________________
૩.
છે અને વિવેચન પણ બહુ વિચાર કરીને લખવા પ્રયાસ થયા છે. આ અધિકારના વિષય બહુ ઉપયોગી હાવાથી તે પર ખાસ ધ્યાન આપવા અને વારંવાર મનન કરવા ખાસ સૂચના કરવામાં આવે છે.
૧૦. વૈરાગ્ય—દશમા અધિકાર વૈરાગ્યને આવે છે. એ અધિકારમાં આ સંસારના વિષયે ઉપરથી રાગ ઊડી જાય અને વસ્તુસ્વરૂપ તેના યથાસ્થિત આકારમાં સમાય તેટલા સારુ વિદ્વાન ગ્રંથકાઁએ છૂટા છૂટા વિષયો લઈ વૈરાગ્ય થવાનાં સાધનો બતાવ્યાં છે. મૃત્યુના દોર, લેાકર'જનવાળા ધર્મ'નુ' ઉપરચોટિયાપણુ આ જીવને મળેલી અનેક પ્રકારની જોગવાઇઓ, તેના તેણે લેવા જોઈતા લાભ, ધર્મથી થતા દુઃખક્ષય, સુખનું વાસ્તવિક સ્વરૂપ, પ્રમાથી થતાં દુઃખા, ઇંદ્રિ ચેના વિષયામાં પ્રવૃત્તિ કરવાથી થતાં દુઃખો, તે પર દૃષ્ટાંતો અને આ જીવના વન અને ઉદ્દેશ વચ્ચે વિસંવાદ વગેરે અનેક છૂટી છૂટી બાબતા લઇ તે પર બહુ અસરકારક ભાષામાં પ્રકાશ પાડયો છે. એ પ્રકાશનું સ્વરૂપ બહુ મનન કરવા યેાગ્ય છે. એક પ્રસંગે અજાદિકનાં દૃષ્ટાંતા પણ બહુ યુક્તિથી આપ્યાં છે. જ્યાં સુધી સાંસારિક–પૌદ્ગલિક વિષયા પરથી આ જીવને રાગ ધટે નહિ, ત્યાં સુધી ધર્મ સન્મુખ થાય નહિ, એ સ્પષ્ટ હર્કીકત હાવાથી સર્વ વિષયાનુ અત્રે પૃથ રણુ અને સ્પષ્ટીકરણ કરવામાં અંતિમ હેતુ, તેનુ પરિણામે થતું દુ:ખ સમજી, તેનાથી દૂર રહી, સમતા પ્રાપ્ત કરવાના રાખવામાં આવ્યા છે. આ અધિકાર પણ બહુ જ મનન કરવા યાગ્ય છે. એના દરેક શ્લોકમાં એકેક અથવા તેથી વધારે મહાન સત્યો ઝળકી આવે છે, જે શેાધ કરનારને અને સાધક હાય તેને પ્રાપ્ત થઈ જાય તેમ સ્પષ્ટ રીતે બતાવ્યાં છે.
૧૧. ધમ શુદ્ધિ—અગિયારમા અધિકાર ધમ શુદ્ધિના આવે છે. આ કાળમાં ધર્મના વિષયમાં લખવુ એ જ ધણા જીવાને અપ્રાસ`ગિક લાગે છે, સખત હરીફાઈ અને પુદ્ગલમાં મસ્ત રહેવાના જમાનામાં ધર્મ શબ્દના અભાવ દાખલ થતા હતા, તેમાં હવે કાંઈક ફેરફાર થતા જોવામાં આવે છે. ધર્મની આવશ્યકતા હવે લગભગ સવ` સ્વીકારે છે. તે ધ'માં શુદ્ધિ કેટલા પ્રકારની રાખવી જોઈએ એ અત્ર બતાવવામાં આવ્યું છે. ધર્મમાં દોષો કેવા કેવા આવે છે તેનુ` મુદ્દાસર લિસ્ટ આપી સ્વગુણુપ્રશંસાના દુર્ગુણુ ઉપર અને જનસ્તુતિ ઉપર વિદ્વત્તાભરેલા ઉલ્લેખ ગ્રંથકર્તાએ કર્યાં છે. આ હકીકત પર દરેક વાંચનારનુ ખાસ ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. છેવટે ભાવદ્ધિ રાખવાના ઉપદેશ આપ્યો છે. ભાવ વગરની ક્રિયા કેવી રીતે અલ્પ ફળ આપે છે, તે પર અત્ર વિસ્તાર જોવામાં આવશે. આ અધિકારમાં લેાકસ્તુતિ પર વ્યવહારુ વિવેચન ખાસ વાંચવા યાગ્ય છે.
૧૨. ગુરુદ્ધિ—બારમેા અધિકાર ગુરુશુદ્ધિના છે, એ અધિકારમાં ગુરુમહારાજ કેવા હાવાજોઈએ એસ.બંધમાં સૂરિમહારાજે હુ વિસ્તારથી વિવેચન કર્યું છે. આ અધિકારમાં કેટલાક અગત્યના વિષચેના સમાવેશ કરવામાં આવ્યું! છે; ગુરુપરીક્ષામાં બહુ વિચાર કરવાની આવશ્યકતા ખતાવવામાં આવી છે અને તે માટે કડણ ભાષાના ઉપયોગ પણ કવિચત્ કરેલા જોવામાં આવે છે. આ અધિકારમાં સ`પત્તિ અને વિપત્તિનાં કારણેા બતાવ્યાં છે તે ખાસ મનન કરવા યાગ્ય છે.
૧૩. તિશિક્ષા-તેરમા અધિકાર યતિશિક્ષાના છે. યિત નામથી ઓળખાતા, સંસારને ત્યાગ કરનારા સને ઉદ્દેશીને લખાયેલા આ અધિકાર બહુ ધીરજથી વાંચવાની જરૂર છે. વેશમાત્રથી લાભ નથી, જનર’જનપણાની ક્રાંઇ કિંમત નથી, યતિપણાની ઉચ્ચ પ્રકારની ફરજો શી શા છે? નકામાં વજ્રપાત્રને પરિ ગ્રહ ખેાજારૂપ છે; પરીષહનું સ્વરૂપ શું છે ? સંયમના ભેદો કેટલા છે? ચરણસિત્તરી અને કરણસિત્તરીના ભેદા કયા કયા અને કેટલા છે વગેરે અનેક ઉપયોગી હકીકતનેા આ આધકારમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ અધિકાર સથી વધારે લાંખે છે. એની ભાષા શિક્ષા આપવા યોગ્ય કઠણ શબ્દોમાં લખાઇ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org