________________
ટીકા–આ ગ્રંથ પર શ્રીધનવિજયગણિએ અધિરહિણી નામની ટીકા લખી છે; એ ટીકા બહુ જ ઉત્તમ અને વિસ્તારવાળી સંસ્કૃત ભાષામાં છે. ટીકાકાર મહાવિદ્વાન જણાય છે. અત્રે શબ્દાર્થ લખવામાં મેં એ ટીકાને વારંવાર ઉપયોગ કર્યો છે. વિવેચનમાં પણ ઘણી જગ્યા પર તેઓના વિચાર ટાંકી બતાવ્યા છે. જ્યાં તેઓશ્રીનું નામ ન લખાણું હોય ત્યાં પણ તેઓની છાયા હશે જ. હુ દરેક લોક પર વિવેચન લખવા પહેલાં તે ટીકા વાંચતા હતા. આ ઉપરાંત આ ગ્રંથને બાલાવબેધ (ભાષામાં ટૂકે અર્થ) રત્નચંદ્ર ગણિ અને વિદ્યાસાગર ગણિએ કર્યો છે. એ બાલાવબંધ ઉપરથી શા૦ ભીમશી માણેકે શ્રી પ્રકરણરત્નાકરના બીજા ભાગમાં ભાષાર્થ છપાવ્યું છે. જો કે તેમાં આ ગ્રંથના મૂળ તથા અર્થમાં ઘણી ભૂલ રહી છે, છતાં પણ શા. ભીમશી માણેકે તેથી ઉપયોગી સેવા બજાવી છે. આ ગ્રંથના શ્લેકે ભાષામાં ચાપાઈ શ્રીરંગવિજય નામના સાધુએ કરી છે જેની પ્રત મારા મિત્ર તરફથી મેડી મળી તેથી શબ્દાર્થ લખવામાં તેને ઉપયોગ થયો નથી, પણ તે એપાઈ ઉપયોગી જણાયાથી ગ્રંથના છેવટના ભાગમાં આપી છે. અસલ ગુજરાતી ભાષા તેના તે જ આકારમાં જાળવી રાખવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે તેથી તે ચોપાઈની ભાષામાં ફેરફાર કર્યો નથી.
ક્ષમાયાચના–આ ગ્રન્થનું વિવેચન લખતાં ગ્રંથકર્તાને આશય શું છે તે પર દર વખત પૂરતો વિચાર કર્યો છે. અન્ય વિદ્વાન લેખકોના આ જ વિષય પરના વિચારો અને પશ્ચિમની કેળવણીના સંસ્કારથી પ્રાપ્ત થયેલ વિચાર અને ટાંચણ આપી બનતી મહેનતે વિવેચન ઉપયેગી બનાવવા યત્ન કર્યો છે, છતાં તેમાં મંદ અભ્યાસને લીધે મતિષ રહી જવા સંભવ છે તે માટે યોગ્ય સ્થળે ક્ષમાયાચના કરી છે તેમ જ અહીં પણ કરવામાં આવે છે.
જના–આ ગ્રન્થ પર સંસ્કૃતમાં શ્રી ધનવિજ્ય ગણિની ટીકા છે, તે ઉપરાંત શ્રી રત્નચંદ્ર ગણિની પણ જણાય છે અને તે બીજી આવૃત્તિ છપાઈ ગયા પછી લબ્ધ થઈ છે. એગ્ય અવકાશ મળશે તે બન્ને ટીકાઓનો ઉપયોગ કરી સ્વતંત્ર સંસ્કૃત ગ્રંથ છપાવવા વિચાર છે, આ ગ્રન્થની કાવ્યચમત્કૃતિ અને ઉપદેશપદ્ધતિ એટલી અસરકારક અને સારી છે કે તેને જેમ બને તેમ બની શકે તેટલી રીતે પ્રચાર કરવાની જરૂરિયાત છે. દરરોજના પાઠ માટે, તેટલા સારુ, મૂળ લેક, શબ્દાર્થ અને શ્રી રંગવિજયની
પાઈ સાથે એક બત્રીશ પેજી નાની બુકની પણ યોજના કરવાનો વિચાર છે. અધ્યાત્મના વિષય પર લોકોને આદર થશે તે ત્યાર પછી એક-બે અપૂર્વ ગ્રંથ પર પણ આવી રી સંબંધમાં ભેજના કરવાની અભિલાષા રહે છે. હવે આ ગ્રંથના રચનાર યુગપ્રધાન તુલ્ય તપગચ્છાધિપતિ શ્રીમન્સુનિસુંદરસૂરિ મહારાજના ચરિત્ર પર ગવેષણ કરી ઐતિહાસિક નોંધ લઈ ઉપઘાત પૂર્ણ કરવામાં આવશે.
શ્રી મુનિસુંદરસૂરિ અને તેમને સમય ઇતિહાસ સંબંધી દુલક્ષ્ય–ઈતિહાસના વિષયમાં હિંદુસ્તાનમાં પ્રથમથી બહુ બેદરકારી બતાવવામાં આવી છે એવી સાધારણ ફરિયાદ છે. પિતાનું નામ પ્રસિદ્ધ કરી જવાની પ્રબળ ઈચ્છા ન હોવાને લીધે કે એ વિષયથી ભવિષ્યની પ્રજાને ખાસ લાભ થવાનું કારણ ખ્યાલમાં ન આવવાને લીધે કે બીજા ગમે
મારા એક વિદ્વાન મિત્રે મારું ધ્યાન ખેંચ્યું છે કે આ હકીકત બરાબર નથી. તેઓ વિશેષમાં લખે છે કે મુનિપુગનું સાધ્યબિંદુ અન્ય હેય છે, તેથી પિતાને મહિમા વધારવા સારુ અથવા માનપ્રતિષ્ઠા સારુ તેઓ સ્વની હકીકત બહુ લખતા નથી, પણ ભવિષ્યની પ્રજાના ઉપકારની વાત તેઓના ધ્યાન બહાર જાય એ અવાસ્તવિક છે. જે બરાબર તપાસ કરવામાં આવે તે સંવત ૧૦૦૦થી અત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org