SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] અધ્યાત્મકલ્પમ [ સપ્તમ પછી તેને પરિચય કરવા ઈચ્છતા નથી અને કદાચ પૂર્વ પુણ્યના યોગે ધન કે વિદ્યા તેને મળી ગયાં હોય તે તેની ગેરહાજરીમાં તેને એટલો ઉતારી પાડે છે કે અજ્ઞ છોકરાઓ પણ તેની તરફ આંગળી બતાવ્યા કરે છે. કપટ કરનાર માયાવી માણસને તે બધા દૂરથી જ નમસ્કાર કરે છે. તેઓ સમજે છે કે એની સાથે વધારે સંબંધ થશે તે, એ જરૂર નુકસાનીના ખાડામાં ઉતારશે અને તે ક્યારે અને કેવી રીતે ઉતારશે તેની ખબર ન હોવાથી દરેક તક લઈને તેનું સીધી અને આડકતરી રીતે અપમાન કરે છે. લોભી મનુષ્યની ઘરાકી ટકતી નથી. તેના આડતિયાઓ, અસીલો અને નેકરે સમજે છે કે તે માત્ર પોતાના જ સ્વાર્થને જેનારે છે, પિતાના એક પૈસાના લાભ ખાતર સામાન હજાર રૂપિયાના નુકસાનને ધ્યાનમાં પણ લે નહિ તે તે છે. અને વ્યવહારમાં આવી પ્રતિષ્ઠા-હાનિ સહન કરવી એ અધમાધમ છે. આવી રીતે કોધ, માન, માયા કે લોભ કરનાર પ્રાણીને જરા પણ યશ મળતો નથી અને હોય તે અપયશમાં ફેરવાઈ જાય છે. એ માણસ દુનિયાને દેખાડવા કોઈ વખત જમણ કે ઉજાણી કરે તે કરતી વખતે અને કર્યા પછી કે તેને માટે શું બોલે છે એ સાંભળવાથી બરાબર અપયશની ગાઢતાને ખ્યાલ આવશે. ૪. માબાપ અને ભાઈ ઓ તેવા પ્રાણુ ઉપર પ્રેમ રાખતા નથી. માબાપ એ પ્રેમના ઝરા કહેવાય છે, જે કદી પણ સુકાતા નથી. તેઓ અને ભાઈ ઓ જાણે છે કે આ ભાઈ ક્રોધી, અભિમાની, કપટી કે લેભી છે, ત્યારે તેઓ પર હેત રાખતાં બંધ પડે છે. કષાય કરનાર પુત્ર અથવા ભાઈ માત્ર પોતાના હિત તરફ જ જુએ છે અને સ્વાર્થ સંઘટ્ટ વખતે તે અતિ અધમ વર્તન કરે છે. તે વખતે તેને વડીલો કે ભાઈ એ તેને કેવી રીતે ચાહી શકે ? માતા-પિતાને પ્રેમ ત્યાગ કરવા યોગ્ય છે એ ખરી વાત છે, પણ તે ત્યાગની અપેક્ષાએ છે. સંસાર-વ્યવહારની અપેક્ષાએ અને ક્રોધાદિનું સત્ય સ્વરૂપ નિરૂપણ કરવા વખતે વ્યવહાર પર તેની કેવી અસર થાય છે એ બતાવવામાં માબાપને પ્રેમ કે બંધુવર્ગમાં પ્રીતિ એ મનુષ્યના ઉત્તમ સ્વભાવનું દિગ્દર્શન કરાવનાર છે અને તેથી આદરણીય છે. કષાય કરનાર માણસને આવી રીતે ઘરમાં પણ પ્રીતિ હોતી નથી, બહાર પણ અપયશ બેલાય છે અને કેઈ તેની મિત્રતા રાખતું નથી. ૫. કષાયથી આ ભવ અને પરભવમાં અનેક હાનિ થાય છે. આ ભવમાં કેટલી હાનિ થાય છે તેનું કાંઈક સ્વરૂપ આપણે ઉપર જોયું. મલિન અધ્યવસાય અને તેથી મલિન વર્તન કરનાર પુણ્યબંધ કરતું નથી, પાપબંધ કરે છે અને કર્મનિર્જરા તે તેને હેય જ નહિ. તેથી તે પરભવમાં પણ અનેક દુઃખો સહન કરે છે. ત્યાં કેબીને પરતંત્રતા, અભિમાનીને નીચગેત્રાદિક, માયાવીને સ્ત્રીપણું અને લોભીને દરિદ્રતા વગેરે અનેક દુઃખપરંપરા થાય છે. તેને ભોગવવામાં વળી અનેક પાપો તે વહોરી લે છે અને એમ ઉત્તરોત્તર એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ પડતું જાય છે અને ઊંચે આવી શકતો નથી. આવી રીતે કષાયથી હાનિની પરંપરા ચાલે છે, એ બહુ ધ્યાનમાં લઈ સમજીને વિચાર કરવા યોગ્ય છે. (૧૬, ૮૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy