________________
અધિકાર ] સમતા
[ ૪૭ તે માત્ર સમતામાં-સંતોષમાં છે, ચાલુ સ્થિતિને સ્વ-કર્મજન્ય માની તેને સમ્યગુ ભાવે દવામાં જ અને અધ્યાત્મ-૨મણુતામાં જ સુખ છે; બાકી બધાં નકામાં ફાંફાં છે, આ પ્રમાણે સ્વરૂપ સમજનારા બહુ ઓછા છે, પરંતુ તે સમજવાની બહુ જરૂર છે. (૨૫) સગાં-સંબંધીઓને સ્નેહ સ્વાથી છે; તેથી પોતાના સ્વાર્થસાધનમાં રક્ત
રહેવું એ સમતાનું શું સાધન स्निह्यन्ति तावद्धि निजा निजेषु, पश्यन्ति यावन्निजमर्थमेभ्यः । इमां भवेत्रापि समीक्ष्य रीति, स्वार्थे न कः प्रेत्यहिते यतेत ॥ २६ ॥ उपजाति)
“સગાંસંબંધીઓ જ્યાં સુધી પિતાના સગાંઓમાં પિતાનો કાંઈ પણ સ્વાર્થ જુએ છે ત્યાં સુધી જ તેના પર સ્નેહ રાખે છે. આ ભવમાં પણ આવા પ્રકારની રીત જોઈને પરભવમાં હિતકારી પોતાના સ્વાર્થને માટે કેણુ યત્ન ન કરે ?” (૨૬)
વિવેચન–અવલોકન કરીને બારીકાથી જેનારને સમજવામાં આવ્યું હશે કે વૃદ્ધ પુરુષ મરણ પામે ત્યારે તેનાં સગાં-સંબંધીઓ કહે છે કે “ભાઈ! એ તો ભાગ્યશાળી થઈ ગયા.” આ નાની હકીકતમાંથી ઘણી શિક્ષા લેવા જેવી વાત છે. આવા ઉદગાર નીકળવાનું કારણ શું હશે ? વૃદ્ધ પુરુષમાં કઈ પ્રકારને સ્વાર્થ રહ્યો હોતો નથી. તેઓ કાંઈ રળીને આપતા નથી, ઊલટા કેટલીક રીતે પુત્રને વારસે મેળવવામાં, તેને યથેચ્છ ઉપયોગ કરવામાં તથા ભોગ માણવામાં તે અનેક પ્રકારે પ્રતિબંધ કરે છે. સ્ત્રીને, પુત્રને કે સગાંઓને વૃદ્ધ પુરુષોથી કોઈપણ પ્રકારને લાભ થવાનો સંભવ હોતો નથી. આ કારણને લીધે વૃદ્ધનું મરણ શુભ ગણવામાં આવે છે. વૃદ્ધના મરણ વખતે રડવામાં આવતું નથી અથવા ઓછું રડવામાં આવે છે, તે કાંઈ સંસા૨ તરફ વૈરાગ્ય બતાવનારું નથી, પરંતુ સ્વાર્થનો અંશ બતાવનારું છે. મરણમાં અને તે પ્રસંગે શોક કરવામાં પણ સ્વાર્થનો ભાગ છે એ હકીકત વિચિત્ર લાગે છે, કારણ કે બાહ્ય દષ્ટિવાનને તે શેકમાં પ્રેમ (હેત)ને ભાગ નજરે આવે છે; પરંતુ વસ્તુતઃ વિચિત્ર લાગે છે તે જ ખરું છે. મરકી થયેલા પ્રાણીને સગાંઓ પણ તજી દે છે. સારા સારા દાખલાઓમાં જોયું છે કે સગાંસ્નેહી અને પુત્ર કે સ્ત્રી પણ ગ્રંથિક સંનિપાતથી વ્યાધિગ્રસ્ત થયેલાની સારવાર કરતા નથી. મરકીને વ્યાધિ લગભગ અસાધ્ય ગણાય છે અને તેના સપાટામાં આવનાર પ્રાણને સારું થવું બહુ મુશ્કેલ છે, થડા વખતના અનુભવથી લોકો ખોટું સમજી ગયા છે કે મરકીના દરદીઓની સારવાર કરનારને પણ મરકી લાગે છે; (આ માન્યતા જૂઠી છે એમ પ્લેગ કમીશનને રિપોર્ટ જણાવે છે; ફક્ત સારવાર કરનારે અલપ ખોરાક, અન્ય સ્થાને શયન, હસ્તમુખ-પ્રક્ષાલન વગેરે નિયમે બહુ ધ્યાનમાં રાખવાની અને પાળવાની જરૂર છે.) અને મરકીના સપાટામાં આવનાર બહુ ઓછા બચે છે. આથી મરકી થનારમાં જરા સ્વાર્થ હોય તે પણ સ્વ-જીવનલભના સ્વાર્થ પાસે તુરછ થઈ જાય છે, પ્રેમીને પ્રેમ સ્વાર્થપરાયણ જ છે, એ મરકીએ બહુ સારી રીતે બતાવી આપ્યું છે. તે ઉપરાંત સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org