________________
હોવી જોઈએ અને તેની નાની વયમાં તેમને શિષ્ય આપવામાં આવે એ બનવાજોગ નથી. વળી, મુનિસુંદરસૂરિએ ગુર્વાવળીમાં દેવસુંદરસૂરિ, જેઓ આ વખતે તપગચ્છની મૂળ પાટે હતા અને ગચ્છાધિપતિ હતા તેઓને સંબંધમાં લગભગ સિત્તેર લોક લખ્યા છે તેથી કદાચ મુનિસુંદરના દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ હેય એમ કલ્પના થાય છે.*
સોમસુંદરસૂરિ–દેવસુંદરસૂરિ જેઓ ઉગ્ર પુણ્યપ્રકૃતિવાળા હતા, તેઓ સંવત ૧૪૪રમાં લગચ્છીધિપતિ થયા અને તેઓ સંવત ૧૪પ૭માં કાળધર્મ પામ્યા હતા અને સુધર્માસ્વામથી પચાસમાં ગચ્છાધિપતિ હતા એમ મુનિસુંદરસૂરિ પિતાની ગુર્વાવળીના ગ્લૅક ૩૬૮માં કહે છે. આ આચાર્યની પાટે શ્રી સોમસુંદરસૂરિ આવ્યા. આ સોમસુંદરસૂરિને ઇતિહાસ ખાસ વાંચવા યોગ્ય છે, અને તે “સેમસૌભાગ્યકાવ્ય'માંથી મળી શકે તેમ છે. અત્રે તે તેઓને અને મુનિસુંદરસૂરિને ઈતિહાસ જરૂર પૂરત એકત્ર હોય તેટલે જ સંક્ષેપમાં બતાવવામાં આવ્યો છે. આ સમસુંદરસૂરિ જયાનંદસૂરિના શિષ્ય હતા અને તેમને ૧૪૫૦માં વાચક(ઉપાધ્યાય)પદ પ્રાપ્ત થયું હતું. શ્રીમંત શેઠિયાઓ સૂરિપદની પ્રતિષ્ઠા મહોત્સવ બહુ આડંબરથી કરતા હતા અને ગુરુમહારાજ સંઘના અગ્રણી ગૃહસ્થની વિજ્ઞપ્તિ પરથી પોતાના શિષ્યમાંના શિષ્યને સૂરિપદ આપતા હતા. આવી રીતે સેમસુંદરસૂરિએ છ શિષ્યોને સૂરિપદ આપ્યાં એમ સમસૌભાગ્યકાવ્ય પરથી જણાય છે. દેવરાજ શેઠના આગ્રહથી મુનિસુંદરને, ગોવિદ શેઠને ખરચે જયચંદ્રને, નીંબશેઠને ખરચે ભુવનચંદ્રને, ગુરરાજ શેઠના આગ્રહથી મહુવામાં જિનસુંદર વાચકને, વિશળ શ્રેણીના પુત્ર ચંપકના આગ્રહથી જિનીતિને અને રાણકપુરમાં ધરણેન્દ્ર શેઠના આગ્રહથી સોમદેવ વાચકને સૂરિપદ આપવામાં આવ્યાં હતાં અને તે સર્વ મહોત્સવ બહુ મોટા ખરચથી, અત્યંત આડંબરથી શ્રી સેમસુંદરસૂરિના વખતમાં થયા હતા. આ પ્રમાણે સૂરિ ગમે તેટલા થાય, પણ ગચ્છાધિપતિ તે એક જ સરિ હોય એવું બંધારણ હતું. આ નિયમ પ્રમાણે નરસિંહ શેઠના આગ્રહથી અદ્ભુત મહત્સવ સાથે સોમસુંદરસૂરિને સૂરિપદ સંવત ૧૪પ૭માં પ્રાપ્ત થયું હતું. આ શેઠની ગુરુભક્તિ કેટલી ઉત્તમ હતી
આ પ્રમાણે માનવાનું એક બીજું પ્રબળ કારણ છે; ગુર્વાવલી ગ્રંથ શ્રી મુનિસુંદરસૂરિએ સંવત ૧૪૬૬માં પૂર્ણ કર્યો; જે વખતે દેવસુંદરસૂરિને કાળ કરી ગયાને આઠ-નવ વર્ષ થયાં હતાં અને પાટ ઉપર સેમસુંદરસૂરિ હતા, છતાં ગ્રંથને અંતે તેઓ પોતાની જાતને દેવસુંદરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. આ આખે પેરેગ્રાફ આગળ ઉતારી લીધું છે, ત્યાંથી સ્પષ્ટ સમજાઈ જશે. આ સંબંધમાં ચોક્કસ નિર્ણય થઈ શકે તેમ નથી; કારણ કે તે જ ગવળીને ૪ર૦માં લેકમાં લખે છે કે, “તે સોમસુંદરસૂરિને શિષ્ય મારા જેવા ગુણ વગરને પ્રાણી ઉપાધ્યાય મનાય છે. અહીં સેમસુંદરસૂરિને શિષ્ય એ શબ્દ સામાન્ય છે કે વિશેષ છે તે સમજવું મુશ્કેલ છે. બન્ને બાજુની હકીકત તપાસતાં તેઓ દેવસુંદરસૂરિના શિષ્ય હેય એમ માનવાનું કારણ વિશેષ રહે છે, પણ તેનો નિર્ણય થઈ શકતા નથી. વળી, બીજી રીતે જોઈએ તે, તેઓને કદાચ દેવસુંદરસૂરિએ સેમસુંદરસૂરિની નાની વયમાં પણ તેમના નામથી દીક્ષા આપી હોય તે બનવાજોગ છે. સેમસુંદરસૂરિને વશ વર્ષની વયે તે ઉપાધ્યાય પદ મળ્યું છે, તેથી તેરમે વર્ષે તેમને શિષ્ય આપ્યું હોય તો તેમાં પણ વિરોધ જેવું કાંઈ નથી.
૧. પ્રથમ આવૃત્તિના ઉપધાતમાં લખ્યું છે કે દેવસુંદરસૂરિને આચાર્ય પદ સંવત ૧૪૪માં મળ્યું, પણ તે હકીકત બરાબર નથી. જયાનંદસૂરિ સંવત ૧૪૪૧-૪૨માં કાળધર્મ પામ્યા ત્યારે સંવત ૧૪૪૨માં દેવસદરસૂરિ ગચ્છાધિપતિ થયા. જ્યારે ગરછાધિપતિ થયા ત્યારે પણ તેઓ દેવસંદરસૂરિના નામથી જ ઓળખાતા હતા. તેથી તેઓને સૂરિપદવી તે આ સમય પહેલાં મળેલી હશે એમ જણાય છે.
૨, પ્રથમ આવૃત્તિમાં વર્ષ ૧૪૫૮ લખ્યું હતું. તે બરાબર નથી, જુઓ સામસૌભાગ્ય કાવ્ય સર્ગ ૫, શ્લેક પ૧ અને ગુર્વાવળી શ્લેક ૩૩. આ સૂરિપદ અણહિલપુર પાટણમાં આપવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org