________________
અધિકાર]
સમતા અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ શબ્દ અને ૩થ શબ્દ માંગલિકસૂચક સમજી લેવા.” આવી રીતે સામાન્ય શબ્દોમાં મંગલ કરવાને સંપ્રદાય સારો હોય તેમ જણાય છે. અથ શબ્દ આરંભસૂચક પણ છે અને “હવે” એવા અર્થમાં પણ તે વપરાય છે. અને તે વખતે, ટીકાકારના કહેવા પ્રમાણે, તે અનંતરતા સૂચવે છે. “ઉપદેશરત્નાકર” વગેરે ગ્રંથની સાથે અનંતરતા સૂચવનાર આ શબ્દથી અવસર-સંગતિ પણ બતાવવામાં આવી ગઈ.
આ ગ્રંથમાં વિષય છે આવશે?–તે બીજો અગત્યનો પ્રશ્ન છે અને તેનો ખુલાસો પણ ગદ્યબંધ પ્રબંધમાં થઈ જાય છે. શાંતરસ એ આખા ગ્રંથનો વિષય છે અને તેને પોષવા માટે સર્વત્ર એકસરખી રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્ર જન–આ ગ્રંથ બનાવવાને હેતુ શું છે?—એ જાણવું પણ જરૂરનું થઈ પડે છે. આ વિષય બહુ અગત્યનો હોવાથી સ્પષ્ટ શબ્દોમાં મૂકવાની જરૂર છે અધ્યાત્મનો વિષય જનસમૂહને રુચતું નથી અને તે પર પ્રેમ લાવવા માટે બહુ પ્રયાસ કરે પડે છે, છતાં તે વિષય “આ ભવ અને પરભવમાં અનંત આનંદનું સાધન”હેવાથી તેને પોષવાની બહુ જરૂર છે, એટલું જ નહી પણ એ વગરનું જીવન શૂન્ય જેવું છે. આ શબ્દથી પ્રોજન બતાવ્યું. એ અધ્યાત્મ અને વિરાગ્યને વિષય કેટલું જરૂર છે તેને માટે ઉપદ્દઘાત જુઓ.
સંબંધ-આ ગ્રંથ પદ્યબંધ રચનાથી રચવામાં આવશે એમ કહીને વિભાવ્યવિભાવનભાવરૂપ સંબંધ બતાવ્યું.
અધિકારી–આ ગ્રંથ વાંચવાને યોગ્ય કેણ ગણાય? મારેલ પારે જે નબળા માણસને શરીરશુદ્ધિ કર્યા વિના આપવામાં આવે તે તેને નાશ થાય છે. અધ્યાત્મશાસ્ત્ર જેવા ગ્રંથે. કેના હાથમાં મૂકવા અથવા કેણે વાંચવા તે બહુ અગત્યનો પ્રશ્ન છે. આવા ગ્રંથોમાં સામાન્ય વચનને વિશેષ વચન તરીકે સમજવાની અથવા અપેક્ષાવાળા વચનને એકાંત સ્વરૂપે સમજવાની ઘણી વાર ભૂલ થઈ જવાને સંભવ રહે છે. એવા પ્રસંગે, ગ્રંથકર્તાને આશય જે લક્ષમાં આવતે નથી તે પરિણામે, કેટલીક વાર હાનિ થઈ જાય છે. એટલા માટે આવા ગ્રંથના અધિકારી “પારમાર્થિક ઉપદેશ્યને પાત્ર થયેલા જ ગણાય છે.
આવી રીતે બહુ ઉત્સાહથી ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. પીઠિકા ગદ્યબંધમાં રચી આખો ગ્રંથ પદ્યબંધ રચનામાં બનાવ્યો છે. આ ગ્રંથ છેડે વાંચો, પણ સમજીને વાંચ; વાંચીને વિચારો અને વિચારીને પોતાની સ્થિતિ અને સંજોગ અનુસાર વ્યવહારમાં મૂક, અમલમાં મૂકો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org