SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ] અધ્યાત્મકપડુંમ [ ચતુર્દેશ કરતાં વધારે સખત છે. તેએ તથા નારકીના જીવા અને કૃત્રિમ નપુ ંસક બળદ અથવા અવા બ્રહ્મચર્ય પાળે તેમાં કાંઈ લાભ નથી, પર`તુ સામી રંભા અથવા ઉગી આવીને ઊભી હોય, પ્રાર્થના કરતી હોય, પેાતાની પાસે પૈસા તથા શક્તિ હાય, સ્થાન એકાંત હાય અને બીજી સર્વ ખાખતાની અનુકૂળતા હાય, છતાં મન પર સંયમ રહે ત્યારે જ ખરેખરું મુનિપણું પ્રાપ્ત થાય છે. પરસ્વાધીનપણાદિ કારણથી તે ઘણી વાર અશ્વને પણુ બ્રહ્મચય પાળવુ પડે છે, પરંતુ એમાં અશ્વની ઇચ્છા જેમ વિરામ પામતી નથી, તેમ આ જીવ માટે પણ સમજી લેવુ. સ્ત્રીને માટે શાસ્ત્રકારોએ બહુ કહ્યુ છે. (આ સર્વ સ્રીએ પુરુષ માટે સમજી લેવું. ) એ સ`ખ'ધી વિચાર કરતાં આ છત્ર શુદ્ધ સ્વરૂપ સમજી જાય તેમ છે આ જ ગ્રંથના સ્રીમમત્વમાચન અધિકારમાં બહુ વિસ્તારથી તેનું સ્વરૂપ સમજાવવા યત્ન કરવામાં આવ્યેા છે; માટે વિદ્વાન માણસે સ્રીસચેાગ કરતાં વિચાર કરવા. એ સંચાગની સત્તા કેવી પ્રખળ છે અને દૃઢ સત્ત્વવંત મહાત્માએ તે સત્તાના તેનાં પુષ્કળ પ્રખળ કારણેા છતાં પશુ કેવી રીતે જડમૂળથી નાશ કરે છે, એ સિંહગુફાવાસી મુનિ અને સ્થૂળભદ્રજીના દૃષ્ટાંતથી સમજાઈ જાય છે. ચાર માસ સુધી મિષ્ટાન્ન ખાઈ ને વેશ્યાને ત્યાં રહ્યા છતાં ગુરુએ તેમનુ` કા` મદુષ્કર કહ્યુ અને ચાર માસના ઉપવાસ કરીને પ્રાણાંત ભયમાં રહી આત્મજાગૃતિ રાખનાર સિંહગુફાવાસીનું કાર્ય માત્ર દુષ્કર કહ્યું, એ ગુરુના નિષ્પક્ષપાતપણાને જે પડિતા સમજી ગયા છે, તે મૂત્ર, માંસ, રુધિર અને ચામડીની કોથળી પર રાગાંધ અની સંસારકૂપમાં પડતા બચી ગયા છે. એ સ્પર્શનેન્દ્રિયને વશ પડી ઇલાચીપુત્ર નાટિકા થયેા; એને વશ પડી એનાતટ નગરીના રાજા ઇલાચીપુત્રનું મરણુ ઇચ્છવા લાગ્યા; એને વશ પડી “ ભયવ ! જા સા સા સા ” વાળી સ્ત્રી પાંચ સે। પુરુષને ભાગવતાં છતાં પણ અસતષી રહેતી હતી; એને વશ પડેલા બ્રહ્મદત્ત ચક્રી સાતમી નારકીમાં રહ્યો રહ્યો પણ “ ચારુદત્તા, ચારુદત્તા ’· એમ પાકાર કર્યા કરે છે; એને વશ પડેલા રાવણે પોતાનાં દશ મસ્તક અને મહાઋદ્ધિ રણમાં ગુમાવી; એને વશ પડેલા જીવા, એક માબાપથી અવતરેલા સગા ભાઈ એ સાથે કલેશ કરે છે; એને વશ પડેલા વિવેક ભૂલી જાય છે, અધ બને છે, અનેક પાપે કરે છે, અને, ટૂંકમાં કહીએ તા, ક્ષણિક સુખની ખાતર મનુષ્યજન્મમાં જે મહાલાભ પ્રાપ્ત કરી પરિણામે અનંત સુખ પ્રાપ્ત કરી શકાય તેમ છે તે સવ ગુમાવે છે. આ બહુ અગત્યના વિષય માટે વિદ્વાનાએ રચેલા અનેક ગ્રંથા છે. ટૂંકમાં જાણવાના જિજ્ઞાસુઓએ ઇંદ્રિયપરાજયશતક ” ‘શૃ’ગારવૈરાગ્યતર’ગિણો ’’+ અને “ શીલેાપદેશમાળા ” એ ત્રણ ગ્રંથ વાંચવા. અત્ર વિસ્તારભયથી વિશેષ કહેવામાં આવતુ નથી, પરંતુ એટલું તા પુનરુક્તિ કરીને કહેવામાં આવે છે કે હું બધુ ! તમે સુખ શુ' છે અને તે કાં છે, તેનું ખરુ સ્વરૂપ સમજો. પ્રાકૃત માણસેાના અવગણનાને પાત્ર * જૈન સુખાધપ્રકાશ ભાગ ખીજો. + પ્રકરણરત્નાકર ભાગ બીજો. Jain Education International 6: For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy