયાસ કર્યો છે. એ કાર્યમાં ફતેહ કેટલે દરજજો મળી છે તે જોવાનું કાર્ય લેખકનું નથી, પણ શુદ્ધ હૃદય રાખવાનું અને જણાયેલા ભાવ કહેવાનું તેનું કર્તવ્ય છે. સૂરિ મહારાજે આ ગ્રંથની રચના * આ વિવેચન કરવા ધાર્યું હતું, પણ થઈ શકયું નથી, જે માટે પીઠિકા જુઓ. • શાંઃ ૪૭ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦.] અધ્યાત્મકલ્પમ [ પડશ કરવામાં પિતાની શક્તિ બહુ સારી રીતે વાપરી છે એમ અનુમાન થાય છે. (એને માટે જુએ ઉપદ્દઘાત.) આ ગ્રંથ અધ્યાત્મજ્ઞાનનું કલ્પવૃક્ષ છે; માગનાર ભૂલશે તે જુદી વાત છે, બાકી જે વસ્તુ માગવામાં આવશે તે કલ્પવૃક્ષ તે તુરત જ આપશે. (૭; ૨૭૭) ઉપસંહાર इममिति मतिमानधीत्य चित्ते रमयति यो विरमत्ययं भवाद् द्राक् । स च नियतमतो रमेत चास्मिन् सह भववैरिजयश्रिया शिवश्रीः ।। ८ ॥ (पुष्पिताग्रा)* જે બુદ્ધિમાન પુરુષો આ ગ્રંથનું અધ્યયન કરીને, તેને ચિત્તમાં રમણ કરાવે, તેઓ થોડા વખતમાં સંસારથી વિરક્ત થઈ જાય અને સંસારરૂપ શત્રુના જયની લક્ષ્મીની સાથે મોક્ષલક્ષ્મીની કીડા જરૂર કરે.” (૮) વિવેચન–આ ગ્રંથના અધ્યયન અને રમણ (નિદિધ્યાસન) પર અત્ર ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જે પ્રાણી આ ગ્રંથનો અભ્યાસ કરી અનુભવની જાગૃતિ રાખે છે તે સર્વ વાંછિત પદાર્થોને પ્રાપ્ત કરી શકે છે. એક અભ્યાસ કામને નથી; અભ્યાસને સદુપયોગ અને દુરુપયોગ બને થાય છે. દુનિયામાં ખરાબમાં ખરાબ માણસ પણ અભ્યાસવાળ જ થાય છે, અને કેટલીક વાર યોગ્યતા વગર અધ્યાત્મને ડેળ કરવાથી ઢાંગ પણ પ્રાપ્ત થાય છે, વસ્તુ સાર એ છે કે, જે અભ્યાસ કરી તે અભ્યાસને ચિત્તમાં ચૂંટાડી દે છે, મન સાથે મેળવી નાખે છે અને ચિત્તમાં રમણ કરાવે છે, તે જ ઇચ્છિત સુખે જરૂર મેળવી શકે છે. લેક (Locke) નામને અંગ્રેજ વિદ્વાન થયે છે, તે કહે છે કે પાંચ મિનિટ વાંચે ને તેના પર પંદર મિનિટ વિચાર કરો. આવી રીતે જેને મનન કરવાની ટેવ પડશે, તે જ પ્રાણું ખરેખર સાર શોધી શકશે. મનન કર્યા વગર આત્મજાગૃતિ થતી નથી; વાંચેલો વિષય અંતરંગમાં જરા પણ અસર કર્યા વગર ઉપર ઉપરથી ચાલ્યા જાય છે. મનનની ટેવ પડે છે ત્યારે જ વસ્તુરહસ્ય સમજાય છે; નહિ તે કૂવાના કાંઠા પર બાંધેલા પથ્થર કેસના આખા દિવસના પાણીના મારા પછી પણ, પાંચ મિનિટ પાણું પડવાનું બંધ થાય છે ત્યારે, જેમ કાંઠે પાણી વગરને કેરે થઈ જાય છે, તેમ મનન વગરને અભ્યાસ અંતરંગમાં ઊતરત જ નથી. એવી રીતે મનન કરવામાં આવે તે સંસારશત્રુની જયલક્ષમી અને મોક્ષલક્ષ્મી બને બેનપણીઓ આ જીવન સાથે વરમાળા આરોપણ કરે. એ પ્રાપ્ત કરવાની જ આપણી ઈરછા છે. જયશ્રિયા” એ સાંકેતિક શબ્દથી ગ્રંથકર્તાનું નામ ધ્વનિત થાય છે. (૮) ૨૭૮) એવી રીતે સામ્યસર્વસ્વાધિકાર નામને સોળ અને છેલ્લો અધિકાર પૂર્ણ થશે. આમાં ગ્રંથના સર્વ વિષયનું દહન કરી સાર બતાવવામાં આવ્યો છે જે છે તે સમતામાં જ આવીને સમાય છે. સમતાના સુખ પાસે ઈંદ્ર અને ચક્રવતીનું સુખ પણ અલ્પ કહ્યું ત્યારે પછી એ સુખ ઉત્કૃષ્ટ છે એમાં જરા પણ સદેહ જેવું નથી. વળી, એ સમતાના * પૃ–૩૧૩ ની * ટિપ્પણી જુઓ. Page #443 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ] સામ્યસવસ્વ [ ૩૭૧ પ્રભાવથી મેક્ષ આંગળીના ટેરવા પર આવી જાય છે. આથી વધારે શું કહી શકાય? સર્વ જીવ ઉપર સમભાવ રાખવો, સર્વ વસ્તુ ઉપર સમભાવ રાખો, પીદ્દગલિક વસ્તુ પર રાગછેષ કરવા નહિ અને રાગદ્વેષ શૈદ્દગલિક જ છે એમ સમજવું, દોષવાન પ્રાણી ઉપર પણ કરુણું રાખવી અને ગુણવંતને જોઈ અંતઃકરણમાં પ્રમોદ લાવો અને પિતે ગુણ પ્રાપ્ત કરવાની શુદ્ધ ઈચ્છા રાખવી એ જ આ જીવનને મુખ્ય હેતુ છે, જીવનપ્રાપ્તિનું પરમ સાધ્યબિંદુ છે અને પ્રાપ્ત થયેલ જોગવાઈનો સદુપયેાગ છે. એવા પ્રકારનું જીવન સમતામય જીવન કહેવાય છે. એની ગેરહાજરીમાં આ ભવ એક ફેરા સમાન સમજે. અનાદિ સંસારની ઘટનામાં પચાસ, સાઠ કે એંશી વરસ એ કાંઈ બહુ નથી. એટલા વખતમાં અનેક જાતનાં તોફાન કરી આખી દુનિયાને હચમચાવી મૂકવી અથવા અપ્રામાણિક આચરણ કરવાં અને પાપકર્મથી ભારે થઈ જવું કે કાળા બજાર કરવા એ વસ્તુસ્વરૂપનું અજ્ઞાન, જડતા અને એકાંત મૂર્ખાઈ છે. અનંત શક્તિવાળે આ આત્મા શુભ પ્રવૃત્તિથી, ધારે તે, હાલ પણ, આ જિંદગી પછી નવ વરસમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે. આ જીવ વિના કારણે અનેક દુઃખ સહન કરે છે તે સવનો હેતુ અને કારણ સમજી, મૂળ વિષય પર આવી જવું; અને ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે મમતા સર્વ દુઃખનું મૂળ છે અને સમતા સર્વ સુખનું મૂળ છે, એ સારી રીતે સમજવું. એટલા માટે ક્રોધાગ્નિને સમજળથી શમાવવો, વિવેકવજથી માનપર્વતને છેદ કર, સરળતા ઔષધિથી માયાશલ્યનું નિવારણ કરવું અને વિષયને તજી દેવા, એ સમતાપ્રાપ્તિને ઉપાય છે. એ સમતા સમકિતદષ્ટિ તત્વજિજ્ઞાસુને મન સર્વસ્વ છે. એની ખાતર ચિંતામણિ રત્ન કે કામધેનુને ભોગ આપ પડે, તે પણ તેને કાંઈ લાગતું નથી. આવી રીતે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે રચેલ શ્રી અધ્યાત્મકલપકુમ ગ્રંથ અત્ર પૂર્ણ થાય છે. એમાં સમતાને વિષય મુખ્ય છે. એની પુષ્ટિમાં અનેક ઉપયોગી વિષય પર પ્રસંગે વર્ણન કર્યું છે. એ ગ્રંથ કેટલો ઉપયેગી થયે છે તે સંબંધી વિશેષ હકીકત વિવેચનમાં દરેક પ્રસંગે કહી છે અને કાંઈક હકીકત ઉપઘાતમાં પણ બતાવી છે. એ ગ્રંથ વાંચી, સમતારસ પ્રાપ્ત કરી, જીવનમાં ધાર્મિક તન્મયતા લગાવી, અખંડ સમાધિસુખ અનુભવી, અવિચ્છિન્ન સાદિ અનંત સુખ પ્રાપ્ત કરે, એવી આ લેખકની અંતઃકરણની પ્રાર્થના અને ઈરછા છે. सविवरणः साम्यसर्वस्वनामा षोडशोऽधिकारः ॥ श्रीशान्तरसभावनास्वरूपोऽध्यात्मकल्पद्रुमाभिधो ग्रन्थो जयश्यङ्कः । श्रीमुनिसुन्दरमरिभिः कृतः सविवरणः समाप्तः । રૂતિ રા છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથ મૂળ શ્લોકોની ભાષામાં ચોપાઈ* પરમ પુરુષ પરમેસર રૂપ, આદિ પુરુષનઉ અકલ સરૂપ સામી અસરણસરણ કહાય, સકલ સુરાસુર સેવે પાય. . પ્રણમી તાસ ચરણારવિંદ, ખરતરગચ્છપતિ શ્રી જિણચંદ; સંભારી શ્રી સદ્દગુરુ નામ, ભાષા લિખું સંસ્કૃત ઠામ. . અધ્યાત્મકલ્પદ્રુમ લાઉ, શ્રી મુનિસુંદરસૂરે કહ્ય પરમારથ ઉપદેશન કરી, નવમ શાંત રસપતિ અણુસરી. | અંતર અરિ જીપી જયસિરિ, * શાંતરસે શ્રી વીરે વરી; નિરવૃત્તિકારી તે પરિણામ, ચરમકરણમાં આવ્યા તામ. ૧ સકલ મંગલનિધિરૂપી હિયે, આભે નિરુપમ સુખ પામીએ; શિવસુખ તરત લહીજે જિણે, ભાવઉ ભાવિક શાંતરસ તિણે. ૨ સમતામાંહિ રહે ૪ લયલીન, ન રહે સ્ત્રી સુત ધનહ* અધીન; દેહી મમતને વિષય ૧ કષાય છે, ન કરે રહે શ્રીહચિત્ત લાયબ. ૩ વેરાગી૧૦ વળી શુદ્ધ ઘમદેવ-ગુરુ–પ્રમ જાણ કરે વ્રત સેવ; સંવરરૂપી શુભ ચલગતી,પ સે સમતારસ શિવમતી. ૪ એહ કહ્યા સેળ અધિકાર, સંગ્રહ એણે શા મઝાર; પહિલું તિહાં સમતા ઉપદેશ, વચન કરી ભાખું લવલેશ. સાભ્યપદેશ-કથન ચિત્તબાલ મત મૂકી તું, ભાવન બીજ અનૂપ; જિણ તુજને દુરધ્યાન સુર, ન છલઈને છલના કૂ૫ ૫ સદશતા-કથન જે સગલું ઈદ્રિયસુખ થાય, નર સુર ઇંદ તણુઈ સુખ માય; બિંદુ પરે સમતા પૂરેસરે, તે જાણી આદર ચિત્ત ધરે. ૬ * આ પાઈનું પુસ્તક રા. રા. કેશવલાલ પ્રેમચંદ તરફથી અમદાવાદ ડેલાના ભંડારમાંથી મળી આવ્યું છે. પરંતુ તે બહુ મોડું મળ્યું તેથી પાછળ દાખલ કર્યું છે. વાંચનારની સગવડ માટે દરેક શ્લોકના વિવેચનને, અંતે જે ચાલુ નંબર મૂકયો છે તે જ નંબર પાઈને પણ આપે છે. આથી સંસ્કૃત શ્લોક સાથે મુકાબલો કરવામાં બહુ સગવડ થવા સંભવ છે. પછીની આવૃત્તિમાં પણ આ જ ગોઠવણ વધારે અનુકળ છે એમ ધારીને ફેરફાર કરવામાં આવ્યો નથી. એ જ ગોઠવણ ચાલુ છે. * જયશ્રી. * આ કડી આ ગ્રંથના સેળ વિભાગ (અધિકાર) બતાવે છે. + છળે. Page #445 -------------------------------------------------------------------------- ________________ -કુમ ] ગુજરાતી ચાપાઈ સમતાશ્રય-ફળ-કથન અદીઠ વિવિધ કરમ *પરકાર, જાણી સહુ જન વચનવિકાર, પરણિત રાખી ઉદાસ ભાવ, મુનિ આસરે અદુઃખ સુખ ઢાવ. સમતાશ્રય-સુખ-કથન સરવ જંતુ ઉપર ક્ષણુ એક, જ+ મન મૈત્રી આણે છેક; તે સુખ પરમ રૂપ ભાગવે, જે ઇહુ પરભવ ન થયા છે. સમતાશ્રિત જીવલક્ષણ-કથન જેહનઇ મિત્ર, ન શત્રુ ન કોઈ, નિજ પર ભાવ ન હેાવે સાઇ ઇંદ્રિયા ન રમે ચિત્ત જાસ, યેાગી મુક્તકષાયાવાસ. ७ . રે સમતાકારણ-કૅથન મૈત્રી કરી જીઉ જગજતસુ, પ્રમાદ ધરિ જીવ ગુણવંતપુ; કરુણા ભવપીડિત જનસ`ગ, નિરગુણુ પરિ x ધરિ ઉદાસ ર`ગ. ૧૦ ××મૈગ્યાદિસ્વરૂપ-કથન મૈત્રી પરહિતચિંતા જેહ પરદુઃખવારણ કરુણા તે; પ્રમાદ પરસુખ સ તાષસું, ઉપેક્ષા તે મધ્યગદોષસુ, ૧૨ મૈત્રીલક્ષણ-કથન ધરિવુ' જેમ કરઉ કા પાપ, વળી ન લહઉ કોઈ દુઃખતાપ; મુકાવા ભવથી જગજ ત; મતિ એ મત્રી કહિયે તત. ૧૩ પ્રમાદલક્ષણ-કથન સકલ ઢાના ફેડલુહાર, વસ્તુતત્ત્વના દેખણહાર; ગુણવંતનુ એ કરિ* * પક્ષ, જીઉ તુ' હિ તે મુદિતા લક્ષ, ૧૪ કરુણા-લક્ષણ દીન હીન દુખિયા ભયભીત, ચાચમાન જીવિત નિજ ચીત; તસ ઉપકારતણી જે બુદ્ધિ, લહિ તે છઉ તું કરુણા શુદ્ધિ. ૧૫ મધ્યસ્થતા-લક્ષણ જોવું કર ક તેહવું, વળી સુર–ગુરુ નિંદા જેહવુ; નિજ પરસ`સક ઉપરિ તિમઇ, લહિ જીઉ તે મધ્યસ્થાઈ મ. ૧૬ * પ્રકાર. + જ્યારે. × પરે, ઉપર. ×× ૧૧ મા શ્લાકની ચોપાઈ લખી નથી તેથી તે સંખ્યા પડી રહે છે; અથવા ૧૧-૧૨ ને બારમી ગાથામાં સમાવેશ થાય છે * કરવું. [ ૩૭૩ Page #446 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૪ ગુજરાતી ચોપાઈ [ અધ્યાત્મ સમતાસુખ-કથન સકલ ચેતનાચેતન વિષે, સ્પર્શ, રૂપ, રવ, ગંધ, રસ લખે; સામ્યભાવ જોઈસ જે ચિત્ત, તે તુઝ કરગત સિવસુખ તત્ત. ૧૭ આતમમદવારણ-કથન ચાં ગુણ તુઝ જિણ વાંછે સ્તુતિ, સ્યુ કરતઉ% મદભર અદભૂતિ નરકભીતિ કિણ સુકૃતે ગઈ, મ્યું જીત યમ તે મન જઈ. ૧૮ gવ-કથન ગુણ લેવઈ જે ગુણિયલ તણુઈ, પરનિંદા આતમને ભણે મન સમભાવે રાખે વલી, ખીજે વ્યત્યયે વેત્તા રલી. ૧૯ યથાર્થવેત્તા-કથન નવિ જાણે શત્રુ નઈ મિત્ર, નવ હિતાહિત નિજ પર ચિત્ત; સુખ વાં છે જઉ કરઈ દુઃખધેષx, ઈષ્ટ લહિસિ કિમ નિયાણહ રે. ૨૦ વેત્તાફળકથન સુકૃત જાણી સર્ષ પરિણામ, રમણીએ રહે ચિરસ્થિતિ કામ; અન્ય ભવે તુ અનંત સુખ લહઈ, તઉ કિમ વ્રતથી નાઠઉ વહઈ. ૨૧ સ્વપરવિભાગ-કથન નિજ પર કીધું જેહ વિભાગ, રાગાદિકે તેહ જ અરિ લાગ; ચઉગતિ દુખ કારણથી તનઈ, જાણઈ નહી અરિકૃત્રિમ મને. ૨૨ વસ્તુ અનિત્યે સામ્ય-ક્શન અનાદિ આતમ નિજ પર આદિ, કે નઈ પિણ નહિ ભાવ અનાદિ; રિપુ મિત્રઈ વલિ થિર નહી દેહ, તઉ સરિખું ન લહે કિમ એહ ? ૨૩ અનિત્યદઢાવ-કથન પંડિતને તતથી લેપ નહી, માતપિતા સુત સ્ત્રીસુખ ગહી; ન હુયે સુખકર લેપથી અન્ન, ગત આકાર સકલગત તન્ન. ૨૪ પિતા-કથન કામી હવે સહુ સંજ્ઞાવંત, ધની મનુષ્ય કે કમી તંત; ધમી કે જેની કે યતી. શિવવંછક કે એ શિવમતી. ૨૫ * કર્યું, કર્તવ્ય બનાવ્યું. તે તણા. * ઠેષ. Page #447 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૫ કલ્પમ ] ગુજરાતી પાઈ સર્વ સ્વારથ-સ્થન નેહી તિતલઈ નિજ નિજ વિષઈ, પિતકે સ્વારથ જ્યાં લખઈ જોઈ એવી સ્વારથ રીતિ, એ ઉપરિ કુણ રાખે પ્રીતિ ? ૨૬ * રાગદ્વેષનિલતા પામ્યું સ્વપન ઇંદ્રજાલાદિકઈ, જે રતિ અરતિ નિફલ બે બકઈ તિણુપરિ લખિ એ સહુ ભવ વિષઈ, ચિંતવવું આતમને સને. ૨૭ બિ શ્લોકે: પરવશ-કથન એ મુજ માતપિતા એ મુજ, સજજન બંધવ એહ અગુજ, એ ધન ઉપરિ મમતા રહઈ, નિજ યમવશતા કાં નવિ લહઈ? ૨૮ ન ધન, ન પરિજન સજજન ન કેઈ, પરિચિત મંત્ર ન દેવ સેઈ યમથી કઈ ન રાખઈ તુજ, જાણી મૂઢ મહિવે તે બુજ. ૨૯ ધને મૂઢતા-કથન તેણે જે ભવસુખનઈ ગહે, સાધનરૂપ ધનાદિક વહે મુંઝે વિષયવિકારે મને, પ્રીતિ ન ચાહે સમતત્તને. ૩૦ શત્રુ કુટબણ-બેધ કરે કષાય મલિન મ્યું ચિત્ત, કો ઊપરિ અરિબુદ્ધ અત્ત; તે તુજ માતપિતાદિકપણે, ઈષ્ટ થયાં બહુ ભવ-ભરમણે, ૩૧ કુટુંબે શત્રુબોધ જ્યાં શોચે કિહાં ગયાં મુજ એહ, નેહાલું આતમ સનેહ, તિણે હવે તું હિ જ પૂરવઈ, હણણહણવણ તે "ભવભવઈ ૩૨ અસમથળ કથન ન શકે તું રાખી તેહને, તે પિણ રાખણ તુઝ દેહને; નિફલ મમત કરે મ્યું એનું, પગ પગ મૂરખ મ્યું ચિતે શું ? ૩૩ રાગદ્વેષનિરાશ-કથન સચેતની પુગલિયા જીવ, અન્ય પદારથ અણુગ સદીવ, ધરે અનંત પરિણામ સભાવ, તહાં કુણ રાગદ્વેષનો દાવ ? - ૩૪ સમતામાંહિ મગનપણે, એહ રચ્ય અધિકાર ‘હિવ અનુકમિ બીજો લિખું. લલના મુગતાચાર / ઈતિ પ્રથમ: સમતાધિકાર: ૧. વિ. ૨. રહે. ૩. રાખે. ૪. હવે. ૫. ભવભવે. ૬. નિફલ. ૭. સદૈવ, હંમેશાં. ૮. હવે, Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] ગુજરાતી ચાપાઈ ઊપઈ, પુછ્યાતમ પ્રીતે રતિ, ભવધઈ, સ્ત્રી તે શુદ્ધ શિલા ગલ અધઈ. આંતર વસા, અસ્થિ માંસ અમૈધ્યાદિક કસા; આકાર, દેખિ રમેસ્યુ આતમસાર. અલપ્પુ, સૂગ ક૨ે તૂ નાસાકલપ્પ; મૂઢ, સું અભિલાષ કરે અવગ્ઢ. માહે સુ` સ્ત્રીજન ન લખે માં પડતાં ચરમ અસિથ મજ અશુચિ પિંડગત સ્રી રુષિ “ દૂરરથ અમેધ્ય તિષે ભર૪ શ્રી ડીલે જીવ મ હુઇસુ સુતાક્રુત દેખ, હરખે આકુલ ચિત્ત વિશેષ; માહે નરકમ’દિ મેલવા, મેલ્યા એહ નિગડના લવા. [ મધ્યાત્મ ૩૫ માંસ અત્ર અમયે ભરી, સી દેખે સ્પે કરી; ઈંહ ભવ સુત ધન ચિંતા તાપ, થાયે પરભવ દુરગતિ પાપ. મુઝે સુદ્વેખી સ્ત્રી'ગ, ચિત્ત પ્રસન્ને પેસ નિસ ગ; લક્ષણુ વિરમ અશુચિ એ ગાત, કરતા શૌચઅશૌચહ ધાત. માહાચે સુ શ્રીમુખ નેત્ર, દેખી અંગેાપાંગ વિચિત્ર; દેખે નહી. નરકત રૂપ. માહ તે મહાકદર્શન રૂપ. ૪૦ અમેથ્યુ ભઠ્ઠીનઈ બહુર,નીકલતા મલ કૃમિચય મ‘ધ, માયિણુ ચપલ ફૂડકોથળી, દુરગતિણી સુગå સ્યું રળી. ૪૧ ૩૬ ૩૦૭ જેહ નિભ્રૂ'ઈ' વિષકશ્રી, અઘરી વાઘિણી નિનસી વઢી; વ્યાધિ કારણુ મૃત્યુ એ કરે, અણુવાદલી વાશનિ પરે, ॥ સાહસ બંધુ સનેહ વિધાત, મૃષા પ્રમુખ સ ́તાપહ ધાત; ઈશુ પરિ એ પ્રતખ" રાક્ષસી, સુણી ભવિયણુ ૢ રહ્યઉ વસી. ૪૨ અસ્રીવિરમણુ રૂપ એ, લિખ્યુ. ક્રુતિય અધિકાર; તી સુત મમતા રહિત, જાણી હૃદય મઝાર. ॥ ઇતિ દ્વિતીય: સ્રીમમત્વમાચનાધિકાર: ૩. ૩૯ આ ભવ જીવ ભવાંતર તિમઈં,† ન લખે શાલ મુકથા જે ઈમઈ; ધ્રુવે કરી ચલાચલ પીડ, હણે સદા તમ સમાધિ કીડ, ૪૪ કૃષિ વિચિત્ર શ્રી કુખે હવે, અસૂકુ સુકર ધાતુ પ્રભવે; “પતિ રાગ દ્વેષ તે વિષે, ન હુવે તે સ્યા સુત પરમુખે ? ૪૫ ૧. ઉપરે. ૨, અ૫. ૩, ૨પ્ર; દ્વાર. ૪. જમીન વગરની, નિભૂમિ. ૫. પ્રત્યક્ષ, ઉઘાડી. ૬. તેમ, ૪૩ Page #449 -------------------------------------------------------------------------- ________________ #KY] ૪૮ ગુજરાતી ચાપાઈ આપદ રાખણુ સમરથ નહી, ઊપકારે દીસે સંદેહ, સુત સુતમમતામેાચન પ્રગટ, ધનની મમતા મૂકવા, સુતર સંબંધ પિતાદિક મહી; પર નેમ કરિ જી* એહ, એહ તૃતીય અધિકાર; ચેાથેા સુણિ અધિકાર. ॥ ખ. ૪૯ ઇતિ તૃતીય: પુત્રમમત્વમાચનાધિકાર: સુખબુદ્ધે લખમી મેલતા, રહે જી' તું મમતા છતે।; અધિકારી એ પાપહુ વેત, સંસારે નાખે તુ. ચેત. લછમીએ દુસમણુભાગ હવે, ઉંદર સરપ ગતિ વિલ વે; મરણાપદ રાખે નહી. કિમઈ, રાખે સ્યુ' જિઉ મેહ એહિ મઈ. મમતા માત્ર હુવે મનસુખ, ધને અલપ કાલે તે લખ; આરભાદિકથી અતિ દુખ, દુરગતિરૂપી દારુણ્ આતમસાધન એ છે દ્રવ્ય, ધર્મ થવે પણ નહી' અતિ ભબ્ય; પુણ્યાતમ નિઃસ‘ગઢ ચેાગ, તદ્દભવ મુક્તિ શ્રી હુવે ભાગ. ક્ષેત્ર વસ્તુ ધન ધાન્યહ તેહ, મૈત્રી રાખે પ્રાણી જેઠ; કલેશ પાપ નરકત હવે, ગુણુ નહિ કૉઈ ધરમ ન વે. ૫૧ મૂડ આરÂ ભવમાંહ, રાજા પ્રમુખ છલે વઢી તાંડુ; ચિ'તાકારક ને ભ્રમ હરે, પરિગ્રહ છડાઈ કારજ સરે. પર વાવે નહી જો ધન શુભ ખેત, જાવુ* પરભવ યું તે લેત; તેહ ઉપાયુ કરી અતિ પાપ, જીઉં કિમ તા જાયે દુઃખતાપ ? પરિગ્રહ મમતા મુગત એ, ચથુ · ઇંડાં અધિકાર, હિવઅનુકૂમિ પ ́ચમ લિખુ, દેહ મમત પરિહાર. ॥ ઇતિ ચતુર્થાં ધનમમત્વમાચનાધિકાર: પ૩ ૧. લક્ષ્મી, દાલત. ૨. પણુ. ૩. છાંડવાથી, ૪. ચેાથું. ૫. ઇંદ્ર. ૪ [ ૩૯૭ ४७ ૪૮ પાપ ચિંતવે પાષે દેહ, કમ તુજ થશે સહાયી તેહ ? ઈમ જે ઉત્તર સુખ ચિંતવે, એ જગ વચ્ચે ધૂરત રવે. ૫૪ કારાગારથકી નીસરે, જડ પિણુ સેન્રીનઈ બહું રે; પડથ અધિક તેથી તેનુ મંદિ, જીઉ ક્રમ યતન કરે સ્યું છે. ૫૫ જો પરભવ દુ:ખ વછે ચિત્ત, તા ન કરે કિમ પુણ્ય પવિત્ર રાખી ન શકે ભવભય કેાઈ, પુણ્ય વિના જ વિપ હાઈ, ૫૬ ૫૦ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] ગુજરાતી પાઈ [ અધ્યાત્મકરે પાપ મુંઝી ઈણ દેહ, ભવદુઃખ જાલ ન જાણે જેહ અગનિ લહાશ્રય સહ ઘન સહી, વ્યોમ અનાશ્રય બાધા નહીં. પ૭ કાયનામ અનુચર એ દુષ્ટ, કર્મગુણે બાંધી તુજ પુણ્ય છલનું દેઈ સંયમ લાંછ, જિણ તુજ જીવ ન આવે છે. ૫૮ શુચિપણું અશુચિપણું લહે જિહાં, કૃમિ જાલે આકુળ વપુ ઈહાં તરત ભરમભાવી થી જીવ, લે નહીં કો આતમહિત નીવ. ૫૯ તપ જપ સંયમ પરઉપકાર, દેહે એ ફલ ચે નહિ સાર. બહુ ભાટકે અલ્પ દિનગેહ, મૂરખ તૂ મ્યું તિહાં ફલ લેહ. ૬૦ માટીરૂપ ઈણે વિણસતે, નિંદાવંત રેગઘર છો, દેહે આતમહિત જે નહિ, મૂરખ યતન કરે એ તહીં. ૬૧ દેહ મમત રહિત ઈહાં, એ પંચમ અધિકાર વિષય પ્રમાદ નિવારવા, સુણિ વળી વિકથા વાર. ઈતિ પંચ દેહમમત્વમેચનાધિકાર તુચ્છ સુખદાયક ઇદ્રિય વિષે, ઢું મુંકે આતમ ઈસુ વિષે મેહે એ ભવભવનમાંહ,૧ જીવનઈ સુલભ નહીં શિવ તાંહ. ૬૨ પડતે શુભ પરિણતિ અતિ અસુભ, રો વિષય સુખમાં સું મુઝ? જડ પિણ રહે હિતાવહ લખી, ન લખે તુ કાં પંડિત ૫ખી. ૬૩ ઇદ્રિયસુખ તે તો જિમ બંદ, અતીન્દ્રિય સુખ તે શિવગતિ કદ પંડિત દુહું પરસ્પર દેખી, આણે દષ્ટિ એક પરિશેષ. ૬૪ દેહી નરક દુઃખ કિમ ભગવે? શાસ્ત્ર સુણીને લહિ છઉં હવે; જેહ નિત્યે તૃષ્ણા વિષે, સુણી પાપભય સગલા લખે. નરકવેદના ને ગર્ભવાસ, દેખીને શ્રુતલોચન ભાસ મન ન લગે ર્યું વિધ્ય કષાય, તો પંડિત વલ ચીંતવિ તાય. ૬૬ જિમ પશુને વલી જિમ ચારને, વધ કરતાં મૃતિ હવે થિર મને, હલકે હલકે તિમ સરવને, તે સ્યું આતમ વિષય જને. ૬૭ બીહે છઉ જે દુઃખની રાશ, મન વશ ઈદ્રિય વિષયાવાય; ઇંદ્રિય સુખ તે નાશે તુરત, તસ નાસ્ય નિશ્ચય દુખ પ્રત. ૬૮ યમ યું મુ" દુરામય ગયા, નરક જડાણા સ્યુ કાં થયા? ચું નિશ્ચલ આયુસ ધન દેહ, કૌતુક વિષયે મુંઝ જેહ. ૬૯ ૧. માં. ૨. જાણે. ૩. સ. ૪. જ્ઞાનચક્ષુ. ૫. મરી ગયો. ૬. વ્યાધિઓ. Page #451 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૮ -કલ્પમ] ગુજરાતી ચોપાઈ મુંઝે કર્યું છઉ વિષય પ્રમાદ, ભ્રમગત સુખ ઉત્તર દુઃખખાદ; સુખ જે ઇંદ્રિય લિપ્સા સુક્ત, નિરુપમને આયતિ શિવ યુક્ત. ૭૦ ' વિષય પ્રમાદ નિવારવા, એ છઠ્ઠો અધિકાર જિણ કષાય ઉપજે નહીં, તે સુણિી સપ્તમ સાર | ઇતિ વર્ષે વિષય પ્રમાદત્યાગાધિકાર સહી સહીસ જવ પીડા ઘણી, દ્વેષ વશે નરકાદિક તણું; હ્યું તું મુગ્ધ કરી કુવચને, ક્રોધે નિજ સુકૃતધન હને. ૭૧ માનહીન વચને જે માન, ન હુ તે તપ આખે માન; કુવચન માને હુવે તપ નાસ, દુખ લહે આતમ નરકાવાસ. ૭૨ રાદિકનો લાભાલાભ, આતમ જાણે આ ભવગાભ; માન રાખ ભાવે તપ રાખ, નિહ૩ ઈહાં દુહુ ગતિ સાખ. ૭૩ સુણિ કુવચન જે હરષિત થાય, પાહણ કે જસ રોમ હરખાય; જે મરણતે ન ધરે દોષ, જી જાણે એ શિવગતિ પિષ. ૭૪ મ્યું ગુણ તુઝ કષાયે કદા, કીધું છે જિણ સેવઈ સદા; મ્યું દેખે નહિ એહનું દેસ, તાપ ઈહાં પરભવ દુખકાસ. ચું તુજ સુખ કષાયે કર્યો, કષાયનાસથી ચું સુખ “ખિ; એ બેમાં ઉત્તર ફલ દેણ, જાણી જી ભજ તે અભણ. ૭૬ તપપ્રવૃત્તિ તે જઉ સુખસાધ્ય, જિમ તિમ માન મુગતિસુ અબાધ્ય; પવિત્રી પ્રવૃત્તિ ન ધે સુખ કઈ બાહુબલિને બીજે શિવ દઈ. ૭૭ વિચાર કરી ઈમ તજવું માન, દુર્લભ તપ રાખવું નિદાન પંડિત હરખે મન ધરિ ક્ષમા, માન મસર હૈ મૂરખ મા. ૭૮ થડે પરાભવ પિણ તું કુપે, પાપ ચિંતવઈ નિજ ગુણ લુપે; ન લખે નરક તિરશ્રી ગતિ, વારવાર થાયે દુઃખતતિ. ૭૯ ધરે પુણ્યાતમ અપકીરિએ, ક્રોધ તેહ ધરિ અરિષટકીયે, તે ભવબાહિજ દષ્ટિ પડ, અંતર અરિને ભવ ભવ ઈડ. ૮૦ ભણે ક્રિયા ત૫ શમમાં રહે, માયા સહિત ધરમનઈ કહે, ન લહે તે ફલ આતમ દેહ, નિલેસ રૂ૫ ભવાંતર છે. ૮૧ વહે લોભ આતમ સુખ ભણી, સેવા ત્યે જ્ઞાનાદિક તણું; દુખ લેવાનઈ ઈહ પરવડે, વાંછા તઉ ધરિ દુહું પરિગ્રહે. ૮૨ ૧. સાંભળો. ૨. અથવા, ઈચ્છે છે. ૩. નિશ્ચયે, જરૂર. ૪. ખર્ક, ઓછું થયું. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] ગુજરાતી ચાપાઈ . અધ્યાત્મ કરીસ જઉ પરભવ હિત કાંઈ, કાંઇક કરિ સુકૃત કહિ ઢાંઇ; વળી તે મઢ મત્સરે ન હાર, માનાદિકે નરકગતિ દ્વાર, પહિલે પાપ સંસારે પડો, હવે કિસ' ગુણિયલ મ જડયો; નવિ જાણે સ્યું ભવજલનિધે, પાડે ત્રી સાંકલ મધે, ૯૪ કષ્ટે તુજ ધરમ લવ મિલ્યેા, યુગપત જાઈ કષાયે ભિલ્યેા; અતિયત્નેસુ લઘુ ધન લેસુ, મૂરખ કિમ હારે ફુંકેસુ. ૮૫ મિત્ર તે શત્રુ હવે તરત, ધરમ મલિન યશ અપયશ જીત; ન ધરે નેહ ખંધવ માખાપ, ઇહુ પરભવસુ કષાયૈ તાપ. ૮ રૂપ લાભ કુલ વિક્રમણે, વિદ્યા તપ દંત પ્રભુતા ભળે; સુ` મદ વડે ન જાણે મૂઢ, તે અન ́ત નિજલાઘવ યૂઢ, વિષ્ણુ કષાય ન વધે ભવરાશ, ભવભવમાંહે એ મહાપાસ; એ કષાય ભવતા સૂલ, તે છડાં આતમ શિતૂલ, ૮૮ દેખી નરક તિર્થંગ વેદના, શ્રુત નજરે પ્રેમ દુર્લભ મના; કૌતુક તે હરખે જે વિષે, વિલ ચેતન એ જીઉ નિવ લખે. ૮૯ ચારે તિમ રાજન અનુચરે, દુષ્ટ પ્રમાદ તુજ ગુણધન હેરે; ન લખે કાં લુંટાતું ફરે મૃત્યુથકી રાખ્યા નહી. કાઈ, રાગભીતિ ન ગમાડી જોઈ; ન કર્યો સુખિયા ધર્મે જગત, તે સ્યા ગુણુ મદ પ્રભુતા કરત. * * * કર્યાં કષાય નિવારવા, એ સક્ષમ અધિકાર; શાસ્ત્ર આગમ આસરી, ઉપદેશ વેહવાર. ॥ ઇતિ સપ્તમ: કષાયનિગ્રહાધિકાર: ૮૩ 12 * ૯૦ હે હિચે તુજ સિલા સમાન, આગમ રસ નવ પેસે કાંન; જીવન અધીન. ર શિવસુખ પમે ? જે ઇહુ નવી જીવદચાલીન, થયા નહી શ્રમ જસ પ્રમાદ ન ગયા આગમે, સુવે કિમ તે રસાયને ન ગયાં જસ રાગ, નિહચેર દુર્લભ જીવિત ભાગ, ૯૩ ભણણહારના આગમ વૃથા, સૂકી નહી પ્રમાદહ કથા પડતા દીપકમાંહિ પતંગ, આખ્યાના તિહાં સ્યા જીણુ તંગ ? હરખે તરકવાદ જય કેઈ, કાવ્યાદિક રચનાચે કેઈ; જ્યોતિષ નિમિત્તશાસ્ત્ર બહુ પરે, તે સહુ મૂરખ જડગુણુ ધરે. ૧. ધર્મ ર. જરૂર, નિશ્ચયે. ૩. પ્રમાદની. ૯૪ ૧ ૫ Page #453 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પાઈ [ ૩૮૧ હરખે મ્યું પંડિતને નામ, ક્ષયપશમ જનરંજક પામ; કાંઈક ભણ એહવું જિણ થાય, જીઉ તાહ વાધે ગુણમાંય. ૯૬ બિગ ભણવે જિણ રંજે લોક, ન ધરે પરહિત સંયમ થક; નિ કેવલ ઉદરભર થયે, ભણવા ગયે, સંયમ વળી ગયે. ૯૭ ધન તે ન ભણ્યા પિણ શુભ કૃત્ય, શુદ્ધાશય સુધ વચનધિત્ય; જે આગમપાઠી આલસૂ, ઈહ પરહિત ન કરે ક્રમવસૂ. ૯૮ ધન તે મુગધ કથિત જિનમાર્ગ, રાગે ત્યે સંયમ મહાભાગ; ચું ભણીયે વ્યસની કલેસિયે, જે દુક્રિય પરમાદિ થિયે. ૯૯ અક્રિય ભણવે ફલ નહિ તંત, સુખને વાંછે છઉં ભવમંત; ક્રિયા સહિત ન ભણે ફલ તેમ, ખર ન લહે ચંદન શ્રેમ જેમ. ૧૦૦ આગમ ઉપદેશે કરી, ભાખ્યું એ અધિકાર હિવ ચૌગતિ ઉપદેશ ગત, લિખું નવમ અધિકાર મૃત્યુ હવે જસ અણુ દુરગંધ, સાગર પિણે ખૂટે અનુબંધ કઠિન ફરસ કરવતથી ઘણે, દુઃખ અનંત શીત તપ તણે. ૧૦૧ દેવતાકત તીવર વેદના, કંદ પુકાર નિરંતર ઘણા ભાવી નરકે ન બિયે કાંઈ, કુમતિ જે હરખે વિષયાંઈ. ૧૦૨ બંધ વહન તાડન હવે સદા, ભૂખ તૃષા દુષ્ટ ત્રણ કદા; શીત તાપ નિજ પર ભય બહુ, તિય ગતિ દારુણ દુઃખ સહુ. ૧૦૩ વૃથા દાસપણુ અભિભવ દેષ, ગભસ્થિતિ દુર્ગતિ ભય પિષ; એહવા દેવગતે પિણ અસુખ, સુખ તે પિણ પરિણામે દુખ. ૧૦૪ ઈષ્ટવિરહ અભિભવ ભય સાત, રોગ શોગ દુઃખ દે નિજ જાત, નિચે એહ મનુષ્યગતિ વિરસ, ચિદાનંદ ગુણ સધીય સરસ. ૧૦૫ એ ચૌ ગતિ દુખિણી જિય જાણી, અનંત કાળને અતિ ભય આણી, જિનપ્રવચન ભાવી નિજ હિયે, કરી તિમ જિમ એ તુજ નવિ લિયે. ૧૦૬ આતમ છે તું અતિ સાહસી, સુણિ ભાવી ચઉગતિ દુઃખ કસી દેખી પિન બીહે બહુ પરે, તમ વિચ્છેદ ઉદ્યમ નહિ કરે. ૧૦૭ ઈતિ અષ્ટમ ચતુગત્યાશ્રિોપદેશાતરગત: શાસ્ત્રગુણાગાધિકાર: ૧. પણ ૨. શ્રી રંગવિજય અહીં આઠમો અધિકાર પૂર્ણ કરે છે. શ્રી ધનવિજયગણિ ૧૦૭મા કે તે પૂરો કરે છે. ૩. તીવ્ર. ૪. નિશ્ચયે. ૫. પણ. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર ] ગુજરાતી પાઈ [ અધ્યાત્મ કુકરમ જાલે ગુણ કુવિલપ, તુજ બાંધી નરકગતિ તલપ મછની પરે પચાસ્યલ મન્ન, માછીગર જીલ વિસસ ન ધ. ૧૦૮ સુણી મન તૂ મુજ ચિરતન મીત, કાં કવિકલ્પ છે ભવભીત ? કરોડ્યાં હિવ ભજ સતલ, સફલ મિત્રાઈ કરી સવિકલપ. ૧૦૯ શિવસુખ નરકત બિઘડી માંહ, આપે વશ્ય અવશ્ય થઈ આંહ; પ્રયત્ન કરી સદા જીવને, વશ હુઈ મન હું કહું ઈમ તને. ૧૧૦ સુખદુઃખ નવિ દે કઈ દેવ, કાળ મિત્ર તિમ અરિ નિતમેવ; એ મન હુવે સકલ જીવને, બહુ સંસારિ ભમાવણ મને. ૧૧૧ આતમ એ મન વશ જસ થ, કામ કિશું યમ નિયમે ભલે; કુવિકલપે જ મન થિર નહિ, યમ નિયમાદિ કરે મ્યું ગ્રહી? ૧૧૨ અરચા ત૫ શ્રત દત ને ધ્યાન, નિફલ વિણ છતે મન માન; કષાય ચિંતા વિણ મન રહે, અધિક પેગ ગગુણ લહે. ૧૧૩ જપ શિવ ન ધે ન છે શિવ તપ, સંયમ દમ નવિ મૌન તર૫; પવનાદિક સાધન સવિ વૃથા, મન વશ કર્યો સવ ફલ તથા. ૧૧૪ લાભી સક્લ ધરમ જિન કહ્ય, વાહન સમ છોડી જે વહ્યો; મનપિશાચ ગહિલે તે ઈહાં, મૂરખ પડે ભદધિ જિહાં. ૧૧૫ હાહા મન દુજેથી અમિત્ર, કરે વચન કાયા રિપુ સત્ર, તીને રિપે હણા જીવ, વહે વહે આપદા સદીવ. ૧૧૬ મન દુસમણો મુઝ અપરાધ, નાખે જિણ દુરગતે અગાધ; લખે ઈમ મુઝ છોડી શિવ જયે, તેહી તુઝ પદ અસંખ હયે. ૧૧૭ કાનકુહી કુતરીની પરે, સભાવિષ્ટ કુષ્ટી અનુસરે, “પચ પરે સદગતિ મંદિરે, મનહત પ્રાણી પિસણ કરે. ૧૧૮ તપજપ પ્રમુખ સફલ નહીં ધરમ, કુવિકલ્પ હત ચિત્ત મરમ; ભર્યો ખાનપાને પિણ ગેહ, ભૂખ તૃષા સહે રેગી દેહ. ૧૧૯ કષ્ટ રહિત સાધ્યું મન વસે, અધિક પુણ્ય ઉપાર્જન લસે, વંચાણું મનવશ વિણ પુન્ય, હત તત્ ફલ સૌ થઈ અધન્ય. ૧૨૦ વિણ કુવિકલ્પ નિઃકારણે, શાસ્ત્ર ભણીય હર્યુ મન ઘણે પાપી તે બાંધી નરકાયુ ગઈ નિહચઈ ૩ મરી નરકહી જઈ. ૧૨૧ ૧. રાંધશે. ૨. હવે. ૩. નિશ્ચયે, જરૂર. Page #455 -------------------------------------------------------------------------- ________________ -પર્ફોમ ગુજરાતી ચાપાઈ જોગ હેત૧ તે ચિત્તસમાધિ, ચેાગનિદાન અધિક મનતપ સાધી; શિવસુખ વેલી તણા તપ મૂળ, તિણુ ભજીયે સમાધિ ફૂલ. ૧૨૨ સાથે જોગે તિમ ચરણુ, ક્રિયા વ્યાપારે ભાવનકરણ; પતિ મન રુધઈ સત અસત, પ્રવૃત્તિ ત્રિયાગી મેલી તત, ૧૨૩ મનવનમાં ભાવન પિરણામ, સિંહ સમાન રહ્યાં વિષ્ણુ ઠામ; ક્રુષ્ટ ધ્યાન શૂકર જાગતાં, નવિ પેસે ભાવન તાતો. ૧ર૪ એ સદ્ગુરુ ઉપદેશમય, લીખ્યા નવમ અધિકાર હિવ ભાખે વૈરાગમે, શ્રી મુનિસુંદર સાર. " ઇતિ નવમશ્ચિત્તદમનાધિકાર: ર શુ... જીઉ મઢે હસે જે અરથ, વાંછી કામ ખેલે શુ... નિર; ધેાર નરક માટે પેસવા, ઇચ્છી લખે ન સ્મૃતિ રક્ષહેવા, તુઝ લવાદિ કુહાડા ઘા, છેકે નહિ જીવિત તરું 'જાઉ; તાઉ જીઉ ચતના કરી તિણે, છેદે કહાં કુણુ લખવુ' ગણે ? ૧૨૬ ૧૨૫ તુ' મૂરખ, જ્ઞાની, તું જીવ, અવક વક સુખ દુઃખ નીવ; દાતા ભાક્તા તુ તેનેા, ઉજમે કાં નહી હિતમાં ઘના ? ૧૨૭ [ ૩૮૩ કુણુ તુઝ છઉ ચિર જનરજને, ગુણુ પરમારથ લખ તું મને; રજ વિશદ ચરિતે ભવસમુદ્ર, પડતાં તુઅને પાલણ મુદ્ર. ૧૨૮ પ ́ડિત હું રાજા હુ` વલી, દાતા અદ્દભુત ગુણીએ ખલી; વાંછે એ મદથી પિતષ, ન લખેકાં પરભવ લઘુ પાષ. ૧૨૯ સાધન ખાધન જાણે સ૨વ, પ્રમના ન લખે નિજવશ ધરવ; ઇતુ પરભવ જીઉ કરિ તે યતન, લખે નહી' કન ભગતે તન. ૧૩૦ પ્રેમ અવસર લહ્યો ખડું પુદ્દગલે, અનંત દુઃખ સહેતા જીઉ લે; વતી તુખ દુરલભ જિન પ્રેમ ઇમ, આદરવા વિષ્ણુ દુઃખક્ષય કિમ, ૧૩૧ ગુશ્રુતિ વાંછે વલી નિર્ગુણી, વિષ્ણુ પુણ્યે વાંછે સુખ ચુણી; અષ્ટ યાગ વિણ વાંછે સિદ્ધિ, નવા વાયુ તુજી આતમ બુદ્ધિ, ૧૩૨ પદ્મ પદ પર અભિભવ જીઉ દેખી, ઇરષે કાં તેથી સવિશેષ; અપુણ્ય આતમ ન લખે કાંઈ, વિસ્તારે કાં જીઉં અઘઢાંઈ! ૧૩૩ ૧. યાગને માટે. ૨. બચાવવા, રક્ષવા. ૩. ધાત, ઘા, ૪. જ્યાં સુધીમાં. ૫, ધના. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] ગુજરાતી પાઈ [ અધ્યાત્મ કાં પડી નિરદય લઘુ જીવ, વાઈ પ્રમોદથી કમ નીવ એક વાર પીડે એક જંત, તે તઉ પીડે વાર અનંત. ૧૩૪ રહ્યો મૃત્યુમુખ પિણ જિમ ૧લેક, ભક્ષણ કરે જંતુ નિ છેક; તિમ તું પણ મૃતિ મુહમેં રહ્યો, જીઉ પીડે મ્યું છવ ઉમહ્યો. આપણપો તું વંચી ઈહ, કલ્પી શેડું સુખભર જિહાં વરતે છે સ્યું છઉ પરભવે, નરક દુખ સાગર નહીં વહે. ૧૩૬ અજ કેડી ને પાણી બિંદ, અંબ વણિકત્રય ભિક્ષુક ફંદ, ઈણ પરિ હાયું મનુષ્ય જનમ, શેચિસ પરમાદે દુખ ગરમ. ૧૩૭ મૃગ ભમરઉ પંખી ને મીન, હાથી પ્રમુખ પ્રમાદે લીન; શેરો જિમ નિજ દુઃખ મૃતિ બંધ, ન લખે તું ચિત ભાવી અંધ. ૧૩૮ પડવા દુખે કરી પહેલાં પાપ, વલી મૂરખ તસ કરે કલાપ પડતે અતિ કર્દમ જલપુર, માથે શિલા ઘરે થઈ સૂર. ૧૩૯ વાર વાર તુઝ કહીએ જીવ, બીહે દુઃખે ગહે સુખ નીવ, તે તું કરિ હિવ વાંછિત કાંઈ સમજ સમજ એ અવસર જાઈ. ૧૪૦ ધન શરીર સુખ બંધવ પ્રાણ, છેડી છોડી યે જિનધમ સાણ; હવે ધરમે વાંછવા ભવભવે, પિણ વલી ઈણે દુલભ શ્રમ હવે. ૧૪૧ જિમ દુઃખ બહુવિધ સહ અકામ, કરી કરુણાએ સહી સકામ; થડે સકામ પણ પરભવે, સુખ અત્યંત ઘણું દુઃખ જવે. ધીઠે રહે પાપક્રમ વિશે, સુખ વાંછે સુવિનાશ ન લખે; ચિંતવને તે સુખ વિણસતે, બીહે કાં નહી દુરગતિ લતે. કર્મ કરે રે જિય તું તેહ, હુંચે અત્યંત વિપદ તિણ રે; તેહનું બીહ ધરે નહીં અહિયે, જિહાં અત્યાકુલતા ભાવીયે. ૧૪૪ પાલ્યાં જે સંઘાતે વધ્યા, નેહાલ થાનકમાં સંધ્યા તે પિણ યમે ગ્રહ્યા નિરદયી, લખિ પિણ ક હિત ન કરે અઈ. ધન બંધવ સુત જસ ચીંતવ્ય, જિણે કલેશ પામ્ય તું હબે, કુણ ગુણ તસ ઈહ પરભવમાંહ, આચું કિતા જિણ વિલાપ તા. ૧૪૬ મ્યું મુંઝે ગતરૂપે ભિન્ન, સકલ પરિગ્રહ બંધવતન; શેચિ નિજહિતકારી ચેગ, પરભવ પથિ કરી અવસર ભેગ. ૧૪૭ ૧. દેડકે, ૨. પણ. ૩. માં, વિષે. ૪, આપદા. ૫. હૈયે. Page #457 -------------------------------------------------------------------------- ________________ -કલ્પદ્રુમ ] ગુજરાતી પાઈ [ ૩૮૫ સુખસું બેસે સુખસું સુવે, અમે મે, ખેલે, વલી જુવે, નવિ જાણે આગલી પ્રેમ વિના, હું હુઈત્યે આતમ તુજ તા.૧ ૧૪૮ શીત તાપ માખી તૃણ ફરસ, લિગારેક કષ્ટ ઝમકે નિરસ, તિણથી ઈણ કરમે બહુ મેલ, ન લહે નરકવેદના હેલ. ૧૪૯ ક્રોધ કિહાં, પ્રમાદે કિહાં, કદાગ્રહ કિહાં, મદસું કિહાં; મલિન કરે આતમને જીવ, ધિગ તુઝ ન ડરે નરકહ રવ. ૧૫૦ વૈરાગે ભવિ બુઝવા, કર્યો દસમ અધિકાર હવે શુદ્ધ ધરમત, લિખું કહ્યો તિમ સાર. છે. ઈતિ દશમે વૈરાગ્યાધિકાર: રે જીવ ધરમે હવે ભવનાશ, મેલું કરે મૂરખ કાં તાસ; મદ મત્સર માયાઈ કરી, એસિડ મિલ્યું ન હવે ગુણ પરી. ૧૫૧ શિથિલાઈ હઠ મત્સર ફોધ, પશ્ચાતાપ કપટ છલ રાધ; કુગુરુ કુસંગતિ, માન પ્રમાદ, સુકૃત મલિનકરણ ઈણ વાદ. ૧૫ર વલ્લભ જિમ તુઝ નિજ ગુણશંસ, મચ્છરી ધરિ તિમ પર પરસ, નિજ પ્રશંસ પરને નવી વહે, ઈષ્ટ દાન વિણ કિમ તે લહે? ૧૫૩ જન ગુણ લેતાં હરખે ઘણું, પરભવ તિણ ગુણરહિતપણું લેતાં દોષ ધરે નહીં તાપ, તે પરભવ ગુણ થિરતા વ્યાપ. ૧૫૪ હરખે નિજ ગુણ પરિ પર કહ્યું, તિમ જે વરી ઉપરી વહે; નિજ ગર્લાયે જિમ ઉપતાપ, તિમ રિપને જાણ્યા ગુણ ચાપ. ૧૫૫ જિમ નિજ ગહ તવના પણે, આતમ તાપ હરખ તું જાણે, તિમ પરને ચિંતવિ ચિહુ વિષે, ઉદાસથી હવે વેત્તા પખે. ૧૫૬ સ્તવવાથી ન હુવે કે ગુણ, પરભવ હિત નહીં ખાતે ઘણી એ અપગુણ ઉત્તર જાણત, વૃથા, માનગહિલે કાં હતે ? ૧૫૭ કણ કણ ન કર જન બહિર્મુખી, પ્રમાદ મત્સર કુબે મુખી; મેલું એ દાનાદિક ધરમ, અણુ પિણ કર સુધ સુકૃત કરમ. ૧૫૮ છાનું પુન્ય ઘરે જિમ શાભ, પરગટ કરતાં તિમ નહીં થોભ; લાજ સહિત જિમ મહિલાતણા, વસ્ત્ર છa ઉરથલ ગુણ ઘણા. ૧૫૯ ૧. તને ૨. માયાએ. ૩. મિશ્ર કરેલું. અ. ૪૯ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] ગુજરાતી ચોપાઈ [ અધ્યાત્મસુકૃત ગુણ સુણ, દેખવે, આતમ તુઝ કઈ ગુણ નહીં હવે; ફલે નહીં ધરતીથી પ્રગટ, મૂળ કર્યા તરુ પડે નિપટ. ૧૬૦ તપ-કિરિયા દાને પૂણે, શિવ ન જાઈ ગુણમત્સરપણે અપથ્ય કર્યું ન હુવે નીરોગ, રસાયને પિણ આતુર લોગ. ૧૬૧ મંતર મંતર રતન પ્રમુખ, દેડા પિણ શુદ્ધ તો ફલ સુખ, દાન પૂજ પિસહ ગુણ કરે, શુદ્ધપણે, ઇમથાં ગિરપરે. ૧૬૨ દીવ નાહે જિમ તમ હણે, અમૃત લવ પિણ જને લણે અગની કણ પિણ દહે તૃણ રાશ, ધમલેશ તિમ હવે ભવનાશ. ૧૬૩ વિના ભાવ ઉપગે કરી, આવશ્યક કિરિયા આદરી; દેહ કરે, ફલ ન લહે કાંઈ, આતમ લખિ કરી ભાવ મિલાઈ. ૧૬૪ શુદ્ધ ધરમ ઉપદેશ એ, ભાખ્યું ઈશુ અધિકાર, દેવ ધરમ ગુરુ જાણવા, સુણ દ્વાદશમ વિચાર. I ઇત્યકાદશીએ ધર્મશુદ્ધાધિકાર સરવ તત્વમાં ગુરુ પરધાન, જે ભાખે હિત ધરમ નિદાન અણપરખી તેહનઈ આસરે, મૂરખ શ્રમ નિફલહી કરે. ૧૬૫ અવિધ ધરમથી પ્રાણી અહીં, શિવ ન લહે, જસ ગુરુ શુદ્ધ નહીં; રેગ ન જાય રસાયન કરી, અજાણ વદ બતાયે જરી. ૧૬૬ તારક બુદ્ધ જે આસ, જેહને તે બૂડવા પડયા તર તેહ કિમ વિષમ પ્રવાહ, કુગુરુ પસાય પડે ભવમાંહ. ૧૬૭ ગજ રથ વાહન વૃષભ (ગ, પદાતિ રાખે નિજ પર મગ; પંડિત તિમ સેવે શિવ ભણી, શુધ ગુરુદેવ ધરમ ગુણધણી. ૧૬૮ કુગુરુ કહે કૃત ધરમઉદમ, ફલે રહિત છું એ મરમ; મૂકી દષ્ટિરાગ તે ભવિષ, ગુરુ શુદ્ધ કરે હિતાથી હુઈક. ૧૬ મૂકયા શિવપથ વાહણ ભણી, શ્રી મહાવીરે જે ગુણધણી; લૂંટણહારા તેહ જ થયા, કલિયુગમાં તુઝ શાસનમાયા. | રાખી તેહ યતીનું નામ, મુસે ધરમધન જનનું આમ; નીરાજકે પુકારું કિસું, કેટવાલ નવિ ચેરાં જિસે ૧૭૦ ૧. માં. ૨. યંત્ર. ૩. અશુદ્ધ. ૪. નિષ્ફળ. પ. પાયદળ, લશ્કર. ૬ ઉદ્યમ, ૭. લઈ જવા. ૮. ચોર, હ. ધણધેરી વગરનું રાજ્ય. Page #459 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ - હા મ ] ગુજરાતી થાપાઈ અશુદ્ધ દેવગુરુ ધરમે મદ, દષ્ટિરાગ ધિગ અઉગણ પદે શેચિસિ પરભવ તું તે ફલે, રેગી કુપથભયે જિમ કલે. ૧૭૧ સીએ નિબ અંબફલ ન છે, વાંઝ ગાય છે ધ ન વધ; નાપે ધન દુર નૃપસેવ, નાપે કુગુરુ ઘરમ શિવમેવ. ૧૭૨ કુલ વલિ જાતિ પિતા ને માત, વિદ્યાબંધ ગુરુ નિજ જાત, ન હવે જિયને કે હિતભણું, સુખ આપે ગુરુ સુર ધમ ધણી. ૧૭૩ તત્વે માતા પિતા ગુરુ તેહ, બેધી જોડે શુદ્ધ પ્રેમ જેહ, નાખે ભવમાં તે સમ કઈ વેરી નહી રહે ધ્રમ લઈ ૧૭૪ દેવપૂજ ગુરુસેવા લાજ, પિતર ભગતિ ને સુકૃત સાજ; વ્યવહાર શુદ્ધ ને પરઉપકાર, ઈહ પરભવ છઉ સંપદકાર. ૧૭૫ જિનઅભગતિ મુનિની અવગન્યા, કર્મ અગ્ય અધરમહ કવન્યા; પરવંચન માબાપ અવગણન, કરે પુરુષને વિપદા મલિન. ૧૭૬ ભગતે પૂજિસ નહીં જિન ભણી, ભણી ગુરુશ્રમ મ કરિશિ વિરમણી; સનિમિત્ત અનિમિત્ત મેલી પાપ, કિણ હેતે વાંછે શિવમાપ. ૧૭૭ ઉપર જાતે સિંહ જિમ બિલ્ય, કેઈ સુગુરુ તારે મુઝ મિ; કોઈક તે બેબે ભાવકૂપ, શ્યાલ સમાન અણુમિ ભૂપ. ૧૭૮ ભર્યો તલાવે તીસી સદા, ભૂખે મૂઢ ભ ઘર તદા; દરિદ્ધી તે કલ્પદ્રુમ છતે, જે પ્રમાદિ ગુગ હતે. ૧૭૯ ન ધરમચિત ન ગુરુદેવ ભગત, વૈરાગ્ય સેવા નહીં જસ ચિત્ત, તેહને જનમ પશુની પરે, નિષ્ફળરૂપ થયે બહુ પરે. ૧૮૦ ન દેવકામ ન સંઘકામ, જસ ધન ખરચા નહીં આમ; તસ ધન ઉપાવે ભવપે, પડતાં સ્યું આલંબણ હુયે. ૧૮૧ કહો દેવગુરુ ધર્મમય, દ્વાદશમ અધિકાર હિવ’ મુનીવરશિષ્યા પણે, લિખું યથા આચાર ઇતિ દ્વાદશ ગુરુશુદ્ધાધિકાર ભવભયવારક મુનિવર નમું, જસ મન વિષય કષાયે ગમું રાગદ્વેષ રહિત પરિણામ, રમે ભાવન સંજમને ઠામ. ૧૮૨ ૧. વાંઝણી, વંધ્યા. ૨ અવતા, અવગણના. ૩. તર. ૪ હવે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] ગુજરાતી પાઈ [ અધ્યામપરમાદેન કરિસિ સિઝાય, સમિતિ ગુપ્તિ ન ધરીસ ચિત્ત લાયક શરીરમાહે ન કરિસિ તપ, કરિસ કષાય બાંધિસ તે અપ. ૧૮૩ પરીસહ ન સહિસ તિમ ઉપસર્ગ, ધરીશ નહીં શીલગ રથવગ; તે મુંકાતે પિણ ભવપાર, મુનિ કિમ તું રિસર ધાર. ૧૮૪ આજીવિકાયે એ જે વેષ, ઘરે ચરિત્ર ન પાલે લેશ લખિતે ન બીહે લેત જગત, મૃત્યુ નરક વેષે ન લહત. ૧૮૫ ચરણ વિના યતિવેષે મદે, જીય વછે પૂજાપધિ દે, વંચી મુગધ નરકભવ જઈશ, અજગલ પાલી ન્યાય વહીશ. ૧૮૬ આતમ ન થયે સંયમ તાપે, પ્રતિગ્રહ ભાર મૂલ પિણ કરે; ચું તુઝ દુરગતિ પડતાં શરણ, છક થાશે પરભવ તુઝ કવણ. ૧૮૭ ચું જન સત્કારે પૂજણે, અરે મુગધ ! તુસે વિણ ગુણે બેષિબીજ તરુને એ પરશુ, પ્રમાદરૂપ ભવમાંહિ કરશું. ૧૮૮ નમે ભવિક તુઝ ગુણ આસરી, આપે ઉપધિ વસતી બહુપરી; વેષ ધરી મુનિ તું ગુણ વિના, ઠગની ગતિ ભાવી તુઝ મના. ૧૮૯ ખાવણું પીવણની નહિ ચિંત, ન રાજભય જાણે સિદ્ધત, તે પિણ શુદ્ધ ચરણમે યતન, ન કરે મુનિ તે નરકમાં પતન. ૧૯૦ શા જાણ પિણ લઈ વિરત, ન રહે સુત નિજ બધે રહિત પ્રાણી તિણે પ્રમાદે કરી, લુંટાઈ પરભવ નિજ સિરી. ન કરું હું ઈમ નિત્ય ઉચરે, સાવધ સરવ તેહ વલિ કરે; નિતર જૂઠે વચને મન રંજિ, પાપે જાણ નરકગતિ ગજિ. ૧૯૨ વેષે તુઝ આપે એ લેક, ઉપદેશે વંચ્યા બહુ શેક; સુયે સુખે રહે ભોગવે, જાણશ તે ફલ તું પરભવે. આજીવિકા પ્રમુખ દુખભર્યા, કષ્ટ કેઈ રહે ક્રમ વર્યા; તેથી પિણ નિરદય તું ઈષ્ટ, વાંછે પિણ નહીં નિયમ વિશિષ્ટ. પિતે તરતે સે ગુણવત; આરા તારે ભવિજેત; તુઝ નિગુણને જે આસરે, કેહવું તેહ ભગવતિફલ વરે. ૧લ્પ નિજ પરમારે પિત પડે, તે કિમ તારે પરને તડે નિજકાજે ભવિને વંચતે નિજ પર પાપે ખાયે ખત. ૧૯૬ 1. કરીશ. ૨. સાધના વેશથી. ૩. નિત્ય, દરરોજ. ૪. પણ, Page #461 -------------------------------------------------------------------------- ________________ -કપકુમ ] ગુજરાતી પાઈ [ ૩૮૯ ત્યે શય્યા પુસ્તક આહાર, પર પાસે એ ત૫ આચાર પ્રમાદથી પરભવમેં કિસી, ઋણઋણીયાની તુજ ગતિ થસી. ૧૯૭ મુનિવર તુજઝ નહી કા સિદ્ધિ, કિરિયા તપગે ગુણબુદ્ધિ તે પિણ તું કાં માને ભર્યો, સ્તુતિ વાંછે સું દુખે પર્યો. ૧૯૮ નિભંગી આતમ ગુણહીન, સ્તુતિ વાં છે અણહતઈ દીણ રીસી' પરથી લાભે તાપ, ઈહભવ પરભવ કુગતિ પાપ. ૧૯ ગુણહીણે જન નમનાદિકે, સુખ વાંછે હરખભર થકે મહિષ વૃષભ પર જનમની પરે, ગુણવિન તુઝ તિણ મૂલ ન સરે. મુનિ જે ઉમે નહિ ગુણ વિષે, વંદન સેવ કરાવે મિષે, નંદાઈસ પરભવ ગતિ ગાયે, હસી તિણે તું અભિભવ લો. ૨૦૧ દાન માન થુતિ વંદન કર્યો, હરખે માયા રંજે પ: નવિ જાણે જો સુકૃત નામ, કુણ તું વિણ લુટો તુઝ ગામ ૨૦૨ મુગધ કહ્યું ન હવે તું ગુણી, કર્યો દાન પૂજાવિધિ ઘણી; ગુણવિણ ન હુવે તુઝ ભવનાસ, સ્યું સ્તવનાયે લ્ય ગુણગ્રાસ. ૨૦૩ ભણી શાઅ સ, અસત વિચિત્ર, આલાપે માયાયે તત્ર, જે જનને રંજે ઈહભવે, કુણ તે તું કુણ મુનિ પરભવે. ઘર પરમુખ પરિગ્રહ મુનિ છાંડી, ધર્મોપગરણ છલ તે માંડી; કરે શાદિક ઉપગ્રહપણે નિશ્ચ વિષ નામાંતર જણે. ૨૦૫ કરે ધરમ સાધન પરિગ્રહે, તુસે નામે મૂરખ કહે, નવિ જાણે સેનાને ભાર; નાવ ન બૂડે પારાવાર. ૨૦૬ પાપકષાય કરમ ભાજને, મુનિ હવે પિણ ઈહાં ઘમસાધને, રસાયને પિણ સુખ તેહને, ન હુવે અસાધ્ય રાજ જેહને. ૨૦૭ જિને કહ્યા મુનિ સંયમરખા, જે તે વસ્ત્ર પાતર પરમુખ; મહા તેણે હે ભવપીડવે, નિશ રિયે નહ દુખ હવે. ૨૦૮ સંયમ છલથી પર અભિભ, ભારે પુસ્તક પ્રમુખે રવે; વૃષભ ઊંટ મહિષાદિક રૂપ, ધરિ વહિસ તું ભાર અનૂપ. ૨૦૯ વસ્ત્ર પાત્ર તનુ પુસ્તક લોભ, કર ન હવે સંયમસભ; લોભે પડવું ભવનિધિમાંહિ, સંયમ શોભે શિવગતિ છાંહિ. ૧. રીસ, ઇષ. ૨. સંસારને નાશ, અંત. ૩. દરિયે. ૪. પાત્ર. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] ગુજરાતી ચોપાઈ [ અધ્યાત્મએક વસ્ત્ર પાત્રાદિક શોભ, બીજા સંયમપાલણ શોભ; પહિલી ભવ થે બીજી મુગતિ, શુદ્ધ જાણી તું એક જ ગ્રહતિ. ૨૧૦ શીત તાપાદિક ડું લહે, તે પિ પરસહ તું નવિ સહે, તે કિમ નરક ગરભ દુખખાણુ, સહીસ ભવાંતરી કેમ અજાણ? ૨૧૧ મુનિ સ્યુ વિણસિત વધુ મૃપિંડ, પીડી ઘાલી તપ વિરતિ કરંડ, જાણે જે ભવભય દુખરાશ, તો આતમ કર શિવસુખવાસ. ર૧૨ ઈહાં કષ્ટ જે ચારિત વિષે, પરભવ તિરયગ નારગ શિખે; સપ્રતિપક્ષપણું બે માંહિ, વિશેષ નિજરે ત્યે ઈક ચાહિ. ૨૧૩. પ્રમાદ સુખ તે ઈહાં બિદન, દિવ શિવસુખ પરભવ સમુદને; એ બેમાં પખ લેવા વૈર, વિશેષ નિજરે ઈક યે સૈર. ૨૧૪ પરવશતા ચારિત્રમાં ઈહાં, તિયંગ ી રભ નરકસુ કિહાં; તેમાં વર પખાખ ભાવ, વિશેષ જાણી યે ઈક દાવ. ૨૧૫ સહિ તપ સંયમ પરવશપણે, નિજવસ સહિવે હુવે ગુણ ઘણે; પરવશ અતિ દુખ સહિવે કિસે, તુઝ ગુણ થાસ્ય ચીંતવિ ઈસો. ૨૧૬ થડે સમતા પરવશગુણે, મુનિ જે કષ્ટ ઘાતે ઈણ, જે ક્ષય હવે દુર્ગતિ પ્રવાસ, તે કિમ તું વાંછે નહી તાસ. ૨૧૭ તજ વાંછા દિવ શિવસુખતણી, નરકાદિક દુઃખ લખ તિમ સુણી; સુખ થડે વિષયાદિતણે, સંતોષાઈસ માં દુઃખ ઘણે. સહુ ચિંતા નાઠે જે ઈહાં, રાગીને સુખ હવે પિણ કિહાં? પરભવ શિવસુખ લેખે પડે, સ્યું તે પ્રમદે ચારિતતડે. ૨૧ અતિતપ ધ્યાન પરીસહ જેહ, ન સધે જે અસમર્થે તેહ, તે ઢું સુમતિ ગુપતિ ભાવના, ન ધરે જીવ શિવારથમના. ૨૨૦ અનિત્ય પ્રમુખ ભાવન નિતવ, યતો સંયમ ગહિ નિતમેવ; આયુસ યમ આવે સુ નજીક, પ્રમદે કાં ન લહે ભવભીક તુ મન હર્યુ કવિકલપના, પાપ વચનમેં શરીર પ્રમાદ; તો પિણ લબધિ સિદ્ધિ વાંછ, મનેરથે ભંગાણે મતે. ૨૨૨ તુઝ મન વશતે સુખ દુખ મેલ, મન મિલતે આતમ તહાં કેલર પ્રમાદ ચેરે મિલતે વાર, કરી સલાંગ સજનની સાર. ૨૨૩ ૧. ગભ. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫મ ] ] ગુજરાતી ચાપાઈ પ્રમાદથી ભવસમુદ્દે તુઝ, પડવા વી પરમત્સર ઝુઝ; શિલા, જલ પર આવવા તઉ મુસકલા. તપાર્દિક નિર્જરા હીર; અણુવાંછે મુનિ ના. ૨૨૫ હરખે વિપરીતે તેહ; તે ખીજો વિટમહી. ૨૨૬ દીસે તેં ગલ બાંધી મહાતપી કે સહું ઉીર, ઉગ્ર થાડે કષ્ટ પ્રસંગે થયા, તે પણુ દાંન માન નતિ પ્રમુખે જે, નવિ લાભાલાભ પરીસહ સહી, યતી મમતા ધરતા શ્રાવક વિષે, તીય તાપે તપીયા થશે; નિજ મન અણુસ’વરતા સદા, ભમણુહાર ભવ્રતાપે મુદ્દા. નિજ ઘર છંડયુ. પરઘર ચિંત, તાપે કુણુ ગુણુ નામ મહત; આજીવિકા વેષે તુજ ચલે, દુરગતિ માં નિવ શેાચે કલે. કરીશ ન પાપ ઈસુ ભાખતા, કરતા પિણુ દેહે થે ખતે; શય્યાદિકે પ્રેરતા લેાગ, મન વચને સ્યા છે સુનિયેાગ. ૨૨૯ કિસ' મમત્વે માટિમપણું, સાવદ્ય વળ્યો પિણુ નિજ જશે; સાનામે પાલિ નવિ પેટ, મારી હણે પ્રાણને નેટ ? તજ પદવી કા ગુરુ પરસાદ, પામી વેષ ભણી ગ્રંથનાદ; મુખરાઈથી વશીકરી લાગ, લષે ઈંદ્રપદ દુરગતિ જોગ. પામી પિણ ચારિત એ દુલભર, વિષય પ્રમાદ રમ્યા યુ' કલભ; ભવરૂપે પડતા તું મુનિ, અનત કાળે લેસી દુઃખખની. કષ્ટ બાધિ રતન એ લહ્યો, યુગમિલા દૃષ્ટાંતે ગહ્યો; કરી કરી અંતર'ગ રિપુ વશે, અણુથાતા નિજ હિત જે સે. દુસમણુ એ તુઝ વિષય પ્રમાદ, અણુગાપ્યા મનવચનદેહાદ; મેહ અસંયમ સતરે વલી, એથી મીહતા ચલિ પ્રેમગઢી. પામી ગુરુ છઉંડી નિજ ગેહ, ભણી શાસ્ર તતવાચક જેd; નિજ નિરવાહ ચિંતાથી લ્યા, છે। સુનિ હિલ ચુતને કાં ગલ્યેા. ૨૩૫ સચમાગ વિશધનપણે, રહ્યો પડિસ ભરાશે ઘણે; શાસ્ત્ર શિષ્ય પુસ્તકને ઉપધિ, નિજ જન નહી' કોઈ શરણે સમષિ, ૨૩૬ ક્ષક્ષુ પિણુ જેહના સુખ સુરભવે, પદ્મ કાઠી ખાણુ ઉપજવે; સાધિક માં તા સર્ચમ રે, અને પ્રમાદ થા કાં ક્રૂ ૨૩૭ ૧. મુશ્કેલ, ૨. દુર્લભ. ૨. ચાલ, [ ૩૯૧ ૨૨૪ ૨૨૭ ૨૨૮ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] ગુજરાતી ચાપાઈ સ્તન. જન પૂજે જેહને નામ, શુદ્ધ મને હવે અતિ સુખ ઠામ; સચમ વિષે ૧જીઉ કરિયતન, જાણીએ ઉત્તમ ફળ વિરતિરૂપ અધિકાર એ, કહ્યો તેરમે થાન; હિવ સવર કરવા ભણી, લિખીયે તાસ નિદાન. ઇતિ ત્રયેાદશા યતિશિક્ષાધિકાર: [ અર્થાત્મ અવિરતિ ચેાગ પ્રમાદ મિથ્યાત, આતમ નિત સવર કરી જાત; ભવરૂપી એ અણુસ વચ્ચે, મુગતિતણા સુખ ઘે સવ. મન સવર કરી રે પડિત, સ્યુ ન લખે અણુસ*વર રીત; તરત હિ જાયે તંદુલી મસ, સાતમી પૃથિવીમાં બીભત્સ. પ્રસન્નચંદ રાજઋષિ જેહ, મન માકળે સવરવે તેહ; નરકના દલ પિણ્ વલિ શિવદલ, ક્ષણ એકમાં મેલ્યા નિરમલ. મન અણુલાધે જે જોઈ એ, ધ્યાન ન એકદ્રિયાદિ થીએ; ધરમ શુક્લમાં મન થિર કર્યું, મનસંવર તે તેણે યુ. સકારણ નિકારણ જેહ, મન શુભ ધ્યાને યુ.ત્રી લેહ; ધ્રુવિકલપથી વિરમ્યા યતી, પારગામી તેહ જ સતી. વચન અલાધે બહુલા જીવ, મૌન કરે નહિ કુણુ કુણુ કીવ; નિરવદ્ય વચન અછે જેહમે, વચન ગ્રુપતિ તે કહી તેમે. આતમ કહી તું નિરવદ્ય વચન, સુણુ સાવદ્ય વચને દુઃખવસન; પામ્યા ઘણા નરક અતિ ઘેાર, વસુરાજાદિક વચનના ચાર. ધ્રુવચને ઈહભવ હવે વૈર, પરભવ નરક તણી દુઃખÅર; ૩અગનિદગ્ધ ઊગે વળી વૃક્ષ, નવિ જીવે કરી કુવચન પક્ષ. ભગવંત તે ઐહિ જ કારણે, દીક્ષાથી જા.કેવળપણે; ન હુવે તાં નવ ખેલે વચન, પાપ ડરે જ્ઞાનાદિક છતન. २४७ કરુણાર્ચ સંવર નિજ અંગ, કુર્માં જ્ઞાત સુણીને ચંગ; આશ્રવ સંવરથી જિમ સિંગે, લાધ્યુ· સુખ દુઃખ તિમ નિજ ગણે, ૨૪૮ કાય રૂંધવે કુણુ કુણુ નહિ, તરુ થાંભાદિક નિજ ગુણુ રી; કરે ક્રિયા જે શિવગતિ હેત, કાય ગુપત તે કહીયે ચેત. ૨૪૯ ૧. જીવ. ૨. રાષિ. ૩ અગ્નિદગ્ધ-અગ્નિથી ખળેલ. ૪. છતાં. ૫. કાચમાં ૬. થાંભલા, સ્તંભ. ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૨ Page #465 -------------------------------------------------------------------------- ________________ -કલ્પમ ] ગુજરાતી પાઈ [ ૩૦૩ શ્રત સંયમ આદરમાં રહી, શબ્દોને કુણ છોડે નહિ; ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈ. ૨૫૦ કે સંયમમાત્રે ૧ખીને, રૂપ પ્રતે ન તજે પ્રતિદિને, ઈષ્ટ અનિષ્ટ પણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈશે. ૨૫૧ નાસા સંયમમાત્રે કરી, કુણા કુણ ન તજે ગંધને ધરી; ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈષે. જિહા સંયમમાત્ર વળી, રસાં પ્રતે કુણ ન તજે રેલી; તજ મન સાથે ઈષ્ટ અનિષ્ટ, જે વછે તું તપફલ શિષ્ટ. ૨૫૩ શરીર સંયમરૂપે ઈહાં, સ્પર્શ પ્રતે કુણ ન તજે કિહાં, ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈ. ૨૫૪ રે વ૫ર સંયમમાત્રે રલી, કણ કણ બ્રા ન જાણે વલી; મન સંયમ તું અવધાર, પંડિત જે તે ફલ મન ધાર. ૨૫૫ વિષય ઇન્દ્રિય સંગ અભાવ, થકી ન કે સંયમને દાવ; રાગ દ્વેષ વિણ જસ મનગ, તે સંયમધારી મૃત્યુલોગ. ૨૫૬ સવર પંડિત સરવ કષાય, જે સેબે સુ નરકગતિ થાય; પામ્યા મહાતપી પિણ ઈણે, કરુડ-વુડ મુખ દુરગતિ તણે. ૨૫૭ ત૫ યમ પ્રમુખ નહી જેહને, અવિતથ વચને ન બેલે મને, જેહને છે તપ નિયમસુ કાંઈ, તે ત્રિણ ચોગ સંવરે આઈ. ૨૫૮ થાતું સકલ સંવરને વિષે, શિવસંપદ કારણ જે રખે; તજ કષાયાદિક કુવિકલય, કરી મન સંવર તું બુધ જલપ. ૨૫૯ તે ઈમ આતમ હે સંવરી, સદા સુખે સૂવ સંગ પરિહરિ, નિઃસંગભાવપણે સંવરે, તે બે શિવપદ યુગપદ વરે. ૨૬૦ સંવર ગુણ વિસ્તારતા, એ ચવદમ અધિકાર શુભચલગતિમાંહે હિવઈ, લિખિસ વચન તે ધાર. . ઈતિ ચતુદશે મિથ્યાત્વનિરોધાધિકાર: કરી છઉ યતન આવશ્યક વિષે, જિનભાષિત શુદ્ધ તમ"હશિષે; એસડ ન હણે રેગ અશુદ્ધ, અણખાધે વૈદે કહ્ય શુદ્ધ. ૨૬૧ ૧. આંખને ૨. શરીર. અ, ૫૦ WWW.jainelibrary.org Page #466 -------------------------------------------------------------------------- ________________ [ અધ્યાત્મ ૩૯૪ ] ગુજરાતી પાઈ તપ કરી દુહુ વિધિ જીવ નિતપ્રતે, મુખ કહુ પિણ ઉત્તર સુખ છતે, કુકરમરાશિ પ્રતે તે હણે, જેમ રસાયણ રૂજને લણે. ૨૬૨ ધરી શીલંગરથ સહસ વિશુદ્ધ, કરી યોગસિદ્ધિ નિરંતર બુદ્ધ નિરમમાં પણ ઉપસર્ગ નિજ સહી, સુમતિ ગુપતિ ભજ નિશ્ચલ રહી. ૨૬૩ સાય વેગે કરી છઉ યતન, આગમ ગ્રહી છઉ મધ્યમગ મગન; વિષાદ ગારવ વિણ ત્યે ભીખ, ઈદ્રિય વશ કરી એ તુઝ શીખ. ૨૬૪ દે પ્રમાથે ધમઉપદેશ, ન ધરી નિજ પરભાવ વિશેષ; જગતિયે નવકપાચાર, ગામ પુરે ચલી પ્રમાદ વાર. ૨૬૫ કૃત અકૃત નિજ તપ જપ પ્રમુખ શક્તિ અશક્તિ સુકૃત અઘદુઃખ; સહુ વિચારીને નિજ હૃદ, હેય ઉપાદેય વલી કરી દે. ૨૬૬ પરની પીડાને ૧વરજો, વિવિધ યોગ તુઝ નિરમલ હવે સમતા માંહે તિમ મન રાખ, વચન મલિનતા તજી શુદ્ધ ભાખ. २९७ મિત્રી કરુણા ને પરદ, ઉપેક્ષ આણ છઉ સામ્યવિદ; યતને રૂડી ભાવન ભાય, આતમ નિહચલપણે રમાય. ૨૬૮ ન કરી કહાંઈ મમતા ભાવ, કષાય ને રતિ અરતિ ન લાવ, ઈહ સુખ નિઃસ્પૃહપણે લહીશ, પરભવ અનુત્તર સુખ પામીશ. ૨૬૯ જાણી યતિવૃતિ વ્રતિની એ સીખ, ચરણકરણ ધરી શુદ્ધ ચિત ભીખ; તે તું તરત ભદધિ તરી, વિલસે સારી શિવસુખસિરી. ૨૭૦ ભાગે સારી ચાલમાં, એ પનરમ અધિકાર; હિવ સમતારૂપી સરસ, લિખું શાસ્ત્ર અનુસાર | ઇતિ પંચદશે શુભવૃત્તિશિક્ષાધિકાર ઈમ શુદ્ધ અભ્યાસે નિજ ચિત્ત, રહિ પરમારથમાં સમચિત્ત, શિવસંપદ જિમ તુઝ કર થકા, હુવઈ તરત ભાવી શિવસકા. ૨૭૧ તેહિ જ દુખ, તુહિજનરકમાં, તુહિ જ સુખ, તુહિ જ શિવગમાં; તંહિ જ ક્રમ તૃહિ જ મનપણે, તજ અવજ્ઞા આતમ ઈમ ભણે. ૨૭૨ આતમ નિજ આદર નિસંગ, સરવ અરથમાં સમતા સંગ; આતમ લખિએ સમતા મૂળ, શુદ્ધ સુખ તે સમતા અનુકૂળ. ૨૭૩ ૧. તજ, વર્જ વે. ૨. પ્રમોદ (ભાવના) બી. ૩. નિશ્ચલપણે Page #467 -------------------------------------------------------------------------- ________________ --પદ્રુમ ] ગુજરાતી ચાપાઈ આં; સ્ત્રીમાં ધૂલિ નિજપરમાંહે, પદ્મ આપદ આતમ તત્વ સમતા મમતા વિના, ચાહે તે સુખીઆ ધના. ચતને તેહ જ તું ગુરુ સેવ, પંડિત તે ભણુ શાસ્ર સુલેવ; આતમ તેહ જ તતપરિભાવ, સમતા સુધા હુવે જે દાવ. સકલ શાસ્ત્ર જોઈ ઉધરી, મા એ સમતામૃત પીએ એ લાભી પંડિતાં, એ શિવસુખ આપે છે આતમ શાંતસુધારસ ભર્યા. શ્રી મુનિસુદરસૂરિ તિણુ અધ્યાતમ ભાવે ધ્યાવેા, પરહિત કલ્પતરુ ભાવા. કર્યા; એ બુદ્ધિવત ભણી ઇહુભવ તે પામી ચિત્તમાંહિ, તરત રમાડી વિરમી તાંડુ; જયસિરી, પરભવ સહજે લ્યે શિવપુરી. શાંતસુધારસ પૂરમે, ભાખ્યા એ અધિકાર; સાલેહી પૂરા ઇહાં, લિખીયા શાસ્ત્રવિચાર, ૧ ચિદાનંă ભગવાન તુ., પરમાતમ ગુણવંત; અક્ષયનિધિ નિજ સમરતા, પાસે એધી મહંત, અમૂરતી ને મૂરતી, થાયે પચ પ્રકાર; તેમાં ચરમ કરણુ વસે, અંતર કરણ પસાર. દોઈ ઘડી હવે ઉપશમી, તે વલી આદિ કષાય કરવે પડતાં પામીયે, ગુણ સાસાદન ભાય. તીન મેારની નઈ વલી, કુરલા ચ્યાર કષાય; પ્રકરતિ સાતે ક્ષય કર્યા, ક્ષાયિક ભાવે પ્રાય. એ મિથ્યાત અભાવથી, તીને બેધિ અરૂપ; જો હવે ચરમકરણપણે, તીને પુજા સરૂપ. શુદ્ધ અશુદ્ધ અવિશુદ્ધમાં, પહિલઈ પુજે આય; રહેતાં હવે ક્ષય ઉપશમી, ચરમ સમય શુદ્ધ પાય. વેઢક એધિપણુ લહે, નિરમલ દલ ઇહાં હાય; તિણુ રૂપી કહિયે ખિહૂં, આતમ નિજ ગુણુ જોઈ. ૧. તત્ત્વ ૨. પ્રકૃતિ ૩. અશુદ્ધિ. કરી; કિતાં. 3 ૪ ૫ * ७ [ ૩૯૫ ૨૭૪ ૨૭૫ ૨૭૬ २७७ ૨૦૮ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ] ગુજરાતી પાઈ [ અધ્યાત્મબોધ લહી જે કોઈ ઈહાં, નવા લખચ્ચે એ શાસ્ત્ર ફેરવવા તપ જપ ૧સક્તિ, ભજચ્ચે તે ભવપાત્ર. ૯ લિખે શાસ્ત્ર ભાષાપણે, સમઝે સગલા લેગ; ઈમ નરવિજયતણે વચન, ધરમારથ ઉપગ. ૧૦ દેખી દેખી વચન તે, લિખીયા મતિ અનુસાર, પંડિત દેખી, સધ, દે દષ્ટિ ઉપકાર. ૧૧ સંવત સતર સત્તરે, માસ શુકલ વૈશાખ રવિવારે પાંચમી દિને, પૂર્ણ થયે અભિલાષ. ૧૨ ખરતર ગછમાંહે સરસ, આચારજ ગુણધાર; શ્રી જિણચંદ સૂરીસવર, સૌમ્યગુણે સિરદાર. ૧૩ તાસ સીસ ગુરુ ચરણરજ, સમ તે રંગવિલાસ નિજ પર આતમહિત ભણી, કાનો આદરિ જાસ. ૧૪ ભણ ગુણ વાંચજે, એ અધ્યાતમ રાસ; જિમજિમ મનમાં ભાવચ્ચે, તિસતિમ થસ્ય પ્રકાસ. ૧૫ અધ્યાત્મકલ્પકુમ ગ્રંથની ગુજરાતી પાઈ સમાપ્ત ૧. શક્તિ ૨. ભણજો ૩. થશે. MUMUMMMMMMMM. 864005AOWOHHHHAHAHAHAHAAHAH સહસ્ત્રાવધાની શ્રી મુનિસુંદરસૂરિકૃત અ ધ્યા ત્મ કલપક્રમ સવિવેચન સમાપ્ત 83663HHHHHHHHHHHHH998946AHHHS Page #469 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મકલ્પદ્રુમના મૂળ શ્લેાકેાને અકારાદિ અનુક્રમ अकारणं यस्य च दुर्विकल्पैः अकृच्छ्रसाध्यं मनसो वशीकृतात् अङ्गेषु येषु परिमुह्यसि कामिनीनां अणीयसा साम्यनियन्त्रणाभुवा अत एव जिना दीक्षाअत्यल्पकल्पितसुखाय किमिन्द्रियाथैः अदृष्टवैचित्र्य वशाज्जगज्जने अधीतिनोऽर्चादिकृते जिनागमे अधीतिमात्रेण फलन्ति नागमाः अधीत्यनुष्ठानतपः शमाद्यान् अभ्येषि शास्त्र सदसद्विचित्राअनादिरात्मा न निजः परो वा अनित्यताद्या भज भावनाः सदा अपास्ताशेषदोषाणां अमेध्यभब्रा बहुरन्ध्रनिर्यन् अमेध्यमांसास्रवसात्मकानि आच्छादितानि सुकृतानि यथा दधन्ते आजीविकादिविविधार्तिभृशानिशार्ताः आजीविकार्थमिह यद्यतिवेषमेषः आजीवितं जीव ! भवान्तरेऽपि वा आत्मन् ! परस्त्वमसि साहसिकः श्रुताक्षैः आत्मानमल्पैरिह वञ्चयित्वा आपातरम्ये परिणामदुःखे आरम्भैर्भरितो निमज्जति यतः आराधितो वा गुणवान्स्वयं तरन् आलम्बनं तव लषादिकुठारघाताः आवश्यकेष्वातनु यत्नमाप्तीइति चतुर्गतिदुःखततीः कृतिन इति यतिवरशिक्षां योऽवधार्य व्रतस्थः इममिति मतिमानधीत्य चित्ते इहामुत्र च वैरायउच्चारयस्यनुदिनं न करोमि सर्व ૧૭૬ ૧૭૫ ૬૮ ર૯૬ ૩૩૬ ૯૯ ૧૪ १४७ ૧૫૩ ૧૨૦ २ ४ ४० ३०० २४ ७० १७ ૨૩૧ ૨૭૬ २६८ ૭૫ १९० १२५ १०० ८3 २७७ १८४ ३४८ ૧૬૦ ૩૫૯ ३७० ૩૩૬ २७४ काकिण्युदबिन्दुकाम्र एवं सदाऽभ्यासवशेन सात्म्यं एष मे जनयिता जननीयं कथमपि समवाप्य बोधिरत्नं कथं महत्त्वाय ममत्वतो वा करोषि यत्प्रेत्यहिताय किश्चित् कर्माणि रे जीव ! करोषि तानि कषायान्संवृणु प्राज्ञ ! ३३७ कष्टेन धर्मो लवशो मिलत्ययं कस्ते निरञ्जन ! चिरं जनरञ्जनेन कायस्तम्भान्न के के स्युः कारागृहाद् बहुविधाशुचितादिदुःखाद् ५० किमर्दयन्निर्दयमङ्गिनो लघून् किमु मुह्यसि गत्वरैः पृथक् किं कषायकलुषं कुरुषे स्वं ૧૯૪ ૨૧૫ ૫૪ किं जीव ! माद्यसि हतस्ययमीहसेऽर्थान् १८४ ૧૫૦ किं मोदसे पण्डितनाममात्रात् किं लोकसत्कृतिनमस्करणार्चनाद्यैः कुकर्मजालैः कुविकल्पसूत्रजैः कुक्षौ युवत्याः कृमयो विचित्रा कुर्यान्न कुत्रापि ममत्वभावं कुर्वे न सावद्यमिति प्रतिज्ञां कुलं न जातिः पितरौ गणो वा कृताकृतं स्वस्य तपोजपादि कृती हि सर्व परिणामरम्यं कृपया संवृणु स्वाङ्ग के गुणास्तव यतः स्तुतिभिच्छको गुणस्तव कदा च कषायैः क्रूरकर्मसु निःशङ्कं क्वचित्कषायैः वचन प्रमादैः क्षेत्रवास्तुधनधान्यगवाश्वैः क्षेत्रेषु नो वपसि यत्तदपि स्वमेतद् १८६ ૩૬૨ ૫૦ 3:3 ૩૧૧ ૧૨૩ ૨૧૩ ३४४ ૧૨૫ १८७ २७१ ૧૬૩ ૭૫ ૩૫૮ ૩૧૦ ૨૪૮ ३५५ ३७ ३३७ ૩૧ ૧૧૪ २७ ૨૧૮ ८२ ૮૫ Page #470 -------------------------------------------------------------------------- ________________ गजाश्वपोतोक्षरथान् यथेष्टगर्भवासनरकादिवेदनाः गुणस्तवैयों गुणिनां परेषाम् गुणस्तुतीर्वाञ्छसि निर्गुणोऽपि गुणांस्तमाश्रित्य नमन्त्यमी जनाः गुणेषु नोचच्छसि चेन्धुने ! ततः गुणविनोऽपि जनानतिस्तुतिगुरूनवाप्याप्यपहाय गेहम् गृह्णासि शय्याssहृतिपुस्तकोपधीन घ्राणसंयममात्रेण चक्षुः संयममात्रात्के चतुष्पदेः सिंह इव स्वजात्यैः चर्मास्थिमज्जान्त्रवसास्रमांसा चित्तबालक ! मा त्याक्षीः चेतनेतरगतेष्वखिलेषु चेतisर्थये मयि चिरत्नसख ! प्रसीद चेद्वाञ्छसीदमवितुं परलोकदुःखचरैस्तथा कर्मकरैर्गृहीते जनेषु गृह्णत्सु गुणान्प्रमोदसे जपो न मुक्त्यै न तपो द्विभेदं जयश्रीरान्तरारीणां ३९८ २४२ १०२ 33 ૧૯૨ २७१ २८३ २८२ ૩૧૫ २७८ ३३८ ३३८ ૫૫ ४४ जानन्ति कामान्निखिलाः ससंज्ञाः जिनेष्वभक्तिर्यमिनामवज्ञा પર जिह्वा संयममात्रेण ३४० ૨૬૯ ૨૩૯ ३४६ २३३ ૩૫૧ ૧૭૪ जानेऽस्ति संयमतपोभिरमीभिरात्मन् तत्त्वेषु सर्वेषु गुरुः प्रधानं तदेवमात्मा कृतसंवरः स्यात् तपः क्रियावश्यक दानपूजनैः तपांसि तन्याद्विविधानि नित्यं तपोजपाद्याः स्वफलाय धर्माः तमेव सेवस्व गुरुं प्रयत्नाद् तीव्रा व्यथाः सुरकृता विविधाश्च यत्रा - १५६ ते तीर्णा भववारिधि मुनिवराः तैर्भवेऽपि यदहो सुखमिच्छन् त्यक्त्वा गृहं स्वं परगेह चिन्तात्यज स्पृहां स्वःशिवशर्मलाभे ૩૬ ૨૬૩ ૫૩ ૩૦૯ ૨૯૬ त्राणाशक्तेरापदि त्रातुं न शक्या भवदुःखतो ये त्वचः संयममात्रेण त्वमेव दुःखं नरकस्त्वमेव त्वमेव मोग्धा मतिमांस्त्यभात्मन् ददस्व धर्मार्थतयैव धर्म्यान दधद् गृहस्थेषु ममत्वबुद्धि दाक्षिण्यलज्जे गुरुदेवपूजा दानमाननुतिवन्दनापरैः दानश्रुतध्यानतपोऽर्चनादि दीवार्तेषु भीतेपु दीपो यथाऽल्पोऽपि तमांसि हन्ति दुष्टः कर्मविपाकभूपतिवशः ૧૧ ३० दुःखं यथा बहुविधं सहसेऽप्यकामः देहे विमुद्य कुरुषे किमयं न वेत्सि द्रव्यस्तवात्मा धनसाधनां न द्विषस्त्विमे ते विषय प्रमादाः ૧૬૪ ૯૧ १३८ दुर्गन्धतो यदणुतोऽपि पुरस्य मृत्युः धत्से कृतिन् ! यद्यपकारकेषु १६८ धनाङ्गसौख्यस्वजनाननवि ૨૨૬ } धन्यः स मुग्धमतिरप्युदितार्हदाज्ञाधन्याः केऽप्यनधीतिनोऽपि सदनुधर्मस्यावसरोऽस्ति पुद्गलपराधिगागमैर्मासि रञ्जयन् जनान् ध्रुवः प्रमादैर्भवारिधौ मुने ! न काsपि सिद्धिर्न च तेऽतिशायि न देवकार्ये न च सङघकार्ये न धर्मचिन्ता गुरुदेवभक्तिः न यस्य मित्रं न च कोऽपि शत्रुः न वेत्सि शत्रून्सुहृदश्च नव नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता नाम्नाऽपि यस्येति जनेऽसि पूज्यः निजः परो वेति कृता विभागो नाम्र सुसिकोऽपि ददाति निम्बकः नियन्त्रणा. या चरणेऽत्र तिर्यक्रनिरवद्यं वचो ब्रूहि ७६ ૫૬ ३४० ३६३ ૧૮૬ ૩૫૩ ३०८ ૨૫૦ २८३ ૧૬૮ ૫ २३४ ५३ ૨૧૦ ૯૨ ૮૧ ૩૧૪ ૧૫ ૧૧૮ २०८ ૧૫૩ ૧૫૧ ૧૯૦ ૧૫૧ ૩૦૬ ૨૮૦ ૫૮ ૨૫૭ १७ ૩૫ २७३ ૩૧૭ ३८ २४८ २८४ ३३२ Page #471 -------------------------------------------------------------------------- ________________ ४० ० ૨૪૮ निर्भूमिर्विकन्दली गतदरी निःसङ्गतामेहि सदा तदात्मन् नो धनैः परिजनः स्वजनैर्वा न्यस्ता मुक्तिपथस्य वाहकतया पतङ्गभृङ्गेणखगाहिमीनपदे पदे जीव ! पर।भिभतीः परस्य पीडापरिवर्जनात्ते परहितचिन्ता मैत्री पराभिभूतौ यदि मानमुक्तिः पराभिभूत्याऽल्पिकयाऽपि कुप्यपरिग्रहं चेयजहा गृहादेः परिग्रहात्स्वीकृतधर्मसाधनापरिषहान्नो सहसे न चोपपरोपकारोऽस्ति तपो जपो वा पुनः पुनर्जीव तवोपदिश्यते । पुराऽपि पापैः पतितोऽसि दुःखपुराऽपि पापैः पतितोऽसि संमृतौ पुष्णासि यं देहमघान्यचिन्तयंपूतिश्रुतिः प्रवेष रतेर्विदूरे पूर्ण तटाके तृषितः सदैव प्रगल्भसे कर्मसु पापकेश्वरे ! प्रमोदसे स्वस्य यथाऽन्य निर्मितः प्रसन्नचन्द्रराजर्षः प्राप्यापि चारित्रमिदं दुरापं फलाद वृथा स्युः कुगुरूपदेशतः बन्धोऽनिशं वाहनताडनानि बस्तिसंयममात्रेण बिभेषि जन्तो! यदि दुःखराशेः भक्त्यैव नार्चसि जिनं सुगुरोध धर्म भजस्व मैत्री जगदङ्गिराशिषु भवी न धर्मरविधिप्रयुक्तैः भवेत्समग्रेष्वपि संवरेषु । भवेद् गुणी मुग्धकृतैर्न हि स्तवैः भवेद्भवापायविनाशनाय यः । भवेन्न कोऽपि स्तुतिमात्रतो गुणी भावनापरिणामेषु ३९९ ७. भावोपयोगशून्याः ૨૩૫ ३१४ भुक्ते कथं नारकतिर्यगादि ૧૦૧ ५२ मनः संवृणु हे विद्वन् ૩૨૬ २४६ मनोऽप्रवृत्तिमात्रेण २०६ मनोवशस्ते सुखदुःखसङ्गमो १८3 मन्त्रप्रभारत्नरसायनादिममत्वमात्रेण मनःप्रसाद ८० २० महर्षयः केऽपि सहन्त्युदीर्या 3०६ ११२ महातपोध्यानपरीपहादि ૨૯૯ ११८ मा कार्षीत्कोऽपि पापानि २८६ माता पिता स्वः सुगुरुश्च तत्त्वात् २८७ माद्यस्यशुद्धैर्गुरुदेवधर्मः २४८ ૨૬૫ ___ मा भूरपत्यान्यवलोकमानो ७४ ४५ मिथ्यात्वयोगाविरतिप्रमादान ૩૨૩ २०८ मुधान्यदास्याभिभवाभ्यसूया ૧૫૮ २०८ मुने! न किं नश्वरमस्वदेह ૨૯૨ १२४ मुह्यसि प्रणयचारुगिरासु ___८८ मृतः किमु प्रेतपतिर्दुरामयाः ૧૦૪ १७७ मृत्पिण्डरूपेण विनश्वरेण २५६ मृत्योः कोऽपि न रक्षितो न जगतो ૧૩૯ २११ मैत्री परस्मिन् हितधीः समग्रे २२७ मैत्री प्रमोदं करुणां च सम्यक ૩૫૭ ३२७ मोदन्ते बहुतर्कतर्कणचणाः १४८ 3१३ यत्कषायजनितं तव सौख्यं ૧૧૪ २४३ यतः शुचीन्यप्यशुचीभवन्ति ८४ ૧૫૭ यथा तवेष्टा स्वगुणप्रशंसा ૨૨૫ ३४१ यथा विदां लेप्यमया न तत्त्वात १०४ यथा सर्पमुखस्थोऽपि ૧૯૫ २५3 यदत्र कष्टं चरणस्य पालने ૨૯૩ १८ यदिन्द्रियाथै रिह शर्म बिन्दवद १०० २४० यदिन्द्रियार्थैः सकलैः सुख स्याद् ३४६ यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्य- ३१६ २८४ यस्यागमाम्भोदरसैन धौतः १४४ यस्यास्ति किश्चिन्न तपोयमादि ३४५ २२८ यानि द्विषामप्युपकारकाणि ७६ १८. यांच शोचसि गताः किमिमे मे પપ ૧૯ ४२ in WOW Page #472 -------------------------------------------------------------------------- ________________ याः सुखोपकृ तकृत्त्वधिया त्वं ये पालिता वृद्धिमिताः सहैव aseshara कलिकर्म निबन्धभाजनं यैः क्लिश्यसे त्वं धनबन्ध्वपत्ययोगस्य हेतुर्मनसः समाधिः यो दानमानस्तुतिवन्दनाभिः रक्षार्थ खलु संयमस्य गदिताः रङ्कः कोऽपि जनाभिभूतिपदवीं रूपलाभकुलविक्रमविद्या वचोऽप्रवृत्तिमात्रेण वध्यस्य चौरस्य यथा पशोर्वा वशं मनो यस्य समाहितं स्यात वस्त्रपात्रतनुपुस्तकादिनः विद्वानहं सकललब्धिरहं नृपोऽहं विना कषायान्न भवार्त्तिराशिः विमुह्यसि स्मेरदृशः सुमुख्याः विमोसे कि विषय प्रमादैः विराधितैः संयम सर्वयोगैः विलोक्य दुरस्थममेध्यमल्पं विशुद्धशीलाङ्गसहस्रधारी विश्वजन्तुषु यदि क्षणमेकम् विषयेन्द्रिय संयोगा वेत्सि स्वरूपफलसाधनवाधनानि वेषेण माद्यसि यतेश्वरणं विनात्मन् ! वेषोपदेशापधिप्रतारिताः वैराग्यशुद्धधर्मा वैरादि चात्रेति विचार्य लाभाशत्रूभवन्ति सुहृदः कलुषीभवन्ति शमत्र यद् बिन्दुरिव प्रमादजं शान्तरसभावनात्मा ३०८ ૨૮૯ ૩૧૧ ૧૨૯ १७२ रे चित्तवैरि ! तव किं नु मयाऽपराद्धं रे जीव ! सेहिथ सहिष्यसि च व्यथास्ताः १०८ coarse धर्मं सकलं जिनोदितं ૧૭૦ ૩૩૧ ૧૦૩ ૧૬૭ २८० १८८ ૧૩૧ ૬૯ ૧૦૫ ૩૧૫ ૬૬ ૩૫૨ ૧૬ ૩૪૩ ૧૮૯ ૨૬૯ ૨૭૫ ૧૦ ૧૧૨ १२७ ૨૯૩ ૩૬૯ २७३ ૧૪૫ शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि गृहिणीशिलातलाभे हृदि ते बहन्ति ४०० ७८ ૨૧૩ २८८ ૨૧૪ १७८ शीतातपाद्यान्न मनागपीह ૨૯૧ ૨૧૭ शीतात्तापान्मक्षिकाकत्तृणादिश्रुतिसंयममात्रेण ३३८ श्रुत्वाकोशान् यो मुदा पूरितः स्यात् ૧૧૩ शैथिल्य मात्सर्य कदाग्रहकुधो २२४ २८७ ३६७ समग्र चिन्तार्त्तिहृते रिहापि समग्रसच्छास्त्र महार्णवेभ्यः सचेतनाः पुद्गल पिण्डजीवा सप्तभीत्यभिभवेष्टविप्लवासमतैकलीनचित्तो ૫૭ ૧૫૯ समाश्रितस्तारकबुद्धितो यो समीक्ष्य तिर्यङ्नरकादिवेदना सम्यग्विचार्येति विहाय मानं सर्वमङ्गलनिधौ हृदि यस्मिन् सह तपोयमसंयमयन्त्रणां संयमोपकरणच्छलात्परान् साथै निरर्थकं वा यद् सुखमास्से सुखं शेषे सुखाय दुःखाय च नैव देवाः सुखाय धत्से यदि लोभमात्मनो सुखेन साध्या तपसां प्रवृत्तिः सुदुर्जयं हि रिपुवत्यदो मनो सृजन्ति के के न बहिर्मुखा जनाः स्तवैर्यथा स्वस्य विगर्हणैश्च स्तुतैः श्रुतैर्वाप्यपरैर्निरीक्षितैः स्त्रीषु धूलिषु निजे च परे वा स्निह्यन्ति तावद्धि निजा निजेषु स्वप्नेन्द्रजालादिषु यद्वदाप्तैः स्वयं प्रमादैर्निपतन्भवाम्बुधौ स्वर्गापवर्गो नरकं तथान्तः स्वाध्याय योगैश्चरणक्रियासु स्वाध्यायमाधित्ससि नॉ प्रमादैः स्वाध्याययोगेषु दधस्व यत्नं हतं मनस्ते कुविकल्पजालैः हीनोऽप्यरे भाग्यगुणैर्मुधात्मन् ! ૨૪ ૧૩૧ ૧૧૭ ૨૯૪ ૨૮૯ ૩૩૧ ૨૧૬ ૧૬૬ ૧૨૧ ૧૧૫ ૧૭૧ ૨૨૯ २२७ २३२ ૩૬૫ ४७ ४८ २७७ ૧૬૫ १७८ ૨૬૫ ૩૫૨ ३०४ २८१ Page #473 -------------------------------------------------------------------------- ________________ 2000 Jain Edso nernational For Private & Personal use only www.ainelibrary.org