________________
૨૩ર ] અધ્યાત્મક૯પકુમ
[ એકાદશ અથવા કરતી વખતે તેને ખાનગી રાખવાથી બહુ જાતના બહુ લાભ થાય છે. અભિમાન ન થઈ જાય તે બહુ મોટો લાભ છે, કારણ કે અભિમાનથી સુકૃત્યનું ફળ અહીં જ રહી જાય છે. લોકમાં કીર્તિ બેલાય અથવા બહુ તો દેવગતિ મળે, પણ નિર્જરા થવી મુશ્કેલ છે. એ ઉપરાંત ગુપ્ત સુકૃત્ય કરતી વખત અપૂર્વ માનસિક આનંદ થાય છે, આત્મસ્વરૂપમાં રમણ થાય છે અને ફરજ બજાવવાને શુદ્ધ ખ્યાલ આવે છે–એ સર્વ લાભે જુદા જ છે. ( ૧૫૯)
સ્વગુણપ્રશંસાથી લાભ જરા પણ નથી. स्तुतैः श्रुतैर्वाप्यपरै निरीक्षितैर्गुणस्तवात्मन् ! सुकृतैर्न कश्चन । ત્તિ નૈવ પ્રોટીૌવો, ઝૂમા દિ પૂર્નિપતfજ સ્વધા (પંરાથવિત્ર)
તારા ગુણ અથવા સુકૃત્યોની બીજા સ્તુતિ કરે અથવા સાંભળે અથવા તારાં સારાં કામ બીજા જુએ, તેથી હે ચેતન! તને કાંઈ પણ લાભ નથી. જેમ કે ઝાડનાં મૂળ ઉઘાડાં કરી નાંખ્યાં હોય તે તેથી ઝાડ ફળતાં નથી, પણ ઊલટાં ઊખડી જઈને ય પર પડે છે (તેમ જ સારાં કામે પણ ઉઘાડાં પડવાથી ભય પડે છે.) (૧૦)
વિવેચન–એક માણસે પૃથ્વી પર સુંદર ઝાડ વાવ્યું અને તેનાં મીઠાં ફળ થશે એમ તેને લાગ્યું, તેથી તેનું મૂળ કેવું હશે તે જોવાની ઈચ્છા થઈ. આમ વિચારી બીજાને બતાવવા સારુ તથા પોતે જેવા સારુ મૂળ ફરતાં જે માટી-કચર વગેરે હતાં તે દૂર કર્યા અને મૂળ બધાએ જોયું. પણ પરિણામ શું આવ્યું? ફળ તો ન મળ્યું, પરંતુ ઝાડ પણ નાશ પામી ગયું ! આવી જ રીતે સારાં કામને યશ સારો બોલાશે, એમ ધારી આ જીવ સુકૃત્યરૂપ મૂળ બીજાને જોવા સારુ ઉખેડી તેની ફરતી અપ્રસિદ્ધતારૂપ માટી વગેરે હોય છે, તે દૂર કરે છે. તેમ કરવાથી જોકે યશ તો બોલાય છે, પણ તેના ફળનો નાશ થાય છે અને સુકૃત્યના નાશથી તે પિતે પણ નાશ પામી જાય છે. અત્ર જના આ પ્રમાણે છે–(૧) સુકૃત્યની મૂળ સાથે જના, (૨) આત્માની વૃક્ષ સાથે, (૩) (સુકૃત્યોનાં) સ્તવન, શ્રવણ, નિરીક્ષણની (વૃક્ષના) પ્રકટીકરણ સાથે, (૪) (સુકૃત્યના) ગુણને અભાવ, તેની વૃક્ષના ફળવાના અભાવ સાથે અને (૫) ધર્મનાશની વૃક્ષના અધઃપાત સાથે યોજના કરવી.
વિચારશે તો છે પણ તેમ જ પારકા માણસે આપણું ગુણ કે સારા કામની સ્તુતિ કરે તેમાં લાભ શું છે? તાત્વિક વિચાર કરતાં જણાય છે કે કીર્તિ કે માનની ઈચ્છા પણ અજ્ઞાનજન્ય છે; એમાં કાંઈ દમ જેવું નથી, અને વિચક્ષણ માણસો કદી તેની ઈચ્છા કરતા નથી. આગંતુક રીત્યા તે મળી જાય તે ભલે મળે, પણ તેની ખાતર ચારિત્ર્યવાન પોતાનું વર્તન કરે, એ ચારિત્રને જ છાજતું નથી. અને ઘણુંખરું દુનિયામાં બને છે પણ એમ કે, જે એની પછવાડે દોડે છે તેને એ વરતી નથી અને ઊલટો પછવાડે દોડવાને કલેશ આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org