________________
અધિકાર ] યતિશિક્ષા
[ ૨૬૫ એવા મહાત્માને અમે નમસ્કાર કરીએ છીએ અને તેમ કરીને તેઓનું બરાબર અનુસરણ કરવાની ભાવના કરીએ છીએ. (૧; ૧૮૨)
સાધુના વેશમાત્રથી મોક્ષ મળતું નથી स्वाध्यायमाधित्ससि नो प्रमादः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से । तपो द्विधा नाजसि देहमोहादल्पे हि हेतौ दधसे कषायान् ॥२॥ परिषहानो सहसे न चोषसर्गान शीलाङ्गधरोऽपि चासि । तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं, मुने! कथं यास्यसि वेषमात्रात् ॥३॥युग्मम् ॥ (उपजाति)
હે મુનિ ! તું વિસ્થાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય (સઝાય, ધ્યાન) કરવા ઇચ્છ નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને ગુપ્તિ ધારણ કરતો નથી, શરીર પર મમત્વથી બને પ્રકારનાં તપ કરતું નથી, નજીવા કારણથી કષાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતા નથી, (અઢાર હજાર) શીલાંગ ધારણ કરતું નથી, તે છતાં તું મેક્ષ મેળવવા ઇરછે છે, પણ હે મુનિ! વેશમાત્રથી સંસાર સમુદ્રને પાર કેવી રીતે પામીશ?” (૨-૩)
વિવેચન–ઉપર ભાવનામય મુનિસ્વરૂપ કહ્યું. અત્ર વ્યવહારુ રીતે તેઓએ શું કરવું જોઈએ, તે કહે છે – ૧. પાંચ પ્રકારનો સ્વાધ્યાય મુનિએ દરરોજ કરવો જોઈએ –
વાચના (વાંચવું તે), પૃચ્છના (શંકા પૂછવી તે), પરાવર્તન (સંભારવું - રિવિઝન), અનુપ્રેક્ષા (વિચારણા) અને ધર્મસ્થા–આ પાંચ પ્રકારના સ્વાધ્યાય છે. ૨. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે પ્રવચનમાતા કહેવાય છે, અને સાધુપણાનું
ખાસ લક્ષણ છે – નિજીવ માર્ગે સૂર્ય ઊગ્યા પછી સાડાત્રણ હાથ આગળ દષ્ટિ રાખી, જેઈને ચાલવું, તે ઈર્યાસમિતિ, નિરવા, સાચું, હિતકારી અને પ્રિય વચન વિચારીને બેસવું, તે ભાષાસમિતિ. અન્ન, પાણી વગેરે બેંતાળીશ દોષ રહિત લેવાં તે એષણા સમિતિ. કઈ પણ વસ્તુ જીવરહિત ભૂમિ જોઈને તથા પ્રમાર્જના કરીને મૂકવી કે લેવી, એ આદાનભંડમત્તનિક્ષેપણુસમિતિ, મળ, મૂત્રાદિ જીવ રહિત ભૂમિએ તજવાં તે પારિષ્ઠાપનિકાસમિતિ.
* “સાધુપદ-અનુસરણના વિષયને અંગે આ લોક ટાંકીને આદર્શ મુનિજીવનના સ્વરૂપ પર મેં વિસ્તારથી વિવેચન “શ્રી જૈન પ્રકાશ પુસ્તક ૨૭, અંક બીજામાં અને તે પછીના અંકમાં કર્યું છે, તે વાંચવાની ભલામણ કરવામાં આવે છે. વિ. ક. ૪ અstતિ પટાતરમ્ | અ. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org