SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બને પર મમત્વ રાખવાનો ગર્ભિત આશય હોય એમ જણાય છે. શરીરને અશુચિમય સમજવાથી અને તેના પર યોગ્ય વિચાર કરવાથી તેનું વાસ્તવિક સ્વરૂપ અને તેને અંગે તેની સાથે વર્તન કરવાને યોગ્ય રસ્તા સારી રીતે ધ્યાનમાં આવે છે. આ પાંચમા અધિકારને વિષય આ શારીરિક સુખમાં મસ્ત બનાવનાર ચાલુ કાળમાં પસંદ ન આવે એ બનવાજોગ છે. પણ તેથી સૂરિમહારાજ તે વસ્તુ સ્વરૂપ સમજાવવાની પોતાની ફરજ ચૂકી જતા નથી. ચાલુ જમાનાની ખાવાપીવાની અને વર્તન કરવાની રીત શરીરને નિરંતરનું પિતાનું મનાવે છે કે જે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ છે એમ આપણે પ્રત્યક્ષ અનુભવ છે. દુનિયામાં જે જે હકીકતો બને તેને માત્ર ઉપ૨ઉપરનો જ ખ્યાલ લેવાની ટેવ હોવાથી ઘણા જીવો આમાં ઊંડા ઊતરી શકતા નથી. એક માણસના મરણ વખતે ઘણુ ખરા કહેશે કે બહુ ખરાબ થઈ ગયું વગેરે; પણ શું ખરાબ થયું, એને વિચાર કરશે નહિ. શરીરને આત્માને વિયોગ, કે જે સ્વાભાવિક ધર્મ છે, એ જ થયું છે એવું પૃથકકરણ કરવાની તેને ઈચ્છા થશે નહિ. દુનિયાના સામાન્ય બનાવોમાં પણ આવું અંતિમ રહસ્ય શોધવાની ટેવ પાડવી બહુ આવશ્યક છે. પ્રમાદિત્યાગ–ઠા પ્રમાદત્યાગ અધિકારમાં પંચેન્દ્રિયના વિષયોનું સ્વરૂપ બહુ વિદ્વત્તાથી બતાવવામાં આવ્યું છે. આ જીવ સ્થૂળ ઇન્દ્રિયસુખમાં આસક્ત થઈ જાય છે. સારા સારા પદાર્થો ખાવામાં, સેન્ટ-લવંડર સૂધવામાં, હાર્મોનિયમ-પીઆને સાંભળવામાં, સુંદર સ્ત્રીઓનું રૂપ વિકારદષ્ટિથી જોવામાં અને તેઓ સાથે વિષયસેવન કરવામાં આનંદ માને છે. પાંચ ઈન્દ્રિયના વિષયો અનેક પ્રકારના છે. જેને અનુભવ દરરોજ થાય છે. આમાં સુખ શું છે? શું માનવામાં આવ્યું ? તેમાં ખરું તત્ત્વ શું છે? ખરા સુખનું સ્વરૂપ શું છે? તે આ જીવને કેમ સમજાતું નથી ? આ સ્થળ સુખો ભગવતી વખતે કેટલું અને કેવું સુખ આપે છે? પરિણામે તેથી શું થાય છે? આમિક સુખ અને સ્થળ સુખમાં તફાવત શો છે?—એ વિષય પર બહુ અસરકારક વિવેચન આ અધિકારમાં કરેલું છે. ઈન્દ્રિયના વિષયમાં આ જીવની આસક્તિ એટલી બધી રહે છે કે તેને કોઈ પણ પ્રસંગ પડતાં જે પિતાને વિશેષ જ્ઞાન અને દઢ શ્રદ્ધા ન હોય તે તે તેમાં મગ્ન થઈ જાય છે. તે પ્રસંગે તેને એટલું પણ ભાન રહેતું નથી કે દુનિયામાં પ્રતિષ્ઠા મેળવનાર મારા જે પ્રતિષ્ઠિત ગણાતે પુરુષ આવા બાળકને છાજતા ખેલ કેમ કરે છે? એક ડાહ્યો ગણાતો માણસ પણ એકાંત ભાગમાં સ્ત્રી સાથે કેવી વિચિત્રતાથી વતે છે એ કલ્પી શકાય તેવું છે. એવી સ્થિતિથી તે વખતે અને ભવિષ્યમાં આ જીવને બહુ હાનિ થાય છે, તે દૂર કરાવવાને અત્ર ઉપદેશ છે. આવા વિષયોમાં વસ્તુ સ્વરૂપ વિચારવાની બહુ જ જરૂર છે. પ્રમાદને માટે અત્ર બહુ લખવામાં આવ્યું નથી, અંતિમ રહસ્યમાં અને ભૂમિકામાં તે વિષયનું સહજ નિરૂપણ કરવામાં આવ્યું છે. ૭, કષાયો–સાતમે કષાયનિગ્રહ અધિકાર છે. આ અધિકારમાં લખેલ હકીકત આપણા દરરેજના અનુભવમાં આવે છે અને કર્મપ્રકૃતિઓ ગ્રહણ કરવાના મુખ્ય દ્વારમાંનું એ એક ઠાર છે. કષાયથી જ સંસારને લાભ અને તેની વૃદ્ધિ થાય છે અને તે આ જીવના સંબંધમાં મોટા ફેરફાર કરી શકે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર તેના ભેદ છે. સવારથી રાત્રી સુધીમાં કષા કરવાના અનેક પ્રસંગ આવે છે: કોઈની પર ગુસ્સો આવી જાય છે; કેઈ વાર પોતાની મોટી મોટી વાતો (આત્મપ્રશંસા) કરવામાં આનંદ મનાય છે: કઈ વાર બગવૃત્તિ ધારણ કરાય છે અને કોઈ વાર પૈસાની માળા ફેરવાય છે. આ ચાર કષાયે અનેક રૂપમાં દેખાવ દઈ આ જીવને કેવા ચાળા કરાવે છે તે સંબંધી આ અધિકારમાં બહુ વિસ્તારથી વિવેચન કર્યું છે. આ ચાર કષાય એવી અસાધારણ શક્તિ ધરાવે છે કે પિતાના પુરજોશમાં જે તે ચારમાં એક પણ હેય તે આ જીવ ગમે તેટલી ધર્મક્રિયા કરે, ગમે તેટલું જ્ઞાન ભણે, ગમે તેટલાં તપ કરે, પણ તે સર્વને કષા નકામાં બનાવી દે છે અને જીવને અધઃપાત કરાવે છે. આવાં કારણોથી કષાયને નિગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy