SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૬૭ ૩. તિય ચકૃત–૧. ભયથી (મનુષ્યને જોઈને મને અનર્થ કરશે એમ ધારી સામા ધસે તે), ૨. છેષથી, ૩. આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવારણ કરવા માટે, શિયાળ, ગૃધ્રાદિ ઉપસર્ગ કરે તે), ૪. પોતાનાં બચ્ચાંના રક્ષણ માટે. ૪ આત્મકૃત–૧. વાત, ૨. પિત્ત, ૩. કફ, ૪. સંનિપાત. ૭. અઢાર હજાર શીલાંગ ધારણ કરવાં જોઈએ. એ અઢાર હજાર શીલાંગ શું છે, તે સંબંધી જરા લંબાણ પણ ઉપયેગી નૂધ શ્રી ઉપમિતિભવપ્રપંચાના પીઠબંધના મારા કરેલા ભાષાંતરમાંથી અત્રે ઉતારી લેવામાં આવે છે. મેંગ ત્રણ, કરણ ત્રણ, સંજ્ઞા ચાર, ઇંદ્રિય પાંચ, પૃથ્વીકાયાભાદિક દશ અને શ્રમણધર્મ દશ-તે વડે અઢાર હજાર શીલાંગ થાય છે. શીલાંગ એટલે ચારિત્રના અવય (વિભાગ); તે નીચે પ્રમાણે –ગ ત્રણ છેઃ મગ, વચન, કાયાગ, કરણગ ત્રણ છેઃ કરવું, કરાવવું અને અનુમોદવું, સંજ્ઞા ચાર છેઃ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને મિથુનસંજ્ઞા. ઈદ્રિય પાંચ છે : સ્પશનેન્દ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રેઢિય. પૃથ્વીકાયાભાદિક દશઃ પૃથ્વીકાયઆરંભ, અપૂકાયઆરંભ, તેઉકાયઆરંભ, વાઉકાયઆરંભ, વનસ્પતિકાયઆરંભ, બેઇદ્રિયઆરંભ, તેઈદ્રિયઆરંભ, ચૌરિંદ્રિયઆરંભ, ચંદ્રિયઆરંભ અને અજીવઆરંભ યતિધર્મ દશ છેઃ ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભપણું (મુક્તિ), તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય. આમાંનાં દરેકનું એકેક પદ લઈ જુદા જુદા ભેદ કરવાના છે. પ્રથમ ભેદ દાખલા તરીકે નીચે પ્રમાણે કરાય-“મને કરી, આહાર સંજ્ઞા રહિત થઈ, શ્રોત્રંદ્રિયને સંવર કરી, ક્ષમાયુક્ત રહી, પૃથ્વીકાયને આરંભ કરે નહિ. આ વાક્ય કાયમ રાખી ક્ષમાયુક્ત” શબ્દને બદલે “માર્દવયુક્ત” વગેરે દશ ધર્મો મૂકે ત્યારે દશ ભેદ થાય, પણ તે બધા પૃથ્વીકાય સંબંધે જ થયા. તે જ્યારે અપૂકાય વગેરે ઉપર જણાવેલા દશ ભેદ સાથે દશ દશ ભેદ કરે ત્યારે સો ભેદ થાય. તે બધા શ્રોત્રેઢિયે થયા. અને તેવી રીતે બાકીની ચાર ઇદ્રિ સાથે મેળવતાં પાંચસે ભેદ થાય. તે દરેકને આહાર, ભય, પરિગ્રહ અને મિથુન સંજ્ઞા સાથે મેળવતાં બે હજાર ભેદ થાય. મન, વચન, કાયાના યોગ સાથે મેળવતાં છ હજાર ભેદ થાય. અને તેને કરવું, કરાવવું અને અનુમોદવું-એ ત્રણ કરણ સાથે મેળવતાં અઢાર હજાર ભેદ થાય. આ ભેદને માટે શ્રી પ્રવચનસારેદ્દાર ગ્રંથના પૃષ્ઠ ૩૩૯ પર (પ્રકરણરત્નાકર, ભાગ ત્રીજો) એક કષ્ટક આપેલું છે. તેની ખૂબી એવી છે કે તે નજર આગળ રાખવાથી ૧૮૦૦૦ ગાથા બનાવી શકાય છે. જિજ્ઞાસુઓએ તે જરૂર વાંચવું, કારણ કે તે ઉપયોગી હેવા સાથે કર્તાની અપૂર્વ વિદ્વત્તા બતાવે છે. * જીવની બુદ્ધિથી અજીવને મારવાથી તેમ જ ઉપકરણાદિકની પડિલેહણ નહિ કરવાથી જે આરંભ થાય તે અજીવઆરંભ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy