________________
તરફ ખપી જીવ ગુસ્સ કરતા નથી, પણ તેનું આંતર સ્વરૂપ સમજવા વિચાર કરે છે. સૂરિમહારાજ પોતાના અભુત ચારિત્રગુણમાં બાલ્યવયથી જ આસક્ત હોવાને લીધે બહુ ઉત્તમ રીતે હદયભાવનાથી ઉપદેશ આપે છે. આ ઉપદેશ સાધુ અને શ્રાવક સર્વને માન્ય કરવા યોગ્ય છે. એ ઉપદેશમાં સાધુધર્મ બહુ વિકટ છે એવો વિચાર આવવાથી તે તરફ ઉપેક્ષા ન થઈ જાય એની ખાસ વિચારણા રાખવામાં આવી છે. આ અધિકારનું રહસ્ય સમજવું સમજાવવું બહુ મુશ્કેલ લાગે છે, તે છતાં જે પ્રયાસ કરવામાં આવ્યું છે તેમાં કોઈ વ્યક્તિ કે સમષ્ટિને દુઃખ લગાડવાનો બિલકુલ ઇરાદે નથી, છતાં એ પ્રસંગ આવી ન જાય તે સારુ આ અધિકાર મુનિમહારાજાઓને વિવેચન સાથે બતાવી તેઓની સંમતિ મેળવી છે; છતાં પણ કોઈ સ્થાનકે દૂષણ રહ્યાં હોય તો તેને માટે અંતઃકરણથી ક્ષમાયાચના છે. સાધુવેગથી બહાર માણસ આવા ગંભીર વિષય ઉપર વિવેચન કરવા જાય તેમાં ગેરસમજુતિ થવા સંભવ છે તેથી આખા ગ્રંથના સંબંધમાં સામાન્ય દોષક્ષમા માગવાની પ્રસ્તાવનાની પ્રચલિત રૂઢીને અનુસરવા ઉપરાંત બારમા અને તેરમા અધિકારના સંબંધમાં વિશેષપણે તેમ કરવાની જરૂર જોઈ છે. સૂરિ મહારાજે જે ગંભીરતા અને લાગણીથી આ અધિકાર લખ્યું છે તે સમજવા માટે યત્ન કરવાની ખાસ ભલામણું છે.
૧૪ સંવર–ચૌદમે અધિકાર મિથ્યાવાદિ સંવરને છે. પાંચ પ્રકારના મિથ્યાત્વનું સ્વરૂપ લખી મન-વચન-કાયાના યોગ પર અંકુશ મેળવવા ઉપદેશ આપ્યા છે. મનગ પર તંદુલમસ્ય અને પ્રસન્નચંદ્રનાં આખ્યાને વિચારવા યોગ્ય છે, વચનગ પર વસુરાજનું દૃષ્ટાંત મનન કરવા યોગ્ય છે, તેમ જ કાયયોગ પર કાચબાનું આખ્યાન ચિંતવવા ગ્યા છે. ત્યાર પછી ઈદ્રિયસંયમ પર પુષ્કળ વિવેચન કરી કષાયસંવર કરવા ઉપદેશ આપે છે અને તેમ કરતાં કરન્ટ અને ઉત્કરટ મુનિનું દૃષ્ટાંત આપી બહુ ઉપયેગી બોધ આપેલ છે. છેવટે નિઃસંગતા પ્રાપ્ત કરવા પ્રેરણા કરવામાં આવી છે.
૧૫. શુભ વૃત્તિ–પંદરમો અધિકાર શુભવૃત્તિશિક્ષાને છે. દરરોજ બે ટંક છ આવશ્યક કરવાં, તપસ્યા કરી કમ નિર્ધાર કરવી, શીલાંગ ધારણ કરવાં, ગર્ધન કરવું, ઉપસર્ગ સહન કરવા, સ્વાધ્યાય-ધ્યાન કરવું, ઉપદેશ દેવ, આત્મનિરીક્ષણ કરવું વગેરે શુભ પ્રવૃત્તિના અનેક શુભ પ્રકાર બતાવી તે પ્રમાણે કરનારને ભવિષ્યમાં કેવા પ્રકારના લાભ થાય છે તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. આ અધિકારમાં જે જે પરચૂરણ વિષય બતાવવામાં આવ્યા છે તે બહુ ઉપયોગી અને મનન કરવા યોગ્ય છે.
૧૬. સામ્ય –ળમાં અને છેલ્લા સામ્યસર્વસ્વ અધિકારમાં આખા ગ્રંથના સારરૂપ સમતા રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સમતાને પરિણામે સુખ કેવી રીતે થાય છે અને તે સુખ કેવા પ્રકારનું છે તે બહુ ઉત્તમ રીતે બતાવ્યું છે. મોક્ષનું સ્વરૂપ વિવેચનમાં બતાવી તે પ્રાપ્ત કરવાનું કારણ સમતા છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ સમતાસની વાનગી છે એમ બતાવી એના અધિકારી કેણ છે તે પણ બતાવવામાં આવ્યું છે. ત્યારપછી કાઈ પણ પ્રકારના આડંબર વગર આ ગ્રંથ પૂર્ણ કરવામાં આવે છે.
કૃતિને સમય–આ ગ્રંથ સૂરિમહારાજે કઈ સાલમાં લખે તે સંબંધી કાંઈ નિર્ણય થઈ શકે તેમ નથી. મને એમ લાગે છે કે સૂરિમહારાજે ઉપદેશરત્નાકર વગેરે ગ્રંથો બનાવ્યા પછી* જિદગીના ૧. આ હકીકતને ટીકાકાર શ્રી ધનવિજય ગણિ ટેકો આપે છે. ગ્રંથની શરૂઆતના સથ શબ્દ પર
છે તેઓશ્રી કહે છે કે એ શબ્દ અનન્તરતા સૂચવે છે અને અત્ર તેને માટે એમ સમજવું કે આ ગ્રંથ ઉપદેશરનાકર વગેરે ગ્રંથો લખ્યા પછી બનાવ્યો છે. આનું કાંઈ કારણ તેઓ આપતા નથી. પણ સૂરિમહારાજ પછી આપણાથી નજીકના સમયમાં તેઓ થયા છે તેથી તેઓની કહેલી હકીકત કદાચ સંપ્રદાયથી તેઓને જણાઈ હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org