SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] ધર્મ શુદ્ધિ [ ૨૩૫ તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હવે શુદ્ધિ સાથે ભાવની કેટલી જરૂરિયાત છે તે બતાવી અધિકાર સમાપ્ત કરે છે. (૧૩; ૧૬૩) ભાવ અને ઉપયાગ વગરની ક્રિયાથી કાયાક્લેશ; ઉપસ’હાર માવોપયો શૂન્યા, ઉર્વનાવથી યિાઃ સર્વઃ । તેહેશે હમસે, છમાસિ નૈવ પુનાસામ્ ॥ ૨૪ || (આf) '* ભાવ અને ઉપયાગ વગર સર્વ આવશ્યક ક્રિયા કરતાં તને માત્ર કાયકલેશ (શરીરની મજૂરી) થશે, પણ તું તેનુ ફળ મેળવી શકીશ નહિ જ.” (૧૪) , વિવેચન— ભાવ’ એટલે ચિત્તના ઉત્સાહ (વીટ્લાસ ) અને ‘ ઉપયાગ ' એટલે સાવધાનતા (જાગ્રતપણું'), જેમ કે આવશ્યક ક્રિયામાં સૂત્રાર્થ, સૂત્ર, અથ, વ્યંજન, દીર્ઘહસ્વાચ્ચાર વગેરે બાબતમાં સાવધાનપણુ. ભાવ અને ઉપયાગ વગરની ક્રિયા કરવી એ માત્ર કાયક્લેશ છે અને તેમાં ફળ તદ્દન અલ્પ છે; કાંઈ નથી. શાસ્ત્રકાર કહે છે કે— ભાવ વિના દાનાદ્રિકા, જાણા અલૂણા ધાન; ભાવ રસાંગ મળ્યે થકે ટે ક્રમ નિદાન. ભાવ વગર દાન વગેરે ક્રિયા કરવી, એ મીઠા વગરના ભાજન જેવી છે. તેવી જ રીતે સુક્તમુક્તાવલીકાર પણ કહે છે કે— મન વિષ્ણુ મિલવા જ્યું, ચાવવેા દ'તહીણે; ગુણ વિણ ભવે જ્યુ, જીમવે। જ્યુ. અલૂણું, જસ વિષ્ણુ બહુ જીવી, જીવતે જ્યું ન સેહે, તિમ ધર્મ ન સોહે, ભાવના જો ન હેાહે. એ ઉપરથી સ્પષ્ટ રીતે જણાય છે કે ભાવ વગરની ધર્મક્રિયા તદ્દન શુષ્ક છે, નકામી છે, જીણુ છે, અનનુકરણીય છે, અનિષ્ટ છે. એ મન વગરના મેળા છે અને દાંત વગરનાં ચાવણુાં છે. તેટલા માટે જ શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજા શ્રી કલ્યાણમંદિર સ્તંત્રમાં કહે છે કે હે પ્રભુ ! અનત સ'સારમાં ભવભ્રમણુ કરતાં મને તારું દન એક વાર પણ થયુ. હાય, એમ લાગતું નથી, કારણ કે થયું હેત તેા પછી મારી આ સ્થિતિ હોય નહિ.” મતલખ એ છે કે વાસ્તવિક દર્શન થયું નથી, કારણ કે કદાચ પ્રભુનાં દર્શન થયાં હશે, પ્રભુની પૂજા કરી હશે કે દેશના સાંભળી હશે, પણ ચિત્ત વગરનુ કયુ હશે. ચસ્માત ક્રિયા: પ્રતિષ્ઠન્તિ ન માયન્યા: જે કારણ માટે ભાવ વગરની ક્રિયા ફળ આપતી નથી, તેથી પ્રભુનુ વાસ્તવિક દર્શન થયુ' જ નથી-એમ કહીએ તે ચાલે, ભાવની સાથે સાવધાનપણું-જાગ્રત વિવેકની પણ તેટલી જ જરૂર છે, એકલી ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy