SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ જે સમજે અને અનુભવગોચર કરે તેને હાસ્યાદિ રસો તે સ્થળ લાગે એમાં જરા પણ નવાઈ જેવું નથી. શ્રીમાન હેમચંદ્રાચાર્ય અને રસગંગાધરના કર્તા પંડિત જગન્નાથ તેમ જ રસના અન્ય વ્યાખ્યાનકારોએ, થોડા અપવાદ સિવાય, સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે શાંતરસ સર્વ રસમાં પ્રધાન છે અને તેથી જ અત્ર તેને રસાધિરાજ કહેવામાં આવેલ છે. આ ત્રીજુ કારણ થયું. આ ત્રણે કારણથી શાંતરસનું ઉત્કૃષ્ટપણું બતાવ્યું. આ કારણોને પરસ્પર કાર્ય-કારણ ભાવ છે. આ લોક અને પરલોકમાં અનંત આનંદનું સાધન શાંતરસ છે, તેથી જ પારમાર્થિક ઉપદેશ દેવા ગ્ય છે. અને તે બંને કારણેને લીધે તે રસાધિરાજ છે. આ ગ્રંથનો અર્થ શું છે?—વગેરે હકીકત ઉપોદઘાતમાં લખાયેલી હોવાથી અત્રે તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. અત્ર એટલું જણાવવું ઉચિત લાગે છે કે આ ગ્રંથ મહાવિદ્વાન શ્રી મુનિસુંદરસૂરિ મહારાજને બનાવેલો છે. તેઓશ્રી યુગપ્રધાન તુલ્ય હતા અને મૂળ પાટે થયા હતા, તેઓશ્રીએ બહુ અનુભવ કરીને અતિ પ્રૌઢ ભાષામાં આ ગ્રંથ રચ્યો છે અને તેના પર બહુ વિચાર કરીને નેટ લખવામાં આવી છે. આ ગ્રંથ મનન કરીને વાંચવાનો આગ્રહ કરવામાં આવે છે. આ શ્રી અધ્યાત્મકલ્પકમ ગ્રંથ પર ઉપાધ્યાય મહારાજ શ્રી ધનવિજયજી ગણિએ તથા શ્રી રત્નચન્દ્ર ગણિએ ટીકા લખી છે. પ્રથમ ગધબંધ પ્રબંધની ટીકામાં બહુ ઉપયોગી હકીકત બતાવવામાં આવી છે. અત્ર શ્રી ધનવિજયજી ગણિની ટીકામાં જે ભાગ વિદ્વત્તાથી ભરેલું લાગે છે તે ખાસ ઉપયોગી હોવાથી નીચે ફેંધી લીધે છે – “આ લેકમાં (સામાન્ય રીતે) વિદ્વાનની પ્રવૃત્તિ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે, તેમાં સંસારી પ્રાણીઓને પરસ્પર કાર્ય-કારણભાવ પામેલા અર્થ અને કામ એ બે પુરુષાર્થ છે; પણ મુમુક્ષુ (મેક્ષના અથ) પ્રાણીઓને તે ધર્મ અને મોક્ષ એ બે જ પુરુષાર્થો છે. આ બેમાં પણ ધર્મ કારણ ને મેક્ષ કાર્ય હોવાથી મોક્ષ પરમ પુરુષાર્થ છે. તેના અધિકારી, સહસ્રાવધાનના કરનાર, પ્રત્યક્ષ સરસ્વતીરૂપ સેમસુંદરસૂરિની પાટને ભાવનાર, તપગચ્છના નાયક, યુગપ્રધાન સમાન મુનિસુંદરસૂરિએ આ અધ્યાત્મ કપકમ ગ્રંથ રચ્યો છે, જેમાં મોક્ષના અસાધારણ ઉપાયભૂત અને પોતે અનુભવેલા શાંતરસને પરદેશ માટે પ્રકાશ્યો છે. હું પણ શાંતરસને અથી હોવાથી તેની વ્યાખ્યા કરું છું.” ગ્રંથની આદિમાં મંગલ, વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી એ પાંચમાંથી કોઈ વસ્તુ બતાવવી જોઈએ, એ શિષ્ટાચાર છે. મંગલ કરવાનો હેતુ બેવડો રાખવામાં આવ્યું હોય એમ જણાય છે. ઈષ્ટ દેવની સ્તુતિ અને ગ્રંથપઠન-પાઠનની પ્રવૃત્તિમાં મનને પરાવવાની અભિલાષા, તસૂચક માંગલિક સર્વ ધર્મમાં ઈટ ગણાય છે, છતાં ઘણી વખત તે વગર પણ ચલાવવામાં આવે છે. પ્રથમથી એવો શિષ્ટાચાર છે કે અથ શબ્દને માંગલિકસૂચક ગણવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy