________________
૨૩૪ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
[એકાદશ
પૌષધ વગેરે ( ધ ક્રિયા ) બહુ થાડાં હોય, તાપણ જે શુદ્ધ હાય, તેા મહાફળ આપે છે અને બહુ હોય છતાં અશુદ્ધ હોય તે મેાક્ષરૂપ ફળ આપતાં નથી.” ( ૧૨ )
વિવેચન—શુદ્ધ મત્રાચ્ચારથી અસલના વખતમાં પુણ્યના પ્રખલપણાથી દેવ પ્રસન્ન થતા હતા; તે જરા હોય તેપણુ બહુ કામ થતું હતું. તેવી જ રીતે સૂર્ય-ચ'દ્રની પ્રભા જરા પડે તાપણ આખી દુનિયામાં પ્રકાશ કરે છે. પાંચ રૂપિયાભાર લેાતું અને તેટલા જ વજનનાં રત્ન ( મણિ, માતી, માણેક કે હીરા) હાય તા કિંમતમાં લાગણા ફેર પડી જાય છે. રસાયણ-મારેલ પારા વગેરે-એક તલભારથી ઓછું ખવરાવવામાં આવે તાપણ જે તે શુદ્ધ હાય તા, શરીરને બહુ ગુણ કરે છે. એવી જ રીતે, દાન, પૂજા, પૌષધ વગેરે અનુષ્ઠાને માટે સમજવુ. આપણા લેકે હુ'મેશાં સખ્યા તરફ઼ે જુએ છે અને તેથી છેતરાય છે, પણુ સમજીએ તેની શુદ્ધતા-સુંદરતા-તાત્ત્વિકતા તરફ જોવુ જોઈએ. Never look to the quantity of your actions but pay particular attention to the quality thereof આ વાકયમાં બહુ ખૂખી રહેલી છે. આપણે કેટલું કર્યું તે જ જોનારા છીએ, પણ કેવુ' કર્યું' તે જોવાની ખાસ જરૂર છે. આખા જીવનમાં પ્રભુભક્તિમાં એક વખત વીર્યોદ્યાસ થઈ જાય તાપણુ ભવની ભાવ ભાંગી જાય. તેવી જ રીતે આવશ્યક ક્રિયામાં વિચારણાને પરિણામે ખરાખર પશ્ચાત્તાપ થાય, કે પૌષધમાં અપૂર્વ ભાવશુદ્ધિ થઈ સમતા પ્રાપ્ત થાય, તા આપણું કામ થઈ જાય. અને તેવી સ્થિતિ પ્રાપ્ત કરાવવાને માટે જ સર્વાં શાસ્ત્રકારાના પ્રયાસ છે. આથી ઊલટુ, જો શુદ્ધિની અપેક્ષા વગર બહુ બહુ ક્રિયા કરવામાં આવતી હોય પશુ શુદ્ધતા જરા પશુ ન હાય અને ઊલટી અશુદ્ધતા દાખલ થતી હોય તેા ફળપ્રાપ્તિ થતી નથી, જે હેતુથી ક્રિયા કરવામાં આવે છેતે હેતુ જળવાતા નથી અને કદાચ અલ્પ લાભ થાય છે તા તે રૂપિયે એક બદામ જેટલા થાય છે. આ આખા અધિકારના ઉદ્દેશ એ જ છે કે થાડું કર, પણ બરાબર કર, બહારની કિંમત કે દેખાવથી લાભાઇ જા નહિ. (૧૨; ૧૬૨) ઉક્ત અર્થ પર દૃષ્ટાંત
दीपो यथाऽल्पोऽपि तमांसि हन्ति, लवोऽपि रोगान् हरते सुधायाः । तृण्यां* दहत्याशु कणोऽपि चाग्ने-धर्मस्य लेशोऽप्यमलस्तथांहः ॥ १३ ॥ ( उपजाति ) “ એક નાના દીવા પણ અંધકારને હણી નાખે છે, અમૃતનુ એક ટીપુ પણ અનેક રાગેાના નાશ કરે છે, અને અગ્નિની એક ચિનગારી પણુ ખડના માટા ઢગલાને બાળી મૂકે છે; તેવી જ રીતે જો ધર્મના અંશ પણ નિર્મળ હોય તેા તે પાપને હણી નાખે છે.” (૧૩)
વિવેચન—સ્પષ્ટ છે. અલ્પ દીવા પણ વિસ્તૃત જગ્યામાંથી અંધકારને દૂર કરી નાખે છે, તેવી જ રીતે સર્વ ખાખતમાં સમજવું. આ સર્વાં હકીકત એ જ બતાવે છે કે શુદ્ધિ
तृणं इत्यपि पाठोऽन्यत्र दृश्यते
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org