________________
૩૭
કરવાની ખાસ જરૂર છે. મને વિકારને તાબે થનાર પ્રાણુની જિંદગી લગભગ નકામા જેવી છે, એમ ઉપરઉપરની દૃષ્ટિથી પણ આપણને લાગે છે, પરંતુ મનેવિકારે કેવા અને કેવી રીતે કામ કરનારા હોય છે એનું ઊંડાણમાં ઊતરી આપણે સ્વરૂપ ન જાણતા હોઈએ ત્યાં સુધી એ સત્ય હકીકત પણ માત્ર વાતના રૂપમાં રહે છે. કષાયને બરાબર ઓળખી, તે કરવાને પ્રસંગ આવતાં તેને નિગ્રહ કરવો અને તેનાથી જિતાઈ ન જતાં તેને જીતી લેવા, એટલું સાધ્ય લક્ષ્યમાં રાખવું યોગ્ય છે. કષાયના દરેક વિષય પર મેટામેટા લેખ લખાય તેમ છે, અને અન્યત્ર તે પ્રયાસ કર્યો પણ છે, તેથી તેમ જ આ અધિકારના વિવેચનમાં ગ્રંથના પ્રમાણપૂરતું વિવેચન થયેલું હોવાથી આ સ્થળે તો આ અધિકારમાં કયા વિષય આવે છે તેનું માત્ર દિગદર્શન જ કરાવવામાં આવ્યું છે. કષાય જિંદગીમાં ઘણો અગત્યને ભાગ ભજવે છે તેથી તેના સંબંધમાં બેદરકાર રહેવું નહિ એટલી ગ્રંથકર્તા વારંવાર ભલામણ કરે છે.
૮. શાસ્ત્રગતિ–ત્યાર પછી આઠમે શાસ્ત્રાભ્યાસને અધિકાર આવે છે. આ અધિકાર બહુ વ્યવહારુ આકારમાં લખાય છે. શાસ્ત્રને અભ્યાસ કરી વિદત્તા દેખાડવાની વૃત્તિ રહે તે શાસ્ત્રાભ્યાસથી બહુ લાભ થતું નથી. અભ્યાસ પ્રમાણે વર્તન હવાની ખાસ જરૂર છે. પંડિતના નામમાત્રથી ખુશી થઈ જવા જેવું નથી, પણ મતિ અનુસાર બુદ્ધિ હોવી જોઈએ અને તે બન્ને અનુસાર પ્રવૃત્તિ હોવી જોઈએ. વિષયપ્રતિભાસ, આત્મપરિણતિ અને તત્વસંવેદન જ્ઞાનનું સ્વરૂપ શ્રીમદ્દ હરિભદ્રસૂરિએ અષ્ટકમાં આપ્યું છે તે બહુ મનન કરવા છે, એ હકીકત વિવેચનમાં ખાસ ધ્યાન ખેંચનારી છે. શાસ્ત્રાભ્યાસને ઉદ્દેશ શો છે તે બહુ વિચારવા યોગ્ય છે અને આ વિષય પર ગ્રંથકર્તાએ અસરકારક રીતે ધ્યાન ખેંચ્યું છે. આ સંબંધમાં બહ ગફલતી થાય છે. ઘણી વખત જ્ઞાનના દેખાવમાં જ સંપૂર્ણતા માનવામાં આવે છે, તે સંબંધમાં યોગ્ય વિચાર બતાવવામાં આવ્યા છે. આ વિષયની સાથે અભ્યાસને અંગે સમજવામાં આવતાં ચતુર્ગતિના કલેશનું વર્ણન કરવામાં આવ્યું છે. નરક કે તિર્યંચ ગતિમાં દુઃખો છે તે તો આ જીવ સમજે છે, પણ મનુષ્ય અને દેવગતિમાં પણ દુઃખ છે એ વાત સ્પષ્ટ કરવાની બહુ જ જરૂર છે. જે ક્રિયા કરવાથી ચઉગીત સધાય તે અધ્યાત્મ નથી એમ શ્રી આનંદધનજી મહારાજ અગિયારમા શ્રી શ્રેયાંસનાથજીના સ્તવનમાં કહે છે અને કદાચ કોઈ ક્રિયાથી શુભ ગતિ બંધાય છે તે પણ ઈષ્ટ નથી, એ ખાસ સમજવું જરૂરનું છે. અધ્યાત્મ વ્યાખ્યા કરતાં પણ આપણે જોયું છે કે જે અધ્યાત્મથી ચઉગતિમાંથી કોઈ પણ શુભ અથવા અશુભ ગતિ બંધાય તે અધ્યાત્મ નથી.
૯ ચિત્તદમન–આખા ગ્રંથના મધ્યબિંદુરૂપ નવમો અધિકાર ચિત્તદમનને આવે છે. ગમે તેટલી ક્રિયા કરવામાં આવે, ગમે તેટલું જ્ઞાન ભણવામાં આવે, ગમે તેટલી તપસ્યા કરવામાં આવે, અને ગમે તેટલી યોગસાધના કરવામાં આવે, પણ જ્યાં સુધી મનની અસ્થિરતા હોય, ચિત્ત આકુળ-વ્યાકુળ હોય, માનસિક ક્ષોભ હોય, ત્યાં સુધી સાધ્ય પ્રાપ્ત થઈ શકતું નથી એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે, જ્ઞાનને, તપને અથવા ક્રિયાને આશય મને પર અંકુશ લાવવાનું હોવું જોઈએ. મનની અવ્યવસ્થિત સ્થિતિથી પ્રાણીનાં કાર્યો કાંઈ પણ ફળ આપી શકતાં નથી. એ શુદ્ધ દૃષ્ટિની અપેક્ષાએ યથાતથ્ય છે. એ સંબંધમાં સામાન્ય રીતે આપણે વિચારો બહુ અચોક્કસ રહે છે. સામાન્ય પ્રકૃતિ બાહ્ય દેખાવ ઉપર બહુ મત બાંધી દે છે, પણ વસ્તુતઃ એમ થવું ન જોઈએ. અમુક પ્રાણીના સંબંધમાં મત બાંધતાં પહેલાં તે પ્રાણીનું મન કેટલું અંકુશમાં આવ્યું છે તે પર બહુ જ વિચાર કરવાની જરૂર છે ગમે તેવા કાર્ય કરવામાં ઉઘુકત થયેલા જીવને મન કેવી રીતે ફેરવી નાખે છે, તેને અનુભવ વિચાર કરવાથી તુરત સમજી શકાય તેમ છે, મન જ મેક્ષ અને બંધનું કારણ શાસ્ત્રકારે કહ્યું અને ક્રિયા ન કહી એનું રહસ્ય આ અધિકારમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. આ અધિકારમાં ગ્રંથર્તાએ, પ્રથમ અધિકારની પેઠે, પિતાની વિદ્વત્તા બતાવી આપી અ. ક. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org