________________
અને તે કાળમાં સાધુઓ તરફ સામાન્ય રીતે પણ કે પ્રેમ હતું તે બહુ જ વિચારવા ગ્ય છે. સેમસુંદરસૂરિ ગચ્છાધિપતિ કયારે થયા તે સંવત મળી શકતો નથી પણ તેઓએ બહુ વર્ષ સુધી ગણને ભાર ઉપાડો એમ અનુમાન થાય છે તેઓ સંવત ૧૪૯૯માં કાળધર્મ પામ્યા તેથી ગચ્છાધિપતિપણું લગભગ ત્રીશ-પાંત્રીસ વર્ષ સુધી તે કર્યું જ હશે એમ જણાય છે. ઉપર જણાવેલ
સમસૌભાગ્ય કાવ્ય” ગ્રંથ કાવ્યને એક નમૂન છે અને તે તરીકે પણ તે ખાસ વાંચવા જેવો છે; તે ઉપરાંત સમસુંદરસૂરિના શિષ્યરત્ન પ્રતિષ્ઠા સેમે તે સંવત ૧૫૨૪માં બનાવ્યો છે તેથી જેટલું દરજજે તે ઐતિહાસિક હકીક્ત પૂરી પાડે છે તેટલે દરજજે તે બહુ આધારભૂત સીધા પુરાવા જે પણ ગૂણી શકાય તેમ છે. આ ગ્રંથ ઘણી હકીત પર અજવાળું પાડે છે અને આ ઉપધાતના અતિહાસિક વિભાગમાં તેને આધાર વાર વાર લેવામાં આવે છે.
આચાર્યપદ ઉત્સવનું સેમસૌભાગ્ય” કાવ્યમાં વર્ણન–શ્રી મુનિસુંદરસૂરિને વાચકપદવી (ઉપાધ્યાય પદવી) વિક્રમ સંવત ૧૪૬૬માં આપવામાં આવી હતી અને તે વખતથી તેઓ મુનિસુંદર ઉપાધ્યાયના નામથી પ્રસિદ્ધ થયા હતા. આ વખતે ગચ્છાધિપતિ સમસુંદરસૂરિ હતા એ હકીકત ખાસ નેધ રાખવા જેવી છે એ જ મહાત્માને દેવરાજ શેઠના આગ્રહથી વિક્રમ સંવત ૧૪૭૮માં સૂરિપદ મળ્યું અને ત્યાર પછી તેઓ મુનિસુંદરસૂરિના નામથી પૃથ્વીતળ પર પ્રસિદ્ધ થયા. આ સૂરિપદવીને મહત્સવ સમસૌભાગ્યમાં બહુ સારી રીતે વર્ણવ્યો છે તેની અત્રે નોંધ કરી છે. વર્ણન કરનાર નજરે જોનાર હતા તેથી અતિશયોક્તિને સંભવ પ્રમાણમાં ઓછો છે. આ હકીકત સમસૌભાગ્ય-કાવ્યના છઠ્ઠા સર્ગમાં બતાવવામાં આવી છે, તેના શરૂઆતના ભાગનો સારાંશ નીચે પ્રમાણે છે.
દેવસુંદરસૂરિ સ્વર્ગે ગયા પછી ગ૭ને ભાર સોમસુંદરસૂરિને માથે આવ્યો. તેઓ મહાપ્રતાપી વિદ્વાન હતા આ સૂરિરાજનાં દર્શન કરવાથી પૂર્વના ગૌતમ, જબુ, ધૂળભદ્ર વગેરે મહાત્માઓ યાદ આવે તેમ હતું ગુરુમહારાજ ફરતાં ફરતાં મેટા નગરમાં આવી ચડયા. (નગરનું નામ સમજી શકાતું નથી, કદાચ તે વૃદ્ધર નામનું નગર નાં હોય તે ને નહિ પણ એવા નામથી કઈ હાલનું નામ સમજી શકાતું નથી ) આ નગર બહુ રમણીય હતું (કવિએ અત્રે નગરનું અદ્દભુત વર્ણન કર્યું છે.
૧ આ સમસૌભાગ્યકાવ્ય શ્રી પ્રતિષ્ઠામનું બનાવેલું છે. પણ હીરસૌભાગ્ય કાવ્ય, જે દેવવિમળ ગણિએ બનાવ્યું છે, તેના પહેલા સગના ૧૩માં કલેકમાં તેઓ કહે છે કે તથા પુતિનાપુરાતો
માથાશે એટલે દેવવિમળગણિ, જેમણે સદરહુ ગ્રંથ સંવત ૧૬૭૧ થી ૮૧ સુધીમાં બનાવ્યું જણાય છે, તેમના મત પ્રમાણે સેમસૌભાગ્ય-કાવ્ય કર્તા સુમતિસૂરિ હતા એમ જણાય છે. પણ સમસૌભાગ્ય કાવ્યના દશમ સર્ગના ૭૪ના શ્લેકમાં લખે છે કે સાધુના સુમતિનાપુનાવાત્ત વષ્ય નિકમે એને અ સ ત સાધુને આદરથી આ નવું કાવ્ય બનાવ્યું એમ જ કરવો જોઈએ, તેમ જ તે જ સર્ગના ૭૩ મા શ્લોકથી આ ગ્રંથકર્તા પ્રકામ છે. એમ સ્પષ્ટ જણાય છે. દેવવિમળસુરિ બહુ નજીકના સમયમાં થયા છતાં તેઓ આ પ્રમાણે લખે છે તેથી આ હકીકત વિચારવા લાયક છે સુમતિસાધુસૂરિ તપગચ્છની ગાદી ઉપર ૪૫મી પાટે થયા છે સદરહુ દશમા સર્ગને ૭૪ ગ્લૅક ક્ષેપક જેવો ગણાય છે.
૨ આ વૃદ્ધ નામનું નગર તે ગુજરાતમાં વિશનગર પાસે આવેલ વડનગર શહેર છે એમ મારા એક મિત્ર કહે છે તેની પુષ્ટિમાં તેઓએ જે કારણે આપ્યાં છે તે બહુ ખાતરી કરનારાં છે તેઓ કહે છે તે નીચે પ્રમાણે છે મૂળ લેકમાં હકીક્ત છે તેને છૂટી પાડવાથી નીચેનો ભાવ નીકળે છે. સ કૃઢઃ ગુ છુ નાસાનાન્ન આ ગ્રંથને સર્ચ .ન તેરમા શ્લોકમાં જણાવ્યા મુજબ વડનગરના મધ્યભાગમાં અત્યારે પણ આદીશ્વરભગવાન તથા જીવિતસ્વામીનાં બે ચિત્યે મોજુદ છે અને તે સંપ્રતિ રાજાનાં કરેલાં કહેવાય અ ક. ૬
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org