SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આધકાર]. સમતાં [ ૩ સુખ હોય છે જ. આગળ બતાવવામાં આવશે તેમ, સુખ-દુઃખ માન્યતા પર–મનના બંધારણ પર-આધાર રાખે છે, તેથી બંને પ્રકારનાં સુખોમાં માનસિક સુખની જ મુખ્યતા છે. શાંતરસથી પ્રાપ્ત થતું અહિક સુખ પ્રત્યક્ષ છે. તે મેળવવામાં ધનનો વ્યય કરે પડતો નથી, શરીરને શોષવું પડતું નથી, મનને ચિંતામાં નાખવું પડતું નથી, ધમાલ કરવી પડતી નથી, કારણ કે તેનું સાધન શાંતરસ છે. એટલા માટે જ સદરહુ મહાન લેખક કહે છે કે – स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्ष प्रशमसुख, न परवशं न च व्ययप्राप्तम् ॥ સ્વ” સુખ પરોક્ષ છે અને મોક્ષનું સુખ તો એથી પણ વધારે પરોક્ષ છે. પ્રશમસુખ પ્રત્યક્ષ છે, એને પ્રાપ્ત કરવામાં દેઢિયાને ખરચ થતું નથી અને તે પરવશ પણ નથી.” - મતલબ કે આ ભવમાં પ્રત્યક્ષ રીતે મળી શકે અને પિતાને લાભ બતાવી શકે એવું સુખ પ્રશમ જ છે. એને પ્રાપ્ત કરવાનું સાધન શાંતરસ છે. આવી જ રીતે પરભવમાં પણ મહાસુખ આપનાર શાંતરસ છે. આ જીવન શાંત પ્રવાહથી વહન થયું હોય તે તેને ફિલષ્ટ કર્મીપત્તિ થતી નથી અને પ્રાપ્ત કરેલાં ફિલષ્ટ કર્મોનો નાશ થાય છે, તેથી પરભવમાં સ્વાભાવિક રીતે આનંદ મળવાને વધારે સંભવ રહે છે. આવી રીતે આ ભવ-પરભવના આનંદનું સાધન શાંતરસ છે, એટલું જ નહિ પણ અનંત આનંદ-મોક્ષ સુખ, જેની પછવાડે કોઈ દિવસ નિરાનંદપણું પ્રાપ્ત થવાનું નથી, તે પણ શાંતરસથી પ્રાપ્તવ્ય છે. આ પ્રથમ કારણ થયું. ૨. પારમાર્થિક ઉપદેશ કરવા યોગ્ય શાંતરસ છે. બીજા સર્વ રસમાં પાર્થિવ વિષય આવે છે. એ સર્વ રસમાં ઈદ્રિયના વિષયની તૃપ્તિ અને મનના નિરંકુશ વર્તન સિવાય વસ્તુતઃ આનંદદાયક કાંઈ આવતું નથી, પણ આ શાંતરસ એવા પ્રકારે આનંદ આપે છે કે તેથી કેાઈને અગવડમાં ઊતરવું પડતું નથી. વીર, કરુણ, હાસ્ય વગેરે રસે પાર્થિવ છે, એહિક છે, સ્થૂળ છે, બીજાને ભોગે આવિર્ભાવ પામનારા છે અને પરિણામ વગરના છે. આ સર્વ બાબતોમાં શાંતરસ તેથી ઊલટે જ છે. પારમાર્થિક વિષયને પ્રતિપાદન કરનાર અને તેને જ ઉપદેશ આપનાર હોવાથી આ રસ પ્રધાનપણે ઉપદેશવા ગ્ય છે. વળી બીજી રીતે જોઈએ તે, જેઓ પરમાર્થના ઈચ્છુક હોય તેને જ આ રસનું પ્રતિપાદન ઈષ્ટ લાગે છે, તેથી આ રસ તેના અધિકારીની અપેક્ષાએ પણ ઉત્કૃષ્ટ છે; કારણ કે તેના અધિકારીઓ પ્રાકૃત જનસમૂહની સામાન્ય સપાટીથી કાંઈક અથવા બહુ અંશે ઊંચા હોય છે. આ દ્વિતીય કારણ થયું. ૩. શાંતરસ સર્વ રસેને સાર છે. હાસ્યાદિ રસેને કવિઓએ જે ઉત્કૃષ્ટ સ્થાન આપ્યું છે તે ટકી શકે તેવું નથી અને શાંતરસને ખરા રસ તરીકે સિદ્ધ કરવામાં શ્રી હેમચંદ્રાચાર્ય અને બીજાએ ફતેહમંદ થયા છે, એટલું જ નહિ, પણ એ ઉત્કૃષ્ટ રસ છે. અને રસને મહિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy