________________
છેવટના ભાગમાં પિતાના અનુભવનું રહસ્ય આ ગ્રંથ દ્વારા બહાર પાડયું છે અને આ ગ્રંથના શ્લેકે એક સાથે નહિ પણ જ્યારે જ્યારે મનમાં કુરણ થઈ આવી હશે ત્યારે લખ્યા હશે એમ જણાય છે. સાતમા કષાયનિગ્રહ અધિકારમાં ક્રોધ-માનના સ્વરૂપમાં વચ્ચે માયાના લેક આવે છે. વળી, લભત્યાગ ઉપદેશ પછી કોધત્યાગનું સ્વરૂપ આવે છે. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ જેવા સમર્થ લેખક, જેમણે ઉપદેશરનાકરમાં એક સરખી શૈલી બતાવી એક વિષયને એક છેડાથી બીજા છેડા સુધી નિયમસર લખ્યો છે તે આ પ્રમાણે આડાઅવળા શ્લેકે સંબંધ વગર લખે તેને એક જ રીતે ખુલાસો થઈ શકે છે. તેવી જ રીતે દેવગુરુધર્મશુદ્ધિ અધિકારનો વિષય ગુરુશુદ્ધિ માટે જ લગભગ લખાયો છે, આ પ્રમાણે અનુમાન દયું છે તે જે ખરું હોય છે તેથી ગ્રંથની કિંમતમાં બહુ વધારો થાય છે. કુદરતી રીતે અવલોકન કરતાં હૃદયમાંથી જે ઉગારે નીકળે તે કૃત્રિમ ઉદ્ગારો કરતાં વિશેષ ઉપયેગી જ ગણાય છે. વળી, ઉપદેશરત્નાકર ગ્રંથની આદિમાં મંગલાચરણમાં ધણું બ્લેકે લખ્યા છે; અત્ર તેમાંનું પ્રમાણમાં કાંઈ નથી, તે પણ સામ્યદશા બતાવે છે, અને એ દશા વૃદ્ધાવસ્થામાં સવિશેષપણે પ્રાપ્તવ્ય છે. મારી માન્યતા પ્રમાણે આ ગ્રંથ સંવત ૧૪૭૫ થી ૧૫૦૦ સુધીમાં કકડે કકડે લખાયે હશે એમ લાગે છે.
ભાષાશૈલી–આ ગ્રંથની રેલી બહુ જ ઉત્તમ છે. કઈ કઈ જગ્યાએ પુનરાવર્તન જણાય છે, પણ ઉપદેશના ગ્રંથમાં પુનરાવર્તન દોષરૂપ નથી એ આપણે ઉમાસ્વાતિ મહારાજના કહેવાથી જાણીએ છીએ. (જુએ પ્રથમ લેક પર વિવેચન, પૃષ્ઠ ૭) જે વિષય સૂરિમહારાજે લીધા છે તે સર્વ બહુ અસરકારક શબ્દોમાં તેઓએ છર્યા છે. સંસ્કૃત ભાષા ઉપરને તેઓને કાબૂ બહુ ઊંચા પ્રકાર છે અને કઈ કઈ જગ્યાએ અલંકારનો બહુ ઉત્તમ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેઓનાં દૃષ્ટાંત અને ઉપમાને બહુ સ્પષ્ટ અને લાગુ પડતાં છે અને તેઓની વાક્યરચના માર્મિક છે. તેમની ભાષામાં ઉપદેશની ભાષાને સર્વ પ્રકાર સમાવવામાં આવ્યા છે. ઉપદેશની ભાષામાં કેટલીકવાર બહુ જ ઠંડી ભાષા રાખવી યોગ્ય છે. વિષયની * મધુરતા અને પ્રિયપણું પ્રાપ્ત કરાવવા માટે આવી ભાષાની જરૂર છે, કેઈ વખત આક્ષેપક ભાષાને ઉપયોગ કર પડે છે, કોઈ વખત કઠોર શબ્દોને પણ ઉપયોગ કરવો પડે છે. સૂરિમહારાજે પણ આ જીવને કઈ કોઈ વાર “વિધાન” અને કઈ કઈ વાર “મૂઢ' કહ્યો છે, તેમ જ, ઉપર જણાવ્યું તેમ, સર્વ પ્રકારની ભાષાશૈલીને ઉપગ કર્યો છે, તેથી વાંચનાર તથા સાંભળનારને આનંદ અને વિચાર થાય એ સ્વાભાવિક છે. આવી સર્વ પ્રકારની ભાષાશૈલી પર કાબૂ મેળવવો એ સાધારણુ વિદ્વાનથી બની શકે તેવું નથી. યતિશિક્ષા અધિકારમાં તેઓ સહજ કડક થયા છે અને કઈ કઈ જગ્યાએ તે વધારે કડક થય છે. એમાં શૈલીદોષ હોય કે ન હોય પણ તેઓને આશય અતિશય મહાન હતું એમ સ્પષ્ટ જણાય છે.
ગોઠવણ-અધિકારની ગોઠવણ બહુ વિચારવા લાયક છે. એક પછી એક અધિકાર વધારે ઉપયોગી હકીકત બતાવનારા લખાયા છે અને ચિત્ત રાખીને વાંચનારને બહુ આનંદ આપે તેવી રીતે તેની ગઠવણ કરી છે. દરેક લેકની ભાષા મધુર અને સ્પષ્ટ હોવા ઉપરાંત શૈલી બહુ સાદી અને અસરકારક છે.
પ્રચાર–આ ગ્રંથ મુનિજીવન અને શ્રાદ્ધજીવનના માર્ગદર્શક તરીકે બહુ જ ઉપયોગી છે એમ જણાય છે. આ ગ્રંથ વ્યાખ્યાનમાં અનેક સ્થળે વારંવાર વંચાય છે. તે ઉપરાંત અનેક મુનિમહારાજાઓ આ ગ્રંથ સાયંત કંઠસ્થ કરે છે અને તેને પાઠ પણ નિરંતર કરે છે એમ અનુભવ્યું છે. આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાના સંબંધમાં આટલી હકીકત જ પૂરતી ગણી શકાય તેમ છે.
હેતુ–જે મહાન હેતુથી આ ગ્રંથ લખવામાં આવ્યું છે તે ખાસ યાદ આપવાની જરૂર છે. સમતા પ્રાપ્તિને નજીકને હેતુ અને મોક્ષપ્રાપ્તિને પરંપરાગત હેતુ એ બંને અનંતર અને પરંપર હેતુ પ્રાપ્ત કરી શકાય એવી શૈલીથી અને ગોઠવણથી ગ્રંથ લખાયો છે.
Jain Education International
For Private & Personal Use'Only
www.jainelibrary.org