SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર] કષાયત્યાગ [૨૯ મદનિગ્રહ; ખાસ ઉપદેશ रूपलाभकुलविक्रमविद्याश्रीतपोवितरणप्रभुताद्यैः । कि मदं वहसि वेत्सि न मूढानन्तशः स्म+ भृशलाघवदुःखम् ॥१७॥ (स्वागता) “રૂપ, લાભ, કુળ, વિક્રમ, વિદ્યા, લક્ષ્મી, તપ, દાન, અિશ્વર્ય વગેરેને મદ તું શું જોઈને કરે છે? હે મૂખ! અનંત વખત તને લઘુતાઈનું દુઃખ વહન કરવું પડ્યું છે, તે શું જાણુતે નથી?” (૧૭) વિવેચન–જેમ ઉપરની બાબતમાં અનેક વાર લઘુતાઈ પામ્યું છે, એમ કહ્યું, તેવી રીતે શ્રી હેમચંદ્રાચાર્ય પણ કહે છે કે – जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतैः । कुर्धन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ એટલે એ આઠને મદ કરતાં તે જ વસ્તુઓ નબળી મળે છે; આઠ મદ કરનારના શા હાલ થયા છે તેની વિસ્તારથી કથા જેવી હોય તેમને જૈનકથા રત્નકેષ ભાગ ૬ઠ્ઠામાં ગૌતમકુલકના પૃષ્ઠ ૯૩ થી વાંચવાની ભલામણ છે. (૧) જાતિમદઃ હું ઉત્તમ જાતિને છું એ ફાંકે રાખવે. હરિકેશી મુનિ આ મદ કરવાથી ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા (૨) લાભદઃ છ ખંડના લાભથી મદમાં આવી જઈ સર્વ ચક્રવતીઓથી માટે થવા સુભૂમ સાતમો ખંડ સાધવા ગયે અને પ્રાણ ખેયા. અત્યારે પણ વ્યાપારમાં બેસ્ટ જાય ત્યારે કર્મની નિંદા થાય છે અને લાભ થાય ત્યારે તેને મદ થાય છે. (૩) કુણીમદઃ અમે આવા, અમારા બાપદાદાએ આવાં આવાં મોટાં કામ કરેલાં વગેરે. મરીચિને પિતાના કુળને મદ થઈ ગયે તે નીચ ગોત્ર બાંધ્યું અને તે અનેક ભવમાં વેઠવું પડયું. (૪) ઐશ્વર્યમદ દશાર્ણભદ્રને થયો હતે. અત્યારે રશિયાના ઝાર પ્રમુખને થાય છે. બીજાઓ પણ અધિકાર, સ્વામિત્વાદિ પ્રાપ્ત થયે અભિમાની બની જાય છે તે અશ્વયંમદ કહેવાય છે. (૫) બીમદ : શ્રી આદિનાથ પ્રભુના પુત્ર મહાબળવાળા બાહુબલિને આ મદ થયા હતા, તેથી તેણે ભાઈની સાથે પણ યુદ્ધ કર્યું, (૬) રૂપમદઃ સનસ્કુમારને આ મદ થયો હતે; અત્યારે ગોરી કોમેને આ માં થાય છે સ્ત્રીઓમાં આ મદ વિશેષ હોય છે, પરંતુ તેથી પરિણામે હાનિ છે. (૭) તપમદ : તપસ્વીને મદ થઈ જાય છે તેથી ત૫ના ફળને હારી જાય છે, જુઓ કુરગડુ અને ચાર મુનિનું દષ્ટાંત. (૮) શ્રતમદ : વિદ્યાનો મદ આ જમાનામાં ઘણાને થાય છે. સ્થૂલભદ્રજીમે થયે હતું, જેથી પાછલાં પૂર્વ શ્રીસંઘને આગ્રહ થવાથી માત્ર સ્વરૂપે મળ્યાં અર્થથી મળ્યાં નહીં. આ આઠ મદ બહુ વિચારવા જેવા છે. સીધી કે આડકતરી રીતે દરેક + # રથને સ્વ તિ વા વાઃ | * વિવેચન લખ્યા પછી થોડાં વર્ષમાં એ મદનાં ફળ બેઠાં છે, તે આધુનિક ઈતિહાસને વિષય છે અ. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy