________________
૪૩
જન્મ અને દીક્ષા—આ ગ્રંથના કર્તા શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ છે. તેના જન્મ વિક્રમ સંવત ૧૪૩૬માં (સને ૧૩૮૦માં) થયા હતા. તેના જન્મ કયા નગરમાં થયા હતા, તેનાં માતાપિતા કાણ હતાં અને તે કઈ તિના હતા તે સંબંધી કાંઈ પણ હકીકત મળી શકી નથી. તેઓશ્રીએ સાત વર્ષની નાની વયમાં સંવત ૧૪૪૩ની સાલમાં જૈન ધર્મની દીક્ષા લીધી હતી.૧ આટલી નાની ઉંમરે દીક્ષા લેવાનો સંબંધમાં અથવા આપવાના સંબંધમાં હાલ ઘણી બાજુએથી શારમકાર થાય છે, પણ તે સંબંધમાં પૂ કાળમાં વિચારે, હુ જ જુદા પ્રકારના હતા. હાલ અનુભવ વગરના નાની વયવાળાને દીક્ષા આપવામાં કેટલાક ભૂલ થતી માને છે; પૂર્વ કાળમાં સર્વાનુમતે એવેા વિચાર હતા કે ઇંદ્રિયસ્વાદમાં પડી ગયા પછી આ પ્રાણીને તેમાંથી નીકળવું બહુ મુશ્કેલ પડે છે, માટે પૂના શુભ સંસ્કારથી કાઈ પણુ પ્રાણીને લઘુ વયમાં ચારિત્ર લેવા ઇચ્છા થાય તે તેમાં વિલંબ કરવા નહીં, અંતરાય પાડવા નહી. અને તેને સંસારમાં આસક્ત થવાને વખત આપવે! નહીં. ઇતિહાસથી પણ એમ જણાયું છે કે જૈન શાસનમાં તેમ જ અન્ય દર્શનમાં જે જે મહાત્માએ નામ કાઢી ગયા છે, જેએ! અદ્ભુત ગ્રંથકર્તા, તર્ક વેત્તા કે વ્યાખ્યાનકાર થયા છે, તે સ` નાની વયમાં દીક્ષિત થયેલા હતા. શ્રી વજ્રસ્વામી લધુ વયના દીક્ષિત હતા. શ્રી અભયદેવસૂરિને સેાળ વર્ષની વયે તા આચાય પદ આપવામાં આવ્યું હતું. શ્રી હેમચદ્રાચાર્ય સાત વર્ષની વયના હતા ત્યારે તેમને દીક્ષા આપવામાં આવી હતી આ ગ્રંથકર્તાના પૂર્વી પુરુષ સામસુંદરસૂરિ સાત વર્ષીની વયના હતા ત્યારે દીક્ષિત થયા અને શ્રી યશવિજયજી મહા રાજના સબંધમાં પણ તેમ જ સાંભળ્યું છે, શ્રીમાન હેમચંદ્રાચાર્યના સબંધમાં આ બનાવ પર ટીકા કરતાં પ્રા॰ પીટરસન લખે છે કે દૈવયન્તે આવા નાના છેાકરા (ચંગદેવ–હેમચન્દ્ર)ને પોતાના ચેલા બનાવ્યાતે ક્રાઈને નવાઈ જેવું લાગશે, પણ ખરી રીતે જોતાં તેમાં નવાઈ જેવું કાંઈ નથી. એવું ધારણ આ દેશમાં તથા ખીન્ન દેશામાં અસલથી ચાલ્યું આવ્યું છે ને ચાલ્યું આવે છે......માટી ઉંમરે પહેાંચેલા માથુસને જ સાધુ બનાવી શકાય એ ધેારણ સારુ' છે ખરું, પણ ખીજા સઘળા ધર્મોમાં જોઈશું તેા એ જ રીતે નવા આચાર્યોને પસંદ કરવામાં આવે છે, જ્યાં આયાયને લગ્નાદિકના પ્રતિબંધ હોય ત્યાં પેાતાની જગા લેનાર આચાર્ય બનાવવા માટે આમ કર્યા સિવાય છૂટકે જ નથી.' પ્રા॰ પીટરસન જેવા વિદ્વાના આ હકીકતને વ્યવહારુ દૃષ્ટિથી બતાવે છે. પણ તે ઉપરાંત આવા અગત્યના વિષયમાં મનને એક બાજુ નિર્ણય પર લાવ્યા અગાઉ ધાર્મિક અને ઐતિહાસિક દષ્ટિથી સાધુઓનાં બંધારણા ઉપર અને તે સ ંસ્થાની જરૂરિયાતના વિષય ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. અભ્યાસકાળ બાલ્યવયમાં જ પ્રાપ્તવ્ય છે અનેહાલ જેમ ખી. એ., એમ. એ. થતાં લગભગ તેર વર્ષ" । ઇંગ્લિશ અભ્યાસમાં થાય છે તેમ ધાર્મિક જ્ઞાનના એમ. એ. થતાં ધણાં વર્ષો લાગવાં જોઇએ એ સહજ સમજી શકાય તેવું છે. આથી દુનિયા પર ઉપકાર કરવાના સ'યેાગ તા બાલ્યવયમાં દીક્ષા લેનારને જ પ્રાપ્ત થવાના સંભવ છે. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે કેવા કેવા ચમત્કારો કર્યો છે તે આપણે આગળ જોઈશું ત્યારે આ સંબંધને! ખ્યાલ આપણને વિશેષ સ્પષ્ટ રીતે આવશે.
દીક્ષાગુરુશ્રી મુનિસુંદરસૂરિ મહારાજને દીક્ષા આપતી વખતે શિષ્ય કેાના બનાવવામાં આવ્યા હતા, તેના કાંઈ ઇતિહાસ મળી શકતા નથી. તેએ, આગળ જણાવવામાં આવશે તેમ, સેામસુંદરસૂરિની પાટે આવ્યા તેથી તેમના શિષ્ય હતા એમ મનાવવામાં આવે છે, પણ આ સેામસુંદરસૂરિના જન્મ સંવત ૧૪૩૦માં થયા હતા અને તેઓએ દીક્ષા સાત વર્ષની ઉમરે સવત ૧૪૩૭માં લીધી હતી, તેથી સંવત ૧૪૪૩, જે મુનિસુંદરસૂરિ ને દીક્ષાકાળ છે, તે વખતે તેઓની (સેામસુંદરસૂરિની ) ઉમર તેર વર્ષની જ
૧. બહુધા એકી વરસમાં દીક્ષા અપાતી નથી એવા સંપ્રદાય સાંભળ્યા છે; તા કદાચ આઠમા વરસની શરૂઆતમાં દીક્ષા આપી હાય એ બનવા જોગ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org