SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારને પુરુષમમત્વમોચન અધિકાર તરીકે વાંચવો. આ અને હવે પછીના ત્રણે અધિકારો બાહ્ય સંબંધને આશ્રયીને લખાયેલા છે, પણ તે સંબંધ વિભાવદશાને લીધે આત્મિક સંબંધ જેવા થઈ ગયા છે, તેથી તે સંબંધનું સ્વરૂપ, સ્થિતિ અને પરિણામ બહુ બારીકીથી તપાસવાની જરૂર છે, આ અધિકાર મેહનીય કર્મનું સામ્રાજ્ય કેટલું પ્રબળ છે તે બતાવી આપે છે. ૩, પુત્રમમત્વ-ત્રીજો પુત્ર મમત્વમોચન અધિકાર બહુ સંક્ષેપમાં પણ મુદ્દાસર વિષય પર લખાયે છે કેટલાક પ્રાણીઓ પુત્રપુત્રીરૂપ સંસારમાં આસક્ત થઈ “છેકરા મારા સ્વામીવાત્સલ' જેવું કરે છે; મતલબ, પિતાના ઘરમાં આખી દુનિયાને સમાવેશ થયેલો સમજી બીજા કઈ પણ પ્રકારના સામાજિક વિચાર તેઓ કરતા નથી. કેટલીક વાર અપત્યમમત્વને અંગે ફરજ વગેરેના ગૂંચવણ ભરેલા સવાલો ઉતપન્ન થાય છે એવા સવાલોને આ અધિકારમાં સીધી અને આડકતરી રીતે બહુ સારો ખુલાસો કર્યો છે. આ અધિકાર લેખસંખ્યામાં સર્વથી નાનું છે, પણ એની અગત્ય ઓછી નથી. ૪, ધનમમત્વ–ચોથા ધનમમત્વાચન અધિકારમાં બહુ ઉપયોગી બાબતે પર ઉલલેખ થયો. છે. આ દુનિયામાં મોટે ભાગ–લગભગ આખો ભાગ–“પૈસો મારે પરમેશ્વર”એ જ વૃત્તિવાળા હોય છે. પૈસા પેદા કરવાના રસ્તા, ચિંતવન, તેના વિચાર, તેની વાત વગેરેમાં આ જીવને જેટલે આનંદ આવે છે, તેટલે બીજા કોઈ પણ પદાર્થના સંબંધથી આવતું નથી. અનાદિ અભ્યાસ આ પ્રમાણે મેહનીય કર્મના ઉદયથી પડી ગયો છે અને તેથી ઘણીવાર વ્યવહારમાં પૈસાને અગિયારમે પ્રાણ કહેવામાં આવે છે અને તેનું જોર એટલું બધું માનવામાં આવે છે કે પ્રસંગે એ દશ પ્રાણને પણ છોડાવી દે છે. ધનનું મમત્વ એકદમ મૂકવું આકરું લાગે તેવી સ્થિતિ ઘણા પ્રાણીઓની હેવાથી દીર્ધદષ્ટિવાળા ગ્રંથકર્તાએ ધનનો વ્યય કેવી રીતે કરવો તે પણ બતાવ્યું છે. આ સંબંધમાં તેઓશ્રીને કહેવાને મુખ્ય ઉદેશ એ જણાય છે કે પૈસાના વિચાર અને ફડફડાટમાં આત્મિક સાધન છોડી દેવાનું ઘણું પ્રાણુઓને બને છે; એ સંબંધમાં બહુ વિચાર કરવાની જરૂર છે. જે તદ્દન ધૂળ વસ્તુ છે, પૌગલિક છે, ચળ છે, છેવટ સુધી પાસે કદાચ ૨હે તે પણ પ્રાંતે તો અહીં જ પડી રહેવાની છે, એવી વસ્તુ પર મમત્વ કરી પ્રાપ્ત કરેલ અનુકૂળતાઓને લાભ લેતાં ચૂકી જવું નહિ. પૈસા એકઠા કરવા એ તદ્દન નિહેતુક પ્રવૃત્તિ છે. એક અંગ્રેજ કવિ કહે છે કે – Take thou no thought for aught save Right and Truth, Life holds for finer souls no equal prize; Honours and wealth are baubles to the wise. “આ જીવનમાં વિશુદ્ધતર જીવન ગાળનારને સરખે બદલે મળતો નથી, સંગ પ્રમાણે વધતા-ઓછો મળે છે; પણ મારે તે સત્ય અને ખરી વાત સિવાય બીજી કોઈ વસ્તુને વિચાર કરે નહિ. ડાહ્યા માણસને મન માનપાન અને પૈસા તે શેભિતાં પણ કિંમત વગરનાં રમકડાં જેવાં છે.” આ ટૂંકા વાક્યમાં બહુ અગત્યનું રહસ્ય સમાયું છે. ધનમમત્વમોચન અધિકાર બહુ વિચારીને વાંચવા ગ્ય છે. ૫. દેહમમત્વ–પાંચમા દેહમમમેચન અધિકારમાં પણ બીજા અધિકારથી શરૂ થયેલ લય (spirit) ચાલુ રાખે છે. આ શરીર પર અસાધારણ પ્રેમ રાખી તેને આખો વખત પંપાળવું નહિં અથવા તેને શેભાની ટાપટીપથી દીપાવવું નહિ, એને આત્મિક ધમ્મ બજાવવામાં સહાયભૂત સમજી તેનાથી બની શકે તેટલું શુભ કાર્ય કરી લેવું. એ શુભ કાર્યો કરવા પૂરતી તેની સ્થિતિ સારી હોવી જોઈએ. શરીર તરફ તદ્દન ઉપેક્ષા રાખવી એવો હેતુ જણાતું નથી, પણ તેના તરફ અત્યંત ધ્યાન આપી તેને પ્રેરનારને– તેનામાં ચૈતન્ય સ્વરૂપે રહેનારને-ભૂલી જ એમ ન થવું જોઈએ. આ અધિકારમાં સ્વદેહ અને પરદેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy