SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કાવ્ય વાંચતાં વારંવાર જણાય છે. આથી શ્રાવકના સંબંધમાં પોતાના અમુક શ્રાવક એમ બહુ ઓછું રહેતું હશે એમ પણ જણાય છે. આચાર્યની અમુક ગામમાં પાટ (મુખ્ય સ્થાન–હેડકવોટર) હોય અને તેની નજીકમાં જ આચાર્ય રહે એવી જન જણાતી નથી, શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાને મહિમા તે કાળમાં જવા-આવવાનાં સાધને બહુ અ૯પ, મોઘાં તથા જોખમવાળાં હોવા છતાં બહુ હતો એમ ત્રણ વખત બહુ આડંબરથી નીકળેલા સંઘના વર્ણન પરથી જણાય છે. અવારનવાર જૈન તેમને રાજ્યકર્તાઓ તરફથી મદદ મળતી હતી એમ ગુણાજ શેઠને અહમદશાહ પાદશાહે તેના સંઘના સંબંધમાં કરી આપેલી સગવડ ઉપરથી અનુમાન થાય છે. (સર્ગ આઠ, શ્લોક ત્રીશ. ) બારિક અવલોકના-જેમ જેમ વધારે બારીકિથી વિચાર કરીને તે સમયના ગ્રંને વાંચવામાં આવે, તેમ તેમ તે વખતના જૈન સમાજનું બંધારણ સારી રીતે સમજી શકાય તેમ છે, એતિહાસિક પર્યાલોચનાથી બહુ લાભ થાય છે. અત્યારે ગરછના ભેદે, સાધુવને પરસ્પર - અસંતોષવાળા સંબંધ અને શ્રાવકો તરફથી તે સંબંધમાં આપવામાં આવતું ઉત્તજન અત્યંત ખેદાપદ છે. શ્રી મુનિસુંદરસૂરિ જેવા અસાધારણ વિચારબળ ધરાવનારા એકાદ બે મહાત્માની આ કાળમાં બહુ જ જરૂર છે. તે સમયે તે ધર્મ સાધના અને શાસન-અભિવૃદ્ધિ માટે બહુ પ્રતિકૂળ હત; અત્યારે તે યંગ્ય રીતે પ્રયાસ કરવામાં આવે અને તેના પર યોગ્ય અંકુશ રહે તે ચેડા વખતમાં શાસનના ડંકા વાગે એવું છે. બાકી, ચાલુ સ્થિતિથી ઘણીવાર ઉમરગવાળા ઉત્સાહી પ્રાણીઓ પણ પાછા હઠી જાય છે. લેખ લખનારા ૨ મનમાં આવે તેમ લખે છે, બેલનારા મનમાં આવે તેમ બેલે છે અને વર્તન સ્વેચ્છા પ્રમાણે ચલાવાય છે. કોઈ પૂછનાર નથી. શાસનની વાસ્તવિક લાગણી કેઈને રહી નથી અને કાઈમાં હેય તે છે હુધા અજ્ઞાનીઓનું જોર હોવાથી પ્રયાસ નકામો જાય છે. અવારનવાર શાસનની ઉન્નતિ કરવાના પ્રયાસ થાય છે, પણ સંપ તેમ જ પૂરતી સમજને અભાવે એકબીજાનાં કાર્યોની અસર ઓછી થાય છે. ઉપદેશકોની સ્થિતિ-ઉપદેશ આપનાર વર્ગની સ્થિતિ તે વખતે બહુ ઊંચા પ્રકારની હતી છે અને તે માનસિક તેમ જ નૈતિક વિષયમાં વ્યવહાર રૂપમાં મુકાયેલી હતી. ઉપદેશકવર્ગ આખી પ્રજ પર અજાયબ જેવી અસર કરી શકે છે. શાસનની ઉન્નતિ કે અવનતિનો આધાર આ વર્ગ ઉપર જ રહે છે. ગચ્છાધિપતિએ દેશકાળના સંપૂર્ણ જાણકાર હતા, અને નવી સંગો ઊભા થતાં શાસ્ત્રમર્યાદામાં રહીને એગ્ય ફેરફાર દાખલ કરવામાં ધર્મના ફરમાનનું વાસ્તવિકપણું સમજતા હતા; હાલની જેમ નિર્નાયક મંડળ નહોતું, તે વખતની સાધુની સંખ્યા બહુ મોટી હતી, તેમ જ તેમાં યોગ્ય છે પણ વિશેષ હતા, તેથી શ્રી સોમસુંદરસૂરિએ પિતાની હયાતીમાં પાંચ મહાત્માઓને સૂરિપદવી આપી હતી; પણ તે સર્વ એક ગચ્છાતિની આજ્ઞામાં જ વર્તનારા હતા. આવા વિષમ કાળમાં ધર્મ જળવાઈ રહ્યો તે આવા મહાત્માઓની વિશાળ દીર્ધદષ્ટિને જ આભારી છે; નહિ તે તે સમય પહેલાં અને પછી એકંદર ચારસે વરસ હિંદુસ્તાન માટે એવાં વિપરીત ગયાં છે કે ધર્મ શબ્દને મૂળથી નાશ થઈ જાય. તે વખતમાં શ્રાવકવર્ગની સ્થિતિ પણ બહુ સારી હશે એમ સૂરિપદવીની પ્રતિષ્ઠા, જિનચેની પ્રતિષ્ઠા અને સંઘયાત્રાના મહોત્સવે બતાવે છે, આર્થિક સ્થિતિ ઘણી સારી ન હોય તો આવા અદ્ભુત મહોત્સવ થઈ શકે નહિ. એક-એક શ્રાવક શાસનના પ્રભાવક જેવા થયા છે તે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે ગુર્નાવલિમાં કરેલ હેમમંત્રી અને લલના પુત્ર નાથા શાહના વર્ણન પરથી જણાય છે. આ શ્રાવકે લગભગ નિઃસંગ જેવા, સાવદ્ય ક્રિયાના સંબંધમાં આરંભથી ડરીને તે નહિ કરવાવાળા અને ગણને ટેકે આપનારા હતા. આવા શ્રાદ્ધવરે ઉત્પન્ન થાય ત્યારે શાસન ટકી રહે એમાં કાંઈ નવાઈ જેવું નથી. શાસનનું કાર્ય કરવામાં સ્વાર્થભંગ બહુ આપવો પડે છે અને વિરુદ્ધ ટીકાઓ સહન કરવી પડે છે, પરંતુ એ સર્વ આત્મિક ઉન્નતિના હેતુ અથે કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy