________________
રેલમછેલ થઈ જતો નથી, ત્યાં સુધી આધ્યાત્મિક શરીર પ્રાણ વગરના હાડપિંજર જેવું છે. મનુષ્ય ગમે તેટલા પૈસા પ્રાપ્ત કરે, ગમે તેટલાં મોજશોખનાં સાધને એકઠાં કરે, ગમે તેટલા વૈભવ ભગવે, ગમે તેટલું માન પ્રાપ્ત કરે, પણ વસ્તુતઃ આધ્યાત્મિક દૃષ્ટિએ જે તેનામાં સમતા ન હોય તે તે શૂન્ય છે, અધમ છે અને તેથી પણ વધારે હાનિકારક છે, કારણ કે તે કારણે અતિ ખરચાળ છે, ઉડાઉ છે, નુકસાન કરનારાં છે અને પરભવે અધોગતિમાં પતન કરાવનારાં છે. સમતામય જીવનની ખૂબી એવી ઉત્તમ અને વિશિષ્ટ છે કે તેની હવામાં, તેના વાતાવરણમાં, તેના પાડોશમાં પણ અખંડ શાંતિનું સામ્રાજ્ય ફુરે છે અને એક વખત આવા જીવનના સંબંધમાં આવનાર પ્રાણી તેના હેતુ, ક્રિયા કે ક્રમ ન સમજતો હય, ન પારખી શકતે હેાય, ન પૃથક્કરણ કરી શકતા હોય, પણ તે અતિ સુખને અનુભવ કરે છે અને એ સતસંગ કરવા નિરંતર હાંશ રાખ્યા કરે છે; અથવા એના સંબંધમાં ગયેલી આનંદદાયક ક્ષણેને બહુ પ્રેમથી વારંવાર સંભાર્યા કરે છે, સમતા આવી પવિત્ર વસ્તુઓને જન્મ આપનાર છે અને સ્વય થઇ છે તેથી તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ મુમુક્ષુ જીવને હોય છે. એને પ્રાપ્ત કરવાનાં અનેક સાધને પૈકી અત્ર ચાર ભાવના, ઈદ્રિના વિષય પર સમભાવ, આત્મસ્વરૂપની વિચારણા અને સ્વસ્વાર્થ ઓળખી તે સાધવામાં રક્તતા એ ચાર સાધન પર બહુ વિસ્તારથી વિવેચન ગ્રંથકર્તાએ કર્યું છે. આખા ગ્રંથનું પરમ સાધ્ય સમતા હોવાથી અને તે વગર કરેલાં શુભ કાર્યો પણ સંસારફળ આપનારાં હોવાથી આ અધિકાર પર બહુ વિચાર કરીને વિસ્તારથી વિવેચન કરવાની આવશ્યકતા જણાઈ હતી અને તે હેતુ પાર પાડવા માટે બનતા પ્રયાસ કરવામાં આવ્યો છે. સમતાને અંગે દૃષ્ટાંત બહુ વિચારવા યોગ્ય છે; તેથી વીર પરમાત્મા, અનાથી મુનિ, ગજસુકુમાળ, શાલિભદ્ર, કંદકાચાર્ય વગેરેનાં દૃષ્ટાંત પર બહુ સારી રીતે મનન કરવું. આ અધિકાર બહુ અગત્યનું છે.
૨. સ્ત્રી મમત્વ-બીજે સ્ત્રી મમત્વાચન અધિકાર અહિક પદાર્થમાં આસક્તિ થવાનાં મુખ્ય કારણ પર ખાસ લક્ષ્મ ખેંચે છે. આ દુનિયામાં અસત્ય વ્યવહાર કરવાનાં કારણે સ્ત્રીરૂપ ઉપાધિથી જ ઉત્પન્ન થાય છે. મનસ્વી પુરુષ એકલો હોય તે તે બહુ આનંદથી રહી પોતાના જરૂર પૂરતું તો પાંચ-પંદર દિવસમાં મેળવી શકે છે, પણ તેને ઘર બાંધવાની, પૈસા એકઠા કરવાની અને બીજા અનેક વ્યવહાર કરવાની જરૂર પડે છે તેનું મૂળ કારણ તે સ્ત્રી જ છે એમ વિચાર કરવાથી માલૂમ પડશે. દુનિયાને વ્યવહાર જોતાં જણાશે કે ખૂને કરવા જેવા પ્રસંગે મોટે ભાગે સ્ત્રીઓના કારણથી જ ઉદ્દભવે છે. સ્ત્રી સાથે પ્રેમ એ વિચિત્ર છે કે જેથી સ્પર્શનેન્દ્રિયને માગ મળ્યા વગર રહે નહિ. એના પરિણામે કલ્પનાશક્તિ પર દેખાતી સુંદર પણ પરિણામે ભયંકર મૂર્તિઓ ખડી થયા કરે અને છેવટે કલ્પનાશક્તિ એટલી બહેર મારી જાય કે માનસિક બળ અને તર્ક વિચારણાનો તેના ઉપર કોઈ પણ પ્રકારને કાબૂ રહે નહિ. આ સ્થિતિ એટલી ખરાબ છે કે તેને કડવે અનુભવ મેળવનારને જ તેને ખ્યાલ આવે તેમ છે. સ્વસ્ત્રીમાં મમત્વ રાખવાની અત્રે ના પાડવામાં આવી છે, તે પછી પરસ્ત્રી સંબંધમાં તે કેટલે તિરસ્કાર હવે જોઈએ એ ખાસ વિચારવાની હકીકત છે. સ્ત્રીને જે હીન વસ્તુઓ સાથે ગ્રંથકર્તાએ સરખાવી છે, તેના પર બહુ વિચાર કરવાની જરૂર છે, એ સર્વ હકીકત અનુભવ અને સંપૂર્ણ વિચારણુ તથા તવજાગૃતિથી જ સમજાય તેવી છે. વ્યવહારદૃષ્ટિથી જોતાં કદાચ એમ લાગશે કે ધાર્મિક વૃત્તિવાળા પુરુષો તે સર્વ ત્યાગ કરવાનું જ કહે, પણ તે બને કેમ ? પરંતુ આ દૃષ્ટિએ વિચાર કરવાનું નથી. બહુ ઉપગપૂર્વક સંસારચક્રનું નિરીક્ષણ કર્યા વગર ઉપરઉપરના હાવભાવમાં રક્ત થઈ જવાય એવા કાળમાં આ અધિકારનું રહસ્ય સમજાવું અને પ્રાપ્ત થવું ઘણું મુશ્કેલ છે. આ અધિકાર આખો પુરુષવર્ગને ઉદ્દેશીને લખાયે છે, કારણ, જૈન શાસ્ત્રકાર પુરુષપ્રધાન ધર્મ કહે છે; તેથી સ્ત્રીઓએ શબ્દરચનામાં ધટ ફેરફાર કરી સ્ત્રી મમત્વમેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org