________________
તે કારણથી આ સંબંધમાં ફરિયાદનું કારણ રહ્યું છે આને લીધે આર્યાવર્તની પ્રાચીન કાળમાં શી સ્થિતિ હતી તેને સંપૂર્ણ ખ્યાલ મેળવવામાં બહુ મુશ્કેલી પડે છે. સીધે પુરા આ વિષયમાં ભાગ્યે જ મળી આવે છે; જે મળે છે તે ગ્રંથ ઉપર પડતા આજુબાજુના ઝાંખા પ્રકાશનાં કિરણો જ છે અને તેના ઉપરથી અનુમાન કરવાં પડે છે. અમુક ગ્રંથ કયા વખતમાં લખાય છે એમ જે જાણી શકાય તે તેથી બહુ ખુલાસા થાય છે; તે વખતની સરસાયટીનું બંધારણ, લેટેની વ્યવહારપદ્ધતિ, વિચારપદ્ધતિ અને વિકસ્વરતા કેવા પ્રકારનાં હતાં એ જાણવાનું સાધન પ્રાપ્ત થાય છે અને તેથી આદર્શ તરીકે તે હકીકત ચાલુ જમાનાની. પ્રજાને બહુ લાભ કરી શકે છે. આવા અતિહાસિક લખાણની ગેરહાજરીથી ઘણીવાર ગ્રંથને અર્થ કરવામાં પણ અગવડ પડે છે અને ઘણીવાર અનુમાનના અધૂરા આધાર ઉપર કામ ચલાવવું પડે છે. અતિહાસિક
ણ પતે કેટલો લાભ કરે છે તે બહુ અગત્યને અને સમજવા જેવો વિષય છે, પણ અત્ર તે પ્રસ્તુત નથી. ઈતિહાસની ગેરહાજરી હિંદુસ્તાનમાં બહુ જણાય છે, એટલે મુખ્ય ઉલેખ જ હાલ તે પ્રસ્તુત છે. - સાધનો–હિંદુઓના સંબંધમાં જેટલી સીધા એતિહાસિક લેખોની ગેરહાજરી જોવામાં આવે છે તે જ પ્રમાણે જૈનેના સંબંધમાં સમજવાનું છે, પણ અત્ર સ્થિતિ કાંઈક સારી છે. ગુજરાત અથવા હિંદુસ્તાનને ટ્રકે ટૂકે અને કટકે કટકે જે ઈતિહાસ મળી આવે છે તે જૈન ગ્રંથોના આધારે જ લગભગ રચાયેલ છે. શ્રી હેમચંદ્રાચાર્ય અને ત્યાર પછીના ઘણા જૈન વિદ્વાનોએ ઇતિહાસ જેવું કાંઈ કાંઈ લખી મૂકયું છે અને તેમાંથી જે મળી આવે છે તેને ઉપયોગ થાય છે. આ સ્થિતિ સારી છે તેથી આપણને જરા આનંદ થાય છે, છતાં એટલું તે કહેવું જોઈએ કે જેન ગ્રંથમાં પણ નિયમસર ચાલુ ઈતિહાસ મળી આવતા નથી, પરંતુ કટકે કટકે અને બનાવની નંધના રૂપમાં તે બહુધા હોય છે. ઈતિહાસના સંબંધમાં આટલો ઉપકાર જૈન પ્રજએ પિતા ઉપર અને અન્ય પ્રજા ઉપર કર્યો છે એટલું જ નહિ, પણ પોતાની કામમાં થયેલા મહાન આચાર્યોના સંબંધમાં પણ અનેક ગ્રંથની પ્રશસ્તિઓ દ્વારા પ્રકાશ પાડ્યો છે. શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમની પહેલાંના આચાર્યો માટે ચતુર્વિશતિ પ્રબંધ વગેરે ગ્રંથમાં ઇતિહાસ મળે છે અને તે સમય પછીના આચાર્યો માટે તે આધારભૂત પટ્ટાવલિઓ મળી આવે છે. આ ઇતિહાસ પણ લગભગ સલવારી જેવો જ હોય છે. અમુક આચાર્ય સંબંધી કાંઈ ન જાણતા હોઈએ તેના કરતાં થોડું પણ જાણતા હોઈએ તે સારું, એ દૃષ્ટિથી આ વિષયમાં કાંઈક સંતોષ થાય છે, પણ અમુક આચાર્યનું જીવનચરિત્ર લખવું હોય તે એક બે અપવાદ (મારા માનવા પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રી હીરવિજયસૂરિ) સિવાય બીજઓના સંબંધમાં કાંઈ પણ મળે તેમ નથી. સ્થિતિ આ પ્રમાણે છે તેથી આ મહાન ગ્રંથન કર્તા માટે બહુ ઇતિહાસ મળે તેમ તેમ નથી, પણ તપાસ કરી જે થોડું મળી આવ્યું છે તે અત્રે રજૂ કરવામાં આવે છે સુધીને ધર્મ રાજ્ય અને રાજાઓને ઇતિહાસ બરાબર મળી શકે તેમ છે. નાશ પામતા અતિહાસિકગ્રંથે, પ્રતિમાજી ઉપરના લેખે, મંદિરોના લેખે તેમ જ સિક્કાઓ તે હકીકત પૂરી પાડે તેમ છે. શોધક દષ્ટિએ હાંસથી અને ખંતથી કામ કરનાર હોય તો લગભગ સાલસાલનો ઈતિહાસ લગ્ય છે.
'. આ હકીકત બરાબર નથી. જુઓ આગલા પૃષ્ઠ પરની નેટ. શોધખોળથી ઘણું આચાર્યોનાં ચરિત્રો મળી શંક તેમ છે. હીરસોભાગ્ય કાવ્ય, ગુરુગુણરત્નાકર, સેમસૌભાગ્ય કાવ્ય, જયાનંદચરિત્ર, વિજયપ્રશસ્તિ કાવ્ય વગેરે અનેક ગ્રંથો ઐતિહાસિક ચરિત્રો પૂરાં પાડી શકે તેમ છે. તે ઉપરાંત અનેક ગ્રંથમાં લખાણ પ્રશસ્તિઓ પણ ઉપયોગી સાધન તરીકે કામ બજાવે છે અને લેખ તથા સિક્કાઓ પણ ઠીક કામ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org