SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] અધ્યાત્મકપ મ [ સપ્તમ માસ તેમાં ફસાઈ જાય છે અને સ`સાર દીર્ઘ કરી નાખે છે. એને વશ ન થવું એમાં મન પર અકુશ અને જીવનયાત્રાની સફળતા છે. ઘણાખરા લેખકે માન અને મદ વચ્ચે કાંઈ તફાવત હાય એમ ધારતા નથી. અછતા ગુણાના સદ્ભાવ અને છતા ગુણ્ણાના ઉત્કષ બતાવવા એને આપણે અનુક્રમે માન અને મ સમજીએ તા મદના સાઁબંધમાં બહુ વિચારવા જેવું રહે છે. મદ શા માટે કરવા એ જરા વિચારો. અશ્વ, ધન કે વિદ્યા પ્રાપ્ત થાય અથવા જાતિ, કુળ કે ખળ પ્રાપ્ત થાય તા તેમાં મદ Àના કરવા ? પૂર્વ શુભ કમના ઉયથી એ સવ પ્રાપ્ત થાય છે, તેમાં તારે પોતાને શે। મઢ કરવાના છે? વળી, તારા કરતાં જ્ઞાન, ધન, સપત્તિ, બળ વગેરેમાં ઘણા જખરા માણસેા થઈ ગયા છે, અત્યારે પણ તારે માથે સવાશેર દુનિયામાં ઘણા છે, તા શેના અહંકાર કરે છે? જે વસ્તુ તારી પેાતાની નથી, રહેવાની નથી, કોઈની થઈ નથી, તેને અશ પ્રાપ્ત કરી તું કેમ અક્કડ થાય છે ! લેાજકુમારે તેના કાકાને કહેવરાવ્યું હતું કે માંધાતા જેવા માટા રાજાએ ચાલ્યા ગયા તેમની સાથે પૃથ્વી ગઈ નથી, પણ મને લાગે છે કે, કાકા ! તમારી સાથે તેા તે જરૂર આવશે !’ આ નાની હકીકતમાં બહુ રહસ્ય છે. આખા છ ખંડ સાધનાર ચક્રવતી પણ ઉઘાડે હાથે ચાલ્યા જાય છે, ત્યારે તુ કાણુ માત્ર છે ? તને શું મળ્યુ છે ? મળ્યું છે તેમાંથી તારું શું ? અને તારી સાથે તેમાંથી તું આવવાનું છે ? એ વિચાર અને નકામી ખટપટ દૂર કરી, તારે સીધે રસ્તે કામ કર. ( ૧૭૬ ૮૭) સસારવૃક્ષનુ' મૂળ-કષાય विना कषायाम भवार्तिरा शिर्भवेद्भवेदेव च तेषु सत्सु । मूलं हि संसारतरोः कषायास्तत्तान् विहायैव सुखीभवात्मन् ! ॥ १८ ॥ ( उपजाति ) કષાય વગર સસારની અનેક પીડા આ થાય નહિ, અને કષાય હાય ત્યારે પીડાએ જરૂર થાય છે. સસારવૃક્ષનુ મૂળ જ કષાય છે. તે હું ચેતન ? તેને તજીને સુખી થા. (૧૮) વિવેચન--આખા અધિકારના અત્ર સાર છે, અર્થ સ્પષ્ટ છે. કષાય ત્યાં સસાર અને કષાય નહિ ત્યાં સસાર નહિ. કષાય એટલે સ'સારના લાભ, સંસરણુ–ગતિ કરાવે તે સસાર અને કષાય તેવી જ રીતે ગતિ કરાવે છે. કાને ? આત્માને. અને ત્યાગ થાય એટલે ગતિ અટકી જાય છે. આ અન્વય-વ્યતિરેક ધમ ખરાખર સમજવા, વિચારવા, મનન કરવા, હૃદયમાં સ્થાપન કરવા. કષાય ન હોય તા સસારરૂપ ઝાડ ઊગે જ નહિ, કદી કષાય થવાથી ઊગ્યુ. તા હવે તેને પાડી નાખવું, અને ફરી ઊગે નહિ એમ કરવા માટે તેનાં મૂળા ખળી નાખવાં. (ઝાડ ખાળવામાં પાપ છે તેથી ડરીશ નહિ. આ કષાયઝાડ તા અનંત દયાના સ્થાન પરમાત્મા તીર્થંકરાએ પણ મૂળથી ઉચ્છેદી નાખ્યું હતું) દરેક ભવ્યાત્માએ ઘરમાં આ વાકય કારી રાખવુ કે “મૂજી સંસારસોઃ જાય:” આ વાકયના ખરેખરા સમજવા પર ભવિષ્યની સ્થિતિના આધાર છે. (૧૮; ૮૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy