SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] ધર્મશુદ્ધિ [ ૨૩૩ છે. કીર્તિના લોભીને સુકૃત્યને નાશ થાય છે અને ઘણી વાર ઊલટું અપમાન મળે છે. આ સર્વ હકીકત અનુભવગમ્ય છે અને અવલોકન કરનાર તુરત પામી જાય તેવી છે. (૧૦૧૬૦) ગુણ ઉપર મત્સર કરનાર તેની ગતિ तपःक्रियावश्यकदानपूजनैः, शिवं न गन्ता गुणमत्सरी जनः । अपथ्यभोजी न निरामयो भवेद्रसायनैरप्यतुलैयंदातुरः ॥११॥ (वंशस्थविल ) “ગુણ ઉપર મત્સર કરનાર પ્રાણી તપશ્ચર્યા, આવશ્યક ક્રિયા, દાન અને પૂજાથી મેલે જતે નથી; જેમ કે માંદે માણસ જે અપથ્ય ભોજન કરતો હોય, તે પછી તે ગમે તેટલું રસાયણ ખાય તો પણ સાજે થતું નથી.” (૧૧) વિવેચન –જેવી રીતે પિતાનાં સુકૃત્યની સ્તુતિ સાંભળવાની ઈચ્છા રાખવી, એ ધર્મશુદ્ધિમાં મળરૂપ છે, તેવી જ રીતે પારકાના સારા ગુણ તરફ ઈષ્ય–અદેખાઈ કરવી, એ પણ મળરૂપ છે. પારકે મત્સર કરનાર માણસ ગમે તેટલાં ધર્મકૃત્ય કરે, છ અઠ્ઠમ કરે, યોગ-ઉપધાન વહે, પ્રતિકમણ, પરચખાણ વગેરે આવશ્યક ક્રિયાઓ કરે કે પાંચ પ્રકારનાં દાન આપે, યા તે મહા-આડમ્બરથી અષ્ટ, સત્તર, એકવીશ કે એક સો આઠ પ્રકારી પૂજાઓ રચાવે, પણ તે મોક્ષે જશે નહિ. જેમ કે માંદે માણસ કરી કરે નહિ અને ખાંડ, ખટાશ વજર્ય હોય છતાં છાની રીતે ખાય, પછી તેને તમે પંચામૃત–પરપટી, વસંતમાલતી કે ગજવેલ ખવરાવો, તે પણ લાભ થશે નહિ, તેવી જ રીતે તપ, ક્રિયા, દાન વગેરે રસાયણ છે, તેની સાથે જ જો ગુણ તરફ મન્સરરૂપ અપથ્ય ભેજન લેવામાં આવે તે પછી શિવગમનરૂપ નીરોગીપણું આ જીવરૂપ વ્યાધિગ્રસ્ત પ્રાણીને પ્રાપ્ત થતું નથી. એ પ્રમાણે દષ્ટાંત-દાર્ણતિક રોજના સમજવી. ઘોર તપસ્યાના પરિણામે દેવલોકનાં સુખ મળે, એ શા કામનું? આવશ્યક ક્રિયા કરીને પાછું તે જ કૃત્ય તે ભાવે ફરી ફરી વાર કરવાના વમળમાં ફરવું પડે તે શા કામનું? દાન આપ્યા પછી પાછું દાન લેવાનો વારો આવે, તે શા કામનું ? અલબત્ત, જા જા ક્રિયા ના ન પાટષતા એ સૂત્ર ખરેખરું છે, પણ, ઉપર જણાવ્યું છે તેમ, માણે જનારની અને મોક્ષે જવાની ઈચ્છા રાખનારની નજરમાં એ લાભ તદ્દન અલ્પ છે. તેથી નિષ્ફળ છે એમ કહીએ તો પણ ખોટું ગણાય નહિ. હે ચેતન ! તું પરગુણ-અસહિષ્ણુતા તજી દે અને તેમ કરી તારા કમરૂપ રોગોને દૂર કર. (૧૧; ૧૬૧) શુદ્ધ પુણ્ય અ૫ હોય તોપણ સારું मन्त्रप्रभारत्नरसायनादिनिदर्शनादल्पमपीह शुद्धम् । दानार्चनावश्यकपौषधादि, महाफलं पुण्यमितोऽन्यथाऽन्यत् ॥१२॥ (उपजाति ) મંત્ર, પ્રભા, રત્ન, રસાયણ વગેરેનાં દષ્ટાંતથી (જણાય છે કે, દાન, પૂજા, આવશ્યક અ. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy